F.Y. – ANM – HP – ENVIRONMENT SANITATION – UNIT – 1 ENVIRONMENT SANITATION
યુનિટ – 1
એન્વાયરમેન્ટલ સેનીટેશન (વાતાવરણીય સ્વચ્છતા)
ઇન્ટ્રોડક્શન
એન્વાયરમેન્ટલ સેનીટેશન (વાતાવરણીય સ્વચ્છતા) એટલે વ્યક્તિગત કોમ્યુનિટી અને દેશનું વાતાવરણ ક્લીન હોવું જોઇએ. જેમાં વ્યક્તિનાં આજુબાજુ નું એન્વાયરમેન્ટ ક્લીન હોવું જોઇએ.
આપણો ધ્યેય છે કે સૌનું આરોગ્ય સારૂ હોવું જોઇએ પણ આપણે બિમારીનું કારણ શોધવું જોઇએ. ભારતમાં વધારે પ્રમાણમાં બિમારી અને મૃત્યુ માટે નીચેના કારણો જવાબદાર છે.
સ્વછતાની ઉણપ
અપુરતો ખોરાક
જ્યાં વાતાવરણ સ્વચ્છ હોય અને પુરતા પ્રમાણમાં ખોરાક મળતો હોય, જેનાથી સામાન્ય અને ગંભીર બિમારી થતી અટકાવી શકાય છે.
વ્યાખ્યા
W.H.O ના મત પ્રમાણે
” વ્યક્તીના વિકાસ, તંદુરસ્તી અને જીવનને અસર કરતાં વાતાવરણમાં રહેલા પરીબળોને અંકુશમાં લેવાની પધ્ધતીને એન્વાયરમેન્ટલ સેનીટેશન કહેવાય છે.”
U.S.A. ના મત પ્રમાણે
” સ્વચ્છતા એ જીવનનો રસ્તો છે. જેમાં વ્યક્તિ તેની ડેઇલી લાઇફમાં જીવનના એક ભાગ તરીકે સ્વચ્છ ઘર, સ્વચ્છ ફાર્મ, સ્વચ્છ પડોશી, અને સ્વચ્છ કોમ્યુનીટી જે જીવનમાં ભાગ તરીકે લોકો દ્વારા પ્રદર્શિત થવું જોઇએ અને માનવ સંબંધ સાથે આદર્શ હોવું જોઇએ.”
પુઅર એન્વાયરમેન્ટ સેનીટેશનના કારણે કોમ્યુનીટીમાં રહેતા લોકોની હેલ્થને નુકશાન કરતા પરિબળો ઘણાં છે. જેમાં વિલેજ, સ્લમ એરીયા, ટાઉન, અર્બન એરિયા જ્યાં પુઅર સેનીટેશન હોય છે માટે હેલ્થ વર્કરે એરિયામાં જઇ એલર્ટ રહી જીવન જરૂરીયાત ચીજોનું સેનીટેશન કેવુ છે તે ચેક કરવું જોઇએ.
ઈમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટ સેનીટેશન (વાતાવરણીય સ્વચ્છતાનું મહત્વ)
વાતાવરણીય સ્વચ્છતા એ કોમ્યુનિટી હેલ્થનો મહત્વનો ઘટક છે. જે લોકોના ફિઝિકલ, બાયોલોજીકલ અને સોશિયલ વાતાવરણના એવા પરિબળો કે જે નિયંત્રિત કરીને પ્રાપ્ત કરી શકાય છે. ઘણા બધા રોગો પુઅર એન્વાયરમેન્ટ સેનીટેશનના કારણે જોવા મળે છે.
જેવા કે,
અસુરક્ષિત પાણી
નબળુ રહેઠાણ
પ્રદુષિત હવા
અયોગ્ય રીતે ગંદા પાણી અને કચરાનો નિકાલ
માખી, મચ્છર તેમજ ઉંદરની હાજરી
આવી સ્થિતિના કારણે કોમ્યુનિટીમાં માંદગીનો દર અને મૃત્યુનો દર વધે છે.
વાતાવરણની સ્વચ્છતા માટે કોમ્યુનિટીમાં લોકોને પ્રોત્સાહન આપીને કોમ્યુનિટીના એરિયામાં વાતાવરણની સ્વચ્છતા લાવી શકાય છે.
આમાં મનુષ્યના કસ્ટમ, કલ્ચર,આવક, ધંધો, હેબીટ વગેરેનો સમાવેશ થાય છે.
એન્વાયરમેન્ટ સેનીટેશન જાળવવા શું કરશો ?
૧.સ્વચ્છ અને સલામત પીવાનું પાણી પુરુ પાડવું.
ક્લોરીનેશન કરીને અથવા ફિલ્ટર કરેલું પાણી પીવું જોઇએ.
૨.ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો.
ગટરો બંધ કરી તે પાણી સુએજ પ્લાન્ટમાં જવા દેવું
3.મળ મુત્ર અને કચરાનો આરોગ્યમય નિકાલ કરવો.
લેટ્રીનમાં જ સંડાસ જવું, કચરાપેટીમાં કચરો નાખવો અથવા બાળી દેવો કે દાટી દેવો.
૪.આરોગ્યમય સ્વચ્છ ઘર આપવું.
ઘરનું બાંધકામ આરોગ્યમય અને વેલ વેન્ટીલેશનવાળુ હોવું જોઇએ. નિશ્ચુમ ચુલો વાપરવો અને સોર્સ ખાડો કરવો.
૫.જંતુમુક્ત વાતાવરણ કરવું.
દવાનો છંટકાવ કરવો અને ઉંદરોનો નાશ કરવો.
૬.જાહેર સંસ્થાની યોગ્ય તપાસ કરવી.
હોટેલ, દવાખાના, ઇન્ડસ્ટ્રીઝમાં કાયદાની રીતે તપાસ કરી સ્વચ્છતા માટે સલાહ આપવી.
૭.સારુ ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવું.
પોષકતત્વો વાળો ખોરાક દરેક લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
८.પર્યાવરણની સંભાળ રાખવી.
વૃક્ષો વાવવા, જંગલો કાપવા નહિં.
એર (હવા)
હવા એ મનુષ્યની આજુ બાજુનો વાતાવરણનો ભાગ છે. જીંદગીના દરેક પાયામાં તેનું તત્વ રહેલુ છે. હવાએ જીવનને ટકાવી રાખે છે. તેના ઘણા કાર્યો છે. તેના કોન્ટેક્ટમાં ઠંડક અનુભવે છે. સ્પેશિયલ સેન્સ ઓર્ગન જેમાં સાંભળવુ, સુગંધ લેવી જે હવાને આધારીત છે. ઘણાં રોગો પણ હવા દ્વારા ફેલાય છે. પણ વ્યક્તી ને જે હવા મળે તે શુધ્ધ હોવી જોઇએ.
હવાની રચના
હવા એ મીકેનીકલી વાયુનું મિશ્રણ છે. હવાનું નોર્મલ કમ્પોઝીશન એકર્સ્ટનલ એરનું નીચે પ્રમાણે છે.
ગેસ (વાયુ)
ઓક્સિજન
એર ઇન્હેલ ઇન લંગ્સ ડ્યુરીંગ બ્રિધીંગ – 20.96%
એર એક્સેલ ફ્રોમ લંગ્સ ડ્યુરીંગ બ્રિધીંગ – 16.40%
નાઈટ્રોજન
એર ઇન્હેલ ઇન લંગ્સ ડ્યુરીંગ બ્રિધીંગ – 79%
એર એક્સેલ ફ્રોમ લંગ્સ ડ્યુરીંગ બ્રિધીંગ – 79.19%
કાર્બન ડાયોક્સાઈડ
એર ઇન્હેલ ઇન લંગ્સ ડ્યુરીંગ બ્રિધીંગ – 0.03 થી 0.04%
એર એક્સેલ ફ્રોમ લંગ્સ ડ્યુરીંગ બ્રિધીંગ – 40.41%
(આ ઉપરાંત હવામાં બીજા વાયુઓ પણ રહેલા છે. જેવા કે નિયોન, ઓઝોન છે.) આ ઉપરાંત હવાનું બેલેન્સ બીજા ગેસીસ પણ જાળવે છે. જેમાં ઓઝોન, નિયોન, ક્રીપ્ટોન,હિલીયમ આ બધા વાયુઓને રેર ગેસીસ કહે છે. આ ઉપરાંત હવામાં પાણીની વરાળ, એમોનીયા,ડસ્ટ, બેક્ટેરીયા અને બીજો કચરો પણ હોય છે.
હવાના કાર્યો
૧) મનુષ્યને જીવંત રાખે છે.
૨) હવામાં રહેલો પ્રાણવાયુ શરીરમાં રહેલા દરેક સ્નાયુઓમાં કાર્ય કરે છે.
૩) હવામાં રહેલો પ્રાણ વાયુ લોહીને શુધ્ધ કરે છે.
૪) ખોરાકની પાચન શક્તિમાં મદદ કરે છે.
૫) શુધ્ધ હવા ફેફસાના રોગોથી બચાવે છે.
૬) માણસને પ્રસન્ન અને સ્વસ્થ રાખે છે.
७) તે આપણ ને ઓકિસજન પ્રદાન કરે છે.
८) હવા એ ઝેરી વાયુઓ અને રસાયણોથી પ્રદૂષિત થાય છે અને મૃત્યુનું કારણ બની શકે છે.
