યુનિટ 4
લાઈફ થ્રીટનિંગ કન્ડિશન (જીવનને ભયમા મુકતી પરિસ્થિતી)
હેમરેજ ઓર બ્લિડીંગ (લોહી વહેવું)
- ઇજાને થવાથી શરીરમાંથી જે જગ્યાએ ઇજા થઇ હોય ત્યાથી બ્લડનું વહેવુ એટલે કે રક્તસ્ત્રાવ થવો તેને બ્લિડિંગ કહે છે.
ટાઈપ્સ ઓફ બ્લિડીંગ
1) એક્સટર્નલ બ્લિડિંગ
- શરીરના બહારના ભાગમાં બ્લડ નીકળતું હોય તેને એક્સટર્નલ બ્લિડિંગ કહેવામાં આવે છે
- માઇનર એક્સટર્નલ બ્લિડિંગ જે બોડી સાથે સુપરફીશીયલ થાય છે અથવા થવાથી સ્કીન પર ધસરકો થવાથી કે વાગવાથી થાય છે જે રક્તસ્ત્રાવ જોઇ શકાય છે.
મેજર એક્સટર્નલ બ્લિડિંગ
- મેજર એક્સટર્નલ બ્લિડિંગ વખતે દર્દીમાં શોક ના સાઈન જોવા મળે છે. જેમકે થર્સ્ટ ગ્લેડિંગ્સ (ચક્કરવાળા) પેલ, કોલ્ડ-સ્કીન, ફાસ્ટ એન્ડ વીક પલ્સ, રેસ્ટલેસનેસ, સેલો બ્રીથીંગ એન્ડ યોનિંગ (બગાશુ) પોસિબલ અનકોન્સિયસનેસ વગેરે
2) ઇન્ટર્નલ બ્લિડિંગ
- જ્યારે શરીરની અંદર જ બોડી કેવીટીમાં બ્લડનું કલેકટીંગ થાય તેને ઇન્ટર્નલ બ્લીડીંગ કહે છે.
- ફ્રેક્ચર, ક્રસ ઈન્જરી કે મેડિકલ કન્ડિશન (પેપ્ટીક અલ્સર) ના કારણે ઇન્ટર્નલ બ્લીડિંગ જોવા મળે છે.
- બાહ્ય ઈજાને કારણે લીવર કે સ્પ્લીન ને ઈજા થવાથી અંદરના ભાગે બ્લીડીંગ થાય છે. જેમાં બહાર કોઈ નિશાની જોવા મળતી નથી પરંતુ દર્દીમાં શોકના ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે.
- ઇન્ટર્નલ બ્લીડિંગ વખતે બ્લડ એ દેખીતી રીતે બહારથી લોસ થતુ જણાતુ નથી પરંતુ સરક્યુલેટરી સિસ્ટમમાંથી ઓછુ થવાને લીધે શરીરના વાઈટલ ઓરગનને બ્લ્ડ ઓછું મળે છે. જેથી ત્યાં ઓક્સિજન સપ્લાયમાં ઘટાડો થાય છે.
- ઇન્ટર્નલ બ્લીડિંગ ને લીધે વાઈટલ ઓરગન પર દબાણ આવવાથી પ્રોબ્લેમ ઊભા થાય છે. જેમ કે બ્લડનું કલેક્શન થવાથી બ્રેઈનપર પ્રેશર આવવાને લીધે દર્દી બેભાન બને છે. છાતીમાં કલેકશનના કારણે ફેફસા પર દબાણ આવે છે.
- ઇન્ટર્નલ બ્લીડિંગ વખતે ધણી વખતે શરીરના જુદા જુદા ઓપનીંગમાંથી જેમ કે કાન, નાક, વગેરે મારફતે બ્લ્ડ બહાર આવે છે
ક્લાસિફિકેશન ઓફ બ્લીડિંગ
1) પ્રાઇમરી બ્લીડીંગ
- બ્લડ વેસ્લલ ને ઈજા થવાથી તરત જ જે બ્લીડીંગ થાય તેને પ્રાઇમરી બ્લીડીંગ કહે છે
2) સેકન્ડરી બ્લીડીંગ
- આ જાતનું બ્લીડીંગ એ વુન્ડમાં ઈન્ફેક્શન લાગવાથી અથવા ઓપરેશન બાદ ૨૪ કલાક પછી જોવા મળે છે. જેને સેકન્ડરી બ્લીડીંગ કહે છે
3) કેપીલરી બ્લીડીંગ
- સ્કીનમાં સુપર ફીસીયલ લેયરમાં એબ્રેઝશન થવાથી, કેપીલરીઝને ઈજા થવાથી બ્લડના જે સ્પોટ દેખાય તેને કેપીલરી હેમરેજ કહે છે આમાં બ્લ્ડ ધીમે ધીમે ઓઝીંગ થાય છે અને બ્રાઈટ રેડકલરનું હોય છે.
4) વેનસ બ્લીડીંગ
- વેઈન રપ્ચર થવાથી જે બ્લીડીંગ થાય તેને વેનસ બ્લીડીંગ કહે છે. આમાં બ્લડ એડાર્ક રેડ કલરનું હોય છે. તેનો પ્રવાહ ધીમો અને સતત હોય છે.
5) આર્ટીરિયલ બ્લીડીંગ
- જ્યારે કોઈપણ આર્ટી કપાઈ જવાથી જે બ્લીડીંગ થાય તેને આર્ટીરિયલ બ્લીડીંગ કહે છે.
- બ્લડ એ બ્રાઈટ રેડ કલરનું હોય છે.
- હદય ના ધબકારા સાથે આંચકાભેર ઝડપી બ્લડ બહાર આવે છે.
- જો પુષ્કળ બ્લીડીંગ ઝડપથી બંધ કરવામાં ન આવે તો દર્દી માટે ગંભીર પરીસ્થીતી સર્જાય છે.
બ્લીડીંગ ફ્રોમ સ્પેશિયલ રીજીયન : (શરીરના ચોક્કસ ભાગમાંથી થતુ બ્લીડીંગ)
1.બ્લીડીંગ ફ્રોમ લંગ્સ- હીમોપટીસીસ
- જ્યારે લંગ્સ માંથી બ્લીડીંગ થાય ત્યારે તેને હીમોપટીસીસ કહેવામાં આવે છે.તેમાં કફીંગ સાથે બ્લીડીંગ થાય છે.
- આ લંગ્સ માંથી આવતુ બ્લ્ડ એ બ્રાઈટ રેટ કલરનું હોય છે.તેમજ તેમાં એર હોવાથી froadhy હોય છે. (ફીણ વાળુ)
- દર્દીને માનસિક સાન્તવના આપવી.
- દર્દીને બેસાડી થોડુ આગળ નમવા કહેવું.
