ડર્મેટોસીસ એ જનરલ ટર્મ છે જેનો ઉપયોગ કોઈપણ સ્કીન ડિફેક્ટ અને લિઝનને ડિસ્ક્રાઈબ કરવા માટે થાય છે.ડર્મેટોસીસ એ બ્રોડ ટર્મ છે જે સ્કીનની કોઈપણ ડીસીઝને ડીનોટ કરે છે.
જ્યારે ડર્મેટાઇટિસ એ સ્ક્રીન ઈન્ફલામેશન વાળી કન્ડિશનને ડીનોટ કરે છે.
Infectious dermatoses (ઇન્ફેક્સીયસ ડર્મેટોટિસ)
ઇન્ફેક્સીયસ ડર્મેટોટિસ એ બેક્ટેરિયા, વાયરસ, ફંગી, પેરાસાઈટ અને બીજા ઇન્ફેક્શનને કારણે જોવા મળે છે. ઇન્ફેક્સીયસ ડર્મેટોટિસમાં ઇમ્પેટીગો, ફોલીક્યુલાઇટિસ, સેલ્યુલાઇટિસ, વોટ્સ, હર્પીસ સિમ્પ્લેક્સ, કેન્ડીડેયાસીસ, સ્કેબિસ વગેરે જેવી સ્કીન કન્ડિશન નો સમાવેશ થાય છે.
Non infectious dermatoses (નોન ઇન્ફેક્સીયસ ડર્મેટોટિસ)
નોન ઇન્ફેક્સીયસ ડર્મેટોટિસ એ કોઈ ઇન્ફેક્શનના કારણે જોવા મળતું નથી પરંતુ બીજા કોઈ કોસને કારણે જોવા મળે છે. ઉદાહરણ તરીકે પ્સોરિયાસિસ, સીબોહરિક ડર્મેટાઇટિસ, હાઇપર પિગમેન્ટેશન, વિટીલીગો, એલોપેશિયા જેવી કન્ડિશનનો સમાવેશ થાય છે.
Define acne vulgaris (ડિફાઇન એકને વલ્ગારિસ)
એકને વલ્ગારિસ એ મોસ્ટ કોમન સ્કીન ડિસઓર્ડર છે. જે હેરફોલિકલને અફેક્ટ કરે છે. જેને આપણે ખીલ અથવા પીમ્પલ તરીકે ઓળખીએ છીએ.
એકને વલ્ગારિસ મુખ્યત્વે ફેસ, નેક અને અપર ટ્રંકના ભાગમાં જોવા મળે છે.
એકને વલ્ગારિસ એડોલેશંટ અને યંગ એડલ્ટમાં વધારે જોવા મળે છે એટલે કે 12 થી 35 વર્ષની ઉંમરે વધારે જોવા મળે છે.
એકને વલ્ગારિસ એ હોર્મોનલ ચેન્જીસ, ડાયટ પેટર્ન, સ્ટ્રેસ સાથે સંકળાયેલ છે.
What is the cause of acne vulgaris (વોટ ઈસ ધ કોસ ઓફ એકને વલ્ગારિસ)
વધારે પડતા સીબમ પ્રોડક્શન ને કારણે
હેરફોલિકલ એ ડેડ સ્કિન સેલ અથવા ઓઇલને કારણે પ્લગ થવાથી.
એપીથેલીયમના એબનોર્મલ કેરાટીનાઇઝેશનને કારણે.
એનેરોબિક બેક્ટેરિયાને કારણે
ફેમિલી હિસ્ટ્રી
Explain pathophysiology of acne vulgaris (એક્સપ્લેન પેથોફિઝિયોલોજી ઓફ એકને વલ્ગારિસ)
પ્યુબર્ટી ના સમયગાળા દરમિયાન એન્ડ્રોજન હોર્મોનને કારણે સેબેસીયસ ગ્લેન્ડ સ્ટીમ્યુલેટ થાય છે. | સેબેસીયસ ગ્લેન્ડની સાઈઝ માં વધારો થાય છે. સેબેસીયસ ગ્લેન્ડ દ્વારા નેચરલ ઓઇલ અને સીબમ પ્રોડ્યુસ કરવામાં આવે છે. | એકને વલ્ગારિસની કન્ડિશનમાં સેબેસીયસ ગ્લેન્ડ ઘણા બધા ફેક્ટર દ્વારા સ્ટીમ્યુલેટ થાય છે. | જેથી સીબમનું પ્રોડક્શન વધી જાય છે. આ સીબમનો ફ્લો એ સ્કીન સરફેસ પર બહાર આવે છે. | આથી પીલો સેબેસીયસ ડક્ટ્ પ્લગ થાય છે જેના પરિણામ સ્વરૂપે કોમડોન જોવા મળે છે.
Write sign & symptoms seen in acne vulgaris (રાઈટ સાઇન એન્ડ સીમટન્સ સીન ઇન એકને વલ્ગારિસ)
ફેસ, નેક, સોલ્ડર અને ટ્રંક ના ભાગ માં વ્હાઇટહેડ (ક્લોઝ પ્લગ પોર), બ્લેકહેડ (ઓપન પ્લગ પોર), પેપ્યુલ, પસચ્યુલ, નોડ્યુલ અને સીસ્ટ જોવા મળે છે.
સિવિયર કેસીસમાં સિસ્ટનું ફોર્મેશન જોવા મળે છે અને પીગમેન્ટેશન જોવા મળે છે.
સ્કાર ફોર્મેશન જોવા મળે છે.
How to diagnose acne vulgaris (હાઉ ટુ ડાયગ્નોસ એકને વલ્ગારિસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
કલ્ચર ટેસ્ટ (જો પસ પ્રેઝન્ટ હોય તો)
Write medical management of acne vulgaris (રાઈટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ એકને વલ્ગારિસ)
Topical medicine (ટોપિકલ મેડિસિન)
ટોપિકલ મેડિસિન તરીકે સેલીસાઇકલિક એસિડ અને બેન્ઝોઈલ પેરોક્સાઈડ નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બેન્ઝોઈલ પેરોક્સાઈડનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.
બેન્ઝોઈલ પેરોક્સાઈડ એ ઇન્ફ્લામેશનને ઝડપથી રીડ્યુસ કરે છે અને સીબમનું પ્રોડક્શન ઘટાડે છે.
ઘણીવાર ટોપિકલ એન્ટિબાયોટિક નો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે સુપર ફિશિયલ ફેટી એસિડનું લેવલ ડીક્રીઝ કરે છે અને કોમડોન પેપ્યુલ અને પસચ્યુઅલ ડીક્રીઝ કરે છે.
ટ્રેટીનોઇન (વિટામીન એ એસિડ)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે પીલોસેબેસીયસ ડક્ટમાંથી કેરાટીન પ્લગ ને ક્લિયર કરે છે. Systemic medicine (સિસ્ટેમિક મેડિસિન)
સિસ્ટેમિક મેડિસિન તરીકે એન્ટિબાયોટિક અને સિન્થેટિક વિટામીન – A કમ્પાઉન્ડ નો ઉપયોગ કરવામાં આવે છે.
ફિમેલ પેશન્ટમાં ઇસટ્રોજન થેરાપી નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઇસટ્રોજન પ્રોજેસ્ટેરોન પ્રીપેરેશન સીબમનું પ્રોડક્શન ઘટાડે છે અને સ્કિલની ઓઇલનેસ ઘટાડે છે. મેલમાં આ થેરાપી નો ઉપયોગ કરવામાં આવતો નથી કારણકે મેલમાં આ થેરાપી નો ઉપયોગ કરવાથી બ્રેસ્ટ એનલાર્જમેંટ જોવા મળે છે. Intra lesional injection (ઇન્ટ્રા લિઝનલ ઇન્જેક્શન)
ઇન્ટ્રા લિઝનલ ઇન્જેક્શનમાં લિઝનની અંદર કોર્ટીકોસ્ટેરોઈડ ડ્રગ ઇન્જેકટ કરવામાં આવે છે. આ પ્રોસિજર નો ઉપયોગ સી એકનેની ટ્રીટમેન્ટ માટે થાય છે. Diet therapy (ડાયટ થેરાપી) :
એકને વલ્ગારિસમાં ડાયટ એ મહત્વનો ભાગ ભજવે છે.
એકને ને ટ્રીગર કરતા ફુડને અવોઈડ કરવો. જેમકે ચોકલેટ, કોલા, ફ્રાઈડ ફૂડ, મિલ્ક પ્રોડક્ટ અને હાઈ ગ્લુકોઝ ફૂડ Hygiene therapy (હાયજીન થેરાપી)
ક્લીનસીંગ સોપ વડે અફ્ક્ટેડ એરીયાને દિવસમાં બે વાર વોશ કરવો.
ઓઇલ ફ્રી કોસ્મેટિક વસ્તુ અને પર્સનલ પ્રોડક્ટ નો ઉપયોગ કરવો.
Write surgical management of acne vulgaris (સર્જીકલ મેનેજમેન્ટ ઓફ એકને વલ્ગારિસ)
Comdone extraction (કોમડોન એકસ્ટ્રેક્શન)
કોમડોન એકસ્ટ્રેક્શનમાં કોમડો એકસ્ટ્રેકરની મદદથી કોમડોન ની રીમુવ કરવામાં આવે છે. જેમાં કોમડો એકસ્ટ્રેકરના ઓપનિંગને કોમડોન પર રાખવામાં આવે છે અને તેના પર પ્રેશર એપ્લાય કરવામાં આવે છે જેથી પ્લગ એ બહાર નીકળી જાય છે.
Crayo surgery (ક્રાયો સર્જરી)
ક્રાયો સર્જરીનો ઉપયોગ એકને ના નોડ્યુલર અને સિસ્ટિક ફોર્મ માટે કરવામાં આવે છે.
Inscion & drainage (ઇન્સિજન અને ડ્રેનેજ)
લાર્જ નોડ્યુલર સિસ્ટીક લીઝન માટે ઇન્સિજન અને ડ્રેનેજ પ્રોસિજર નો ઉપયોગ કરવામાં આવે છે.
Define acne rosacea (ડિફાઇન એકને રોસેસીઆ)
રોસેસીઆ એ ક્રોનીક ઇન્ફ્લામેટરી સ્કીન કન્ડીશન છે જેમાં સેન્ટ્રલ ફેસ અફેક્ટ થાય છે. એકને રોસેસીઆમાં ફેસ પર સ્મોલ રેડ પેપ્યુલ અને પસચ્યુઅલ જોવા મળે છે. ફેસ પર ઇચિંગ અને બર્નિંગ સેન્સેશન પણ જોવા મળે છે. ફેસ ફ્લસીંગ અને બ્લસીંગ કરતું જોવા મળે છે. સાથે ટેલેન્ટજીએક્ટેશીયા પણ જોવા મળે છે એટલે કે ચીક પર સ્પાઈડર લાઈક બ્લડ વેસેલ્સ જોવા મળે છે. એકને રોસેસીઆ મોસ્ટ કોમનલી મિડલ એજ વાળી વુમનમાં તેમજ ફેર સ્કીન ધરાવતા લોકોમાં જોવા મળે છે. એટલે કે 30 થી 50 વર્ષની ઉંમર એ વધારે જોવા મળે છે. એકને રોસેસીઆ માટે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી પરંતુ એન્ટિબાયોટિક, એઝેલેયિક એસિડ નો ઉપયોગ કરવામાં આવે છે
Define acne conglobata (ડિફાઈન એકને કોનગ્લોબેટા)
એકને કોનગ્લોબેટા એ રેર પરંતુ નોડ્યુલોસીસ્ટિક એકનેનું સીવીયર ફોર્મ છે. એકને કોનગ્લોબેટા થવા માટેનો પ્રાઇમરી કોસ અનનોન છે. પરંતુ ટ્રીગર ફેક્ટર તરીકે એનાબોલીક સ્ટીરોઈડ, ટેસ્ટેસ્ટેરોન, લ્યુકેમિયા અને કેન્સર નો સમાવેશ થાય છે. તેમાં ફેસ, સોલ્ડર, બેક, ચેસ્ટ અને થાઈના ભાગમાં કોમડોન, સીસ્ટ, નોડ્યુલ અને બ્યુરોઇંગ એબ્સેસ જોવા મળે છે. કોમડોન એ બે થી ત્રણના ગ્રુપમાં જોવા મળે છે. તેમાંથી ઓફેન્સિવ સ્મેલ વાળું ડીસ્ચાર્જ જોવા મળે છે અને ઈરરેગ્યુલર સ્કાર નું ફોર્મેશન પણ જોવા મળે છે. એકને ની ટ્રીટમેન્ટમાં એન્ટીએકને મેડિસિનનો ઉપયોગ થાય છે. જેમકે ટ્રેટીનોઇન. તેમજ સીસ્ટેમિક સ્ટીરોઈડ અને એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે.
