GNC BEHAVIOURAL SCIENCE
Date- 13/04/2014
Q.1 a)What is Psychology? – સાયકોલોજી એટલે શું? 03
સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો થી બનેલો છે. સાયકી અને લોગસ. ઈસ. 1590 સુધી સાઈકી શબ્દોનો અર્થ સાઉલ અથવા આત્મા અથવા સ્પિરિટ થતો હતો અને લોજી શબ્દનો અર્થ સ્ટડી કરવુ એવો થાય છે. અહી સાઉલ (soul) શબ્દ એ ખૂબ જ વિશાળ અર્થમા લેવામા આવ્યો હતો. તેથી પાછળથી સોલ (soul) ને બદલે માઈન્ડ શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો હતો.
19 મી સદીના અંત સુધીમા વિલિયમ વુડટ એ માઈન્ડ ને બદલે બિહેવિયર શબ્દનો ઉપયોગ કર્યો એટલે નવી વ્યાખ્યા મુજબ સાયકોલોજી એટલે કે હ્યુમન બિહેવિયર ના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે.
વિલિયમ વુડટ ફાધર ઓફ સાયકોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે.
મેન્ટલ પ્રોસેસ અને બિહેવિયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડનો સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્ટડી પણ કરવામા આવે છે.
b. List out the branches of Psychology. – સાયકોલોજીની શાખાઓનાં નામ લખો. 04
સાયકોલોજીના અભ્યાસમા નીચે મુજબની શાખાઓ જોવા મળે છે.
1. પ્યોર સાઇકોલોજી
2. એપ્લાઇડ સાયકોલો જી
પ્યોર સાઇકોલોજીની બ્રાન્ચીસ નીચે મુજબ છે.
1. જનરલ સાયકોલોજી
જેમા વ્યક્તિના જનરલ સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને તેની થિયરીનો અભ્યાસ કરવામા આવે છે. જેમા સાયકોલોજીના ફંડામેન્ટલ રૂલ્સ, વ્યક્તિના બિહેવિયર ની નોર્મલ સ્ટડી કરવામા આવે છે.
2. એબનોર્મલ સાયકોલોજી
જેમા સાઇકોલૉજી ના અભ્યાસને સાઇકો પેથોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે. જેમા મેન્ટલી ઈલ વ્યક્તિના ડીસીઝ અને તેને લગતી સાઇકો પેથોલોજીનો અભ્યાસ નો સમાવેશ કરવામા આવે છે.
3. સોશિયલ સાયકોલોજી
તેમા સમાજમા રહેતા લોકોના સોશિયલ પરસેપ્શન, સોશિયલ ઇન્ફ્લુઅન્સ અને ઇન્ટરેકશન ની સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.
4. એક્સપેરિમેન્ટલ સાયકોલોજી.
જેમા અલગ અલગ રીતે લેબોરેટરીમા સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ કરવામા આવે છે. જેમા મેન્ટલ પ્રોસેસ, બિહેવિયર અને તેને લગતી સ્ટડી સ્ટોર કરવામા આવે છે.
5. બાયોલોજીકલ સાયકોલોજી
જેમા બાયોલોજીકલ પ્રોસેસ એ માઈન્ડ અને બિહેવીયર પર કેવી રીતે અસર કરે છે તેને રિલેટેડ સ્ટડી કરવામા આવે છે.
6. પેરા સાઇકોલોજી..
આ સાયકોલોજી ની બ્રાન્ચમા અમુક સેન્સરી પરસેપ્શન અને એપ્લાઇડ પ્રોબ્લેમ્સ નો સમાવેશ કરવામાં આવે છે.
7. ડેવલપમેન્ટલ સાયકોલોજી
આ બ્રાન્ચમા વ્યક્તિના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને રિલેટેડ સ્ટડી કરવામા આવે છે. તેની કોગ્નિટિવિટી, સોસીયલ ફંકશન અને ગ્રોથ અને ડેવલપમેન્ટ ના અન્ય એરીયા સંબંધિત સ્ટડી કરવામા આવે છે.
એપ્લાઇડ સાયકોલોજીની બ્રાન્ચીસ નીચે મુજબ છે.
1. એજ્યુકેશન સાયકોલોજી
જેમા સાયકોલોજી ને લગતા પ્રિન્સિપલ્સ અને એજ્યુકેશનલ થિયરી વગેરેના સબ્જેક્ટ મેટર નો સમાવેશ કરવામા આવે છે.
2. ક્લિનિકલ સાયકોલોજી.
સાયકોલોજીની આ બ્રાંચમાં ડિસિઝ ના ક્લિનિકલ ડાયગ્નોસીસ, એસેસમેન્ટ અને ટ્રીટમેન્ટ પર ફોકસ કરવામા આવે છે.
3. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી
આ બ્રાન્ચમા કોઈ પણ કંપનીમા કામ કરતા એમ્પ્લોય તેને લગતા પ્રિન્સિપલ્સ, ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ અને તેને લગતા પ્રોબ્લેમ્સની સ્ટડી કરવામા આવે છે.
4. લીગલ સાઈકોલોજી
જેમા કોઈ પણ લીગલ કાયદાકીય રીતે ક્લાયન્ટ કે ક્રિમિનલ્સ સાથે સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને સાયકોલોજીકલ ટેક્નિક્સ ની સ્ટડી કરવામા આવે છે. જેમા ક્રાઇમ ડિટેકશન, ફોલ્સ વિટનેસ જેવા લીગલ ઇસયુઝ ની સ્ટડી કરવામા આવે છે.
5. મીલીટરી સાયકોલોજી
આમા મીલેટ્રી સર્વિસીસ વિશે સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને તેની સ્ટડી કરવામા આવે છે. જેમા યુદ્ધના સમયે સૈનિકો અને તેને લગતા બિહેવીયર અને સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ ની સ્ટડી કરવામા આવે છે.
6. સ્કૂલ સાયકોલોજી
સાયકોલોજી ની આ બ્રાન્ચમા સ્કૂલમા અભ્યાસ કરતા બાળકોના ઈમોશનલ, સોશિયલ અને એકેડેમિક ને લગતા મુદ્દાઓનો સ્ટડી કરવામા આવે છે.
c. Write importance to study Psychology in nursing profession.
નસિંગ પ્રોફેશનમાં સાયકોલોજીનાં અભ્યાસનું મહત્વ લખો. 05
નર્સિંગ અને સાયકોલોજી એ બે અલગ અલગ ફિલ્ડ છે પરંતુ તે એકબીજા સાથે જોડાયેલ છે.
નર્સિંગ ફીલ્ડમા હેલ્થ પ્રોબ્લેમ અને તેની રિકવરી પર ફોકસ કરવામા આવે છે જ્યારે સાયકોલોજીમા મેન્ટલ પ્રોસેસ અને બિહેવીયર વિશે સ્ટડી કરવામા આવે છે.
નર્સિંગ અને સાયકોલોજી એકબીજા સાથે જોડાયેલા છે કારણ કે નર્સ એ પેશન્ટને તેના પ્રોબ્લેમ માથી રિકવર કરતી વખતે તેણે પેશન્ટના બિહેવિયર અને ઈમોશનલ સ્ટેટસ જાણવા જરૂરી છે.
નર્સ એ ડીફરન્ટ પીપલ્સ અને ડિફરન્ટ પ્રોબ્લેમ્સ સાથે ડીલ કરવાની હોય છે આથી તેને હ્યુમન સાયકોલોજી વિશે જરૂરી નોલેજ હોવુ જોઈએ.
આથી નર્સિંગમા સાયકોલોજી વિશે જ્ઞાન હોવુ જરૂરી છે.
સાયકોલોજી એ નર્સને પોતાની જાતને સમજવામા મદદ કરે છે.
સાયકોલોજી એ નર્સને પોતાના હેતુઓ, ઈચ્છાઓ, લાગણીઓ અને મહત્વકાંક્ષાઓને સમજવામા ઉપયોગી છે.
નર્સ સાયકોલોજી ની મદદથી તેની એબિલિટી, સ્ટ્રેન્થ, વિકનેસ અને લિમિટેશન વિશે જાણી શકે છે.
નર્સ એ બીજા સાથે કેવા રિલેશન રાખવા, બીજા સાથે કેવી રીતે વર્તવુ અને કઈ સિચ્યુએશનમા કેવુ રિએક્શન આપવુ એના વિશે જાણવા મળે છે.
સાઇકોલોજી એ નર્સ ને બીજા લોકોનુ વર્તન સમજવામા મદદરૂપ થાય છે.
જેની મદદથી નર્સ એ હેલ્થ ટીમના બીજા મેમ્બર જેમકે ડોક્ટર, પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર નુ વર્તન જાણી શકશે અને તેની સાથે મળીને સારામા સારુ કામ કરી શકશે.
નર્સ પાસે હ્યુમન બિહેવિયર નુ સાયન્ટિફિક નોલેજ હોવાથી તે બીજા લોકોને સારી રીતે અને સહેલાઈથી સમજી શકે છે અને સારા ઇન્ટર પર્સનલ રિલેશનશિપ બનાવી શકે છે.
સાઇકોલોજી એ નર્સને લોકો દ્વારા ઉપયોગમા લેવાતિ જુદી જુદી ડિફેન્સ મેકેનિઝમ ને સમજવામા મદદ કરે છે.
તે લોકોને બીહેવિયર પર રીતી રિવાજો અને સંસ્કૃતિની શુ અસર જોવા મળે છે તેના વિશે સમજશે અને લોકોને ઇફેક્ટિવ કેર પ્રોવાઇડ કરી શકશે.
નર્સ એ સાઇકોલોજી પાસેથી પ્રોબ્લેમ સોલ્વ કરવાની એબીલીટી શીખે જાય છે તે કોઈપણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે.
મેન્ટલી ઇલનેસ અને હેન્ડીકેપના પરિણામે એડજસ્ટમેન્ટ સાધવામા અને તેના પરિણામે ઉત્પન્ન થતા પ્રોબ્લેમ ને સોલ્વ કરવામા સાયકોલોજી નો અભ્યાસ મદદરૂપ થાય છે.
અમુક પ્રકારની બીમારી જેમ કે હાર્ટ ડીસીઝ, કેન્સર વગેરેને સારવારની મદદથી કંટ્રોલમા રાખી શકાય પરંતુ આ પ્રકારના રોગોને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતા નથી, પરંતુ તેમની સાથે સ્પેશિયલ પ્રકારનુ એડજસ્ટમેન્ટ કરીને જીવવુ પડે છે. આ માટે સ્પેશિયલ કોપિંગ સ્કિલની જરૂર પડે છે જે નર્સ સાયકોલોજી ના અભ્નીયાસ ની મદદથી જાણી શકે છે.
સાઇકોલોજી એ બોડી, માઈન્ડ અને સ્પીરીટ નો એકબીજા સાથેના સંબંધ જાણવામા અને તેઓ એકબીજા પર કઈ રીતે અસર કરે છે તે જાણવામા મદદ કરે છે.
નર્સ એ જાણશે કે તેના ઈમોશન એ તેની બોડી પર કેવી રીતે અસર કરે છે અને તેવી જ રીતે તે પેશન્ટના ઇમોશનને પેશન્ટની બોડી પર થતા અસર વિશે જાણશે.