- દર્દીને કફીંગ કરવા દેવું પરંતુવધારે પ્રયત્નો ન કરવા દેવા.
- દર્દીને તાત્કાલીક રીફર કરવું.
2.બ્લીડીંગ ફ્રોમ સ્ટમક ફીમેટેમેસીસ
- સ્ટમકમાંથી બ્લીડીંગ થાય તેને ફીમેટેમેસીસ કહેવામાં આવે છે. જે વોમેટીંગ મારફતે બહાર આવે છે. આ બ્લડમાં ખોરાકના કણો હોય છે.
- મોટાભાગે સ્ટમકમાં અલ્સરના લીધે જોવા મળે છે.બ્લડ એ રેડ અથવા કોફી કલરનું હોય છે.
- દર્દી એબડોમીનલ પેઈનની ફરીયાદ કરે છે.
- દર્દીને માનસિક સાન્તવના આપી સુવડાવી દેવું.
- મોં વડે કશું આપવું નહી (NBM બાઈ માઉથ)
- હોસ્પિટલમાં રીફર કરવુ
3. બ્લીડિંગ ફોર્મ ઇન્ટેસ્ટાઈન: મલીના
- દર્દી સ્ટુલ પાસ કરે ત્યારે સ્ટુલ સાથે બ્લ્ડ આવે છે જે બ્લેક કલરનું હોય છે. તેને મલીના કહે છે. સારવાર હીમેટેમેસીસ જેમ જ આમાં મોટાભાગે બ્લડ સ્મોલ ઈન્ટેસ્ટાઈન માંથી આવતું હોય છે. લોઅર બાઉલ & એનસમાંથી બ્લીડીંગ વખતે બ્લડનો કલર નોર્મલ હોય છે.
4.બ્લીડિંગ ફ્રોમ ધ બેઝ (સેરેબ્રલ હેમરેજ)
- હેડ ઈન્જરીના કારણે નાક, મોં, કે કાનમાંથી બ્લડ અને સી.એસ.એફ. ( સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઈડ)બહાર આવે છે.
સારવાર
- નાક કે કાનમાં પેકીંગ કરવું નહી.
- દર્દીને જ કાનમાંથી બ્લીડીંગ હોય તે તરફ માંથુ રાખીને સુવડાવવું.
- ટ્રાન્સપોર્ટેશન વખતે માથાને સ્થિર રાખવું.
- દર્દીને સમયસર હોસ્પિટલમાં રીફર કરવું.
5.બ્લીડીંગ ફ્રોમ ધ નોઝ (એપીટેક્સીસ)
- નાકમાંથી બ્લીડીંગ થાય તેને એપીટેક્સીસ કહે છે.
- નાકને સખત રીતે છીંકવાથી કે ખેંચવાથી તેમજ નાક પર ફટકો પડવાથી નાકમાંથી બ્લીડીંગ જોવા મળે છે.
- બાળકો અને તરૂણોમાં વધુ જોવા મળે છે.ઉપરાંત મોટી ઉપર વખતે હાઈ બી.પી ને કારણે પણ જોવા મળે છે.
સારવાર
- દર્દીને માથા આગળથી નમાવીને બેસાડવું
- દર્દીને મોં વડે શ્વાસ લેવા કહેવું
- નોસ્ટ્રીલ્સને ૧૦ મિનિટ સુધી પિન્ચ કરવું
- જો દર્દીના કપડાં ટાઈટ હોય તો ઢીલા કરી દેવા અને શુધ્ધ હવા પુરી પાડવી.
- નાક પર અને ગળાની આગળ કોલ્ડ કંમ્પ્રેસ અપ્લાય કરવા.
- દર્દીને નાક છીંકવાની મનાઈ કરવી.
- જો બ્લીડીંગ ચાલુ જ હોય તો વધુ સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવું.
6.બ્લીડીંગ ફ્રોમ ધ ગમ્સ
- દાંત કઢાવ્યા બાદ ક્યારેક થોડીવાર પછી ઘેર આવ્યા બાદ ગમ્સ બ્લીડીંગ જોવા મળે છે.
સારવાર
- થીક કોટન વુલ બોલને ડ્રાય કરી ટુથ સોકેટ માં દબાવી દેવું
- દર્દીને ૧૦ મિનિટ સુધી દબાવી રાખવું
- જરૂર પડે તો હોસ્પિટલમાં લઈ જવું
7. વેરીકોઝ વેઈન્સ બ્લીડીંગ
- પગમાંથી વેરીકોઝ વેઈન એ રપ્ચર થવાથી તેમાંથી સિવિયર બ્લીડીંગ થાય છે.
સારવાર
- દર્દીને સુવડાવી દેવું
- દર્દીનો પગ ઉંચો રાખવો.
- ક્લિન પેડ રાખી ટાઈટ બેન્ડેઝ બાંધવો. દર્દીને હોસ્પિટલમાં લઈ જવું
8. પામ ઓફ હેન્ડ બ્લીડીંગ
- હાથની હથેળીમાં ઈજા વખતે ખુબ જ બ્લીડીંગ થાય છે
સારવાર
- વ્રીસ્ટ ને ૧૦ થી૧૫ મિનિટ સુધી ટાઈટ પકડી રાખવું
- વુન્ડ પર ક્લિન પેડ રાખી તેના પર આંગળીઓથી મુઠ્ઠી બંધ કરી ટાઈટ બેન્ડેઝ બાંધવો.
- હાથને ઉંચો રાખવો અને ટ્રાયએન્ગ્યુલર બેન્ડેજ વડે સ્લિંગ આપી ટેકો આપવો.
- સિવિયર બ્લીડિંગ વખતે ટ્યુનિકેટ બાંધવાની જરૂર પડે છે.
- દર્દીને હોસ્પિટલમાં લઈ જવું
9. બ્લીડિંગ ફ્રોમ ધ વજાયના
- સીવીયર મેન્સ્ટ્રુઅલ સાયકલ, મિસકેરેજ કે ઈજાને કારણે વજાઈનલ બ્લીડિંગ જોવા મળે છે.
સારવાર
- દર્દીને માનસિક સાંત્વના આપવી.
- દર્દીને કોટન પેડ અથવા કપડું મુકી ટાઈટ ટી બેન્ડેઝ આપવો.
- શક્તિવર્ધક પીણા આપવા.જેમકે લીંબુ શરબત ખાંડ નાખીને.
- દર્દીને હોસ્પિટલમાં લઈ જવું
10. બ્લીડિંગ ફ્રોમ ધ યુરેથ્રા
- કિડનીમાં કે યુરીનરી ટ્રેક માં ઈજા થવાથી તેમજ પેલ્વિક ફ્રેક્ચર વખતે યુરિન સાથે બ્લડ જોવા મળે છે. કોઈવાર પથરી થવાને કારણે પણ યુરેથ્રા બ્લીડિંગ જોવા મળે છે. પેશાબમાં લોહી આવે તેને હીમેચ્યુરીયા કહેવામાં આવે છે.
