skip to main content

FON-GNM UNIT-2 RECORDING AND REPORTING

Record (રેકોર્ડ)

• રેકોર્ડ એ વ્રીટન અને લીગલ ડોક્યુમેનટેશન છે. જે નર્સ દ્વારા પેશન્ટને પ્રોવાઇડ કરવામાં આવેલી કેર વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે.

• રેકોર્ડ એ ક્લીનિકલ, સાયન્ટિફિક, એડમિનિસ્ટ્રેટિવ અને લીગલ ડોક્યુમેન્ટ છે જે નર્સ દ્વારા કોઈપણ ઇન્ડીવિઝ્યુલ ફેમિલી અથવા કોમ્યુનિટીને કેર પ્રોવાઇડ કર્યા હોવાની ઇન્ફોર્મેશન આપે છે.

• રેકોર્ડ એ વ્રીટન ફોર્મમાં જોવા મળે છે જ્યારે રિપોર્ટ એ ઓરલ તેમજ વ્રીટન બંને ફોર્મમાં જોવા મળે છે.

Write purpose of record (રાઇટ પર્પઝ ઓફ રેકોર્ડ)

• બીજા હેલ્થકેર પ્રોફેશનલ સાથે ક્લિયર અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવા

• ડાયગ્નોસીસના રેકોર્ડિંગ માટે

• કોઈપણ પ્રકારની કેર અથવા પ્રોગ્રામને પ્લાનિંગ કરવા માટે

• લીગલ ડોક્યુમેન્ટેશન અથવા લીગલ એકાઉન્ટેબીલીટી માટે

• હિસ્ટોરિકલ રેકોર્ડ માટે

• ડિસિઝન એનાલિસિસ માટે

• રિસર્ચમાં હેલ્પ માટે તેમજ નર્સિંગ કેર ઇમ્પ્રૂવ કરવા માટે

Write down different method of record charting (રાઇટ ડાઉન ડિફરન્ટ મેથડ ઓફ રેકોર્ડ ચાર્ટિંગ)

Narrative charting (નેરેટીવ ચાર્ટિંગ)

આ નર્સિંગ કેર રેકોર્ડિંગ માટેની એક ટ્રેડિશનલ મેથડ છે. જેમાં પેશન્ટની કન્ડીશન, સિમ્પ્ટમ્સ અને ટ્રીટમેન્ટ વિશે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ડોક્યુમેન્ટેશન કરવામાં આવે છે એટલે કે પેરેગ્રાફ સ્વરૂપે લખવામાં આવે છે. હાલમાં આ મેથડનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે આ મેથડ ટાઇમ કન્સ્યુમિંગ છે તેમજ તેને રિટ્રાયવ કરવી પણ અઘરી પડે છે.

Problem oriented charting (પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ચાર્ટિંગ)

પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ચાર્ટિંગ એ પેશન્ટના પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જેમાં હેલ્થ ટીમ મેમ્બરના દરેક મેમ્બર એ પેશન્ટના પ્રોબ્લેમનું લીસ્ટ બનાવે છે.

Source oriented charting (સોર્સ ઓરિએન્ટેડ ચાર્ટિંગ)

સોર્સ ઓરિએન્ટેડ ચાર્ટિંગમાં ડોક્યુમેન્ટ થયેલ ઇન્ફોર્મેશનમાં સોર્સના આધારે તેને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. સોર્સ ઓરિએન્ટેડ ચાર્ટિંગમાં હેલ્થ કેર ટીમના દરેક મેમ્બર (જેમ કે ફિસિસિયન્સ, નર્સ, ફિઝિકલ થેરાપિસ્ટ) એ સેપરેટ રીતે રેકોર્ડ કરે છે. આ એક ફ્રેગમેનટેડ ડોક્યુમેન્ટેશન પ્રોવાઇડ કરે છે.

Focus charting (ફોક્સ ચાર્ટિંગ) (Data – Action – Response)

ફોક્સ ચાર્ટિંગ એ નેરેટીવ ચાર્ટિંગને આઇડેન્ટિફાય અને ઓર્ગેનાઈઝ કરવાની એક પ્રકારની મેથડ છે. જેમાં ડેટા, એક્શન અને રિસ્પોન્સનો સમાવેશ થાય છે. ફોક્સ ચાર્ટિંગમાં ડેટા કલેક્ટ કરીને તેની ઉપર કોઈ ચોક્કસ પ્રકારની એક્શન લેવામાં આવે છે અને આ એક્શન પ્રત્યે પેશન્ટનો રિસ્પોન્સ જોવામાં આવે છે. ફોક્સ ચાર્ટિંગ એ ક્લાયન્ટના પ્રોબ્લેમની સાથે ડાયગ્નોસ્ટિક ટેસ્ટના રિઝલ્ટ સાથે સંકળાયેલ કોન્સરનો પણ સમાવેશ કરે છે.

PIE charting (PIE ચાર્ટિંગ) (પ્રોબ્લેમ-ઇન્ટરવેશન-ઇવાલ્યુશન)

PIE ચાર્ટિંગ એ નર્સિંગ ઓરીજન છે જેમાં મૂકે તે પ્રોબ્લેમ-ઇન્ટરવેશન-ઇવાલ્યુશનનો સમાવેશ થાય છે. આ ચાર્ટિંગમાં પ્રોબ્લેમ ની આઈડેન્ટીફાય કરીને તેની પર કોઈ સ્પેસિફિક ઇન્ટરવેશન લેવામાં આવે છે અને ત્યારબાદ તેનું ઇવાલ્યુશન કરવામાં આવે છે. આ ચાર્ટિંગમાં ફલો સીટ અને નર્સ પ્રોગ્રેસ નોટસને નર્સિંગ કે પ્લાન સાથે અસેસ કરવામાં આવે છે. અસેસ કર્યા બાદ ક્લાયન્ટના પ્રોબ્લેમને ધ્યાનમાં લેવામાં આવે છે અને તે રિલેટેડ સ્પેસિફિક ઇન્ટરવેશન કરવામાં આવે છે અને તેનું ઇવાલ્યુશન કરવામાં આવે છે.

SOAP charting (SOAP ચાર્ટિંગ) (Subjective – Objective – Assessment – Plan)

SOAP ચાર્ટિંગ એ મેડિકલ મોડેલ પ્રમાણે ડેવલપ થયેલ ફોર્મેટ છે. જેમાં સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, અસેસમેન્ટ અને પ્લાનનો સમાવેશ થાય છે.

Write down types of records (રાઇટ ડાઉન ટાઇપ્સ ઓફ રેકોર્ડ)

Ward record (વોર્ડ રેકોર્ડ)

• પેશન્ટ ક્લીનિકલ રેકોર્ડ

• એડમિશન રેકોર્ડ

• ડિસ્ચાર્જ રેકોર્ડ

• ડેથ રજિસ્ટર

• કોલ બુક

• ઇન્ડેન્ટ બુક

• ઇન્સ્ટ્રકશન બુક

• કમ્પ્લેન્ટ બુક

• એટેન્ડન્સ રેકોર્ડ

• રાઉન્ડ રજિસ્ટર

• ટ્રીટમેન્ટ રેકોર્ડ

• ડ્રગ મેન્ટેન્સ રજિસ્ટર

• સ્ટોક એન્ડ ઇસ્યૂ રજિસ્ટર

• વિઝિટર રેકોર્ડ

• મૂવમેન્ટ રજિસ્ટર

• ઓવર બુક

Student record (સ્ટુડન્ટ રેકોર્ડ)

• એપ્લિકેશન ફોર્મ

• એડમિશન રજિસ્ટર

• ક્લાસ એટેન્ડસ રેકોર્ડ

• લીવ રજિસ્ટર

• ક્લિનિકલ એન્ડ ફિલ્ડ એક્સપેરિયન્સ રજિસ્ટર

• માર્ક લીસ્ટ રજિસ્ટર

• ઇન્ટરનલ અસેસમેન્ટ રજિસ્ટર

• એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટીવિટી રજિસ્ટર

• પ્રેક્ટિકલ રેકોર્ડ રજિસ્ટર

• ક્યુમુલેટીવ હેલ્થ રેકોર્ડ

Staff record (સ્ટાફ રેકોર્ડ)

• એપ્લિકેશન રેકોર્ડ

• હેલ્થ રેકોર્ડ

• લિવ રેકોર્ડ

• પ્રોગ્રેસ રિપોર્ટ

• રેકોર્ડ ઓફ એજયુકેશનલ ક્વોલીફિકેશન, પ્રિવીયસ એક્સપેરિયન્સ

Medical / nurse’s record (મેડિકલ / નર્સિસ રેકોર્ડ)

• નર્સિસ રિપોર્ટ બુક

• નર્સિસ પ્રોગ્રેસ નોટ

• નર્સિસ અસેસમેન્ટ શીટ

• સ્ટાન્ડરાઇઝ કેર પ્લાન

• શિફટ રેકોર્ડ

• ટ્રીટમેન્ટ ચાર્ટ

Write principles of record (રાઇટ પ્રિન્સિપલસ ઓફ રેકોર્ડ)

• Accurate (એક્યુરેટ) :

એક્યુરેસી મિન્સ ચોકસસ. બધા રેકોર્ડ એ એરર ફ્રી હોવા જોઈએ એટલે કે તેમાં કોઇપણ પ્રકારની એરર ન હોવી જોઇએ. રેકોર્ડ લગતી વખતે મેડિકલ લેંગ્વેજનો ઉપયોગ કરવો તેમજ સ્પેલિંગ મિસ્ટેક અવોઈડ કરવી. શોર્ટ ફોર્મ ની જગ્યાએ ફુલ ફોર્મ લખો જેમકે TOF ની બદલે ટેટ્રાલોજી ઓફ ફેલોટ અથવા ટ્રેકિયો ઇસોફેજીયલ ફિસચ્યુલા લખવું.

• Completeness (કમ્પ્લીટનેસ) :

સેન્ટેન્સને કમ્પ્લીટ કરવું. રેકોર્ડ માટેની બધી જ જરૂરી ઇન્ફોર્મેશનને તેમાં સમાવી લેવી. બે લાઈન વચ્ચે સ્પેસ છોડવી નહીં. પેશન્ટ દ્વારા ઓમિટ અથવા રિફયુઝ કરવામાં આવેલી કેરને ખાસ ડોક્યુમેન્ટ કરવી.

• Organised (ઓર્ગેનાઈઝ) :

રેકોર્ડ કરતી વખતે હોસ્પિટલનું નામ, પેશન્ટનું નામ ,રજીસ્ટ્રેશન નંબર, જેન્ડર, ડાયગ્નોસિસ વગેરે ઇન્ફોર્મેશન ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લખવી.

• Compliance (કોમ્પ્લીઅન્સ) :

કોમ્પ્લીઅન્સ એટલે પાલન કરવું. રેકોર્ડ કરતી વખતે ઓર્ગેનાઇઝેશનના રુલસ, રેગ્યુલેશન અને પોલિસીને ફોલો કરવી.

• Confidentiality (કોન્ફિડેન્શીયાલીટી) :

કોન્ફિડેન્શીયાલીટી એટલે ગુપ્તતા. પેશન્ટની પર્સનલ ઇન્ફોર્મેશન તેમજ ડેટાને ગુપ્ત રાખવા. બીજા કોઈ લોકો સાથે શેર કરવા નહિ.

• Accessible (એકસેબલ) :

રેકોર્ડ એ ઇઝીલી એકસેસ કરી શકાય તેમ રાખવા. જેથી જ્યારે જરૂરિયાત હોય ત્યારે તે સરળતાથી મેળવી શકાય.

• Security (સિક્યોરિટી) :

રેકોર્ડને સારી જગ્યા એ સ્ટોર કરીને રાખવા તેમજ તેને કોઈપણ અનઓથોરાઇઝ વ્યકિત મેળવી ના શકે અને તેને ડેમેજ ના કરી શકે તેવી રીતે સિક્યોર રાખવા

• Relevance (રિલેવન્સ) :

રેકોર્ડ એ તેના પર્પસથી રિલેવન્ટ એટલે કે સુસંગત હોવો જોઇએ.

Published
Categorized as Uncategorised