ન્યુટ્રીશનલ નીડ્સ (NUTRITIONAL NEEDS):
Key terms:
ન્યુટ્રીશન(Nutrition) : ન્યુટ્રીશન એ ઓર્ગેનિઝમ અને તે જે ફુડ કન્ઝ્યુમ કરે તેમના વચ્ચે થતી તમામ ઇન્ટરેક્શન્સ નો સમટોટલ છે.
થેરાપ્યુટિક ડાયટ(Therapeutic Diet): થેરાપ્યુટિક ડાયટ એ પેશન્ટ ને ન્યુટ્રીઅન્ટ રિલેટેડ ફરધર કોમ્પ્લિકેશન્સ થતું પ્રિવેન્ટ કરવા માટે પ્લાન કરવામાં આવે છે.
રીનલ ડાયટ(Renal diet) : રીનલ ડાયટ એ જે પેશન્ટ રીનલ ડિસ્ઓર્ડર્સ માંથી સફર થતાં હોય તે પેશન્ટ માટે પ્લાન્ડ કરવામાં આવેલો થેરાપ્યુટિક ડાયટ છે.
કાર્ડીયાક ડાયટ(Cardiac diet): કાર્ડીયાક ડાયટ એ જે પેશન્ટ કાર્ડીયાક ડિસ્ઓર્ડર્સ માંથી સફર થતાં હોય તે પેશન્ટ માટે પ્લાન્ડ કરવામાં આવેલો થેરાપ્યુટિક ડાયટ છે. જેમાં સોલ્ટ અને ફેટી એસિડ નું રિસ્ટ્રીક્શન્સ પણ ઇનક્લુડ થાય છે.
નેસોગેસ્ટ્રિક ઇન્ટ્યુબેશન(Nasogastric intubation) : તેમાં નોઝ દ્વારા ઇસોફેગસ અને સ્ટમક માં ટ્યુબ ને ઇન્સર્શન કરવામાં આવે છે.
નેઝોગેસ્ટ્રીક ફીડિંગ(Nasogastric Feeding): નેઝોગેસ્ટ્રીક ફીડિંગ એ એક ટ્યુબ દ્વારા ફ્લુઇડ અને ન્યુટ્રીઅન્ટ્સ આપવાની આર્ટિફિશિયલ મેથડ છે જે નોઝ, માઉથ અથવા નેઝોફેરિન્ક્સ દ્વારા ઇસોફેગસ અને સ્ટમકમાં પાસ કરવામાં આવે છે.
ગેસ્ટ્રોસ્ટોમી(Gastrostomy): તે સ્ટમક માં બનાવેલ ઓપનિંગ છે.
ગેસ્ટ્રોસ્ટોમી ફીડિંગ(Gastrostomy feeding): તે ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ દ્વારા પેશન્ટ ને ફિડ આપવાની મેથડ છે.
પેરેન્ટ્રલ ફીડિંગ/ ન્યુટ્રીશન(Parenteral Feeding/Nutrition): પેરેંટરલ ફીડિંગનો અર્થ છે થેરાપ્યુટીક એજન્ટો આપવા જેમાં એલિમેન્ટરી ટ્રેક્ટ ની આઉટસાઇડ ફુડ નો સમાવેશ થાય છે.બીજા શબ્દોમાં કહીએ તો, તે હોલો ટ્યુબ અથવા નીડલ દ્વારા કેવિટી, બ્લડ વેસલ્સ અથવા બોડી ટિશ્યુસ માં ફ્લુઇડ નુ ફોર્સિન્ગ છે.પેરેન્ટ્રલ ન્યુટ્રીશન માં ગ્લુકોઝ એમાઇનો એસિડ્સ , લીપીડ્સ, મિનરલ્સ , ઇલેક્ટ્રોલાઇટ્સ, ટ્રેશ એલિમેન્ટ્સ અને વિટામીન્સ ને પેરીફેરલ અથવા સેન્ટ્રલ વિનસ કેથેટર દ્વારા ઇનફ્યુઝ્ડ અથવા ઇન્ડ્વેલિન્ગ કરવામા આવે છે.ઇન્ટ્રાવિનસ રુટ દ્વારા તમામ ન્યુટ્રીઅન્ટ્સ નું મિશ્રણ આપવું, જેને કલેક્ટીવ્લી રીતે ટોટલ પેરેંટલ ન્યુટ્રીશન ( TPN )તરીકે ઓળખવામાં આવે છે.
ગેસ્ટ્રીક ઇરીગેશન(Gastric Irrigation): ગેસ્ટ્રીક ઇરીગેશન અથવા સ્ટમકવોશ મીન્સ સ્ટમક ને સોલ્યુશન દ્વારા ઇરિગેટ અથવા વોશઆઉટ કરવું. ગેસ્ટ્રીક ઇરીગેશન એ સામાન્ય રીતે ગેસ્ટ્રીક ડાયલેટેશન અને પોઇઝનિંગ જેવા સમય દરમિયાન ઇમરજન્સી ટ્રીટમેન્ટ મા મોસ્ટ ફ્રિક્વંટલી યુઝ કરવામાં આવે છે.
ન્યુટ્રીશન(Nutrition)
ન્યુટ્રીશન એ ઓર્ગેનિઝમ અને તે જે ફૂડ કન્ઝ્યુમ કરે તેમના વચ્ચે થતી તમામ ઇન્ટરેક્શન નો સમટોટલ છે.
સારા ન્યુટ્રીશન નું મેઇન્ટેઇનન્સ નો અર્થ એડિક્યુએટ ફુડ ઇન્ટેક કરવાનો છે.
ક્વોન્ટીટી મા સફિસીયન્ટ અને સારી ક્વોલીટીવાળું ફુડ, જે બોડી ના ગ્રોથ, મેઇન્ટેઇનન્સ અને ફિઝીકલ એક્ટીવિટી માટે જરૂરી તમામ ન્યુટ્રીઅન્ટ્સ પ્રોવાઇડ કરે છે.
ઇન્ટ્રોડક્શન(Introduction) :
માસ્લોની હેરેરકી ઓફ નીડ્સ ફુડ અને ન્યુટ્રીશન માટેની હ્યુમન નીડ્સને દરેક જીવની બેઝીક ની્ડ્સ માંની એક તરીકે કેટેગરાઇઝ્ડ કરે છે. નોર્મલ હેલ્થી લાઇફ જાળવવા માટે દરેક વ્યક્તિએ ન્યુટ્રીશનલ સ્ટેટસ જાળવી રાખવુ જોઇએ. જ્યારે કોઈ વ્યક્તિ તેના ન્યુટ્રીશન ની કાળજી લેતા નથી, ત્યારે તેને ડિસીઝ થવાની સંભાવના રહે છે. ડિસીઝ સામે ફાઇટ કરવા માટે વ્યક્તિમાં શક્તિ હોવી જરૂરી છે. ઘણી હદ સુધી વ્યક્તિમાં ઇનફેક્શન સામે લડવાની શક્તિ યોગ્ય આહાર લેવાથી ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિ ન્યુટ્રીશિયશ ડાયડ ન લેતી હોય તેને ટ્યુબરક્યુલોસીસ ડિસઝ જેવા ઇનફેક્શન થવાની સંભાવના વધુ હોય છે. વ્યક્તિની વર્ક કરવાની એબીલિટી ત્યારે ફુલફિલ થાય છે જ્યારે તેની પાસે વર્ક કમ્પ્લીટ કરવા માટે એડિક્યુએટ એનર્જી હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિ બીમાર થાય છે ત્યારે તેની ન્યુટ્રીશનલ નીડ અફેક્ટ થાય છે.બીમારીને કારણે અથવા દવાઓને લીધે ભૂખ ન લાગવી અને સ્વાદ ગુમાવવો એ કારણો હોઇ શકે છે.
જેમ વ્યક્તિ એ તેના બોડી રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ ફુડ લેવામાં ઇન્ટ્રેસ્ટ ગુમાવે છે ત્યારે પર્સન એ ટાયર્ડ ફીલ કરે છે અને તેના ટાસ્ક ને કમ્પ્લીટ કરવા માટેની એફિશિયન્સી ડિક્રીઝ થાય છે. ડેમેજ થયેલી ટિશ્યૂસ ને રિપ્લેસમેન્ટ થવાની જરૂરિયાત હોય છે અને જે સામાન્ય રીતે એડીક્યુએટ અમાઉન્ટમાં ન્યુટ્રિશિયસ ફૂડ ઇટીંગ કરવાથી જ પોસિબલ થઇ શકે છે.
ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુટ્રીશન(Importance of Nutriton):
ન્યુટ્રીશન એ સર્વાઇવલ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે જેનું ફંક્શન એ બર્થ ટાઇમ થી સ્ટાર્ટ થાય છે અને ડેથ સુધી કંટીન્યુ રહે છે.
ન્યુટ્રીશન એ ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે.
ન્યુટ્રીશન એ દરેક ઇન્ડિવિઝ્યુઅલ ની પ્રાઇમરી નીડ હોય છે.
મેસ્લોવ્સ હેરારકી ઓફ નીડ મુજબ દરેક હ્યુમન બિંગ ની બેઝિક નીડ ન્યુટ્રીશન હોય છે.
ન્યુટ્રીશન એ ટીશ્યુસ ના રીપેઇર અને હીલિંગ માટે પણ ખૂબ એસેન્સીયલ હોય છે.
ન્યુટ્રીશન ને હોસ્પીટાલીટી (આતિથ્ય સત્કાર) અને સોસિયલ સ્ટેટસ ના સિમ્બોલ તરીકે કન્સીડર આવે છે.
તેનું રિચ્યુઅલાઇસ્ટીક ઇમ્પોર્ટન્સ (ધાર્મિક મહત્વ)પણ છે.
ન્યુટ્રીશન એ માત્ર વ્યક્તિની ન્યુટ્રીશનલ નીડ્સ ને જ નહીં પરંતુ સોસિયલ અને સંલગ્ન જરૂરિયાતો ને પણ ફુલફીલ કરે છે. ઉદાહરણ તરીકે, ઘણી ફંક્શન પાર્ટીઓ (ફોર્મલ/ઇનફોર્મલ) મીલ ટાઇમ અનુસાર ઓર્ગેનાઇઝ્ડ કરવામા આવે છે.
પર્સન ના ગ્રોથ, ડેવલોપમેન્ટ, એક્ટિવિટી , હેલ્થના મેઇન્ટેનન્સ, ઇલનેસ અને ઇન્જરી માંથી રિકવરી અને રીપ્રોડ્યુસ માટેની એબિલિટી આ બધા જ ફંક્શન્સ માટે એડીક્યુએટ ન્યુટ્રીશન ઇન્ટેક ની રિક્વાયરમેન્ટ હોય છે. આ ન્યુટ્રીટીવ રિક્વાયરમેન્ટ એ થ્રોઆઉટ લાઇફ સ્પાન માં ડિફરન્ટ હોય છે. જે સામાન્ય રીતે પર્સન ની બોડીમાં ચેન્જીસ થવાના કારણે જેમ કે બોડી સાઇઝ , જુદા જુદા પ્રકારની એક્ટિવિટી કે જે પર્સન દ્વારા કરવામાં આવે છે અને હેલ્થ અને ઇલનેસ ના કારણે હોય છે.
કાર્બોહાઇડ્રેટ, ફેટ અને પ્રોટીન એ એસેન્સીયલ ન્યુટ્રીયન્ટ હોય છે અને તેને મેક્રોન્યુટ્રીયંટ તરીકે કન્સિડર કરવામાં આવે છે. વિટામીન્સ અને મિનરલ એ માઇક્રોન્યુટ્રીયંટ છે અને જે બોડી ફંક્શન ને રેગ્યુલેટ કરવા માટે તેની રિક્વાયરમેન્ટ થોડા અમાઉન્ટમાં હોય છે. પર્સન માટે જરૂરી એનર્જી કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે. બોડી ફંક્શન્સ એ વિટામિન્સ, મીનરલ અને વોટર દ્વારા રેગ્યુલેટ થાય છે.
બેસલ મેટાબોલિક રેટ (BMR) એ બોડીની ઇનવોલ્યુન્ટરી એક્ટીવિટીસ ને રેસ્ટ સમયે કરવા માટે જરૂરી એનર્જી છે.બીજા શબ્દોમાં કહીએ તો, સેલ્સ ની મેટાબોલિક એક્ટીવિટીસ ને મેઇન્ટેઇન કરવા માટે જરૂરી એનર્જી. આ ઇનવોલ્યુનરી એક્ટિવિટીસ માં બોડી ટેમ્પરેચર અને મસલ્સ ટોન નું મેઇન્ટેઇનીન્ગ, બોડી સિક્રીશન નું પ્રોડ્યુસ થવું , રેસ્પીરેટ્રી અને કાર્ડિયાક ફંક્શન્સ નું મેઇન્ટેનિંગ અને પ્રોલોન્ગ સ્લિપ આ બધા જ ફંકશન નું ઇન્વોલ્વમેન્ટ થાય છે અને જેમ જેમ વ્યક્તિની એજ ઇન્ક્રીઝ થાય છે તેમ તેમ આ બધા ફેક્ટર્સ સાથે BMR ( બેઝલ મેટાબોલિક રેટ)પણ ડિક્રીઝ થાય છે.
5 ફૂટ ઊંચાઈ ધરાવતી ફિમેલ માટે સ્ટાન્ડર્ડ વેઇટ 45-46 kg છે. 5 ફૂટ થી વધુ દરેક વધારાના ઇંચ માટે + 2.5 kg. પરંતુ મેલ માટે તે 48-49 kg છે, 5 ફૂટથી ઉપરના દરેક વધારાના ઇંચ માટે 5 ફૂટ + 2.7 kg છે.
બોડી માસ ઇન્ડેક્સ(BMI) એ વેઇટ અને હાઇટ નો રેસિયો છે.
BMI = બોડી વેઇટ માટે કિલોગ્રામ(Kg) માં અને હાઇટ મીટરમાં :=
કિલોમાં વેઇટ/ [મીટરમાં હાઇટ]2.
BMI = બોડી વેઇટ માટે પાઉન્ડમાં અને ઈંચમાં હાઇટ =
703 x બોડી વેઇટ પાઉન્ડમાં/ [ઈંચમાં હાઇટ]².
વ્યક્તિની નીચી હાઇટ એ પુઅર ન્યુટ્રીશનલ સ્ટેટસ અને હેલ્થ પ્રોબ્લેમ બતાવે છે.
વધારે પ્રમાણમાં વેઇટ એ ઓબેસિટી અને તેની સાથે એસોસિયેટેડ હેલ્થ પ્રોબ્લેમ્સ ને બતાવે કરે છે.
વ્યક્તિની એજ હાઇટ, વેઇટ, અને વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વર્ક મુજબ દરેક વ્યક્તિમાં કેલરી રિક્વાયરમેન્ટ ડિફરન્ટ હોય છે.
પ્રિન્સિપલ્સ ઓફ ન્યુટ્રીશન(Principles of Nutrition) :
બોડી સેલ્સ ને એડિક્યુએટ ન્યુટ્રીયંટ ની રિક્વાયરમેન્ટ હોય છે જો એડિક્યુએટ અમાઉન્ટ મા ફુડ ઇન્ટેક કરવામાં આવે નહીં તો ફિઝિયોલોજીકલ ફંકશનિંગ ઇમ્પેઇર્ડ થઇ શકે છે.
હેલ્થના મેઇન્ટેનન્સ માટે ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રીયન્સમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ્સ , વિટામીન અને મિનરલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે. વોટર એ બોડી ફ્લુઇડ ના બેલેન્સ ને મેઇન્ટેન રાખવા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે.
પર્સન થી પર્સન અને બોડી થી બોડીમાં દરેક હ્યુમન ની ન્યુટ્રીયંટ ની રિક્વાયરમેન્ટ ડિફરન્ટ હોય છે. જે વ્યક્તિ ના ગ્રોથ, એજ, એક્ટિવિટી લેવલ , ક્લાઇમેટ, ઇમોશનલ સ્ટેટસ અને પ્રેગ્નેન્સી પર ડીપેન્ડ કરે છે.
હંગર, થર્સ્ટ ,અને સેફ્ટી એ માલન્યુટ્રીશન સામે નેચર નુ ફસ્ટ ડિફેન્સ છે.
સાયકોલોજીકલ અને કલ્ચરલ ફેક્ટર્સ પણ ફુડ સિલેક્શન અને ફુડ સાથે અસોસિયેટેડ બિહેવ્યર ની પેટર્ન ને ઇન્ફ્લુઅન્સ કરે છે.
ફેક્ટર અફેક્ટિંગ ન્યુટ્રીશનલ નીડ્સ(Factors Affecting Nutritional needs) :
ફૂડ હેબિટ એ દરેક પર્સન થી પર્સન માં ડિફરન્ટ હોય છે. ડિફરન્ટ ફેક્ટર્સ કે જે આ ફુડ વેરિએશન માટે રિસ્પોન્સિબલ હોય છે.
ડેવલોપમેન્ટલ સ્ટેજ(Developmental Stages):
જેમ જેમ પર્સન એ ગ્રો થાય છે તેમ બર્થ થી ન્યુટ્રીશનલ રિક્વાયરમેન્ટ ચેન્જ થતી રહે છે.એક વર્ષની ઉંમરે ઇનફન્ટ નો બર્થવેઇટ એ ત્રણ ગણો વધી જાય છે.બ્રેસ્ટફિડિન્ગ એ લાઇફ ના ફસ્ટ છ મહિના દરમિયાન ન્યુટ્રીશન નો એક્સક્લુસીવ સોર્સ છે અને ત્યારબાદ એપ્રોપ્રીએટ કમ્પલીમેન્ટ્રી ફુડ ને ઇન્ટરોડ્યુસ કરી સાથે કન્ટીન્યુઅસ બ્રેસ્ટફિડીન્ગ કરાવવું. નવું ચાલવા શીખતું બાળક (ટોડલર) અને પ્રિસ્કુલર ના ડેવલોપમેન્ટ ના સ્ટેજીસ દરમિયાન, તેમની એપેટાઇટ એ અન્ય સ્ટેજીસ ની કમ્પેરિઝન માં નોંધપાત્ર રીતે ઓછી હોય છે.જ્યારે તેઓ સ્કૂલ મા જતા હોય છે, ત્યારે તેમની એનર્જી ની રિક્વાયરમેન્ટ ઇન્ક્રીઝ થય જાય છે. તેમને એવા ફુડ ની જરૂર પડી શકે છે જેમાં હાઇ ન્યુટ્રીશનલ વેલ્યુ હોય. એડોલેસન્ટ પિરીયડ દરમિયાન ચાઇલ્ડ એ રેપીડ્લી ફિઝીકલ, ઇમોશનલ, સોસિયલ અને સેક્સ્યુઅલ મેચ્યુરેશન માંથી પાસ થાય છે.આ સમયગાળા દરમિયાન ચિલ્ડ્રન એ વેઇટ પ્રત્યે વધુ કન્સિયસ બને છે અને મીલ સ્કીપ કરવાનું નું સ્ટાર્ટ કરી શકે છે. કેટલાક ચિલ્ડ્રન માં ઍનોરેક્સિયા નર્વોસા જેવા ઇટીન્ગ ડિસઓર્ડર થઇ શકે છે. જ્યારે પર્સન એ એડલ્ટ હોય છે ત્યારે રેપીડ ગ્રોથ થતો નથી. ત્યારે પર્સન એ પ્રીવેન્ટીવ મેઝર્સ માં વધારે અવેઇર થાય છે જેમ કે એક્સરસાઇઝ અને BMR ને રિડ્યુસ કરવામા વધારે કોન્સન્ટ્રેશન હોય છે.