સારવાર
- દર્દીને સંપૂર્ણ આરામદાયક પોઝીશનમાં રાખવું.
- દર્દીને હોસ્પિટલમાં લઈ જવું
ટ્રીટમેન્ટ ઓફ બિલ્ડીંગ ઓર હેમરેજ
1) પોઝીશન
- બ્લીડિંગને કંટ્રોલ કે ઓછુ કરવા માટે જે ભાગમાંથી બ્લીડિંગ થતું હોય તે ભાગને શક્ય તેટલો ઉંચો રાખવો ખાસ કરીને હાર્ટના લેવલ થી ઊંચો રાખવો.
- દર્દીને આરામદાયક પોઝીશનમાં રાખવો. દર્દી બેઠુ હોય ત્યારે ઊભો હોય તેના કરતા ઓછું બ્લડ વહે છે. અને રાત હોય ત્યારે તેના કરતા પણ ઓછું લોહી વહે છે.
2) પ્રેશર
- બ્લીડિંગને બંધ કરવા માટે તે ભાગ પર સીધુ કે આડકતરી રીતે પ્રેશર આપી બ્લીડિંગને બંધ કરવામાં આવે છે.
- સીધા પ્રેશર વખતે વુન્ડ પર સ્ટરાઈલ પેડ મુકી થોડીવાર દબાવી રાખવું ત્યારબાદ બીજા પેડ મુકી બેન્ડેજ બાંધવો.
- બ્લીડીંગને બંધ કરવા વુન્ડની ઉપરના ભાગે પ્રેશર પોઇન્ટમાં આર્ટરી પર પ્રેસર આપી ને બ્લીડીંગને કરવામાં આવે છે.
- ફોર આર્મ લોઅર લેગમાં બ્લીડીંગ વખતે અપર આર્મ કે થાઈ માં ટર્નિકેટ બાંધીને બ્લીડિંગને આડકતરી રીતે બંધ કરવામાં આવે છે.
જનરલ પ્રિન્સિપલ્સ ઇન ટ્રીટમેન્ટ ઓફ બ્લીડીંગ
- જો બ્લડ ક્લોટીંગ થયું હોય તો તેને દુર કરવું નહિ.
- દર્દીને આરામદાયક પોઝીશન આપવી.
- હાથ કે પગમાં બ્લીડીંગ વખતે તે ભાગને હૃદયના લેવલ થી ઊંચો રાખવો.
- નાકમાં બ્લીડીંગ વખતે દર્દીને નાક છીંકવાની મનાઈ કરવી તેને મોં વડે શ્વાસ લેવા કહેવું ઉપરાંત કપાળ પર ઠંડા પોતા મુકવા.
- લંગ્સમાંથી બ્લીડીંગ વખતે દર્દીને જોશથી કફીંગ ન કરવા સમજાવવું
- દર્દીને વોમીટીંગ સાથે બ્લડ હોય ત્યારે આગળ નમીને બેસાડવું.
- દર્દીને ફીઝીકલ સપોર્ટ આપી તેની ગભરામણ દુર કરવી.
- જો વુન્ડ પર સ્ટરાઈલ ડ્રેસિંગ ઉપલબ્ધ ન હોય તો સ્વચ્છ કપડાં વડે પેકીંગ કરી પ્રેશર વડે બ્લીડીંગ બંધ કરવું.
- દર્દીને ત્યાં સુધી સુતેલી પોઝીશનમાં રાખવું.
- દર્દીના ઈજાગ્રસ્ત ભાગમાં બીનજરૂરી હલનચલન અટકાવવું અને સ્પ્લીન્ટ દ્વારા ઈમમોબીલાઈઝેશન કરવું
- સમયનો વ્યય કર્યા વગર દર્દીને સમયસર રીફર કરવું.
- દર્દીને ખસેડતી વખતે પૂરતી સાવચેતી રાખી બીનજરૂરી ઈજા થતી અટકાવવી.
- દર્દીને મોં વડે કશું આપવું નહિ.
ટુર્નીકેટ
- લાંબા સમય સુધી આડકતરું દબાણ ( ઇનડાયરેક્ટ પ્રેસર) ચાલુ રાખવાની જરૂર હોય તો અવયવની આસપાસ દબાણ કરનારો પાટો બાંધી બ્લડને કંટ્રોલ કરવામાં આવે છે જેને ટુર્નીકેટ કહે છે.
- ટ્રાય એન્ગ્યુલર બેન્ડેજને વાળીને તેમજ બીજા સાંકળી પટીવાળા કાપડનો ઉપયોગ કરીને પણ આડકતરું દબાણ આપી શકાય છે.પરંતુ એક ૪ ફુટ લાંબો અઢી ઈંચ પહોળો અને છેડો પટી સીવેલો (દોરી) રબ્બરનો પાટો બાંધવા માટે ઉપયોગ કરવાનું વધુ યોગ્ય છે.
- ટુર્નીકેટ બાંધતી વખતે પુરતો મજબુત બાંધવો જો ઢીલો બાંધ્યો હશે તો વેઇન્સનું બ્લડ એ પાછુંફરતું અટકશે નહિ પરંતુ આર્ટી નું બ્લડ ત્યાં જવાનું ચાલુ રહેવાને કારણે તે ભાગમાં ભરાવો થવાથી વધુ લોહી વહેશે.
- જેમાં બે હાડકા સાથે હોય ત્યાં ટુર્નીકેટ બાંધવામાં આવે તો લોહીને કાબુમાં લેવુ મુશ્કેલ કે અશક્ય થાય છે જેમકે એલ્બો અને ની ના નીચેના ભાગમાં.
- ટુર્નીકેટ ને અપર આર્મ અને થાઈ ઉપર બાંધવો વધુ યોગ્ય છે જેથી પુરતુ દબાણ આવવાથી બ્લીડીંગને સારી રીતે કંટ્રોલ કરી શકાય છે.
- ટુર્નીકેટ ને બાંધ્યા પછી ૧૫ મિનિટે સંભાળપૂર્વક ઢીલો કરવો જો ચાલુ હોયતોતરત જ ટાઈટ કરી દેવો. જો બ્લીડીંગ બંધ થયું હોય તો સાવ કાઢી નાખવો નહિ પરંતુ ઢીલો કરીને રાખવો કે જેથી જરૂર પડે સહેલાઈથી તરત જ ટાઈટ કરી બાંધી શકાય છે.
- ટુર્નીકેટ ને બીજા કોઈપણ પાટાથી ઢાંકવો નહિ.
