યુનિટ – 4
ઓલ્ડ એજ કેર
વૃધ્ધત્વની પ્રક્રિયા
શારીરિક અને માનસિક ફેરફારો
- વૃધ્ધાવસ્થા આવવી કુદરતી પ્રક્રિયા છે. તે ખૂબ માવજત અને કાળજી માંગી લે તેવી અવસ્થા છે.
- વૃધ્ધાવસ્થામાં થતાં શારીરિક, માનસિક તેમજ સમાજિક ફેરફારોના અભ્યાસને “ગેરોટોલોજી” કહેવામાં આવે છે.
જીરીયાટ્રીક નર્સિંગ
- વૃધ્ધ લોકોને ઘરે, હૉસ્પિટલમાં કે સંસ્થામાં કેર આપવામાં આવે છે.
શારીરિક ફેરફારો
- વૃદ્ધત્વને કારણે શારીરિક ક્ષમતામાં ઘટાડો થાય છે. પરંતુ પ્રક્રિયા એકસરખી નથી વિવિધ અવયવ તેમજ વિવિધ સિસ્ટમ વિવિધ સ્તરે તેમની ક્ષમતા ગુમાવે છે. સામાન્ય વૃદ્ધત્વ પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ સિસ્ટમમાં થતો શારીરિક ફેરફારોમાં સામેલ છે.
A. દાંત પડી જવા
- વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને દાંત અને પેઢાની સમસ્યા ઓ મુખ્યત્વે દાંત ઢીલા થવાથી પડી જવાની સંભાવના વધે છે અથવા ચોકઠાના ખરાબ ફીટીંગ હોઈ શકે છે. આ જાતની સમસ્યાઓના પરિણામે વૃદ્ધ લોકો વારંવાર કાચા ફળો કાચા શાકભાજી અને માસ વગેરે જેવા ખોરાક છોડી દે છે જે આહાર રેસાથી સમૃદ્ધ છે કાચા શાકભાજી અને ફળો ની ઉણપ આંતરડાની મુવમેન્ટમાં ઘટાડો લાવે છે અને કબજિયાત તરફ દોરી જાય છે.
B.ડિક્રીજ ન્યુરો મસક્યુલર કો ઓર્ડીનેશન
- તેના પરિણામે વાસણો પકડવાનું અને ખોરાકને યોગ્ય રીતે ખાવાનું મુશ્કેલ બને છે તેથી અસ્વસ્થતા ટાળવા માટે ખાસ કરીને વૃદ્ધ લોકો ક્યારેક આવા ખોરાક અન્ય લોકોની સાથે ના ખાવાનું પસંદ કરી શકે છે તેનાથી તેમને વારંવાર કુપોષણ થઈ શકે છે.
C. સાંભળવાની ક્ષમતા ઘટે અને દ્રષ્ટિ ખામી ઉદભવે.
- દ્રશ્ય અને શ્રાવ્ય ક્ષમતામાં ક્ષતિ થતાં ખોરાકની પસંદગી અને તૈયારી અંતે તેના વપરાશ પર ઘણી અસરો થાય છે.
D. સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતા ઘટે
- ખાવાની મજા ઓછી થાય છે અને સ્વાદેન્દ્રિયમાં ઘટાડો થવાને કારણે ખોરાકમાં સ્વાદ ઓછો થાય છે. મોટાભાગે વૃદ્ધ લોકો મોઢામાં એક અપ્રિય સ્વાદની ફરિયાદ કરે છે જે તેમના ખોરાકનો આનંદ ઘટાડે છે. સૂંઘવાની સંવેદનશીલતામાં ઘટાડો થવાથી ખોરાકની મજા માણવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. કારણ કે સુગંધ સામાન્ય રીતે “સ્વાદ” તરીકે જાણીતી સંવેદનામાં મહત્વનો ફાળો આપે છે.
E. એનોરેક્સિયા
- ભૂખ ઓછી થવી તે શારીરિક અથવા માનસિક કારણોસર હોઈ શકે છે આ પોષણ અયોગ્યતા તરફ દોરી જાય છે.
ફિઝિકલ ડિસ્કમફર્ટ
- ઘણીવાર કેટલાક વૃધ્ધ લોકો અસ્વસ્થતાની જાણ કરે છે જેમ કે હાર્ટ બર્ન, અપૂર્ણ પાચન અને અમુક ખોરાક ખાવાથી પેટનું ફૂલવું/ગેસ થવો.
- તેઓ આવા ધા જનક ખોરાકને ટાળવાનો પ્રયાસ કરી શકે છે. તેથી જે સમયે પૌષ્ટિક ખોરાકને તેમના આહારમાંથી બાકાત રાખવામાં પરિણમી શકે છે.
A. ચેન્જ ઈન બોડી કોમ્પોઝિશન (શરીરની રચનામાં ફેરફાર)
- પુખ્ત વયના લોકોની શરીરની રચનામાં પરિવર્તન ચાલુ રહે છે, પરંતુ તે વય વધવાની સાથે વધુ મહત્વપૂર્ણ બને છે. દુર્બળ શરીરની માંસપેશીઓમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. જે શરીરની ચરબી અથવા ચરબીયુક્ત પેશીઓમાં ધીમે ધીમે ઘટાડો માંસપેશીઓમાં બદલાય છે. આ ફેરફારને કારણે, બેસલ મેટાબોલિક રેટમાં ઘટાડો થાય છે.
B. ચેન્જ ઇન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક
- જઠરાંત્રિય માર્ગમાં ફેરફાર વધતી જતી વય સાથે, મોટાભાગના પાચક ઉત્સેચકો અને પાચક રસો ઘટે છે. ઘટે છે. પાચક રસો ઘટાવાને પરિણામે લાંબા સમય સુધી ખોરાકનું અપૂર્ણ પાચન થઈ શકે છે. ખોરાકના સંપૂર્ણ પાચન માટે પાચક રસો જરૂરી છે. ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકના માંસ પેશીઓના સ્તરો પાતળાં થાય છે અને ગેસ્ટ્રીક મોટીલીટી ઓછી થાય છે. તે કબજિયાત, આંતરડાનો ચેપ અને આંતરડાના અલ્સર, કેન્સર તરફ દોરી જાય છે.
C. ચેન્જ ઈન કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ
- રૂધિર વાહિનીઓમાં પરિવર્તન જેમ કે લ્યુમેન સાંકડી થવી ધમનીની દિવાલોના જાડી થવી અને એથેરોસ્ક્લેરોસીસ વય વધવાની સાથે થાય છે આ સમસ્યાઓ શરીરના કોષોમાં પોષક તત્વો વહન કરવાની તેમની ક્ષમતા માં ઘટાડો કરી શકે છે લોર અને માયો કાર્ડિનલ સંકોચન થવા ને કારણે કાર્ડિયાક આઉટપુટમાં પણ ઘટાડો થાય છે બ્લડપ્રેશર પણ વધી શકે છે ખાસ કરીને સિસ્ટોલિક.
D. ચેન્જ ઈન રીનલ ફંકશન
- કિડની દ્વારા બ્લડ ફ્લો રેટ સાથે ઓછો થાય છે અને તે પુખ્તાવસ્થા કરતાં 50 ટકા ઓછો હોય છે.
E. ચેન્જ ઈન સ્કેલેટલ ટીશ્યુ
- અસ્થિ અને પેશીઓ માં ફેરફાર. અસ્થિભંગ માટે હાડકા વધુ સંવેદનશીલ બને છે અને વૃદ્ધાવસ્થામાં ઝડપથી ડીમિનરલાઈઝેશનને લીધે મણકામાં ઘસારો પડી શકે છે્ આનાથી ઊંચાઈમાં ઘટાડો થાય છે અથવા કમરમાંથી વાંકા વળી જવાની મુદ્રામાં પરિણમી શકે છે.
F. હોર્મોનલ ચેન્જીસ
- વૃદ્ધાવસ્થા સાથે થાઇરોઈડ, એડ્રીનલ, કોર્ટેક્સ, આઈલેટ્સ ઓફ લેંગરહાન્સ વિવિધ ગ્રંથિઓની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. જેના પરિણામે કોષને ચયાપચયની ક્રિયામાં નોંધપાત્ર ફેરફાર થાય છે. ૬૦ વર્ષની વય પછી સ્ત્રીઓમાં અને ૫૦ વર્ષ પછી પુરુષોમાં ઓસ્ટીયોપોરોસિસનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઓસ્ટીઓપોરોસીસ એ આવે વારંવાર અસ્થિભંગ થવાનું મુખ્ય કારણ છે સ્ત્રીઓમાં મેનોપોઝ તેમને આયોજન આવશ્યકતાઓ માં ઘટાડવા માટે જવાબદાર છે. થાઇરોઇડની પ્રવૃત્તિમાં ઘટાડો થવાને કારણે બેઝલ મેટાબોલીક રેટમાં ઘટાડો થવા તરફ જાય છે. જે વૃદ્ધ લોકોમાં ઊર્જાની અછત પેદા કરે છે.
સાયકોલોજીકલ ચેન્જીસ
A. ફુડ હેબિટ
- વૃદ્ધોની આહાર ની રીત અને ખોરાકની પસંદગી મોટાભાગે લાંબા સમયથી ચાલતી ખોરાકની ટેવો ના પરિણામો છે બદલાતા સમય સાથે તેઓને નવી સાથે એડજસ્ટ થવું ખૂબ મુશ્કેલ લાગે છે અને તેના બદલે તેમની અગાઉની રીતે વળગી રહે છે વૃદ્ધ લોકો ઘણી વાર લાંબા સમય સુધી નિશ્ચિતપણે સ્થાપિત માન્યતાઓને વળગી રહે છે જેની પોષક માત્રા પર તેની ગહન અસર પડે છે તેથી તેમની ખાવાની રીત માં મોટા ફેરફારો ને ટાળવા જોઈએ કોઈ પણ આહારમાં ફેરફાર અને ખૂબ કાળજી સાથે સૂચવવું જોઈએ.
B. આર્થિક પાસા
- વૃદ્ધાવસ્થામાં નાણાકીય સ્થિતિ તેમના આહારને મર્યાદિત કરે છે. એ આહારની અપૂર્ણતા તરફ દોરી જાય છે.
C. એકલતા
- પરંપરાગત રીતે ભારત વૃદ્ધોને તેમની સંભાળ રાખવા માટે જાણીતું છે. પરંતુ આજે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે ગ્રામીણ સ્થળાંતર તેમ જ ઝડપી શહેરીકરણ થી વૃદ્ધ પ્રત્યે યુવાનો આદરભાવ સંપૂર્ણ વલણ બદલાઈ ગયું છે તેઓ તેમના માતા-પિતાને તેમના વતનના ઘરે એકલા છોડી દે છે અને વૃદ્ધો એકલા રહેવાથી પોતાને માટે નિયમિત ભોજન રાંધવાની પ્રેરણા ઓછી થાય છે. એકલતા તેમને ભૂખ પણ ઘટાડે છે.