Fungal infection of skin (ફંગલ ઇન્ફેક્શન ઓફ સ્કિન)
ફંગલ ઇન્ફેક્શનને ‘માઈકોસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફંગસ એ વાર્મ અને મોઈસ્ટ એરિયામાં વધારે જોવા મળે છે. આથી ફંગલ ઇન્ફેક્શન મોઈસ્ટ વાળા એરિયામાં વધારે જોવા મળે છે જેમકે ફીટ, આર્મપીટ અને સ્કીનમાં જ્યાં ફોલ્ડ પડે તે એરિયામાં વધારે જોવા મળે છે.
ફંકલ ઇન્ફેક્શન ઇન્ફેક્ટેડ પર્સન સાથેના ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી સ્પ્રેડ થાય છે.
ઇન્ફેક્શન મુખ્યત્વે સિસ્ટેમિક કોર્ટીકોસ્ટેરોઈડ અને એન્ટીબાયોટિક નો ઉપયોગ કરતા લોકોમાં, બર્થ કંટ્રોલ પિલનો ઉપયોગ કરતા લોકોમાં, ઇમ્યુનોસપ્રેશન ધરાવતા લોકોમાં, સિસ્ટેમીક ડીઝીસ ધરાવતા લોકોમાં, વાર્મ ક્લાઈમેટમાં રહેતા લોકોમાં વધારે જોવા મળે છે.
ફંગલ ઇન્ફેક્શનમાં ટીનીઆ અને કેન્ડિડીયાસીસ વધારે જોવા મળે છે.
What is Tinea (વોટ ઇઝ ટીનીઆ)
ટીનીઆને ‘ડર્મેટોફાઈટોસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીનીઆ એ મોસ્ટ કોમન ફંગલ ઇન્ફેક્શન છે. ટીનીઆને ‘રીંગ વોર્મ ઇન્ફેક્શન’ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમાં રેડ કલરના રીંગ શેપના પેચીસ જોવા મળે છે.
Explain type of tinea (એક્સપ્લેન ટાઈપ ઓફ ટીનીઆ)
બોડીનો કયો પાર્ટ ઇન્વોલ થયેલો છે તેના આધારે ટીનિયાના નીચે મુજબ ટાઈપ પડે છે :
Tinea pedis
Tinea corporis
Tinea capitis
Tinea cruris
Tinea unguium
Tinea barbae
Tinea faciei
Tinea manuum
Tinea pedis (ટીનીઆ પેડિસ)
ટીનીઆ પેડિસને ‘રીંગવૉર્મ ઓફ ફીટ’ અથવા ‘એથલેટસ ફુટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીનીઆ પેડિસમાં સોલ ઓફ ફીટ અને ટોસ વચ્ચેનો એરિયા અફેક્ટ થાય છે.
Explain sign & symptoms seen in tinea pedis (એક્સપ્લેન સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન ટીનીઆ પેડિસ)
ટોસની વચ્ચે સ્કેલી, પીલિંગ અને ક્રેકેડ સ્કીન જોવા મળે છે.
તે એરિયામાં ઇચિંગ જોવા મળે છે.
સ્ટિંગિંગ (ડંખ મારે તેવું) અને બર્નિંગ સેન્સેશન જોવા મળે છે.
સ્કીન ઈનફ્લેડ અને ડીસકલરાઈઝ જોવા મળે છે.
સિવીયર કેસીસમાં પેઈન ફૂલ ફીશર જોવા મળે છે અને તેમાંથી ફાઉલ ઓડર જોવા મળે છે. Write medical management of tinea pedis (રાઈટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ ટીનીઆ પેડિસ)
ફૂટને બોરો સોલ્યુશન, વિનેગર સોલ્યુશન, પોટેશિયમ પરમેગ્નેટ સોલ્યુશન અથવા સલાઇન સોલ્યુશન માં સોક કરવા જેથી તેમાંથી ક્રસ્ટ, સ્કેલ અને ડેબ્રિસને રીમુવ કરી શકાય અને ઇન્ફ્લામેશન રીડ્યુસ કરી શકાય.
ઇનફેકટેડ એરીયા પર ટોપિકલ એન્ટીફંગલ એજન્ટ એપ્લાય કરવું. જેમકે ક્લોટ્રિમાઝોલ, માઈકોનાઝોલ Write nursing management of tenia pedis (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ટીનીઆ પેડીસ)
વાઇટલ સાઇન અસેસ કરવા.
ટોસ અને ટોસની વચ્ચેના એરિયાને ચેક કરવું.
અફેક્ટેડ એરિયા પર ટોપિકલ મેડિસિન એપ્લાય કરવી.
પેશન્ટને એડવાઇઝ આપવી કે રબર અને પ્લાસ્ટિકના શુઝ પહેરવાના અવોઈડ કરવા.
ટીનીઆ કોર્પોરીસને ‘રીંગ વૉર્મ ઓફ બોડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીનીઆ કોર્પોરીસ એ બોડીનું ઇન્ફેશટેશન છે. જેમાં મુખ્યત્વે ફેસ, નેક, ટ્રંક અને એક્સ્ટ્રીમિટીસ અફેક્ટ થાય છે. ટીનીઆ કોર્પોરીસ ગમે તે એજ માં જોવા મળે છે પરંતુ ચિલ્ડ્રનમાં વધારે જોવા મળે છે.
Sign & symptoms seen in tenia corporis (સાઈન એન્ડ સીમટમ્સ સીન ઇન ટીનીઆ કોર્પોરીસ)
શરૂઆતમાં સ્મોલ રેડ મેક્યુઅલ જોવા મળે છે.
ત્યારબાદ રિંગ શેપ ના લાર્જ પેપયુલ, પસચ્યુલ અથવા વેસીકલ જોવા મળે છે.
જેમાં રેડ કલરની રાઈસ બોર્ડર જોવા મળે છે.
આ લીઝન ક્લસ્ટર સ્વરૂપે જોવા મળે છે.
અફેક્ટેડ એરિયામાં ઇચિંગ અને ઈરીથેમા જોવા મળે છે. Write management of tenia corporis (રાઈટ મેનેજમેન્ટ ઓફ ટીનીઆ કોર્પોરીસ)
અફેકટેડ એરીયા પર ટોપિકલ એન્ટીફંગલ ક્રીમ એપ્લાય કરવું. ઉદાહરણ તરીકે ક્લોટ્રિમાઝોલ
સિવીયર કેસીસમાં ઓરલ એન્ટીફંગલ મેડિસિન પ્રોવાઈડ કરવી. ઉદાહરણ તરીકે ગ્રિસોફૂલવીન, ટેર્બીનાફાઇન
કોલ્ડ કમ્પ્રેસીસ એપ્લાય કરવું. Write nursing management of tinea corporis (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ટીનીઆ કોર્પોરીસ)
વાઈટલ સાઇન અસેસ કરવા.
લીઝનનો કલર, ટાઈપ અને સાઈઝ નોટ કરવા.
ઈનફેકટેડ એરીયા પર ટોપિકલ મેડિસિન એપ્લાય કરવી.
પેશન્ટને એડવાઈઝ આપવી કે ફોલ્ડ પડતો હોય તે એરિયાને ડ્રાય રાખવો.
ટીનીઆ કેપિટિસને ‘રીંગ વોર્મ ઓફ સ્કાલપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીનીઆ કેપિટિસ એ હાઈલી કંટેજિયસ ફંગલ ઇન્ફેક્શન છે જેમાં હેર શાફ્ટમાં ઇન્ફેક્શન જોવા મળે છે. ટીનીઆ કેપિટિસ બે થી દસ વર્ષના બાળકોમાં વધારે જોવા મળે છે.
Explain sign & symptoms seen in tinea capitis (એક્સપ્લેન સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન ટીનીઆ કેપિટિસ)
સ્કાલપ પર રેડ કલરના ઓવેલ શેપના ઇરીથેમેટર્સ પેચીસ જોવા મળે છે.
સ્કાલપ પર સ્મોલ પેપયુલ અને પસચ્યુલ જોવા મળે છે.
તે જગ્યાએ ઈચિંગ જોવા મળે છે.
હેર એ બ્રિટલ બની જાય છે આથી ટેમ્પરરી હેર લોસ જોવા મળે છે. Write medical management of tinea capitis (રાઈટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ ટીનીઆ કેપિટિસ)
ફંગલ ઇન્ફેક્શન ની ટ્રીટ કરવા માટે એન્ટી ફંગલ ડ્રગ નો ઉપયોગ કરવો.
ઈનફેક્ટેડ એરિયા પર ટોપિકલ એન્ટી ફંગલ ઓઇન્ટમેન્ટ એપ્લાય કરવું.
વીકમાં બે ત્રણ વાર શેમ્પુ વડે હેર વોશ કરવા.
શેમ્પુ તરીકે નિઝોરલ અથવા સેલેનિયમ સલ્ફામાઈડનો ઉપયોગ કરવો. Write nursing management of tinea capitis (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ટીનીઆ કેપિટીસ)
વાઈટલ સાઇન એસ એસ કરવા.
લીઝનની કેરેક્ટેરીસ્ટિક નોટ કરવી.
પેશન્ટને આઇસોલેશન પ્રોવાઇડ કરવું.
વિઝીટરને રીસ્ટ્રીક કરવા.
પ્રોપર હાઇજીન મેન્ટેન કરવી.
વિકમાં બે વાર હેન્ડ વોસ કરવા.
પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બરને એડવાઇઝ આપવી કે દરેક ફેમિલી મેમ્બરે સેપરેટ ટોવેલ, કોમ્બ અને બ્રશનો ઉપયોગ કરવો.
ડોક્ટર એ પ્રીસસ્ક્રાઇબ કરેલી મેડિસિન એપ્લાય કરવી.
રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.
Tinea cruris (ટીનીઆ ક્રુરીસ)
ટીનીઆ ક્રુરીસને ‘રીંગવોર્મ ઓફ ગ્રોઈન’ અથવા ‘જોક ઇચ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીનીઆ ક્રુરીસ એ ગ્રોઇન એરીયાનું રીંગવોર્મ ઇનફેસ્ટેશન છે.જેમાં ઇનર થાય અને બટક્ષનો એરીયા અફેક્ટ થાય છે. ટીનીઆ ક્રુરીસ એ ઓબેસ પરસનમાં અને ટાઇટ અન્ડરવીયર પહેરતા લોકોમાં વધારે જોવા મળે છે.
Explain sign & symptoms seen in tinea cruris (એક્સપ્લેન સાઈન એન્ડ સિમપ્ટમ્સ સીન ઇન ટીનીઆ ક્રુરીસ)
ગ્રોઇન એરિયામાં સ્મોલ રેડ કલરના સ્કેલિંગ પેચીસ જોવા મળે છે અને સર્ક્યુલર એલિવેટેડ પ્લેક જોવા મળે છે.
અફેકટેડ એરિયામાં સિવીયર ઇચિંગ જોવા મળે છે.
બોર્ડર ની આજુબાજુ પસચ્યુઅલના ક્લસ્ટર જોવા મળે છે. Write management of tinea cruris (રાઈટ મેનેજમેન્ટ ઓફ ટીનીઆ ક્રુરીસ)
અફેક્ટેડ એરિયા પર ટોપિકલ એન્ટીફંગલ ક્રીમ એપ્લાય કરવું.
સિવીયર કેસીસમાં ઓરલ એન્ટી ફંગલ મેડિસિન આપવી.
પેશન્ટને એડવાઇઝ આપવી કે ટાઇટ અંડરવિયર પહેરવાના અવોઈડ કરવું .
ગ્રોઇન એરીયા ને ડ્રાય અને ક્લીન રાખવો.
Tinea unguium (ટીનીઆ ઉંજીયમ)
ટીનીઆ ઉંજીયમને ‘ઓનકોમાઈકોસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટીનીઆ ઉંજીયમ એ ફિંગર નેઇલ અથવા ટો નેઇલ નું ઇનફેસ્ટેશન છે. પરંતુ ટો નેઇલ વધારે અફેક્ટ થાય છે. Explain sign & symptoms seen in tinea unguium (એક્સપ્લેન સાઈન એન્ડ સીમટમ્સ સીન ઇન ટીનીઆ ઉંજીયમ)
નેઈલ એ થીક ફ્રેબાઇલ અને ડીફોર્મેડ જોવા મળે છે.
નેઈલ એ યલો કલરના જોવા મળે છે અને લસ્ટરનેસ જોવા મળે છે.
નેઇલ પ્લેટની નીચે ડેબ્રીસ કલેક્ટ થાય છે જેને કારણે નેઈલ પ્લેટથી સેપરેટ થઈ જાય છે.
જો ઇન્ફેક્શન વધારે સમય સુધી જોવા મળે તો નેઈલ પૂરેપૂરો ડિસ્ટ્રોય થઈ જાય છે. Write management of tinea unguium (રાઈટ મેનેજમેન્ટ ઓફ ટીનીઆ ઉંજીયમ)
ફંગલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટીફંગલ મેડિસિનનો ઉપયોગ કરવો.
ઇન્ફેક્ટેડ એરિયા પર ટોપિકલ એન્ટીફંગલ ક્રીમ એપ્લાય કરવું.
ક્રોનીક કન્ડિશનમાં નેઈલ અવલશન કરવામાં આવે છે એટલે કે નેઈલને રીમુવ કરવામાં આવે છે.
Tinea barbae (ટીનીઆ બાર્બે)
ટીનીઆ બાર્બે એ રેર ફંગલ ઇન્ફેક્શન છે. જેમાં દાઢી અને મૂછોના ભાગમાં આવેલ સ્કિન, હેર અને હેર ફોલિકલ અફેક્ટ થાય છે અને ત્યાં રેડ કલર ના રિંગ શેપના સ્કીન રેસિસ જોવા મળે છે.
Tinea faciei (ટીનીઆ ફેસી)
ટીનીઆ ફેસી એ ફેશિયલ રીંગ વોર્મ ઇનફેસ્ટેશન છે. જેમાં ફેસ પર આવેલી સુપર ફેશિયલ સ્કીન અફેક્ટ થાય છે. જેમાં ચીક, નોઝ, ચીન, ફોરહેડ માં સ્કેલિ પ્લેક જોવા મળે છે.
Tinea manuum (ટીનીઆ મેન્યુમ)
ટીનીઆ મેન્યુમ એ હેન્ડની સુપર ફિશિયલ સ્કિનનું ઇન્ફેક્શન છે. જેમાં હેન્ડમાં રાઉન્ડ અને ઓવેલ શેપના રેસ જોવા મળે છે.
What is candidiasis (વોટ ઇસ કેન્ડિડીયાસીસ)
કેન્ડિડીયાસીસને ‘યીસ્ટ ઇન્ફેક્શન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેન્ડિડીયાસીસ એ ફંગલ ઇન્ફેક્શન છે જે કેન્ડીડા આલ્બિકન્સને કારણે થાય છે.
કેન્ડીડા આલ્બિકન્સ એ યીસ્ટ ટાઇપની ફંગસ છે. આથી તેને યીસ્ટ ઇન્ફેક્શન પણ કહે છે.
કેન્ડીડા આલ્બિકન્સ મુખ્યત્વે આપણી બોડીમાં માઉથ, થ્રોટ, વજાઈના અને GI ટ્રેકમાં સ્મોલ અમાઉન્ટમાં જોવા મળે છે. પરંતુ જ્યારે તેને ફેવરેબલ એન્વાયરમેન્ટ મળે ત્યારે તે મલ્ટિપ્લાય થાય છે અને કેન્ડિડીયાસીસની કન્ડિશન સર્જે છે. Write types of candidiasis (રાઈટ ટાઈપસ ઓફ કેન્ડિડીયાસીસ)
ઇન્ફેક્શનના લોકેશનને આધારે કેન્ડિડીયાસીસના નીચે મુજબ ટાઇપ પડે છે :
i) Vaginal candidiasis (વજાયનલ કેન્ડિડીયાસીસ)
વજાયનામાં વધારે પડતી યીસ્ટ ગ્રો થવાને કારણે વજાયનલ કેન્ડિડીયાસીસ જોવા મળે છે.
વજાયનલ કેન્ડિડીયાસીસમાં વજાયના અને વલવામાં સ્વેલિંગ અને રેડનેસ જોવા મળે છે.
તે એરિયામાં બર્નિંગ અને ઈચિંગ જોવા મળે છે.
થીક વાઈટ કલરનું કોટેજ ચીઝ જેવું વજાયનલ ડિસ્ચાર્જ જોવા મળે છે.
યુરીનેશન અને ઇન્ટરકોર્સ કરતી વખતે પેઈન જોવા મળે છે.
ટ્રીટમેન્ટ તરીકે એન્ટીફંગલ સપોઝિટ્રરી, ટેબ્લેટ અથવા ક્રીમ નો ઉપયોગ કરવામાં આવે છે.
ii) Oral candidiasis (ઓરલ કેન્ડિડીયાસીસ)
ઓરલ કેન્ડિડીયાસીસને ‘ઓરલ થ્રસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઓરલ કેન્ડિડીયાસીસ માં કેન્ડીડા યીસ્ટ એ માઉથ અને થ્રોટ ના ભાગમાં સ્પ્રેડ થાય છે.
ઓરલ થ્રસ મુખ્યત્વે ન્યુબોર્ન અને ઓલડર એડલ્ટમાં જોવા મળે છે.
ઓરલ થ્રસમાં લીપ, માઉથ, ટંગ, થ્રોટ અને ઈસોફેગસમાં વાઈટ અથવા યલો કલરના સોર જોવા મળે છે.
એન્ટી ફંગલ મેડિસિન ક્લોટ્રિમાઝોલ, ફ્લુકોનાઝોલ વડે ઓરલ થ્રસને ટ્રીટ કરવામાં આવે છે.
કયુટેનિયસ કેન્ડિડીયાસીસમાં સ્કિનમાં ઇન્ફેક્શન જોવા મળે છે.
કયુટેનિયસ કેન્ડિડીયાસીસ મુખ્યત્વે વાર્મ અને મોઈસ્ટ એરિયામાં વધારે જોવા મળે છે. જેમકે અંડરઆર્મ, બ્રેસ્ટની નીચે, ગ્રોઈન એરીયા, ફિંગર અને ટોસ વચ્ચેની જગ્યામાં જોવા મળે છે.
જેમાં સ્કિન પર સ્મોલ રેઇસેડ રેડ કલરના પીન પોઇન્ટ સેટેલાઈટ લીઝન જોવા મળે છે.
ટ્રીટમેન્ટ તરીકે એન્ટીફંગલ ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે.
iv) Candida granuloma (કેન્ડીડા ગ્રેન્યુલોમા)
કેન્ડીડા ગ્રેન્યુલોમા એ ક્રોનિક ઇન્ફેક્શન છે જે બોડીના ડિફરન્ટ પાર્ટને અફેક્ટ કરે છે જેમ કે ફેસ, માઉથ, સ્કીન, સ્કાલપ અને નેઈલ
જેમાં માઉથમાં વાઈટ ચીઝી પ્લેક જોવા મળે છે અને સ્કિન પર પીન પોઇન્ટ સેટેલાઈટ લીઝન અને પેપ્યુલ જોવા મળે છે.
v) Invasive candidiasis (ઇન્વેસિવ કેન્ડિડીયાસીસ)
ઇન્વેસિવ કેન્ડિડીયાસીસને ‘સિસ્ટેમિક કેન્ડિડીયાસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઇન્વેસિવ કેન્ડિડીયાસીસમાં ટ્રીટમેન્ટ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કેન્ડીડા એ બ્લડ, હાર્ટ, બ્રેઇન, આઈ અને બોન સુધી પહોંચે છે. અને તેને કારણે સીરિયસ લાઈફ થ્રેટનીંગ કન્ડિશન જોવા મળે છે.
How to diagnose candidiasis (હાઉ ટુ ડાયગ્નોસ કેન્ડિડીયાસીસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
કલ્ચર
સ્કીન સ્ક્રેપિંગ
વુડ લેમ્પ એક્ઝામિનેશન
Write medical management of candidiasis (રાઈટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ કેન્ડિડીયાસીસ)
ફંગલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટીફંગલ મેડિસિન નો ઉપયોગ કરવામાં આવે છે.
અફેક્ટેડ એરિયા પર ટોપિકલ એન્ટીફંગલ ક્રીમ એપ્લાય કરવું.
વજાઈનલ કેન્ડિડીયાસીસમાં એન્ટીફંગલ સપોઝિટરી નો ઉપયોગ કરવામાં આવે છે.
Write nursing management of candidiasis (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ કેન્ડિડીયાસીસ)
પેશન્ટના વાઈટલ સાઇન અસેસ કરવા.
બોડી નો કયો પાર્ટ અફેક્ટ થયેલો છે તે નોટ કરવું.
અફેક્ટેડ એરિયા પર ટોપીકલ મેડિસિન એપ્લાય કરવી.
પેશન્ટની એડવાઈઝ આપવી કે પર્સનલ વસ્તુને શેર ન કરવી.
બધા લોકો એ સેપરેટ ટોવેલ અને વોસ ક્લોથ નો ઉપયોગ કરવો.
રબર અને પ્લાસ્ટિકના શુઝ પહેરવાના અવોઈડ કરવા.
ટાઇટ અને ફીટીંગ કપડાં પહેરવાના એવોઇડ કરવા.
કોટન ના કપડા પહેરવા.
પ્રોપર હાઇજીન મેન્ટેન કરવી અને સ્કીનને ડ્રાય રાખવી.
Parasite infestation of skin (પેરાસાઈટ ઇન્ફેસ્ટેશન ઓફ સ્કીન)
પેરાસાઈટ (લાઉઝ, માઈટ)ને કારણે જોવા મળતા સ્કીન ઇન્ફેક્શનને પેરાસાઈટ ઇન્ફેસ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે.
પેરાસાઈટીક ઇનફેસ્ટેશન માં ઇન્સેક્ટ અથવા વોર્મ એ સ્કીન પર આવેલા બ્યુરોમાં રહે છે ત્યાં મલ્ટીપ્લાય થાય છે અને ત્યાંથી નરિસમેન્ટ મેળવે છે.
પેરાસાઇટ ઇનફેસ્ટેશન એ ઇન્ફેક્ટેડ પર્સન સાથેના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા સ્પ્રેડ થાય છે.
પેરાસાઈટીક સ્કીન ઇનફેસ્ટેશનમાં પેડીક્યુલોસિસ અને સ્કેબિસ નો સમાવેશ થાય છે.
What is pediculosis (વોટ ઇસ પેડીક્યુલોસિસ)
પેડીક્યુલોસિસ એ લાઇસ ઇનફેસ્ટેશન છે.
આ પેરાસાઈટ એ એનિમલ અથવા હ્યુમન બોડીની બહારની બાજુ રહે છે અને ત્યાંથી બ્લડમાંથી નરીશમેન્ટ મેળવે છે આથી લાઇસને ‘એક્ટોપેરાસાઇટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લાઈસના સલાઈવામા એન્ટીકોએગ્યુલન્ટ પ્રેઝન્ટ હોય છે આથી લાઇસ જ્યારે હોસ્ટમાંથી બ્લડ લેવા માટે સ્કિનને પિઅરસ કરે છે ત્યારે હોસ્ટનું બ્લડ ક્લોટ થઈ જતું નથી.
લાઇસ ઇન ફેસ્ટેશન ગમે તે એજના લોકોમાં જોવા મળે છે. પરંતુ સ્કૂલ જતા બાળકોમાં વધારે જોવા મળે છે.
પેડીકયુલોસિસના મુખ્ય ત્રણ ટાઈપ પડે છે :
pediculosis capitis
pediculosis corporis
pediculosis pubis
Pediculosis capitis (પેડીક્યુલોસિસ કેપિટિસ)
પેડીક્યુલોસિસ કેપિટિસ એ સ્કાલ્પ ઇનફેસ્ટેશન છે જે હેડ લાઉસ ને કારણે જોવા મળે છે. જેને આપણી ભાષામાં માથામાં ટોલા પડવા અથવા જૂ પડવું કહીએ છીએ.
આ લાઉસ એ ઇયરની પાછળ અને નેપ ઓફ નેકના ભાગમાં જોવા મળે છે.
લાઉસ દ્વારા મુકાયેલ એગ (નીટ્સ) ને આપણે નરી આંખ વડે જોઈ શકીએ છીએ. જે સીલવરી અને ગ્લીસ્ટરિંગ ઓવેલ શેપના દેખાય છે અને તે હેર સાથે સ્ટિક થઈ જાય છે. Explain sign & symptoms seen in pediculosis capitis (એક્સપ્લેન સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન પેડીક્યુલોસિસ કેપિટિસ)
હેરમાં કંઈક મુવિંગ કરતું હોય તેવું ફિલ થાય છે.