૯) ઘણા રોગો સૂક્ષ્મ જંતુઓ દ્વારા હવામાં ફેલાય છે.
હવાને શુધ્ધ કરતા પરિબળો
હવાના મિશ્રણની સંભાળ માટે ક્યાં પરીબળો જવાબદાર છે.
1) પવન
જે હવામાં રહેલી ગંદકીને ઓગાળી નાખે છે. પવનની ગતિને લીધે હવામાં રહેલી અશુધ્ધિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે છે.
2) સુર્યપ્રકાશ
સુર્યપ્રકાશની ગરમીને લીધે હવામાં રહેલા બેક્ટેરીયાનો નાશ થાય છે અને વૃક્ષો દ્વારા O2 ઉત્પન્ન થાય છે.
સુર્યપ્રકાશ ફાયદા
વાતાવરણને શુધ્ધ કરે છે.
બેક્ટેરીયાનો નાશ કરે છે.
લીનનની દુર્ગંધનો નાશ કરે છે.
શરીર માટે જરૂરી તત્વ એવું વિટામીન ડી આપે છે.
ચામડીના રોગ માટે ઉપયોગી છે.
સોલર એનર્જી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
વનસ્પતીના વૃધ્ધી અને વિકાસ માટે જરૂરી છે.
3) વરસાદ
વરસાદ દ્વારા વાતાવરણમાં રહેલી અશુધ્ધિઓ સાફ થઇ જાય છે અને નકામાં ગેસનો નાશ થાય છે. પૃથ્વી પર રહેલ દરેક જીવજંતુ,વનસ્પતીને પાણી પુરુ પાડે છે.
4) વનસ્પતી
તે દિવસે ઓક્સિજન આપે છે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને હવાનું શુધ્ધીકરણ કરે છે.
એર પોલ્યુશન (પ્રદુષિત હવા)
એર પોલ્યુશન એટલે મનુષ્યને નુકસાન કરતા તત્વો જ્યારે હવામાં ભળે છે. તેને એર પોલ્યુશન કહે છે. હાલના સમયમાં એર પોલ્યુશન એ સમગ્ર વિશ્વનો એક મેજર હેલ્થ પ્રોબ્લેમ છે.
હવામાં સૌથી વધારે તત્વો હોય છે જે હવાને પ્રદુષિત કરે છે. જેમાં કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફેટ, ફ્લુઓરીન કમ્પાઉન્ડ જે હવાને પ્રદુષિત કરે છે. આ ઉપરાંત કેન્સર ઉત્પન્ન કરતાં તત્વો પણ હોય છે. તેમાં ડસ્ટ, ધુમાડો, તેમજ છુપાયેલુ મેટર તેમજ અમુક રજકણો વગેરેનો સમાવેશ થાય છે.
હવા પ્રદુષિત થવાના કારણો
નેચરલ (કુદરતી) :
જવાળામુખી ફાટી નીકળવુ.
દાવાનળ (ફોરેસ્ટ ફાયર)
ઈલેકટ્રોનિક તોફાનો
વાવાઝોડું
મેન મેડ (માનવ સર્જીત) :
ઔધૌગિકરણ
વન નાબુદી
વસ્તી વધારો
ન્યુક્લિયર ઉર્જા
થર્મલ પાવર પ્લાન્ટ
સોર્સ ઓફ એર પોલ્યુશન (પ્રદુષિત હવાના સ્ત્રોત)
1) ડોમેસ્ટિક સોર્સ (ઘરમાંથી)
ઘરમાં ચુલો હોય તો ઘુમાડાના કારણે એર પોલ્યુશન થાય છે. જેમાં લાકડા,કોલસો વગેરેથી ધુમાડો થાય છે. સ્ટવમાં કેરોસીન હોવાથી વધુ એર પોલ્યુશન થાય છે. ઘરમાં પુરતા પ્રમાણમાં હવા ઉજાસ ન હોય તો એર પોલ્યુશન થાય છે. કોલસો અને લાકડા એ સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ મુખ્ય સ્ત્રોત છે. ૧૯૫૨ ની અંદર લંડનમાં ઘરેલુ સળગાવાના કારણે એક હજાર લોકો મુત્યુ પામ્યા હતા.
2) ઇન્ડસ્ટ્રીયલ (કારખાના કે ફેક્ટરીમાંથી)
કારખાના કે ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાથી હવાનું પ્રદુષણ થાય છે.
3) ઓટોમોબાઇલ્સ (વાહનો)
રીક્ષા,મોટરસાઇકલ,કાર,ટૂક,રેલવે વગેરે પેટ્રોલ કે ડીઝલથી વપરાતાં વાહનોમાંથી નીકળતા ધુમાડાથી હવાનું પ્રદુષણ થાય છે.
4) મિસેલીયસ (અન્ય)
અચાનક ઉભી થતી કંડીશન્સ જેમાં ગેસ લીકેજ, બોમ્બ ધડાકા, ભુકંપ વગેરેથી હવાનું પ્રદુષણ થાય છે. કોઇપણ રોગ થવા માટે એર પોલ્યુશન ભાગ ભજવે છે. એર પોલ્યુશનના નિવારણ માટે વિશ્વમાં હેલ્થ ઓથોરીટીએ પગલા ભરવા જોઇએ.
પ્રદુષિત હવાની આરોગ્ય પર અસર
પ્રદષિત હવાની અસર તાત્કાલીક અને મોડી પણ થાય છે. પ્રદુષિત હવાની તાત્કાલીક અસર જેમાં વધારે રેસ્પીરેટરી સીસ્ટમ પર થાય છે.
જેમાં લંગ્સને વધુ અસર થાય છે. જેને લીધે એક્યુટ બ્રોન્કાઇટીસ થાય છે. જો હવા વધુ પોલ્યુશનવાળી હોય તો ગુંગણામણ થાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે. એને એર પોલ્યુશન એપીડેમીક કહે છે.
ધીમી ગતિના એર પોલ્યુશનથી ક્રોનિક બ્રોન્કાઇટીસ અને લંગ્સ કેન્સર થાય છે. આ ઉપરાંત એર પોલ્યુશનથી બીજી ઘણી બધી અસરો જોવા મળે છે. જેમાં ધાતુ ને કાટ લાગવો, વનસ્પતીનો નાશ થવો, પ્રાણીઓની લાઇફ ઉપર અસર કરે છે.
તેમજ બીલ્ડીંગ ઉપર પણ અસર થાય છે. એર પોલ્યુશન ઓછુ કરવા ભારત સરકારે ૧૯૮૧ માં કાયદો ઘડ્યો છે.
આ ઉપરાંત એર પોલ્યુશનના કારણે નીચેની કંડીશન જોવા મળે છે.
ડિસ્કમ્ફર્ટ (અગવડતા)
જે રૂમમાં વધારે લોકો રહેતા હોય તે રૂમની હવા ધીમે ધીમે પ્રદુષિત થાય છે. કારણ કે તે રૂમમાં ફ્રેશ એર આવતી નથી જેથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે ફીઝીકલ ચેન્જીસ જોવા મળે છે. જેમાં
તાપમાન ઉંચુ ચડવુ
રૂમમાં રહેતા બધા લોકોની બોડીની ગરમી બહાર નીકળવાથી હવાનું ઉષ્ણતામાન વધે છે.
ભેજનું પ્રમાણ વધવું
રેસ્પીરેશન અને પસ્પીરેશન દ્વારા વાતાવરણમાં ભેજવાળી હવા થાય છે.
હવાની અવર જવર ઓછી થવી
રૂમમાં વેંન્ટીલેશન ઓછુ હોય તેવા રૂમમા ઘણાં લોકો એકઠા થયા હોય તો હવાની અવર
જવર ઓછી થઇ જાય છે. એર મુવમેન્ટ થાય છે.
વાતાવરણમાં ગંદકી
ભીના કચરાની ગંદકી, એન્ટ્રી દ્વારા બહાર નીકળતા ગેસ દ્રારા શ્વાસોશ્વાસ દ્રારા પરસેવાની ગંદકી તેમજ ઓરલ હાઇઝીન બરાબર ન હોય તો વાતાવરણ ગંધાય છે.
બેક્ટેરીયલ પોલ્યુશન
શ્વાસોશ્વાસ દ્વારા નીકળતા બેક્ટેરીયા હવામાં ભળે છે અને તે બેક્ટેરીયા બીજી વ્યક્તીને ચેપ લગાડે છે.
ડિસ્કમ્ફર્ટને લીધે વ્યક્તિમાં થતી અસરો
ગભરામણ
ગુંગણામણ
બે ધ્યાનપણું
સુસ્તી
બી.પી.વધે ઘટે
ઇન્જરી (ઈજા)
પ્રીવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન
એર પોલ્યુશનને કંટ્રોલ કરવો એ એન્જિનિયરીંગ પ્રબ્લેમ છે. W.H.O. એ ૧૯૬૮ માં એક લેખ પબ્લીસ કરેલ છે. જેમાં એર પોલ્યુશનને કંટ્રોલ કરવા માટેના સંશોધનો કરેલા છે. જેનાં આધારે નીચે પ્રમાણેનાં અમુક પ્રોસીઝર કરવામાં આવે છે. જે એર પોલ્યુશનને કંટ્રોલ કરે છે.
નિયંત્રણ રાખવું
જ્યાંથી હવા પ્રદુષિત થાય છે. તે ઉત્પતિ સ્થાનથી જ કંટ્રોલ કરવો. દા.ત. ફેક્ટરીમાંથી નીકળતા કચરાનો યોગ્ય નિકાલ
રીપ્લેસમેન્ટ (પ્રતિ સ્થાન)
આ ટેકનીકલ પ્રોસેસ છે. જેમાં કોલસાને બદલે ઇલેક્ટ્રીસીટીનો ઉપયોગ કરવો જુનો પ્રોસેસ હોય તો તેને નવા પ્રોસેસમાં ફેરવવો.
તીવ્રતા ઓછી કરવી
રેસીડન્ટ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે વૃક્ષો વાવવા. જેને ગ્રીન બેલ્ટ કહે છે. વાયુ પ્રદુષણ ઓછું કરવામાં સરળતા થાય છે.
કાયદો
પોલ્યુશન માટે કાયદો ઘડેલો છે. આ કાયદાને આધારે એર છે. ઘણી કન્ટ્રીમાં આ કાયદાની ઘણી અસર થઇ છે. પોલ્યશન થતું અટકાવી શકાય.
સ્મોકીંગ કરવું નહિ
અવાજ કરવો નહિ
મેટ્રો પોલ્યુશન સીટી જેમાં કલકત્તા, અમદાવાદ
આંતરરાષ્ટ્રીય પગલા
આખી દુનિયામાં W.H.O એ ઇન્ટરનેશનલ નેટવર્ક છે. જેણે ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપેલા છે. જેમાં લંડન અને વોશિંગ્ટન જે મોનીટરીંગ કરે છે. આ ઉપરાંત ૩ રીઝયોનલ સેન્ટર સ્થાપેલા છે. જે મોનીટરીંગ કરે છે. આ ઉપરાંત ૨૦ જેટલી લેબોરેટરી દુનિયામાં સ્થાપી છે. જેના મારફતે જ્યાં જરૂરી લાગે ત્યાં વોર્નિંગ આપે છે કે તમારે ત્યાં પોલ્યુશન કેટલા પ્રમાણમાં છે અને તેના માટે તમારે શું પગલા લેવા.
ડિસઈન્ફેકશન ઓફ એર (જંતુમુક્ત હવા)
1.મિકેનીકલ વેન્ટીલેશન (યાંત્રિક વેન્ટીલેશન)
મીકેનીકલ વેન્ટીલેશનમાં હવામાં રહેલા બેક્ટેરીયાનો નાશ કરવા માટે મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે. જેનાથી બેક્ટેરીયાનો નાશ થાય છે.
2.અલ્ટ્રા વાયોલેટ રેડિએશન
જેમાં રેડીએશનથી બેક્ટેરીયાનો નાશ કરવામાં આવે છે. જ્યાં ચેપી રોગના દર્દીઓ હોય અથવા O.T. માં આ પધ્ધતીનો ઉપયોગ કરવામાં આવે છે.
3.કેમીકલ મીસ્ટ (રાસાયણિક ઝાકળ)
ડ્રોપલેટ ઇન્ફેક્શન અટકાવવા માટે ટ્રાયપાઇલ ગ્લુકોઝ વેપરથી છંટકાવ કરવામાં આવે છે. જે બેક્ટેરીયા સાઇડલ ઇફેક્ટ ધરાવે છે.
4.ડસ્ટ કંટ્રોલ (ધૂળ નિયંત્રણ)
ઘણી જગ્યાએ હોસ્પીટલ તેમજ વોર્ડની અંદર ફ્લોર ઉપર ઓઇલ લગાડવામાં આવે છે . જેથી બેક્ટેરીયા ત્યાં ચોટી જાય છે.
લાઇટીંગ (લાઇટ)
પ્રોપર વિઝન માટે સારી લાઇટ જરૂરી છે. મનુષ્યના જીવન માટે પ્રકાશ ખુબ જ જરૂરી છે.
1.સફીસ્યન્સી (પુરતું)
પ્રકાશ તીવ્રતા પુરતો હોવો જોઇએ. જેથી કોઇ પણ કામ કરતાં આંખમાં સ્ટ્રેઇન ન પડે.
2.ડિસ્ટ્રીબ્યુશન (વિતરણ)
જ્યાં વર્ક કરો ત્યાં બધે જ એકસરખો પ્રકાશ મળી રહે તેવી ગોઠવણી કરવી જોઇએ.
3.વધારે પડતી ચમક
વધારે પડતો પ્રકાશ આંખને નુકશાન કરે છે. આવા પ્રકાશને કારણે ઘણીવાર એક્સીડન્ટ વધારે થાય છે. જેમા રોડ અકસ્માતનો સમાવેશ કરવામાં આવે છે. વધારે પ્રકાશ પડવાથી આંખનું વિઝન જતુ રહે છે.
4.શાર્પ શેડનો અભાવ
શાર્પ લાઇટના શેડથી વિઝન ડિસ્ટબ થાય છે. જ્યાં તમારે જોવાનું છે. ત્યાં શાર્પ શેડ ન હોવો જોઇએ.
5.સ્ટીડીનેસ (કોન્ટ્રાસ)
લાઇટમાં કોન્ટ્રાસ ન હોવો જોઇએ.
6.કલર ઓફ લાઇટ (લાઈટનો કલર)
લાઇટનો કલર ઇમ્પોર્ટન્ટ નથી પણ લાઇટ ઓછી કે વધુ ન હોવી જોઇએ. જેમાં વ્યક્તિનું ધ્યાન કામમાં રહેતુ નથી.
સોર્સ ઓફ લાઇટીંગ (લાઇટના સ્ત્રોત)
1.કુદરતી લાઇટ
નેચરલ લાઇટએ આકાશમાંથી મળે છે અને તેનાથી રીફલેક્શન મળે છે. તેનો આધાર ટાઇમ, સીઝન અને વાદળ ઉપર રહેલો છે.
નેચરલ લાઇટ મેળવવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા
મકાન હંમેશા ઉત્તર – દક્ષિણે બારી બારણાઓ આવે એ રીતે બનાવવા જોઇએ.
બીલ્ડીંગની આજુ બાજુ કઇ નડતર રૂપ હોય તો તે નાશ કરવો.
બારીનો આકાર તેમજ જમીનથી તેની ઉંચાઇ અઢી ફુટથી ત્રણ ફુટ હોવી જોઇએ. તેમજ બારી પહોળી હોવી જોઇએ.
કુત્રિમ લાઇટ આપણને રાત્રી દરમીયાન મળે છે. તેના માટે આપણે સુર્યપ્રકાશનો આધાર રાખી શકાતો નથી.
જેમાં નીચેની વસ્તુઓ દ્વારા આર્ટીફિસીયલ લાઇટ મળે છે.
ઇલેક્ટ્રીક બલ્બ
ઇલેક્ટ્રીક બલ્બમાં ઇલેક્ટ્રીક કરંટથી ગરમી મળવાથી વાયર પ્રકાશિત થાય છે અને આપણને પ્રકાશ મળે છે અને અજવાળું થાય છે. તે તીવ્ર અને ગરમ હોય છે.
ટ્યુબ લાઈટ
ગ્લાસની મર્ક્યુરી મેથડથી ભરેલી ટ્યુબ હોય છે. બંને સાઇડે ઇલેક્ટ્રીક ફીટીંગ હોય છે અને બંન્ને સાઇડે બે પોઇન્ટ હોય છે. ટ્યુબની અંદર ચોક્કસ પ્રકારના કેમિકલનો કલર હોય છે. જે વાઇટ હોય છે. આર્થિક રીતે પરવડે છે. કારણ કે તે પાવર સોબર છે. તેના દ્રારા મળતો પ્રકાશ પુરતો અને ઠંડો હોય છે.
સોલાર
જે સુર્યપ્રકાશની હાજરીમાં ગરમી લઇ અને રાત્રે તેના દ્વારા ટ્યુબ લાઈટ તેમજ બલ્બ પ્રકાશિત થાય છે. અને અજવાળુ થાય છે. આ આર્થિક રીતે પરવડે છે.
સોલાર કુકર
આનો પણ સુર્યપ્રકાશની હાજરીથી યુઝ કરી શકાય છે.
વેન્ટીલેશન (હવાની અવર જવર)
વ્યાખ્યા
વેન્ટીલેશન એટલે હવાની અદલા-બદલી અથવા હવાની ફેરબદલી જેમાં ચોખ્ખી હવા ઘરની અંદર આવે તેને પ્રદુષિત હવા ઘરની બહાર તેવા વાતાવરણનું નિર્માણ કરવું તેને વેન્ટીલેશન કહેવાય છે.
વેન્ટિલેશનના પ્રકાર
1) કુદરતી વેન્ટીલેશન
વાયુ, પવન
ડીફ્યુઝન (ફેલાવ)
તાપમાનમાં અસમાનતા
2) કુત્રિમ વેન્ટીલેશન
એક્ઝોસ્ટ ફેન
પ્લેનમ
બેલેન્સ
A.C (એર કન્ડીશન)
(1) નેચરલ વેન્ટીલેશન
A.વાયુ, પવન
પવન એ નેચરલ વેન્ટીલેશન માટે મહાન વસ્તુ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન થાય છે. જ્યારે પવન ફુંકાય છે. ત્યારે અશુદ્ધિ દુર થાય છે. ઘણી વાર હવામાન કોઇપણ એક જગ્યાએ ઓછું થવાથી વંટોળીયો થાય છે. ત્યારે કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે છે. ત્યારે પણ નુકશાન થાય છે.
B. ડીફ્યુઝન (ફેલાવ)
આ ગેસની પ્રોપર્ટી છે. તે નાના કાણામાંથી પણ બહાર નીકળે છે. તેવી જ રીતે હવા પણ નાના કાણા થકી અંદર જાય છે. પણ આ સ્લો પ્રોસેસ છે.
C. તાપમાનમાં અસમાનતા
ઇન્ડોર અને આઉટ ડોરમાં ગરમી જુદી જુદી હોય છે. જેમાં તફાવત હોય છે. અંદરનું હવામાન બહાર કરતાં ઠંડુ હોય છે. તફાવત હોવાથી તેમાં મુવમેન્ટ જોવા મળે છે. જેમાં ગરમ હવાવાળી જગ્યાએ ઠંડી હવા જાય છે આવું ઉનાળાની ઋતુમાં બારી બારણા બંધ રાખીએ છીએ જેથી ગરમ હવા અંદર ન આવે. ગરમ પ્રદેશોમાં નેચરલ વેન્ટીલેશન હોય છે ઘરની અંદર બારી -બારણાં સામસામાં અથવા ક્રોસમાં રાખવા જોઇએ. ભારતમાં ઘણો ખરો ભાગ નેચરલ વેન્ટીલેશન ઉપર જ આધારીત હોય છે.
(2) આર્ટિફીશીયલ
A. એક્ઝોસ્ટ વેન્ટીલેશન
ઘરની અંદરની હવાને એક ઝોસ્ટ ફેન દ્વારા બહાર કાઢવામાં આવે છે. જે ઇલેક્ટ્રીસીટી દ્વારા ચાલે છે. આ ફેન દ્વારા ગરમ હવા બહાર ફેંકાય છે અને બહારની ઠંડી હવા રૂમમાં આવે છે. આવા એકઝોસ્ટ ફેન ઘરમાં, સીનેમાં હોલમાં સભાખંડમાં, ઇન્ડસ્ટ્રીઝમાં હોય છે. આ ફેનને ઘરમાં ઉંચે બહારની તરફ હવા ફેંકે એ રીતે ફીટ કરવામાં આવે છે.
B. પ્લેનમ વેન્ટીલેશન
આ સીસ્ટમમાં હવાને ફોર્સફુલી રૂમમાં દાખલ કરવામાં આવે છે. એક્સઝોસ્ટની ઓપોઝીટ કામ કરે છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે.
C. બેલેન્સ વેન્ટીલેશન
આ વેન્ટીલેશન એકઝોસ્ટ અને પ્લેનમનું મીક્સ રૂપ છે. ફેન દ્રારા અંદરની હવા બહાર ફુંકવાની અને બહારની હવા અંદર લેવાની ક્રિયા થાય છે. જેથી બેલેન્સ બરાબર જળવાઇ રહે છે. જ્યારે કુદરતી વેન્ટીલેશન ન ચલતું હોય ત્યારે આવી સીસ્ટમનો ઉપયોગ થાય છે.
D. એર કન્ડીશનીંગ
આધુનિક યુગમાં આ સીસ્ટમનો ખુબ ઉપયોગ થાય છે. હાલમાં જુદી જુદી ટાઇપના નાના મોટા A.C. જોવા મળે છે. જે દિવાલ ઉપર લગાડી શકાય છે અને બારીમાં ફીટ કરી શકાય છે. હાલમાં પાવર સેવર A.C. આવે છે. જેથી ઓછા વિધ્યુતથી ચાલે છે. A.C. થી વ્યક્તિને બરાબર કમ્ફોર્ટ લાગે છે. A.C. થી હવાનું ટેમ્પરેચર, ભેજ અને ડસ્ટ વગેરેને કંટ્રોલ કરવામાં આવે છે.
સ્ટાન્ડર્ડ ઓફ વેન્ટીલેશન
ફ્લોર સ્પેસ
50 થી 100 SQ ફીટ /1 પર્સન
હવાની ફેરબદલી
એક કલાકમાં ૨ થી ૩ વખત એર ચેન્જ થવી જોઇએ. વર્કીંગ રૂમમાં ૧ કલાકમાં ૪ થી ૬ વખત એર ચેન્જ થવી જોઇએ.
હોમ એન્વાયરમેન્ટ
આઇડીયલ હાઉસ (આદર્શ ઘર)
એન્વાયરમેન્ટલ હાઇજીન કમીટીએ ૧૯૪૯ માં આઇડીયલ હાઉસ માટે ભલામણ કરેલ છે.
જેમાં ઘર બનાવતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે.
આજુ બાજુનું વાતાવરણ જેમાં પુરતો હવા ઉજાસ મળી રહે તેવું હોવું જોઇએ.
ઘરનો ૨/૩ ભાગ ખુલ્લો હોવો જોઇએ. આગળ નાનો બગીચો હોવો જોઇએ અને ફુલ છોડના કુંડા રાખવા જોઇએ.
3) દિવાલ
દિવાલ હંમેશા ૬ ઇંચની હોવી જોઇએ. જો જરૂરીયાત હોય તો તેથી પણ વધારે પહોળી રાખી શકાય છે. હાલમાં અર્થકવીક (ભુકંપ) થી બચાવ દિવાલ જાડી રાખવામાં આવે છે. કોર્નર પર લેમ્બ કોલમ મુકી દિવાલ બનાવવામાં આવે છે.
4) ફ્લોર (તળિયું)
૨ થી ૩ ફુટ ઉંડો પાયો ગાળવો જોઇએ. જેને પ્લીન્થ કહેવાય છે. હાલમાં અર્થક્વીકથી બચવા માટે ઘરના પાયમાં લોખંડના સળિયા નાખી સિમેન્ટ કોક્રીટથી મજબુત બનાવવામાં આવે છે. પાયો એવો મજબુત બનાવવો કે જેથી તુટી ન જાય.
5) રૂફ (છાપરૂ)
છાપરૂ ૧૦ ફુટથી વધારે હોવું જોઇએ. પારાપેટ ઉંચી બાંધેલી હોવી જોઇએ
6) રૂમ્સ (ઓરડા)
2 થી વધારે રૂમ હોવા જોઇએ. દરેક રૂમમાં સારૂ વેન્ટીલેશન હોવું જોઇએ. શક્ય હોય તો એટેચ સંડાસ બાથરૂમની સગવડતા હોવી જોઇએ.
7) ફ્લોર સ્પેસ
૧ વ્યક્તી દીઠ વધારેમાં વધારે ૧૦ સ્કવેર ફુટ અથવા ઓછમાં ઓછા ૫૦ સ્ક્વેર ફુટ જગ્યા હોવી જોઇએ.
8) બારી – બારણાં
બે દરવાજા હોય તો પાંચ બારી હોવી જોઇએ.
9) ફેસીલીટી (વ્યવસ્થા)
સેપ્રેટ કીચનસેનેટરી સંડાસ, બાથરૂમ, સેઇફ વોટર સપ્લાય, વોશિંગ ફેસીલીટી, સુર્યપ્રકાશ, લાઇટીંગ વગેરે હોવા જોઇએ, રસોડામાં એકઝોસ્ટ ફેન અને ચીમની હોવી જોઇએ. દાદરાને ગ્રીલ હોવી જોઇએ. કુદરતી આફત આવે ત્યારે સ્વબચાવના સાધનો હોવા જોઇએ. જેવા કે કુદરતી અને કૃત્રિમ આફતો વખતે ફર્સ્ટ એઇડ કીટ્સ, અર્થીગ વાયર રોબર્ટસ, પૈસા, ફોન, આઇડેન્ટી કાર્ડ ટોર્ચ વગેરે.
કિચન હાયજીન
નિર્ધમ ચુલો
નિર્ધમ ચુલો એટલે ધુમાડા વગરના ચુલના ફાયદા:
ધુમાડો થતો નથી.
રસોડું કાળુ થતું નથી.
પ્રદુષણ થતું અટકે છે. જેમાં એર પોલ્યુશન થતું અટકે છે.
સમયનો બચાવ થાય છે.
બળતણ ઓછું જોઇએ.
એક સાથે બે વસ્તુ રાંધી શકાય છે.
આર્થિક રીતે લાભ થાય છે.
બનાવવાની રીત
માટી અને ઘાસ મિક્સ કરી બનાવવામાં આવે છે. સિમેન્ટ અને રેતી મિસ કરી બનાવી શકાય છે.
જેમાં,
લંબાઇ ૭૫ સે. મી
પહોળાઇ ૪૦ સે.મી.
ઉંડાઈ ૨૦ સે.મી.
૧૦ સે.મી, ડાયામીટર વાળી પાઇપ જેની લંબાઈ ઘરના છાપરાં ઉપર સુધી થતી બહાર બે ફુટ નીકળે તેવી હોવી જોઇએ. ચીમની ઉપર શંકુ આકારનું ઢાંકણ હોવું જોઇએ.
સૌપ્રથમ રસોડામાં જે જગ્યાએ ચુલો બનાવવાનો હોય તે જગ્યા પસંદ કરી ત્રણ ફુટ લાંબુ અને પહોળું પ્લેટફોર્મ બનાવી તેના પર યુલો બનાવવો જોઇએ.