UNIT 3 FERTILITY AND INFERTILITY.
ફર્ટીલિટી:
જ્યારે વુમન ની ચિલ્ડ્રન (ઓફસ્પ્રિંગ)ને કન્સીવ કરવા માટેની તથા તેને બિયરિંગ કરવા માટેની એબિલિટી હોય તો તેને ફર્ટિલિટી કહેવામાં આવે છે. ફર્ટીલિટી એટલે ઓફસ્પ્રિંગ ને પ્રોડ્યુસ કરવા માટેની નેચરલ કેપેસિટી ને ફર્ટિલિટી કહેવામાં આવે છે.
એક્ટર્સ અફેક્ટીંગ ફર્ટિલિટી ઇન વુમન:
સામાન્ય રીતે પાંચ ફેક્ટર્સ કે જે વુમન ની ફર્ટિલિટી ને અફેક્ટ કરે છે જેમ કે,
1) બાયોલોજિકલ ફેક્ટર,
2) ફિઝિયોલોજિકલ ફેક્ટર,
3) સોશિયલ ફેક્ટર,
4) ઇકોનોમિક ફેક્ટર,
5) ફેમિલી પ્લાનિંગ.
1) બાયોલોજિકલ ફેક્ટર:
એજ: વુમન ની ફર્ટીલિટી ની એબીલિટી એ એજ સાથે કુદરતી રીતે ઘટતી જાય છે. સમય જતાં એગ્સ ની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થાય છે, ખાસ કરીને 35 વર્ષની ઉંમર પછી. ઓલ્ડર વુમન ને ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ અને મીસ્કેરેજ ના વધતા રિસ્ક નો પણ સામનો કરવો પડી શકે છે.
હોર્મોનલ ઇમબેલેન્સ:
પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS), થાઇરોઇડ ડિસઓર્ડર અને ઇરરેગ્યુલર હોર્મોન લેવલ જેવી સ્થિતિઓ ઓવ્યુલેશન અને મેન્સ્ટ્રુઅલ સાયકલ ને ડિસ્ટર્બન્સ કરી શકે છે.
રીપ્રોડક્ટિવ હેલ્થ ઇશ્યુસ: એન્ડોમેટ્રિઓસિસ જેવી કન્ડિશન, કે જેમાં યુટ્રસ ની આઉટ સાઇડ મા યુટ્રસ ની લાઇનિંગ જેવી જ ટિશ્યુસ ની ગ્રોથ નો સમાવેશ થાય છે, અને યુટેરાઇન ફાઇબ્રોઇડ્સ, જે યુટ્રસ માં નોન-કેન્સરિયસ ગ્રોથ છે, સ્ટ્રક્ચરલ ઇસ્યુ અથવા હોર્મોનલ ઇમબેલેન્સ ને કારણે ફર્ટીલિટી ક્ષમતા ને અસર કરી શકે છે.
જીનેટીક ફેક્ટર: જીનેટીક ફેક્ટર જેમ કે ટર્નર સિન્ડ્રોમ અથવા ફ્રેજીલ x સિન્ડ્રોમ, એવી પ્રોડક્ટિવ હેલ્થ ને તથા ફર્ટિલિટી ને અફેક્ટ કરી શકે છે.
2) ફિઝિયોલોજિકલ ફેક્ટર:
મેન્સ્ટ્રુઅલ સાઇકલ રેગ્યુલારીટી: કન્સેપ્શન માટે રેગ્યુલર ઓગ્યુલેશન અગત્યનું હોય છે. ઇરરેગ્યુલર સાયકલ તથા ઓવ્યુલેશન ની એબસન્સ એ કન્સિવ માટેની એબિલીટી ને અફેક્ટ કરી શકે છે.
બોડી વેઇટ: અન્ડર વેઇટ અને ઓબેસિટી બંને હોર્મોન લેવલ અને મેન્સ્ટ્રુઅલ સાયકલ ને અફેક્ટ કરી શકે છે. શરીરની વધારા ની ચરબી એસ્ટ્રોજન ઇમબેલેન્સ તરફ દોરી શકે છે, જ્યારે શરીરની ઓછી ચરબી ઓવ્યુલેશન માટે જરૂરી હોર્મોનલ કાર્યો ને ડીસરપ્ટ કરી શકે છે.