OR
A.What is family? કુટુંબ એટલે શું?03
ફેમિલી એક એવું વ્યક્તિઓનું ગ્રુપ છે કે જેમાં વ્યક્તિ પોતાની બાયોલોજીકલ નીડ ને પૂર્ણ કરવા માટે એકબીજા સાથે રહેતા હોય છે. એક જ કોમન રસોડે જમતા હોય છે તેઓની વચ્ચે ગાઢ રિલેશનશિપ હોય તેવા વ્યક્તિઓના ગ્રુપને ફેમિલી કહેવામાં આવે છે
ફેમિલી એ એવું યુનિટ છે કે જેમાં વ્યક્તિની પ્રાઇમરી હેલ્થ કેર અને સોશિયલ સર્વિસ પાઠવવામાં આવે છે સોશિયલ અને મેડિકલ સાયન્સ માટે અભ્યાસ કરવા નું આ એક યુનિટ છે મોટાભાગના હેલ્થ વર્કર, પ્રોફેશનલ, નર્સ એક બીજ ની રીતે ફેમિલી કે લોકોની સાથે સંકળાયેલા હોય છે
b. Write down general characteristics of a family. – કુટુંબની જનરલ લાક્ષણિકતાઓ:04
(1)Matting relationship (મીટીંગ રિલેશનશિપ)
જ્યારે એક સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે મીટીંગ રિલેશનશિપ ડેવલોપ કરે છે ત્યારે ફેમિલીની શરૂઆત થાય છે
(2) Selection of mates (સિલેક્શન ઓફ મેટસ)
પતિ અને પત્ની મોટાભાગે માતા-પિતા કે ઘરના વડીલ દ્વારા પસંદ કરવામાં આવે છે અથવા વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પસંદગી કરે છે અને પસંદગીમાં ઘણા બધા નીતિ નિયમો પાડવામાં આવે છે
(3) A form of marriage (ફોર્મ ઓફ મેરેજ)
મીટીંગ રિલેશનશિપને મેરેજ થી સ્થાપવામાં આવે છે લગ્ન તે સોસાયટીના નીતિ નિયમો મુજબ નક્કી કરવામાં આવે છે
(4) System of Name (સિસ્ટમ ઓફ નોમન (નામ)
દરેક ફેમિલી તે પોતાની સ્વતંત્ર નામથી ઓળખીતી હોય છે
(5) Have tracing of descent (હેવ ટ્રેસિંગ ધ ડિસેન્ટ)
દરેક ફેમિલીને પોતાનું ટ્રેસિંગ ડિસેન્ટ હોય છે તે વ્યક્તિના બાયોલોજીકલ રિલેશનશિપ નક્કી કરે છે ફેમિલી પ્રધાન કે પુરુષ પ્રધાન હોઈ શકે અથવા બંને બાજુથી સરખી રીતે ઓળખાતું હોય છે
(6) Common resident (કોમન રેસીડન્ટ)
ફેમિલી ના દરેક સભ્યો રહેવા માટે ઘરની જરૂરિયાત હોય છે અને ફેમિલીના દરેક સભ્યોએ કોમન મકાનમાં રહેતા હોય છે
(7) Economical provision (ઈકોનોમિક પ્રોવિઝન)
ફેમિલી ના દરેક સભ્યોને ઇકોનોમિક રક્ષણ પૂરું પાડે છે ફેમિલીના દરેક સભ્યોની રહઇકોનોમિક નીડ પૂર્ણ થાય છે
c .Explain essential and primary functions of family. કટુંબનાં મહત્વના અને પ્રાથમિક કાર્યો વિશે સમજાવો 05
A)essential function
(1) સ્ટેબલ સ્ટેટિસ ફેક્શન ઓફ સેક્સ
ફેમિલી નું મુખ્ય જરૂરી કાર્ય જાતીય જીવનની પરી તૃપ્તિ છે મોટાભાગના સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલ સંબંધો છે ફેમિલીમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને મર્યાદામાં રહીને પોતાના જાતીય જીવનની જરૂરીયાતો ફેમિલીના માધ્યમથી પૂર્ણ કરે છે આ એક સમાજની લગ્ન વ્યવસ્થા નક્કી કરેલી છે જે વ્યક્તિને જીવન ફરિયાદ સેક્સ જરૂરીયાતો પૂરું પાડે છે ફેમિલીના માધ્યમ દ્વારા જે બાળકો ઉત્પન્ન થાય છે તે સમાજ દ્વારા સ્વીકાર્ય હોય છે સેક્સ્યુઅલી જરૂરીયાતો અને બેટર પર્સનાલિટી એડજેસ્ટમેન્ટ ફેમિલીના માધ્યમથી પૂર્ણ થાય છે.
(2) ધ રીપ્રોડક્ટિવ ફંક્શન
દરેક સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલું છે કે ફેમિલી દ્વારા ઉત્પન્ન થતા બાળકો સમાજને માન્ય હોય છે
(3) પ્રોવિઝન ઓફ હોમ
ફેમિલી તેના દરેક સભ્યને ઘર પૂરું પાડે છે દરેક સ્ત્રી અને પુરુષમાં પોતાનું ઘર બનાવવાનું પ્રબળ ઈચ્છા હોય છે વ્યક્તિને પોતાની ઓરીજીનલ જન્મની જગ્યા કરતાં જે ઘરમાં તેને ઉછેર થાય છે તેને સારી રીતે યાદ રાખે છે ફેમિલીના દરેક સભ્યો ઘરમાં શાંતિ અને સલામતી જીવન જીવે ઘર એ ધરતીનો છેડો છે દુનિયાનો સૌથી મધુર સ્થળ એ ઘર છે
(4) સોશિયલાઈઝેશન ફંકશન
વ્યક્તિ ફેમિલીના માધ્યમથી જે સમજમાં રહેતો હોય છે તે સમજના નીતિ નિયમો શીખે છે વ્યક્તિ જે સમાજમાં જનમ્યો હોય તે સમાજની બીહેવીયર પેટન શીખે છે દરેક ફેમિલીને પોતાની એક આગવી ઈમેજ હોય છે અને વ્યક્તિ તેના માધ્યમથી અલગ કરી આવે છે ફેમિલી બાળકને સમાજના મોરલ નૈતિકતાઓ તારા ધોરણો શીખવે છે ફેમિલી બાળકો માટે રોલ મોડલ છે અને તે બાળકને સામાજિક વ્યક્તિ બનાવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે
(5) અફેક્ષનલ ફંકશન
ફેમિલી તેના દરેક સભ્યને લવ અને અપેક્ષન ને સલામતી પૂરી પાડે છે ફેમિલીના દરેક સભ્યોને મેન્ટલ અને ઈમોશનલી જરૂરિયાતો પૂરી પાડે છે ફેમિલી તેના દરેક સભ્ય વચ્ચે લવલી રિલેશનશિપને ડેવલોપ કરે છે દરેક વ્યક્તિ પ્રથમ પ્રેમની અનુભૂતિ પોતાના માતા-પિતા દ્વારા ફેમિલી માંથી મેળવે છે માતા પિતા અને ભાઈ બંધુઓને અપેક્ષણ પૂરા પાડે છે અપેક્ષા ની ઉણ બાળકના ડેવલોપમેન્ટને અવરોધ ઊભો કરે છે જે વ્યક્તિ પોતાના બાળપણમાં લવ અને અપેક્ષણની જરૂરિયાત થી વંચિત રહેલો હોય તે પોતાની જિંદગીમાં ખુશ હોતો નથી
(B)નોન એસનસીએલ ફંકશન
(1) સ્ટેટસ ફંકશન
વ્યક્તિ કયા ફેમિલીમાં જન્મ્યું છે તે પ્રમાણે તેનું સ્ટેટસ અને પોઝિશન મળે છે આમ ફેમિલી વ્યક્તિને તેનું સ્ટેટસ અને પોઝિશન આપે છે જેથી વ્યક્તિની સારી રીતે લર્નિંગ કરી શકે અને લાઇફની વેલ્યુ સમજી શકે છે અને આ સારી જિંદગી જીવી શકે
ફેમિલી એ સામાજિક ઓળખ માટેનું એક માધ્યમ છે જેમાં વ્યક્તિનો વર્ગ તેની ધર્મનું સ્થાન રહેણીકરણ એજ્યુકેશન વગેરે ફેમિલી સાથે સંકળાયેલું હોય છે
(2) પ્રોટેકટીવ ફંક્શન
ફેમિલી વ્યક્તિને ફિઝિકલ સાયકોલોજીકલ અને ઇકોનોમિકલી પ્રોટેક કરે છે આ પ્રોટેક્શન અમુક મર્યાદા સુધીનું હોય છે સમજમાં કોઈ એક વ્યક્તિ પણ અટેક કરવામાં આવે તો તેની આખા ફેમિલી ઉપર કે સમાજ ઉપર અટેક માનવામાં આવે છે અને તેની સામે ફેમિલી અથવા સમાજ તેનું રક્ષણ કરે છે
(3) ઇકોનોમિકલ ફંકશન
ફેમિલી તેના દરેક સભ્યની ઇકોનોમિક નીડને પૂર્ણ કરે છે આ એક ફેમિલીનો ટ્રેડિશનલ ફંકશન છે પહેલાના સમયમાં ફેમિલી એક ઇકોનોમિકલ યુનીટ હતી અને તેમાં વસ્તુનું ઉત્પાદન થતું હતું હાલના સમયમાં ફેમિલી નો ઇકોનોમિકલ રોલ બદલાયેલો છે ઉદ્યોગિકરણને કારણે ફેમિલીની ઉપર તેની ઊંડી અસર પડેલી છે ફેમિલીના સભ્યો ઘરમાં કાર્ય રોકી શકતા નથી મોટાભાગનું ઉત્પાદન સેન્ટ્રલાઈઝ થયેલું છે ઘરમાં થતું ઉત્પાદન હવે ફેક્ટરીઓમાં થાય છે
(4) એજ્યુકેશનલ ફંકશન
બાળકોનું પ્રાથમિકતા ફેમિલી માંથી શીખવા મળે છે બાળકોને સમાજના નીતિ નિયમો પાડવા મોટા થઈ સમાજમાં કઈ રીતે વર્તન કરવું વગેરે બાબતો ફેમિલીમાંથી શીખવા મળે છે સમાજ તરફનું વ્યક્તિનું વલણ અમુક પ્રકારની હેબિટો વગેરેનું જ્ઞાન અને ટ્રેનીંગ બાળકને ફેમિલી માંથી મળે છે આ ઉપરાંત કોઈ મેનરથી લોકો સાથે વાતચીત કરવી વર્તન કરવું વગેરે બાબતો બાળક ફેમિલી માંથી શીખે છે આમ ફેમિલી એજ્યુકેશન યુનિટ છે.
(5) રિલિજિયસ ફંક્શન
રિલિજિયસ માટે મુખ્ય કેન્દ્ર family છે બાળકના જન્મ સાથે જ તેનો ધર્મ નક્કી થઈ જાય છે બાળકને ધાર્મિક ટ્રેનિંગ આપતું પ્રથમ યુનિટ ફેમિલી છે ધર્મ માટે નામ મોરલ તેની વેલ્યુ અને ભગવાન વિશેનો ખ્યાલ બાળકને પ્રથમ ફેમિલી માંથી મળે છે નૈતિકતાનો પાઠ બાળક ફેમિલી માંથી ભણે છે જે તેની સાથે જીવન પર્યંત રહે છે આ ઉપરાંત બાળકની ફેમિલી દ્વારા પૂર્ણ થાય છે ફેમિલીના માધ્યમથી ધર્મ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે
(6) રીક્રીએશન ફંક્શન
ફેમિલી વ્યક્તિની રિક્રિએશનલી નીડ પુરી પડે છે પહેલાના સમયમાં રી ક્રીએશન ફેસીલીટી ખૂબ ઓછી હતી ત્યારે ફેમિલીના માધ્યમથી વ્યક્તિ પોતાની મનોરંજનની જરૂરિયાતો પૂર્ણ કરતું હાલના સમયમાં માસ મીડિયા સ્પેશિયલ મુવીઝ ટેલિવિઝન દ્વારા રીક્રિએશન મેળવે છે ન્યુક્લિયર ફેમિલી નો રી ક્રિએશન આપવાનો રોલ ઓછો થતો જાય છે
(7) ટ્રાન્સમિશન ઓફ કલ્ચર
કલ્ચર હેરી ટેટ ને ટ્રાન્સફર કરવાનું કાર્ય ફેમિલી કરે છે કુટુંબના વારસાગત રીતે રિવાજો ,આદર્શો નૈતિકતાના નિયમો ,વગેરે બાબતો વ્યક્તિ ફેમિલીમાંથી શીખે છે અને તેને એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર કરે છે
(8) હેલ્થ ફંક્શન ઓફ ફેમિલી
આ એક ફેમિલી નું બેઝિક ફંકશન છે તેના દરેક સભ્યોનું હેલ્થનું રક્ષણ કરવું અને માંદગીના સમયે તેની કેરી લેવી તે તેનું કાર્ય છે
પ્રાચીન સમયમાં કે જ્યારે હોસ્પિટલો ખૂબ ઓછા પ્રમાણમાં હતાં ત્યારે મોટાભાગના પેશન્ટ ને તેમના ઘરે જ હેલ્થની સારી હેબિટ, તેનું મહત્વ હેલ્થ પ્રત્યેનું વલણ ,માંદગી તરફનું વર્તન વગેરે બાબતો ફેમિલીમાંથી શીખવે છે
હેલ્થ ને લગતી કલ્ચરલ પેટર્ન ફેમિલી દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે હેલ્થને લગતા કાર્યો ફેમિલી દ્વારા કરવામાં આવે છે જે નીચે મુજબ છે
ફેમિલી ના દરેક મેમ્બરને પૂરતા પ્રમાણમાં ખોરાક કપડાં અને ઘર પૂરા પાડે છે
ફેમિલીના ફિઝિકલ એનવાયરમેન્ટના માધ્યમથી તેના દરેક મેમ્બર નું હેલ્થ મેન્ટેન કરવૂ
સાયકોલોજીકલ એન્વાયરમેન્ટના માધ્યમથી હેલ્થ સ્ટાન્ડર્ડ જાળવવું
હેલ્થ એજ્યુકેશન આપવૂ
એક્સરસાઇઝ અને ડાયટ ના માધ્યમથી હેલ્થનું પ્રમોશન કરવું
મેમ્બરને પ્રાથમિક સારવાર પૂરી પાડવી
બીમારની સારવાર કરવી
મેડીકેશનનું સુપરવિઝન કરવું
સભ્યોની સ્પીરીચયોલ નિડ પૂરી કરવી
રિહે બીલીટેશન કેર આપવી
કમ્યુનિટી હેલ્થ કેર પ્રોવાઇડર સાથે યોગ્ય સલાહ મસલત કરેવી
(9) ગવરમેન્ટ ફંકશન
ફેમિલી તેના બાળકોને અમુક લેવલ સુધી કંટ્રોલમાં રાખે છે અને તેમની વચ્ચે યોગ્ય નિર્ણય રહે છે ફેમિલી નું સ્ટેટ, લો ,રેગ્યુલેશન, લેજિસ્લેશન ,પોલીસી ,કોટ વગેરે તરીકેના કાર્ય કરે છે
Q-2 a) Define attention and Explain types of attention. એટેન્શનની વ્યાખ્યા આપો અને એટેન્શનનાં પ્રકારો સમજાવો.08
અટેન્શન એટલે કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક ચોક્કસ ઓબ્જેક્ટ અથવા સ્ટીમ્યુલેશન પર કેન્દ્રિત થવાની ક્રિયા.
અટેન્શન એટલે ચોક્કસ સમયગાળા માટે વ્યક્તિ, વસ્તુ અથવા પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા.
અટેન્શનના મુખ્યત્વે બે ટાઈપ પડે છે :
1) involuntary / non volitional attention
2) voluntary / volitional attention
1) Involuntary / nonvolitional attention
(ઇનવોલેન્ટરી / નોન વોલીસનલ અટેન્શન)
– ઇનવોલેન્ટરી અટેન્શનને નોન વોલીસનલ અટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઇનવોલન્ટરી અટેન્શનમાં વ્યક્તિ પોતાની ઈચ્છા વગર કોઈ ઓબ્જેક્ટ કે વસ્તુ તરફ આકર્ષિત થાય છે. એટલે કે આ અટેન્શન વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ હોય છે.
આ પ્રકારના અટેન્શનમાં કોન્સિયસ એફોર્તની જરૂર પડતી નથી.
ઉદાહરણ તરીકે ભણતી વખતે બહારથી અવાજ આવતા તેની તરફ આપણું ધ્યાન આકર્ષિત થાય છે.
ઇનવોલેન્ટરી અટેન્શનને બે ટાઈપના વહેંચવામાં આવેલ છે.
i) enforced involuntary attention
ii) spontaneous involuntary attention
i) Enforced involuntary attention :
(એનફોર્સ ઇનવોલેન્ટરી અટેન્શન)
ii) Spontaneous involuntary attention :
(સ્પોન્ટેનિયસ ઇનવોલન્ટરી અટેન્શન)
– આ અટેન્શન આપણી લાગણીઓ દ્વારા ઉત્તેજિત થાય છે.
ઉદાહરણ તરીકે જ્યારે નાનું બેબી રડે ત્યારે તેની મધરનું ધ્યાન ઈનવોલન્ટરી તેની તરફ જાય છે.
2) Voluntary/volitional attention :
(વોલેન્ટેરી / વોલીસનલ અટેન્શન)
વોલેન્ટેરી અટેન્શનને વોલીસનલ અટેન્શન પણ કહેવામાં આવે છે.
વોલેન્ટેરી અટેન્શનમાં વ્યક્તિ પોતાનું ધ્યાન ઈરાદાપૂર્વક કોઈ ચોક્કસ પરિસ્થિતિ અથવા પ્રવૃત્તિ તરફ વાળે છે. એટલે કે વોલન્ટરી અટેન્શન એ વ્યક્તિની ઈચ્છા મુજબ હોય છે.
વોલેન્ટેરી અટેન્શન માટે કોન્સિયસ એફોર્ટ ની જરૂર પડે છે.
ઉદાહરણ તરીકે મેથ્સના દાખલા સોલ્વ કરવા માટે વોલન્ટરી અટેન્શન ની જરૂર પડે છે. કારણકે તેમાં કોન્સિયસ એફોર્ટની જરૂર પડે છે.
વોલેન્ટરી અટેન્શનને બે ટાઈપમાં વિભાજિત કરવામાં આવે છે.
i) implicit volitional attention
ii) explicit volitional attention
i) Implicit volitional attention :
(ઇમ્પલીસીટ વોલીસનલ અટેન્શન)
ઇમ્પલીસીટ વોલીસનલ આ ટેન્શનમાં સિંગલ એક્ટ ની જરૂર પડે છે. એટલે કે ઈચ્છાનું એક કાર્ય ધ્યાન ઉત્તેજિત કરવા માટે જવાબદાર છે.
અટેન્શન આપણે રિવોર્ડ અથવા પનીસમેન્ટ માટે કરીએ છીએ.
ઉદાહરણ તરીકે ટીચર સ્ટુડન્ટને કહે છે કે જો તે લેસન કરીને નહીં આવે તો તેને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જશે. આમાં ટીચર દ્વારા આપવામાં આવેલા હોમવર્ક અને સજાના ડરથી વિદ્યાર્થી તેનું લેસન પૂર્ણ કરવા માટે અટેન્શન આપે છે.
ii) Explicit volitional attention :
(એક્સપ્લિસીટ વોલીસનલ અટેન્શન)
– એક્સપ્લિસીટ વોલીસનલ આ ટેન્શનમાં રીપીટેડ એક્ટ ની જરૂર પડે છે. એટલે કે ઈચ્છા ના પુનરાવર્તિત કાર્ય દ્વારા અટેન્શન મેળવવામાં આવે છે.
– આ અટેન્શન રાખવા માટે મજબૂત ઈચ્છાશક્તિ અને પ્રેરણા ની જરૂર પડે છે.
– ઉદાહરણ તરીકે પરીક્ષામાં સારા માર્ક મેળવવા માટે પરીક્ષાના દિવસોમાં ધ્યાનપૂર્વક વાંચવામાં આવે છે.
b) Write characteristics of a well-adjusted person.
વેલ એડજેસ્ટેડ વ્યકિતીની ભાક્ષણિકતાઓ લખો.04
1-free from internal conflicts he is not at war with himself
જે વ્યક્તિ પોતાના આંતરિક સંઘર્ષોથી મુક્ત હોય
-લાઈફની પોઝિટિવ ફિલોસોફી ને એન્જોય કરવું.
-દરરોજની રૂટીન એક્ટિવિટી ને જાળવી રાખવી જેવી કે ખોરાક આરામ ઊંઘ શારીરિક એક્ટિવિટી અને હાયજીન.
-અંદરના સંઘર્ષો તણાવ અને ચિંતાઓથી મુક્ત અને સ્વતંત્ર
2-he search for identity
તે પોતાની ઓળખાણ શોધે છે
-સફળતા માટે પોતાની એબિલિટી પર વિશ્વાસ.
-પોતાનું જે gender છે તેમાં સંતોષ.
-ગ્રુપમાં પોતાનું મૂલ્ય સેલ્ફ રિસ્પેક્ટ ની સુરક્ષા.
3-he knows himself his needs problems and goals that means self actualization.
તે પોતાની જાતને જાણે છે પોતાની જરૂરિયાતો પ્રોબ્લેમ્સ અને લક્ષ્ય એટલે કે સેલ્ફ એક્ચ્યુલીઝેશન.
-પોતાની જવાબદારીઓ સફળતાપૂર્વક અને ખુશીથી સ્વીકારે છે
-પોતાના વર્તનનું ઇવાલ્યુએશન કરે છે.
-પોતાનામાં રહેલી બધી જ ખામીઓનો સ્વીકાર કરે છે.
-લાઈફની પોઝિટીવ ફિલોસોફીને એન્જોય કરે છે.
-પોતાના ફ્રી ટાઇમ માં પોતાના શોખ ને એન્જોય કરે છે.
4-he is well adjusted
તે સારી રીતે એડજસ્ટ ટેબલ હોય છે.
-બધી જ સીચવેશનમાં સારી રીતે એડજસ્ટ થઈ જાય છે
-કોઈ તેમની ટીકા કરે તો તેનો તે સ્વીકાર કરે છે.
-સરળતા થી નિરાશ થતો નથી.
-રોજિંદી જીવનમાંથી મળતી હતાશાઓ અને નિરાશાઓને સહન કરે છે.
-કોન્ફિડન્સીયલ એટલે કે ગોપનીય સંબંધો વિકસાવે છે કે જેથી પોતાની લાગણીઓ ચિંતાઓ ડર વગેરે કોઈ પણ સંકોચ વગર શેર કરી શકે છે.
-બીજાના નિર્ણયોને સ્વીકાર કરે છે અને માન આપે છે એકાઉન્ટ કેબી લીધી.
-લાઇફમાં કોઈ સ્ટ્રેસ આવે તો તેનો સામનો કરે છે.
5-he has a strong sense of self esteem
તે પોતાની આત્મસન્માનની તીવ્ર ભાવના રાખે છે.
– પોતાની ડેઇલી રૂટીન વર્કમાં સંતોષ અને આનંદનો અનુભવ કરે છે.
-જો કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તેનો સામનો કરવા માટે સક્ષમ રહે છે.
6-he face problems and try to solve them intelligently that means copping with stress and anxiety.
જો કોઈપણ પ્રોબ્લેમ આવે તો તેનો સામનો કરે છે અને બુદ્ધિથી તેને સોલ્વ કરે છે અને તળાવ અને ચિંતા નો પણ સામનો કરે છે.
-જો કોઈપણ પ્રોબ્લેમ આવે તો તેને એક્સેપ્ટ કરે છે અને પ્રોબ્લેમેટિક્સ સમસ્યા માંથી બહાર નીકળવા માટે નિર્ણય લેવા માટે કેપેબલ હોય છે
-પ્રોબ્લેમ્સ નો અટેક થાય તો તેને ફેસ કરે છે પ્રોબ્લેમ થી ભાગી જતો નથી.
7-he has a good self control.
તેની પાસે સારું સ્વ નિયંત્રણ હોય છે.
-પર્સનલ ટેલેન્ટ અને સ્કીલને ડેવલોપ કરે છે.
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની લાક્ષણિકતાઓ
■માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ અન્ય લોકો, પરિસ્થિતિઓ અને આસપાસના વિશ્વ સાથે ગોઠવણ કરવામાં સક્ષમ છે.
■તેની પાસે પોતાના પ્રયત્નોથી પોતાની સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા છે.
તેની પાસે પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા છે.
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિમાં જવાબદારીની ભાવના હોય છે.
વાસ્તવિકતાની સચોટ સમજ:
તેના વર્તનમાં ભાવનાત્મક પરિપક્વતા જોવા મળે છે.
નિરાશા અને નિરાશા પ્રત્યે સહનશીલતા તેના વર્તનમાં હાજર છે.
વૃદ્ધિ અને વિકાસ માટેની ક્ષમતા:
તે કામ, આરામ અને મનોરંજનનું સંતુલિત જીવન જીવે છે.
જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ:
તેની પાસે તેની દૈનિક પ્રવૃત્તિઓને અર્થ અને હેતુ આપવાની ક્ષમતા છે.
તેની પાસે બીજાની સમસ્યાઓ સમજવાની ક્ષમતા છે.
■ માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિમાં વ્યક્તિગત સુરક્ષાની ભાવના હોય છે.
• માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ તેના જીવનમાં થતા ફેરફારોથી ઘણી હદે પ્રભાવિત થતી નથી. તે અવરોધને તક તરીકે લે છે.
OR
A. Write down difference between primary group and secondary group.પ્રાયમરી જૂથ અને સેકન્ડરી જૂથ વચ્ચેનો તફાવત લખો.08
( અહી સગવડતા ખાતર તફાવત ની જેમ આપેલ નથી પરંતુ પરીક્ષા મા વિધ્યાર્થી એ આ પ્રશ્ન તફાવત ના સ્વરૂપ મા જ લખવો)
પ્રાઇમરી ગ્રુપ નાની સાઈઝનુ હોય છે જ્યારે સેકન્ડરી ગ્રુપ મોટી સાઇઝનુ હોય છે.
તે નાના એરિયામા વિસ્તરેલુ હોય છે. તે ખૂબ મોટા એરિયામા વિકાસ પામેલુ હોય છે.
તેમની વચ્ચે ક્લોઝ રિલેશનશિપ હોય છે. તેની વચ્ચે દૂરના સંબંધો હોય છે ક્લોઝ રિલેશનશિપ હોતી નથી.
આ ગ્રુપના સભ્યો કાયમી સંકળાયેલા હોય છે. જ્યારે આ ગ્રુપના સભ્યોએ એ અમુક સમય સાથે હોય છે.
આ ગ્રુપના સભ્યો હેતુ પૂરતા જ સંબંધો રાખતા નથી. જ્યારે આ ગ્રુપના સંબંધો હેતુ પૂરતા મર્યાદિત હોય છે.
આ ગ્રુપ એ બ્લડ રિલેશનના વ્યક્તિઓ દ્વારા બનતુ હોય છે. જ્યારે આ ગ્રુપ એ બનવા માટે બ્લડ રિલેશન ની જરૂરિયાત હોતી નથી.
પ્રાઇમરી ગ્રુપ એ માનવ સમાજની રચના થી ચાલતુ આવે છે. જ્યારે સેકન્ડરી ગ્રુપ એ હમણા હમણા થી બનેલુ છે અને હેતુ માટે જ બનેલુ ગ્રુપ હોય છે.
પ્રાઇમરી ગ્રુપ એ યુનિવર્સલ છે. જ્યારે સેકન્ડરી ગ્રુપ એ યુનિવર્સલ ગ્રુપ નથી.
પ્રાઇમરી ગ્રુપના સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ફીલિંગ હોય છે અને તે ઓ વચ્ચે ઇન્ટર્નલ કંટ્રોલ પણ હોય છે જ્યારે સેકન્ડરી ગ્રુપના સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ફીલીગ હોતી નથી અને એક્સટર્નલ કંટ્રોલ ધરાવતુ હોય છે.
પ્રાઈમરી ગ્રુપના સભ્યો એકબીજાથી ખૂબ જ પરિચિત હોય છે દાખલા તરીકે ફેમિલી. સેકન્ડરી ગ્રુપના સભ્યો એકબીજાથી પરિચિત હોતા નથી દાખલા તરીકે ક્લબમા મળતા મેમ્બર્સ.
B. Define defense mechanism and list out defense mechanisms.
ડિફન્સ મિકેનિજમ ની વ્યાખ્યા લખો અને ડિફ્રેન્સ મિક્રેનિજમ ના નામો લાખો 04
ફ્રોઈડે નોંધ્યું હતું કે મોટાભાગના લોકો માટે એક મુખ્ય ડ્રાઈવ એ tension મા ઘટાડો છે અને tensionનું મુખ્ય કારણ ચિંતા હતી.
હવે, ego ને id અને superego બંને ને સંતોષવામાં મુશ્કેલી થાય છે.
અહંકાર પાસે કેટલાક સાધનો છે જેનો તે મધ્યસ્થી તરીકે તેની નોકરીમાં ઉપયોગ કરી શકે છે, સાધનો કે જે અહંકારને બચાવવામાં મદદ કરે છે. આને DEFENSE MECHANISM OR MENTAL MECHANISM OR EGO DEFENSE MECHANISM કહેવામાં આવે છે.
દરેક વ્યક્તિ DEFENSE MECHANISM નો ઉપયોગ કરે છે. તેમનો ઉપયોગ માનસિક બીમારી અથવા મનોસામાજિક અસંતુલનને સૂચિત કરતું નથી.
વ્યક્તિને મનોવૈજ્ઞાનિક તકલીફો થી બચાવવા માટે વપરાતી પદ્ધતિને DEFENSE MECHANISM તરીકે ઓળખવામાં આવે છે.
DEFENSE MECHANISM વ્યક્તિઓને હતાશા અને તકરાર સાથે સંકળાયેલી ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે.
DEFENSE MECHANISM એ adjustment ની વ્યવસ્થા છે જેના દ્વારા વ્યક્તિ self esteem ને જોખમમાં મૂકતી uncomfortable પરિસ્થિતિને કારણે થતી ચિંતાઓને રાહત આપે છે અથવા ઘટાડે છે.
ઇગો ડિફેન્સ મિકેનિઝમ એ consciously અથવા unconsciously ચાલે છે.
COMPENSATION:- વળતર: વ્યક્તિ જીવનના અન્ય પાસાઓ પર તેની સંભવિતતાને નિર્દેશિત કરીને પોતાની WEAKNESSને ઢાંકવાનો પ્રયાસ કરે છે.
eg:- શૈક્ષણિક રીતે નબળા વિદ્યાર્થી સખત મહેનત કરીને ક્રિકેટમાં કોલેજ ચેમ્પિયન બની શકે છે.
DENIAL:- Refuse – ઇનકાર: અસ્વીકાર્ય idea, behaviour & realityને સ્વીકારવાનો ઇનકાર.
eg:- ગંભીર રીતે બીમાર વ્યક્તિ નિદાન અને અપેક્ષિત પરિણામ વિશે સંપૂર્ણ માહિતગાર હોવા છતાં પણ કંઈપણ ખોટું છે તે સ્વીકારવાનો ઇનકાર કરે છે.
DISPLACEMENT:- વિસ્થાપન: કોઈની આંતરિક લાગણીઓને ઓછા જોખમી પદાર્થમાં વિસર્જન કરવું.
eg:- એક વ્યક્તિ કામ પર ખરાબ દિવસ પછી ઘરે આવે છે, ત્યારે તેના પાલતુ કૂતરા પર ચીસો પાડી શકે છે. એટલે કોઈનો ગુસ્સો બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજી કોઈ એવી જગ્યા કે જ્યાંથી ઓછું નુકશાન થતું હોય ત્યાં ગુસ્સો કાઢે છે.
INTELLECTUALIZATION:- બૌદ્ધિકીકરણ: પીડાદાયક ઘટનાની લાગણીઓને અલગ કરવા માટે તાર્કિક સમજૂતીનો ઉપયોગ કરવો.
eg:- નવી નોકરીમાં ટ્રાન્સફર થયા પછી, એટલે કે ઘરથી દૂર, વ્યક્તિ નોકરીનો લાભ વધારીને પોતાની ચિંતા છુપાવે છે.
PROJECTION:- પ્રક્ષેપણ: પોતાની ભૂલો માટે અન્ય વ્યક્તિને દોષ આપવો.
EG:- જે વ્યક્તિ અસત્ય છે તે એવું કહીને પોતાને સંતોષી શકે છે કે અન્ય લોકો પણ જૂઠું બોલે છે અને અસત્ય છે.
RATIONALIZATION:- તર્કસંગતતા: સામાજિક રીતે માન્ય કારણ આપીને વ્યક્તિના અસ્વીકાર્ય વિચારોને ન્યાયી ઠેરવવા.
eg:- જે વ્યક્તિ નોકરી સારી રીતે કરી શકતી નથી, તે એમ કહીને સંતુષ્ટ થઈ શકે છે કે આ કામ પર સખત મહેનત કરવાથી સારા પૈસા નથી મળતા.
REACTION FORMATION:- પ્રતિક્રિયા રચના: વ્યક્તિ એવી રીતે વર્તે છે જે તેની વાસ્તવિક લાગણીઓથી તદ્દન વિરુદ્ધ હોય છે.
eg:- એક ઈર્ષાળુ કર્મચારી જે તેના વરિષ્ઠને ધિક્કારે છે તે તેના પ્રત્યે આદર અને સ્નેહ બતાવી શકે છે.
REGRATION:- રીગ્રેસન: વિકાસના પહેલાના અને વધુ આરામદાયક સ્તર પર પાછા ફરવું.
eg:- જે વ્યક્તિ ભણવામાં પૂરતી પ્રગતિ કરી રહી નથી. રડીને અથવા ગુસ્સો કરીને તેની ચિંતા દૂર કરી શકે છે.
REPRESSION:- દમન: અજાગૃતપણે પીડાદાયક વિચારો, ઘટનાઓ અથવા તકરારને ભૂલી જવું.
eg:- લડાઈ પછી બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ ભૂલી જવાનુ.
SUBLIMATION:- ઉત્કૃષ્ટતા: વ્યક્તિ તેની અસ્વીકાર્ય પ્રવૃત્તિઓને સામાજિક રીતે સ્વીકાર્ય અને ઇચ્છનીય પ્રવૃત્તિમાં રીડાયરેક્ટ કરી શકે છે.
eg:- આક્રમક વર્તન ધરાવતી વ્યક્તિ સ્પર્ધાત્મક રમતગમતની પ્રવૃત્તિમાં પરિવર્તિત થઈ શકે છે.
Q.3 write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે ) 6×2=12
A) Write down types of learning. લર્નિંગનાં પ્રકારો વિશે લખો.
મોટર લર્નિંગ)
આપણા જીવનમા રોજબરોજ કરવામા
આવતી મોટાભાગની ક્રિયાઓને મોટર એક્ટિવિટી
કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાની જિંદગીમાં
નિયમિતતા લાવીને કંઈક શીખે છે. ઉદાહરણ
તરીકે વોકિંગ, ડ્રાઇવિંગ, રનિંગ, ક્લાઈમ્બીંગ
આ બધી એક્ટિવિટીમા મસલ્સ નો ઉપયોગ
થાય છે.
(વર્બલ લર્નિંગ
આ પ્રકારના લર્નિંગ મા ભાષાનો ઉપયોગ
થાય છે. બોલવું, કોમ્યુનિકેશનના સાધનોનો
ઉપયોગ કરવો, સાઇન, પિક્ચર, ફિગર, સાઉન્ડ
વગેરેના માધ્યમથી આપણે આ પ્રકારનુ લર્નિંગ કરી
શકીએ છીએ.
(કોન્સેપ્ટ લર્નિંગ)
આ પ્રકારના લર્નિંગ મા મગજના ખાસ પ્રકારના
કાર્યોની જરૂર પડે છે. વિચારવું, ઈન્ટેલિજન્સ, રીઝનીંગ
વગેરે આ પ્રકારના લર્નિંગ ના ઉદાહરણ છે. આ પ્રકારનું
લર્નિંગ આપણે નાનપણથી શીખીએ છીએ. ઉદાહરણ
તરીકે આપણે કૂતરો જોઈએ છીએ અને કૂતરો શબ્દ
સમજીએ છીએ. એટલે આપણે સમજીએ છીએ કે કૂતરો
એ કોઈ પર્ટિક્યુલર પ્રાણીનુ નામ છે. આ પ્રકારનું લર્નિંગ
એ કોઈ વસ્તુને આઈડેન્ટિફાઈ કરવા માટે ઉપયોગી છે.
(ડીસ્ક્રીમિનેશન લર્નિંગ)
સ્ટીમયુલાઈ અને સ્ટીમ્યુલાઈ પ્રત્યેના એપ્રોપ્રિએટ
રિસ્પોન્સ વચ્ચેના ડિફરન્સને ડીસ્ક્રીમિનેશન લર્નિંગ તરીકે
ઓળખવામા આવે છે. ઉદાહરણ તરીકે જુદા જુદા વાહનોના
અવાજો જેમ કે બસ, કાર, એમ્બ્યુલન્સ
(લર્નિંગ ઓફ પ્રિન્સિપલ)
શીખનાર વ્યક્તિએ વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો,
ભાષાને અનુરૂપ ગ્રામર વગેરેના માધ્યમથી શીખે છે. આ
દરેક નો ઉપયોગ કરી વ્યક્તિ પોતાનુ કાર્ય સરળ બનાવે છે.
(પ્રોબ્લેમ સોલ્વિંગ)
આ એક હાઈ લેવલનું લર્નિંગ છે. જેને શીખવા માટે
કોગ્નિટિવ એબિલિટી ની જરૂર પડે છે. જેવી કે થીંકીંગ,
રીજનિંગ, ઓબ્ઝર્વેશન, ઈમેજીનેશન વગેરે ઘણું જ ઉપયોગી
છે. જે લોકોને પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદરૂપ થાય છે.
(એટીટ્યુડ લર્નિંગ)
એટીટ્યુડ આપણા બિહેવિયર ઉપર સીધી અસર કરે છે.
આપણે બાળપણથી જ લોકો તરફનુ એટીટ્યુડ કેળવીએ છીએ.
આપણુ બિહેવિયર નેગેટિવ અથવા પોઝિટિવ હોઈ શકે જે
આપણા એટીટ્યુડ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે
નર્સ નું તેના પ્રોફેસન અને પેશન્ટ પ્રત્યેનુ એટીટ્યુડ.
B) write down about prostitution. વેશ્યાવૃતી વિશે લખો.
PROSTITUTION (વેશ્યાવૃત્તિ)
ભારતમાં વેશ્યાવૃતિ એક ગંભીર સામાજિક સમસ્યા છે.
શિષ્યવૃત્તિ એ નીચેના કારણોના લીધે જ થાય છે.
ગરીબી
બેરોજગારી
સેવાઓનું એકીકરણ નથી થતું
વિકલ્પોનો અભાવ
કલંક અને પ્રતિકૂળ સામાજિક વલણ કુટુંબની અપેક્ષાઓ અને દબાણ જીવનશૈલી માટે અનુકૂલન
ભારતમાં મોટાભાગના લોકો સેક્સ વર્કર કરે છે કારણ કે પોતાને અથવા તેમના બાળકોને ટેકો આપવા માટે સંસાધનોની અછત હોય છે કારણ કે ઘણા લોકો જરૂરીયાત ને પૂછી વળવા માટે વ્યવસાય તરીકે પસંદ કરે છે.
ઘણીવાર લગ્ન તૂટી ગયા પછી અથવા તેમના પરિવાર દ્વારા અસ્વીકાર કરવામાં આવે છે અથવા ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે.
ભારતમાં વધતી જતી વેશ્યાવૃત્તિની સમસ્યાના મૂળ તરીકે ગરીબીને ગણવામાં આવે છે કેટલીક વખત સ્ત્રીઓ ભૌતિક સંપત્તિ મેળવવા માટે પોતાને વેશ્યા કહી શકે છે.
વૈશ્યવૃતિ નાબૂદ કરવા માટે સામાજિક સેટટોપનો પુનર ગઠન કરવાની જરૂર છે જે એક માણસ તરીકે સ્ત્રીને ઓળખનો સન્માન કરશે.
મહિલાઓનું શિક્ષણ અને આર્થિક અવલંબન તેમની નબળાઈનો સામનો કરશે.
એક માનવ તરીકે સ્ત્રીના ગોરોને માન્યતા ને સમાન તરફ દોરી જશે.
સેક્સ વર્કર ની સ્થિતિ સાથે સંકળાયેલા કાયદાઓ 1956 નો કાયદો છે જેને ઈમોરલ ટ્રાફિક (સપ્રેશન) એક્ટ (SITA).. તરીકે ઓળખવામાં આવે છે.
આ કાયદા અનુસાર ભારતમાં સેક્સ વર્કર કાયદેસર કે ગેરકાયદેસર નથી ખાસ કરીને કાયદો સેક્સ વર્કર ને જાહેર સ્થળના 200 યાર્ડ ની અંદર તેનો વ્યવસાય કરવા પર પ્રતિબંધ કરે છે.
સેક્સ વર્કર ને સામાન્ય કામદારોના કાયદા હેઠળ સુરક્ષિત નથી લઘુતમ વેતન લાભો ઇજા માટે વળતર અથવા અન્ય લાભો તખદાર નથી છે અન્ય પ્રકારના કામદારોમાં સામાન્ય છે.
તાજેતરમાં જુના કાયદાને ઇમોરલ ટ્રાફિક્ (પ્રીવેંશન) એક્ટ દ્વારા બદલવામાં આવ્યું.
વેશ્યા એ એવી વ્યક્તિ છે કે ચુકવણીના બદલામાં તેના શરીરનો ઉપયોગ હેતુઓ માટે કરવાની મંજૂરી આપે છે વેશ્યાવૃતિ એ મુખમૈથુન અથવા જાતિય અંતર સંબંધ જેવી જાતીય સેવાનો વેચાણ છે.
જે ભારતમાં અસ્તિત્વ ધરાવે છે પરંતુ સમગ્ર દેશમાં અસ્તિત્વ ધરાવે છે.
વૈસ્યાવૃત્તિ પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી ચાલુ રહી અને એ આધુનિક ભારતમાં વધુ વિશાળ દ્રષ્ટિકોણ ધરાવે છે.
વૈસ્યાવૃત્તિ પોતે જ એક સામાજિક સમસ્યા છે બાળ વૈસ્યાવૃત્તિ તેને વધારે જટિલ બનાવી રહી છે.
CAUSE OF PROSTITUTION:
ગરીબી
વ્યસન વધુ કરવું
ધ્યાન ન આપવું
બીજા ઓપ્શન ના હોય
ઘરનો હોય
પરિવાર નો ઇતિહાસ
આત્મસન્માન નો અભાવ
પિયર દબાણ
સારું જીવન
પરિવાર તૂટવો
એકલતા અને કંટાળો
કોઈ રોકવા વાળા માણસ ન હોય
લગ્ન કરવામાં અસમર્થતા
બળાત્કાર થયો હોય
મનોરંજન ની સુવિધા નો અભાવ
વૈજ્ઞાનિક કારણ
Lows related to prostitution in India:
Suppression of immoral traffic in human and girl act 1956
Prevention of immoral traffic act 1956
Immoral traffic act 1956
કોઈપણ વ્યક્તિ જે વેશ્યા ગ્રુપને રાખે છે અથવા તેનું સંચાલન કરે છે અથવા કામ કરે છે અથવા તેની સંભાળ અથવા સંચાલનમાં મદદ કરે છે તે પ્રથમ દોષિત છે તે એક વર્ષથી ઓછી નહીં અને ત્રણ વર્ષથી વધુ ન હોય તેવી સખત કેદની સજાને પાત્ર હશે અને દંડ પણ થઈ શકે.
C) Write down characteristics of rural community રૂરલ કોમ્યુનીટી ની લાક્ષણિકતાઓ લખો.
રૂરલ કમ્યુનિટી ની વિશેષતાઓ
એકતા ની ભાવના: ગામડાના એકતા ની ભાવના હોય છે ગામમાં તમામ ફેમિલી એક થાય છે અને સાથે મળીને દુઃખ અને સુખ વહેંચે છે.
ગાઢ સંબંધ: ગામડાના લોકો એકબીજા સાથે ગાઢ સંબંધો ધરાવે છે અને તેઓ વ્યક્તિગત રીતે ઓળખે છે.
કોમન કલ્ચર: ગામના લોકોની કોમન સંસ્કૃતિ હોય છે ગામના લોકોના રિવાજો અને સંમેલનો પણ સમાન હોય છે.
જોઈન્ટ ફેમિલી: ગામડામાં હજુ પણ આ પ્રથા છે ખેતીના વ્યવસાય માટે તેમને પરિવારના તમામ મેમ્બર ની સહકારની જરૂર છે.
જોઈન્ટ પાર્ટિસિટેશન: ગામના લોકો સંયુક્ત રીતે ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે આ તેમાં ભાગ લે છે.
ક્લોઝ પડોશી સંબંધો: ગામડામાં પડોશ નું ખૂબ મહત્વ છે તેમાં એકબીજા પર ધ્યાન આપે છે અને મદદ કરે છે.
ધર્મ અને કર્તવ્યો માં ઊંડી શ્રદ્ધા: ગામડાના લોકોનો વ્યવસાય ખેતી છે અને તે નેચર ઉપર આધારિત છે આ તેની શ્રદ્ધા અને ધર્મ દર્શાવે છે.
મોડર્ન સંસ્કૃતિ ની દુષ્ટતાથી દૂર અને સરળ: ગામડાના લોકો સિમ્પલ છે તેમનો નેચર અને બિહેવિયર નેચરલ છે તેવો પીસ ફુલ લાઈફ જીવે છે અને મોર્ડન સંસ્કૃતિ થી દૂર રહે છે.
હાર્ડ વર્કિંગ (મહેનતુ): ગામડાના લોકો નિષ્ઠાવાન અને મહેનતુ હોય છે.
હોસ્પિટલિટી: મહેમાનો પ્રત્યે ખૂબ જ અતિથ્ય દર્શાવે છે તે અન્ય વ્યક્તિનું સ્વાગત કરે છે તેમનો વ્યવહાર રફ નથી.
ઉચ્ચ નૈતિક મૂલ્યો:
તે વધારે અને ઉચ્ચ નૈતિકતા ધરાવે છે તેમનું જીવન ધોરણો દ્વારા સંચાલિત થાય છે.
કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન વિલેજ (ભારતના ગામોની વિશેષતાઓ):
ભારતના ગામડાઓ ભારતના સોશિયલ સ્ટ્રક્ચરનો એકમ છે કુલ વસ્તીના આશરે 70 થી 80% ગામડાઓમાં રહે છે ગામડાને નાના અને મોટા સાઈઝમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે નાના ગામડા ની વસ્તી 500 ની નીચે છે મધ્ય અને મોટા ગામડાની વસ્તી 2000 થી 5,000 અથવા 5,000 થી વધુ છે.
ગામડાના નીચે મુજબ લક્ષણો છે:
પડોશના શહેરો સાથે સોશિયલી અને આર્થિક રીતે જોડાયેલા: 19 મી સદીની શરૂઆતમાં ગામડાઓ અલગ અને આત્મન હતા. કારણકે તમામ જરૂરિયાતો ગામડાઓમાં જ સેટીસ ફાઈવ થઈ જતી હતી પરંતુ ડેવલોપમેન્ટ ટ્રાન્સપોર્ટ કોમ્યુનિકેશન રહેશે અને ગામડાઓ વચ્ચેનો અવરોધ તૂટી ગયો છે.
સાદગી સ્થિરતા અને શાંતિનું સ્ટ્રક્ચર: ગામડાના વાતાવરણ સરળ શાંત હોય છે સાદી લાઇફ સાદા કપડા અને તમામ સભ્યતામાં રહે છે પરંતુ ગામડાઓમાં ફેશને પોતાનું સ્થાન લીધું છે રેડિયો અને ટીવીનું મ્યુઝિક પણ ગામમાં જ્યાં ત્યાં સાંભળી શકાય છે.
