In App.Instrument(f.y.gnm)f.y.gnm-intruments-viva table
તમારા પ્રેકટીકલ નોલેજ ને વધારવા ખુબજ ઉપયોગી Instruments…..
🏹લેરિંગોસ્કોપ(laryngoscope)
આ એક એવું ડિવાઇસ છે. જેનો ઉપયોગ લેરિંગસ્ ને વિઝયુલાઈઝ કરવા અને મેનલી ET ટ્યુબ ને ઇન્સર્સન કરવામાં થાય છે. આ એક ટ્યુબ લાઈક સ્ટ્રક્ચર છે. જે લેરિંગ્સ નું એક્ઝામિન કરવા ઉપયોગ થાય છે.
1854 માં manuel garcia એ introduce કર્યું હતું.
ટાઈપ(Types)
ડાયરેક્ટ રીજીડ લે રીંગોસ્કોપ
ઇનડાયરેક્ટ રીજીડ લેરિંગોસ્કોપ
વીડીયો લેરિંગોસ્કોપ- રીજીડ અને ફ્લેક્સિબલ
ફ્લેક્સિબલ ફાઇબર ઓપ્ટિક લેરિંગોસ્કોપ. Blade ના ટાઈપ
લોકલ ટીશ્યુ માં ઇન્જ્યુરી બ્રેડીકારડીયા અને હાઈપોક્જીયા
ડેમેજ સર્વાઇકલ સ્પાઇન (નેકનું વધારે પડતું એક્સટેન્શન) ડેન્ટલ ઇન્જ્યુરી
ટ્રકિયામાં પરફોરેશન બ્રોંકોસ્પlઝમ
હાઈપરટેન્શન લેરીંગોસ્પાઝમ
વોકલ કોર્ડ પેરાલીસીસ
ડીશઇન્ફેક્શન ની મેથડ
રનીંગ વોટર શોપ સોલ્યુશન
આલ્કોહોલ સ્વેબ ઓટોક્લેવ
ડિસ્પોઝેબલ બ્લેડ
પોઝિશન ઓપટીમલ સ્નીફિંગ પોઝીશન ( હેડ એક્સટેન્શન અને નેક ફ્લેક)
સેડેશન મેથડ લોકલ એનેસ્થેસિયા લીગ્નોકેન+એડ્રીનાલિન
🏹 scalpel ( સ્કlલપેલ)
સ્કાલપેલ સ્મોલ અને sharp બ્લેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેનો ઉપયોગ સર્જરી સ્કીન ઈનસીઝન વગેરેમાં થાય છે .તેની ડિફરન્ટ બ્લેડ અને સાઈઝ હોય છે બધાનો અલગ અલગ પર્પઝ અને ઉપયોગ છે.
બ્લેડ નંબર 10 ,અને હેન્ડલ નંબર 3/5/7 :- તેનો ઉપયોગ પીડિયાટ્રીક સર્જરીમાં ઈનસીઝન મૂકવા.
Blade no.11
Handle no. 3/5/7
પસનો ડ્રેનેજ કરવા ઉપયોગ થાય છે.
Blade no. 12
Handle no .3/5/7
ટોનસીલેકટોમી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીમાં.
Blade no. 15
Handle no.3/5/7
પ્લાસ્ટિક સર્જરી અને પીડીયાટ્રીક સર્જરીમાં
Blade no. 22
handle no.4
સ્કીનમાં ઈનસીઝન મૂકવા.
Blade no. 23
Handle no.4
સ્કીન અને ડીપ ઈનસીઝન મૂકવા.
Blade no. 24
Handle no.4
સ્કીનમાં ઈનસીઝન મૂકવા.
બ્લેડ ના ટાઇપ:
સ્ટેનલેસ સ્ટીલ
સ્ટેનલેસ સ્ટીલ સાથે પ્લેટીનમ સ્ટરીલાઈઝેશન Handle: બોઇલિંગ અથવા ઓટોક્લેવ દ્વારા. Blade: સ્ટરીલાઈઝ કરવામાં આવતું નથી. પણ ગ્લુટરlલ્ડીહાઇડ માં અથવા ગામા રેડીએશન દ્વારા 12 કલાક સુધી કરવામાં આવે છે . યુઝ કરતા પહેલા નોર્મલ સલાઇન વડે ક્લીન કરવું.
Sterilization method for all instruments:
કોઈપણ આર્ટીકલ કે ઇન્સ્ટ્રુમેન્ટ ને ઉપયોગ કર્યા પછી તેની કેર નીચે મુજબના સ્ટેપ ફોલો કરી લેવામાં આવે છે.
આર્ટીકલ બ્લડ કન્ટેન્ટ વાળા હોય તો આ તમામ આર્ટીકલ ને સોડિયમ હાઇપો ક્લોરાઇડના સોલ્યુશનમાં 10 થી 20 મિનિટ રાખવામાં આવે છે જેથી તે ડીશ ઇન્ફેકટ થઈ શકે.
ત્યારબાદ આ આર્ટીકલ ને સોડિયમ હાયપોક્લોરાઇડ માંથી રીમુવ કર્યા બાદ રનીંગ વોટર અને સોપ વોટર થી તેના દરેક પાર્ટ્સને કેરફૂલી વોશ કરવામાં આવે છે.
ત્યારબાદ આ તમામ આર્ટીકલ ને ડ્રાય કરવામાં આવે છે અને આર્ટીકલ ને તેની પ્રોપર વર્કિંગ કન્ડિશન ચેક કરવામાં આવે છે જરૂર જણાય તો લ્યુબ્રીકન્ટ કરવામાં આવે છે.
ત્યારબાદ આ તમામ આર્ટિકલ્સ ને ડ્રમમાં પ્રોપર એરેન્જ કરી ફરી વખત ઉપયોગ કરવા માટે ઓટોક્લેવમાં મોકલવામાં આવે છે. જેથી આ આર્ટીકલસ સ્ટરાઇલ થઈ શકે અને બીજી વખત સેફલી યુઝ કરી શકાય છે.
ઓટોકલેવ માંટે તેને 25-30 મિનિટ સુધી 121°C તાપમાન એ અને 15 બાર દબાણે autoclave માં મુકવા.
જૉ ધાર વાડુ Instrument હોય જેમ કે scissor to તેને normal water થી ક્લીન કરવા. આ ધાર વાડુ Instrument ને boil k autoclave કરવામા આવતા નથી .કેમ કે તેને boil કે autoclave કરવામાં આવે તો તેની ધાર ઓછી થઈ જાય. એટલે તેને normal water દ્વારા સાફ કરી ને solution માં રાખવામાં આવે છે.
🏹Needle holder(નીડલ હોલ્ડર)
Introduction
નીડલ હોલ્ડરને નીડલ ડ્રાઇવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
તે એક સુચરીંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
તે સ્ટેનલેસ સ્ટીલ નું બનેલું છે.
તેનો ઉપયોગ એ સર્જીકલ પ્રોસિજર દરમિયાન સુચરીંગ નીડલને હોલ્ડ કરવા માટે થાય છે.
Parts
1.groove (ગ્રુવ) ,
2.box lock (બોક્સ લોક),
3.shank (સેન્ક),
4.Ratchet (રેચેટ),
5.finger ring (ફિંગર રિંગ).
Uses
નીડલ હોલ્ડરનો ઉપયોગ એ સુચરીંગ નીડલને જ્યારે કોઈ પણ સર્જીકલ પ્રોસિજર અથવા વુંડને (ઘા) ક્લોઝ કરતા હોય એ દરમિયાન નીડલને હોલ્ડ તથા પુશ કરવા માટે થાય છે.
આ ઉપરાંત નીડલ હોલ્ડરનો ઉપયોગ એ લાઇગેસનની પ્રક્રિયા દરમિયાન પણ થાય છે.
રીએનાસ્ટોમોસીસ માટે પણ નીડલ હોલ્ડરનો ઉપયોગ કરી શકાય છે.
આ ઉપરાંત ઓપીડી બેસ્ડ સુચર માટે , સિઝેરિયન સેક્શન અને નોર્મલ ડિલિવરીમાં પણ જ્યારે સુચર લેવાના હોય છે ત્યારે નિડલ હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે.
નીડલ હોલ્ડરમાં ટોચ ની અંદર ની બાજુ ક્રીશ ક્રોસ સેરેશન આવેલ હોય છે અને વળાંક વાળી નીડલને મજબૂત રીતે પકડવા માટે નાનો એવો ગૃવ આવેલો હોય છે.
Size :-જુદી-જુદી size માં available છે.
After care
(આર્ટીકલ ની આફ્ટર કેર ઉપર આપેલી છે જે બધા સર્જીકલ સ્ટરાઈલ ઇન્સટ્રુમેન્ટ્સ માંટે ઉપયોગ મા લેવાય છે. જેની નોંધ લેવી.)
🏹Cheatle forcep (ચિટલ ફોરસેપ):
Cheatle forcep એ એક sterile forcep છે.
Use: તેનો ઉપયોગ sterile instrument ને boiling માંથી અથવા autoclave drum માંથી અથવા તો formalin chamber માંથી sterile instrument ને કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
Cheatle forcep નો જ્યારે ઉપયોગ કરવામાં નથી આવતો ત્યારે તેને એક container માં methaleted sperit solution માં રાખવામાં આવે છે.
Size:
8 inch
10 inch
12 inch
Principle :
તેનો main principle એ છે કે આપણને જરુરી instrument ને બહાર કાઢી શકીએ જેથી બીજા instrument infected ના થાય. સ્ટરાઈલ ટેકનિક મેન્ટેઈન કરવા માંટે તેનો ઉપયોગ કરી શકાય છે.
તેનુ બીજુ નામ એ ‘રેમ્પલીસ સ્વેબ હોલ્ડિંગ ફોર્સેપ’ છે.
સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ લાંબુ, પાતળું,કેચીસ અને ફિંગર બો સાથે સાર્પ હોય છે, જેનો અર્થ એ છે કે તે ગોળાકાર ફેનીસ્ટ્રેશન છેડા સાથેનું લાંબુ અને સીધુ સાધન છે.
સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપનો ભાગ એક ટ્રાન્સવર્સ સીરેસન ધરાવે છે.
આ સાધનને સારી પકડ આપવા માટે સિરેશન ડિઝાઇન આવેલી હોય છે એટલે કે આ ફોર્સપ દ્વારા કોઈપણ વસ્તુને યોગ્ય રીતે પકડવા માટે સિરેશન ડિઝાઇન આવેલી હોય છે.
Size :
સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ એ લંબાઈમાં 7-9 ઈંચ (18-20cm) જેટલું હોય છે.
Made by :
સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ સ્ટેઈનલેસ સ્ટીલનું બનેલું હોય છે.
Parts :
1.jaw (જો : કે જેમાં સિરેશન આવેલ હોય છે)
2.shaft (સાફ્ટ)
3.box lock( બોક્સ લોક )અથવા joint( જોઈન્ટ)
4.shank (સેંક)
5.finger bow ( ફિંગર બો) or finger ring ( ફિંગર રિંગ)
6.ratchet ( રીચેટ) :- રીચેટ એ 3C ધરાવે છે એટલે કે કેચ, ક્લેમ્પ અને ક્રશ.
Uses :
કોઈપણ સર્જીકલ પ્રોસિજર કરતી વખતે સ્પંજ અને સ્વેબને હોલ્ડ એટલે કે પકડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સર્જીકલ પ્રોસિજનમાં પેઇન્ટિંગ કરતી વખતે સ્વેબને પકડવા માટે તેનો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત મધરના પેરીનિયમ એરિયાને ક્લીન કરવા માટે સ્વેબને પકડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
વજાયના માંથી બ્લડ અને એમનીઓટીક ફ્લુઈડને રીમુવ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત વજાયનામાં આવેલા ઓસને ટાઇટનિંગ કરતી વખતે સર્વેીક્ષ ને પકડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ફોર્સેપ ડીલેવરી પછી સર્વેીક્ષ ને જોવા માટે પણ સ્પંજ હોલ્ડર નો ઉપયોગ કરવામાં આવે છે.
સિઝેરિયન સેક્શનમાં ગ્રીન આર્મીટેક ફોર્સેપની જગ્યાએ સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપનો ઉપયોગ કરી શકાય છે.
સ્પંજ હોલ્ડર નો ઉપયોગ એ ઓવમ ફોરસેપ ની જગ્યાએ પણ કરી શકાય છે.
કેવીટીમાં સ્વેબીંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત ડીસેક્શનની સુવિધા માટે તેનો ઉપયોગ થાય છે.
Straight artery forceps નો કોઇ પણ surgical procedure દરમિયાન જૉ bleeding થાય તો blood vessels ને clamp કરવા માટે અને soft tissue ને gently રીતે clamp કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
આની design એવી રીતે બનાવવામાં આવી છે કે જેથી open surgical site પર easily રીતે તેને apply કરી શકાય.
Size:
4 inch
5 inch
6 inch
8 inch
10 inch
Principle :
Straight artery forceps એ hemostasis – bleeding ને stop કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે..
