INTEGUMENTARY SYSTEM DISEASES AND DISORDERS (SKIN)(ઇન્ટેન્ગ્યુમેન્ટ્રી સિસ્ટમ ડિસીઝ એન્ડ ડિસઓર્ડર):
Nursing Management of patient with diseases and disorders of integumentary system a) Nursing Assessment
History
Physical assessment b) Etiology c) Pathophysiology d) Clinical manifestions e) Nursing management of disorders of skin and its appendages
Lesions and abrasions
Infection and infestations Dermititis
Dermatoses; infectious and Non infectious
Inflammatory dermatoses
Acne Vulgaris
Allergies and Eczema
Psoriasis
Malignant Melanoma
Alopecia
Infestations
Bacterial infections
Pyoderma
Impetigo
Folliculitis
Furuncles
Carbuncles
Viral infections
Herpes zoster
Herpes simplex
Fungal infection
Athlete’s foot (Tanta Pedi’s)
Parasitic infestation
Pediculosis
Scabies
Pemphigus
Stevens – Johnson syndrome
Skin cancer
Special dermatological therapies f) Burn and its management
Burns Plastic Surgery
Incidence, causes of burns
Types & classification of burns
Pathophysiology
Calculation of the percentage
Local & systematic effects of burns
Immediate care
First aid care
Medical Management, barrier nursing care of the burns
Complications, Health education g) Plastic Surgery
Define plastic & reconstructive surgery
Types
Define skin graft flaps
Possible complication
Preparation of patient for constructive surgery
Post operative care
Health Education h) Alternate therapies i) Drugs used in treatment of integumentary disorders
Important Terminology for disorders of integumentary system:
Alopecia (એલોપેશિયા) :- લોસ ઓફ હેર
Acantholysis (એકાન્થોલાયસિસ) :-
એપીડર્મલ સેલ એકબીજાથી છૂટા પડી જવા.(જે ઇન્ટ્રાસેલ્યુલર સબટન્સ ડેમેજ થવાને કારણે અથવા તેની એબનોર્માલિટી ને કારણે જોવા મળે છે)
Carbuncle (કાર્બનકલ) :-
કાર્બનકલ એ બેક્ટેરિયલ સ્ક્રીન ઇન્ફેક્શન છે જેમાં હેર ફોલિકલનું ગ્રૂપ અફેક્ટ થાય છે.
Cellulitis (સેલ્યુલાઇટિસ) :-
સેલ્યુલાઇટિસ એ બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શન છે. જેમાં અફેક્ટેડ સ્કીન એરિયામાં રેડનેસ, સ્વેલિંગ અને પેઈન જોવા મળે છે.
Comdones (કોમડન્સ) :-
કોમડન્સ એ સ્કીન કલરની પેપ્યુલ જેવી રચના છે. જે એકની વલગારીસમાં જોવા મળે છે. જે હેર ફોલીકલમાં સીબમ બ્લોકેજ થવાને કારણે જોવા મળે છે.
Cryosugery (ક્રાયોસર્જરી) :-
ક્રાયોસર્જરી એક પ્રોસેસ છે જેમાં લિક્વિડ નાઇટ્રોજન દ્વારા એક્સ્ટ્રીમલી કોલ્ડ ઉત્પન કરવામાં આવે છે જે કેન્સરીયસ સેલ અને એબનોર્મલ ટીશ્યુને ડીસ્ટ્રોય કરવામાં આવે છે.
Cynosis (સાઈનોસીસ) :-
બ્લુઇસ ડિસ્કલરેશન ઓફ સ્કીન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન.
Cytotoxic (સાઇટોટોક્સિક):-
સાઇટોટોક્સિક એ એક એવું સબટન્સ અથવા પ્રોસિજર છે જે સેલ ડેમેજ કરે છે અને સેલનું ડેથ થાય છે.
Dermatitis (ડર્મેટાઇટિસ) :-
ઇન્ફ્લામેસન ઓફ સ્કીન
Dermatosis (ડરમેટોસીસ) :-
એબનોર્મલ સ્કિન લિઝન
Debriment (ડેબ્રિમેન્ટ) :-
નેકરોટિક અને ઇન્ફેક્ટેડ ટીશ્યુને રીમુવ કરવાની પ્રોસિજર.
Dermatophytoses (ડરમેટોફાઈટોસીસ) :-
ફંગલ ઇન્ફેક્શન ઓફ સ્કીન
Erythema (ઈરીથેમા) :-
કેપીલરીના કનજેશનને કારણે સ્કીન રેડ કલરની થવી.
Erysipelas (ઈરીસીપેલાસ) :-
ઈરીસીપેલાસ એ બેક્ટેરિયલ સ્કિન ઇન્ફેક્શન છે. જેમાં સ્કીનનું સુપરફિશિયલ ડરમીસ લેયર અફેક્ટ થાય છે.
Folliculitis (ફોલીક્યુલાઇટીસ) :-
હેર ફોલીકલ ના બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ફોલીક્યુલાઇટિસ કહે છે.(ઇન્ફેક્શન ઓફ હેર ફોલિકલ)
Furuncle (ફુરુનકલ) :-
ફુરુનકલ એ બેક્ટેરિયલ હેર ફોલીકલ ઇન્ફેક્શન છે. જેમાં સ્કિનની નીચે પેઈનફૂલ, પસ ફિલ્ડ બમ્પ જોવા મળે છે.
Hydrophilic (હાઈડ્રોફિલિક) :-
હાઈડ્રોફિલિક એ એક પ્રકારનું મટીરીયલ છે જે મોઇસ્ચરને એબસોર્બ કરે છે.
Hydrophobic (હાઈડ્રોફોબિક) :-
હાઈડ્રોફોબિક એ એક પ્રકારનું મટીરીયલ છે જે મોઇસ્ચરને દૂર કરે છે.
Hygroscopic (હાઇગ્રોસ્કોપીક) :-
હાઇગ્રોસ્કોપીક એ એક પ્રકારનું મટીરીયલ છે જે એરમાંથી મોઇસ્ચરને એબસોર્બ કરે છે.
Hirsutism (હિરસુટિઝમ) :-
હિરસુટિઝમમાં વુમનમાં એક્સકેસીવ હેર ગ્રોથ જોવા મળે છે.
Impetigo (ઇમપેટીગો) :-
ઇમપેટીગો એ કોમન બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જેને કારણે સ્કિનમાં સોર અને બ્લિસ્ટર જોવા મળે છે.
Keratin (કેરાટીન) :-
કેરાટીન એ ફાઇબરસ પ્રોટીન છે જે સ્કીનનું આઉટર લેયર બનાવે છે.
Keloids (કિલોઈડ્સ) :-
કિલોઈડ્સ ઇરરેગ્યુલર, થીક સ્કાર છે. જે એબનોર્મલ વુંડ હીલિંગ પ્રોસેસને કારણે જોવા મળે છે.
Melanin (મેલેનીન) :-
મેલેનીન એ એક સબ્ટન્સ છે. જે સ્કીન કલર માટે જવાબદાર છે.
Melanocyte (મેલીનોસાઈટ) :-
મેલીનોસાઈટ એ મેલેનીન પ્રોડ્યુસ કરતા સ્કીન સેલ છે.
Patechia (પેટેચીયા) :-
પેટેચીયા એટલે સ્કીન પર જોવા મળતા રેડ કલરના સ્પોટ. જે સ્કિનમાં બ્લડ લીકેજ થવાને કારણે જોવા મળે છે.
Plasmapharesis (પ્લાઝમાફરેસીસ) :-
પ્લાઝમાફરેસીસ એક પ્રોસેસ છે જેમાં સેન્ટ્રીફ્યુગેશન અને રેઈનફ્યુઝન દ્વારા બ્લડ માંથી ખરાબ પ્લાઝમા દૂર કરવામાં આવે છે અને તેની જગ્યાએ ન્યુ પ્લાઝમા ઉમેરવામાં આવે છે.
