COMMUNITY HEALTH NURSING = 26/09/2024
Q-1 a. Define health education – હેલ્થ એજયુકેશનની વ્યાખ્યા આપો. 03
આલ્મા આટા (1978) મુજબ ” હેલ્થ એજ્યુકેશન એ એક એવો પ્રોસેસ છે કે જે લોકો ની હેલ્થ પ્રેક્ટિસ મા નોલેજ અને વર્તણુક સબંધિત ફેરફારો લાવવા પ્રોત્સહિત થાય તેમજ હેલ્થ બાબતે વ્યક્તિગત હેલ્થી રહી શકે અને જરુરિયાત મુજબ મદદ મેળવી શકે
b. Write barriers of communication – કોમ્યુનિકેશનનાં અવરોધો લખો.04
1.ફિઝિયોલોજીકલ બેરિયર
જેમાં સેન્સરી ઓર્ગન કામનો કરતા હોય જેમકે સાંભળીને શકવું જોઈ ન શકું વગેરે તેમજ એક્સપ્રેશન ન કરી શકું. મેસેજ મેળવી ન શકો કે આપી ન શકવુ નો સમાવેશ થાય છે
૨. સાયકોલોજીકલ બેરિયર
જેમાં લાગણીની બાબતોનો સમાવેશ થાય છે જેમાં ચિંતા સ્ટ્રેસ ફિયર ઈન્ટેલિજન્સી ઈગો વગેરે બાબતોનો સમાવેશ થાય છે
૩.એન્વાયરમેન્ટલ બેરિયર
જેમાં પૂરતું લાઈટ અને વેન્ટિલેશન ન હોવું વધારે પડતું હોય તો ખૂબ જ ઓછું ટેમ્પરેચર હોવું ખૂબ જ વધારે પડતો અવાજ અથવા કંજશન વગેરે નો સમાવેશ થાય છે.
4. કલ્ચરલ બેરિયર
જેમાં લોકોની સાંસ્કૃતિક બાબતો જેવું કે તેમનું રિલિજિયન તેમના તેમનું એટીટ્યુડ લેંગ્વેજ પર્સનાલિટીની ખાસિયતો તેનું નોલેજ સમજ શક્તિ વગેરે બાબતોનો સમાવેશ થાય છે
c. Explain principles of health education. પ્રાયમરી હેલ્થ કેરના સિધ્ધાંતો સમજવો.05
1.ઇન્ટરેસ્ટ એટલે કે રસ (Interest)
આ એક જાણીતો સાયકોલોજીકલ એપ્રોચ છે
જો લોકોને રસ હોય તો જ લોકો શીખે છે હેલ્થ એજ્યુકેશન લોકોના રસ સાથે સંબંધ ધરાવે છે તેથી હેલ્થ એજ્યુકેશન આપતા પહેલા સૌપ્રથમ લોકોની હેલ્થનીડ જાણવી જોઈએ લોકોની હેલ્થનીડને ધ્યાનમાં રાખીને હેલ્થ એજ્યુકેશન આપીએ તો લોકોને તેમાં રસ રહે છે
2.મોટીવેશન (Motivation)
ઈચ્છા અથવા પ્રેરણા બે પ્રકારની છે
પ્રાઇમરી
જેમાં ભૂખ ઊંઘ તરત બચાવ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે
સેકન્ડરી
જેમાં ઈચ્છા શક્તિ કે બહારના બીજા બળથી ઉત્તેજના મળેલ હોય તો તેનો સમાવેશ થાય છે પ્રેમ પ્રશંસા હરીફાઈ ઓળખ બદલા ની ભાવના કે શિક્ષા આ દરેક વ્યક્તિ માટે જરૂરી નીટ છે મોટીવેશન હેલ્થ એજ્યુકેશનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે મોટીવેશન બીજા લોકોની વર્તણુકમાં ફેરફાર લાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય
3.પાર્ટીશીપેશન (Participation)
પાર્ટિસિપેશન એ હેલ્થ એજ્યુકેશન નો મુખ્ય ભાગ છે તે એક્ટિવ લર્નિંગ પર આધારિત છે તેમજ પેસિવ લર્નિંગ કરતા ઉત્તમ છે જેમાં વ્યક્તિગત ભાગ લેવાથી વ્યક્તિની સ્વીકૃતિ જોવા મળે છે ગ્રુપ ડિસ્કશન પેનલ ડિસ્કશન વર્કશોપ વગેરે એક્ટિવ લર્નિંગ ના પ્રકાર છે
4. કોમ્પ્રિહેન્સન (Comprehension)
હેલ્થ એજ્યુકેશનમાં કોમ્યુનિટી નો પ્રકાર અને તેની રીતભાત એજ્યુકેશન લેવલ ઇકોનોમિકલ સ્ટેટ્સ અને તેઓના ધંધાનો પ્રકાર જણાવો ખૂબ જરૂરી છે તેઓની સંસ્કૃતિ ધર્મ ટેવ અને જનરલ બિહેવિયર વિશેનું જ્ઞાન હોવું જોઈએ કોમેડી ની આ માહિતી મળે છે જેથી તે પોતાની ભાષા નક્કી કરેલ વિચારો તેઓની ભાષાઓ રહેણીકરણી ધોરણ પ્રમાણે રજૂ કરે છે જેથી લોકો તેને આપેલ સંદેશો સરળતાથી સમજી શકે
5.ક્રેડિબિલિટી (Credibility)
કોમ્યુનિકેટ કરવામાં આવેલ મેસેજ વિશ્વસનીય હોવો જોઈએ તે સાયન્ટિફિક નોલેજ સાથેનો હોવો જોઈએ તેમજ કલ્ચર લોકલ કલ્ચર એજ્યુકેશનલ સિસ્ટમ અને આપણા ગોલ સાથે મેચ થતો હોય તેવો હોવો જોઈએ જ્યાં સુધી આપણે લોકોનો વિશ્વાસ નહીં જીતીએ ત્યાં સુધી આપણે સારું કોમ્યુનિકેશન કરી શકશો નહીં
6.રીઇન્ફોર્સમેન્ટ (Reinforcement)
ખૂબ ઓછા લોકો એક જ વખત શીખવાડવાથી શીખી જતા હોય છે જ્યારે ઘણા બધા લોકો શીખી શકતા નથી અથવા નવા વિચારો કે બાબતો સ્વીકારવા માટે તેને વારંવાર મળવાની કે તે મેસેજ જુદા જુદા રસ્તાઓ થી વારંવાર આપવાની જરૂરિયાત પડે છે જેથી ઇફેક્ટિવ હેલ્થ એજ્યુકેશન રહે
7.લર્નિંગ બાઈ ડુઇંગ (Learning by Doing)
શીખવું એ એક પ્રક્રિયા છે એક ચાઈનીઝ કહેવત પ્રમાણે કંઈ જાતે કરે છે તે વધારે લાંબો સમય યાદ કરી શકે છે તેથી હેલ્થ એજ્યુકેશન એ રીતે આપવું જોઈએ કે જેથી લોકો પોતાની પ્રેક્ટિસમાં ન મૂકે ત્યાં સુધી ચાલુ રાખવું
7.નોન ટુ અનનોન (known to unknown)
હેલ્થ એજ્યુકેશનમાં કામની શરૂઆત લોકો જાણતા હોય તેવી બાબતથી ન જાણતા હોય તેવી પ્રક્રિયાથી કરવી જોઈએ
8.ગુડ હ્યુમન રિલેશનશિપ (Good Human Relationship)
લોકો સાથે સારા ફ્રેન્ડલી સંબંધો પ્રસ્થાપિત કરવા જોઈએ તેનાથી સારું પરિણામ મળે છે
9.લીડર (Leader)
ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એજ્યુકેશન આપવા માટે લોકલ લીડર કે જેનું જે તે લોકોમાં હોય તેની મદદ લઈએ તો સારી રીતે હેલ્થ એજ્યુકેશન આપી શકીએ
OR
a. Define primary health care પ્રાયમરી હેલ્થ કેરની વ્યાખ્યા આપો.03
પ્રાથમિક આરોગ્ય સંભાળ – પ્રાથમિક આરોગ્ય સંભાળનો ખ્યાલ ભારતમાં મૂળભૂત આરોગ્ય સેવાઓના ખ્યાલ જેવો જ હતો જે 1946માં ભોર સમિતિ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને આઝાદી પછી ભારત સરકાર દ્વારા ક્રમિક પંચવર્ષીય યોજનાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો.