🏹 Curved artery forceps(કવર્ડ આર્ટરી ફોર્સેપ):
Curved artery forceps:
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો main use body cavity ના deep tissue ને અથવા surgical procedure દરમિયાન body cavity માં bleeding થાય હોય તો તેને stop કરવા માટે થાય છે.
આને એવી રીતે design કરવામાં આવ્યું છે કે જે surgical site માં body cavity માં deep body cavity માં bleeding છે ત્યાં ના tissue ને અથવા artery ને easily clamp કરી શકાય તેથી curved artery forceps માં tip નો ભાગ curved (વળેલો) બનાવવામાં આવ્યો છે.
Size:
5 inch
6 inch
7 inch
8 inch
10 inch
Principle :
Curved artery forceps એ hemostasis (bleeding stop કરવા) પર work કરે છે.
🏹 DISSECTING FORCEPS (ડીસેકટીંગ ફોર્સેપ):
ડિસેક્શન ફોર્સેપ એ ટીશ્યુને પકડી રાખે છે અને ઓપરેશન એરિયાને ક્લિયર રાખવામાં મદદ કરે છે , અને એ જ સમયે , ડિસેક્શન માટે અથવા ઓપરેશન દરમિયાન અન્ય કામગીરી માટે જેમ કે સ્યુચર લેતી વખતે નીડલ ને પકડવા માટે વગેરે.
તેના બે પ્રકાર છે :
નોન ટુથ અથવા પ્લેન ડિસેક્ટીંગ ફોરસેપ અને ટુથ ડિસેક્ટીંગ ફોરસેપ.
ટીશ્યુના ટાઈપના આધારે આ ફોરસેપ ઘણા બધા ટાઈપના જોવા મળે છે જેમ કે નાના , મોટા , ફાઇન અને ભારે તે તેના ડિઝાઇનરોના નામ પરથી નામ આપવામાં આવ્યા છે. દા.ત.Lane’s , Victor Bonney’s , Millin’s , Gillie’s etc.
ઓળખવાના મુદ્દા :
આ ઇન્સ્ટ્રુમેન્ટની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે હેન્ડલમાં સ્પ્રિંગ જેવી રચના હોય છે.
સારી પકડ આપવા માટે હેન્ડલ્સની બહારની સપાટીના વચ્ચેના ભાગ પર થોડા ridges ( ઉપસેલું , શિખરો ) હોય છે.
ટીશ્યુ પર વધુ સારી પકડ મેળવવા માટે બ્લડને અંદર ટ્રાન્સવર્સલી સીરેટેડ કરવામાં આવેલ છે. આ સીરેસન એ બાઈટ લેતી વખતે નીડલને પકડવામાં પણ મદદ કરે છે.
ટુથ ફોરસેપમાં , ટીપ પાસે બે ટુથ આવેલા હોય છે.
નોન ટુથ અથવા પ્લેન ડિસેકટીંગ ફોર્સેપ :
ફાયદાઓ :
તેનો ઉપયોગ વધુ ઇન્જૂરી પહોંચાડ્યા વિના નાજુક અને સોફ્ટ ટીશ્યુને પકડી રાખવા માટે થાય છે. ગેરફાયદા :
બે આર્મ ઇન્સ્ટ્રુમેન્ટ માં બંને બાજુ સ્પ્રિંગ મિકેનિઝમમાંથી ઘણી વખત ટીશ્યુ બહાર નીકળી ( Spli out ) જાય છે.
ટુથ ડિસેક્ટિંગ ફોર્સેપ :
ફાયદાઓ :
તે ટીશ્યુઓ પર સારી પકડ આપે છે.
તેના ફક્ત ટુથ જ ટીશ્યુને પકડી રાખે છે , તેથી આજુબાજુની ટીશ્યુઓને ઓછી ઇજા થાય છે.
તેમાં બંને બાજુ ટુથ હોવાથી ટીશ્યુ બહાર નીકળી શકતી નથી.
ગેરફાયદા :
આનો ઉપયોગ જ્યાં નરમ અને સોફ્ટ ટીસ્યુ હોય ત્યાં કરી શકાતો નથી.
આનો ઉપયોગ hemostat (bleeding stop કરવા) તરીકે, કોઈ wound હોય તો તે જગ્યા પર ના abscess (pus જમા થઇ ગયું હોય) ને open કરવા, suturing વખતે suture ના end ને પકડવા માટે એ સિવાય suturing વખતે suture ના end ને cut કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
તેના 2 type છે.
Straight mosquito artery forcep
Curved mosquito artery forcep
Size:
4 inch
5 inch
6 inch
Principle :
તે mainly bleeding દરમિયાન wag ને compress કરે જેથી bleeding ને stop કરે અને suturing કરતી વખતે તે સહેલય થી suturing કરી શકાય છે.
🏹 Kocher’s forcep (કોચર્ચ ફોર્સેપ) :
તે stainless steel નું બનેલું છે
Use:
Thyroid surgery દરમિયાન superior thyroid pedicle vessels ને hold કરવા માટે,
Rib resection દરમિયાન rib ને hold કરવા માટે,
Labor દરમિયાન membrane ને rupture કરવા માટે,
વગેરે મા ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
5 inch
🏹Fine tip scissor (ફાઈન ટીપ સીઝર્સ):
તે stainless steel નું બનેલું છે.
Use:
Fine tip scissor એ surgical instrument છે કે જેનો ઉપયોગ cut and trim કરવા માટે ઉપયોગી છે. ઍ સિવાય extra dead skin/tissue ને cut કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
🏹 Surgical scissor (સર્જીકલ સીઝર્સ):
તે stainless Steel નું બનેલું છે. તેની ધાર sharp હોય છે.
Use:
તેનો ઉપયોગ tubing ને cut કરવા, surgical dressing માં, સર્જરીમાં વેગેરે માં ઉપયોગ માં લેવામાં આવે છે.
ઍ સિવાય tissue ને cut કરવા, dead skin ને cut કરવા માં ઉપયોગ માં લેવામાં આવે છે.
Principle :
Scissor એ extremely high precision ની સાથે soft tissue ને cut કરે છે.
🏹 Mayo’s cutting scissors (માયોસ કટિંગ સીઝર્સ):
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ thick (જાડા) tissue જેવા કે, uterus, muscle, breast, foot ના tissue ને cut કરવામા વપરાય છે.
ઍ સિવાય general surgery જેવી કે,abdominal, thyroid gland surgery, કોઈ ટ્રોમા થયો હોય, hernia વગેરે મા ઉપયોગ માં લેવામાં આવે છે.
Mayo’s scissor ના 2 type છે.
Straight bladed mayo’s scissor
Curved bladed mayo’s scissor
Size:
6 inch
7 inch
Principle :
તે class 1 lever ના principal પર work કરે છે.
Scissor એ effort and load ને maintain કરી ને work કરે છે.જેમાં surgeon ને surgical procedure દરમિયાન effort ઓછા કરવા પડે છે
Tissue forceps:
તે stainless Steel નું બનેલું છે
તેને adson tissue forcep તરીકે પણ ઓળખવામાં આવે છે.
Use:
તેનો ઉપયોગ surgical procedure દરમિયાન tissue ને manipulate કરવા માટે થાય છે.
એ સિવાય incision વખતે, suturing વખતે tissue ને support આપવા માટે પણ ઉપયોગ માં લેવામાં આવે છે
એ સિવાય કોઇ પણ surgical procedure દરમિયાન tissue ને retract કરીને texture improve કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Two type:
Plain tissue forcep
Toothed tissue forcep
Size:
6 inch
8 inch
10 inch
🏹 Aliis forcep (એલીસ ફોર્સેપ):
તે stainless steel નું બનેલું છે.
Use:
તેનો ઉપયોગ heavy tissue ને grasp કરવા માટે, organ ને grasp કરવા માટે, એ સિવાય electrosurgery દરમિયાન slippery dense tissue ને hold કરવા માટે ઉપયોગી છે.
એ સિવાય breast અને bowel ની surgery દરમિયાન soft tissue અને fascia ને grasp કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
4 inch
6 inch
8 inch
Principle :
આ forceps tissue ને pull કરવા માટે reliable clamping action provide કરે છે જેથી tissue ને grasp કરી શકાય.
🏹 Mouth gag (માઉથ ગેગ):
તે stainless steel નું બનેલું છે.
Use:
Mouth gag એ surgical device છે.
Mouth gag એ upper jaw and lower jaw વચ્ચે રાખવામાં આવે છે
એનો હેતુ એ છે કે તેને રાખવાથી કોઈ પણ mouth ની surgery વખતે mouth ને close થતું અટકાવી શકાય છે અને surgery easily થઈ જાય છે.
Size:
Paediatric: 10 cm
Adult: 15 cm
Type:
Doyen mouth gag
Heister mouth gag
Principle :
Mouth gag એ surgery દરમિયાન upper and lower jaw ને retract કરીને રાખે છે જેથી mouth close થઈ શકે નહી.