પ્રેગ્નેન્સી અને લેક્ટેશન એ પિરિયડ છે કે જેમાં વધારે ન્યુટ્રીશન ની જરૂરિયાત હોય છે અને તે સમય દરમિયાન વુમન નું ન્યુટ્રીશનલ નીડ ઇન્ક્રીઝ્ડ હોય છે. સેકન્ડ અને થર્ડ ટ્રાયમેસ્ટર દરમ્યાન કેલેરી રિક્વાયરમેન્ટ ઇન્ક્રીઝ થાય છે. લેક્ટેટિન્ગ મધર નું ન્યુટ્રીશનલ નીડ પણ ઇન્ક્રીઝ થાય છે. મધર ના ઇન્ટેક પ્રમાણે બ્રેસ્ટ મિલ્ક માં ન્યુટ્રીઅન્ટ્સ હોય છે.
ઓલ્ડર એડલ્ટ્સ નો BMR અને ફિઝીકલ એક્ટીવિટી એ રિડ્યુઝ હોય છે.એનર્જી યુટીલાઇઝેશન પણ રિડ્યુસ થાય છે. તેમને ટેસ્ટ ના ડિસ્ક્રીમીનેશન માં ટ્રબલ થાય છે. થર્સ્ટ એ રિડ્યુઝ થાય છે. બોડીની ટોટલ કેલેરી રિક્વાયરમેન્ટ પણ થાય છે પરંતુ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન B જેવા ન્યુટ્રીઅન્ટસ ની એનર્જી રિક્વાયરમેન્ટ્સ એ રિડ્યુઝ થાય છે.
કલ્ચર(Culture) : કલ્ચર અકોર્ડિંગ ફુડ હેબીટ મોટા પ્રમાણમાં ડેવલોપ થાય છે. ફુડ ના ડિફરન્ટ કોમ્બિનેશન અને ફુડ પ્રિપેરેશન ની રિત એ કલ્ચર પર ડિપેન્ડ હોય છે. તે જ સમયે, ફુડ અને ઇનકમ ની અવેઇલીબીલીટી પણ ઇનકમ ની હેબીટ ને ઇન્ફ્લુઅન્સ કરે છે.
ફેક્ટર્સ અફેક્ટિંગ ન્યુટ્રીશન(Factores Affecting Nutrition) :
ડેવલોપમેન્ટ(Developmental):
ગ્રોથ ના રેપીડ પિરીયડ્સ માં ઇન્ડીવિઝ્યુઅલ ન્યુટ્રીશન ની નીડ ઇન્ક્રીઝ થાય છે, ઉદાહરણ તરીકે ઇન્ફન્સી અને એડોલ્સ માં, જ્યારે એડલ્ટ્સ અને ઓલ્ડર જનરેશન ને ઓછી કેલરી અને ડાયેટરી ચેન્જીસ ની જરૂર હોય છે. મધર ને પ્રેગ્નેન્સી અને લેક્ટેશન પીરિયડ મા એડિશનલ કેલેરી રિક્વાયરમેન્ટ્સ ની જરૂર હોય છે.
જેન્ડર(Gender) :
મેન અને વુમન માં બોડી કમ્પોઝિશન અને રીપ્રોડક્ટિવ ફંક્શન ના કારણે ન્યુટ્રીશનલ રિક્વાયરમેન્ટ ડિફરન્ટ હોય છે.
એજ(Age) :
ઇન્ટાયર લાઇફ દરમિયાન એક્ટિવિટી લેવલમાં, મેટાબોલિઝમમા અને બોડી કમ્પોઝિશન માં ચેન્જીસ થતા હોય છે જેના કારણે ન્યુટ્રીશનલ રિક્વાયરમેન્ટ માં ચેન્જીસ થાય છે. ઉ.દા. : ઇન્ફન્ટ અને ઓલ્ડ પીપલ એ સેમીસોલિડ ફૂડ ઇન્ટેક કરે છે. ટોડલર્સ એ હેન્ડીફુડ ને પ્રિફર કરે છે. એડોલેસન્ટ એ ફાસ્ટ ફુડ અને સ્નેક્સ ને પ્રિફર કરે છે.
ઇથનીસીટી અને કલ્ચર(Ethnicity and Culture) :
ઇથનીસીટી અને કલ્ચર એ ફુડ પ્રેફરન્સ ને ડિટરમાઇન કરે છે. જેમકે ઇન્ડિયન સીનારીઓમાં ટ્રેડિશનલ પીપલ્સ મા પ્રેગ્નન્ટ વુમન ને પપૈયા અને વોટરમેલન ઇટીંગ કરવાનું અવોઇડ કરવા માટે કહે છે.
પર્સનલ પ્રેફરન્સ(Personal Preferences):
પીપલ્સ ની ફુડ પ્રત્યેની લાઇક અને ડિસલાઇક પણ ન્યુટ્રીશન ને અફેક્ટ કરે છે.
પર્સન નો ઇન્ટરેસ્ટ ફૂડ હેબિટ , ફાસ્ટીન્ગ હેબિટ, ફિઝીક કન્સિયસનેસ, બ્યુટી કન્સીયસનેસ, સેલ્ફ એસ્ટીમ આ બધા જ ફેક્ટર્સ એ ફૂડ પ્રેફરન્સ ને અફેક્ટ કરે છે.
રિલિજિયસ પ્રેક્ટિસ(Religious practices) :
અમુક રિલિજિયસ ગ્રુપમાં અમુક ફૂડ્સ ઇન્ટેક કરવા માટે અવોઇડ હોય છે. રિલિજિયસ પ્રેક્ટિસ એ ફૂડ ઇન્ટેક ને અફેક્ટ કરે છે. ઉદાહરણ તરીકે અમુક રિલીજીયન મા ઓન્લી વેજીટેબલ્સ ઇન્ટેક કરવા માટે અલોવ હોય છે અને એનીમલ એ ઇન્ટેક અવોઇડ કરવા માટે હોય છે.
લાઇફસ્ટાઇલ(Lifestyle):
અમુક પ્રકારની લાઇફ સ્ટાઇલ એ ફૂડ રિલેટેડ બીહેવિયર સાથે લિંક થયેલી હોય છે. લિવિંગ સ્ટાન્ડર્ડ, પીયર ગ્રુપ,જેન્ડર, ઓક્યુપેશન, અને ઇન્ટરેસ્ટ એ ફૂડ સિલેક્શન ને ગ્રેટ ઇન્ફ્લુઅન્સ કરે છે.
ઇકોનોમિક સ્ટેટસ(Economic status) :
તમામ લોકો પાસે એક્સટેન્સીવ ફુડ પ્રિપેરેશન કરવા અને સ્ટોરેજ કરવાની ફેસેલીટી માટે ફાઇનાન્સિયલ રિસોર્સિસ હોતા નથી. શું ખાવું, કેટલું ખાવું અને કેટલી વાર ખાવું તેની અસર વ્યક્તિની ઇકોનોમિક કન્ડિશન પર પડે છે. ઉદાહરણ તરીકે: દિવસમાં ત્રણ વખત ભોજન લેવું એ ગરીબ માણસની ઇચ્છા હોય છે.
મેડીકેશન્સ એન્ડ થેરાપી(Medications and therapy):
ડ્રગ્સ એ એપેટાઇટ ને અલ્ટર કરે છે, ટેસ્ટ પરસેપ્શન ને ડિસ્ટર્બ કરે છે અને ન્યુટ્રીયંટ ના એબ્ઝોરપ્શન અને એક્સક્રીશન માં ઇન્ટરફેર કરે છે.
બાયોલોજીકલ ફેક્ટર(Biological Factors) :
બાયોલોજીકલ ફેક્ટર્સ જેમકે ઇલનેસ ,કીમોથેરાપી, ડ્રગ્સ ઇન્ટેક એ એપેટાઇટ ને ઇન્ફ્લુઅન્સ કરે છે.
અવેલેઇલિબીલીટી ઓફ ફૂડ(Availability of food):
ફૂડ ની અવેલેઇલિબીલીટી પણ ન્યુટ્રીશન ને અફેક્ટ કરે છે ઉદાહરણ તરીકે સાઉથ ઇન્ડિયન ફીસ , રાઇસ, વગેરે ને પ્રીફર કરે છે .જ્યારે નોર્થ ઇન્ડિયન ચપાતી અને વેજીટેબલ્સ ને પ્રિફર કરે છે. અને સાથે સીઝનલ ફૂડ ની અવેલેઇબિલિટી સમય દરમ્યાન તે વધારે ફ્રીક્વન્ટલી ઇટીંગ કરવામાં આવે છે.
પોલિટિકલ સિસ્ટમ(Political system) :
પોલિટિકલ સિસ્ટમ પણ ન્યુટ્રીયંટ ને વધારે પ્રમાણમાં કરે છે જેમ કે કોઇ ફૂડ આઇટમ ને પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ના કારણે સ્ટોરમાં સંગ્રહ કરવામાં આવે છે પરંતુ તે પબ્લિક ને સપ્લાય કરવામાં આવતું નથી તે પણ ન્યુટ્રીશનલ સ્ટેટસ ને અફેક્ટ કરે છે.
સાયકોલોજીકલ ફેક્ટર(Psychological Factores) :
a) લેવલ ઓફ સ્ટ્રેસ , ઇમોશન્સ( Level of Strss,Emotions):
જ્યારે હેપીનેસ હોય ત્યારે એપેટાઇટ ઇન્ક્રીઝ થાય છે અને જ્યારે સ્ટ્રેસ હોય ત્યારે એપેટાઇટ મીનાઇઝ્ડ થાય છે જે બોડી ના ન્યુટ્રીશન ને અફેક્ટ કરે છે.
b) ફાસ્ટિંગ હેબિટ્સ(Fasting habits):
ગર્લ્સ એ અમુક સ્પેશિયલ ડે( દિવસ ) પર ફાસ્ટિંગ કરવું પ્રિફર કરે છે. જે તેમના ન્યુટ્રીશન ને અફેક્ટ કરે છે.
c) હેલ્થ પર ફૂડ ની અફેક્ટ વિશેની માન્યતા પણ ખોરાકની પસંદગીને અસર કરે છે(Beliefs about effect of food on health also affect food preference):
રિસર્ચ સ્ટડીસ મુજબ ફેટ ઇન્ટેક કરવાથી હાર્ટ પ્રોબ્લેમ્સ ડેવલોપ થાય છે તેમ, લોકો દેશી ઘી વગેરે લેવાનું પસંદ કરતા નથી.
એડવર્ટાઇસમેન્ટ(Advertisement):
એડવર્ટાઇસમેન્ટ અને મીડિયા એ પીપલ્સ ના ફૂડ ચોઇશ અને ઇટિંગ પેટર્ન ને ઇન્ફ્લુઅન્સ કરે છે. અને તે સ્પેશિયલી ચિલ્ડ્રન માં વધારે ઇન્ફ્લુઅન્સ કરે છે.
આલ્કોહોલ કંઝ્પ્શન(Alcohol Consumption):
એક્સેસીવ અમાઉન્ટ માં આલ્કોહોલ ઇન્ટેક કરવાના કારણે ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી થાય છે કારણ કે એક્સેસિવ આલ્કોહોલ ઇન્ટેક એ એપેટાઇટ ને ડિપ્રેશ કરે છે.
આલ્કોહોલ ડ્રિન્ક કરવાથી કેલરી ના એડિશન દ્વારા અને ફેટ ના મેટાબોલિઝમ પર આલ્કોહોલ ની ઇફેક્ટ ના કારણે વેઇટ ગેઇન થય શકે છે. વધુ પડતો ઉપયોગ ન્યુટ્રીશનલ ડેફીશીયન્સીસ મા ફાળો આપે છે.
એન્વાયરમેન્ટલ ફેક્ટર(Environmental factores) :
ટેમ્પરેચર એ ફૂડ પ્રેફરન્સ ને વધારે ઇન્ફ્લુઅન્સ કરે છે. જેમ કે ઠંડીના સમય દરમિયાન વધારે એનર્જી ની રિક્વાયરમેન્ટ હોય છે જેના લીધે પીપલ્સ એ ડ્રાયફ્રુટ્સ ને ઇન્ટેક કરવાનું પ્રિફર કરે છે.
હેલ્થ(Health) :
વ્યક્તિનું હેલ્થ સ્ટેટસ એ ઇટિંગ હેબિટ્સ અને ન્યુટ્રીશનલ સ્ટેટસ પર વધારે અફેક્ટ કરે છે. જેમકે ફૂડ ઇન્જેસ્ટ કરવા માટેની એબિલિટી એ વ્યક્તિના માઉથની કન્ડિશન , ઓરલ સ્ટ્રક્ચર્સ અને સ્વેલો કરવા માટેની એબિલિટી પર ડીપેન્ડ કરે છે.
આ કોઇપણ કમ્પોનન્ટ માં ઇમ્પેઇરમેન્ટ થવાના કારણે ઇટિંગ પેટર્ન ઇન્ટરફેર થય શકે છે.
ટર્મિનોલોજીસ એસોસીએટેડ વિથ ફૂડ ઇન્ટેક(Terminologies associated with food intake) :
એનોરેક્સીયા(Anorexia): લોસ ઓફ એપેટાઇટ.
ડિસફેગિયા(Dysphagia) : સ્વેલોવિંગમાં ડિફિકલ્ટી થવી.
ડિસપેપ્સિયા(Dyspepsia) : ઇનડાયજેશન ના કારણે ફુલલેસ ની ફીલિંગ થવી.
નોઝિયા(Nausea) : વોમીટીંગ ની ફીલિંગ થવી.
બેલ્ચિન્ગ(ઓડકાર)(Belching): અવાજ સાથે માઉથ માંથી ગેસ બહાર કાઢવો.
રિગર્ગિટેશન(Regurgitation) : પાર્સેયલી ડાયજેસ્ટેડ ફૂડ નું સ્ટમક માંથી માઉથ માં બેક ફ્લો થવું.
વોમીટીંગ(Vomiting) : સ્ટમક કન્ટેન્ટ નું માઉથ માંથી થ્રોવિન્ગ આઉટ થવું.
ફૂડ ઇન્ટેક કે નીચેના કારણોના લીધે રીડયુઝ થઇ શકે છે(Reduced food intake can occur due to):
ફૂડ ઇન્ટેક કે નીચેના કારણોના લીધે ઇન્ક્રીઝ થઇ શકે છે(Increased food intake can occur due to):
અસેસમેન્ટ ઓફ ન્યુટ્રિશનલ સ્ટેટ્સ(Assessment of nutritional status):
પર્સન ની નીડ ને આઇડેન્ટીફાય કરવા, નીડ અનુસાર પ્લાન બનાવવું, પ્લાન નું ઇમ્પ્લીમેન્ટેશન કરવા માટે અને આઉટકમ નું ઇવાલ્યુએશન કરવા માટે ન્યુટ્રીશન સ્ટેટ્સ ને અસેસ કરવું જરૂરી હોય છે. જ્યારે કોઇ વ્યક્તિ બીમાર હોય છે ત્યારે તેની જરૂરિયાતો પણ બદલાય છે અને પછી તેને તેની ફિઝિકલ કન્ડિશન અનુસાર ‘થેરાપ્યુટીક ડાયટ’ની જરૂર પડી શકે છે.
A) એન્થ્રોપોમેટ્રીક મેઝરમેન્ટ કલેક્ટ કરવું(Collect anthropometric measurement).
B) બાયોકેમિકલ ડેટા નક્કી કરવા(Determine biochemical data).
C) ન્યુટ્રીશનલ સ્ટેટસ માટેના ક્લિનિકલ સાઇન ઇન્સ્પેક્ટ કરવા(Inspect for Clinical signs of nutritional status).
D)ડાયેટરી હિસ્ટ્રી(Dietary History).
A) એન્થ્રોપોમેટ્રીક મેઝરમેન્ટ કલેક્ટ કરવું(Collect anthropometric measurement):
એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ માં હાઇટ, વેઇટ, સ્કીન ફોલ્ડ્સ, આર્મ સરકમફેરેન્સ અને વેઇસ્ટ સરકમફેરેન્સ ને મેઝર કરવાનો સમાવેશ થાય છે. તે ક્લાઇન્ટ ના કેલરી-એનર્જી એક્સપેન્ડીચર બેલેન્સ ને અસેસ કરવામાં હેલ્પ કરે છે.
BMI= કિલોમાં વેઇટ/(મીટરમાં હાઇટ)²
B) બાયોકેમિકલ ડેટા નક્કી કરવા(Determine biochemical data):
હિમોગ્લોબીન લેવલ, હિમાટોક્રિટ.
સિરમ આલ્બ્યુમીન લેવલ, ટ્રાન્સફે્રીન.
ટોટલ લ્યુકોસાઇટ્સ કાઉન્ટ.
ક્રિએટીનીન ક્લિયરન્સ.
બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ.
બ્લડ ગ્લુકોઝ લેવલ.
કોલેસ્ટેરોજ, લીપીડ પ્રોફાઇલ.
C) ન્યુટ્રીશનલ સ્ટેટસ માટેના ક્લિનિકલ સાઇન ઇન્સ્પેક્ટ કરવા(Inspect for Clinical signs of nutritional status):
જેમ કે વિકનેસ ફટીગ,પેલ કલર, લોસ ઓફ એપેટાઇટ, બોડી સિસ્ટમ નું અસેસમેન્ટ.
D)ડાયેટરી હિસ્ટ્રી(Dietary History):
ક્લાઇન્ટ ને તેની ફૂડ પ્રેફરન્સ, રિસ્ટ્રીક્શન,ડેઇલી ફુડ ઇન્ટેક, લાઇકીન્ગ , ફુડ હેબીટ્સ, દૈનિક ખોરાકનું સેવન, વિટામિન સપ્લિમેન્ટ્સ નું ઇન્ટેક વિશે ડિટેઇલમા પૂછવું.