પ્રાથમિક આરોગ્ય સંભાળની વ્યાખ્યા – WHO મુજબ, “ પ્રાઇમરી હેલ્થ કેર એ ખૂબ જ જરૂરી હેલ્થ કેર છે જે દરેક જગ્યાએ વ્યક્તિ ફેમિલી અને સમાજના સંપૂર્ણ સહયોગથી સ્વીકારેલ મેથડ અને ટેકનોલોજી દ્વારા પ્રેક્ટીકલી અને વૈજ્ઞાનિક રીતે દરેક જગ્યાએ આપી શકાય તેવી દેશ દ્વારા એફોર્ડ થઈ શકે તેવી આપવામાં આવતી આરોગ્ય સેવાઓને પ્રાઇમરિ હેલ્થ કેર કહેવામાં આવે છે “
પ્રાથમિક આરોગ્ય સંભાળનો ખ્યાલ
Accountibility – જવાબદારી
Affordibility – પોસાય એવી
Available – ઉપલબ્ધ છે
Acceptable– સ્વીકાર્ય
Accessibility – સુલભ
b. Write elements of primary health care. પ્રાયમરી હેલ્થ કેરનાં એલિમેન્ટસ લખો.04
પ્રાઇમરી હેલ્થ કેર ના એલિમેન્ટ્સ:
પ્રાઇમરી હેલ્થ કેર:
પ્રાઇમરી હેલ્થ કેર એ એ એક એસેન્સીયલ હેલ્થ કેર છે જે યુનિવર્સલી બનાવવામાં આવે છે કે જે દરેક વ્યક્તિ સુધી એક્સેસિબલ હોવી જોઇએ તથા દરેક વ્યક્તિ ના તેમાં ફૂલ્લી પાર્ટીસિફિકેશન દ્વારા કેર એ એક્સેપ્ટેબલ હોવી જોઇએ તથા પ્રાઇમરિ હેલ્થ કેર એ કોમ્યુનિટી અને કન્ટ્રી ને કોસ્ટમાં પરવળી શકે તેવી હોવી જોઇએ.પ્રાઇમરી હેલ્થ કેર ના એસેન્સીયલ 8 એલિમેન્ટ્સ છે જે નીચે મુજબ ના છે:
ELEMENTS(તત્વો):
1) E : એન્સ્યોર સેફ વોટર સપ્લાય,
2) L: લોકલી એન્ડેમીક ડીસીઝ કંટ્રોલ
3) E: એજ્યુકેશન
4) M: મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (ઇમ્યુનાઇઝેશન અગેઇન્સ ઇન્ફેક્સીયસ ડિસીઝ)
5) E: એન્વાયરમેન્ટલ સેનિટેશન
6) N:ન્યુટ્રીશન
7) T : ટ્રીટમેન્ટ ઓફ માયનર અલાઇનમેન્ટ
8) S: સ્કૂલહેલ્થ સર્વિસીસ.
1) E : એન્સ્યોર સેફ વોટર સપ્લાય:
સેફ ડ્રિંકિંગ વોટર નું એડીક્યુએટ અમાઉન્ટ માં સપ્લાય તથા સેનિટેશન એ ગુડ હેલ્થ માટે અગત્ય નુ હોય છે અને તે એક એન્વાયરમેન્ટ નું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે.વોટર બોર્ન ડિસીઝ ને પ્રિવેન્ટ કરવા માટે તથા ઓવરઓલ હેલ્થને પ્રમોટ કરવા માટે સેફ ડ્રીન્કિંગ વોટર ની પહોંચ અગત્યની હોય છે.પ્રાઇમરી હેલ્થ કેર મા કમ્યુનિટી ને સ્વચ્છ અને સુરક્ષિત પાણીના સ્ત્રોતોની એક્સેસ મળે તે ખાતરી કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે, જે ડિસીઝ પ્રિવેન્શન અને હેલ્થ પ્રમોશન માટે ફંડામેન્ટલ ( મૂળભૂત) છે.
2) L: લોકલી એન્ડેમીક ડીસીઝ કંટ્રોલ:
પ્રાઇમરી હેલ્થ કેર નો મેઇન ફોકસ એ છે કે કોઇપણ ચોક્કસ રિજીયન અથવા કમ્યુનિટીમાં કોઇપણ એન્ડેમિક ડિસીઝ હોય તો તેને કંટ્રોલ કરવો. તેમાં સર્વેઇલન્સ, પ્રિવેન્ટીવ મેઝર્સ (જેમ કે વેક્સિનેશન એન્ડ વેક્ટર કન્ટ્રોલ) તથા લોકલી પ્રિવેલેન્ટ ડિસીઝ નુ અર્લી ડિટેક્શન તથા તેની ટ્રીટમેન્ટ નું ઇનવોલ્વમેન્ટ થાય છે.મોર્બીડિટી રેટ ને રીડયુઝ કરવા માટે લોકલી એન્ડ એન્ડેમીક ડિસીઝ નુ પ્રિવેન્શન તથા કંટ્રોલ કરવું.
3) E: એજ્યુકેશન:
હેલ્થ એજ્યુકેશન એ પ્રાઇમરી હેલ્થ કેરનું એક મુખ્ય ઘટક છે.તેનો એઇમ વ્યક્તિઓ અને કમ્યુનીટી ને નોલેજ અને સ્કિલ સાથે તેમના સ્વાસ્થ્ય વિશે ઇન્ફોમ્ડ ડિસિઝન લેવા માટે એમ્પાવર(સશક્ત) કરવાનો છે.એજ્યુકેશનમાં હાઇજીન પ્રેક્ટિસ, ન્યુટ્રીશન, ફેમિલી પ્લાનિંગ,સેક્સ્યુઅલ હેલ્થ, એન્ડ પ્રિવેન્શન ઓફ ડિસીઝ સહિતના વિષયો ની વાઇડ રેન્જ ને કવર કરવામા આવે છે.લોકોને હેલ્થ અને હાલની હેલ્થ પ્રોબ્લેમ્સ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું. આ આ હેલ્થ પ્રોબ્લેમ્સ ને કંટ્રોલ કરવા અને અટકાવવા માટે અમુક પગલાં ઘડવામાં આવે છે અને લોકોને તેમની પાસે અવેઇલેબલ હેલ્થ સર્વિસીસ વિશે અવેર કરવામાં આવે છે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય.
4) M: મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (ઇમ્યુનાઇઝેશન અગેઇન્સ ઇન્ફેક્સીયસ ડિસીઝ):
મધર અને ચાઇલ્ડ એ સ્વાસ્થ્ય સમસ્યાઓથી સફર થતા સૌથી વુલનરેબલ( સંવેદનશીલ) ગ્રુપ છે અને વસ્તીની મોટી ટકાવારી માટે જવાબદાર છે. પ્રાઇમરી હેલ્થ કેર એ મધર તથા ચાઈલ્ડ ની
હેલ્થ સર્વિસીસ પર નોંધપાત્ર ભાર મૂકે છે.આમાં લાઇફના ક્રિટીકલ સ્ટેજીસ દરમિયાન હેલ્થી ડેવલોપમેન્ટ ની ખાતરી કરવા માટે પ્રિનેટલ કેર,સેફ ચાઇલ્ડ બર્થ,પ્રોપર્લી પોસ્ટ નેટલ કેર,ન્યુ બોર્ન કેર, ઇમ્યુનાઇઝેશન ,
ગ્રોથ મોનિટરિંગ તથા ન્યુટ્રીશન નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.ઇલનેસ અને અન્ય રિસ્ક થી મધર અને ચાઇલ્ડ નું રક્ષણ ફેમિલીસ અને કમ્યુનીટી ના ગુડ હેલ્થ ની ખાતરી કરે છે.
ઇમ્યુનાઇઝેશન અગેઇન્સ ઇન્ફેક્સીયસ ડિસીઝ:
ચાઇલ્ડ ને પ્રોપર્લી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઇડ કરી તેમને મેજર ઇન્ફેક્શિયસ ડીસીઝમાંથી પ્રોટેક્ટ કરવા.જેમ કે,
પોલીયોમાયલાઇટીસ,
ડીપ્થેરિયા,
ટીટેનસ,
મિસલ્સ,
ટ્યુબરક્યુલોસીસ,
હિપેટાઇટિસ બી.વગેરે જેવા ઇન્ફેક્શિયસ કન્ડિસન થી પ્રિવેન્ટ માટે ચાઇલ્ડ ને પ્રોપરલી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઇડ કરવું.
5) E: એન્વાયરમેન્ટલ સેનિટેશન:
પુઅર હાઇજીન તથા એન્વાયરમેન્ટલ કન્ડિશન ના કારણે થતી ડીઝીઝ ને પ્રિવેન્ટ કરવા માટે એન્વાયરમેન્ટલ સેનિટેશન એ એસેન્સીયલ હોય છે.પ્રાઇમરી હેલ્થ કેર મા
સેનિટેશન મા ઇમ્પ્રુવમેન્ટ કરવું, વેસ્ટ મટીરીયલ્સ નું પ્રોપરલી નિકાલ કરવો,તથા કોમ્યુનીટી મા કોમ્યુનિકેબલ ડિસીઝ જેવા રિસ્ક ને રીડયુઝ કરવા માટે હાઇજીનિક પ્રેક્ટિસિસ માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
6) N:ન્યુટ્રીશન:
ગુડ ન્યુટ્રીશન એ હેલ્થ માટે તથા ચાઇલ્ડ ના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે એસેન્સીયલ હોય છે.પીપલ્સ ને બેલેન્સ ડાયટ પર ધ્યાન આપવા માટે એન્કરેજ કરવું જોઇએ.ન્યુટ્રીયન્સ એ પ્રાઇમરી હેલ્થ કેર નો પાયો છે.જે માલન્યુટ્રીશન તથા ઓવરન્યુટ્રીશન બંને ને ઇસ્યુસ તરીકે ઓળખાવે છે. તેમા,હેલ્થ આઉટકમ ને ઇમ્પ્રુવ કરવા માટે તથા ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી ને પ્રિવેન્ટ કરવા માટે,
પ્રમોશન ઓફ બેલેન્સ ડાયટ, માઇક્રોન્યુટ્રીયંટ્સ, સપ્લીમેન્ટેશન,સપોર્ટ બ્રેસ્ટફીડિંગ,તથા ન્યુટ્રીશનલ કાઉન્સેલિંગ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.ફૂડ પ્રિપેરેશન અને ડાયટ માં પ્રેઝન્ટ ન્યુટ્રીઅન્ટસ ને પ્રિઝરવિંગ કરવા માટે નોલેજ પ્રોવાઇડ કરવું જરુરી હોય છે.
