Write purpose of nursing process (રાઇટ પર્પઝ ઓફ નર્સિંગ પ્રોસેસ)
Write characteristics of nursing process (રાઇટ કેરેકટરીસ્ટીક ઓફ નર્સિંગ પ્રોસેસ)
Write benefits of nursing process (રાઈટ બેનિફિટસ ઓફ નર્સિંગ પ્રોસેસ)
Write steps of nursing process (રાઇટ સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ)
1) Assessment (અસેસમેન્ટ)
2) Nursing diagnosis (નર્સિંગ ડાયગ્નોસિસ)
3) Planning (પ્લાનિંગ)
4) Implemention (ઇમ્પ્લીમેનટેશન)
5) Evaluation (ઇવાલ્યુએશન)
1) Assessment (અસેસમેન્ટ)
અસેસમેન્ટ એ નર્સિંગ પ્રોસેસનું ફર્સ્ટ સ્ટેપ છે જેમાં પેશન્ટની ઇન્ફોર્મેશન અથવા ડેટાને કલેકટ, ઓર્ગેનાઇઝ અને એનાલાઇઝ કરવામાં આવે છે. જેમાં ઓબ્ઝર્વેશન, ઇન્ટરવ્યુ અને ફિઝિકલ એક્ઝામિનેશન થ્રુ પેશન્ટના ફિઝિકલ, ઇમોશનલ, સાયકોલોજીકલ અને સોસિયો કલચરલ ડેટા કલેક્ટ કરવામાં આવે છે.
2) Nursing diagnosis (નર્સિંગ ડાયગ્નોસિસ)
નર્સિંગ ડાયગ્નોસિસ એ નર્સિંગ પ્રોસેસનું સેકન્ડ સ્ટેપ છે. જેમાં અસેસમેન્ટ થ્રુ પેશન્ટના એકચ્યુલ અથવા પોટેન્શિયલ પ્રોબ્લેમને આઇડેન્ટીફાય કરવામાં આવે છે અને નર્સિંગ ડાયગ્નોસિસ બનાવાવમાં આવે છે. ત્યારબાદ તેને ધ્યાનમાં રાખીને કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
3) Planning (પ્લાનિંગ)
આ ફેઝમાં આપણે જે જે એક્ટિવિટી અથવા ઇન્ટરવેશન કરવાના છીએ તેનું પ્લાનિંગ કરવામાં આવે છે. તેમજ એક સ્પેસિફીક, મેઝરેબલ, અચીવેબલ અને રિલેવન્ટ ગોલ સેટ કરવામાં આવે છે અને આ ગોલને અચીવ કરવા માટે પ્લાન બનાવવામાં આવે છે.
4) Implemention (ઇમ્પ્લીમેનટેશન)
આ ફેઝમાં પ્લાન કરેલ એક્ટિવિટી તેમજ ઇન્ટરવેશનને ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવે છે એટલે કે તેને એક્શન મોડમાં લાવવામાં આવે છે. જેમાં ડાયરેક્ટ કેર, મેડીસીન એડમીનિસ્ટર કરવી, એજયુકેશન પ્રોવાઇડ કરવું જેવી ઘણી બધી કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
5) Evaluation (ઇવાલ્યુએશન)
ઇવાલ્યુએશન એ નર્સિંગ પ્રોસેસનું લાસ્ટ સ્ટેપ છે. જેમાં નર્સિંગ ઇન્ટરવેશનની ઇફેકટિવનેસ અસેસ કરવામાં આવે છે એટલે કે પ્રોવાઈડ કરવામાં આવેલી નર્સિંગ કેર કેટલી ઈફેક્ટિવ છે તે ચેક કરવામાં આવે છે. તેમજ સેટ કરેલ ગોલ એ ફુલફીલ થયેલ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે
Assessment (અસેસમેન્ટ)
Purpose of assessment (પર્પઝ ઓફ અસેસમેન્ટ)
Types of assesment (ટાઇપ ઓફ અસેસમેન્ટ
1) Initial assessment (ઈનિશિયલ અસેસમેન્ટ) :
ઈનિશિયલ મિન્સ શરૂઆતનું. એટલે કે શરૂઆતમાં કરવામાં આવતું અસેસમેન્ટ. એટલે કે ઈનિશિયલ અસેસમેન્ટમાં હેલ્થ કેર એજન્સીમાં એડમિશન થયાના અમુક સમયગાળાની અંદર જ અસેસમેન્ટ કરવામાં આવે છે. આ એક પ્રકારનું કમ્પ્રેહેન્સિવ અસેસમેન્ટ છે જેમાં પેશન્ટના બેઝ લાઇન ડેટા અને હેલ્થ હિસ્ટ્રી ડિટેલમાં કલેકટ કરવામાં આવે છે તેમજ પેશન્ટનું ફિઝિકલ એક્સામીનેશન પણ કરવામાં આવે છે.
2) Focus assesment (ફોકસ અસેસમેન્ટ) :
ફોકસ અસેસમેન્ટમાં કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ પર ફોકસ કરવામાં આવે છે. ફોકસ અસેસમેન્ટમાં પહેલેથી આઇડેન્ટીફાઈ થયેલ પ્રોબ્લેમ પર ફોકસ કરવામાં આવે છે અને તેને રિલેટેડ ડેટા કલેક્ટ કરવામાં આવે છે. ફોકસ અસેસમેન્ટ એ ઈનિશિયલ અસેસમેન્ટ કરતા ડીપમાં કરેલ હોય છે પરંતુ તે પર્ટિક્યુલર એરિયા પુરતું લિમીટેડ હોય છે. આથી ફોકસ અસેસમેન્ટ એ કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ અથવા કમ્પ્લેનને ઇવાલ્યુએટ કરવા માટે પર્ફોર્મ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે હેડ ઇન્જરીવાળા કેસમાં ગ્લાસ ગો કોમા સ્કેલ પરફોર્મ કરવું તેમજ ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન પરફોર્મ કરવું.
3) Emergency assesment (ઇમરજન્સી અસેસમેન્ટ) :
અર્જન્ટ અથવા લાઇફ થ્રેટનિંગ વાળી સિચ્યુએશનમાં ઇમરજન્સી અસેસમેન્ટ કંડક્ટ કરવામાં આવે છે. ઇમરજન્સી અસેસમેન્ટની મદદથી ક્રિટીકલ ઇસ્યુને આઈડેન્ટિફાઈ અને મેનેજ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ઇમરર્જન્સી કન્ડિશનમાં ABC અસેસમેન્ટ કરવું. A – એરવે, B – બ્રિથીંગ, C – સર્ક્યુલેશન.
4) Time lapsed assessment (ટાઇમ લેપ્સડ અસેસમેન્ટ)
આ અસેસમેન્ટ એ ઈનિશિયલ અસેસમેન્ટના અમુક અઠવાડિયા અથવા તો અમુક મહિના પછી કરવામાં આવે છે. જેની મદદથી ક્લાયન્ટના કરંટ સ્ટેટસને પાસ્ટના બેઝ લાઇન ડેટા સાથે કમ્પેર કરવામાં આવે છે. જેથી પેશન્ટના હેલ્થ માટે ઇમ્પ્રુવમેન્ટને જાણી શકાય. જેમ કે પેશન્ટ ફોલોઅપ માટે આવે ત્યારે તેનું અસેસ કરવામાં આવે.
5) Ongoing / shift assessment (ઓનગોઇંગ / શિફ્ટ અસેસમેન્ટ)
ઓનગોઇંગ અસેસમેન્ટ એ પેશન્ટની કેર દરમિયાન રેગ્યુલર ઇન્ટરવલે પર્ફોર્મ કરવામાં આવે છે. જેમાં પેશન્ટની કન્ડિશનને કંટીન્યુઅસ મોનિટર અને ઇવાલ્યુએટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કંટીન્યુઅસ વાઇટલ સાઇન મોનિટર કરવા.
Write down components of assessment (રાઇટ ડાઉન કમ્પોનન્ટ ઓફ અસેસમેન્ટ)
1) Collect data
2) Organize data
3) Validate data
4) Record / Document data
1) Collect data (કલેક્ટ ડેટા)
ડેટા કલેક્શન એ અસેસમેન્ટ માટેનું ફર્સ્ટ સ્ટેપ છે. ડેટા કલેક્શનમાં પેશન્ટના હેલ્થ સ્ટેટસ વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. આ ઇન્ફોર્મેશન એ હિસ્ટ્રી કલેક્શન, ઇન્ટરવ્યૂ, ફિઝિકલ એક્ઝામિનેશન, લેબોરેટરી ડેટા, ડાયગ્નોસ્ટિક ટેસ્ટને આધારે કલેક્ટ કરવામાં આવે છે. આડેટામાં પેશન્ટની ચીફ કમ્પલેનથી લઈને પાસ્ટ હિસ્ટ્રી પણ કલેક્ટ કરવામાં આવે છે.
2) Organize data (ઓર્ગેનાઇઝ ડેટા)
ઓર્ગેનાઇઝ એટલે ગોઠવવું. આમાં કલેક્ટ કરેલા ડેટાને ગોઠવવામાં આવે છે એટલે કે કલેકટ કરેલા ડેટાને એક ફ્રેમવર્ક પ્રમાણે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. ડેટાને ઓર્ગેનાઇઝ કરવા માટે ઘણાબધા પ્રકારની ફ્રેમવર્ક જોવા મળે છે. મોટા ભાગે દરેક નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વાઇસ જુદી જુદી ફ્રેમવર્ક જોવા મળે છે. એટલે આ દરેક ઇન્સ્ટિટ્યૂટ પોત પોતાની ફ્રેમવર્ક ફોલો કરતાં હોય છે. આ ફ્રેમવર્કને કારણે ઓમિશનને થતું પ્રિવેન્ટ કરી શકાય છે.
3) Validate data (વેલીડેટ ડેટા)
વેલીડેશન એટલે કલેક્ટ કરેલ ડેટા ને ક્રોસ ચેક કરવા. આ સ્ટેપમાં જે ડેટા કલેક્ટ કરવામાં આવેલ છે તે સાચા છે કે નહીં તે ક્રોસ વેરીફાઈ કરવામાં આવે છે એટલે કે કલેક્ટ કરેલ ડેટાની એક્યુરેસી ચેક કરવામાં આવે છે. જેથી ફોલ્સ ડાયગ્નોસિસ થતા પ્રિવેન્ટ કરી શકાય.
4) Record / Document data (રેકોર્ડ / ડોક્યુમેન્ટ ડેટા)
ડોક્યુમેન્ટેશન અથવા રેકોર્ડિંગ એ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આથી નર્સિંગ પ્રોસેસના અસેસમેન્ટ સ્ટપને કમ્પ્લીટ કરવા માટે તે ડેટાનું ડોક્યુમેન્ટેશન કરવું જરૂરી છે. આ ડોક્યુમેન્ટેશન એ હોસ્પિટલની પોલીસી વાઇસ કરવામાં આવે છે. જેમાં પેશન્ટના સબ્જેક્ટિવ ડેટાને તેના પોતાના વર્ડમાં લખવામાં આવે છે જ્યારે ઓબ્જેક્ટીવ ડેટાને મેડિકલ ટર્મ્સમાં લખવામાં આવે છે. આ અસેસમેન્ટ એ ડોક્યુમેન્ટેશન કર્યા હોવાનો એક પ્રકારનો પુરાવો છે જે આગળ જતા મેડિકો લીગલ કેસમાં કામ આવે છે.
Types of data (ટાઇપસ ઓફ ડેટા)
ડેટાના મુખ્યત્વે બે ટાઇપ પડે છે :
1) Subjective data
2) Objective data
Subjective data (સબજેક્ટિવ ડેટા)
Objective data (ઓબજેક્ટિવ ડેટા)
ડેટાના સોર્સને આધારે તેના બે પ્રકાર પડે છે :
1) Primary data
2) Secondary data
Primary data (પ્રાઇમરી ડેટા)
ફર્સ્ટ હેન્ડ સોર્સ (એટલે કે ડાયરેક્ટ પેશન્ટ અથવા તો તેના કેર ગીવર) પાસેથી જે ડાયરેકટલી ઇન્ફોર્મેશન અથવા ડેટા ક્લેકટ કરવામાં આવે છે તેને પ્રાઇમરી ડેટા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાઇમરી ડેટા એ ઇન્ટરવ્યુ, સર્વે અથવા એક્સપેરીમેન્ટની મદદથી ક્લેકટ કરી શકાય છે.
Secondary data (સેકન્ડરી ડેટા)
એક્સિસ્ટિંગ સોર્સ (હાલના સ્ત્રોતો) માંથી ઓબટેઇન કરવામાં આવતા ડેટાને સેકન્ડરી ડેટા તરિકે ઓળખવામાં આવે છે. જેમ કે મેડિકલ રેકોર્ડ, રિપોર્ટ, લિટરેચર, રિવ્યૂ, ડેટાબેઇઝ માંથી મેળવવામાં આવતા ડેટા.
Nursing diagnosis (નર્સિંગ ડાયગ્નોસિસ)
Write purpose of nursing diagnosis (રાઇટ પર્પઝ ઓફ નર્સિંગ ડાયગ્નોસિસ)
Write down statment of nursing diagnosis (રાઇટ ડાઉન સ્ટેટમેન્ટ ઓફ નર્સિંગ ડાયગ્નોસિસ)
Problem (પ્રોબ્લેમ) / Diagnostic label (ડાયગ્નોસ્ટિક લેબલ)
નર્સિંગ ડાયગ્નોસિસમાં સૌપ્રથમ પેશન્ટના એકચ્યુલ અથવા પોટેન્શિયલ પ્રોબ્લેમ અથવા તો ડાયગ્નોસ્ટિક લેબલ લખવામાં આવે છે. આ પ્રોબ્લેમ એ અમુક વર્ડમાં લખવામાં આવે છે. આ નર્સિંગ ડાયગ્નોસિસ એ NANDA (નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિયેશન) દ્વારા આપવામાં આવેલ લિસ્ટમાંથી લેવામાં આવે છે.ઉદાહરણ તરીકે : Knowledge deficit, Anxiety, Ineffective airway clearance, Fluid volume deficit
Etiology (ઇટીયોલોજી)
ઇટીયોલોજી એ નર્સિંગ ડાયગ્નોસિસનું સેકન્ડ સ્ટેટમેન્ટ છે. જેમાં પ્રોબ્લેમ થવા માટેના એક અથવા એકથી વધારે કોસને આઇડેન્ટીફાય કરી લખવામાં આવે છે. ઇટીયોલોજી એ પ્રોબ્લેમને ટ્રીટ કરવા માટેની ડાયરેકશન આપે છે. બે પેશન્ટમાં એક પ્રોબ્લેમ જોવા મળી શકે છે પરંતુ બને પેશન્ટની ઇટીયોલોજી સરખી હોય તે જરૂરી નથી. આ પ્રોબ્લેમ તેમજ ઇટીયોલોજીને ‘related to’ વડે લખાય છે. ઉદાહરણ તરીકે Anxiety related to hospitalization, Anxiety related disease condition. જેમાં Anxiety એ પ્રોબ્લેમ અથવા ડાયગ્નોસ્ટિક લેબલ છે જે બને પેશન્ટમાં સેમ છે. તેમજ hospitilization અને disease condtion એ ઇટીયોલોજી છે જે બને પેશન્ટમાં અલગ અલગ છે.
Defining characteristic (ડીફાઇનિંગ કેરેકટેરીસ્ટીક)
ડીફાઇનિંગ કેરેકટેરીસ્ટીક એ પેશન્ટમાં રહેલ પ્રોબ્લેમ કેવી રીતે આઇડેન્ટીફાય કરવામાં આવે છે તે દર્શાવે છે.જે સબજેક્ટીવ અથવા ઓબજેક્ટીવ ડેટા હોય શકે છે. આ ડીફાઇનિંગ કેરેકટેરીસ્ટીકને ‘as evidance by’ અથવા ‘manifested’ તરીકે લખાય છે. ઉદાહરણ તરીકે Altered body temperature related to inflammatory condition as evidance by increasing body temperature, Acute pain related to surgical process manifestd by facial expression.
Write types of nursing diagnosis (રાઇટ ટાઇપ્સ ઓફ નર્સિંગ ડાયગ્નોસિસ)
1) Actual nursing diagnosis
2) Risk nursing diagnosis
3) Syndrome nursing diagnosis
4) Wellness diagnosis
1) Actual nursing diagnosis (એકચ્યુલ નર્સિંગ ડાયગ્નોસિસ)
એકચ્યુલ નર્સિંગ ડાયગ્નોસિસમાં કરંટ હેલ્થ પ્રોબ્લેમ અથવા એક્સિસ્ટીંગ હેલ્થ પ્રોબ્લેમનો સમાવેશ થાય છે. જે અસેસમેન્ટ દરમિયાન પ્રેઝન્ટ હોય છે તેમજ તેમાં ઘણી બધી કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે એટલે કે ઘણા બધા સાઇન અને સિમ્પ્ટમ્સ જોવા મળે છે. જેમ કે એન્ઝાયટી એ ફીયર, પેનિક, સ્લીપ ડિસ્ટરબન્સ દ્વારા કેરેકટરાઇઝ થાય છે તેમજ ઇનઇફેકટિવ એરવે ક્લીયરન્સ એ કફ, એબ્નોર્મલ બ્રિથિંગ દ્વારા કેરેકટરાઇઝ થાય છે. ઉદાહરણ તરીકે, Acute pain related to surgery, Anxiety related to hospitalization, Ineffective breathing pattern.
2) Risk nursing diagnosis (રિસ્ક નર્સિંગ ડાયગ્નોસિસ)
રિસ્ક નર્સિંગ ડાયગ્નોસિસમાં પોટેન્શિયલ પ્રોબ્લેમનો સમાવેશ થાય છે એટલે કે એકચ્યુલ (કરંટ) પ્રોબ્લેમને કારણે જે પ્રોબ્લેમ જોવા મળે છે તેનો રિસ્ક નર્સિંગ ડાયગ્નોસિસમાં સમાવેશ થાય છે. એટલે કે તે પ્રોબ્લેમ હાલમાં નથી પરતું આવનારા સમયમાં તે જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, Risk for infection related to immunospression, Risk for impaired skin integrity related to surgery
3) Syndrome nursing diagnosis (સિન્ડ્રોમ નર્સિંગ ડાયગ્નોસિસ)
સિન્ડ્રોમ એટલે ગ્રુપ ઓફ સિમ્પ્ટમ્સ એટલે કે ક્લસ્ટર ઓફ સિમ્પ્ટમ્સ. સિન્ડ્રોમ નર્સિંગ ડાયગ્નોસિસમાં એકચ્યુલ નર્સિંગ ડાયગ્નોસિસ તેમજ હાઇ રિસ્ક નર્સિંગ ડાયગ્નોસિસનું કલસ્ટર જોવા મળે છે એટલે કે એક કરતા વધારે નર્સિંગ ડાયગ્નોસિસ જોવા મળે છે અને આ નર્સિંગ ડાયગ્નોસિસ એક સાથે જોવા મળે છે તેમજ તેને એક સાથે સંબોધવામાં આવે છે. આ ઉપરાંત તેમાં સિમિલર એટલે કે એક સરખા ઇન્ટરવેશનની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે પોસ્ટ ટ્રોમા સિન્ડ્રોમ, રિલોકેશન સ્ટ્રેસ સિન્ડ્રોમ, રેપ ટ્રોમા સિન્ડ્રોમ
4) Wellness diagnosis (વેલનેસ ડાયગ્નોસિસ)
વેલનેસ ડાયગ્નોસિસ એ પર્સન, ફેમિલી, કોમ્યુનિટીની હાઇર લેવલની વેલનેસ કેવી રીતે અચીવ કરી શકાય તે ઇન્ડીકેટ કરે છે. જેમાં મુખ્યત્વે Readiness for enhanced ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, Readiness for enhanced family coping, Readiness for enhanced spiritual well being, Readiness for enhanced self-esteem.
Write difference between nursing diagnosis and medical diagnosis (રાઇટ ડિફરન્સ બીટવિન નર્સિંગ ડાયગ્નોસિસ એન્ડ મેડિકલ ડાયગ્નોસિસ)
Nursing diagnosis (નર્સિંગ ડાયગ્નોસિસ)
Medical diagnosis (મેડિકલ ડાયગ્નોસિસ)
List out nursing diagnosis (લિસ્ટ આઉટ નર્સિંગ ડાયગ્નોસિસ)
✓ Health promotion
Class 1 : Health awareness
Class 2 : Health management
✓ Nutrition
Class 1 : Ingestion
Class 2 : Digestion
This class does not currently contains any diagnosis
Class 3 : Absorption
This class does not currently contains any diagnosis
Class 4 : Metabolism
Class 5 : Hydration
✓ Elimination and exchange
Class 1 : Urinary function
Class 2 : Gastrointestinal function
Class 3 : Integumentary function
This class does not currently contains any diagnosis
Class 4 : Respiratory function
✓ Activity / Rest
Class 1 : Sleep / Rest
Class 2 : Activity / Exercise
Class 3 : Energy balance
Class 4 : Cardio vascular and pulmonary response
Class 5 : Self care
✓ Self perception
Class 1 : Self concept
Class 2 : Self esteem
Class 3 : Body image
Disturbed body image
✓ Role relationship
Class 1 : Caregiving roles
Class 2 : family relationship
Class 3 : Role performance
✓ Sexuality
Class 1 : Sexual identity
This class does not currently contains any diagnosis
Class 2 : Sexual function
Class 3 : Reproduction
✓ Coping / stress tolerance
Class 1 : Post truma response
Class 2 : Coping responses
Class 3 : Neuro behavioural stress
✓ Life principles
Class 1 : Values
This class does not currently contains any diagnosis
Class 2 : Beliefs
Readiness for enhanced spiritual well being
Class 3 : Values / Action congruence
✓ Safety / protection
Class 1 : Infection
Class 2 : Physical injury
Class 3 : Violence
Class 4 : Environmental hazards
Class 5 : Defensive processes
Class 6 : Thermoregulation
✓ Comfort
Class 1 : Physical comfort
Class 2 : Environmental comfort
Class 3 : Social comfort
✓ Growth / Development
Class 1 : Growth
This class does not currently contains any diagnosis
Class 2 : Development
Planning (પ્લાનિંગ)
પ્લાનિંગ એ નર્સિંગ પ્રોસેસનું ત્રીજું સ્ટેપ છે. જેમાં કઈ કઈ એક્ટિવિટી કરવાની છે તેની આખી ફ્રેમવર્ક બનાવવામાં આવે છે. એટલે કે આ ફ્રેમવર્કમાં કઈ કઈ એક્ટિવિટી કરવાની છે, ક્યારે કરવાની છે, ક્યાં કરવાની છે, કેવી રીતે કરવાની છે, આ એક્ટિવિટી કોણ કરશે વગેરે પ્લાનિંગ કરવામાં આવે છે.
Purpose of planning (પર્પઝ ઓફ પ્લાનિંગ)
Write down types of planning (રાઇટ ડાઉન ટાઇપ્સ ઓફ પ્લાનિંગ)
પ્લાનિંગના મુખ્યત્વે 3 ટાઈપ પડે છે :
1) Initial planning
2) Ongoing planning
3) Discharge planning
1) Initial planning (ઇનીશિયલ પ્લાનિંગ)
ઇનીશિયલ પ્લાનિંગ એટલે કે શરૂઆતનું પ્લાનિંગ. ઇનીશિયલ અસેસમેન્ટ કર્યા બાદ તરત જ ઇનીશિયલ પ્લાનિંગ કરવામાં આવે છે. આ પ્લાનિંગ એ અસેસમેન્ટ કર્યા બાદ તરત જ કરવામાં આવે છે જેથી હોસ્પિટલમાં રહેવાના સમયગાળાને ઘટાડી શકાય. ઇનીશિયલ પ્લાનિંગ એ એડમિશન અસેસમેન્ટ કરનાર નર્સ દ્વારા કરવામાં આવે છે.
2) Ongoing planning (ઓનગોઇંગ પ્લાનિંગ)
ઓનગોઈંગ પ્લાનિંગ એ પેશન્ટના પ્લાન કરેલ કેરમાં કન્ટિન્યુઅસ અપડેટિંગ માટે કરવામાં આવે છે. ઓનગોઈંગ પ્લાનિંગ એ પેશન્ટને કેર પ્રોવાઇડ કરવામાં આવતી બધી નર્સીસ દ્વારા કરવામાં આવે છે. જેમાં ઓનગોઈંગ અસેસમેન્ટ ઉપયોગ કરીને ડેઇલી પ્લાનિંગ કેરી કરવામાં આવે છે.
3) Discharge planning (ડિસ્ચાર્જ પ્લાનિંગ)
ડિસ્ચાર્જ પ્લાનિંગમાં પેશન્ટ ડિસ્ચાર્જ થયા બાદ પેશન્ટની નીડને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં આવે છે. આ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કેરનો કરીક્યુલર પાર્ટ છે.
Write down elements of planning (રાઇટ ડાઉન પ્લાનિંગ ઓફ એલીમેન્ટ્સ)
1) Prioritizing nursing diagnosis
2) Determining goal and expected outcomes
3) Select nursing
interventions
4) Developing nursing care plan
1) Prioritizing nursing diagnosis (પ્રાયોરિટિંગ નર્સિંગ ડાયગ્નોસિસ)
પ્લાનિંગ કરતી વખતે સૌપ્રથમ નર્સિંગ ડાયગ્નોસિસને પ્રાયોરિટી વાઇસ ગોઠવવા. એટલે કે જે નર્સિંગ ડાયગ્નોસિસને ઈમિડીયેટ કેરની જરૂર હોય તેને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી. આ પ્રાયોરિટી એ માસ્લો હેરારકી નીડ મુજબ સેટ કરવામાં આવે છે. ઇનઇફેક્ટિવ એરવે ક્લીઅરન્સને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી. નોલેજ ડેફીસીટ જેવા નર્સિંગ ડાયગ્નોસિસને લેસ પ્રાયોરિટી આપવી.
2) Determining goal and expected outcomes (ડિટરમાઇનિંગ ગોલ એન્ડ એક્સપેક્ટેડ આઉટકમ)
નર્સિંગ ડાયગ્નોસિસની પ્રાયોરિટી સેટ કર્યા બાદ તે ડાયગ્નોસિસનો ગોલ ડિટરમાઇન્ડ કરવો અને એક્સપેક્ટેડ આઉટકમ નક્કી કરવા. જેથી આપણને ખબર પડે કે પ્રોવાઇડ કરવામાં આવતી નર્સિંગ કેર એ બરાબર વે માં જાય છે કે નહિ. જેમકે બ્રિથિંગ ડીફીકલ્ટી વાળા પેશન્ટમાં બ્રિથિંગ ડીફીકલ્ટી દૂર કરવી જેવો ગોલ નકકી કરવો.
3) Select nursing interventions (સિલેક્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન)
ગોલ અને એક્સપેકટેડ આઉટકમ ડિટરમાઈન્ડ કર્યા બાદ નર્સિંગ ડાયગ્નોસિસ મુજબ સ્પેસિફિક ઇન્ટરવેનશન સિલેક્ટ કરવા. જેથી કરીને નકકી કરેલ ગોલને અચીવ કરી શકાય. જેમ કે બ્રિથીંગ ડિફિકલટી વાળા પેશન્ટમાં ફાવલર પોઝીશન પ્રોવાઈડ કરવી, જરૂર જણાય તો ઓક્સિજન સ્પલીમેનટેશન પ્રોવાઈડ કરવો.
4) Developing nursing care plan (ડેવલોપિંગ નર્સિંગ કેર પ્લાન)
નર્સિંગ ડાયગ્નોસિસની પ્રાયોરિટી સેટ કર્યા બાદ, ગોલ અને એક્સપેક્ટેડ આઉટકમ નક્કી કર્યા બાદ, સ્પેસિફિક નર્સિંગ ઇન્ટરવેશન સિલેક્ટ કર્યા બાદ નર્સિંગ કેર પ્લાન ડેવલપ કરવો. જે નર્સિંગ કેર પ્રોવાઈડ કરવા માટેની એક ફ્રેમવર્ક પૂરી પાડે છે.
Goal and expected outcome (ગોલ એન્ડ એક્સપેક્સટેડ આઉટકમ)
Write down purpose of goal (રાઇટ ડાઉન પર્પઝ ઓફ ગોલ)
Write down types of goal (રાઇટ ડાઉન ટાઈપ્સ ઓફ ગોલ)
ગોલના મુખ્યત્વે બે ટાઈપ પડે છે :
1) Short term goal
2) Long term goal
1) Short term goal (શોર્ટ ટર્મ ગોલ)
શોર્ટ ટર્મ ગોલ એ શોર્ટ ટાઈમ ડ્યુરેશન માટે ડીટરમાઈન કરેલ હોય છે. શોર્ટ ટર્મ ગોલ એ એક વિકની અંદર અચીવ કરવાનો હોય છે. શોર્ટ ટર્મ ગોલ એ મુખ્યત્વે ઇમીડીએટ નર્સિંગ કેર માટે સેટ કરેલો હોય છે. જેમ કે કોઈ પેશન્ટને બ્રિથિંગ પ્રોબ્લેમ છે તો આપડો શોર્ટ ટર્મ ગોલ એ પેશન્ટને બ્રિથિંગ ડિફીકલ્ટીમાંથી રીલીવ કરવું હશે.
2) Long term goal (લોંગ ટર્મ ગોલ)
લોંગ ટર્મ ગોલ એ લોંગ ડ્યુરેશન માટે ડીટરમાઇનકરેલ હોય છે. લોંગ ટર્મ ગોલ એ વીકથી લઇને મન્થ સુધી અચિવ કરવાનો હોય છે. લોંગ ટર્મ ગોલ એ ડિસ્ચાર્જ પછી પણ એપ્લાય કરવામાં આવે છે. જેમકે પેશન્ટ ડિસ્ચાર્જ થયા બાદ તેને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે.
Expected outcome (એક્સપેક્ટેડ આઉટકમ)
Write down principles for formulating the outcome (રાઇટ ડાઉન પ્રિન્સિપલસ ફોર ફોર્મ્યુલેટિંગ આઉટકમ)
Implementation (ઇમ્પ્લીમેનટેશન)
Write down purpose of implementation (રાઇટ ડાઉન પર્પઝ ઓફ ઇમ્પ્લીમેનટેશન)
Write activities of implementation (રાઇટ એક્ટિવિટીસ ઓફ ઇમ્પ્લીમેનટેશન)
પેશન્ટની કન્ડિશનમાં ગમે ત્યારે ચેન્જીસ થઈ શકે છે આથી પેશન્ટ સાથે ઇન્ટરેક્શન થયા બાદ પણ પેશન્ટની કન્ડિશન રિઅસેસ કરવી.
પેશન્ટની કન્ડિશન ચેન્જ થવાને કારણે પ્રાયોરિટી પણ ચેન્જ થતી રહે છે. આથી રિઅસેસમેન્ટના આધારે પ્રાયોરિટી સેટ કરવી અને ત્યારબાદ નર્સિંગ ઇન્ટરવેશન ઇમ્પલિમેન્ટ કરવું.
નર્સિંગ કેર પ્રોવાઇડ કરવા માટે જરૂરી ઈક્વિપમેન્ટ, આર્ટીકલ, એન્વાયરમેન્ટ તેમજ હેલ્થ કેર પર્સનલ અરેન્જ કરવા.
પેશન્ટની પ્રાયોરિટી મુજબ પ્લાન કરેલા નર્સિંગ ઇન્ટરવેશનને ઈમ્પલિમેન્ટ એટલે કે પરફોર્મ કરવા.
પ્લાન ઇમ્પ્લીમેન્ટ કર્યા બાદ વહેલી તકે પેશન્ટના હેલ્થ રેકોર્ડમાં બધું ડોક્યુમેન્ટ કરવું. ઇન્સ્ટીટ્યુશનની પોલિસી વાઇસ રેકોર્ડ કરવું.
Write nursing skill required during implementation (રાઇટ નર્સિંગ સ્કીલ રિકવાયરડ ડયુરિંગ ઇમ્પ્લીમેનટેશન)
નર્સિંગ કેર પ્લાન ની સક્સેસ ફૂલે ઇમ્પલીમેન્ટ કરવા માટે નર્સમાં નીચે મુજબની સ્કીલ હોવી જરૂરી છે :
પેશન્ટની નીડને આઇડેન્ટિફાઈ કરવા તેમજ નર્સિંગ નોલેજને એન્ટીસિપેટ કરવા માટે નર્સમાં કોગ્નિટિવ સ્કીલ હોવી જરૂરી છે. કોગ્નિટિવ સ્કીલ તરીકે પ્રોબ્લેમ સોલ્વિંગ ,ડિસિઝન મેકિંગ, ટીચિંગ જેવી સ્કીલ સમાવેશ થાય છે.
નર્સમાં ઇન્ટરપર્સનલ તેમજ ઇન્ટ્રા પર્સનલ રિલેશનશિપ ડેવલપ કરવા માટેની સ્કીલ હોવી જરૂરી છે કારણ કે તેને ગોલ અચીવ કરવા માટે બીજા હેલ્થ કેર પર્સનલની પણ જરૂર પડે છે. આ ઉપરાંત તેનામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ પણ હોવી જરૂરી છે.
પ્રોસિજર પર્ફોર્મ કરવા માટે તેમજ ઈક્વિપમેન્ટ અને મશીન યુઝ કરવા માટે નર્સમાં ટેકનીકલ સ્કીલ હોવી જરૂરી છે જેમ કે ઇન્જેક્શન એડમિનિસ્ટર કરવું, ડોઝ કેલ્ક્યુલેશન તેમજ વેન્ટિલેટર, ફોટોથેરાપી મશીન, ઇનફયુઝન પંપ વગેરે જેવા મશીનને હેન્ડલિંગ કરવું.
નર્સિંગ કેર પ્રોવાઇડ કરતી વખતે નર્સમાં કોગ્નિટિવ તેમજ મોટર એક્ટિવિટી વચ્ચે ઇન્ટીગ્રેશન હોવું જરૂરી છે. જેમ કે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપતી વખતે નર્સને એનાટોમી અને ફિઝિયોલોજી વિશે નોલેજ હોવું જરૂરી છે તેમજ ઇન્જેક્શન એડમિનિસ્ટર કરવા માટેની મોટર સ્કીલ પણ હોવી જરૂરી છે.
Evaluation (ઇવાલ્યુશન)
Write purpose of evaluation (રાઇટ પર્પઝ ઓફ ઇવાલ્યુશન)
Write activities during evaluation phase (રાઇટ એક્ટિવિટીસ ડયુરિંગ ઇવાલ્યુશન ફેસ)