skip to main content

FON UNIT 1FUNDAMENTAL OF NURSING UNIT-1 (ફન્ડામેન્ટલ ઓફ નર્સિંગ યુનિટ -1)-part-1 (UPLOAD))

FUNDAMENTAL OF NURSING UNIT-1 (ફન્ડામેન્ટલ ઓફ નર્સિંગ યુનિટ -1)

Introduction to Nursing
a) Nursing – concept, meaning,
definitions,scope and functions.

b) History of nursing in India
c) Nursing as a profession
d) Nursing professional – qualities and
preparation. e) Ethics in Nursing-roles and
responsibilities of a nurse.
f) Health care agencies – hospital and
community service – types and
function of hospitals health team.
g) Modern approaches to nursing care
including holistic nursing care
h) Health and Disease

  • Definition of health, determinants
    of health status.
  • Basic human needs
  • Illness and its effects on individual

INTRODUCTION TO FUNDAMENTAL OF NURSING :-

💚 NURSE કોણ છે ? :-

  • નર્સ શબ્દ સાંભળતા જ આપના મગજ માં એક વાઇટ કપડાં પહેરેલી લેડી આપણાં મગજ માં આવે છે જેના હાથ માં ઈંજેકશન ટ્રૉલી હોય છે અને પ્રેમ થી પેશન્ટ સાથે વાત કરતી હોય છે .નર્સ એક લેટિન વર્ડ છે જે nutricus ન્યુટ્રિકસ શબ્દ માથી આવેલો છે આટલે કે નરચર (Nurture) અને ફોસટર (fosters) કરવું , પ્રોટેક્ટ કરવું , બીમારી થી બચાવવું અને બીમારી ને ટાળવી અને ટ્રીટમેંટ આપવી નાના એવા બાળક થી લઈ ને મોટા વૃદ્ધ સુધીની બધી કેર નર્સ કરે છે . આમ તો આપણે બધા જ
    પરિચારિકા થી પરિચિત જ છીએ પરિચારિકા અટલે નર્સ કે જેની અંદર માં જેવી લાગણી હોય છે જેમ માં મોઢું જોઈ ને સમજી જાય છે એમ નર્સ પણ આવી જ રીતે માં ની જેમ સમજી કેર કરે છે .
  • NURSE એટલે
    N:- NOBALITY , NURTURING-(નોબલ) ઉમદા
    U:- USEFULNESS(યુજફુલ) understanding ( અંડર સ્ટેન્ડિંગ)
    R:- RESPONSIBLE( રીસ્પોસિબ્લ), Resourceful ( રિસોર્સ્ફૂલ)
    S:- SIMPLICITY (સિપપલીસીટી )-Sympathic ( સહાનુભૂતિ)
    E:- EFFICIENT( એફિસિયન્ટ) , ENERGETIC(એનર્જેટિક )

-આજ ના યુગ માં નર્સ , નર્સ જ નથી પણ મોડર્ન નર્સ છે જેના વિચારો અને કામ બન્ને આધુનિક છે , આજ ની નર્સ ખૂબ જ આધુનિક મશીનરી સાથે કામ કરે છે આ તેના માટે ચેલેંજીગ છે અને ક્યાક ને ક્યાક તે વુમેન એંપાવરમેંટ (WOMEN EMPOWERMENT) નું કામ કરે છે .

WRITE DOWN CONCEPT OF NURSING/ what are the concept of Nursing (નર્સિંગ ની ધારણા ) :-

  • નર્સિંગ આર્ટ અને સાયન્સ નું કોંબીનેશન છે . નર્સિંગ કોન્સેપ્ટ ની અંદર મેન્ટલ , ફિસિકલ અને ફિસિઓલોજીકલ બધી જ નીડ ક્લાઈન્ટ ની સેટિસફાઈ થઈ શકે અને કમપ્લીટલી તે આ બધા જ આસપેક્ટ માં હેલ્થી રહે . નર્સ પેશન્ટ ની હેલ્થ ને પ્રોટેક્ટ કરે અને પેશન્ટ ને સેલ્ફ કેર કરવા ઇન્સ્ટ્રક્ટ કરે છે . લાઈફ સ્ટાઈલ અને બિહેવિયર હેલ્થ પર કઈ રીતે અસર કરે છે તે સમજાવે છે .

આપણે નર્સિંગ કોન્સેપ્ટ ના મેઇન પોઇંટ્સ જોઇયે તો તે નીચે મુજબ છે :-

  • હેલ્થ ને પ્રોમોટ (વધારવું ) કરવી , હેલ્થ ને પ્રોટેક્ટ (રક્ષણ ) કરવી , રિહેબિલિટેટીવ (પુનર્વસન )કરવું
  • રોગો (Disease) ને ટાળવા (પ્રિવેંટ કરવા )
    -ઇલ (Ill) એટલે કે બીમાર ,માણસ ને હિલ (Heal) (સાજા) કરવામાં મદદ કરવી
  • ડાઈંગ (Dying) પેશન્ટ આટલે જે વ્યક્તિ નો જીવ જાય છે તેને પીસફૂલ અને ડીગનિટી સાથે ગૌરવપૂર્ણ મોત મળે તેના માટે મદદ કરવી (ટુ ઇજી સફરિંગ – એટલે કે જે પીડા દર્દી ભોગવે છે તે ઓછી હોય અને દર્દી નું મોત થાય )
  • તે વસ્તુ નું ધ્યાન રાખવું કે ક્લાઈન્ટ ની હોલિસ્ટિક નીડ સેટિસફાઈ થાય (હોલિસ્ટિક આટલે કે ફિઝીકલ, મેન્ટલ, સોશ્યલ , એન્વાયરમેન્ટ વગેરે …..)
    -નર્સ નું કામ અને સેવા ખાલી હોસ્પિટલ પૂરતું જ નથી તે ઘરે , સ્કૂલ અને આખી કોમ્યુનિટી માટે કામ કરતી હોય છે .

💛 what is philosophy of nursing (નર્સિંગ ની ફિલોસોફી શું છે) :-

નર્સિંગ ફિલોસોફી ની અંદર બિલિફ્સ (belief) અને વેલ્યૂ (Value) ને ઇનવોલવ (Involve )કરવામાં આવે છે જનરલિ અથવા સ્પેસિફિકલ્લી મેન (Man) એટલે કે માણસ ને એક લર્નર તરીકે જોવામાં આવે છે અને ક્લાઈન્ટ ના રોંગ બિલિફ્સ ને દૂર કરવામાં આવે છે …..
ફિલોસોફી ની અંદર નીચે ના મુદ્દા ઇનવોલવ થાય છે

🤎સ્પિરિચ્યુયલ (Spiritual) :- ક્લાઈન્ટ ની બધી જ સ્પિરિચ્યુયલ નીડ સેટિસફાઈ થવી જોઇયે અને તેને પ્રાઇમરી ઇંટિગ્રેટિંગ ફેક્ટર તરીકે લેવાનું છે .

🤎મોરલ (Moral) :- દર્દી સાથે નો વ્યવહાર મેનર ફૂલ હોવો જોઇયે તેની ડીગનિટી જળવાવી જોઇયે

🤎 સોશિયલ (Social) :- નર્સ સોશિયલી હેલ્થી અને બધા સાથે હડી મડી જાઈ તેવો હોવો જોઇયે . દર્દી કોઈ પણ હેસિટેશન વગર નર્સ ને પોતાની તકલીફ કહી શકવા જોઇયે . નર્સ જ્યાં કામ કરે છે ત્યાં ની સંસ્કૃતિ વિશે તે જાગૃત હોવી જોઇયે અને તેની જાણકાર હોવી જોઇયે .

🤎ઈમોશનલ નિડ્સ (Emotional Need) :- નર્સ એ પોતાની લિમિટેશન્ અને એથીક્સ ને ધ્યાન માં રાખી ને દર્દી ની ઈમોશનલ નીડ ને પણ ફૂલફીલ કરવી જોઇયે બીજા સાથે રિલેટ કરી શકવી જોઇયે .

🤎ઇંટેલેક્ચ્યુયલ નીડ (Intellectual need) :-
નર્સિંગ એડ્યુકેશન ની અંદર નીચે મુજબ ની ટ્રેનીંગ ઇનવોલવ હોવી જોઇયે મેમરી (Memory)
ઈમેજીનેશન ની ડાઇરેક્સ્શન

કેપેસિટી નું સ્ટ્રેંથન કરવું અને એક્સપાન્શન કરવું તો તેનાથી સંગઠન સાથે કામ કરી શકાય

સમજદારી થી નિર્ણયો લેવા
-કારણ આપે તો એક્દમ સાચું અને ઇમપેક્ટફૂલ હોય
-સારી કમ્યુનિકેશન સ્કિલ અને પોતાના વિચારો ને વ્યક્ત કરી શકે તેવી આવડત હોય

NURSING OBJECTIVES (નર્સિંગ ના હેતૂઑ) :-

  • કમ્યુનિટી ને સારી કેર પ્રોવાઈડ કરવા માટે
  • નર્સિસ ને સ્ટ્રેંથન કરીયે અને તેને હેલ્થ ના બધા જ આસપેક્ટ માં તે એક્સપર્ટ બને તેવી ટ્રેનીંગ આપવી
  • તેની પાસે પૂરતું અનાટોમી અને ફિસિઓલોજી અને હ્યુમન બોડી સાયન્સ અને ડીસીસીસ (રોગો) વિષે નું નોલેજ હોવવું જોઇયે અને તેને ઓળખવા સક્ષમ હોય અને તેનાથી તે કમ્યુનિટી ને હેલ્પફૂલ થાય શકે
  • સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી તેના માં આવે
  • તેની સ્કિલ અને પર્સનાલિટી ડેવલપ થાય છે .
  • અને નર્સિંગ પ્રોફેશન અપગ્રેડ થતું રહે છે .

💗DEFINE NURSE (ડિફાઇન નર્સ ) :-

Nurse ની વ્યાખ્યા W.H.O (World Health organization) દ્વારા આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
Nurse એ એક એવી વ્યક્તિ છે . કે જે બેજીક નર્સિંગ એજ્યુકેશન લઈને કવોલીફાઈડ થઈ હોય અને તેને દેશ માં નર્સિંગ સર્વિસ કરવા માટેની ઓથોરિટી આપવામાં આવેલ હોય છે. જેથી રોગ ને અટકાવવાના, રોગ થયો હોય તો તેને સારી કરવા માટેના પ્રયત્નો કરે છે આ સાથે તે દર્દી ને પુનઃ સ્થિતિ પર પાછો લાવે છે તેને નર્સ કહે છે.”
નર્સિંગ એ આર્ટ અને સાયન્સ છે જેની મદદથી બીમાર માણસને કાળજીપૂર્વકની સંભાળ આપીને તેની જીંદગીનું રક્ષણ કરી સકાય અને રોગને થતો અટકાવી શકાય , તંદુરસ્તી વધારી શકાય તેમજ ખોડખાંપણ વાળા દર્દીને પુનઃ સ્થિતિ માં લાવવા માટે સારવાર કરી શકાય તેને નર્સિંગ કહે છે..

Definition of a Nurse as per Various Nursing Theorists (નર્સિંગ ના જુદા જુદા theorist મુજબ નર્સ ની વ્યાખ્યા માત્ર તમારા knowledge ને વધારવા અંહિ આપવા મા આવી છે )

Nursing theorists have defined a nurse’s role and identity based on their conceptual frameworks, focusing on different aspects like care, environment, patient interaction, and professional responsibilities. Here are some notable definitions:

1. Florence Nightingale (Environmental Theory):

  • Definition:
    A nurse is responsible for “placing the patient in the best possible condition for nature to act.”
    • Nightingale emphasized the importance of the environment (sanitation, ventilation, hygiene) in healing.

2. Virginia Henderson (Need Theory):

  • Definition:
    “The unique function of the nurse is to assist the individual, sick or well, in the performance of those activities contributing to health or recovery that they would perform unaided if they had the strength, will, or knowledge.”
    • Henderson viewed the nurse as a substitute, helper, and partner in meeting the patient’s basic needs.

3. Dorothea Orem (Self-Care Deficit Nursing Theory):

  • Definition:
    A nurse is one who “provides care to individuals who are unable to meet their self-care needs due to health-related limitations.”
    • Orem’s theory focuses on the nurse’s role in supporting self-care when the patient cannot fulfill it independently.

4. Hildegard Peplau (Interpersonal Relations Theory):

  • Definition:
    “A nurse is a therapeutic agent in the interpersonal process between the patient and nurse, facilitating personal growth and understanding.”
    • Peplau highlighted the nurse-patient relationship as central to the healing process.

5. Jean Watson (Theory of Human Caring):

  • Definition:
    A nurse is “one who promotes healing and wholeness through caring relationships, focusing on human-to-human connection and the integration of body, mind, and spirit.”
    • Watson stressed the importance of caring as the core of nursing.

6. Madeleine Leininger (Transcultural Nursing Theory):

  • Definition:
    A nurse is a professional “who provides culturally congruent care by understanding and respecting the cultural beliefs, practices, and needs of individuals.”
    • Leininger’s theory emphasizes cultural competence in nursing care.

7. Betty Neuman (Neuman Systems Model):

  • Definition:
    A nurse is “a professional who helps patients maintain stability in their system by addressing stressors and strengthening their lines of defense.”
    • Neuman viewed the nurse as a stabilizer in the patient’s interaction with internal and external stressors.

8. Martha Rogers (Science of Unitary Human Beings):

  • Definition:
    A nurse is “an active participant in the human-environmental energy field, focusing on the person as a whole and their interaction with the universe.”
    • Rogers emphasized holistic care and energy flow.

9. Sister Callista Roy (Adaptation Model):

  • Definition:
    A nurse is “an individual who helps patients adapt to changes in health by supporting physiological, psychological, and social coping mechanisms.”
    • Roy’s model revolves around adaptation as a key aspect of health.

10. Imogene King (Theory of Goal Attainment):

  • Definition:
    A nurse is “a partner in the dynamic interaction with patients, working together to achieve mutually agreed-upon health goals.”
    • King stressed communication and goal-setting in the nurse-patient relationship.

11. Patricia Benner (Novice to Expert Theory):

  • Definition:
    A nurse is “a professional who develops expertise through stages of clinical experience and practice.”
    • Benner’s theory focuses on the growth of a nurse’s competencies over time.

12. Joyce Travelbee (Human-to-Human Relationship Model):

  • Definition:
    A nurse is “an individual who establishes a human-to-human relationship with the patient to provide compassionate and meaningful care.”
    • Travelbee emphasized empathy and understanding in nursing care.

13. Faye Abdellah (21 Nursing Problems Theory):

  • Definition:
    A nurse is “a problem solver who provides care by identifying and addressing 21 nursing problems related to physical, psychological, and social needs.”
    • Abdellah viewed nursing as a science and an art in solving patient care issues.

Different theorists have provided definitions of a nurse that reflect their unique perspectives on the profession. While some focus on the nurse’s technical and problem-solving roles, others highlight caring, cultural sensitivity, interpersonal relationships, and holistic care.

Nursing is an Art (નર્સિંગ એ એક આર્ટ છે)

નર્સિંગ એ એક આર્ટ છે. તે દરેક વ્યક્તિ પાસે નથી હોતી નર્સિંગ કેરમાં જુદી જુદી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે . પેસન્ટની કન્ડીશન અને ઇમોશનલ ફિલિંગને ધ્યાનમાં રાખીને સ્કિલફુલી કેર આપવામાં આવે છે. નર્સિંગની કળા શીખવા માટે કોમળતા, સહાનુભૂતિ અને પોતાને ભૂલી જઈને અન્ય માટે કાર્ય કરવાની ભાવના વ્યક્તિમાં હોવી જોઈએ.

Nursing is a science (નર્સિંગ એક સાયન્સ છે ):-

નર્સિંગ એક સાયન્સ પણ છે કારણ કે તેમાં સાયન્ટિફિક મેથડ અને પ્રિન્સિપાલને ધ્યાનમાં રાખીને સારવાર આપવાની હોય છે. નર્સિંગનું સાયન્સ વિશ્વસ્તરે એક સમાન હોય છે. તેમાં કોઈ ફેરબદલી હોતી નથી આથી નર્સો એ પેશન્ટ ની સારવાર કરવા માટે એનોટોમી ફિઝ્યોલોજી, માઈક્રો બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટરી, સાયકોલોજી, સોસિઓલોજી, તથા ઇકોનોમિકસ ની માહિતી હોવી જરૂરી છે.

💙 WRITE DOWN SCOPE OF NURSING (નર્સિંગ ના સ્કોપ વિષે લખો) :-

નર્સ અલગ અલગ સંસ્થાઓ માં કામ કરતી હોય છે અને તેના કારણે તેને ઓપોરચ્યુયુનિટી (તક ) મળે છે જેને અલગ અલગ રેન્જ માં તેને રોલ પ્લે કરવો પડે છે .
નીચે મુજબ છે અને તે અલગ અલગ પ્રેક્ટિસ કરે છે :-

  • હોમ કેર નર્સ (Home care nursing) :-જે દર્દી હોસ્પિટલ આવી ને સેવાઓ પ્રાપ્ત નથી કરી શકતા તેને નર્સ ઘરે જઈને ને કેર પ્રોવાઈડ કરે છે તે નર્સ ને હોમ કેર નર્સ કહેવામાં આવે છે.ભારત માં હોમ કેર નર્સ પ્રમાણે ઓછી જોવા મડે અમુક દેશ જેવા કે ઇસરાઈલ અને બીજા વિકસિત દેશો માં આ મેથડ વધારે જોવા મડે છે
  • ટીચિંગ (Educators) :- નર્સ નર્સિંગ કંપલિટ કરી ને નર્સિંગ ટીચર ઓર ટ્યૂટર તરીકે નર્સિંગ સ્ટુડન્ટ્સ ને ભણાવી પણ શકે છે તેનાથી તેનું નોલેજ પણ ઇમ્પૃવ થાય છે અને તે નેક્સ્ટ જનરેશન ના નર્સિંગ ઓફિસરો ને ડેવલપ કરે છે .
  • આર . એન (Registerd Nurse ) :- આર .એન આટલે કે રજીસ્ટર્ડ નર્સ જે તે પોતાની જે રિક્વાયરમેંટ હોય તે પૂરી કરે છે પ્રોફેશનલ એથીક્સ શીખે છે , પ્રેક્ટિકલ્લી ટ્રેન થાય છે અને તે હેલ્થ ઈન્સ્ટિટ્યૂટટ્સ માં કામ કરતી હોય છે દા.ત:- સીએચસી , પીએચસી , સિવિલ હોસ્પિટલ વગેરે વગેરે ……..
  • સ્કૂલ હેલ્થ નર્સ (School health nurse) :- હવે એવો ટ્રેન્ડ છે ભારત માં અને ઘણા વર્ષો થી વિદેશ માં એ છે કે દરેક સ્કૂલ માં એક નર્સ હોય છે જે પ્રાઇમરી કેર , પ્રિવેનશન ઓફ ડીસીસ , ફસ્ટ એઇડ કેર આપી શકે અને તેને સ્કૂલ હેલ્થ નર્સ કહેવાય છે તે સ્ટુડન્ટ્સ અને તેના ટીચર્સ બંને ની હેલ્થ ને ઓબ્જર્વ કરે છે અને જરૂર મુજબ કેર પ્રોવાઈડ કરે છે .
  • કોમ્યુનિટી હેલ્થ નર્સ (school health nurse ):-કમ્યુનિટી ની અંદર જે નર્સ કામ કરતી હોય , કેર પ્રોવાઈડ કરતી હોય , અને તેને અમુક પ્રકાર ની દવાઓ આપવાની છૂટ છાટ મળે છે તે પ્રાઇમરી કેર આપે છે અને વધારે તકલીફ જણાય તો તે રેફરલ સિસ્ટમ દ્વારા આગળ ના સેન્ટર પર રિફર કરે છે . તે નર્સ ને કમ્યુનિટી હેલ્થ નર્સ કહેવાય છે .
  • ઓકયુપેશનલ હેલ્થ નર્સ (occupational health nurse):-ઓકયુપેશનલ હેજાર્ડ (occupational Hazard) ક્યોર કરવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા માં ઓકયુપેશનલ હેલ્થ નર્સ હોય છે જે તેનું ફિસિકલ એક્સમિનેશન કરતી હોય છે અને ઈંજરી , ફીવર ઓર ઇન્ફેકશન ને ટ્રીટ કરતી હોય છે તેને ઓકયુપેશનલ હેલ્થ નર્સ કહેવાય છે .
  • મેન્ટલ હેલ્થ નર્સ (Mental health nurse) :- મેન્ટલ હેલ્થ નર્સ જેને માસ્ટર ઇન સાયન્સ વિથ સાઈકેટ્રિક કારેલૂ હોય છે અને તે મેંટલી ઇલ પર્સન ને ટ્રીટ કરતી હોય છે
  • મિલીટરી નર્સ (Millitary nurse ) :-જે ફોર્સીસ ની અંદર કેર પ્રોવાઈડ કરતી હોય છે વોર દરમિયાન ઈંજરી ની કેર કરવા ઓવર ઓલ હેલ્થ ચેક અપ કરતી હોય તેને મિલીટરી નર્સ કહેવામા આવે છે .
  • ટેલિ નર્સ (Tele-Nurse):-ટેલિ નર્સિંગ આટલે કે નર્સ ટેલિકમ્યુનિકેશન ની મદદ થી દર્દી ને ગાયડન્સ પ્રોવાઈડ કરી શકે છે જેનાથી દૂર રહેતા લોકો ને બોવ દૂર થી ટ્રાવેલ કરી ને આવવું ના પડે અને આના જ કારણે નર્સીસ ની શૉર્ટેજ હોય તો ફાયદો થાય છે .
  • રિસર્ચ (Research):-નર્સ રિસર્ચ માં પીએન આગડ વધી શકે છે તે નર્સિંગ માં પણ પિયાએચડી કરી શકે છે અને અલગ અલગ વિષયો પર રિસર્ચ કરી શકે છે
  • ડોમિસિલરી કેર નર્સ (Domicillary care Nurse) :- જે નર્સ ઘરે ઘરે જય ને કેર પ્રોવાઈડ કરતી હોય તે નર્સીસ ને ડોમિસિલરી કેર નર્સ કહેવામા આવે તેની અંદર ઓક્સિલરી નર્સ મીડવાઈફ શામેલ થાય છે

💛 WRITE DOWN FUNCTION OF NURSE /WHAT ARE THE FUNCTION OF NURSE
(નર્સ ના કાર્યો જણાવો) :-

કેર ગિવર (Care Giver):-

નર્સ કેર ગીવર તરીકે એક ખૂબ વિશાળ રોલ પ્લે કરે છે તે ક્લાયન્ટ ને ફરીથી નોર્મલ થવા માં મદદ કરે છે , અને હિલિંગ પ્રોસેસ ઈજી થય શકે તેવા પ્રયત્નો કરે છે .તે કોમ્પ્રિહેંસિવ કેર પ્રોવાઈડ કરે છે અને તેની હોલિસ્ટીક નીડ ને સેટિસફાઈ કરે છે .તે કોઈ પણ બાયસ કર્યા વગર કેર આપે છે .

ગુડ કમ્યુનિકેટર (Good Communicator) :-

  • નર્સ નું કમ્યુનિકેશન ઇ ફેકટિવે હોવવું ખુબજ જરૂરી છે
  • નર્સ નુ કમ્યુનિકેશન પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે ની એક મહત્વપૂર્ણ કડી છે
  • નર્સ ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે ના કમ્યુનિકેશન ગેપ ને ઘટાડે છે .
  • પેશન્ટ સાથે નર્સ નો સંપર્ક વધારે હોય છે તેથી તે બધી જ વસ્તુ ની વાત ચિત નર્સ સાથે કરે છે .

લીડર (Leader) :-

  • નર્સ એક લીડર નો રોલ પ્લે કરે છે
  • એક સિનયર અથવા ઇન્ચાર્જ નર્સ તેના જૂનિયર નર્સીસ ને ગાઈડ કરતાં હોય છે
  • તે એક લીડર તરીકે બધી જ જવાબદારીઓ સમજતા હોય છે અને પેશન્ટ અને તેના સગા ની સાથે કમ્યુનિકેશન કરી તેને નિર્ણયો લેવા માં મદદ કરે છે
  • તે પોતાની ક્ષમતા થી જે તે ડિપાર્ટમેંટ ને લીડ કરતી હોય છે .

કાન્સિલર (Councilors) :-

કાઉન્સેલિંગ અથવા તો કાઉન્સેલર નો રોલ પ્લે કરે આટલે કે ગાયડન્સ પ્રોવાઈડ કરે અને એક સાચી રાહ બતાવે. ઘણી વાર અમુક ભય અને ખોટી માનયતો ના કારણે લોકો અમુક પ્રકાર ની ટ્રીટમેંટ ને અવોઈડ કરતાં હોય છે ( દા.ત. ફેમિલી પ્લાનિંગ ની પદ્ધતિઓ )ને અપનાવવા માટે સમજાવે છે
સાચા અને ખોટા વિષે સમજ આપે છે અને સારા અને નરસા વચે પણ ગાઈડ કરે છે .

મેનેજર (Manager):-

  • મેનેજિંગ આ એક બોવ સરસ ક્વાલિટી છે નર્સ ની
  • તે એકલી અને ગ્રૂપ બંને માં બધુ સરસ મેનેજ કરતી હોય છે
  • તે સેનિયર અને જુનિયર સાથે મળી ને કામ મેનેજ કરતી હોય છે
  • તે પેશન્ટ ની કેર ને પણ મેનેજ કરતી હોય છે

ઓબજર્વર (Observer):-

  • નર્સ એક ઓબજરવર નું પણ કામ કરે છે
  • પેશન્ટ ની અંદર થતાં ચેંજિસ ને ઓબ્જર્વ કરે છે
  • ટ્રીટમેંટ ની અસર થયો કે નહીં તે પણ ખબર પડે છે
  • ફરધર એક્શન શું લેવું તેવું ઓબ્જર્વ કરે છે

પ્રોટેક્ટર (Protector):-

  • નર્સ એસેપ્ટિક ટેક્નિક નો ઉપયોગ કરે છે અને તેના ક્લાયન્ટ ને ઇન્ફેકસન થી બચાવે છે
  • તેને કોમ્પ્રેહેંસિવ કેર આપે છે
  • તે દર્દી અને તેના સગા ને સારી લાઈફ સ્ટાઈલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે

ટિમ પ્લેયર (Team Players):-

  • તે કોઓર્ડિનેશન કરે છે બીજા સ્ટાફ મેમ્બર સાથે અને ટિમ વર્ક કરે છે
  • તે પોતાની ટિમ સાથે મેડિસિન્સ , ડાયાગ્નોસિસ અને રેકોર્ડ રિપોર્ટ વિષે ની ચર્ચાઓ અને ઈવાલ્યુશન કરે છે

રિહેબિલિટેટર (Rehabilitator’s):-

રિહેબિલિટેટીવ મતલબ કે દર્દી કોઈ પણ ડીસીસ માથી સફર થઈ રહ્યો હોય જેની રિકવરી અને મટવું ઇમ્પોસિબલ છે તેને તે ને તે પરિસ્થિતી માં કેમ જીવવું તે નર્સ શીખવાડે છે તેને રિહેબિલિટેશન કહેવાય છે. અથવા પેશન્ટ ને તેની મૂળ સ્થિતિ માં લાવવો.

Advocate (એડવોકેટ ):

  • પેશન્ટના rights અને preferences માટે અવાજ ઉઠાવે છે.
  • પેશન્ટનું informed consent અને autonomy સુનિશ્ચિત કરે છે.
  • પેશન્ટની concernsને healthcare team સુધી પહોંચાડે છે

Researcher (શોધક):

  • Nursing practices અને patient outcomesમાં સુધારો લાવવા માટે researchમાં ભાગ લે છે.
  • ઉચ્ચ ગુણવત્તાવાળી care માટે evidence-based practices લાગુ કરે છે.
  • Patient care સાથે સંબંધિત data એકત્રિત કરે છે અને તેનો analysis કરે છે.

Ethical and Legal Practitioner (નૈતિક અને કાનૂની વ્યવહારક):

  • Beneficence, non-maleficence, autonomy, અને justice જેવા ethical principlesનું પાલન કરે છે.
  • Patient confidentiality, informed consent, અને documentation સંબંધિત legal guidelinesનું અનુસરણી કરે છે.
  • Professional accountability અને integrity જાળવે છે.
  • Professional accountability અને integrity જાળવે છે.

Expanded Roles of a Nurse:

  • Nurse Practitioner:Advanced clinical care પૂરું પાડે છે, જેમાં diagnosis અને treatment શામેલ છે.
  • Nurse Educator:Future nursesને academic અને clinical settingsમાં તાલીમ આપે છે.
  • Nurse Administrator:Healthcare units અથવા hospitalsનું સંચાલન કરે છે.
  • Specialist Nurse:Pediatrics, geriatrics, oncology, અથવા critical care જેવી વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

💖 WRITE DOWN HISTORY OF NURSING IN INDIA(ભારત માં નર્સિંગ નો ઇતિહાસ ) :-આજ ના યુગ માં નર્સિંગ ને અત્યંત મહત્વ પ્રાપ્ત થયું છે. આજનો યુગ યાંત્રિક યુગ છે. સો વરસ પહેલા નર્સ ના વ્યવસાયને નીચલી કક્ષાનો માણવા માં આવતો હતો પરંતુ 19 મી સદીમાં forence nightingale એ આ વ્યવસાયને એક ખાસ દરરોજ આપ્યો તે માટે ખાસ અભ્યાસક્રમ લાગુ પડ્યો તેને શરૂ કરેલી નાઇટીગલ સ્કૂલ નર્સો માટે આદર્શ સ્કૂલ ગણવા લાગી.
મોર્ડન નર્સિંગ ફક્ત ક્યુરેટિવ (curative) ન રહેતા પ્રિવેન્ટિવ તથા પ્રોમેટિવ આસ્પેક્ટ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. કોમ્યુનિટી માં ડીસીજનો અટકાવ તથા તંદુરસ્તી વધારવી એ બાબતો વધુ કાળજી માંગી લે છે.

પ્રિ હિસ્ટોરીક પેરિયડ માં નર્સિંગ કેવું હતું :-.

પ્રિ હિસ્ટોરીક પિરિયડ માં સ્ત્રીઓ હર્બ્સ , રૂટ્સ અને પ્લાનટ્સ (વનસ્પતિ ઔષધિ )ભેગા કરવાનું કામ કરતી અને તેના થી બીમાર લોકો ને હિલ કરવાના પ્રયત્નો કરતી

સ્ત્રીઓ ની એન્ટ્રી નર્સિંગ માં 300 A. D થી થઇ.

વોર દરમિયાન ફ્લોરેન્સ નાઇટિંગલ ની સેવા ના કારણે નર્સિંગ માં સ્ત્રીઓ ના દરવાજા ખૂલ્યા .

ચાલો જોઇયે કે પ્રાચીન ભારત નું નર્સિંગ કેવું હતું :-

પ્રાચીન ભારત માં જૂના માં જૂનું સાહિત્ય જોવા જઇયે તો તે વેદ અને બીજી પવિત્ર ચોપડીઓ છે

ભારત માં શુશ્રુત એ સર્જરી ના પિતા તરીકે ઓળખાતા અને ઓળખાય છે , તેને શુશ્રુત સંહિતા આપી છે
-ચરક ને મેડિસિન ના ફાધર તરીકે ભારત માં ઓળખવામાં આવે છે .
-વીર સમ્રાટ અશોક એ પેહલા વ્યક્તિ હતા જેમને ભારત ની અંદર મેડિકલ કેર નું ઇમ્પૃવમેંટ કરાવ્યુ
-હિપોક્રેટ્સ ને ફાધર ઓફ મેડિસિન કહેવામા આવે છે તેમણે તે ખોટી માન્યતાઓ ને દૂર કરી બતાવી કે ખરાબ આત્મા ના કારણે માણસો બીમાર થાય છે તેને ફિસિકલ એક્સામિનેશન અને રોગ ના ચિન્હો પર વર્ષો સુધી સ્ટડિ કરી અને પેશન્ટ ની હિસ્ટ્રી લેવાનો કોન્સેપ્ટ આપ્યો.

મધ્યકાલીન સમય એ શું સુધારો થયો :-

1100 થી 1200 એડી માં ચેરીટેબલ હોસ્પિટલ શરૂ થયા

ત્યાર ના સમય માં ફિઝિસીયન્સ અને પાદરી ના ગાયડન્સ માં નર્સિગ કેર ડિલિવર કરતી થઇ હતી

તે સમય એ મિડવાઈફ્સ (બાળક નો જ્ન્મ કરવવામાં મદદ કરે તેવી સ્ત્રી ) નો સમય હતો.

15 મી થી 19 મી સદી વચ્ચે નો ગાળૉ :-

  • નર્સિસ ના કામ ની જરૂરિયાતો અને જવાબદારીઓ વધી કેમ કે તે સમય પર વોર (યુદ્ધો) ચાલતા , ઘણા કન્ટ્રી ના ઇકોનોમિક ગ્રોથ અને ઘણા કન્ટ્રી માં એપીડેમીક્સ(રોગ-ચાળો) પણ થતા હતા
  • તે સમય એ નર્સિસ ને સિસ્ટર્સ તરીકે ઓળખવા લાગ્યા. 19 મી સદી :-
  • તે સમય એ નર્સિંગ ના ફાઉન્ડર એવા ફ્લોરેન્સ નાઇટિંગલ એ સૌ પ્રથમ નર્સિંગ ફિલોસોફી આપી કે હેલ્થ મેંટેનન્સ એંડ હેલ્થ રિસ્ટોરેશન
  • તેને લખેલી નોટ્સ ઓફ નર્સિંગ બૂક પરથી તેમની ફિલોસોફી અધ્યાત્મિક હતી સોસાઇટી ના ચેંજિસ ને ધ્યાન એ રાખી ને બનાવવા માં આવેલી હતી
    -19 મી સદી માં હોસ્પિટલો બનાવવા માં આવી

20 મી સદી :-
-20 મી સદી ની શરૂઆત માં સાઈન્ટીફિક રિસર્ચ શરૂ થય જેમાં નર્સિંગ નોલેજ અને પ્રેક્ટિસ ની શરૂઆત થઇ
-નર્સ એ એક્સ્પનડેડ અને એડ્વાન્સ પ્રેક્ટિસ નો સ્વીકાર કર્યો
-1901 માં આર્મી નર્સિંગ ની શરૂઆત થઇ
-1908 માં નેવી નર્સિંગ ની શરૂઆત થઇ
-1920 માં નર્સિંગ સ્પેસિયલાઈજેશન ની શરૂઆત થઇ

Nursing as a Profession (Nursing એક Profession તરીકે)

Nursing એક વૈજ્ઞાનિક અને કળાત્મક profession છે જે patient care, health promotion, અને disease preventionમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ profession માત્ર કાળજી આપવાની ક્રિયાઓ સુધી મર્યાદિત નથી પરંતુ education, research, અને leadershipના ક્ષેત્રો સુધી વિસ્તરે છે.

Key Characteristics of Nursing as a Profession (Nursingના Profession તરીકેના મુખ્ય લક્ષણો):

  1. Specialized Knowledge (વિશિષ્ટ જ્ઞાન):
    Nursesને medical sciences, pharmacology, અને clinical skillsમાં વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે, જે તેમને વ્યાવસાયિક પ્રગતિ માટે સક્ષમ બનાવે છે.
  2. Ethical Foundation (નૈતિક આધાર):
    Nurses ethical principles જેમ કે autonomy, beneficence, justice, અને confidentialityના આધારે કામ કરે છે.
  3. Professional Accountability (વ્યાવસાયિક જવાબદારી):
    Nurses પોતાની accountability અને integrity જાળવીને કાર્ય કરે છે, જે patient safety માટે મહત્વપૂર્ણ છે.
  4. Holistic Care (હોલિસ્ટિક કાળજી):
    Nurses physical, emotional, psychological, અને spiritual જરૂરિયાતો પૂરી કરીને holistic care પૂરું પાડે છે.
  5. Education and Research (શિક્ષણ અને સંશોધન):
    Nurses નવા techniques અને evidence-based practices દ્વારા patient careમાં સુધારો લાવવા માટે education અને researchમાં જોડાય છે.
  6. Collaboration and Leadership (સહકાર અને આગેવાની):
    Nurses healthcare teams સાથે મળીને કાર્ય કરે છે અને જરૂરી પડે ત્યારે leadership roles પણ ભજવે છે.

💚 WRITE DOWN QUALITIES OF NURSE (નર્સ ના ગુણો જણાવો અથવા લખો):-

Sympathy (સિમ્પથી ) :- નર્સમાં સહદયતા હોવી જોઈએ એટલે કે પેશન્ટની જગ્યાએ પોતાની જાતને મૂકવી જોઈએ અને પોતાને સારી વર્તુણૂક મળે તો આપણને કેવું લાગે તેનો વિચાર કરવો જોઈએ પેશેન્ટની લાગણીને ઠેસ પહોંચ્યા વગર તેની સારવાર કરવાની નર્સ માં આવડત હોવી જોઈએ

Self Confidence (સેલ્ફ કોન્ફિડન્સ) :- નર્સમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ પેશન્ટને સંપૂર્ણપણે સાજો કરે તેવા તેનામાં વિશ્વાસ હોવો જોઈએ.

Observation (ઓબ્ઝર્વેશન) :- નર્સમાં ઓબ્ઝર્વેશન પાવર હોવો જોઈએ ઓબ્ઝર્વેશન થી તથા ઈવોલ્યુશન થી ક્યા કામને મહત્વ આપવું તે જાણી શકાય છે તેમજ પેશન્ટને અપાતી સારવારની શું અસર થાય છે તેનો પણ ખ્યાલ હોવો જોઈએ

Alertness (એલર્ટનેસ ). :- નર્સમાં સજાગતા તથા સફાળતા હોવી જોઈએ ઝડપથી કામ કરવાની તમન્ના હોવી જોઈએ નર્સની સારી વર્તણૂક થી પેશન્ટનો આત્મવિશ્વાસ વધે છે

Apathy (એપથી) :- નર્સ કોઈપણ પ્રકારના ભેદભાવ ન રાખવી જોઈએ તેના જાતિ ધર્મ કે આર્થિક સ્થિતિનો ભેદભાવ ન રાખવો જોઈએ

Honesty (હોનેસ્ટી). :- નર્સ પ્રામાણિક હોવી જોઈએ આર્ટિકલ મેડિસિન વગેરે હોય છે જેની જવાબદારી નર્સ પર હોય છે ભૂલથી કોઈ પણ વસ્તુ બગડી જાય તૂટી જાય તો વધારે તેને જાણ કરવી જોઈએ

Scientific knowledge (સાયન્ટિફિક નોલેજ) :- નર્સે પોતાનું નોલેજ સાયન્ટિફિક સિદ્ધાંત ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. ફક્ત જ્ઞાન નહીં પણ અનુભવને પણ કામે લગાવવો જોઈએ અને સાયન્ટિફિક પ્રિન્સિપાલ સાથે એપ્લાય કરવું જોઈએ.નર્સ intelligence પણ હોવી જોઈએ

Economical nature (ઇકોનોમિકલ નેચર) :- નર્સ નો સ્વભાવ કરકસર વાળો હોવો જોઈએ કોઈપણ કામ સમય શક્તિ બચાવીને કરવાની આવડત વાળી હોવી જોઈએ

Self Dependent (સેલ્ફ ડિપેન્ડન્ટ) :- નર્સ સેલ્ફ ડિપેન્ડન્ટ હોવી જોઈએ પેશન્ટની કેર બાબતે અન્ય પર આધારિત ન હોવી જોઈએ

Curiosity (જિજ્ઞાસા) :- નર્સનો હંમેશા નવું શીખવાની જાણવાની ધગસ હોવી જોઈએ જેથી સમય પ્રમાણે પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે

Resourceful (રિસોર્સ ફૂલ). :- સારવાર માટે જે કંઈ રિસોર્સ અવેલેબલ છે તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકે તેવી જોઈએ

Coperative (કોપરેટિવ ):- તે બધા સાથે કોપરેટ કરી ને કામ કરતી હોવી જોઇયે

Kind (કાઈન્ડ):- તે પ્રેમાળ હોવવી જોઇયે અને તેનો જવાબ હમેશા વિનમ્રતા પૂર્વક હોવો જોઇયે

impartial (ઇમપારશિયલ ) :- જે રંગ , રૂપ, જાતિ , ધર્મ, વગેરે કઈ પણ જોયા વગર કેર કરે પેશન્ટ ની ટૂક માં ભેદભાવ કર્યા વગર તેવી ક્વાલિટી તેમાં હોવી જોઇયે

Empathetic(એમ્પેથેટિક) :- તે પેશન્ટ ની જગ્યાએ પોતાને રાખી ને સમજી શકતી હોય કે તેની જગ્યાએ તે પોતે હોય તો શું થાય

Good decision maker(સારા નિર્ણય કરતાં) :- તેના લેવલ ના થેરાપ્યુટીક ડીસીજન તે લઈ શક્તી હોવી હોવવી જોઇયે

💞 ETHICS OF NURSING(ઈથીકસ ઓફ નર્સિંગ /write short notes on Ethics of Nursing

ઈથીકસ એટલે સિદ્ધાંત અથવા નિયમ જેના દ્વારા યોગ્ય રીતે સંચાલન થઈ શકે 1973 માં INC (ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર નર્સિસ) દ્વારા કોડ ઓફ એથિકસ (CODE OF ETHICS) જે મુજબ નર્સની ફંડામેન્ટલ રિસ્પોન્સિબીલીટીના મુખ્ય ચાર મુદ્દાઓ છે.
1)TO PROMPT HEALTH
2) TO PREVENT ILLNESS (બીમારી અટકાવી)
3) TO RESTORE HEALTH (બીમારીમાંથી સારું કરવું)
4) TO ALLIAVATE SUFFRING(બીમારી અટકાવવા)
એટલે કે લોકોની તંદુરસ્તી વધારવી, બીમારી અટકાવવા તથા તંદુરસ્ત ને જાળવી રાખવા તેમજ દર્દીની પીડામાંથી મુક્ત આ બેઝિક એથિક્સ I.C.N દ્વારા કરવામાં આવ્યા છે

આ ઉપરાંત Ethics માટે નીચે મુજબ ની Terms નો ઊપયોગ કરવામા આવે છે.

1.ઓટોનોમી (Autonomy) :-

ક્લાઈન્ટ પોતાનું ડીસીજન પોતે લઈ શકે છે તેને દવા લેવી ના લેવી પીવી ના પીવી તે તેનું ડીસીજન છે નર્સ તેમાં ઈંટરફિયર ના કરી શકે તેમાં બે પ્રકાર ની ઓટોનોમી હોય છે ઇનવર્ડ અને આઉટવર્ડ ઓટોનોમી ; ઇનવર્ડ ઓટોનોમી આટલે કે દર્દી પોતે પોતાનું ડીસીજન લેવા માટે સક્ષમ છે અને આઉટવર્ડ ઓટોનોમી આટલે કે દર્દી બાળક છે અથવા તો તે કોમાં માં છે ટૂક માં તે પોતાનો નિર્ણય પોતે કરી શકે તેમ નથી અને તેનો નર્ણય તેના સગા વહાલા લે છે તો તેને આઉટ વર્ડ ઓટોનોમી કહેવાય છે આ રીતે દર્દી નો અધિકાર છે કે તે પોતે પોતાની ટ્રીટમેંટ કરાવી શકે છે તેમાં નર્સ નું કે ડૉક્ટર નું કઈ પણ ઇન્ટરફિયરન્સ ચાલે નહીં .

2.જસ્ટીસ (Justice):-

જસ્ટિસ એટલે ન્યાય પૂર્વક પેશન્ટ ની સેવા કરવી ન્યાય પૂર્વક કેર પ્રોવાઈડ કરવી એ કેર નો એક પાયો છે મેડિકલ કેર કોઈ ની પૈસા ભરવાની ક્ષમતા ,તેનું સ્ટેટસ , તેની કાસ્ટ વગેરે ધ્યાન મા રાખી ને કરવા મા આવતી નથી મતલબ કે કોઇ પણ પ્રકાર ના ભેદભાવ વગર કરવી જોઈએ

૩. નોન માલ એફિસિયન્સ(Non-Malefficience) :-
નોન મલ્ફિંસ એટલે કે કોઈ પણ નુકશાન પોહોચડ્યા વગર પેશન્ટ ની ટ્રીટમેંટ પ્રોવાઈડ કરવી આ એથીક ફરજિયાત રીતે ફોલો કરવાનો રહે છે , નર્સ નું કામ છે કે બેનિફિટ્સ અને નુકશાની ને બેલેન્સ કરી ને ટ્રીટમેંટ કરવી આ પણ એક ઓબ્લિગેટરી એથીકસ છે ,

4. બેનિફિસેન્સ(Benificence) ;-

  • દર્દી ની હેલ્થ ને પ્રોમોટ કરવી અને સારી કેર પ્રોવાઇડ કરવી, દર્દી ની હેલ્થ ને પ્રોમોટ કરવા પોઝિટિવ પગલાં લેવા . દાત : દવા ની સાઈડ ઇફ્ફેક્ટ્સ ના કારણે ડિસ્કમ્ફર્ટ્સ થાય પણ ફાયદો થાય છે તેના કારણે આપણે એડમિનિસ્ટર કરીએ આપણે ડિસ્કમ્ફર્ટ ને ઓછા કરી શકીએ .

5.ફાઇડેલિટી(Fedility) :-

નર્સ એ વફાદારી થી કામ કરવું જોઇયે .તેને કોઈ પણ કારણોસર દર્દી ને ક્યારેય નેગલેક્ટ ના કરવું જોઇયે .

6.આકાંઉટેબિલિટી (Accountability) :-

  • નર્સ એ પોતાના કામ નું ઈવાલ્યુશન કરવું જોઇયે તેના કારણે તે પોતાના એકશીલન્સ ને પ્રિજર્વ કરી શકાય છે .
    -અમેરિકન નર્સિંગ એસોસિયેશન એ તેનું ઉદાહરણ છે .

7.કોન્ફિડેંશિયાલિટી(Confidentiality) :-

દર્દી ની વાતો રિપોર્ટ્સ , ટ્રીટમેંટ , ડાયાગ્નોસિસ , કોઈ પણ પેશન્ટ ની હેલ્થ રિલેટેડ વાત ની પ્રાઈવેસી મેઇનટેન થવી જોઇયે . જ્યાં સુધી ક્લાઈન્ટ રાજી ના થાય ત્યાં સુધી તેની કોઈ પણ વાત કોઈ સાથે શેર ના કરવી .

💝 Ethical Behaviour Expected From Nurse :-
નર્સિંગ એટલે સંકલિત કામગીરી નર્સ એ દર્દીના રિલેટિવ ડોક્ટર્સ કો-વર્કર તથા ટેકનિશન્સ અને હોસ્પિટલને સંબંધિત વ્યક્તિઓ સાથે કામ પાર પાડવાનું હોય છે આવા સંજોગોમાં આ તમામ સાથે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કેવી રીતે જાળવી તે ખાસ શીખવું જોઈએ

તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવા જોઈએ.

1) નર્સ એ પોતાની લાગણીશીલતા પર કાબુ રાખવો જોઈએ.
2) દરેક વ્યક્તિનો આદર કરવો જોઈએ આપણે બીજાને માન આપશુ તો આપણને કોઈ માન આપશે.
3) કોઈ વસ્તુ આપણને ખબર ન હોય તો તે સ્વીકારી લેવામાં નાનપ ન અનુભવી જોઈએ.
4) નર્સ જો પોતાના ટીમની લીડર હોય તો તેણે જવાબદારી લેવી જોઈએ અને જો તેમની સભ્ય હોય તો તેને પોતાના લીડર હોય તેનો આદેશ માનવો જોઈએ.
5) નર્સ એ ક્યારેક પક્ષપાત કરવો જોઈએ નહીં.
6) બીજાના વિશ્વાસ ને ધક્કો પહોંચે એવું કાર્ય તેણે કરવું જોઈએ નહીં.
7) ટીમમાં કામ કરતી વખતે તેનામાં સંઘ ભાવના હોવી જોઈએ.
8) ટીમમાં નવી નર્સ આવે તો તેને બરાબર કામ સમજાવો કામ સમજાવ્યા પછી તેને તે સમજાયુ છે કે નહીં તે પણ ખાતરી કરી લેવી જોઈએ.
9) ટીમમાં બિનજરૂરી ચર્ચા કે વાત કરવા જોઈએ નહીં.
10) અન્યના સારા કામની પ્રશંસા કરો.

નર્સના અન્ય સાથે સારા ઇન્ટરપર્સન રિલેશનશિપ જળવાઈ રહે તે માટે ચોક્કસ પ્રકારની વર્તુણૂક હોવી જોઈએ જે નીચે મુજબ છે.

💝 કોડ ઓફ એથીક્સ આટલે શું (What is Code of Ethics) :

કોડ ઓફ એથીક્સ એટલે કે અમુક પ્રકાર ના નિયમો જે બધા જ કન્ટ્રી માં લાગુ પડતું હોય અને તે બધા જ કન્ટ્રી ના નર્સિંગ સ્ટાફ એ ફોલો કરવો ફરજિયાત છે તે એક સ્ટાન્ડર્ડ બિહેવિયર ને નક્કી કરે છે અને તે ગાઇડલાઈનો તૈયાર કરે છે જે નર્સ એ ફોલો કરવાની રહે છે .

💝 કોડ ઓફ એથીક્સ ના પરપઝ શું છે ?(What are the Purpose of Code of Ethics )

  • નર્સીસ માટે બિહેવિયર ના સ્ટાન્ડર્ડ સેટ કરે અને નર્સિંગ એક્શન ની ગાઈડલાઇન પ્રોવાઈડ કરે
    -સાચું અને ખોટું શુ છે તેના તફાવત કરવામાં મદદ કરે
  • સાચા નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવે છે
  • ઈંડિવિડ્યુંલ ના રાઇટ ને પ્રોટેક્ટ્ કરવા માટે
  • હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ ને એકનોલેજ (Acknowledge) કરવા માં મદદ કરે છે
  • હેલ્થ માટે જે તે ઈંડિવિડ્યુંલ ને એંપાવર કરે અને તેને હેલ્થ પ્રત્યે રિસપોનસીબલ બનાવે છે
  • ક્વાલિટી કેર પ્રદાન કરે છે
    -રિસર્ચ અને પ્રેક્ટિસ માં શું જરૂરી છે તેને ઓડખે

💝 આંતરરાષ્ટ્રીય નર્સિસ માટે ના કોડ ઓફ એથિક્સ (Intarnational code of ethics for nurses) :-
ઇન્ટરનેશનલ કોડ ઓફ એથીક્સ ફોર નર્સિસ સૌ પ્રથમ 1953 માં ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ નર્સિસ દ્વારા આડોપ્ટ કરવામાં આવ્યું હતું .

  • તેને તેને ઘણી વાર રિવાઇઝડ્ (Revised) કરવામાં આવ્યું અને Reformed (ફરી તૈયાર કરવું) કરવામાં આવ્યૂ હાલમા તે 2003 માં તેને Revised કરવામાં આવ્યું .

નર્સ ની મુળભૂત નીચે આપેલી જવાબદારીઓ છે ;

  • ટુ પ્રોમોટ હેલ્થ -આરોગ્ય વધારવુ
  • ટુ પ્રિવેંટ ઇલ્લ્નેસ- માદગી ઘટાડ્વી
  • ટુ રિસ્ટોર હેલ્થ- આરોગ્ય પહેલા જેવુ કરવુ
  • ટુ એલિવિએટ સફરિંગ- જેના થી પિડાતા હોય તેને દુર કરવું
    નર્સિંગ ની નીડ યુનિવર્સલ છે
  • નર્સિંગ હ્યુમન રાઇટ ની રિસ્પેક્ટ કરે છે , કલ્ચરલ લાઈફ ની રિસ્પેક્ટ કરે છે , રાઇટ ટુ લાઈફ અને ચોઈસ , ગૌરવ જાળવવો અને રિસ્પેક્ટ થી બધા ને ટ્રીટ કરવા
  • નર્સિંગ કેર એ રિસપેક્ટફૂલ છે જેમાં કોઈ પણ પ્રકાર ના એજ (Age-ઉમર) , કલર , ક્રીડ (Creed-પંથ) વગેરે ના રેસટ્રિકસન(ભેદ-ભાવ) નથી

💝 ICN CODE OF ETHICS PRICNCIPLE (ઈન્ટર નેશનલ કાઉન્સિલ ના કોડ ઓફ એથિક્સ ના પ્રિન્સિપાલ જણાવો-) :-


ICN CODE OF ETHIC ને મેઇન ચાર પ્રિન્સિપલ છે

નર્સિસ અને પીપલ-લોકો (Nurses and People)

નર્સિસ અને પ્રેક્ટિસ (Nurses and Practice)

નર્સિસ અને પ્રોફેશન(Nurses and Profession)

નર્સિસ અને કો-વર્કર્સ(Nurses and Co-Worker)

1.નર્સિસ અને પીપલ-લોકો (Nurses and People)

  • નર્સિંગ કેર કરી ને લોકો ને તેની નીડ સેટિસફાઈ કરવી એ નર્સ ની પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી છે .
  • નર્સિંગ કેર પ્રોવાઈડ કરતા સમય એ નર્સ એ એન્વારોંમેંટ ને પ્રોમોટ કરે છે જેમાં હ્યુમન રાઇટ્સ , વેલ્યુસ , કસ્ટમ્સ , અને તેના સ્પિરિચુયલ બિલિફ્સ , ફેમિલી અને કમ્યુનિટી ને રિસ્પેક્ટ મળે.
  • નર્સ તેવું એન્સ્યોર કરે છે કે પેશન્ટ ને ટ્રીટમેંટ અને કેર રિલેટેડ બેસ લેવલ ની ઇન્ફોર્મેશન હોય
  • નર્સ પેશન્ટ ને કોન્ફિડન્સ માં લઈ આવે છે કે તેની ઇન્ફોર્મેશન તે ક્યાય શેર નહીં કરે
  • નર્સ એક જવાબદારી સંભાળે છે કે તે તેવા પગલાં લેશે જે હેલ્થ અને શોસિયલ નીડ ને સેટિસફાઈ કરે અને ખાસ એવિ કમ્યુનિટી ઉપર ધ્યાન આપે જે વલનરેબલ (સવેંદનશીલ-જેમકે બાળકો,વ્રુધ્ધ) છે
  • નર્સ સાથે સાથે એ પણ જવાબદારી સંભાળે છે કે તે નેચરલ એંવરોમેંટ માટે તેનાથી જે બની શકતા હોય તેવા પ્રયત્નો કરે છે કે લેન્ડ ને ડીપલિશન , પ્રદૂષણ , ડિગ્રેડેશન , અને ડિસ્ટરકશન (Destruction) થી બચાવે .

2.નર્સિસ અને પ્રેક્ટિસ (Nurses and Practice)

  • નર્સિસ પોતે એક પર્સનલ જવાબદારી શેર કરે છે તેની નર્સિંગ પ્રેક્ટિસ માટે અને પોતાના કનટીન્યૂસ લર્નિંગ ના કારણે પોતાને સક્ષમ બનાવે છે .
  • નર્સિસ પોતાની કેર નું એક સ્ટાન્ડર્ડ જાળવે છે જેનાથી પેશન્ટ ની કેર કરવામાં કઈ પણ કોમ્પરોમાઈસ ન થાય .
    -નર્સ પોતાના જજમેંટ યુસ કરે છે કોઈ પણ નિર્ણયો લેવા માં
  • નર્સ પોતાના પર્સનલ સ્ટાન્ડર્ડ મેનટેન કરે છે જે પ્રોફેશનલ હોવાનો પ્રતિબિંબ પાડે છે અને તેના કારણે પબ્લિક ને તેમના પર કોન્ફિડન્સ આવે છે .
  • સેફ્ટી , ડીગનીટી , અને લોકો ના રાઇટ ને ધ્યાન માં રાખી ને નર્સ એ કેર પ્રોવાઈડ કરવા સાયંટિફિક અને ટેકનૉલોજિ નો ઉપયોગ કરવો જોઇએ.

૩.નર્સિસ અને પ્રોફેશન(Nurses and Profession)

  • નર્સ એક મેજર રોલ પ્લે કરે છે નર્સિંગ ને ડીટરમાઇન કરવા અને ઇંપ્લીમેંટ કરવા સ્ટાન્ડર્ડ ક્લિનિકલ નર્સિંગ પ્રેક્ટિસ , મેનેજમેંટ , રિસર્ચ અને એડ્યુકેશન
    -પ્રોફેશનલ નોલેજ ની મદદ થી નર્સ રિસર્ચ માટે કોર તૈયાર કરે છે
  • નર્સ પ્રોફેશનલ ઓર્ગનાઇજેશન થૃ તે એક સરખી શોષીયલ અને એકોનોમિક કન્ડિશન ને જડવવા માં ભાગ લેતી હોય છે .

4.નર્સિસ અને કો-વર્કર્સ(Nurses and Co-Worker)

નર્સ કો ઓપરેટિવ રિલેશનશિપ જાળવી રાખે છે પછી તે નર્સિંગ માં હોય કે બીજી ફિલ્ડ માં
-જો કોઈ પણ કો વર્કર્સ ના કારણે ઈંડિવિદડ્યુઅલ ,ફેમિલી કે કમ્યુનિટી ની હેલ્થ એનડેંજરડ થાય છે તો તેના માટે તે સેફ ગાર્ડ તરીકે વર્તે છે .

Published
Categorized as GNM FUNDAMENTAL FULL COURSE, Uncategorised