GNC BIO SCIENCE
Date: 22/04/2024
Q-1.a. Explain the gross structure of Heart. -હાર્ટનું ગ્રોસ સ્ટ્રકચર સમજાવો. 03 marks.
હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનુ એક અગત્યનુ ઓર્ગન છે. માનવ જીવન દરમિયાન હાર્ટ એ સતત ધબકતુ રહે છે. તેના ધબકવાના કારણે બ્લડ એ બ્લડ વેસલ્સમા સતત સર્ક્યુલેટ થાય છે.
હાર્ટ એ પોલુ અને મસલ્સ નુ બનેલુ એક અવયવ છે. તેનો પુરુષમા વજન અંદાજિત 310 ગ્રામ છે અને સ્ત્રીમા તેનો અંદાજિત વજન 250 ગ્રામ જેટલો હોય છે. હાર્ટ એ દિવસ દરમિયાન અંદાજિત એક લાખ વખત ધબકવાની ક્રિયા કરે છે.
સ્ટ્રકચર ઓફ ધ હાર્ટ..
હાર્ટ એ પોલુ મસલ્સ નુ બનેલુ અવયવ છે. તેની દીવાલ એ ત્રણ પ્રકારના ટીસ્યુ લેયરથી બનેલી હોય છે.
હાર્ટ ની દિવાલમા સૌથી બહારના ભાગે આવેલ લેયરને એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ કહેવામા આવે છે.
એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ.
તે પાતળુ અને ટ્રાન્સપરન્ટ હોય છે અને હાર્ટને બહારની બાજુએથી કવર કરે છે. તે ફાઇબ્રસ કનેકટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે. જેમા સૌથી બહારની બાજુએ ફાઈબ્રસ ટિસ્સુ નુ લેયર આવેલા હોય છે અને ફાઇબ્રસ ટીશ્યુ ની અંદર ની બાજુએ સીરસ મેમ્બ્રેન જે ડબલ લેયરમા જોવા મળે છે. જે સિરસ મેમ્બ્રેન ના બહારના લેયરને પરાઈટલ અને અંદરના લેયરને વિસેરલ પેરીકાર્ડિયમ લેયર તરીકે ઓળખવામાં આવે છે.
પરાઈટલ અને વિસેરલ પેરીકાર્ડિયલ લેયર વચ્ચે આવેલી જગ્યાને પેરીકાર્ડિયલ સ્પેસ કહેવામા આવે છે. આ સ્પેસમા પ્રવાહી રહેલુ હોય છે જેને સીરસ ફ્લૂઈડ અથવા તો પેરીકાર્ડિયલ ફ્લૂઇડ કહેવામા આવે છે. જે બંને લેયર વચ્ચેનુ ઘર્ષણ અટકાવે છે.
આ આઉટર પેરિકાર્ડીયમ નુ લેયર એ હાર્ટને બહારની બાજુએથી પ્રોટેક્શન કરવાનુ કાર્ય કરે છે તથા હાર્ટ માંથી નીકળતી વેસલ્સ ની ફરતે પણ આ લેયર વિટાયેલ જોવા મળે છે.
માયોકાર્ડીયમ..
માયોકાર્ડિયમ એ હાર્ટનુ વચ્ચેનું લેયર છે. તે પેરીકાર્ડિયમ થી નીચે આવેલુ હોય છે. તે સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સ ટિસ્યુ થી બનેલુ હોય છે. આ મસલ્સના કોન્ટ્રેક્શન ના કારણે હાર્ટની પંપિંગ એક્શન જોવા મળે છે.
આ માયોકાર્ડીયમનુ લેયર એ બેઇઝના ભાગે પાતળુ હોય છે તથા અપેક્ષ ના ભાગે જાડુ હોય છે. એમા પણ લેફ્ટ વેન્ટ્રીકલની દિવાલ નુ લેયર એ રાઈટ વેન્ટ્રીકલની દિવાલ કરતા વધારે જાડુ હોય છે.
આ મસલ્સના કોન્ટરેકશન ઇનવોલન્ટરી એક્શન ધરાવે છે જેનાથી હાર્ટ ની પંપિંગ એક્શન જોવા મળે છે તેનો કંટ્રોલ ઑટોનોમિક નર્વસ સિસ્ટમ અને હાર્ટ માં આવેલી કન્ડકટિંગ સિસ્ટમ દ્વારા થાય છે.
એન્ડોકાર્ડિયમ..
તે હાર્ટની સૌથી અંદરની દિવાલમા આવેલુ લેયર છે. તે લેયર બ્લડના કોન્ટેકમા હોય છે. આ લેયર એપીથેલીયમ ટિસ્યુ તથા કનેક્ટિવ ટીશ્યુનુ બનેલુ હોય છે. આ લેયર એ સ્મુધ અને ચળકતુ હોય છે જે સરળતાથી હાર્ટની અંદર બ્લડ ફ્લો થવા માટે અગત્યનુ છે. આ લેયર એ હાર્ટની અંદર આવેલા વાલ્વ ને પણ કવર કરે છે તથા હાર્ટ માથી નીકળતી બ્લડ વેસલ્સની અંદરની દિવાલમા પણ આ લેયર કંટીન્યુઅસ જોવા મળે છે.
B.Write down the functions of Heart. – હાર્ટના કર્યો લાખો. 04 marks.
ફંકશન્સ ઓફ ધ હાર્ટ..
હાર્ટ એ બોડી ના તમામ ઓર્ગન્સ અને ટીશ્યુને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે.
હાર્ટ એ કાર્ડીયોવાસક્યુલર સિસ્ટમનુ અગત્યનું ઓર્ગન છે. જેના વિના માનવ શરીર જીવંત રહી શકતુ નથી તે એક વાઇટલ ઓર્ગન તરીકે કાર્ય કરે છે.
હાર્ટ એ બ્લડને લંગ તરફ સર્ક્યુલેટ કરે છે જેથી બ્લડ ઓક્સિજનેટેડ થઈ પ્યુરીફાય થઇ શકે છે.
હાર્ટ દ્વારા પલ્મોનરી સર્ક્યુલેશન અને સિસ્ટિમિક સર્ક્યુલેશન જેવા સર્ક્યુલેશન રેગ્યુલેટ થાય છે.
હાર્ટ એ શરીરની જરૂરિયાત મુજબ અને બોડી ટેમ્પરેચર મુજબ હાર્ટ રેટને પણ રેગ્યુલેટ કરે છે.
હાર્ટ એ બ્લડ સર્ક્યુલેશન બોડીના દરેક ભાગ સુધી પહોંચાડતુ હોવાથી બોડી નુ ટેમ્પરેચર પણ રેગ્યુલેટ કરે છે.
હાર્ટ બોડીના એક્ષક્રીટરી ઓર્ગન્સ સુધી બ્લડને પહોંચાડતુ હોવાથી બ્લડ ફિલ્ટર થઈ શકે છે અને બ્લડ માથી વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થઈ શકે છે.
c. Explain the pulmonary circulation – પલ્મોનરી સરકયુલેશન સમજાવો. 05 marks.
પલ્મોનરી સર્ક્યુલેશન..
પલ્મોનરી સર્ક્યુલેશન એ રાઈટ વેન્ટ્રિકલ થી શરૂ થઈ અને લંગ તરફ બ્લડ જાય છે અને ત્યાથી ફરી રિટર્ન લેફ્ટ એટ્રીયમ મા આવે છે આમ રાઇટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સરકયુંલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહે છે.
પલમોનરી સર્ક્યુલેશનમાં રાઇટ વેન્ટ્રિકલમા રહેલુ ડીઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી આર્ટરી મારફતે રાઈટ વેન્ટ્રિકલ માથી બહાર જાય છે. બહાર જતા ની સાથે જ પલ્મોનરી આર્ટરી એ રાઈટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી મા ડિવાઇડ થાય છે અને બંને લંગમા દાખલ થાય છે. જેમા ડાબા લંગ મા બે બ્રાન્ચીસ અને જમણા લંગમા ત્રણ બ્રાન્ચીસ પલ્મોનરી આર્ટરી ની દાખલ થાય છે જે લંગ ના દરેક લોબ મુજબ હોય છે.
લંગ માં બ્લડ એંડ લંગ ના ટિસ્યૂ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે અને દરેક લોબ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ બંને બાજુના લંગ માથી બે બે પલ્મોનરી વેઇન ઓક્સિજનેટેડ બ્લડ લઈ હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા દાખલ થાય છે.
પલમોનરી સર્ક્યુલેશન એ હાર્ટમાં ડીઓક્સિજેનેટેડ બ્લડ ને લંગ મારફતે ઓક્સિજનેટેડ બ્લડમા કન્વર્ટ કરે છે. આ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમા જઈ સિસ્ટિમિક સર્ક્યુલેશન મારફતે પુરા બોડીમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય છે.
રાઈટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સર્ક્યુલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવામા આવે છે.
OR
A. List out organs of urinary system. યુંરિનરી સિસ્ટમના અવયવો લીસ્ટ આઉટ લખો. 03 marks.
યુરીનરી સિસ્ટમ એ એ એક પ્રકારની બોડી ની એક્સક્રીટરી સિસ્ટમ છે. તે બોડી ની વેસ્ટ પ્રોડક્ટ ને બોડી ની બહાર રીમુવ કરે છે. બોડીના જે પણ પદાર્થો કે જેનો બોડીમા યુઝ થતો નથી (મેટાબોલિક વેસ્ટ) તેને બોડીની બહાર કાઢે છે. તેમા નીચે પ્રમાણેના ઓર્ગન્સ નો સમાવેશ થાય છે.
2 kidneys := જે યુરિન નુ ફોર્મેશન કરે છે. તે રાઇટ અને લેફ્ટ 2 હોય છે.
2 ureters:= જે યુરીન ને કિડની માંથી યુરીનરી બ્લેડર તરફ લાવે છે. તે રાઇટ અને લેફ્ટ 2 હોય છે.
1urinary bladder := આ એવુ ઓર્ગન છે કે જેમા યુરીન નુ કલેક્શન થાય છે. તે 1 ની સંખ્યા મા હોય છે.
1 urethra:= જેના દ્વારા યુરીનરી બ્લેડર મા એકઠુ થયેલુ યુરીન એ બોડીની બહાર Excretion થાય છે.
B. Describe gross structure of Kidney. – કિડનીનું ગ્રોસ ટ્રકચર સમજાવો. 04 marks.
કિડનીએ હ્યુમન બોડીમા 2 ની સંખ્યામા આવેલી હોય છે. તે એબડોમીનલ કેવીટીમા જમણી અને ડાબી બાજુએ બોડીની પોસ્ટીરીયર સાઇડે વર્ટીબ્રલ કોલમ ની બંને બાજુ એક એક આવેલી હોય છે.
કિડનીએ બિન (Bean) શેપ નુ અવયવ છે. તે 12 મા થોરસિક વર્ટીબ્રાના લેવલથી 3 લંબર વર્ટીબાના લેવલ સુધી આવેલ હોય છે.
કિડની એ 11 સેન્ટિમીટર લાંબી 5 થી 6 સેન્ટીમીટર પહોળી હોય છે. તેનુ વજન અંદાજિત 150 ગ્રામ જેટલુ હોય છે. જમણી કીડની એ ડાબી કિડની કરતા થોડી નીચે ગોઠવાયેલી હોય છે કારણ કે જમણી બાજુએ લીવર એ મોટો ભાગ રોકે છે.
કિડની ની આજુબાજુએ આવેલા આવયવો.
કિડની એ એબડોમીનલ કેવીટીમા આવેલુ અવયવ છે. જમણી અને ડાબી બંને બાજુએ એક એક આવેલી હોય છે. બંને કિડની ની આજુબાજુએ એબડોમિનલ કેવિટીના અવયવો જેવા કે લીવર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એડ્રીનલ ગ્લેન્ડસ, સ્ટમક, સપ્લિન, પેનક્રિયાઝ વગેરે અવયવો બંને કિડનીની આજુબાજુએ આવેલા હોય છે.
સ્ટ્રકચર ઓફ ધ કિડની..
કિડની એ બિન શેપ નુ અવયવ છે. જેની વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે તેને હાઈલમ અથવા તો રીનલ હાઇલમ કહેવામા આવે છે. જે ખાચ માથી રીનલ આર્ટરી, રિનલ વેઈન, નર્વસ, લિમફ વેસલ્સ અને યુરેટર નુ સ્ટ્રક્ચર અંદર દાખલ થાય છે તથા બહાર નિકડે છે.
કિડની ની ઇનર બોર્ડર અથવા તો હાઈલમ એ વર્ટીબ્રલ કોલમ ની બાજુએ જોવા મળે છે. તેની આઉટર બોર્ડર એ કોનવેક્સ હોય છે. કિડની એબડોમીનલ કેવીટીમા બંને બાજુ લટકતુ અવયવ છે. તેને તેની પોઝીશનમા રાખવા માટે તેની આજુબાજુએ ફેટી ટીશ્યુ તથા ફાઇબ્રોઇલાસ્ટિક કનેક્ટિવ ટીશ્યુ નુ નેટવર્ક આવેલુ હોય છે જેને રીનલ ફેશિયા કહેવામા આવે છે. આની મદદ થી કિડની પોતાની પોઝીશન જાળવી શકે છે અને તેને પ્રોટેક્શન પણ મળે છે.
કિડનીને લોનજીટ્યુડીનલ સેક્શનમા જોવામા આવે ત્યારે કિડનીના ત્રણ સ્ટ્રક્ચર મા ડિસ્ટ્રીબ્યુટ થયેલ જોવા મળે છે.
1. ફાઇબ્રસ કેપ્શયુલ.
તે કિડનીની ફરતે આવેલુ ફાઇબ્રસ ટિસ્યુ નો બનેલ એક ભાગ છે. આ મેમ્બ્રેન એ કિડનીની ફરતે ગોઠવાયેલી હોય છે. જે કિડની નો શેપ જાળવવા માટે તથા તેને રક્ષણ આપવા માટે ના પડ તરીકે કાર્ય કરે છે.
2. કોર્ટેક્સ.
તે રેડીસ બ્રાઉન કલરનો ટીસ્યુનો બનેલો ભાગ છે. જે કિડનીની કેપ્શયુલ ની નીચે આવેલો હોય છે.
3.મેડ્યુલા.
કિડનીમા કોર્ટેક્સ થી અંદરના ભાગને મેડયુલા કહેવામા આવે છે. તે પણ રેડીસ બ્રાઉન કલર ધરાવે છે. જેમા ત્રિકોણ આકાર ના પિરામિડ જેવા સ્ટ્રક્ચર આવેલા હોય છે તેને રીનલ પિરામિડ કહેવામા આવે છે. આ રીનલ પિરામિડના બેઝ નો ભાગ એ કોર્ટેક્સ તરફ હોય છે અને પિરામિડ નો પોઇન્ટેડ ભાગ એટલે કે રીનલ પેપીલા નો ભાગ એ અંદર ની બાજુએ હાઈલમ તરફ ગોઠવાયેલો હોય છે.
આ રીનલ પેપીલા એ આગળની બાજુએ કપ જેવુ સ્ટ્રક્ચર તૈયાર કરે છે જેને કેલિક્સ કહેવામા આવે છે. મોટી સ્પેસ ધરાવતા ભાગને મેજર કેલિક્સ અને નાની સ્પેસ ધરાવતા ભાગને માઈનર કેલિક્સ કહેવામા આવે છે. માઇનર કેલીક્સ એ મેજર કેલિકસ મા ઓપન થાય છે. આ કેલિક્સ થી આગળ ફનેલ શેપ ના પહોળા ભાગને રીનલ પેલ્વિસ કહેવામા આવે છે.
કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન આ કેલિક્સના ભાગે થઈ ફનેલ શેપના પહોળા ભાગે એટલે કે રીનલ પેલવીસ ના ભાગે આવે છે. અહી યુરીન કલેક્ટ થાય છે અને ત્યારબાદ આગળની બાજુએ રીનલ પેલવીઝથી સાંકડુ કિડની માથી બહાર નીકળતુ સ્ટ્રક્ચર કે જેને યુરેટર કહેવામા આવે છે તેના દ્વારા યુરિન કિડની માથી બહાર નીકળે છે અને યુરીનરી બ્લેડર મા પોહચે છે.
કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન માઈનર કેલિક્સ થી મેજર કેલિક્સ અને મેજર કેલિક્સથી રીનલ પેલ્વીસ ના ભાગે આવે છે. ત્યાથી યુરેટર દ્વારા યુરીનરી બ્લેડર સુધી પહોંચે છે. આ ક્રિયા કોઈપણ પ્રકારના નર્વસ સિસ્ટમના કંટ્રોલની થતી નથી રીનલ પેલ્વિન ની દિવાલમાં સ્પેશિયલ મસલ્સ અને પેસમેકર સેલ્સ આવેલા હોય છે જેના કોન્ટ્રાકશનના કારણે આ યુરિન એ આગળની તરફ વહે છે.
C. Write down functions of Kidney, કિડનીના કર્યો લખો. 05 marks.
ફંકશન્સ ઓફ ધ કિડની..
કિડની એ મુખ્યત્વે યુરીન ફોર્મેશન કરવાનુ કાર્ય કરે છે.
કિડની એ બ્લડને ફિલ્ટર કરી વેસ્ટ પ્રોડક્ટ યુરીન મારફતે બહાર કાઢવાનુ કાર્ય કરે છે.
કિડની એ ઇલેક્ટ્રોલાઇટ નુ નોર્મલ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
તે બ્લડની પી એચ જાળવવાનુ કાર્ય કરે છે.
બોડીમા મેટાબોલિઝમના અંતે જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટને બોડીમાંથી દૂર કરવાનુ કાર્ય કરે છે.
કિડની એરિથ્રોપોએટીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે આરબીસીના પ્રોડક્શન માટે ખૂબ જ અગત્ય નુ કાર્ય કરે છે.
કિડની રેનીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.
કિડની એ બોડીમા વોટર બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
Q-2 a. Describe the structural & functional unit of body. શરીરનો સ્ટ્રકચરલ અને ફંકશનલ યુનિટ સમજાવો. 08 marks.
સેલ એ હ્યુમન બોડી નુ સૌથી નાનામા નાનુ માઇક્રોસ્કોપિક સ્ટ્રકચરલ અને ફંકશનલ યુનિટ છે. બોડી માં દરેક ઓર્ગન ના કાર્ય માટે તેમા આવેલ સેલ્સ અગત્યના છે. આ સેલ ના કાર્ય થી જ દરેક ઓર્ગન નોર્મલ ફંક્શન કરી શકે છે. બોડી માં ઘણા અલગ અલગ પ્રકાર ના સેલ્સ આવેલ હોય છે. અહી આપણે બોડી ના બેઝીક સેલ અને તેના સ્ટ્રકચર વિશે અભ્યાસ કરીએ.
સેલમા આવેલા કમ્પોનન્ટસ નીચે મુજબના છે.
સેલ મેમ્બ્રેન (Cell membrane)
ન્યુક્લિયસ (Nucleus)
સાઈટોપ્લાઝમ (Cytoplasm)
પ્રોટોપ્લાઝમ (Protoplasm)
મીટોકોન્ડ્રીયા (Mitochondria)
ગોલ્ગી એપ્રેટસ (Golgi apperatus)
રાયબોઝોમ્સ (Ribosome)
એન્ડોપ્લાસ્મિક રેટીક્યુલમ (સ્મુથ એન્ડોપ્લાસ્મિક રેટીક્યુલમ અને રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ)
સેલ એ હ્યુમન બોડી નુ બેઝિક ફંકશનલ અને સ્ટ્રકચરલ યુનિટ છે. તે મુખ્ય કાર્ય કરતુ યુનિટ છે.
સેલ ને પ્રોટોપ્લાઝમ ના જથ્થા તરીકે ઓળખવામા આવે છે. સેલ ની અંદર ઓર્ગેનેલ્સ આવેલા હોય છે જે પ્લાઝમા મેમ્બ્રેન દ્વારા કવર થયેલા હોય છે.
માનવ શરીર મા ઓવમ અને સ્પર્મ ના ફ્યુઝ થવાથી ઝાયગોટ બને છે. આ ઝાયગોટ ના ગ્રોથ થવાથી અને સેલ ડિવિઝન થવાથી માનવ શરીરની રચના થાય છે.
સેલ ની અંદર રહેલા પ્રવાહી ભાગને સાઈટોપ્લાઝમ તરીકે ઓળખવામા આવે છે. જેમાં ઘણા ઓર્ગેનેલ્સ રહેલા હોય છે. સેલનુ સ્ટ્રક્ચર નીચે મુજબ છે..
પ્લાઝમા મેમ્બ્રેન.(Plasma membrane)
સેલ ની ફરતે આવેલ મેમ્બ્રેન ને પ્લાઝમા મેમ્બ્રેન કહેવામા આવે છે. આ મેમ્બ્રેન એ સિલેક્ટિવ પરમીએબિલિટી (સિલેક્ટેડ સબસ્ટન્સ ની જ મુવમેન્ટ થાય )ધરાવે છે. જેનાથી અમુક સબસ્ટન્સ સેલ ની અંદર આવી શકે છે અને અમુક સબસ્ટન્સ સેલ ની બહાર જઈ શકે છે. આમ આ મેમ્બ્રેન મારફતે સેલ પોતાના સાઈટોપ્લાઝમ નુ બંધારણ જાળવી રાખે છે.
પ્લાઝમા મેમ્બ્રેન એ ફોસ્પો લિપિડની બનેલી ડબલ લેયરની મેમ્બ્રેન છે. તે સેલ ના ઓર્ગેનેલ્સ ને પ્રોટેક્શન આપવાનુ તથા સેલ નો શેપ જાડવવાનુ કાર્ય કરે છે.
ન્યુકલીયસ. (Nucleus)
ન્યુક્લિયસ એ Cell ના સેન્ટર મા આવેલુ હોય છે. તેમા પ્રોટોપ્લાઝમ નામનુ લિક્વિડ રહેલુ હોય છે. ન્યુક્લિયસ ની ફરતે ન્યુક્લિયસ મેમ્બ્રેન આવેલી હોય છે. આ મેમ્બ્રેન પણ સિલેક્ટિવ પરમીએબીલીટી ધરાવે છે. ન્યુક્લિયસ મેમ્બ્રેન એ સાઈટોપ્લાઝમ અને પ્રોટોપ્લાઝમ ને આંશિક રીતે અલગ કરે છે. ન્યુક્લિયસ એ સેલ ની અંદર તેની બધી જ એક્ટિવિટી ને કંટ્રોલ કરે છે અને તેની મદદથી જ સેલ જીવંત રહી શકે છે.
ન્યુક્લિયસ ની અંદર તાતણા જેવા પ્રોટીન આવેલા હોય છે જેને ક્રોમેટીન (Cromatin)કહેવામા આવે છે. આ ક્રોમેટીન એ સેલ ડિવિઝન વખતે ક્રોમોઝોમ (Cromosomes) મા ફેરવાય અને સેલ ડિવિઝન(Cell division) નુ કાર્ય કરે છે.
ન્યુક્લિયસ ની અંદર રહેલા આ ક્રોમોઝોમ્સ એ વ્યક્તિના વારસાગત લક્ષણો માટે જવાબદાર હોય છે. ક્રોમોઝોમ્સ એ 23 ની પેઇર મા હ્યુમન બોડી ના સેલ મા જોવા મળે છે. આ ક્રોમોઝોમ્સ મા 22 પેઇર ને ઓર્ડીનરી ક્રોમોઝોમ્સ કહે છે જ્યારે 1 પેઇર ને સેક્સ ક્રોમોઝોમ્સ કહે છે.
મીટોકોન્ડ્રીયા. (Mitochondria)
મીટોકોન્ડ્રીયા એ રોડ શેપ (Rod Shape) નુ સ્ટ્રક્ચર છે. જે સેલ ની અંદર સાઈટોપ્લાઝમ મા આવેલુ હોય છે. તેની ફરતે ડબલ મેમ્બ્રેન આવેલી હોય છે જે મેમ્બ્રેન નુ સ્ટ્રક્ચર પ્લાઝમા મેમ્બ્રેન ને મળતુ આવે છે. આ મેમ્બ્રેન નુ બહારનુ લેયર એ સ્મુથ લેયર હોય છે અને અંદરનું લેયર એ ઘણા ફોલ્ડ વાળુ હોય છે. આ ફોલ્ડની સિરીઝને ક્રીસ્ટા (Cristae) કહેવામા આવે છે.
આ ક્રિસ્ટા ની અંદર ATP રિલીઝ કરતા એન્ઝાઇમ્સ આવેલા હોય છે. આથી જ મીટોકોન્ડ્રીયા ને સેલનુ પાવર હાઉસ કહેવામા આવે છે.
રિબોઝોમ્સ. (Ribosome)
તે સાઈટો પ્લાઝમ મા આવેલા નાના નાના ગ્રેન્યુલ્સ હોય છે. તે પ્રોટીન અને RNA ના બનેલા હોય છે. તે એમાઇનો એસિડમાથી પ્રોટીન સિન્થેસિસ નુ કાર્ય કરે છે. આમુક રિબોઝોમ્સ એ સાઈટોપ્લાઝમ મા ફ્રી લી આવેલા હોય છે અને અમુક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ પર એટેચ થયેલા હોય છે.
એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. (Endoplasmic Reticulum)
તે એક ઇન્ટર કનેક્ટિંગ મેમ્બ્રેન ની સીરીઝ અથવા કેનાલ જેવુ સ્ટ્રક્ચર છે. જે સાઈટોપ્લાઝમ ના એક સ્ટ્રકચર ને બીજા સ્ટ્રક્ચર સાથે જોડે છે. જેના બે ટાઈપ જોવા મળે છે.
1. સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ..
તેની સરફેસ સ્મુથ હોય છે. તે સ્ટીરોઈડ હોર્મોન અને લિપિડ સિન્થેસિસ નુ કાર્ય કરે છે. તે અમુક ડ્રગને ડીટોકસીફાઈ કરવામા પણ મદદ કરે છે.
2. રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ..
તેની સરફેસ રફ હોય છે. તેની સરફેસ પર રાયબોઝોમ્સ આવેલા હોય છે. આ રાઈબોઝોમ્સ એ પ્રોટીન સિન્થેસિસ નુ કાર્ય કરે છે.
એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એ સેલના સાઈટોપ્લાઝમ મા સબસ્ટન્સ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામા પણ મદદ કરે છે.
ગોલ્ગી એપ્રેટસ. (Golgi Apparatus)
ગોલ્ગી એપ્રેટસ એ ચાર થી આઠ ફોલ્ડ વાળી બેગ જેવુ સ્ટ્રક્ચર છે. આ ફોલ્ડ એકબીજા પર પથરાયેલા હોય છે. આ સ્ટ્રક્ચરના છેડાના ભાગ એ એક પાઉચ જેવી રચના બનાવે છે તેને સિસ્ટર્ના કહેવામા આવે છે. રાયબોઝોમ્સ દ્વારા સિન્થેસીસ કરવામા આવેલ પ્રોટીન આ સિસ્ટર્ના ના છેડાના ભાગે સિક્રીટરી વેસીકલ્સ ના સ્વરૂપમા કલેક્ટ થાય છે અને સ્ટોર થાય છે. જરૂર પડીએ આ સિક્રીટરી વેસીકલ્સ એ પ્રોટીન ને સાઈટોપ્લાઝમ મા રિલીઝ કરે છે. ગોલ્ગી એપ્રેટસ એ ન્યુક્લિયસ ની નજીકમા આવેલુ સ્ટ્રકચર છે.
લાયસોઝોમ્સ. (Lysosome)
લાયસોઝોમ્સ એ એક પ્રકારના સિક્રીટરી વેસિકલ્સ જ છે જે ગોલ્ગી એપ્રેટસની મેમ્બ્રેન દ્વારા સિક્રીટ થાય છે. આ લાયસોઝોમ્સ એ અમુક એન્ઝાઇમ્સ નુ કન્ટેન્ટ ધરાવે છે જે એન્ઝાઈમ્સ એ સેલના સાઈટોપ્લાઝમ મા રહેલા અમુક લાર્જ મોલેક્યુલ્સને તોડવાનુ કાર્ય કરે છે. તે સેલ મા ફોરેન મટીરીયલ ને અને માઈક્રો ઓર્ગેનિઝમ્સને મારી સેલ ને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે. આ લાયસોઝોમ્સ એ સેલ ની અંદર જમા થયેલા વેસ્ટ મટીરીયલ ને રિમૂવ કરવાનુ કાર્ય પણ કરે છે.
સેલ ના સાઇટોપ્લાઝમ મા સુર્ય આકાર નુ સેન્ટ્રોઝોમ (Centrosome) પણ આવેલ હોય છે જે સેલ ડિવિઝન માં અગત્ય નું કાર્ય કરે છે.
આ ઉપરાંત સેલના સાઈટો પ્લાઝોમ મા અમુક માઈક્રો ફિલામેન્ટસ અને માઈક્રો ટ્યુબ્યુલન્સ નુ નેટવર્ક પણ આવેલુ હોય છે જે સેલનો શેપ જાળવવા માટે તથા સેલના સ્ટ્રકચરને પ્રોટેક્ટ કરવા માટે અને સપોર્ટ કરવા માટે કાર્ય કરે છે.
સેલ એ હલનચલન નો ગુણધર્મ ધરાવે છે જેની મદદ થી સેલ એક જગ્યા એ થી બીજી જગ્યા એ જઇ શકે છે. સેલ ના આ ફંક્શન ને મોટાઈલ ફંક્શન અથવા મોબીલીટી કહે છે.
સેલ એ ઓક્સિજનનો યુઝ કરી અને સેલ્યુલર એક્ટિવિટી કરે છે અંતે સેલ મા જમા થયેલ કાર્બન ડાયોક્સાઇડ સેલની બહાર જાય છે આમ સેલ એ ગેસ એક્ષચેન્જ કરતો હોવાથી રેસ્પિરેશન નુ કાર્ય કરે છે.
સેલ એ બ્લડ માથી ન્યુટ્રીયન્ટસ મટીરીયલ મેળવી અને સેલની એક્ટિવિટી કરે છે એટલે કે સેલ ન્યુટ્રીશનલ ફંકશન કરે છે.
સેલ ની અંદર જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટ એ પ્લાઝમા મેમ્બ્રેન મારફતે સેલ ની બહાર નીકળે છે આથી સેલ એક્સક્રીટરી ફંક્શન કરે છે.
સેલ પોતાની અંદર રહેલા ન્યુટ્રીયંટ મટીરીયલ્સ ને એક સેલ માથી બીજા સેલમા તથા સેલની અંદર ની એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરે છે આથી સેલ એ સર્ક્યુલેશન અને ટ્રાન્સપોર્ટેશન નુ કાર્ય પણ કરે છે.
સેલ એ મલ્ટિપ્લાય અને ડિવિઝન થવાનો ગુણધર્મ ધરાવતો હોવાથી રીપ્રોડક્શન નુ ફંક્શન કરે છે.
સેલ તેની અંદર રહેલા એન્ઝાઈમના લીધે માઈક્રો ઓર્ગેનિઝમ અને પેથોજન્સ ને ડિસ્ટ્રોય કરવાનુ કાર્ય કરે છે આથી તે ફેગોસાઈટોસીસ ની ક્રિયા કરે છે.
સેલ એ નર્વ ના ઈમ્પલ્સીસ મેળવી તેને આગળ પાસ કરવાની ક્ષમતા ધરાવે છે આથી તે ઇરીટેબિલિટી અને કંડક્ટીવીટી નુ કાર્ય કરે છે. સેલ નું આ કાર્ય એ મુખ્યત્વે નર્વ સેલ મા જોવા મળે છે.
B. Write down functions of Neuron. ન્યુરોન ના કાર્યો લખો. 04 marks.
નર્વસ સિસ્ટમ નુ નાના મા નાનુ બેઝિક સ્ટ્રકચરલ અને ફંકશનલ યુનિટ એટલે ન્યુરૉન.
બ્રેઈન એ ઘણી સંખ્યામાં (૧૦૦ બીલીયંસ)ન્યુરોન્સ ધરાવે છે.
દરેક ન્યુરોન ને નીચે મુજબ ના કર્યો છે.
ન્યુરોન એ કન્ડકટીવીટી અને ઈરીટેબીલીટી ની પ્રોપર્ટી ધરાવે છે, જેનાથી તે બહાર ના વાતાવરણ ની સ્તીમ્યુંલાઈ સામે રિસ્પોન્સ આપે છે, જેમાં મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ તેમજ કેમિકલ પ્રકાર ની સ્ટીમ્યુંલાઈ હોઈ શકે છે.
સેન્સ ઓર્ગન્સ, મસલ્સ, જોઇન્ટસ અને વિસેરલ ઓર્ગન્સ તરફ થી સેન્સરી ઈમ્પલ્સીસ સ્પાઇનલ કોર્ડ મારફત સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરફ લઇ જાય છે. જેમા નીચે મુજબ ના અરિયા જોવા મળે છે.
સોમેટીક ક્યુટેનીયસ એ પેઈન, ટેમ્પરેચર, ટચ, વાઈબ્રેશન વગેરે જેવા સેન્સેશન ના ઈમપલ્સીસ કન્વે કરે છે.
સ્પેશિયલ સેન્સીસ જે ટેસ્ટ, સ્મેલ વગેરે જેવા ઈમપલ્સીસ કન્વે કરે છે.
પ્રોપીયોરીસેપ્ટર એ સ્પેશિયલ સેન્સ જેવીકે વીઝન, હીયરીંગ, બેલેન્સ વેગેરે ઈમ્પલ્સીસ ક્રેનીયલ નર્વ દ્વારા કાનવે કરે છે.
મોટર ન્યુરૉન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરફ થી ઇફેકટર ઓર્ગન, મસલ્સ કે ગ્લેન્ડ તરફ ઈમ્પલ્સીસ કન્વે કરે છે.
સેન્સરી ન્યુરૉન સોમેટીક નર્વસ એ સ્કેલેટલ મસલ્સ ના કોન્ટ્રેક્શન ને કંટ્રોલ કરવાના ઈમ્પલ્સીસ આપે છે.
ઓટોનોમિક નર્વસ (સિમ્પથેટીક અને પેરાસિમ્પથેટીક) કે જે સ્મૂથ મસલ્સ, કાર્ડીયાક મસલ્સ, ગ્લેન્ડ્સ ના કોન્ટ્રેક્શન ક્રેનીયલ અને સ્પાઇનલ નર્વસ દ્વારા કરાવે છે.
મિક્સ સ્પાઇનલ કોર્ડ માં સેન્સરી અને મોટર નર્વ સાથે હોઈ છે જયારે બોડી માં બીજા ભાગે તે કનેક્ટીવ ટીસ્યુ દ્વારા વિટાયેલ હોઈ છે. તેને મિક્ષ્ડ નર્વ કહે છે.
OR
a. Explain the gross structure & functions of Liver. લીવરનું સ્ટ્રકચર સમજાવી તેના કાર્યો લખો. 08 marks.
શરીરમાં આવેલી બધી ગ્લેન્ડ્સ માથી લીવર એ સૌથી મોટી ગ્લેન્ડ છે. જે એબડોમિનલ કેવીટીના જમણી બાજુના કવાડેટમા ડાયાફાર્મ ની નીચે આવેલુ હોય છે. તેનો વજન અંદાજિત 1.4 કિલોગ્રામ જેટલો એડલ્ટ વ્યક્તિની અંદર જોવા મળે છે. તે છાતીની પાંસળીઓ ની નીચે આવેલુ હોય છે. રીબ્સ તેનુ રક્ષણ કરે છે. તેનો અમુક ભાગ એ ડાબી બાજુના એબડોમીનલ કેવિટીના ના રિજીયનમા પણ આવેલો હોય છે.
લીવરની ઉપરની સરફેસ સ્મૂધ હોય છે. આ ભાગ એ ડાયાફાર્મ સાથે જોડાયેલો હોય છે અને લીવરની પાછળની અને નીચેની બાજુ ઇરેગ્યુલર સરફેસ અને માર્જિન ધરાવે છે.
લીવરની આજુબાજુએ આવેલા અવયવો..
ડાયાફાર્મ, એન્ટિરિયર એબડોમીનલ વોલના મસલ્સ, સ્ટમક, ડીઓડીનમ, કિડની, ઇન્ફીરીયર વેનાકેવા, ગોલબ્લેડર વગેરે અવયવો લીવરની આજુબાજુએ ગોઠવાયેલા હોય છે.
લીવર મુખ્યત્વે બે લોબ મા ડિવાઇડ થાય છે રાઈટ લોબ અને લેફ્ટ લોબ.
રાઈટ લોબ એ લેફ્ટ લોબ ની સરખામણીમાં મોટો હોય છે અને બંને લોબ એ ફાલસીફોર્મ લીગામેન્ટ દ્વારા સેપરેટ થાય છે.
લીવરની પૉસ્ટીરીયર બાજુએ કવાડેટ લોબ જોવા મળે છે અને તેની ઇન્ફીરીયર બાજુએ કવાડ્રેટ લોબ જોવા મળે છે.
આમ એનાટોમીકલી લીવરના ચાર લોબ જોઈ શકાય છે.
પોર્ટલ ફિશર…
લીવરની પોસ્ટિરિયર સરફેસ પર આવેલી ખાંચ ને પોર્ટલ ફિશર કહેવામાં આવે છે. આ ફીશર માથી અમુક સ્ટ્રક્ચર લીવરમા દાખલ થાય છે અને અમુક સ્ટ્રક્ચર લીવર માંથી બહાર નીકળે છે જેમકે..
પોર્ટલ વેઇન એ ઇન્ટેસ્ટાઇન તરફથી ડીઓક્સિજનેટેડ અને ન્યુટ્રીટિવ બ્લડ લઈ અને આ ફિશર મારફતે લીવરની અંદર દાખલ થાય છે.
હિપેટિક આર્ટરી એ ઓક્સિજનનેટેડ બ્લડ લઈ લીવરની અંદર આ ફિશર મારફતે દાખલ થાય છે.
સીમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક નર્વ ના નર્વ ફાઇબર એ લીવરની અંદર આ ફિશર મારફતે દાખલ થાય છે.
લેફ્ટ અને રાઈટ હિપેટીક ડક્ટ એ લીવર માથી બાઈલ ને ગોલ બ્લેડર તરફ લઈ જવા માટે આ ફિશરમાંથી બહાર નીકળે છે.
હિપેટીક વેઇન એ લીવર માંથી ડી ઑક્સીજનેટેડ બ્લડ બહાર લાવવા માટે આ ફિશરમાથી બહાર નીકળે છે.
સ્ટ્રક્ચર ઓફ ધ લીવર…
લીવર એ એબડોમીનલ કેવીટી મા જમણી બાજુના કવાડેટ મા આવેલુ એક અવયવ છે. તે મુખ્યત્વે 2 લોબ નુ બનેલુ હોય છે. આ લોબ એ ઘણા બધા લોબ્યુલ્સ ના બનેલા હોય છે. આ લોબ્યુલ્સ એ સ્પેશિયલ પ્રકારના એપીથિલિયમ સેલ તથા હિપેટોસાઈટ્સ નામના સેલથી બનેલા હોય છે. આ સેલ એ લીવર મા હેક્ઝાગોનલ પેટર્ન મા જોવા મળે છે.
લીવરની અંદર હિપેટિક આર્ટરી અને પોર્ટલ વેઇન દાખલ થયા બાદ આર્ટરી અને વેઇન નુ કેપેલરીનુ નેટવર્ક બને છે આ કેપેલરી ના નેટવર્કને સાઈન્યુસોઈડસ કહેવામા આવે છે. આ સાઈન્યુસોઈડસ ની દિવાલ મા કૂફર સેલ જોવા મળે છે જે કુફર સેલ એ લીવરને બેક્ટેરિયા, ફોરેન મટીરીયલ કે ટોક્સિન થી રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને લીવર માં પ્રોટેક્ટિવ ફંક્શન કરે છે.
લીવરની અંદર આવેલા હિપેટોસાઈટ્સ સેલ એ બાઈલ સિક્રીટ કરે છે. આ બાઇલ એ બાઇલ કેનાલિકયુલી મા દાખલ થાય છે. આ બાઇલકેનાલિકયુલી એ બાઇલને નાની બાઈલ ડકટ મા લઇ આવે છે. આ નાની-નાની બાઈલ ડક્ટ જોડાય અને જમણી અને ડાબી બાજુની હિપેટીક ડકટ તૈયાર કરે છે. જે લીવર માથી કોમન હેપેટીક ડક્ટ દ્વારા બાઈલ બહાર ડ્રેઇન કરે છે. આગળ જતા ગોલબ્લેડર માથી આવતી સિસ્ટિક ડક્ટ સાથે આ કોમન હિપેટીક ડક્ટ જોડાય અને કોમન બાઈલ ડક્ટ બનાવે છે. બાઈલ એ સ્મોલ ઇન્ટરસ્ટાઇલમા ડ્રેઇન થઈ અને ફેટના ડિજેશનમા અગત્યનુ કાર્ય કરે છે.
બ્લડ સપ્લાય ઓફ ધ લીવર..
લીવરને હિપેટીક આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે અને પોર્ટલ વેઇન એ ન્યુટ્રીટીવ બ્લડ લઈ અને લીવરની અંદર દાખલ થાય છે.
હિપેટીક વેઇન એ લીવર માથી ડીઓક્સિજનેટેડ બ્લડ બહાર કાઢે છે અને તે આગળ જતા ઇન્ફીરીયર વેનાકેવા સાથે જોડાય છે.
ફંકશન્સ ઓફ ધ લીવર..
લીવર એ આપણા શરીરનુ ખૂબ જ અગત્યનુ ઓર્ગન છે. તે ઘણા અગત્યના કાર્યો સાથે જોડાયેલુ હોય છે. આ કાર્યો નીચે મુજબના છે.
લીવર એ કાર્બોહાઈડ્રેટ ના મેટાબોલિઝમ નુ કાર્ય કરે છે.
લીવર એ નોર્મલ કાર્બોહાઇડ્રેટ એટલે કે બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરવા માટે કાર્ય કરે છે. જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ નુ પ્રમાણ ઘટે છે ત્યારે ગ્લાયકોજીનોલાઈસીસ ની ક્રિયા દ્વારા ગ્લાયકોજન માથી ગ્લુકોઝ બનાવે છે અને બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરે છે.
જ્યારે બ્લડમા ગ્લુકોઝનુ પ્રમાણ વધી જાય છે ત્યારે ગ્લાયકોજીનેસિસ ની ક્રિયા દ્વારા ગ્લુકોઝનુ ગ્લાયકોજન મા રૂપાંતર કરે છે.
લીવર એ ફેટનુ રૂપાંતર ફેટી એસિડમા કરે છે જેથી તે બોડીમા યુઝ થઈ શકે તેને ફેટ ના ડીસેચ્યુએશન તરીકે ઓળખવામા આવે છે આમ તે લિપિડ મેટાબોલિઝમમા મદદ કરે છે.
લીવર એ પ્રોટીન મેટાબોલિઝમમા મદદ કરે છે જેથી એમાઇનો એસિડ નુ બોડી મા સિંથેસિસ થાય છે.
લીવર એ એમોનિયા નુ રૂપાંતર કરી અને યુરિયા બનાવે છે જેથી આ વેસ્ટ પ્રોડક્ટ યુરિન મારફતે બહાર નીકળી શકે છે.
રેડ બ્લડ સેલ ના ડેડ થવાથી બિલીરુબિન છૂટુ પડે છે જે લીવર દ્વારા મોડીફાઇ થઈ બોડી માથી વધારાના બોલીરૂબિન ને બહાર કાઢવામા મદદ કરે છે.
લીવર એ બોડીમા દાખલ થયેલ ટોકસિક સબસ્ટન્સ, આલ્કોહોલ, ડ્રગ વગેરે ને ડીટોકસીફાય કરી બોડી માથી બહાર કાઢવામા મદદ કરે છે.
લીવર એ બાઈલ સોલ્ટસ નુ સિન્થેસીસ કરે છે જે ફેટના ઈમલસિફિકેશન માટે જરૂરી છે અને તેથી જ લિપિડ અને કોલેસ્ટ્રોલ નુ એબ્સોર્પશન થઈ શકે છે.
શરીરમા વિટામિન ડી ના પ્રમાણને જાળવી રાખવા માટે મદદ કરે છે.
લીવરની અંદર કૂફર સેલ આવેલા હોવાથી તે લીવરને નુકસાનકારક સબસ્ટન્સથી પ્રોટેક્ટ કરી અને ફેગોસાઈટોસીસ ની ક્રિયા કરી પ્રોટેક્ટિવ ફંક્શન કરે છે.
લીવર એ વિટામિન અને મિનરલ્સ ના સ્ટોરેજ માટે કાર્ય કરે છે અને બોડીમા જરૂર પડયે આ વિટામિન અને મિનરલ્સ રિલીઝ કરે છે.
લીવર એ બોડીમા હીટ પ્રોડક્શન નુ કાર્ય કરે છે.
b. Describe Menstrual cycle.મેન્સ્ટુઅલ સાયકલ સમજાવો. 04 marks.
મેનસ્રૂએશન સાયકલ એ ફિમેલ મા પ્યુબર્ટી ફેઝ પછી થી જોવા મળે છે. જેમા ઓવરી અને યુટર્સ ના ફંક્શન મા ચેન્જીસ જોવા મળે છે.
મેનસ્રૂએશન સાયકલ એ દર 26 થી 30 દિવસે જોવા મળે છે. આ બ્લડ ના હોર્મોન ના લેવલમા ચેન્જીસ આવવાના કારણે જોવા મળે છે.
મેનસ્રૂએશન સાયકલની શરૂઆત થાય તેને મેનારકી તરીકે ઓળખવામા આવે છે.
ફિમેલ ને પ્યુબર્ટી એજ પછીથી આ સાયકલ કંટીન્યુઅસ જોવા મળે છે. જે પ્રેગ્નન્સી દરમિયાન ટેમ્પરરી બંધ થાય છે અને મેનોપોઝ ના પિરિયડ પછી કમ્પલીટ બંધ થઈ જાય છે.
મેનસ્રૂએશન ની શરૂઆત એ યુટર્સમા આવેલા કોર્પસ લ્યુટીયમ લેયર ના ડીજનરેશનના કારણે જોવા મળે છે અને બ્લીડિંગ એ વજાયનલ કેવીટી મારફત બહાર આવે છે.
મેનસ્રૂએશન સાયકલમા નીચે મુજબના ફેઝ જોવા મળે છે.
1. મેન્સટ્રુઅલ ફેઝ..
આ ફેઝ દર 28 દિવસે જોવા મળે છે અને તે લગભગ ચાર દિવસ સુધી શરૂ હોય છે. જ્યારે ફીમેલ મા એગ નુ ફર્ટિલાઈઝેશન થતું નથી ત્યારે યુટ્રસની દિવાલ ને સપોર્ટ કરતા હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનુ પ્રમાણ ઘટે છે અને ઓક્સિટોસિન હોર્મોન નું પ્રમાણ વધે છે. જેથી યુટ્રસના કોન્ટ્રાકશન નુ સ્ટીમ્યુલેશન વધે છે અને યુટ્રસ ની દિવાલ નુ કોરપસ લ્યુટીયમ લેયર નુ ડીજનરેશન થવાની શરૂઆત થઈ જાય છે અને યુટ્રસ માથી વજાયના મારફત બ્લડ ડ્રેઇન થાય છે. આ ફેઝ 1 થી 4 દિવસ સુધી ચાલે છે.
આ મેન્સટ્રુઅલ ફલો મા એન્ડોમેટ્રીઅલ ગ્લેંડ્સ, એન્ડોમેટ્રીઅલ સેલ્સ, બ્લડ તથા અનફર્ટિલાઈઝડ ઓવમ નો ભાગ હોય છે. અંદાજિત 100 થી 200 ml જેટલુ બ્લડ આ ફેઝ ના 3 થી 5 દિવસ દરમિયાન બહાર નીકળે છે જેને મેન્સ્ટ્રુઅલ ફેઝ કહેવામા આવે છે.
2. પ્રોલીફરેટિવ ફેઝ..
મેન્સ્ટ્રુઅલ ફેઝ એ 5 મા દિવસે પૂરો થાય છે. ત્યારબાદ એટલે કે 6 દિવસથી પ્રોલીફરેટીવ ફેઝ શરૂ થાય છે અને 14 દિવસ સુધી શરૂ હોય છે.
આ ફેઝ મા ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ ઓવેરિયન ફોલિકલ્સ ને સ્ટીમ્યુલેટ કરે છે અને તેથી ઇસ્ટ્રોજન પ્રોડક્શન મા વધારો થાય છે. આ ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમના પ્રોલિફરેશન ને સ્ટીમયુલેટ કરે છે.
યુટ્રસનુ એન્ડોમેટ્રિયમ એ છઠ્ઠા દિવસથી ડેવલપ થવાની શરૂઆત થાય છે. તેના સેલ મલ્ટિપ્લિકેશન કરે છે અને જેના લીધે મ્યુકસ સિક્રીટિંગ ગ્લેંડ્સ અને બ્લડ કેપેલરીઝ મા વધારો થાય છે. આમ યુટ્રસ નુ એન્ડોમેટ્રિયમ બલ્કી બને છે અને વાસ્ક્યુલર બને છે.
આ ફેઝ ના અંતે યુટ્રસ ની અંદર ની દિવાલ એ ફર્ટીલાઈઝ એગ ના ઇમ્પ્લાન્ટેશન માટે રેડી થાય છે. આ ફેઝ એ ઓવ્યુલેશન થવાની સાથે પૂરો થાય છે આ ફેસના અંતના ભાગે ઇસટ્રોજન લેવલમા ઘટાડો જોવા મળે છે.
3. સિક્રેટરી ફેઝ.
પ્રોલીફરેશન ફેઝ પૂરો થયા બાદ સિક્રીટરી ફેઝ ની શરૂઆત થાય છે. જે મેનસ્રૂએશન સાયકલના 15 મા દિવસથી શરૂ થઈ 28 મા દિવસ સુધી સિક્રીટરી ફેઝ જોવા મળે છે.
આ ફેઝ મા પ્રોજેસ્ટેરોન હોર્મોન અગત્યનો હોવાથી આ ફેઝ ને પ્રોજેસ્ટેરોન ફેઝ પણ કહેવામા આવે છે.
જ્યારે ઓવ્યુલેશન થવાના લીધે ઓવરી દ્વારા મેચ્યોર એગ રિલીઝ થાય છે ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન નુ પ્રમાણ ઘટે છે પરંતુ યૂટ્રસ ની દિવાલ કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન સિક્રીટ કરી પ્રેગ્નન્સી મેન્ટેન કરે છે.
આ મેચ્યોર ઓવમ એ સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝ ન થવાના લીધે કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોનને ડીક્રીઝ કરે છે અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ના ઘટાડાના કારણે ઓક્સિટોસિન હોર્મોન ના પ્રમાણમા વધારો જોવા મળે છે અને યુટ્રસ ના મસલ્સમા કોન્ટ્રાકશન આવવાની શરૂઆત થાય છે.
કોર્પસ લ્યુટીયમ એ ફર્ટિલાઇઝ ઓવમ ને રીસીવ ન કરવાના લીધે અને યુટેરાઇન કોન્ટ્રાકશનમા વધારો થવાના લીધે નેક્સ્ટ સાયકલ આ ફેઝ ના અંતે શરૂ થાય છે.
Q-3 Write short answer (any two)ટુકમાં જવાબ લાખો ( કોયપણ બે ) 6X2=12
a) Describe the mechanism of hearing. હિયરીંગનું મિકેનીઝમ વર્ણવો.
ફિઝિયોલોજી ઓફ હીયરિંગ એટલે સાંભળવા ની ક્રિયા. સાંભળવા માટેના તરંગની તરંગ લંબાઈ 20 થી 20,000 hz હોય છે. મનુષ્યના ઈયરની ક્ષમતા 500 થી 5,000 hz વચ્ચેની ફ્રિકવન્સી હોય છે.
અવાજના વેવઝ વાઇબ્રેશન થવાની ફ્રિકવન્સી ને પીચ તરીકે ઓળખવામાં આવે છે જેમ વાઇબ્રેશન વધારે તેમ તેની પીચ વધારે હોય છે.
દરેક અવાજ એ અવાજના વેવઝ્ ઉત્પન્ન કરે છે અને તે ઓરીકલના બહારના ભાગે અથડાય છે અને ત્યાંથી એક્સટર્નલ ઓડિટરી કેનાલ મારફતે અંદર દાખલ થઈ આ અવાજના વેવસ ટીમ્પેનીક મેમ્બરેન એટલે કે ઇયર ડ્રમને વાઇબ્રેટ કરે છે જે એક્સટર્નલ ઇયર અને મિડલ ઈયર વચ્ચેનું જંકશન છે.
આ ટીમ્પેનિક મેમ્બરેન સાથે મેલસ બોન જોડાયેલું હોય છે મેલસ બોન સાથે ઇનકસ અને ઇનકસ સાથે સ્ટેપસ સુધી આ વેવઝ જાય છે અને આ સ્ટેપસ બોન એ આગળ ઓવેલ વિન્ડો સાથે જોડાયેલું હોય છે.
ઓવેલ વિન્ડો માંથી આ સાઉન્ડ વેવ્સ એ પેરિલિમફ ના ફ્લુઇડના ભાગે પોહચે છે જે કોકલીયાના ભાગે જાય છે અને ત્યાંથી એન્ડોલિમફ માં જાય છે અને રાઉન્ડ વિન્ડો વાઈબ્રેટ થતા એ વેસ્ટિબ્યુલ કોકલીયર નર્વ દ્વારા સેરેબ્રમ સુધી જાય છે અને અવાજ ની ઓળખાણ થાય છે.
B. Write-down functions of Pituitary gland પીચ્યુટરી ગ્લેન્ડના કર્યો લખો.
પિચ્યુટરી ગ્લેન્ડ એ બોડીમા માસ્ટર ગ્લેન્ડ તરીકે કાર્ય કરે છે. જેના કારણે બીજી ઘણી ગ્લેન્ડ નુ ફંક્શન નોર્મલ મેન્ટેન કરવામા મદદ કરે છે.
પિચ્યુટરી ગ્લેન્ડનો ગ્રોથ હોર્મોન એ બોડી નો નોર્મલ ગ્રોથ મેન્ટેન કરે છે.
પિચ્યુટરી ગ્લેન્ડ એ બોડીમા સ્ટીરોઈડ હોર્મોન નુ રેગ્યુલેશન કરે છે.
પિચ્યુટરી ગ્લેન્ડનો પ્રોલેક્ટિન હોર્મોન એ મિલ્ક પ્રોડક્શન માટે અગત્યનુ કાર્ય કરે છે.
પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોન ફર્ટીલીટી મેન્ટેન કરવા માટે અગત્યના કાર્યો કરે છે.
પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોન એ નોર્મલ ડિલિવરી, બ્રેસ્ટ ડેવલપમેન્ટ તથા બ્રેસ્ટ ફીડીંગ મેન્ટેન કરવા માટે અગત્યના કાર્યો કરે છે.
પિચ્યુટરી ગ્લેન્ડ નો હોર્મોન એ બોડીમા વોટર બેલેન્સ અને બ્લડપ્રેશર જાળવી રાખવા માટે અગત્ય નુ કાર્ય કરે છે.
C. Describe the mechanism of respiration.રેસ્પીરેશનનું મિકેનીઝમ વર્ણવો.
રેસ્પિરેશન એટલે બે સરફેસ વચ્ચે થતુ ગેસ એક્સચેન્જ. જેમા એટમોસ્ફિયર ની એઇર એ લંગ મા દાખલ થાય છે. લંગ ના ટીસ્યુ અને બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે જેને એક્સટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે. બોડીના દરેક સેલ ટીસ્યુ અને બ્લડ વચ્ચે થતી ગેસ એક્સચેન્જને ઇન્ટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે.
રેસ્પિરેશનની ક્રિયા દરમિયાન ઓક્સિજન એ શ્વાસ દ્વારા લંગમા અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છવાસ દ્વારા બોડી માંથી બહાર નીકળે છે.
સામાન્ય રીતે એક મિનિટમાં રેસ્પિરેશનની ક્રિયા 16 થી 18 વખત જોવા મળે છે.
રેસ્પેનેશન ની સાઇકલમા નીચે મુજબ નુ મિકેનિઝમ જોવા મળે છે.
ઇન્સ્પિરેશન
એક્સપિરેશન
પોઝ.
Inspiration (ઇન્સ્પિરેશન).
વાતાવરણની હવા શ્વાસ દ્વારા અંદર લંગ મા દાખલ થવાની ક્રિયાને ઇન્સ્પીરેશન કહેવામાં આવે છે.
જ્યારે બ્રેઇન દ્વારા ડ્રાયફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ ને કોન્ટ્રેક્શન માટેના નર્વ ઇમ્પલસીસ મળે છે ત્યારે ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સંકોચાવાના લીધે થોરાસિક કેવીટી ની સાઈઝમા વધારો થાય છે . થોરાસીક કેવિટી ની અંદર એઇર પ્રેસર મા ઘટાડો થાય છે જેથી બહારના વાતાવરણમાથી હવા ઇન્સ્પિરેશનની ક્રિયા દ્વારા લંગ મા અંદર દાખલ થઈ શકે છે. આ ક્રિયાને ઇન્સ્પિરેશન કહેવામાં આવે છે.
ડાયાફાર્મ ને કોન્ટ્રાકશનના ઇમ્પલ્સીસ મળવાથી ડાયાફાર્મ એ ફ્લેટ બની નીચેની બાજુએ જાય છે અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ કોન્ટ્રાકશન થવાથી રીબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ ઉપરની અને બહારની બાજુએ જાય છે. જેથી થોરાશિક કેવિટી ની સાઈઝમા વધારો થાય છે અને અને કેવીટી ની અંદર નેગેટિવ પ્રેસર ક્રિએટ થાય છે. બહાર ના વાતાવરણ માં એઇર પ્રેસર વધારે હોય અને થોરાસિક કેવીટી મા એઇર પ્રેસર ઑછુ હોવાથી ઇન્સ્પીરેશનની ક્રિયા થઈ શકે છે. ઇન્સ્પિરેશનની ક્રિયા એ એક્ટિવ પ્રોસેસ છે.
Expiration (એક્સપિરેશન).
લંગ માથી એઇર વાતાવરણમા બહાર કાઢવાના પ્રોસેસ ને એક્સપિરેશન કહેવામા આવે છે. એક્સપિરેશનની ક્રિયા એ પેસિવ પ્રોસેસ છે કે જે ઇન્સ્પિરેશનની ક્રિયા પૂરી થયા પછી શરૂ થાય છે.
એક્સપિરેશનની ક્રિયામા કોન્ટ્રાકશન થયેલા ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ રિલેક્સ થાય છે. જેથી ડાયાફાર્મ ફરી પોતાની મૂળ સ્થિતિમા આવે છે અને રીબ્સ એ નીચેની અને અંદરની બાજુએ આવવાથી થરાસિક કેવિટી ની સાઈઝમા ઘટાડો થાય છે અને એક્સપિરેશનની ક્રિયા થાય છે. જેમા લંગ માથી એઇર એ વાતાવરણમા બહાર ફેંકાય છે.
એક્સપિરેશનની ક્રિયામા લંગ મા એઇર પ્રેશર એ વાતાવરણના પ્રેસર કરતા વધારે હોય છે જેથી એક્સપિરેશનની ક્રિયા થાય છે.
Pause (પોઝ).
આ લંગ નુ રિલેક્સ સ્ટેજ છે. જેમા કોઈ પણ ઇન્સ્પિરેશન કે એક્સપિરેશનની ક્રિયા થતી નથી. આ પિરિયડને પોઝ પિરિયડ કહેવામા આવે છે.
Q .4 Write short notes. ટૂંકનોંથ લખો. (કોઈપણ ત્રણ) 12
A. Role of nurse in prevention of infection. ઈન્ફેક્શન પ્રિવેન્શનમાં નર્સનો રોલ.
એક નર્સ તરીકે, આપણી આપણી જાતને અને પેશન્ટ ને પેથોજેન્સના દ્વારા સંપર્કમાં આવતા સુરક્ષા કેવી રીતે કરવી તે જાણવું જોઈએ.
ઓર્ગેનાઇઝેશન ની ઇન્ફેકશન કંટ્રોલ ની પોલીસી ને સમજવી અને તેનું પાલન નર્સ એ કરવું ખૂબ જરૂરી છે જેમ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ નો ઉપયોગ ,એન્વારયનમેન્ટ સેનિટેશન
સ્ટાન્ડર્ડ પ્રિકોશન :-
ઇન્ફેકશન ની ચેઇન ને બ્રેક કરવા માટે પેથોજન વાળા બોડી ફ્લુઇડ થી ટ્રાન્સમિશન ના થાય માટે સ્ટાન્ડર્ડ પ્રિકોશન હોવા જોઈએ
2. હેન્ડ હાયજીન :-
ક્રોસ ઇન્ફેકશન અટકાવવામાં આ નંબર વન શસ્ત્ર છે માઇક્રો ઓર્ગેનિઝમ નો ફેલાવો સૌથી વધુ હાથ દ્વારા થાય છે જેથી દરેક પ્રોસીજર કરતાં પહેલા અને પછી હેન્ડ વોશ અવશ્ય કરવા જોઈએ. દરેક કનટામીનેટેડ વસ્તુ ને ટચ કર્યા પછી હેન્ડ વોશ કરવા ખૂબ જરૂરી છે
3.એસેપ્ટિક તકનીક
જેમાં કોન્ટેક્ટ પ્રિકોશન અને પ્રોસીઝર દરમિયાન એસેપ્ટિક ટેકનિક નો ઉપયોગ કરવો . ઇન્વેસીવ પ્રોસીઝર માં સ્ટરાઈલ વસ્તુઓ નો જ ઉપયોગ કરવો
4. પર્યાવરણીય ચેપ નિયંત્રણના પગલાં
હોસ્પિટલ માં વપરાતા સાધનો અને આજુ બાજુ નું વાતાવરણ ક્લીન રાખવું જોઈએ તેમજ હોસ્પિટલ ની ફ્લોર એન્ટિ-સેપ્ટિક સોલ્યુશન થી ક્લીન કરાવવી જોઈએ. પ્રોસીઝર અથવા કામ કરતી વખતે ઉત્પન્ન થતો બાયો -મેડિકલ વેસ્ટ નો યોગ્ય રીતે ડીસ ઇન્ફેકટ કરી નિકાલ કરવો જોઈએ.
5. ડ્રોપલેટ પ્રિ-કોશન
હોસ્પિટલ માં કામ કરતી વખતે હમેશા માસ્ક પહેરવું જોઈએ તેમજ ઇન્ફેકટેડ પેશન્ટ ને પણ પહેરવું જોઈએ ,કફિંગ ,સ્નઈઝિંગ વગેરે વખતે પ્રિકોશન લેવા સમજાવવું જોઈએ.
6. P.P.E
પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ થી ક્રોસ ઇન્ફેકશન નર્સ અને તેનાથી પેશન્ટ ને લાગતું અટકાવી શકાય ,જેના કેપ,માસ્ક ,ગાઉં નો ઉપયોગ કરવા માં આવે છે. જે હાયલી ઇન્ફેકશીયશ પેશન્ટ ના કેર દરમિયાન પહેરવું જોઈએ.
7. હેલ્થ એજ્યુકેશન :-
હોસ્પિટલ માં ઇન્ફેકશન ના ફેલાય તે માટે પેશન્ટ અને તેની નીચે કામ કરતાં કર્મચારીઓને હેલ્થ એજ્યુકેશન આપે છે
B. Factors affecting on microbial growth.માઈક્રોબિયલ ગ્રોથને અસર કરતા પરિબળો
1) Moisture (ભેજ)
દરેક બેક્ટરીયા ને Nourishing food ની જેમ પાણીની પણ જરૂરીયાત ગ્રોથ માટે હોય છે. હકીકતમાં પાણીની ગેરહાજરીમાં બેક્ટરીયા ને ખોરાક મળી શકતો નથી, કારણ કે બૅક્ટરીયા ની તી wall માંથી પસાર થવા માટે દરેક food elements (તત્વો) ને પ્રવાહી સ્થિતિમાં હોવું જરૂરી છે. દરેક પ્રકારના બેક્ટરીચા પ્રવાહી માધ્યમ ( Aqueous medium) માં સારો ગ્રોથ કરે છે, સંપૂર્ણપણે moisture વગરનું વાતાવરણ તેનો ગ્રોથ થતો અટકાવે છે. અથવા નાશ કરે છે.
આ ઉપરાંત cell ઓછી કે વધુ Humidityમા જીવી શકતા નથી
2) Light (પ્રકાશ)
sun light મા રહેલા ultraviolet કિરણો ના સીધા સંપર્ક થી મોટા ભાગ ના bacteria નાશ પામે છે.
3) Temperature (તાપમાન) :-
6)Osmotic pressure :-
C. Role of nurse in bio-medical waste management બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં નર્સનો રોલ
D. Precautions to take while collecting blood sample for culture test – કલ્ચર ટેસ્ટ માટે સેમ્પલ લેતી વખતે રાખવાની સાવધાનીઓ
કલ્ચર ટેસ્ટ માટે સેમ્પલ લેતી વખતે નીચેની સાવધાનીઓ રાખવી જરૂરી છે:
આ સાવધાનીઓથી સેમ્પલનો ગુણવત્તાવાળો સંગ્રહ અને પોસિબલ ક્રોસ-કન્ટેમિનેશન અટકાવવામાં મદદ મળી શકે છે.
Q-5 Define following (any six)નીસેની વ્યાખ્યા લાખો ( કોઈ પણ છ) 12
a )Microbiology-માઈક્રોબાયોલોજી
”માઇક્રો” એટલે- સુક્ષ્મ અને ”બાયો ”એટલે -જીવ અને ”લોજી” એટલે અભ્યાસ આમ, માઇક્રો બાયોલોજી એટલે નરી આંખે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ જીવો ના અભ્યાસ કરતું શાસ્ત્ર.
b )Sterilization-સ્ટરીલાઈઝેશન
સ્ટરીલાઈઝેશન એ તે પ્રોસેસ છે, જેમાં તમામ માઈક્રોઓર્ગેનિઝમ્સ, જેમ કે બેક્ટેરિયા, વાઈરસ, ફંગસ અને તેમના સ્પોર્સને પૂર્ણતઃ નાશ કરવામાં આવે છે. સ્ટરીલાઈઝેશનનો ઉપયોગ ખાસ કરીને મેડિકલ, ફાર્માસ્યુટિકલ, લેબોરેટરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં કરવામાં આવે છે.
સ્ટરીલાઈઝેશનની કેટલીક મુખ્ય પદ્ધતિઓમાં શામેલ છે:
સ્ટરીલાઈઝેશનનો હેતુ સંક્રમણ અટકાવવો અને ચેપનો ફેલાવું અટકાવવું છે, જેથી આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરી શકાય.
c ) Cross infection – ક્રોસ ઈન્ફેક્શન
ક્રોસ ઇન્ફેકશન એ એક એવી પરિસ્થિતિ છે જેમાં ઇન્ફેક્સીયસ એજન્ટ (જેમ કે બેક્ટેરિયા, વાઈરસ, અથવા ફંગસ) એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાય છે. આ સામાન્ય રીતે હેલ્થ કેર સુવિધાઓ આપતી થાય છે જ્યાં પેશન્ટ્સ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અથવા હેલ્થકેર સ્ટાફના સંપર્ક દ્વારા ઇન્ફેકશન ફેલાય છે.
ક્રોસ ઇન્ફેકશન પુઅર હાયજીન, ઇનએડેક્વેટ ડીસિન્ફેક્શન પ્રેક્ટિસીસ, અને ઇનએપ્રોપ્રીયેટ ઇન્ફેકશન કંટ્રોલ પોલિસી ના પરિણામે થઈ શકે છે.
d ) Respirnion-રેસ્પીરેશન
રેસ્પિરેશન એટલે બે સરફેસ વચ્ચે થતુ ગેસ એક્સચેન્જ. જેમા એટમોસ્ફિયર ની એઇર એ લંગ મા દાખલ થાય છે. લંગ ના ટીસ્યુ અને બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે જેને એક્સટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે. બોડીના દરેક સેલ ટીસ્યુ અને બ્લડ વચ્ચે થતી ગેસ એક્સચેન્જને ઇન્ટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે.
રેસ્પિરેશનની ક્રિયા દરમિયાન ઓક્સિજન એ શ્વાસ દ્વારા લંગમા અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છવાસ દ્વારા બોડી માંથી બહાર નીકળે છે.
સામાન્ય રીતે એક મિનિટમાં રેસ્પિરેશનની ક્રિયા 16 થી 18 વખત જોવા મળે છે.
e) Tidal volume-ટાઈદલ વોલ્યુમ
એક રેસ્પિરેશન દરમિયાન લંગ ની અંદર નોર્મલ ઇન્સ્પિરેશન દરમિયાન જતો હોવાનો જથ્થો અને નોર્મલ એક્સપિરેશન દરમિયાન લંગ ની બહાર નીકળતો હવા નો જથ્થો તેને ટાઈડલ વોલ્યુમ કહેવામા આવે છે. નોર્મલી તે 500 ml જેટલુ હોય છે.
f ) Immunity -ઈમ્યુંનિટી
Micro organism અને તેની products (toxin) દ્વારા ઉભી થયેલી સ્થિતિ સામે Host દ્વારા નિદર્શીત કરવામાં આવતા અવરોધને Immunity કહે છે
or
ઇમ્યુનિટી એટલે કે જ્યારે આપણા બોડીમાં કોઈપણ એન્ટીજન અથવા માઈક્રો ઓર્ગેનિઝમ એન્ટર થાય અને આપણું બોડી તેની સામે રજીસ્ટન્ટ કરી પ્રોટેક્શન આપે તેને ઇમ્યુનિટી કહે છે
g) Mycology- માઈકોલોજી
માયકોલોજી એ સાયન્સની એક બ્રાન્ચ છે જે ફંગસ (ફૂગ)ના સ્ટડી સાથે સંબંધિત છે. આમાં ફૂગના લાઈફ સાઈકલ, ક્લાસિફિકેશન, જનેટિક્સ, એન્વાયર્નમેન્ટલ ઇમ્પોર્ટન્સ, મેડિસિનલ પ્રોપર્ટીઝ અને ફૂંગલ ડિઝીઝીસનો સમાવેશ થાય છે. માયકોલોજી એગ્રીકલ્ચર, મેડિસિન અને એન્વાયર્નમેન્ટલ સાયન્સમાં ઈમ્પોર્ટન્ટ રોલ ભજવે છે.
h) Pandemic-પેન્ડેમિક
પેન્ડએમિક એટલે કે કોઈપણ રોગ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટ અને એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં ફેલાય અને આખા વિશ્વમાં જોવા મળે તેને પેંડામિક કહે છે
દા. ત . સ્વાઇન ફ્લુ કોવિડ 19 વગેરે
Q-6(A) Fill in the blanks- ખાલી જગ્યા પૂરો.05
1.The left lung has …….. lobes.
ડાબા ફેફસામાં………લોબ હોય છે. 02 lobes.
2…….blood group is known as universal donor.
…….. બ્લડ ગ્રુપ એ યુનિવર્સલ ડોનર તરીકે ઓળખાય છે. blood group O.
3.Tears are produced by ………..gland.
આશુ………ગ્લેન્ડ દારા ઉત્પન્ન થાય છે. Lacrimal Gland.
4………..gives the color to the eye.
……….આંખનો કલર આપે છે. Melenine inside the iris
5.10th cranial nerve is……
10 નંબરની કેનિયલ નર્વ…… છે. Vegas Nerve
B) (Tine or False) ખરા ખોટાં જાણવો.05
1.Spinal cord is a part of of peripheral nervous system સ્પાઇનલ કોર્ડ એ પેરીફરલ નર્વસ સિસ્ટમનો ભાગ છે. ❌
2.The first cervical vertebra is known as Atlas એટલસ એ ફસ્ટ સર્વાઇકલ વર્ટીબ્રા છે. ✅
3.Dermis is an outer most layer of the skin. સ્કીન નુ સૌથી બહાર નુ લેયર ડમીસ છે.❌
4.Fertilization of ovum is occurred in fallopian tube ઓવમ નુ ફર્ટીલાઈઝેશન ફેલોપિયન ટ્યુબમાં થાય છે. ✅
5.Fumigation method is uand to disinfect the instrument ઈલેટને ડીંચાઈ-હેકર કરવા માટે ક્યુમિનેશન મેળા વપરાય છે.❌
C) March the following – જોડકા જોડો.
A) Adrenal cortes એડ્રીનલ કોર્ટેક્સ. ( A) Melanocyte stimulating hormone મેલેનોસાઈટ સ્ટીમ્યુલેટીંગ હોન
B) Adrenal medulla-(એડ્રીનલ મેડયુલા (B) Glucocorticoids-ગ્લૂકોકોર્ટીકોઈડ્સ
(C)Thymus glund- થાયમસ ગ્લેન્ડ (C) Melatonin- મેલેટોનીન
(D) Pineal gland- પિનીઅલ ગ્લેન્ડ (D) Thymosin- થાઈમોસીન
(E) Pituitary gland પીપ્યુટરી એન્ડ (E) Epinephrine- એપીનેફ્રીન
BEST WISHES FROM MY NURSING APP..
💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪
નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.
IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407