D. હતાશા
- અધિકૃત સ્થિતિના મોભા જે વૃદ્ધ અને તેમના જીવનના મુખ્ય વર્ષો દરમિયાન માણ્યા હતા તે તેમની વચ્ચે હતાશાનું કારણ બને છે કેટલીક વાર ઉદાસીનતા ઓવર રેટિંગમાં પણ પરિણમી શકે છે કારણ કે ખોરાક ભાવનાત્મક સલામતી પ્રાપ્ત કરવા માટેનું સાધન બની જાય છે આ સ્થૂળતામાં પરિણમે છે.
E. ચિંતા
- ભાવનાત્મક તાણ અને વંચિતતા ઘણીવાર ખોરાક પ્રત્યેના વલણમાં પરિવર્તન તરફ દોરી જાય છે. આ ઉપરાંત અસ્વસ્થતાને લીધે ઘણીવાર ભૂખ ઓછી થાય છે. અસ્વસ્થતા સાથે સંકળાયેલ આંતરસ્ત્રાવીય બદલાવો પાચન રસના પ્રવાહને ડિપ્રેસ કરે છે.
F. લોસ ઓફ સેલ્ફ ઇસ્ટીમ એન્ડ ઇનડિપેન્ડેન્સ (આત્મ ગૌરવ અને સ્વતંત્રતા ગુમાવવી)
- નિવૃત્તિ સાથે વૃધ્ધોને આત્મસન્માન ગુમાવવાની અનુભૂતિ થાય છે કારણ કે અન્ય વ્યક્તિઓ પર નિર્ભરતા વધે છે.
- તેઓ શક્તિવિહીન અને નિર્ણયો લેવામાં અસમર્થતા અનુભવે છે. જે વૃધ્ધોમાં ડિપ્રેશન, હતાશા અને ફસ્ટ્રેશન તરફ દોરી જાય છે.
G. યાદશક્તિમાં ઘટાડો
H. ઉંઘની સમસ્યા.
I.દુ:ખ તેમજ હતાશાની લાગણી
J. નિરાશા
K. કામ ગુમાવવાનો ડર
L. અસલામતીના વિચારો
M. આર્થિક મુશ્કેલીનો અનુભવ
N. માનસિક તાણ નો અનુભવ
O. સ્વભાવ ચિડીયો બનવો
P. મૃત્યુના વિચારો.
ઉપરોક્ત તમામ શારીરિક અને માનસિક ફેરફારો આહારના સુઘડ સેવન અને ઉપયોગિતાને અસર કરી શકે છે. જે આખરે કુપોષણ તરફ દોરી જાય છે.
સામાજીક ફેરફારો
- પરાવલંબન
- નવી પેઢી સાથે એડજસ્ટ થવામાં તકલીફ.
- અવગણનાનો અનુભવ.
- પોતાની જાતને બોજ રૂપ ગણવું.
વૃધ્ધાવસ્થાને અસર કરતાં પરિબળો
- વારસાગત
- વાતાવરણ
- જૈવિક પરિબળો
- સામાજીક પરિબળ
- આર્થિક પરિબળ
નીડ્સ એન્ડ પ્રોબ્લેમ ઓફ એલ્ડરલી
- કુહ્ન (1982) એ થોડીક જરૂરિયાતો વૃધ્ધોની જીવનની ગુણવત્તા સુધારી શકે તે માટે સૂચવી છે જે નીચે મુજબ છે.
- વૃધ્ધોની ક્ષમતા અનુસાર તેમને સામાજિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરવા જોઈએ.
- વૃધ્ધત્વ પેન્શન આપીને તેમની ગરીબાઈ દૂર કરવી જોઈએ.
- પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની આવક ઓછી હોય છે. તેથી તેમને સામાજિક લાભો વધુ આપવા જોઈએ.
- નિવૃત્ત લોકોને રિટાયરમેન્ટ પછી તેમની ઈચ્છા અનુસાર કામકાજ કરતાં રહેવા દેવા જોઈએ તેમના પર નિયમન લાદવુ ન જોઈએ.
- જે લોકો એકલા ચાલી નથી શકતા અથવા જેમના માટે પરિવહનની અન્ય કોઇ સગવડ ના હોય તેમના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સગવડમાં સુધારો કરવો જોઈએ.
- પ્રિવેન્ટિવ આસ્પેક્ટ માટે હેલ્થ સિસ્ટમ સુધારવી જોઈએ અને વિકસાવવી જોઈએ.
- વૃધ્ધો માટે સલામત અને પૂરતી સગવડ વાળા ઘર હોવા જોઈએ.
પ્રોબ્લેમ્સ ઓફ એલ્ડરલી
1) ઇમોશનલ પ્રોબ્લેમ : ભાવનાત્મક સમસ્યાઓ
- નાની નાની ભાવનાત્મક સમસ્યાઓ ધીરે ધીરે મોટા ડિસઓર્ડર જેવાં કે સાયકોટીક ડિસઓર્ડર સ્કિઝોફ્રેનિયામાં પરિણમે છે.
- સામાન્ય રીતે નીચે મુજબના ઈમોશનલ પ્રોબ્લેમ વૃધ્ધોમાં વયસ્કોમાં જોવા મળે છે.
- એન્ઝાયટી, એકલતા, ગીલ્ટ, ડિપ્રેશન વગેરે જોવા મળે છે.
2) મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ
ડિપ્રેશન
ડિમેન્શીયા, ડિલીરીયમ
પેરાનોઈડ ડિસઓર્ડર
A) ડિપ્રેશન : ચિંતા અને હતાશા
- કુટુંબ અને સમાજમાં વૃધ્ધોની ભૂમિકા બદલાય છે.