રિવાજો અને પરંપરાઓ વચ્ચે સ્ટ્રોંગ જોડાણ: ગ્રામજનોનો દ્રષ્ટિકોણ મુખ્યત્વે રૂડી ચુસ્ત છે અને તેઓ એક્સ્ટ્રીમ અનિચ્છા સાથે ફેરફારો એક્સેપ્ટ કરે છે.
ગરીબી અને નિરક્ષરતા: ગ્રામજનો સામાન્ય રીતે ગરીબ હોય છે તેની આવક ઓછી હોય છે તે રફ કપડા પહેરે છે ગામડાના લોકો નિરક્ષરતા હોય છે બાળકો માટે શૈક્ષણિક તકો ઓછી હોય છે ઉચ્ચ એજ્યુકેશન માટે સુવિધા પણ શૂન્ય હોય છે ગરીબીના કારણે ગામડાના લોકો તેમના બાળકોને એજ્યુકેશન માટે શહેરમાં મોકલી શકતા નથી તેથી એજ્યુકેશન નો અભાવ રહે છે.
લોકલ સેલ્ફ ગવર્મેન્ટ: તેઓ પોતાની બાબતોનું મેનેજ તેના દ્વારા કરે છે પંચાયતની પરંપરાગત સંસ્થાઓ દ્વારા જ્યારે અંગ્રેજોના શાસન દરમિયાન તે પડવા લાગી આઝાદી પછી ફરી પંચાયત વ્યવસ્થા ને મજબૂત કરવા નવા પ્રયાસો બનાવવામાં આવ્યા.
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12
a) Importance of motivation in nursing
નર્સિંગમાં મોટિવેશનનું મહત્વ
નર્સ તથા પેશન્ટ બંને માટે નર્સિંગ પ્રેક્ટિસમાં મોટીવેશન એ એક અગત્યનો રોલ પ્લે કરે છે.
મોટીવેશન એ શા માટે અગત્યનું છે તે નીચે પ્રમાણે છે:
1) એનહાન્સ પેશન્ટ કેર
મોટીવેટેડ નર્સ એ તેમના પેશન્ટ ને હાઈક્વોલિટીવાળી તથા કરુણાસભર કેર પ્રોવાઇડ કરે તેવી શક્યતા વધારે હોય છે.
મોટીવેશનના કારણે નર્સ એ તેના રોલમાં શ્રેષ્ઠ બનવા માટે એન્કરેજ થાય છે. જે પેશન્ટને બેટર આઉટકમ તથા સેટિસફેક્શન તરફ દોરી જાય છે.
2) ઇન્ક્રીઝ જોબ સેટિસેક્શન
નર્સ કે જેઓ બીજાને હેલ્પ કરવા ,પ્રોફેશનલ ગ્રોથ અને કોઇપણ પર્પઝ માટે મોટીવેટેડ થયેલી હોય છે તે નર્સ એ જોબમાં હાયરસેટિસ્ફેક્શન એક્સપિરિયન્સ કરે છે. તેના કારણે ટર્નઓવર રેટ ઓછો થાય છે, વધારે એક્સપિરિયન્સ વાળો સ્ટાફ મળે તથા વધારે પ્રમાણમાં પોઝિટિવ વર્ક એન્વાયરમેન્ટ મળે છે.
3) પેશન્ટ એંગેજમેન્ટ ઇમ્પ્રુવ થવું
મોટીવેટેડ નર્સ એ પેશન્ટને તેમને કેરમાં એન્ગેજ કરાવવામાં વધારે સારી રીતે સક્ષમ હોય છે.
મોટીવેટેડ નર્સ એ ઇફેક્ટિવલી રીતે પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ સાથે ટ્રીટમેન્ટ પ્લાન વિશે કોમ્યુનિકેશન કરી શકે છે.
પેશન્ટને તેની હેલ્થ કન્ડિશન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરી શકે છે તથા પેશન્ટને ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરવા માટે એમ્પાવર કરી શકે છે.
4) એડેપ્ટેબિલિટી એન્ડ રેસિલીયન્સ
મોટીવેટેડ નર્સ એક કોઇપણ પ્રકારના ચેલેન્જ તથા ડિફીકલ્ટીઝ નો સામનો કરવા માટે હંમેશા તૈયાર હોય છે.
મોટીવેટેડ નર્સ એ કોઇપણ પ્રકારની સ્ટ્રેસફુલ સિચ્યુએશન ને હેન્ડલ કરવામાં, હેલ્થ કેર એન્વાયરમેન્ટ માં થતા ચેન્જીસ ને એડોપ્ટ કરવામાં, તથા કોઇપણ કન્ડિશનમાં પોઝિટિવ આઉટકમ મેળવવા માટે સક્ષમ હોય છે.
5) પ્રોફેશનલ ડેવલોપમેન્ટ
મોટીવેટેડ નર્સ એ કંટીન્યુઅસ એજ્યુકેશન મેળવવા, જુદી જુદી સ્કિલ ને મેળવવા તથા હેલ્થ કેર સેટિંગ્સમાં થતા એડવાન્સમેન્ટ માં અપડેટ રહેવા માટે હંમેશા રેડી હોય છે.
આ ઓનગોઇંગ પ્રોફેશનલ ડેવલોપમેન્ટ એ નર્સના કેરગીવર તરીકે કમ્પીટન્સ તથા ઇફેક્ટીવનેસ ને એનહાન્સ કરે છે.
6) ટીમ કોલાબોરેશન
મોટીવેટેડ નર્સ એ ઇન્ટરડિસિપ્લિનરી કોલાબોરેશન તથા ટીમવર્કમાં પોઝિટિવ્લી યોગદાન પ્રોવાઇડ કરે છે.
મોટીવેટેડ નર્સ એ નોલેજ ને શેર કરવામાં, સાથી કાર્યકરોને સપોર્ટ પ્રોવાઇડ કરવામાં તથા એક કોમન પર્પઝ ને એચિવ કરવા માટે ટીમ મેમ્બર્સ સાથે કોલાબોરેટીવ્લી વર્ક કરવા માટે રેડી હોય છે તેના કારણે પેશન્ટને પણ કેરમાં બેનિફિટ થાય છે.
7) પેશન્ટ સેફટી
મોટીવેટેડ નર્સ એ પેશન્ટની સેફ્ટી પ્રત્યે વધુ જાગૃત તથા સચેત હોય છે.
મોટીવેટેડ નર્સ એવિડન્સ બેઝ્ડ પ્રેક્ટિસ પ્રોવાઇડ કરે, એસ્ટાબ્લીઝ્ડ કરેલા પ્રોટોકોલ્સ ને ફોલો કરે તથા પેશન્ટ ના વેલબિંગને પ્રાયોરિટી પ્રોવાઇડ કરે છે તેના કારણે મેડિકલ એરર તથા એડવર્સ ઇવેન્ટ્સ થવાના રિસ્ક એ રીડયુઝ થાય છે.
8) પેશન્ટ એમ્પાવરમેન્ટ
મોટીવેટેડ નર્સ એ પેશન્ટ ને તેના હેલ્થ અને વેલ્બિંગ ના મેનેજિંગમાં એક્ટિવ્લી પાર્ટિસિપેટ કરવા માટે એન્કરેજ કરે છે.
મોટીવેટેડ નર્સ એ પેશન્ટને ઇન્ફોર્મડ ડિસિઝન લેવા માટે તથા હેલ્થી બીહેવ્યર ને એડોપ્ટ કરવા માટે ઇન્ફોર્મેશન, એન્કરેજમેન્ટ તથા સપોર્ટ પ્રોવાઇડ કરે છે.
9) પોઝિટિવ ઓર્ગેનાઈઝેશનલ કલ્ચર
મોટીવેટેડ નર્સ એ કોલાબોરેશન, ઇનોવેશન તથા એક્સેલેન્સ દ્વારા પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરમાં કન્ટ્રીબ્યુશન( ફાળો) પ્રોવાઇડ કરે છે.
મોટીવેટેડ નર્સનો ઉત્સાહ અને ડેડીકેશન(સમર્પણ) એ તેમના સહકાર્યકર ને પ્રેરણા પ્રોવાઇડ કરે છે અને હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન ના ઓવરઓલ સક્સેસ માં કન્ટ્રીબ્યુશન પ્રોવાઇડ કરે છે.
ઓવરઓલ નર્સિંગમાં મોટીવેશન એ સેન્સીયલ હોય છે કારણ કે તે પ્રોફેશનલ ગ્રોથને આગળ વધારે છે ,પેશન્ટ કેરની ક્વોલિટીને એન્હાન્સ કરે છે, ટીમવર્ક ને એન્કરેજ કરે છે તથા પોઝીટીવ કંટ્રીબ્યુશન પ્રોવાઇડ કરે છે.
નર્સ વચ્ચે મોટીવેશન મેળવવું તથા તેને ટકાવી રાખવું એ નર્સિંગ પ્રેક્ટિસના હાઇસ્ટાન્ડર્ડ ને મેઇન્ટેઇન કરવા માટે તથા ઓપ્ટિમલ પેશન્ટ આઉટકમ્સ ને મેળવવા માટે અગત્યનું હોય છે.
b) Good Health Habits સારા આરોગ્યની ટેવો
Good Habit સારી અથવા સ્વસ્થ આદત
એ એવી વર્તણૂક છે જે વ્યક્તિના physical & mental health માટે ફાયદાકારક હોય છે, જે ઘણીવાર ઉચ્ચ સ્તરની discipline અને self control સ્વ-નિયંત્રણ સાથે જોડાયેલી હોય છે.
ઉદાહરણો છે નિયમિત વ્યાયામ, યોગ્ય રીતે સંતુલિત આહાર, કસરત કરવી, smoking ન કરવું, healthy ખોરાક લેવો, તમારા વિશે વધુ સારું અનુભવો, દરેક વસ્તુની વધુ પ્રશંસા કરવી અને દરરોજ આભારી બનવું, વધુ વ્યવસ્થિત બનવું, yoga કરવા, positive attitude સાથે દિવસનો સામનો કરવો વગેરે.
આદત નિર્માણ ચક્રને આદતોમાં ફેરફારના 3R ની મદદથી સમજાવી શકાય છે. નવી આદત બનાવતી વખતે અને ખરાબ ટેવ તોડતી વખતે 3 R સ્ટેપ પેટર્નને અનુસરે છે.
1. Reminder રીમાઇન્ડર (ટ્રિગર જે વર્તનની શરૂઆત કરે છે). (આદત કરવાથી તમને જે ફાયદો થાય છે)
2. Routine રૂટિન (વ્યવહાર પોતે અથવા વ્યક્તિ જે ક્રિયા કરે છે.
3. Reward પુરસ્કાર (વર્તન કરવાથી જે લાભ મળે છે).
રીમાઇન્ડર/રિઝોલ્યુશન: રિઝોલ્યુશન એ એક મજબૂત નિર્ણાયક પગલું છે જે હેતુપૂર્ણ પગલાં માટે લેવામાં આવે છે. રીઝોલ્યુશન કાર્યોને પૂર્ણ કરવાની અને લક્ષ્યો સુધી પહોંચવાની ક્ષમતામાં સહાયક પર આધાર રાખે છે.
રૂટિન/રીહર્સલ: નવી આદતનું રિહર્સલ આદતની રચનામાં મદદ કરે છે.
પુરસ્કાર/પુનરાવર્તન: એક નવી વર્તણૂક માત્ર ત્યારે જ આદત બની જાય છે જ્યારે તેને સ્વચાલિત વર્તન બનાવવા માટે પૂરતા સમય માટે પુનરાવર્તિત કરવામાં આવે છે.
