skip to main content

GNM MSN PAPER 7 2014

GNC 23/06/2014

Q-1 a. Explain about anesthesia. એનેસ્થેસિયા વિશે સમજાવો

Definition:-

   એનેસ્થેસિયા એ એક મેડિકલ પ્રેક્ટિસ છે જેમાં સર્જરી કે અન્ય પ્રોસીજર દરમિયાન થતું પેઇન અટકાવી શકાય છે. એનેસ્થેસિયા મા એનેસ્થેટીક એજન્ટ્સ એ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્સીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોસ થાય છે. આ એનેસ્થેસિયા દ્વારા પેશન્ટ નો ડીસકમ્ફર્ટ અટકાવી શકાય છે અને તેનો સહકાર મેડવી શકાય છે.

એનેસ્થેસિયા મા આપવામાં આવતી મેડિસિન એ નર્વ ના સિગ્નલ ને બ્લોક કરે છે જેથી પેઇન ના સેન્સેશન બ્રેઇન તરફ જતાં અટકે છે અને પેઇન જોવા મળતું નથી જેથી સર્જીકલ પ્રોસીજર સરળતા થી કરી શકાય છે.

Purpose of Anesthesia:-

  • દર્દીનો સહકાર મેળવવા
  • દુખાવો ઓછો કરવા અથવા દૂર કરવા
  • શરીરના સ્નાયુઓને હળવા રાખવા
  • સર્જરી ની પ્રક્રિયા આરામથી કરવા માટે

એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર છે.

1)લોકલ એનેસ્થેસિયા (Local Anesthesia):-

આ શરીરના મર્યાદિત વિસ્તાર (લોકલ ભાગ ) ને અસર કરે છે. આ સામાન્ય રીતે શરીરના જે ભાગ પર સર્જરી કરવાની હોય ત્યાં જ અસર થાય છે કે જે ભાગ ને સુન્ન કરવાની જરૂર હોય છે.

   લોકલ એનેસ્થેસિયા માં નીચે મુજબ ના કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે.

  • ઝાયલોકેન હાઇડ્રોક્લોરાઇડ
  • લિગ્નોકેઇન હાઇડ્રોક્લોરાઇડ
  • એમેથોકેઇન હાઇડ્રોક્લોરાઇડ
  • પ્રોકેઇન હાઇડ્રોક્લોરાઇડ

2) સ્પાઇનલ એનેસ્થેસિયા (Spinal Anesthesia) :-

      આના બે પ્રકારમાં  છે-

1)એપિડ્યુરલ એનેસ્થેસિયા (Epidural Anesthesia):-

       જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના એપિડ્યુરલ ભાગમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે તેને એપિડ્યુરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે.

2)સ્પાઇનલ એનેસ્થેસિયા (Spinal Anesthesia):-

 જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના સબરાકનોઇડ જગ્યામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે તેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે.

3) જનરલ એનેસ્થેસિયા(General Anesthesia):-

જ્યારે આખા બોડી માં સંવેદના (સેંસેશન ) લોઝ કરવાની હોય છે, ત્યારે વ્યક્તિને બેભાન કરવામાં આવે છે. તેને જનરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. જનરલ એનેસ્થેસિયા નીચે પ્રમાણે આપી શકાય છે-

  • ઇન્ટ્રાવિનસ દ્વારા (Through Intravenous)
  • ઇન્હેલેશન દ્વારા (Through Inhalation)

👀 c. Describe any one type of anesthesia in detail.
એનેસ્થેસિયા ના એક પ્રકારની વિસ્તારથી ચર્ચા કરો

જનરલ એનેસ્થેસિયા(General Anesthesia:-

જ્યારે આખા બોડી માં સંવેદના (સેંસેશન ) લોઝ કરવાની હોય છે, ત્યારે વ્યક્તિને બેભાન કરવામાં આવે છે. તેને જનરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. જનરલ એનેસ્થેસિયા નીચે પ્રમાણે આપી શકાય છે-

  1. ઇન્ટ્રાવિનસ દ્વારા
  2. ઇન્હેલેશન દ્વારા

ઇન્ટ્રાવિનસ દ્વારા (Through Intravenous):-

I.V. ઈન્જેક્શન દ્વારા જનરલ એનેસ્થેસિયા માં નીચે મુજબ ની દવાઓનો ઉપયોગ થાય છે

  • થિયોપેન્ટલ સોડિયમ 2.5%
  • હેક્સાબાર્બિટોન 10%
  • મેથોહેક્સિટલ સોડિયમ 1%
  • પ્રોપોફોલ
  • મિડાઝોલમ
  • ફેન્ટાનીલ
  • કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ
  • ડ્રોપેરીડોલ
  • ઇન્હેલેશન એનેસ્થેટિક્સ (Inhalation Anaesthetics):-

 આ એનેસ્થેસિયા શ્વાસ મારફતે આપવા માં આવે છે જેનાથી દર્દી અન કોન્સિયસ થાય છે.

આ એનેસ્થેસિયા આપતા પહેલા દર્દી ને અમુક સેડેટીવ આપવામા આવે છે પછી એનડો ટ્રેકિયલ ટ્યૂબ ને એર વે માં માખવામાં આવે છે પછી આ આપવામા આવે છે.

આમાં નીચે પ્રમાણે ની દવા ઓ નો ઉપયોગ કરવામાં આવે છે.

  • સેવોફ્લુરેન-Sevoflurane
  • નાઈટ્રસ ઓક્સાઇડ-Nitrous oxide
  • ઈથર-Ether
  • સાયક્લોપ્રોપેન-Cyclopropane
  • મેથોક્સીફ્લુરેન-Methoxyflurane
  • એન્ફ્લુરેન-Enflurane
  • પેન્થ્રેન-Panthrene

Responsibility  of Nurse (નર્સ ની જવાબદારી):-

  •  એનેસ્થેસિયા આપવાનુ કામ એનેસ્થેસિયાના ડૉક્ટર અથવા એનેસ્થેટિસ્ટ દ્વારા કરવામા આવે છે પરંતુ નર્સ તેમાં મદદ કરે છે અને નર્સની જવાબદારી નીચે મુજબ છે.
  • સૌ પ્રથમ, એનેસ્થેસિયા આપવામાં આવનાર દર્દી નુ  નામ પુછીનેઓળખ કરવી
  • રિટન કન્સન્ટ લેવી
  • દર્દી દ્વારા એનેસ્થેસિયા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ  યોગ્ય રીતે નર્સે આપવા જોઇએ જેથી દર્દીની ચિંતા ઓછી થઈ શકે
  • જરૂરી સાધનો તૈયાર કરવા
  • નર્સ દર્દીને એનેસ્થેસિયા માટે તૈયાર કરે છે અને ગાઉન, શૂ કવર, કેપ વગેરે આપવું
  • એનેસ્થેસિયા આપવાની જગ્યાને એસેપ્ટિક ટેકનીકથી ક્લીન કરવી
  • એનેસ્થેસિયા માટે જરૂરી દવા ઓ યોગ્ય જગ્યાએ રાખવી
  • દર્દી ને એનેસ્થેસિયા દરમિયાન કન્ટીન્યુ ઓબઝરવેશન કરવુ
  • દર્દી ના વાઈટલ સાઈન ચેક કરવા
  • દર્દી નુ કોનસિયસ લેવલ ચેક કરવું
  • નર્સે એનેસ્થેસિયા ના લીધે થતા કોમ્પ્લિકેશન માટે ઓબઝરવેશન કરવું
  • એનેસ્થેસિયા આપ્યા પછી સર્જરી માટે તૈયાર કરવું
  • રેકોર્ડ અને રિપોર્ટ મેંટેન કરવો
  • એનેસ્થેસિયા આપ્યા પછી એનેસ્થેસિયા મશીન ને ક્લીન કરાવવુ.

QUE DEFINE

એસાઇટીસ એટલે કે એબડોમીનલ કેવીટી મા આવેલી પેરિટોનિયલ કેવીટીમા ફ્લૂઇડ નો ભરાવો થવો. આ પેરિટોનિયલ કેવીટીમાં જ્યારે નોર્મલ કરતાં વધારે ફ્લૂઈડનું કલેક્શન થાય તેને એસાઈટીસ કહેવામાં આવે છે.

લીવર ડીસીઝ, કિડની ડીસીઝ,હાર્ટ ફેઇલ કે એબડોમીનલ કેવીટીના ઇન્ફેક્શન ના લીધે આ કન્ડિશન ઊભી થતી જોવા મળે છે.

આ કન્ડિશન મા એબડોમિનલ કેવીટી ની સાઈઝ માં વધારો જોઈ શકાય છે.

ઑમન્સ સાઇન એ ડીપ વેઇન થ્રોમ્બોસીસ ના ક્લિનિકલ ડાયગ્નોસીસ ને ઇન્ડિકેટ કરતુ એક સાઇન છે, જે લેગમા આવેલી ડીપ વેઇન્સ મા બ્લડ ક્લોટસ જામી જવાથી થ્રોમબોસીસ બનવાના લીધે આ ક્લિનિકલ સાઇન પોઝિટિવ જોવા મળે છે.

જ્યારે ફૂટ ના ડોરઝીફલેકશન કરવામા આવે ત્યારે ની (knee) ની પાછળના ભાગે તથા કાફ ના ભાગે પેઇન જોવા મળે તો આ સાઇન પોઝિટિવ ગણવામા આવે છે.

કોલીસીસ્ટાઇટીસ એ ગોલબ્લેડર નુ ઇન્ફલામેશન છે. લીવરની પાછળના ભાગે આવેલુ ગોલ બ્લેડર એ કોઈ પણ કારણોસર ઇન્ફેક્શન લાગે તે કન્ડિશન ને કોલીસીસ્ટાઇટીસ તરીકે ઓળખવામા આવે છે.

આ કન્ડિશનમા સિવિયર એબડોમીનલ પેઇન જોવા મળે છે. મુખ્યત્વે આ કન્ડિશન એ ગોલ બ્લેડર મા સ્ટોન ફોર્મેશન થવાના કારણે જોવા મળતી હોય છે.

ક્રોન્સ ડીઝીઝ એ ઇન્ફ્લામેટરી બોવેલ ડીઝીઝ નો ટાઈપ છે. જેમા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકટ ના ભાગે chronic inflammation જોવા મળે છે. મુખ્યત્વે ક્રોન્સ ડીસીઝ એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના પાછળના ભાગ તથા લાર્જ ઇન્ટરસ્ટાઇલ ના શરૂઆતના ભાગને અસર કરે છે. આ કન્ડિશનમાં ડીપ લેયરમાં ઇન્ફ્લામેશન સ્પ્રેડ થાય છે જેથી સિરિયસ સાઇન અને સીમટમ્સ જોવા મળી શકે છે.

ક્રોન્સ ડીસીઝ એ ક્રોનિક ડીસીઝ છે. તેમા કમ્પ્લીટ ક્યોર જોવા મળતો નથી, જેથી લાઈફ સ્ટાઇલ મોડીફીકેશન અને મેડિસિન થી ડીસીઝ કન્ડિશનને મેનેજ કરી શકાય છે.

એસ્પિરિન ને બીજા એસિટાઈલ સેલિસિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પેઇન ઑછું કરવા, ફીવર રેડયુસ કરવા, એન્ટીપ્લેટલેટ્સ વગેરે માંટે ઉપયોગ માં લેવાય છે.

Action.

તે પ્રોસ્ટાગ્લેન્ડીન્ગ્સ ના પ્રોડક્શન મા ઘટાડો કરતી હોવાના લીધે તે એનાલજેસિક્સ એટલે કે પેઇન રીલીવ કરવામા ઉપયોગી છે.

એન્ટી ઇન્ફ્લામેન્ટરી એટલે કે તે પ્રોસ્ટાગ્લેન્ડન્સ ના સિન્થેસિસ માં ઘટાડો કરી ઇન્ફ્લામેશનને રીડયુઝ કરવા માટે પણ ઉપયોગી છે.

તે હાઇપોથેલેમસ પર અસર કરતી હોવાના લીધે બોડી ટેમ્પરેચર રીડ્યુઝ કરે છે આથી તે એન્ટિ પાયરેટીક ઈફેક્ટ પણ ધરાવે છે.

તે પ્લેટલેટના એગ્રીગેશન ને ઘટાડે છે જેથી એન્ટી પ્લેટલેટ તરીકે પણ ઉપયોગી છે.

Side Effects.

ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ સાઇડ ઇફેક્ટ.

નોસિયા, વોમિટિંગ, ઇનડાઇઝેશન, ગેસ્ટ્રીક અલ્સર and ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમાં કોઈપણ જગ્યાએથી બ્લીડિંગ વગેરે જોવા મળી શકે છે.

બ્લિડિંગ.

આ મેડિસિન એ બિલ્ડીંગ ટેન્ડન્સી વધારતી હોવાના લીધે તથા એન્ટીપ્લેટલેટ ઇફેક્ટ ધરાવતી હોવાના લીધે નોજ, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેક કે કોઈપણ ઇન્ટર્નલ ઓર્ગનમા બિલ્ડીંગ થવાની શક્યતાઓ વધારે છે. કોઈપણ ઉજરડા કે કટ પરથી લાંબો સમય બિલ્ડિંગ થવાની શક્યતાઓ છે.

હાયપર સેનસિટીવીટી રિએક્શન.

તેના કારણે એનાફાઇલેક્સિસ હાઈપર સેન્સિટીવ રિએક્શન જોવા મળે છે.

ઘણા વ્યક્તિઓમાં એસ્પિરિન ના લીધે રેસ્પાયરિટી ડીસિઝ મા વધારો થવાની શક્યતા છે જેમકે બ્રોન્કોસ્પાઝમ અને રેસ્પાયરેટરી ડિસ્ટ્રેસ તેનાથી સ્ટીમ્યુલેટ થઈ શકે છે.

લાંબા સમય ના એસ્પિરિન ના ઉપયોગથી કિડની ફંક્શન અલ્ટર્ડ થઈ શકે છે.

એસ્પિરિન એ રેઇઝ સિન્ડ્રોમ સાથે પણ જોડાયેલુ છે. જેમા ખાસ કરીને બાળકો તથા એડોલેસન્ટ મા તેના ઉપયોગથી આ સિન્ડ્રોમ જોવા મળે છે. આ એક રેર અને સિરિયસ કન્ડિશન છે, જેમા લીવર અને બ્રેઇનનુ ડિસફંકશન જોવા મળે છે.

એસ્પિરિન ના ઓવરડોઝ ના કારણે ટીનીટસ એટલે કે કાનમાં રિંગિંગ સેન્સેશન જોવા મળે છે, તથા હીયરિંગ લોસ પણ જોવા મળી શકે છે.

મોર્ફીન એ એક પાવરફુલ ઓપોઇડ એનાલજેસિક્સ છે. જે મોડરેટ અને સિવીયર પેઇન રિલિવ કરવા માટે આપવામા આવે છે.

તે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ માં આવેલા ઓપોઇડ્સ રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈ પેઇન કંટ્રોલ કરવામા મદદ કરે છે.

Action.

Analgesics. તે સિવિયર પેઇન મા પેઇન રીલીવીંગ તરીકે ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

Sedation. તેના ઉપયોગથી ડ્રાઉઝીનેસ અને રિલેક્સેશન જોવા મળે છે.

Euphoria. તેના ઉપયોગના કારણે મૂળ (mood) એલિવેટ થવાની ફીલિંગ જોવા મળે છે.

Cough suppression. તે બ્રેઇનના કફ સેન્ટરને ડિપ્રેશ કરે છે જેથી કફીંગ રીડયુઝ કરે છે.

Side effects.

Respiratory depression
Hypotension
Bradycardia
Urinary retention
Constipation
Nausea and vomiting
Euphoria

આ મેડિસિનના વિથડ્રોલ સીમટમ્સ પણ જોવા મળે છે. જેમા રેસ્ટલેસનેસ, ઈરીટેબલિટી, મસલ્સ પેઇન, ઇંસોમ્નીયા, યાઉનિંગ વગેરે સાઇન એન્ડ સીમટમ્સ જોવા મળે છે.

ડાયુરેટિક ડ્રગ્સ એ યુરીન નુ પ્રોડક્શન વધારી બોડી માંથી વધારાનુ ફ્લૂઈડ યુરિન મારફતે રીમુવ કરાવતી મેડિસિન છે.

આ પ્રકારની દવાઓ હાઇપરટેન્શન, હાર્ટ ફેઇલ, કિડની ડીસીઝ તથા બોડીમાં સોજો હોય તેવી કન્ડિશનમા આપવામા આવે છે.

Action.

Increased urine output
Reduction of blood volume.
Decreased edema

ડાયુરેટિક પ્રકારની દવાઓ એ ડિસ્ટટલ કોનવ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ તથા લુપ ઓફ હેનલે ના ભાગે સોડિયમના રીએપસોર્પશન મા ઘટાડો કરે છે, જેથી ફ્લૂઈડ નુ એબ્સોર્બશન થતુ નથી અને યુરિન મારફતે બોડી માંથી ફ્લૂઇડ એકસક્રીટ થાય છે.