7) T : ટ્રીટમેન્ટ ઓફ માયનર અલાઇનમેન્ટ:
પ્રાઇમરી હેલ્થ કેર એ કોમન હેલ્થ કન્ડિશન તથા માઇનર અલાઇનમેન્ટ માટે એક્સેસિબલ તથા ટાઇમલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે. તેમાં પ્રાઇમરી હેલ્થ કેર એ ટ્રેઇન હેલ્થ કેર પર્સનલ દ્વારા ઇલનેસ( જેમ કે, રેસ્પીરેટરી ઇન્ફેક્શન, ડાયરિયા, સ્કિન કન્ડિશન તથા માઇનર ઇન્જરી) ને મેનેજ કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે. તથા ડ્રગ્સ ની ઇઝીલી અવેઇલેબિલીટી હોવી જોઇએ.
8) S: સ્કૂલહેલ્થ સર્વિસીસ:
સ્કૂલ હેલ્થ સર્વિસીસ ને પ્રાઇમરિ હેલ્થ કેર સાથે સ્કૂલ એજ ચાઇલ્ડ ની હેલ્થ તથા વેલ્બીંગ ને ઇમ્પ્રુવ કરવા માટે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે.આ સર્વિસીસ મા સ્ક્રિનિંગ,ઇમ્યુનાઇઝેશન, હેલ્થ એજ્યુકેશન સેસન, કાઉન્સેલિંગ, તથા જ્યારે જરૂરિયાત હોય ત્યારે ફરધર ઇવાલ્યુએશન અને ટ્રીટમેન્ટ માટે રીફર કરવુ.
આમ, પ્રાઇમરી હેલ્થ કેરમાં ટોટલ 8 એલિમેન્ટ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
c. Explain the principles of primary health care. – પ્રાયમરી હેલ્થ કેરનાં સિધ્ધાંતો સમજાવો.05
પ્રિન્સિપલ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર( principles of primary health care):
પ્રાઇમરી હેલ્થ કેર ના મેઇન્લી 5 પ્રિન્સિપલ્સ છે.
1) ઇક્વીટેબલ ડિસ્ટ્રીબ્યુશન ,
2) કમ્યુનિટી પાર્ટીશીપેશન,
3) એપ્રોપ્રિએટ ટેકનોલોજી,
4) ફોકસ ઓન પ્રિવેન્શન,
5) ઇન્ટરસેકટોરલ કોઓર્ડીનેશન
1) ઇક્વીટેબલ ડિસ્ટ્રીબ્યુશન :
હેલ્થ સર્વિસીસ તથા રિસોર્સીસ નુ કોમ્યુનિટીમાં ઇક્વલી રીતે ડિસ્ટ્રીબ્યુશન થવું જોઇએ. પ્રાઇમરી હેલ્થ કેર એ જાતિ, સંપ્રદાય અને જેન્ડર, ધર્મ, અમીર, ગરીબ, શહેરી કે ગ્રામીણ ના કોઇપણ ભેદભાવ વિના બધા માટે અવેઇલેબલ હોવી જોઇએ. આ પ્રિન્સિપલ મુજબ પ્રાઇમરી હેલ્થ કેર એ દરેક વ્યક્તિ, ફેમિલીસ તથા કોમ્યુનિટી માં અવેઇલેબલ હોવી જોઇએ. તે સામાજિક ન્યાય પર આધારિત હોય છે. જે લોકો રૂરલ એરિયા માં રહેતા હોય તે વ્યક્તિ પ્રાઇમરી હેલ્થ કેર નો મેઇન ટાર્ગેટ હોય છે.
2) કોમ્યુનિટી પાર્ટિસિપેશન:
કોમ્યુનિટીના ઇનવોલ્વમેન્ટ વગર પ્રાઇમરી હેલ્થ કેર નો ગોલ એચિવ કરવો એ ડીફીકલ્ટ હોય છે.હેલ્થ સર્વિસીસ ના પ્લાનિંગ, ઇમ્પલીમેન્ટેશન, અને મેઇન્ટેનન્સ માં કોમ્યુનીટી નુ ઇન્વોલ્વમેન્ટ મેળવવા માટે સતત પ્રયત્નો કરવા જોઇએ.વિલેજીસ ના લોકલ હેલ્થ વર્કર જેમ કે વિલેજ હેલ્થ ગાઇડ,આંગણવાડી વર્કર,આશા, ટ્રેઇન દાય એ કોઇપણ કોમ્યુનિકેશન બેરિયર તથા કલ્ચર ની ઓવરકમ કરી હેલ્થ સર્વિસીઝ પ્રોવાઇડ કરે છે.
આ એવી રીતે કરવામાં આવે છે કે તે કોમ્યુનીટી માટે સ્વીકાર્ય બને.
3) એપ્રોપ્રિએટ ટેકનોલોજી:
પ્રાઇમરી હેલ્થ કેર માં વપરાતી ટેક્નોલોજી સાઇન્ટીફિક રીતે યોગ્ય, સેફ,સામાજિક રીતે સ્વીકાર્ય, લોકલ રિક્વાયરમેન્ટ ને અનુરૂપ અને ફાઇનાન્સિયલ પરવળી શકે તેવી હોવી જોઇએ અને લોકલી સ્તરે અવેઇલેબલ હોવી જોઇએ.Ex :ORS નો ઉપયોગ ડાયરિયા ની ટ્રીટમેન્ટ માટે એક ઉદાહરણ છે.
4) ફોકસ ઓન પ્રિવેન્શન:
પ્રાઇમરી હેલ્થ કેર નું મેઇન ફોકસ એ ડિસીઝ ને ટ્રીટ કરવુ તે નહી પરંતુ ડિસિઝ નું પ્રિવેન્શન કરવું તથા હેલ્થનું પ્રમોશન કરવું તે હોય છે. પ્રાઇમરી હેલ્થ કેર દ્વારા હેલ્થ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવે છે.
5) ઇન્ટરસેકટોરલ કોઓર્ડીનેશન:
પ્રાઇમરી હેલ્થ કેર ના સકસેસફુલ ઇમ્પલિમેન્ટેશન માટે બીજા સેક્ટર્સ નું કોઓર્ડીનેશન હોવું જરૂરી હોય છે જેમકે, એગ્રીકલ્ચર સેનિટેશન , હાઉસિંગ,ન્યુટ્રીશન, પબ્લિક વર્કર્સ, કોમ્યુનિકેશન તથા એજ્યુકેશન વગેરે.
આમ, પ્રાઇમરી હેલ્થ કેર મા મેઇન્લી 5 પ્રિન્સિપલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
Q-2 a) Classify the methods of family planning and describe anyone. ફેમીલી પ્લાનીંગની પધ્ધતિઓનું વર્ગીકરણ કરો અને કોઈ એક વર્ણવો.08
ફેમીલી પ્લાનીંગની પધ્ધતિઓનું વર્ગીકરણ :
1.નેચરલ મેથડ
2.આર્ટિફિશિયલ
A . ટેમ્પરરી
1. કેમિકલ મેથડ → ફોર્મ ટેબલેટ્સ
→મિકેનિકલ મેથડ
2.મિકેનિકલ મેથડ → કોન્ડોમ ફોર મેલ → વજાયાનલ ડાયાફાર્મ → સર્વાઇકલ કેપ ફોર ફિમેલ
3. હોર્મોનલ મેથડ
→ ઓરલ પીલ્સ
→ ઇન્જેકટેબલ કોન્ટ્રાસેપટીવ
→સબડર્મલ ઇમ્પ્લાન્ટ
4. ઇન્ટ્રા યુટેરાઈન ડીવાઈસ → લીપીસ લુપ → કોપર-T
B. પરમેનેન્ટ
→ વાઝેકટોની અથવા એનએસવી (N.S.V)
→ ટ્યુબેક ટોમી
→ લેપ્રોસ્કોપી
કોન્ડોમ:
* Advantages : –
Dis Advantages :–
ફેલ્યોર રેટ 14%.
જાતીય આનંદ ઓછો કરે છે.
દરેક વખતે નવો કોન્ડોમ જરૂરી છે
ધણી વખત ફાટી જાય છે.
b) Discuss the level of prevention of disease.
રોગની અટકાયતના સ્તરો વિશે ચર્ચા કરો. 04(1) પ્રાઇમરી પ્રિવેન્શન
રોગ થતો અટકાવવા અથવા તો થાય કે તરત જ તેને અટકાવવા માટે જે પગલા લેવામાં આવે છે તેને પ્રાઇમરી પ્રિવેન્શન કહે છે, જેમાં
(a) વહેલુ નિદાન
જેમાં સ્ક્રીનીંગ કેશ, હેલ્થ પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે,આપણી પાસે બધા જ ડીસીઝ અટકાવવા માટેના વેકસીન નથી. તેથી વહેલુ નિદાન ખુબ જરુરી છે.
(b) સારવાર (પૂરતી)
કેટલાક પ્રકારનાં ડીસીઝ જેમ કે સિફિલસ લેપ્રસી વગેરે માટે વહેલું નિદાન તથા સારવાર એ જ શોલ્યુશન છે. જે કોમ્યુનીટીમાં ડીસીઝ ફેલાતો અટકાવવા ખૂબ જરૂરી છે.
(3) ટર્સરી પ્રિવેન્શન :-
જયારે રોગનો ફેલાવો વધુ થાય અને તે પહેલા સ્ટેજ થી વધુ હોય ત્યારે તેના પ્રીવેન્સન માટે સમય ન હોય ત્યારે તેને ટર્સરી પ્રિવેન્શનકહે છે.
(a) ડિસેબિલીટી ઓછી કરવી
એટલે કે ખોડખાંપણ ઓછી કરવી,
(b) રિહેબીલીટેશન :-
વ્યક્તિ ને માદગી સબબ જે નુક્શાન થયુ હોય તેનુ મહદ અંશે તેના મુળ સ્થિતિ મા લઈ જવા માટે ના પ્રયત્નો. જેમ કે
ફંકશનલ રિહેબીલીટેશન
વોકેશનલ રિહેબીલીટેશન
સાયકોલોજીકલ રિહેબીલીટેશન
સોસ્યલ રિહેબીલીટેશન
OR
a) Define epidemiology & describe the modes of transmission of disease. એપીડેમીયોલોજીની વ્યાખ્યા આપી અને રોગોના ફેલાવાના માધ્યમો વર્ણવો.02
એપીડેમિયોલોજી (Epidemiology):
એપીડેમિયોલોજી એ એક સાઇન્ટીફીક બ્રાન્ચ છે જે લોકોમાં ડિસીઝ ના distribution (વિતરણ), causes (કારણો) અને control (નિયંત્રણ) માટેના ઘટકોનું અભ્યાસ કરે છે. આ બ્રાન્ચ ડિસીઝની incidence (આવૃત્તિ), prevalence (પ્રસારતા), અને risk factors (જોખમ ઘટકો) ને ઓળખી ડિસીઝ પ્રિવેન્શન (disease prevention) માટે વ્યૂહરચનાઓ (strategies) વિકસાવે છે.Epidemiology નું ધ્યેય છે કે કયા પરિબળો (factors) રોગોના ફેલાવાને અસર કરે છે અને કેવી રીતે આ રોગોની પ્રિવેન્શન(prevention) શક્ય છે તે સમજવું.
ડિસીઝ ના ટ્રાન્સમીશન ના પ્રકારો (Modes of Transmission of Disease):
ડિસીઝ એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અથવા એન્વાયરમેન્ટ મારફતે ફેલાઈ શકે છે. આ સંક્રમણના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે:
1.ડાયરેક્ટ ટ્રાન્સમિશન (Direct Transmission):
વ્યાખ્યા: જ્યારે રોગજનક માઇક્રોસ્કોઓર્ગેનીઝમ્સ (pathogens) સીધા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે.
ઉદાહરણ: Kissing, Handshaking (હાથ મિલાવવો), Sexual contact (યૌન સંપર્ક), અથવા રોગગ્રસ્ત વ્યક્તિ સાથે સીધો સંપર્ક.
રોગોના ઉદાહરણ: Influenza (ફ્લૂ), Chickenpox (ચિકનપોક્સ), HIV/AIDS.
2.ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન (Indirect Transmission):
વ્યાખ્યા: રોગજનક માઇક્રો ઓર્ગેઝમ એ ફોમીટ (fomite) મારફતે ફેલાય છે.
માધ્યમો: Contaminated surfaces (દૂષિત સપાટીઓ), Water (પાણી), Air (હવા), Dust (ધૂળ), Food (ખોરાક), અથવા Clothing (કપડાં).
રોગોના ઉદાહરણ: Typhoid (ટાઈફોઈડ), Cholera (કોલેરા), Hepatitis A (હેપેટાઈટિસ A).
3.એઇરબોર્ન ટ્રાન્સમિશન (Airborne Transmission):
વ્યાખ્યા: માઇક્રોઓર્ગેઝમ્સ એ હવામાં ઊડીને શ્વસન દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.
ઉદાહરણ: Coughing (ખાંસી), Sneezing (છીંક), Dust particles (ધૂળ કણો), અને Aerosols (એરોઝોલ્સ).
રોગોના ઉદાહરણ: Tuberculosis (ક્ષયરોગ), Measles (ચામડી પર ચકામા આવવા), Influenza (ફ્લૂ).
4.વેક્ટર દ્વારા ટ્રાન્સમિશન (Vector-borne Transmission):
વ્યાખ્યા: રોગજનક માઇક્રોઓર્ગેનીઝમ્સ જીવાતો (vectors) જેમ કે Mosquitoes (મચ્છર), Ticks (ટીક્સ) વગેરે દ્વારા ફેલાય છે.
ઉદાહરણ: Dengue (ડેંગી), Malaria (મલેરિયા), Lyme disease (લાઈમ ડિસીઝ).
5.ખોરાક અને પાણી દ્વારા ટ્રાન્સમીશન (Food and Waterborne Transmission):
વ્યાખ્યા: દૂષિત ખોરાક અથવા પાણીના સેવનથી રોગ થાય છે.
ઉદાહરણ: Cholera (કોલેરા), Hepatitis A (હેપેટાઈટિસ A), Food poisoning (ફૂડ પોઈઝનિંગ).
6.માતાથી બાળક સુધી ટ્રાન્સમિશન (Vertical Transmission):
વ્યાખ્યા: પ્રેગ્નેન્સીમા, જન્મ સમયે અથવા બ્રેસ્ટફીડીન્ગ દરમ્યાન માતાથી બાળક સુધી રોગ ફેલાય છે.
ઉદાહરણ: HIV (એચઆઈવી), Syphilis (સિફિલિસ), Hepatitis B (હેપેટાઈટિસ B).
Epidemiology ડિસીઝ ના ટ્રાન્સમિશન અને પ્રિવેન્શન માટે અગત્યની ભૂમિકા ભજવે છે. ડિસીઝ ના ટ્રાન્સમિશન ના મોડ્સને સમજવાથી પ્રિવેન્ટીવ મેઝર્સ (preventive measures) લેવામાં સહાય મળે છે, જે પબ્લીક હેલ્થ (public health) માટે અત્યંત જરૂરી છે.
b) Write down functions of P.Н.С. પી.એચ.સી ના કાર્યો લખો. 04
આલ્મા આટાએ જણાવ્યા મુજબ પી.એચ.સી.એ નીચે પ્રમાણેના કાર્યો કરવાનાં હોય છે.
(1) મેડિકલ કેર :
આમાં પેશન્ટને તેના પેશન્ટને રોગ મુજબ સારવાર આપવામાં આવે છે જેમાં ઇન્જેક્શન કે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રિવેન્ટીવ ,પ્રોમોટીવ ,ક્યુરેટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમજ માઇનોર ડિસિઝ ની સારવાર કરવામાં આવે છે
(2) M.C.H. સર્વિસ અને ફેમિલી પ્લાનીંગ
મેટરનલ અનેચાઇલ્ડ હેલ્થ કેર જેમા એન્ટીનેટલ પિરિયડ થી લઇને ચાઇલ્ડ હેલ્થ ની તમામ સેવાઓ જેવી કે ઇમ્યુનાઇઝેશન, એન્ટિનેટલ ચેકઅપ,પોસ્ટ નેટ્લ ચેકઅપ,ન્યુટ્રિશન વગેરે આપવા મા આવે છે.
(3) સેફ વોટર સપ્લાય અને બિઝિક સેનીટેશન
લોકો ને પીવા માટે સેફ પાણી મળે તે માટે કુવાઓ મા ક્લોરીનેશન કરવું ,સેનીટેશન પ્રોગ્રામ ચલાવવા વગેરે…
(4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમિક ડીસીઝ
કોમ્યુનીટી મા વારંવાર જોવા મળતા ડિસિજ પર કન્ટ્રોલ કરવો અગત્ય નો છે.
(5) કલેક્શન અને વાઇટલ સ્ટેટેસ્ટિક્સ નુ રિપોર્ટીંગ.
જન્મ, મરણ,ડિલેવરી,એપિડેમિક ડિસિજ નુ નોટીફિકેશન વગેરે જેવા વાઇટલ કલેક્શન અને વાઇટલ સ્ટેટેસ્ટિક્સ નુ રિપોર્ટીંગ કર્વુ
(6) નેશનલ હેલ્થ પ્રોગ્રામ
દરેક હેલ્થ પ્રોગ્રામ નુ ઇમ્પલિમેન્ટેશન પ્રાયમરી હેલ્થ સેન્ટર થી જ થાય છે.જેવા કે સ્કુલ હેલ્થ પ્રોગ્રામ, મેલેરીયા, ફાઇલોરીયા, લેપ્રસી,ટયુબરકયુલોસીસ, એઇડ્સ વગેરેમાં ભાગ લેવો.
(7) રેફરલ સર્વિસીઝ પુરી પાડવી
જરુરીયાત મુજબ રેફરલ સર્વિસ પુરી પાડવી.
(8) હેલ્થ ગાઇડ, હેલ્થ વર્કર અને હેલ્થ આસિસ્ટન્ટ ને ટ્રેનીંગ આપવી.
આરોગ્ય કાર્યકર ને ટ્રેનીંગ આપવા માટે સગવડ્તા
(9) બેઝિક લેબોરેટરી સર્વિસ આપવી
હિમોગ્લોબિન ટેસ્ટ, યુરિન ટેસ્ટ, મેલેરિયા માટે બ્લડ સ્મિયર વગેરે જેવી બેઝિક લેબોરેટરી સર્વિસ પુરી પાડવી વગેરે..
Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6×2-12
a) Write characteristics of healthy individual. સ્વસ્થ વ્યક્તિની લાક્ષણિકતાઓ લખો.
હેલ્થ ની વ્યાખ્યા મુજબ વ્યક્તી શારીરિક ,માનસિક,સામાજિક,અને ધાર્મિક રીતે હેલ્થી હોય તેમજ તેને કોઈ રોગ ખોડ-ખાપણ નાં હોય તેવી સ્થિતિ છે તો તે મુજબ તેની લાક્ષણિકતા નીચે મુજબ આપી શકાય
1.ફિઝીકલી હેલ્થી વ્યક્તિ ની લાક્ષણિકતા :-
b) Explain process of communication. કોમ્યુનિકેશન પ્રોસેસ સમજાવો.
સેન્ડર / સોર્સ
આ વ્યક્તિ મેસેજની ગોઠવણી કરનાર છે. અસરકારક કોમ્યુનીકેટરમાં નીચે મુજબના ગુણ હોવા જોઈએ તેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ ઓડિયન્સ ની જરૂરિયાત અને ઇન્ટરેસ્ટ મુજબ મેસેજ હોવો જોઈએ મેસેજ ની અસરકારકતા તેના પોતાના સોશિયલ સ્ટેટસ તેનું નોલેજ અને તેની કોમ્યુનિટીમાં વેસ્ટિજના આધારે જોવા મળે છે
મેસેજ
મેસેજ એટલે કોમ્યુનિકેટર પાસે જે માહિતી હોય તે લોકો સમજવા ઈચ્છા ધરાવે અને તે મુજબ કાર્ય કરવાની ઈચ્છા ધરાવે તેવો હોવો જોઈએ સારા મેસેજમાં હંમેશા નીચે મુજબની બાબતો હોવી જોઈએ મેસેજનો ચોક્કસ હેતુ હોવો જોઈએ મેસેજ સ્પષ્ટ અને સમજી શકાય તેવો હોવો જોઈએ મેસેજની આઉટલાઈન હોવી જોઈએ મેસેજ સમય સૂચક અને માંગણી સાથે નો હોવો જોઈએ
તે જરૂરિયાત ના પાયા પર આધારિત હોવું જોઈએ
કોડિંગ
માહિતી કે વિચારોને એ કન્ટેન્ટને કોડમાં કન્વર્ટ કરવા દાખલા તરીકે શબ્દો ચિત્ર એક્શન વગેરેમાં તેને એન કોડિંગ કહે છે
ચેનલ ઓફ કોમ્યુનિકેશન
ચેનલ એ સેન્ડલ અને રીસીવર વચ્ચેના સંદેશાવ્યવહારનું માધ્યમ છે આખું કોમ્યુનિકેશન તેના ત્રણ માધ્યમની સિસ્ટમ દ્વારા જોવા મળે છે જેમ કે ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશન દાખલા તરીકે કાઉન્સેલિંગ અને ટ્રેડિશનલ મીડિયા જેમ કે પપેટ શો નવતનકી વગેરે આ ઉપરાંત માસ મીડિયા જેમ કે રેડિયો ટેલીફોન ટેલિવિઝન પોસ્ટર ફિલ્મ વિડીયો વગેરે માસ મીડિયા નો ઉપયોગ ખૂબ જ મોટી સંખ્યાની લોકો માટે કરી શકાય હાલના હાઇટેક સમયમાં મોબાઇલ ઇમેલ વોઈસ મેલ ઇન્ટરનેટ અને બ્લોગ વગેરેનો પણ ચેનલ તરીકે ઉપયોગ કરી શકાય
રીસીવર
દરેક કોમ્યુનિકેશનમાં રીસીવર તો હોવો જ જોઈએ ઓડિયન્સ વગર કોમ્યુનિકેશનનો કોઈ જ અર્થ નથી માત્ર ઘોઘાટ છે
ડીકોડિંગ
કોડને ખોલવું તેને ડીકોડિંગ કહે છે એનો મતલબ કે તેમણે જે કન્ટેન્ટ રીસીવ કર્યું છે તેનો તે મિનિંગ એટલે કે અર્થ આપે છે
ફીડબેક
આ રીસીવર કે ઓડિયન્સથી સેન્ટર સુધી માહિતી પહોંચાડતો એક ફ્લો છે જે મેસેજ નું ઓડિયન્સ નું રિએક્શન છે જો મેસેજ ક્લિયર ના હોય તો તે સ્વીકાર્ય નથી તો ઓડિયન્સ તેને રિજેક્ટ કરશે ફીડબેક સિસ્ટમથી સેન્ટરને તેનું તેના મેસેજ ના સ્વીકાર્યતા વધારવાની તક મળે છે સામાન્ય રીતે ફીડબેક પોલ ઇન્ટરવ્યૂ સર્વે વગેરે દ્વારા લેવામાં આવે છે
c) Define BMR and describe factor affecting on BMR. બી.એમ.આર ની વ્યાખ્યા આપી અને બી.એમ.આર પર અસર કરતા પરિબળો વર્ણવો.
BMR (Basal Metabolic Rate) :
BMR (Basal Metabolic Rate) એ બોડી દ્વારા આરામની અવસ્થામાં (Resting State) જીવન માટે જરૂરી મૂળભૂત કાર્યો (Vital Functions) જેમ કે શ્વસન (Respiration), હૃદયની ધબકારા (Heartbeats), શરીરનું તાપમાન જાળવવું (Body Temperature Regulation), અને સેલ્યુલર રીપેઇર પ્રક્રિયા (Cellular Repair) માટે જરૂરી ઊર્જા (Energy)નું પ્રમાણ છે. આ ઊર્જાનો ખર્ચ દરરોજ કેલોરીઝ (Calories) માં થાય છે, ભલે તમે કોઈ ફિઝીકલ એક્ટીવિટીસ ન કરો. BMR બોડી ના એનર્જી ખર્ચનો આધારભૂત દર દર્શાવે છે, જે જીવન જાળવવા માટે આવશ્યક છે. તે વ્યક્તિગત પરિબળો જેમ કે ઉંમર (Age), લિંગ (Gender), શરીરનું વજન (Body Weight), ઊંચાઈ (Height), અને શરીરની રચના (Body Composition) પર આધારિત હોય છે. BMR ની ઊંચી કિંમત દર્શાવે છે કે બોડી એ વધુ કેલોરીઝ બર્ન કરે છે, જ્યારે ઓછી કિંમત દર્શાવે છે કે એનર્જી નો ખર્ચ ઓછો છે. બોડી ની આરોગ્યપ્રદ જાળવણી માટે BMR ની સમજ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ડાયેટ, એક્સરસાઇઝ અને વેઇટ કંન્ટ્રોલ માં મદદરૂપ થાય છે.
factor affecting on BMR(બી.એમ.આર પર અસર કરતા પરિબળો ):
વેરીએબલ ફેક્ટર ન્યુટ્રિશનલ સ્થિતિ સારા નરિશમેન્ટ કરતા માલ નરીશ વ્યક્તિમાં બીએમઆર ઓછો જોવા મળે છે ભૂખમરાની સ્થિતિમાં બીએમઆર માં ઘટાડો થાય છે.
બોડી સાઈઝ અને સરફેસ એરિયા:બી એમ આર એ બોડી સાઇઝના સરફેસ એરિયાના પ્રમાણ મુજબ હોય છે વધુ સરફેસ એરીયા માં વધુ હીટ લોસ થાય છે જે હિટ પ્રોડક્શન અને બી એમ આર માં વધારો કરે છે.
બોડી કમ્પોઝિશન: જે લીન બોડી માસ એલપીએમ ના પ્રમાણમાં જોવામાં આવે છે જો બોડીમાં વધુ પ્રમાણમાં હોય તો ઓછો હોય છે.
એન્ડોક્રાઇનો અને હોર્મોનલ સ્થિતિ: હાઇપર થાઇરોડિઝમમાં બી એમ આર વધે છે જ્યારે હાઇપોથાઇરોડીઝમ માં બી એમ આર માં ઘટાડો થાય છે.
વાતાવરણ નું તાપમાન અને ક્લાઈમેટ:શિયાળાની ઋતુમાં બી એમ આર ઊંચો હોય છે જ્યારે સમ આબોહવા વાળા વિસ્તારમાં ઓછો હોય છે ઇન્ફેક્શન બંધ કેન્સર સ્ટ્રેસ વગેરે બીએમઆર વધારે છે.
ડ્રગ્સ: કેફેન નિકોટીન બીએમઆર વધારે છે બીટા બ્લોકર બીએમઆર માં ઘટાડો કરે છે.
ઇન વેરિયેબલ ફેક્ટર જેબીએમઆર ના અફેક્ટ કરે છે.
જેન્ડર: પુરુષોમાં મહિલાઓ કરતા વધુ બીએમઆર હોય છે ઘણી વખત સેક્સ ફોર્મો ના ડિફરન્ટ ના કારણે પણ જોવા મળે છે.
ઉમર : bmr ઉમર વધવાની સાથે ઘટે છે કારણ કે ઉંમર વધવાથી એલ બી એમ અને એડી પોઝ ત્રિશુના પ્લેસમેન્ટમાં ઘટાડો આવે છે જેથી મેટાબોલિઝમ ઘટે છે.
Q-4Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)12
a) Functions of protein – પ્રોટીનના કાર્યો:
પ્રોટીન (Protein) ના ફંક્શન્સ (Functions of Protein):
પ્રોટીન (Protein) એ બોડી ના જીવન માટે આવશ્યક મેક્રો ન્યુટ્રિએન્ટ્સ (Macro Nutrients) માંથી એક છે, જે બોડી ના તમામ ફંક્શન્સ માટે મૂળભૂત આધારભૂત ભૂમિકા ભજવે છે. પ્રોટીન એ એમિનો એસિડ્સ (Amino Acids) થી બનેલું છે, જે સેલ્સ (Cells), ટિશ્યુઝ (Tissues), અને ઓર્ગન્સ (Organs) ના વિકાસ, જાળવણી અને પુનર્નિર્માણ માટે મહત્વપૂર્ણ છે.
1.વૃદ્ધિ અને વિકાસ માટે આધાર (Growth and Development):
પ્રોટીન બોડી ના વિકાસ માટે જરૂરી છે, ખાસ કરીને બાળપણ, કિશોરાવસ્થા, અને પ્રેગ્નેન્સી માં (Pregnancy). તે નવા સેલ્સ અને ટિશ્યુઝ બનાવવા માટે સહાય કરે છે.
2.ટિશ્યુઝ રિપેઇર (Tissue Repair):
પ્રોટીન બોડી માં ડેમેજ થયેલા ટિશ્યુઝ (Damaged Tissues) ને રિપેઇર (Repair) કરવા માટે આવશ્યક છે. ઘા (Wounds) ભરવામાં અને મસલ્સ (Muscles) ના રિપેઇર માં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
3.એન્ઝાઇમ અને હોર્મોન્સનું પ્રોડક્શન્સ (Enzyme and Hormone Production):
પ્રોટીન એ એન્ઝાઇમ્સ (Enzymes) અને હોર્મોન્સ (Hormones) ના પ્રોડક્શન્સ માટે જરૂરી છે, જે બોડી માં કેમીકલ રિએક્શન્સ (Chemical Reactions) અને ફિઝીયોલોજીકલ ફંક્શન્સ (Physiological Functions)ને નિયંત્રિત કરે છે. ઉદાહરણ તરીકે, ઇન્સ્યુલિન (Insulin) હોર્મોન બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરે છે.
4.એનર્જી સ્ત્રોત (Energy Source):
જ્યારે કાર્બોહાઇડ્રેટ્સ (Carbohydrates) અને ફેટ્સ (Fats) ઉપલબ્ધ ન હોય ત્યારે પ્રોટીન ઊર્જાનો સ્ત્રોત બની શકે છે. એક ગ્રામ પ્રોટીનથી 4 કેલરીઝ ઊર્જા મળે છે.
5.ઈમ્યુન સિસ્ટમને સપોર્ટ (Support to Immune System):
પ્રોટીન એ એન્ટીબોડીઝ (Antibodies) ના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે, જે બોડી ને ઇન્ફેક્શન (Infections) અને ડિસીઝ થી બચાવે છે.
6.શરીરના ફ્લુઇડ નું બેલેન્સ (Fluid Balance):
પ્રોટીન શરીરમાં પાણી (Water) અને ઇલેક્ટ્રોલાઇટ્સ (Electrolytes) ના બેલેન્સ ને જાળવવામાં મદદ કરે છે, જે સેલ્સ અને ઓર્ગન્સના યોગ્ય કાર્ય માટે જરૂરી છે.
7.ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ (Transport and Storage):
પ્રોટીન મહત્વપૂર્ણ ન્યુટ્રીઅન્ટ્સ (Nutrients) જેવા કે ઓક્સિજન (Oxygen) ના પરિવહન માટે જવાબદાર છે. ઉદાહરણ તરીકે, હિમોગ્લોબિન (Hemoglobin) ઓક્સિજન ને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે.
8.જિન એક્સપ્રેશન નું રેગ્યુલેશન (Regulation of Gene Expression):
પ્રોટીન કોષોમાં જીન અભિવ્યક્તિ (Gene Expression) ના નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે શરીરના વિકાસ અને કાર્ય માટે જરૂરી છે.
b) Measures of mosquito control – મચ્છર નિયંત્રણ ના પગલાં
મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે. તે સામાન્ય બાબત છે. આ જગ્યાનું પાણી દૂર કરી જગ્યા બંધ કરી દેવી જોઈએ. દા.ત. ગટર , ગંદા પાણીના ખાબોચિયા વગેરે
આ રીતે larva ને control કરવા ઘણી એવી જગ્યા છે કે જ્યાં મચ્છરોનો ઉદ્ભવ થાય છે. તેથી મચ્છરને control કરવાની આ રીતને source reduction તરીકે ઓળખાવમા આવે છે.
1.ઓઇલ એપ્લાય કરવું
૨. સિન્થેટિક ઈનસેકટી સાઈડ
૩. બાયોલોજિકલ કન્ટ્રોલ
4.રેસિડ્યુઅલ ઈનસેકટી સાઈડ
c) Bag technique – બેગ ટેકનિક
d) Types of A.V. Aids -એ.વી. એઈડ્સ ના પ્રકારો
A.V. Aids (Audio-Visual Aids) ના પ્રકારો :
A.V. Aids (Audio-Visual Aids) એ એવા સાધનો છે જે વિઝ્યુઅલ (Visual) અને ઓડીટરી (Auditory) માધ્યમનો ઉપયોગ કરીને માહિતી અને શિક્ષણ પ્રસારિત કરવામાં મદદ કરે છે. આ સાધનો શિક્ષણ, આરોગ્ય અભિયાન, અને જાગૃતિ અભિયાનો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. A.V. Aids ના ઉપયોગથી વ્યક્તિઓ અને કમ્યુનીટી માં સમજીને વિઝ્યુઅલ અને ઓડીટરી એબીલીટી બંનેનો લાભ થાય છે.
A.V. Aids ની મુખ્ય બે શ્રેણીઓ છે: ટ્રેડીશનલ (Traditional) અને મોર્ડન (Modern) A.V. Aids.
1.Traditional A.V. Aids (ટ્રેડીશનલ ઑડિઓ-વિઝ્યુઅલ સાધનો):
પરંપરાગત A.V. Aids એ એવા સાધનો છે જે અત્યંત સરળ અને ઉપયોગમાં સરળ હોય છે. આ સાધનો ખાસ કરીને આકર્ષક વિઝ્યુઅલ અને શ્રાવ્ય સંકેતો પ્રોવાઇડ કરે છે અને લોકોમાં આરોગ્ય સંબંધિત જાગૃતિ પ્રસરવામાં ઉપયોગી છે.
Charts and Posters (ચાર્ટ્સ અને પોસ્ટર્સ):
આરોગ્ય, હાઇજીન, રોગપ્રતિકારક ઉપાયો, પોષણ, અને અન્ય આરોગ્ય વિષયક માહિતીને દ્રશ્ય રૂપે પ્રદર્શિત કરવા માટે.
Flashcards (ફ્લેશકાર્ડ્સ):
મુખ્ય માહિતી અથવા સંકલ્પનાઓને ઝડપી યાદ કરવા માટે અથવા થોડી જ માહિતી પ્રદર્શિત કરવા માટે.
Models (મોડલ્સ):
શરીરની રચના (Anatomy), પેથોફીઝીયોલોજી (Pathophysiology), અને ફિઝિયોલોજી (Physiology) સંદર્ભે 3D મોડલ્સ.
Blackboards and Whiteboards (બ્લેકબોર્ડ અને વ્હાઇટબોર્ડ):
પ્રસ્તુતિ માટે, સરળ રીતે લખવા અને માહિતી આપવાની પદ્ધતિ.
Maps and Diagrams (મૅપ્સ અને ડાયાગ્રામ્સ):
વિસ્તૃત માનચિત્રો અને ડાયાગ્રામ્સ આરોગ્ય, રોગપ્રસાર અને જ્ઞાન માટે.
2.Modern A.V. Aids (મોર્ડન ઑડિઓ-વિઝ્યુઅલ સાધનો):
આધુનિક A.V. Aids એ નવા ટેકનોલોજી આધારિત સાધનો છે, જે ખૂબ અસરકારક રીતે લોકો સાથે સંદેશાને ભાગીદારી આપે છે અને વધારે વિસ્તાર અથવા સામાજિક જૂથને પહોંચાડી શકે છે.
Projectors and Screens (પ્રોજેક્ટર્સ અને સ્ક્રીન્સ):
મોટા ગ્રુપ માટે પ્રેઝન્ટેશન્સ, વિડિઓઝ, અને સ્ક્રીન શોટ્સ પ્રદર્શિત કરવા માટે.
Smart Boards (સ્માર્ટ બોર્ડ્સ):
ઇન્ટરેક્ટિવ બોર્ડ જે લોકોને આરોગ્યના વિષય પર પુછપરછ અને ચર્ચા કરવાની સક્ષમતા આપે છે.
Video Clips and Films (વિડિઓ ક્લિપ્સ અને ફિલ્મ્સ):
આરોગ્ય શિક્ષણ, રોગપ્રતિકારક અભિયાન અને આરોગ્ય જાગૃતિ માટે વિડિઓઝ અને ફિલ્મ્સ.
Multimedia Presentations (મલ્ટીમિડીયા પ્રેઝન્ટેશન્સ):
મલ્ટીમિડીયા ટૂલ્સ (જેમ કે PowerPoint) નો ઉપયોગ ટેક્સ્ટ, છબી, અવાજ, અને વિડિઓ સંયોજનના માધ્યમથી.
Audio Recordings (ઑડિયો રેકોર્ડિંગ્સ):
આરોગ્ય વિષયક માહિતી, સંગીત, અને જાહેર જાગૃતિ માટે શ્રાવ્ય સાધન.
Mobile Apps and Internet (મોબાઇલ એપ્સ અને ઈન્ટરનેટ):
આરોગ્યના વિષય પર માહિતી અને અભિયાન પ્રસારિત કરવા માટે મોબાઇલ અને ઈન્ટરનેટ.
A.V. Aids, ખાસ કરીને Community Health Nursing (કમ્યુનિટી હેલ્થ નર્સિંગ) માં, હેલ્થ વિષયક અવેરનેસ પ્રસારિત કરવા, શિક્ષણનો ગુણવત્તાવાળા સાધનો પ્રોવાઇડ કરવા અને કમ્યુનીટી માં હેલ્થ ની શ્રેષ્ઠ પદ્ધતિઓ પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ હોય છે. ટ્રેડીશનલ અને મોર્ડન A.V. Aids બંને, દરેક તેની અનુકૂળતાઓ અને ઉપયોગિતામાં પોસીબલ માહિતી પ્રોવાઇડ કરવા માટે સંપૂર્ણ સાથ આપે છે.
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12
a) Community health nursing process કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ
“કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ એ એક સિસ્ટેમેટિક, , ડાય્નામિક, સતત ચાલી રહેલી આંતરવ્યક્તિત્વ પ્રક્રિયા છે જેમાં નર્સ અને વ્યક્તિ ને એક સિસ્ટમ તરીકે જોવામાં આવે છે જેમાં દરેક એક અને બીજાને અસર કરે છે અને બંને વર્તનમાંના પરિબળોથી પ્રભાવિત થાય છે.”
અથવા
કોનમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ એ કોમ્યુનિટી હેલ્થ નર્સ દ્વારા કોમ્યુનીટી મા લેવા મા આવતા પગલાંઓની વ્યવસ્થિત શ્રેણીનો(સીરિઝ) ઉલ્લેખ કરે છે જેમા કોમ્યુનીટી હેલ્થ નર્સ એ કોમ્યુનીટી મા ઉપલબ્ધ અભિગમો (એપ્રોચ) અને સંસાધનોનો (રિસોર્સિસ) ઉપયોગ કરીને કોમ્યુનિટી હેલ્થ અને નર્સિંગ પ્રોબ્લેમ ને માટે કાર્ય કરે છે.
b) Standing order સ્ટેન્ડિંગ ઓર્ડર
જ્યારે હેલ્થ વર્કર હોમ વિઝીટમાં કે સ્કુલ કે ઇન્ડ્રસ્ટીમાં જાય ત્યારે ડોકટર હાજર ન હોય તે કંડીશનમાં સારવાર આપી શકે છે. આ ઇન્સ્ટ્રકશનમાં ઓથોરીટી એ છુટ આપેલી હોય તેવી સારવાર આપી શકે છે. આ ઇન્સ્ટ્રકશન મેડીકલ ઓફીસર અથવા ઓથોરાઇઝ કમિટી દ્રારા આપવામાં આવે છે આને સ્ટેન્ડીંગ ઓર્ડર કહે છે.
c) Counselling કાઉન્સેલીંગ
” કાઉન્સેલિંગ એ આવશ્યક એવી પ્રક્રિયા છે જેમાં કાઉન્સેલર કાઉન્સિલી(કાઉન્સેલિંગ લેનાર) ને પસંદગી, યોજના અથવા એડજ્સ્ટમેંટ ને લગતી હકીકતોનું અર્થઘટન કરવામાં મદદ કરે છે જે તેને એ કરવાની જરૂર છે.”
અથવા
” કાઉન્સેલિંગ એ વ્યક્તિ સાથેના સીધા સંપર્કોની શ્રેણી છે જેનો ઉદ્દેશ્ય તેને તેના વલણ અને વર્તનને બદલવામાં સહાય આપવાનો છે.”
d) Noise નોઈસ
નોઈસ શબ્દ લેટિન શબ્દથી આવ્યો છે એવો અપ્રિય અવાજ કે જે માણસ અથવા પ્રાણીઓના જીવનમાં ના સંતુલનમાં વિક્ષેપ પાડે છે તેને નોઇસ પોલ્યુશન કહે છે.
e) Balance diet સમતોલ આહાર:
Balanced Diet (બેલેન્સ ડાયટ) ની વ્યાખ્યા:
Balanced Diet (બેલેન્સ ડાયટ) એ એવી ડાયટ છે જેમાં બોડીના ગ્રોથ, ડેવલપમેન્ટ, એનર્જી પ્રોડક્શન, અને ઓવરઓલ હેલ્થ જાળવવા માટે જરૂરી તમામ ન્યુટ્રીયન્ટ્સ (Nutrients) યોગ્ય પ્રમાણમાં ઇનવોલ્વ થાય છે. આ ડાયટમાં proteins (પ્રોટીન), carbohydrates (કાર્બોહાઈડ્રેટ્સ), fats (ફેટ્સ), vitamins (વિટામિન્સ), minerals (મિનરલ્સ), અને water (વોટર) જેવા ન્યુટ્રીયન્ટ્સનો સંતુલિત અનુપાત હોવો જોઈએ. Proteins (પ્રોટીન) સેલ્સના ગ્રોથ અને રીપેઇર માટે જરૂરી છે, carbohydrates (કાર્બોહાઈડ્રેટ્સ) બોડી માટે એનર્જી પુરું પાડે છે, fats (ફેટ્સ) લાંબા ગાળાની એનર્જી અને સેલ્યુલર ફંક્શન માટે મહત્વપૂર્ણ છે, જ્યારે vitamins (વિટામિન્સ) અને minerals (મિનરલ્સ) ઇમ્યૂન સિસ્ટમ (Immune System) ને સપોર્ટ કરે છે અને મેટાબોલિક પ્રોસેસીસ (Metabolic Processes) માટે જરૂરી છે. પૂરતું water (વોટર) હાઇડ્રેશન (Hydration) માટે જરૂરી છે. બેલેન્સ ડાયટ બોડીના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે સપોર્ટિવ છે, ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે, અને ક્રોનિક ડિસીઝ (Chronic Diseases) થી બચાવમાં હેલ્પ કરે છે.
f) Nutrition ન્યુટ્રિશન:
Nutrition (પોષણ) ની વ્યાખ્યા :
Nutrition (પોષણ) એ એ પ્રક્રિયા છે જેના દ્વારા જીવિત જીવો ખોરાકમાંથી જરૂરી પોષક તત્ત્વો (Nutrients) પ્રાપ્ત કરે છે, જે તેમની વૃદ્ધિ, વિકાસ, ઊર્જા ઉત્પાદન, અને સમગ્ર આરોગ્ય માટે જરૂરી હોય છે. આ પ્રક્રિયામાં ખોરાકના પોષક તત્ત્વોનું ingestion (ઇન્જેસ્ટન), digestion (ડાઈજેસ્ટન), absorption (એબ્ઝોર્પ્શન), અને metabolism (મેટાબોલિઝમ) સામેલ હોય છે. પોષણની પ્રક્રિયા શરીરના વિવિધ શારીરિક કાર્યોને ટેકો આપે છે, જેમ કે cellular function (સેલ્યુલર ફંક્શન), immune response (ઈમ્યૂન રિસ્પોન્સ), અને tissue repair (ટિશ્યુ રિપેર). યોગ્ય પોષણ શરીરને proteins (પ્રોટીન), carbohydrates (કાર્બોહાઈડ્રેટ્સ), fats (ફેટ્સ), vitamins (વિટામિન્સ), minerals (મિનરલ્સ), અને water (વોટર) જેવા પોષક તત્ત્વો પૂરાં પાડે છે, જે આરોગ્યપ્રદ જીવનશૈલી અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.
