FY – ANM – HP – ENVIRONMENTAL SANITATION UNIT – 4 COMMUNITY PARTICIPATION

યુનિટ – 4

કોમ્યુનિટી પાર્ટિસીપેશન

ડ્રેઇનેજ એન્ડ પ્રિપેરેશન ઓફ શોક પીટ ( શોષણ ખાડો)(ગટર વ્યવસ્થાની તૈયારી)

  • ગામડામાં અથવા શહેરમાં જ્યારે ગટર વ્યવસ્થા ન હોય ત્યારે ઘરના ગંદા પાણીના નિકાલ માટે ઘરની નજીક શોક પીટ ( શોષણ ખાડો) બનાવવામાં આવે છે. આ એક ઉત્તમ પધ્ધતિ છે.

શોક પીટ ( શોષણ ખાડો) ના ફાયદા

  • મચ્છર, માખીનો ઉપદ્રવ થતો નથી.
  • વોટર પોલ્યુશન તથા એર પોલ્યુશન થતું અટકે છે.
  • વાતાવરણ દુષિત થતું અટકે છે.
  • ઘરના પાયામાં પાણી જતું અટકાવી શકાય છે.

રીત :

  • ઘરમાં અથવા ઘરની નજીક જગ્યા પસંદ કરી ખાસ કરીને જ્યાં ગંદુ પાણી પાઇપ દ્વારા નીકળતું હોય ત્યાં જ સોર્સ ખાડો બનાવવો જોઇએ.
  • સોર્સ ખાડાની લંબાઇ, પહોળાઇ નએ ઉંડાઇ ૧ મીટર હોય છે. ચોરસ ખાડો બનાવવામાં આવે છે. ચોરસ ખાડો બનાવી તેમા ઇંટો પથ્થરના ટુકડા ભરવા તે એકદમ ઝીણા કે એકદમ મોટા ન હોવા જોઇએ.
  • ત્યારબાદ તેમાં પાઇપ લાઇન જોડી દો અને ઉપર સીમેન્ટનું ઢાંકણ બનાવી દો. જેથી બહારનું પાણી અંદર ન જાય તે રીતે બનાવવો આ ખાડામાં કાંકરા અને ઇંટોના ટુકડા વચ્ચે જગ્યા હોવાથી પાણી તેમાથી પસાર થઇ તેની આજુ બાજુની જગ્યાએ શોષાય જાય છે. જ્યારે આ ખાડો ભરાય જાય ત્યારે તેને ખોલી સાફ કરી. એ જ રીતે ફરી ઇંટો અને પથ્થર નાખી, ઢાંકણ ઢાંકી ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે.

આરોગ્ય પ્રદ વાતાવરણનું સંતુલન

  • ઘર માણસની જીંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે માણસનો વધારે વખત ટાઇમ ઘરમાં જ વિતાવવાનો હોય છે. ઘર એટલે ફીઝીકલ સ્ટ્રક્ચર નહિં પરંતુ જરૂરીયાત ની બધી ફેસીલીટી હોવી જોઇએ. જેથી વ્યક્તિગત અને ફેમીલીને શારિરીક, માનસિક અને સોશિયલ શાંતિ મળે છે.

ઘરથી નીચેની જરૂરીયાત સંતોષાય છે.

૧) ફીઝીકલ નીડ

  • પ્યોર એર, લાઇટનીંગ, વેન્ટીલેશન, રેસ્ટ માટે ફેસીલીટી, રમતગમત માટેના સાધનો વગેરેનો સમાવેશ થાય છે.

૨) સાયકોલોજી નીડ

  • પ્રોપર ક્લીનિનેસ પ્રાયવસી જે ફેમીલી લાઇફ માટે અને માનસિક આરોગ્ય માટે જરૂરી છે.

૩) હેલ્થ નીડ

  • પુરતું પાણી, ડીસ્પોઝેબલ ઓફ એક્સક્રીટા, વોશિંગ, બાથિંગ, ફેસીલીટી, સ્ટોરેજ, પ્રીપરેશન ઓફ ફુડ, માખી, મચ્છર, ઉંદર વગેરેથી મુક્તી હોવી જોઇએ.

૪) પ્રોટેક્ટીવ નીડ

  • એક્સીડન્ટ, ફાયર, ગેસ, વરસાદ, ઠંડી, ગરમી વગેરેનો સમાવેશ થાય છે.

નબળા હાઇજીનના કારણે હેલ્થ પર થતી અસરો અને સર્જાતી સમસ્યાઓ

નબળા હાઇજીનના કારણે નીચે પ્રમાણેની અસરો બોડી પર જોવા મળે છે.

1) રેસ્પીરેટરી ઇન્ફેક્શન

  • કોમન કોલ્ડ, ટી.બી., ડિપ્થેરીયા, બ્રોન્કાઇટીસ, ઇન્ફ્લુએન્ઝા

2) સ્કીન ઇન્ફેક્શન

  • રીંગ વર્મ, લેપ્રસી, સ્કેબિંગ

3) એક્સીડન્ટ

  • હોમ એક્સીડન્ટ જેનાથી વ્યક્તિમાં અપંગતા આવી શકે છે.

4) મોર્ટાલીટી અને મોર્બીડીટી

  • જેમાં માંદગી અને મરણનું પ્રમાણ વધારે જોવા મળે છે.

આઇડલ વિલેજ (આદર્શ ગામ)

  • ભારતમાં વધારે માણસો ગામડામાં રહે છે. તેથી ગામડું સ્વચ્છ.સુંદરહોવું જોઇએ. જેને ગોકુળ ગામ કહી શકાય. ગામની રચના કરતાં હોઇએ. ત્યારે તે ગામમાં બધા જ પ્રકારની ફેસીલીટી હોવી જોઇએ. જેમાં રસ્તા પહોળા, ઘરમોટા, કચરાનો યોગ્ય નિકાલ, ગ્રામ પંચાયત, બાગ બગીચા, આરોગ્ય સેવાઓની સગવડ, જાહેર લેટ્રીન ગંદા પાણીનો નિકાલ, પીવા માટે સ્વચ્છ પાણી વગેરે હોવું જોઇએ. ઇલેક્ટ્રીક ફેસીલીટી, સ્કુલની ફેસીલીટી, આંગણવાડી, સીમેન્ટ રોડ, વાહનની સગવડતા, મંદિર, ગામની સફાઇ દરરોજ થવી જોઇએ.
  • ગામડામાં દુધાળા પ્રાણીઓ દરેક ઘરે હોય છે. તો તેને સાફ સફાઇ માટે સલાહ આપવી. તેના મળ મુત્રનો ઉપયોગ કરી ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાની સલાહ આપવી.
  • આરોગ્ય સેવાઓના લાભ લેવા માટે તે માટે લોકોને સમજાવવા જોઇએ.

આદર્શ ગામ

લોકેશન

  • વધારે ડુંગરાળ કે ખુબ ઉંડાઇમાં ન હોવું જોઇએ જગ્યા સમથળ હોવી જોઇએ. આજુ બાજુ ખેતે લાયક જમીન હોવી જોઇએ.

રોડ અને રસ્તાઓ

  • રોડ અને રસ્તાઓ પહોળા હોવા જોઇએ. સીમેન્ટ રોડ હોવા જોઇએ.

લાઇટ

  • લાઇટની સગવડતા હોવી જોઇએ શક્ય હોય તો સોલાર લાઇટનો ઉપયોગ થવો જોઇએ.

પાણી

  • પીવાના અને વાપરવાના પાણીની સગવળતા હોવી જોઇએ. પીવાનું પાણી ચોખ્ખુ હોવું જોઇએ. ઢોરને પીવડાવવા માટે પાણીની અલગ વ્યવસ્થા હોવી જોઇએ.

આરોગ્યની સગવડતાઓ

  • આરોગ્ય માટે સબ સેન્ટર હોવું જોઇએ. ૨૪ કલાક એ.એન.એમ. હાજર હોવા જોઇએ.

ધાર્મિક સ્થળો

  • ગામના લોકોની ધાર્મિક આસ્થા જળવાઇ રહે તે માટે ધાર્મિક સ્થળો હોવા જોઇએ.

બાગ બગીચા

  • ખુલ્લી અને ફાજલ જગ્યામાં વૃક્ષો વાવીને બગીચો બનાવેલ હોવો જોઇએ. જેમાં બાળક્રિડાગણની સગવડતા હોવી જોઇએ.

ગટર વ્યવસ્થા

  • ચોમાસાના પાણીનો નિકાલ હોવા જોઇએ તથા ભુગર્ભ ગટર વ્યવસ્થા હોવી જોઇએ.

આંગણવાડી

  • ગામમાં બાલ મંદિર અને આંગણવાડી હોવા જોઇએ. જેમાં બાળકો તથા અન્ય લાભાર્થીઓને પુરી સારવાર અને સલાહ મળવી જોઇએ.

શાળા

  • ગામમાં આદર્શ શાળા હોવી જોઇએ ગામના તમામ બાળકો ને શિક્ષણ આપવુ જોઈએ.

ગ્રામ પંચાયત ઓફિસ

  • ગ્રામ પંચાયત ઓફિસ ગામની વચ્ચે હોવી જોઇએ. તમામ લોકોને જરૂરી દસ્તાવેજો સમયસર મળે તેવી સગવડતા હોવી જોઇએ.

ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી (વાહન વ્યવહારની સગવડતા)

  • ગામમાં સરકારી પરિવહન યોજના અંતર્ગત બસની સગવડતા હોવી જોઇએ ઇમરજન્સી સમયે ગામના એન.જી.ઓ. દ્વારા એમ્બ્યુલન્સ સેવાઓ પુરી પાડવી જોઇએ.

આઇડલ P.H.C. (આદર્શ પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર)

  • ડબલ્યુ.એચ.ઓ. ના બંધારણ મુજબ સામાન્ય વસ્તી ધરાવતા વિસ્તારમાં 3૦,૦૦૦ ની વસ્તીએ અને આદીવાસી કે ડુંગરાળ વિસ્તારમાં ૨૦,૦૦૦ ની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલુ હોય છે.

આદર્શ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નીચે મુજબની સગવડતાઓ હોવી જોઇએ.

લોકેશન (સ્થાન)

  • સારી જગ્યાએ હોવું જોઇએ. જેથી વરસાદી, ધુળથી, ધુમાડાથી, વાસથી અવાજથી દુર હોવું જોઇએ. એરોડ્રામ અને શાક માર્કેટ કે રેલ્વે લાઇનથી દુર હોવું જોઇએ. દરેક પ્રકારના વાહન મળી રહે તે માટે રોડથી નજીક હોવું જોઇએ. ચોમાસામાં પણ લોકો સરળતાથી આવે શકે તેવી જગ્યાએ હોવું જોઇએ.

ડિપાર્ટમેન્ટ (જુદા જુદા વિભાગો)

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિભાગો નીચે પ્રમાણે છે.

  • જનરલ ઓ.પી.ડી.
  • મમતા ક્લીનીક
  • લેબર રૂમ
  • લેબોરેટરી રૂમ
  • ક્લાર્ક ઓફિસ
  • દવા બારી અથવા ફાર્માસીસ્ટ રૂમ
  • જનરલ વોર્ડ-૬ બેડ
  • ડ્રેસીંગ રૂમ
  • ઇન્જેક્શન રૂમ
  • સ્ટોર રૂમ
  • મમતા ઘર
  • પોસ્ટમોર્ટમ રૂમ

દવાઓ

  • તમામ પ્રકારની દવાઓ હોવી જોઇએ. દવાનો કપબોર્ડ લોક એન્ડ કી રાખવો જોઇએ.

ઇલેક્ટ્રીક સાધનો

  • તમામ સાધનો ચાલુ હાલતમાં હોવા જોઇએ. જરૂર પડે તો રીપેર કરવા જોઇએ. ન વપરાતા સોકેટને પ્લગ કરવા જોઇએ. રસીઓના સંગ્રહ માટે આઇ.એલ.આર. અને ડીપ ફ્રિઝની સગવડતા હોવી જોઇએ.

સ્ટરીલાઇઝ ડ્રમ

  • તમામ વસ્તુઓ ઓટોક્લેવ વાપરવી જોઇએ.

રેકોર્ડ & રીપોર્ટસ

  • તમામ પ્રકારના રજીસ્ટર તથા રેકોર્ડ વ્યવસ્થીત રાખવા જોઇએ. ક ખ ગ ઘ મુજબ રેકોર્ડ ગોઠવવા જોઇએ. બીન જરૂરી રેકોર્ડ અધિકારીની પરવાનગી લઇને નાશ કરવા જોઇએ.

સ્વચ્છતા

  • સેન્ટરની સફાઇ નમુનારૂપ હોવી જોઇએ. તો જ આપણે ગામના લોકોને સ્વચ્છતા અંગેની સમજણ આપી શકીએ. ભોયતળીયાની દરરોજ સફાઇ કરવી જોઇએ.

બાયોમેડિકલ વેસ્ટ

  • કચરો હંમેશા કચરાપેટીમાં નાખવાનો આગ્રહ રાખવો જોઇએ. બાયોમેડિકલ વેસ્ટના નિયમોનુ પાલન કરવું જોઇએ.

ટોઇલેટ & બાથરૂમ

  • ટોઇલેટ બાથરૂમની સફાઇ નીયમીત કરવી જોઇએ. પુરતા પાણીની સગવડતા હોવી જોઇએ.

પીવાના પાણીની વ્યવસ્થા

  • પીવાના પાણી માટે આર.ઓ.સીસ્ટીમ હોવી જોઇએ.

ગાર્ડન (બગીચો)

  • વધારાના પાણીનો ઉપયોગ ગાર્ડનમાં કરવો જોઇએ વધારાની જગ્યામાં ફુલ છોડ વાવવા જોઇએ.

I.E.C. (આઈ.ઈ.સી.)

  • સેન્ટરમાં પોસ્ટર લગાવવા જોઇએ. જરૂરી સાહિત્ય હોવું જોઇએ.

સાધનોની જાળવણી

  • સાધનોની જાળવણી બરાબર કરવી જોઇએ. જરૂર પડે તેટલા જ સાધનો મંગાવવા જોઇએ. બંધ હાલતમાં પડેલ સાધનોને રીપેર કરવા અથવા કંડમ કરાવવા જોઇએ.

ટ્રાન્સપોર્ટેશન(વાહન)

  • વાહન હોવું જોઇએ. ચાલુ હાલતમાં હોવું જોઇએ.

તમામ યોજનાઓ

  • તમામ યોજનાઓ ચાલતી હોવે જોઇએ. લોકોને તમામ સરકારી યોજનાનો લાભ મળવો જોઇએ.

આદર્શ શાળા

  • શાળાનું મકાન અને તેની સાધન સામગ્રીએ શાળાના વાતાવરણનો ભાગ છે. જે શાળામાં બાળકો નો વિકાસ થતો હોય તે શાળામાં વિદ્યાર્થીઓના લાગણીયુક્ત, સામાજીક અને પોતાના વ્યક્તિગત આરોગ્ય માટે શાળાનું વાતાવરણ ખુબ જ આરોગ્ય પ્રદ હોવું જોઇએ.
  • શાળા એ સારા વાતાવરણ માટેનો સમાજનો અરીસો છે. જેમાંથી બાળકો અને સમાજ બન્ને શીખે છે અને પ્રેરણા લે છે. શાળાનું વાતાવરણ આરોગ્ય પ્રદ રહે તે માટે શાળાના અમુક ધારાધોરણ હોય છે.

જે નીચે મુજબ છે.

લોકેશન

  • શાળાની જગ્યાની પસંદગી એવી હોવી જોઇએ કે જ્યાં શાંત વાતાવરણ મળી શકે. રેલ્વેના પાટા, બસ સ્ટેન્ડ, ફેક્ટરી કે અતી વ્યસ્ત રોડથી શાળા દુર હોવી જોઇએ. શાળાની ફરતે દીવાલે કે ફેન્સીંગ વાડ હોવી જોઇએ. જેથી કોઇ પણ નુકશાનકર્તા વસ્તુઓ દુર રહે

જગ્યા (સાઇટ)

  • શાળાની જગ્યાની પસંદગી એવી હોવી જોઇએ કે ઉંચાઇમાં કે ખાડામાં કે ભીનાશ વાળી જગ્યા ન હોવી જોઇએ. આના માટે માધ્યમિક શાળા માટે ૧૦ એકર અને પ્રાથમિક શાળા માટે ૫ એકર જમીન ઓછામાં ઓછી હોઇ જોઇએ. ટુંકમાં એક એકર જમેન દર ૧૦ વિદ્યાર્થી દીઠ હોવી જોઇએ. પાર્કિંગ અને રમતગમતના મેદાન માટેની જગ્યા હોવી જોઇએ.

બંધારણ

  • નાના બાળકોની શાળા શક્ય હોય ત્યાં સુધી એક જ માળની હોવી જોઇએ.

બહારની દીવાલ

  • ૧૦ ઈંચની હોવી જોઇએ. ગરમીથી બાળકોનું રક્ષણ થઇ શકે તેવું બાંધકામ હોવું જોઇએ.

વર્ગ ખંડ (ક્લાસરૂમ)

  • ક્લાસરૂમ હવા ઉજાસ વાળા તથા પુરતો વેન્ટીલેશન વાળો હોવો જોઇએ. એક ક્લાસરૂમ વધુમાં વધુ ૪૦ બાળકો જ હોવા જોઇએ. એક વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછી ૧૦ સ્કવેર ફીટની જગ્યા હોવી જોઇએ.

સાધન સામગ્રી (ફર્નિચર)

  • વિદ્યાર્થીઓની ઉંમરને અનુરૂપ સાધન સામગ્રી હોવી જોઇએ. ટેકા વાળી ખુરશી હોવી જોઇએ. સારી રીતે બાળક લખી શકે તેવી સગવડતા હોવી જોઇએ તથા તેનું એટોનોમીકલ પોસ્ચર બરાબર જળવાઇ રહે તેવું ફર્નિચર હોવું જોઇએ.

બારી બારણાં

  • બારી બારણા પહોંળા અને ૨ થી ૬ ફુટ ઉંચા હોવા જોઇએ. બારી બારણા કુલ જમીનમાં ૨૫ % હોવા જોઇએ. બારી બારણાં સામ સામા હોવા જોઇએ.

રંગરોગાન (કલર)

  • દીવાલ અને બારી બારણાનો રંગ આંખને ગમે તેવા હોવા જોઇએ અને ભડકાદાર ન હોવા જોઇએ.

પ્રકાશ (લાઇટિંગ)

  • ક્લાસરૂમમાં કુદરતી પ્રકાશ આવવો જોઇએ પ્રકાશ પાછળના ભાગમાંથી આવવો જોઇએ.

પાણી પુરવઠો

  • શાળામાં પાણીની સગવડતા પોતાની હોવી જોઇએ. પાણી પીવાલાયક હોવું જોઇએ તથા પુરવઠો નળ દ્વારા મળવો જોઇએ. શક્ય હોય તો આર.ઓ.સીસ્ટમ કે ફિલ્ટર હોવું જોઇએ.

જમવાની વ્યવસ્થા

  • શાળામાં જમવાની વ્યવસ્થા સારી રીતે હોવી જોઇએ બહારના ફેરીયાઓને પ્રવેશ હોવો જોઇએ નહિં. મધ્યાહન ભોજન માટેની અલગ સગવડતા હોવી જોઇએ..

સંડાસ બાથરૂમ

  • શાળામાં સંડાસ તથા મુતરડીની સગવડતા હોવી જોઇએ. દર 50 વિદ્યાર્થી દિઠ એક યુરીનલ અને ૧૦૦ વિદ્યાર્થીઓ દિઠ એક લેટ્રીન હોવું જોઇએ.

ડિસ્પોઝલ ઓફ કોમ્યુનિટી વેસ્ટ ઇન વિલેજ (ગામડાના કચરાનો નિકાલ)

(1) બર્નિંગ

  • આમાં કચરાને બાળીને તેનો નિકાલ કરવામાં આવે છે. તેમાં સાચી મેથડ એ છે કે ખાડો કરી તેમાં કચરો બાળવામાં આવે છે. જેમાં ઘર, શેરી, હોસ્પીટલનો કચરો ઇન્સીનરેટરમાં બાળવામાં આવે છે.
  • (હોસ્પિટલનો કચરો બાયો મેડિકલ વેસ્ટમાં આપવામાં આવે છે.)
  • આ મેથડ સારી પણ સાથે સાથે નુકશાનકર્તા પણ છે. કારણ કે કચરો બાળવાથી ધુમાડાથી હવા દુષિત થાય છે કેમ કે અમુક કચરો બાળવાથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. સીધી સપાટી પર કચરો બાળવો નહિ.

(2) ડમ્પીંગ

  • ડમ્પીંગ મેથડ એટલે ખાડો કરીને કચરાને દાટી દેવો, જેના કારણે માખી, મચ્છર, ઉંદરનો ઉપદ્રવ થતો નથી. કચરાને ખાડામાં નાખ્યા પછી ઉપર ૯ ઇંચનું માટેનું લેયર કરવામાં આવે છે.
  • ત્યારબાદ કચરો નાખી ૯ ઇંચનું માટીનું લેયર નાખવામાં આવે છે. સૌથી ઉપરનો કચરો ૯ ઇંચનું લેયર કરી તેના પર ફરી માટી નાખી દેવી જેથી અમુક સમય બાદ તેનું ખાતર બની જાય છે. ડમ્પીંગ ગ્રાઉન્ડ સીટી બહાર હોવું જોઇએ.

(3) કમ્પોસ્ટીંગ મેથડ

  • કમ્પોસ્ટીંગ મેથડ એટલે મળ મુત્ર તેમજ કચરાના નિકાલ માટે આ મેથડ વપરાય છે. ઇન્ડિયામાં ટાઉન અને નાનાં સીટીમાં આ મેથડનો યુઝ થાય છે. તેમાં ૩ ફુટનો ખાડો કરી તેમાં કચરો અને મળ મુત્રનો થર કરવામાં આવે છે. સૌથી ઉપરનું થર કચરાનું રાખવામાં આવે છે. અને તેમાં બેક્ટેરિયલ એક્શન અને કેમીકલ એકશન થાય છે. ખાડો ધીમે ધીમે ઠંડો થાય છે. ૬ મહિના પછી આનું કમ્પલીટ ખાતર તૈયાર થાય છે. આને હોટ ફોમેન્ટેશન પ્રોસેસ (આથો) પણ કહેવામાં આવે છે.

(4) કંટ્રોલ ટ્રીપીંગ

  • આ મેથડ ગામથી દુરના ભાગે ૩ ફુટના ખાડામાં કચરો ભરી માટી નાખીને બંધ કરવામાં આવે છે. ધીમે ધીમે તેમાં કેમીકલ અને બેક્ટેરીયલ એક્શન થાય છે. થોડા મહિના બાદ આ ખાડો ઓપન કરી જે કચરાને સરફેસ ઉપર પાથરવામાં આવે છે. આ ખાડો ફરી પાછો યુઝ કરી શકાય છે.

(5) શોર્ટીંગ (અલગ તારવવું)

  • આમાં દરેક કચરાને અલગ પાડવામાં આવે છે. જેમાં પુંઠા, કાંકરા, ધુળ, કાગળ વગેરેની – પ્રોસેસીંગ કરી નવું મટીરીયલ્સ બનાવવા માટે યુઝમાં લેવાય છે.
  • દા.ત. નવા પુંઠા, નવા કાગળા, નવા પ્લાસ્ટીક, નવી ઇંટ કાચના ટુકડા, રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ફુડ સેનિટેશન (ખોરાકની સ્વચ્છતા)

  • ફુડ સેનિટેશન એટલે ખોરાકની સ્વચ્છતાની જાળવણી જેની સલાહ આપવા માટે ફુડ ઇન્સ્પેકટર હોય છે. જેના ખોરાકની ચકાસણી કરવામાં આવે છે કે ખોરાકમાં કોઇ ભેળ સેડ બનાવટની તારીખ એક્સપાયરી ડેટ વગેરે ચેક કરે છે. મોટી મોટી હોટેલમાં, ફેક્ટીરીઓમાં ખાસ કરીને આઇસ્ક્રીમ જેમાં વાડીલાલ, હેવમોર, ગોકુલ ઇન્સ્ટન્ટ ફુડ, જે ફેક્ટરી બનાવે છે. તે ચેક કરે છે અને કોઇ ખામી જણાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરે છે.

ખોરાકની સ્વચ્છતા જાળવવા માટે

  • ખોરાકને હંમેશા ઢાંકીને રાખવો.
  • ખોરાક હંમેશા તાજો લેવો.
  • ફુટ હંમેશા તાજુ ખાવું.
  • ઇન્સ્ટન્ટ ફુડ પેટ ભરે છે પણ ન્યુટ્રીશન મળતું નથી. માટે ખોરાકની ન્યુટ્રીટી વેલ્યુ વાળો ખોરાક લેવા સલાહ આપવી.
  • વર્ષનો ખોરાક ભરવાનો હોય તે બરોબર સાફ કરી યોગ્ય પ્રીઝર્વેટીવ જેમ કે ઘઉંમાં એરંડિયુ અથવા જે તે મીઠા ના ગાંગડા નાખવો જેથી ખોરાક બગદતો નથી.
  • જ્યાં ખોરાક પ્રિપેર કરે છે. ત્યાં રસોડું ક્લીન રાખવું.
  • ખોરાક પીરસતા પહેલા, રાંધતા પહેલા હેન્ડ વોશિંગ કરવા.
  • રસોડાના પાણીના નિકાલ માટે કીચન ગાર્ડન બનાવવું જોઇએ.
  • જે લોકો ખોરાક બનાવે છે તેમજ પીરસે છે. તેને કોઇ પણ ચેપી રોગ કે ચામડીનો રોગ ન હોવો જોઇએ.
  • જાહેર સ્થળોની ખાણી પીણીની લારીઓમાં સ્વચ્છતા રાખવા સમજાવવું.
  • તળાવ, સરોવર, કુવો. નહેર વગેરેનું સેનીટેશન જાળવવા કહેવું. આ સગવડતા જાહેર જનતા માટે છે તેથી સ્વચ્છતા જાળવવી ખુબ જ જરૂરી છે.
  • ઢોરને તળાવમાં નવડાવવા નહિં. ગંદુ પાણી તળાવમાં જવા દેવું નહિં.
  • વાહનો ધોવા નહી. કપડા ધોવા નહિં વગેરે બાબતો વિશેની સલાહ આપવી.
  • ટાઇમ ટું ટાઇમ કુવામાં ક્લોરીનેશન કરવા માટેની સલાહ આપવી.
  • કુદરતી સુર્યપ્રકાશથી તળાવની ગંદકી ઓછી થઇ જાય છે. તળાવની આજુબાજુ તેમજ ડેમની આજુ બાજુ ગટર કે લેટ્રીન ન હોવા જોઇએ. પાણીનો સોર્સ ક્યાંથી આવે છે તે ચેક કરવું જોઇએ.

પાણીથી ફેલાતા રોગોને અટકાવવામાં એ.એન.એમ.ની ભુમિકા

નીચેની બાબતો માટે લોકોને આરોગ્ય શિક્ષણ આપવું જોઇએ.

  • સેઇફ વોટર પીવા માટે વાપરવું.
  • બહારના ખુલ્લા ખોરાક ન ખાવા.
  • ખોરાક ઢાંકીને રાખવા.
  • બંધ ગટર યોજના હોવી જોઇએ
  • ગટર વ્યવસ્થા ન હોય તો ગંદા પાણીના નિકાલ માટે સોર્સ ખાડો બનાવવો જોઇએ.
  • ગટરની લાઇન અને પાણીની લાઇન એકબીજાથી દુર હોવી જોઇએ.
  • કુવાનું પાણી પીતા પહેલા ક્લોરીનેશન કરેલું હોવું જોઇએ.
  • એપીડેમીક હોય ત્યારે ઉકાળેલુ પાણી પીવું જોઇએ.
  • ઘરના પાણીના ટાંકા ઢાંકીને રાખવા અને વારંવાર સાફ કરવા જોઇએ.
  • ઘરની આજુ બાજુ ગંદકી ન કરવી.
  • જમ્યા પહેલા અને જમ્યા પછી પોતાના તેમજ બાળકના હાથ ધોવા જોઇએ.
  • રસોઇ બનાવતા પહેલા અને પછી હાથ ધોવા જોઇએ.
  • લેટ્રીન ગયા પછી સાબુ-પાણીથી હાથ ધોવા જોઇએ.
  • લેટ્રીનમાં જ લેટ્રીન જવું જોઇએ.
  • ખુલ્લી જગ્યામાં લેટ્રીન ન જવું જોઇએ.
  • બગડેલા મેલા કપડા ધોઈને તડકે સુકવવા.
  • ચેપી દર્દીના કપડા કાર્બોલીક કે બ્લીચીંગ પાવડરમાં બોડીને ધોવા જોઇએ અને તડકે સુકવવા જોઇએ.
  • દરરોજ સ્નાન કરવું તેમજ કપડા બદલવા જોઇએ.
  • બાળકને જન્મ પછી છ મહિના સુધી ફક્ત બ્રેસ્ટ ફીડીંગ આપવું.
  • વિટામીન એ નો ડોઝ નવ મહિને પીવડાવવો જોઇએ.
  • બધી જ વેક્સીન મુકાવવી જોઇએ.
  • વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જોઇએ.
Published
Categorized as Uncategorised