- પોતાનું શું થશે તેવી ચિંતા તેમને સતત સતાવે છે.
- તેઓ ઘણીવાર ખૂબ એકલતા અનુભવે છે.
- ઘણીવાર ઉંમરને કારણે આવતી અનેક બીમારીઓથી તેઓ કંટાળી જાય નિરાશ થઇ જાય છે.
ડિપ્રેશન (હતાશા) :
- ઉદાસીનતાવાળા વૃધ્ધ દર્દી બેચેની પણ અનુભવે.
- વિચિત્ર ખોટો ભ્રમ અને શારીરિક લક્ષણોનું પ્રદર્શન કરે છે.
- અમુક સમયે એવા લક્ષણો જોવા મળે છે. જેમ કે વ્યગ્રતા, આસપાસના લોકોની અવગણના જેને સ્યુડો ડિમેન્શીયા કહે છે.
ડિપ્રેશનના કારણો : હતાશાના કારણો
- એકાકી જીવન
- નિવૃત્તિ
- ભાંગી ગયેલા લગ્ન જીવન
- જીવન સાથીનું મૃત્યુ
- સેન્સરી ઓર્ગનની ખામી
- શારીરિક માંદગી
- સામાજિક મોભો ન હોય
- લાસ્ટ સ્ટેજની કોઈ માંદગી હોય.
- આવકનો કોઈ સ્રોત ન હોય
ડિપ્રેશન ઘટાડવાની ટિપ્સ
- કોઈપણ શારીરિક માનસિક તકલીફ હોય તો પિરિયોડિકલ અને રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવામાં આવે.
- નિવૃત્તિ પછીના જીવનનો યોગ્ય રીતે પ્લાન ઘડવામાં આવ્યો હોય.
- વ્યવસ્થિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવામાં આવ્યો હોય.
- પરંપરાગત મૂલ્યો માટે કુટુંબના લોકોને પ્રોત્સાહિત કરો અને સંયુક્ત કુટુંબની ભાવના જળવાઈ રહે તેવા પ્રયત્ન કરો.
- સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહો.
- વાંચવાની ટેવ કેળવો.
- સાદી સામાન્ય કસરતો કરતા રહો.
મેનેજમેન્ટ ઓફ ડિપ્રેશન
- એન્ટિ ડિપ્રેસન્ટ ડ્રગ્સ
- સોશિયલ સપોર્ટ થેરાપી
- સાયકોલોજીકલ થેરાપી
- ફિઝિકલ થેરાપી ECT.
B) ડિમેન્શીયા
સ્મૃતિલોપ થવો અથવા યાદશક્તિ ઘટવી :
- એ એક મોટી જાહેર અને વૈશ્વિક આરોગ્ય સમસ્યા છે.
- જેમાં યાદશક્તિઓને વ્યક્તિત્વ સભાનતાનથી રહેતી ખામી આવે છે.
- આ રોગ બહુ ધીમે ધીમે વધે છે.
- વૃધ્ધત્વમાં મગજમાં પણ કેટલાક ફેરફાર થાય છે.
- તેના લીધે માણસ એકાગ્રતા અને યાદશક્તિ ગુમાવે છે.
- ઘણીવાર રોજીંદા વ્યવહાર કામકાજ ભૂલી જાય છે.
- જેમ કે રસોઈ કરવાનું, કપડાં ધોવાનું કપડા પહેરવાની રીત વગેરે.
- કેટલીક વાર એકની એક વાતનું પુનરાવર્તન કર્યા કરે છે.
- આવા દર્દીઓને વારંવાર ટોકવાથી તેઓનો સ્વભાવ આળો થઈ જાય છે.
- તેઓ ગુસ્સામાં ન કરવાનું કરી બેસે છે.
- આ વ્યક્તિ માટે કોઈ ઉપચાર નથી.
કારણો અને જવાબદાર પરિબળો
મેટાબોલિક પ્રોબ્લેમ :
- સોડિયમ અને કેલ્શિયમનું ઇમ્બેલેન્સ, એઈડ્સનોએડવાન્સ સ્ટેજ.
- બ્લડ કેન્સર જેવાં રોગો.
ઇન્ફેક્શન :
- તાવ, મેનિંજાયટીસ, એનસેફેલાયટીસ, અનટ્રીટેડ સિફિલિસ, એઇડસનો એડવાન્સ સ્ટેજ, બ્લડ કેન્સર,
- લીડના કારણે પોઇઝનિંગ, આલ્કોહોલ એબ્યુઝ, ડ્રગ એબ્યુઝ
- હાર્ટ એટેક, હાર્ટ સર્જરી, અસ્થમા, ધુમ્રપાન અથવા ધુમાડો અથવા કાર્બન મોનોક્સાઈડ શ્વાસમાં જવું.
- એનેસ્થેસિયાનો ઓવર ડોઝ અપાય જવો.
- હાઇપોક્સીયાને કારણે ભૂખ ન લાગે.
- બીજા પરિબળો જેવાં કે બ્રેઇન ટ્યુમર, ડિપ્રેશન દવાઓનું રિએક્શન વગેરે.
મેનેજમેન્ટ
- તેની દવાઓ સમયસર આપવી.
- સાયકોલોજીકલ હસ્તક્ષેપ જેવાં કે બિહેવીયર થેરાપી, ફિઝિકલ એક્સરસાઇઝ, સપોર્ટિવ થેરાપી.
- કોઈ પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવું પ્રોબ્લેમ ઓરિએન્ટેડ એપ્રોચ અપનાવવો.
