Vital sign (વાઇટલ સાઇન)
• વાઇટલ સાઇન એ એક પ્રકારનું ઇન્ડિકેટર છે જે બોડીના ફિઝિયોલોજીકલ સ્ટેટસ વિશે માહિતી પ્રોવાઇડ કરે છે તેમજ તે ફિઝિકલ એન્વાયરમેન્ટ તેમજ સાયકોલોજીકલ સ્ટ્રેસર્સ સામેના બોડીના રિસ્પોન્સને પણ ઈન્ડિકેટ કરે છે.
• વાઇટલ સાઇન તરીકે મુખ્યત્વે 4 પેરામિટરનો સમાવેશ થાય છે :
1 Temperature (ટેમ્પરેચર)
2 Pulse (પલ્સ)
3 Respiration rate (રેસ્પીરેશન રેટ)
4 Blood pressure (બ્લડ પ્રેશર)
• હાલના સમયમાં Pain (પેઇન) ને પાંચમાં વાઇટલ સાઇન તરીકે ઓળખવામાં આવે છે.
• વાઇટલ સાઇનને કાર્ડિનલ સાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે.
• વાઇટલ સાઇન એ ઈમ્પોર્ટન્ટ પેરામીટર છે જે બોડીનું ફિઝિયોલોજીકલ સ્ટેટસ ડિસ્ક્રાઇબ કરે છે.
• વાઇટલ સાઇન એ બોડીના બેસિક ફંક્શનનું કી મેઝરમેન્ટ છે.
• બોડીના વાઇટલ ઓર્ગનમાં જોવા મળતા કોઈપણ પ્રકારના ચેન્જીસ અથવા એબ્નોર્મલીટી એ વાઇટલ સાઇન દ્વારા રિફ્લેક્ટ થાય છે.
• વાઇટલ સાઇન એ ફિઝિકલ અસેસમેન્ટનો એક પાર્ટ છે. જે નર્સ મેઝર કરે છે.
Write down purpose of assessment of vital sign (રાઇટ ડાઉન પર્પસ ઓફ અસેસમેન્ટ ઓફ વાઇટલ સાઇન)
• ઓવર ઓલ હેલ્થ મોનિટર કરવા.
• ક્લાયન્ટનું સ્ટેટસ ડિટરમાઇન કરવા.
• મેડિકલ કન્ડીશનના અર્લી સાઇન ડિટરમાઈન કરવા.
• ક્લાયન્ટનો ટ્રીટમેન્ટ માટેનો રિસ્પોન્સ ચેક કરવા.
• લાઇફ થ્રેટનિંગ કંડીશન આઇડેન્ટીફાય કરવા (શોક, કાર્ડિયાક અરેસ્ટ)
• બેઝલાઇન મેઝરમેન્ટ એસ્ટાબ્લીશ કરવા.
4) Blood pressure (બ્લડ પ્રેશર)
• બ્લડ પ્રેશર એ 4th વાઇટલ સાઇન છે.
• આર્ટરીની વોલની અગેઇન્સ્ટ બ્લડને કારણે જે ફોર્સ અથવા પ્રેશર જોવા મળે છે તેને બ્લડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે.
• બ્લડ વેસેલસની વોલની અગેઇન્સ્ટ બ્લડ દ્વારા જે ફોર્સ એક્સરટેડ કરવામાં આવે છે તેને બ્લડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે.
• બ્લડ પ્રેશરમાં બે પ્રકારના મેઝરમેન્ટ જોવા મળે છે : સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયેસ્ટોલિક બ્લડ પ્રેશર
Systolic pressure (સિસ્ટોલિક પ્રેશર) :
સિસ્ટોલ એટલે કે કોન્ટ્રાક્શન દરમિયાન આર્ટરીની વોલ પર બ્લડ દ્વારા જે પ્રેશર એક્સ્ક્રિટ થાય છે તેને સિસ્ટોલિક પ્રેશર તરિકે ઓળખવામાં આવે છે.
Diastolic pressure (ડાયેસ્ટોલિક પ્રેશર) :
ડાયેસ્ટોલ એટલે કે રિલેકશન દરમિયાન બ્લડ ફ્લોને કારણે આર્ટરીની વોલ પર જે પ્રેશર જોવા મળે છે તેને ડાયેસ્ટોલિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે જે મુખ્યત્વે 60-90 mmHg ની વચ્ચે જોવા મળે છે.
Pulse pressure (પલ્સ પ્રેશર) :
સિસ્ટોલિક અને ડાયેસ્ટોલિક બ્લડ પ્રેશર વચ્ચે જોવા મળતા પ્રેશરને પલ્સ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. જે મુખ્યત્વે 30-40 mmHg હોય છે.
• નોર્મલ બ્લડ પ્રેશર 120/80 mmHg જેટલું હોય છે.
• બ્લડ પ્રેશરને મિલીમીટર ઓફ મર્ક્યુરી (mmHg) એકમ દ્વારા મેઝર કરવામાં આવે છે.
• બ્લડ પ્રેશર મેઝર કરવા માટે સ્ફીગ્મોમેનોમીટરનો યુઝ કરવામાં આવે છે.
Alterations in blood pressure (અલ્ટ્રેશન ઇન બ્લડ પ્રેશર)
Hypertension (હાયપરટેન્શન) :
હાયપરટેન્શન મિન્સ એબ્નોર્મલી હાઇ બ્લડ પ્રેશર. જ્યારે કન્સેક્યુટિવ 3 ટાઇમ બ્લડ પ્રેશર મેઝર કર્યા બાદ પણ જો સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 mmHg કરતા વધારે જોવા મળે તેમજ ડાયેસ્ટોલિક બ્લડ પ્રેશર એ 90 mmHg કરતા વધારે જોવા અને તો તેને હાઇપર ટેન્શન તરિકે ઓળખવામાં આવે છે.
Hypotension (હાઇપોટેન્શન) :
હાઇપોટેન્શન એટલે કે બ્લડ પ્રેશરમાં ઘટાડો થવો. હાઇપોટેન્શનમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશર એ 90 mmHg કરતા ઓછું તેમજ ડાયેસ્ટોલિક બ્લડ પ્રેશર એ 60 mmHg કરતા ઓછું જોવા મળે છે.
Orthostatic hypotension (ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન) :
ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શનને પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન તરિકે પણ ઓળખવામાં આવે છે જેમાં વ્યક્તિ એ લાયિંગ અથવા સિટિંગ પોઝિશનમાંથી જ્યારે અપરાઇટ અથવા સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવે ત્યારે તેના બ્લડ પ્રેશરમાં સિગ્નીફિકન્ટ ઘટાડો જોવા મળે છે જેને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન તરીકે ઓળખવામાં આવે છે.
Write determinants of blood pressure (રાઇટ ડિટરમિનન્ટસ ઓફ બ્લડ પ્રેશર)
બ્લડ પ્રેશર એ ઘણા બધા ફેક્ટર દ્વારા ડિટરમાઇન થાય છે. જે નીચે મુજબ છે.
• કાર્ડિયાક આઉટપુટ
• પેરિફરલ વાસ્ક્યુલર રેસિસટન્સ
• બ્લડ વોલ્યુમ
• ઇલાસ્ટિસિટી ઓફ આર્ટરીસ
• વિસ્કોસિટી ઓફ બ્લડ
• ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એક્ટિવિટી
• હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ
• ગ્રેવીટી એન્ડ બોડી પોઝિશન
Write factors affecting blood pressure (રાઇટ ફેક્ટર અફેકટિંગ બ્લડ પ્રેશર)
• Age (એજ) : એજ વધવાની સાથે બ્લડ પ્રેશર પણ વધે છે કારણે કે એજ વધવાને કારણે બ્લડ વેસેલસ એ તેમની ઇલાસ્ટિકસીટી ગુમાવે છે અને સ્ટીફ બને છે. જેને કારણે બ્લડપ્રેશરમાં વધારો થાય છે.
• Genetics (જેનેટિક) : હાઇ બ્લડ પ્રેશરની ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકોમાં હાઇપરટેન્શન ડેવલપ થવાની શક્યતા તેમજ રિસ્ક વધી જાય છે.
• Gender (જેન્ડર) : પ્યુબર્ટી પછી ફિમેલ કરતા મેલમાં બ્લડ પ્રેશર વધારે જોવા મળે છે જ્યારે મોનોપોસ બાદ ફિમેલમાં બ્લડ પ્રેશર વધારે જોવા મળે છે.
• Weight (વેઇટ) : ઓવર વેઇટ તેમજ ઓબેસિટી ધરાવતા પેશન્ટમાં હાઇ બ્લડ પ્રેશર વધારે જોવા મળે છે.
• Ethnicity (ઇથનિસિટી) : યુરોપિયન અમેરિકન કરતા આફ્રિકન અમેરિકનમાં રહેતા લોકોમાં હાઇ બ્લડ પ્રેશર વધારે જોવા મળે છે.
• Diet (ડાયટ) : હાઇ સોડિયમ ડાયટ, લો પોટેશિયમ ડાયટ, ફેટી ડાયટ તેમજ આલ્કોહોલ, કોકેઇન, કેફીન દ્રવ્યો ઇન્ટેક કરતા પેશન્ટમાં હાઇ બ્લડ પ્રેશર જોવા મળી શકે છે.
• Exercise / physical activity (એક્સરસાઇઝ / ફિઝિકલ એક્ટિવીટી) : સેડેન્ટરી લાઇફ સ્ટાઇલ ધરાવતા લોકોમાં હાઇપર ટેન્શન થવાના ચાન્સિસ વધી જાય છે. ફિઝિકલી એક્ટિવીટી રહેતા લોકોમાં હાઇપર ટેન્શન ડેવલપ થવાનું રિસ્ક ઘટી જાય છે.
• Smoking (સ્મોકિંગ) : ક્રોનિક સ્મોકિંગને કારણે બ્લડ વેસેલસ ડેમેજ થાય છે અને તેને કારણે હાઇ બ્લડ પ્રેશરની કન્ડીશન જોવા મળે છે.
• Emotional state (ઇમોશનલ સ્ટેટ) : ક્રોનિક સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર વગેરે બ્લડ પ્રેશર પર અફેકટ કરે છે.
• Drug / medications (ડ્રગ / મેડિકેશન) :મેડિકેશન જેવી કે બ્લડ કન્ટ્રોલ પિલ, ઓપોઇડ એનાલજેસિક, ડિકન્જેસટન્ટ વગેરે જેવી ડ્રગ એ બ્લડપ્રેશર પર અફેક્ટ કરે છે.
• Temperature (ટેમ્પરેચર) : બ્લડ પ્રેશર એ ટેમ્પરેચરની સાથે બદલાય છે. જેમ કે કોલ્ડ વેધરમાં રહેતા લોકોમાં બ્લડ પ્રેશર થોડું વધારે જોવા મળે છે જ્યારે વાર્મ વેધરમાં રહેતા લોકોમાં બ્લડ પ્રેશર થોડું ઓછું જોવા મળે છે.