g) Referral system રેફરલ સીસ્ટમ:
Referral System (રેફરલ સિસ્ટમ) ની વ્યાખ્યા
Referral System (રેફરલ સિસ્ટમ) એ એક એવી હેલ્થ કેર સિસ્ટમ છે જેમાં પેશન્ટ ને પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર (Primary Healthcare Provider) તરફથી વધુ વિશેષ નિષ્ણાત અથવા હાયર લેવલ ની હેલ્થ સંસ્થા (Higher Level of Care) તરફ મોકલવામાં આવે છે, જ્યારે તે પેશન્ટ ને વધારે સ્પેશિયલાઈઝ્ડ ટ્રીટમેન્ટ (Specialized Treatment) અથવા કોમ્પ્લેક્સ મેડિકલ ઇન્ટરવેશન (Complex Medical Intervention) ની જરૂર હોય. આ સિસ્ટમ ensures કરે છે કે પેશન્ટ ને યોગ્ય સમય પર યોગ્ય સ્તરે યોગ્ય હેલ્થ કેર સર્વિસીસ મળી શકે, જે પેશન્ટ ના હેલ્થ પરિણામોને સુધારવામાં હેલ્પ કરે છે. Referral Systemમાં primary healthcare (પ્રાઈમરી હેલ્થકેર), secondary healthcare (સેકન્ડરી હેલ્થકેર), અને tertiary healthcare (ટર્શિયરી હેલ્થકેર) જેવા વિવિધ લેવલ ઇન્વોલ્વ હોય છે, જ્યાં દરેક લેવલ એ પેશન્ટ ની હેલ્થ જરૂરિયાત અનુસાર સર્વિસીસ પૂરી પાડે છે. આ સિસ્ટમ આરોગ્ય સંસ્થાઓ વચ્ચે કોઓર્ડીનેશન(Coordination) વધારવામાં, સંસાધનોનો અસરકારક ઉપયોગ (Resource Optimization) કરવામાં, અને પેશન્ટ સેન્ટર્ડ કેર (Patient-Centered Care) પ્રોવાઇડ કરવામાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે.
h) Environmental health એન્વાયરમેન્ટલ હેલ્થ
માનવ સ્વાસ્થ્ય(Human Health) અને રોગ (Desease) ના તે પાસાઓ જેનો આધાર એન્વાયરમેન્ટલ ના જુદા-જુદા પરિબળો પર રહેલો છે જેને એન્વાયરમેન્ટલ હેલ્થ કહે છે.એન્વાયરમેન્ટ એ હેલ્થ માટે ભાગ ભજવતુ અગત્ય નુ પરિબળ છે.
Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો.
1.WHO day celebrated on……………. WHO દિવસ……………… દિવસે ઉજવાય છે. ✅ Answer: 7th April (૭ એપ્રિલ)
તર્ક: WHO Day એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા દિવસ દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવે છે, જે WHOની સ્થાપના (1948)ની યાદમાં મનાવવામાં આવે છે.
2…………..method is best method for cooking. રાંધવાની ઉત્તમ પધ્ધતિ………………. છે. ✅ Answer: Steaming (વાપરી રાંધવું)
તર્ક: Steaming રાંધવાની એવી પદ્ધતિ છે જેમાં ખોરાકના પોષક તત્વો મોટાભાગે જાળવી શકાય છે અને ઓઈલ ઓછું વપરાય છે – તેથી આ સૌથી આરોગ્યદાયક પદ્ધતિ માનવામાં આવે છે.
3.The sender of the message is also known as …………… મેસેજનાં સેન્ડરને ………………….પણ કહે છે. ✅ Answer: Communicator (સંચારક)
તર્ક: મેસેજ આપનાર વ્યક્તિને communication processમાં sender અથવા communicator કહેવામાં આવે છે.
4.Full form of GPCB is………………………. GPCB નું પૂરૂ નામ ……………….છે. ✅ Answer: Gujarat Pollution Control Board (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)
તર્ક: GPCB એ રાજ્ય સ્તરીય પર્યાવરણીય એજન્સી છે જે ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર છે.
5.Food adulteration act started in India in…………………….. year.ભારતમાં ફુડ એડલ્ટ્રેશન ………..વર્ષમાં શરૂ કરવામાં આવ્યો. ✅ Answer: 1954 (૧૯૫૪)
તર્ક: ભારતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે Prevention of Food Adulteration Act 1954માં લાગુ કરવામાં આવ્યો હતો.
(B) Match the following – જોડકા જોડો.
(A) Ascorbic acid એસ્કોર્બિક એસિડ (A) Diarrhea ડાયેરિયા
(B) Lodine આયોડીન (B) Tuberculosis ટયુબરકયુલોસીસ
(C) Dehydration ડીહાયડ્રેશન (C) 12th May ૧૨ મે
(D) Sputum slide સ્પુટમ સ્લાઈડ (D) Vitamin C વિટામીન સી
(E) International nurses day આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે (E) 22 May ૨૨ મે
(F) Goiter ગોઈટર
Column A (કૉલમ A) | Column B (કૉલમ B) | ✅ સાચું જોડાણ |
---|---|---|
(A) Ascorbic acid – એસ્કોર્બિક એસિડ | (D) Vitamin C – વિટામિન C | ✅ સાચું |
(B) Iodine – આયોડિન | (F) Goiter – ગોઇટર | ✅ સાચું |
(C) Dehydration – ડીહાઈડ્રેશન | (A) Diarrhea – ડાયેરિયા | ✅ સાચું |
(D) Sputum slide – સ્પુટમ સ્લાઈડ | (B) Tuberculosis – ટ્યુબરક્યુલોસિસ | ✅ સાચું |
(E) International Nurses Day – આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે | (C) 12th May – ૧૨ મે | ✅ સાચું |
🔁 Final Matching Summary:
(C) Multiple choice questions – નીચેના માંથી સાચો વિક્લ્પ લખો.
1.In following which is the first step of physical examination? નીચેમાંથી કયું ફીઝીકલ એકઝામિનેશનનું પ્રથમ પગલું છે?
✅ Correct answer: (a) Inspection – ઈન્સ્પેકશન
તર્ક: Inspection એટલે દર્દીને દેખીતી રીતે જોરથી નિરીક્ષણ કરવું. આ physical examinationનું પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું છે, જેમાં શરીરના ભાગોનું દેખીતી મૂલ્યાંકન થાય છે.
(b) Palpation પાલ્પેશન
(c) Auscultation ઓસ્કલટેશન
(d) Percussion પરકશન
2.Best source of iron is – આયર્ન માટેનો ખુબ સારો સ્ત્રોત છે
(a) Milk દૂધ
(b) Rice ચોખા
✅ Correct answer: (c) Ragi – રાગી
તર્ક: રાગી (નાચણી) આયર્નથી ભરપૂર હોય છે અને એ નિમ્નહેમોગ્લોબિન ધરાવતી વ્યક્તિઓ માટે ઉત્તમ આહાર તરીકે ઓળખાય છે. દૂધ અને ચોખા તુલનાત્મક રીતે ઓછું આયર્ન ધરાવે છે.
(d) Wheat ઘઉં
3.Which of the following disease is transmitted by mosquitoes? નીચેમાંથી કયો રોગ મચ્છરો દ્વારા ફેલાય છે?
✅ Correct answer: (a) Dengue fever – ડેન્ગ્યુ તાવ
તર્ક: ડેન્ગ્યુ એ વાયરસ છે જે Aedes મચ્છર દ્વારા ફેલાય છે.
(c) Kala azar કાલા અઝાર
(b) Plague પ્લેગ
(d) Tuberculosis ટયુબરકયુલોસીસ
4.Following are the components of communication process except નીચેનાઓ કોમ્યુનિકેશન પ્રક્રિયાના ઘટકો છે સિવાય કે
(a) Sender સેન્ડર
(b) Receiver રિસીવર
✅ Correct answer: (c) Art & Skill – આર્ટ & સ્કિલ
તર્ક: કોમ્યુનિકેશનના મૂળ તત્વો છે – Sender, Message, Receiver, Feedback.
Art & Skill મહત્વપૂર્ણ સહાયક છે, પણ કોઈ મૂળ તત્વ નહીં ગણાય.
(d) Message મેસેજ
5.Population covered by one PHC in plain area – એક પી.એચ.સી પ્લેન એરિયામાં વસ્તી આવરી લે છે.
(а) 5,000 – ૫૦૦૦
(c) 20,000 – ૨૦૦૦૦
(b) 10,000 – ૧૦૦૦૦
✅ Correct answer: (d) 30,000 – 30000
તર્ક: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ધોરણ અનુસાર, સાદી મેદાનવાળી જગ્યાઓમાં એક PHC લગભગ 30,000 લોકોની વસ્તી માટે હોય છે, જ્યારે Tribal/Hilly areas માટે 20,000 વસ્તી માટે.