- ટુર્નીકેટ ને સ્પ્લીન્ટ નીચે બાંધવો નહિ.
- દર્દીને ટુર્નીકેટ સાથે રીફર કરવામાં આવે ત્યારે તે ક્યારે બાંધેલ છે તેમજ છેલ્લે ક્યારે ઢીલો કરેલ તે માટેનીચોક્કસ માહિતી ચીઠ્ઠીને દર્દી સાથે બાંધવી.
- જ્યારે કોઈ અવયવ ક્યાંય ગયેલ હોય ( એમ્પ્યુટી) ત્યારે વધુ દબાણ આપવાના બદલે તરત જ ટુર્નીકેટ નો ઉપયોગ કરી બ્લીડીંગને કંટ્રોલ કરવું
ડ્રોનીંગ : પાણીમાં ડુબી જવું
- ડ્રોનીંગ ના કારણે લંગ્સ માં પાણી દાખલ થવાને લીધે આસ્ફેક્સીયા (ઇનસફીસીયન્ટ ઓક્સિજન ઇન ધ બ્લડ) થાય છે અથવા ગળામાં સ્પાઝમ ના કારણે એર પેસેજ સાંકડો થઈ જવાથી ડ્રાય થાય છે.દા.ત. તળાવ નદીમા સ્નાન કરતી વખતે. નાના બાળકો અન્ડરગ્રાઉન્ડ ટાંકા પાણી ભરેલા ટબ વગેરે.
- ૧૪ વર્ષ થી મોટી ઉંમરના બાળકોમાં ડ્રોનીંગ એ અનઇન્ટેન્સનલ ડેથ નું મોટું કારણ છે.
ફેક્ટર્સ : પરીબળો
- તરવાની અનઆવડત.
- મરજીવાને અકસ્માત થવાથી.
- હાઈપોથર્મિયા (શરીરની ગરમી ઓછી થવાથી)
- આલ્કોહોલ ઇન્જેશન (વધુ પડતો દારૂ પીવાથી)
જનરલ સાઇન સીમટમ્સ
- નોઈસી બ્રિથીંગ (વિથ સ્નોરિંગ ગોરજિંગ)
- સાયનોસીસ (બ્લુનેસ ઓફ લિપ્સ, ફિંગર્સ, એન્ડ નેલ્સ)
- ફ્રોથ (ફીણ આવી જવા) (લિપ્સ, માઉથ એન્ડ નોસ્ટ્રીલ્સ)
- કન્ફ્યુઝન : દર્દીમાં મુંઝવણ જોવા મળે છે.
- બેભાન થવાની સંભાવના: પોસિબલ અનકોન્સીયસનેસ
- એપ્નીયા દર્દીના શ્વાસ બંધ પણ થઈ જાય છે.
સારવાર
- માઉથ ટુ માઉથ રેસ્પીરેશન
- દર્દીના ફ્રોથને ક્લીન કરી તરત જ માઉથ ટુ માઉથ રેસ્પીરેશન ચાલુ કરો.
- દર્દીને દવાખાને પહોંચેત્યાં સુધી ચાલુ રાખો.
- આસપાસનું વાતાવરણ શાંત ગરમ અને હુંફાળું રાખવું
- દર્દીના ભીના કપડાં બીજા વ્યક્તિ દ્વારા બદલી દર્દીને મસાજ કરી કોરા કપડાંથી કવર કરો.
- દર્દીને નજીકના દવાખાને શક્ય તેટલી ઝડપથી લઈ જવો.
- નાના બાળકોને થોડો સમય પગેથી પકડી ઉંધુ લટકાવી શકાય
- દર્દીને ઉંધો સુવડાવવો અને માથુ એક બાજુ કરી હાથ ઉંચા રાખવા
- એડલ્ટ વ્યક્તિને કમરમાંથી ઉંચકી માથુ તથા પગ નીચે લટકવા દો જેથી ફેફસામાથી પાણી નીકળી જાય
હેંગિંગ, સ્ટ્રેંગલિંગ, & થ્રોટલિંગ.
- હેંગિંગ – ગળામાં નુઝ કે લિગેચર વડે બોડીને લટકાવી દેવું.
- સ્ટ્રેંગલિંગ – ગળાની આસપાસ દબાણને લીધે ગળામાં હવા જવાનું બંધ થવું દા:ત- કોઈ અકસ્માત મશીનમાં આવી ખેચાવવાથી.
- થ્રોટલિંગ – ઈરાદાપૂર્વક વ્યક્તિનું ગળુ દબાવીને ગળામાં હવા જતી બંધ કરવી.
સાઇન & સીમટમ્સ
A. એફીક્સિયા: જનરલ સાઇન સીમટમ્સ
- નોઈસી બ્રિથીંગ
- ડિફિકલ્ટી ઇન બ્રિથીંગ.
- ફ્રોથીંગ એટ માઉથ (મોં પાસે ફીણ આવેલા)
- સાઈનોસીસ (લિપ્સ, ફિંગર, નેલ્સ બ્લુનેસ )
- અનકોન્સીયસનેસ (દર્દી બેભાન)
- એપનીયા (એબ્સેન્ટ ઓફ રેસ્પિરેશન)
- A. ફેસ અને નેકની વેઇન્સમાં ભરાવો થવાથી ફુલી જાય છે.
- B. ગળાની આસપાસ નિશાની હોય છે.(દબાણની)
- C. શરીર લટકતું હોય.
ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ
- જો દર્દી લટકતું હોય તો તેના બોડી ને ઉંચું કરી ગળાની દોરીને કાપી નાખવી.
- જો બ્રિથિંગમાં મુશ્કેલી હોય કે બ્રિથિંગ બંધ હોય તો તાત્કાલીક માઉથ ટુ માઉથ રેસ્પીરેશન/વેન્ટિલેશન આપવું.
- દર્દીને તાત્કાલીક નજીકના દવાખાને ખસેડવું.
એફિક્સીયા
ડેફીનેશન
- જો શરીરને થોડો સમય પણ પૂરતો ઓક્સિજન ન મળે તો જીવલેણ સ્થિતિ ઉદભવે છે. જેને એફિક્સીયા કહેવામાં આવે છે.
- અપૂરતા ઓક્સિજન ના કારણે શરીરનું કાર્ય ઝડપથી બગડવા માંડે છે મગજમાં ઓક્સિજન ન મળવાને કારણે વ્યક્તિ ત્રણ મિનિટમાં મૃત્યુ પામે છે.
કારણો
- શ્વસન માર્ગમાં અડચણ થવાથી
- બેભાન દર્દીમાં જીભ પાછળ પડવાથી (ટંગફોલ) ખોરાક વોમિટ કે બીજી વસ્તુ મોં માં જવાથી તેમજ ચેપ કે બીજા કારણે ગળામાં સોજો આવવાથી વગેરે કારણે શ્વસન માર્ગમાં અડચણ આવવાથી.
