F.Y. – PHCN – COMMUNITY HEALTH PROBLEMS UNIT – 7 CARDIOVASCULAR PROBLEMS (UPLOAD)

યુનિટ – 7

કાર્ડીયોવાસ્કુલર સિસ્ટમ પ્રોબ્લેમ

કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ અટેક)

ડેફીનેસન

  • કાર્ડિયાક અરેસ્ટ એક એવી કંડીશન છે કે જેમા હાર્ટ એકાએક બંધ થઈ જાય છે જેના કારણે સેરીબ્રલ સર્કુલેશન ઓછું થઈ જાય જેના કારણે વ્યક્તી કોમામાં જાય છે, જો ત્રણ મીનીટમા હાયપોક્ષીયા દુર કરવામાં ન આવે તો બ્રેઈન ડેથ થઈ જાય છે અને વ્યક્તીનું બાયોલોજીકલ ડેથ થાય છે.

કોઝીસ

કાર્ડિયાક કોઝ

(A) માયોકાર્ડીયલ ઈન્ફાર્ક્સન:

  • માયોકાર્ડીયલ ઈન્ફાર્ક્સનમાં હાર્ટના માયોકાર્ડીયમ લેયરના સેલને બ્લડ સપ્લાય ન મળવાથી તેના સેલ ડેથ થાય છે.

(B) કોરોનરી આર્ટરી ડીસીસ:

  • આર્ટીરીયોસ્ક્લેરોસીસ અને એથેરોસ્ક્લેરોસીસ જેવા રોગોને કારણે

(C) પલ્મોનરી ઈમ્બોલીઝમ:

(D) એક્યુટ વાઈરલ માયોકાર્ડાઈટીસ:

  • આમાં હાર્ટના માયોકાર્ડીયલ લેયરને વાયરલ ઇન્ફેક્શન લાગે છે અને તે પ્રોપર કામ કરી શક્તુ નથી.

(E) કાર્ડીયાક અરીધેમા:

  • હાર્ટના રીધમની એબનોર્માલિટી હોય.

2. રેસ્પિરેટરી કોઝ

(A) ફોરેન બોડી:

  • રેસ્પિટરી સિસ્ટમમાં કોઈ ફોરેન બોડી દાખલ થવાને લીધે એર વે ઓબસ્ટ્રકટ થાય

(B) સર્જીકલ એનેસ્થેસિયા:

  • કોઈ સર્જરી દરમ્યાન એનેસ્પ્રોસિજર કારણે પહેલા રેસ્પીરેટરી અરેસ્ટ થાય અને પછી તેને કાર્ડીયાક અરેસ્ટ થાય.

(C) પ્રોસિજર

  • કેટલાક ડાયાગ્નોસ્ટિક પ્રોસિજર જેવા કે બ્રોન્કોસ્કોપી, કાર્ડીયાક કેથેટરાઈઝેશન, એન્જીઓગ્રાફી દરમ્યાન કે પછી દર્દી કાર્ડિયાક અરેસ્ટમાં જાય છે.

3.મિસેલેનીસસ

  • ડુબી જવું
  • ઈલેક્ટ્રીક શોક
  • સીવીયર ઈન્જુરી
  • હેમરેજ
  • ખુબ ઝડપથી ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન આપવુ
  • ઇલેક્ટ્રોલાઇટ ઈમ્બેલેન્સ
  • હાયપોથર્મિયા

સાઇન એન્ડ સીમટમ્સ

  • ચેસ્ટ પેન
  • ગભરામણ
  • સીવીયર પસ્પીરેશન
  • ડિસ્નીયા
  • એબનોરમલ વાઈટલ સાઈન જેમા ટેમ્પરેચર એબનોર્મલ. પલ્સમાં ટેકીકાર્ડીયા કે બ્રેડીકાર્ડીયા જોવા મળે બ્લડ પ્રેશર ઓછુ થઈ જાય રેસ્પિરેશન એબનોર્મલ થઈ જાય.
  • ઘણી વખત કન્વલ્ઝન આવે.
  • ઘણી વખત બ્રિધીન્ગ બંધ થઈ જાય
  • પ્યુપિલ પહોળી થઈ જાય.
  • સિવીયર કેસમા પેશન્ટ કોમામાં જાય

રોલ ઓફ એ.એન.એમ./હેલ્થ વર્કર ઈન કેર ઓફ કાર્ડિયાક અરેસ્ટ પેશન્ટ

આવા દર્દીનું રિસક્સીટેશન કરવું જેમાં નીચેના સ્ટેપ્સ નો સમાવેશ થાય છે.

1. એર વે

  • એર વે ઓપન કરવા માટે હેડ ટીલ્ટ ચીન લીફ્ટ અથવા જો થ્રસ્ટ પોઝીશન આપવી નાના બાળકોમાં નાનું સોલ્ડર પેક મુકવું.
  • ટ્રેકીયા, માઉથ કે નોઝમi ફોરેન બોડી હોય તો તે રીમુવ કરવી
  • દર્દીના કપડાં ઢીલા કરવા
  • માઉથની અંદર કઈ સિક્રિશન હોય તો તે સકશન કરવું

2. બ્રિધિન્ગ

  • આમાં દર્દીના બ્રિધિન્ગ એસેસ કરી ન હોય તો આર્ટીફિસિયલ રેસ્પિરેશન આપવા. જેમા પેશન્ટ હોસ્પિટલમાં હોય તો બેગ એન્ડ માસ્કથી અને હોસ્પિટ્સની બહાર હોય તો માઉથ ટુ માઉથ રેસ્પીરેશન આપવા.

3. સર્ક્યુલેશન

  • આમા દર્દીની કેરોટીડ પલ્સ ચેક કરવી જો પલ્સ રેટ ન હોય તો દર્દીને ચેસ્ટર કમ્પ્રેસન આપવા
  • કાર્ડીયોરેસ્પિરેટરી અરેસ્ટમાં પુખ્ત વ્યક્તિમાં કમ્પ્રેસન એન્ડ રેસ્પિરેશનનો રેસીયો 30:2 નો રાખવો.

ચેસ્ટ પેઈન

ઈન્ટ્રોડક્શન

  • ચેસ્ટ પેઈન એ કોઈ ડીસીસ નથી પરંતુ ડીસીસના કારણે ઉત્પન્ન થતી કંડિશન છે જે સિમટમ્સ રૂપે જોવા મળે છે. ચેસ્ટર પેન ઘણીવાર કાર્ડીયોવાસ્ક્યુલર સિસ્ટમ,રેસ્પિરેટરી સિસ્ટમ કે જિ.આઈ. સિસ્ટમમાં પ્રોબ્લેમ થવાથી જોવા મળે છે.

ડેફીનેશન

  • છાતીમાં થતા દુ:ખાવાને ચેસ્ટ પેઈન કહેવામાં આવે છે. તે જમણી કે ડાબી કે આખી ચેસ્ટમાં ગમે ત્યાં હોઈ શકે.

કોઝીસ

  • ચેસ્ટ પેઈન થવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમાના કેટલાક કારણો નીચે મુજબ હોય છે.

1. સર્ક્યુલેટરી પ્રોબ્લેમ

  • હાર્ટ અટેક
  • માયોકાર્ડીયલ ઇન્ફાર્ક્શન
  • ઈસ્ચેમિક હાર્ટ ડીસીસ
  • કોરોનરી આર્ટરી ડીસીસ
  • કાર્ડિયાક અરેસ્ટ
  • હાઇપરટેન્શન
  • હાઈપોટેન્શન
  • અંજાઈના પેક્ટોરીસ

2. રેસ્પિરેટરી પ્રોબ્લેમ

  • ન્યુમોનિયા
  • પલ્મોનરી ટી.બી.
  • લંગ એબ્સેસ
  • લંગ ટ્યુમર
  • લંગ કેન્સર

3. ડાયજેસ્ટીવ પ્રોબ્લેમ

  • પેપ્ટીક અલ્સર
  • એનોરેક્ષીયા
  • સેક્સ હર્નીયા

4. મેન્ટલ કોઝીસ

  • એન્ઝાઈટી
  • સ્ટ્રેસ

સાઈન એન્ડ સિમટમ્સ

1. કાર્ડીયોવાસ્ક્યુલરના સાઈન એન્ડ સીમટમ્સ

  • છાતીમા ડાબી બાજુએ દુખાવો થાય
  • ડાબો ખભો, હાથ, સ્કેપ્યુલર રીજીયન અને એપીગેસ્ટ્રીક રીજયનમાં પેઈન
  • પલ્સની કેટેગરી એબનોર્મલ હોય
  • બીપી વધારે કે ઓછુ જોવા મળે

2. રેસ્પિરેટરી સિસ્ટમના સાઈન એન્ડ સીમટમ્સ

  • કફ
  • સ્પુટમ
  • સ્પુટમમાં બ્લ્ડ
  • હીમોપ્ટીસીસ ( ગળફામાં બ્લ્ડ આવવું )
  • સાંજના સમયે તાવ આવે
  • ભુખ ન લાગવી
  • વજનમાં ઘટાડો થાય

3. ડાયજેસ્ટિવ સિસ્ટમના સાઈન એન્ડ સીમટમ્સ

  • છાતીમાં બર્નીગં પેઈનને ખાસ કરીને સ્ટર્નમની આસપાસ જોવા મળે
  • નોસીયા અને વોમીટીંગ
  • એનોરેક્સીયા

4. સાયકોલોજીકલ સિમટમ્સ

  • ઉંઘ ન આવે
  • ઉદાસીનતા
  • લોકોનુ ધ્યાન તેના પર ખેંચાય તેવા પ્રયત્નો કરે

ચેસ્ટ પેઈનની સારવારમાં એ.એન.એમ.નો રોલ

  • પેશન્ટને સંપુર્ણ આરામ આપવો.
  • જે ડીસીસના કારણે ચેસ્ટ પેઈન હોય તેની ટ્રીટમેન્ટ કરવી
  • વાઈટલ સાઈન ચેક કરવા.
  • અન્ય કોઈ એબનોર્માલિટી હોય તો તેની સારવાર કરવી
  • સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય તો કાઉન્સીલીંગ કરવું.
  • પેશન્ટને સારી ઉંઘ આવે તે માટે શાંત વાતાવરણ પૂરું પાડવું.
  • સારું વેન્ટીલેશન પુરું પાડવું.
  • જરુર જણાય તો સેડેટીવ દવાઓ આપવી
  • દુખાવો ઓછું કરવા માટે હોટ એપ્લીકેશન કરવા
  • જરૂર જણાય તો એનાલજેસીક્સ આપવા
  • સિલ્વર કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તો રિફર કરવું.

એનિમિયા

ડેફીનેશન

  • બ્લડમાં ઉંમર અને જાતી પ્રમાણે હિમોગ્લોબીનનું કોન્સન્ટ્રેશન નોર્મલ કરતાં ઓછું થાય તે કન્ડિશનને એનીમીયા કહે છે.

કોઝીસ

હેમરેજ

  • વધારે પડતો બ્લડ લોસ થવાથી..

આર.બી.સી. પ્રોડક્ટ

  • કેટલાક જરૂરી ફેકટરની ખામી ના કારણે આર.બી.સી. ઓછા ઉત્પન્ન થાય છે જેમ કે
  • વિટામીન B ની ખામી હોય
  • વિટામીન C ની ખામી હોય
  • ફોલિક એસિડની ખામી હોય
  • આયર્નની ખામી હોય

હિપેટીક રીનલ ફેલ્યર

  • લીવર અથવા કીડની કામ કરતી બંધ થાય છે. આ બંને કન્ડિશનમાં આર.બી.સી. પર અસર થાય છે અને જેના કારણે એનીમીયા થાય છે.

બોન મેરો

  • મેલીગ્નન્સી (કેન્સર)
  • લ્યુકેમિયા
  • માયલોમા

રેડ સેલ ડિફેક્ટ

એન્ડોક્રાઇન ડીસીઝ

  • હાયપોથાયરોડીસમ
  • હાયપોપિચ્યુટરીજમ

હિમોલાયટીક એનીમિયા

  • આમા મોટા પ્રમાણમાં હેમોલાયસીસ થાય છે અને જેના કારણે એનીમીયા થાય છે દાતા.. આર.એચ. ઈન્કમ્પીબીલીટી, મલેરીયા વગેરે

મિસેલેનિયસ

  • હેમોગ્લોબીનુરીયા
  • કેમીકલ જેવા કેલેડ
  • સીવીયર બર્ન
  • ઈડીયોપેથીક

સાઈન એન્ડ સીમટમ્સ

1. પેલર

  • આ અગત્યની સાઈન છે. સ્કીન અને મ્યુક્સ મેમબ્રેઈનમાં જોવા મળે છે.
  • હાથની હથેળી, નખ.મોં અને આંખની મ્યુકસ મેમ્બ્રેનમાં ફીકાસ દેખાય છે.

2. કાર્ડીયોવાસ્ક્યુલર સિસ્ટમ

  • આ સિસ્ટમમાં નીચે પ્રમાણેના સાઈન એન્ડ સીમટમ્સ જોવા મળે છે.
  • પાલ્પીટેશન
  • કામ કે કસરતથી ડીસપ્નીયા
  • સીવીયર એનીમીયામાં આરામદાયક સ્થિતીમાં પણ ડીસપ્નીયા જોવા મળે
  • માયોકાર્ડીયલ ઈસ્ચીમીયા
  • કાર્ડીયાક મરમર
  • કાર્ડીયોમેગાલી
  • ટેકીકાર્ડીયા
  • પેરીફેરલ એડીમા
  • હાર્ટ ફેલ્યોર

3. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ

  • આમાં નીચે પ્રમાણેના સાઈન એન્ડ સીમટમ્સ જોવા મળે
  • હેડેક
  • કોઈ કાર્યમાં ધ્યાન ન પરોવાય
  • ઉંઘ આવ્યા રાખે
  • ચક્કર આવે
  • કાનમાં અવાજ આવે
  • આંખની આગળ કાળા કુંડાળા જોવા મળે
  • હાથ અને પગમા જણજણાટી થવી અને ખાલી ચડવી

4. એલીમેન્ટ્રી સીસ્ટીમ

  • આમા નીચેના લક્ષણો જોવા મળે
  • એનોરેક્સીયા
  • નોસીયા અને વોમીટીંગ
  • કોન્સ્ટીપેશન
  • ગેસ
  • હીપેટોમેગાલી

5.મીસેલીનીયસ

  • એમેનોરીયા
  • મેનોરેજીયા
  • ફીવર
  • થાક
  • વીકનેસ
  • શ્વાસ ચડવો

એનીમિયાની સારવારમાં એ.એન.એમ.નો રોલ

  • પેશન્ટને જે પ્રમાણેના લક્ષણો હોય તે મુજબ ટ્રીટમેન્ટ આપવી
  • ડીસપ્નીયા માટે ફોલર્સ પોઝીશન આપવી.
  • પાલ્પીટેશન, ઈસ્ચેમિયા કે હાર્ટના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સંપુર્ણ આરામ આપવો, સ્ટુલ, યુરીન પણ બેડમાં કરાવવા.
  • સી.એન.એસ. પ્રોબ્લેમ માટે દર્દીને સાયકોલોજીકલ સપોર્ટ, શાંતવાતાવરણ, સ્ટ્રેસ ન થાય તેવુ વાતાવરણ પુરુ પાડવુ.
  • જી.આઈ. ટ્રેક્ટ પ્રોબ્લેમ માટે જે પ્રોબ્લેમ હોય તે પ્રમાણે તેને સારવાર આપવી જેમ કે કોન્સ્ટીપેશન હોય તો તેની સારવાર, વોમીટીંગ હોય તો તેની સારવાર

ડાયટ

  • બેલેન્સ ડાયેટ પુરો પાડવો
  • પુરતા પ્રમાણમાં આર્યનને પ્રોટીન મળે તેવો ડાયેટ પુરો પાડવો
  • વિટામિન-સી, ફોલિક એસિડ,વિટામિન-B12 મળે તેવો ડાયેટ પુરો પાડવો.

રેસ્ટ

  • સીવીયર એનીમીયામi કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો.
  • હીમોગ્લોબીન વધારો કરતી દવાઓ : હિમોગ્લોબીનમાં વધારો કરતી દવાઓ
  • એનીમીયાવાળા દર્દી માટે ઉપયોગી હોય છે જેવી કે આર્યન, ફોલીક એસીડ,
  • વિટામીન-સી, વિટામીન-12 વગેરે આપી શકાય
  • સીવીયર એનીમીયાવાળા દર્દીને રીફર કરવુ.

હાઈપરટેન્શન

ડેફીનેશન

  • સામાન્ય રીતે નોર્મલ બ્લડ પ્રેશર અડલ્ટ વ્યકતીમાં ૧૨૦/૮૦ mn of hg હોય છે. તેમાં વધારો થાય તે કંડીશનને હાઇપરટેન્શન કહે છે.
  • સિસ્ટોલીક બ્લડ પ્રેશર 140mm of hg અને ડાયાસ્ટોલીક બ્લડ પ્રેશર 90 mm of hg કરતા વધારે હોય તેને હાઇપરટેન્શન કહે છે.

ટાઈપ્સ

હાઇપરટેન્શન મુખ્ય ત્રણ પ્રકાર છે. જે નીચે મુજબ છે.

1. એસેન્સીઅલ હાઇપરટેન્શન

  • હાઇપરટેન્શન થવા પાછળ કારણો જાણવા મળેલ નથી. ઘણા કેસમાં હેરેડીટી આ ડીસીસ થવામાં અગત્યનો ભાગ ભજવે છે. આવા કેસમાં ફેમીલીમાં કોઈ પણ વ્યક્તીને હાયપરટેશન હોય તેવી હિસ્ટરી મળે છે.

2. મેલિગ્નન્ટ હાઇપરટેન્શન

  • આ ભાગ્યે જ જોવા મળતી કંડીશન છે. જો હાઇપરટેન્શન ટ્રીટમેન્ટની દર્દી પર અસર ન થાય તો બે વર્ષમાં દર્દીનું મ્રુત્યુ થઈ શકેછે.

3.સેકન્ડરી હાઇપરટેન્શન

  • તે કોઈ કંડીશન સાથે જોડાયેલ હોય છે દાત.. ક્રોનીક રીનલ ડીસીસ જેવા કે રીનલ સ્ટોન વગેરેના કારણે જોવા મળતુ હોય છે.ઉપરાંત પ્રોસ્ટેટ ગ્લેન્ડ મોટી થવાના કારણે પણ હાઇપરટેન્શન થઈ શકે.

કોઝીસ

એસેન્સીઅલ

  • આમાં બ્લ્ડ પ્રેશર થવાનુ કારણ અજાણ હોય છે

બ્લડ વેસલ્સને લગતું કારણ

  • આમાં કોઈ વાસ્ક્યુલર ડીસીસનાં કારણે હાઇપરટેન્શન હોય છે. જેમ કે એઓર્ટીક રિગર્જિટેસન

એન્ડોક્રાઇન કોઝીસ

  • એન્ડોક્રાઇન કોઝીસમાં નીચેના કરણોનો સમાવેશ થાય છે
  • હાઈપરથાઈરોડીઝમ
  • હાઈપર એ.સી.ટી.એચ.
  • ઇન્ક્રીઝ ગ્રોથ હોર્મોન

રિનલ કોઝીસ

  • રિનલ કોઝીસમાં મોટાભાગે નીચેની બાબતોનો સમાવેશ થાય છે કે જેના કારણે હાઇપરટેન્શન થાય છે.
  • રીનલ આર્ટરી ડીસીઝ
  • નેફાઈટીસ
  • પાયલો નેફરાઈટીસ
  • ગોમેરુલો નેફરાઈટીસ
  • રીનલ સ્ટોન
  • સિસ્ટમિક ડીસીસ કે જે કીડની ને અસર કરતા હોય. દાતા…ડી.એમ.
  • કોન્જીનેટલ કીડની ડીસીસ

મિસસેલેનિયસ

  • આમાં ઘણા બધા કારણો જવાબદાર હોય છે કે જેના કારણે હાઇપરટેન્શન થાય છે જેમા નીચેના કારણોનો સમાવેશ થાય છે.

ટોક્ષીક

  • ઓરલ કોન્ટ્રાસેપ્ટીવ
  • સ્ટેરોઇડ્સ
  • ઈન્ટ્રાક્રેનિયલ પ્રેશર

સાઈન એન્ડ સિમટમ્સ

  • હાઇપરટેન્શનના સાઈન & સિમટમ્સનો આધાર દર્દી અને કેટલુ હાયપરટેન્શન થયું છે તેના ઉપર હોય છે ઘણા દર્દીને ખુબ જ વધારે બી.પી. હોય છતાંય કોઈ પણ જાતના લક્ષણો અનુભવતા નથી અને જ્યારે તે રૂટીન તપાસમાં જાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેને હાઇપરટેન્શન છે.ઘણા દર્દીને બ્લડ પ્રેશરમાં થોડો વધારો થતા લક્ષણો જોવા મળે છે.

1. હેડેક

  • મોટા ભાગે ફ્રોન્ટલ હેડેક હોય છે. હેડેક માઈલ્ડ કે સીવીયર હોય શકે છે.

2. એપીસ્ટેક્ષીસ

  • એપીસ્ટેક્ષીસ ઘણી વખત હાયપરટેન્શન માટેનું પ્રથમ લક્ષણ હોઈ શકે છે.એપીસ્ટેક્ષીસ થવાથી બ્લડ લોસ થાય છે આના કારણથી હાયપરટેન્શન ઓછું થઈ જાય છે અને એપીસ્ટેક્સીસ બંધ થઈ જાય છે.

3. ડીસીસ

  • સેકન્ડરી હાઇપરટેન્શન જે-તે ડીસીસમાં જોવા મળે છે અને તે ડીસીસ મુજબના સાઈન એન્ડ સીમટમ્સ જોવા મળે છે. દાત.એક્યુટ નેફરાઈટીસમા આંખ ઉપર અને ફેસ પર પફીનેસ જોવા મળે છે.

4. મિસસેલેનિયસ

  • નોઝિયા અને વોમિટીંગ
  • ચેસ્ટ પેઈન
  • ડીસપ્નીયા
  • ચકકર આવે
  • બેચેની અને ચીડીયાપણું
  • બાઉન્ડીંગ પલ્સ
  • ઈન્સોમિયા
  • હાર્ટ ડીસીસ
  • કન્વલ્ઝન
  • બ્રેઈનમાં હેમરેજ થાય

હાઈપરટેન્શનની સારવારમાં એ.એન.એમ./હેલ્થ વર્કરનો રોલ

  • જે કારણથી હાયપરટેન્શન થયેલ હોય તે કારણની સારવાર કરવી દાત, રીનલ સ્ટોન હોય તો તેની ટ્રીટમેન્ટ કરવાથી કે મોટા ભાગે સ્ટોન નીકળી ગયા પછી હાયપરટેન્શન ઓછું થઈ જતુ હોય છે.
  • વાસ્ક્યુલર ડીસીસમાં એઓર્ટીક વાલ્વ ખરાબ હોય તો તેની સારવાર કરવી.
  • એન્ડોક્રાઈન હોર્મોન વધેલા હોય તો તે મુજબ ની તેની ટ્રીટમેન્ટ કરવી.
  • ટોક્સીમીયા ઓફ પ્રેગનંસી કે બીજા કોઈ ટોક્સીનના કારણે પી.આઈ.એચ. હોય તો તેની ટ્રીટમેન્ટ કરવી.
  • હાઈપરટેન્શનની ટ્રીટમેન્ટ આપવાનો મુખ્ય સિધ્ધાંત ઓછામાં ઓછી સાઈડ ઈફેક્ટ દ્વારા બીપીને કન્ટ્રોલ કરવાનુ છે.
  • એક વખત હાયપરટેન્શનનું નિદાન થઈ ગયા પછી તેની ટ્રીટમેન્ટ આખી જીદગી લેવાની જરૂરીયાત સમજાવવી.
  • દર્દીને સમજાવવુ કે એક દિવસ નહિ જમો તો ચાલશે પરંતુ એક દિવસ બીપીની દવા વગર નહિ ચાલે.
  • ડાયેટમાં મીઠા વગરનો અથવા ઓછા મીઠાવાળો ખોરાક લેવો.આ માટે અથાણા,પાપડ જેવી ખારાશવાળી વસ્તુઓ ઓછી આપવી.
  • મરી મસાલા. તીખા તળેલા ખોરાક ન લેવા સમજાવવું.
  • દર્દીને બહાર તડકામાં બહુ કરવાની મનાઈ કરવી
  • હળવી કસરતો અને યોગ કરવા
  • માનસીક તણાવથી દુર રહેવું અને સવાર સાંજ ખુલ્લી હવામાં ફરવા જવું.
  • ખુબ જ પ્રમાણમાં ઘોંઘાટ અને ગીચતા હોય તે જગ્યાએ જવાનું ટાળવું.
  • એન્ટીહાયપરટેન્સીવ દવા જેવી કે ટેબ. નિફેડીપીન રેગ્યુલર લેવી.
  • નિયમીત બ્લડ પ્રેશર ચેક કરાવવું અને તે મુજબ દવાનો ડોઝ એડજસ્ટ કરવો
  • રેગુલર ફોલોઅપ અને ડોકટરી સારવાર જરૂર થી લેવી.
  • સારા વેન્ટીલેશનવાળા રૂમનો ઉપયોગ કરવો.
  • કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તો કાર્ડિયાક બેડનો ઉપયોગ કરવો અને તેની ટ્રીટમેંટ કરવી.

લ્યુકેમિયા

ડેફિનેશન

  • લ્યુકેમીયા એ ફેટલ (જીવલેણ) ડીસીઝ છે જેમા ડબલ્યુબીસી તૈયાર કરતા ટીશ્યુ ઉપર અસર પડે છે જેના કારણે એબનોર્મલ અને ઈમેચ્યોર ડબલ્યુબીસી વધી જાય છે. જેથી એનીમીયા.હેમરેજ અને ઈંન્ફેક્શનથી દર્દીનું ડેથ થાય છે.
  • લ્યુકોસાઈટોસીસ એવી કંડીશન જેમા ડબલ્યુબીસીનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ આમા ડબલ્યુબીસી નોર્મલ હોય છે. આવા વખતે બોડીમાં કોઈ પણ જાતનું ઈન્ફેકશન હોઈ શકે છે.

કોઝીસ

1. ઈડીયોપેથીક

  • આ ડીસીસ કયા કારણથી થાય છે તે ખબર નથી

2. વાયરલ ઈંફેક્શન

  • કેટલાક વાયરસ ના ઈન્ફેકશનના કારણે આ રોગ થાય છે.

3. રેડીયેશન

  • વધારે પડતા રેડીએશનના કારણે આ ડીસીસ થાય છે. રેડીએશન જેવાકે એક્સ -રે, કોબાલ્ટ, અલ્ટ્રા વાયોલેટ વગેરે.

4. કેમીકલ્સ

  • અમુક જાતના કેમીકલ્સના કારણે ડીસીસ થવાની શકયતા હોઈ શકે છે.

ટાઈપ્સ ઓફ લ્યુકેમિયા

કઈ જાતના એબનોર્મલ સેલ્સનું પ્રમાણ વધેલ છે તે ઉપરથી લ્યુકેમિયાના મુખ્ય બે પ્રકાર પડે છે.

1. માયલોઈડ

  • આમાં બોન મેરોની અંદર એબનોર્મલ અને ઈમેચ્યોર ગ્રેનુલોસાઈટ્સ તૈયાર થાય છે અને તેનુ પ્રમાણ નોર્મલ કરતા વધી જાય છે.

2. લિમ્ફોઈડ

  • આમાં એબનોર્મલ અને મેચ્યોર ડબ્લ્યુબીસી, લિમ્ફ ગ્લેન્ડ અને સ્પ્લીનમાં તૈયાર થાય. કેટલીક ઝડપથી આવા એબનોર્મલ સેલ્સ તૈયાર થાય છે.
  • તે ઉપરથી તે બે ભાગમાં વહેંચાઈ જાય છે.
  • ૧. એક્યુટ – એકા એક
  • ૨. ક્રોનીક – લાંબા સમયનું

સાઈન એન્ડ સીમટમ્સ

ઇન્ફેક્શન

  • આમા દર્દીને ઈન્ફેક્શન લાગેલ હોય છે. નાના બાળકોમાં ઈન્ફેક્શનની શરૂઆત એકાએક થાયછે. જ્યારે એડલ્ટમાં ધીમે ધીમે વધે છે.ઈન્ફેક્શન જલ્દીથી લાગી જાય છે. ઉપરાંત મોઢામાં અલ્સર થવું, જીન્જીવાયટીસ વગેરે…

હેમરેજ

  • હેમરેજ ખાસ કરીને સ્કીનની નીચે પેઢામાં મ્યુકસ મેમ્બ્રેનમાં જોવા મળતું હોય છે. જેના કારણે તેમજ આર.બી.સી. બરાબર ન ઉતપન્ન થવાના કારણે હિમેટ્યુરીયા, હેમોપ્ટીસીસ, એપીસટેક્સીસ જોવા મળેછે. આ ઉપરાંત ગળામાં લીલાશ જોવા મળે છે.બ્લિડીન્ગ મોટે ભાગે એક્યુટ હોય છે.

એનીમીયા

  • શરીરમાં આર.બી.સી. બનવાનું કાર્ય ખોરવાય છે જેના કારણે એનીમીયા થાય છે.

સેન્ટ્રલ નર્વસ પ્રોબ્લેમ

  • આમા હેડેક, બોડીએક, બેચેની, થાક વગેરે જોવા મળે છે.

ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ પ્રોબ્લેમ

  • એનોરેક્સીયા
  • નોસીયા, વોમીટીંગ
  • વજનમાં ઘટાડો
  • તાવ ( હાઈ ગ્રેડ ફિવર )
  • સ્પ્લીન અને લીવરનુ મોટું થવું.
  • સ્પ્લીનોમિગેલી હીપેટો લીમ્ફેટીક લ્યુકેમીયાજેના લીધે એબડોમિનલ કેવિટી આનાથી ભરાઈ જાય.

લિમ્ફેટિક પ્રોબ્લેમ

  • લિમ્ફેટિક લ્યુકેમિયામાં નેક, એક્સીલા,ગ્રોઈન વગેરેની લિમ્ફેટિક ગ્લેન્ડ મોટી થાય છે.
  • લ્યુકેમિયાની સારવાર (ટ્રીટમેન્ટ) માં એ.એન.એમ./ફિમેલ હેલ્થ વર્કર રોલ :
  • આમા કોઈ સ્પેશીફીક ટ્રીટમેન્ટ નથી ફક્ત સિમ્ટોમેટીક ટ્રીટમેન્ટ આપવાની હોય છે.
  • ફીલ્ડમાં આવા દર્દીને સીમટમ્સ પરથી જલ્દીથી શોધી લેવાનો હોય છે જેનાથી ડીસીસ આગળ વધતો અટકાવી શકાય અને દર્દીની લાઈફ બચાવી શકાય.
  • સિમ્ટોમેટીક ટ્રીટમેન્ટમાં દર્દી ને જે પ્રમાણે પ્રોબ્લેમ હોય તે મુજબ ટ્રીટમેન્ટ આપવી જેમકે વોમીટીંગમાં અપાતી સારવાર કરવી જી.આઈ. ટ્રેક્ટનi પ્રોબ્લેમ માટે અનોરેક્સીયા અને વોમીટીંગ માટે સારવાર આપવી.
  • હેડેક અને પેઈન ઓછું કરવા સંપુર્ણ આરામ આપવો
  • દર્દીને રૂટીન કામમાં મદદ્ કરવી જેમકે માઉથ ક્લીનીંગ, હેરવોશ, સ્પંજબાથ વગેરે
  • પર્સનલ હાઇજિન જાળવવું.
  • વાઈટલ સાઇન લેવા.
  • કોઈ પણ એબનોર્માલિટી માટે નિષ્ણાંત ડોકટરની સલાહ આપવી
  • દર્દીને રીફર કરવું.

Published
Categorized as ANM-COMMUNITY HEALTH PROBLEM-FULL COURSE, Uncategorised