જનરલ હેલ્થ: ડાયાબિટીસ અથવા ઓટોઇમ્યુન ડિસઓર્ડર જેવી ક્રોનિક ઇલનેસ રિપ્રોડક્ટિવ હેલ્થ ને અસર કરી શકે છે. વધુમાં, ડાયાબિટીસ જેવી કન્ડિશન એ હોર્મોન લેવલ અને ઓવરઓલ હેલ્થ ને અસર કરી શકે છે, જે ફર્ટીલિટી ક્ષમતા ને અસર કરી શકે છે.
3) સોશિયલ ફેક્ટર:
એજ્યુકેશન એન્ડ અવેરનેસ: રીપ્રોડક્ટિવ હેલ્થ તથા ફર્ટિલિટી વિશેનું નોલેજ એ વુમન ને તેના રીપ્રોડક્ટિવ હેલ્થ અને ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે ડિસીઝન લેવાની એબીલીટી ને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે.
સોશિયલ સપોર્ટ: સપોર્ટીવ નેટવર્ક્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ સુધી પહોંચવું એ ફર્ટીલિટી ઇસ્યુ નું ટ્રીટ અને મેનેજ કરવાની ક્ષમતાને અસર કરી શકે છે.
કલ્ચરલ એટીટ્યુડ: ફેમેલી સાઇઝ,જેન્ડર રોલ, અને ચાઇલ્ડ બીયરિંગ સંબંધિત કલ્ચરલ બિલીવ્સ અને સોસિયલ નોર્મ્સ ફર્ટીલિટી ડિસીઝન તથા પ્રેક્ટિસ ને અફેક્ટ કરી શકે છે.
4) ઇકોનોમિક ફેક્ટર:
એક્સેસ ટુ હેલ્થકેર: મેડિકલ કેર ની અવેલેઇલીબીટી અને એફોર્ડેબીલીટી જેમ કે ફર્ટીલિટી ની ટ્રીટમેન્ટ, અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એ ફર્ટીલિટી ને અફેક્ટ કરી શકે છે.
એમ્પ્લોયમેન્ટ એન્ડ વર્ક લાઇફ બેલેન્સ: જોબ સ્ટ્રેસ અને લોંગ વર્કિંગ અવર્સ સામાન્ય હેલ્થ, હોર્મોનલ સંતુલન અને ફર્ટીલિટી ટ્રીટમેન્ટ ને અનુસરવા ની ક્ષમતા ને અસર કરી શકે છે.
5) ફેમિલી પ્લાનિંગ:
ડેવલોપ્ડ કન્ટ્રી એ વોલ્યુન્ટરી રીતે ફેમેલી પ્લાનિંગ ડિવાઇસ ને એડોપ્ટ કરીને તેમના ફર્ટિલિટી રેટ માં ઘટાડો કરવામાં સક્ષમ છે. પરંતુ અન્ડરડેવલોપ્ડ કંન્ટ્રીસ માં સોસિયલ ટેબુસ અને રિસ્ટ્રિક્શન, ઇગ્નોરન્સ, પોવર્ટી, ઇલિટરસી વગેરેને કારણે મેલ અને ફિમેલ બંને કોન્ટ્રાસેપ્ટીવ્સ નો ઉપયોગ કરવામાં અચકાય છે.
આ ફેક્ટર્સ એ ફર્ટીલિટી રેટ ને અફેક્ટ કરી શકે છે.
ડેફીનેશન:
ઇનફર્ટીલીટી તે એક મેડિકલ કન્ડિશન છે કે જેમાં 1 યર અથવા તેના કરતાં પણ વધારે સમયથી રેગ્યુલર તથા અનપ્રોટેકટેડ કોઇટસ કરવા છતા પણ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામા ઇનએબિલિટી હોય તો આવી કન્ડિશન ને ઇનફર્ટીલીટી કહેવામા આવે છે.
તે વિશ્વભરના આશરે 10-15% કપલ્સ ને અફેક્ટ કરે છે. ઇનફર્ટીલીટી એ મેલ, ફિમેલ અથવા બંને ને અફેક્ટ કરતા વિવિધ ફેક્ટર ના કારણે હોય શકે છે, અને તે ટેમ્પરરી અથવા પર્મનેન્ટ હોય શકે છે.