- પ્લાસ્ટિક બેગના કારણે સફોકેશન થવાથી.
- શ્વસન માર્ગમાં પ્રવાહી જવાથી જેમ કે ડ્રોનિંગના કારણે.
- હેંગિંગ ના કારણે શ્વાસ નળી પર દબાણ આવવાથી.
- માટી કે રેતી પડવાથી દીવાલ પડવાથી કે ટોળાના દબાણથી, વ્યક્તિની ચેસ્ટ દબાઈ જવાથી.
- ફેફસાને અકસ્માતે ઈજા થવાથી.
- આંચકીના કારણે બ્રિથિંગ માં અડચણઆવવાથી.
- શ્વસન કેન્દ્રને અસર કરતી પરિસ્થિતિઓને કારણે. જેમ કે ઈલેકટ્રીક શોકના કારણે, પોઈઝનના કારણે. કરોડરજ્જુને ઈજાને લીધે પેરાલીસીસ થવાથી.
- ઝેરી ગૅસ શ્વાસમાં જવાથી જેમકે ભોંયરામાં, મોટી ગટરમાં, કારખાનામાં, ગેસની ટાંકીમાં ઊતરવાથી તેમજ
- વાહનોનું વધુ ધુમાડો શ્વાસમાં જવાથી
સાઈન & સીમટમ્સ (ચિન્હો – લક્ષણો)
- શ્વાસમાં તકલીફ ઊંડાં અને વધુ શ્વાસ હોય.
- શ્વાસમાં અવાજ આવે.
- મોઢાંમાં ફીણ હોય.
- સાયનોસીસ: હોઠ અને નખ બ્લ્યુ થઈ જવા.
- દર્દી બેભાન હોઈ શકે.
- શ્વાસ બંધ થઈ જાય છે.
સારવાર
- કારણ જાણી સારવાર આપવી.
- દર્દીની એર વે (શ્વસનમાર્ગ) તપાસવી અને ક્લીયર કરવી.
- જો શ્વાસ બરાબર નહોય તો કૃત્રિમ શ્વાછોશ્વાસ ચાલુ કરી દેવા.
- લોકોના ટોળા ને દુર કરી દર્દીને શુધ્ધ હવા લેવા દેવી.
- દર્દીને તાત્કાલીક નજીકના દવાખાને લઈ જવું.
સફોકેશન : (ગુંગળામણ)
ડેફીનેશન
- પ્લાસ્ટિકબેગ, સોફ્ટ પીલો કે રેતી પડવાને કારણે બાહ્ય અડચણ થવાથી હવા શ્વસન માર્ગમાં ન પહોંચવાને કારણે જે પરિસ્થિતિ ઉદભવે છે તેને સફોકેશન કહે છે.
- બંધ જગ્યામાં ઓક્સિજન વપરાઈ જવાને કારણે તેમજ મોટી ગટર, કારખાનામાં ગેંસના ટાંકામાં ઊતરવાથી, વાહનનો વધુ પડતો ધુમાડો શ્વાસમાં જવાથી પણ સફોકેશન થાય છે.
ચિહ્નો – લક્ષણો
- એફિક્સીયાના સાઇન સીમટમ્સ જોવા મળે.
- નાક કે મોં પર એર ટાઈટ સ્કિન દેખાય
સારવાર
- શ્વસન માર્ગની અડચણ તાત્કાલીક દુર કરવી.
- દર્દીને શુધ્ધ હવામાં રાખવું
- જો દર્દી ભાનમાં હોય અને શ્વાસ બરાબર હોય તો તેને શાન્તવના આપી દર્દીનું બરાબર નિરીક્ષણ કરવું.
- જો શ્વાસમાં તકલીફ હોય કે બંધ થતા જણાય તો તાત્કાલીક કૃત્રિમશ્વાછોશ્વાસ ચાલુ કરી દેવા
- દર્દીને નજીકના દવાખાને લઈ જવું
ચોકિંગ ઈન ફુડ
ઈન્ટ્રોડક્શન
- ખોરાકનો ટુકડો કે બીજી વસ્તુ અન્નનળીને બદલે શ્વાસનળીમાં જવાથી ચોકીગ થાય છે ઉપરાંત ક્યારેક
- મસ્ક્યુલર પ્લાઝમના કારણે પણ ચોકિંગ થાય છે
- ઉતાવળ થી ખોરાક ગળે ઉતારવાથી તેમજ ખાસ કરીને બાળકોમાં મોં માં વસ્તુ મુકવાની ટેવને કારણે ક્યારેક ચોકિંગ થાય છે.
ચિહ્નો – લક્ષણો
- એફીક્સિયાના સાઈન સિમટમ્સ જોવા મળે છે.
- દર્દીને બોલવામાં અથવા શ્વાસ લેવામાં અડચણ પંહોચે છે.
- દર્દી તેના હાથ વડે ગળુ પકડે છે.
- મોં તેમજ ગળામાં કન્જેશન જોવા મળે છે તેમજ વેઈન્સ ફુલાયેલી દેખાય છે.
- બ્લુનેસ ઓફ ધ ફેસ & માઉથ
- દર્દી બેભાન થઈ શકે છે.
સારવાર
- જો દર્દી ભાનમાં હોય તો તેને અડચણને કફિંગ વડે દુર કરવા કહેવું.
- જો દર્દીએ ડેન્ચર પહેરેલું હોય તો દુર કરવું.
- બેક સ્લેપિંગ: દર્દીને કારથી નીચુ નમાવવું અને આપણે હાથની મુઠ્ઠી બંધ કરી દર્દીના બંનેખભા વચ્ચે જોશથી મારવું
- એબડોમીનલ થ્રસ્ટ: છેલ્લા પ્રયાસ રૂપે દર્દીના પેટ પર જોશથી ફોર્સ (હડસેલો) આપવામાં આવે છે.જેથી લંગ્સમાંથી ફોર્સ પૂર્વક હવા બહાર નીકળતા તેની સાથે અડચણ દુર થાય છે.
ચેસ્ટ ઇન્જરી
- ચેસ્ટ પર સીધી કે આડકતરી રીતે ઈજા થવાથી રોડ ટ્રાફિક એકસીડેન્ટ ના કારણે ઇન્જરી થવાથી ખાસ કરીને રીબ્સમાં # જોવા મળે છે.
ચિહ્નો & લક્ષણો
- છાતીમાં દુખાવો થાય.
