skip to main content

FON-GNM UNIT-3 SPLINTS

Splints (સ્પ્લિન્ટસ)

  • સ્પ્લિન્ટસ એ એક પ્રકારનું સપોર્ટ ડિવાઇસ છે જે હાર્ડ મટીરીયલનું બનેલું હોય છે. જેનો ઉપયોગ ઇન્જરી થયેલ બોડી પાર્ટને ઇમમોબીલાઇઝ કરવા માટે થાય છે.
  • મસ્ક્યુલોસ્કેલેટલની જુદી જુદી કન્ડિશનમાં જુદા જુદા સ્પ્લિન્ટસનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સ્પ્લિન્ટ એ પ્લાસ્ટિક, મેટલ, પ્લાસ્ટર અથવા તો ફાઇબર ગ્લાસનું બનેલું હોય છે. જે કોઈ સ્પેસિફિક સાઈઝ તેમ જ શેપનું બનેલું હોય છે.

Write down uses of splints (રાઇટ ડાઉન યુઝ ઓફ સ્પ્લિન્ટ)

  • ઇન્જરી થયેલ એક્સટ્રીમીટીને ઇમમોબીલાઇઝ તેમજ પ્રોટેક્ટ કરવા.
  • સ્વેલિંગને રિડયુસ કરવા અને પેઇનને રિલીવ કરવા.
  • ગુડ એનાટોમિક ફ્રેકચર અલાઇમેન્ટ મેન્ટેન કરવા.

Write down types of splints (રાઇટ ડાઉન ટાઇપ્સ ઓફ સ્પ્લિન્ટ)

Hand / finger splints

  • Ulnar gutter splint
  • Radial gutter splint
  • Thumb spica
  • Finger splints

Forearm / Wrist splints

  • Volar short arm splint
  • Dorsal short arm splint
  • Single sugar tong

Elbow / forearm splints

  • Long arm posterior splint
  • Double sugar tong
  • Long arm splint

Knee splints

  • Posterior knee splint
  • Long leg splint

Tibia / Fibula splints

  • Long leg splint
  • Short leg shaft & distal

Foot

  • Posterior ankle splint
  • High top walking boot

Ulnar gutter splint (અલ્નાર ગટર સ્પ્લિન્ટ)

  • અલ્નાર ગટર સ્પ્લિન્ટ એ પ્રોક્ષિમલ ફોરઆર્મથી લઇને ડિસ્ટલ ઇન્ટરફેલેન્જિયલ જોઇન્ટ સુધી લંબાયેલ હોય છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ હેન્ડ અને વ્રિસ્ટની અલ્નાર સાઇડને સ્પોર્ટ આપવા તેમજ તેને ઇમમોબીલાઇઝ કરવા થાય છે.
  • અલ્નાર ગટર સ્પ્લિન્ટનો ઉપયોગ પ્રોક્ષિમલ તેમજ મિડલ ફેલેંકસ અને ચોથી અને પાંચમી આંગળીની સોફ્ટ ઇન્જરીમાં પણ થાય છે. (એટલે કે આ સ્પ્લિન્ટનો ઉપયોગ 4th & 5th મેટાકાર્પલમાં થયેલ ફ્રેક્ચર દરમિયાન થાય છે.)
  • આ સ્પ્લિન્ટને એપ્લાય કરતી વખતે વ્રિસ્ટને થોડી એક્સટેન્ડ રાખવામાં આવે છે તેમજ મેટાકાર્પોફેલેન્જિયલ જોઇન્ટથી 70-90 ડિગ્રી એ ફ્લેક્સ કરવામાં આવે છે અને પ્રોક્ષિમલ ઇન્ટરફેલેન્જિયલ અને ડિસ્ટલ ઇન્ટરફેલેન્જિયલ જોઇન્ટને 5-10 ડિગ્રી એ ફ્લેક્સ કરવામાં આવે છે.

Radial gutter splint (રેડિયલ ગટર સ્પ્લિન્ટ)

  • આ સ્પ્લિન્ટ એ ફોરઆર્મના લેટરલ આસ્પેક્ટથી લઇને ઇન્ડેક્સ ફિંગરના ડિસ્ટલ ઇન્ટરફેલેન્જિયલ સુધી લંબાયેલ હોય છે. જેમાં થમ્બ એ ફ્રી રહે છે.
  • રેડિયલ ગટર સ્પ્લિન્ટનો ઉપયોગ હેન્ડ અને વ્રિસ્ટની રેડિયાલ સાઇડને સપોર્ટ આપવા તેમજ તેને ઇમમોબીલાઇઝ કરવા માટે થાય છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ મુખ્યત્વે 2nd & 3rd મેટાકાર્પલના ફ્રેકચર દરમિયાન થાય છે.
  • આ ઉપરાંત આ સ્પ્લિન્ટનો ઉપયોગ મુખ્યત્વે રેડિયલ નર્વ અને થમ્બમાં થયેલ ઇન્જરીને ટ્રીટ કરવા માટે થાય છે. જેમ કે રેડિયલ નર્વ ઇન્જરી, થમ્બ સ્ટ્રેઈન ઓર સ્પ્રેઈન, સ્કેફોઇડ ફ્રેકચર
  • આ સ્પિલન્ટ એપ્લાય કરતી વખતે વ્રિસ્ટને સ્લાઇટલી એક્સ્ટેન્શન રાખવામાં આવે છે તેમજ મેટાકાર્પોફેલેન્જિયલ જોઇન્ટને 70-90 ડિગ્રી એ ફ્લેક્સ રાખવામાં આવે છે અને ઇન્ટરફેલેન્જિયલ જોઇન્ટને 5-10 ડિગ્રી એ ફ્લેક્સ કરવામાં આવે છે.

Buddy taping (બડી ટેપિંગ)

  • બડી ટેપિંગને ડાયનેમિક સ્પ્લિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • બડી ટેપિંગનો ઉપયોગ મુખ્યત્વે માઇનર ફિંગર ઇન્જરીને ટ્રીટ કરવા માટે થાય છે. જેમ કે માઇનર ફિંગર સ્પ્રેઇન, અનડિસ્પ્લેસ્ડ શાફટ ફ્રેકચર ઓફ પ્રોક્ષીમલ એન્ડ મિડલ ફેલેન્કસ, ફિંગર લિગામેન્ટ્સ ઇન્જરી.
  • આ ટેપિંગ એ એજસન્ટ ફિંગરને સપોર્ટ અને સ્ટેબિલિટી પ્રોવાઇડ કરે છે તેમજ તે ફિંગરની મુવમેન્ટને એલો કરે છે અને ફરધર ઇન્જરીથી પ્રોટેકટ કરે છે.

Thumb spica splint (થમ્બ સ્પાઇકા સ્પ્લિન્ટ)

  • થમ્બ સ્પાઇકા સ્પ્લિન્ટનો ઉપયોગ થમ્બ તેમજ વ્રિસ્ટને ઇમમોબીલાઇઝ કરવા માટે થાય છે.
  • થમ્બ સ્પાઇકા સ્પ્લિન્ટનો ઉપયોગ મુખ્યત્વે થમ્બની ઇન્જરીને ટ્રીટ કરવા માટે થાય છે જેમ કે થમ્બ ફ્રેકચર, થમ્બ સ્પ્રેઇન, ગેમકીપર થમ્બ, થમ્બ આર્થરાઇટીસ
  • ફોરઆર્મને ન્યુટ્રલ પોઝિશનમાં રાખીને વ્રિસ્ટને 25 ડિગ્રી એ એકસટેન્ડ રાખવમાં આવે છે અને થમ્બને ફંક્શન કરે તેવી પોઝિશનમાં રાખવામાં આવે છે. જેમ કે કોઈ પણ વસ્તુને હાથમાં રાખીને હોલ્ડ કરવી એ થમ્બની ફંક્શનલ પોઝિશન કહેવાય છે.

Volar short arm splint (વોલર શોર્ટ આર્મ સ્પ્લિન્ટ)

  • વોલર શોર્ટ આર્મ સ્પ્લિન્ટનો ઉપયોગ હેન્ડ અને વ્રિસ્ટમાં થયેલ સોફ્ટ ટિસ્યુ ઇન્જરી કરવામાં આવે છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ ટેમ્પરરી કાર્પલ બોનના ઇમમોબીલાઇઝેશન માટે થાય છે.
  • આ સ્પ્લિન્ટ એ વોલર મિડ ફોરઆર્મથી લઇને ડિસ્ટલ પાલ્મર ક્રિઝ સુધી લંબાયેલ હોય છે. જેમાં વ્રિસ્ટને સ્લાઇટલી એક્સટેન્ડ રાખવામાં આવે છે.

Single sugar tong splint (સિંગલ સુગર ટોંગ સ્પ્લિન્ટ)

  • સિંગલ સુગર ટોંગ સ્પ્લિન્ટનો ઉપયોગ થમ્બ અને વ્રિસ્ટને ઇમમોબીલાઇઝ કરવા તેમજ તેને સપોર્ટ આપવા માટે થાય છે.
  • સિંગલ સુગર ટોંગ સ્પ્લિન્ટનો ઉપયોગ મુખ્યત્વે ડિસ્ટલ રેડિયલ અને અલ્નાર ફ્રેકચર જેવી કન્ડીશનમાં કરવામાં આવે છે.
  • આ ઉપરાંત તેનો ઉપયોગ થમ્બ સ્પ્રેઇન, વ્રિસ્ટ સ્પ્રેઇન જેવી કન્ડિશનમાં પણ કરવામાં આવે છે.
  • આ સ્પ્લિન્ટ એ પ્રોક્ષીમલ પાલ્મર ક્રિઝ, વોલાર ફોરઆર્મ તેમજ એલ્બોની આજુબાજુ અને MCP જોઇન્ટના ડોર્સમ એરિયાને કવર કરે છે.
  • આમાં ફોરઆર્મ એ ન્યુટ્રલ તેમજ વ્રિસ્ટ એ સ્લાઇટલી એક્સટેન્ડેડ પોઝિશનમાં રાખવામાં આવે છે.

Double sugar tong splint (ડબલ સુગર ટોંગ સ્પ્લિન્ટ)

  • ડબલ ટોંગ સ્પ્લિન્ટનો ઉપયોગ ફોરઆર્મ, વ્રિસ્ટ, એલ્બો અને હેન્ડને ઇમમોબીલાઇઝ કરવા તેમજ તેને સપોર્ટ કરવા માટે થાય છે.
  • પહેલા સિંગલ સુગર ટોંગ સ્પ્લિન્ટને એપ્લાય કરવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ સુગર ટોંગ સ્પ્લિન્ટને એપ્લાય કરવામાં આવે છે.
  • આ સેકન્ડ સુગર ટોંગ સ્પ્લિન્ટ એ એલ્બોથી લઇને એક્ષીલાથી 3 ઇંચ પ્રોક્ષીમલ સુધી લંબાઈ હોય છે.

U shaped aluminium splint (U શેપ એલ્યુમિનિયમ સ્પ્લિન્ટ)

  • U શેપ એલ્યુમિનિયમ સ્પ્લિન્ટનો ઉપયોગ ફિંગર તેમજ ટોને ઇમમોબીલાઇઝ કરવા તેમજ તેને સપોર્ટ કરવા માટે થાય છે.
  • U શેપ એલ્યુમિનિયમ સ્પ્લિન્ટનો ઉપયોગ મુખ્યત્વે ડિસ્ટલ ફેલેન્જિયલ ફ્રેકચરમાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ફિંગર અથવા ટોના ફ્રેકચરમાં તેમજ ફિંગર અથવા ટોના સ્પ્રેઇન જેવી કન્ડીશનમાં થાય છે.
  • આ સ્પ્લિન્ટને ડોર્સલ ફિંગર ટિપથી અને વોલાર ફિંગર ટિપની આજુબાજુ વ્રેપ કરવામાં આવે છે. તેમજ ડિસ્ટલ ઇન્ટરફેલેન્જિયલને એક્સટેન્શન પોઝિશનમાં ઇમમોબિલાઇઝ કરવામાં આવે છે.

Mallet finger splint (મેલેટ ફિંગર સ્પ્લિન્ટ)

મેલેટ ફિંગર સ્પ્લિન્ટનો ઉપયોગ મુખ્યત્વે મેલેટ ફિંગરને ટ્રીટ કરવા માટે થાય છે. આ એક પ્રકારની કન્ડીશન છે જેમાં એક્સટેન્સર ટેન્ડન ડેમેજ થયેલા હોય છે જેના કારણે ફિંગરની ટિપ એ બેન્ટ વળેલી રહે છે સ્ટ્રેટ થય શકતી નથી.

Long arm posterior splint (લોંગ આર્મ પોસ્ટેરિયર સ્પ્લિન્ટ)

  • લોંગ આર્મ પોસ્ટેરિયર સ્પ્લિન્ટનો ઉપયોગ આર્મ, ફોરઆર્મ અને વ્રિસ્ટને ઇમમોબીલાઇઝ કરવા તેમજ સપોર્ટ આપવા માટે થાય છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ એલ્બો, પ્રોક્ષીમલ અને મિડ-શાફ્ટ ફોરઆર્મ અને વ્રિસ્ટ ઇન્જરીના મેનેજમેન્ટ થાય છે. જેમ કે ડિસ્ટલ રેડિયલ અથવા અલ્નાર ફ્રેક્ચર (ચિલ્ડ્રન), એલ્બો/ફોરઆર્મ ફ્રેકચર, એલ્બો ડિસલોકેશન
  • આ સ્પ્લિન્ટ એ એક્સિલાથી લઇને પ્રોક્ષીમલ પાલ્માર સરફેસ સુધી લંબાયેલા હોય છે. જેમાં એલ્બો એ 90 ડિગ્રી એ ફ્લેક્સ રાખવામાં આવે છે. તેમજ થમ્બ એ ફ્રી રાખવામાં આવે છે.

Posterior knee splint (પોસ્ટેરિયર ની સ્પ્લિન્ટ)

  • પોસ્ટેરિયર ની સ્પ્લિન્ટનો ઉપયોગ ની જોઇન્ટને ઇમમોબીલાઇઝ કરવા તેમજ તેને સપોર્ટ કરવા માટે થાય છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ ની ને અફેક્ટ કરતી કંડીશન તેમજ ની ને લગતી ઇન્જરીને ટ્રીટ કરવા માટે થાય છે. જેમ કે ની ફ્રેકચર, ની ડિસલોકેશન, પોસ્ટ ઓપરેટિવ ની સર્જરી
  • આ સ્પ્લિન્ટ એ ગ્લુટીયલ ક્રેઝથી લઇને મેલેઓલી પ્રોક્ષીમલ સુધી લંબાયેલ હોય છે તેમજ ની ને સ્લાઇટલી ફ્લેક્સ રાખવામાં આવે છે.
  • આ સ્પ્લિન્ટને સિલિન્ડર સ્પ્લિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Long leg splint (લોંગ લેગ સ્પ્લિન્ટ)

  • લોંગ લેગ સ્પ્લિન્ટ એ ઓર્થોટિક ડિવાઇસનો એક ટાઈપ છે જેનો ઉપયોગ લેગને સપોર્ટ આપવા તેમજ લેગને ઇમમોબીલાઇઝ કરવા માટે થાય છે.
  • લોંગ લેગ સ્પ્લિન્ટ એ થાઇ ટુ એંકલ સુધી લંબાયેલ હોય છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ મુખ્યત્વે લેગ સાથે સંકળાયેલ કન્ડિશનને ટ્રીટ કરવા માટે થાય છે. જેમ કે ફીમર ફ્રેકચર, ટિબિયા અને ફિબ્યુલા ફ્રેકચર, ની લીગમેન્ટસ સ્પ્રેઇન

Posterior ankle splint (પોસ્ટેરિયર એન્કલ સ્પ્લિન્ટ)

  • પોસ્ટેરિયર એન્કલ સ્પ્લિન્ટનો ઉપયોગ એન્કલને ઇમમોબીલાઇઝ કરવા તેમજ તેને સપોર્ટ આપવા માટે થાય છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ એન્કલ સાથે સંકળાયેલ કન્ડિશનને ટ્રીટ કરવામાં માટે થાય છે. જેમ કે એન્કલ સ્પ્રેઇન, એચિલીસ ટેન્ડોનોટીસ, ફૂટ ફ્રેકચર
  • આ સ્પ્લિન્ટ એ ગ્રેટ ટો ના પ્લાન્ટર સરફેસથી લઈને ફિબ્યુલર હેડથી 2 ઇંચ દૂર સુધી લંબાયેલ હોય છે. એટલે કે આમાં
    સ્પ્લિન્ટ એ ફિબ્યુલર હેડથી નીચે સુધી જ જોવા મળે છે.

Toe plate extension splint (ટો પ્લેટ એક્સ્ટેન્શન સ્પ્લિન્ટ)

  • ટો પ્લેટ એક્સ્ટેન્શન સ્પ્લિન્ટનો ઉપયોગ ટો ને સપોર્ટ આપવા તેમજ તેને પ્રોટેકટ કરવા થાય છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ મુખ્યત્વે ગ્રેટ ટો ના ઇમમોબીલાઇઝેશનમાં થાય છે.
  • આ ઉપરાંત આ સ્પ્લિન્ટનો ઉપયોગ ડિસ્ટલ મેટાટાર્સલ અને ફેલેન્જિયલ ફ્રેકચર જેવા કેસમાં થાય છે.
  • આ સ્પ્લિન્ટ એ પ્લાન્ટર ફ્લેક્શનને પ્રોહીબીટ કરે છે અને ડોર્સીફ્લેક્શનને લિમિટ કરે છે.

Stirrup splint (સ્ટીરપ સ્પ્લિન્ટ)

  • સ્ટીરપ સ્પ્લિન્ટનો ઉપયોગ એન્કલને ઇમમોબીલાઇઝ કરવા તેમજ તેને સપોર્ટ આપવા માટે થાય છે.
  • આ સ્પ્લિન્ટનો ઉપયોગ એન્કલ સ્પ્રેઇન, એન્કલ ફ્રેકચર, ફૂટ ઇન્જરી જેવી કન્ડીશનમાં કરવામાં આવે છે.
  • સ્ટીરપ સ્પ્લિન્ટ એ હીલની આજુબાજુ આવેલ લેટરલ મિડ કાલ્ફથી લઇને મિડિયલ મિડ કાલ્ફ સુધી લંબાયેલ હોય છે. તેમાં એન્કલને 90 ડિગ્રી એ ફ્લેક્સ રાખવામાં આવે છે.

Published
Categorized as Uncategorised