તંદુરસ્તી અને માંદગી દરમિયાન ન્યુટ્રીશનનું મહત્વ કહી શકશે.
શરીરને જરૂરી એવા પોષક તત્વો એટલે શુ? તેના કાર્યો, તેના પ્રાપ્તીસ્થાન અને તેની જરૂરીયાત અંગે બોલી/લખી શકશે.
ખોરાકનું વર્ગીકરણ અને તેના પોષક તત્વો અંગે બોલી/લખી શકશે.
અલગ અલગ ઉમરનાં ગૃપ પ્રમાણે ખોરાક અને પોષક તત્વોની જરૂરીયાત અંગે બોલી લખી શકશે.
જુદી જુદી ઉંમર અને શારીરિક જરૂરિયાત પ્રમાણે સમતોલ આહાર વિષે બોલી/લખ શકશે .
એસેન્સીયલ ન્યુટ્રીશન (જરૂરી પોષણ)
ઈમ્પોર્ટન્સ ઓફ ન્યુટ્રીશન ઇન હેલ્થ એન્ડ સીકનેસ
પૃથ્વી પર જ્યારે કુદરતે જીવનું નિર્માણ કર્યુ ત્યારે તે જીવન અસ્તિત્વને ટકાવી રાખવાની પણ કુદરતે ગોઠવણ કરી અને આમ પૃથ્વી પર હવા, પાણી અને ખોરાકનું અસ્તિત્વ ઉભું કર્યું.
પૃથ્વી પર નિર્માણ થયેલ જીવંત પદાર્થના અસ્તિત્વને લાંબા સમય સુધી ટકાવી રાખવાની જરૂર પડી ત્યારે કુદરતે એવા કેટલાક પદાર્થો ઉત્પન્ન કર્યાં કે તે ખાઈને આદિમાનવ, પશુ, પંખીઓ, ઝાડ, છોડવાઓનો યોગ્ય વિકાસ કરી લાંબા સમય સુધી ટકી રહી. જેમ જેમ આદિમાનવનો વિકાસ થતો ગયો તેમ તેમ તેના ખોરાકના ખાદ્ય પદાર્થોનું સ્વરૂપ પણ બદલાતું ગયું. અને આમ ખાદ્ય પદાર્થમાં સુધારા વધારાની શરૂઆત થઈ સાથે સાથે દુનિયામાં વિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ ખોરાક પર વધુને વધુ શોધો થતી ગઈ. આમ માનવ જીવન માટે ખોરાક, પાણી અને હવાની અગત્યતા અસ્તિત્વમાં આવી.
વ્યાખ્યા :
આહાર વિષે 18મી સદીમાં વોઇલ્ડ નામના આહાર શાસ્ત્રીએ વ્યાખ્યા આપી હતી કે ” આહાર એટલે ક્ષમતા અને સ્વાસ્થ્ય જાળવે તેમજ વૃદ્ધિ કરે તેવી સ્વાદિષ્ટ ખાદ્ય ચીજોનો સમ આહાર.
ચૌકકસ વૈજ્ઞાનિક નિયમો ધરાવતું આહાર શાસ્ત્ર જેમાં સ્પેસિફિક ન્યુટ્રીશનનો બંધારણવાળો આહાર અમલમાં મૂકી શકાય તેને ન્યુટ્રીશન કહેવાય.
ન્યુટ્રીશન
આહારમાં રહેલાં પોષક પદાર્થો કે તત્વોને ન્યુટ્રીશન કહે છે. જેવા કે વિટામીન, મીનરલ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, ખોરાકનો માંદગી અને આરોગ્ય સાથેનો સબંધ.
ન્યુટ્રીશન એ એવું વિજ્ઞાન છે જેમાં ખોરાક ના જુદા જુદા ઘટકો તેનું બંધારણ, તેના કાર્યો તથા પાચન ક્રિયાને લગતી તમામ માહીતી દર્શાવવામાં આવે છે.
ન્યુટ્રીશનના હેતુઓ
FHW એ ન્યુટ્રીશનનો અભ્યાસ શા માટે કરવો જોઇએ.
ન્યુટ્રીશન અને આરોગ્ય વચ્ચેનો સંબંધ સમજવા માટે.
ન્યુટ્રીશનમાં કઇ કઇ બાબતોનો સમાવેશ થાય છે. અને તે ખોરાકમાં કેટલા પ્રમાણમાં લેવો જોઇએ તે જાણવા માટે.
ન્યુટ્રીશનના સિદ્ધાંતોને જાણવા માટે.
ન્યુટ્રીશનના અભાવથી થતા રોગો કેવી રીતે નિવારી શકાય તે જાણવા માટે.
પોષણ અંગેનુ જ્ઞાન કોમ્યુનીટી સુધી પહોચાડવા માટે.
લોકોને ખોરાક કેવી રીતે રાંધવો એ જણાવવા અને ખોરાક વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે.
કેવા પ્રકારના રોગમાં કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઇએ તે અંગેની જાણકારી મેળવવા માટે.
એ.એન.એમ. એ ન્યુટ્રીશનનો અભ્યાસ કરવો જરૂરી છે.
રિલેશનશિપ બીટવીન ન્યુટ્રીશન અને હેલ્થ
વૃદ્ધિ અને વિકાસ
વૃદ્ધિ અને વિકાસ માટે સારા ખોરાકની જરૂર છે. જેમાં શારીરિક, વિકાસ નહીં પણ માનસિક વિકાસ, લર્નિંગ અને બિહેવિયર માટે પણ ખૂબજ જરૂરી છે. ખાસ કરીને સગર્ભાવસ્થા, નવજાત અવસ્થા અને બાળપણ દરમિયાન પણ વૃદ્ધિ અને વિકાસ માટે ન્યુટ્રીશન ભાગ ભજવે છે સારા પોષણના અભાવે અથવા કોઈપણ એક પોષક તત્વની ઊણપથી પણ કુપોષણની પરિસ્થિતિ ઉદભવે છે. આમ જન્મથી મૃત્યુ સુધી મનુષ્યનાં આરોગ્યની જાળવણી માટે ન્યુટ્રીશન અગત્યનો ભાગ ભજવે છે.
ચેપ લાગવાની વધુ શક્યતાઓ:-
પોષક તત્વો યુક્ત ખોરાકના અભાવે કોઈપણ પ્રકારનો ચેપ લાગી શકે
છે. રોગપ્રતિકારકતા ઓછી હોવાના કારણે ચેપ લાગવાથી પણ રોગ થાય છે. અને ઘણાં ક્લિનિકલ ડિસોર્ડર જોવા મળે છે.
મોર્ટાલીટી અને મોર્બીડીટી
કુપોષણની અસર પ્રત્યક્ષ અને પરોક્ષ અસર સમુદાય પર જોવા મળે છે. જેમાં કુપોષણને લીધે માંદગીનુ પ્રમાણ વધવાથી ખાસ કરીને હાઈ ઇન્ફન્ટ મોર્ટાલીટી રેટ, હાઈ મેર્ટનલ મોર્ટાલીટી રેશીયો, હાઈ મોર્બીડીટી રીસ્ક અને ઓછું આયુષ્ય જોવા મળે છે. માલન્યુટ્રીશનમાં જેમ અન્ડર ન્યુટ્રીશનના લીધે જે સમસ્યાઓ જોવા મળે છે. તેવી રીતે ઓવરન્યુટ્રીશનના લીધે પણ સમસ્યાઓ ઉભી થાય છે. જેમ કે મેદસ્વિતા, ડાયાબીટીશ, હાઈ બ્લડ પ્રેશર, કાર્ડીયોવાસ્કયુલર, લીવર તથા પિત્તશયના રોગો, અમુક ગેસ્ટોએન્ટ્રાઈટીસ, કેન્સર માટે પણ ન્યુટ્રીશન જવાબદાર જણાયુ છે. કેટલાક રોગો ડાયટ સાથે ઈન્ટર રીલેટેડ હોય છે. દા.ત. મીઝલ્સ, ચીકન પોકસ
એસેન્સીયલ ન્યુટ્રેશન
પ્રોટીન
પ્રસ્તાવના :
પ્રોટીન એ ખોરાકમાં રહેલા જુદા-જુદા પોષક તત્વમાનુ એક મહત્વનું તત્વ છે. પ્રોટીન એ ગ્રીક ભાષામાંથી આવેલ શબ્દ છે. જેમાં પ્રોટીનનો અર્થ પ્રથમ એવો થાય છે. શરીર માટે અગત્યનું ઘટક છે. પ્રોટીન શબ્દ જ પ્રાયોરીટી (અગ્રીમતા) સૂચવે છે. તે ૨૨ પ્રકારના એમીનો એસીડ ધરાવે છે. જેમાંના ૧૦ એમીનો એસીડ આપણા શરીર માટે જરૂરી છે, જેથી તેને આવશ્યક એમીનો એસીડ કહે છે. ઈ.સ. ૧૯૩૮માં માલ્ફેક નામના આહારશાસ્ત્રીએ આ તત્વને પ્રોટીન નામ આપ્યુ.
વ્યાખ્યા
પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત પ્રાણીજન્ય છે. જે શરીરમાં સ્નાયુઓ બનાવે છે.
બંધારણ
કાર્બન ૫૪%
ઓક્સિજન ૨૨%
નાઈટ્રોજન ૧૬%
હાઈડ્રોજન ૭%
ગંધક ૧%
કેટલાક પ્રોટીનમાં ફોસ્ફરસ પણ હોય છે.
સોર્સ ઓફ પ્રોટીન
1.પ્રાણીજન્ય ખોરાક
જેમાં માંસ,ચરબી ઇંડા, માછલી,વગેરેમાંથી પુરતા પ્રમાણમાં આપણને વધારે પ્રમાણમાં પ્રોટીન મળેછે.
