Terminologies (ટર્મિનોલોજીસ)
1) Asepsis (એસેપ્સિસ)
આ એક એવી સ્ટેટ છે જેમાં જે તે વ્યક્તિ ઇન્ફેક્શન અથવા વસ્તુ એ ઇન્ફેક્શન કરતા માઇક્રો ઓર્ગેનિઝમથી ફ્રી રહે છે જેને ASEPSIS કહેવાય.
2) ANTISEPSIS (એન્ટીસેપ્સિસ)
એન્ટિસેપ્સીસ એટલે કે પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન એટલે કે ઇન્ફેક્શનને ટાળવું. એન્ટિસેપ્ટિક અથવા એન્ટિસેપ્ટિક કેમિકલ એ એક પ્રકારનું એજન્ટ છે જે માઈક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અટકાવે છે અને જેનાથી ઇન્ફેક્શન થતું નથી.
3) PATHOGENIC ORGANISM (પેથોજેનિક ઓર્ગેનિઝમ)
પેથોજેનિક ઓર્ગેનિઝમ એટલે કે એવા સૂક્ષ્મ જીવો કે જે રોગ કરે છે.
4) SPORE (સ્પોર)
સ્પોર એટલે કે રેજીસ્ટન્સ થયેલા માઈક્રો ઓર્ગેનિઝમ, રેજીસ્ટન્સ એટલે કે જ્યારે માઈક્રો ઓર્ગેનિઝમને હીટ આપવામાં આવે છે ત્યારે તેને હિટથી કોઈ પણ ફરક પડતો નથી અથવા તો આપણે હીટ થી તેને ડિસ્ટર્બ અને ડિસ્ટ્રોય કરી શકતા નથી તે હિટમાં રહી શકે છે, સર્જીકલ એસેપ્સિસ દરમિયાન અને કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. સર્જીકલ એસેપ્સિસમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તે બરાબર એસેપ્સિસ થયા છે કે નહીં , જો તેમાં સ્પોર અથવા માઈક્રો ઓર્ગેનિઝમ રહી ગયેલ હોય તો તે દર્દીને ઇન્ફેક્શન કરી શકે છે.
5) DIRECT TRANSMISSION (ડાયરેક્ટ ટ્રાન્સમિશન)
ડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં ઇન્ફેક્શન એ ઇન્ફેક્ટેડ વ્યક્તિના ડાયરેકટ કોન્ટેક્ટમાં આવવાથી સ્પ્રેડ થાય છે. જેમ કે ડ્રોપલેટ, એરબોન ઇન્ફેક્શન.
6) SEPSIS (સેપ્સિસ)
સેપ્સિસ એટલે કે એવો છે કે જે પશ કરતા બેક્ટેરિયા (pus forming microorganism) દ્વારા કરવામાં આવે છે. જેમાં બેક્ટેરિયાની હાજરી હોવાના કારણે બેક્ટેરિયા બોડીમાં એક ટોકઝીન પદાર્થ એટલે કે એક ઝેરીલો પદાર્થ ઊભો કરે છે જેનાથી ટીશ્યુ મરી જાય છે(death of tissue)અને પસનું ફોર્મેશન થાય છે. – જનરલી આ પરિસ્થિતિ વુંડ (inflected wound ) જ્યારે ઇન્ફેકટેડ થયું હોય ત્યારે જોવા મળે છે.
7) STERILIZATION (સ્ટરીલાઈઝેશન)
સ્ટરીલાઈઝેશન એ માઈક્રોઓર્ગેનિઝમને ડિસ્ટ્રકટ કરવાની પ્રોસેસ છે , મારવાની પ્રોસેસ છે. જેમાં પેથોજનિક , નોન પેથોજનિક અને સ્પોર બધા જ કીલ થય જાય છે અને વસ્તુ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ ટોટલી ઈન્ફેક્શન ફ્રી થઈ જાય છે.
8) DROPLET INFECTION (ડ્રોપલેટ ઇન્ફેક્શન)
આ ઇન્ફેક્શન નાના પાર્ટીકલ્સથી સ્પ્રેડ થાય છે, એટલે કે ફાઈન પાર્ટીકલ્સથી સ્પ્રેડ થાય છે. જેવા કે , સલાઈવા એટલે કે લાળની ન્યુક્લિયાઇ , મ્યુકસની ન્યુક્લિયસ જે છીંક, ઉધરસ અથવા બોલવાથી સ્પ્રેડ થાય છે.
9) FUMIGATION (ફ્યુમિગેશન)
આ એક ડિશઇન્ફેક્શન કરવાની પ્રોસેસ છે જેની અંદર જર્મીસાઈડ એટલે કે જંતુનાશક દવાનો ફ્યુમસ એટલે કે વરાળના સ્વરૂપમાં ઉપયોગ કરીને બધું ડીસઈન્ફેક્કટ કરે છે.
10) ISOLATION (આઇસોલેશન)
આઇસોલેશન એ ઇન્ફેક્ટેડ પર્સન અને નોન ઈનફેક્ટેડ પર્સનને અલગ રાખવાની પ્રક્રિયા છે. જેમાં અમુક સમયગાળા સુધી ઈનફેક્ટેડ પર્સનને એકલું રાખવામાં આવે છે જેથી આ ઇન્ફેક્શનને બીજામાં સ્પ્રેડ થતું અટકાવી શકાય.
11) PORTAL OF ENTRY (પોર્ટલ ઓફ એન્ટ્રી)
પોર્ટલ ઓફ એન્ટ્રી એ એવા (WAYS)રસ્તાઓ કે જેનાથી પેથોજન્સ એટલે કે સૂક્ષ્મ જીવો શરીરની અંદર એન્ટર થાય છે. દા.ત. :- રેસ્પાયરેટરી ટ્રેક, ગેસ્ટ્રો ઇન્ટરેસ્ટીનલ ટ્રેક વગેરે
12) PORTAL OF EXIT (પોર્ટલ ઓફ એક્સિસ્ટ)
આ એક પ્રકારનો વે છે જેના દ્વારા રોગ માઈક્રો ઓર્ગેનિઝમ એ બોડીમાંથી બહાર નીકળે છે. દા. ત. :- બોડી ફ્લુઇડનું urinary tract માંથી બહાર આવવું
13) QUARANTINE (ક્વોરંટીન)
ક્વોરંટીન એટલે કે જે હેલ્ધી પર્સન છે તેને થોડા ટાઈમ માટે આઇઝોલેટ કરવામાં આવે, કારણ કે તેઓ ઇન્ફેક્ટેડ પર્સનના કોન્ટેકમાં આવેલા છે. તેથી નોન ઈનફેક્ટેડ પર્સનને તે ડીસીઝના ઈન્કયુબેશન પિરિયડ પૂરા થવા સુધીના સમય ગાળા માટે ક્વોરંટીન કરવામાં આવે છે.
14) CARRIER (કેરિયર)
કેરિયર એટલે કે એવું વ્યક્તિ કે જેની અંદર પેથોજનિક ઓર્ગેનિઝમ (રોગ કરતાં સુક્ષ્મ જીવો) હાજર છે , પણ તેની અંદર સાઇન અને સિમ્ટમ્સ જોવા મળતા નથી. પણ તે બીજા વ્યક્તિને ઇન્ફેક્શન કરી શકે છે જેને કેરિયર તરીકે ઓળખવામાં આવે છે.
INFECTION CONTROL (ઇન્ફેક્શન કન્ટ્રોલ)
આપણી આજ ની health care system ખૂબ જ કાળજી રાખે છે કે ક્લાઈન્ટને એક સેફ અને માઇક્રો ઓર્ગેનિઝમ ફ્રી (infection free) વાતાવરણ (environment) આપે.
WHO ના કેહવા પ્રમાણે 15% હોસ્પિટલમાં દાખલ થયેલ ક્લાઈન્ટ હોસ્પિટલથી લાગતા infection (hospital acquired infection) થી પીડાતા હોય છે , જેને ખૂબ જ નાના મેઝર (measure) થી રોકી શકાય છે
તો આપણે infection ની chain (કેવી રીતે infection થાય છે) તેમજ તેને કેવી રીતે ટાળી શકાય તે જોવાનું છે.
WRITE DOWN NATURE OF INFECTION (રાઇટ ડાઉન નેચર ઓફ ઇન્ફેક્શન)
ઇન્ફેક્શન એ જુદા જુદા માઇક્રો ઓર્ગેનિઝમને કારણે જોવા મળે છે. જેમ કે બેક્ટેરિયા, વાઇરસ, ફંગસ, પેરાસાઇટ
Bacterial infection (બેક્ટેરિયલ ઇન્ફેક્શન) :
બેક્ટેરિયલ ઇન્ફેક્શન એ બેક્ટેરિયાના કારણે થાય છે જેમાં યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન, ટી.બી, ન્યૂમોનિયા જેવી ડીસીઝ કન્ડીશનનો સમાવેશ થાય છે
Viral infection (વાઇરલ ઇન્ફેક્શન) :
વાઇરલ ઇન્ફેક્શન એ વાઇરસને કારણે થાય છે જેમ કે HIV, ઈનફ્લુએન્ઝા, H1N1, હિપેટાયટીસ
Fungal infection (ફંગલ ઇન્ફેકશન) :
ફંગલ ઈનફેકશન ફંગસને કારણે થાય છે જેમ કે રીંગવર્મ, કેન્ડિયાસિસ વગેરે
Parasitic infection (પેરાસાઈટિક ઇન્ફેક્શન) :
પેરાસાઈટીક ઇન્ફેક્શન એ એક એવું ઇન્ફેક્શન છે જેમાં પેરાસાઈટ નામના જે સૂક્ષ્મ જીવો હોય છે તેઓ હોસ્ટમાંથી (હોસ્ટ એટલે કે જે પણ ઓર્ગેનિઝમ જેમાં તે ચેપ કરે છે) બધું જ ન્યુટ્રીશન એબ્ઝોર્બ કરી લે છે અને ઇન્ફેક્શન કરે છે. જેમ કે ટોક્સો પ્લાઝમોસીસ, મેલેરિયા, હુકવોમસ અને વોમ્સથી થાતા બધા જ રોગો.
Write down chain of infection (રાઇટ ડાઉન ચેન ઓફ ઇન્ફેક્શન)
• આ એક એવી પ્રોસેસ અથવા સાયકલ કે જેના દ્વારા આપણે ઇન્ફેક્શન કઈ રીતે લાગે છે એટલે કે તે સમજી શકીએ છીએ તેને ચેન ઓફ ઇન્ફેક્શન કહેવાય છે.
• ચેન ઓફ ઇન્ફેક્શનની અંદર કુલ છ સ્ટેપ જોવામાં આવે છે અને જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કેવી રીતે ચેન આખી બને છે અને આપણે એ ચેન ને તોડી શકીએ છીએ પણ ચેન ને તોડવા માટે થઈને ચીનના સ્ટેપ જાણવા જરૂરી છે જે નીચે મુજબ છે
1) Infectious agent (ઇન્ફેક્શયસ એજન્ટ)
ઇન્ફેક્શયસ એજન્ટ એટલે કે એવા સૂક્ષ્મ જીવો જે રોગ કરે છે જેવા કે બેક્ટેરિયા , વાયરસ, ફંગસ પ્રોટોજુવા, પેરાસાઇટ વગેરે. માઈક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવોની રોગ કરવાની જે ક્ષમતા છે જે અમુક પરિબળો ઉપર નિર્ભય હોય છે જેમાંના અમુક પરિબળો નીચે મુજબ છે. સફિશિયન્ટ નંબર ઓફ ઓર્ગેનિઝમ એટલે કે ઓર્ગેનિઝમ કેટલા નંબરમાં અથવા કેટલા પ્રમાણમાં છે. શું તેનામાં એબિલિટી એટલે કે ક્ષમતા છે કે જે રોગ કરી શકે, શું તેનામાં ક્ષમતા છે કે તે હોસ્ટ ની અંદર સર્વાવ કરી શકે – અને હોસ્ટની સસેપ્ટેબિલિટી કેટલી છે , દાખલા તરીકે હોસ્ટ ની યુનિટી કોમ્પ્રોમાઇઝ છે તો હોસ્ટ સસેપ્ટેબલ કહી શકાય
2) Reservoir (રિઝરવોઇર)
રિઝરવોઇર એ એક એવી વસ્તુ છે જેની અંદર પેથોજન સર્વાઇવ કરી શકે પછી તે પ્રાણી હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, ફુડ હોઈ શકે, પાણી હોઈ શકે, અથવા કોઈ પણ એવા ઓબ્જેક્ટ, એટલે કે વસ્તુઓ હોઈ શકે જેના ઉપર જે પેથોજનિક ઓર્ગેનિઝમ છે એ રહી અને ગ્રોથ કરે અને પછી તે ત્યાંથી ઇન્ફેક્શન કોઝ કરે.
3) Portal of exit (પોર્ટલ ઓફ એક્ઝિટ)
પોર્ટલ ઓફ એક્ઝિટ એટલે કે માઈક્રોઓર્ગેનિઝમ એ રિઝરવોઇરમાંથી એક્સિટ થાય.
4) Mode of transmission (મોડ ઓફ ટ્રાન્સમિશન)
મોડ ઓફ ટ્રાન્સમિશન એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ કે જે ઇન્ફેક્શન સાથે છે જેમાં કંટામિનેટેડ એર હોઈ શકે , વોટર હોઈ શકે , બ્લડ હોઈ શકે,n ફૂડ હોઈ શકે , ફ્લાઈસ એટલે કે માખી મચ્છર હોઈ શકે , આ બધા કોમન મોડ ઓફ ટ્રાન્સમિશન છે. એટલે કે જેનાથી કોમનલી જે પણ ચેપ છે એનું પ્રસરણ થાય છે. બરાબર મેજર મોડ ઓફ ટ્રાન્સમિશન છે ને એ માઇક્રોવેઝમ દ્વારા હેલ્થ કેર પ્રોવાઈડર છે કે નર્સેજ ડોક્ટર દ્વારા થઈ શકે છે.
5) Portal of entry (પોર્ટલ ઓફ એન્ટ્રી)
પોર્ટલ ઓફ એન્ટ્રી એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ બોડીમાં એન્ટર થાય છે જેમ કે સ્કીન દ્વારા , રેસ્પાયરેટરી ટ્રેક અથવા બ્લડ દ્વારા માઇક્રો ઓર્ગેનિઝમ બોડીમાં એન્ટર થાય છે.
6) Susceptible host (સસેપ્ટેબલ હોસ્ટ)
સસેપ્ટેબલ હોસ્ટ એટલે કે એવો હોસ્ટ અથવા એવું વ્યક્તિ કે જેને ઇન્ફેક્શન લાગવાની શક્યતા છે. હોસ્ટની જે સસેપ્ટિબિલિટી છે એટલે કે એને ઇન્ફેક્શન થઈ શકે કે નહીં તે માઇક્રો ઓર્ગેનિઝમ કેટલું નુકસાનકારક છ છે તેના ઉપર અને હોસ્ટ એટલે કે ચેપ થાવ વાળા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઉપર નિર્ભર છે
WRITE DOWN PREVENTION OF CROSS INFECTION IN HOSPITAL (રાઇટ ડાઉન પ્રિવેન્શન ઓફ ઇન્ફેકશન ઈન હોસ્પિટલ)
હોસ્પિટલની અંદર ઇન્ફેક્શનને કઈ રીતે ટાળી શકાય તે માટેના પ્રિવેન્ટિવ મેઝર નીચે મુજબ છે :
• હોસ્પિટલમાં હોવાની અવરજવર સારી હોવી જોઈએ એટલે કે હોસ્પિટલ વેલ વેન્ટિલેટેડ હોવી જોઈએ.
• હોસ્પિટલમાં જનરલ ચોખ્ખાઈ હોવી જોઈએ જેમકે પોતા થતા હોવા જોઈએ , મોપીંગ થતું હોવું જોઈએ , અને એન્ટિસેપ્ટિક સોલ્યુશન દ્વારા ફ્લોર ક્લીન થતો હોવો જોઈએ.
• હોસ્પિટલમાં સેફ ફૂડ અને વોટર સપ્લાય હોવું જોઈએ કારણ કે ફૂડ અને વોટર દ્વારા પણ ઘણા બધા રોગ છે તે પ્રસરી શકે છે તેથી તે સેવ હોવું જોઈએ
• સેફ ડિસ્પોઝલ ઓફ એક્સક્રીટા :- એટલે કે મળમૂત્ર નો જે ત્યાગ થાય છે તેને બરાબર સરખી રીતે અને સેફલી ડીસકાર્ડ કરવું જેમ કે યુરિન , સ્ટુલ્સ ,સ્પુટમ વગેરે.
• દરરોજનો જે કચરો બને છે તેને દરરોજ ડીસ કાર્ડ કરી નાખવો અથવા તો બાળી નાખવા જેનાથી આપણે ઇન્ફેક્શનના સ્પ્રેડને રોકી શકે છીએ.
• ઉંદરો અને ઈનસેટ એટલે કે જીવજંતુ નાશ્રેડને રોક વધુ થતો હોય તો કેમ કે તેનાથી રોગ ફેલાઈ શકે છે.
DEFENCE AGAINST INFECTION
ઇન્ફેક્શન ની સામે બોડી પોતાનું રક્ષણ કઈ રીતે કરે છે તે નીચે મુજબ છે. તેમાં મુખ્યત્વે 5 પ્રકાર હોય છે :- 1) ACTIVE IMMUNITY
2) PASSIVE IMMUNITY
3) HUMORAL IMMUNITY
4) CELLULAR IMMUNITY
5) HERD IMMUNITY
1) ACTIVE IMMUNITY (એક્ટિવ ઇમ્યુનીટી)
જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન પહેલી વાર લાગે ત્યારે તેના પરિણામે બોડી એ ઇન્ફેક્શન પ્રત્યે ડિફેન્સ ઉભુ કરે છે એટલે કે antibody produce કરે છે જેથી જ્યારે બીજી વખત antigens (microorganism જે ઇન્ફેક્શન કરે છે તે) એ બોડીમાં એન્ટર થાય છે ત્યારે તે એન્ટીબોડી એન્ટીજન સામે ફાઇટ કરે છે અને શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. આ immunity ને એક્ટિવ immunity કેહવાય છે. જેમાં બહારથી કોઈ એન્ટીબોડી શરીરમાં દાખલ કરવામાં આવતી નથી પરંતુ બોડીની અંદરથી જ એન્ટીબોડી પ્રોડયુસ કરવામાં આવે છે. આ long acting immunity હોય છે. દા. ત. :- ચિકન પોક્સ, રુબેલાના ઇન્ફેકશન સામે બોડી એ એન્ટીબોડી પ્રોડયુસ કરે છે. અથવા તો કોઈપણ વેક્સિન આપવામાં આવે તો તેની સામે પણ બોડી એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે.
2) PASSIVE IMMUNITY (પેસિવ ઇમ્યુનિટી)
પેસિવ ઇમ્યુનિટીમાં એન્ટીબોડી એ બોડીની અંદર પ્રોડયુસ થતું નથી પરંતુ directly એન્ટીબોડીને બોડીની અંદર એન્ટર કરવામાં આવે છે. જે natural પણ હોઈ છે તેમજ artificial પણ હોઈ શકે છે. દા. ત. :- mother ના breast milk માંથી IgA એન્ટીબોડી બેબીના શરીર માં પ્રવેશે છે તો આને નેચરલ પેસીવ immunity કેહવાય છે. જયારે કોઈ વ્યક્તિને સ્નેક બાઈટ થયું છે તો તેને anti snake venom નું સીરમ આપવામાં આવે છે જે passive artificial immunity કહેવાય છે. એવી જ રીતે ડોગ બાઈટ માં એન્ટી રેબિસ સીરમ આપવામાં આવે છે. આ short acting immunity હોય છે.
3) HUMORAL IMMUNITY (હ્યુમરલ ઇમ્યુનિટી)
હ્યુમરલ ઇમ્યુનિટીમાં B cell દ્રારા બનાવેલો એન્ટી બોડી ફાઇટ કરે છે. જ્યારે કોઈ antigen બોડીમાં એન્ટર થાય છે ત્યારે તે એન્ટીબોડી એન્ટીજન સાથે ફાઇટ કરે છે. દા. ત. :- IgG, IgM, IgA ,IgD
4) CELLULAR IMMUNITY (સેલ્યુલર ઇમ્યુનિટી)
જ્યારે humoral immunity નું કામ enough નથી ત્યારે T cell activate થાય છે અને ફેગોસાઈટોસિસ ની પ્રક્રિયા કરી ને antigen ને મારે છે.
5) HERD IMMUNITY (હર્ડ ઇમ્યુનિટી)
અમુક specific area માં રહેતા લોકોને તેમની કોમ્યુનિટીમાં થતાં વારંવાર ઇન્ફેક્શન પ્રત્યે રેસિસ્ટન્સ આવી જાય છે જેથી તેમને ઇન્ફેક્શન લાગતું નથી જેને herd immunity કેહવાય છે. હર્ડ ઇમ્યુનિટી એ સ્પેસિફિક કોમ્યુનિટીના લોકો પૂરતી જ જોવા મળતી હોય છે.
WRITE DOWN HOSPITAL ACQUIRED INFECTION (રાઇટ ડાઉન હોસ્પિટલ એકવાયરડ ઇન્ફેક્શન)
• હોસ્પિટલ એકવાયરડ ઇન્ફેક્શનને નોસોકોમલ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે.
• હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા દરમિયાન થાય છે અથવા એડમિશનના 48 કલાક ની અંદર અથવા discharge ના 30 દિવસની અંદર જે ઇન્ફેક્શન થાય છે તેને HAI (હોસ્પિટલ એકવાયરડ ઇન્ફેક્શન) કેહવામાં આવે છે. જેના કોમન પ્રકારો નીચે મુજબ છે :
1) CAUTI : CATHETER ASSOCIATED URINARY TRACT INFECTION (કેથેટર અસોસિયેટેડ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન)
ખૂબ લાંબા સમય સુધી કેથેટર યુરીનરી ટ્રેકમાં રાખી મૂકવાના કારણે કેથેટર એસોસિએટેડ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન થાય છે. અમુક કોમન બેક્ટેરિયા કે જે કેથેટર એસોસિએટેડ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન કરે છે : ઇ.કોલી, કેપ્સીલા સુડમોનાસ.
2) SSI : SURGICAL SITE INFECTION (સર્જિકલ સાઈટ ઇન્ફેક્શન)
સર્જરી થઈ ગયા બાદ સર્જીકલ પાર્ટ એટલે કે જ્યાં સર્જરી થયેલ છે તે પાર્ટ ઉપર ઇન્ફેક્શન લાગે છે. જેને સર્જિકલ સાઈટ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. જેના કોમન microorganism છે : સ્ટફાઈલોકોકસ, MRSA, Streptococcus.
3) VAP : VENTILATOR ASSOCIATED PNEUMONIA (વેન્ટિલેટર અસોસીયેટેડ ન્યૂમોનિયા)
લાંબા ગાળા સુધી વેન્ટિલેટર પર રાખવાના કારણે અથવા તો મિકેનિકલ વેન્ટિલેશન, એન્ડોટ્રકિયલટ્યુબ દ્વારા આપવાના કારણે જે ઇન્ફેક્શન જોવા મળે છે જેને વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા કહેવામાં આવે છે. અમુક કોમન microorganism :- pseudomonas, klebsila વગેરે.
4) CLABSI : CENTRAL LINE ASSOCIATED BLOOD STREAM INFECTION (સેન્ટરલ લાઈન અસોસિયેટેડ બ્લડ સ્ટ્રીમ ઇન્ફેક્શન)
જ્યારે સેન્ટ્રલ વિનસ કેથેટર આપણી જે મોટી બ્લડ વેસલ હોય તેમાં મૂકવામાં આવી હોય તેમાં ઇન્ફેક્શન લાગવાના કારણે સેન્ટ્રલ લાઈન એસોસિએટેડ ઇન્ફેક્શન થઈ શકે છે. કોમન microorganism :- staphylococcus, enterococci, gram negative bacteria.
WRITE DOWN CAUSES OF HOSPITAL ACQUIRED INFECTION (રાઇટ ડાઉન કોસ ઓફ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન)
હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન થવાના કારણો નીચે મુજબ છે :
• મેડિકલ ઇક્વિપમેન્ટ્સ બરાબર sterile થયેલા ન હોય અને ઇન્ફેક્ટેડ હોય અને તે યુઝ કરવામાં આવે તેના કારણે પણ એ જ HAI થઈ શકે છે.
• અમુક પ્રકારની ઇન્વેસિવ પ્રક્રિયાઓ જેમકે કેથેટર કરવું , સર્જરી, વેન્ટિલેટર અને આ પ્રક્રિયા દરમિયાન એસેપ્ટિક ટેકનીક યુઝ કરવામાં ન આવી હોય તો પણ એચ.એ.આઇ થઈ શકે છે.
• એન્ટિબાયોટિકના ઓવર યુઝના કારણે ઘણી વખત એન્ટીબાયોટિકનું રજીસ્ટન્સ આવી જાય છે એટલે એન્ટિબાયોટિકના રેઝિસ્ટન્સના કારણે પણ એચ.એ. આઇ થઈ શકે છે.
• જો પેશન્ટની ઇમ્યુનિટી લો હોય તો પણ HAI થઈ શકે અથવા તો તે કોઈ પણ પ્રકારની ઇમ્યુનોસપ્રેસીવ ડ્રગ થેરાપી લે છે તો પણ HAI થઈ શકે.
• જો હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસ થતી નથી. દાખલા તરીકે:- હેન્ડ હાઇજિન પ્રોપરલી થતું નથી, તો પણ ક્રોસ ઇન્ફેક્શનના કારણે HAI થઈ શકે છે.
WRITE DOWN PREVENTION OF HOSPITAL ACQUIRED INFECTION (રાઇટ ડાઉન પ્રિવેન્શન ઓફ હોસ્પિટલ એકવાયરડ ઇન્ફેક્શન)
હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનને નીચે મુજબ પ્રિવેન્ટ કરી શકાય છે :
• રેગ્યુલર અને પ્રોપર હેન્ડ હાઈજીન અથવા તો હેન્ડ રબિંગથી પણ ટાળી શકાય છે તેમાં હેન્ડ વોશિંગ શોપ અને આલ્કોહોલ બેઝ રબનો ઉપયોગ કરવામાં આવે છે.
• પ્રોસિઝર કરતી વખતે પ્રોપર એસેપ્ટિક ટેકનીકનો ઉપયોગ કરવાથી ઇન્ફેક્શનને ટાળી શકાય છે.
• એન્ટીબાયોટિકનો બરાબર રીતે ઉપયોગ કરવાથી એન્ટીબાયોટિકનું રેઝિસ્ટન્સ ટાળી શકાય છે અને તેના દ્વારા એચ.એ.આઈ ને ટાળી શકાય છે
• રેગ્યુલર રીતે ફ્લોર , હોસ્પિટલના ઇક્વિપમેન્ટ બધાને બરાબર ડિસઈન્ફેક્ટ કરવાથી પણ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનને ટાળી શકાય છે.
• હોસ્પિટલ સ્ટાફને ઇન્ફેક્શન પ્રિવેન્શનના પ્રોટોકોલ સમજાવીને ટ્રેનિંગ આપવી જોઈએ.
CONCEPT OF ASEPSIS (કોન્સેપ્ટ ઓફ એસેપ્સિસ)
MEDICAL VS SURGICAL ASEPSIS (મેડીકલ એસેપ્સિસ vs સર્જીકલ એસેપ્સિસ)
• મેડિકલ અને સર્જીકલ ASEPSIS સમજતા પહેલા ASEPSIS સમજવું ખૂબ જ જરૂરી છે.
• ASEPSIS એટલે કે એબસન્સ ઓફ પેથોજન્સ.
• ASEPSIS એક એવી પ્રેક્ટિસ છે કે જેનાથી આપણે કંટામીન્ટ્સ એટલે કે જે DISEASE કરતા બેક્ટેરિયા, વાયરસ ,ફંગસ અને પેરેસાઈટને આપણે ઓપરેટિવ ફિલ્ડમાં આવવાથી રોકી શકાય છે અને તેનાથી આપણે ફિલ્ડને STERILE બનાવી શકાય છે
WRITE DOWN ESSENTIAL COMPONENTS OF MAINTAINING ASEPSIS IN HOSPITAL (રાઇટ ડાઉન એસેન્શિયલ કમ્પોનન્ટ ઓફ મેન્ટેનિંગ એસેપ્સિસ ઇન હોસ્પિટલ)
હોસ્પિટલ ની અંદર ઇન્ફેક્શન ફ્રી એટલે ASEPSIS રાખવા માટેના અમુક મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે :
• હેન્ડ વોશિંગ કરવા.
• ગ્લવ્સ, ગાઉન અને માસ્ક નો ઉપયોગ કરવો
• ઇક્વિપમેન્ટને પ્રોપરલી ક્લીન કરવા અને સ્ટરાઇલ કરવા.
• લીનનને પ્રોપરલી હેન્ડલ કરવી જેનાથી germs ને સ્પ્રેડ થવાનું પ્રિવેન્શન કરી શકાય.
ASEPSIS ના પ્રકાર નીચે મુજબ છે જે મુખ્ય 2 છે :-
1) MEDICAL ASEPSIS (CLEAN TECHNIQUES)
આ એક એવી પ્રેક્ટિસ છે જેનાથી માઈક્રોઓર્ગેનિઝમના નંબરને રીડ્યુઝ કરી શકાય છે પરંતુ તેને પ્રોપરલી એલીમિનેટ કરી શકતા નથી આથી તેના સ્પ્રેડને રોકી શકાય છે. તેનું મેન પર્પસ એ છે કે નોન ઇન્વેસિવ પ્રક્રિયાઓમાં ઇન્ફેક્શનના ટ્રાન્સમિશનને રોકી શકાય છે.
મેડિકલ અસેપ્સિસ માટે નીચે મુજબની પ્રેકટીસો કરવામાં આવે છે.
1) Hand hygiene (હેન્ડ હાઇજીન)
રેગ્યુલર સાબુ અથવા તો આલ્કોહોલ બેઝ હેન્ડ વોશ દ્વારા હેનડ્રબીંગ અથવા હેન્ડ વોશિંગ કરવું.
2) PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઈકવીપમનેન્ટ)
પી.પી.ઈ (પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ) નો ઉપયોગ કરવો જેવા કે ગ્લવસ, માસ્ક ,ગાઉન, આઈવેર વગેરે.
3) Waste (વેસ્ટ)
વેસ્ટ એટલે કે કચરાનો પ્રોપર રીતે નિકાલ કરવો જેવા કે શાર્પ વેસ્ટ, ડ્રેસીંગ વગેરે.
4) Isolation (આઇસોલેશન)
ઇન્ફેક્ટેડ પર્સનને આઇસોલેટ કરવા જેનાથી બીજા પેશન્ટને ક્રોસ ઇન્ફેક્શન લાગવાથી ટાળી શકાય.
2) SURGICAL ASEPSIS (Sterile techniques)
સર્જીકલ ASEPSIS એ એક એવી પ્રેક્ટિસ છે કે જેનાથી બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ તેમજ તેના સ્પોરને રીમુવ કરી શકાય છે. તેનો મેઇન પર્પસ એ છે કે ઇન્વેઝિવ પ્રક્રિયા , સર્જરી દરમિયાન પ્રોપર સ્ટરાઇલ એન્વાયરમેન્ટ મેન્ટેન કરવું છે. સર્જીકલ અસેપ્સિસ માટે નીચે મુજબની પ્રેકટીસો કરવામાં આવે છે :
1) Sterile field (સ્ટરાઇલ ફિલ્ડ)
સ્ટરાઇલ ડ્રેસ અને સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવો. સખત sterility મેન્ટેન કરવી અને તેની ખાસ કાળજી રાખવી કે સ્ટરાયલ એટલે કે સર્જીકલ ફિલ્ડ ની અંદર પ્યોર રીતે sterile કરાયેલ ઇન્સ્ટ્રુમેન્ટ જ એન્ટર કરે.
2) Hand antiseptic (હેન્ડ એન્ટીસેપટિક)
સર્જીકલ હેન્ડ સ્ક્રબ અમુક પ્રકારના ચોક્કસ હેન્ડસ્ક્રબીંગથી કરવા જેમકે બીટાડીન સ્ક્રબ.
3) Sterile attire (સ્ટરાઇલ એટાયર)
ગ્લવસ પહેરવા ,ગાઉન પહેરવું, માસ્ક અને કેપ પહેરવી .
4) Handling of sterile equipments (હેન્ડલિંગ ઓફ સ્ટરાઇલ ઇકવીપમેન્ટ)
નોનસ્ટરાઈલ આઈટમોને ટચ કરવાનું ટાળવું. sterile ટેકનીકનો ઉપયોગ કરવો જેનાથી ઇન્ફેક્શનને ટાળી શકાય છે અને પેકેજીસ ને એવી રીતે ખોલવા કે જેનાથી કંટામિનેશન avoid કરી શકાય.
5) Maintaing sterile field (મેન્ટેનિંગ સ્ટરાઇલ ફિલ્ડ)
Sterile field ની સામેથી ટર્ન ન થવું એના ફ્રન્ટમાં જ ઉભું રહેવું. જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કંટામિનિટેડ થયા છે તો ઈમીડિએટલી તેને રિપ્લેસ કરવા.
BARRIER NURSING AND ISOLATION KEY CONCEPTS (બેરિયર નર્સિંગ એન્ડ આઇસોલેશન કી કોન્સેપ્ટ)
બેરિયર નર્સિંગ અને આઇસોલેશન આ બંને એક મહત્વના ટોપિક છે જે નીચે મુજબ છે. સૌપ્રથમ આપણે બેરિયર નર્સિંગ જોઈશું :
1) BARRIER NURSING (બેરિયર નર્સિંગ) :
બેરિયર નર્સિંગ એ નર્સિંગ કેરની એવી મેથડ છે જે પેશન્ટ અને હેલ્થ કેરને એક બેરિયર બનાવીને પ્રોટેક્ટ કરવા માટે ડિઝાઇન થયેલી છે અને જેના દ્વારા આપણે પેથોજનના ટ્રાન્સમિશનને રોકી શકીએ છીએ. તેના મૂળ હેતુઓ કંઈક નીચે મુજબ છે.
1) પી.પી. ઇ. કીટનો ઉપયોગ કરવો :
પીપીઈ કીટમાં ગ્લવ્સ, માસ્ક, ગાઉન અને આઈ પ્રોટેક્શન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે જેના દ્વારા આપણે પેશન્ટથી બેરિયર રાખી શકે છે અને ઇન્ફેક્શનના ટ્રાન્સમિશનને રોકી શકીયે છીએ.
2) ડેઝિગનેટેડ ઇક્વિપમેન્ટસ :
ડેઝિગનેટેડ ઇક્વિપમેન્ટ એટલે ઘણી વખત હાઈલી ઈન્ફેક્ટેડ પેશન્ટને આઇસોલેટ કરવામાં આવે છે અને તેની બધી જ વસ્તુઓ તેની સેપરેટ પર્સનલ હોય છે. દાખલા તરીકે તેનું સેપરેટ થર્મોમીટર, તેના સેપરેટ મેડિસિન, બોક્સ , સ્ફીગમોમેનોમીટર, બધું તેનું સેપરેટ રાખવામાં આવે છે. આના દ્વારા પણ આપણે એક બેરિયર બનાવી શકીએ છીએ.
3) હેન્ડ હાઇજીન :
પી.પી.ઇ કાઢતા પહેલા અથવા તો પી.પી.ઇ કાઢયા પછી, કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવતા આપણે તરત જ સ્ટ્રીક્ટલી હેન્ડ વોશ કરવા જોઈએ.
4) એન્વાયરોમેન્ટલ કન્ટ્રોલ :
રેગ્યુલરલી પેશન્ટના સરાઉન્ડીંગનું ક્લીનીંગ થવું જોઈએ દાખલા તરીકે બેડ, સરફેસ અને ફ્લોર .
5) વેસ્ટ મેનેજમેન્ટ :
કચરાનો પ્રોપર રીતે નિકાલ કરવો. જે તે વેસ્ટની બેગ હોય તે જ બેગમાં બાયોહેઝાડ વેસ્ટ ડિસકાર્ડ થવો જોઈએ. દાખલા તરીકે એનાટોમીકલ વેસ્ટ યલ્લો બેગમાં , શાર્પ વેસ્ટ બ્લુ બેગમાં વગેરે….
• કેવા કેવા પેશન્ટમાં આપણે બેરિયર નર્સિંગ નો ઉપયોગ કરી શકીએ :
ટી.બી ,એમ.આર.એસ.એ વગેરે જેવા દર્દીઓ કે જેમાં સ્ટ્રીક આઈસોલેશન કરવાની જરૂર નથી તેમાં આપણે બેરિયર નર્સિંગનો ઉપયોગ કરી શકીએ છીએ.
2) ISOLATION (આઇસોલેશન) :
• કંટાજીયસ જે ડીઝીઝ વાળા પેશન્ટને સેપરેટ કરવું. – જેનાથી આપણે ઇન્ફેક્શનના સ્પ્રેડને રોકી શકીએ છીએ તેને isolation કહેવાય છે. આઈસોલેશનના ટાઇપ નીચે મુજબ છે :
• સ્ટાન્ડર્ડ આઈસોલેશન
• કોન્ટેક્ટ આઈસોલેશન
• ડ્રોપલેટ આઇસોલેશન
• એરબોન આઈસોલેશન
• પ્રોટેક્ટિવ આઇસોલેશન અથવા રિવર્સ આઇસોલેશન
Standard isolation (સ્ટાન્ડર્ડ આઈસોલેશન)
આ આઈસોલેશન બધા જ પેશન્ટ માટે યુઝ થાય છે , એવું સમજીને કે બોડી ફ્લૂઈડ બધા જ ઇન્ફેક્સીયસ હોય છે.
Contact isolation (કોન્ટેક્ટ આઈસોલેશન)
જે ઇન્ફેક્શન ડાયરેકટ કોન્ટેક્ટથી સ્પ્રેડ થાય છે જેવા કે એમ.આર.એસ.એ., ક્લોસ્ટ્રીડીયમ ડેફિસાઇલ આ બધા જ માટે કોન્ટેક્ટ આઈસોલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અંદર ગ્લવસ, ગાઉન અને પેશન્ટના સ્પેસિફિક ઇક્વિપમેન્ટ્સ રાખવામાં આવે છે.
Droplet isolation (ડ્રોપલેટ આઇસોલેશન)
જે ઇન્ફેક્શન ડ્રોપલેટ દ્વારા ફેલાય છે તેના માટે ડ્રોપલેટ આઇસોલેશન રાખવામાં આવે છે દાખલા તરીકે ઇન્ફ્લુએન્સા, પરટુસી વગેરે. આની અંદર પેશન્ટથી 3 થી 6 ફીટની દુરી રાખવી અને માસ્ક પહેરવું એ એનું મેઈન મેજર છે.
Airborne isolation (એરબોર્ન આઈસોલેશન)
આ આઇસોલેશન એવા રોગો માટે યુઝ થાય છે જે હવા એટલે કે એર દ્વારા પ્રસરે છે દાખલા તરીકે ટીબી, મિસલ્સ ,ચિકન પોક્સ વગેરે. આની અંદર મુખ્યત્વે n95 રેસ્પાયરેટર, નેગેટિવ પ્રેસર રૂમ્સ અને n95 માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે.
Protective or Reverse isolation (પ્રોટેક્ટિવ અથવા રિવર્સ આઈસોલેશન)
જે પેશન્ટની ઇમ્યુનિટી સખત રીતે કોમ્પ્રોમાઇઝ થયેલી છે તેવા પેશન્ટ માટે પ્રોટેક્ટિવ આઇસોલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કીમો થેરાપી લેતા પેશન્ટ. આની અંદર વિઝીટરને અટકાવવા, પીપીઇ નો ઉપયોગ કરવો અને સ્ટરાયલ એન્વાયરમેન્ટ મેન્ટેન રાખવું એ એના મેઇન મેજર છે.
SET UP OF ISOLATION ROOM (સેટ અપ ઓફ આઇસોલેશન રૂમ)
એક સિંગલ રૂમ હોય છે જે પેશન્ટ માટે સ્પેશ્યલી હોય છે. નેગેટીવ પ્રેશર રૂમ એ તેના માટે હોય છે કે જે પણ પેથોજન્સ છે તે એસ કેપ થઈને બહાર ન નીકળે. અમુક ડેડીકેટેડ બાથરૂમ્સ હોય છે જે ખાલી ઈનફેક્ટેડ પર્સન માટે જ હોય છે.જેનાથી આપણે ઇન્ફેક્શનના રિસ્ક ને ઓછું કરી શકીએ છીએ.
PPE – PERSONAL PROTECTIVE EQUIPMENTS)(પી.પી.ઈ. – પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ)
પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સના પ્રકારો તે જે તે બોડીના પાર્ટને પ્રોટેક કરે છે તેના પરથી પાડવામાં આવ્યા છે
1) હેડ પ્રોટેક્શન : હેડ પ્રોટેક્શન એ કોઈપણ વસ્તુ આપણા પર પડે તેનાથી આપણા હેડને બચાવવા માટે બનાવવામાં આવ્યા છે. eg. હાર્ડ હેટ્સ અને હેલ્મેટસ
2) આઈ એન્ડ ફેસ પ્રોટેક્શન : આઈ અને ફેસને દેબરીઝ , કેમિકલ્સ સ્પલેપ્સિસ , અમુક પ્રકારના નુકસાનકારક રેડીએશનથી બચાવવા માટે આ પ્રોટેકશન બનાવવામાં આવેલા છે. eg :- સેફટી ગોગલ્સ, વેલ્ડીંગ હેલ્મેટ, ફેસ શીલ્ડ વગેરે..
3) હીયરિંગ પ્રોટેકશન : અમુક નુકસાનકારક વોઈસના ખરાબ અસરથી બચાવવા માટે Eg :- ઈયરપ્લગસ , ઈયર મફ્ફસ
4) રેસ્પાઇરેટરી પ્રોટેકશન : રેસ્પાઇરેટરી પ્રોટેકશન અમુક પ્રકારની નુકસાનકારક ડ્રગ ,ડસ્ટ, ગેસીસ અથવા એરબોન પેથોજન્સને ઈન્હાલેશન કરવાથી બચાવે છે. eg : માસ્ક ,સેલ્ફ કન્ટેડ બ્રિધીગ એપ્રેટસ (SCBA)
5) હેન્ડ પ્રોટેકશન : હાથને કેમિકલ, કટ ,એબ્રેશન, હીટ અને બાયોલોજીકલ હેઝાર્ડથી બચવા માટે હેન્ડ પ્રોટેક્શનનો ઉપયોગ થાય છે. દા.ત. ગ્લવસ (લેટેસ્ટ ,નાઈટરાઈલ, કટ રજીસ્ટન્ટ, હીટ-રજીસ્ટન્ટ)
6) બોડી પ્રોટેક્શન : બોડીને કેમિકલ સ્પ્લેસીસ ,બન્સ અને કંટામિનન્ટથી બચાવવા માટે. દા.ત. કવર રોલ્સ, લેબ કોટ્સ, એપ્રન્ન વગેરે
7) ફૂટ પ્રોટેક્શન : ફુટને કોઈપણ પગ પર પડતા ઓબ્જેક્ટ ,પંચર અથવા સ્લીપથી બચાવવા માટે. દા.ત. સ્ટીલ ટો બુટ્સ, સ્લીપ રજીસ્ટન્ટ શૂઝ
8) ફોલ પ્રોટેક્શન : કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ એરીયા અથવા કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર ,ઊંચે હાઈટથી પડી જતાં બચાવવા માટે. દા.ત. : લેનીયાદ , હારનેસીસ.
9) સ્કીન પ્રોટેકશન : સ્કીનને રેડીએશન ,યુવી એક્સપોઝર અને નુકશાનકારક કેમિકલથી બચાવવા માટે. દા.ત:- સનસ્ક્રીમ, કેમિકલ રેજીસ્ટન્ટ ક્લોથિંગ.
WRITE DOWN TECHNIQUES OF WEARING PPE (રાઇટ ડાઉન ટેકનિકસ ઓફ વિયરિંગ પી.પી.ઈ.)
કોઈપણ સર્જીકલ પ્રોસિજર કરતી વખતે પી.પી.ઇ. પહેરવી ખૂબ જ જરૂરી છે. તેના દ્વારા આપણે ક્રોસ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય છે. જેનાથી પેશન્ટને પણ ઇન્ફેક્શન થતું નથી અને મેડિકલ પર્સનલને પણ થતું નથી. પી.પી.ઈ. પહેરવાની પ્રક્રિયાને ડોનિંગ (donning ) કહેવાય છે.જે પ્રક્રિયાના સ્ટેપ નીચે મુજબ છે :
1) Surgical hand hygiene (સર્જીકલ હેડ હાઈજીન પરફોર્મ કરવું)
• સર્જીકલ હેન્ડ વોશિંગ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ડર્ટ અને માઈક્રો ઓર્ગેનિઝમને કમ્પ્લીટલી ડિસ્ટર્બ કરી શકીએ છીએ હાથ અને હાથની આંગળીઓમાંથી તેમને મિકેનિકલ એક્શન અને કેમિકલ એક્શન દ્વારા બહાર કાઢી શકીએ છીએ.
Purpose (પર્પસ) :
• માઇક્રો ઓર્ગેનિઝમને પેશન્ટમાં ટ્રાન્સમિટ થવાથી રોકી શકાય છે.
• પેશન્ટને ક્રોસ ઇન્ફેક્શનથી બચાવી શકાય છે.
• મેડિકલ પર્સનલ ખુદને ઇન્ફેક્શનથી બચી શકાય છે.
• પેશન્ટને iatrogenic (કોઈ પણ invasive પ્રક્રિયા સમય એ લાગતું ઇન્ફેક્શન) ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરી શકાય છે.
Equipments (ઇકવીપમેન્ટ્સ) :
• હુંફાળું રનીંગ વોટર
• એન્ટિસેપ્ટિક સોપ સોલ્યુશન
• નેઇલ બ્રશ
• સ્ટરાયલ ટોવેલ
Steps of procedure (સ્ટેપ ઓફ પ્રોસિજર)
• જો કોઈ આર્ટિફિશિયલ નીલ લગાડેલા હોય તો તેને રિમૂવ કરવા અને નેલ પોલીસને રીમુવ કરવી.
• કોઈપણ જ્વેલરી પહેરેલી હોય તો તેને રિમૂવ કરવી – ની ફૂટ કે એલબો દ્વારા પાણીને ચાલુ કરવું એટલે કે કોણી ઘૂંટણ અથવા તો પગ દ્વારા પાણીને શરૂ કરવું.
• હાથને હુંફાળા પાણીથી ભીના કરવા અને સાબુ અથવા તો ડીટરજન્ટ દ્વારા એલબોની પાંચ સેન્ટિમીટર ઉપર સુધી સાબુ લગાડવું.
• હાથ હંમેશા એલબોથી ઊંચા રહેવા જોઈએ.
• હાથને રનીંગ વોટરની નીચે ધોઈ લેવા – હાથના નખ ને એન્ટી માઇક્રોબિયલ એજન્ટ દ્વારા 15 વખત સ્ટ્રોક આપવા એટલે કોઈ પણ બ્રશનો ઉપયોગ કરી 15 વખત એક નેલ ને સાફ કરવું.
• ત્યારબાદ બીટાડીન અથવા તો કોઈ પણ એન્ટિસેપ્ટિક સ્ક્રબ દ્વારા હાથને સ્ક્રબ કરવા.
• એલબોની પાંચ સેન્ટિમીટર ઉપર સુધી અને એન્ટીક્યુબાયટલ ફોસાની અંદર સ્ક્રબનો ઉપયોગ કરવો અને આ સ્ક્રબ પાંચથી દસ મિનિટ સુધી ઉપયોગ કરવો.
• પાંચથી દસ મિનિટ પછી હાથની ધોઈ નાખવા.
• ખાસ ધ્યાન રાખવું કે આ પ્રક્રિયા દરમિયાન આપણો હાથ સિંગ અથવા કોઈપણ સિંક ની સાઈડ ને ટચ થવો ન જોઈએ.
• હાથ રિંન્સ કરી લીધા બાદ ડ્રાય સ્ટારાઇલ ટોવેલ દ્વારા ફિંગરથી એલ્બો સુધી હાથને લૂછવા.
2) Wearing gown (ગાઉન પહેરવું)
Purpose (પર્પસ) :
• મેડિકલ પર્સનલ દ્વારા નીકળતા ડ્રોપલેટ અથવા તો એન્વાયરમેન્ટના ડ્રોપલેટને પેશન્ટથી દૂર રાખવા માટે
• સ્ટરાયલ ફીલ્ડના કંટામિનેશનને ટાળવા માટે
• સ્ટરાઇલ ઈક્વિપમેન્ટને ઈઝીલી હેન્ડલ કરી શકાય તેના માટે
Steps of procedure (સ્ટેપ ઓફ પ્રોસિજર) :
• ગાઉનને તેના નેકના પાર્ટમાંથી પકડવું અને આપણા યુનિફોર્મ કે આપણા એક પણ બોડી પાર્ટને ટચ કરે નહીં તેવી રીતે દૂર રાખી અને અનફોલ્ડ કરવું.
• ગાઉનને આપણા શોલ્ડર લેવલે રાખવું અને અંદરથી પકડવું ત્યારબાદ ધીમેથી ગાઉનમાં આપેલા બંને આર્મ હોલમાં આપણા હાથ જવા દેવા.
• હાથને સોલ્ડર લેવલ સુધી ઊંચા રાખવા ત્યારબાદ બંને હાથ આર્મ હોલમાં જવા દેવા.
• ત્યારબાદ સર્ક્યુલેટરી નર્સને કહેવું કે ગાઉનની અંદરના ભાગથી પ્રોપરલી પાછળની બાજુ ખેંચી આપે અને તેને કહેવું કે પાછળ આપેલી લેઝને પ્રોપરલી અને ટાઈટલી બાંધી આપવી.
3) Putting on mask or respirator (માસ્ક અથવા રેસ્પાયરેટર પહેરવું)
4) Wearing eye protection : (આઈ પ્રોટેકશન ગોગલ્સ પહેરવા) આઈ પ્રોટેકશન પહેરવું અને ફેસશીલ પહેરવું.
5) Wearing gloves (હાથના ગ્લવ પહેરવા)
Purpose (પર્પઝ) :
• નર્સને પેથોજનિક માઈક્રોઓર્ગેનિઝમથી બચાવવા માટે
• કોઈપણ સ્ટરાયલ આર્ટીકલને કંટામીનેશન કર્યા વગર હેન્ડલ કરવા માટે
Steps of procedure (સ્ટેપ ઓફ પ્રોસિજર) :
• સર્ક્યુલેટરી નર્સને કહેવું કે કેરફૂલી ગ્લવ્સનું આઉટર પેકેજીંગ કંટામિનેટ કર્યા વગર ખોલી આપે.
• ત્યારબાદ સ્ક્રબ નર્સ અંદરનો સ્ટરાયેલ પેકેટને બહાર કાઢવું
• રાઈટ અને લેફ્ટ ગ્લવને ઓળખવું.
• સૌપ્રથમ ડોમિનન્ટ હેન્ડમાં ગ્લવ પહેરવું.
• ત્યારબાદ અંગૂઠા એટલે કે થંબને પહેલા ગ્લવસની અંદર જવા દેવો ત્યારબાદ ફિંગરસને અંદર જવા દેવી.
• ત્યારબાદ નોન ડોમિનેંટ હેન્ડ દ્વારા ગ્લોબના કફને અંદરની બાજુથી પકડી અને અંદરની બાજુ ખેંચવું.
• ખાસ જોઈ લેવું કે ડોમિનન્ટ હેન્ડની ફિંગર્સ અને થમ્બ પ્રોપરલી ફિક્સ ગ્લવમાં થઈ ગયા છે કે નહી.
• હવે નોન ડોમિનેન્ટ હાથના ગ્લવસને બહારની બાજુના કફથી પકડવું અને નોન ડોમિનિયમના થર્મ અને ફિંગર ને અંદર જવા દેવા.
• ખાસ જોવું કે ડોમિનેટ હાથ દ્વારા હેન્ડના ગ્લવની અંદરની બાજુ અડાઈ નહીં.
• બંને હાથને ઇન્ટરલોક કરી અને એલબોના ઉપરના લેવલ સુધી રાખવા.
• ઉપર આપેલા બધા જ સ્ટેપ્સ અને તેની પ્રોસિજરને ડોનિંગની (DONNING) પ્રક્રિયા કહેવાય છે.
DOFFING (ડોફિંગ)
ડોફિંગ એટલે કે પીપીઈ કાઢવાની પ્રક્રિયા. તેમાં નીચેના સ્ટેપ ફોલો કરવામાં આવે છે.
1. GLOVES (ગ્લવસ)
2. GOWN (ગાઉન)
3. HAND HYGIENE (હેન્ડ હાઈજીન)
4. REMOVE EYE PROTECTION (આઈ પ્રોટેકશન ને રીમુવ કરવું)
5. REMOR MASK (માસ્ક ને રિમૂવ કરવું)
6. THEN AGAIN PERFORM HAND HYGIENE (ફરી એકવાર હાથ ધોવા)
STERILIZATION OF ARTICLES:
Sterilization એક એવી પ્રોસેસ છે જેના દ્વારા ઓબ્જેક્ટ કમ્પલીટલી માઇક્રો ઓર્ગેનિઝમ થી ફ્રી થઈ જાય છે.- – 🔹 અમુક પ્રક્રિયાઓ નીચે આપેલી છે :- – *બોઈલિંગ* – *કોલ્ડ સ્ટરીલાઈઝેશન* – *ફ્યુમિગેશન અથવા ગેસ* *સ્ટરીલાઈઝેશન* – *યુ.વી લાઇટ સ્ટરીલાઈઝેશન અથવા રેડીએશન* – *ડ્રાયહીટ સ્ટરીલાઈઝેશન અથવા* *હોટ એર ઓવન સ્ટરીલાઈઝેશન* – *ઓટો ક્લેવિંગ*🔹
Boiling (બોઇલિંગ)
100°C તાપમાને 10 મિનિટ સુધી ઓબ્જેક્ટને ડિસઇન્ફેકટ કરવા. – તેના *ફાયદાઓ* નીચે મુજબ છે:– આ પ્રક્રિયા ઘરે થઈ શકે છે – આમાં કોઈ પણ પ્રકારના બીજા વાતાવરણ કે જગ્યા કે પરિસ્થિતિની જરૂર પડતી નથી – આમાં કોઈ પણ પ્રકારનો બીજો ખર્ચ થતો નથી – તેના *ગેરફાયદાઓ* નીચે મુજબ છે:- – અમુક પ્રકારના બેક્ટેરિયા વાયરસ અથવા સ્પોર તે બોઈલિંગ એટલે કે ઉકાળવાની પ્રક્રિયાથી રજીસ્ટન્ટ હોય છે..- તેના માટે આ પ્રક્રિયા બહુ ઇફેક્ટિવ રહેતી નથી – અમુક પ્રકારના ઓબ્જેક્ટની ધાર એટલે કે *એજ* *છે તે બ્લન્ટ થઈ* *જાય છે*- તેના માટે બોઈલિંગ ખાસ રીતે તેવા ઓબ્જેક્ટમાં ઉપયોગ થતો નથી જેવી કે સીઝર (કાતર)
Cold sterilization (કોલ્ડ સ્ટરીલાઇઝેશન)
આની અંદર કોઈપણ એક કેમિકલ ડીશ ઇન્ફેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે – કેમિકલ ડીશઇંફેક્ટેન્ટ બેક્ટેરિયાના પ્રોટીનને કોઇગ્યુંલેટ કરી દે છે એટલે કે જમાવી દે છે તેના કારણે તેની પ્રોટીન કમ્પોઝિશન ચેન્જ થઈ જાય છે અને લાંબા સમય સુધી તે એક્ઝીસ્ટ કરી શકતું નથી..- તેના *ફાયદાઓ* નીચે મુજબ છે:- – એવા ઓબ્જેક્ટ કે જેમાં કોરોઈઝન એટલે કે કાટ લાગવાની શક્યતાઓ છે તેમાં આપણે આ પ્રક્રિયા ઉપયોગ કરી શકીએ છીએ અને આ સૌથી સહેલામાં સહેલી પ્રક્રિયા છે..- તેના *ગેરફાયદાઓ* નીચે મુજબ છે:- – તેમાં સ્પોર સો ટકા મળતા નથી જેના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહી શકે છે – અમુક કેમિકલ ડીશ ઇન્સ્પેક્ટર સ્કિનને ઇન્જરી કરી શકે છે.
FUMIGATION OR GAS STERILIZATION (ફ્યુમિ ગેશન or ગેસ સ્ટરીલાઇઝેશન)
બધા જ સરફેસને ફોર્માલ્ડીહાઇડ નામના ગેસનો એક્સપોઝર કરવામાં આવે છે આના દ્વારા બધા જ બેક્ટેરિયા ,વાયરસ અને સ્પોર્સ મરી જાય છે. – આની અંદર 18 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં વધારે ટેમ્પરેચર રાખવામાં આવે છે અને ગેસની કોન્સન્ટ્રેશન વધારે હોય છે .- અને 1 થી 16 કલાક સુધીનો એક્સપોઝર ટાઈમ હોય છે.- કોમનલી યુઝ થતી ફીમીગેશન ની વસ્તુઓ જેવી કે ફોર્માલીન ટેબલેટ,. ઈથીલીન ઓક્સાઇડ લિક્વિડ્સ વગેરે..- આનો એક ગેરફાયદો એ છે કે તેની ખૂબ જ ખરાબ સ્મેલ આવે છે પંજંટ સ્મેલ આવે છે આઇ ,સ્કીન અને કરી શકે છે.
ULTRAVIOLET (NON IONIZING) LIGHT STERILIZATION OR RADIATION:-
– યુવી રેડીએશનની અંદર 150 થી 3900 Å સુધીની રેડીએશન નો ઉપયોગ કરવામાં આવે છે. – જેની અંદર 2600 Å રેડીએશન છે તે હાઈલી બેક્ટેરિયલ સાઇડલ ઇફેક્ટ આપે છે એટલે કે જે હાઈલી બેક્ટેરિયાને મારવાની ક્ષમતા ધરાવે છે..- તેનો પેનેટ્રેશન પાવર ખૂબ જ ઓછો હોય છે તેના કારણે સરફેસ એટલે કે ઉપર ઉપર જે બેક્ટેરિયા આવેલા હોય છે તે મૃત્યુ પામે છે ..- આ રેડીએશન બેક્ટેરિયાના ડી.એન.એના રેપ્લિકેશનને બદલી નાખે છે અને ડી.એન.એને *મ્યુટેટ કરી* *નાખે* *છે* જેના કારણે માઇક્રો ઓર્ગેનિઝમની દેથ થાય છે..
TRANSPORTATION OF INFECTED PATIENT:* – (ઇન્ફેક્ટેદ પેશન્ટ ને કેવી રીતે ટ્રાન્સફર કરવું ) –
ઇન્ફેક્ટેડ પેશન્ટ ને ટ્રાન્સફર કરવામાં ખૂબ કાળજી રાખવી પડે છે જેની અંદર સ્ટ્રીક્ટ રીતે ઇન્ફેક્શન કંટ્રોલ ના મેઝર લેવા પડે છે જેની અંદર હેલ્થકેર પ્રોવાયડર , પેશન્ટ , ટ્રાન્સફર કરતુ વ્યકિત બધા એ ઇન્ફેક્શન કંટ્રોલ ના નિયમો નું સખત રીતે પાલન કરવું જોઈએ.
1. PRE TRANSPORTATION PREPARATION:-* (ટ્રાન્સપોર્ટ કરતા પેહલા શું ધ્યાન રાખવું ) *- પેશન્ટ ની કન્ડીશન ને અસેસ કરવી:-* – પેશન્ટ સ્ટેબલ છે કે નહિ ? કે તેને ઇમરજન્સી ટ્રાન્સપોર્ટ ની જરૂર છે – *ઇન્ફેક્શન ના પ્રકાર ને ઓળખવો :*- વર્ગીકરણ કરો કે એરબોર્ન ઇન્ફેક્શન છે કે કોન્ટેક્ટ થી છે – eg:- તટ્યુંબર્કલોસિસ, MRSA વગેરે – *રિસિવ કરતી ફેસિલીટી ને જાણ કરવી :-* – હોસ્પિટલ માં વ્યવસ્થા છે કે નહિ તે જોવું – *- *PPE નો પ્રોપાર રીતે ઉપયોગ કરવો* :- – હેલ્થ કર વર્કર એ ગ્લવસ પહેરવા , ગાઉન પહેરવું , આઇ પ્રોટેક્શન પહેરવું જે પ્રમાણે ઇન્ફેક્શન હોય તે પ્રમાણે PPE નો ઉપયોગ કરવો – *ટ્રાન્સફર કરતા વેહિકલ ને પ્રીપર કરવું :-* – ડેડીકેટેડ વ્હીલચેર અથવા સ્ટ્રેચર ની વ્યવસ્થા – સરફેસ ને disposable અથવા ક્લીન કરી શકાય તેવા બરિયર થી કવર કરવું – પ્રોપર વેન્ટીલેશન છે કે નહિ તે જોવું
2. *ટ્રાન્સફર દરમિયાન શું ધ્યાન રાખવું :-* ઇન્ફેક્શન સપેસિફિક પ્રિકોષન લેવા જેવા કે :- – *એરબોર્ન ઇન્ફેક્શન* હોય તો પેશન્ટ ને *સર્જીકલ માસ્ક* પેહરવું અને *સ્ટાફ* *એ N95 રેસ્પિરેટર પેહેરવા*- *દ્રોપલેટ ઇન્ફેક્શન* (જેવા કે , ન્યૂમોનિયા , મેનિંજાઈટિસ) તે ઇન્ફેક્શન દરમિયાન પેશન્ટ એ માસ્ક પેહેરવું અને ટ્રાન્સપોર્ટ કરતા વ્યક્તિ એ ગ્લવસ અને માસ્ક પહેરવા- *કોન્ટેક્ટ ઇન્ફેક્શન* (જેવા કે , MRSA, C. ડેફિસેઇલ) તેમાં હેન્ડ હાઇજીન અને પ્રોટેક્ટીવ ગલવ્સ જરૂરી છે – કોન્ટેક્ટ ટાળવો: ઓછા લોકો ને ઇન્વોલવ કરવા – *ઇક્વિપમેન્ટ નું પ્રોપર હેન્ડલિંગ કરવું* :- – બધા ટ્રાન્સપોર્ટ કરતા સર્ફેસિસને કલીનિંગ અને ડીશઇન્ફેક્શન દ્વારા ક્રોસ કંટામીનેશન ને અવોઇડ કરવું . – પેશન્ટ ની સ્ટેબિલિટી ને મોનીટર કરવી જો પેશન્ટ કૃતિકલ્લી ઇલ હોઈ તો કંટીન્યું મોનીટરીંગ કરવું
3. *પોસ્ટ ટ્રાન્સપોર્ટ ડી કંટામીનેશન:-* – ક્લીન અને ડીસિન્ફેક્ત હોસ્પિટલ દ્વારા અપ્રુવ કરવામાં આવેલા ડીશઇન્ફેક્શન નો ઉપયોગ બધા સરફેસ માં કરવો – યુઝ કરેલી PPE ને ડિસ્પોઝ કરી દેવી – હેન્ડ હાઇજીન :- ટ્રાન્સપોર્ટ કર્યા બાદ બધા એ પ્રોપર સ્ટેપ્સ સાથે હેન્ડ વોશ કરવા જો કોઈ વર્કર એક્સપોસ થયું છે તો હોસ્પિટલ ના એક્સપોઝર પ્રોટોકોલ ને ફોલો કરવા
4. *સ્પેશિયલ કંસિડરેશન:-* જો કોઈ વ્યક્તિ HIGHLY CONTAGIOUS (ખૂબ જ ઇન્ફેલતેડ) છે તો નેગેટીવ પ્રેશર ટ્રાન્સપોર્ટ ચેમ્બર અવેલેબલ કરી ને ટ્રાન્સપોર્ટ કરવું Immunocomropmised (જેની ઇમ્યુનીટી ખૂબ જ લો છે ) પેશન્ટ તેવા પેશન્ટ ના સરાઊડીનગ માં ક્લીનલાઈનેસ નું ખાસ ધ્યાન રાખવું અને સેકન્ડરી ઇન્ફેક્શન ના લાગે તેનું ખૂબ ધ્યાન રાખવું.
STANDARD SAFETY PRECAUTIONS: (સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રિકોશન)
સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રિકોશનનો ઉપયોગ હોસ્પિટલ મે પેશન્ટ , હેલ્થકેર પ્રોવાઈડર , વિઝિટરસ ને ઇન્ફેક્શન અને ઇંજરી થી બચાવવા માટે હોઈ છે . – તેની અંદર નીચે મુજબ ના પ્રીકોસન નો સમાવેશ થાય છે.
1. Infection control precautions:- –
hand hygiene :- hand wash અને હેન્ડ રબ – PPE (પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેંટ) – *સેફ ઇન્જેક્શન પ્રેક્ટિસ :-* સ્ટરાઇલ નીડલસ અને સીરિંજીસ , અને શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને પ્રોપર્લી તેના કન્ટેનર માં ડિસ્કાર્ડ કરવા – ક્લીનિંગ અને ડીસિન્ફેક્સન:- રેગ્યુલરલી સરફેસ, મેડિકલ ઇક્વિપમેંટ્સ, પેશન્ટ એરિયા ને સેનીટાઈઝ કરવું.
2. **Patient Safety measures :-* –
પેશન્ટ identification (પેશન્ટ ની ઓળખ ) – બે ઓળખ જોવી (નામ , બર્થ ડેટ , મેડિકલ રેકોર્ડ નંબર (MRD NO. ) અથવા પેશન્ટ પાસે જઈ ને પેશન્ટ નું પુરું નામ પૂછવું પછી જ મેડિસન એડમીનિસ્ટર કરવી – ફોલ પ્રિવેંશન નું ખાસ ધ્યાન રાખવું – ફોલ રિસ્ક અસેસ કરવું, નોન સ્લીપ સોકસ અને ફૂટવેર પ્રોવાઇડ કરવા – પેશન્ટ ના મેડિસીન સેફ્ટી રાઇટ્સ ફોલો કરવા – *10R*
• RIGHT DRUG
• RIGHT PATIENT
• RIGHT DOSE
• RIGHT ROUTE
• RIGHT TIME
• RIGHT DOCUMENTATION
• RIGHT CLIENT EDUCATION
• RIGHT TO REFUSE
• RIGHT ASSESSMENT
• RIGHT EVALUATION
આ બધા જ રાઇટ્સ ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા ફરજિયાત છે.
3. Workplace and environment safety* :- – Sharps safety :- (ધારદાર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની સેફ્ટી) –
sharp instruments ને પ્રોપર તેના કન્ટેનર માં ડિસ્કાર્ડ કરવા – ફાયર સેફ્ટી:- ફાયર સેફ્ટી માટે બધા ટ્રેઈન હોવા જોઈએ , ફાયર ઇમર્જેંસી એક્સિટ, ફાયર એલાર્મ , ફાયર એક્સ્ટિંગુઈશર વગેરે , વિશે બધા ને નોલેજ હોવું જોઈએ – RACE and PASS પ્રોટોકોલ વિશે માહિતી હોવી જોઈએ – રેસ્ક્યું કરવાની ટેકની Rescue: Respond to the fire (ફાયર ને જોઈ ને રિસ્પોન્સ કરવો હેલ્પ માંગવી અને પેશન્ટ ને રેસ્યું કરવા ) – Alarm: Call for help (હેલ્પ માટે કોઈ ને બોલાવવું અને કોડ રેડ એક્ટીવેટ કરવું Confine: Contain the fire (ફાયર ને વધારતા રસ્તાઓ ને બંધ કરવા જેવા કે બારી) Extinguish/Evacuate: Put out the fire or leave the building(ફાયર એક્સ્ટિંગુઇશર નો ઉપયોગ કરી આગ બુઝાવી) × Fire extinguisher ને ખોલવાની ટેકનીક :- – Pull: Pull the pin on the fire extinguisher( પિન હોઈ તેને ખેંચવી ) • Aim: Aim the extinguisher at the base of the fire (જ્યાં ફાયર છે ત્યાં એઇમ રાખવું , તેની સામે રાખવું ) • Squeeze: Squeeze the handle of the fire extinguisher (ત્યાર બાદ હેન્ડલ ને દબાવવું ) • Sweep: Sweep the extinguisher side to side( extinguisher ને સાઈડ ટુ સાઈડ ફેરવવું ) – Electrical safety :- નાકામાં ઈકીપમેન્ટ્સ ને ચેક કરવા અને યુઝ માં ના હોય તો તેને ડિસ્કાર્ડ કરવા – safe patient હેન્ડલિંગ:- ઈંજરી ને પ્રીવેન્ટ કરવા પ્રોપર આસિસ્ટન્સ લેવું.
4) Emergency Preparedness
કોડ રિસ્પોન્સ ટ્રેનિંગ લેવી :- હોસ્પિટલ ખાસ કરી ને NABH (નેશનલ અક્રિડીયટેડ બોર્ડ હોસ્પિટલ એન્ડ હેલ્થકેર ) સ્ટાન્ડર્ડ હોસ્પિટલ માં ઈમર્જેંસી માટે અમુક કોડ નો ઉપયોગ થતો હોય અને તે કોડ ના સ્પેસીફિક નંબર હોઈ છે તે હોસ્પિટલની પોલિસી મુજબ બને છે જેમાંના અમુક કોડસ નીચે મુજબ છે :
Code Red (કોડ રેડ) – Fire Emergency (આગ લાગી હોય ત્યારે)
Code Blue (કોડ બ્લૂ) – Medical Emergency (Cardiac Arrest) (મેડિકલ ઈમરજન્સી જેવી કે કાર્ડિયાક અરેસ્ટ)
Code Yellow (કોડ યેલો) – Disaster or Mass Casualty Incident(માસ કેજ્યુલિટી, ડીઝાસટર મેનેજમેન્ટ )
Code Black (કોડ બ્લેક) – Bomb Threat (આંતકવદીનો હુમલો અથવા બોમ્બ થ્રેટ)
Code Pink (કોડ પિંક) – Infant or Child Abduction (બાળક નું અપહરણ)
Code White (કોડ વ્હાઇટ) – Violence or Aggression.(મારા મારી , હિંસા)
Code Orange (કોડ ઓરેન્જ) – Hazardous Material Spill (કોઈ કેમિકલ ઢોળાયું હોઈ જેવું કે મરક્યુરી)
BIOMEDICAL WASTE MANAGEMENT (બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ) :
હોસ્પિટલ માં જે વેસ્ટ જનરેટ થાય છે તેને પ્રોપર રીતે discard કરવો important છે. કેમ કે , હોસ્પિટલ વેસ્ટ hazardous હોય છે જે વ્યક્તિ uninfected છે તેને ઇન્ફેક્શન લાગી શકે , ઈન્જરી થય શકે વગેરે જેવા પ્રોબ્લેમ ક્રિયેટ થય શકે છે. તેના માટે હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા હ્યુમન તેમજ એનિમલને નુકશાન થવાથી રોકી શકાય છે.
1) CATEGORIES OF BIOMEDICAL WASTE (કેટેગરિસ ઓફ બાયોમેડિકલ વેસ્ટ)
• ઇન્ફેક ટેડ વેસ્ટ : બ્લડ , બોડી ફ્લુઈડ્સ, કંતમીનેટેડ મટીરીયલ
• પેથોલોજીકલ વેસ્ટ : હ્યુમન ટિસ્યુ, ઓર્ગન એન્ડ બોડી ફ્લુઇડ, બોડી પાર્ટ્સ
• શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ વેસ્ટ : નીડલ્સ, સિરિંજીસ , સ્કાલ્પલ અને બ્રોકન ગ્લાસ
• ફાર્માસ્યુટિકલ વેસ્ટ : એક્સપાયરી અથવા ના યુઝ થાય એવી મેડિસન
• કેમિકલ વેસ્ટ : ડીશઇન્ફેક્ટન્ટ, રીએજન્ટ્સ , અને સોલવેંટ્સ
• રેડિયોએક્ટીવ વેસ્ટ : એવો વેસ્ટ જેમાં રેડિયોએક્ટીવ સબસ્ટન્સ પ્રેઝન્ટ હોઈ.
2. WASTE SEGREGATION AND COLUR CODING (વેસ્ટ સેગરેશન એન્ડ કલર કોડિંગ)
• YELLOW BIN
યલો બિનની અંદર ઈન્ફેક્ટેડ અને એનાટોમિકલ વેસ્ટ આવે જેમ કે, હ્યુમન એનાટોમિકલ વેસ્ટ, કોઈ પણ બોડી ફ્લુઇડ્સ થી એક્સપોજ થયેયા ગોઝ અથવા વસ્તુ , યુઝ કરેલો ડ્રેસિંગ, એક્સપાયર્ડ મેડિસન વગેરે
• RED BIN (રેડ બિન)
બધો જ પ્લાસ્ટિક વેસ્ટ , રબર વેસ્ટ , આઈ.વી સેટ , ટ્યુબિંગ, ગ્લવસ, વગેરે.
• BLUE/WHITE BIN (બ્લૂ / વ્હાઇટ બિન)
sharp વસ્તુઓ બધી આ બન્ને બિનમાં આવશે. ખાસ કરીને નીડલ, સ્ટિલેટ આ બધું વ્હાઇટમાં આવશે અને ગ્લાસ વેસ્ટ , ગ્લાસ સિરીંજીસ એ બધું બ્લૂમાં આવશે.
• BLACK BIN (બ્લેક બિન)
બ્લેક બિનમાં જનરલ વેસ્ટ આવે. જે કોઈ hazard કરતા નથી.