- ડિફિકલ્ટી ઇન બ્રિથિંગ: ચેસ્ટ કેવીટી માં હવાને લીધે દર્દીને ખાસ કરીને ઊંડા શ્વાસ લેવામાં દુખાવો થાય છે.તેથી તે ટુંકા, છીંછરા શ્વાસ લે છે.
- સાયનોસિસ : બ્લુનેસ ઓફ ધ માઉથ,નેલ બેડ્સ એન્ડ સ્કીન
- જો લંગ્સમાં ઈજા હોય તો કફમાં સાથે બ્લડ આવે છેજે બ્રાઈટ રેડ અને ફ્રોથી હોય છે.
- દર્દી શ્વાસ લે છે ત્યારે હવા છાતીમાં અંદર ખેંચાતી હોય તેમ લાગે છે.
- છાતી ના વુન્ડ પર દર્દી શ્વાસ બહાર કાઢે ત્યારે બલ્ડવાળા એર બબલ્સ દેખાય છે.
- રીબ્સ કેસમાં અનિયમિત હલન ચલન દેખાય છે.
ક્યારેક શોકના ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે.
- વિકનેસ – નબળાઈ
- ગીડીનેસ ચક્કર આવે
- એન્ઝાઈટી ચિંતાતુર
- રેસ્ટલેસનેસ
- વોમીટીંગ ઉલટી
- કોલ્ડ એન્ડ ક્લેમી સ્કીન
- સેલો & રેપિડ બ્રિથિંગ (છીંછરા ઝડપી શ્વાસ)
- યોઈંગ બગાસા આવવા./જોકા આવવા
- ફાસ્ટ, વિક & ઈરેગ્યુલર પલ્સ
- બીપી – લો
- સમટાઈમ્સ અનકોન્સિયસનેસ
સારવાર
- વુન્ડ પર તાત્કાલીક & સ્ટરાઈલ ડ્રેસિંગ પેડ મુકી વુન્ડને કવર કરવું
- દર્દીને સેમીસિટિંગ પોઝીશન આપી માથું અને ખભાને ટેકો આપવો.
- ઈજા તરફના હાથમાં જોળી વડે ટેકો આપવો.
- દર્દીને ટુંકા શ્વાસ લેવા સમજાવવું
- નેક અને કમર પરના કપડાં ઢીલા કરી દેવા.
- દર્દીના તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવું
શોક
ડેફીનેશન
- શોક એટલે એવી સ્થિતિ કે જેમાં શરીરને ઈજા કે માંદગી ને કારણે શરીરમાં બ્લડ ફ્લુઈડનું પ્રમાણ ઘટી જાય છે અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે.
ટાઈપ્સ ઓફ શોક
1.પ્રાઇમરી શોક
- ન્યુરોજનીક અથવા વાઝોવેગલ શોક વિગેરે.
- આ દુખાવો બીક કે ભયજનક દ્રશ્ય જોવાને કારણે ઉદભવે છે.
2.હાયપોવોલેમીક શોક
- આ બર્ન્સ કે હેમરેજ ને કારણે સર્ક્યુલેશનમાં ફ્લુઇડ નું પ્રમાણ ઘટવાને લીધે જોવા મળે છે.
3.નોર્મોવોલેમીક શોક
- આમાં બ્લડ વોલ્યુમમાં ધટાડો થતો નથી જેમકે કોરોનરી થ્રોમ્બોસીસના કારણે
4.એનાફાયલેટીક શોક
- આમાં વ્યક્તિ જે પ્રકારના પ્રોટીનથી સેન્સિટીવ હોય તેનું ઇન્જેક્શન લેવાથી સિવિયર રિએક્શનને લીધે શોકમાં જાય છે.
5. ડાયાક્રિટીક શોક
- આ શરીરમાં ડાયાક્રિટીક કરંટ પસાર કરવાથી જોવા મળે છે.
કોઝીસ ઓફ શોક
- ઇન્ટર્નલ કે એક્સટર્નલ બ્લીડિંગના કારણે ઓછું બ્લડ થવાથી.
- મેજર બર્ન્સના કારણે.
- આંતરડામાં અડચણ ને કારણે શરીરમાં પાણી ઓછું થાય.
- વારંવાર વોમીટીંગ કે વધુ પડતા ડાયેરીયા ને કારણે.
- ઈજાના કારણે અતિશય દુખાવો થવાથી.
- અચાનક વધુ પડ઼તી બીકના કારણે.
- ઈલેકટ્રીક કરંટ શરીરમાંથી પસાર થવાને કારણે.
- હદયમાં અચાનક બ્લડ ઘટવાથી તીવ્રચેસ્ટ પેઈનના કારણે.
- શરીરને માફક ન હોય તેવું પ્રોટીન શરીરમાં દાખલ થવાથી તેના રિએક્સનના કારણે.
સાઈન સિમટમ્સ
- દર્દીને નબળાઈ લાગે અને ચક્કર આવે છે.
- દર્દી ચિંતાતુર અને અસ્વસ્થ જણાય છે.
- નોઝિયા અને વોમીટીંગ થાય છે
- દર્દીને તરસ લાગે છે
- ચામડી ફીક્કી,ઠંડી,અને ભીની લાગે છે તેમજ પરસેવો વળેલ હોય છે.
- શ્વાસ ટુંકા અને ઝડપી હોય છે.
- દર્દીને બગાસા આવે છે.
- પલ્સ :- ઝડપથી નબળી અને અનિયમિત હોય છે.
- બ્લ્ડ પ્રેશર ઓછું હોય છે.
- દર્દી બેભાન બને છે.
ટ્રીટમેન્ટ ઓફ શોક
- જો દર્દી ભાનમાં હોય તો તેની માનસીક શાંન્તવના આપવી.
- જો દર્દીને બ્લડ કે ચેસ્ટ ઇન્જરી નહોય તો હેડ લો પોઝીસન આપવી જે માટે પગ તરફનો ભાગ ઈંચ રાખવો. જેથી હૃદય અને મગજ ને વધુ બ્લડ સપ્લાય મળે.
- કપડાં જો ટાઈટ હોય તો ઢીલા કરવા જેથી સર્ક્યુલેશન અને બ્રિથિગ માં મદદ મળે.
- દર્દીને ઠંડી ન લાગે તે માટે બ્લેન્કેટ વડે કવર કરવા પરંતુ હોટ વોટર બોટલ કે બીજી રીતે દર્દીને ગરમી આપવી નહિ કારણ કે તેનાથી ચામડીમાં. બ્લડ સપ્લાય વધવાથી વાઈટલ ઓર્ગનને બ્લડ ઓછું મળે છે.
- શોકનું કારણ જાણવું અને તે પ્રમાણે સારવાર આપી.
- દર્દી તરસની ફરીયાદ કરે તો તેના હોઠ પાણી વડે ભીના કરવા પરંતુ મોં વડે કોઈપણ પીવા આપવું નહી.
- દર્દીને બીનજરૂરી હલાવવું નહિ.
- દર્દીના પલ્સ અને રેસ્પીરેશન દર ૧૦ મિનિટે જોવા મળે છે.
- જો દર્દીના શ્વાસમાં તકલીફ જણાય તો તરંત જ કૃત્રિમ શ્વાસોશ્વવાસ ચાલુ કરી દેવા.
- દર્દીને ઝડપથી નજીકના હોસ્પિટલમાં રીફર કરવું.
ઈલેક્ટ્રીક શોક
- શરીરમાં વીજપ્રવાહ પસાર થવાથી કે વીજળી પડવાથી ક્યારેક થોડી અને ક્યારેક જીવલેણ ઈજા થાય છે ઈલેકટ્રીકને કારણે હ્રદયના સ્નાયુઓમાં તીવ્ર ધ્રૂજારી થાય છે અથવા ક્યારેક હૃદય બંધ થઈ જાય છે.
સાઈન & સિમટમ્સ
- એફીક્સિયાના સાઈન સિમટમ્સ જોવા મળે છે.
- કરંટ દાખલ થવાથી કે બહાર નીકળવાની જગ્યાએ બર્ન્સની નિશાની જોવા મળે છે.
- દર્દીમાં શોકના ચિહ્નો જોવા મળે છે.
ટ્રીટમેન્ટ
- સ્વીચને તુરંત જ બંધ કરી શકાય.
- જો સ્વીચ ન મળે તો લાકડાં કે ફાયબરની વસ્તુથી વાયરને દુર કરવો.
- બ્રિથિગ કરી તુરંતજ કૃત્રિમ શ્વાસોશ્વવાસ ચાલુ કરી દેવા દર્દીને નજીકની હોસ્પિટલમાં રીફર કરવું.
એનાફાયલેક્ટીક શોક
ડેફીનેશન
- જ્યારે કોઈ વ્યક્તિને દવાની એલર્જી હોય કે જીવજંતુ કરડવાને કારણે થોડા સમયમાં કે મિનિટમાં તરતજ રીએક્શન જોવા મળે છે જેને એનાફાયલેટીક શોક કહેવામાં આવે છે.ઘણી વ્યક્તિઓમાં મધમાખી કે ભમરી કરડવાથી પણ એલર્જી રીએક્શન જોવા મળે છે.
સાઈન & સિમટમ્સ
- દર્દીમાં શોકના સાઈન સિમટમ્સ જોવા મળે છે.
- દર્દીને નોઝીયા અને વોમીટીંગ જોવા મળે છે
- દર્દી છાતીમાં ટાઈટનેસ અનુભવે છે.
- દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
- દર્દીને ક્યારેક છીંક આવે છે.
- ચહેરા પર અને ખાસ કરીને આંખની આસપાસ સોજો આવે છે.
- પલ્સ રેટ વધી જાય છે .દર્દી બેભાન બને છે.
ટ્રીટમેન્ટ
- દર્દીને શોક ની જેમ સારવાર આપવી
- દર્દીને સુવડાવી દઈ હેડ લો પોઝીસન આપવી.
- જો એન્ટીહિસ્ટામિનિક (અવેલેબલ) હોય તો આપવું
- દર્દીના શ્વાસ તપાસી જરૂર પડે તો તરત જ કૃત્રિમ શ્વાસોશ્વવાસ ચાલુ કરી દેવા.
- દર્દીના નજીકના હોસ્પિટલમાં રીફર કરવું.
લોસ ઓફ કોન્સિયસનેસ (અનકોન્સિયસનેસ)
ડેફીનેશન
- જ્યારે બ્રેઇનના નોર્મલ કાર્યમાં થોડી કે વધુ અડચણ ઉભી થાય ત્યારે તેને લોસ ઓફ કોન્સિયસનેસ કહેવામાં આવે છે.છે તેની જાણ હોતી નથી દર્દી બેભાન હોય ત્યારે તેની આજુબાજુ શું બની રહ્યુ.
ડીગ્રીસ ઓફ અનકોન્સિયસનેસ
- તેના બે પ્રકાર પાડવામાં આવે છે.
1.લેસર ડીગ્રીસ ઓફ અનકોન્સિયસનેસ
- આ પ્રકારના અનકોન્સિયસનેસ વખતે દર્દીને પેઈનફુલ સ્ટીમ્યુલેશન આપવાથી રિસ્પોન્સ મળે છે
- આંખમાં તેજ લાઈટ કેકવાથી આંખની કીકી નાની બને છે.
- આંખના ડોળાને આંગળી વડે અડકતા દર્દી તેમ કરવા દેતું નથી
2.ડીપ અનકોન્સિયસનેસ
- આમાં દર્દી કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપતું નથી.
- કોઈપણ પ્રકારના ફોર્સ વગર દર્દીની આંખ ખોલી શકાય છે.
- આંખમાં તેજ લાઈટ ફેકવાથી આંખની કીકીમાં ફેરફાર થતો નથી.
કોઝીસ ઓફ અનકોન્સિયસનેસ
- હેડ ઈન્જરી : માથામાં ઈજા થવાથી
- ફેન્ટીગ : થોડા સમય માટે એકાએક બ્લડ પ્રેશર ઘટવાથી બ્રેઇનને બ્લડ સપ્લાય ઓછું થવાથી ચક્કર આવે છે.
- એપોપ્લેક્સી : સેરેબ્રલ બ્લડ વેસલ્સમાં રપ્ચર થવાથી દર્દી એકાએક કોમા માં જાય છે જેને એપોપ્લેક્સી કહે છે.
- ડાયાબિટીસ કોમા એન્ડ ઇન્સ્યુલીન કોમા : દર્દી ડાયાબીટીસની સારવાર ન લે કે ઇંસ્યુલીનનું ઇન્જેક્શન લીધા પછી સમયસર ખોરાક ન લે ત્યારે કોમાંમાં જવાની શક્યતા રહે છે .
- હિટ સ્ટ્રોકના કારણે.
- એપિલેપ્સીના કારણે (સારવાર ન લેવાથી).
- ઈલેક્ટ્રીક શોકના કારણે.
- પોઈઝનના કારણે.
- સફોકેશનના કારણે.
- અકસ્માત વખતે એકાએક વધુ પડતું લોહી વહી જવાને કારણે..
- લાંબા વખતથી વધુ પડતા આલ્કોહોલીઝમને કારણે.
જનરલ પ્રિન્સિપલ ફોર ટ્રીટમેન્ટ ઓફ અનકોન્સિયસનેસ
- જો શ્વાસ બંધ હોય કે બંધ પડતો લાગે તો તરત જ કૃત્રિમ શ્વાસોચ્છોશ્વાસ ચાલુ કરી દેવા.