ડાયેટરી પ્રોબ્લેમ વિશે પુછવું : જેમ કે, ચ્યુવિન્ગ, સ્વેલોવિન્ગ, હેલ્થ હિસ્ટ્રી, ફાઇનાન્સીયલ સ્ટેટસ, ફેમેલી ટાઇપ વગેરે.
ડાયટ ઇન હેલ્થ એન્ડ ઇલનેસ(Diet in Health and illness) :
ઇલનેશમાં ડાયટ એ મહત્વનો રોલ પ્લે કરે છે. પેશન્ટ ની ડિસીઝ કન્ડિશન ,ડિસીઝ ની સીવ્યારિટી, પેશન્ટ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ તેમજ તેમાં ઇન્વોલ્વ મેટાબોલિક ચેન્જીસ ને આધારે ડાયટ માં મોડિફીકેશન કરવો પડી શકે છે. તેથી, નોર્મલ, હેલ્થી ઇન્ડીવિઝ્યુઅલ ને ફિડીન્ગ માટે યુઝ થતા ડાયટમા અમુક પ્રમાણમાં માં ચેન્જીસ કરવાની જરૂર છે.જેથી જ્યારે વ્યક્તિ કોઇ ઇલનેસ થી સફર થતા હોય ત્યારે તેને મોડિફાઇડ ન્યુટ્રીશનલ નીડ ને પહોંચી વળવા સ્યુટેબલ બનાવી શકાય. કેટલીક ઇલનેસ માં, ડાયેટિન્ગ મોડિફીકેશન્સ માં થોડા ચેન્જીસ ઇન્વોલ્વ હોય છે, પરંતુ અન્યમાં, કેટલાક અલ્ટ્રેશન્સ અને એડજસ્ટમેન્ટ કરવા પડે છે.
થેરાપ્યુટિક ડાયટ એ ગુડ ન્યુટ્રીશન ને મેઇન્ટેન અને રીસ્ટોર કરવા માટે પ્લાન કરવામાં આવે છે
મોટાભાગના કેસીસ માં, થેરાપ્યુટીક ડાયટ નો યુઝ એ પેશન્ટ ની મેડિકલ અથવા સર્જિકલ ટ્રીટમેન્ટ ને સપ્લીમેન્ટ બનાવવા માટે થાય છે, જ્યારે ડાયાબિટીસ મેલીટસ જેવા કેટલાક કેસીસ માં, મેડિકલ થેરાપી ને બદલે થેરાપ્યુટીક ડાયટ એ પેશન્ટ ની સારવારનું સૌથી ઇમ્પોર્ટન્ટન્ટ આસપેક્ટ છે.
અમુક ડિસીઝ ની કન્ડિશનમાં, બોડી ફિસર ને કાં તો સફિસીયન્ટ અમાઉન્ટમાં ન્યુટ્રીઅન્ટ્સ મળતા નથી અથવા ફોલ્ટી ડાયજેશન, એબ્ઝોરપ્શન અથવા ફૂડ એલીમેન્ટ્સ ના ટ્રાન્સપોર્ટેશન ને કારણે અવેઇલેબલ ન્યુટ્રીઅન્ટ્સ નો યુઝ કરી શકતા નથી આથી સીક પર્સન ના ન્યુટ્રીશનલ હોમિયોસ્ટેસિસ ને અફેક્ટ કરે છે. ડાયટમાં સ્યુટેબ્લી મોડીફાઇ કરવાની જરૂર હોય છે.
મોડીફાઇડ/થેરાપ્યુટિક ડાયટ(Modified /Therapeutic Diet):
મોડીફાઇડ/થેરાપ્યુટિક ડાયટ એ ઇલનેસ માંથી ઇફેક્ટીવ્લી રિકવરી માટે એજન્ટ તરીકે ફુડ ના યુઝ સાથે સંબંધિત હોય છે તે માત્ર સીક ની કેર માંજ નહીં પરંતુ ડિસીઝ ના પ્રિવેન્શન અને હેલ્થ ના મેઇન્ટેઇનન્સ મા પણ મોડીફાઇડ કરવામાં આવે છે.
જનરલ ઓબ્જેક્ટિવ્સ ઓફ થેરાપ્યુટિક ડાયટ(General objectives of therapeutic diet) :
પેશન્ટ નું ગુડ ન્યુટ્રીશનલ સ્ટેટસ મેઇન્ટેન રાખવા માટે.
ડિસીઝ ને કારણે ન્યુટ્રીશનલ ડેફીશિયન્સીસ ને કનેક્ટ કરવા માટે.
ડિસીઝ થી અફેક્ટ થયેલા વોલ બોડી ને અથવા સ્પેસીફીક ઓર્ગન્સ ને રેસ્ટ આપવા માટે.
ડિસીઝ દરમિયાન ન્યુટ્રીઅન્ટ્સ ને મેટાબોલાઇઝ કરવાની બોડી ની એબીલીટી માં ફૂડ ઇન્ટેક ને એડજસ્ટ કરવા માટે.
જ્યારે પણ જરૂરી હોય ત્યારે બોડી વેઇટ મા ચેન્જીસ લાવવા માટે.
સ્પેશિયલ ડાયટ(Special diets):
હોસ્પિટલ્સ એ સામાન્ય રીતે ડેઇલી ડાયટમાં મોડિફીકેશન્સ કરે છે જેને જનરલ, લાઇટ, સોફ્ટ, લિક્વીડ અથવા ક્લીયર લીક્વીડ તરીકે ક્લાસીફાય કરી શકાય છે. જનરલ ડાયટ એ નોર્મલ, એડિક્યુએટ, ડેઇલી ડાયટ સાથે કમ્પેરેબલ હોય છે. લાઇટ અને બ્લાન્ડ ડાયટ એ સિમીલર હોય છે.પરંતુ તેમાં મસાલેદારતા અને હાઇ રુફેજનો સમાવેશ થતો નથી. સોફ્ટ ડાયટ એ એવા ફૂડ થી બનેલું હોય છે જેમની રચના ફાઇન ટેક્સચર અને ઓછી સેલ્યુલોઝ કન્ટેન્ટ હોય છે અને તે મીટ ને એક્સક્લુડ રાખી શકે છે. ફૂલ લિક્વિડ ડાયટમાં જિલેટીન અને આઇસ્ક્રીમ સહિત તમામ લિક્વીડ ફુડ નો સમાવેશ થાય છે, જ્યારે ક્લીયર લિક્વિડ ડાયટ માં સૂપ, ટી, કોફી, ક્લિયર સૂપ, સ્ટેઇન્ડ ફળોનો રસ અને જિલેટીન નો સમાવેશ થાય છે. સ્પેસિફીક પર્પઝ અથવા કન્ડિશન માટે અન્ય ઘણા સ્પેશિયલ ડાયટ છે.નોર્મલ વેલ બેલેન્સ્ડ ડાયટ એ વેજીટેરિયન અથવા નોનવેજીટેરિયન હોય છે કે જે હેલ્થી એડલ્ટ દ્વારા લેવામાં આવે છે. પરંતુ જ્યારે વ્યક્તિ બીમાર હોય છે ત્યારે તેવો ડાયટ તેમના માટે સ્યુટેબલ હોતો નથી. જ્યારે વ્યક્તિ બીમાર હોય ત્યારે તેના ફૂડનું કન્ટેન્ટ, પ્રિપેરેશન અને કેલેરી એ પેશન્ટ ની જરૂરિયાત મુજબ પેશન્ટને ડાયજેસ્ટેબલ અને સ્યુટેબલ ફૂડ પ્રોવાઇડ કરવામાં આવે છે.
આ ડાયટ માં સોલીડ ડાયટ, સોફ્ટ ડાયટ અને લિક્વિડ ડાયટ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
સોલીડ ડાયટ(Solid diet):
આમાં નોર્મલ, વેલ બેલેન્સ્ડ ડાયટ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે જેમાં કોઇ ચેન્જીસ ની જરૂર ન હોય. જે પેશન્ટ તેને ટોલરેટ કરી શકે છે, તેમને સોલીડ ડાયટ સર્વ કરવામાં આવે છે.
સોફ્ટ ડાયટ(Soft Diet) :
સોફ્ટ ડાયટ ગ્રુપ એ ઇઝી ચ્યુવેબલ અને ઇઝીલી ડાઇજેસ્ટેબલ હોય છે. ખૂબ જ બીમાર, એલ્ડર્લી, સર્જરીમાંથી રિકવર થયેલા પેશન્ટસ અને જે પેશન્ટને ડેન્ટલ પ્રોબ્લેમ હોય/અથવા ડેન્ટલ સર્જરી હોય તેવા પેશન્ટને સોફ્ટ ડાયટ આપવામાં આવે છે. ખોરાકની કેટલીક પ્રિપેરેશન્સ માં ખીચડી, દલિયા, કાંજી, મસૂર જે સોફ્ટ કુક કરવામાં આવે છે, કસ્ટર્ડ, પોરીજ અને બોઇલ્ડ/મેસ્ડ બટાકા છે.
સોફ્ટ ડાયટ એ ઘણી વખત બ્લાન્ડ ડાયટ હોય છે. જેમાં મરચું, મસાલા અને અન્ય ઇરીટેટીન્ગ સબસ્ટન્સીસ હોતા નથી. જેમાં હાઇ ફાઇબર હોય તેવા ફૂડ ને અવોઇડ કરવામાં આવે છે. તળેલું ભોજન પણ આપવામાં આવતું નથી. બેકિંગ, બોઇલિંગ, સ્ટીમિંગ અને ગ્રિલિંગ નો યુઝ કરી શકાય છે. સ્ટ્રોન્ગ કોફી, ચા, આલ્કોહોલ અને મીટ ના અર્ક ને અવોઇડ કરવું જોઇએ. જો પેશન્ટ ને સ્યુટેબલ આવે તો દહીં અને દૂધ પ્લેન્ટી અમાઉન્ટમાં આપી શકાય.
લિક્વિડ ડાયટ(Liquid diet) :
જે પેશન્ટ એ નોર્મલ ડાયટ અને સોફ્ટ ડાયટ ને ટોલરેટ કરી શકે નહીં તેને ક્લિયર લિક્વીડ ડાયટ અને ફુલ લિક્વીડ ડાયટ આપવામાં આવે છે.
ક્લિયર લિક્વીડ ડાયટ(Clear liquid diet):
લિક્વીડ્સ ના આ ગ્રુપ માટે રેસીડ્યુ હોય છે આમાં લાઇટ બ્લેક ટી, વીક બ્લેક કોફી, ક્લિયર સૂપ્સ, ક્લિયર જુસ અને અન્ય બેવરેજીસનો સમાવેશ થાય છે. આ આઇટમ્સ ની ફૂડ વેલ્યુ ઓલમોસ્ટ નીલ હોય છે. સામાન્ય રીતે, આનો ઉપયોગ શોર્ટ પિરીયડ માટે થાય છે.
ફુલ લિક્વિડ ડાયટ(Full liquid diet) :
જ્યારે પેશન્ટ એ સ્વેલો કરી શકતો નથી, અને તેને / તેણીને કન્સીડરેબલ પિરીયડ માટે નરીસમેન્ટ મેળવવાની જરૂર હોય, તો આ પ્રકારનું લિક્વીડ ડાયટ પ્રોવાઇડ કરવામાં આવે છે. ટ્યુબ ફીડિંગ પરના પેશન્ટ ને કમ્પ્લીટ્લી લિક્વીડ ડાયટ ની જરૂર હોય છે.
સૂપ, વિવિધ ફુડ આઇટમ્સ કે જેને બોઇલ કરવામા આવે છે અને તેમાં દાળ, શાકભાજી અથવા ચોખા ઉમેરીને તેને થીક સોલ્યુશન બનાવવામાં આવે છે. હાઇ પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન્સ અને મિનરલ્સ લિક્વીડ ડાયટ દ્વારા આપવામાં આવે છે. જ્યારે પેશન્ટ એ ટ્યુબ ફીડિંગ અથવા જેજુનોસ્ટોમી ફીડ પર હોય છે, ત્યારે તેને લિક્વીડ ડાયટ આપવામાં આવે છે, પરંતુ તે અકોર્ડિન્ગ્લી મોડિફીકેશન કરવામાં આવે છે. પેશન્ટ ની થેરાપ્યુટીક નીડ અનુસાર ઓછા કાર્બોહાઇડ્રેટ, ઓછા પ્રોટીન અને ઓછી ફેટ વાળો ફૂડ પ્રિપેઇર કરી શકાય છે.
થેરાપ્યુટીક ડાયટ(Therapeutic diet):
થેરાપ્યુટીક ડાયટ એ પેશન્ટને ન્યુટ્રીયંટ રીલેટેડ ફરધર કોમ્પ્લિકેશન્સ થતું પ્રિવેન્ટ કરવા માટે પ્લાન કરવામાં આવે છે.થેરાપ્યુટિક નીડ એ પેશન્ટ મુજબ ડિફરન્ટ હોય છે. ફિઝીયોલોજીકલ અને પેથોલોજીકલ ચેન્જીસ ના આધારે, ડાયટ ની રિક્વાયરમેન્ટ ચેન્જ કરવાની જરૂર હોય છે.
થેરાપ્યુટીક ડાયટ જેમકે,
હાઇ કેલેરી ડાયટ : માલન્યુટ્રીશનમા.
લો કેલરી ડાયટ : ઓબેસિટીમાં.
હાઇ પ્રોટીન ડાયટ : ક્વાશિઓર્કોર જેવા ડિસીઝ ની ટ્રીટમેન્ટ માટે.
લો પ્રોટીન આહાર : નેફ્રોટિક સિન્ડ્રોમમાં.
ફેટ ફ્રિ ડાયટ: ગોલબ્લાડર ના સ્ટીમ્યુલેશન રિડ્યુસ માટે ક્રોનિક કોલાઇટિસ.
લો સોલ્ટ અથવા સોલ્ટ ફ્રી ડાયટ : હાઇ બ્લડ પ્રેશર, કિડની ડિસીઝ અને લીવર ડિસીઝ ના કેસીસમાં.
સિપ્પી ડાયટ : પેપ્ટીક અલ્સર મા.
હાઇ ફાઇબર ડાયટ : કોન્સ્ટીપેશન ને પ્રિવેન્ટ કરવા માટે, કોન્સ્ટીપેશન ને ટ્રીટ કરવા અને ઇરિટેબલ બોવેલ સિંડ્રોમ ને ટ્રીટમેન્ટ માટે
લો ફાઇબર ડાયટ : બોવેલ ઇરિટેશન અને અલ્સેરેટિવ કોલાઇટિસ ને ઘટાડવા માટે.
રિનલ ડાયટ : નેફ્રોટિક સિન્ડ્રોમ અથવા ક્રોનિક રિનલ ડિસીઝ ના કેસિસમા.
મીટીંગ ન્યુટ્રીશનલ નીડ્સ ( MEETING THE NUTRITIONAL NEEDS):
ન્યુટ્રીશન એ પ્રોસેસ સાથે સંબંધિત છે કે જેના દ્વારા આપણે એન્વાયરમેન્ટ માંથી મટીરિયલ/ન્યુટ્રીઅન્ટ્સ લઇએ છીએ અને તેનો યુઝ એ બોડી ફંક્શન્સ ને મેઇન્ટેન અને પ્રમોટ કરવા માટે કરીએ છીએ. ઇટીંગ, ડાયજેશન (મિકેનિકલ એન્ડ કેમિકલ), ન્યુટ્રીયંટ્સ નું એબ્ઝોર્પ્શન અને યુટીલાઇઝેશન, આ બધું ન્યુટ્રીશન માં ઇન્વોલ્વ છે.
ન્યુટ્રીઅન્ટ્સ જેમ કે:
વોટર(Water),
કાર્બોહાઇડ્રેટ્સ(Carbohydrates),
પ્રોટીન્સ(Protien),
ફેટ્સ(Fats),
મિનરલ્સ(Minerals),
વિટામીન્સ(Vitamins),વગેરે.
વોટર(Water) : એડલ્ટ વ્યક્તિના કુલ બોડી વેઇટ ના 50% થી 60% બોડી માં વોટર નું અમાઉન્ટ હોય છે. બોડીના વોટરનો બે તૃતીયાંશ ભાગ સેલ ની અંદર હોય છે (ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ) અને બાકીનું એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ તરીકે હાજર હોય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ બોડીનું કુલ વોટર અને એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ માં ઘટાડો થાય છે. વોટર એ ફુડ કરતાં વધારે એસેન્સીયલ હોય છે કારણ કે તે સોલ્વન્ટ તરીકે કામ કરે છે અને તેમાં ઘણા સોલ્યુટ્સ એ ડિઝોલ્વ થય જાય છે. તે ડાયજેશન, એબ્ઝોર્પ્શન, સર્ક્યુલેશન અને એક્સક્રીસન માં હેલ્પ કરે છે. તે બોડી ટેમ્પરેચર ને રેગ્યુલેશન કરવામાં પણ હેલ્પ કરે છે. એડલ્ટ વ્યક્તિએ 2.2 L થી 3 L/દિવસ વોટર લેવાની જરૂર હોય છે.
કાર્બોહાઇડ્રેટ્સ(Carbohydrates): પ્રોટીન અને ફેટ્સ એ એનર્જી માટેનો બેઝિક સોર્સ છે.કાર્બોહાઇડ્રેટ્સ સ્ટાર્ચ અને સુગર છે. આ કાર્બનિક કમ્પાઉન્ડ છે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન નો સમાવેશ થાય છે. કાર્બોહાઇડ્રેટ્સ નું ક્લાસિફીકેશન એ સ્ટ્રક્ચર ની અંદરના મોલેક્યુલ્સ અનુસાર કરવામાં આવે છે. તેઓ સિમ્પલ હોય છે- મોનોસેકરાઇડ્સ અને ડાઇસેકરાઇડ્સ અથવા કોમ્પલેક્ષ -પોલિસેકરાઇડ્સ. બ્લડ દ્વારા ટ્રાન્સપોર્ટેશન માટે કાર્બોહાઇડ્રેટ્સ ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે. ઇન્સ્યુલિન અને ગ્લુકોગોન એ હોર્મોન્સ છે જે સીરમ ગ્લુકોઝનું લેવલ મેઇન્ટેન રાખે છે.
પ્રોટીન(Protien) : પ્રોટીનમાં એમિનો એસિડના 22 બેઝિક બિલ્ડીંગ બ્લોક્સ નો સમાવેશ થાય છે. તે તમામ લિવિંગ સેલ્સ નો મેઝર કમ્પોનન્ટ છે. તે બોડી ટિશ્યુસ ના રિપેઇર, એન્ઝાઇમ્સ, મસલ્સ, સ્કિન, બ્લડ અને બોન મેટ્રિક્સના ફોર્મેશન માટે જરૂરી હોય છે. પ્રોટીનને કમ્પ્લીટ અથવા ઇનકમ્પ્લીટ પ્રોટીનમાં ગ્રુપ્ડ કરવામાં આવે છે. આ ક્લાસિફીકેશન એ એમિનો એસિડ ની રચના અનુસાર છે. કમ્પ્લીટ પ્રોટીનમાં તમામ એસેન્સિયલ એમિનો એસિડ હોય છે જે ગ્રોથ અને ડેવલોપમેન્ટ ને સપોર્ટ આપે છે. ઇનકમ્પ્લીટ પ્રોટીનમાં એક અથવા વધુ એસેન્સીયલ એમિનો એસિડની ડેફીસિયન્ટ હોય છે. ઇંડા, ડેરી પ્રોડક્ટ અને મીટ જેવા એનિમલ પ્રોટીન કમ્પ્લીટ પ્રોટીન હોય છે. અનાજ, કઠોળ અને શાકભાજી ઇનકમ્પ્લીટ પ્રોટીન છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના પેન્ક્રીયેટીક એન્ઝાઇમ એ ડાયેટરી પ્રોટીન ને એમિનો એસિડ પાર્ટીકલ્સ માં બ્રેકડાઉન કરી નાખે છે.
ફેટ્સ(Fats): લિપિડ્સ વોટરમા ઇનસોલ્યુબલ હોય છે; આમ, બ્લડ માં ઇનસોલ્યુબલ. ડાયટમાં, લિપિડ્સ ને ટ્રાઇગ્લિસરાઇડ્સ તરીકે જોવામાં આવે છે.
વિટામીન્સ(Vitamins): મીનરલ અને વોટર એ રેગ્યુલેટ્રી ન્યુટ્રીયન્ટ તરીકે ઓળખાય છે. કારણ કે આ ન્યુટ્રીઅન્ટ્સ એ એનર્જી ન્યુટ્રીઅન્ટ્સ ના મેટાબોલિઝમ માટે જરૂરી છે. વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ એ વોટર સોલ્યુબલ વિટામિન છે. બી કોમ્પ્લેક્સ માં થિયામીન(B1), રિબોફ્લેવિન(B2),નિયાસિન(B3), બાયોટિન( B7), ફોલેટ( B9 ) અને કોબાલામીન(B12 ) નો સમાવેશ થાય છે. આ વિટામિન્સ ડાયરેક્ટલી બ્લડ સ્ટ્રીમ માં એબ્ઝોર્પ્શન થાય છે.
ફેટ સોલ્યુબલ(Fat soluble): ફેટ માં સોલ્યુબલ વિટામિન્સમાં A, D , E અને K જેવા વિટામિન નો સમાવેશ થાય છે. આ વિટામિન્સ એ ઇન્ટેસ્ટાઇન ના લ્યુમેન માં ગેપ સાથે એબ્ઝોર્પ્શન થાય છે અને લિમ્ફેટીક સર્ક્યુલેશન માં ટ્રાન્સપોર્ટેડ થાય છે. વધુ પડતો ફેટ-સોલ્યુબલ વિટામિન્સ લીવરમાં સ્ટોર થાય છે. વિટામીન A અને Dના ખૂબ હાઇ લેવલ એ ટોક્સિક હોઇ શકે છે કારણ કે તે બોડી માં સ્ટોર થાય છે અને એક્સેસ અમાઉન્ટમા એક્સક્રીશન થતું નથી.
મીનરલ્સ(Minerals) : આ બોડી ફ્લુઇડ અને આપણા બોડી ના ટિશ્યુસમાં પ્રેઝન્ટ ઇનઓર્ગેનિક એલીમેન્ટ છે. એક્સેસિવ કુકીન્ગ અથવા પલાળીને મીનરલ્સ એ લોસ થઇ શકે છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ને મેક્રો મિનરલ્સ કહેવામાં આવે છે કારણ કે આપણા બોડીને 100mg/દિવસ કરતાં વધુની જરૂર હોય છે. ઝીંક, મેંગેનીઝ, ક્રોમિયમ, કોપર, સેલેનિયમ, ફ્લોરાઇડ અને આયોડિનને માઇક્રોમીનરલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને બોડી ને 100 મિલિગ્રામ/દિવસ કરતાં ઓછાની જરૂર પડે છે.
ફેક્ટર્સ ફોર અસેસિન્ગ ધ પેશન્ટ ન્યુટ્રીશનલ સ્ટેટસ(Factores for assessing the patients Nutritional status):
અપિરિયન્સ(Appearance): અસેસમેન્ટ માટેનું નું ફર્સ્ટ સ્ટેપ એ વ્યક્તિનું ન્યુટ્રીશનલ સ્ટેટસ અને તેના જનરલ અપીરિયન્સ ને ક્લોઝથી ઓબ્ઝર્વ કરવાનો છે. શું વેઇટ/હાઇટ નો રેસિયો એપ્રોપ્રિએટ છે, જે પર્સન ની નીડ માટે કેલરીની સંખ્યા દર્શાવે છે? શું સ્કિન કલર ક્લિયર છે અને સ્કિન ટેક્સચર સ્મૂથ છે? સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન ના ચેન્જીસ માં ઘણી ન્યુટ્રીશનલ ડેફીશિયન્સી સૌપ્રથમ સ્પષ્ટ થાય છે. શું વાળ જાડા અને ચળકતા છે? શું લિપ્સ અને ગમ્સ એ ઇનટેક્ટ છે, અથવા તે રેડ, પેલ અથવા સ્વોલેન છે?
ડાયટરી હિસ્ટ્રી(Dietary History): પેશન્ટ ના ડાયટરી હિસ્ટ્રીમા સામાન્ય મીલ ની પેટર્ન, સામાન્ય રીતે ખાવામાં આવતા ખોરાકના પ્રકારો, પસંદ અને નાપસંદ અને એલર્જી, જો કોઇ હોય તો તેની ઇન્ફોર્મેશન નો સમાવેશ થાય છે.
કરન્ટ નીડ(Current Needs): ન્યુટ્રીશન ના અસેસમેન્ટ મા કરન્ટ નીડ ને ધ્યાનમાં લેવાનો પણ સમાવેશ થાય છે. શું વ્યક્તિ ગ્રો થય રહી છે? શું ટીશ્યુ રિપેર અને હીલિંગ દ્વારા બનાવવામાં આવેલી કોઇ સ્પેશિયલ નીડ છે? શું વ્યક્તિ એ અન્ડરવેઇટ છે?
ઇટીંગ માટેની એબીલીટી(Ability to eat): વિવિધ ફેક્ટર્સ જેમ કે મસલ્સ સ્ટ્રેંથ, હેન્ડ કો-ઓર્ડીનેશન અથવા માઉથમા ડિસ્કમ્ફર્ટ ઇટીંગ એબીલીટી ને અફેક્ટ કરી શકે છે. હોસ્પિટલાઇઝ્ડ થયેલા લોકો દ્વારા ફેસ કરવામાં આવતી કેટલીક સામાન્ય સમસ્યાઓ ઇમમોબીલાઇઝેશન છે જે ઇઝી ઇટીન્ગ અથવા સ્વેલોવિન્ગ કરી જવાની મંજૂરી આપતી નથી, ડોમિનન્ટ હેન્ડ ને રિસ્ટ્રેઇન અથવા ઇમમોબીલાઇઝેશન કરવાની મંજૂરી આપતી નથી, અને એક્સટ્રીમ ફટીગ અથવા વિકનેસ જેવી કન્ડિશન.
લેવલ ઓફ નોલેજ(Level of knowledge): શું પેશન્ટ ને ખબર છે કે ગુડ ડાયટ શું છે? જો કોઇ સ્પેશિયલ ડાયટ સૂચવવામાં આવે, તો શું પેશન્ટ ડાયટ અને તેના પર્પઝ ને સમજે છે? ઇફેક્ટીવ્લી રીતે ઇન્ટરવેન્શન નો પ્લાન બનાવવા માટે આ ઇન્ફોર્મેશન જરૂરી હોય છે.
કરન્ટ ઇન્ટેક(Current intake): તે ઇન્ફોર્મેશન ને ગેધર કરવું ઇમ્પોર્ટન્ટ હોય છે કે પેશન્ટ હાલમાં શું ખાય છે અને પીવે છે તેની કેલરી નું પ્રમાણ, ઇટીન્ગ પેટર્ન અને તેમની ખાવાની પસંદ અને નાપસંદ નક્કી કરવા માટેની માહિતી. ઇન્જેસ્ટ કરેલા તમામ ફ્લુઇડ ને મેઝર કરવું ઇમ્પોર્ટન્ટ હોય શકે છે જેથી મેઝર કરવામાં આવેલા આઉટપુટ ને કમ્પેઇર કરી શકાય.
થેરાપ્યુટીક ડાયટ પ્લાનિંગ એન્ડ સર્વિંગ(Therapeutic diet planning and serving):
ડાયટ પ્લાન ફોર પેશન્ટ સફરિન્ગ ફ્રોમ ફિવર(Diet plan for patient suffering from fever):
આ ડાયટ પ્લાનિંગ ના ઓબ્જેક્ટીવ(Objectives) :
એડીક્યુએટ ન્યુટ્રીશન ને મેઇન્ટેઇન રાખવા માટે.
સિમ્પટોમ્સ માંથી રીલીફ મેળવવા માટે.
ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ ને મેઇન્ટેન રાખવા માટે.
ઇન્ટેસ્ટાઇનલ ઇનીટેશન અવોઇડ કરવા માટે.
ફિવર એ એવી કન્ડિશન છે કે જેમાં બોડી ટેમ્પરેચર એ નોર્મલ લેવલ કરતા એલિવેટ થાય છે. તે એક્યુટ અથવા ક્રોનિક હોઇ શકે છે.
આવા પેશન્ટ માટે ડાયટ પ્લાનિંગ માં એનર્જી ઇન્ટેક (10-20%), ઇંડા/દૂધના ઇન્ટેક થી પ્રોટીનનું ઇન્ટેક (1/ 1/2 થી 2 ગણું), કાર્બોહાઇડ્રેટ ના ઇન્ટેક, ઇમલ્સીફાઇ ફેટ નું ઇન્ટેક, મીનરલ્સ અને વિટામિન નું ઇન્ટેક અને ફ્લુઇડ ઇન્ટેક (બેવરેજીસ, સુપ, જ્યુસ, પ્લેઇન વોટર) દ્વારા ઇન્ક્રીઝ કરવું જોઇએ.
મોડીફાઇડ ડાયટમાં નીચે મુજબ ના ફુડ નો સમાવેશ થાય છે જેમ કે, પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ, દૂધ અને દૂધની બનાવટો,લો ફાઇબર ડાયટ,હાઇ બાયોલોજીકલ વેલ્યુ પ્રોટીન (એગ્સ, મિલ્ક, ફિસ, મીટ), જીલેટીન બેસ્ડ ડેઝર્ટ(હની, જામ).
ફૂડ ટુ બી અવોઇડેડ(Food to be Avoided):
હાઇ ફાઇબર ફૂડ, રો વેજીટેબલ્સ અને ફ્રુટ્સ (એક્સેપ્ટ પપૈયા, બનાના), ફ્રાઇડ ફેટી ફુડ્સ, સ્પીસીસ અને કોન્ડીમેન્ટસ.
થેરાપ્યુટીક ડાયટ ફોર કાર્ડિયાક પેશન્ટ(Therapeutic diet for cardiac patient ):
કાર્ડીઓવાસ્ક્યુલર ડિસીઝ એ હાર્ટ અને બ્લડવેસલ્સ ની ડિસીઝ છે. કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝમા હાઇપરટેન્સન, એન્જાઇના પેક્ટોરિસ, ઇસ્ચેમિક હાર્ટ ડીસીઝ અને માયોકાર્ડિયલ ઇન્ફ્રાકશન્સ જેવા ડિસીઝનો સમાવેશ થાય છે.
ફૂડ રિકમન્ડેડ ફોર કાર્ડિયાક પેશન્ટ( Food Recomonded for cardiac patient) :
કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય તેવો ફૂડ.
•મલાઇ કાઢી લીધેલું દૂધ, મલાઇ કાઢી લીધેલાં દૂધમાંથી બનાવવામાં આવેલ પનીર.
•અનાજ અને કઠોળ.
•વોલ ગ્રેઇન્સ (આખા અનાજ).
•બધા વેજીટેબલ્સ અને ફ્રુઇટ્સ.
•હાઇ ફાઇબર અને સોલ્યુબલ ફાઇબર જેમ કે, ઓટ મીલ, મીલેટ્સ,પેક્ટીન,ગમ્સ વગેરે.
•લીન મીટ, એગ વાઇટ અને ફિસ.
•વેજીટેબલ ઓઇલ,સુગર એન્ડ જગગેરી.
ફૂડ ટુ બી અવોઇડેડ(Food to be Avoided):
•કોલેસ્ટ્રોલ રીચ ફૂડ,
•વોલ મિલ્ક, બટર, ક્રિમ, ચિઝ (પ્રોસિસ્ડ).
•ઇન્ડિયન સ્વીટ મીલ્સ જેમ કે, •પુડિનગ્સ,બેકરી પ્રોડક્ટ.
•ઓર્ગન મીટ્સ(લીવર).
રેગ્યુલર લો કોલેસ્ટ્રોલ એન્ડ લો ફેટ અને હાઇ ફાઇબર ડાયટ(Regular low cholesterol and low fat and high fiber diet:
એનર્જી: 1600 k cal.
ફેટ : 40g.
પ્રોટીન: 65g.
થેરાપ્યુટીક ડાયટ ઇન ક્રોનીક રીનલ ફેઇલ્યોર(Therapeutic diet for cronic Renal failure) :
ક્રોનિક રિનલ ફેઇલ્યોર ને ક્રોનિક કિડની ડીસીઝ ( CKD ) તરીકે પણ ઓળખવામાં આવે છે.ક્રોનિક કીડની ફેઇલ્યોર મા કીડની નુ ફંક્શન એ સ્લોલી એન્ડ પ્રોગ્રેસિવ્લી ડિટોરિયેશન થાય છે જેના કારણે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ અને ફ્લુઇડ ઇમ્બેલેન્સ થાય છે.ક્રોનીક રીનલ ફેઇલ્યોર મા સ્લોલી, ઇન્સીડીઅસ, અને ઇરરિવર્સીબલ રીનલ એક્સક્રીટરી અને રેગ્યુલેટરી ફંક્શન ઇમ્પેઇર્ડ થાય છે.ક્રોનિક કિડની ડિઝીઝ ના ફાઇનલ સ્ટેજ ને એન્ડ સ્ટેજ રીનલ ડીઝીઝ (ESRD) કહેવામાં આવે છે.ક્રોનીક કીડની ડીસીઝ એ એવી કન્ડિશન છે કે જેમાં કિડની એ ગ્રેજ્યુઅલી બોડીમાં રહેલા વેસ્ટ પ્રોડક્ટ તથા ફ્લુઇડ ને ફિલ્ટર કરી શકતી નથી તેના કારણે ટોક્સિન સબસ્ટન્સ એ બોડીમાં એક્યુમ્યુલેટ થાય છે.આ કન્ડિશન એ મુખ્યત્વે જુદા જુદા કારણોના કારણે જેમ કે ડાયાબિટીસ, હાયપરટેન્શન,ગ્લોમેરુલોનેફ્રાઇટીસ, પોલીસીસ્ટીક કીડની ડીસીઝ વગેરે ના કારણે થાય છે.
ક્રોનિક રીનલ ફેઇલ્યોરમાં ફૂડ ટીપ્સ(Food tips in chronic renal failure):
પ્રોટીન્સ:
સેડેન્ટરી વર્કર : 20 gm
મોડરેટ વર્કર : 30 gm
હેવી વર્કર : 40 gm.
કેલરી :
સેડેન્ટરી વર્કર : 2040
મોડરેટ વર્કર : 2197
હેવી વર્કર :2363
સોડિયમ :
સેડેન્ટરી વર્કર : 180 mg
મોડરેટ વર્કર : 215 mg
હેવી વર્કર : 255 mg
પોટેશિયમ:
સેડેન્ટરી વર્કર : 1226 mg
મોડરેટ વર્કર : 1382 mg
હેવી વર્કર : 1982 mg.
ફોસ્ફરસ :
સેડેન્ટરી વર્કર : 441 mg
મોડરેટ વર્કર : 586 mg
હેવી વર્કર : 717 mg.
ફૂડ અવોઇડ કરવો જોઇએ( Food to be avoided):
થેરાપ્યુટીક ડાયટ ફોર ગાઉટ પેશન્ટ(Therapeutic diet plan for gout patient):
ગાઉટ એ પ્યુરિન મેટાબોલિઝમ ની એબનોર્માલિટી છે જેમાં બ્લડ માં યુરિક એસિડનું એબનોર્મલી હાઇ લેવલ એક્યુમ્યુલેટ થાય છે. નોર્મલ બ્લડ લેવલ યુરિક એસિડ એ 2-4 mg/100 ml છે. જ્યારે આ ઇન્ક્રીઝ થાય છે, ત્યારે યુરિક એસિડના સોલ્ટસ ક્રિસ્ટલ બને છે અને જોઇન્ટ્સ અને સરાઉન્ડિન્ગ ટિશ્યુસ મા ડિપોઝીટ થાય છે. આ ડિસીઝ એ સામાન્ય રીતે 35 વર્ષની ઉંમર પછી થાય છે અને મુખ્યત્વે મેલને અફેક્ટ કરે છે તે સડન્લી અને એક્યુટ ઓનસેટ અને લોકેલાઇઝ આર્થરાઇટીક પેઇન દ્વારા વર્ગીકૃત થયેલ છે જે સામાન્ય રીતે મોટા અંગૂઠામાં શરૂ થાય છે અને લેગ સુધી કન્ટીન્યુઅસ રહે છે.
ફ્રી ફુડ્સ:
એવા ફૂડ્સ છે જેમાં પ્યુરીન ની માત્રા નેગ્લીજેબલ હોય છે અને કુલ કેલરીની રિક્વાયરમેન્ટ ને ધ્યાનમાં રાખીને તેનો ડેઇલી યુઝ કરી શકાય છે.
•ઘઉં, રાઇસ, સુજી, મેઇદા, મેઇઝ,
•વોશ્ડ પલ્સીસ એક્સેપ્ટ લેન્ટીલ(મસૂર).
•ઓલ ફ્રૂઇટ્સ.
•મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ.
•નટ્સ એન્ડ ઓઇલ સિડ્સ.
•એગ્સ ,પાલક, મશરૂમ, શતાવરી સિવાય તમામ વેજીટેબલ્સ.
•ટી એન્ડ કોફી, એરેટેડ બેવરેજીસ.
•પીકલ્સ એન્ડ કોન્ડીમેન્ટસ.
ઓકેશનલી લેવા માટેનું ફૂડ
નીચેના ફૂડ માં પ્યુરિન નું કન્ટેન્ટ એ મોડરેટ હોય છે અને રેમીશન ના પીરિયડ દરમિયાન વિકમા એકવાર લય શકાય છે:
•ફીસ, પોઅલ્ટરી, શેલફિશ.
•મશરૂમ, શતાવરીનો છોડ, પાલક અને સૂકા વટાણા અને દાળ.
ફૂડ અવોઇડ કરવો જોઇએ:
નીચેના ખોરાકમાં પ્યુરિનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તેને ટોટલી અવોઇડ કરવો જોઇએ:
રેડ મીટ, ઓર્ગન મીટ લાઇક કિડની, બ્રેઇન, હાર્ટ, મીટ એક્સટ્રેક્ટ.
મુસેલ્સ, પેટ્રિજ, સારડીન, હેરિંગ, એન્કોવીઝ અને મેકરેલ.
યીસ્ટ (બેકર અને બ્રુઅર)
આખા પલ્સીસ જેમ કે રાજમહ, ચન્ને અને રોંગી.
થેરાપ્યુટીક ડાયટ ફોર ઓબેસ પેશન્ટ(Therapeutic diet for obese patient).
ઓબેસિટી એ એક મેડીકલ કન્ડિશન છે કે જેમા પર્શન ની બોડી મા ફેટ નું સબક્યુટેનિયસ ટીસ્યુસમા તથા બોડીના અધર પાર્ટ્સ માં એક્સેસિવ એક્યુમ્યુલેશન થાય છે. પર્શન ની ઓબેસિટી ને મેઝર કરવા માટે બોડી માસ ઇન્ડેક્સ ( BMI ) એ એક યુઝફુલ સ્ક્રીનીંગ પેરામીટર છે.
BMI ( Body Mass Index) = Weight in kg/( Height in meter)2
BMI માં,
અન્ડરવેઇટ : < 18.5 kg/ m2, નોર્મલ વેઇટ :18.5-24.9 kg/ m2, ઓવર વેઇટ :25.0-29.9 kg/ m2, ઓબેસ : > 30 kg/ m2.
એનર્જી : દર અઠવાડિયે આશરે 1 કિલો વજન ઘટાડવા માટે દરરોજ 1000 kcal નો ઘટાડો જરૂરી છે. દરરોજ 500 kcal નો ઘટાડો દર અઠવાડિયે લગભગ 1/2 કિલો વજન ઘટાડશે.
પ્રોટીન અને ફેટ્સ : નોર્મલ પ્રોટીન કરતાં સ્લાઇટ્લી વધારે અને ટોટલ એનર્જીના 20% ફેટ દ્વારા પૂરી પાડવામાં આવવી જોઇએ. અનસેચ્યુરેટેડ ફેટ નો યુઝ કરવો જોઇએ. ફ્રાઇડ ફૂડ પર રિસ્ટ્રીક્શન હોવું જોઇએ.
નીચેનું ફૂડ રિસ્ટ્રીક્ટેડ અથવા અવોઇડ કરવો:
વેઇટ રિડ્યુસ કરવા માટે સૂચવેલ ફૂડ્સ:
થેરાપ્યુટીક ડાયટ ફોર ડાયાબિટીક પેશન્ટ( therapeutic diet for Diabetic patient):
ડાયાબીટીસ એ ક્રોનીક મેટાબોલિક ડિસઓર્ડર છે કે જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન તથા લિપિડ નુ મેટાબોલિઝમ એ ઇમ્પેઇર્ડ થાય છે.ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર નુ ગ્રુપ છે કે જેમાં પર્સન ના બ્લડ માં હાઇ સુગર લેવલ જોવા મળે છે આ મુખ્યત્વે બોડી માં ઇન્સ્યુલિન હોર્મોન નું સિક્રીસન તથા ઇન્સ્યુલિન હોર્મોન ના એક્સન મા કોઇ ઇમ્પેઇરમેન્ટ હોય તો બોડી માં બ્લડ સુગર લેવલ એ હાઇ જોવા મળે છે.
ડાયાબીટીસ મલાયટસ માં ”3 P” સિન્ડ્રોમ એ મુખ્યત્વે જોવા મળે છે.
1)P: પોલિયુરિયા (ફ્રિકવન્ટ યુરિનેશન : વારંવાર યુરીન પાસ થવું),
2)P: પોલિડીપ્સિયા (ઇન્ક્રીઝ થર્સ્ટ : ખુબ તરસ લાગવી),
3)P: પોલિફેજીયા (ઇન્ક્રીઝ હન્ગર : ખુબ ભુખ લાગવી).
ડાયાબીટીક પેશન્ટમા ડાયેટરી મેનેજમેન્ટ(Dietary management in diabetic patient) :
ડાયાબિટીસ ની ટ્રીટમેન્ટ માં થેરાપ્યુટિક ડાયટ એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ડાયટ નો યુઝ એકલા અથવા ઇન્સ્યુલિન ના ઇન્જેક્શન અથવા ઓરલ હાઇપોગ્લાયકેમિક ડ્રગ્સ સાથે થઇ શકે છે.
વ્યક્તિનો ડાયટ પ્લાન હાઇટ, વેઇટ, એજ, સેક્સ, ફિઝીકલ એક્ટીવિટી અને ડાયાબિટીસ ના નેચર પર આધારિત છે. નીચેના એશેન્સિયલ કન્સિડરેશન છે:
1) એનર્જી રિક્વાયરમેન્ટ નક્કી કરવી.
2) કાર્બોહાઇડ્રેટ્સ, ફેટ અને પ્રોટીન ની દ્રષ્ટિએ એનર્જી નું ડિસ્ટ્રીબ્યુશન
3) કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને પ્રિપેરેશન ના ટાઇમ નું નક્કી કરવું.
4) કાર્બોહાઇડ્રેટ્સ નું ડિસ્ટ્રીબ્યુશન.
5) કોઇપણ કોમ્પ્લીકેશન્સ ની ગેરહાજરી અથવા હાજરીના રેફરન્સમા ડાયાબિટીસ ના સ્ટેજીસ.
ડાયટ અને ફીડિંગ પેટર્ન :
ડાયાબિટીકમા, ફૂડ ઇન્ટેક નો અમાઉન્ટ અને ટાઇમ, પર્ટીક્યુલર્લી કાર્બોહાઇડ્રેટસ ને કંટ્રોલ્ડ કરવું જોઇએ જેના કારણે નોર્મલ રેન્જ કરતા બ્લડ ગ્લુકોઝ લેવલ ને ફ્લક્ચ્યુએશન્સ થતું પ્રિવેન્ટ કરી શકાય છે. રિફાઇન્ડ સુગર નું ઇન્ટેક એ ઓછું કરવું જોઇએ કારણ કે તે સુગર નું ઇન્ટેક કર્યા પછી બ્લડ લેવલમાં શાર્પલી રાઇઝ થાય છે. પેશન્ટ એ ફીસ્ટીંગ અને ફાસ્ટિંગ અવોઇડ કરવું જોઇએ. એક્સરસાઇઝ માટે એડજસ્ટમેન્ટ કરવું જોઇએ અને ભૂખ લાગવાથી પ્રોપર્લી જમવું અને ઓવર ઇટીંગ કરવું જોઇએ નહીં.
ફૂડ નોટ અલોવ્ડ:
ગ્લુકોઝ, સુગર , હની, બધા ટ્વીટ્સ, ચોકલેટ અને કેન્ડીસ.
ફૂડ ટૂ બી અવોઇડેડ ઓર રિસ્ટ્રીક્ટેડ:
બટાકા, જામ, અરવી, સ્વીટ પોટેટો, કેરી, દ્રાક્ષ, કેળા, આલ્કોહોલિક બેવરેજીસ, તળેલા ખોરાક, પરાંઠા, પુરીઓ, પકોડા, દાળ મોથ, મેથી, ડિપ ફ્રાઇડ વેજીટેબલ્સ, ડ્રાય ફ્રુઇટ્સ, સેચ્યુરેટેડ ઓઇલ, કેક અને પેસ્ટ્રી.
ફુડ્સ ટૂ બી યુઝ્ડ ફ્રિલી:
લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટાં, કાકડી, મૂળો, લીંબુ, ક્લીયર સૂપ, બ્લેક કોફી અને ખાંડ વગરની ચા, બટર મિલ્ક, ખાટી ચટણી, તેલ વગરના અથાણાં વગેરે.
ડાયટ ડ્યુરિન્ગ રેડિયેશન થેરાપી(Diet during Radiation therapy):
રેડિયેશન થેરાપી માં આયોનાઇઝિંગ રેડિયેશન નો યુઝ કરવામાં આવે છે.આ રેડિયેશન નો યુઝ કરી એબ્નોર્મલ સેલ્યુલર ગ્રોથ ને પ્રિવેન્ટ કરવામાં આવે છે.આ રેડિયેશન થેરાપી એ કેન્સરિયસ સેલ ને ડેમેજ અને તેને નેક્રોસિસ કરે છે.
પર્પઝ:
1.પ્રાઇમરી: પ્રાઇમરી પર્પસ એ માત્ર કેન્સર ના ટ્રીટમેન્ટ અને તેના ક્યોર માટે હોય છે.
2.એડજુવન્ટ: એડજુવન્ટ નો માત્ર પ્રિ ઓપરેટીવ અને પોસ્ટ ઓપરેટિવ કન્ડિશન માં યુઝ થાય છે અને તેનો યુઝ કીમોથેરાપી સાથે કરવામાં આવે છે.
3.પેલીએટીવ: આ કોઇપણ ઇમરજન્સી કન્ડિશન હોય ત્યારે યુઝ થાય છે .જેવી કે, સુપિરિયર વેના કાવા કમ્પ્રેસન અને સ્પાઇનલ કોડ કોમ્પ્રેશન વગેરે.
4.પ્રોફાઇલેક્ટીક પર્પસ: આ રેડીએશન થેરાપી એ માત્ર શંકાસ્પદ એરિયામાં આપવામાં આવે છે.
જે પેશન્ટ એ રેડીએશન થેરાપી પર હોય તેમને ડેઇલી પ્રોપર્લી ન્યૂટ્રિશન પ્રોવાઇડ કરવું ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ હોય છે. ગુડ હેલ્થ ને મેઇન્ટેન રાખવા માટે રેડીએશન થેરાપી વાળા પેશન્ટ ને ડેઇલી ગુડ ફૂડ ઇટીંગ કરવું જરૂરી હોય છે. જો પેશન્ટ એ પુઅર ન્યુટ્રીશિયશ ફૂડ લેતું હોય તો તેની કન્ડિશન એગ્રાવેટ થઇ શકે છે પરંતુ જો પ્રોપર અમાઉન્ટમાં ન્યુટ્રિશિયસ ડાયટ લેતા હોય તો તેમને પેઇન માંથી અર્લી રિકવરી અને રિલીફ મળી રહે છે.
ડેઇલી ડાયટમાં નીચેના દરેક ગ્રુપ માંથી ફૂડ આઇટમ્સ નો સમાવેશ થવો જોઇએ:
ટ્રીટમેન્ટ પછી રેડિયેશન થેરાપીની કેટલીક કોમન રિએક્શન અને ડિસ્કમ્ફર્ટ ને રિડ્યુસ કરવા માટે રિલેવન્ટ સજેસન્સ નીચે મુજબ છે:
1) ડ્રાયનેસ ઓફ માઉથ : આખા દિવસમાં 8-10 ગ્લાસ ફ્લુઇડ પીવું.
2) માઉથ અને થ્રોટમા દુખાવો: હોટ, સ્પાઇસી અને ઇરીટેટીંગ ફૂડ અવોઇડ કરવું.
આલ્કોહોલ અને સ્મોકિંગ અવોઇડ કરવું.
ખુબ હોટ અને કોલ્ડ ફુડ અવોઇડ કરવું. હોટ ફૂડ ને મીડીયમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવું.
તમારા મોંને શાંત કરવા માટે દરરોજ એક ગ્લાસ પાણીમાં મીઠું, 1/4 ટીસ્પૂન અને બેકિંગ પાવડર 1/4 ટીસ્પૂનથી બનાવેલા માઉથ વોશ થી કોગળા કરવા.
વ્યક્તિગત જરૂરિયાતને અનુરૂપ ડાયટ ની કન્સીસ્ટન્સી માં ફેરફાર કરવો. ઇઝીલી સ્વેલોવિન્ગ માટે તમામ ફૂડને હાઇ સ્પીડ મિક્સીમાં લિક્વીડ અથવા સેમી સોલિડ કન્સીસ્ટન્સી દ્વારા બ્લેન્ડરાઇઝ કરવું.
માઉથ મા ઇરીટેશન અવોઇડ કરવા માટે મિલ્ક/સૂપની શરૂઆત કરવી.
3) ટેસ્ટ એન્ડ સ્મેલ લોસ: ટેસ્ટ અને ફ્લેવર ને ઇમ્પ્રુવ કરવા માટે, વિવિધ પ્રકારના ટેસ્ટ અને સુગંધિત એજન્ટોનો યુઝ કરવો, દા.ત. હરા ધનિયા, પુદીના, નિંબુ, ઇલાચી, દાળ ચીની, લવિંગ, એસેન્સ જેમ કે કેઓરા, વેનીલા, ગુલાબ વગેરે. સીરપ, મિલ્ક શેક, ફ્રુટ શેક અને ચોકલેટ વગેરે ટેસ્ટ ને એનહાન્સ કરે છે.
4) ડિપ્રેસ્ડ એપેટાઇટ: તમને ગમતી વખતે અને તમને ગમે તે રીતે ખાઓ પણ ગમે તે રીતે ખાઓ પણ જમવાનું ચૂકશો નહીં.
ફૂડ એ ઓછી માત્રામાં લેવું પરંતુ ફ્રીકવન્ટ ઇન્ટરવલમા લેવું.
5)નોઝીયા: કાર્બોનેટેડ બેવરેજીસ, કોલ્ડ જેલી, આઇસ્ક્રીમ નો યુઝ કરવો.
6) લુસ મોશન/ ઇનડાયજેશન: ફ્રિકવન્ટ ઇન્ટરવલ મા લીક્વીડ્સ લેવું, અને ત્યાર બાદ ગ્રેજ્યુઅલી સેમીસોલીડ અને ત્યારબાદ સોલીડ ફૂડ ઇન્ટેક કરવું.
હેવ અ ચોઇસ:
કન્સીસ્ટન્સી વાઇસ પેશન્ટ ના ફૂડ મા નીચેના ફૂડ નો સમાવેશ થાય છે:
a) લિક્વીડ: વોટર, ચા, કોફી, નિંબુ પાણી,વાયુયુક્ત પાણી, લસ્સી, શરબત, સ્ક્વોશ, ફ્રુઇટ જ્યુશ , સૂપ, છાશનું પાણી.
b) સેમી લીક્વીડ: દૂધને ઇંડાની જરદી, દૂધનો પાવડર, મધ, હોર્લીક્સ, પ્રોટીનેક્સ, સ્પીટ, કોમ્પ્લેન, ફેરાડોલ, મિલ્ક ફ્રૂટ શેક, કોર્નફ્લેક્સ.
C)સેમીસોલીડ્સ(ગ્રુઅલ્સ) : ઘઉં, દાળિયા, સુજી-હલવો, ખીચરી, કસ્ટર્ડ, ખીર, ચોખાની ફિરણી, એગ પુડિંગ (ઈંડાની ખીર), રાંધેલી દાળ, છૂંદેલા બટાકા અને શાક, બટર, ફ્રુઇટ્સ ના સ્ટયૂ સાથે.
થેરાપ્યુટીક ડાયટ ઇન લીવર ડિસીઝ(Therapeutic diet in liver Diseases):
લિવર એ બોડીનું લાર્જેસ્ટ ઓર્ગન છે જે બોડી વેઇટના 2.5 થી 3% જેટલું છે. તે એક મલ્ટિફંક્શનલ ઓર્ગન છે જે ફેટ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન ના મેટાબોલિઝમ મા ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ફૂડ ના ડાયજેશન ના મોટાભાગના એન્ડ પ્રોડક્ટ એ ડાયરેક્ટલી લીવરમાં ટ્રાન્સપોર્ટ થાય છે, ત્યાં સ્ટોર થાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે બોડીના અન્ય ભાગોમાં મોકલવામાં આવે છે. ટોક્સીક સબસ્ટન્સ એ અહીં ડિટોક્સીફાઇ થાય છે. આમ લિવર વ્યક્તિના ન્યુટ્રીશનલ સ્ટેટસ પર ઇમ્પોર્ટન્ટ અસર કરે છે અને આ ઓર્ગન ના ડિસીઝ એ હેલ્થ ને નોંધપાત્ર રીતે અસર કરે છે. જોકે લીવર ના ડિસીઝમાં ઇન્ફેક્શન્સ, ટોક્સિન્સ, મેટાબોલિક અથવા ન્યુટ્રીશનલ ફેક્ટર્સ, કાર્સિનોમા, વગેરે જેવા સંખ્યાબંધ કોઝ હોય શકે છે, જોકે પેથોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે તે સિમીલર બેઝિક ચેન્જીસ છે જેમાં એટ્રોફી (હિપેટીક સેલ્સ નું ડિજનરેશન), ફેટી ઇનફિલ્ટરેશન (હિપેટીક સેલ્સમાં ફેટ ના ડ્રોપલેટ્સ નું ડિપોઝીશન) ફાઇબ્રોસિસ( કોઇ લિવર ડેમેજ થયેલું હોય તો તેનો એન્ડ રિઝલ્ટ્સ), નેક્રોસિસ (હિપેટીક સેલ્સ નું ડેથ). લીવર ના તમામ ડિસીઝ માં કોમન સિમ્પટોમ્સ જોન્ડિસ હોય છે. તે બ્લડમાં વધેલા બિલીરૂબિન લેવલ નું રિઝલ્ટ છે અને સ્કિન અને આઇસના સ્ક્લેરાને યેલો કલર આપે છે. યુરિન એ બિલીરૂબિન પ્રેઝન્ટ હોવાના કારણે ડાર્ક યેલો અથવા બ્રાઉન જોવા મળે છે. નોર્મલ સિરમ બિલીરૂબિન લેવલ એ 0.1 થી 0.8 mg/ 100 ml હોય છે.
ડાયેટરી મેનેજમેન્ટ(Dietary Management):
ઓબ્જેક્ટિવ્સ(Objectives) :
સિમ્પ્ટોમ્સ ને રીલીવ કરવા માટે.
લીવર ટિશ્યુસ ના રીજનરેશન માટે.
લીવર ને ફરધર ડેમેજ થતું પ્રિવેન્ટ કરવા માટે.
એનર્જી(Energy) : એનોરેક્સીયા ને કારણે ઇનીશીયલી ઓન્લી 1500 થી 2000 Kcal એક્સેપ્ટેબલ હોય છે. ગ્રેજ્યુઅલી એનર્જી એ નોર્મલ ઇન્ટેક કરતા 20 થી 30 % જેટલું વધારે ઇન્ક્રીઝ કરવામાં આવે છે.
પ્રોટીન્સ(Protiens): નેગેટિવ નાઇટ્રોજન બેલેન્સ ને ઓવરકમ કરવા માટે પ્રોટીન ઇન્ટેક એ ઇન્ક્રીઝ કરવું જેના કારણે લીવર સેલ્સ નુ રીજનરેશન પ્રમોટ થઇ શકે અને લીવર નું ફેટી ઇન્ફીલ્ટ્રેશન પ્રિવેન્ટ કરી શકાય. લીવર ના ડેમેજની મર્યાદા અનુસાર પ્રોટીનની માત્રાને એડજસ્ટ કરવાની જરૂર હોય છે. બીજી બાજુ, એક્યુટ કેસીસ માં પ્રોટીન નું ઇન્ટેક પણ ડિક્રીઝ કરવું પડી શકે છે.
કાર્બોહાઇડ્રેટ્સ(Carbohydrates): હાઇ કાર્બોહાઇડ્રેટ ડાયટ ને રિકમ્નડેડ કરવામાં આવે છે. ગ્લુકોઝ, ખાંડ, મધ, શેરડીનો રસ, ફ્રૂઇટ્સ અને ફ્રુઇટ જ્યુશ, અનાજ અને રુટ વેજીટેબલ્સ જેવા સ્ટ્રાર્ચ 300-400 g સિમ્પલ કાર્બોહાઇડ્રેટ્સ ના ડેઇલી ઇન્ટેક ની રિકમન્ડેડ કરવામાં આવે છે.
ફેટ્સ(Fats): ફેટ નું ડાઇઝેશન અને એબ્ઝોર્પ્શન એ લીવર ડિસઓર્ડર્સ ના કારણે અફેક્ટેડ થાય છે કારણ કે તેમાં બાઇલ સિક્રીશન એ ઇમ્પેઇર્ડ થાય છે. ફેટ નું ટોલરન્સ એ દરેક વ્યક્તિ થી વ્યક્તિમાં ડિફરન્ટ હોય છે. તેથી માઇલ્ડ થી મોડરેટ કેસીસ માં 40 થી 50 gm જેટલું ટોટલ ફેટ પર ડે પ્રોવાઇડ કરી શકાય છે.સિવ્યર કેસિસમા, લીવર ડેમેજ ના કારણે કુલ ફેટ એ 20-30 g/day સુધી રિસ્ટ્રીક્ટેડ હોઇ શકે છે. ફેટ ની ક્વોલિટી મા મોડિફાઇડ કરવું જરૂરી છે. ઇમલ્સિફાઇડ ફેટ્સ જેમ કે દૂધ અને ઇંડામાંથી ફેટ આપવું જોઇએ કારણ કે તેમના ઇમલ્સિફિકેશન માટે બાઇલની જરૂર નથી.
વિટામીન્સ અને મિનરલ્સ(Vitamins and minerals): ડાયટમાં બધા મીનરલ્સ, ખાસ કરીને કેલ્શિયમ અને આયર્ન, પૂરતા પ્રમાણમાં મળવું જોઇએ. ફેટ નું પ્રમાણ ઘટવાને કારણે વિટામિન A અને D જેવા ફેટ સોલ્યુબલ વિટામિન્સ ઓછાં હોય છે. વિટામીન A, K, C અને B ગ્રુપના સપ્લીમેન્ટ્સ આપવા પડે છે.
ફીડિંગ પેટર્ન(Feeding pattern) : સર્વ કરવામાં આવતા ફૂડ એ સારી રીતે કૂક્કડ, એટ્રેક્ટીવ અને એપેટાઇઝીન્ગ હોવા જોઇએ કારણ કે એનોરેક્ઝીયા એ એક પ્રોબ્લેમ હોય છે. ડાયટ ની કન્સીસ્ટન્સી અને ફિડીન્ગ ની ફ્રિક્વન્સી મોડીફાઇડ હોવી જરૂરી છે.માઇલ્ડ હીપેટાઇટીસ ધરાવતા પેશન્ટ એ નોર્મલ કન્સીસ્ટન્સી નો ડાયટ ખાય શકે છે જ્યારે એક્યુટ હિપેટાઇટીસના કેસીસ માં લિક્વીડ અથવા સોફ્ટ ડાયટ ની ભલામણ કરવામાં આવે છે. ખૂબ સિવ્યર કેસીસ માં ટ્યુબ ફીડિંગ કરવું પડી શકે છે.
ફૂડ ટુ બી ઇનક્લુડેડ(Food to be included): સુગર, ગ્લુકોઝ, હની, પલ્સીસ, મીલ્ક અને મીલ્ક પ્રોડક્ટ્સ, એગ્સ, ફ્રૂઇટ્સ અને વેજીટેબલ્સ.
ફૂડ ટુ બી અવોઇડેડ ઓર રિસ્ટ્રીક્ટેડ(Food to be Restricted): ફ્રાઇડ અને ફેટી ફુડ્સ, ફેટ્સ, ઓઇલ, બદામ, ઓઇલ સિડ્સ , સ્ટ્રોન્ગલી ફ્લેવર્ડ વેજીટેબલ્સ અને મીટ્સ અને આલ્કોહોલ નું ઇન્ટેક પણ રિસ્ટ્રીક્ટેડ છે.
થેરાપ્યુટીક ડાયટ ઇન ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર્સ(Therapeutic diet in gastrointestinal disorders):
ગેસ્ટે્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એ ફૂડ ના ડાયજેશન,એબ્ઝોર્પ્શન અને યુટીલાઇઝેશન સાથે ઇન્વોલ્વ હોય છે.ડાયજેસ્ટીવ સિસ્ટમ ડિસઓર્ડર એ નેચરમા ઓર્ગેનિક અને ફંક્શનલ હોય છે.ડિસીઝ ના નેચર ના આધારે મોટીલીટી, એન્ઝાઇમ પ્રોડક્શન, રિલીઝ અને ટ્રાન્સપોર્ટ મીકેનીઝમ માં ડિસ્ટર્બન્સ હોઇ શકે છે. આ એબનોર્માલિટીસ એ ડાયજેશન અને એબ્ઝોર્પ્શન ની એફિસીયન્સી અને કમ્પલીટનેસ મા ઇન્ટરફેર કરે છે. કોમન ડિસઓર્ડર મા ડાયરિયા, કોન્સ્ટીપેશન,પેપ્ટીક અલ્સર, માલએબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ , ડિસ્ફેજીયા, એનોરેક્સીયા નર્વોસા, નોઝીયા અને વોમીટીંગ હોય છે.
ડાયરિયા(Diarreoea):
ડેફીનેશન:
ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં લિક્વિડ, લુઝ તથા વોટરી સ્ટૂલ એ દિવસમાં ( in 24 hours) ત્રણ ટાઇમ કરતાં વધારે ટાઇમ પાસ થાય છે. અને આ લુઝ , વોટરી સ્ટૂલ ની ફ્રિકવન્સી પણ વધારે હોય છે. ડાયરિયા થવાના કારણે બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટ માં ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ એ લોસ થાય છે તેના કારણે ડિહાઇડ્રેશન ની કન્ડિશન અરાઇઝ થાય છે. ડાયરિયા એ ડેવલોપિંગ કન્ટ્રીસ માં મોર્ટાલિટી રેટ ના કોઝ માં ટોપ થ્રી માં આવતું ડીઝીઝ છે.
ડાયરિયા ના ટાઇપ્સ:
ડાયરિયા ના મુખ્ય ચાર ટાઇપ પડે છે.
1) એક્યુટ ડાયરિયા
2) ક્રોનિક ડાયરિયા
3) પર્સીસ્ટન્ટ ડાયરીયા
4) ડિસેન્ટ્રી
1) એક્યુટ ડાયરિયા:
એક્યુટ ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમા ડાયરિયા નું ઓનસેટ એ સડ્ન્લી હોય છે તથા શોર્ટ ડ્યુરેશન માટે હોય છે.
તથા બે વીક કરતા ઓછા સમયગાળા માટે હોય છે.
એક્યુટ ડાયરિયા એ મુખ્યત્વે કોઇપણ ઇન્ફેક્શન ના કારણે થાય છે.
2) ક્રોનિક ડાયરિયા:
ક્રોનિક ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં લુઝ વોટરી સ્ટૂલ એ 3 વિક્સ કરતા પણ વધારે સમય થી હોય તો તેને ક્રોનિક ડાયરીયા કહેવામાં આવે છે. ક્રોનિક ડાયરિયા કોઇપણ ઓર્ગેનિક ડિસીસ ના કારણે હોય છે.
3) પર્સીસ્ટન્ટ ડાયરીયા:
પર્સીસ્ટન્ટ ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં એક્યુટ ડાયરિયા ના અટેકસ એ બે વીક કરતા વધારે સમય સુધી જોવા મળે છે અને તે ડાયરિયા એ ઇન્ફેક્શન ના કારણે થાય છે.
4) ડિસેન્ટ્રી:
ડિસેન્ટ્રી એ એવી કન્ડિશન છે કે જેમાં સ્ટૂલ માં બ્લડ, મ્યુકસ અને પસ એ પ્રેઝન્ટ હોય છે તથા તેમાં એબડોમીનલ કોલીક, ફીવર, તથા ટેનીસ્મશ (આ એવી કન્ડિશન છે કે જેમાં બોવેલ એ ઓલરેડી એમ્પટી થયેલ હોય છતાં પણ સ્ટૂલ પાસ કરવાની જરૂરિયાત પડે છે.) જોવા મળે છે.
ડાયરિયા થવા માટેના કારણ:
અનહાઇજીનીક કન્ડિશન કારણે.
ઇન્ફેક્શન થવાના કારણે.
વાયરલ ઇન્ફેક્શન :
બેક્ટેરિયલ ઇન્ફેક્શન :
પેરાસાઇટીક ઇન્ફેક્શન:
ફંગાઇ ઇન્ફેક્શન :
ઇન્ફેક્શિયસ કન્ડિશન:
ડાયેટીક તથા ન્યુટ્રીશનલ ફેક્ટર :
ડાયરીયા ના લક્ષણો તથા ચિન્હો :
ડાયરિયા નું મેડિકલ મેનેજમેન્ટ :
ટ્રીટમેન્ટ એન્ડ ડાયેટરી મેનેજમેન્ટ ઇન એક્યુટ ડાયેરિયા:
એક્યુટ ડાયરિયા એ શોર્ટ ડ્યુરેશન માટે હોય છે. જેના કારણે વોટર અને ઇલેક્ટ્રોલાઇટ એ એક્સેસિવ લોસ થાય છે. જો તેને કંટ્રોલ કરવામાં આવી નહીં તો તે ફેટલ પ્રુવ થય શકે છે. પેશન્ટને રીહાઇડ્રેટ કરવા માટે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી પ્રોવાઇડ કરી ટાઇમ્લી સ્ટેપ્સ લેવા જોઇએ જે સિમ્પલ, ઇનએક્સપેન્સિવ અને ઇફેક્ટીવ ટ્રીટમેન્ટ છે.જે સિમ્પલ, ઇનએક્સપેન્સિવ અને ઇફેક્ટીવ ટ્રીટમેન્ટ છે. તે ઘરે જ તૈયાર કરી શકાય છે અને નીચેના સ્ટાન્ડર્ડ WHO/UNICEF ફોર્મ્યુલા મુજબ ORS પેકેટ પણ માર્કેટ માં અવેઇલેબલ હોય છે.
ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન(ORS):
સોડિયમ ક્લોરાઇડ : 3.5 g,
સોડિયમ બાયકાર્બોનેટ : 2.5 g,
પોટેશિયમ ક્લોરાઇડ : 1.5 g,
ગ્લુકોઝ : 20 g.
1 લીટર ક્લિન ડ્રિન્કીન્ગ વોટરમા ડિઝોલ્વ કરવું.
ચાઇલ્ડ એ એક લુસ સ્ટૂલ પાસ કરે કે તરત જ ORT શરૂ કરી દેવી જોઇએ.
ચાઇલ્ડ ને પોસિબલ તેટલી વાર ORS આપવું જોઇએ, જનરલ રુલ એ દરેક સ્ટૂલ પાસ કર્યા પછી એક ગ્લાસ છે.
જો ચાઇલ્ડ એ બ્રેસ્ટ ફિડીન્ગ કરતું હોય તો તેને ORT સાથે ચાલુ રાખવું જોઇએ. અન્ય ફ્લુઇડ્સ જેમ કે નાળિયેર પાણી, જવનું પાણી, નબળી ચા, છાશનું પાણી, આલ્બ્યુમિન પાણી, માખણનું દૂધ, અનાજનું પાણી અને કઠોળનું પાણી પણ આપવું જોઇએ.
ક્રોનિક ડાયરિયા:
ડાયેટરી મેનેજમેન્ટ :
ક્રોનિક ડાયરિયા ના વોટરી મેનેજમેન્ટ માટે નો મેઇન ઓબ્જેક્ટીવ એ વોટર અને ઇલેક્ટ્રોલાઇટ્સ ને રિપ્લેસ કરવા અને એક્સ્ટ્રા ન્યુટ્રીઅન્ટ્સ પ્રોવાઇડ કરવું.
લોસ્ટ વેઇટ અને વિકનેસ ની ભરપાઇ કરવા માટે એનર્જી ની જરૂરિયાતમાં 10-20% વધારો થાય છે. ફાઇબર નું ઇન્ટેક અને ફેટ નું ઇન્ટેક રિસ્ટ્રીક્ટેડ કરવું જરૂરી છે. હાઇ એનર્જી ની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે વધુ કાર્બોહાઇડ્રેટ્સ ની જરૂર પડે છે. મીનરલ અને વિટામિન સપ્લિમેન્ટ્સ ડેઇલી ડાયટ માં ઉમેરવા જોઇએ.
ફૂડ્સ ટુ બી અલોવ્ડ:
વોશ્ડ પલ્સીસ , રિફાઇન્ડ સિરીયલ્સ, સારી રીતે કૂક્કડ વેજીટેબલ્સ, કેળા, પપૈયા, દૂધની બનાવટો, ચિકન અને ફીસ.
ફૂડ્સ ટુ બી રિસ્ટ્રીક્ટેડ:
વોલ સિરીયલ્સ, પલ્સીસ, રો વેજીટેબલ્સ એન્ડ ફ્રુઇટ્સ, ફ્રાઇડ ફુડ્સ, નટ્સ, મીલ્ક એન્ડ મીલ્ક બેઝ્ડ બેવરેજીસ.
કોન્સ્ટીપેશન(Constipation)
કોન્સ્ટીપેશન એ એવી કન્ડિશન છે કે જેમાં ફીસીસ(સ્ટૂલ) એ તેના નોર્મલ એમ્પટીન્ગ લેન્થ કરતા વધારે સમય સુધી કોલોન માં રિટેન્શન રહે છે. કોન્સ્ટીપેશન મા ઇરરેગ્યુલર, ઇનફ્રીક્વન્ટ અથવા સ્ટૂલ પેસેજ માં ડિફીકલ્ટી હોય છે. સામાન્ય રીતે એક સવારે ખાયેલા ફૂડ ના રેસિડ્યુ એ બીજા દિવસે સવારે લાર્જ બોવેલ મા પહોંચે છે. ડીફેકેશન એ સામાન્ય રીતે ફૂડ લીધા પછી 12-72 કલાકની અંદર થાય છે. કોન્સ્ટીપેશન એ એવી કન્ડિશન છે કે જેમાં બોવેલ મુવમેન્ટ ઇનફ્રીક્વન્ટ હોય છે, બોવેલ એમ્પટીન્ગ મા ડીફીકલ્ટી આવે છે, સ્ટૂલ પાસીન્ગ મા ડીફીકલ્ટી અરાઇઝ થાય છે, or ઇનકમ્પ્લિટ બોવેલ ઇવાક્યુએશન/એમ્પટીન્ગ થાય છે. કોન્સ્ટીપેશન ની કન્ડિશન એ મુખ્યત્વે ફીસીસ ના હાર્ડેન્ડ થવાના કારણે, ઇનએડિક્યુએટ અમાઉન્ટ મા ફાઇબર ફૂડ ઇન્ટેક કરવાના કારણે તથા વોટર ઇન્ટેક ઓછા પ્રમાણમાં કરવાના કારણે થય શકે છે.
કોન્સ્ટીપેશન એ બે ટાઇપ નાહોય છે: એટોનિક અને સ્પાસ્ટિક.
કોલોન અથવા રેક્ટમ માં મસલ્સ ટોન લોસ થવાથી સ્ટૂલ ને ઇવાક્યુએટ કરવામાં ડિફીકલ્ટી થઇ શકે છે અને પરિણામે એટોનિક કોન્સ્ટીપેશન થાય છે. આ પ્રકારનું કોન્સ્ટીપેશન સામાન્ય રીતે વૃદ્ધો, પ્રેગ્નેન્ટ વુમન અને સેડેન્ટરી વર્કર્સ માં જોવા મળે છે. આ પ્રકારને ઘણીવાર “લેઝી બોવેલ સિન્ડ્રોમ” કહેવામાં આવે છે.
સ્પાસ્ટિક કોન્સ્ટીપેશન એ મસલ્સ ટોન ઇન્ક્રીઝ થવાને કારણે થાય છે જે કેવીટી ને નેરો કરે છે.ફોલ્ટી ડાયેટરી હેબીટ જેમ કે, ઇરરેગ્યુલર મીલ્સ, ઇનએડિક્યુએટ ફ્લુઇડ ઇન્ટેક, ઇમોશનલ ડિસ્ટર્બન્સ અને હેમોરોઇડ્સ કોન્સટીપેશન ના કોમન કોઝ છે.