- કુંટુંબીજનો માટે તેમની સંભાળ લેવી મુશ્કેલ બને છે. છતાં કુટુંબના માણસોએ તેમને મદદરૂપ થવા માટે.
- તેમની આજુબાજુનું વાતાવરણ શક્ય તેટલું સલામત અને પરિચિત રાખવું.
- તેમની સાથે શાંતિ અને સહાનુભૂતિથી વર્તો.
- હા કે ના માં જવાબ મળે તેવા પ્રશ્નો વધુ પૂછો. (વધુ વિકલ્પથી તેઓ વધુ ગૂંચવાઈ જશે.)
- તેમનો રોજિંદો વ્યવહાર ખૂબ જ નિયમિત બને તેવું ગોઠવો. જેથી તેમને હવે પછી શું કરવાનું તે સમજાય.
- બને ત્યાં સુધી તેમની નાની માંગણીઓ અપેક્ષાઓ પુરી કરો.
- સમાજ કલ્યાણ સેવા સંસ્થાઓ અને સરકારી દરેક શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વૃદ્ધાશ્રમ સ્થાપિત કરવા જોઈએ.
- કેટલાક વૃદ્ધાશ્રમ ચાલી પણ રહ્યા છે. જેથી જે લોકોને પરિવાર ન હોય એ લોકોને સુરક્ષા પ્રાપ્ત થાય. શારીરિક કાર્ય કુશળતા ઓછી થવા અને રોગોના અટકાવ માટે પ્રત્યેક છ મહિને સરકારી સ્વાસ્થ્ય સંસ્થાઓ દ્વારા આરોગ્ય સુવિધાઓ અપાવી જોઈએ. વધારે પ્રમાણમાં વૃધ્ધ લોકોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે.
સાયકેટ્રિક ડિસઓર્ડર ઓફ ઓલ્ડ એજ : વૃદ્ધાવસ્થામાં માનસિક વિકાસ
1. અફેક્ટિવ ડિસઓર્ડર
2. ઓર્ગેનિક ડિસઓર્ડર
3. પેરાડોઇડ સ્ટેટ
- ઇન્વોલ્યુશન સાયકોસીસ પેરાફ્રેનીયા
4. ડ્રગ એડિક્શન
5.એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર
6.સાયકોસોમેટિક ડિસઓર્ડર
7.એન્ઝાયટી ડિસઓર્ડર
8.એપેટાઇડ ડિસ્ટર્બન્સ
9.સ્લીપ ડીસ્ટર્બન્સને પ્રભાવિ ત કરવા વાળાં તત્વો
શારીરિક તકલીફો
- જેવી કે મોતિયો, કાર્ડિયો વાસ્ક્યુલર રોગો, શ્વાસના રોગ, ડાયાબિટીસ, સાંધાના રોગો, બહેરાશ
સામાજિક આર્થિક સમસ્યાઓ
- નિવૃત્તિ, બેરોજગારી, આરોગ્યને લગતા પ્રશ્નો અને દવાઓનો ખર્ચ
- પરિવારથી દૂર થાય
- જીવનસાથીના મૃત્યુની અથવા પરિવારના કોઈ નાના પ્રિયની મૃત્યુ બાળકો દ્વારા ઉપેક્ષા લગ્ન પછી બાળકોનું અલગ થઈ જવું અને પોતાના પરિવારમાં મસ્ત વ્યસ્ત થઈ જવું વડીલોનું માન ન કરવું. મનોરંજનના સાધનોની અછત, સામાજિક સંબંધો ઘટી જવા, આજીવિકા માટે મન મળવું, બુદ્ધિના સ્તરમાં પરિવર્તન અને ભુલકણા થઈ જાય.
સારવાર
- શરીર સંબંધી સમસ્યાઓની જે તે વિષયના નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર થવી જોઈએ.
- માનસિક સમસ્યાઓ દવાઓ તથા મનોવૈજ્ઞાનિક રૂપથી સારવાર દ્વારા ઠીક કરાવવી જોઇએ.
- વૃધ્ધ લોકોની દેખભાળ પરિવારના સદસ્યો દ્વારા થવી જોઈએ.
- જીવન સંબંધી તેમની જરૂરિયાતો પૂરી થવી જોઈએ. પૌષ્ટિક પચવામાં હલકો અને નરમ ખોરાક તેમને મળવો જોઈએ.
- વૃધ્ધ વ્યક્તિનો રહેવાનો રૂમ ચોખ્ખો હોવો જોઈએ. તેમાં પૂરતો પ્રકાશ અને ઉચિત તમામ સગવડો હોવી જોઈએ. ઓછામાં ઓછો અને તેમની જરૂરિયાતનો સામાન જ તેમના રૂમમાં હોવો જોઈએ. જેથી તે સહેલાઇથી ચડ-ઊતર કરી શકે.
- હાર્ડ બેડ હોય તો વધારે સારું ખાટલો સારી રીતે ખેંચીને કસાયેલો હોવું જોઈએ. બહુ હલચલ થાય તેવો હોવો જોઈએ.
- ડામાડોળ ન હોવો જોઈએ. પથારી ઋતુ અનુસાર હોવી જોઈએ.
વૃધ્ધ વ્યક્તિની ઘરે સંભાળ
વૃધ્ધાવસ્થાની સંભાળના હેતુ
- હેલ્થ ફંક્શન મેન્ટેન કરવા માટે.
- વહેલી તકે રોગોનું નિદાન કરવું.
- રોગો થતા અટકાવી શકાય.
વૃધ્ધાવસ્થાની સંભાળના સિદ્ધાંતો
- વ્યક્તિગત સારવાર
- સારી રીતે વાતચીત કરવી
- નિર્ણય જાતે લઇ શકે તે માટે પ્રોત્સાહિત કરવાં.
- લાગણીઓને સમજી સારવાર કરવી.
- માનસિક, સેન્સરી ઍક્ટિવીટીને ઉત્તેજીત કરવી.
- ઓક્યુપેશન થેરાપી આપવી.
- ઉમદા વર્તણૂંક રાખવી.
- શારીરિક ઍક્ટિવીટીમાં મદદ કરવી.
- માનસિક બદલાવને આધારે થતાં ફેરફરો ધ્યાનમાં રાખી કેર આપવી.
વૃદ્ધાવસ્થાની સંભાળ
વૃધ્ધાવસ્થાની સંભાળ ત્રણ તબક્કામાં કરવામાં આવે છે.
પ્રાથમિક સંભાળ :
- વજનનું નિયંત્રણ
- બ્લ્ડ પ્રેશરનું નિયંત્રણ
- બ્લ્ડ સુગરનું નિયંત્રણ
- શારીરિક કસરત
- જોઇતી ના હોય તેવી દવાનો ઉપયોગ ટાળવો.
- વ્યસન ના કરવું.
- સમતોલ આહાર લેવો, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું.
દ્વિતિય તબક્કાની સંભાળ :
- ગંભીર બીમારીના લક્ષણ વિશે સમજ આપવી.
- સ્ત્રીઓને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝાનીનેશન શીખવાડવું.
- પેપ સ્મિઅર ટેસ્ટ વિશે સમજાવવું.
તૃતિય તબક્કાની સંભાળ :
- કેટેરેક્ટ સર્જરી તેમજ ચશ્માંના ઉપયોગ વિશેની સમજ.
- હીયરીંગ ઍડ, પ્રોસ્થેસીસની સમજ.
- વ્યસન મુક્તિ માટે કાઉન્સેલિંગ.
- જીરિયાટ્રીક ક્લનીક વિશે સમજણ આપવી.
વૃધ્ધાવસ્થાની કાળજીમાં એ.એન.એમ તરીકેની ફરજ
- N (નરચ્યુરીંગ)
- U (અન્ડરસ્ટેન્ડિંગ)
- R (રીકગનાઈઝીંગ)
- S(સપોર્ટિંગ)
- E (એજ્યુકેશન અને એનકરેઝિંગ)
- હેલ્થ અસેસમેન્ટ.
- ન્યુટ્રીશન પ્રમોશન
- હેલ્થ તેમજ શારીરિક ઍક્ટિવીટી શીખવવી.
- પ્રિવેંટીવ કેર.
- સાયકોલોજીકલ સપોર્ટ.
- આપણા દેશમાં આરોગ્યના કાર્યક્રમને કારણે આરોગ્યમાં સુધારો કરવા વૃદ્ધોની સંખ્યા વધી.
- આપણા દેશમાં આરોગ્યના કાર્યક્રમને કારણે આરોગ્યમાં સુધારો કરવા વૃદ્ધોની સંખ્યા વધી છે વ્યક્તિને માન મોભો મળતો હોય બોજારૂપ ન લાગવા જોઈએ.
- વૃદ્ધની શારીરિક ક્ષમતા ઓછી થવાથી શ્રવણ શક્તિ, દ્રષ્ટિ ઓછી થવાને કારણે તે પડી ન જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ.
- વૃધ્ધ વ્યક્તિની પાચન શક્તિ નબળી પડી જવાથી તેમને ઓછો ખોરાક પણ પ્રોટીન વધુ મળે તેવો ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, સૂકો મેવો, ઇંડા, માછલી વગેરે અને સ્ટાર્ચ ઓછું હોય તો એવો ખોરાક આપવો જોઈએ.
- વૃધ્ધ વ્યક્તિને ગમે ત્યાં દુઃખાવો થાય તો તેમને દવા ફ્રી અથવા તો શેક કરી આપવા જેથી તેમને રાહત રહે.
- જેમ બને તેમ ગરમ ખોરાક આપવો જેથી બીમારી આવતી અટકાવી શકાય.
- વૃધ્ધ વ્યક્તિને હૂંફાળા પાણી દ્વારા સ્નાન કરાવવું જોઈએ તેમ જ માલિશ કરી આપવી જોઈએ. જેથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે.
- ફળ ફળાદી નાસ્તામાં આપવા જોઈએ.
- ઉઠવા બેસવામાં મદદ કરવી જોઈએ.
- તેઓને મનોરંજન મળે તેવી વાતો કરવી બહાર ફરવા લઈ જવા જોઈએ.
- સમયાંતરે દવાખાને ચેકઅપ કરાવવા લઈ જવા જોઈએ.
- પરિવારમાં કોઈ સમસ્યા ઉભી થાય તો તેમાં તેમને ભાગીદાર બનાવવા અને તણાવમુક્ત રાખવા જોઈએ.
- મોટી ઉંમરની વ્યક્તિને ચરબીયુક્ત ખોરાક ન આપવો હલકો પચે તેવો ખોરાક આપવો.
- જોખમી દવાઓ ના આપવી જોઈએ.
- ઇન્ફેક્શન હોય તો તેની સારવાર કરવી જોઈએ અને તેમને ઈન્ફેક્શન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
- ડિહાઇડ્રેશન હોય તો તેની પ્રોપર સારવાર ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરીને કરવી જોઈએ. ડિહાઇડ્રેશન થતું અટકાવવું જોઇએ.
- જો દ્રષ્ટિ ખામી કે સાંભળવાની ખામી હોય તો યોગ્ય ચશ્મા અથવા હિઅરીંગ એડ અપાવા જોઈએ.
- દરરોજ તેમને બરાબર સંડાસ પેશાબ થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
- તેમની જરૂરિયાત મુજબનો ખોરાક તેમને ગરમ તાજો પીરસવો જોઈએ.
પ્રોવાઈડ થેરાપ્યુટિક હોમ એન્વાયરમેન્ટ
- તેમની શું જરૂરિયાત છે તે વારંવાર ચકાસતા રહેવું જોઈએ. તેમને પૂછતા રહેવું જોઈએ અને પૂરી કરવી જોઈએ.
- તેમને ઊંઘ સારી આવે તે માટે પીઠમાં માલિશ કરવી જોઈએ. ગરમ દૂધ પીવડાવવું જોઈએ. અથવા હર્બલ ટી પીવડાવી જોઈએ. તેમને રિલેક્સેશન થાય તે માટે તેમને ગમતું હળવું મ્યુઝિક લગાવવું જોઈએ.
- ઘરના કોઈપણ એ કવ્યક્તિએ તેમના રૂમમાં તેમની સાથે રાત્રે સૂઈ જવું જોઈએ જેથી તેમને એકલવાયુ ના લાગે.
- જરૂર લાગે તો ઉંઘની દવા આપવી જોઈએ.
વૃધ્ધ વ્યક્તિની કાળજી માટે કુટુંબને આરોગ્ય શિક્ષણ
- વૃધ્ધ વ્યક્તિ પોતે સક્રિય રહે અને ઘરમાં મદદરૂપ થઈ શકે તે માટે સંભાળવું અને વૃધ્ધ લોકોને પૂરતો આરામ આપવો જોઈએ.
- ઘરની પ્રવૃત્તિ અને નિર્ણયોમાં તેમને મહત્વ આપવું.
- જ્યારે તેઓ અશક્ત બને ત્યારે ઊઠવા બેસવા કપડા પહેરવામાં વાર લાગે છે ત્યારે તેને અનુરૂપ થવા કુટુંબને સમજાવો.
- વ્યક્તિ એક્ટિવ રહેતો મગજ પણ સક્રિય રહે છે આથી તેમને ઓછો ખોરાક પણ પૌષ્ટિક આહાર આપવો.
- દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ ઓછી થતાં અને હાડકાં નબળા થતા અકસ્માત થવાની શક્યતા વધુ રહે છે જેથી કરીને એકલા બહાર જવા દેવું નહીં. મદદ માટે વ્યક્તિને સાથે રાખવો.
- શરીરમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવાથી તેઓને ગરમ કપડા આપવા.
- વૃધ્ધ વ્યક્તિને ખુશ રાખવું તેમને શું ગમે છે શું નથી ગમતું તે મુજબ કરવું અને પ્રેમથી બોલાવવા જોઈએ.
- વૃધ્ધ દંપતિમાંથી જયારે એકનું મૃત્યુ થાય ત્યારે તેને કુટુંબના સભ્યો તરફથી લાગણી, પ્રેમ, હૂંફ આપવાં. જેથી તેઓ માનસિક હતાશા માંથી બહાર આવી શકે.
- કુટુંબ તથા કુટુંબના સભ્યોને એવું આરોગ્ય શિક્ષણ આપવું કે તે વ્યક્તિને શાંતિથી સારી રીતે રાખી શકે.
- મોટી ઉંમરની વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા પગે સોજા ચડે તો તેણે મીઠું અથવા મીઠું ધરાવતો ખોરાક ન ખાવો જોઈએ.
- ચરબીયુક્ત ખોરાકનો ઉપયોગ ન કરવો અને પૂરતી ઉંઘ અને ખોરાક લેવા કહેવું.
- વૃધ્ધ વ્યક્તિને ચિંતા થતી હોય તો તે દરમિયાન તેની સાથે સકારાત્મક અભિગમ અપનાવી તણાવમુક્ત રાખવાં.
રિહેબીલીટેશન એન્ડ એજન્સી ઓફ કેરિંગ એલ્ડરલી
રિહેબીલીટેશન (પુનઃવર્સન)
- વૃધ્ધ લોકોની પોતાની ઓછી થયેલી શારીરિક, માનસિક, સામાજીક કાર્યક્ષમતા ને યોગ્ય સારવાર દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવે છે.
- WHO ના મત મુજબ સંયુક્ત અને સંકલન પૂર્ણ મેડિકલ સોશિયલ, શૈક્ષણિક અને વ્યાવસાયિક પગલા છે. જે વૃધ્ધ વ્યક્તિઓને ફરીથી પોતાની કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે મદદરૂપ થાય છે.
- પુનઃવર્સનનો મુખ્ય હેતુ જે લોકો બીજા ઉપર આધારિત છે. આશ્રિત છે. પરાવલંબી છે. તેને બદલે સ્વતંત્ર બને.
- આનો મુખ્ય હેતુ લોકોમાં અશક્તતા ઘટાડવાનો સામાજિક રીતે સધ્ધર બનાવવાનો છે.
- આનો ઉદ્દેશ્ય વિવિધ પગલાં અપનાવીને અપંગતાની અસરને ઘટાડવાનો અને અપંગ લોકોના સામાજિક ઐકીકરણને પ્રાપ્ત કરવાનો છે.
- પુનર્વસન માટે સમાજના વિવિધ વિભાગોના સહકારની જરૂર છે.