Side effects.

Electrolytes imbalance.
Dehydration.
Nausea and vomiting.
Hypotension.
Metabolic disturbances.
Rashes and allergic reaction.

DOBUTAMINE

Group (જૂથ)
આઈનો ટ્રોપિક એજન્ટ-હાર્ટ ને સંકોચન કરનાર

Mode of action (ક્રિયાની રીત)

  • ડોબ્યુટામાઈન એ પ્રાથમિક રીતે B1 એડ્રીનોસેપ્ટર એગોનીસ્ટ છે.
  • તેની હાર્ટ પર આઈનોટ્રોપીક અસર એ ક્રોનોટોપીક અસર કરતા વધારે હોય છે.
  • તે આલ્ફા એગોનીષ્ટ એક્શન પણ દર્શાવે છે.
  • ડોબ્યુટામાઈન એ ડોપામાઇનમાંથી જ મેળવેલ છે પરંતુ તે D1 અને D2 રીસેપ્ટર એગોનિષ્ટ તરીકે હોતું નથી.
  • તે બંને આલ્ફા અને બીટા એડ્રીનરજીક રીસેપ્ટર પર કાર્ય કરે છે.
  • ડોબ્યુટામાઈને કારણે કરડીયાક કોન્ટ્રાકશન અને આઉટપુટમાં વધારો થાય છે.

Side effects (આડઅસરો)

  • Blood pressure and heart rate increase.-બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ માં વધારો થાય છે.
  • Nosea, headache,-નોજિયા, હેડએક,
  • Chest pain, palpitation,-ચેસ્ટ પેઈન, પાલ્પિટેશન,
  • Shortness of breathing,-શોર્ટનેસ ઓફ બ્રિધીંગ,
  • hypotension,-હાઈપોટેન્શન,
  • Tachycardia, dyspnoea.-ટેકી કારડીયા,ડીસેપનીયા.

Define pulmonary tuberculosis (ડિફાઇન પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ)

પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ એ સીરિયસ ઇન્ફેક્શન છે જે બેક્ટેરિયમ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા ને કારણે થાય છે જે મુખ્યત્વે લંગને અફેક્ટ કરે છે પરંતુ તે બોડીના બીજા એરિયામાં પણ સ્પ્રેડ થાય છે. પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ એ એર થ્રુ સ્પ્રેડ થાય છે એટલે કે ઈનફેક્ટેડ પર્સનના કફિંગ કે સ્નીઝિંગના કોન્ટેકમાં આવવાથી સ્પ્રેડ થાય છે.

Write risk factor of pulmonary tuberculosis (રાઈટ રિસ્ક ફેકટર ઓફ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ)

  • ક્લોઝ કોન્ટેક વિથ એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ પેશન્ટ
  • વીક ઇમ્યુન સિસ્ટમ (HIV, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, કેન્સર, કોર્ટીકોસ્ટીરોઇડ થેરાપી)
  • એજ
  • સબટન્સ એબયુસ
  • લિવિંગ ઇન ઓવર ક્રાઉડેડ એરિયા
  • માલન્યુટ્રીશન
  • ક્રોનિક હેલ્થ કન્ડીશન

Write management of pulmonary tuberculosis (રાઇટ મેનેજમેન્ટ ઓફ પલ્મોનરી ટયૂબરક્યુલોસીસ)

  • એન્ટિબાયોટિક થેરાપી : પલ્મોનરી ટયૂબરક્યુલોસીસના ટ્રીટમેન્ટ તરીકે એન્ટિબાયોટિકનું કોમ્બિનેશન આપવામાં આવે છે. જેમાં આઇસોનિયાઝિડ, રિફામ્પિન, ઇથામ્બ્યુટોલ અને પાયરાઝીનામાઇડ મેડીકેસન આપવામાં આવે છે. આ મેડિસિનનો છ થી નવ મહિના માટે કોર્સ કરવામાં આવે છે.
  • ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ (DOTs) : DOTs થેરાપીમાં હેલ્થ કેર પ્રોવાઇડર દ્વારા ટીબી પેશન્ટનું સુપરવીસન કરવામાં આવે છે. પેશન્ટ બરાબર રેગ્યુલર મેડિસિન લે છે અને તેની ઇફેક્ટીવનેસ કેટલી છે તે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. જેથી પેશન્ટ ટ્રીટમેન્ટનો ફુલ કોર્સ કમ્પ્લીટ કરેલ છે કે નહીં તે જાણી શકાય છે.
  • આઈસોલેશન : ટીબી પોઝિટિવ પેસન્ટને આઇસોલેટ કરવામાં આવે છે. કારણ કે ટીબી એ કન્ટેજિયસ ડીઝીસ છે અને તે એકબીજામાં એર થ્રુ સ્પ્રેડ થાય છે. આથી તેને સ્પ્રેડ થતો અટકાવવા માટે પેશન્ટને આઈસોલેટ કરવામાં આવે છે.
  • ન્યુટ્રીશનલ સપોર્ટ : ટીબી વાળા પેશન્ટને એડીકવેટ ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવું જેથી તેની ઈમ્યુન સિસ્ટમને ઇમ્પ્રુવ કરી શકાય અને વેઇટ ગેઇન કરી શકાય.
  • એજ્યુકેશન અને કાઉન્સેલિંગ : પેશન્ટને ટ્યુબરક્યુલોસિસ વિશે એજ્યુકેશન પ્રોવાઈડ કરવું અને તેનું કાઉન્સેલિંગ કરવું. પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બરને ઇન્ફેક્શન કંટ્રોલ મેઝર વિશે સમજાવવું.

Management of Pain

પેઈન મેનેજમેન્ટ એ હેલ્થ કેર માટેનુ એક નિર્ણાયક પાસુ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ ડીસકંફર્ટ કે પેઇન અનુભવતા વ્યક્તિઓ કે દર્દીઓ ના જીવનમા પેઇન દૂર કરી અને તેની હેલ્થ ક્વોલિટી ઇમ્પ્રુવ કરવાનો છે.

ઇફેક્ટિવ પેઇન મેનેજમેન્ટ માટે નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે.

Pain assessment.

પેઇન ના અસસેસમેન્ટ માટે રેટિંગ સ્કેલ, વિઝ્યુઅલ સ્કેલ કે વોંગ બેકર ફેસ પેઇન સ્કેલ વગેરે પ્રકારના ટુલ નો ઉપયોગ કરી અને પેઇન ની તીવ્રતા નક્કી કરવામા આવે છે.

આ ઉપરાંત ફિઝિકલ સાઇન ના ડેટા જેવા કે હાર્ટ રેટમાં વધારો, હાઇપર ટેન્શન, રેસ્ટલેસનેસ, બેચેની કે ચીડિયા પણુ વગેરે લક્ષણો ફિઝિકલ એક્ઝામિનેશન દ્વારા પેઇન ની ડિગ્રી નક્કી કરવા માટે ઉપયોગી છે.

પેઇન ની કેરેક્ટરીસ્ટીક્સ નક્કી કરવી જેમ કે પેઇન નુ લોકેશન, કેટલા સમયથી પેઇન થાય છે, તેની તીવ્રતા, પેઈનમા વધારો કે ઘટાડો કરતા પરિબળો વગેરે બાબતો દ્વારા પેઇન ની કેરેક્ટરિસ્ટિક્સ નક્કી કરવામાં આવે છે.

ઉપરના ડેટા મુજબ પેઇન ના એસ્સમેન્ટ કર્યા બાદ મુખ્યત્વે ફાર્મેકોલોજીકલ તથા નોન ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન્સ મુજબ પેઇન મેનેજમેન્ટ કરવામા આવે છે જે નીચે મુજબ છે.

Pharmacological Interventions.

માઈલ્ડ અને મોડરેટ પેઇન માટે નોન ઓપોઈડસ એનાલજેસિક્સ એટલે કે નોન સ્ટીરોઈડ એન્ટી ઇન્ફ્લાયમેટરી ડ્રગ્સ (NSAID) એટલે કે એસિટામિનોફેન, આઇબુપ્રોફેન વગેરે એનાજેસિક્સ મેડિસિન આપવામા આવે છે.

જો પેઇન ની સિવિયારીટી વધારે હોય તો મોરફિન જેવા ઓપોઇડ એનાલજેસિક્સ આપવામાં આવે છે.

આ ઉપરાંત પેઇન ના મેનેજમેન્ટમા એન્ટી ડિપ્રેશનટ્સ તેમજ મસ્ક્યુલર રિલેક્સેશન માટેની મેડિસિન પણ આપવામાં આવે છે.