ટ્રીટમેન્ટ: ટ્રીટમેન્ટ નો એઇમ આ હોવો જોઇએ:
ડાયટરી મેનેજમેન્ટ :
ફૂડ ટુ બી અવોઇડેડ: રિફાઇન્ડ સિરીયલ્સ, કઠોળ, કેસ્ટર ઓઇલ અને લિક્વીડ પેરાફિન વગેરે.
પેપ્ટીક અલ્સર ડાયટ(Peptic ulcer diet):
“peptic ulcer(પેપ્ટીક અલ્સર)” એ બે શબ્દો મળીને બનેલો શબ્દ છે.
1)peptic(પેપ્ટીક),
2)ulcer(અલ્સર)
1)peptic(પેપ્ટીક): પેપ્ટીક એ લેટિન શબ્દ “પેપ્ટીકસ” પરથી આવ્યો છે.
2)ulcer(અલ્સર): અલ્સર એ લેટિન શબ્દ “અલ્કસ ” પરથી આવ્યો છે.
અલ્કસ મીનીન્ગ અ સોર ઓર અ વુંડ.
પેપ્ટીક અલ્સર એટલે સ્ટમક તથા સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના ફર્સ્ટ પાર્ટ (ડુઓડિનમ)ની મ્યુકોઝલ લાઇનીંગમાં ઇરોઝન or એક્સકેવેશન(હોલો એરિયા) ફોર્મ થાય તેને પેપ્ટીક અથવા ડુઓડેનલ અલ્સર કહેવામાં આવે છે.
પેપ્ટીક અલ્સરમાં સ્ટમક ની મ્યુકોઝલ લાઇનિંગ તથા સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના ફર્સ્ટપાર્ટ ડુઓડીનમ ની મ્યુકોઝલ લાઇનિંગમા સોર તથા ઓપન સોર એ ડેવલોપ થાય છે તે મુખ્યત્વે સ્ટમક મા એસિડિક કન્ટેઇન ના એક્સેસીવ સિક્રીશન થવાના કારણે જોવા મળે છે તેને પેપ્ટીક તથા ડુઓડેનલ અલ્સર કહેવામાં આવે છે. હેરેડીટરી, ઇરરેગ્યુલર ફૂડ હેબિટ્સ, મેન્ટલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન,સ્ટ્રોંગ ટી, કોફી, સ્પાઇસીસ,આલ્કોહોલ નું એક્સેસિવ કન્ઝપ્શન એ પેપ્ટીક અલ્સર માટેના પ્રિડીસ્પોઝિન્ગ ફેક્ટર્સ છે.એન્ઝાઇટી,વરી,સ્ટ્રેસ, ડ્રગ્સ જેમ કે એનાલજેસીક એ એસિડ નું હાઇપરસિક્રીશન કરે છે. પેપ્ટીક અલ્સર નું મોસ્ટ કોમન સીમ્પટોમ્સ અપર સેન્ટ્રલ એબડોમીનલ પેઇન હોય છે.પેપ્ટીકઅલ્સર માં જ્યારે સ્ટમક એ એમ્પટી હોય ત્યારે બર્નિંગ અને પ્રેસિન્ગ પેઇન થાય છે અને અને જો ગેસ્ટ્રીક અલ્સર હોય તો આફ્ટર મીલ થય શકે છે. આની સાથે હાર્ટબર્ન, વોમીટીંગ અને સાથેસાથે વેઇટલોસ પણ થય શકે છે.કેટલાક પેશન્ટમાં બ્લિડિંગ થઇ શકે છે અને તે બ્લેક સ્ટૂલ (મલેના) અથવા બ્લડ ની વોમીટીંગ તરીકે દેખાય છે.
જો પેપ્ટીક અલ્સર એ સ્ટમક માં હોય તો તેને ગેસ્ટ્રીક અલ્સર કહેવામાં આવે છે.
જો પેપ્ટિક અલ્સર એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના ફર્સ્ટપાર્ટ (ડુઓડિનમ) માં હોય તો તેને ડુઓડેનલ અલ્સર કહેવામાં આવે છે.
જો પેપ્ટિક અલ્સર એ સ્ટમકના જસ્ટ અપર પાર્ટમાં એટલે કે ઇસોફેગસ માં હોય તો તેને ઇસોફેજીઅલ અલ્સર કહેવામાં આવે છે.
પેપ્ટીક અલ્સર ના ટાઇપ્સ :
પેપ્ટીક અલ્સર ના બે ટાઇપ પડે છે.
1)એક્યુટ પેપ્ટિક અલ્સર,
2)ક્રોનિક પેપ્ટિક અલ્સર
1)એક્યુટ પેપ્ટિક અલ્સર:
એક્યુટ પેપ્ટિક અસર એ મુખ્યત્વે સુપરફિશિયલ હોય છે કે જેમાં સુપરફીશીયલ મ્યુકોઝલ લેયર નું ઇરોઝન થાય છે. એક્યુટ પેપ્ટીક અલ્સર નુ થોડાક સમયમાં જ હિલિંગ થય જાય છે પરંતુ જો તેને ટ્રીટ ન કરવામાં આવે તો તેમા બ્લીડિંગ, પર્ફોરેશન એ જોવા મળે છે.
2)ક્રોનિક પેપ્ટિક અલ્સર:
ક્રોનીક પેપ્ટીક અલ્સર એ ડીપ, સાર્પ એજીસ અને ક્લીન બેઝ હોય છે. ક્રોનિક પેપ્ટીક અલ્સર માં મ્યુકોઝા તથા સબમ્યુકોઝા નું પણ ઇનવોલ્વમેન્ટ હોય છે. જો આ અલ્સર એ સ્ટમકમાં પેનેટ્રેટ થાય તો તે સ્ટમક ની નજીકના ઓર્ગન (પેન્ક્રીયાસ)ને પણ અફેક્ટ કરે છે.
ડાયટ અને ફીડિંગ પેટર્ન :
ફૂડ ટુ બી અવોઇડેડ:
કેર ઓફ પેશન્ટ વિથ ડિસ્ફેજીયા(Care of the patient with dysphagia):
ડિસ્ફેજીયા મિન્સ સ્વેલોવિન્ગ મા ડિફિકલ્ટી થવી આ કન્ડિશન એ પેશન્ટ થી પેશન્ટમાં ડિફરન્ટ હોય છે.કારણ કે કેટલાક પેશન્ટ ને અમુક ફૂડ સ્વેલોવ કરવામાં ડિફીકલ્ટી પડી શકે છે. પરંતુ કેટલાક પેશન્ટ ને સ્વેલો કરવાનું ઇમ્પોસિબલ હોય છે. કેટલાક ને કફ અથવા ઇટીંગ અથવા ડ્રિન્કીન્ગ વખતે ચોકીગ થઇ શકે છે.આવા પેશન્ટ ને ફૂડ આપતી વખતે નર્સે પેશન્ટ ની કન્ડિશન ને સમજવાની અને ખોરાક લેતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક માટે રેસ્ટ કરવાની જરૂર છે. રેસ્ટ કર્યા બાદ પર્શન ને સ્વેલોવિન્ગ ડીફીકલ્ટી રીડ્યુસ થાય છે અને ફૂડ ને સ્વેલો કરવા માટે એબલ થઇ જાય છે. રેસ્ટ કર્યા બાદ તેમને ચેઇર પર અપરાઇટ બેસાડવા જોઇએ.જો પેશન્ટ એ બેડ રેસ્ટ પર હોય, તો હેડ એન્ડ ને 90-ડિગ્રીના એન્ગલ પર પેશન્ટ ના ટોલેરન્સ મુજબ રેઇઝ્ડ કરવુ.ત્યારબાદ પેશન્ટ ના પ્રેફરન્સ મુજબ લિક્વીડ પ્રોવાઇડ કરવું.જ્યારે પેશન્ટ ફિડીન્ગ કરતા હોય ત્યારે ડિસ્ટ્રેક્શન અવોઇડ કરવું જોઇએ કારણકે ફોકસ એ મેઇન્લી સ્વેલોવિન્ગ પર રાખવામાં આવે છે.અચાનક કફિન્ગ, ચોકીન્ગ , સાયનોસિસ, વોઇસમા ચેન્જીસ,હોર્શનેશ, ઇટીંગ કર્યો પછી થ્રોટ ક્લિયર કરવું અને રિગર્ગિટેશન એ એસ્પીરેશન ના કેટલાક સાઇન છે. સિડેટીવ્સ અથવા હિપ્નોટિક્સ નો યુઝ રિડ્યુસ કરવા માટેની એડવાઇસ આપવામાં આવે છે કારણ કે આ એજન્ટો સ્વેલોવીન્ગમા ઇન્ટરફેર કરી શકે છે.
ડિસ્ફેજીયા થવા માટેના કોઝ:
કેર ઓફ પેશન્ટ વિથ એનોરેક્સીયા નર્વોસા(Care of the patient with Anorexia nervosa):
એનોરેક્સીયા નર્વોસા એ એક સીરીયસ તથા પોટેન્સીયલ લાઇફ થ્રિએટનિંગ ઇટિંગ ડિસઓર્ડર છે તથા સેલ્ફ સ્ટાર્વેશન છે, કે જેમાં પર્શન ને વેઇટ ગેઇન થવાનો તથા બોડી ઇમેજ ડિસ્ટર્બ થવાનો ફિયર હોય છે. તેથી બોડી વેઇટ લોસ કરવાના કારણે,સ્લિમ થવા પર્શન એ ફૂડ ઇન્ટેક રિસ્ટ્રિક્શન કરે છે. સ્લિમનેસ અને વેઇટ લોસ કરવા માટે બોઇસ એન્ડ ગલ્સ એ પોતાની જાતે જ ડાયટિક રિસ્ટ્રિક્શન કરે છે. એનોરેક્સીયા એ એક સિન્ડ્રોમ છે કે જેમાં ત્રણ એસેન્શિયલ ક્રાઇટેરિયા જોવા મળે છે
જેમ કે,
1) પોતાની જાતે જ સેલ્ફ ઇન્ડ્યુઝડ સ્ટાર્વેશન કરવું.
2) ફેટી થવા માટે નો ડર અને પાતળા થવા માટેની એક્સેસિવ ઇન્ટેન્સ હોવી.
3) સ્ટાર્વેશન ના કારણે મેડિકલ સાઇન તથા સિમટોમ્સ જોવા મળવા.
એનોરેક્સીયા ના ટાઇપ્સ :
એનોરેક્સીયા ના બે ટાઇપ પડે છે જેમ કે
1) રિસ્ટ્રિક્ટર ટાઇપ,
2) બુલિમીક (બિંગિંગ( અનકંટ્રોલ એપિસોડ્સ ઓફ ઇટીંગ) તથા પરગિંગ( સેલ્ફ ઇન્ડયુઝડ વોમીટીંગ)) ટાઇપ.
1) રિસ્ટ્રિક્ટર ટાઇપ:
આ ટાઇપ મા પર્શન એ ફુડ નુ રિસ્ટ્રિક્શન કરે છે એટલે ફુડ ઇટિંગ જ અવોઇડ કરે છે.
2) બુલિમીક( બિંગિંગ એન્ડ પર્ગિંગ )ટાઇપ:
(બિંગિંગ( અનકંટ્રોલ એપિસોડ્સ ઓફ ઇટીંગ) તથા પર્ગિંગ( સેલ્ફ ઇન્ડયુઝડ વોમીટીંગ)) ટાઇપ. બુલીમિયામાં પર્શન એ અનકન્ટ્રોલ ઇટીંગ કરે છે ત્યારબાદ એક્સેસિવ ફેટી થવાના ફીયર ને કારણે પર્શન એ સેલ્ફ ઇન્ડયુઝ્ડ વોમીટીંગ કરે છે.
એનોરેક્સીયા નર્વોસા એ ઇટીંગ ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરમાં, પર્શન એ શું ખાય છે અને તેના વેઇટ સાથે ભ્રમિત છે. તેથી, તેઓ તેમના ફૂડ ના ઇન્ટેક પર રિસ્ટ્રીક્શન મૂકે છે અને અમુક સમયે ખાવાનો ઇનકાર કરે છે. પરંતુ અમુક ડિસીઝ પણ એનોરેક્સીયા [લોસ ઓફ એપેટાઇટ] તરફ દોરી શકે છે. જ્યારે પેશન્ટ ને લોસ ઓફ એપેટાઇટ હોય, ત્યારે તેને વારંવાર ફૂડ લેવા માટે એન્કરેજ કરવા સાથે લાઇટ મીલ આપવું જોઇએ. ફેમેલી મેમ્બર્સ ને પેશન્ટ સાથે ફૂડ લેવાની એડવાઇસ આપવી સારી છે. તેમને ડાઇનિંગ ટેબલ પર લાવવું એ પેશન્ટ માટે ફૂડ લેવા માટે એક એન્કરેજીન્ગ અને સ્ટીમ્યુલેટીન્ગ એક્ટ છે. પેશન્ટ ને ફૂડ ડાયરી રાખવા માટે એન્કરેજ કરવા જોઇએ જેનો તે ઇચ્છે ત્યારે તેનો સંદર્ભ લઇ શકે છે. ઓરલ હાઇજીન મેઇન્ટેઇન કરવી.કોઇપણ બેઝીક ડિસઓર્ડર ને આઇડેન્ટીફાય કરવા માટે બ્લડ વેલ્યુ અથવા અન્ય ઇન્વેસ્ટીગેશન્સ થવી જોઇએ.
એનોરેક્સીયા નર્વોસા માટેના મેનેજમેન્ટ:
કેર ઓફ પેશન્ટ વિથ નોઝીયા એન્ડ વોમીટીંગ(Care of the patient with nausea and vomitting):
નોઝીયા એ વોમીટીંગ ની સેન્સેસન છે. વોમીટીંગ એટલે સ્ટમક કન્ટેન્ટ એ માઉથ દ્વારા એક્સપલ્ઝન થવું છે.વોમીટીંગ, કે જેને એમેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમા સ્ટમક કન્ટેન્ટ એ માઉથ દ્વારા અને ક્યારેક નોઝ દ્વારા ફોર્સફૂલ્લી એક્સપેલ આઉટ થાય છે. વોમીટીંગ એક રિફ્લક્સ પ્રક્રિયા છે જે મેડુલા ઓબ્લોન્ગાટા ના વોમીટીંગ સેન્ટર દ્વારા સ્ટીમ્યુલેટ થાય છે. વોમીટીંગ સમયે ડુઓડેનમ એ કોન્ટ્રેક્ટ થાય છે તેના કારણે ડુઓડેનમ કન્ટેન્ટ એ સ્ટમક મા આવે છે ત્યારબાદ સ્ટમક અને એબડોમીનલ મસલ્સ નું કોન્ટ્રેકશન થાય છે અને સ્ટમક કન્ટેન્ટ એ માઉથ દ્વારા અને ક્યારેક નોઝ દ્વારા ફોર્સફૂલ્લી એક્સપેલ આઉટ થાય છે. આમ તો વોમીટીંગ ને ઓછા પ્રમાણમાં અટેન્શન ની જરૂરિયાત રહે છે પરંતુ જો ફ્રિકવન્ટ અને પરસિસ્ટન્ટ વોમીટીંગ રહે તો એ એક સીરીયસ કન્ડિશન કહેવાય છે અને તેમાં પ્રોપર્લી ઇવાલ્યુએશન ની જરૂરિયાત રહે છે જો પરસિસ્ટન્ટ વોમીટીંગ રહે તો તેના કારણે ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ,તથા વોમિટિંગ ને એસ્પીરેશન થવાના ચાન્સ રહે છે અને વોમીટીંગ એ એસ્પિરેટ થવાના કારણે એસ્ફાક્સિયા( સફોગેસન), ન્યુમોનિયા(ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ લંગ પેરેન્કાઇમા) તથા એટલેક્ટેસીસ (કોલેપ્સ ઓફ અ લંગ્સ ઓર પાર્ટ ઓફ અ લંગ્સ)જેવી કન્ડિશન પણ અરાઇઝ થાય છે.વોમીટીંગ ના કારણે અધર સિમ્ટોમ્સ જેમ કે એક્સેસિવ સલાઇવેશન થવું, ટેકીકાર્ડીયા, ટેકીપ્નીયા, સ્વેટિંગ , પ્યુપીલ એ ડાયલેટ થવી તથા પેલનેસ થવી જેવા સિમ્ટોમ્સ પણ જોવા મળે છે.
પેશન્ટ ને દિવસમાં બે વાર બ્રશ કરવા અને ઓરલ હાઇજીન મેઇન્ટેઇન રાખવા માટે કહેવામાં આવવું જોઇએ.અન્ડરલાઇન્ગ કોઝ ની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે. આદુના પાણી જેવા ઘરેલું ઉપચાર અજમાવી શકાય છે અને ફેટી ફૂડ્સ અવોઇડ કરી શકાય છે. જો પેશન્ટ બેડ રીડન હોય તો પેશન્ટને સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી જેના કારણે વોમીટસ ને એસ્પીરેશન થતું પ્રિવેન્ટ કરી શકાય
વોમીટીંગ થવા માટેના કારણ :
વોમીટીંગ થવા માટેના કારણોને નોનઓર્ગેનિક તથા ઓર્ગેનિક કારણમાં ડિવાઇડ કરવામાં આવેલા છે.
નોનઓર્ગેનિક કોઝ
1) ઇન નીયોનેટ:
2) ઇન ઇનફન્ટસ:
3) ઇન ચાઇલ્ડહુડ
ઓર્ગેનિક કોઝ
1) ઇન્ફેક્શન્સ
2) મીકેનીકલ કન્ડિશન ના કારણે.
3)ન્યુરોલોજિકલ કોઝ ના કારણે
4) મેટાબોલીક કોઝ ના કારણે
5) ટોક્સિક એજન્ટ
વોમીટીંગ નું મેડિકલ મેનેજમેન્ટ:
આર્ટિફિશિયલ મેથડ ઓફ ફીડિંગ(Artificial method of feeding)
નેઝોગેસ્ટ્રીક ઇન્ટ્યુબેશન(Nasogastric intubation):
ડેફીનેશન :
નેઝોગેસ્ટ્રીક ઇન્ટ્યુબેશન એ નોઝ દ્વારા ટ્યુબ ને ઇસોફેગસ અને સ્ટમકમા ઇન્સર્શન કરવા માટેની પ્રોસિઝર છે.