ટાઇપ ઓફ ઇન્ફર્ટિલિટી
ઇન્ફર્ટિલિટી ના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે.
1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી,
2) સેકન્ડરી ઇનફર્ટિલિટી
1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી:
તે એવા પેશન્ટ ને સૂચવે છે જે એક પણ વખત પ્રેગ્નેન્સિ કન્સિવ કરી શક્યા ન હોય.
2) સેકન્ડરી ઇનફર્ટિલિટી:
આમા, પ્રિવ્યસ પ્રેગ્નન્સી કન્સિવ થયેલ ઇન્ડિકેટ કરે છે પરંતુ ત્યારબાદ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામાં ફેઇલ્યોર થાય તેને સેકન્ડરી ઇન્ફર્ટીલીટી કહેવામા આવે છે.
કોઝીઝ ઓફ ઇનફર્ટીલીટી
ઇનફર્ટીલીટી મેઇન ત્રણ કોઝ છે.
1)ફોલ્ટ ઇન ફિમેલ,
2)ફોલ્ટ ઇન મેલ,
3)કમ્બાઇન્ડ ફેક્ટર.
1)ફોલ્ટ ઇન ફિમેલ:
A) ઓવેરિયન ફેક્ટર:
આમાં ઓવ્યુલેટરી ડીસફંક્શન ના કારણે જોવા મળે છે મેઇન્લી તેના ત્રણ રિઝન નીચે મુજબ છે.
a) એનઓવ્યુલેશન/ઓલીગોઓવ્યુલેસન:
એનઓવ્યુલેશન/ઓલીગોઓવ્યુલેસન એ સામાન્ય રીતે હાઇપોથેલેમો પિટ્યુટરીઓવેરિયરીયન એક્સિસ મા ડિસ્ટબન્સ હોવાના કારણે જોવા મળે છે.
ઓવેરિયન એક્ટિવિટી એ ગોનાડોટ્રોફીન પર ડિપેન્ડ કરે છે તથા ગોનાડોટ્રોફીન નુ નોમૅલ સિક્રીશન એ હાઇપોથેલેમસ માથી રિલીઝ થતા GnRH( ગોનાડો ટ્રોફીન રિલીઝિંગ હોર્મોન) પર ડિપેન્ડ કરે છે.
(b) લ્યુટેનાઇઝ્ડ અનરપ્ચર્ડ ફોલિકલ( LUF)
(ટ્રેપ્ડ્ ઓવમ):
આ, કોર્પસ લ્યુટીયમ ના ઇનએડિક્યુએટ ગ્રોથ તથા ફંક્શનના કારણે જોવા મળે છે.
( C) ટ્રેપ્ડ ઉવમ:
આમાં ઓવમ એ ફોલિકલ્સ ની ઇનસાઇડમાં જ ટ્રેપ થાય છે તે સામાન્ય રીતે એન્ડોમેટ્રીઓસીસ ના કારણે અથવા હાઇપર પ્રોડક્ટેનેમિયાના કારણે હોય છે.
2) ટ્યુબલ ફેક્ટર્સ:
આમાં ઇનફેર્ટીલીટી એ સામાન્ય રીતે ટ્યુબોપથી (ટ્યુબલ ઇન્ફેક્શન )ના કારણે થાય છે જેના કારણે ટ્યુબલ ફંક્શન્સ એ ઇમ્પેઇરડ થાય છે.
Ex:= ડિફેક્ટીવ ઓવમ પીકઅપ કરે અને ત્યારબાદ ઇનફર્ટિલિટી જોવા મળે છે.
3) પેરિટોનિયલ ફેક્ટર:
આમાં ઇનફર્ટિલિટી નું એક અને મેઇન ફેક્ટર એ એન્ડોમેટ્રિઓસીસ છે.
4) યુટેરાઇન ફેક્ટર:
આમાં અમુક ફેક્ટર્સ કે જે ફર્ટિલાઇઝડ ઑવમ ને એન્ડોમેટ્રીઅમ માં ઇમ્પ્લાન્ટેશન થવામાં સ્ટોપ કરતા ફેક્ટર્સ ના કારણે જોવા મળે છે.
આ ફેક્ટર્સ જેમ કે,
a) એન્ડોમેટ્રીઓસીસ,
b) ફાઇબ્રોઇડ યુટ્રસ,
c)યુટેરાઇન હાઇપોપ્લેસિયા,
d)કંજીનાઇટલ માલફોર્મેશન ઓફ ધ યુટ્રસ.
5)સર્વાઇકલ ફેક્ટર્સ:
આમાં સેકન્ડ ડિગ્રી યુટેરાઇન પ્રોલેપ્સ ના કારણે,
રેટ્રોવરટેડ યુટ્રસ ના કારણે,
તથા સર્વાઇકલ ન્યુકસના કમ્પોઝિશનમાં ચેન્જીસ થવાના કારણે જોવા મળે છે.
6) વજાઇનલ ફેક્ટર:
આમાં વજાઇનલ એટ્રેસિયા,
ટ્રાન્સવર્સ વજાઇનલ સેપ્ટમ,ના કારણે.
2)ફોલ્ટ ઇન મેલ:
1) ડિફેક્ટીવ સ્પરમેટોજીનેસીસ ના કારણે:
આના કારણે ઇનફર્ટીલીટી જોવા મળે છે અને તે સામાન્ય રીતે નીચે મુજબના કારણના લીધે જોવા મળે છે:
ઓર્ચાઇટીસ,
અનડિસેન્ડેડ ટેસ્ટીસ,
ટેસ્ટીક્યુલર ટોક્સિન્સ,
પ્રાઇમરિ ટેસ્ટિક્યુલર ફેઇલ્યોર,
જીનેટીક અથવા ક્રોમોઝોમલ ડિસઓર્ડર ના કારણે જેમ કે, 47,XXY,
એન્ડોક્રેનીઅલ ફેક્ટરના કારણે જેમ કે થાઇરોઇડ ડિસ્ફંક્શન.
2) ઓબસ્ટ્રકશન ઓફ ધ એફરન્ટ ડક્ટ સિસ્ટમના કારણે:
આ બે ટાઇપમાં જોવા મળે છે.
1) કંજીનાઇટલ:
વાસડિફરન્સ એબસન્ટ હોવાના કારણે.
2)એક્વાયર્ડ:
આ સામાન્ય રિતે અમુક ઇન્ફેક્શન ના કારણે,
ટ્યબરક્યુલોસીસ, ગોનોરીયા, તથા સર્જીકલ ટ્રોમા( ડ્યુરિંગ હર્નિયોરાફી)ના કારણે જોવા મળે છે.
3)ફેઇલ્યોર ટુ ડિપોઝિટ સ્પમૅ ઇન વજાઇના:
આમાં સ્પર્મ એ વજાઇનામાં ડિપોઝીટ ફેઇલ્યોર થવાના કારણે.
આના કારણ મા:
ઇમ્પોટન્સી,
ઇજેક્યુલેટરી ફેઇલ્યોર,
હાઇપોસ્પાડિયાસિસ,
બ્લાડર નેક સર્જરી.
4)સેમીનલ ફ્લુઇડ મા એરર થવાના કારણે:
આમા, ઇમમોટાઇલ સ્પર્મ ના કારણે,
સ્પર્મ કાઉન્ટ એ ડિસ્ટરબન્સ થવાના કારણે,
લો ફ્રુક્ટોઝ કાઉન્ટ ના કારણે.
3)કમ્બાઇન્ડ ફેક્ટર:
આમાં મેલ તથા ફિમેલ બંનેના કમાઇન્ડ ફેક્ટર્સ ના કારણે ઇન્ફર્ટિલિટી જોવા મળે છે.
ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન:
કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્શન કરવું તથા ફિઝિકલ એક્ઝામિનેશન
આમાં ઓવરઓલ હેલ્થનું એસેસમેન્ટ કરવું જેમાં,રિપ્રોડક્ટિવ હેલ્થ, હિસ્ટ્રી તથા પોટેન્શિયલ રિસ્ક ફેક્ટરને આઇડેન્ટીફાય કરવુ.
ઓવ્યુલેશન ટેસ્ટિંગ:
આમાં મેન્સ્ટ્રુએશન સાયકલને મોનિટરિંગ કરવુ તથા ઓવ્યલેસન એ રેગ્યુલરલી થાય છે કે કેમ તેનું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
સિમેન એનાલાઇસીસ:
આમાં સ્પર્મ કાઉન્ટ નું ઇવાલ્યુએશન કરવામાં આવે છે તથા સ્પર્મ ની મોટીલિટી,મોરફોલોજી, તથા બીજા પેરામીટર્સ ને અસેસ કરવામા આવે છે.
ઇમેજિંગ ટેસ્ટિંગ:
આમાં યુટ્રસ તથા ફેલોપિયન ટ્યુબ નું અસેસમેન્ટ કરવા માટે અલ્ટ્રાસોનોગ્રાફી તથા હિસ્ટેરોસાલ્પીન્જીયોગ્રાફી કરવામાં આવે છે.
હોર્મોનલ ટેસ્ટ:
આમાં ઓવેરિયન ફેક્ટર તથા બીજા એન્ડોક્રાઇન ડિસઓર્ડર ને અસેસ કરવાઆટે હોર્મોનલ લેવલને અસેસ કરવામા આવે છે.
ડાયગ્નોસ્ટિક પ્રોસિજર:
જેમ કે,લેપ્રોસ્કોપી( પેલી ઓર્ગનનું એક્ઝામિનેશન કરવા માટે),તથા જીનેટીક ટેસ્ટિંગ( ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ ને આઇડેન્ટિફાઇડ કરવા માટે).
ટ્રીટમેન્ટ:
ઇનફર્ટિલિટી ની ટ્રીટમેન્ટ એ તેના કોઝ,ડ્યુરેશન તથા ઇનફર્ટીલિટી ના ડ્યુરેસન પર આધાર રાખે છે.
લાઇફ સ્ટાઇલ મોડીફિકેશન્સ:
વેઇટ મેનેજમેન્ટ
એડીક્યુએટ ડાયટ દ્વારા હેલ્ધી બોડી માસ્ક ઇન્ડેક્સ( BMI ) એચીવ કરવાથી તથા રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવાથી ફર્ટિલિટી ઇમ્પ્રુવ થય શકે છે.
સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ સેસેસન:
સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ એ બંને નું એક્સેસીવ અમાઉન્ટમાં કોન્ઝપ્શન કરવાના કારણે તે ફર્ટિલિટી પર નેગેટીવ્લી ઇમ્પેક્ટ કરે છે. તેથી તેને એવોઇડ કરવા જોઇએ.
સ્ટ્રેસ રિડક્શન:
યોગા,મેડીટેશન, તથા કાઉન્સેલિંગ ટેકનીક એ સ્ટ્રેસ ને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે અને તે ફર્ટીલિટી પર અફેક્ટ કરે છે.
મેડિકેશન
ફર્ટીલિટી ડ્રગ્સ એ વુમન મા ઓવ્યુલેસન ને સ્ટીમ્યુલેટ કરવા માટે મેન મા સ્પર્મ પ્રોડક્શન ને તથા તેના ફંક્શન ને ઇમ્પ્રુવ કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે.
સર્જરી:
સર્જરીમાં એનાટોમિકલ એબનોર્માલીટીસ ને કરેક્ટ કરવામાં આવે છે.જેમ કે, ટ્યુબલ બ્લોકેજ, યુટેરાઇન ફાઇબ્રોઇડ,તથા વેરિકોસિલ( એન્લાર્જ વેઇન ઇન સ્ક્રોટમ).
હોર્મોનલ થેરાપી
હોર્મોનલ ઇમ્બેલન્સ ને કરેક્ટ કરવું કે જે ફર્ટીલિટી ને અફેક્ટ કરે છે જેમ કે થાઇરોઇડ ડિસઓર્ડર તથા હાઇપરપ્રોલેક્ટેનેમીયા.
ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફેક્શન
જો પેલ્વિક ઇન્ફ્લાયમેન્ટરી ડિસીઝ જેવી ( PID )ઇન્ફેક્સન ની કન્ડિશન હોય તો તે ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે પેશન્ટ ને એડીક્યુએટ એન્ટીબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી કે જે ફર્ટિલિટી ને અફેક્ટ કરે છે.
3) સર્જીકલ ઇન્ટરવેશન:
લેપ્રોસ્કોપીક સર્જરી
એન્ડોમેટ્રીઓસીસ, પેલ્વિક એધેસન,તથા ફાઇબ્રોઇડ્સ જેવી કન્ડિશન કે જે ફર્ટીલિટી પર અફેક્ટ કરે છે તેને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે.
ટ્યુબલ સર્જરી
ટ્યુબલ સર્જરી માં બ્લોકેજ અથવા ડેમેજ થયેલી ફેલોપિયન ટ્યુબ કે જે સ્પમૅ ને ઓવમ સુધી પહોંચતા પ્રિવેન્ટ કરે તેને રીપેર કરવા મા આવે છે.
4) આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજીસ( ART ):
ઇન્ટ્રા યુટેરાઇન ઇનસેમીનેશન( IUI ):
ઇન્ટ્રા યુટેરાઇન ઇનસેમીનેશન એ ફર્ટિલાઇઝેશન ને ઇમ્પ્રુવ કરવા માટેની પ્રોસેસ છે કે જેમાં ઓવ્યુલેશન સમયે સ્પર્મ ને ડાયરેક્ટલી યુટેરાઇન કેવીટી માં ઇન્સર્ટ કરવામાં આવે છે.
ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન( IVF )
ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પ્રોસેસ માં ઓવમ તથા સ્પર્મ ને બોડીની આઉટ સાઇડમાં એટલે કે લેબોરેટરી માં ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે છે.
જેના સ્ટેપ મા,
ઓવેરિયન સ્ટીમ્યુલેશન
એવી મેડિકેશન નો યુઝ કરવામાં આવે છે કે જે ઓવરી ને મલ્ટિપલ એગ્સ પ્રોડ્યુસ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.
એગ રીટ્રાઇવલ
ઓવરીસ માંથી એગ્સ ને કલેક્ટ કરવા માટેની સર્જીકલ પ્રોસિજર.
ફર્ટિલાઇઝેશન
લેબોરેટરી ડિસ માં એગ્સ તથા સ્પર્મ ને મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ એમ્બ્રિયો નું કલ્ચર કરવામાં આવે છે.
એમ્બ્રિયોટ્રાન્સફર
હવે યુટેરાઇન કેવીટીમાં એક કરતાં વધારે એમ્બ્રિઓ ને ટ્રાન્સફર કરવામાં આવે છે.
ઇન્ટ્રા સાઇટોપ્લાઝસમિક ઇન્જેક્શન
આ પ્રોસિઝરમાં ફર્ટિલાઇઝેશન ને ઇમ્પ્રુવ કરવા માટે સ્પર્મ ને ડાયરેક્ટલી એગ માં એન્ટર કરાવવામાં આવે છે.
જનરલ નર્સિંગ મેનેજમેન્ટ:
પેશન્ટની જનરલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેના પ્રોપરલી મેઝર્સ લેવા.
જો પર્સન એ ઓબેઝ હોય તો વેઇટ ને રીડયુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટને હેવી સ્મોકિંગ તથા આલ્કોહોલ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટને એડવાઇઝ આપવી કે ટાઇટ તથા વામૅ અંડરગારમેન્ટસ એવોર્ડ કરવા.
પેશન્ટને એડવાઇઝ આપવી કે વિટામિન E, વિટામિન C, વિટામીન B12 તથા ફોલિક એસિડ ને પ્રોપર લેવું જે સ્પરમેટોજીનેસીસ ને ઇમ્પ્રુવ કરે છે.
પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટનો બોડી વેઇટ પ્રોપરલી ચેક કરવો તથા બોડી માસ ઇન્ડેક્સ ને કેલ્ક્યુલેટ કરવું કે જે
20 – 24 ની વચ્ચે હોવો જોઇએ.
પેશન્ટ ને પ્રોપરલી સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે એડવાઇઝ આપવી. જેમાં પેશન્ટને પ્રોપરલી યોગા તથા મેડીટેશન કરવા માટે એડવાઇઝ આપવી.