Psoriasis (પ્સોરિયાસિસ) :-
પ્સોરિયાસિસ એ ઓટોઈમ્યૂન ડિસઓર્ડર છે જેમાં સ્કિનમાં આવેલ એપીડર્મલ સેલ ઝડપથી પ્રોડ્યુસ થાય છે.
Pruritus (પ્રુરાઇટર્સ) :-
પ્રુરાઇટર્સ એ ઇચિંગ માટે વપરાતો શબ્દ છે.જેને કારણે સ્ક્રેચ જોવા મળે છે.
Paronychia (પેરોનચીયા) :-
ફિંગર નેઈલ અને ટો નેઈલની આજુબાજુના સોફ્ટ ટીશ્યુના ઇન્ફેક્શનને પેરોનચીયા તરીકે ઓળખવામાં આવે છે.
Scabies (સ્કેબીસ) :-
સ્કેબીસ એ પેરાસાઈટીક ઇનફેસ્ટેશન છે. જે સરકોપ્ટેસ સ્કેબીઇ માઇટને કારણે જોવા મળે છે.
Sebum (સીબમ) :-
સીબીસીયસ ગ્લેન્ડ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા ફેટી સીક્રિશનને સીબમ તરીકે ઓળખવામાં આવે છે.
Telangiectasia (ટેલેનજીએકટેસિયા) :-
સ્કીનમાં આવેલી સુપરફિશિયલ અને સ્મોલ વેઈન ડાયલેટ થવી.
Tinea (ટીનીયા):-
ફંગલ ઇન્ફેક્શન ઓફ સ્કીન એન્ડ સ્કાલપ.
Ulticaria :(અલ્ટીકેરીયા) :-
અલ્ટીકેરીયા એ એક પ્રકારનું ઈચી રેસ છે. જે ફૂડ, મેડિસિન અથવા બીજા કોઈ સબ્ટન્સના રિએક્શનના કારણે જોવા મળે છે.
vitilogo (વીટીલીગો):-
વીટીલીગોમાં પીગમેન્ટેશન પ્રોડ્યુસ કરતા સેલ ડેડ થય જાય છે અથવા તો વર્ક કરતા બંધ થઈ જાય છે જેથી સ્કિન તેનો કલર ગુમાવે છે સ્કીન વધારે પડતી વાઈટ જોવા મળે છે.
Warts (વાર્ટ્સ) :-
વાર્ટ્સ એ હ્યુમન પેપીલોમાં વાયરસ દ્વારા થતી કન્ડિશન છે. જેમાં સ્કિન પર નાનું એવું બમ્પ જોવા મળે છે.
Wood light (વુડ લાઈટ):-
વુડ લાઈટ એ બ્લુ પ્રકારની લાઈટ છે જે સ્કીનના અસેસમેન્ટ માટે વપરાય છે. જેથી એબનોર્મલ સ્કિન કન્ડિશન આઈડેન્ટીફાય કરી શકાય.
Xerosis (ઝેરોસીસ):-
ડ્રાય સ્કીન
a) Nursing Assessment :-
History :-
(A) Present health history :
પેશન્ટને અત્યારે હાલમાં શું કમ્પ્લેન છે તેના વિશે પૂછવું.
પેશન્ટને કોઈપણ એરિયામાં ઇચિંગ, ડ્રાઇનેસ, રેસીસ, લીઝન લમ્પ, સ્વેલિંગ પ્રેઝન્ટ છે કે નહીં તેના વિશે જાણવું.
સ્કીન, હેર, નેઈલ, સ્કાલપમાં કોઈ પણ પ્રકારના સીમટમ્સ જોવા મળે તો તેના વિશે પૂછવું.
આ સીમટમસ ની શરૂઆત ક્યારે થઈ તેના વિશે જાણવું અને તેના ડ્યુરેશન, ઇન્ટેન્સિટી અને લોકેશન વિશે પૂછવું.
Past health history :
અગાઉ સન અને રેડીએશનના એક્સપોઝરમાં આવેલ હોય તો તેના વિશે માહિતી કલેક્ટ કરવી.
(B) Past surgical history :
અગાઉના વર્ષોમાં કોઈ કોસ્મેટિક્સ સર્જરી અથવા બીજી કોઈ પણ પ્રકારની સર્જરી કરાવેલ હોય તો તેના વિશે માહિતી કલેક્ટ કરવી.
(C) Personal history :–
પેશન્ટ ને કોઈપણ પ્રકારની સ્કીન એલર્જી છે કે નહીં તેના વિશે પૂછવું.
કોઈ ફૂડ મેડિસિન કે કેમિકલ પ્રત્યે એલર્જીક રિએક્શન આવે છે કે નહીં તેના વિશે પૂછવું.
પેશન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતી કોસ્મેટિક આઈટમ, શોપ, શેમ્પુ અને પર્સનલ હાયજીન માટેની પ્રોડક્ટ વિશે જાણવું.
પેશન્ટની એલિમિનેશન પેટર્ન, સ્લીપ રેસ્ટ પેટર્ન, સેક્સ્યુઆલીટી પેટર્ન, એક્સરસાઇઝ અને એક્ટિવિટી ની પેટર્ન વિશે જાણવું.
આ ઉપરાંત પેશન્ટ એ કપડામાં કયા પ્રકારના મટીરીયલ નો ઉપયોગ કરે છે તેના વિશે જાણવું.
(D) Family history :
પેશન્ટની ફેમિલી હિસ્ટ્રી કલેક્ટ કરવી.
ફેમિલીમાં કોઈને સ્કીન એલર્જી, સ્કીન કેન્સર, એલોપેશિયા, ઝેરોસિસ, પ્સોરિયાસીસ, ડર્મેટાઇટિસ, લ્યુપસ ઈરીથેમેટર્સ હિસ્ટ્રી હોય તો જાણવું.
આ ઉપરાંત ફેમિલીમાં કોઈને વીટીલીગો અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડીસીઝ હોય તો તેના વિશે પૂછવું.
(E) Occupational history :
પેશન્ટની ઓક્યુપેશનલ હિસ્ટ્રી કલેક્ટ કરવી.
મેટલ ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, એક્સરે ડિપાર્ટમેન્ટ, મેન્યુફેક્ચર ડિપાર્ટમેન્ટ, પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી માં વર્ક કરતા લોકોમાં સ્કીન ડીસીઝ લેવલ વધારે જોવા મળે છે .
◼️Physical assessment (ફિઝિકલ એસેસમેન્ટ):
(objective data)
ફિઝિકલ એસેસમેન્ટમાં એન્ટાયર સ્કીન, મ્યુકસ મેમ્બ્રેન, સ્કાલ્પ, હેર અને નેઈલ નો સમાવેશ કરવો.
સ્કીન એક્ઝામિનેશનમાં ઇન્સ્પેક્શન અને પાલપેશન ટેકનીકનો ઉપયોગ થાય છે.
રેસિસ અને લીઝન પાલપેટ કરતી વખતે ગલવ્સનો ઉપયોગ કરવો.
Inspection (ઇન્સ્પેક્શન)
સ્કીન ઇન્સ્પેક્શનમાં સ્કીન કલર ચેક કરવો .
સ્કીનમાં રેડનેસ, સાઈનોસિસ , પેલર, પીગમેન્ટેશન, વીટેલીગો, ઈરીથેમા પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવુ.
સ્કીનમાં કોઈપણ પ્રકારના રેસીસ કે લિઝન પ્રેસન્ટ છે કે નહીં તે અસેસ કરવું.
જો લિઝન પ્રેસન્ટ હોય તો તેનો ટાઈપ, સાઈઝ, શેપ, લોકેશન અને કલર અસેસ કરવા.
નેઈલ એક્ઝામિનેશનમાં નેઈલ નો કલર, શેપ, કર્વેચર, કન્સ્ટિટન્સી, સરફેસ અને ક્લબિંગ ચેક કરવું.
પ્સોરિયાસિસ વાળા પેશન્ટમાં નેઈલમાં પિટેડ સરફેસ જોવા મળે છે.
રેસ્પાયરેટરી ડીઝીસ ધરાવતા લોકોમાં ક્લબિંગ જોવા મળે છે.
હેર ઇન્સ્પેક્શનમાં હેર કલર, ટેક્સચર, લાઈસ, ડેન્ડ્રફ ચેક કરવું.જેમાં હેર ઓઇલી, સિલ્કી, ડ્રાય, સ્ટ્રેટ, કરલી કેવા પ્રકારના છે તે ચેક કરવું.
એલોપેશિયા અને હિરસુટિઝમ જેવી કન્ડિશન પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું.
Primary skin lesions (પ્રાઈમરી સ્કીન લીઝન)
પ્રાઈમરી સ્કીન લીઝન એ ડાયરેક્ટલી કોઈ ડીઝીસ કન્ડિશનને પરિણામે જોવા મળે છે.
1.Macule (મેકયુલ):-
મેકયુલ એ ફ્લેટ અને નોન પાલપેબલ હોય છે.
મેકયુલમાં જુદા જુદા કલર બ્રાઉન, વાઈટ, પર્પલ અને રેડ જોવા મળે છે.
મેકયુલની સાઈઝ 1 cm કરતા ઓછી જોવા મળે છે.
ઉદાહરણ : ફોલિકલ્સ
2. Patch (પેચ):-
પેચ એ મેક્યુલ જેવી જ રચના છે (ફ્લેટ અને નોન પાલપેબલ) પરંતુ તેની સાઈઝ 1 cm કરતા વધારે જોવા મળે છે.
3. Papule (પેપ્યુલ):-
પેપ્યુલ એ એલિવેટેડ પાલપેબલ સોલીડ માસ છે. જેની સાઈઝ 1 cm કરતા ઓછી જોવા મળે છે.ઉદાહરણ : વર્ટ્સ
(4) Plaque (પ્લેક):-
પ્લેક એ પેપ્યુલ જેવી જ રચના છે (એલિવેટેડ પાલપેબલ) પરંતુ તેની સાઈઝ 1 cm કરતાં વધારે જોવા મળે છે.
ઉદાહરણ : પ્સોરિયાસીસ, કેરાટોસીસ
(5) Nodules (નોડ્યુલસ):-
નોડ્યુલસ એ એલિવેટેડ પાલપેબલ સોલીડ માસ છે. જે ડર્મિસ લેયરમાં ઊંડે સુધી લંબાયેલું હોય છે. નોડ્યુલસ ની સાઈઝ 0.5 થી 2 cm સુધીની હોય છે. જ્યારે ટ્યુમર ની સાઈઝ 1-2 cm કરતા વધારે હોય છે.
ઉદાહરણ : લિપોમા અને કારસીનોમા
(6) Vesicle (વેસીકલ):
વેસીકલ એ એલીવેટેડ પાલપેબલ ફ્લુઇડ ફિલ્ડ માસ છે જે રાઉન્ડ અથવા ઓવેલ શેપની હોય છે. તેની દીવાલ પાતળી અને અર્ધપારદર્શક હોય છે.
વેસીકલની સાઈઝ 0.5 cm કરતા ઓછી જોવા મળે છે.
ઉદાહરણ : હર્પીસ સીમ્પ્લેક્સ, હર્પીસ ઝોસ્ટર
(7) Bulla (બ્યુલા) :-
બ્યુલા એ વેસિકલ જેવી રચના છે પરંતુ તેની સાઈઝ 0.5 cm કરતા વધારે જોવા મળે છે.
ઉદાહરણ : પેમફિગસ
(7) Wheal (વ્હીલ) :-
વ્હીલ એ એલિવેટેડ, ઈરરેગ્યુલર બોર્ડર ધરાવતું રેડીસ એરીયા છે.
ઉદાહરણ : UTICARIA, ઇનસેક્ટ બાઈટ
(8) Pustule (પસ્ચ્યુઅલ):-
પસ્ચ્યુઅલ એ પસ યુક્ત વેસિકલ છે.
ઉદાહરણ : એકની, ઇમ્પેટિગો, ફુરુંકલ
(9) Cyst (સિસ્ટ) :-
સિસ્ટ એ એલિવેટેડ, ફ્લુઈડ ફિલ્ડ સેમી સોલિડ માસ છે જે સબક્યુટેનસ ટીસ્યુ અને ડર્મિશ લેયર સુધી આવેલ હોય છે.
ઉદાહરણ : સેબેસીયસ સિસ્ટ
Secondary skin lesions (સેકન્ડરી સ્કિન લીઝન)
સેકન્ડરી સ્કિન લીઝન એ પ્રાઇમરી સ્કીન લીઝન માંથી વિકસિત થાય છે. અથવા તો ઈચિંગ, ઇન્ફેક્શન અથવા ટ્રોમા ને પરિણામે જોવા મળે છે.
1) Erosion (ઈરોઝન) :
ઈરોઝનમાં સ્કીનનું સુપરફિશિયલ લેયર એપીડર્મિસ લોશ થઈ જાય છે અથવા બ્રેકડાઉન થઈ જાય છે. તેમજ તે એરિયા મોઈસ્ટ અને ડિપ્રેશડ જોવા મળે છે.
ઉદાહરણ : રપચર વેસિકલ અને સ્ક્રેચમાર્ક
2) Ulcer (અલ્સર) :
અલ્સર માં એપીડર્મિસ તથા ડર્મિસ લેયર અફેક્ટ થયેલ હોય છે. એટલે કે ડીપ એપીડર્મિસ લેયર અને નેક્રોટીક ટીશ્યુ લોસ થયેલું જોવા મળે છે
ઉદાહરણ : પ્રેશર અલ્સર
3) Fissure (ફીસર) :
ફીસરમાં સ્કીન પર લીનિયર બ્રેક જોવા મળે છે. એટલે કે સ્કીન પર ચીરા પડેલ જોવા મળે છે. જે ડર્મિશ લેયર સુધી લંબાયેલ હોય છે. ફીસર એ સ્કીન વધારે પડતી ડ્રાય થવાને કારણે જોવા મળે છે અને તે પેઈન ફૂલ હોય છે.
ઉદાહરણ : એથલેટસ ફૂટ
4) Scales (સ્કેલ્સ) :
સ્કીનની નીચે ડેડ એપીથેલીયલ સેલ એક્યુમિલેશન થવાને કારણે સ્કીન પર સિલ્વર અથવા વાઈટ કલરના ફલેક જોવા મળે છે.
ઉદાહરણ : ડેન્ડ્રફ, પ્સોરિયાસિસ
5) Scar (સ્કાર) :
વુંડ અથવા લીઝન હિલ થયા બાદ સ્કિન પર જોવા મળતા માર્કને સ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ડેડ ટીશ્યુ એ કનેક્ટિવ ટીશ્યુ દ્વારા રિપ્લેસમેન્ટ થવાને કારણે સ્કાર જોવા મળે છે. યંગ સ્કાર એ રેડ અથવા પર્પલ કલરનું હોય છે જ્યારે મેચ્યોર સ્કાર એ વાઈટ કલરનનો જોવા મળે છે.
ઉદાહરણ : સર્જીકલ ઇનસિઝન અને હીલિંગ વુંડ
6) Keloid (કીલોઈડ) :
કીલોઈડ એ એલીવેટેડ, ઈરરેગ્યુલર, રેડ કલરનો હાઇપરટ્રોફી સ્કાર છે જે હીલિંગ ટાઈમ દરમિયાન વધારે પડતાં કોલેજનના ફોર્મેશનને કારણે જોવા મળે છે.
ઉદાહરણ : સર્જીકલ ઇનસિઝનને કારણે કાન પર જોવા મળતું કીલોઈડ
7) Atrophy (એટ્રોફી) :
એટ્રોફીમાં સ્કીન એ થીન,ડ્રાય અને ટ્રાન્સપરન્ટ થઈ જાય છે જેને કારણે તેની નીચે આવેલી વેસલ્સ વિઝીબલ થાય છે. જે કોલેજન અને ઇલાસ્ટીન લોસ થવાને કારણે જોવા મળે છે.
ઉદાહરણ : એજેડ સ્કીન અને આરટીરીયલ ઈનસફિશિયન્સી
8) Lichenification (લીચેનીફિકેશન) :
રીપીટેડ, રબિંગ ઇરીટેશન અને સ્કેચિંગને કારણે સ્કિન એ થીક અને રફ બની જાય છે.
ઉદાહરણ: કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ
9) Crust (ક્રસ્ટ) :
ક્રસ્ટ એ સ્ક્રીન સરફેસ પર આવેલું ડ્રાય એક્ઝ્યુડેટ (પોપડો) છે. જે સીરમ બ્લડ અને પસનું બનેલું હોય છે.
ઉદાહરણ : વેસિકલ રફ્ચર થયા પછી રહેલ એક્ઝ્યુડેટ
Vascular lesion (વાસ્ક્યુલર લિઝન)
1) Petechia (પેટેચીયા) :
પેટેચીયા એ ફ્લેટ, રાઉન્ડ શેપનું, રેડ અથવા પર્પલ કલરનું સ્પોટ છે. તેની સાઈઝ 1-3 mm જેટલી જોવા મળે છે. જે સ્કીનમાં બ્લડ લીકેજ થવાને કારણે જોવા મળે છે.
2) Telangiectasia (ટેલેનજીએક્ટેશિયા) :
ટેલેનજીએક્ટેશિયાને વેનસ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેલેનજીએક્ટેશિયા એ સ્પાઈડર લાઇક બ્લુઈશ અથવા રેડ કલરનું સ્ટ્રક્ચર છે. જે સ્કીનમાં આવેલ સુપર ફિશિયલ વેસેલ્સ અને કેપીલરી ડાયલેટ થવાને કારણે જોવા મળે છે.
3) Ecchymosis (ઈકાઈમોસીસ) :
ઈકાઈમોસીસ એ રાઉન્ડ અથવા ઇરરેગ્યુલર શેપ નું મેક્યુલર લીઝન છે. જે પેટેચીયા કરતા મોટી સાઇઝનું હોય છે.ઈકાઈમોસીસમાં સ્કિનની નીચે બ્લડ કલેક્ટ થવાને કારણે સ્કીન બ્રૂઈસિંગ કલરની જોવા મળે છે.
4) Cherry angioma (ચેરી એનજીઓમા) :
ચેરીએનજીઓમા એ રાઉન્ડ શેપનું, રેડ અથવા પર્પલ કલરનું પેપયુલ લાઈક સ્ટ્રક્ચર છે. જે સ્મોલ બ્લડ વેસલ્સનું બનેલું હોય છે. જે એજ રીલેટેડ સ્કિન ચેન્જીસ ને કારણે જોવા મળે છે.જે ટ્રંક અને એક્સ્ટ્રીમિટીસમાં વધારે પડતું જોવા મળે છે.
5) Spider angioma (સ્પાઇડર એનજીઓમા) :
સ્પાઇડર એનજીઓમા એ બ્રાઇટ રેડ કલરનું ફલેટ વાસક્યુલર લીઝન છે. જે સ્કિનની નીચેની આવેલ બ્લડ વેસલ્સ ડાયલેટ થવાને કારણે જોવા મળે છે.સ્પાઇડર એનજીઓમા એ લીવર ડિસીઝ, વિટામીન બી ડેફીસીયન્સી અને પ્રેગ્ન્સીના સમયગાળા દરમિયાન જોવા મળે છે.
Physical Examination :-
Palpation (પાલપેશન)
પાલપેશનની મદદ થી સ્કીન ટેમ્પરેચર, ટર્ગર, મોબિલિટી, મોઇસર અને ટેક્સચર ચેક કરવામાં આવે છે.
પેશન્ટનું બોડી ટેમ્પરેચર અને પલ્સ ચેક કરવી.
સ્કીન ટેક્સચરને પાલપેટ કરવાથી સ્કીનમાં આવેલ રેસિસ અને લીઝન ને આઈડેન્ટીફાય કરી શકાય છે.
રેસિસ અને લીઝન પાલપેટ કરતી વખતે ગ્લવ્સનો ઉપયોગ કરવો.
રેસિસ પાલપેટ કરતા પહેલા ત્યાંની સ્કિનને જેન્ટલી સ્ટ્રેચ કરવી જેથી રેડીસ કલર ઓછો કરી શકાય અને રેસ ને સરખી રીતે ઓબ્ઝર્વ કરી શકાય.
લીઝન પાલપેટ કરતી વખતે તેના ટેક્સચર, શેપ અને બોર્ડર વિશે જાણવું.
સ્કિનમાં આવેલી લીમ્ફનોડ પાલપેટ કરવી.
સ્કીન ટર્ગર અને મોબિલિટી ચેક કરવી.
સ્કીન ટર્ગર અને મોબિલિટી સ્કીનની ઇલાસ્ટિકસીટી દર્શાવે છે.
ઓલ્ડ એજમાં સ્કિન ટર્ગર ડીક્રીઝ થતું જાય છે.
ડિહાઇડ્રેશન વાળા પેશન્ટમાં સ્ક્રીન ટર્ગર પૂર જોવા મળે છે.
અંતે લેગમાં ઈડીમા પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું.
બોડીમાં વધારે પડતું ફ્લુઇડ એક્યુમિલેશન થવાને કારણે ઇડીમા જોવા મળે છે.
આ ઇડીમા પર પ્રેશર લગાવવામાં આવે ત્યારે તેમાં ખાડો અથવા ઇન્ડેનટેશન લાંબા સમય સુધી જોવા મળે તો તેને પીટીંગ ઈડીમા કહે છે.
પીટીંગ ઈડીમા સામાન્ય રીતે પગ અને પગની ઘૂંટીઓમાં જોવા મળે છે.
પીટીંગ ઈડીમાને નીચે મુજબ ગ્રેડમાં વહેંચી શકાય.
ગ્રેડ : 1
સ્લાઈટ પીટીંગ જોવા મળે છે એટલે કે 2 mm ડીપ પીટીંગ જોવા મળે છે અને ડિસ્ટોરેશન જોવા મળતું નથી.
ગ્રેડ : 2
ડીપ પીટીંગ જોવા મળે છે એટલે કે 4 mm ડીપ પીટીંગ જોવા મળે છે અને ડિસ્ટોરેશન જોવા મળતું નથી.
ગ્રેડ : 3
પીટીંગ 6 mm સુધી ડીપ જોવા મળે છે અને એક્સ્ટ્રીમેટીસ માં સ્વેલિંગ જોવા મળે છે.
ગ્રેડ : 4
પીટીંગ 8 mm સુધી ડીપ જોવા મળે છે અને તેની સાથે ડિસ્ટોરેશન પણ જોવા મળે છે.