નેસોગેસ્ટ્રિક ઇન્ટ્યુબેશન ના ઇન્ડિકેશન્સ:
નેઝોગેસ્ટ્રીક ઇન્ટ્યુબેશન ના કોન્ટ્રાઇન્ડીકેશન્સ:
જનરલ ઇન્સ્ટ્રક્શન્સ:
પ્રોસીઝર:
પ્રિપેરેશન ઓફ ધ પેશન્ટ:
પ્રિપ્રેશન ઓફ ધ આર્ટીકલ્સ:
અ ટ્રે કન્ટેઇનિંગ:
સ્ટેપ્સ ઓફ પ્રોસિઝર:
નેસોગેસ્ટ્રીક ફીડિંગ(Nasogastric feeding):
નેસોગેસ્ટ્રિક ફીડિંગ એ આર્ટીફીશિયલ ટ્યુબ દ્વારા ફ્લુઇડ અને ન્યુટ્રીઅન્ટ્સ આપવાની એક આર્ટીફીશિયલ મેથડ છે જે નોઝ, માઉથ અથવા નેઝોફેરિન્ગ્સ દ્વારા ઇસોફેગસ અને સ્ટમક મા પસાર થાય છે.
મેથડ ઓફ એડમિનિસ્ટ્રેશન:
1) કંટીન્યુઅસ ફીડિંગ મેથડ :
આ મેથડ એ ક્રિટિકલી ઇલ પેશન્ટ માટે યુઝ્ડ થાય છે. કન્ટીન્યુઅસ ડ્રિપ-ફીડિંગ એ નોઝીયા, ક્રેમ્પીન્ગ, અને ડાયરિયા ને મીનીમાઇઝ કરવામા હેલ્પ કરે છે.ઇન્ફ્યુઝન પંપ દ્વારા ફ્લુઇડ ના ગ્રેવિટી ફ્લો નો યુઝ એ 500 ml/hr ના રેટ પર થાય છે.
2) ઇન્ટરમીટેન્ટ ફિડીન્ગ મેથડ:
ઇન્ટરમીટેન્ટ ફિડીન્ગ મેથડ માં ફિડીન્ગ એ પીરિયોડીકલી પ્રોવાઇડ કરવામાં આવે છે.દર વખતે 400 ml 30 મિનિટના ડ્યુરેશન માં અને દિવસમાં ચાર થી પાંચ વખત ડ્રીપ મેથડ દ્વારા આપવામાં આવે છે.
3) બોલસ ફીડિંગ મેથડ :
ટ્યુબ ના એન્ડ સાથે અટેચ થયેલી સિરીંજ અથવા ફનલ ના બેરલ માં સ્લોલી ફ્લુઇડ નું અમાઉન્ટ પ્રિસ્કરાઇબ અમાઉન્ટ માં (250-400ml) રેડવું. ગ્રેવિટી દ્વારા ફ્લુઇડ એ સ્ટમક માં ફ્લો થાય છે.
ઇન્ડિકેશન્સ ઓફ નેઝોગેસ્ટ્રીક ફીડિંગ:
કોન્ટ્રાઇન્ડિકેશન:
જનરલ ઇન્સ્ટ્રક્શન્સ:
આર્ટીકલ્સ :
અ ટ્રે કન્ટેઇનિંગ:
પ્રોસિઝર:
આફ્ટર કેર ઓફ ધ પેશન્ટ એન્ડ આર્ટીકલ્સ :
ગેસ્ટ્રોસ્ટોમી ફીડિંગ(Gastrostomy Feeding):
સ્ટમક ની અંદરના ભાગ ને એબડોમીનલ વોલ સાથે કનેક્ટ કરતી આર્ટીફીસીયલ,સર્જિકલ રીતે બનાવેલું ઓપનિંગ કે જેના દ્વારા એક ટ્યુબ પ્લેસ કરવામાં આવે છે. ગેસ્ટ્રોસ્ટોમીમાં, સ્ટમક નો એક ભાગ એબડોમીનલ વોલ પર લાવવામાં આવે છે અને એબડોમીનલ વોલ દ્વારા તેમાં એક ઓપનીન્ગ બનાવવામાં આવે છે. તેમાં એક ટ્યુબ ઇન્સર્ટ કરવામાં આવે છે જેના દ્વારા ફિડીંગ આપી શકાય છે. તેમા એ એસેન્સીયલ હોય છે કે ફિડીન્ગ એ ડૉક્ટર ના ઓર્ડર મુજબ હોવું જોઇએ.
ગેસ્ટ્રોસ્ટોમી ફીડિંગ ની મેથડ:
સિરીંજ ફીડિંગ : આ મેથડ માં, 50 CC ની સિરીંજ નો યુઝ કરી ફિઝીશિયન ના ઓર્ડર મુજબ ફીડ આપવા માટે થાય છે.
ઇન્ડીિકેશન્સ ઓફ ગેસ્ટ્રોસ્ટોમી ફીડીન્ગ:
અ ટ્રે કન્ટેઇનિંગ:
પ્રોસીઝર:
કોમ્પ્લીકેશન્સ ઓફ ગેસ્ટ્રોસ્ટોમી ફીડિંગ:
પેરેન્ટ્રલ ફીડિંગ/ ન્યુટ્રીશન(Parenteral feeding/Nutrition) :
પેરેન્ટ્રલ ફીડિંગ એટલે થેરાપ્યુટિક એજન્ટ પ્રોવાઇડ કરવા અને તેમાં ફૂડ નું પણ ઇન્વોલ્વમેંટ થાય છે કે જે એલિમેન્ટ્રી ટ્રેકની આઉટસાઇડ માંથી પ્રોવાઇડ કરવામાં આવે છે.બીજા શબ્દોમાં કહીએ તો,તે હોલો ટ્યુબ અથવા નીડલ દ્વારા કેવીટી, બ્લડ વેસલ્સ અથવા બોડી ટિશ્યુસ મા ફ્લુઇડ ને ફોર્સિન્ગ કરે છે. પેરેંટરલ ન્યુટ્રિશન(PN),ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ્સ, મિનરલ્સ, ઇલેક્ટ્રો- લાઇટ્સ, ટ્રેસ એલિમેન્ટ્સ અને વિટામિન્સ નો સમાવેશ કરતું સોલ્યુશન, પેરિફેરલ અથવા સેન્ટ્રલ વિનસ કેથેટર ઇન્ફ્યુઝ કરવામાં આવે છે. સોલ્યુશન એ છે કે બધા ન્યુટ્રીઅન્ટસ નું મિશ્રણ ઇન્ટ્રા વિનસ રુટ દ્વારા,કલેક્ટીવ્લી રીતે આપવું તેને “ટોટલ પેરેંટરલ ન્યુટ્રીશન” કહેવાય છે.
ઇન્ડીકેશન ઓફ પેરેન્ટરલ ફીડિંગ:
ઇનીસીયેશન ઓફ પેરેંટરલ ન્યુટ્રીશન :
પેરેંટરલ ન્યુટ્રીશન થેરાપી માટે સેન્ટ્રલ વેનસ કેથેટર (CVC) સબક્લેવિયન વેઇન તરીકે જ્યુગ્યુલરમાં રહે છે. સેન્ટ્રલ વિનસ કેથેટર ને ઇન્સર્ટ કરવા માટે આ પ્રોસિઝરમાં નર્સ આસિસ્ટ કરે છે. સ્પેસિયલી ટ્રેઇન્ડ નર્સ પેરિફેરલી ઇન્સર્ટેડ સેન્ટ્રલ કેથેટર (PICCs) ઇન્સર્ટ કરે છે. સેન્ટ્રલ વેનિસ કેથેટરના લોકેશન ને કન્ફોર્મ કરવા માટે ચેસ્ટ એક્સ-રે ફિલ્મનો યુઝ કરવામાં આવે છે. ક્લાઇન્ટ પાસે લોન્ગ ટર્મ સેન્ટ્રલ વેનસ એક્સેસ ડિવાઇસ હોઇ શકે છે, જેમ કે ટનલ્ડ કેથેટર અથવા ઇમ્પ્લાન્ટેડ પોર્ટ. ઇન્ફ્યુઝન શરૂ કરતા પહેલા, ફિઝીશિયન ઓર્ડર ને વેરીફાઇ કરવું. ઇન્ફ્યુઝન પંપ હંમેશા ઉપયોગમાં લેવાય છે. 40 થી 60 Ml/hr થી ઇન્ફ્યુઝન શરૂ કરવાનું રિકમન્ડેડ કરવામાં આવે છે. ક્લાયન્ટ ની ન્યુટ્રીશનલ નીડ કમ્પ્લીટ્લી પૂરી ન થાય ત્યાં સુધી રેટ ને ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરવામાં આવે છે.
પેરેન્ટરલ ન્યુટ્રીશન રિસીવ કરતા ક્લાઇન્ટ ની કેર :
PN રિસીવ કરતા ક્લાયન્ટની નર્સિંગ કેર પર આધારિત છે ચાર મેજર નર્સિંગ ગોલ:
1) ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવું.
2) પેરેન્ટ્રલ ન્યુટ્રીશન ની સિસ્ટમ મેઇન્ટેન રાખવી.
3) મેટાબોલિક, ઇલેક્ટ્રોલાઇટ અથવા ફ્લુઇડ બેલેન્સ કોમ્પ્લીકેશન્સ ને પ્રિવેન્ટ કરવું.
4) પેરેન્ટ્રલ ન્યુટ્રીશન (PN)માટે ક્લાયન્ટ ની રેડિનેસ નું અસેસમેન્ટ.
ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટેની પ્રાઇમરી મેથડ માં સેન્ટ્રલ વિનસ કેથેટરની ઇન્સર્શન અને કેર દરમિયાન એસેપ્સિસ,ઇન-લાઇન ફિલ્ટરનો યુઝ અને સિક્યોર મેઇન્ટેઇન રાખવું,અનકંટામીનેટેડ ટ્યુબિંગ કનેક્શન જાળવવાનો સમાવેશ થાય છે.(પેરેન્ટરલ ન્યુટ્રીશન)PN સોલ્યુશન્સ તેમની 24 કલાકની ઇન્ફ્યુઝન લીમીટ થી વધુ ન હોવું જોઇએ.
જે ક્લાઇન્ટ એ પેરેન્ટ્રલ ન્યુટન ને રિસીવ કરતા હોય તેમનું લેબોરેટરી મેઝરમેન્ટ રેગ્યુલર્લી મોનીટરીંગ કરવું.
જ્યારે પેરેટ્રલ ન્યુટ્રીશન નું ઇનિશિયેશન કરવામાં આવે ત્યારે કન્ટીન્યુઅસ ક્લાઇન્ટ ના બ્લડ ગ્લુકોઝ લેવલ અને યુરિન ગ્લુકોઝ લેવલ નું ટેસ્ટીંગ કરવું જેના કારણે ક્લાઇન્ટના મેટાબોલિક ટોલરન્સ ને અસેસ કરી શકાય.
જ્યારે વાઇટલ સાઇન અને ફ્લુઇડ બેલેન્સ મા ચેન્જીસ હોય અને એબનોર્મલ લેબોરેટરી રિઝલ્ટ્સ હોય ત્યારે એલર્ટ રહેવું કારણ કે તે ઇન્ફેક્શન, હાઇપરગ્લાયસેમીયા અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ઇન્ડિકેટ કરે છે.
કોઇપણ અનયુઝવલ સિસ્મ્ટોમ્સ જોવા મળે તો ફિઝિશિયન ને રિપોર્ટ કરવો.
જો બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયેલું હોય તો ઇન્ક્રીસ્ડ ટેમ્પરેચર એ ઇન્ફેક્શન નુ અર્લી સાઇન હોય છે તેથી ફિઝીશિયન ને રિપોર્ટ કરવો.
કોમ્પ્લીકેશન્સ ઓફ ધ કેથેટર ઇન્સર્શન:
કોમ્પ્લીકેશન્સ ઓફ પેરેન્ટરલ ટોટલ ન્યુટ્રીશન :
ટોટલ પેરેન્ટ્રલ ન્યુટ્રીશન (TPN):
ટોટલ પેરેન્ટ્રલ ન્યુટ્રીશન ને પેરેન્ટ્રલ ન્યુટ્રીશન તરીકે પણ ઓળખ વામાં આવે છે જેમાં એમિનો એસિડ્સ, લિપિડ્સ, ડેક્સ્ટ્રોઝ, વિટામિન્સ, મીનરલ્સ અને વોટર ને બ્લડ સ્ટ્રીમ દ્વારા , વીનસ એક્સેસ ડિવાઇસ થ્રુ ન્યુટ્રીઅન્ટ્સ ને એડમિનિસ્ટ્રેશન કરવામા આવે છે.
પર્પઝ:
ઇન્ડિકેશન્સ:
મેથડ્સ ઓફ પેરેન્ટ્રલ ન્યુટ્રીશન:
1) ટોટલ ન્યુટ્રીઅન્ટ એડમિક્સ્ચર:
રુટ: સેન્ટ્રલ વેઇન, તે સામાન્ય રીતે સુપિરિયર વેનાકેવા માં જાય છે.
કમ્પોનન્ટ એન્ડ ઇન્ડિકેશન :
તે એક ફોર્મ્યુલા છે જે કાર્બોહાઇડ્રેટ્સ ને કંબાઇન કરે છે, કોન્સન્ટ્રેશન (20-70%) ડેક્સ્ટ્રોઝ સોલ્યુશનના સ્વરૂપમાં, એમિનો એસિડ (3-15%) ના રૂપમાં પ્રોટીન, ઇમલ્શન (10-30%) ના ફોર્મમાં લિપિડ્સ, ટ્રાઇગ્લિસરાઇડ્સ સહિત.
જે પેશન્ટને 7 દિવસ અથવા તો તેના કરતાં વધારે દિવસ માટે પેરન્ટ્રલ ફીડિંગ ની રિક્વાયરમેન્ટ હોય તે પેશન્ટ માટે યુઝ થાય છે.
2) પેરીફેરલ પેરેન્ટ્રલ ન્યુટ્રીશન:
રુટ: પેરીફેરલ વેઇન
કમ્પોનન્ટ એન્ડ ઇન્ડિકેશન:
ફોર્મ્યુલા એમિનો એસિડ, વિટામિન્સ, મિનરલ્સ અને લિપિડ્સ સાથે ઓછા કોન્સનટ્રેશનમા ડેક્સ્ટ્રોઝ સોલ્યુશનને કમ્બાઇન હોય છે.
7 દિવસથી ઓછા સમય માટે પેરેંટરલ ફીડિંગ ની જરૂર હોય તેવા પેશન્ટ માટે ઇન્ડીકેટેડ હોય છે જેમની પાસે ઓલરેડી એન્ટરલ ઍક્સેસ નથી.
3) ટોટલ પેરેન્ટ્રલ ન્યુટ્રીશન :
રુટ: સેન્ટ્રલ વેઇન/ પેરીફેરલ વેઇન
કમ્પોનન્ટ એન્ડ ઇન્ડિકેશન :
ડેક્સ્ટ્રોઝ, એમિનો એસિડ, વિટામિન્સ અને મીનરલ્સ ને કમ્બાઇન કરે છે. જો જરૂરી હોય તો લિપિડ્સને TPN સોલ્યુશન સાથે પણ મિક્સડ કરી શકાય છે. ફેટ ઇમલ્શન (લિપિડ્સ)-10%, 20% અથવા 30% ઇમલ્શન ટ્રાઇગ્લિસરાઇડ્સનું બનેલું છે, ઉ.દા : ફોસ્ફોલિપિડ્સ, ગ્લિસરોલ અને વોટર.
કમ્પલીટ પેરેંટેરલ એડમિનિસ્ટ્રેશન (TPN) ની જરૂર હોય તેવા પેશન્ટ માટે ઇન્ડીકેટેડ હોય છે.
પ્રિપેરેશન્સ ઓફ આર્ટીકલ્સ:
અ ટ્રે કન્ટેઇનિંગ:
સ્ટેપ્સ ઓફ ધ પ્રોસિઝર:
આફ્ટર કેર ઓફ ધ પેશન્ટ એન્ડ આર્ટીકલ :
પોઇન્ટ ટુ રિમેમ્બર :
ગેસ્ટ્રીક ઇરીગેશન(Gastric irrigation):
ગેસ્ટ્રીક ઇરીગેશન અથવા સ્ટમક વોશ એટલે સ્ટમક ને સોલ્યુશન વડે વોશઆઉટ અથવા ઇરીગેટ કરવું. આ પ્રોસિઝર એ સામાન્ય રીતે ગેસ્ટ્રીક ડાઇલેટેશન અને પોઇઝનિંગ જેવી ઇમરજન્સી કન્ડિશન સમય દરમ્યાન ઇમર્જન્સી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે મોસ્ટ ફ્રીક્વન્ટ્લી યુઝ કરવામાં આવે છે.
પર્પઝ:
સોલ્યુશન યુઝ્ડ:
1)પ્લેઇન વોટર,
2)નોર્મલ સલાઇન,
3)કોરોસીવ પોઇઝનીન્ગ મા સોડિયમ બાયકાર્બોનેટ અથવા બેઝીક એસિડ નું વિક સોલ્યુશન.
4)જો પોઇઝન આઇડેન્ટીફાય થાય તો સ્પેસિફિક એન્ટીડોટ્સ.
a) ફિઝિકલ એન્ટીડોટ: તે પોઇઝન સાથે મિક્સ થાય છે અને પોઇઝન ને ડાયલ્યુટ કરે છે અથવા તેના એબ્ઝોર્પ્શન ને પ્રિવેન્ટ છે અથવા મેમ્બ્રેન ને કામડાઉન કરે છે.
b) કેમિકલ એન્ટિડોટ: તે પોઇઝન સાથે રિએક્ટ કરે છે અને તેને ન્યુટ્રલાઇઝ કરે છે.
C) ફિઝિયોલોજિકલ એન્ટિડોટ: આ એન્ટીડોટ ની ઓપોઝિટ સિસ્ટેમીક ઇફેક્ટ ધરાવે છે. જો પોઇઝન માં ડિપ્રેસિવ ક્રિયા હોય, તો એન્ટિડોટ બોડી પર સ્ટીમ્યુલેટિંગ ઇફેક્ટ ધરાવે છે.
અમાઉન્ટ ઓફ ફ્લુઇડ:
જ્યાં સુધી રિટર્ન ફ્લો ક્લિયર ન થાય ત્યાં સુધી ગેસ્ટ્રિક ઇરીગેશન કરવામાં આવે છે. સ્ટમક ની મ્યુકસ મેમ્બ્રેસ ના બધા ભાગો સુધી પહોંચવા માટે ઓછામાં ઓછું 500 ml ફ્લુઇડ એ એક સમયે ઇન્ટ્રોડ્યુસ કરવું જરૂરી છે.
ઇન્ડિકેશન્સ:
જનરલ ઇન્સ્ટ્રક્શન્સ:
પ્રિપેરેશન્સ ઓફ આર્ટીકલ્સ :
પ્રોસિઝર :
આફ્ટર કેર: