યુનિટ – 9
મેટાબોલિક ડીસીજ
ડાયાબિટીસ મલાઈટસ
વ્યાખ્યા
- તે પેન્ક્રીયાસના બીટા સેલ દ્વારા ઉત્પન્ન થતા ઇન્સ્યુલીનની ખામીના કારણે અથવા તેની ગેરહાજરીના કારણે કાર્બોફાઇડેટનું ટોટલ મેટાબોલીઝમ ન થવાથી થતી કંડીશન છે. જેમાં બ્લ્ડ સુગર લેવલ વધી જાય છે.
પ્રકાર
1.ટાઇપ – 1 (I.D.D.M)
- આ પ્રકારના ડાયાબીટીસને ઇન્સ્યુલીન ડીપેનડન્ટ ડાયાબિટીસ મલાઈટસ કહેવામાં આવે છે.
2.ટાઇપ – 2 (N.I.D.D.M)
- આ પ્રકારના ડાયાબીટીસને નોન ઇન્સ્યુલીન ડીપેનડન્ટ ડાયાબિટીસ મલાઈટસ પણ કહેવામાં આવે છે.
3.જુવેનાઈલ
- નાના બાળકોમાં થતા DMને જુવેનાઈલ ડાયાબીટીસ મેલાઈટસ કહે છે.
4.જેસટેશનલ
- આ પ્રકારનું ડાયાબીટીસ મલાઈટસ પ્રેગ્નન્સીના સેકન્ડ થર્ડ ટ્રાયમેસ્ટર દરમિયાન ગ્લુકોઝ ઇન્ટોલરન્સના કારણે થાય છે. મોટા ભાગે ૨૫ વર્ષ કે તેનાથી વધારે ઉંમરની ફિમેલમા વધારે જોવા મળે છે.
કારણો
- ડાયાબીટીસ મલાઈટસ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે.જેમાના કેટલાક નીચે પ્રમાણે છે.
- પેન્ક્રીયાઝમાં ઇન્ફ્લામેશન ને કારણે ઇન્સ્યુલિન પ્રોડક્શન ઓછું થાય છે અથવા તો ખામીવાળું પ્રોડ્યુસ થાય છે.
- ઓબેસીટીના કારણે ગ્લુકોઝનું મેટાબોલીઝમ થતું નથી જેના કારણે ડાયાબીટીસ માલાઈટસ થાય છે.
- હેરીડીટરીના કારણે જેમાં ડાયાબીટીસ માલાઈટસહોય તેમના મારફત તેમાના જીન્સ મારફત તેમના બાળકોમાં આ રોગ થવાની શક્યતા વધી જાય છે.
- ઇડિયોપેથિક
ચિહ્નો અને લક્ષણો
પોલીયુરીયા
- ડાયાબીટીસ મલાઈટસમાં બ્લડ સુગરનું પ્રમાણ ખુબ વધી જાય છે. આ વધારાની સુગરને બહાર કાઢવા માટે વધારે યુરીન થાય છે. આમા દર્દીને તરસ વધારે લાગતી હોવાથી પ્રવાહી વધારે પીવે છે. અને તેથી પોલીયુરીયા થાય છે.
પોલીડીપ્સીયા
પોલીફેજીયા
- આમાં દર્દીને ખુબ જ ભુખ લાગે છે. કારણ કે ગ્લુકોઝનું મેટાબોલીઝમ થતું હોવાથી સેલ શક્તિ માટે ગ્લુકોઝનો ઉપયોગ કરી શકતા નથી અને ટીશ્યુ સ્ટારવેશન થાય છે અને ભુખ વધારે લાગે છે.
બીજા સામાન્ય લક્ષણો પણ જોવા મળે જેવા કે
- ખુબ જ અશકિત લાગવી.
- વજનમાં ઘટાડો થવો.
- બોડી એક થવું.
- યુરીનની સ્પેસીફીક ગ્રેવીટીમાં વધારો થવો.
- સ્કીન પર ખંજવાળ આવવી.
- ગળાની આસપાસની ચામડી તેમજ બેક પર ફોલ્લીઓ જોવા મળે છે.
- બોડીના વાઈટલ ઓર્ગન ઉપર ગંભીર અસરો જોવા મળે છે. ન્યુરોપથી, રેટીનોપથી, હાર્ટ ડીસીસ વગેરે.
નિદાન
પેશન્ટ હિસ્ટ્રી
- દર્દી વારંવાર યુરીન પાસ કરવાની, ખુબ ભુખ લાગવાની, ખુબ તરસ લાગવાની, ખુબ અશકિત લાગવાની ફરીયાદ કરે છે.
લેબોરેટરી
યુરીન સુગર ટેસ્ટ :
- આમાં બેનેડીક સોલ્યુશનથી અથવા યુરીન સુગર સ્ટ્રીપથી ગ્લાયકોસુરીયા માટે ચેક કરવામાં આવે છે.
રેન્ડમ બ્લડ સુગર (RBS) :
- આમાં દર્દી જ્યારે આવે છે ત્યારે તેનું બ્લડની અંદર ગ્લુકોઝ લેવલ કેટલું છે, તે ચેક કરવા તેનું બ્લડ સેમ્પલ લેવાય છે.
ફાસ્ટીંગ બ્લડ સુગર (FBS) :
- આમાં દર્દીને આગલા દિવસે રાત્રે 10:00 વાગ્યાથી જમવાનું કઇ આપવામાં આવતુ નથી અને વહેલી સવારે તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે.
પોસ્ટ પ્રાડીયલ બ્લડ સુગર (PP2BS) :
- આમા દર્દી જન્મ્યા પછી બરાબર બે કલાકે તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને આમાં દર્દીને રુટીન પ્રમાણે જ ખોરાક લેવા સમજાવવામાં આવે છે.
3.ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ
કીટોસીસ
- ડાયાબીટીસ મલાઈટશમાં ગ્લુકોઝનું પ્રોપર મેટાબોલીઝમ ન થવાથી શરીરના કોષોને પુરી શકિત મળતી નથી આથી શરીરની અંદર જે ફેટ રહેલી હોય તેનું મેટાબોલીઝમ થાય છે અને ફેટના મેટાબોલીઝમની છેલ્લી પ્રોડક્ટ કીટોન બોડી છે. જે બ્લડમાં સર્ક્યુલેટ થાય છે જેને કીટોસીસ કહે છે.
ટ્રીટમેન્ટ એન્ડ કેર/રોલ ઓફ ANM/FHW ઇન ડાયાબિટીસ મલાઈટસ
1.ડાયટ
- પેશન્ટને યોગ્ય ક આપવાથી ડાયાબીટીસ મલાઈટસને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબીટીસ મલાઈટસવાળા દર્દીને સારો અને સરળતાથી પચી જાય તેવો ન આપવો.
- દર્દીની નોર્મલ ડાયટ પધ્ધતી પ્રમાણે ડાયટ આપવો જોઈએ.
- ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને કારેલા જેવા શાકભાજીનો ઉપયોગ કરી શકાય. ઇન્સ્યુલીન લેતા દર્દીને ત્રણ વખતના ખોરાક ઉપરાંત વચ્ચે વચ્ચે પોષક નાસ્તો આપવો.
- બોડી અને કામ – કસરતની પધ્ધતી મુજબ ડાયેટ પ્લાનીંગ કરવું.
2.ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ્સ
- આ પ્રકારની દવાઓ દર્દીનું બ્લડ સુગર લેવલ ઓછું કરે છે અને આનાથી DM કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ મલાઈટસ માટે એવી કોઈ દવા નથી જે તેને સંપુર્ણ મટાડી શકે.
3.ઇન્સ્યુલિન
ઇન્ડિકેશન્સ
- ટાઈપ – 1 ડાયાબિટીસ મલાઈટસ
- ટાઈપ – 2 ડાયાબિટીસ મલાઈટસ જે ડાયટ અને ઓરલ મેડિસિનથી કંટ્રોલ થઈ શકતું હોય.
- ડાયાબિટીસ મલાઈટસ વિથ સર્જરી
- ડાયાબિટીસ મલાઈટસ વિથ ઇન્ફેક્શન
- ડાયાબિટીસ મલાઈટસ વિથ પ્રેગનેન્સી
- ડાયાબિટીસ મલાઈટસ વિથ કોમ્પ્લિકેશન દાત . કીટોએસીડોસીસ, કોમા વગેરે.
- ઇન્સ્યુલિન જુદા જુદા પ્રકારના આવે છે. જેમ કે પ્લેન ઇન્સ્યુલિન, પ્રોટાનાઇન ઇન્સ્યુલિન વગેરે. ઇન્સ્યુલિનના પ્રકાર પ્રમાણે તેની એક્શન પણ અલગ અલગ હોય છે. અડધા કલાક થી 36 કલાક સુધીની એક્શન વાળા ઇન્સ્યુલિન આવે છે. તે સબક્યુટેનીયસ આપવાનું હોય છે અને તે દર્દીની જરૂરીયાત પ્રમાણે અને તે બ્લડ સુગર લેવલ મુજબ આપવાનું હોય છે.
- ઓરલ હાઇપોગ્લાયસેમિક કે ઇન્સ્યુલિન હંમેશા જમ્યા પહેલા અડધા કલાકે લેવું જોઈએ અને જમતી વખતે પુરેપુરો ખોરાક લેવો જોઈએ. જો આમ કરવામાં ન આવે તો દર્દીને હાઈપોગ્લાઇસેમિક ઇફેક્ટ થઈ શકે છે.
4.ફુટ કેર
- આ દર્દીને પેરીફેરી ન્યુરોપથી અને વાસ્કયુલર પ્રોબ્લેમ હોય છે. જેના કારણે ફુટમાં કંઈ ઈજા થાય કે કંઈ બાઇટ કરી જાય તો તેના કારણે ફુટ અલ્સર થઈ શકે છે.જે લાંબો સમય સુધી રૂજાતું નથી જેથી આવા દર્દીની ફુટ કેર ખુબ જ જરૂરી હોય છે જે નીચે મુજબ છે.
- પગમાં વાગે નહી તેવા ફુટવેર પહેરવા.
- ઓછા વજનવાળા અને પોચા ફુટવેરનો ઉપયોગ કરવો.
- પગમાં કોઈ ગરમ વસ્તુ કે પ્રવાહી અડી ન જાય તેનું ધ્યાન રાખવું.
- ખુલ્લા પગે બહાર ન જવું ઘરમાં પણ ફુટ વેરનો ઉપયોગ કરવો.
- પગમાં મોજા પહેરતા હોય તો તે કોટનના પહેરવા અને તે પણ વારંવાર સાબુ પાણીથી ધોઈ તડકામાં મુકવા.
- પગને વારંવાર સાબુ પાણીથી ધોઈ કોરા કરવા અને પગને ધોતી વખતે બે
- પગને વારંવાર સાબુ પાણીથી ધોઈ કોરા કરવા અને પગને ધોતી વખતે બે આંગળી વચ્ચેની જગ્યાનું ખાસ ધ્યાન રાખવું અને ક્લીન રાખવું.
- પગની કસરત જેવી કે એક્સટેન્શન,ફ્લેક્શન વગેરે કરવી.
- પગમાં કઈ પણ તકલીફ હોય તો ડોકટરનો સંપર્ક કરવા કહેવું.
- પગનું પર્સનલ હાયજીન જાળવવું.
- ફૂટ ડ્રોપ થતું અટકાવવા માટે ફુટ રેસ્ટનો ઉપયોગ કરવો.
- શિયાળાની ઋતુમાં ઠંડી વખતે બુટ મોજા ખાસ પહેરવા સમજાવવું.
- રાતના સમયે પગમાં કંઈ જીવજંતુ કરડી ન જાય તેનું ધ્યાન રાખવું.
કોમ્પ્લિકેશન્સ
DM ના કારણે બોડીની દરેક સિસ્ટમને અસર થઈ શકે છે. આથી આમાં ઘણા બધા કોમ્પ્લિકેશન થઈ શકે છે. જેમાંના કેટલાક નીચે મુજબ છે.
- ડાયાબિટીસ રેટાઈનોપથી
- કેટરેક્ટ
- ગેંગ્રીન
- હાયપરટેન્શન
- હાર્ટ ડીસીસ
- પ્રુરાઈટિસ વલ્વા
- ઈમ્પોટેન્સ
- એબ્રેશન
- એમનેશીયા
- ડાયાબિટીક નેફ્રોપથી
યુરીન સુગર ટેસ્ટ
હેતુઓ
- રોગનું નિદાન કરવા માટે
- યુરીનમાં સુગર છે કે નહિ તે જણવા માટે
- સારવારની અસર જાણવા માટે
આર્ટીકલ્સ
- એક ક્લીન ટ્રે વિથ કવર
- ટેસ્ટ ટ્યુબ વિથ સ્ટેન્ડ
- ટેસ્ટ ટ્યુબ હોલ્ડર
- સ્પીરીટ લેમ્પ
- માચીસ
- બેનીડીક સોલ્યુશનની બોટલ
- ડ્રોપર
- કીડની ટ્રે
- રેકોર્ડ બુક
- શોપ વિથ ડીશ
- નેપકીન
પ્રોસિજર ફોર યુરિન સુગર ટેસ્ટ
- એક ક્લીન ટેસ્ટ ટ્યુબમાં ૫ cc જેટલું બેનીડીક સોલ્યુશન લો.
- ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં પકડો. સ્પીરીટ લેમ્પની નીચે ટેસ્ટ ટ્યુબ ગરમ કરો.
- ટેસ્ટ ટ્યુબને આપણા મોઢાની વિરુધ્ધ દિશામાં રાખી ગરમ કરો.
- સોલ્યુશન ગરમ થઈ ગયા પછી ટેસ્ટ ટ્યુબ ડ્રોપર વડે 8 થી10 યુરીનના ટીપા નાખો.
- ફરીથી ગરમ કરો.
- ટ્યુબને થોડીવાર ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડમાં રાખો.
- સોલ્યુશનનો કલર જુઓ
યુરિનમાં સુગરનું પ્રમાણ નીચે પ્રમાણે નક્કી કરી શકાય
- જો બેનીડીક સોલ્યુશન જેવો કલર થાય તો સુગર નીલ (Nil)
- જો લીલો કલર આવે તો સુગર +
- જો પીળો કલર આવે તો સુગર + +
- જો નારંગી કલર આવે તો સુગર + + +
- જો લાલ કલર આવે તો સુગર + + + +