- હેલ્મેટ બેલ્ટ પહેરેલ હોય તો તે /કાઢી નાખવું
- લોકોને દુર કરી દર્દીને શુધ્ધ હવા પુરતી મળે તેમ કરવું
- દર્દીને નુકશાન કારક ગેસ કે જોખમી જગ્યા એથી દુર રાખવું
- દર્દી ને બનાવટી દાંત હોય તો કાઢી નાંખવા.
- ગરદન,છાતી અને કમર આગળના ટાઈટ કપડા ઢીલા કરવા.
- જે કારણથી બેશુધ્ધી થઈ જાય તે પ્રમાણે સારવાર આપવી.
- બેશુધ્ધી દરમ્યાન દર્દીને ખોરાક કે કાંઈ પ્રવાહી ન આપવું
- દર્દીને કપડામાં લપેટવું પરંતુ વધારાની ગરમી આપવી નહી.
- દર્દીને એકલું છોડવું નહી અને સતત તપાસતા રહેવું મિનિટે પલ્સ અને રેસ્પિરેશન જોવા.
- કારણ પ્રમાણે સારવાર આપવી જોઈએ હેલ્થ સ્ટ્રોક વખતે દર્દીને ભીની ચાદરમાં લપેટી પંખો ચાલુ કરવો અને તે રીતે ટેમ્પરેચરને નોર્મલ કરવું
- દર્દીને સેમી પ્રોન પોઝિશન આપવી.
- દર્દીને નજીકના દવાખાને લઈ જવું.
કાર્ડીયો રેસ્પિરેટરી અરેસ્ટ
ડેફીનેશન
- જ્યારે રેસ્પિરેશન અને હાર્ટ બીટ બંને બંધ થઈ જાય ત્યારે તેને કાર્ડીયો રેસ્પિરેટરી અરેસ્ટ કહેવામાં આવે છે.
ટ્રીટમેન્ટ
- દર્દીને તાત્કાલીક નીચે મુંજબની સારવાર આપવી.
- દર્દીને ફર્મ સરફેશ (ફ્લોર) પર સુવડાવવું
- મદદ કરનારે ધુંટણભર બેસી દર્દીના સ્ટરનમના નીચેના ભાગને ફીલ કરવું.
- ત્યાં એક હાથની હથેળી રાખી તેના પર બીજી હાથેળી મુકવી. દરેક આંગળીઓને ઊંચી અને સીધી રાખવી.
- હાથને સીધા રાખી સ્ટનમને પાછળ સ્પાઈન તરફ દબાવવું
- પુખ્ત વયની વ્યક્તિમાંપર મિનિટે ૬ વખત દબાવવું.
- બાળક માટે એક જ હાથથી દર મિનિટ વખતે દબાવવું.
- ઈન્ફન્ટ માટે માત્ર બે આંગળી વડે દર મિનિટે ૧૦૦ વખત દબાવવું
- બીજા મદદ કરનારે ૪ વખત પ્રેશર આપ્યા પછી એક વખત માઉથ ટુ માઉથ રેસ્પીરેશન આપવું
- જો સારવાર ની અસર થશે તો દર્દીનો કલર ગુલાબી થશે. તેમજ દરેક પ્રેશર વખતે કેરોટીડ પલ્સ અનુભવી શકશે.
- જો પલ્સ ન અનુભવાય તો પણ હોસ્પિટલ પહોંચતા આ રીતે રાખવું.
કન્વલ્ઝન (ઓર ફીટ)
ડેફીનેશન
- કન્વલ્ઝન ઓર ફીટ એટલે શરીરના સ્નાયુમાં તાલબધ્ધ ) રીધમીક) હલનચલન ) મુવમેન્ટ ) કે અનેચ્છિક ખેંચાણ થવું.જેમાં દર્દી ક્યારેક બેભાન અવસ્થામાં હોય.
- કેટલીક સ્થિતિમાં બ્લડમાં ટોક્સિન કે પોઈઝનને કારણે મગજને ઈરેશન થવાથી કન્વલ્ઝન આવે.
એપિલેપ્ટીક ફીટ
- આ ખાસ કરીને બાળપણમાં શરૂ થતી એ થીક ગરદન જ લોકોમાં જોવા મળતી કંડીશન છે.
- આનું કારણ જન્મ વખતે મગજમાં ઈજા થવાથી તેમજ ક્યારેક વારસાગત હોય છે.
- આમાં ગમે તે સમયે કન્વલ્ઝન આવે છે.
- જો કે સામાન્ય સમય દરમ્યાન વ્યક્તિ તંદુરસ્ત જણાય
માઈનર એપિલેપ્ટીક ફીટ
- આમાં વ્યક્તિ થોડી સેકન્ડ માટે બેભાન બની જાય છેજે દરમ્યાન આંખોસ્થિર હોય છે અને વ્યક્તિ …
- એકીટશે જોઈ રહે છે. ત્યારબાદ જે રીતે કામ કરતા હોય તે રીતે કામ કરવા માંડે છે જેમ કે કાઈ જ બન્યુ ન હોય
ટ્રીટમેન્ટ ઓફ માઈનર એપિલેપ્ટીક ફીટ
- વ્યક્તિને કોઈપણ જોખમ સામે રક્ષણ આપવું. જેમકે ટ્રાફિક, રોડ ક્રોસ કરતી વખતે
- બીજા લોકોને દુર રખવા.
- વ્યક્તિ સાથે શાંતિથી વાત કરવી.
- વ્યક્તિને બરાબર સારૂ થઈ જાય અને પોતાની મેળે ઘેર જઈ શકે તેમ હોય ત્યાં સુધી તેની સાથે રહેવું
- વ્યક્તિને ડોક્ટરની સલાહ લેવા સમજાવવું.
મેજર એપિલેપ્ટીક ફીટ
- આમાં વ્યક્તિની જાણ બહાર એકાએક એટેક આવે છે. આમાં વ્યક્તિને શરૂઆતમાં હેડેક થાય છે તેમજ તેને ફીટ આવશે એવી ફીલીંગ થાય છે.
મેજર એપિલેપ્ટીક ફીટમાં જુદા જુદા ચાર તબકકા જોવા મળે છે.
1. વોર્નિંગ સ્ટેજ
- વ્યક્તિ એકાએક બેભાન બની જાય છે.અને જમીન પર પડી જાય છે.ક્યારેક ક્રાય સાથે બેભાન બની જાય છે.
2. ટોનિક
- થોડી સેકન્ડ માટે વ્યક્તિનું શરીર અક્કડ થઈ જાય છે. અને તેનો શ્વાસ બંધ થઈ જાય છે. માઉથ અને ફેઇસ શરૂ થઈ જાય છે.