સ્કાલ્પમાં ઇચિંગ જોવા મળે છે જેને કારણે ત્યાં સ્ક્રેચિંગ જોવા મળે છે.
તે એરિયામાં ઇરીથેમા જોવા મળે છે. Write management of pediculosis capitis (રાઈટ મેનેજમેન્ટ ઓફ પેડીક્યુલોસિસ કેપિટિસ)
હેરને પરમેથ્રીન અથવા લીનડેન સબટન્સના બનેલા શેમ્પુ અથવા શોપ વડે વોશ કરવા.
હેર વોશ કર્યા ફાઇન ટૂથડ કોમ્બ વડે નીટસ્ અને લાઇસને રીમુવ કરવા.
કોમ્બનો ઉપયોગ કર્યા બાદ તે કોમ્બને હોટ વોટરમાં 10 મિનિટ સુધી શોક કરવું.
ઇન્ફેક્ટેડ પર્સન દ્વારા ઉપયોગમાં લેવાયેલ ટોવેલ, ક્લોથ અને અન્ય વસ્તુઓને ગરમ પાણીમાં વોશ કરવું.
Pediculosis corporis (પેડીક્યુલોસિસ કોર્પોરિસ)
પેડીક્યુલોસિસ કોર્પોરિસને ‘વેગબોન્ડ ડીઝીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પેડીક્યુલોસિસ કોર્પોરિસ એ બોડી ઇનફેસ્ટેશન છે જે બોડી લાઉસને કારણે થાય છે.
પેડીક્યુલોસિસ કોર્પોરિસ એ પુર હાયજીન ધરાવતા લોકોમાં અને વધારે સમય સુધી નહાયા વગરના લોકોમાં જોવા મળે છે. Explain sign & symptoms seen in pediculosis corporis (એક્સપ્લેન સાઈન એન્ડ સીમટમ્સ સીન ઇન પેડીક્યુલોસિસ કોર્પોરિસ)
ટ્રંક, નેક, સોલ્ડર અને બટક્ષના ભાગમાં ઈરીથેમેટસ મેક્યુઅલ જોવા મળે છે.
ત્યારબાદ તે જગ્યાએ વ્હીલ અને પેપયુલ જોવા મળે છે.
તે જગ્યાએ ઇચિંગ અને સ્ક્રેચિંગ જોવા મળે છે. Write management of pediculosis corporis (રાઈટ મેનેજમેન્ટ ઓફ પેડીક્યુલોસિસ કોર્પોરિસ)
અફેક્ટેડ એરિયા પર પરમેથ્રીન અથવા લીનડેન લોશન એપ્લાય કરવું.
પેશન્ટ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ટોવેલ, ક્લોથ અને અન્ય વસ્તુઓને ગરમ પાણી વડે વોશ કરવી.
Pediculosis pubis (પેડીક્યુલોસિસ પ્યુબીસ)
પેડીક્યુલોસિસ પ્યુબીસ એ પ્યુબિક એરિયાનું ઇનફેસ્ટેશન છે જે પ્યુબીક લાઉઝને કારણે જોવા મળે છે.
પ્યુબીક લાઉઝને ‘ક્રેબ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેમાં પ્યુબિક લાઇસ એ તેના એગને પ્યુબીક હેર ઉપર મૂકે છે અને ત્યાંથી તે નરિસમેન્ટ મેળવે છે. Explain sign & symptoms seen in pediculosis pubis (એક્સપ્લેન સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન પેડીક્યુલોસિસ પ્યુબીસ)
ગ્રોઇન એરિયામાં ઇન્ટેન્સ ઈચિંગ જોવા મળે છે અને રાત્રે ઇચિંગમાં વધારો જોવા મળે છે.
તે જગ્યાએ સ્ક્રેચ માર્ક અને ક્રસ્ટીંગ જોવા મળે છે.
તે એરીયા ગ્રે અથવા બ્લુઇસ કલરનો જોવા મળે છે. Write management of pediculosis pubis (રાઈટ મેનેજમેન્ટ ઓફ પેડીક્યુલોસિસ પ્યુબીસ)
અફેકટેડ એરીયા પર પરમેથ્રીન લોશન એપ્લાય કરવું.
પેશન્ટ દ્વારા ઉપયોગ કરાયેલ કોમ્બ અને કપડા ને ગરમ પાણી વડે વોશ કરવા.
What is scabies (વોટ ઇસ સ્કેબીસ)
સ્કેબીસને ‘સારકોપ્ટિક માંજે’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કેબીસ એ હાઈલી કંટેજિયસ પેરાસાઇટીક સ્કીન ઇનફેસ્ટેશન છે. જે ‘સારકોપ્ટ્સ સ્કેબીઇ માઈટ’ ને કારણે થાય છે. સ્કેબીસ મુખ્યત્વે ફિંગર અને ટોસ વચ્ચેની જગ્યા, ફિંગર નેઇલની નીચે, થાય અને જનાયટલ એરિયાના ફોલ્ડમાં, નીપલની આજુબાજુ, એકઝીલ્લા , વ્રિસ્ટ,એલ્બો અને ની ના ભાગમાં જોવા મળે છે.
Explain pathophysiology of scabies (એક્સપ્લેન પેથોફિઝિયોલોજી ઓફ સ્કેબીસ)
ઇન્ફેક્ટેડ પર્સનના કોન્ટેક માં આવતા | સ્કિનમાં આવેલ બ્યુરો પર સ્કેબિસ માઈટ રહે છે. | તે બ્યુરોમાં એડલ્ટ ફિમેલ એગ મૂકે છે. | ત્રણથી ચાર દિવસમાં એગમાંથી લારવા બહાર નીકળે છે અને એક થી બે વીકમાં તે એડલ્ટ માઈટ બને છે. | ચાર થી છ વીક પછી પેશન્ટમાં સ્કેબીસના સિમટન્સ જોવા મળે છે.
Explain sign & symptoms seen in scabies (એક્સપ્લેન સાઈન એન્ડ સીમટમ્સ સીન ઇન સ્કેબીસ)
માઇટ બ્યુરો વાળી જગ્યાએ સીવીયર ઈચિંગ જોવા મળે છે અને રાતના સમયે ઇચિંગમાં વધારો જોવા મળે છે.
સ્કિન પર પીમ્પલ લાઇક રેસ જોવા મળે છે.
સ્કીન પર ટીની બ્લિસ્ટર અને બમ્પ જોવા મળે છે જે વેવી ટનેલ જેવા લાગે છે.
સેકન્ડરી લીઝન તરીકે વેસીકલ, ક્રસ્ટ અને એક્સકોરીએસન જોવા મળે છે
How to diagnose scabies (હાઉ ટુ ડાયગ્નોસ સ્કેબીસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
સ્કીન સ્ક્રેપિંગ
Write management of scabies (રાઈટ મેનેજમેન્ટ ઓફ સ્કેબીસ)
પેશન્ટને વાર્મ સોપી વોટર વડે બાથ કરવા કહેવું.
ત્યારબાદ ફેસ અને સ્કાલ્પ સિવાયના એરીયા એટલે કે નેકથી નીચેના ભાગ પર સ્કેબીસાઇડલ લોશન એપ્લાય કરવું.
સ્કેબીસાઇડલ લોશન તરીકે લિન્ડેન અથવા પરમેથ્રીનનો ઉપયોગ કરવો.
આ લોશનને 12 થી 24 કલાક સુધી રાખવું અને ત્યારબાદ બાથીંગ કરવું.
આ પ્રોસિજર એક વીક સુધી કરવી. Write nursing management of scabies (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ સ્કેબીસ)
પેશન્ટની કન્ડિશન અસેસ કરવી.
પેશન્ટને એડવાઈઝ આપવી કે સ્કેબીસાઇડલ લોશન ને ગરદન થી નીચેના ભાગમાં લગાવવું.
લોશનને વારંવાર એપ્લાય કરવું નહીં કારણ કે તે ઈરીટેશન કરે છે.
પેશન્ટની એડવાઈઝ આપવી કે પ્રોપર હાઈજીન મેન્ટેન કરવી.
પેશન્ટને ક્લીન ટોવેલ અને ક્લીન કપડાનો ઉપયોગ કરવા કહેવું.
ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલ મેડિસિન એડમિનિસ્ટર કરવી.
રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.
What is phempigus vulgaris (વોટ ઇસ પેમ્ફિગસ વલ્ગારિસ)
પેમ્ફિગસ વર્ડ એ ગ્રીક વર્ડ ‘pemphix’ પરથી ઉતરી આવેલ છે જેનો અર્થ ‘બલિસ્ટર’ થાય છે.
પેમ્ફિગસ વલ્ગારિસ એ ઓટોઇમ્યુન ડીઝીસ છે જેમાં ઇમ્યુન સિસ્ટમ એ મિસ્ટેકટલી એપીડર્મલ સેલ અને મ્યુકસ મેમ્બ્રેન પર એટેક કરે છે તેના પરિણામે પેઈનફૂલ બ્લિસ્ટર જોવા મળે છે.
જેમાં એપીડર્મલ સેલમાં આવેલ ડેસમોગ્લેઇન (એન્ટિજન) અને એન્ટીબોડી(IgG) વચ્ચે રિએક્શન જોવા મળે છે.
પેમ્ફિગસ વલ્ગારિસમાં type 2 હાઇપરસેનસીટીવીટી ટાઈપનું રિએક્શન જોવા મળે છે.
પેમ્ફિગસ વલ્ગારિસમાં મુખ્યત્વે માઉથ, નોઝ, આઇ, બેક, ચેસ્ટ અંબેલીકસ અને જનાઈટલ એરિયામાં જોવા મળે છે. Explain sign & symptoms seen in phempigus vulgaris (એક્સપ્લેન સાઈન એન્ડ સીમટમ્સ સીન ઇન પેમ્ફિગસ વલ્ગારિસ)
સૌપ્રથમ માઉથ અને સ્કાલ્પમાં પેઇનફૂલ બ્લિસ્ટર અને સોર જોવા મળે છે.
ત્યારબાદ બ્લિસ્ટર બોડીના બીજા ભાગમાં સ્પ્રેડ થાય છે.
બ્લિસ્ટર વાળી જગ્યાએ ઇરોઝન અને અલ્સરેશન જોવા મળે છે.
તે જગ્યાએ ઉસિંગ, ક્રસ્ટ્રિંગ અને પીલિંગ જોવા મળે છે.
બ્લિસ્ટર થવાથી તેમાંથી મસ્ટી ઓર્ડર જોવા મળે છે.
નિકોલ્સ્કી સાઈન પોઝિટિવ જોવા મળે (બ્લિસ્ટર પર પ્રેસર આપવાથી ત્યાં આવેલી સ્કીન પર સ્પ્રેડ થાય છે)
સ્કીન એ સ્લોલી હિલ થાય છે.
બેક્ટેરિયલ સુપર ઇન્ફેક્શન જોવા મળે છે અને ઘણીવાર સેપ્ટીસેમીયા જેવી કન્ડિશન અરાઇઝ થાય છે.
How to diagnose phempigus vulgaris (હાઉ ટુ ડાયગ્નોસ પેમ્ફિગસ વલ્ગારિસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
સ્કીન બાયોપ્સી (પંચ બાયોપ્સી)
ઇમ્યુનોફ્લોરન્સ
ત્ઝાન્ક સમિઅર
Write management of phempigus vulgaris (રાઈટ મેનેજમેન્ટ ઓફ પેમ્ફિગસ વલ્ગારિસ)
કોર્ટીકોસ્ટીરોઇડ : સિસ્ટેમિક કોર્ટીકોસ્ટીરોઇડ એડમિનિસ્ટર કરવી. શરૂઆતમાં હાઈ ડોઝ આપવો અને તેની સાથે એન્ટાસીડ મેડિસિન પ્રોવાઇડ કરવી. અફેકટેડ એરીયા પર ટોપિકલ કોર્ટીકોસ્ટેરોઇડ એપ્લાય કરવું.
ઇમ્યુનોસપ્રેસીવ એજન્ટ : ઇમ્યુનિટીને સપ્રેસ કરવા માટે ઇમ્યુનોસપ્રેસીવ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગલોબ્યુલીન આપવામાં આવે છે. ઇમ્યુનોસપ્રેસીવ એજન્ટ તરીકે મીથોટ્રેક્સેટ , સાયક્લોફોસ્ફામાઇડ નો ઉપયોગ કરવામાં આવે છે.
પ્લાઝમાફેરેસીસ : પ્લાઝમાફરેસીસનો ઉપયોગ સીરમ એન્ટીબોડી નું લેવલ ઘટાડવા માટે થાય છે.
સીવીયર માઉથ અલ્સર હોય તો આઈવી ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
Write nursing management of phempigus vulgaris (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેમ્ફિગસ વલ્ગારિસ)
વાઈટલ સાઇન અસેસ કરવા.
પેશન્ટની કન્ડિશન અસેસ કરવી.
પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને ઓરલ કેર પ્રોવાઈડ કરવી.
લિપ પર લિપ બામ એપ્લાય કરવું. જેથી લિપ મોઇસ્ટ રહે અને તેને ડ્રાય થતાં અટકાવી શકાય.
What is stevens johnson syndrome (વોટ ઇસ સ્ટીવન્સ-જોન્સન સિન્ડ્રોમ)
સ્ટીવન્સ-જોન્સન સિન્ડ્રોમને ‘ઇરીથેમા મલ્ટીફોર્મ મેઝર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સ્ટીવન્સ-જોન્સન સિન્ડ્રોમ એ રેર અને સીરીયસ સ્કીન રિએક્શન ડિસઓર્ડર છે. જેમાં અમુક મેડિસિન લેવા ને કારણે સ્કીન પર રિએક્શન જોવા મળે છે.
જેમાં મુખ્યત્વે સ્કીન અને મ્યુકસ મેમ્બ્રેન પર પેઇનફૂલ બ્લિસ્ટર અને લીઝન જોવા મળે છે.
સ્ટીવન્સ-જોન્સન સિન્ડ્રોમમાં નીચે મુજબ મેડિસિનને કારણે રિએક્શન જોવા મળે છે. એન્ટીગાઉટ મેડિસિન, એન્ટી કન્વલર્ઝન્ટ મેડિસિન, એન્ટીસાઇકોટિક મેડિસિન, એન્ટીબેક્ટેરિયલ મેડિસિન (ખાસ કરીને સલ્ફોનામાઇડ્સ) પેઈન રીલીવ મેડિસિન, નોન સ્ટીરોઈડલ એનટી ઇન્ફ્લામેન્ટરી ડ્રગ
એચઆઈવી પોઝિટિવ અને ન્યુમોનિયા ધરાવતા લોકોમાં તેમજ ઈમ્યુનોસપ્રેશન વાળા પેશન્ટમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે.
Explain sign & symptoms seen in stevens johnson syndrome (એક્સપ્લેન સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન સ્ટીવન્સ-જોન્સન સિન્ડ્રોમ)
શરૂઆતમાં ફ્લુ લાઇક સીમટમ્સ જોવા મળે છે જેમ કે હાઈ ટેમ્પરેચર, હેડએક, કફ, થ્રોટ પેઇન, જોઈન્ટ પેઇન
સ્કીન, માઉથ, આઈ, નોઝ અને જનાઈટલ એરિયામાં પેન ફૂલ બ્લિસ્ટર જોવા મળે છે. થોડા દિવસ પછી બ્લીસ્ટર વાળી જગ્યાએ શેડીગ જોવા મળે છે.
માઉથ, લિપ્સ, ટંગ અને ફેસના ભાગે સ્વેલિંગ જોવા મળે છે.
આઇમાં પેઇન જોવા મળે છે. બ્રાઇટ લાઇટ ને જોતી વખતે પણ આઈ માં પેન જોવા મળે છે.
How to diagnose stevens johnson syndrome (હાઉ ટુ ડાયગ્નોસ સ્ટીવન્સ-જોન્સન સિન્ડ્રોમ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
સ્કીન બાયોપ્સી
Write management of stevens johnson syndrome (રાઈટ મેનેજમેન્ટ ઓફ સ્ટીવન્સ જોન્સન સિન્ડ્રોમ)
આઈવી ઇમ્યુનોગ્લોબ્યુલિન એડમિનિસ્ટર કરવા.
સિસ્ટેમિક કોર્ટીકોસ્ટેરોઈડ પ્રોવાઈડ કરવી.
ઇન્ફેક્શનને કંટ્રોલ કરવા માટે એન્ટિબાયોટિક પ્રોવાઈડ કરવી.
પેઇન રીલીવ કરવા માટે એનાલજેસીક મેડિસિન પ્રોવાઈડ કરવી.
ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવા માટે iv ફ્લુઇડ પ્રોવાઇડ કરવું .
Write complications of Stevens johnson syndrome (રાઈટ કોમ્પ્લિકેશન ઓફ સ્ટીવન્સ-જોન્સન સિન્ડ્રોમ)
ડિહાઇડ્રેશન
સેપ્સીસ
ન્યુમોનિયા
મલ્ટીપલ ઓર્ગન ફેલિયર
What is psoriasis (વોટ ઇસ પ્સોરિયાસીસ)
પ્સોરિયાસીસ એ ઓટો ઇમ્યુન કન્ડિશન છે. જેમાં સ્કિન સેલ એ ઝડપથી ગ્રો અને મલ્ટિપ્લાય થાય છે જેને કારણે કેરાટીનનું ઓવર પ્રોડક્શન જોવા મળે છે અને સ્કિનમાં વાઈટ સિલ્વરી પ્લેક જોવા મળે છે. પ્સોરિયાસીસ ગમે તે એજ માં જોવા મળે છે પરંતુ 15 થી 35 વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે. પ્સોરિયાસીસ થવા માટેનો એક્ઝેટ કોસ અનનોન છે પરંતુ ફેમિલી હિસ્ટ્રી અને અમુક ટ્રીગર ફેક્ટરને કારણે પ્સોરિયાસી જોવા મળે છે. પ્સોરિયાસીસને ટ્રીગર કરતા ફેક્ટર નીચે મુજબ છે : ઈમોશનલ સ્ટ્રેસ એન્ઝાયટી ટ્રોમા ઇન્ફેક્શન સીઝનલ અને હોર્મોનલ ચેન્જીસ કોલ્ડ અને ડ્રાય વેધર સન બર્ન
Explain pathophysiology of psoriasis (એક્સપ્લેન પેથોફિસિયોલોજી ઓફ પ્સોરીયાસીસ)
ઇટીયોલોજિકલ ફેક્ટરને કારણે | T – cell હાઇપર એક્ટિવેટ થાય છે. | આથી એપીડર્મલ ઇન્ફીલટ્રેશન અને કેરાટીનોસાઇટ પ્રોલીફેરેશન જોવા મળે છે. એટલે કે નોર્મલી સ્કીન સેલ 10 થી 30 દિવસમાં રિપ્લેસ થાય છે પરંતુ આવી કન્ડિશનમાં ત્રણથી ચાર દિવસમાં રિપ્લેસ થાય છે. | આથી વેરિયસ સાયટોકાઈનેઝનું લાજ પ્રમાણમાં પ્રોડક્શન જોવા મળે છે. | તેમજ ઈન્ફલામેટરી રિસ્પોન્સ જોવા મળે છે. સુપર ફિશિયલ બ્લડ વેસેલસ ડાયલેટ થઈ જાય છે અને વાસ્ક્યુલર એન્ગોર્જમેન્ટ જોવા મળે છે. | એપીડર્મલ હાયપરપ્લેસિયાને કારણે પૂરતા પ્રમાણમાં લિપિડ રિલીઝ થતું નથી અને તેને કારણે સ્કીન પર ફ્લેકીંગ અને સ્કેલિંગ જોવા મળે છે.
Write types of psoriasis (રાઇટ ટાઇપ ઓફ પ્સોરિયાસીસ)
Plaque psoriasis (પ્લેક પ્સોરિયાસીસ) :
પ્લેક પ્સોરિયાસીસને ‘વલ્ગર પ્સોરિયાસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્લેક પ્સોરિયાસીસ એ મોસ્ટ કોમન ફોર્મ છે જેમાં સ્કિન પર રેઇસેડ ઇનફ્લેમડ લીઝન જોવા મળે છે. જેને પ્લેક કહે છે. જે સિલ્વરી વ્હાઇટ સ્કેલ વડે કવર થયેલા હોય છે. આ લીઝન સિમેટ્રિકલ જોવા મળે છે. જે મુખ્યત્વે સ્કાલપ, ટ્રંક, લિંબ, એલ્બો અને નીના ભાગમાં જોવા મળે છે.
એરિથ્રોડર્મિક પ્સોરિયાસીસ એ રેર પરંતુ સીવિયર ફોર્મ છે. જેમાં બોડીમાં રેડ સ્કેલી સ્કીન જોવા મળે છે તેમજ સિવિયર ઇચિંગ, બર્નિંગ અને પિલિંગ જોવા મળે છે.
Guttate psoriasis (ગટ્ટેટ પ્સોરિયાસીસ)
ગટ્ટેટ પ્સોરિયાસીસમાં ટોર્સો અને લીંબ પર સ્મોલ પિંક રેડ કલરના સ્પોર્ટ જોવા મળે છે. ગટ્ટેટ પ્સોરિયાસીસ મુખ્યત્વે ચિલ્ડ્રન અને યંગ એડલ્ટમાં જોવા મળે છે.
Inverse psoriasis (ઇન્વર્સ પ્સોરિયાસીસ)
ઇન્વર્સ પ્સોરિયાસીસમાં સ્મુથ સાઈની રેડ કલરના પેચીસ જોવા મળે છે. જે મુખ્યત્વે ફોલ્ડ પડતા હોય તેવા એરિયામાં વધારે જોવા મળે છે. જેમકે બ્રેસ્ટની નીચે, આર્મપિટ અને ગ્રોઇન એરિયામાં
Pustular psoriasis (પસચ્યુલર પ્સોરિયાસીસ)
પસચ્યુલર પ્સોરિયાસીસ એ રેર ફોમ છે જેમાં પસચ્યુઅલ અથવા પસ ફિલ્લેડ બલિસ્ટર જોવા મળે છે અને તેની અરાઉન્ડ રેડ સ્કિન જોવા મળે છે. પસચ્યુલર પ્સોરિયાસીસ મુખ્યત્વે હેન્ડ અને ફીટના ભાગમાં જોવા મળે છે.
Nail psoriasis (નેઇલ પ્સોરીયાસીસ)
નેઇલ પ્સોરીયાસીસમાં ફિંગર નેઇલ અને ટો નેઇલ અફેક્ટ થાય છે. જેમાં નેઇલ એ વાઈટ, યલો અથવા બ્રાઉન કલરના જોવા મળે છે અને નેઇલ પ્લેટ ની નીચે બ્લડ અથવા ઓઇલનું ડ્રોપ હોય તેવું લાગે છે. નીઇલ ની અંદર આવેલી સ્કીન થીક બને છે અને નેઈલ એ નેઇલ પ્લેટથી સેપરેટ થઈ જાય છે.
How to diagnose psoriasis (હાઉ ટુ ડાયગ્નોસ પ્સોરીયાસીસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
બાયોપ્સી
ઇમ્યુનોફલોરેન્સ
અલ્ટ્રાસાઉન્ડ
Write management of psoriasis (રાઈટ મેનેજમેન્ટ ઓફ પ્સોરીયાસીસ)
Topical corticosteroid :
ટોપિકલ કોર્ટીકોસ્ટેરોઇડનો ઉપયોગ માઇલ્ડ અને મોડીરેટ પ્સોરીયાસિસની ટ્રીટમેન્ટમાં થાય છે. કોર્ટીકોસ્ટેરોઇડ એ ઈન્ફોર્મેશન અને રીડ્યુસ કરે છે.
Vitamin D analogues :
વિટામીન ડી એનાલોગસ ક્રીમને સ્ટીરોઈડ ક્રીમ સાથે લગાવવામાં આવે છે જે સ્કીન સેલ નું પ્રોડક્શન ઘટાડે છે. ઉદાહરણ તરીકે કેલ્સીટ્રીઓલ, કેલ્સીપોટ્રિઓલ
Calcineurin inhibitor :
કેલ્સીન્યુરિન ઇનહીબિટર એ ઇમ્યુન સિસ્ટમની એક્ટિવિટી ઘટાડે છે અને ઇનફ્લામેશનને રીડયુઝ કરે છે. ઉદાહરણ તરીકે ટેક્રોલિમસ ઓઇન્ટમેન્ટ
Coal tar :
જ્યારે બીજી ટોપિકલ ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ ન રહે ત્યારે કોલ તાર નો ઉપયોગ કરવામાં આવે છે. કોલ તાર એ સ્કેલિંગ, ઇચિંગ અને ઈન્ફ્લામેશન ને રીડયુઝ કરે છે.
Retinoid cream :
રેટીનોઇડ ક્રીમ એ વિટામીન A નું સિન્થેટિક ફોર્મ છે. જેને સ્ટીરોઈડ સાથે લગાવવામાં આવે છે.
Immuno supression drug :
ઇમ્યુનિટી ને સપરેસ કરવા માટે ઇમ્યુનો સબ સ્ટેશન રગનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે મેથોટ્રેક્સેટ, સાયકલોફોસફામાઇડ
Phototherapy :
ફોટોથેરાપીમાં સ્કિનને યુવી લાઈટ થી એક્સપોઝ કરવામાં આવે છે જે એપીડર્મલ સેલનો ગ્રોથ રેટ ડિક્રીઝ કરે છે.
Systemic corticosteroid :
સિવીયર કેસીસમાં સીસ્ટેમિક કોર્ટીકોસ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે.
Write nursing management of psoriasis (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પ્સોરીયાસીસ)
સ્કીન કેન્સર એ મોસ્ટ કોમન કેન્સર છે. સ્કીન ટીસ્યુમાં જોવા મળતા એબનોર્મલ સેલના ગ્રોથ ને સ્કીન કેન્સર તરીકે ઓળખવામાં આવે છે.
Write cause & risk factor of Skin cancer (રાઇટ કોસ એન્ડ રિસ્ક ફેક્ટર ઓફ સ્કીન કેન્સર)
લાઈટ સ્કીન અને ફેર સ્ક્રીન ધરાવતા લોકો
યુવી લાઇટ તેમજ એક્સરેના કોન્ટેકમાં આવતા લોકો
ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકો
વીક ઇમ્યુન સિસ્ટમ ધરાવતા લોકો
ઓલ્ડ એજ
Explain types of skin cancer (એક્સપ્લેન ટાઈપ્સ ઓફ સ્કીન કેન્સર)
સ્કીન કેન્સરના મુખ્યત્વે ત્રણ ટાઈપ પડે છે : 1) Basal cell carcinoma 2) Squamous cell carcinoma 3) Malignant melanoma
1) Basal cell carcinoma (બેસલ સેલ કાર્સિનોમા)
• બેસલ સેલ કાર્સિનોમા એ મોસ્ટ કોમન સ્કીન કેન્સર છે. જેમાં એપીડર્મીશના લોવર પાર્ટમાં આવેલ બેસલ સેલમાં કાર્સિનોમા જોવા મળે છે.
બેસલ સેલ કાર્સિનોમા એ મોટાભાગે બીજા એરિયામાં સ્પ્રેડ થતું નથી.
જેમાં સ્કિનમાં ફ્લેશ કલરના રાઉન્ડ ગ્રોથ જોવા મળે છે તેમજ પિઅર લાઈક બમ્પ જોવા મળે છે અને પિન્કીસ કલરના પેચીસ જોવા મળે છે.
બેસલ સેલ કાર્સિનોમા એ કોમનલી ફેર સ્કીન ધરાવતા લોકોમાં વધારે જોવા મળે છે.
બેસલ સેલ કાર્સિનોમામાં મુખ્યત્વે હેડ, નેક, આર્મ, ચેસ્ટ, એબડોમેન અને લેગ અફેક્ટ થાય છે. 2) Squamous cell carcinoma (સ્ક્વામસ સેલ કાર્સિનોમા)
સ્ક્વામસ સેલ કાર્સિનોમા એ સેકન્ડ મોસ્ટ કોમન સ્કીન કેન્સર છે. જેમાં સ્કિનમાં આવેલ આઉટસાઇડ લેયરના સ્ક્વામસ સેલમાં કાર્સિનોમા જોવા મળે છે.
જેમાં રેડ બમ્પ અને સ્કેલી પેચ જોવા મળે છે. સોર કે જે હિલ થઈ જાય છે પરંતુ પાછા તે જ જગ્યાએ સોર જોવા મળે છે.
આ સીમટમ્સ મુખ્યત્વે ઈયર, ફેસ, નેક, આર્મ, ચેસ્ટ અને બેકના ભાગમાં જોવા મળે છે.
સ્ક્વામસ સેલ કાર્સિનોમા એ લાઈટ સ્કીન કલર ધરાવતા લોકોમાં વધારે જોવા મળે છે. 3) Malignant melanoma (મેલીગનેન્ટ મેલીનોમા) • મેલીગનેન્ટ મેલીનોમા એ મોસ્ટ સીરીયસ ટાઈપનું સ્કીન કેન્સર છે કારણ કે તે આજુબાજુના એરિયામાં સ્પ્રેડ થાય છે.
જેમાં મેલેનીન પ્રોડ્યુસ કરતાં મેલીનોસાઈટ સેલમાં મેલીગનન્સી જોવા મળે છે.
મેલીગનેન્ટ મેલીનોમા માં સ્ક્રીન પર ફ્રિક્વંટલી મોલ ડેવલોપ થાય છે અને સ્કીન પર ડાર્ક સ્પોટ જોવા મળે છે.
આ સિવાય પણ કેન્સરના અમુક ટાઈપ પડે છે :
Kaposi sarcoma (કપોસી સાર્કોમા)
કપોસી સાર્કોમા એ સ્કીન કેન્સરનનો એક ટાઈપ છે જેમાં લિમ્ફ અને બ્લડ વેસલ્સ માં આવેલ એન્ડોથેલિયલ સેલમાં મેલીગનન્સિ જોવા મળે છે. જેમાં સ્કિન, લીમ્ફ, ઓરલ કેવીટી, જીઆઈ ટ્રેક અને રેસ્પાયરેટરી ટ્રેકમાં વિવિધ કલરના લીઝન જોવા મળે છે.
Markel cell carcinoma (માર્કેલ સેલ કાર્સિનોમા)
માર્કેલ સેલ કાર્સિનોમા એ સ્કીન કેન્સર નું રેર ફોર્મ છે. જેમાં માર્કેલ સેલમાં ઓવર ગ્રોથ જોવા મળે છે. માર્કેલ સેલ એ સ્પેશિયલ ટાઈપ ના સેલ છે જે એપીડર્મીશમાં આવેલા હોય છે.
Sebaceous carcinoma (સેબેસીયસ કાર્સિનોમા)
સેબેસીયસ કાર્સિનોમા એ સ્કીન કેન્સર નો રેર ટાઈપ છે જેમાં સ્કિનમાં આવેલ ઓઇલ ગ્લેન્ડમાં કાર્સિનોમા જોવા મળે છે. જેમાં મુખ્યત્વે આઇ લીડ અફેક્ટ થાય છે અને સ્કીન પર લમ્પ અને થીકનેસ જોવા મળે છે.
ડર્માટોફાઇબ્રોસારકોમા પ્રોટ્યુબરેન્સ એ રેર સોફ્ટ ટીશ્યુની ટ્યુમર છે જેમાં ડર્મિસ અને સબ ક્યુટેનસ અફેક્ટ થયેલા હોય છે અને ઘણીવાર મસલ્સ અને ફેશ્યા પણ ઇનક્લુડ થયેલા હોય છે. જેમાં સ્કિન પર ફીર્મ પ્લેક જોવા મળે છે.
Explain sign & symptoms seen in skin cancer (એક્સપ્લેન સાઈન એન્ડ સીમટમ્સ સીન ઇન સ્કીન કેન્સર)
સ્કીન કેન્સર માં મુખ્યત્વે ABCDE સીમટમ્સ જોવા મળે છે.
Asymmetry : લીઝન ઇરરેગ્યુલર શેપના જોવા મળે છે તેમજ લીઝન અથવા મોલ એ એકબીજા જેવા સિમિલર જોવા મળતા નથી.
Border : બ્લરી અથવા ઇરરેગ્યુલર શેપના એજીસ જોવા મળે છે.
Colour : સ્પોટ અથવા મોલ એ વિવિધ કલરના જોવા મળે છે જેમકે વાઈટ, પિંક, બ્લેક, બ્લુ અને રેડ
Diameter : ડાયામીટર એ પેન્સિલ કરતા વધારે જોવા મળે છે. (6 mm)
Evolving : શેપ, સાઈઝ, કલર અને સીમટમસમાં ચેન્જીસ જોવા મળે છે.
Write management of skin cancer (રાઈટ મેનેજમેન્ટ ઓફ સ્કીન કેન્સર)
મેનેજમેન્ટ એ કેન્સર કયા સ્ટેજમાં છે તેના ઉપર આધાર રાખે છે. સ્મોલ અને લિમિટેડ કેન્સરિયસ સેલ માટે બાયોપ્સી પણ ઇફેક્ટિવ છે.
Chemotherapy (કીમોથેરાપી) :
કીમોથેરાપીમાં ઓરલી, ટોપીકલી અને ઇન્ટ્રાવેનસ મેડિસિન આપવામાં આવે છે જે કેનસરીયસને સેલને કીલ કરે છે.
Radiation therapy (રેડીએશન થેરાપી) :
રેડીએશન થેરાપીમાં કેન્સરીયસ સેલને કિલ કરવા માટે સ્ટ્રોંગ બીમ એનર્જી નો ઉપયોગ કરવામાં આવે છે.
Immunotherapy (ઇમ્યુનોથેરાપી) :
ઇમ્યુનોથેરાપીમાં અમુક મેડિસિન નો ઉપયોગ કરવામાં આવે છે જે ઇમ્યુન સિસ્ટમને સ્ટીમ્યુલેટ કરે છે જેથી તે કેન્સરિયસ સેલને કીલ કરે છે.
Photodynemic therapy (ફોટોડાયનેમિક થેરાપી) :
ફોટોડાયનેમિક થેરાપીમાં લાઈટ અને ફોટો સેન્સીટાઇઝીંગ કેમિકલ દ્વારા કેન્સરિયસ સેલને કિલ કરવામાં આવે છે.
Crayotherapy (ક્રાયોથેરાપી) :
ક્રાયોથેરાપીમાં લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરીને કેન્સરીયસ સેલને ફ્રીઝ કરવામાં આવે છે અને કિલ કરવામાં આવે છે.
Mohs surgery (મોહસ સર્જરી) :
મોહસ સર્જરીમાં એક પછી એક પછી એક લેયર ને રિમૂવ કરવામાં આવે છે અને લાસ્ટમાં કેન્સરિયસ સેલ વાળા લેયરને રીમુવ કરવામાં આવે છે.
Excisional surgery (એક્સિસનલ સર્જરી) :
એક્સિસનલ સર્જરીમાં ઇન્સીજન દ્વારા ટ્યુમર અને તેની આજુબાજુ ની હેલ્થી સ્કિનને રીમુવ કરવામાં આવે છે.
Currete & electrodessication (ક્યુરેટ એન્ડ ઇલેક્ટ્રોડેસીકેશન) :
ઇલેક્ટ્રોડેસીકેશનમાં ઈલેક્ટ્રીક કરંટ દ્વારા કેન્સરિયસ સેલને ડિસ્ટ્રોય કરવામાં આવે છે.
Burns & its management
Introduction of burns (ઇન્ટ્રોડક્શન ઓફ બર્ન્સ)
બર્ન ઇન્જરી એ થર્મલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ અને રેડીએશનના ડાયરેક્ટ કોન્ટેક માં આવવાના કારણે જોવા મળે છે.
હોટ લિક્વિડ, હોટ ઓબ્જેક્ટ, સ્ટ્રીમ, ફાયર, સન, ઇલેક્ટ્રીકસીટી અને કેમિકલના કોન્ટેકમાં આવતા સ્કિન અને ટીશ્યુમાં જોવા મળતી ઇન્જરીને ‘બર્ન ઇન્જરી’ તરીકે ઓળખવામાં આવે છે.
બર્ન ઇન્જરી એ હિટ રિસોર્સ માની એનર્જી બોડીમાં ટ્રાન્સફર થવાને કારણે જોવા મળે છે. આ હિટ એ કંડકશન અને રેડીએશનના માધ્યમથી ટ્રાન્સફર થાય છે.
હ્યુમન સ્કીન એ 42-44 c સુધીનું ટેમ્પરેચર ટોલરેટ કરી શકે છે. પરંતુ જ્યારે આ ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચરના કોન્ટેક માં આવે તો ટીસ્યુ ડિસ્ટ્રિક્શન જોવા મળે છે.
બર્ન ઇન્જરી એ મેજર ગ્લોબલ પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે અને તેની લોકોમાં ફિઝિકલ, સાયકોલોજીકલ અને ફાઇનાન્સિયલ ઇમ્પેક્ટ જોવા મળે છે.
મોટાભાગના બર્ન્સ એ એકસીડન્ટલી થતા હોય છે.
બર્ન ઇન્જરી એ ગમે તે એજ ના લોકોમાં જોવા મળે છે તેમજ ગમે તે સોશિયોઇકોનોમિક ગ્રુપ ધરાવતા લોકોમાં જોવા મળે છે.
Write causes of burns (રાઈટ કોઝીસ ઓફ બર્ન્સ)
Thermal burns (થર્મલ બર્ન્સ) :
થર્મલ બર્ન્સ એ મોસ્ટ કોમનલી જોવા મળે છે. થર્મલ બર્ન્સ એ ફાયર, ફ્લેમ, હોટ, લિક્વિડ, હોટ ઓબ્જેક્ટ અને સ્ટીમના કોન્ટેક્ટમાં આવવાથી જોવા મળે છે. થર્મલ બર્ન્સની સીવીયારીટી એ ઓબ્જેક્ટ ના ટેમ્પરેચર અને એક્સપોઝ થવાના ડ્યુરેશન પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે રેસીડેન્ટલ ફાયર, ઓટોમોબાઇલ એક્સીડન્ટ.
Chemical burns (કેમિકલ બર્ન્સ) :
કેમિકલ બર્ન્સ એ હાઉસહોલ્ડ અથવા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ જેમકે સ્ટ્રોંગ એસિડ, આલ્કલી અને ઓર્ગેનિક કમ્પાઉન્ડના કોન્ટેકમાં આવવાના કારણે જોવા મળે છે. ઉદાહરણ સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, સોડિયમ અને કેલ્શિયમ હાઈપોક્લોરાઇટ કેમિકલ બર્ન્સ સિવિયારીટી એ કેમિકલના કોન્સન્ટ્રેશન, વોલ્યુમ અને એક્સપોઝ થવાના ડ્યુરેશન પર આધાર રાખે છે.
Electrical burns (ઈલેક્ટ્રિકલ બર્ન્સ) :
ઈલેક્ટ્રિકલ બર્ન્સ એ ઈલેક્ટ્રિકલ એનર્જી અથવા ઈલેક્ટ્રિકલ શોકને કારણે જોવા મળે છે. ઈલેક્ટ્રિકલ બર્ન્સની સિવિયારીટી એ કરંટની ઇન્ટેન્સિટી અને એક્સપોઝ થવાના ડ્યુરેશન પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે કોઈ ફોલ્ટી ઇલેક્ટ્રીક વાયરીંગ ના કોન્ટેક્ટમાં આવવાથી લાગતા શોખ ને કારણે ઇલેક્ટ્રિકલ બર્ન્સ જોવા મળે છે. ઇલેક્ટ્રિક બર્ન્સને ડાયગ્નોસીસ કરવું મુશ્કેલ છે. કારણકે તેમાં સ્કીન પર કોઇપણ પ્રકારના સીમટમ્સ જોવા મળતા નથી પરંતુ તેમાં ઇન્ટરનલ ડેમજ જોવા મળે છે.
Radiation burns (રેડીએશન બર્ન્સ) :
રેડીએશન બર્ન્સ એ રેડિયોએક્ટિવ સોર્સના કોન્ટેકમાં હોવાથી જોવા મળે છે. જેમકે યુવી લાઈટ, એક્સ રે, ગામા રે. ઉદાહરણ તરીકે ન્યુક્લિયર બમ્પ એક્સપ્લોસન. રેડીએશન બર્ન્સની સીવિયારિટી એ રેડીએશનની સ્ટ્રેન્થ, ડ્યુરેશન, ડિસ્ટન્સ અને સરફેસ એરિયા પર આધાર રાખે છે.
Inhalation burns (ઇનહાલેસન બર્ન્સ) :
ઇનહાલેસન બર્ન્સ એ એસફીકઝન્ટસ, સ્મોક ના એક્સપોઝરમાં આવવાથી જોવા મળે છે. ઉદાહરણ તરીકે કાર્બન મોનોક્સાઈડ પોઇસનીંગ.
Types & classification of burns (ટાઈપ્સ એન્ડ ક્લાસિફિકેશન ઓફ બર્ન્સ)
બર્નની ડેપ્થ અને તેની સીવિયારીટીને આધારે તેને નીચે મુજબ ક્લાસિફાઈ કરવામાં આવેલ છે.
According to burn depth & severity of penetrate the skin surface (એકોર્ડિંગ ટુ બર્ન ડેપ્થ એન્ડ સિવિયારીટી ઓફ પેનીટ્રેટ સ્કીન સરફેસ)
બર્ન્સને તેની ડેપ્થના આધારે ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ, સેકન્ડ ડિગ્રી બર્ન્સ, થર્ડ ડિગ્રી બર્ન્સ અને ફોર્થ ડિગ્રી બર્ન્સમાં ક્લાસિફાઇડ કરવામાં આવે છે. બર્નિંગની ડેપ્થ એ બર્નિંગ ઓબ્જેક્ટ ના ટેમ્પરેચર અને તેની સાથે એક્સપોઝર થવાના ડ્યુરેશન પર આધાર રાખે છે.
ફર્સ્ટ ડિગ્રી બર્ન્સમાં સ્કીન નું સુપર ફિશિયલ લેયર એપીડર્મીશ અફેક્ટ થાય છે અને તેમાં મિનિમલ ટીશ્યુ ઇન્જરી જોવા મળે છે.
તેમાં બર્ન્સ વાળો એરિયા એ પિન્કથી રેડીશ કલર નો જોવા મળે છે તેમજ તે જગ્યાએ ઈરીથેમા, ડ્રાઈનેસ અને પેન જોવા મળે છે. તે એરીયા વધારે પડતો સેન્સિટીવ જોવા મળે છે (હાયપરરેસ્થેસિયા).
બલિસ્ટર ફોર્મેશન જોવા મળતું નથી.
ફર્સ્ટ ડીગ્રી બર્ન્સ એ એક વીક ની અંદર હીલ થઈ જાય છે અને તેમજ કાર ફોર્મેશન જોવા મળતું નથી.
ફર્સ્ટ ડીગ્રી બર્ન્સને ઘરે પણ ટ્રીટ કરી શકાય છે.
સન બર્ન એ ફર્સ્ટ ડીગ્રી બર્ન્સનું ઉદાહરણ છે.
Second degree burns / deep partial thickness (સેકન્ડ ડીગ્રી બર્ન્સ / ડીપ પાર્સિયલ બર્ન્સ)
સેકન્ડ ડિગ્રી બર્ન્સને ‘ડર્મલ બર્ન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સેકન્ડ ડિગ્રી બર્ન્સમાં એપીડર્મીશ અને ડર્મીશ લેયર અફેક્ટ થયેલા હોય છે અને એપીડર્મીશ લેયર ડિસ્ટ્રોય થયેલું હોય છે.
આ ઉપરાંત હેરફોલિકલ અને સ્વેટ ગ્લેન્ડ પણ અફેક્ટ થયેલા હોય છે.
તેમાં બર્નવાળી જગ્યાએ રેડનેસ, પેઇન, સ્વેલીંગ અને બ્લિસ્ટર ફોર્મેશન જોવા મળે છે.
સેકન્ડ ડિગ્રી બર્ન્સ એ 2-3 વીકની અંદર હીલ થય જાય છે અને તેમાં સ્કાર ફોર્મેશન જોવા મળે છે.
Third degree burns / full thickness (થર્ડ ડિગ્રી બર્ન્સ / ફુલ થિકનેસ)
થર્ડ ડિગ્રી બર્ન્સમાં એપીડર્મીસ, ડર્મીસ અને સબક્યુટેનસ લેયર અફેક્ટ થયેલા હોય છે. એપીડર્મીસ અને ડર્મીસ લેયર ડિસ્ટ્રોય થયેલા હોય છે. આ ઉપરાંત ઘણીવાર બોન, મસલ્સ, ટેન્ડન અને ઓર્ગન પણ અફેક્ટ થયેલા હોય છે.
બર્ન વાળો એરીયા વેકસી વાઈટ અને ચાર્ડ જેવો દેખાય છે એટલે કે તે એરીયા સળગીને કાળો થયેલો દેખાય છે. તે એરીયા ફીર્મ, લેધરી અને ડ્રાય જોવા મળે છે.
નર્વ એન્ડીંગ ડિસ્ટ્રોય અને ડેમેજ થવાને કારણે પેઇન અને સેન્સેશન જોવા મળતું નથી. આ ઉપરાંત હિમેચુરીયા અને શોક જેવી કન્ડિશન જોવા મળે છે.
થર્ડ ડિગ્રી બર્ન્સને કારણે ડીપસ્કાર જોવા મળે છે આથી કોસ્મેટીક અથવા રીકન્સ્ટ્રકતીવ સર્જરી અને સ્કીન ગ્રાફટનો ઉપયોગ કરવામાં આવે છે.
થર્ડ ડિગ્રી બર્ન્સ એ સ્લોલી હિલ થાય છે. Forth degree burns (ફોર્થ ડિગ્રી બર્ન્સ)
ફોર્થ ડિગ્રી બર્ન્સ એ ફેશિયા સુધી એક્સટેન્ડ થયેલું હોય છે. તેમજ તેમાં બોન, મસલ્સ, ટેન્ડન અને ઓર્ગન ડેમેજ થયેલા જોવા મળે છે.
જેમાં અફેટેડ એરીયા ડ્રાય ચાર્ડ જેવો દેખાય છે તેમજ તે એરીયા પેઇનલેસ જોવા મળે છે તેમજ એસ્ચર પણ જોવા મળે છે.(બર્ન્સને કારણે સ્કીન પર ડેડ ટીસ્યુ જોવા મળે છે. અને તે શેડ ઓફ થયેલુ જોવા મળે છે)
આ પ્રકારનું બર્ન્સ એ ડીપ ફ્લેમ અને ઇલેક્ટ્રિકલ બર્નને કારણે જોવા મળે છે.
જો ફૉર્થ ડિગ્રીમાં એક્સ્ટ્રીમેટીસ અફેક્ટ થયેલ હોય તો એમ્યુટેશનની જરૂર પડે છે.
According to burn severity (એકોર્ડિંગ ટુ બર્ન સીવિયારીટી)
બર્નની સીવિયારીટી કેટલી છે અને કેટલો બોડી સરફેસ એરીયા અફેક્ટ થયેલો છે તેના આધારે બર્ન્સને માઇનર બર્ન્સ, મોડીરેટ બર્ન્સ અને સીવીયર બર્ન્સમાં વિભાજિત કરવામાં આવેલ છે.
Minor burns (માઇનર બર્ન્સ) :
ચિલ્ડ્રનમાં ટોટલ બોડી સરફેસ એરીયા ના 10% કરતાં ઓછો ભાગ અને એડલ્ટમાં ટોટલ બોડી સરફેસ એરિયાના 15% કરતાં ઓછો ભાગ અફેક્ટ થયેલ હોય તો તેને માઇનર બર્ન્સ તરીકે ઓળખવામાં આવે છે.
માઇનર બર્ન્સ વાળા પેશન્ટને opd બેઝ પર ટ્રીટ કરી શકાય છે.
બધા ફર્સ્ટ ડીગ્રી અને સેકન્ડ ડિગ્રીનો સમાવેશ માઇનર બર્ન્સમાં થાય છે.
Moderate burns (મોડીરેટ બર્ન્સ) :
મોડીરેટ બર્ન્સમાં ટોટલ બોડી સરફેસ એરીયાના 20 થી 25% જેટલો એરીયા અફેક્ટ થયેલ હોય છે. એડલ્ટમાં ટોટલ બોડી સરફેસ એરિયાના 15 થી 25% જેટલો એરીયા અફેક્ટ થયેલ હોય છે જ્યારે ચિલ્ડ્રન માં ટોટલ બોડી સરફેસ એરીયા ના 10 થી 20 ટકા જેટલો એરીયા અફેક્ટ થયેલો હોય છે.
Severe burns (સીવિયર બર્ન્સ) :
સીવિયર બર્ન્સ માં ટોટલ બોડી સરફેસ એરિયાના 20 થી 25 ટકા કરતાં વધારે એરીયા અફેક્ટ થયેલ હોય છે. એડલ્ટમાં ટોટલ બોડી સરફેસ એરીયાના 25% કરતાં વધારે એરીયા અફેક્ટ થયેલ હોય છે જ્યારે ચિલ્ડ્રન માં 20% કરતાં વધારે એરીયા અફેક્ટ થયેલ હોય છે.
ઈનહાલેસન અને ઇલેક્ટ્રિકલ બર્ન્સનો સીવિયર બર્ન્સમાં સમાવેશ થાય છે.
થર્ડ ડિગ્રી બર્ન અને ફોર્થ ડિગ્રી બર્નનો સીવિયર બર્ન્સમાં સમાવેશ થાય છે.
How does calculate percentage of burns Or Extent of body surface area injured
બર્ન્સમાં ટોટલ બોડી સરફેસ એરિયાનો કેટલો એરીયા અફેક્ટ થયેલ છે તે કેલ્ક્યુલેટ કરવા માટે જુદી જુદી મેથડનો ઉપયોગ થાય છે. જેમકે રૂલ ઓફ નાઇન, લંડ અને બ્રાઉડર મેથડ, પાલ્મ મેથડ
Rule of nine (રુલ ઓફ નાઈન)
રુલ ઓફ નાઇન એ એડલ્ટમાં બર્ન્સના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા માટેની ક્વિક મેથડ છે.
રુલ ઓફ નાઇન એ એલેક્ઝાન્ડર વોલેસ દ્વારા આપવામાં આવેલ છે આથી રુલ ઓફ નાઇનને ‘વોલેસ ઓફ નાઇન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપર દર્શાવ્યા પ્રમાણે ટોટલ બોડી સરફેસ એરિયાના કેટલા ટકા એરિયા અફેક્ટ થયેલ છે તે શોધી શકાય છે.
આ મેથડ નો ઉપયોગ ઇન્ફન્ટ અને ચિલ્ડ્રનમાં કરવામાં આવતો નથી કારણ કે ચિલ્ડ્રનની બોડી એરિયાની સાઈઝ એ એડલ્ટ કરતા ઓછી જોવા મળે છે.
Lund & browder method (લંડ અને બ્રાઉડર મેથડ)
લંડ અને બ્રાઉડર મેથડ એ ચિલ્ડ્રન અને એડલ્ટમાં ટોટલ બોડી સરફેસ એરીયા એસ્ટીમેટ કરવા માટેની મોસ્ટ એક્યુરેટ અને પ્રિસિયસ મેથડ છે.
કારણ કે આ મેથડમાં ચિલ્ડ્રન અને એડલ્ટના જુદા જુદા બોડી એરિયાની સાઈઝ પ્રમાણે પર્સન્ટેજ આપવામાં આવેલ છે. જેમકે ચિલ્ડ્રન માં હેડ મોટું હોય છે જ્યારે એક્સ્ટ્રીમિટીઝ ની સાઈઝ નાની હોય છે. આથી ચિલ્ડ્રનમાં હેડને વધારે પર્સન્ટેજ આપવામાં આવેલ છે જ્યારે એડલ્ટમાં હેડને તેના કરતા ઓછા પર્સન્ટેજ આપવામાં આવેલ છે.
નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ પર્સન્ટેજની ગણતરી કરવામાં આવે છે.
Palmar method (પાલ્મર મેથડ)
જ્યારે બર્ન ઇન્જરી એ સ્મોલ ઇરરેગ્યુલર અથવા પેચી હોય ત્યારે પાલ્મર મેથડ વધારે યુઝફૂલ અને ઇફેક્ટિવ બને છે.
આ મેથડમાં પેશન્ટના હેન્ડની પાલ્મને ટોટલ બોડી સરફેસ એરિયાના 0.5% પર્સન્ટ ગણવામાં આવે છે અને પાલ્મ તેમજ ફિંગરને 1% પર્સન્ટ ગણવામાં આવે છે.
આમ બોડીમાં આવેલ જુદી જુદી જગ્યાએ બર્ન ઇન્જરીને પાલ્મર મેથડની મદદથી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે.
આ મેથડ નો ઉપયોગ ચિલ્ડ્રન અને એડલ્ટ બંનેમાં કરવામાં આવે છે.
Jackson burn model (જેક્સન બર્ન મોડલ)
જેક્સન બર્ન મોડેલ એ બર્ન વુંડની પેથોફિઝિયોલોજી સમજવામાં મદદ કરે છે.
આ મોડેલમાં ડેમેજ ટીશ્યુને 3 ઝોનમાં વહેંચવામાં આવેલ છે : ઝોન કોગ્યુલેશન, ઝોન સ્ટેસીસ અને ઝોન હાઈપરએમીયા Zone coagulation (ઝોન કોગ્યુલેશન) :
ઝોન કોગ્યુલેશન એ બર્નનો મોસ્ટ સેન્ટ્રલ એરિયા છે જેમાં આવેલ ટિસ્યુ એ સિવિયર ડેમેજ થયેલા હોય છે અને તે રિવર્સીબલ હોય છે એટલે કે પાછા રિકવર થતા નથી.
Zone stasis (ઝોન સ્ટેસીસ) :
ઝોન કોગ્યુલેશનની આજુબાજુ આવેલ એરીયાને ઝોન સ્ટેસીસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઓછા ડેમેજ થયેલા ટીસ્યુ હોય છે અને તે જગ્યાએ વાસ્ક્યુલર ટ્રાન્સ્યુડેટ, ઇન્ફ્લામેટરી રિએક્શન અને ઇમપેરડ ટિસ્યુ પર્ફ્યુઝન જોવા મળે છે. જો સારું એન્વાયરમેન્ટ મળે તો ટીસ્યુ એ રિકવર થાય છે નહીંતર તેમાં નેક્રોસીસ જોવા મળે છે.
Zone hyperaemia (ઝોન હાઈપરએમીયા) :
ઝોન હાઈપરએમીયા એ બર્નનું સૌથી આઉટર લેયર છે ત્યાં વાસોડાયલેશન થવાને કારણે બ્લડ ફલોમાં વધારો જોવા મળે છે આથી ટીસ્યુ વહેલા રિકવર થાય છે અને નેક્રોસીસના થવાના ચાન્સીસમાં ઘટાડો જોવા મળે છે.
Explain pathophysiology of burns (એક્સપ્લેન પેથોફીઝીયોલોજી ઓફ બર્ન્સ)
બર્ન ઇંજરી એ હીટ રિસોર્સીસ માની એનર્જી બોડીમાં ટ્રાન્સફર થવાને કારણે જોવા મળે છે.
બર્ન ઇંજરીની સીવિયારીટી એ હીટિંગ એજન્ટના ટેમ્પરેચર અને એક્સપોઝર થવાના ડયુરેશન પર આધાર રાખે છે.
જો ટોટલ બોડી સરફેસ એરિયાના 25% કરતા ઓછો એરીયા અફેક્ટ થયેલ હોય તો પ્રાઇમરી લોકલ રિસ્પોન્સ જોવા મળે છે પરંતુ ટોટલ બોડી સરફેસ એરિયાના 25% કરતા વધારે એરિયા અફેક્ટ થયેલ હોય તો લોકલ અને સિસ્ટમેટિક રિસ્પોન્સ જોવા મળે છે. First 24 to 48 hours following burn injury (બર્ન ઈંજુરી થયાના પ્રથમ 24 થી 48 કલાક) બર્ન ઇંજુરી | સોફ્ટ ટીશ્યુમાં કોન્ગ્યુલેશન નેક્રોસીસ જોવા મળે છે. | વાસોએક્ટિવ સબ્ટન્સ અને ઇન્ફ્લામેટરી મેડીએટર રિલીઝ થાય છે. (જેમકે સાયટોકાઈનેસ, હિસ્ટામાઇન, ઓક્સિડેઝ, કેટેકોલામાઇન) | આથી વાસ્ક્યુલર ઇન્ટીગ્રિટી અને કેપીલરીની પરમેબિલિટીમાં વધારો થાય છે અને વાસોડાઈલેશન જોવા મળે છે. | આથી ફ્લુઇડ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસમાંથી ઇન્ટરસ્ટીસીયલ સ્પેસમાં શિફ્ટ થાય છે.(મોટાભાગનું ફ્લૂઈડ 12 કલાકની અંદર શિફ્ટ થઈ જાય છે અને 30 કલાક સુધી આ પ્રક્રિયા કંટીન્યુ જોવા મળે છે) | ફ્લુઇડ શિફ્ટ થવાને કારણે પેરિફરલ ઈડીમા ડેવલપ થાય છે અને ટીશ્યુ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેસરમાં વધારો થાય છે અને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ જોવા મળે છે. | બીજી બાજુ ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ માં ઘટાડો થાય છે જેથી બ્લડ વોલ્યુમમાં ઘટાડો જોવા મળે છે અને કાર્ડિયાક આઉટપુટમાં પણ ઘટાડો જોવા મળે છે. | આમ આ સ્ટેજને હાઇપોવોલેમિક સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. After 48 to 72 hours of burn (બર્ન થવાના 48 થી 72 કલાક પછી)
બર્ન થવાના 48 થી 72 કલાક બાદ | વાસ્કયુલર ઇન્ટીગ્રિટી અને કેપીલરી પરમેબિલિટી એ રિટર્ન આવે છે અને નોર્મલ થાય છે. | ફ્લુઇડ એ ઇન્ટરસ્ટીસીયલ સ્પેસ માંથી ઇન્ટ્રા વાસ્ક્યુલર સ્પેસમાં પાછું આવે છે આથી પેરીફરલ ઈડીમામાં ઘટાડો જોવા મળે છે. | ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમમાં વધારો થાય છે.(ઘણીવાર ફ્લુઇડ ઓવરલોડ પણ થઈ શકે છે.) (આથી આ ફ્લુઇડ યુરીન મારફતે બહાર નીકળે છે. આથી આ સ્ટેજને ડાયયુરેટીક સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે.) | આથી બ્લડ વોલ્યુમમાં પણ વધારો થાય છે અને કાર્ડિયાક આઉટપુટ પણ વધે છે. | આથી બધા ઓર્ગન અને ટીશ્યુમાં બ્લડ ફ્લોમાં વધારો જોવા મળે છે.
Explain local & systemic effect of burns (એક્સપ્લેન લોકલ એન્ડ સિસ્ટેમિક ઇફેક્ટ ઓફ બર્ન્સ)
Local effect of burns (લોકલ ઇફેક્ટ ઓફ બર્ન્સ) :
બર્ન ઈન્જુરીમાં ટોટલ બોડી સરફેસ એરીયાના 25 ટકા કરતાં ઓછો એરીયા અફેક્ટ થયેલ હોય તો લોકલ ઇફેક્ટ જોવા મળે છે.
ટિસ્યુ ડેમેજ : વધારે પડતા ટેમ્પરેચરના કોન્ટેકમાં આવતા ત્યાં રહેલ ટીશ્યુ અને સેલ ડેમેજ થાય છે અને તેમા નેક્રોસીસ જોવા મળે છે.
ઇડીમા : ફલુઇડ એ ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસમાંથી ઇન્ટરસ્ટીશીયલ સ્પેસમાં શિફ્ટ થાય છે જેને કારણે ઇડીમા જોવા મળે છે.
ઇન્ફ્લામેસન : બર્ન ઇનજુરી થવાના કારણે આપણી બોડી એ રિસ્પોન્સ આપે છે અને ઇન્ફ્લામેટરી મેડીએટર રિલીઝ થાય છે અને ઇન્ફલામેશન જોવા મળે છે. અફેક્ટેડ એરિયામાં રેડનેસ, ઇરીથેમા, સ્વેલિંગ જોવા મળે છે અને બ્લિસ્ટર ફોર્મેશન જોવા મળે છે.
ઇન્ફેક્શન : ટીસ્યુ ડિસ્ટ્રોય થવાને કારણે અને સ્કીન ઇન્ટીગ્રીટી બ્રેક થવાને કારણે માઈક્રો ઓર્ગેનિઝ ગ્રો થાય છે અને બોડીની અંદર એન્ટર થાય છે. આથી ઇન્ફેક્શન જોવા મળે છે.
Systemic effects of burns (સિસ્ટેમિક ઇફેક્ટ ઓફ બર્ન્સ) :
બર્ન ઈન્જુરીમાં ટોટલ બોડી સરફેસ એરીયા ના 25% કરતા વધારે એરીયા અફેક્ટ થયેલ હોય તો લોકલ અને સિસ્ટેમિક રિસ્પોન્સ જોવા મળે છે.
આ સિસ્ટેમિક ઇફેક્ટ એ વાસોએક્ટિવ સબ્ટન્સ અને ઇન્ફ્લામેટરી મેડિએટર રિલીઝ થવાને કારણે જોવા મળે છે. જેમકે હિસ્ટામાઇન, સાઇટોકાઈનેસ, ઓક્સિડેજ, કેટેકોલામાઈન