યુનિટ :- 1
નીડ ફોર ફર્સ્ટ એઈડ
ઇન્ટ્રોડક્શન
- ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક મદદ,સિધ્ધાંતો અને ઉપયોગો એ તબીબી વિજ્ઞાન ના નિયમો પર રચાયેલુ છે. આનુ જ્ઞાન અકસ્માત અથવા એકાએક આવી પડેલ માંદગી વખતે જયા સુધી તબીબી સારવાર ન મળે ત્યાં સુધી તાલીમ પામેલ માણસો એવે કુશળ મદદ કરે છે કે જેથી ઇજા પામેલની જીંદગીનો બચાવ થાય છે તેને સાજા થવામાં મદદરૂપ થવાય છે. અને ઇજા કે માંદગી ને વધુ ખરાબ થતી અટકાવી શકાય છે.
- જો કે તબીબી સારવાર શરુ થયે પ્રાથમિક મદદ કરનાર ને (ફર્સ્ટ-એઈડ) જવાબદારી મહદ અંશે પુરી થાય છે પરંતુ દર્દીનો રિપોર્ટ આપ્યા પછી તે કાઇ વધુ મદદ કરી શકે તેમ હોય તો તેને રોકવુ જોઇએ.
- જે કાઇ સાધન મળી આવે તેનો પ્રયોગ કરી ને કટોકટી વખતે જે મદદ કરી શકાય તે પુરતીજ પ્રાથમિક મદદ મર્યાદિત બની રહે છે. મદદ કરનારે ડોક્ટર નુ સ્થાન લેવુ તેવો અર્થ થતો નથી એ સ્પષ્ટ સમજવુ જોઇએ કે ઇજાની વધુ સારવાર કરવાનું કાર્યપ્રાથમિક કાર્યક્ષેત્રની બહારનુ કાર્ય છે.
ડેફીનેશન ઓફ ફર્સ્ટ એઈડ
1. ફર્સ્ટ એઇડ
- કોઇ પણ જાત ના અકસ્માત કે ઓચિંતી બિમારી વખતે તબીબી અને હોસ્પિટલ સારવાર મેળવતા પહેલા વ્યકતિ અથવા દર્દીની જિંદગીને બચાવવા, સાજા થવામાં મદદ રૂપ થવા કે ઇજા કે માંદગીને વધુ ખરાબ થતી અટકાવવા જે સારવાર આપવામાં આવે છે તેને ફર્સ્ટ એઈડ કહે છે.
2. ફર્સ્ટ એઇડ
- કોઇ પણ બીમાર કે વાગેલ કે જખ્મી થયેલ વ્યક્તિ નેકોઇ પણ સ્કીલ પામેલ અથવા ફર્સ્ટએડ ની તાલીમ પામેલ વ્યક્તિદ્વારા હોસ્પિટલ લઇ જતા પહેલા એની પીડા ને ઓછી કરવા માટે તથા તેના જીવ જોખમમાં ના મુય જાય તે પહેલા આપવામાં આવતી સારવારને ફર્સ્ટ એઇડ કહે છે
હિસ્ટરી
- અકસ્માતમાં પ્રાથમિક મદદ નો શોધક સર એઝમાર્ક હતા, તે 1823માં હોલસ્ટનમાં જન્મ્યા હતા. અને 1880માં મૃત્યુ પામ્યા હતા તેઓ નામાંકિત સર્જન હતા. ફ્રાંસ અને રશિયા વચ્ચેની લડાઇ વખતે જર્મન લશ્કરમાં સર્જન તરીકે તેની નિમણુક કરવામા આવી હતી. જોકે તેને બે પુસ્તકો સમરણા પ્રાથમિક મદદ અને ઇજા પામેલાઓને મદદ સિવાયનું તેનુ બીજુ કામ બહોળી પ્રખ્યાતી પામેલી ન હતી.
- ત્યાર બાદ ૧૮૩૧ મા સ્વીઝરલેંડના ડોક્ટર મેથીયસ મેયરે ત્રીકોણાકાર પાટો શોધ્યો. પરંતુ પાટાને લોકો મા વધુ જાણીતો એઝમાર્કે કર્યો.લડાઇ મા ઘવાયેલાઓની સારવાર માટે પ્રથમ બ્રિટીશ રેડક્રોસ સોસાયટી અસ્તીત્વમા આવી હતી, તે 1877 મા સ્થાપવામાં આવી હતી, જેમાં આસિસ્ટંટ સર્જન એ મોફિટે સારવાર કરનાર શિક્ષણ માટે એક પુસ્તિકા પ્રગટ કરી, જેમા શરીર રચના, પાટા બાંધવા ની રીતો, ઝખમ, ઝખમની પ્રાથમિક સારવાર, ઇજા પામેલાઓને ખસેડવાની રીત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
- સને ૧૮૭૭ ની સાલમા સેંટ જહોન એમ્બ્યુલન્સ એસોસિયેશન ની સ્થાપના થઇ. આ એસોસિયેશન ૧૮૭૮ માં એડ્સ ફોર કેસ ઓફ ઈન્જ્યુરીઝ ઓફ સડન ઇલનેસ( ઈજા પામેલા અગર ઓચિંતા બિમાર પડેલ માટે મદદ).
- આ નામ ના પુસ્તકની પ્રથમ આવૃતિ બહાર પાડવામા આવી. જે પુસ્તિકા સર્જન મેજર શેફર્ડે રચી હતી. સેંટ જહોન એમ્બ્યુલન્સ એસોશિએશને 1877 ની સાલ મા પહેલીજ વાર ફર્સ્ટ એઈડ શબ્દ સતાવાર રીતે ઇંગ્લેંડ એ દાખલ કર્યો.
- સને ૧૮૮૨ મા સેંટ એન્ડ્રુઝ એમ્બ્યુલન્સ એસોસિયેશન ની સ્થાપના સ્કોટલેંડ મા થઇ જેમા સર જ્યોર્જ બીટસ ને ફર્સ્ટ એઈડના શિક્ષણ માટે પુસ્તક લખ્યુ હતુ.૧૮૭૮ની સાલ થી સેંટ જહોન એમ્બ્યુલન્સ એસોસિયેશન ને કેન્દ્ર સ્થાપિત વર્ગો ચલાવી, પરીક્ષા લઇ સફળ થયેલાઓ ને સર્ટીફિકેટ આપવાનુ શરુ કર્યું. આ રિતે જોતા નીચે મુજબ્ની ત્રણ સંસ્થાઓ વિશ્વ મા એક સરખી પદ્ધતિ અને એક સરખા હેતુ થી પ્રાથમિક મદદ માટે કામગીરી બજાવે છે.
- સર જહોન એમ્બ્યુલન્સ એસોસિયેશન
- બ્રિટીશ રેડક્રોસ સોસાયટી
- સેંટ એન્ડ્રુઝ એમ્બ્યુલન્સ એસોસિયેશન
હેતુઓ
1. ટુ પ્રિઝર્વ લાઈફ :-જિંદગી બચાવવી
- વ્યક્તિને જીંદગીને ઝોખમ રૂપ પરિસ્થિતી મા શકય તેટલી મદદ કરી તેને જીંદગી ને બચાવવાનો હેતુ છે. દા.ત.લોહીચાલુ હોય તો પાટો બાંધી રકત સ્ત્રાવ બંધ કરવું.
2. ટુ પ્રિવેન્ટ ફર્ધર ઈન્જરી :- ઈજાને આગળ વધતી અટકાવવા
- એટલે કે ઇજા પામેલ વ્યક્તિ ને સલામત રીતે હોસ્પિટલ ખસેડવો. જેથી વધુ ઇજા થતી અટકાવી શકાય.
- દા.ત. ફ્રેકચર વખતે સ્પ્લીંટ આપી વધુ ઇજા થતી અટકાવી શકાય છે. અને પરિસ્થિતી ને વધુ બગડતી અટકાવી શકાય છે.
3. ટુ પુટ ધ ઈન્જર્ડ અન્ડર મેડિકલ કેર એટ ધ અર્લીએસ્ટ
- દર્દીને શક્ય તેટલો વહેલો ડોકટર ની સારવાર નીચે પહોંચાડવા
- દર્દીને શક્ય તેટલી ઝડપ થી સારવાર આપી જેમ બને તેમ જલ્દી હોસ્પિટલ પહોંચાડવા માટે વ્યવસ્થા કરવી જરૂરી છે.
પ્રિન્સિપલ્સ ઓફ ફર્સ્ટ એઈડ:- (સિધ્ધાંત)
- સંભાળપૂર્વક રક્ષણ કરો, દર્દીના શ્વાસ, બ્લીડીંગ તેમજ સભાનઅવસ્થામા તપાસી પ્રથમ તે માટે સંભાળ લો.
- અકસ્માત વખતે દર્દીને જોખમી પરિસ્થિતીમાથી બહાર લઇ લો આ માટે આજુબાજુના વ્યક્તિની મદદ લો.
- દર્દીની આસપાસ વધુ લોકોને બીન જરૂરી એકઠા ના કરો જેથી દર્દી ને તાજી હવા મળી રહે.
- જરૂર જણાય તેટલા દર્દીના કપડા દુર કરવા .
- દર્દી ને મોઢા વડે કશુ આપવું નહી.
- સારવાર માટે વધુ પડતા બિન જરૂરી વધુ પ્રયત્નો કરવા નહી, પરંતુ પ્રાથમિક સારવાર સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરી દર્દી ને શક્ય તેટલી ઝડપ થી દવાખાને પહોંચાડવા વ્યવસ્થા કરવી.
- દર્દીને ખસેડતી વખતે શાંતિ સાવચેતી રાખવી જેથી ઇજા મા વધારો થાય નહી
- દર્દીને માનસિક સાંત્વના આપવી.
- જે કોઇ પણ વસ્તુ પ્રાપ્ય હોય તેના વડે શકય તેટલી ઝડપી સારવાર આપવી.
- દર્દીની વિગતો જાણીતેની નોંધ કરવી. આસપાસ મા જાણકાર હોય તેવી વ્યકતિ ની મદદ લેવી.
- સારવાર દરમ્યાન ખુબ ઠંડા સ્વભાવે શાંત ચિતે અને આત્મવિશ્વાસથી કામ કરવું.
- દર્દીઓ ને પરિસ્થિતિ મુજબે વિભાગમા વહેચી જરૂરીયાત મુજબ પ્રાથમિક સારવાર આપવી. જેમ કે પ્રાથમિક સારવારની તાત્કાલિન ઇજા વાળો ગ્રુપ તથા સામાન્ય ઇજા વાળો ગ્રુપ દા.ત. વધુ બ્લીડીંગ વખતે તાત્કાલિક સારવાર આપવી જોઇએ.
સ્કોપ ઓફ ફર્સ્ટ એઇડ
- ગમે ત્યારે ગમે તે કારણોસર પ્રાથમિક સારવાર આપવાની જરૂર પડે તે પ્રમણે સમયસર દર્દીને જરૂરી મદદ કરવી.
1.એક્સીડેંટ
- આમા રોડ એક્સીડેંટ ઉપરાંત હોમ એક્સીડેંટ જેમ કે રસોઇ કરતી વખતે દાઝી જવુ, બાળકનુ પડી જવું, શાક સમારતા ચપ્પુ વાગી જવુ વગેરેનો હોમ એક્સીડેંટ મા સમાવેશ થાય છે. આ ઉપરાંત અચાનક રીતે બનતા બનાવો કે જેથી આરોગ્ય ને હાનિ થાય તેનો સમાવેશ થાય છે.
2.ઇન ધ સ્ટ્રીટ
- શેરી મા પડી જવુ, કુતરુ કરડવું, સાયકલ કે અન્ય વાહન વડે વાગી જવુ વિગેરેને સ્ટ્રીટ એક્સીડેંટ મા ગણવુ.
3.ઇન ધ ફેક્ટરી
- ફેક્ટરીમાં મશીન સાથે કામ કરતા લોકોને થતી ઇજાઓ ગેસ ગુંગળામણ ઇલેક્ટ્રીક કરંટ વગેરેનો સમાવેશ થાય છે.
4. ઇન ધ હોમ
- ઘરમાં બાથરૂમમાં પડી જાય, ઘર મા ઉંચાઈ પર કામ કરતી વખતે ટેબલ પર થી પડવુ,બાળકોનુ કેરોસિન કે ફિનાઈલ પી જવુ, દરવાજો બંધ કરતા આંગળીઓ મા ઇજા, ઘર ના પાલતુ પ્રાણીઓ વડે ઇજા વગેરે દ્વારા હોમ ઇજા થાય છે.
5.નેચરલ કાલામીટીસ
- અતિવૃષ્ટિ વાવાઝોડુ, ધરતીકંપ, પુર હોનારત, આગ, અકસ્માત વગેરે નો સમવેશ થાય છે.
6.મેન મેડ કાલામીટીસ
- જેમા હુલ્લડ, કોમી તોફાન, લડાઇ, બોમ્બ બ્લાસ્ટ વગેરે નો સમાવેશ થાય છે
7. ઇન ધ સ્કૂલ
- શાળામા બાળકો ને રમત ગમત વખતે પણ ઇજાઓ થાય છે. ફર્સ્ટ એઇડ આપવા માટે ની સ્મોલ સાઇઝ ની કીટ
ફર્સ્ટ એઇડ આપવા માટેની જનરલ સાઇઝની કીટ
ઘરમાં, સ્કૂલમાં, કારખાનામાં, બસમાં, કારમાં, વગેરે જગ્યાએ ફર્સ્ટ એઈડ બોક્સ તૈયાર કરવુ જોઇએ. જેથી અકસ્માત વખતે જરુરી પ્રાથમિક સારવાર તાત્કાલિક આપી શકાય.
બેન્ડેજ
વ્યાખ્યા
- કોઇ પણ ધા કે ઇજાગ્રસ્ત ભાગને સોફ્ટ મટીરીયલ વડે ઢાકવા તથા કવર કરીને બાધવાની ક્રિયાને બેડેજ કહે છે.
ફર્સ્ટ એઇડ આપતી વખતે ધ્યાન મા રાખવાના મુદ્દાઓ
- હાથ સાબુપાણીથી અથવા સ્ટરીલિયમ થી સાફ કરી ને જ સારવાર આપવી.
- સૌથી પહેલા ઘા ના બ્લીડીંગ ને અટકાવવુ
- એ ભાગ ને કવર કરી સાફ કરી ને ચોખ્ખુ કરી ડ્રેસીંગ થી કવર કરવુ.
- સીધુ ઘા ને અડવુ નહી.
- કયારેય છીંક કે ઉધરસ ખાતી વખતે મો ઉપર રૂમાલ રાખવો.
- ઘા ઉપર સીધી સ્ટીકીંગ પ્લાસ્ટર ની પટ્ટી લગાડવી નહી.
- ઘા ની ઉપર ડ્રેસીંગ મુક્યા બાદ ધ્યાન રાખવુ કે તે મુળ જગ્યાએ થી ખસી ના જાય એના માટે એને ફિક્સ કરવુ.
- ઇજાગ્રસ્ત વ્યક્તિને બેસાડી અથવા ચોખ્ખી જગ્યાએ સુવડાવીને એ ભાગ ને સપોર્ટ આપી ને બેંડેઝ બાંધવુ.
- આપણો પાટો ચોખ્ખો હોવો જોઇએ.
- આખા ઘા ને કવર કરે તેવુ તથા એટલુ ઢીલુ ના હોવુ જોઇએ કે તે ખસી જાય અને એટલુ ફીટ પણ ના હોવુ જોઇએ કે ત્યાં સોજો ચઢી જાય.
- ઘા ની ઉપર ક્યારેય ગાંઠ મારવી નહી હંમેશા. તેની વિરુધ્ધ અથવા એક બાજુ એ ગાંઠ મારવી જેથી એને પીડા ના થાય.
- પાટો હંમેશા અંદર થી બહાર ની બાજુએ બાંધવુ જોઇએ.
- જ્યારે ડાબી બાજુની લીંબ ઉપર બાંધવાનુ હોયતો પાટો જમણા હાથમા હોવો જોઇએ.
- પાટો બિલો અપવર્ડ એટલે નીચે થી ઉપર આખા ભાગ ને કવર કરે તેવુ બાંધવો જોઇએ.
- પાટો પુર્ણ થવા આવે ત્યારે પેડ ઉપર બે વાર કવર કરી ને ફર્મ કરી ને ગાંઠ અથવા ટેપ મારવી.
- સ્પાઇરલ બેંડેઝ મા નીચે થી વીંટેલા પાટાનો દરેક ભાગ 2\કવર થયેલો હોવો જોઇએ.
હેતુઓ
ડ્રેસિંગ પર સીધુ દબાણ જાળવી રાખવા માટે.
1) ડ્રેસિંગને યોગ્ય જગ્યા એ પકડી રાખવા માટે.
2) હલન ચલન અટકાવવા માટે.
3) ઈજા પામેલ લીંબ (હાથ કે પગ) ને ટેકો આપવા માટે.
4) વુન્ડને રક્ષણ આપવા માટે.
5) સોજો અટકાવવા કે ઘટાડવા માટે.
6) બ્લિડિંગને કંટ્રોલ કરવા માટે.
7) સ્પ્લિન્ટ ને યોગ્ય જગ્યા એ પોઝિશનમાં રાખવા માટે.
8) ફ્રેક્ચર સમયે લીંબને યોગ્ય પોઝીશનમાં રાખવા માટે.
9) વેરીકોસ વેઈન મા થયેલ લોહિનો ભરાવો દુર કરવા માટે.
10) ખોડખાપણ અટકાવવા માટે.
બેન્ડેજ બાંધવાના સિધ્ધાંતો : (નિયમો)
1) બેન્ડેજ બાંધતી વખતે દર્દી ને આરામ દાયક સ્થિતિ આપવી.
2) શરીર ના જે ભાગ પર બેન્ડેજ બાંધવાનો હોય તે મુજબ જ યોગ્ય સાઈઝનો બેન્ડેજ લેવો.
3) બેન્ડેજ બાંધનાર વ્યતિએ પણ યોગ્ય પોજીશન માં ઊભુ રહેવું.
4) બેન્ડેજ બાંધતી વખતે દર્દી ની સામે ઊભુ રહેવુ પરંતુ માથાના ભાગે બેન્ડેજ બાંધતી વખતે દર્દી ની પાછળ ઉભા રહેવુ.
5) ઈજા પામેલ ભાગ ને સાફ કરવુ.
6) ઈજા પામેલ ભાગ ને ટેકો આપવો જરૂર પડે તો બીજી વ્યક્તિ ની મદદ લેવી.
7) જે ભાગ પર બેન્ડેજ બાંધવાનો હોય તે ભાગ પર ડ્રેસીંગ મુકી અંદરથી બહાર અને ઉપરથી નીચે તરફ બેન્ડેજ બાંધવાની શરૂઆત કરો.
8) પાટા ને ઇજાના નીચેના ભાગેથી શરૂ કરી ઉપર તરફ બાંધવો
9) શરૂઆત માં બે ગોળાકાર સર્ક્યુલર ટર્ન લેવા.
10) બેન્ડેજ બાંધતી વખતે દરેકવળાંક ટર્ન 3/૧ ભાગ ખુલ્લો અને ૨ ભાગ ૩/કવર કરવો.
11) બેન્ડેજ બાંધતી વખતે તે હાથમાંથી પડી ના જાય તેનો ખ્યાલ રાખવો.
12) આંગળી ઉપર બેન્ડેજ બાંધતી વખતે નખનો ભાગ ખુલ્લો રાખવો જેથી સાયનોસીસ માટે જોઇ શકાય.
13) બેન્ડેજના તમામ સ્પાઇક્સ એક સરખા હોવા જોઇએ.
14) તમામ જગ્યા પર સરખા પ્રેશર વડે બેન્ડેજ બાંધવો.
15) બેન્ડેજ બાંધતી વખતે શરીર ની ચામડી (સ્કીન) ની બે સર્ફેસ એકબીજા ના સીધા સંપર્ક મા આવવી ન જોઇએ.
16)બેન્ડેજને પૂરો કરી ધા ની વિરુધ્ધ સાઇડમાં ગાંઠ વાળવી અથવા માઇક્રોટેપ લગાડવી.
ટાઈપ્સ ઓફ બેન્ડેજ
1.રોલર બેન્ડેજ
- આ પ્રકાર ના બેન્ડેજ બેન્ડેજ ક્લોથમાથી તૈયાર કરવામા આવે છે. જે ગોળ વિટાળેલ હોય છે. તે શરીરના કોઇ પણ ભાગ મા બાંધવા માટે વાપરવામાં આવે છે.તે અલગ અલગ સાઇઝ મા મળે છે.
2.ટ્રાયએન્ગ્યુલર બેન્ડેજ
- 38 ઇંચ અથવા 1 મીટર ચોરસ કાપડ ના ટુકડા ને ત્રાસુ કાપી તેના બે ટુકડા કરવાથી આ બેન્ડેજ તૈયાર થાય છે. આ પાટા ને ત્રણ ભાગ હોય છે. લાંબી ધારને બેઝ કહે છે. બાકી ની બે ધારને સાઈડ કહે છે. આ પાટા ને ત્રણ ખુણા હોય છે. ઉપલો ખુણો જે બેઝની સામે હોય છે. તેને પોઇન્ટ (ટોચ) કહે છે, બાકી ના બે ખુણાને એન્ડ કહે છે.
3.મેની ટેઈલ બેન્ડેજ
- આ બેન્ડેજમાં ઘણી બધી ટેઈલ હોય છે. પેટ ના ઓપરેશન બાદ સપોર્ટ આપવા માટે વપરાય છે (ફોર ચેસ્ટ એન્ડ એબ્ડોમેન)
4. “ટી” બેન્ડેજ
- પેરિનિયમ પર ડ્રેસીંગ ને હોલ્ડ કરવા માટે “ટી બેન્ડેજ વપરાય છે અને સ્કોટમ ને સપોર્ટ આપવા તથા ડિલેવરી બાદ પેરિનિયમ પર ડ્રેસીંગ ને હોલ્ડ કરવા આપવામાં આવે છે.
5. ફોર ટેઈલ બેન્ડેજ
- તે નાક, જડબા પર બાંધવા માટે વપરાય છે.
6. ઈલેસ્ટોપ્લાસ્ટ(ક્રેપ બેન્ડેજ)
- આ પ્રકારના બેન્ડેઝ બજારમાં તૈયાર મળે છે. તે ઇલાસ્ટીકના હોય છે. તે ખાસ કરીને સાધાના દુખાવા માટે તેમજ સોજો ઓછો કરવા માટે વાપરવામાં આવે છે.
સર્ક્યુલર ટર્ન (સિમ્પલ સ્પાઈરલ)
- આ પ્રકારના બેન્ડેજ ગોળ ગોળ વળ આપીને બાંધવામાં આવે છે . જેમ કે હેડ એન્ડ ટ્રંક માં બાંધવા માટે.
રિવર્સ સ્ટાઈરલ (ઉલટવળ વાળો પાટો)
- પહેલા ત્રણ આંટા લેવામા આવે છે ત્યાર પછી દરેક આટો લેતા આગલા આટા પર નીચે ઉલટાવવામાં આવે છે. દા.ત.. હાથનો કોણીથી નીચેનો ભાગ થાઈ પગનો ઢીચણથી નીચે નો ભાગ વગેરે જગ્યાએ બાંધવામાં આવે છે.
7. ફિગર ઓફ “8” બેન્ડેજ
- આ પાટો શરીર ના ભાગથી આસપાસ વારાફરતી અને નીચે અંગ્રેજી “8”ના આકાર નેમળતી રીતે બાંધવામાં આવે છે. દા.ત શરીર ના સાંધા જેમ કે ઘુટણ, કોણી વગેરેની આસપાસ બાંધવામા આવે છે.
8. કેપલાઈન બેન્ડેજ
- હેડ કે સ્કાલ્પ પર બાંધવા માટે વપરાય છે . જેને કેપ લાઇન બેંડેઝ કહે છે.
9. થંબ બેંડેજ
- આ બેંડેજ બાંધવા માટે પ્રથમ કાંડા પર પાટાના આંટા લો. હાથની હથેળીથી ટર્ન લઇ અંગુઠા સુધી પહોંચો અને ત્યાં પાટો બરાબર વીટી ફરી કાંડા સુધી લઇ જાવ.
10. ફિંગર બેન્ડેજ
- ર ઇંચ ની પહોળાઇ નો પાટો લઇ પ્રથમ કાંડા ની આસપાસ બે ગોળ આટા લો.
- બેન્ડેજને હાથ ના પહોળાઇ નો પાટો લઇ આંગળીના ટેરવા સુધી લઇ જાવ.
- ત્યારબાદ આંગળીના મૂળ સુધી પાટો બાંધતા જાવ.
- ત્યારબાદ ફરી કાંડા પર આવી ત્યા બેન્ડેજ બાંધી પૂરો કરવો.
- જો પાટો ફકત આંગળીઓ ના ટેરવા ને જ બાંધવાનો હોય તો આંગળીના મૂળથી ટેરવા સુધી પાટો બાંધવો.
11. પામ બેન્ડેજ
- પ્રથમ બેન્ડેજને સ્થિર કરવા માટે કાંડા પર બે આટા લો. ત્યારબાદ બેન્ડેજ ત્રાસો લઇ હાથ ના પાછળના ભાગ થી ટચલી આંગળી પાસે લો. હથેળી પાસે આંગળીના મૂળ મા પાટા ને આડો લો.એ પાછુ હાથ ના પાછળ ના ભાગે એ રીતે ફેરવતા રહો.હાથ ના પાછળના ભાગે બેન્ડેજ લેતી વખતે અંગૂઠાની બાજુમાંથી બેન્ડેજ પસાર કરો.
12. જો બેન્ડેજ
- એક સાંકડા પાટા નો વચલો ભાગ દર્દીની ચીન નીચે મુકવો.પાટા નો એક છેડો માથા ના ઉપલા ભાગ પર મૂકી બન્ને છેડાને વળ આપવો.નાનો છેડો કપાળની આગલી બાજુ એથી નીચે લઇ જવો અને મોઢે છેડો માથા ના પાછલા ભાગની આસપાસ સામી બાજુએ બન્ને છેડાને બાંધી દેવા. જો પાટો ટૂંકો હોય તો ચીન પર રાખી બન્ને છેડા ને સીધા માથા પર બાંધી દેવા પાટાની ગાંઠ બને તેટલી આગળ બાંધવી.પરંતુ સરકી ન જાય તે જોવુ.
- દર્દી ને ઉલ્ટી થાય તો પાટો કાઢી નાખવો. ચીનને હથેળી ટેકો આપી ફરી પાટો બાંધી દેવો.
13. આઈ બેન્ડેજ
- પાટા ની બહાર ની બાજુ કપાળ સામે મુકવા અને માથા ની આસપાસ ગોળ આટો લઇ ઇજા પામેલ આંખ થી દૂર પાટો બાંધવો. ત્યા સુધી પાટો બીજી વાર કાન સુધી પહોંચે નહી ત્યા સુધી પાટા ને માથા ની આસપાસ આગળ લઇ જવો. સ્કલના પાછળ ના ભાગે નીચે પાટા ને ત્રાસો લઇ જવો. સાજા કાન પાસેથી ફરી માથાને ગોળ ચક્કર લેવો જેથી આંખ નું ડ્રેસિંગ ઢંકાય આથી આ રીતે પાટો બાંધતા રહીએ છેલ્લે સાજી આંખ પાસે પૂરો કરી પટ્ટી મારવી.પાટો સાજી આંખને નડતર રૂપ ન હોવો જોઇએ.
14. ઈયર બેન્ડેજ
- પાટા ની બહાર ની સપાટી કપાળ પર મુકવી અને ગોળ આટો લઇ પાટા ને માથા ની આસપાસ લઈ જવો. ત્યારબાદ પાટાને છેક નેકની નીચે મથાના પાછળ ના ભાગે લઈ જવો.એ રીતે ગોળ આટા વડે વીટવો.બીજો કાન ખુલ્લો રહે તે જોવુ.
15. એલ્બો જોઈન્ટ બેન્ડેજ
- કોણીને કાટખુણે વાળવી પાટાની બહારની બાજુ કોણી ની અંદર મૂકવી. બે ગોળ રાઉંડલઈ ત્યારબાદ ઉપર નીચે સ્પાઈક પડે તે રીતે વ્યવસ્થીત વીટાળવો. કોણીનું હલનચલન થઈ શકે તે જોવુ.
16. એન્કલ જોઈન્ટ બેન્ડેજ
- પગને કાટખૂણે રાખવો. ઘુંટીની આસપાસ પ્રથમ બે આટા લેવા ત્યારબાદ ફિગર ઓફ 8 જેમ પાટો બાંધવો. છેલ્લે પાટાને એન્કલ પર લાવી પાટો પુરો કરવો.
17. ફુટ બેન્ડેજ
- આ માટે શરૂઆત ધુંટીથી કરવી. ત્યારબાદ એડીની પાછળથી અંગુઠા સુધી પાટો લઈ જવો અને આંગળી પાસેથી શરૂ કરી પગ પર સાદા વળવાળો પાટો બાંધવો. પાટો પૂરો કરતી વખતે એન્કલ પર ફરી બે આંટા લેવા.
18. થાઈ બેન્ડેજ
- એબ્ડોમેનના ઉપરના ભાગમા વળવાળો પાટો બાંધવો. ત્યારબાદ પાછળ થી આગળ અને ડાબે થી જમણે સાથળ ના આગળ પાછળ ના ભાગ ને કવર કરો. ત્યારબાદ ફરીથી કમર પર ગોળ આંટો ફેરવી પાટો પુરો કરવો.
19. ની જોઈન્ટ બેન્ડેજ
- ની ને કાટખૂણે વાળવો. ની ના ભાગ પર પાટો વાળવો. પાટાની ખૂલ્લી બાજુ એ ઢીચણની અંદર બાજુ મુકવી. પ્રથમ ઢીંચણ પર એક સીધો આટો લેવો ત્યારબાદ પાટા ને ઢીચણ ની આસપાસ તેની બરાબર નીચે અને પછીબરાબર ઉપર લાવવો.
20. બોર્ડર બેન્ડેજ
- પ્રથમ દરેક એક્સીઆલામાં એક એક 3 ની નાની ગાદી મુકો. બેન્ડેજને તંદુરસ્ત છાતી પર લઈ ઘવાયેલ ખભા ને આટો મારવો. એક્સીઆલામાથી બેન્ડેજ ફેરવી આગળ ચેસ્ટ બાજુ કાઢવો. આરીતે જ્યાંસુધી ખભો કવર ના થઇ જાય
A. 3 સ્લીંગસ બેંડેઝ
1) એલીવેશન સ્લીંગ : જે હાથ અને ફોરઆર્મ ને સપોર્ટ આપવા માટે
2) કોલર અને કફ સ્લીંગ : કોણી ના ભાગ ને વાળી ને તથા ફોર આમ ને છાતી ને ક્રોસ કરી ને વિરુદ્ધ ખભા ના ભાગ સુધી સ્લીંગ કરી સપોર્ટ આપવા માટે
3) ટ્રાયએંગયુલર સ્લીંગ: આ બેંડેઝથી ફેકચર થયેલા કોલર બોન ને ઉચો રાખીને દુખાવા મા રાહત આપે છે.
B. સ્પ્લીંટસ
- આના દ્વારા ફ્રેકચર થયેલા પાર્ટને સરક્યુલેશનમાં મદદ રૂપ થાય અને એભાગ ઉપર સોજો ચડતો અટકાવેછે, અને એભાગ માં દુખાવામાં રાહત આપે છ. અને વધુ ફેકચર થતુ અટકાવે છે.
કોમન સ્પ્લીંટ
- જેમા પીલો, રોલર બ્લેકેટસ જે ફોર્મલ સ્પ્લીંટ અને, કાર્ડ બોર્ડ, ન્યુઝ પેપર રોલ્ડ, અમ્બ્રેલા, કે જે રીજીડ સ્પ્લીંટ કહેવાય છે અને જો લોન્ગ એક્સ્ટ્રીમીટીને વજન લટકાવી ને જે સ્પ્લીંટ પર મુકે છે તેને ટ્રેક્સન સ્પ્લિન્ટ કહે છે.