આ મેડિસિન્સ પેઇન મેનેજમેન્ટ માંટે અપાય છે તેનો ડોઝ અને તેનુ સમયસર ઈવાલ્યુશન ડૉક્ટર ઓર્ડર મુજબ કરવામાં આવતું હોય છે.

Non pharmacological Interventions.

આ પ્રકારના ઈન્ટરવેન્શન્સ મા એક્સરસાઇઝ, મસાજ, હિટ અને કોલ્ડ થેરાપી તેમજ અલગ અલગ પ્રકારની માઈન્ડ ડાઈવરજનલ થેરાપી નો ઉપયોગ કરી પેઇન ને મેનેજ કરવામા આવે છે.

દર્દીને રિલેક્સેશન માટે અલગ અલગ ટેકનિક સમજાવવામા આવે છે. તેમજ એક્યુપંક્ચર તથા અલગ અલગ હર્બલ સપ્લિમેન્ટ્સ કે હોમ રેમેડી દ્વારા પેઇન મેનેજમેન્ટ માટેના ઇન્ટરવેશન્સ કરવામા આવે છે.

આ ઉપરાંત ટ્રાન્સ ક્યુટેનિયસ ઈલેક્ટ્રિકલ નર્વ સ્ટીમ્યુલેશન (TENS) ની મદદથી તેમજ હિટ એન્ડ કોલ્ડ થેરાપીની મદદથી પેઇન મેનેજમેન્ટ માટેના ઇન્ટરવેશન્સ કરવામા આવે છે.

પેશન્ટના પેઇન મેનેજમેન્ટ માટે મલ્ટી મોડેલ એપ્રોચ અમલ મા મૂકવો જોઈએ. જેમા ફાર્મેકોલોજીકલ તેમજ અલગ અલગ પ્રકારની નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની ટેકનીકનો ઉપયોગ કરી દર્દીના પેઇન મા રાહત માટે ના ઇન્ટરવેશન્સ કરવા જોઈએ.

આ ઉપરાંત પેશન્ટને પેઇન તેમજ તેને ટ્રિગર કરતા ફેક્ટર્સ બાબતે એજ્યુકેશન આપવુ, તેમજ તેના મેનેજમેન્ટ માટેની ટેકનીક પણ શીખવવી જોઈએ.

પેઇન માટે નુ ઇવોલ્યુશન કરવુ જેમા અલગ અલગ ટેકનિકથી પેઇન મા રાહત પહોંચી છે કે કેમ તે ચેક કરવુ.

પેઇન મેનેજમેન્ટ એ દર્દીના ક્વોલીટી ઓફ લાઈફ અને હેલ્થ કેર ફેસીલીટી માટે એક અગત્યનુ પરિબળ છે.

Therapeutic Diet

થેરાપ્યુટિક ડાયટ એ સ્પેસિફિક ડીસીઝ કન્ડિશનમા તેના મેનેજમેન્ટ માટે પ્રિસ્ક્રાઇબ કરેલો ડાયેટ છે.

જે ડાઇટ એ કોઈપણ ડીસીઝ કન્ડિશન મા તેની મેડિકલ કન્ડિશન ને ધ્યાનમા રાખી, તેની ન્યુટ્રીશનલ ડિમાન્ડ ફુલ ફિલ થાય અને ઇલનેસ માંથી ઝડપથી રિકવરી જોવા મળે એ તમામ બાબતોને ધ્યાને રાખી જે ખોરાક આપવામા આવે તેને થેરાપ્યુટિક ડાયટ કહેવામા આવે છે.

થેરાપ્યુટિક ડાયટ એ ડીસીઝ મેનેજ કરવા માટે આપવામા આવે છે, જેમકે અમુક સ્પેસિફિક પ્રકારનો ડાયટ એ ડીઝીઝ ના સિમ્પટમ્સ ઓછા કરે છે. દાખલા તરીકે હાઇપરટેન્શન મા લો સોડિયમ ડાયટ આપવામા આવે છે, ગોલ બ્લેડર ને લગતા ડીસીઝ મા લો ફેટ ડાયટ આપવામા આવે છે, કોન્સ્ટીપેશન જેવી મેડિકલ કન્ડિશનમા હાઈ ફાઇબર ડાયેટ આપવામા આવે છે.

થેરાપ્યુટિક ડાયટ એ હેલ્થના પ્રમોશન મા તેમજ ડીઝિઝ માંથી ઝડપથી રિકવરી મેળવવા માટે ખૂબ જ અગત્યનો છે. જેમ કે કોઈ પણ ડીઝીઝ વખતે હાઈ પ્રોટીન ડાઈટ આપવાથી ટીસ્યુ રીપેર ઝડપથી થાય છે અને ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે જેથી હેલ્થ પ્રમોટ થાય છે અને ડીસીઝ માંથી જડપી રિકવરી મળે છે.

આ ઉપરાંત વિટામિન્સ, મિનરલ્સ એ વુંડ હીલિંગમા તેમજ ઝડપ થી રિકવરી માટે મદદ કરે છે.

ક્રોનિક ડીસીઝ કન્ડિશનમાં તેના મેનેજમેન્ટ માટે થેરાપ્યુટિક ડાયટ નુ ખૂબ જ મહત્વ છે. જેમ કે ડાયાબિટીસની કન્ડિશનમાં કાર્બોહાઇડ્રેટ નો કંટ્રોલ એ ડીઝિઝના કંટ્રોલ માટે ખૂબ જ જરૂરી છે, હાર્ટ ડીસીઝના મેનેજમેન્ટ માટે લો ફેટ તેમજ લો કોલેસ્ટ્રોલ ડાયટ એ લાંબા ગાળાની ડીઝીઝ કન્ડિશનના મેનેજમેન્ટ માટે ખૂબ જ અગત્યના છે.

કોઈપણ ડીસીઝના કોમ્પ્લિકેશન ને અટકાવવા માટે પણ થેરાપ્યુટિક ડાયટ નું ખૂબ જ મહત્વ રહેલું છે. જેમ કે કોઈ કિડની ડીસીઝ વાળા પેશન્ટમાં પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ ઓછા પ્રમાણમાં આપવાથી કિડની પર થતું વધારાનું ડેમેજ અટકાવી શકાય છે, સીલીયાક ડીસીઝના કિસ્સામા સ્પેસિફિક પ્રકાર નુ ડાયેટરી ગ્લુટેન ડાયટ અવોઇડ કરવાથી તેને લગતા એલર્જીક હાઇપર રિએક્શન અટકાવી શકાય છે.

થેરાપ્યુટિક ડાયટ એ દર્દીની ઓલ ઓવર હેલ્થ જાળવવા માટે તથા તેના વેલ બિઇંગ માટે ખૂબ જ અગત્યનુ છે.

પ્રી ઓપરેટિવ કેર

  • પ્રી ઓપરેટિવ કેર એટલે સર્જરી પહેલા કરવામાં આવતું પ્રિપેરેશન અને મેનેજમેન્ટ.
  • પેશન્ટ તે હોસ્પિટલમાં એડમિટ થાય છે વેરિયસ ફિઝિકલ કન્ડિશન અને સીચવેશનના કારણે સર્જીકલ ઇન્ટરવેશન ની જરૂર હોય છે ફિઝિકલ કન્ડિશનને ટ્રીટ કરવા . નર્સ ને રિસ્પોન્સિબિલિટી હોય છે કે તે પ્રિ ઓપરેટિવ કેરને કમ્પ્લીટ કરે અને ડોક્ટર્સ ના ઓર્ડર ને ઈમ્પલિમેન્ટેશન કરે, ઓલ કેર નો રેકોર્ડ કરે.
  • પ્રિ ઓપરેટિવ કેરમાં ઘણા બધા કમ્પોનન્ટ હોય છે કે જેને સર્જરી પહેલા હોસ્પિટલમાં કરવામાં આવે છે ઘણી બધી સર્જીકલ પ્રોસિજર માં એડમીટેડ થવાની જરૂર નથી.
  • ફિઝિયોલોજીકલ અને સાયકોલોજીકલ પ્રોબલમ ને કોશિશ કરવું અને તેને કરેક્ટ કરવું જો તેને કરેક્ટ ન કરીએ તો ડ્યુરીંગ સર્જરી તેની ઈફેક્ટ થાય છે.
  • પેશન્ટને સર્જરી રિલેટેડ બધી માહિતી આપવી.
  • પેશન્ટને કેટલીક પોસ્ટ ઓપરેટિવ એક્સરસાઇઝ નુ ડેમોસ્ટ્રેશન અને ઇન્સ્ટ્રક્શન આપવુ
  • ફિઝિકલ પ્રિપેરેશન
  • સાયકોલોજીકલ પ્રિપેરેશન
  • ફિઝિયોલોજીકલ પ્રિપેરેશન
  • પ્રી મેડીકેશન
  • ઓપરેટિવ પ્રિપેરેશન
  • ઉપર દર્શાવેલા પ્રિપેરેશન તે પ્રિ ઓપરેટિવ કેરમાં કરવામાં આવે છે.

ફિઝિકલ પ્રિપેરેશન

  • ફિઝિકલ પ્રિપેરેશનમાં ફિઝિકલ અસેસમેન્ટ કરવો
  • મેડિકલ હિસ્ટ્રી કોઈ પાસ્ટ મેડિકલને વિશે હિસ્ટ્રી લેવી જેવી કે ડાયાબિટીસ હાઈપરટેન્શન અસ્થમા ટીબી માયો કાર્ડિયલ ઇન્ફેક્શન વગેરે
  • પહેલા કોઈ સર્જરી થઈ હોય તો તેના વિશે માહિતી લેવી.
  • કોઈપણ ડ્રગની એલર્જી હોય તો તેની ડિટેલમાં માહિતી લેવી.

જનરલ એક્ઝામિનેશન

ફિઝિકલ એક્ઝામિનેશન કરવું જેમાં વાઈટલ સાઇન ને ચેક કરવા અને તેનો રેકોર્ડ કરવો.

ડ્રગ અને આલ્કોહોલ યુઝ

  • પ્રરસન સાથે આલ્કોહોલિઝમની હિસ્ટ્રી હોય તો તે જાણવી. તે કોઈ ડ્રગ નો યુઝ કરે છે કે નહીં તે જાણવું.

ન્યુટ્રીશનલ એન્ડ ફ્લુઇડ સ્ટેટસ

  • પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ ને અસેસ કરવું ચેક કરવું તે ઓબેસિટી ,વેટ લોસ ,માય ન્યુટ્રીશન વગેરે જોવા મળે છે. જો તેમાં ન્યુટ્રીશનલ ડેફિસીએનસી જોવા મળતી હોય તો તેને સર્જરી પહેલા કરેક્ટ કરવી.

રેસીપિરેટરી સ્ટેટસ

  • રેસીપિરેટરી સ્ટેટસને અસેસ કરવો કારણ કે સર્જીકલ ટ્રીટમેન્ટ દરમિયાન વેન્ટિલેશન તે પોટેન્સીયલી કોમ્પ્રોમાઈઝ થાય છે
  • જો પેશન્ટને રેસીપિરેટરી ઇન્ફેક્શન હોય તો સર્જરીને પોસ્ટપોન કરવામાં આવે છે.
  • જો પેશન્ટની સ્મોકનીહિસ્ટ્રી હોય તો સર્જરીના એક મહિના પહેલા જ તેને સ્ટોપ કરી દેવી કારણ કે તે સર્જરી દરમિયાન અફેક્ટ કરે છે.

કારડીઓ વાસ્ક્યુલર સ્ટેટસ

  • જ્યારે કોઈ પેશન્ટને સર્જરી માટે પ્રિપેર કરીએ ત્યારે ગોલ હોય છે કે કારડીઓ વાસક્યુલર સિસ્ટમ બરાબર ફંકશન કરતી હોવી જોઈએ કે ઓલ બોડીમાં ઓક્સિજન, ફ્લુઇડ, ન્યુટ્રીશન મળી રહે.
  • જો બ્લડ પ્રેશર અન કન્ટ્રોલ હોય તો સર્જરીને પોસ્ટપોન કરવામાં આવે છે.
  • હિપેટીક એન્ડ રીનલ ફંકશન
  • સર્જરી પહેલા ચેક કરવું કે લીવર અને યુરીનરી સિસ્ટમ વેલ ફંક્શનિંગ છે કે નહીં કારણકે મેડિકેશન, એન એસથેટિક એજન્ટ, બોડી નું વેસ્ટ અને ટોક્સિન્સ જે એડીકવેટ પ્રોસેસ દ્વારા રીમુવ થાય છે. તેથી આ સિસ્ટમ પ્રોપર વર્ક કરે તો વેસ્ટ ને રીમુવ કરી શકે .
  • એન્ડોક્રાઈન ફંકશન
  • જો પેશન્ટને ડાયાબિટીસ હોય તો તે સર્જરી દરમિયાન હાઇપોગ્લાઇસેમિયા માં જોવાના રિસ્ક રહે તેમ જ બીફોર સર્જરી, સર્જરીદરમિયાન, સર્જરી પછી વારંવાર ગ્લુકોઝનું લેવલ ચેક કરવું પડે.
  • બીફોર સર્જરી ચેક કરવું કે કોઈ પણ એન્ડોક્રાઇન સિસ્ટમને લગતી કોઈ બીમારીઓ છે કે નહીં.
  • લેટેક્સની એલર્જી ચેક કરવી જો પેશન્ટ લેટેસ્ટ ફેન્સીટી હોય તો ઓલ કેર અને સર્જીકલ પ્રોસિજર લેટેક્સ ફ્રી ગ્લો વસ નો યુઝ કરવો.
  • બોવેલ ક્લિયરન્સ કરવું જો લોવર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇન ટ્રેકની સર્જરી હોય.
  • કેટલાક પેશન્ટને બીફોર સર્જરીના નાઈટ માં સ્લીપિંગ આપવી.
  • સર્જરીના આગલી રાતે સ્કીન પ્રિપેરેશન કરવું એસ પર ફોલ્ડર, સ્પેશિયલ શોપ દ્વારા ક્લબિંગ કરવું અને સર્જીકલ એરીયા 60 હેર રિમૂવ કરવા. સેવિંગ હેર તે વધારે રિકમન્ડેડ કરવામાં આવતું નથી કારણ કે કેટલીક સ્ટડી દર્શાવે છે કે તેના કારણે ઇન્ફેક્શનના ચાન્સ વધી જાય છે.
  • પ્રિ ઓપરેટિવ લેબોરેટરી એન્ડ ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન કરવા.

લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ

  • સી બી સી
    બ્લડ ટાઈપ અને ક્રોસ મેચ
  • સીરમ ઇલેક્ટ્રોલાઇટ
    યુરીન એનાલિસિસ
  • ચેસ્ટ એક્સરે
  • ઇસીજી

અધર ટેસ્ટ રિલેટેડ ટુ પ્રોસિજર

સાયકોલોજીકલ પ્રિપેરેશન

  • સર્જરી રિલેટેડ પેશન્ટને એન્ઝાઈટી અને ડર હોય છે
  • પેશન્ટ પોતાના ઈમોશનને નર્સ સાથે એક્સપ્રેસ કરવા જેથી તે ગુડ ફીલ કરે અને તેની એન્ઝાઇટી દૂર થાય.
  • પેશન્ટ અને તેમના ફેમિલી મેમ્બરને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
  • જો પેશન્ટને વધારે સિક્યોર ફીલ કરતું હોય તો કેટલીક વખત સર્જરીને પોસપોન કરવામાં આવે છે.
  • ઓલ સર્જીકલ પ્રોસિજર પેશન્ટને એક્સપ્લેન કરવી જેથી તેના ડરને ઘટાડી શકીએ.
  • સ્પિરીચયુલ બીલીફ તે એન્જોયટી સામે કોપ અપ કરવામાં મહત્વનો રોલ ભજવે છે

પ્રી મેડિકેશન

  • એનએસથેસિયા તે એડમિનિસ્ટર કરવામાં આવે છે પ્રી ઓપરેટિવ કેર માં, તેથી એસેફ્ટી ટેકનિક દ્વારા તેને એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.

એન્ટીઇમેટીક ડ્રગ

  • એન્ટીઇમેટીક ડ્રગ આપવામાં આવે છે જેથી એસપીરેટ થતા પ્રિવેન્ટ કરી શકીએ.દા.ત ઓન્ડાનસેટ્રોન

સેડીટીવ ડ્રગ

  • શેડિટિવ ડ્રગ જેવી કે ડાઈજે પામ તે સર્જરીના આગલી રાતે આપવામાં આવે છે જેથી મસલ્સની હાઇપર એક્ટિવિટીને પ્રિવેન્ટ કરી શકીએ.
  • ઇન્ટરા વિનસ ફ્લૂઈટ આપવામાં આવે છે એસ પર ડોક્ટર્સ ઓર્ડર.
  • પ્રોફાઈલેક્ટીક એન્ટિબાયોટિક આપવામાં આવે છે.
  • એન્ટી હાઈપરટેન્સિવ ડ્રગ જેવી કે પ્રોપેનોલોલ આપવામાં આવે છે જો જરૂર લાગે તો.
  • તેમજ બીજી પ્રિસ્ક્રાઇબ દવાઓ જેવી કે ડાય યુરેટિક, કારડીયા ડ્રગ, તેમજ પેશન્ટની કરંટ મેડીટેસન ને પ્રોવાઈડ કરવી.
  • આપવામાં આવેલી દવાઓનો રેકોર્ડ કરવો.