જો પુરસ્કાર સકારાત્મક છે, તો પછી જ્યારે રીમાઇન્ડર થાય ત્યારે વ્યક્તિ ફરીથી નિયમિત પુનરાવર્તન કરવા માંગશે. એક જ ક્રિયાને પૂરતી વખત પુનરાવર્તિત કરો અને તે આદત બની જાય છે
c) Difference between caste system and class system કાસ્ટ સિસ્ટમ અને કલાસ સિસ્ટમ વચ્ચેનો તફાવત
કાસ્ટ અને ક્લાસ સિસ્ટમ એ સોશિયલ સ્ટ્રેટિફિકેશન સિસ્ટમ છે કે જે વ્યક્તિઓને હેરેરચીકલ ગ્રુપમાં ઓર્ગેનાઇઝ કરે છે પરંતુ તેઓ તેમના ડિવિઝન, મોબિલિટી અને સાંસ્કૃતિક મહત્વના આધારે અલગ પડે છે.
1) બેઝીસ ઓફ ડિવિઝન
•> કાસ્ટ સિસ્ટમ
કાસ્ટ સિસ્ટમ એ બર્થ અને હેરિડિટી પર આધારિત હોય છે.
વ્યક્તિઓને જન્મ સમયે જ સ્પેસિફિક કાસ્ટ ને સોંપવામાં આવે છે અને આ સોપણીઓએ મોટે ભાગે અપરિવર્તનશીલ હોય છે.
કાસ્ટ મેમ્બરશીપ એ વ્યક્તિનું સોશિયલ સ્ટેટસ,ઓક્યુપેશન અને રિસોર્સિસ ની પહોંચ નક્કી કરે છે. કાસ્ટ સિસ્ટમ એ ઇન્ડિયા જેવી સોસાયટીમાં વધારે પ્રમાણમાં પ્રચલિત છે જ્યાં કાસ્ટ એ પરંપરાગત રીતે ઓક્યુપેશન તથા સોશિયલ રોલ સાથે જોડાયેલ હોય છે.
•> ક્લાસ સિસ્ટમ
ક્લાસ સિસ્ટમ એ વેલ્થ, ઇન્કમ, એજ્યુકેશન અને ઓક્યુપેશન જેવા સોસિયોઇકોનોમિક ફેક્ટર્સ પર આધારિત હોય છે ક્લાસમાં વ્યક્તિની પોઝીશન એ ઇકોનોમિક એક્સેસ,એજ્યુકેશન લેવલ તથા કેરિયર એડવાન્સમેન્ટના આધારે સમય જતા બદલાઇ શકે છે.
મોર્ડન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ક્લાસ સિસ્ટમ એ વધારે સામાન્ય હોય છે જ્યાં સોશિયલ મોબિલિટી એ થીઓરરેટીકલી પોસીબલ હોય છે.
2) સોશિયલ મોબિલિટી
•> કાસ્ટ સિસ્ટમ
કાસ્ટ સિસ્ટમમાં મોબિલિટી એ લિમિટેડ હોય છે વ્યક્તિઓ સામાન્ય રીતે તેના સમગ્ર જીવન દરમિયાન એક જ કાસ્ટ માં રહે છે કાસ્ટ વચ્ચે મુવમેન્ટ ભાગ્યે જ જોવા મળે છે.
કાસ્ટ સિસ્ટમ એ ઘણી વાર સ્ટ્રીક સોશિયલ બાઉન્ડ્રીસ લાગુ કરે છે. સાથે અપવાર્ડ મોબિલિટી માટે લિમિટેડ ઓપોરચ્યુનિટી હોય છે.
•> ક્લાસ સિસ્ટમ
ક્લાસ સિસ્ટમમાં સોશિયલ મોબિલિટી એ પ્રમાણમાં વધારે હોય છે.
ક્લાસ સિસ્ટમમાં વ્યક્તિઓ તેમની એચિવમેન્ટ,એજ્યુકેશન તથા ઇકોનોમિક ઓપોરચ્યુનિટી ના આધારે અપ તથા ડાઉન મુવ કરી શકે છે.
જ્યારે અપવાર્ડ મોબિલિટી એ પોસિબલ છે ત્યારે હજુ પણ ભેદભાવ, અસમાનતા તથા રિસોર્સીસની એક્સેસ જેવા ફેક્ટર્સ દ્વારા મોબિલિટી એ લિમિટેડ હોઈ શકે છે.
3) કલ્ચરલ સિગ્નિફિકન્સ( સાંસ્કૃતિક મહત્વ)
•> કાસ્ટ સિસ્ટમ
કાસ્ટ સિસ્ટમ એ જ્યાં પ્રચલિત છે ત્યાં કાસ્ટ સિસ્ટમ એ સમાજની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓમાં ઊંડે સુધી વિસ્તરેલી છે.
કાસ્ટની ઓળખ એ ઘણીવાર ધાર્મિક માન્યતાઓ, સામાજિક રિવાજો અને પરંપરાગત ચાલતી પ્રથાઓ દ્વારા મજબૂત બનાવવામાં આવે છે.
કાસ્ટ આધારિત ભેદભાવને નાબૂદ કરવાના કાયદાકીય પ્રયાસો કરવા છતાં પણ કાસ્ટ આધારિત ભેદભાવ અને અસમાનતા હજુ પણ યથાવત છે.
•> ક્લાસ સિસ્ટમ
મોર્ડન સોસાયટીસમાં ક્લાસ વચ્ચે ભેદ અસ્તિત્વમાં હોવા છતાં તે ઘણી વખત ઓછી રીજીડીટી થી લાગુ કરવામાં આવે છે તથા કાસ્ટ સિસ્ટમની સરખામણીમાં ઓછા કલ્ચરલ સિગ્નિફિકન્ટ જોવા મળે છે.
ક્લાસની આઇડેન્ટિટી એ ઇન્કમ ,ઓક્યુપેશન તથા એજ્યુકેશન જેવા ફેક્ટર્સ પર આધારિત હોય છે પરંતુ તે કાસ્ટ આઇડેન્ટીટી ની જેમ ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રથાઓ સાથે જોડાયેલ નથી.
4) રોલ અસાઇનમેન્ટ
•> કાસ્ટ સિસ્ટમ ઇન નર્સિંગ
અમુક સોસાયટીસમાં ખાસ કરીને જ્યાં કાસ્ટ બેઝ્ડ સિસ્ટમ એ પ્રચલિત છે તેમાં વ્યક્તિઓને તેમના કાસ્ટ તથા કલ્ચરલ બેગ્રાઉન્ડ ના આધારે નર્સિંગ પ્રોફેશનમાં સ્પેસિફિક રોલ અસાઇન કરવામાં આવે છે.
તેમાં સામાન્ય રીતે કયા ટાઇપ નું નર્સિંગ પોઝિશન એ અટેઇન કરવામાં એબલ છે તેના પર તથા પ્રોફેશનમાં એડવાન્સમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી પર આધારિત હોય છે.
•> ક્લાસ સિસ્ટમ ઇન નર્સિંગ
ક્લાસ બેઝ્ડ સિસ્ટમમાં વ્યક્તિના સોસિયોઇકોનોમિક સ્ટેટસ, એજ્યુકેશન લેવલ તથા રિસોર્સિસ એક્સેસ આ ફેક્ટર્સ ના આધાર પર નર્સિંગ પ્રોફેશનમાં એન્ટર થવા માટેની એબિલિટી તથા કયા ટાઇપ નું નર્સિંગ રોલ પ્રોવાઇડ કરવો તે અફેક્ટ કરે છે.
સોસિયોઇકોનોમિક ફેક્ટર્સ ના આધારે એન્ટ્રીમાં હજુ પણ બેરિયર હોય શકે છે આમ છતાં વ્યક્તિના મેરીટ તથા ક્વોલિફિકેશન ના આધારે કેરિયર તથા એડવાન્સમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટીમાં વધારે ફ્લેક્સિબિલિટી જોવા મળે છે.
5) સોશિયલ મોબિલિટી
•> કાસ્ટ સિસ્ટમ ઇન નર્સિંગ
જે સોસાયટીમાં કાસ્ટ સિસ્ટમ પ્રેઝન્ટ છે ત્યાં નર્સિંગ પ્રોફેશનમાં સોશિયલ મોબિલિટી એ કાસ્ટ આધારિત ભેદભાવ અને સોશિયલ નોમ્સ દ્વારા લિમિટેડ હોય શકે છે.
લોવર કાસ્ટ માંથી આવતા વ્યક્તિઓને તેની પ્રગતિમાં ઘણા બેરિયર્સનો સામનો કરવો પડે છે તથા વ્યક્તિને તેની કાસ્ટમાં સ્ટેટસ ના આધારે તેમને અમુક નર્સિંગ રોલ સોંપવામાં આવે છે.
•> ક્લાસ સિસ્ટમ ઇન નર્સિંગ
આમાં નર્સિંગ ની અંદર સોશિયલ મોબિલિટી એ કાસ્ટ તથા સોશિયલ બેગ્રાઉન્ડ ને બદલે એજ્યુકેશન, એક્સપિરિયન્સ, તથા પ્રોફેશનલ ડેવલોપમેન્ટ ઓપોર્ચ્યુનિટી જેવા ફેક્ટર્સ પર આધાર રાખે છે.
જ્યારે સોસિયોઇકોનોમિક ફેક્ટર્સ એ હજુ પણ એજ્યુકેશન તથા કેરિયર એડવાન્સમેન્ટ ઓપર્ચ્યુનિટી ની એક્સેસને અફેક્ટ કરી શકે છે ત્યાં સામાન્ય રીતે વ્યક્તિના મેરીટ અને એફોટ્સ આધારે અપવાર્ડ મોબિલિટી ની વધારે સંભાવના હોય છે.
6) પ્રોફેશનલ કલ્ચર
•> કાસ્ટ સિસ્ટમ ઇન નર્સિંગ
કાસ્ટ બેઝ્ડ હેરેરચી હજુ પણ હોય તેવા સેટિંગ્સમાં કાસ્ટ ભેદ ના આધારે નર્સો વચ્ચે પ્રોફેશનલ કલ્ચર અને ઇન્ટરેક્શન માં તફાવત હોય શકે છે.
કાસ્ટ બેઝ્ડ ભેદભાવ અને અસમાનતાઓ એ નર્સિંગ ટીમ અને હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ માં પણ જોવા મળી શકે છે.
•> ક્લાસ સિસ્ટમ ઇન નર્સિંગ
ક્લાસ સિસ્ટમ ઇન નર્સિંગમાં પ્રોફેશનલ કલ્ચર એ કાસ્ટ ભેદ ના બદલે એજ્યુકેશન, ટ્રેઇનિંગ અને પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ જેવા ફેક્ટર્સ પર આધારિત હોય છે.
જ્યારે સોસિયોઇકોનોમિક અસમાનતા ના મુદ્દાઓ હજુ પણ પ્રોફેશનને અફેક્ટ કરી શકે છે તે સામાન્ય રીતે નર્સિંગ કલ્ચરમાં ઇન્ટ્રીન્સિક હોવાના બદલે બ્રોડર સોશિયલ અને પોલીસી ઇન્ટરવેશન્સ દ્વારા સંબોધવામાં આવે છે.
જ્યારે કાસ્ટ સિસ્ટમ એ હેરિડીટરી સોશિયલ ડિવિઝન પર આધારિત હોય છે જેમાં લિમિટેડ મોબિલિટી અને કલ્ચરલ અને રિલિજિયસ ટ્રેડીશન્સ એ ડિપ હોય છે.
જ્યારે ક્લાસ સિસ્ટમ એ મોર્ડન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીસ માં જોવા મળે છે જેમાં વધારે પ્રમાણમાં સોશિયલ મોબિલિટી જોવા મળે છે જે સોશિયો ઇકોનોમિક ફેક્ટર્સ પર આધારિત હોય છે.
d) Fundamental duties of an Indian citizen ભારતનાં નાગરિકની મૂળભૂત ફરજો
RESPONSIBILITIES ( ફરજો )
મૂળભૂત ફરજો : જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકો માટે કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે ;
બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો , રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની ;
આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ;
ભારતના સાર્વભૌમત્વ , એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ;
દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા , તેમ કરવાની ;
ધાર્મિક , ભાષાકીય , પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને , ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની , સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારોને ત્યજી દેવાની ;
આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ;
જંગલો , તળાવો , નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની તથા તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ;
વૈજ્ઞાનિક માનસ , માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણા ની ભાવના કેળવવાની ;
જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ;
રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે , વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
માતા પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો ( કોઈપણ છ )(12 )
A) Habit – ટેવ
Habit એ આપણા જીવનનો એક મોટો ભાગ છે.
Habits એ આપણા અસ્તિત્વના સૌથી પ્રભાવશાળી પરિબળમાંનું એક છે, કારણ કે આપણા actions, આપણા responses, આપણા decisions, આપણી life style બધું આપણી Habits દ્વારા સંચાલિત થાય છે.
કોઈ ચોક્કસ ક્રિયા activity કે જે વ્યક્તિ વારંવાર unconscious રીતે નિયમિતપણે કોઈ પણ activity કરે છે તેને આદત તરીકે ઓળખવામાં આવે છે.
Habit એ એક વર્તન છે જે તમે વિચાર્યા વિના અને unconscious આપોઆપ કરો છો.
automatic આપમેળે જે પ્રક્રિયા થાય છે તેને આદત કહેવામાં આવે છે. જેમ કે કોઈને નખ મોઢામાં નાખવાની ટેવ હોય, કોઈ ને ઉઠીને નાહી-ધોય ને પૂજા-પાઠકરવાની ટેવ એમ ઘણી ટેવ હોય છે.
Habit એ વર્તનની વારંવાર કરવામાં આવતી બેભાન પેટર્ન છે જે વારંવાર પુનરાવર્તન દ્વારા પ્રાપ્ત થાય છે.
Habit એ behaviour ની સ્વચાલિત દિનચર્યા છે જે વિચાર્યા વિના નિયમિતપણે પુનરાવર્તિત થાય છે
Habit ને શરૂ કરવા માટે હંમેશા ઉત્તેજનાની જરૂર હોય છે દા.ત. કોઈપણ ઉત્તેજક પરિબળ.
Habit ખૂબ જ સરળતાથી નકલ કરી શકાય છે
જેટલી વધુ ક્રિયાઓ behaviour માં પુનરાવર્તિત થશે, એટલી જ Habit વધુ મજબૂત બનશે
b) Emotion – ઇમોશન
રોજિંદા જીવનમાં, લાગણીઓની શક્તિશાળી અસર હોય છે.
આપણો મૂડ, પસંદગીઓ, સંદેશાવ્યવહાર અને આપણા સંબંધો બધું જ લાગણીઓથી પ્રભાવિત થાય છે.
લાગણીઓ આપણા જીવનને રંગ આપે છે.
આનંદ, દુ:ખ, ભય, ક્રોધ, ઉદાસી, ઈર્ષ્યા એ બધી લાગણીઓ છે.
લાગણીઓ હકારાત્મક (જેમ કે આનંદ, ખુશી) અથવા નકારાત્મક (ગુસ્સો, ઉદાસી) હોઈ શકે છે.
સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન મેળવવા માટે, બંને પ્રકારની લાગણીઓ વચ્ચે સંતુલન જરૂરી છે.
C) Learning લર્નિંગ
લર્નિંગ એટલે કે વ્યક્તિના બીહેવિયર મા થતા કાયમી ફેરફાર જે કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ અથવા અનુભવ ના પરિણામે જોવા મળે છે.
વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન તેના બિહેવિયર મા સતત બદલાવ આવતા જાય છે અને ફેરફાર થતા જાય છે. બિહેવિયર મા થતા આ ફેરફારને લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે.
d) Intelligence– ઇન્ટેલિજન્સ
daily life માં aily lifece al & social environment ઘણીવાર કેટલીક વ્યક્તિઓને તેજસ્વી તરીકે વર્ગીકૃત કરીએ છીએ, કેટલીક ધીમી, કેટલીક સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલી શકે છે, કેટલીક પરિસ્થિતિને સંભાળવામાં લાંબો સમય લે છે વગેરે. આ બધું વ્યક્તિઓમાં વિવિધ સ્તરની Intelligence બુદ્ધિના કારણે શક્ય છે.
Intelligence “બુદ્ધિ” શબ્દ લેટિન શબ્દ Intelligere”ઇન્ટેલિગેર” પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે “સમજવું”. ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ, બુદ્ધિનો અર્થ છે, “knowledge અને skill પ્રાપ્ત કરવાની અને લાગુ કરવાની ability”
વિવિધ psychologist દ્વારા બુદ્ધિની વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે અને તેમાંથી કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ છે.
“બુદ્ધિ એટલે “પોતાની આસપાસના environment માં adjust કરવાની ability”
“વ્યક્તિઓની હેતુપૂર્વક કાર્ય કરવાની, cognitive તર્કસંગત રીતે વિચારવાની અને તેના environment સાથે અસરકારક રીતે વ્યવહાર કરવાની એકંદર અથવા વૈશ્વિક ક્ષમતા.
બુદ્ધિમત્તા એ છે, “experience માંથી શીખવાની, problem solve કરવાની અને નવી siruations માં adjust કરવા માટે knowledge નો ઉપયોગ કરવાની ability ધરાવતી માનસિક ગુણવત્તા”
ઇન્ટેલિજન્સ એ હકીકતના knowledge ને આત્મસાત કરવાની ક્ષમતા, recent ની અથવા remote ઘટનાઓને ફરીથી રજૂ કરવાની, logically રીતે તર્ક આપવા, શબ્દોમાં ચાલાકી કરવાની ability તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે,
જેનો કોઈ આકાર નથી તેને શબ્દોથી રજૂઆત કરવા અને વિશ્લેષણ અને સંશ્લેષણમાં અમૂર્તને શબ્દોમાં રૂપાંતર કરવાની ક્ષમતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
e) Dowry system – દહેજપ્રથા
દહેજ એ એક સામાજિક સમસ્યા છે.
દહેજ એટલે લગ્ન સમયે તેની પત્ની અથવા તેના પરિવાર પાસેથી મળેલી મિલકત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
કન્યા વરરાજા અને તેના સંબંધીઓ દ્વારા લગ્નમાં મળેલી પેઢો અને કીમતી વસ્તુઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
પ્રથા નીચેના પરિબળો પર આધારિત છે..
છોકરાની સેવા અને પગાર
છોકરી ના પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિ
છોકરા અને છોકરી ની શૈક્ષણિક લાયકાત
છોકરાનું કામ અને તેનો પગાર
છોકરીની સુંદરતા અને લક્ષણો
આર્થિક સુરક્ષાની ભાવિ સંભાવનાઓ
છોકરી અને છોકરાના પરિવારનું કદ અને રચના
છોકરીના માતા પિતા માત્ર લગ્ન સમયે પૈસા અને ભેટ અથવા એવું જ નહીં પરંતુ જીવનભર તેના પતિના પરિવારને પૈસા અને ભેટ આપવાનું ચાલુ રહે છે
F) Society – સોસાયટી
SOCIETY એ એક વિશાળ Group છે જેમાં ફક્ત વ્યક્તિ જ હોય છે.” તેનો અર્થ એ છે કે તમામ વ્યક્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ્ રીતે અન્ય વ્યક્તિઓ સાથે જોડાયેલી છે.’’
” SOCIETY એ સમુદાયની અંદર સંગઠિત સંગઠનો અને સંસ્થાઓનું સંકુલ છે.” સમુદાય એ સામાજિક જીવનનો વિસ્તાર છે જે અમુક અંશે સામાજિક સુસંગતતા દ્વારા ચિહ્નિત થયેલ છે. સમુદાય સમાજનો એક ભાગ છે.
“સમાજ શબ્દનો સંદર્ભ લોકોના સમૂહને નથી, પરંતુ તેમની વચ્ચે અને તેમની વચ્ચે ઉદ્ભવતા ક્રિયાપ્રતિક્રિયાના ધોરણો માટે છે.”
g) Joint family – સંયુક્ત કુટુંબ
જોઈન્ટ ફેમિલી તે લાર્જ હોય છે જેમાં માતા પિતા તેના બાળકો ગ્રાન્ડ ચિલ્ડ્રન બધા નજીકના સંબંધો હોય છે બધા ફેમિલી મેમ્બર તે સાથે રહેતા હોય છે અને કિચનને શેર કરતા હોય છે ઘરનો ઓલ્ડેસ્ટ મેમ્બર તે ઘરનો હેડ હોય છે જે ફેમિલી નું ડિસિઝન કરે છે.
h) Culture – કલ્ચર
કલ્ચર નુ ઓરિજિન જાણવુ ખૂબ મુશ્કેલ છે કેમ કે જ્યાર થી માનવ સમાજ અને લોકો નું અસ્તિત્વ છે ત્યાર થી તે જોવા મળે છે અને સતત ચાલતું આવે છે. સમય જતા તેમા ઘણા પરિવર્તન આવેલ છે.
જૂના સ્ટડી તેમજ રિસર્ચ પરથી કલ્ચર તેમજ તેની લાક્ષણિકતાઑ વિશે જાણી શકાય છે.
કલ્ચરનુ સોશિયલ લાઇફ ઉપર ખૂબ જ મોટુ મહત્વ રહેલ હોય છે. સોસાયટી નો નેચર સમજવા માટે તે સોસાયટીમા રહેતા લોકોના સમુદાય નો બધા અસપેક્ટ થી અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી હોય છે.
કલ્ચર એટલે કોઈ પણ વ્યક્તિ દ્વારા બિહેવિયર મેળવવુ, વર્તણૂક બદલવી અને તે પેઢી દર પેઢી તેના ફેમિલી મેમ્બર્સ અને સોસાયટીમા ટ્રાન્સફર કરવાની ક્રિયા
કલ્ચર એટલે ગ્રુપમા રહેલા તમામ સભ્યો ની ટોટલ લાક્ષણિકતાઓ, વિચારસરણી અને તે ગ્રુપ કેવી રીતે કાર્ય કરે છે અને રહે છે તેની તમામ લાક્ષણિકતા ને કલ્ચર કહેવામા આવે છે.
Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પૂરો.05
1………….is known as father of psychology. ……….એ સાયકોલોજીનાં પિતા તરીકે ઓળખાય છે. WILHELM WUNDT
2.Personality derived from ………..word. પર્સનાલિટીએ…….. -શબ્દ માંથી આવ્યો છે. PERSONA (GREEK WORD)
3.From birth to 1 year old child is called ……….. જન્મથી એક વર્ષ સુધીના બાળકને …….કહેવાય છે. (INFANT)
4.A woman has more than one husband at a time is called……………. એક સ્ત્રીને એકજ સમયે એક કરતાં વધારે પતિ હોય તેને ………. કહેવાય છે. (POLY ANDRY)
5.Thirst is a ….. motive. મરસ લાગવી એ….. મોટિવ છે. (PHYSIOLOGICAL)
(B.)True or False – ખરા ખોટા જણાવો.05
1.Urbanization breaks villages.
શહેરીકરણનાં કારણે ગામડા ભાંગે છે. ✅
2.Economics means study of psychology અર્થશાસ્ત્ર એટલે માનસશાસ્ત્રનો અભ્યાસ. ❌
3.Introspection means self-observation.
ઈન્ટ્રોસ્પેક્શન એટલે પોતાનું ઓબ્ઝર્વેશન.✅
4.Family is not a fundamental unit of society.
કુટુંબએ સોસાયટી નો મૂળભૂત એકમ નથી.❌
5.Learning brings change in behavior. હાર્નિગએ બિહેવવરમાં બદલાવ લાવે છે. ✅
(C) Match the following – જોડકા જોડો. 05
A B
(A) Fear- (A) Father of sociology ડર સોસ્યોલોજીના પિતા
B) Maslow -માસ્લો (B) Primary group-પ્રાથમિક જૂથ
(C) August comte- (C) Positive emotion પોજિટિવ ઈમોશન ઓગસ્ટ કોમ્ટે
(D) The sense of us- (D) Hierarchy of needs theory- પોતાનાપણાની લાગણી હેરારકી ઓફ નીડસ થીયરી
(E ) Love or affection (E) Negative emotion – -પ્રેમ અને હૂંફ
A – E
B – D
C – A
D – B
E – C
💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪
નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.
IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407