2.વનસ્પતિજન્ય ખોરાક
જેમાં મગ, મઠ, અને સોયાબીન જેવા કઠોળો અને દાળ, દૂધ અને દુધની બનાવટો,કાજૂ, મગફળી તેમજ કેટલેક અંશે અમુક ફળોમાંથી વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે.
પ્રોટીનના કાર્યો
શરીરની વૃધ્ધિ અને વિકાસ કરે છે.
લોહીનું દબાણ જાળવી રાખે છે.
પાચકરસો અને ઉત્સેચકો બનાવે છે.
અંત:સ્ત્રાવો બનાવવામાં મદદ કરે છે.
ચયાપચયની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.
પ્રતિદ્રવ્યો (એન્ટિબોડી) બનાવે છે.જે ચેપ સામે રક્ષણ આપે છે.
ઘસાઈ ગયેલ ટીસ્યુને રીપેર કરે છે.
ઘા રૂઝાવામાં મદદ કરે છે.
હીમોગ્લોબીનની રચના માટે પ્રોટીન જરૂરી છે.
1 ગ્રામ પ્રોટીનમાંથી 4 કેલેરી મળે છે.
રિક્વાયરમેન્ટ (જરૂરિયાત)
પ્રોટીનની જરૂરિયાત મુખ્યત્વે બે બાબતો પર છે : ઉંમર & પ્રવૃત્તિઓ
ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન
તેનું વર્ગીકરણ ત્રણ રીતે થયેલુ છે.
ફર્સ્ટ ક્લાસ પ્રોટીન
સેકંડ ક્લાસ પ્રોટીન
થડે ક્લાસ પ્રોટીન
1.ફર્સ્ટ ક્લાસ પ્રોટીન
જે પ્રથમ દરજ્જાનું પ્રોટીન છે. તેમાં બધા એસેન્સિયલ એમીનો એસીડ જરૂરી માત્રામાં હોય છે. જેવાકે માંસ, ચરબી,ઇંડા, માછલી, સોયબીન વગેરેમાં પ્રથમ દરજ્જાનુ પ્રોટીન હોયછે તેનાથી આપણા શરીરની વૃધ્ધિ બરાબર થાય છે. ફણગાવેલા કઠોળ આનું સર્વોતમ ઉદાહરણ છે.
2.સેકંડ ક્લાસ પ્રોટીન
આ પ્રોટીનમાં એક કરતા વધુ એમીનો એસીડ હોય છે દા.ત. અનાજ, દાળ,તેલિબિયામાં જરૂરી એમાઇનો એસીડ ઓછા કે અપૂર્ણ માત્રામાં હોયછે. તેને સેકંડ ક્લાસ પ્રોટીન કહે છે.
3.થર્ડ ક્લાસ પ્રોટીન
આ પ્રોટીનમા પણ એક કરતા વધુ એમીનો એસીડ હોતા નથી. દા.ત.ચીલેટીન જેનો ઉપયોગ પ્રાણીઓની વૃધ્ધિ માટે ઓછા પ્રમાણ થાય છે.
રાસાયણિક ઘટકો પર આધારિત પ્રોટીનના પ્રકાર નીચે મુજબ છે.
1.સીમ્પલ પ્રોટીન
જેમાં આબ્લ્યુમીન, પ્રોટામીસ, હિસ્ટોસ ફાઇબ્રસ પ્રોટીનનો સમાવેશ થાય છે.
2.કોન્જયુગેટેડ પ્રોટીન
ન્યુક્લિઓ પ્રોટીન, ફોસ્ફોપ્રોટીન અને હિમોગ્લોબીન તેનો સમાવેશ થાય છે.
3.ડીરાઇવ્ડ પ્રોટીન
પેપ્ટાઈડ્સ,પ્રોટીઓસીસ જે ડીરાઇવ્ડ પ્રોટીનમાં આવે છે.
કાર્બોહાઇડ્રેટ
કાર્બોહાઈડ્રેટ એ કાર્બન, હાઈડ્રોજન તેમજ ઓક્સિજનનું બનેલુ છે.
બોડીમાં જરૂરી એવા જુદા-જુદા ખોરાકમાં જ રહેલા ઘટકોમાંનું આ એક અગત્યનું ઘટક છે.
આ સૌથી સસ્તુ એનર્જી ઘટક છે.
ભારતીય ખોરાકમાં આનું સૌથી વધુ પ્રમાણ જોવા મળે છે. બેલેંસ ડાઇટમાં 50 થી 60 ટકા જેટલી કેલેરી આમાંથી મળી રહે છે.
ઈમ્પોર્ટન્સ (અગત્યતા)
શક્તિ મેળવવા માટે
દરેક પ્રકારનાં અનાજ અને કંદમૂળ માવો, ખાંડ, ગોળ, તેલ, ઘી, માખણ
આ ખોરાક શરીરને જીવન ચલાવવા માટે જરૂરી શક્તિ આપે છે.
શરીરની વૃધ્ધિ અને વિકાસ માટે
દરેક પ્રકારનાં કઠોળ, દૂધ, અને દૂધની બનાવટો સીંગદાણા, માંસ, ઈંડા, માછલી વિ શરીરની વૃધ્ધિ જ નથી કરતાં પણ શરીરને પડતાં ઘસારાને પુરો પાડે છે.
શરીરને માંદગીથી બચાવવા માટે
દરેક પ્રકારની શાકભાજી અને ફળો, દૂધ, અને દૂધની બનાવટો, ઈંડા, માંસ, માછલી, અનાજ, અને કઠોળ શરીરને માંદગીથી બચાવે છે.
સીરીયલ્સ
મકાઈ, બાજરી, ઘઉં, ચોખાથી બનેલું સૌથી સસ્તું અને ઉપયોગમાં આવનારું વધુ પ્રમાણમાં મળતું અન્નતત્વ છે. કાર્બોહાઇડ્રેટએ ખોરાકથી કેલરીની વેલ્યુ વધારે છે.
ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઇડ્રેટ
1.મોનોસેકેરાઇડ્સ – ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ,ગેલેક્ટોઝ
આમાં ખાંડનો એકજ કણ હોય છે.
આમાં ખાંડની બધીજ ખાસિયતો અને ગુણધર્મ જોવા મળે છે.
અન્ય પ્રકારની સાકરને પચાવવા માટે આ રૂપે લેવાય છે.
પાચન ક્રિયા રસ વગેરે દ્વારા મિશ્રીત સાકર ભળી જઇને બારીક થઇ જાયછે. અને આંતરડામાં શોષાય છે. અને શરીરના કામમાં આવે છે.
જેના ત્રણ પ્રકાર પડે છે.
અ. ફ્રુક્ટોઝ
આને ફળોની સાકર પણ કહે છે. જે ફળો, સાકર, મધ અને શાકમાં મળેછે.
બ. ગેલેક્ટોઝ
એ પ્રકૃતિ દ્વારા યોગ્ય રીતે મળતી નથી કેમ કે એ દુધની સાકરના રૂપે મળે છે. જ્યારે દૂધ પચે છે. ત્યારે એ છુટી પડે છે.
ક. ગ્લુકોઝ
આ ગ્રેપ (દ્રાક્ષ) સુગર અથવા ડેક્ષ્ટ્રોઝ પણ કહેવાય છે. સર્વ પ્રકારની સાકર આ રૂપે ફેરવાઇને શરીરમાં ભેગી થાયછે. જે સાકર,ખોડ અથવા શાકભાજીમાંથી મળે છે.
2.ડાયસેકેરાઈડ્ઝ – સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ
તેને કોમ્પ્લેક્ષ સુગર પણ કહે છે. એમાં બે ભાગ સાકર મળે છે.
અ. સુક્રોઝ
એ શેરડીની સાકર અથવા બીટની સાકરના રૂપે મલે છે. એ મધમાં પણ મળે છે.
બ. લેક્ટોઝ
એ પશુઓના દૂધમાં મળે છે. જેમાં એક ભાગ ગ્લુકોજ અને એક ભાગ લેક્ટોજ રહે છે.
ક. માલ્ટોઝ
ભીંજવીને સડાવેલા અનાજ જેને પછી સૂકવવામાં આવે છે. જે દારૂ રૂપે તૈયાર થાય છે. આ સ્ટાર્ચ અને સાકરમાંથી બને છે.
૩.પોલીસેકેરાઈડ્ઝ-સ્ટાર્ચ ડેડસ્કીન, ગ્લોપકોસી
જે ઘણા બધા મોનો સેકેરાઇડ મળીને બને છે.
જે નીચે પ્રમાણે છે.
અ.સ્ટાર્ચ (મેંદો)
એ અનાજ અને શાકભાજીમાં મળે છે. એની ઉપર આવરણ હોવાથી તે છોલીને, તોડીને કે રાંધીને ઉપયોગમાં લેવાય છે.
બ. ડેકસ્ટ્રીન
એ પાચન ક્રિયા દરમિયાન તૂટવાથી અથવા ફણગા નીકળતી વેળાએ અલગ થઇને મળે છે. ત્યારે એ ગ્લુકોઝ સ્વરૂપે આવે છે.
ક. ગ્લાઇકોજન
જે પાણીમાં ઓગળે છે. પ્રાણીય સ્ટાર્ચ છે.મનુષ્ય અને જાનવરના જીવનમાં મળે છે. જરૂર પડવાથી તરત જ લિવર દ્વારા ગ્લુકોઝમાં બદલાય છે.
ડ. સેલ્યુલોઝ
તે ફળો અને શાકભાજીમાંથી વધુ મળે છે. એનાથી ભોજનમાં વજન અને પ્રમાણ વધે છે. જે રફેજનું કાર્ય કરે છે. જેથી ઝાડો સાફ આવે છે.
કાર્બોહાઇડ્રેટના કાર્યો
કાર્બોહાઇડ્રેટ એ શરીરમાં શક્તિ અને ગરમી ઉત્પન્ન કરનાર અન્નતત્વ છે.
અન્ય પ્રકારનાં અન્નતત્વો કરતા સસ્તુ હોવાથી અધિક પ્રમાણમાં ખોરાકમાં લઈ શકાય છે.