પ્રિ ઓપરેટિવ પ્રિપેરેશન

  • જ્યારે પેશન્ટ ઓપરેશન માટે રેડી થાય ત્યારે સર્જન પ્રિ ઓપરેટિવ પ્રિપેરેશન ઓર્ડર આપે. જો ઈલેક્ટિવ ઓપરેશન હોય તો પ્રી ઓપરેટિવ ઓર્ડર તે એક દિવસ પહેલા જ આપી દે.
  • પેશન્ટને ઓળખીને તેનો હેર રિમૂવ કરવા સર્જરી સાઈડ, ઓપરેશન પહેલા, એન્ટિસેપ્ટીક શો પ અને સેવલોન દ્વારા કમ્પ્લીટ બાથ આપવો સર્જરીના આગલા દિવસે.
  • એન્ઝાઈટીને દૂર કરવી
  • એનીમા આપવું ફોર બોવેલ કેર
  • પ્રી એનેસ્થેટિક ચેકઅપ કરવૂ
  • પ્રિ ઓપરેટિવ કનસેટ લેવી
  • લીગલ અને ઇથિકલ

Informed concert

  • સર્જરી માટે પેશન્ટ કે તેના ગારડીયન પાસેથી રિટર્ન કન્સર્ટ તે એક પ્રી ઓપરેટિવ કેર નો વાઈટલ પોર્શન છે. લો મુજબ ફિઝિશિયન કે જે પ્રોસિજર પર્ફોર્મ કરે છે તે પેશન્ટને તેના રિસ્ક ફેક્ટર અને સર્જરીના બેનિફિટ , બીજા ટ્રીટમેન્ટના ઓપ્શન વિશે સમજાવે છે.
  • જ્યારે પેશન્ટ કન્સર્ટ ફોર્મ માં સિગનેચર કરે છે ત્યારે નર્સ વીટનેસ તરીકે રહે છે. તેમાં ઈમ્પોર્ટન્ટ છે કે સર્જન દ્વારા જે તે સમજાવવામાં આવ્યું તે પેશન્ટ સમજે. કેટલીક વખત પેશન્ટ પાસેથી જે તે સમજાવવામાં આવ્યું તે પૂછવામાં આવે છે તેના પરથી પેશન્ટે કેટલું સમજ્યું તે જાણી શકાય.
  • પેશન્ટ કે જે મેન્ટલી ઇમ્પેઇડ , વધારે સેડેટેડ હોય, અથવા ક્રિટિકલ કન્ડિશન હોય તો તે લીગલી કન્સર્ટ આપવા માટે એબલ નથી , તો આવી સીચવેશનમાં તેના પત્ની ,એડલ્ટ બાળક ,એડલ્ટ સીબલીંગ તે કન્સર્ટ ફોર્મ માં સિગનેચર કરે છે.
  • જો તે પેશન્ટ 18 વર્ષથી નીચે હોય તો તેના પેરેન્ટ્સ કન્સર્ટ ફોર્મ માં સિગનેચર કરે.

Pri operative teaching

  • ઓપરેટિવ ટીચિંગમાં પેશન્ટને પ્રિ ઓપરેટિવ પિરિયડ ,સર્જરી ટાઈમ અને, પોસ્ટ ઓપરેટિવ વિશે સમજાવવું. પ્રિ ઓપરેટિવ પિરિયડમાં સર્જરી માટે પ્રિપેર કરવું.
  • સર્જરીના આગલા દિવસે પેશન્ટને કેવી રીતે પ્રિપેર કરશૂ તે સમજાવવું દા.ત સર્જરી પહેલા એની માં આપવો.
  • સર્જરી ના આઠ થી 12 કલાક પહેલા શા માટે ડ્રિંક અને ઇટ ન કરવું જોઈએ , કારણ કે એને સ્થિરિયાની ઇફેક્ટ ના કારણે વોમીટ એસ્પીરેટ થવાના ચાન્સ રહે તે પેશન્ટને સમજાવવું.
  • પેશન્ટને પૂછવું મોર્નિંગ માં બાથ લીધો છે, બધી જ જ્વેલરી મેકઅપ ,આઈ ક્લાસીસ, ડેન્ચર વગેરેને રીમુવ કરવા કહેવું ઓપરેશન રૂમમાં જતા પહેલા.
  • પેશન્ટને ઓપરેશન થિયેટર અને રિકવરી રૂમનું સેટઅપ એક્સપ્લેન કરવું. તેના સ્ટાફ મેમ્બર સ્ક્રબ અ ને માસ્ક પહેરવા કેહવુ.
  • પેશન્ટને કહેવું કે સર્જરી પછી તે રિકવરી રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવે અને ત્યાં તેનું ક્લોઝ મોનિટરિંગ કરવામાં આવે. ઓક્સિજન માસ્ક, બ્લડ પ્રેશર કફ અને બીજા મોનિટર કરવાના ઇક્વિપમેન્ટ ત્યાં અટેચ થયેલા હોય છે.
  • પેશન્ટને ઇન્સ્ટ્રક કરવું કે કેટલી એક્ટિવિટી તે કોમ્પ્લિકેશન થતા પ્રિવેન્ટ કરી શકે છે જેવી કે ડિપ બ્રિધીગ એક્સરસાઇઝ.
  • સર્જરી પછી પેન મેનેજમેન્ટ એક પ્રાઇમરી કન્સન હોય છે. પેશન્ટને કહેવું કે જ્યારે તેને પેઇન થાય ત્યારે તે મેડિકલ સ્ટાફને ઇન્ફોર્મ કરે, પેઈન સ્કેલ દ્વારા તેનું પેઈનનું લેવલ ચેક કરવું અને તેના આધારે પેઈન કંટ્રોલની મેથડ યુઝ કરવી. જેવી કે કમ્ફર્ટ પોઝીશન, માઈન્ડ ડાઈવરજનલ થેરાપી ,મ્યુઝિક થેરાપી વગેરે.

Metabolic Acidosis.

મેટાબોલિક એસિડોસિસ એ બોડીમા એસિડ બેઇઝ બેલેન્સ નુ ડિસ્ટર્બન્સ છે. જેમા બોડીમા અને બોડી ટીશ્યુ મા એસિડિક એન્વાયરમેન્ટમા વધારો થાય છે.

તેમા બ્લડ પીએચ મા નોર્મલ કરતા ઘટાડો જોવા મળે છે અને બાયકાર્બોનેટ (hco3) પણ નોર્મલ કરતા બ્લડમાં ઓછા જોવા મળે છે.

મેટાબોલિક એસીડોસીસ ત્યારે જોવા મળે છે જ્યારે બોડીમા એક્સેસ એસિડ નુ પ્રોડક્શન થતુ હોય અને બાયકાર્બોનેટ લોસ થતા હોય.

Causes

જ્યારે બોડીમા લેક્ટિક એસિડોસીસ ની કન્ડિશન ઉભી થાય ત્યારે એસિડ પ્રોડક્શનમા વધારો થાય છે અને મેટાબોલિક એસિડોસીસ જોવા મળે છે, જેના કારણો નીચે મુજબના છે.
Hypoxia
Severe Anemia
Respiratory Failure
Sepsis
Severe liver Disease

કીટોએસીડોસીસ ના કારણે પણ આ કન્ડિશન ઊભી થઈ શકે છે, જેના કારણો નીચે મુજબ છે.
Diabetic ketoacidosis
Alcoholic ketoacidosis
Starvation

કોઈ ટોક્સિક સબસ્ટન્સ જેવા કે મિથેનોલ ના ટોક્સિક ઇન્જેક્શન ના કારણે પણ મેટાબોલિક એસિડોસીસ જોવા મળી શકે છે.

બોડીમા બાયકાર્બોનેટ વધારે લોસ થવાના કારણે પણ આ કન્ડિશન ઊભી થઈ શકે છે જેના કારણો નીચે મુજબ છે.

Diarrhea
Kidney diseases

Clinical manifestations.

Fatigue
Confusion
Headache
Nausea and vomiting
Deep breathing kussmaul respiration
Low pH
Low bicaronate
Hypotension
Tachycardia
Arrhythmias
Coma

Diagnostic evaluation.

Physical examination જેમાં ડીહાઇડ્રેશન ના સાઈન જોવા મળે છે, ફ્રૂટી બ્રિધ ઓર્ડર એટલે કે શ્વાસમા ફ્રુટ ની વાસ જોવા મળે છે જે કીટો એસીડોસીસ સૂચવે છે.

ABG analysis
Serum electrolytes
Blood glucose
Renal function test

Treatment.

તેમાં મેટાબોલિક એસીડોસીસ માટેના કારણે શોધી તેની ટ્રીટમેન્ટ કરવામા આવે છે. જેમ કે અનકંટ્રોલ ડાયાબિટીસ હોય તો તેની સારવાર કરવામાં આવે છે જેમા ઇન્સ્યુલિન થેરાપી આપવામાં આવે છે.

જો કિડની ને લગતા પ્રોબ્લેમ હોય તો જરૂર જણાય તો ડાયાલિસિસ કરવામાં આવે છે.

ડાયેરિયા હોય તો તેનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. કોઈ ટોક્સિક સબસ્ટન્સ બોડી મા દાખલ થયેલા હોય તો તેના એન્ટી ડોટ આપવામાં આવે છે.

ઇલેક્ટ્રોલાઇટ મોનિટરિંગ કરી ઘટતા ઇલેક્ટ્રોલાઇટ નુ સપ્લીમેન્ટેશન કરવામાં આવે છે.

ઇન્ટ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી આપવામા આવે છે.

પેશન્ટનું આર્ટીરિયલ બ્લડ ગેસ એનાલિસિસ મોનિટર કર્યા બાદ જરૂર મુજબ ટ્રીટમેન્ટ મા ફેરફાર કરી સિવિયારીટી મુજબ મેનેજમેન્ટ કરવામા આવે છે.

પેશન્ટને continuous ઓબ્ઝર્વેશન કરવુ તથા તેના ઇનપુટ અને આઉટપુટ નું ક્લોસલી મોનેટરીંગ કરવુ.

Sources of the drugs.

પેશન્ટની ટ્રીટમેન્ટ માટે ઉપયોગમા લેવાતી અલગ અલગ પ્રકારની દવાઓના સોર્સિસ નીચે મુજબ અલગ અલગ જોવા મળે છે.

Natural sources.

plants.

નેચરલ સોર્સ માંથી દવાઓ પ્રાપ્ત થઈ શકે છે જેમા પ્લાન્ટ્સ અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ માંથી અલગ અલગ દવાઓ મેળવી શકાય છે. જેમકે ડીગોક્સીન, મોરફીન, એસ્પિરિન વગેરે દવાઓ એ પ્લાન્ટ્સ માંથી મેળવવામા આવે છે.

Animal.

ઇન્સ્યુલિન, હીપેરીન વગેરે પ્રકારની દવાઓ એ એનિમલ સોર્સ માંથી મેળવવામાં આવે છે. આ દવાઓ અલગ અલગ પ્રકારના એનિમલ માંથી મેળવી ઉપયોગમા લેવામા આવે છે.

Minerals.

દવાઓના નેચરલ સોર્સ મા મિનરલ્સ માંથી પણ અલગ અલગ દવાઓ મેળવવામા આવે છે. જેમ કે આયર્ન સપ્લીમેન્ટ, મેગ્નેશિયમ સલ્ફેટ વગેરે મિનરલ સોર્સ માંથી મેળવવામાં આવતી દવાઓ છે.

Synthetic Sources.

ઘણા કેમિકલ સિન્થેટીક દ્વારા અલગ અલગ પ્રકારની દવાઓ મેળવવામા આવે છે. જે હાલ મા બહોળા પ્રમાણમા ઉપયોગ કરવામા આવે છે. આ દવાઓમા એન્ટિબાયોટિક્સ, એન્ટી હાયપરટેન્સિવ, એનાલજેસિકસ વગેરે પ્રકારની દવાઓ અલગ અલગ સિન્થેટિક કેમિકલ ના સોર્સ માંથી મેળવવામા આવે છે.

Semi Synthetic Sources.

આમા નેચરલ કમ્પાઉન્ડ્સ ને કેમિકલી મોડીફાઇ કરી અને તેની ઇફેક્ટિવનેસ વધારવા માટે આ પ્રકારના સોર્સનો ઉપયોગ કરવામા આવે છે. તેમા તેની સાઇડ ઇફેક્ટ પણ રીડયુઝ કરવામા આવે છે. ઘણા એન્ટિબાયોટિક્સ આ રીતે મેળવવામા આવે છે.

Microbial sources.

અલગ અલગ પ્રકારના માઈક્રો ઓર્ગેનિઝમ માંથી અલગ અલગ પ્રકારની મેડિસિન્સ મેળવવામાં આવે છે. મુખ્યત્વે એન્ટીબાયોટિક મેડિસિન આ પ્રકારના સોર્સથી મેળવવામા આવે છે.

Causes of Epilepsy.

એપીલેપ્સી એ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. જેમા રીકરંટ ઇન્વોલન્ટરી સીઝર જોવા મળે છે. તેના કારણો નીચે મુજબના છે.

Genetic causes. વારસાગત પણ mother અને father તરફ થી આ કન્ડિશન આવતી જોવા મળે છે.

Brain injuries. પડી જવાથી કે બ્રેઇન માં ઇજા થવાથી આ કન્ડિશન ઊભી થઇ શકે છે.

Stroke. Cerebro Vascular Accidents જેવા કારણો ના લીધે.

Brain tumors કે બ્રેઇન લિઝન ના લીધે પણ એપીલેપ્સી જોવા મળી શકે છે.

Infections જેવા કે મેનીનજાઇટિસ, એંસેફેલાઈટીસ વગેરે ના લીધે.

Congenital brain abnormalities ના કારણે પણ બાળકો માં આ કન્ડિશન જોવા મળે છે.

Metabolic abnormalities
Electrolytes imbalance
Hypoglycemia
Hypoxia

ઉપરોક્ત કારણો ના લીધે જોવા મળે છે.

Role of nurse.

બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના ઓર્ગન ડોનેશન માટે નર્સનો રોલ એ મલ્ટી ફેક્ટોરીયલ છે. જેમા નીચે મુજબના ઘણા એરિયામા તેની રિસ્પોન્સિબીલીટી રહેલી છે.

નર્સ એ બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિને આઇડેન્ટીફાય કરવો અને બ્રેઇન ડેડ માટેના ક્રાઈટેરિયા આઇડેન્ટીફાય કરવા જોઈએ

બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિને ઓર્ગન ડોનેશન માટે ની ઓર્ગેનાઇઝેશન મા તાત્કાલિક રીફર કરવો જોઈએ અથવા તો જે તે ઓર્ગેનાઈઝેશનના વ્યક્તિઓને તેની જાણ કરવી જોઈએ જેથી તે સમયસર વ્યક્તિ પાસે પહોંચી ઓર્ગન ડોનેશન નો પ્રોસિજર કરી શકે.

બ્રેઇન ડેડ ડિક્લેર કરવા માટેના ક્લિનિકલ એસસમેન્ટ દરમિયાન ડોક્ટરને આસિસ્ટ કરવુ તેમજ તેને લગતા તમામ મેડિકલ રેકોર્ડ્સ એક્યુરેટ મેન્ટેન કરવા અને તેની કન્ડિશન, ટ્રીટમેન્ટ અને દરેક ડીટેઇલ બરાબર એડ કરવી.

બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિ ના ફેમિલી સાથે કોમ્યુનિકેશન કરવુ તેમજ તેના ફેમિલી મેમ્બર ને આશ્વાસન અને ઈમોશનલ સપોર્ટ આપવો.

બ્રેઇન ડેડ વ્યક્તિના vital sign મોનિટર કરવા તેમજ તેનુ હિમોડાયનેમિક સ્ટેબિલિટી, ઇલેક્ટ્રોલાઇટ્સ મોનીટર કરવુ અને સ્ટેબિલાઇઝ કરવું.

ઇન્ફોર્મડ કન્સલ્ટ ખાસ લેવી અને તેના માટેની કોન્ફિડન્સિયાલીટી મેન્ટેન કરવી.

ઓર્ગન રીસીવ કરનાર વ્યક્તિને સર્જીકલી પ્રિપેર કરવો અને તેની પ્રિ ઓપરેટીવ કેર અને ઇન્ટરવેશન્સ લેવા.

ડોનેશન પછી ની પ્રોપર કેર અને કોમ્યુનિકેશન જાળવવુ અને ડોનરના ફેમિલીને સપોર્ટ આપવો અને ડોનેશન કમ્પ્લીટ થયાની જાણ કરવી.

ઓર્ગન ડોનેશન માટેનુ એજ્યુકેશન દરેક વ્યક્તિઓમા ફેલાય તેના માટે હેલ્થ એજ્યુકેશન ને લગતી કામગીરી કરવી આ પ્રોસેસથી વ્યક્તિનુ જીવ બચાવી શકાય છે તે બાબતની અવેરનેસ લોકોમાં ફેલાય તે બાબતે કામગીરી કરવી.

નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ કોલોસ્ટોમી:

કોલેસ્ટ્રોમી વાળા પેશન્ટના મેનેજમેન્ટ માં પેશન્ટ ની ફિઝિકલ અને ઇમોશનલ વેલ્બીંગ ની ખાતરી કરવા માટે કોમ્પ્રાહેન્સીવ કેર નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

કોલેસ્ટોમી વાળા પેશન્ટના નર્સિંગ મેનેજમેન્ટ ના મેઇન આસ્પેક્ટ નીચે મુજબ છે:

1)પ્રિ-ઓપરેટિવ કેર:

પેશન્ટ એજ્યુકેશન

પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સને કોલોસ્ટોમી ની પ્રોસિઝર,તેના કારણો અને પોસ્ટ ઓપરેટીવ શું એક્સપેક્ટેશન્સ છે તેનું પ્રોપરલી એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટને કોલોસ્ટોમી ના કારણે તેની લાઇફ સ્ટાઇલમાં થતા ચેન્જીસ અને ઇમોશનલ ઇમ્પેક્ટ ને સમજાવવું.

ફિઝિકલ પ્રિપેરેશન

પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ, ફ્લુઇડ બેલેન્સ તથા સ્કીન કન્ડીશન ને પ્રિ – ઓપરેટિવલી એસેસ કરવું.

2) પોસ્ટ ઓપરેટિવ કેર:

અસેસમેન્ટ એન્ડ મોનીટરિંગ

પોસ્ટ ઓપરેટિવલી પેશન્ટ ના વાઇટલ સાઇન, પેઇન લેવલ તથા સર્જીકલ સાઇટ કોઇપણ ઇન્ફેક્શન ની કોમ્પ્લિકેશન છે કે કેમ તે પ્રોપરલી અસેસ કરવું.
ત્યારબાદ સ્ટોમાની કન્ડિશન અસેસ કરવી જેમાં સ્ટોમાનો કલર, સાઇઝ ,શેપ ,તથા આઉટપુટ ને અસેસ કરવું. જેમાં હેલ્થી શોસ્ટોમા એ સામાન્ય રીતે રેડ અથવા પિંક કલરનું હોય છે.

પેઇન મેનેજમેન્ટ

પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરેલી એનાલ જેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને પેઇન ને રીલીફ કરવા માટે નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ કરવું જેમાં પેશન્ટ ને પ્રોપરલી પોઝિશનિંગ પ્રોવાઇડ કરવી તથા રિલેક્સેશન ટેકનીક માટે એડવાઇઝ આપવી.

સ્ટોમા કેર

સ્ટોમાં કેર કેવી રીતે કરવી તથા કોલોસ્ટોમી બેગ ને ચેન્જ કઇ રીતે કરવી તેના વિશે પેશન્ટ તથા ફેમીલી મેમ્બર્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
સ્ટોમાની આજુબાજુ ની સ્કીન એ ઇરિટેશન તથા ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે સ્કીન ને ક્લીન તથા ડ્રાય રાખવી.
સ્કીન બ્રેકડાઉન થતું પ્રિવેન્ટ કરવા માટે તથા સ્કીન ને પ્રોટેક્ટ કરવા માટે સ્કીન બેરિયર અથવા પ્રોટેક્ટિવ પેસ્ટ નું એપ્લિકેશન કરવું.

ડાયટ એન્ડ ન્યુટ્રીશન

પેશન્ટ ને જે ફૂડ દ્વારા ગેસ ,ઓડર અથવા બ્લોકેજ કરી શકે તેવું ફૂડ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
હીલિંગ તથા ઓવરઓલ હેલ્થને પ્રમોટ કરવા માટે બેલેન્સ ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ

પેશન્ટને ડીહાઇડ્રેશન ની કન્ડિશનથી પ્રિવેન્ટ કરવા માટે પેશન્ટનું ફ્લુઇડ ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મોનિટર કરવો.
પેશન્ટ નું ઇલેક્ટ્રોલાઇટ લેવલ અસેસ કરવું તથા કોઇ ઇમબેલેન્સ હોય તો તેને પ્રોપરલી કરેક્ટ કરવું.

સાયકોલોજિકલ સપોર્ટ

પેશન્ટને બોડી ઈમેજ ચેન્જીસ થાય તથા લાઇફ સ્ટાઇલ મા એડજસ્ટમેન્ટ થવા માટે પ્રોપરલી ઇમોશનલ સપોર્ટ અને કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ને જો જરૂરિયાત હોય તો સપોર્ટ ગ્રુપ તથા કાઉન્સિલિંગ સર્વિસીસમાં રિફર કરવું.

એજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગ

પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સને કોલેસ્ટોમી કેર વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું તથા કોઇ કોમ્પ્લિકેશન હોય તો મેડિકલ હેલ્પ લેવા માટે એડવાઇઝ આપવી.
હોમ કેર માટે રિટન (લેખીત)માં મટીરીયલ્સ તથા રિસોર્સીસ પ્રોવાઇડ કરવું.

રીહેબ્લીટેશન એન્ડ ફોલોઅપ

પેશન્ટ સહન કરી શકે તે પ્રમાણે એક્ટિવિટી ને ધીમે ધીમે ફરી સ્ટાર્ટ કરવા માટે એન્કરેજ કરવું.
પેશન્ટની ઓવરઓલ હેલ્થ કન્ડિશન તથા સ્ટોમા ને અસેસ કરવા માટે રેગ્યુલર ફોલોઅપ અપોઇમેન્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ઇન્ફેક્શન

સ્ટોમા સાઇડ પર રેડનેસ, સ્વેલિંગ, વામૅનેશ અથવા ડ્રેઇનેજ જેવા ઇન્ફેક્શન ના સાઇન તથા સીમટોમ્સ છે કે નહીં તે પ્રોપરલી એસેસ કરવું.
સ્ટોમા રિટ્રેક્શન, પ્રોલલેપ્સ અથવા નેક્રોસિસ માટે મોનિટર કરવું.
સ્ટોમા ના કલર અથવા આઉટપુટમાં થતા કોઇપણ ચેન્જીસ નું ઇમિડિએટલી જાણ કરવી.

સ્કિન ઇરીટેશન

સ્ટોમાની આજુબાજુ ની સાઇટ પર કોઇપણ પ્રકારનું ઇરીટેશન થતું હોય કે સ્કીન બ્રેકડાઉન હોય તો તેને પ્રોપરલી ચેક કરવું.
પ્રોપરલી સ્કીન બેરિયર નો યુઝ કરવો અને તે એન્સ્યોર કરવું કે ઓસ્ટોમી એપ્લાયન્સ એ પ્રોપરલી ફિટ છે કે કેમ.

ડિહાઇડ્રેશન

પેશન્ટને ડીહાઇડ્રેશનના કોઇપણ સાઇન છે કે કેમ તે અસેસ કરવું સ્પેશિયલી જ્યારે કોલેસ્ટ્રોમી નુ આઉટપુટ વધારે હોય તેવી કન્ડિશન સમયે.

ન્યુટ્રીશનલ ડેફિશિયન્સી

પેશન્ટ ને એડીક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ મળી રહ્યું છે તેની પ્રોપરલી ખાતરી કરવી તથા માલન્યુટ્રીશનના કોઇપણ સીમટોમ્સ છે કે નહીં તેના વિશે મોનિટરિંગ કરવું.

કોલોસ્ટોમી વાળા પેશન્ટ નું ઇફેક્ટિવલી નર્સિંગ મેનેજમેન્ટ કરવા માટે પ્રોપરલી એજ્યુકેશન, સાવચેતી પૂર્વક કેર, તથા કંટીન્યુઅસ સપોર્ટ ની જરૂરિયાત રહે છે.

પેશન્ટની ફિઝિકલ અને ઇમોશનલ બંને નીડ ને ધ્યાનમાં રાખીને નર્સ એ પેશન્ટને કોલોસ્ટોમી સાથે લાઇફ ને એડોપ્ટ કરવામાં અને લાઇફ ની ગુડ ક્વોલિટી ને જાળવવામા ક્રુશિયલ રોલ પ્લે કરે છે.

Published
Categorized as Uncategorised