- નિષ્ણાંતો,સાધનો અને ભંડોળની મદદથી પુનર્વસન પ્રાપ્ત થાય છે. પુનર્વસન પ્રાપ્ત કરવાની તકનીકોમાં શૈક્ષણિક, ફિઝીયો થેરાપી, વ્યવસાયિક ઉપચાર, વર્તણૂકીય ઉપચાર સામેલ છે.
- પુનર્વસવાટની બાબતોમાં તબીબી, સામાજિક, વ્યાવસાયિક અને સાયકોલોજીકલ અને મૂળ સુધારણા (કાર્યાત્મક પ્રવૃત્તિને પુન: સ્થાપિત કરવી) સામેલ છે
મેડીકલ રીહેબીલીટેશન (રીસ્ટોરીંગ ફંકશનલ એક્ટિવિટીઝ)
- ઘણી તબીબી પધ્ધતિઓ છે. જેવી કે કોઈ વ્યક્તિને શારીરીક અપંગતા આવી ગઈ હોય કે કાર્યક્ષમતા ઓછી થઇ ગઇ હોય તો ફિઝિયોથેરાપી દ્વારા ફરીથી તે અંગ કાર્યરત બને છે.
- કોઈને બહેરાશ આવી ગઈ હોય તો હિયરિંગ મશીનથી તે સાંભળી શકે છે.
સોશિયલ રિહેબીલીટેશન (રીસ્ટોરિંગ સોશિયલ રિલેશનશિપ)
- કુટુંબ અને સમાજના સંબંધો પુનઃપ્રાપ્ત કરી શકાય છે.
- વ્યક્તિને તેના કુટુંબ અને સમાજના સભ્યો સાથે વાતચીત કરવા માટે પ્રેરણા આપવી જોઈએ.
- જ્યારે વ્યક્તિ સામાજિક કાર્યોમાં ભાગ લેતો થાય છે ત્યારે તેનું સામાજિક જીવન પુન:સ્થાપિત થઈ જાય છે.
વોકેશનલ રિહેબીલીટેશન
- આ ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્યક્તિ પોતાનું કામ કરવા માટે અન્ય પર આધારિત ન હોય. અપંગ વ્યક્તિને ધીમે ધીમે પોતાનું કામ કરવા માટેની વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે તો તે પોતાની આજીવિકા મેળવી શકે છે. આવા લોકો માટે સામાજિક સપોર્ટ પણ જરૂરી છે.
સાયકોલોજીકલ રિહેબીલીટેશન (રીસ્ટોરિંગ પર્સનલ ડિગ્નીટી એન્ડ કોન્ફીડન્સ)
- આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સંપરામર્શ અને માર્ગદર્શન ટેકનિકનો ઉપયોગ કરી શકાય.
- તે વ્યક્તિનો આત્મ વિશ્વાસ તે પોતે કામ કરવા સક્ષમ છે. તેવી પ્રેરણા દ્વારા લાવી શકાય છે.
- કુટુંબના સભ્યો તેને આ કાર્યમાં મદદરૂપ થઈ શકે છે.
રિહેબીલીટેશન ઇન ઓલ્ડ એજ હોમ :
- જે લોકોએ તેમના કુટુંબીજનો ગુમાવ્યા છે અથવા તેમના કુટુંબના લોકોને તેમના પ્રત્યે અણગમો છે.
- તેઓને તેમના પુનર્વસન માટે વૃદ્ધાશ્રમમાં મોકલી શકાય છે.
રિહેબીલીટેશન સર્વિસીસ ઇન ઇન્ડિયા :
- ભારતમાં બહુ મોટી સંખ્યામાં પુનર્વસન કેન્દ્ર છે. સંસ્થાઓ બિન સરકારી સંગઠન વૃદ્ધાશ્રમ ડે-કેર સેન્ટર વગેરે છે.
- ૧. સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય ભારત સરકાર
- ૨. માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, શ્રમ મંત્રાલય.
- સુચના અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર (કેન્દ્રીય અને રાજ્ય સ્તરીય)
- જિલ્લા અને ક્ષેત્રીય પુનર્વાસ કેન્દ્ર
- ભારતીય પુનર્વાસ પરિષદ
- વ્યવસાયિક ચિકિત્સા વિદ્યાલય (મુંબઈ, નાગપુર)
- અખિલ ભારતીય ભૌતિક અને અનુસંધાન ( મુંબઈ, વેલ્લોર)
- વૃદ્ધાશ્રમ
- વૃદ્ધાવસ્થા પ્રશિક્ષણ કેન્દ્ર
- ઓલ્ડ એજ હોમ
- વૃદ્ધાવસ્થા ડે-કેર સેન્ટર.
- આથી ઉપરોક્ત એજન્સી અને પુનર્વસન કેન્દ્રો દ્રારા વૃધ્ધોની દેખરેખ કરવામાં આવે છે. આ અંતર્ગત વ્યક્તિ શારીરિક, માનસિક અને વ્યવસાયિક પુનર્વાસનો લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
ઑલ્ડ એજ કેર એજન્સી
- સ્વર્ગ કોમ્યુનિટી કેર, વડોદરા
- કાળજી ઓલ્ડ એજ કેર, વડોદરા
- ફ્રેંડ્સ કેર ફાઉંડેશન (NGO), અમદાવાદ
- મંગલ જીવન ઓલ્ડ એજ હોમ સિધ્ધપુર વૃધ્ધ વ્યક્તિ માટેની સરકારી યોજના :
- સીનીયર સિટીઝન સેવિંગ સ્કીમ
- પ્રધાન મંત્રી વય વંદના યોજના
- વરિષ્ઠ પેન્શન વીમા યોજના
- રાષ્ટ્રીય વયો શ્રી યોજના
- ઇંદિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