1 gm કાર્બોહાઇડ્રેટમાંથી 4 કેલરી મળે છે.
મનુષ્યના શરીરની જરૂરિયાત મુજબ 50% થી વધુ કેલરી પૂરી પાડે છે.
કાર્બોહાઇડ્રેટ ઇસીલી શક્તિ પૂરી પાડે છે.
કાર્બોહાઇડ્રેટ લેવાથી ચરબી બને છે.
કાર્બોહાઇડ્રેટ ચરબી અને પ્રોટીન બનાવે છે.
લીવરની રક્ષા કરે છે. તથા લીવર બગડતું બચી જાય છે.
કાર્બોહાઇડ્રેટથી દસ્ત સાફ આવે છે. (કબજીયાત થતી નથી) કારણ કે રેસાવાળા પદાર્થો આંતરડાને ક્રિયાશીલ બનાવે છે.
ફેટનું એકસેસીવ બેક્રડાઉન થવું અટકાવે છે.
જ્યારે કાર્બોહાઇડ્રેટ અવેલેબલ હોય તો પ્રોટીન એનર્જી પૂરી પાડે છે.
ચરબી જે પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે.તેમાં વિટામીન એ વધુ હોય છે.
મોટી ઉંમરના/વધુ હાર્ડ વર્ક કરનાર વ્યક્તિને 100 ગ્રામ ચરબી જોઇએ.
સાધારણ કાર્ય કરનાર વ્યક્તિને 50 ગ્રામ ચરબી જોઇએ.
ચરબીના અભાવે થતી અવસ્થા
સામાન્ય રીતે શરીરમાં ફેટનો અભાવ થતો નથી કારણ કે શરીરમાં જે વધારાનું કાબોહાઇડ્રેટ હોય છે, તેનુ ફેટમાં રૂપાંતર થાય છે.
પરંતુ લાંબા સમય સુધી ખોરાકમાં ફેટ વાળો ખોરાક ન લેવામાં આવે તો નીચે પ્રમાણે પરિસ્થિતિ સર્જાય છે.
ચામડી સુકાય છે.
વધુ સમય સુધી અછત થવાથી શરીરની ચરબી બળે છે. તેથી વજન ઓછું થાય છે.
શારિરીક અને માનસિક કાર્ય કરવામાં તકલીફ પડે છે.
આવશ્યક ફેટી એસીડની અસરથી ખાસ પ્રકારનું એક્ઝિમા થાય છે. જે બાળકોમાં વધુ હોય છે.
ચરબીમાં ભળી જનારા વીટામીન્સની અછતથી પણ રોગ થાય છે.
પાચન ક્રિયામાં ગરબડ જોવા મળે છે.
વધારે ચરબીના કારણે ઘણા કાર્યો વધવાથી શરીરના અવયવોને વધારે કાર્ય કરવું પડે છે. તેથી મનુષ્યનો જીવન કાળ ઘટે છે.
વધારે ચરબી લેવાથી હ્રદયરોગ પણ થઇ શકે છે.
વિટામીન
પ્રસ્તાવના
જીવન તત્વ (વિટામીન)ની પરિભાષા આપવી અઘરી છે. વિટામીન શરીરના પદાર્થોને બચાવે છે. અને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. પ્રોટીન, ફેટ તથા કાબોહાઇડ્રેટ સિવાય શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામીનની જરૂર પડે છે.
બધા વિટામીન માંથી એક સરખા પદાર્થો મળતા નથી. વિટામીન મનુષ્ય માટે ખૂબજ જરૂરી છે. કેટલાક સાદા અને કેટલાક મિશ્રીત વિટામીન પણ છે.
વિટામીનના મુખ્ય ગુણધર્મો
વિટામીન આહારમાં હોવા જરૂરી છે. તેમજ રસાયણિક પદાર્થનું મિશ્રણ છે.
એન્ઝાઈમ બનાવવામાં તેમજ શક્તિનું ઉત્પાદન કરવા માટે જરૂરી છે.
મેટાબોલિઝમ માટે જરૂરી છે.
જીવન સત્વ શરીરમાં ઓછા બને છે એનાથી રોજની જરૂરિયાત પૂર્ણ થતી નથી.
વિટામીન્સને પ્રયોગશાળામાં છુટા પાડી શકાય છે અને કૃત્રિમ રીતે બનાવી શકાય છે.
વિટામીન શરીરમાં નવી પેશી તથા પેશી જાળ બનાવતા નથી.
વિટામીન્સથી શરીરના કાર્યો પર ઘણો પ્રભાવ પડે છે.
વિટામીન્સ એ રોજના આહારમાં ખાદ્ય પદાર્થ રૂપે અથવા કૃત્રિમ બનાવટના લેવા પડે છે.
ક્લાસિફિકેશન ઓફ વિટામિન્સ
વિટામીન્સનું વર્ગીકરણ અંગ્રેજી અક્ષરો પરથી કરવામાં આવ્યુ છે. અને શરીરમાં થતા મુખ્ય કાર્યોના આધારે તે નક્કી કરાયેલું છે.
વિટામીસના મુખ્ય બે ભાગ પડે છે.
1.ફેટ સોલ્યુબલ વિટામીન
જે ચરબીમાં ઓગળે છે. તેને ફેટ સોલ્યુબલ વિટામીન્સ કહે છે.
વિટામીન A,D,E,K
2.વોટર સોલ્યુબલ વિટામીન
જે પાણીમાં ઓગળે છે. તેને વોટર સોલ્યુબલ વિટામીન્સ કહે છે
વિટામીન – B કોમ્પ્લેક્સ, વિટામીન – C (એસ્કોર્બિક એસિડ)
વિટામીન A : (રેટીનોલ)
વિટામીન A એ ફેટ સોલ્યુબલ વિટામીન તે કેમીકલી રીતે રેટીનોલ તરીકે જાણીતું છે. વીટામીન -A ની ખામીના કારણે ૯ મીલીયન લોકો દુનિયામાં બ્લાઈન્ડ છે. તેમાંથી 41/2 મીલીયન દૃષ્ટિની રીતે અપંગ અને તેમાંનાં દર ૪ વ્યક્તિઓ પોતે માને છે. કે તેઓ આંધળા છે. શરીરની તદુંરસ્તી જાળવવા માટે એક આવશ્યક સુંક્ષ્મ માત્રામાં જરૂરી એવું પોષક તત્ત્વ છે.
વિટામીન એ પીળી છાલ વાળા ફળોમાંથી વધુ પ્રાપ્ત થાય છે.વિટામીન એ માં પ્રોફાઇલેક્ટીક વિટામીન, બિટાકેરોટીન અને રેટીનોલનો સમાવેશ થાય છે. આંતરડામાં બિટાકેરોટીનનું રૂપાંતર રેટીનોલ વિટામીન એમાં થાય છે. શરીરમાં ગયા પછી લિવર અને આંતરડાં દ્વારા વિટામીન એ નુ રૂપ બને છે.
વિટામીન એ ચરબી અને આલ્કોહોલમાં ઘણા સમય ગરમ રહેવાથી નષ્ટ થાય છે.ઠંડી જગ્યામાં એ સારી રીતે રહે છે. લીવરમાં વધુ જમા થાય છે. કેટલાક પ્રમાણમાં મુત્રપિંડમાં જમા થાય છે.
કાર્યો
તે નોર્મલ આંખની દૃષ્ટિ અને આરોગ્ય માટે જરૂરી છે.
તે એપીથેલીયલ ટીશ્યુને સાંધવા તેમજ સારા રાખવા તેમજ પેશી બનાવવા માટે જરૂરી છે.
દા.ત, સ્કીન, મ્યુકસ મેમ્બ્રેન, મુત્રપિંડ,શ્વસનતંત્ર અને આંખને આવરી લે છે.
સ્કેલેટેલના ગ્રોથ માટે જરૂરિઆત પુરી પાડે છે. (હાડકાના બંધારણ)
તે એન્ટી ઈન્ફેકટીવ છે. તે બોડીમાં ચેપ લાગતો અટકાવવા માટે એડવાન્સમાં તેને રક્ષણ કરે છે.
આંખની રક્ષા કરે છે. આંખમાં વિટામીન એ વિઝ્યુઅલ પટલ બનાવવાનું કાર્ય કરે છે. જેથી ઓછા પ્રકાશમાં જોઇ શકાય છે.
રીપ્રોડક્શનના કાર્યમાં મદદ રૂપ થાય છે. તથા ધાવણ તૈયાર કરવામાં મદદ કરે છે.
આંખના રોગો જેવા કે ઝેરોપ્થાલમીયા જેનાથી બચવા માટે વિટામીન એ ની જરૂરિયાત છે.
સોર્સ ઓફ વિટામીન – A
એનિમલ સોર્સ
બટર, ઘી, મિલ્ક, ઇંડા, લીવર
વનસ્પતિ સોર્સ
વેજીટેબલ અને ફ્રુટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી, કેરેટ, પંપકીન, કેરી, પપૈયા, ટામેટા અને કેબેજ
ખાસ કરીને પીળા રંગની છાલવાળા ફળોમાંથી મળે છે.
પ્રાણીજન્ય ખોરાકમાંથી મળતા વિટામીન એ ને રેટીનોલ કહે છે.
વનસ્પતિ જન્ય ખોરાકમાંથી મળતા વિટામીન એ ને પ્રો-વિટામીન અથવા કેરોટીન કહે છે.
સ્ટોરેજ
વિટામીન એ નો લિવરમાં રેટીનોલ તરીકે સંગ્રહ થાય છે.સામાન્ય સ્થિતિમાં મનુષ્ય માં વિટામીનએ નો પૂરતો જથ્થો હોય છે.જે તેની 6 થી 8 માસની જરૂરિયાતને પહોચી વળે છે.
એબ્સોપ્શન (શોષણ)
વિટામીનએ ચરબીની સાથે નાના આંતરડામાં શોષાય છે. એડલ્ટમાં 750 I.U. (ઈન્ટરનેશનલ યુનિટ)
ડેઇલી રિક્વાયરમેન્ટ
એડલ્ટ વુમન – 750 માઈક્રોગ્રામ
પ્રેગનેન્સી 750 માઈક્રોગ્રામ
લેકટેશન 1150 માઈક્રોગ્રામ
ઇનફન્ટ 300-400 માઈક્રોગ્રામ
ચિલ્ડ્રન 300-600 માઈક્રોગ્રામ
વિટામીન – D : – (કેલ્શીફેરોલ)
વિટામીન D કેમીકલી રીતે કેલ્શીફેરોલ જાણીતું છે. તેને એન્ટીરીકેટીક વિટામીન પણ કહેવાય છે. જે ઘણા સમય સુધી રહી શકે છે. ખાધ્ય સામગ્રીના ઉપયોગમાં આવે છે.
વિટામીન D માં બે પ્રકાર છે. (D,D1 & D2):
એબ્સોપ્શન
ચરબીની સાથે જ શરીરમાં આંતરડા દ્વારા શોષાય છે. ત્વચા મારફતે અંદર જનારા વિટામીન બ્લડ દ્વારા શોષાય છે.
ફંકશન ઓફ વિટામીન D
દાંત અને હાડકાંની રચના માટે જરૂરી છે.
હાડકાના હિલીંગ માટે.
ઇટ પ્રમોટ ઇન્ટેસ્ટાઈનલ એબ્સોપ્શન અને યુટીલાઇઝેશન ઓફ કેલ્શિયમ, ફોસ્ફરસ કીડનીમાં કેલશિયમનું એબ્સોપ્શન કરાવે .
વિટામીન ડી બ્લડમાં કેલશિયમની માત્રા જાળવવામાં મદદ કર છે.
સોર્સ
ફૂડ, ઇંડા, યોલ્ક, લીવર, ફિશ અને ફિશ ઓઇલ
સૂર્યનાં કિરણોમાંથી- સ્કીનની નીચે આવેલું ડીહાઈડ્રો કોલેસ્ટ્રોલની મદદથી સૂર્યપ્રકાશમાં આવેલાં અલ્ટ્રા વાયોલેટ રેઝની મદદથી વિટામીન – D બને છે.
આ વિટામીનની શોધ કેપલીન નામના વૈજ્ઞાનિકે કરી છે. જેથી તેને કેપેલીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફેટ સોલ્યુબલ વિટામિન K લીવરમાં સ્ટોરેજ થાય છે.વિટામીન K ને એન્ટી હેમરેજીક વિટામીન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિટામીન K પ્રોપર બ્લડ ક્લોટીંગ માટે જરૂરી છે. અને તે બ્લીડિંગની ટ્રીટમેન્ટ માટે અગત્યનું છે. આ વિટામીન આંતરડામાં આવેલાં બેકટેરીયા વડે બને છે. તેમાં જ આનું પાચન બાઈલ દ્વારા થાય છે. આંતરડામાં એબ્સોપ્શન થઈ બ્લડ સર્ક્યુલેશન વડે લીવરમાં જાય છે. લીવરમાં એ પ્રોથોમ્બીન નામનો પદાર્થ બનાવે છે અને તે બ્લડ ક્લોટીંગમાં મદદ કરે છે.
કાર્યો
બ્લડને જામવામાં મદદ કરે છે.
પ્રોથ્રોમ્બીન નામના પદાર્થના ઉત્પાદન માટે જરૂરી
બ્લડમાં પ્રોથોમ્બીન બનાવવામાં મદદ કરે છે.
આંતરડામાં વિટામીન K નું એબ્સોપ્શન થાય છે.
સોર્સ
સામાન્ય રીતે લીલા પાંદડાવાળા શાકભાજી, ફુટસ, કોબીજ, ટોમેટા, સોયાબીન, માંથી મળે છે.
ડુક્કરનું માંસ
ઇંડા
રિક્વાયરમેન્ટ
0.03 (mg) મીલીગ્રામ આપણને પૂરતાં રોજીંદા ખોરાકમાંથી મળી રહે છે.
વોટર સોલ્યુબલ વિટામીન્સ
વિટામીનB. કોમ્પલેક્ષ ગ્રુપ
B1 – થાયામીન
B2 – રીબોફલેવીન
B3 – નિયાસિન, નિકોટીનીક એસિડ
B5 – પાયરીડોઝીન
B6 – પેન્ટોથેનિક એસિડ
B7 – ફોલિક એસિડ
B12 – સાયનોકોબાલામાઇન
વિટામીન – C (એસ્કોર્બિક એસિડ)
1. વિટામીન B1 – થાયામીન
આ વોટર સોલ્યુબલ વિટામીન્સ છે. અને B – કોમ્પલેક્ષનો એક ભાગ છે.
B1 થાયામીન તરીકે પણ ઓળખાય છે. આ વિટામીન સ્ફટીક સ્વરૂપે જોવા મળે છે. જે સ્વાદે સોલ્ટી હોય છે. આ વિટામીન ગરમીમાં થોડો સમય રહે છે. અને આંતરડામાં શોષાય છે. આપણાં શરીરમાંથી વિટામીન ઓછા પ્રમાણમાં હોવાથી ઘણીવાર ઉણપ જોવા મળે છે. માટે રોજીંદા ખોરાકમાં લેવુ પડે છે. પ્રયોગશાળામાં બનાવી શકાય છે. આને એન્ટીન્યુરેટીક પણ કહે છે.
કાર્યો
તે કાર્બોહાઈડ્રેડનાં મેટાબોલીઝમમાં અગત્યનો ભાગ ભજવે છે.
નર્વસ સીસ્ટીમના નોર્મલ કાર્યમાં મદદરૂપ થાય છે.
શરીરની વૃધ્ધિ માટે ખૂબ જ જરૂરી છે.
પાચનક્રિયામાં મદદ કરે અને ભૂખ લાગે.
મસલ્સને મજબૂત બનાવે છે.
નર્વસ સીસ્ટીમ માટે જરૂરી છે.
બેરીબેરી નામના રોગથી બચવા માટે મદદ કરે છે.
સ્તનપાન કરાવતી માતાઓ માટે દૂધની વૃધ્ધી માટે જરૂરી છે.
સોર્સ
સામાન્ય ખોરાકમાંથી ઓછા પ્રમાણમાં હોય છે. છડેલા ચોખા (પોલીસ કર્યા વગરના ચોખા), અનાજ, કઠોળ, અને સીંગ દાણામાંથી વધું મળે છે. ઘઉંના થુલામાંથી વધારે મળે છે.
(ભારતમાં લોકોમાં ખોરાકમાં ઘઉં, ચોખા, વગેરેમાંથી 60% થી 85%)
મીટ, ફીશ, ઈંડા, વેજીટેબલ, ફ્રુટ્સ વગેરેમાંથી ઓછાવત્તા પ્રમાણમાં મળી રહે છે.
વોટર સોલ્યુબલ વિટામીન છે. જે પીળા રંગનો પ્રકાશ વાળો ભાગ છે. એ એસીડ અને ગરમીમાં નાશ પામતો નથી પરતું આલ્કલી અને પ્રકાશમાં ખરાબ થાય છે.જેનો કલર ઓરેન્જ હોય છે. જે ટેસ્ટમાં કડવો હોય છે.
કાર્યો
પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટનાં મેટાબોલીઝમમાં મદદ કરે છે.
શરીરની વૃધ્ધિ માટે જરૂરી છે.
ટીસ્યુના શ્વસન કાર્ય સાથે સંકળાયેલા એન્ઝાઇમમાં તે અગત્યનો ભાગ ભજવે છે.
સોર્સ
રોજીંદા ખોરાકમાંથી મળી રહે છે. પ્રાણીજન્ય ખોરાકમાં ઓછી માત્રામાં જોવા મળે છે. પરંતુ દૂધ, દૂધની બનાવટો, ઈંડા, મીટ, કોડલીવર વગેરે માંથી મળી રહે છે. જ્યારે વનસ્પતિ જન્ય ખોરાક જેવા કે લીલા પાંદડાવાળી શાકભાજી, ફ્રૂટ્સ, ઘઉં, કઠોળ, બાજરી, વગેરે માંથી મળે છે. ઉગાડેલાં કઠોળને ઉપરાંત સીતાફળ, પપૈયું વગેરે માંથી મળે છે.
રિક્વાયરમેન્ટ
1 થી 1.5 મીલીગ્રામ છે.
સગર્ભા માતાને 2 મીલીગ્રામ
ધાત્રીમાતાને 2.5 મીલીગ્રામ
છ વર્ષ સુધીના બાળકને 4 થી 9 મીલીગ્રામ રોજનુ લેવું જોઈએ.
3.વિટામીન B3 – નિયાસિન, નિકોટીનીક એસિડ
આ પણ એક વોટર સોલ્યુબલ વિટામીન છે. આ વિટામીનની શોધ 1937માં થઇ હતી. આની ઉણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે.
સોર્સ
પ્રાણી જન્ય
ફીશ, મટન, દૂધની બનાવટ, ઇન્ડાનો પીળો ભાગ
વનસ્પતિ જન્ય
શાકભાજી, ફ્રૂટ્સ, સીંગદાણા તેમજ આથો લાવનાર દરેક વસ્તુમાંથી મળે છે.
ડેઇલી રિક્વાયરમેન્ટ
20 મી.લી.ગ્રામ જેટલુ લેવુ જરૂરી છે.
કાર્યો
મ્યુકસ મેમ્બ્રેનને હેલ્થી રાખે છે.
કાર્બોહાઈડ્રેટના મેટાબોલીઝમમાં અગત્યનો ભાગ ભજવે છે.
નર્વસ ટીસ્યુને તંદુરસ્ત રાખે છે.
પેલાગ્રા નામનો રોગ થતો અટકાવે છે.
4.વિટામીન B6, પાયરીડોક્સીન
તે વોટર સોલ્યુબલ વિટામીન છે. આની શોધ 1934માં થઇ હતી. આની ઉણપ ખૂબ જ ઓછી જોવા મળે છે.
કાર્યો
તેનું મેઈન કાર્ય પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેડને પાચન કરવાનું કાર્ય કરે છે.
પેલાગ્રા અને બેરીબેરીમાં એડવાન્સ રૂપ છે.
એનીમીયા અટકાવવામાં મદદરૂપ થાય છે.
ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માટે જરૂરી છે.
સોર્સ
લીવર, મીટ, કોડલીવર, ઈંડા, અને લીલા પાંદડાવાળી શાકભાજીમાંથી મળે છે.
રિક્વાયરમેન્ટ
દરરોજની જરૂરિઆત 1.5mg છે.
ઉણપ
તેની ઊણપથી બાળકોમાં ખેંચ આવે છે.
પેરીફરલ ન્યુરાઇટીસ થાય છે. (ખાલી ચડે છે.)
સ્કીન લીઝન, ચીલોસીસ સ્કીન ડીસીઝ
ગ્લોસાઈટીસ – જીભ ઉપર ચાંદા પડે છે.
ટ્રીટમેન્ટ
વિટામીન બી6 યુક્ત ખોરાક લેવો.
5.વિટામીન B5, નિયાસીન/ નિકોટીનીક એસિડ
તે વોટર સોલ્યુબલ વિટામીન છે. નિયાસીન વધુ સમય સારી રીતે જળવાઈ રહે છે.
ગરમ પાણીમાં જલ્દી ઓગળે છે. આંતરડામાં શોષાય છે.
કાર્યો
પ્રોટીન,કાબોહાઇડ્રેટના મેટાબોલીઝમમાં જરૂરી છે.
આર.બી.સી બનાવવામાં મદદ કરે છે.
ડેઇલી રિક્વાયરમેન્ટ
13 થી 15 મીલીગ્રામ
સોર્સ
અનાજ કઠોળ વગેરેમાંથી અને પ્રાણીજન્ય પદાર્થમાંથી
6. વિટામીન B12 (સાયનોકોબાલામાઇન)
તે વોટર સોલ્યુબલ વિટામીન છે.
કાર્યો
D.N.A સંયોજન માટે વિટામીન જરૂરી છે.
વિટામીન – પરનીસીયસ એનીમીયા સાજો કરે છે. (રીકવરી)
તે ન્યુકલીક એસીડને ઉત્પન્ન કરે છે.
તે ચેતાતંત્રને (નર્વસ સીસ્ટીમ) ની તંદુરસ્તી માટે જરૂરી છે.
હાઈપર ગ્લાસેમીયાને અટકાવે છે.
ફેટ, કાર્બોહાઈડ્રેટ, અને પ્રોટીનનું મેટાબોલીઝમ કરે છે.
RBCને તૈયાર કરવાનું કાર્ય કરે છે.
સોર્સ
લીવર, મીટ, માછલી, ઈંડા બધા મીલ્ક પાવડર અને સ્કીમ મીલ્ક ( ફેટ ઓછું હોય તેવું દૂધ.)
રિક્વાયરમેન્ટ
એડલ્ટ – 0.2 થી 0.5 માઈક્રોગ્રામ
વિટામીન – C (એસ્કોર્બિક એસિડ)
આ વોટર સોલ્યુબલ વિટામીન છે. ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે. વિટામીન-C બ્રેસ્ટ ફીડિંગમાંથી મળતું નથી. તેથી બાળકને છ માસ સુધી ફક્ત ફીડીંગ આપયા પછી ત્યારબાદ છ માસ પછી વીનીંગ ડાયટ શરૂ કરવામાં આવે છે. તેમાં ડાયટમાં વિટામીન-c મળી રહે તેવો ડાયટ આપવો જેવા કે મોસંબી, સંતરા, લીંબું સરબત, લીલી દ્રાક્ષ વગેરે.
કાર્યો
કોઈપણ પ્રકારનો ઘા રુઝવવા માટે જરૂરી છે.
આર્યનનું શોષણ જલ્દી કરે છે.
કોઈપણ પ્રકારના ચેપ સામે રક્ષણ કરે છે. (રોગ પ્રતિકારક શક્તિ જાળવી)
આપણા શરીરમાં યોગ્ય વિકાસ અને તંદુરસ્તી માટે પ્રોટીન, ફેટ, કાબોહાઈડ્રેડ અને વિટામીન સીવાય પણ જરૂરી તત્વો છે. જેમાંનું ક્ષાર એ પણ અગાઉ શીખી ગયેલા પોષક તત્વોની જેમ આપણા શરીરમાં એટલું જ જરૂરી છે.
કાર્યો
હાડકા અને દાંતનાં બંધારણ માટે ક્ષાર જરૂરી છે. અને આ કાર્ય માટે કેલ્શિયમ, ફોરફરસ, અને થોડાઘણાં પ્રમાણમાં મેગ્નેશિયમ પણ જવાબદાર છે.
શરીરના કોષોનું બંધારણ માટે અમુક પ્રકારનાં ક્ષાર જરૂરી છે. દા.ત, આર્યન લોહતત્વ અને ફોસફરસ જવાબદાર છે.
શરીરમાં રહેલાં અમુક ચોક્કસ પ્રકારનાં પ્રવાહી માટે ક્ષાર જરૂરી છે. દા.ત. પ્રવાહી લોહી પાચક રસો વગેરે જે જીંદગી ટકાવી રાખવા માટે જરૂરી છે. આ કાર્ય માટે પોટેશિયમ, સોડિયમ, કલોરીન, અને ફોસફરસ જવાબદાર છે.
કેટલાક ક્ષારોના પોતાનાં ચોક્કસ આગવા કાર્યો હોય છે. દા.ત. આયોડિન, થાયરોઈડ, ગ્રંથીમાંથી ઉત્પન્ન થતાં થાઈરોક્સિન નામના સ્ત્રાવનો બંધારણ માટે જરૂરી છે.
ઝીંક :- એન્જાયમ્સ નામના પાચકરસોનાં બંધારણ માટે જરૂરી છે.
કોબાલ્ટ :- આ ક્ષાર વિટામીન B નાં બંધારણ માટે જરૂરી છે.
કેલ્શિયમ
આપણા શરીરની તંદુરસ્તી અને વિકાસ માટે જરૂરી એવાં ૧૯ ક્ષારોમાંનો આ એક ખૂબ જ અગત્યનો ક્ષાર છે. બોડીમાં કેલ્શિયમની જરૂરિયાત આખી જિંદગી રહે છે. પરંતુ સગર્ભાવસ્થા દરમિયાન અને લેકટેશન પીરિયડ દરમ્યાન વધારે જરૂર પડે છે.
કાર્યો
કેલ્શિયમ દાંત અને હાડકાંના બંધારણ માટે જરૂરી છે.
બ્લડ જામવામાં મદદ કરે છે.
વિટામીન Dનાં શોષણ માટે જરૂરી છે.
સ્નાયું અને જ્ઞાનતંત્રના સંચાલન માટે જરૂરી છે.
હ્રદય અને મસલ્સના સંકોચન માટે ઘણું મહત્વનું છે.
પાચક રસોનાં બંધારણ માટે જરૂરી છે.
સોર્સ
દૂધ અને દૂધની બનાવટો – દૂધનો પાવડર, ચીઝ
તલ, તાંદળજાની ભાજી, ગાજરના પાન, મીઠો લીમડો, સરગવાના પાન
નાની સૂકી માછલી, ઇંડા, (નાગરવેલના પાન – મીઠું પાન)
ફ્રુટ્સ – બનાના, સીતાફળ
અનાજ – રાગી
ડ્રિન્કીંગ વોટર
રિક્વાયરમેન્ટ
0.4 થી 0.5 ગ્રામ / day
કેલ્શિયમની જરૂર પડે તો ટેબલેટ સ્વરૂપમાં આપી શકાય.
પ્રેગ્નન્સી & લેક્ટેશન મધર – 1.0 mg/day.
ઉણપ
દાંત અનિયમિત આવે અને મોડા આવે છે.
હાડકાં નબળા પડી જાય.
વાગે ત્યારે રકતસ્ત્રાવ વધુ જોવા મળે
વધું પડતો ઉશ્કેરાટ રહે છે.
શરીરમાં કેન્પ્રસ આવે છે.
ફોસ્ફરસ
આપણા શરીરને જરૂરી એવા જુદા-જુદા ક્ષારમાંનો એક અગત્યનો ક્ષાર છે. એડલ્ટનાં હ્યુમન બોડીનું કન્ટેન 400-700 ગ્રામ ફોસ્ફરસ છે. ફોસ્ફરસ બોન, (હાડકાં) દાંતની રચના માટે આવશ્યક છે. આ બોડી ટીસ્યુ અને હાડકામાં જોવા મળે છે.
કાર્યો
મસલ્સ અને જ્ઞાનતંતુના સંચાલન માટે જરૂરી છે.
દાંત અને હાડકાંના બંધારણ માટે જરૂરી છે.
RNA અને DNAના બંધારણમાં જરૂરી છે.
ફોસ્ફોલીપીડનું ફોર્મેશન કરે છે.
મેટાબોલીઝમમાં અગત્યનો ભાગ ભજવે છે.
સોર્સ
દૂધ અને દૂધની બનાવટો – દૂધનો પાવડર દૂધ, દહીં, છાસ, માખણ, ચીજ, પનીર વગેરે
મટન લીવર, માછલી, ઈંડા વગેરે
અનાજ -બાજરી, ઘઉં વગેરે
કઠોળ – મગ, મઠ, ચોળા, તુવેર વગેરે
સુંકા કોચલાવાળા ફળો – અખરોટ, કાજું, બદામ
રિક્વાયરમેન્ટ (જરૂરિયાત)
પ્રમાણ નથી પણ ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં મડી રહે છે. દરરોજની જરૂરિઆત 1 થી 2 મીલીગ્રામ/દિવસ
ઉણપથી થતા રોગો
બોડીનો વિકાસ બરાબર થતો નથી.
હાડકાં નરમ અને પોચા બને છે.
હાડકાંનો આકાર બદલાઇ જાય છે.
લોહી જામી જવાની ક્રિયા લંબાઇ જાય છે.
દાંત નબળા પડે છે.
આર્યન
આપણા શરીરને જરૂરી એવાં જુદા-જુદા ક્ષારોમાંનો આ એક ખૂબ જ અગત્યનો ક્ષાર છે.
આર્યન એ એક એવું ઘટક છે કે જે હિમોગ્લોબીનની રચના માટે ઘણું મહત્વનું છે.
કાર્યો
આર્યન હિમોગ્લોબીનની રચના માટે જરૂરી છે.
આર્યનની મદદથી હિમોગ્લોબીન શરીરના બધા કોષોને O2 પહોંચાડે છે.
રેડ બ્લડ સેલ અને કેલ્શીયમના ફોર્મેશન માટે જરૂરી છે.
ગ્રંથી સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
લોહીને લાલ રંગ આપે છે.
સોર્સ
આર્યન બે માંથી મળે છે.
એનિમલ સોર્સ
વનસ્પતિ સોર્સ
એનિમલ સોર્સ :
લીવર, કીડની, મીટ અને ઈંડા, ફીશ
વનસ્પતિ સોર્સ :
લીલા પાંદડાવાળી શાકભાજી, રાગી અને ગોત મગફળી અને તલ
ફ્રુટ્સ : – ચીકું, સફરજન, કેળા,
કઠોળ:- સોયાબીન, મગ, અળદ, ચણા, મસુર વગેરે
ડેઇલી રિક્વાયરમેન્ટ
એડલ્ટ મેલ – 24 mg/day
વુમન – 32 mg/day
પ્રેગ્નન્સી – 40 mg/day
લેક્ટેશન મધર – 32 mg/day
એડોલેશન ગર્લ – 35 mg/day
એડોલેશન બોય – 25 mg/day
એડલ્ટ ચિલ્ડ્રન – 20+25 mg /day
ઇનફન્ટ – 1.0 mg/1 kg
આયોડિન
આ શરીરમાંનો અગત્યનો ક્ષાર છે. તે થાઈરોક્સિનનાં ઉત્પાદન કરે છે.
કાર્યો
આયોડીન અને થાઈરોક્સિનનાં બંધારણ માટે જરૂરી છે.
થાઈરોકિસન એ શરીરના વિકાસ અને ચયાપચનની ક્રિયા માટે જરૂરી છે.
થાઈરોક્સિનનાં ઉત્પાદન માટે
થાઇરોઇડ ગ્લેન્ડનું સીક્રીશન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
સોર્સ
રોજીંદા ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પરંતુ દરિયાઈ પ્રાણી, દરિયાઈ માછલીના લીવર ઓઈલ માંથી.
દરિયાઈ પાણીમાંથી તૈયાર થતા મીઠામાં પુષ્કળ પ્રમાણમાં આયોડિન રહેલું છે.
દરિયાની આજુ-બાજુ કરવામાં આવતા શાકભાજી તેમાં આયોડિન પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.
મિલ્ક, મીટ & સીરીયલ્સ, બધી જ દરિયાઈ વસ્તુઓમાંથી મળે.
કોબીજ, ફ્લાવર.
રિક્વાયરમેન્ટ
એડલ્ટમાં 0.2 mg / kg. વજન અથવા 150 માઇક્રો ગ્રામ
ફ્લોરિન
આ તત્વ, બોન અને ટીપમાં શોધાયું. તે આપણાં શરીરમાં અગત્યનો ક્ષાર છે.
કાર્યો
ડેન્ટલ કેરીઝ થતું અટકાવે છે.
સોર્સ
કુદરતી પીવાના પાણીમાં રહેલ છે.
દરિયાઈ માછલી, ચીઝ
રિક્વાયરમેન્ટ
0.5 to 0.8 mg/ લીટર ઓફ વોટર
સોડિયમ ક્લોરાઇડ
મીઠા સિવાયનાં બધા ક્ષારો આપણને રોજીંદા ખોરાકમાંથી મળી રહે છે.
ફક્ત સોડિયમ ક્લોરાઇડ અથવા મીઠું એક એવા ક્ષાર છે. જે આપણને ખોરાકમાં ઉપરથી ઉમેરીને લેવું પડે છે.
કાર્યો
એસિડ બેઝનું સમતોલનનું નિયંત્રણ કરે છે.
પ્લાઝમા, ઓસમોટીક દબાણ અને ટીસ્યું પ્રવાહીનું નિયમન કરે છે.
મોનોસેકેરાઈડ અને એમીનો એસિડનાં શોષણમાં મદદ કરે છે.
હ્રદયના ધબકારા જાળવી રાખે છે.
સોર્સ
વધારે પ્રમાણમાં (સોડિયમ) સામાન્ય બ્રેડ, કોર્ન, ચોખા, ઘઉં, મીઠાવાળું બટર, સોલ્ટવાળા પોપકોર્ન [ખાવાનું બનાવતી વખતે ઉપર ઉમેરવામાં આવે છે.] માછલી દરિયાઈ માછલી, મીટ દરિયાઈ આજુ-બાજુ થતાં શાકભાજી અને અનાજ.
ડેઇલી રિક્વાયરમેન્ટ
10 – 15 gm/day
રોજીંદા જરૂરિયાત ઉપર આધાર છે. જેવા કે
આબોહવા
ધંધો
શારીરિક કાર્યો
કેલેરી
ખોરાકમાંથી મળતી શક્તિના રૂપમાં ગરમીની કિંમત જે એકમમાં દર્શાવવામાં આવે છે. તે એકમને કેલરી તરીકે ઓળખવામાં આવે છે.
ન્યુટ્રીશનની અંદર કેલેરી સાથે ૧ કિલોગ્રામ પાણીને ૧ સે ગ્રેડ ઉષ્ણતામાન વધારવા માટે જે ગરમી આપવી પડે છે. તેને કેલેરી તરીકે તરીકે ઓળખવામાં આવે છે.
કેલેરી આ એક ગરમીનું એકમ છે. શરીર વડે લીધેલાં ખોરાકમાંથી શક્તિના રૂપમાં જે ગરમી ઉત્પન્ન થાય છે. તે માપવા માટેનું આ એક માપ છે.
કેલેરીની ર્દષ્ટિએ ખોરાકની કિંમતનો આધાર જે તે ખોરાકમાં રહેલાં પ્રોટીન, ચરબી, અને કાર્બોદિત, પ્રોટીન, ચરબી, કાર્બોદિતમાંથી જ મળી રહે છે.
૧ ગ્રામ ચરબી ૯ કેલેરી
૧ ગ્રામ પ્રોટીનમાંથી ૪ કેલેરી
૧ ગ્રામ કાર્બોદિતમાંથી ૪ કેલેરી
ખોરાકનું કેલરીની દ્દષ્ટિએ મહત્વ
ઈનફન્ટ (ધાવણ)
મોટા ભાગની કેલરી તેમને દૂધમાંથી મળે છે. કારણ કે દૂધમાં પ્રોટીન, ચરબી અને કાર્બોદિત પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
મોટા બાળકો, યુવાનો, પ્રોઢ તથા ઘરડા, માણસોને કેલરી અનાજ, કઠોળ, ઘી, તેલ, તેલીબીયા, કોચલાવાળા ફળો તેમજ માંસાહારી ખોરાકમાંથી મળી રહે છે. કારણ કે આ ખોરાકમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ચરબી, કાર્બોદિત, નામના પોષક તત્વો મળે છે. જેમાંથી શરીરને જરૂરી એવી કેલરી આપણને આવા ખોરાકમાંથી મળે છે.
કેલરીની જરૂરિયાત
કેલરી આ એક પ્રકારની શરીરને જોઈતી શકતી છે, કે જે આપણને ખોરાકમાંથી મળી રહે છે. આ કેલરીની જરૂરિયાત દરેક વ્યક્તિમાં એક સરખી હોતી નથી. તેનો આધાર નીચેની બાબતો ઉપર છે.
અસર કરતાં પરિબળો
1.બેઝલ મેટાબોલીઝમ
જ્યારે વ્યક્તિ સંપૂર્ણ માનસિક અને શારીરિક આરામમાં હોય છતાં પણ જીંદગી ટકાવી રાખવા માટે જરૂરી તથા જૈવિક શ્વસનક્રિયા, રૂધિરાભિષરણની ક્રિયા તથા ઉષ્ણતામાન જાળવી રાખવા માટે મનુષ્યના શરીર દ્વારા વેડફાતી આ એક પ્રકારની ઓછામાં ઓછી શક્તિ છે. આ બેઝલ મેટાબોલીઝમનો આધાર શરીરનાં બાધા ઉપર, જાળિ ઉપર અને તંદુરસ્તી ઉપર હોય છે.
2.વ્યવસાય
શારીરિક શ્રમ કરનારને વધું કેલરીની જરૂર પડે છે. જ્યારે ઓછું શારીરિક શ્રમ કરનારને ઓછી કેલરીની જરૂર પડે છે.
3. રોજીંદા કાર્યો
રોજીંદા કાર્યો ઉપરાંત વેડફાતી શક્તિ
ઉઠતા, બેસતાં, દોડતા, પહેરતા, કાઢતા,
4.વજન
વધુ વજન હોય તેવી વ્યક્તિને વધુ કેલરીની જરૂરિયાત હોય છે. ઓછું વજન હોય તેવી વ્યક્તિને ઓછી કેલરીની જરૂર પડે છે.
5.વાતાવરણ
શિયાળામાં શરીરને વધુ કેલરીની જરૂર પડે છે. જ્યારે ઉનાળામાં ઓછી કેલરીની જરૂર પડે છે.
રોજીંદી જરૂરિયાત
પાણી
પાણી એ ખોરાક કરતા જીવનની વધુ જરૂરિયાત છે. વ્યક્તિ ખોરાક વગર અઠવાડિયા સુધી જીવી શકે છે. પરંતુ પાણી વગર થોડા જ બે થી ત્રણ દિવસ) સુધી જ જીવી શકે છે. આપણા શરીરમાં 63% પાણી સમાયેલું છે. પુરુષના શરીરમાં 55% અને સ્ત્રીઓના શરીરનાં વજન 47% પાણી છે.
શરીરનું પાણી આખા શરીરમાં વહેંચાયેલું છે. તે ત્રણ વિભાગમાં આવ્યું છે.
1.એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઈડ
જેમાં પ્લાઝમાં અને ઇન્ટરસ્ટીસીયલ ફ્લુઈડ 1/4 ભાગ પાણીનો હોય છે.
ઇન્ટરસેલ્યુલર ફ્લુઈડ 50% પર્સન્ટેજ ઓફ બોડી વેઈટની આસપાસ એકાઉન્ટ કરવામાં આવ્યું.
2.ઇન્ટરસ્ટીસીયલ ફ્લુઈડ
આ એકાઉન્ટ કરવામાં 15 % ઓફ બોડી વેઇટની આસપાસ હોય છે.
3.બ્લડ
5 % જોવા મળે છે.
સોર્સ
તે બોડીનું ટેમ્પ્રેચર રેગ્યુલર કરે છે.
તે બોડીના દરેક ભાગમાં ન્યુટ્રીયન્ટ ટ્રાન્સપોર્ટ કરવામાં મદદ કરે છે.
તે બોડી ટીસ્યું રીપેર કરવા માટે અને તેનાં બંધારણ માટે અગત્યનું છે.
પાણી શરીરની કેટલીક પ્રક્રિયાઓ માટે જરૂરી છે. દા.ત, ડાઈજેશન, એબસોર્પસન, સર્ક્યુલેશન
પાણીની જરૂરિઆત, બાથ માટે, વોસ માટે અને અધર (બીજી એકટીવીટી) માં કાર્ય કરે છે.
શરીરના વેસ્ટ પ્રોડક્ટને બહાર કાઢે છે.
લોસ ઓફ વોટર : શરીરમાંથી પાણીનો નિકાલ
યુરિન રૂપે
સ્કીન દ્વારા પરસેવા રૂપે
નાક દ્વારા એર રૂપે
થોડા પ્રમાણમાં આંતરડામાંથી નિકળતાં મળ દ્રારા.
લેક્ટેટીંગ મધર દ્વારા બ્રેસ્ટ, ફીડીંગ દ્વારા
ક્રાઇંગ – થોડા પ્રમાણમાં રડવાથી
એબનોર્મલ લોસ ઓફ વોટર :- શરીરમાંથી પાણીનો નિકાલ
1.કીડની ડીસીઝ.
2.ફીવર અથવા હાઈ એન્વાયરમેન્ટ ટેમ્પ્રેચર હોય ત્યારે વધું પડ તો પરસેવો થવાથી.
3.ડાયેરીયા ને વોમીટીંગ
4.હેમરેજ
5.વધું પડતું પાણી શરીરમાંથી વહી જાય ત્યારે જોરદાર તરસ લાગે છે.
પેથોજેનીક ઇફેક્ટ
વધું પ્રમાણમાં વોટર લોસ થઈ જાય તો ડીહાઈડ્રેશન થાય છે. આ કંડીશન પેશન્ટને ખૂબ જ ડાયેરિયા & વોમીટીંગ થાય ત્યારે જોવા મળે છે.
કીડની ફેલ્યુઅર હોય ત્યારે વોટર રીટેન્શન થવાથી એનીમા જોવા મળે છે.
ડીહાઇડ્રેશન
ડીહાઇડ્રેશન એટલે શરીરમાંથી પાણી ગુમાવવું જે ઘણીવાર પ્રાણ ઘાતક નીવડી શકે છે. જેના લીધે પાણી એ શરીર માટે ઘણું જ અગત્યનું છે. તે બાબત ભારપૂર્વક કહી શકાય.
ટ્રીટમેન્ટ
વધું પ્રમાણમાં પ્રવાહી મોં વાટે આપવું.
O.R.S. આપવું.
I/V ફ્લુઈડ આપવું.
ક્લાસિફિકેશન ઓફ ફૂડ
કાર્બોહાઇડ્રેટ – એનર્જી આપતો ખોરાક
પ્રોટીન – બોડી બિલ્ડીંગ ફૂડ
ફેટ – એનર્જી આપતો ખોરાક
વિટામીન – પ્રોટેકટીવ ફૂડ.
મિનરલ્સ – (ક્ષાર)
પાણી
ખોરાકના કાર્યો
1. બોડી બિલ્ડીંગ ફૂડ : (શરીરનો બંધારણ કરતો ખોરાક)
આપણા શરીરમાં વૃધ્ધિ અને વિકાસ માટે સારો ખોરાક તેમાં પણ ખોરાકની અંદર પ્રોટીન લેવુ ખુબ જ જરૂરી છે. પ્રોટીન એ આપણા શરીરના વૃધ્ધિ અને વિકાસ માટે ખુબ જ અગત્યનો ખોરાક છે. દા.ત. મિલ્ક,મીટ,પોલ્ટ્રી ફિશ, ઇંડા,પલ્સીસ, ગ્રાઉન્ડ નટ
2.એનર્જી ગીવીંગ ફૂડ : (શક્તિ આપતો ખોરાક)
આપણા શરીરને જરૂરી ગરમી અને શક્તિ મળી રહે તેવા ખોરાકને એનર્જી આપતો ખોરાક કહે છે. જેમાં પુરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ચરબીનો સમાવેશ થાય છે. દા.ત. સીરીયલ્સ, સુગર, રુટસ, ફેટ્સ અને ઓઇલ, વેજીટેબલ, ફ્રુટ્સ, મિલ્ક વગેરે.
3.પ્રોટેકટીવ ફૂડ (રક્ષણાત્મક ખોરાક )
આપણા શરીરને ઇન્ફેક્શન સામે રક્ષણ આપતા ખોરાકને પ્રોટેકટીવ ફૂડ કહે છે.આવા પ્રકારનો ખોરાક આપણા શરીરને રોગ સામે રક્ષણ આપે છે. દા.ત. કઠોળ, શાકભાજી
ફ્રુટ્સ : સફરજન, ચીકું, કેળા, દાડમ વગેરે, દૂધ અને દૂધની બનાવટ, બરફી, ઈંડા, મટન, માછલી
માનવ શરીરમાં ખોરાકના ઘટકોની માત્રા
પ્રોટીન – 17%
કાર્બોહાઇડ્રેટસ – 12%
ફેટ – 1%
મિનરલ્સ – 7%
પાણી – 62%
બેલેન્સ ડાયટ (સમતોલ આહાર)
પ્રસ્તાવના
સમતોલ આહાર જુદા-જુદા ખાદ્યસામગ્રીમાંથી બનેલો છે.
આ સમતોલ આહાર આપણી પાયાની જરૂરિયાત છે.
તે સારી રીતે રાંધેલો હોવો જોઈએ. જેથી શરીરની યોગ્ય વૃધ્ધિ થઈ શકે અને તેમાં અનાજના પૂરતાં તત્વો હોવા જોઈએ. જેથી કોઈપણ તત્વની ઊણપ ઊભી થાય નહિ.
આ સમતોલ આહાર આપણા શરીરને રોગ પ્રતિકાર શક્તિ આપે છે. અને શરીરનું ઉષ્ણતામાન જાળવી રાખે છે.
શરીરમાં ઉત્પન્ન થતાં પાંચક તત્વો કે પોષક પદાર્થોના પરિવર્તનમાં તકલીફના પડે તેવો ખોરાક હોવો જોઈએ. તેમજ પચવામાં પણ યોગ્ય હોવો જોઈએ સમતોલ આહાર બધાના માટે એક સરખો હોતો નથી.
આકારનું પ્રમાણ વ્યક્તિની જાતિ, ઉંમર, કાર્ય, સ્થળ, મૌસમ, ધર્મ, ઋતુ ખાવાનીટેવ, સામાજીક જીવન અને આર્થિક પરિસ્થિતિ પર આધાર રાખે છે.
આ તમામ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સમતોલ આહાર બનાવવો જોઈએ. આ ઉપરાંત વ્યક્તિગત પસંદગી પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
વ્યાખ્યા
બેલેન્સ ડાયટ એટલે કે જે પ્રોટીનમાંથી શરીરને જરૂરી સાથે તમામ ઘટકો જેવા કે પ્રોટીન, ફેટ,કાબોહાઇડ્રેટ, વિટામીન તથા મિનરલ્સ અને પાણી તેમજ શરીરની તંદુરસ્તી જાળવવા માટેની તમામ આવશ્યક ક્રિયા કરવા માટેની શક્તિ અને બિમારીના પ્રસંગે સંગ્રહ કરેલ શક્તિનો ઉપયોગ થઇ શકે તેવા પ્રકારના ખોરાકને બેલેન્સ ડાયટ કહે છે.
સમતોલ આહાર માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા : -(કઇ કઇ બાબત ઉપર આધાર રાખે છે.)
1. ઉંમર
બાળકોને શારીરિક વૃધ્ધિ કરનાર અન્ય ઘટકો અપાય છે. જ્યારે, ઘરડા વ્યક્તિને ઓછું અને હલકું ભોજન લેવાની સલાહ લેવી. આ ઉપરાંત વ્યક્તિગત રુચિ પ્રમાણે ખોરાક અપાય છે.
2.કાર્ય
હલકા કામ કરનારને ઓછું અને વધારે કામ કરનારને વધું કેલરીવાળું ભોજન લેવું જોઈએ.
૩.જાતિ
સ્ત્રી કરતાં પુરુષમાં વધારે કેલરીવાળા ભોજનની જરૂરિયાત હોય છે.
4.સ્થળ
મેદાન ઉપર રહેનારને ઓછા એર્નજીવાળા ખોરાકની જરૂર ઓછી હોય છે. જ્યારે પહાડો પર રહેનારને વધુ ખોરાકની જરૂર પડે છે. કારણ કે પહાડોમાં વધુ શક્તિનો વ્યય થાય છે.
5.ઋતુ
ગરમ પ્રદેશોમાં ઓછું ભોજન જોઈએ અને ઠંડા પ્રદેશમાં શરીરની શક્તિ અને ઉષ્ણતામાન ટકાવવા વધું શક્તિની જરૂર છે.
6.ધર્મ
કેટલીક વ્યક્તિઓ માંસાહારી છે. અને જુદા-જુદા સમતોલ આહારની જરૂર છે.
7.ખાવાની ટેવો
દરેક વ્યક્તિને, વ્યક્તિગત ખાવાની પસંદગી જુદી-જુદી હોય છે. એટલે પોતાની પસંદગી પ્રમાણે સમતોલ આહાર લેવો.
8.સામાજીક રીત રિવાજ
ભોજન બનાવવાની પધ્ધતિ બધાં સમાજમાં એક સરખી હોતી નથી એક જ વસ્તુ જુદી-જુદી રીતે બનાવવાની હોય છે. દા.ત, ચોખા મદ્રાસી અને બંગાળી લોકો ચોખાનો વધારે ઉપયોગ કરે છે. બંગાળી લોકો ભાત સાથે માછલી ખાય, મદ્રાસી લોકો ભાત સાથે આંબલીનું પાણી ખાય છે.
9.આર્થિક પરિસ્થિતી
ગરીબોમાં એવી વસ્તુનો સમાવેશ કરવો કે જેમની કિંમત ઓછી હોય અને અન્ય તત્વો મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ મધ્યમ વર્ગના લોકોને થોડું સાદું અને સસ્તું અને સારું ખોરાક મળે જ્યારે પૈસાદાર લોકોને ડાયટિંગ કરવું પડે.
10.ભૌગોલિક વાતાવરણ
પહાડી પ્રદેશોમાં ઘણી મુશ્કેલીથી ખેતી થાય છે. જ્યારે મેદાનમાં સરળતાથી ખેતી થાય છે. આ ઉપરાંત જમીન, વરસાદ, સિંચાઈ, અને અન્ય પ્રકારનાં સાધનો વગેરેનો અનાજનાં ઉત્પાદન ઉપર આધાર રાખે છે. પંજાબનો મુખ્ય ખોરાક ઘઉં જ્યારે સમુદ્ર કિનારે વસ્તા લોકોનો મુખ્ય ખોરાક બાજરી હોય છે. આમ વાતાવરણ પ્રમાણે અલગ-અલગ જગ્યાએ અનાજની ઉત્પતી જોવા મળે છે.
રોજીંદી જરૂરિયાત
પુરૂષ – 2400 થી 3600 કેલરી
સ્ત્રી 2100 થી 3000 કેલરી
સગર્ભા માતાને 2700 થી 3000 કેલરી
ધાત્રી માતાને 3000 થી વધુ કેલરી
બાળકોને તેના ઉંમરના પ્રમાણમાં
1 થી 2 વર્ષ માટે 800 કેલરી
3 થી 5 વર્ષ માટે 1100 કેલરી
5 થી 7 વર્ષે માટે 1400 કેલરી
8 થી 9 વર્ષ માટે 1700 કેલરી
10 થી 15 વર્ષે માટે 2000 કેલરી
સમતોલ આહારનું માપ
અનાજ 400 ગ્રામ
કઠોળ 50 થી 70 ગ્રામ
લીલા શાકભાજી 100 ગ્રામ
અન્ય શાકભાજી 75 ગ્રામ
કંદમુળ 75 ગ્રામ
દૂધ 200 મીલી
તેલ અથવા ઘી 30 ગ્રામ
ફળો 30 ગ્રામ
ગોળ અને ખાંડ 30 ગ્રામ
મટન અને ફીશ 30 ગ્રામ
સમતોલ આહારનો કોઠો: એડલ્ટ પુરૂષ માટે
ઉપરના કોઠાને જોતા બેલેન્સ ડાઇટની પુરૂષમાં,સ્ત્રીમાં, સગર્ભા માતા, ધાત્રીમાતા અને બાળકોમાં અલગ અલગ પ્રમાણની જરૂરિયાત હોય છે.
ખોરાકના કાર્યો
શરીરની વૃધ્ધિ અને વિકાસ કરે છે.
ગરમી અને શક્તિ આપે છે.
રોગ સામે રક્ષણ આપે છે.
ઘસાયેલા સેલ અને ટીશ્યુને રિપેર કરે છે.
ટીશ્યુના કાર્યોને વ્યવસ્થિત અને નિયમિત કરે છે.
કાઉન્સેલીંગ વીથ વુમન
કાઉન્સેલીંગ એક એવી પ્રક્રિયા છે. કે જે વ્યક્તિ પોતાની જાતને તથા તેની હાલની અને ભવિષ્યની પરિસ્થિતિને સમજવાની શક્તિ આપે છે. કે જેથી તે સમાજને મહત્વનું યોગદાન આપી શકે તથા કાઉન્સેલર સાથેના પરસ્પરનાં સંબંધ કેળવીને પોતાના અંગત પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે.
કાઉન્સેલર બે વ્યક્તિઓથી સંકળાયેલ છે.
કાઉન્સેલીંગ પ્રક્રિયા વાસ્તવિકતા આધારીત હોય છે.
કાઉન્સેલર ધ્યાન દઈને સાંભળે છે.
પોતાની સમસ્યાના સમાધાન માટે લાભાર્થી પર વિશ્વાસ મુકવામાં આવે છે.
મોટે ભાગે લાભાર્થીનો વિકાસ થાય છે.
આ પ્રક્રિયાનું ધ્યેય સમસ્યાનું યોગ્ય નિરાકારણ શોધવાનું હોય છે.
કાઉન્સેલીંગની પ્રક્રિયામાં
સાચી માહિતીથી આપ લે થાય છે.
કટોકટીના સમયે મદદ કરાય છે.
જરૂરિઆત મુજબ જીવન શૈલીનાં ફેરફાર માટે મદદરૂપ થવાય છે. હકારાત્મક જીવન શૈલી માટે પ્રોત્સાહીત કરાય છે.
કાઉન્સેલીંગના મૂળભૂત તત્વો
કાઉન્સેલર અને લાભાર્થી વચ્ચે પરસ્પર આદરપૂર્ણ સંબંધ છે.
કાઉન્સેલર અને લાભાર્થીના સંબંધો વિદ્યાપુર્તા હોય.
કાઉન્સેલર લાભાર્થીની સમસ્યાનાં મુખ્ય મુદ્દા તરફ જ ધ્યાન કેન્દ્રીત કરી તેને વળગી રહે છે.
લાભાર્થીને જે પણ કંઈ કહેવું હોય તે કહેવાની છૂટ હોય છે.
કાઉન્સેલર અને લાભાર્થી વચ્ચે પરસ્પર વિશ્વાસ અને શ્રધ્ધાનું વાતાવરણ હોય છે.
અસરકારક કાઉન્સેલીંગ માટેની શરતો
કાઉન્સેલર અને લાભાર્થી વચ્ચે માનસિક સંવાદિતા.
લાભાર્થી માનસિક દ્વિધા, ચિંતા અને તણાવની સ્થિતીમાં હોય છે.
કાઉન્સેલર સંબંધમાં સમાધાનકારી અને સ્વસ્થ હોય છે.
કાઉન્સેલર લાભાર્થી તરફ બિન શરતી આદર-માન દાખવે છે.
કાઉન્સેલર લાભાર્થીની સમસ્યા,મુદ્દાની આટી-ઘૂટી સમજી શકે છે.
કાઉન્સેલર પોતાની તાલીમ અને અનુભવના આધારે લાભાર્થીને દોરવણી આપે છે.
કાઉન્સેલીંગનાં હેતુઓ
હકારાત્મક માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે લાભાર્થીને સક્ષમ બનાવવું.
લાભાર્થીને પોતાની સમસ્યાનું સમાધાન શોધવામાં મદદરૂપ થવું.
લાભાર્થીની જીંદગીને અસરકારક બનાવવા સહાયરૂપ થવું.
લાભાર્થી પોતાનાં વાતાવરણ અને પરિસ્થિતીની મર્યાદામાં રહી વધુમાં વધું વ્યક્તિગત સ્વતંત્રતા મેળવી તે માટે પ્રોત્સાહિત કરવું.
કાઉન્સેલર માટેનાં જરૂરી વ્યક્તિગત ગુણો
સામી વ્યક્તિના દૃષ્ટિ બિન્દુ અને સમજને ઓળખવાની શક્તિ.
ધીરજ અને ધ્યાનથી સાંભળવાની શક્તિ.
હંફ અને વિશ્વાસનીયતાનું વાતાવરણ કેળવવાની ક્ષમતા
હકારાત્મક આદર
સમસ્યાની વાસ્તવિક નક્કરતા સમજવાની શક્તિ
સૂચનો કરી શકવાની શક્તિ
પરિસ્થિતીનું પૃથ્થકરણ કરવાની શક્તિ
પડકાર જીલવાની શક્તિ
ટેકો આપવાની શક્તિ
સંબંધના સ્થાપનની આવડત
પ્રશ્નો પૂછવાની આવડત
સાંભળવાની આવડત :- માહિતી અને માર્ગદર્શન આપવાની આવડત કાઉન્સેલીંગના મુખ્યત્વે ૬ પગલાં દર્શાવવામાં આવ્યાં છે. જે GATHER શબ્દમાં સમાયેલ અક્ષરોનાં આધારે ઓળખી શકાય છે.