skip to main content

INTE PART-4 (JUHI)

What are common therapy and surgery for skin disease ?

Topical medicine (ટોપિકલ મેડિસિન)

  • ટોપિકલ મેડિસિન એ સ્કીન કન્ડિશન માટે વધારે ઇફેક્ટિવ છે.
  • ટોપિકલ મેડિસિન એ ડાયરેકટલી સ્કીન લીઝન અથવા અફેક્ટેડ એરિયા પર લગાવવામાં આવે છે.
  • આથી અફેકટેડ એરીયા પર મેડિસિનની ઇફેક્ટ વધારે જોવા મળે અને તેની સિસ્ટેમિક ઇફેક્ટ ઓછી જોવા મળે છે.
  • ટોપિકલ મેડિસિન એ સ્કિનને નરિસ રાખે છે અને તેને પ્રોટેક્ટ કરે છે.
  • ટોપિકલ મેડિસિન એ લોશન, ક્રીમ, જેલ, પેસ્ટ, ઓઇટમેન્ટ, ઓઇલ, સ્પ્રે, પેચીસ જેવા જુદા જુદા ફોર્મમાં જોવા મળે છે.
  • ટોપીકલ મેડિસિન તરીકે એન્ટિબેકટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટીફંગલ, એન્ટિસેપ્ટિક, એન્ટિઇન્ફ્લામેન્ટરી, એન્ટિપેરાસાઇટીક,
  • ટોપિકલ એન્ટિબેકટેરિયલ તરીકે નિયોમાયસીન સલ્ફેટ ક્રીમ, ઇરિથ્રોમાઈસીન જેલ, સિલ્વર સલ્ફાડિયાઝિન ક્રીમ, પોવીડોન આયોડિન ઓઇટમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • ટોપિકલ એન્ટિવાયરલ તરીકે એસાઈક્લોવીર ઓઇમેન્ટ, પેન્સીક્લોવીર ક્રીમનો ઉપયોગ થાય છે.
  • ટોપિકલ એન્ટીફંગલ તરીકે ક્લોટ્રિમાઝોલ ક્રીમ, કેટોકોનાઝોલ ક્રીમ, નીસ્ટેટીન ઓઈટમેંટ નો ઉપયોગ થાય છે.
  • ટોપીકલ એન્ટિઇન્ફ્લામેન્ટરી તરીકે બીટામેથાસોન વેલેરેટ ઓઈટમેંટ, હાઇડ્રોકોર્ટિસોન ઓઈટમેંટ, ફ્લુસીનોનાઇડ ઓઈટમેંટ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • ટોપિકલ એન્ટીપેરાસાઇટીક તરીકે લિન્ડેન લોશન, પરમેથ્રીન ક્રીમ, ક્રોટામિટન ક્રીમ, મેલાથિઓન લોસનનો ઉપયોગ કરવામાં આવે છે.

Systemic medicine (સિસ્ટેમિક મેડિસિન)

  • સ્કીન કન્ડિશનમાં સિસ્ટેમિક મેડિસિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
  • સિસ્ટેમિક મેડિસિન એ હોલ બોડીને અફેક્ટ કરે છે અને તેની સાથે બોડીમાં આવેલી સિસ્ટમને પણ અફેક્ટ કરે છે.
  • સિસ્ટેમિક મેડિસિનમાં કોર્ટીકોસ્ટેરોઈડ, એન્ટિબાયોટિક, એન્ટિવાયરલ, એન્ટીફંગલ, એન્ટીપેરાસાઈટીક, એન્ટીહીસ્ટામાઇન, એનાલજેસીક, સેડેટીવ અને સાઇટોટોકઝિક એજન્ટનો સમાવેશ થાય છે.
  • જેમાં એન્ટિબાયોટિક તરીકે પેનિસિલિન, ઇરિથ્રોમાયશીન, અને સીફાલોસ્પોરિન ગ્રુપની મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે છે.
  • એન્ટિવાયરલ તરીકે એસાઈકલોવીર મેડિસિન નો ઉપયોગ કરવામાં આવે છે.
  • એન્ટીફંગલ તરીકે ટેર્બીનાફાઇન મેડિસિન નો ઉપયોગ કરવામાં આવે છે.
  • કોર્ટીકોસ્ટેરોઈડ તરીકે હાઇડ્રોકોર્ટિસોન અને ડેક્સામેથાસોનનો ઉપયોગ કરવામાં આવે છે.
  • એનાલજેસીક ડાયક્લોફેનાક અને ટ્રામાડોલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • એન્ટીહીસ્ટામાઇન તરીકે સેટ્રીઝીન અને ફિનેરામાઇન નો ઉપયોગ કરવામાં આવે છે.

Foam dressing (ફોમ ડ્રેસીંગ)

  • ફોમ ડ્રેસીંગ એ મોઈશ્ચર રિટેનટીવ ડ્રેસિંગ છે.
  • ફોમ ડ્રેસીંગનું આઉટર લેયર હાઇડ્રોફોબિક નું બનેલું હોય છે જ્યારે ઇનર લેયર હાઈડ્રોફીલીક નો બનેલું હોય છે.
  • ફોમ ડ્રેસીંગ એ વુંડમાંથી એક્સયુડેટને એબસોર્બ કરે છે અને મોઈસ્ટ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. જેથી ડ્રેસિંગ એ વુંડ સાથે ચોંટી જતું નથી અને તેને ઈઝીલી રિમૂવ કરી શકાય છે.
  • ફોમ ડ્રેસીંગનો ઉપયોગ હાઈલી એકસયુડેટિંગ સરફેસ અને કેવિટી ધરાવતા વુંડમાં થાય છે.

Hydrogel dressing (હાઈડ્રોજેલ ડ્રેસિંગ)

  • હાઈડ્રોજેલ ડ્રેસિંગ એ મોઈશ્ચર રીટેનટીવ ડ્રેસિંગ છે.
  • હાઈડ્રોજેલ ડ્રેસિંગ એ હાઈલી વોટર કન્ટેટ છે. જે 90% વોટર અને હાઇડ્રોફિલિક પોલીમર્સ નું બનેલું હોય છે. જે એક્ઝયુડેટને એબ્સોર્બ કરે છે અને ગ્રેન્યુલેશનને પ્રમોટ કરે છે.
  • હાઈડ્રોજેલ ડ્રેસિંગમાં પોલીયુરેથેન ફિલ્મ આવેલ હોય છે જે પેથોજન સામે પ્રોટેક્ટ કરે છે.
  • હાઈડ્રોજેલ ડ્રેસિંગ એ સ્કીનને કૂલિંગ અને સુથીંગ ઇફેક્ટ પ્રોવાઇડ કરે છે. આથી હાઈડ્રોજેલ ડ્રેસિંગ નો ઉપયોગ ફર્સ્ટ અને સેકન્ડ ડીગ્રી બર્ન અને પેઈનફુલ વુંડ માટે થાય છે.

Wound dressing (વુંડ ડ્રેસીંગ)

  • વુંડ ડ્રેસીંગ બેન્ડજનો એક ટાઈપ છે. જેનો ઉપયોગ વુંડને કવર કરવા માટે થાય છે.
  • વુંડ ડ્રેસીંગ એ જેલ, ફોમ, ગોઝ અને પેચીસ સ્વરૂપે જોવા મળે છે.
  • વુંડ ડ્રેસીંગનો ઉપયોગ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા અને હીલિંગને પ્રમોટ કરવા માટે થાય છે. Gauze dressing (ગોઝ ડ્રેસિંગ)
  • ગોઝ ડ્રેસિંગનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં વધારે કરીએ છીએ.
  • ગોઝ ડ્રેસિંગના મુખ્યત્વે બે ટાઈપ પડે છે : વુવેન અને નોન વુવેન
  • વુવેન ગોઝ એ નેચરલ કોટન નું બનેલું હોય છે જ્યારે નોન વુવેન ગોઝ સિન્થેટિક ફાઇબર અથવા રેયોનનું બનેલું હોય છે.
  • ગોઝ ડ્રેસિંગ ને અમુક થેરાપ્યુટીક એજન્ટ સાથે લગાવવામાં આવે છે.થેરાપ્યુટીક એજન્ટ તરીકે આયોડીનેટ એજન્ટ, ઝીંક પેસ્ટ, હાઈડ્રોજેલ, ક્લોરહેક્સિડાઇન ગ્લુકોનેટ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • ગોઝ ડ્રેસિંગ એ કોસ્ટ ઇફેક્ટિવ છે અને જુદી જુદી સાઈઝમાં અવાઈલેબલ હોય છે

Transparent film dressing (ટ્રાન્સપરન્ટ ફિલ્મ ડ્રેસિંગ)

  • ફિલ્મ ડ્રેસિંગ એ મોર્ડન ડ્રેસિંગ પ્રોડક્ટ છે જે ફ્લેક્સિબલ, ટ્રાન્સપરન્ટ અને એડહેસીવ હોય છે.
  • ટ્રાન્સપરન્ટ ફિલ્મ ડ્રેસિંગ નો ઉપયોગ iv સાઈટ, કેથેટર સાઈટને પ્રોટેક્ટ કરવા, વુંડ હીલિંગમાં, સ્કીન બ્રેક ડાઉનને પ્રિવેન્ટ કરવા અને સર્જીકલ લીઝન ને પ્રોટેક્ટ કરવા માટે થાય છે

Hydrocolloid dressing (હાઇડ્રોકોલોઈડ ડ્રેસિંગ)

  • હાઇડ્રોકોલોઈડ ડ્રેસિંગ એ મોઈશ્ચર રિટેનટીવ ડ્રેસિંગ છે.
  • હાઇડ્રોકોલોઈડ ડ્રેસિંગ એ જેલ ફોર્મ કરતા એજન્ટ સોડિયમ કાર્બોક્સિમિથાઈલ સેલ્યુલોઝ અને જીલેટીનનું બનેલું હોય છે.
  • હાઇડ્રોકોલોઈડ ડ્રેસિંગનો ઉપયોગ માઈલ્ડ exuding વુંડ, માઇનર બર્ન અને બેડસોર ની ટ્રીટમેન્ટમાં થાય છે.
  • આ ટાઈપનું ડ્રેસિંગ ફ્લેક્સિબલ હોવાથી એલ્બો, હિલ અને ની જેવા એરિયામાં વધારે ઉપયોગી છે.

Plasmapharesis (પ્લાઝમાફરેસીસ)

  • પ્લાઝમાફરેસીસ એ એક પ્રોસેસ છે જેમાં બોડી માંથી બ્લડ પ્લાઝમા અને રીમુવ કરી તેને એક્સચેન્જ કરી અને બોડીમાં પાછું રિટર્ન કરવામાં આવે છે.
  • આ પ્રોસિજરમાં બોડીમાંથી બ્લડ બહાર કાઢી પ્લાઝમા સેપરેટર દ્વારા બ્લડમાંથી પ્લાઝમા છૂટું કરવામાં આવે છે અને છૂટું કરેલ પ્લાઝમા ને ફિલ્ટર કરવામાં આવે છે અને બોડીમાં પાછું રિટર્ન કરવામાં આવે છે.
  • પ્લાઝમાફરેસીસનો ઉપયોગમાં પેમ્ફિગસ વલગારીસની ટ્રીટમેન્ટમાં થાય છે અને તેમાં રહેલ એન્ટીબોડી રીમુવ કરવામાં આવે છે.

Balenotherapy / Therapeutic bath (બેલેનોથેરાપી / થેરાપ્યુટીક બાથ)

  • બેલેનોથેરાપી એ થેરાપ્યુટીક બાથ છે. જેના દ્વારા સ્કીન ડીસીઝને ટ્રીટ કરવામાં આવે છે.
  • બેલેનોથેરાપીમાં સ્પ્રિંગમાં (ઝરણું) આવેલ થર્મલ મિનરલ વોટર દ્વારા નાહવામાં આવે છે.
  • મિનરલ તરીકે તેમાં બાયકાર્બોનેટ, સલ્ફેટ, સલ્ફાઇડ, ક્લોરાઇડ, મેગ્નેશિયમ અને બીજી મેટલનો સમાવેશ થાય છે.
  • આ બાથ દ્વારા સ્કીનમાં રહેલ ક્રસ્ટ, સ્કેલસ, અગાઉ લગાવેલી ટોપિકલ મેડિસિન દૂર થાય છે અને ઇન્ફ્લામેશન અને ઈચિંગમાં રાહત જોવા મળે છે.
  • બેલેનોથેરાપીનો ઉપયોગ ક્રોનીક ઇન્ફ્લામેન્ટરી કન્ડીશન જેવી કે ક્રોનિક પ્લેક પ્સોરિયાસિસ, એટોપિક ડર્મેટાઇટિસમાં થાય છે.
  • આ બેલેનોથેરાપી આપણે ઘરે પણ કરી શકીએ. જેમાં પાણીમાં અમુક મિનરલ્સ અને સોલ્ટ ડીઝોલ કરવામાં આવે છે. જેમાં સોલ્ટ તરીકે સી સોલ્ટ અથવા એપ્સમ સોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

ntralesional therapy (ઇન્ટ્રાલીઝનલ થેરાપી)

  • ઇન્ટ્રા એટલે અંદર, લીઝનલ એટલે લીઝન
  • ઇન્ટ્રાલીઝનલ થેરાપીમાં થેરાપ્યુટીક સબ્ટન્સને ડાયરેક્ટ લીઝનની અંદર અથવા લીઝનની નીચે ઈનજેક્ટ કરવામાં આવે છે.
  • ઇન્ટ્રાલીઝનલ થેરાપીનો મુખ્ય હેતુ લીઝન સાઈટ પર હાઈ કોન્સન્ટ્રેશન વાળી મેડિસિન એપ્લાય કરવામાં આવે છે જેથી તેની મેક્સિમમ ઈફેક્ટ જોવા મળે અને તેની સિસ્ટમેટિક ઇફેક્ટ મીનીમાઇઝ કરી શકાય.
  • થેરાપ્યુટીક એજન્ટ તરીકે કોર્ટીકોસ્ટેરોઈડ અને એન્ટિફંગલ ડ્રગ નો ઉપયોગ કરવામાં આવે છે. • ઉદાહરણ તરીકે triamcinolone acetodine
  • ઇન્ટ્રાલીઝનલ થેરાપીનો ઉપયોગ પ્સોરિયાસિસ, પ્લાન્ટર વર્ટ્સ, કીલોઇડ અને સિસ્ટીક એકને ની ટ્રીટમેન્ટમાં થાય છે.

write surgical management in skin :-

Incision & drainage (ઈનસિઝન અને ડ્રેનેજ)

  • ઈનસિઝન અને ડ્રેનેજ એ કોમનલી ઉપયોગમાં લેવાતી માઇનર પ્રોસિજર છે.
  • ઈનસિઝન અને ડ્રેનેજમાં અફેક્ટેડ એરિયામાં બ્લેડ અથવા સ્કાલપેલ વડે ઇનસિઝન મૂકવામાં આવે છે અને ત્યાં રહેલ સીક્રીશન અને પસને ડ્રેનેજ કરવામાં આવે છે.
  • આ પ્રોસિજર લોકલ એનેસ્થેસિયા અથવા જનરલ એનેસ્થેસિયાની અંડરમાં કરવામાં આવે છે.
  • ઈનસિઝન અને ડ્રેનેજ પ્રોસિજર નો ઉપયોગ સ્કીન અને સોફ્ટ ટીશ્યુમાં આવેલ એબ્સેસને દૂર કરવા માટે થાય છે. જેમકે કાર્બનકલ અને ફુરુનકલ.

Photo dynemic therapy (ફોટોડાયનેમિક થેરાપી)

  • ફોટોડાયનેમિક થેરાપી એ ફોટો થેરાપીનું એક ફોર્મ છે. જેમાં લાઈટ અને ફોટો સેન્સીટાઇઝિંગ કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • આ થેરાપીમાં પેશન્ટને ફોટો સેન્સીટાઇઝર ડ્રગ આપવામાં આવે છે. ટાર્ગેટ સેલ દ્વારા એબસોર્બ કરવામાં આવે છે અને એબ્સોર્બ કરાયેલા સેલ પર લાઈટનો મારો ચલાવવામાં આવે છે અને તે ટાર્ગેટ સેલ ને કીલ કરે છે.
  • ફોટોડાયનેમિક થેરાપી નો ઉપયોગ એકને, પ્સોરિયાસિસ, હર્પીસ અને એજ રિલેટેડ થતાં મેક્યુલર ડીજનરેશન ની ટ્રીટમેન્ટમાં થાય છે.

Ultraviolet light therapy (અલ્ટ્રાવાયોલેટ લાઈટ થેરાપી)

  • અલ્ટ્રાવાયોલેટ લાઈટ થેરાપી એ લાઈટ ટ્રીટમેન્ટનો એક ટાઈપ છે. જેમાં અલ્ટ્રાવાયોલેટ લાઈટને અમુક સમય માટે ટાર્ગેટ એરિયા પર પસાર કરવામાં આવે છે.
  • અલ્ટ્રાવાયોલેટ લાઈટ થેરાપી નો ઉપયોગ પ્સોરિયાસીસ, એકઝેમા, વીટીલીગો અને બીજા સ્કીન પ્રોબ્લેમ ની ટ્રીટમેન્ટમાં થાય છે.

Laser therapy (લેઝર થેરાપી)

  • લેઝર થેરાપીમાં લેઝર ડિવાઇસ દ્વારા લાઈટ બિમનો ઉપયોગ કરી એબનોર્મલ અને કેન્સરીયસ સેલને ડિસ્ટ્રોય કરવામાં આવે છે અને તેને રીમુવ કરવામાં આવે છે.
  • આ સિવાય લેઝર થેરાપીનો ઉપયોગ હેર લોસની ટ્રીટમેન્ટમાં, પેઈન મેનેજમેન્ટમાં અને કિડની સ્ટોનને રીમુવ કરવા માટે થાય છે.

Cryosugery (ક્રાયોસર્જરી) :

  • ક્રાયોસર્જરીને ક્રાયોએબલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ક્રાયોસર્જરી એ એક પ્રકારની સર્જીકલ પ્રોસિજર છે. જેમાં એક્સ્ટ્રીમલી કોલ્ડ ટેમ્પરેચરનો ઉપયોગ કરીને એબનોર્મલ ટીસ્યુ અને ટ્યુમરને ડિસ્ટ્રોય કરવામાં આવે છે.
  • લિક્વિડ નાઇટ્રોજન અને આર્ગોન દ્વારા એક્સ્ટ્રીમલી કોલ્ડ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરવામાં આવે છે અને એબનોર્મલ ટીશ્યુને ડીસ્ટ્રોય કરવામાં આવે છે.
  • ક્રાયોસર્જરીનો ઉપયોગ વર્ટ્સ, સીબોરીક કેરાટોસિસ અને અમુક પ્રકારના કેન્સરની સારવાર માટે થાય છે.

Electrodessication (ઇલેક્ટ્રોડેસીકેશન)

  • ઇલેક્ટ્રોડેસીકેશન એ ફાસ્ટ અને સિમ્પલ નોન સર્જીકલ પ્રોસિજર છે.
  • જેમાં ઇલેક્ટ્રોડ દ્વારા ઇલેક્ટ્રિકલ કરંટ નો ઉપયોગ કરી અમુક સ્પેસિફિક લીઝન અને સુપરફીસીયલ સ્કીન ગ્રોથને ડિસ્ટ્રોય કરવામાં આવે છે અને તેને રિમૂવ કરવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે બ્રાઉન સ્પોટ, સીબોરીક કેરાટોસીસ

Mohs micrographic surgery (મોહસ્ માઈક્રોગ્રાફિક સર્જરી)

  • મોહસ્ માઈક્રોગ્રાફિક સર્જરીનો ઉપયોગ સ્કિન કેન્સર ની ટ્રીટમેન્ટમાં થાય છે.
  • જેમાં સ્કીનની આજુબાજુ અફેક્ટેડ થીન લેયરને રીમુવ કરવામાં આવે છે ત્યારબાદ તેની આજુબાજુના થીન લેયરને રીમુવ કરવામાં આવે છે અને છેવટે કેન્સરિયસ લેયરને રીમુવ કરવામાં આવે છે.
Published
Categorized as MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised