UNIT 1 INTRODUCTION TO GYNECOLOGY (ઇન્ટ્રોડક્શન ટુ ગાઇનેકોલોજી) :
Definition (ડેફીનેશન):
1)Puberty (પ્યુબર્ટી) :
પ્યુબર્ટી એ એવો પિરીયડ છે કે જેમા ગ્રેજ્યુઅલી સેકેન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરાઇસ્ટીક્સ નુ ડેવલોપમેન્ટ થાય છે.
2) Precocious puberty (પ્રિકસીયસ પ્યુબર્ટી) :
પ્રિકસીયસ પ્યુબર્ટી એટલે જ્યારે ગ્લસૅ મા સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરાઇસ્ટીક એ લાઇફ ના 8 યર્સ પહેલા સ્ટાર્ટ થાય તથા મેન્સ્ટ્રુએસન સાયકલ એ 10 વર્ષ ની પહેલા સ્ટાર્ટ થાય તો આ કન્ડિશન ને પ્રિકસીયસ પ્યુબર્ટી કહેવામા આવે છે.
3) Delayed puberty (ડિલેઇડ પ્યુબર્ટી) :
ડિલેઇડ પ્યુબર્ટી એટલે જ્યારે ગ્લસૅ મા સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરાઇસ્ટીક એ લાઇફ ના 13-14 યર્સ પછી પણ અપીયર થાય નહી તથા મીનાર્કી એ 16 વર્ષ ની પછી સ્ટાર્ટ થાય તો આ કન્ડિશન ને ડિલેઇડ પ્યુબર્ટી કહેવામા આવે છે.
4) Minarchy (મીનાર્કી) :
લાઇફ ના ફર્સ્ટ મેન્સ્ટ્રુઅએસન ને મીનાર્કી કહેવાય છે.
5) Menopause (મેનોપોઝ) :
રિપ્રોડક્ટિવ લાઇફ ના એન્ડ મા ઓવેરિયન ફોલીક્યુલર એક્ટીવિટી લોસ થવાના કારણે મેન્સ્ટ્રુએસન નુ પરમેનન્ટ સેસેસન થાય તો આ કન્ડિશન ને મેનોપોઝ કહેવાય છે.
6) Culdocentesis (કલ્ડોસિન્ટેસિસ) :
પાઉચ ઓફ ડોગ્લાસ માથી ટ્રાન્સવજાઇનલી પેરિટોનીયલ ફ્લુઇડ ને એસ્પીરેશન કરવામા આવે તો આ કન્ડિશન ને કલ્ડોસિન્ટેસિસ કહેવાય છે.
7) Laparoscopy (લેપ્રોસ્કોપી) :
લેપ્રોસ્કોપી એ એવી ટેક્નિક છે કે જેમા ફાઇબ્રીક ઓપ્ટીક એન્ડોસ્કોપ ને એબડોમીનલ વોલ થ્રુ ઇન્ટ્રોડ્યુસ કરી પેરિટોનીયલ કેવિટી ને વિઝ્યુલાઇઝ કરી શકાય છે.
આ સામાન્ય રિતે જીનાઇટલ ટ્રેક ઓર્ગન નુ ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન છે.જેમા સામાન્ય રિતે Uterus,ફેલોપિયન ટ્યુબ, ઓવરી, તથા સરાઉન્ડિંગ સ્ટ્રકક્ચર નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
9) STD (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ):
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે એવા ડિસીઝ કે જે સામાન્ય રિતે ઇન્ફેક્ટેડ પાર્ટનર સાથે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા થાય છે.
10) Vulvitis (વલ્વાઇટીસ) :
વલ્વા ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને વલ્વાઇટીસ કહેવામા આવે છે.
11) Bartholinitis (બાર્થોલિનાઇટીસ) :
બાર્થોલિયન ગ્લેન્ડ/ ડક્ટ ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને બાર્થોલિનાઇટીસ કહેવામા આવે છે.
12) Vaginitis (વજાઇનાઇટીસ) :
ઇન્ફેક્શન તથા પેથોજેનીક ઓર્ગેનિઝમ દ્વારા થતા વજાઇના ના ઇન્ફ્લામેશન ને વજાઇનાઇટીસ કહેવામા આવે છે.
13) Endometritis (એન્ડોમેટ્રાઇટીસ):
એન્ડોમેટ્રિયમ ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને એન્ડોમેટ્રાઇટીસ કહેવામા આવે છે.
14) Salpingitis (સાલ્પીન્જાઇટીસ) :
ફેલોપિયન ટ્યુબ ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને સાલ્પીન્જાઇટીસ કહેવામા આવે છે.
15) Ophoritis (ઓફોરાઇટીસ) :
ઓવરીસ ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ઓફોરાઇટીસ કહેવામા આવે છે.
16) Mastitis (માસ્ટાઇટીસ) :
બ્રેસ્ટ ટિસ્યુસ ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને માસ્ટાઇટીસ કહેવામા આવે છે.
17) Cervicitis (સર્વીસાઇટીસ) :
સર્વીક્સ ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને સર્વીસાઇટીસ કહેવામા આવે છે.
18) Pyometra (પાયોમેટ્રા) :
યુટેરાઇન કેવિટી મા પસ ના કલેક્શન ને પાયોમેટ્રા કહેવામા આવે છે.
19) Gonorrhea (ગોનોરિયા) :
એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે કે જે સામાન્ય રીતે નાઇઝેરીયાગોનોરિયા દ્વારા ટ્રાન્સમિટ થાય છે.
20) Parametritis (પેરામેટ્રાઇટીસ) :
પેરામેટ્રાઇટીસ (Parametritis) એ Uterus ની આસપાસના Parametrium માં થતો Infection કે Inflammation છે. તેને ઘણીવાર પેલ્વિક સેલ્યુલાઇટિસ (Pelvic cellulitis) તરીકે પણ ઓળખવામાં આવે છે.
21) Amenorrhea (એમેનોરિયા) :
મેન્સ્ટ્રુએસન ના એબ્સન્સ થવાને એમેનોરિયા કહેવામા આવે છે.
22) Dysmenorrhea (ડિસમેનોરિયા) :
પેઇનફુલ મેન્સ્ટ્રુએસન ને ડિસમેનોરીયા કહેવામાં આવે છે.
23) Menorrhagia (મેનોરાજીયા) :
તેમાં બ્લિડિંગ સાઇકલ એ નોર્મલ ઇન્ટરવલ માં હોય છે પરંતુ બ્લીડિંગ એ એક્સેસિવ અમાઉન્ટ માં જોવા મળે છે.
24) Metrorrhagia (મેટ્રોરાજીયા) :
મેટ્રોરાજીયા એટલે યુટ્રસ માથી ઇરરેગ્યુલર,એસાઇક્લિક બ્લિડિંગ થાય તો આ કન્ડિશન ને મેટ્રોરાજીયા કહેવામા આવે છે.
25) Epimenorrhea (એપીમેનોરીયા) :
આ એવી કન્ડિશન છે કે જેમા મેન્સ્ટ્રુએસન સાયકલ એ રિડ્યુઝ થાય છે જે સામાન્ય રિતે 21 દિવસ કરતા ઓછા સમય ની મેન્સ્ટ્રુએસન સાઇકલ જોવા મળે છે તથા તેજ ફ્રીક્વન્સી મા કોન્સ્ટન્ટ રહે છે આ કન્ડિશન ને એપીમેનોરિયા કહેવામાં આવે છે.
26) Oligomenorrhea (ઓલીગોમેનોરીયા) :
ઓલીગોમેનોરીયા એ એવી કન્ડિશન છે કે જેમાં મેન્સ્ટ્રુએસન બ્લીડિંગ એ 35 દિવસ કરતા વધારે સમય પછી થાય છે અને તેજ ડ્યુરેશન માં કોન્સ્ટન્ટ રહે છે.
આ કન્ડિશન માં સામાન્ય રીતે એબનોર્મલ યુટેરાઇન બ્લિડિંગ થાય છે જેમાં કોઇ પણ પ્રકારનો ઓર્ગેનિક કોઝ હોતું નથી જેમ કે ટ્યુમર, ઇન્ફેક્શન, અથવા પ્રેગ્નન્સી.
28) Uterine prolapse (યુટેરાઇન પ્રોલેપ્સ) :
આ યુટ્રસ ની એબનોર્મલ પોઝીશન છે કે જેમાં યુટ્રસ એ ડાઉનવર્ડ પ્રોટ્રુડ થાય છે.
29) Cryosurgery (ક્રાયોસર્જરી) :
ક્રાયોસર્જરી એ એવી કન્ડિશન છે કે જેમાં ફ્રીઝીંગ દ્વારા ટીસ્યુસ નું ઇફેક્ટિવ રીતે ડિસ્ટ્રક્શન કરવામાં આવે છે.
30) Perimyoplasty (પેરીમીયોપ્લાસ્ટી) :
પેરીમીયોપ્લાસ્ટી માં નેરો વજાઇનલ ઇન્ટ્રોઇટસ ને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે.
31) Galactorrhea (ગેલેક્ટોરીયા) :
ગેલેક્ટોરીયા એ એવી કન્ડિશન છે કે જેમાં એક અથવા તો બંને બ્રેસ્ટ માંથી મિલ્કી ડિસ્ચાર્જ નું સિક્રીસન થાય છે અને તે સામાન્ય રીતે ચાઇલ્ડ બર્થ ના રિલેટેડ હોતું નથી.
32) Rectocele (રેકટોસીલ):
રેક્ટોસિલ એ એવી કન્ડિશન છે કે જેમાં રેક્ટમ એ વજાઇનામા ડિસ્પ્લેસમેન્ટ થાય છે.
33) Enterocele (એન્ટેરોસીલ) :
એન્ટેરોસીલ એ એવી કન્ડિશન છે કે જે ઇન્ટેસ્ટાઇન એ વજાયનામા ડિસ્પ્લેસમેન્ટ થાય છે.
34) Cystocele (સિસ્ટોસીલ) :
સિસ્ટોસીલ એ એવી કન્ડિશન છે કે જેમાં બ્લાડર એ વજાયના માં ડાઉનવર્ડ ડિસ્પ્લેસમેન્ટ થાય છે.
35) Infertility (ઇન્ફર્ટીલીટી):
ઇનફર્ટીલીટી તે એક મેડિકલ કન્ડિશન છે કે જેમાં 1 યર અથવા તેના કરતાં પણ વધારે સમયથી રેગ્યુલર તથા અનપ્રોટેકટેડ કોઇટસ કરવા છતા પણ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામા ઇનએબિલિટી હોય તો આવી કન્ડિશન ને ઇનફર્ટીલીટી કહેવામા આવે છે.
તે વિશ્વભરના આશરે 10-15% કપલ્સ ને અફેક્ટ કરે છે. ઇનફર્ટીલીટી એ મેલ, ફિમેલ અથવા બંને ને અફેક્ટ કરતા વિવિધ ફેક્ટર ના કારણે હોય શકે છે, અને તે ટેમ્પરરી અથવા પર્મનેન્ટ હોય શકે છે.
Types Of Infertility (ટાઇપ ઓફ ઇન્ફર્ટિલિટી):
ઇન્ફર્ટિલિટી ના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે.
1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી, 2) સેકન્ડરી ઇનફર્ટિલિટી
1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી: તે એવા પેશન્ટ ને સૂચવે છે જે એક પણ વખત પ્રેગ્નેન્સિ કન્સિવ કરી શક્યા ન હોય.
2) સેકન્ડરી ઇનફર્ટિલિટી: આમા, પ્રિવ્યસ પ્રેગ્નન્સી કન્સિવ થયેલ ઇન્ડિકેટ કરે છે પરંતુ ત્યારબાદ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામાં ફેઇલ્યોર થાય તેને સેકન્ડરી ઇન્ફર્ટીલીટી કહેવામા આવે છે.
36) Dysuria (ડિસયુરિયા) :
યુરિન પાસ કરવામા ડિફીકલ્ટીસ હોય આ કન્ડિશન ને ડિસયુરિયા કહેવામા આવે છે.
37) Leukorrhea (લ્યુકોરિયા) :
વજાયનલ ડિસ્ચાર્જ એ એક્સેસિવ અમાઉન્ટ માં હોય આ કન્ડિશન ને લ્યુકોરીયા કહેવામાં આવે છે.
38) Dyspareunia (ડિસપેર્યુનિયા) :
ડિસપેર્યુનિયા મિન્સ કોઇટલ એક્ટ એ ડિફીકલ્ટ તથા પેઇનફુલ હોવી.
39) Apereunia (એપેરેયુનિયા) :
તેને કોઇટલ એક્ટ પ્રેક્ટિસ કરવામાં ઇનએબિલીટી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
40) Hirsutism (હિરસુટીઝમ):
હરસુટિઝમ એ ફેસ ના અને બોડી ના સેન્ટ્રલ ભાગ માં એન્ડ્રોજન આધારિત સેક્સ્યુઅલ હેઇર નુ એક્સેસિવ ગ્રોથ થાય છે.
41) Urethrocele (યુરેથ્રોસીલ) :
યુરેથ્રોસેલ (જેને યુરેથ્રલ પ્રોલેપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સનો એક પ્રકાર છે જ્યાં Female urethra – Body માંથી Urine બહાર કાઢતી Tube – તેની Normal Position થી સરકી (Slip) જાય છે અને vagina ની આગળની Wall માં ફૂલી (bulges) જાય છે.
42) fertility (ફર્ટીલિટી) :
યુટ્રસ માં ચાઇલ્ડ ને બીયરિંગ કરવાની એબિલિટી ને ફર્ટિલિટી કહેવામાં આવે છે.
Gynecological History Taking and Investigation (ગાયનેકોલોજિકલ હિસ્ટ્રી ટેકિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન):
History Tacking (હિસ્ટ્રી ટેકિંગ) :
તેમાં વુમન ની કમ્પ્લેઇન તેના આઉન વર્ડ્સ માં લખવામાં આવે છે અને નીચે પ્રમાણે ગાયનેકોલોજિકલ કેસ રેકોર્ડમાં લખવામાં આવે છે જેમ કે,
1) રજીસ્ટ્રેશન નંબર:
ફુલ નેમ,
એડ્રેસ,
ટેલીફોન નંબર,
નેમ,
ઇન્સ્યોરન્સ ડિટેઇલ.
2) ડેમોગ્રાફિક ડેટા:
પેશન્ટ ની એજ,
મરાઇટલ સ્ટેટસ,
પારિટી,
ઓક્યુપેશન.
3) ચીફ કમ્પ્લેઇન ઓર પ્રેઝન્ટ હિસ્ટ્રી:
ઓરિજીન,
ડ્યુરેશન એન્ડ પ્રોગ્રેસ ઓફ ડિસીઝ.
4) પાસ્ટ હિસ્ટ્રી:
મેડિકલ હિસ્ટ્રી,
સર્જીકલ હિસ્ટ્રી.
5) પર્સનલ હિસ્ટ્રી:
ડાયટ,
બોવેલ એન્ડ મિક્ચ્યુરેશન,
હેબીટ એન્ડ એડિક્સન,
એની મેડિકેશન.
6) મરાઇટલ હિસ્ટ્રી:
હિસ્ટ્રી ઓફ ડિસપારેયુનિયા,
કોન્ટ્રાસેપ્ટીવ યુઝ્ડ ઓર એની સેક્સ્યુઅલ ડિસીઝ,
7) ફેમિલી હિસ્ટ્રી:
હિસ્ટ્રી ઓફ ડાયાબિટીસ,
હાઇપરટેન્શન,
હિસ્ટ્રી ઓફ એલર્જી,
કાર્સિનોમા,
મલ્ટીપલ બર્થ,
થાઇરોઇડ ડિસીઝ.
8) મેન્સ્ટ્રુઅલ ડિસીઝ:
એજ એટ મીનાર્કી,
પાસ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ,
પ્રેઝન્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ.
9) ઓબ્સ્ટ્રેટ્રિક:
નંબર ઓફ ફુલ ટર્મ ડિલેવરી,
પ્રિ- ટર્મ ડિલીવરી,
હિસ્ટ્રી ઓફ એબોર્શન,
પારિટી,
ડેટ ઓફ લાસ્ટ ડિલીવરી,
હિસ્ટ્રી ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ,
હિસ્ટ્રીઓફ પરપેરિયલ સેપ્સીસ,
હિસ્ટ્રી ઓફ સિઝેરિયન સેક્શન,
ઇમ્યુનાઇઝેશન સ્ટેટ્સ.
Physical Examination (ફિઝિકલ એક્ઝામિનેશન) :
1)જનરલ એક્ઝામિનેશન:
હાઇટ ઇન cm,
વેઇટ ઇન Kg,
ન્યટ્રીશનલ સ્ટેટસ,
અપિરીયન્સ,
પેલર,
ઇડિમા,
લિમ્ફએડિનોપથી,
વાઇટલ સાઇન.
2) સિસ્ટેમીક એક્ઝામિનેશન:
ન્યુરોવાસક્યુલર સ્ટેટસ,
કાર્ડીઓવાસ્ક્યુલર સિસ્ટમ,
રેસ્પીરેટ્રી સિસ્ટમ,
ઇન્ટેન્ગ્યુમેટ્રી સિસ્ટમ,
સ્કેલેટલ સિસ્ટમ,
હિમાટોલોજીકલ સિસ્ટમ.
3) ગાયનેકોલોજિકલ એક્ઝામિનેશન:
A)એબડોમીનલ એક્ઝામિનેશન, B)પેલ્વિક એક્ઝામિનેશન.
A) એબડોમીનલ એક્ઝામિનેશન:
ઇન્સ્પેક્શન , અસ્કલસ્ટેશન, પાલ્પેશન.
1)ઇન્સપેક્સન: એબડોમન નો સેપ, અંબેલીકલ સ્કાર તથા લંપ.
2) અસ્કલસ્ટેશન: કોઇ પેરિસ્ટાલ્સીસ મુવમેન્ટ ફીલ થાય છે કે કેમ તે ચેક કરવુ.
3)પાલ્પેશન: કોઇ ટેન્ડરનેસ, રિજીડીટી તથા એબનોર્મલ માસ લાઇક સ્ટ્રકચર ફિલ થાય છે કે કેમ તે પ્રોપરલી ચેક કરવુ.
B) પેલ્વિક એક્ઝામિનેશન:
તેમાં સામાન્ય રીતે એક્સ્ટર્નલ જિનાઇટલ એરિયા નું અપિરીરિયન્સ, કોઇપણ ડિસ્ચાર્જ તથા સ્કાર છે કે કેમ તે એક્ઝામિનેશન કરવામાં આવે છે.
A) બાઇમેન્યુઅલ એક્ઝામિનેશન: તેમાં સામાન્ય રીતે સર્વિક્સ અને યુટ્રસ ની કન્ડિશન ને ચેક કરવામાં આવે છે.
B) સ્પેક્યુલમ એક્ઝામિનેશન: તેમાં સામાન્ય રીતે સર્વિક્સ, વજાયના અથવા તો વજાઇનલ ડિસ્ચાર્જ છે કે કેમ તે એક્ઝામિનેશન કરવામાં આવે છે તથા સાથે સાથે કેન્સર માટેનું સ્ક્રીનીંગ પણ કરવામા આવે છે.
C)રેક્ટલ એક્ઝામિનેશન: તેમા સામાન્ય રીતે ગ્લોવ્ડ લુબ્રીકેટેડ ફિંગર દ્વારા પેલ્વિક સ્ટ્રકચર નું એક્ઝામિનેશન કરવામાં આવે છે. તેમા કોઇપણ સ્વેલિંગ તથા ફિસર્સ છે કે કેમ તે અસેસ કરવામા આવે છે.
Investigations (ઇન્વેસ્ટિગેશન્સ) :
જનરલ ઇન્વેસ્ટિગેશન્સ
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ(CBC),
યુરીન એનાલીસીસ,
બ્લડ સુગર ઇન્વેસ્ટિગેશન,
લીવર ફંકશન ટેસ્ટ,
કિડની ફંકશન ટેસ્ટ,
રૂટીન ચેસ્ટ એક્સરે,
પલ્મોનરી ફંકશન ટેસ્ટ: PO2 ટેસ્ટ, વાઇટલ કેપેસિટી,
ECG,
I/ V પાયેલોગ્રાફી,
બ્લડ ગ્રુપિંગ,
RH ફેક્ટર,
BT( બ્લિડિંગ ટાઇમ) એન્ડ CT ( ક્લોટીંગ ટાઇમ),
બ્લડ ટેસ્ટ ફોર VDRL ટેસ્ટ, HIV ટેસ્ટ.
સ્પેસિયલ ટેસ્ટ જેમ કે , ટ્યુમર માર્કર.
બેક્ટેરિયલ એક્ઝામિનેશન ફોર જીનાઇટલ ટ્રેક.
Special test (સ્પેશિયલ ટેસ્ટ) :
1) PAP ટેસ્ટ:
તે સામાન્ય રીતે સર્વાઇકલ કેન્સર ના સ્ક્રિનિંગ માટે કરવામાં આવે છે.
2) સાઇટોહોર્મોન ઇવાલ્યુએશન:
તે સામાન્ય રીતે ઓવેરિયન હોર્મોન ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન ના લેવલ ને ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે.
3)યુટેરાઇન એસ્પીરેશન સાઇટોલોજી:
તે સામાન્ય રીતે પોસ્ટ મેનોપોઝલ વુમન મા એન્ડોમેટ્રીયમ કેન્સરના ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે.
4) સાઇટોસ્કોપી:
તેમાં વજાયના તથા સર્વીક્સ નું વિઝ્યુઅલાઇઝેશન કરવામાં આવે છે.
5) એન્ડોમેટ્રીઅલ બાયોપ્સી:
જો ટ્યુબરક્યુલર એન્ડોમેટ્રાઇટીસ ની કન્ડિશન હોય ત્યારે એન્ડોમેટ્રીઅલ બાયોપ્સી કરવામાં આવે છે.
6) અધર ટેસ્ટ:
અલ્ટ્રાસોનોગ્રાફી,
CT સ્કેન,
MRI,
રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન જેમકે હિસ્ટેરોસાલ્પીન્જીઓગ્રાફી( HSG ) જે ફિલોપિયન ટ્યુબ ની પેટન્સી ને ચેક કરવા માટે કરવામાં આવે છે.
ગાયનેકોલોજિકલ એન્ડોસ્કોપી જેમ કે લેપ્રોસ્કોપી તથા હિસ્ટરોસકોપી.