🏹Tongue depresser (ટંગ ડીપ્રેસર):
તે wooden (લાકડાનું) અને stainless steel ના હોય છે.
Use:
Tongue depressor એ tongue ને depress કરવા માટે ઉપયોગી છે કે જેથી mouth and throat નું properly visualization (જોઈ શકાય) કરી શકાય છે.
હાલ નાં સમય માં disposable tongue depressor એ stainless Steel ના tongue depressor કરતા વધારે ઉપયોગમાં લેવામાં આવે છે.
Principle :
તે tongue ને depress કરે છે કે જેથી proper examine કરી શકાય છે.
🏹 Nasal speculum (નેઝલ સ્પેક્યુંલમ):
તે stainless Steel નું બનેલું છે.
Use:
Nasal speculum એ nasal cavity ને પહોળી (wide) કરવા વપરાય છે કે જેથી nasal cavity ની therapeutic અને diagnostic procedure દરમિયાન proper visualization કરી શકાય.
ઍ સિવાય nasal speculum નો ઉપયોગ anterior rhinoplasty, septal surgery, foreign body removal, polyps માં ઉપયોગ માં લેવામાં આવે છે.
Size:
12 to 33 mm
બીજું નામ:
Thudicum nasal speculum
Principle :
તે mainly nasal cavity ના proper visualization માટે હોય છે.
🏹Aural speculum (ઓરલ સ્પેક્યુંલમ):
તે plastic નું અથવા stainless steel નું બનેલું હોય છે.
Use:
તેનો ઉપયોગ autoscope માં install કરી ને tympanic membrane ના examination માં વાપરવામાં આવે છે.
એ સિવાય તેનો ઉપયોગ ear surgery માં થાય છે, કે જેને external auditory canal સુધી straight રાખવામાં આવે છે કે જેથી eardrum ને easily જોઈ શકાય છે.
એ સિવાય wax ના અને edesquamated epithelial debris ને external auditory canal માંથી remove કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Principle :
તે mainly ear surgery ને easy બનાવવા માટે specially design કરવામાં આવ્યું છે.
🏹 C retractor (C રીટ્રેક્ટર):
ઇન્ફોર્મેશન:
C રીટ્રેકટરને C શેપ રિટ્રેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.આ એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે
જે જુદા- જુદા પ્રકાર ની મેડીકલ પ્રોસીઝર મા યુઝ કરવામા આવે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ એ સર્જીકલ પ્રોસિજર દરમિયાન ઇન્સિઝન સાઇટ પરના ટિસ્યુઝ તથા ઓર્ગન ને હોલ્ડ કરવા માટે યુઝ થાય છે. જેના કારણે સર્જન ને સર્જીકલ સાઇટ નુ ક્લિયર વ્યુ તથા એક્સેસ થાય છે.
આ ઇન્સ્ટ્રુમેન્ટ ને ‘ C ‘ retractor એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેનો શેપ એ અંગ્રેજી લેટર
‘ c ‘જેવો હોય છે. તે સ્ટેઇનલેસ સ્ટિલ નું બનેલું હોય છે.
ડિઝાઇન:
C રીટ્રેક્ટરમાં સામાન્ય રીતે હેન્ડલ સાથે કવડૅ C-આકારની બ્લેડ જોડાયેલી હોય છે.
સ્પેસિફીક સર્જીકલ પ્રોસિઝર અને પેસન્ટ ની બોડી ની એનાટોમી ના આધારે બ્લેડ એ સાઇઝ તથા કર્વેચર માં જુદી જુદી હોય છે.
હેન્ડલ એ એવી રીતે ડિઝાઇન કરેલુ હોય કે જેથી સર્જન અથવા આસીસ્ટીંગ સ્ટાફ દ્વારા ઇઝીલી ગ્રીપ
અને મેનીપ્યુલેશન થય શકે છે.
યુઝ :
રિટ્રેક્શન:
C રીટ્રેક્ટર નું પ્રાયમરી ફંક્શન એ ટીશ્યુસ અથવા ઓર્ગન ને જેન્ટલી રિટ્રેક્શન કરવાનુ છે, તેમનો યુઝ એ સર્જિકલ એરિયા ને એક્સપોઝ કરવા માટે
‘ C’ રિટ્રેક્ટર ને એક બાજુએ હોલ્ડ કરી રાખવું જોઇએ.આ ઇન્સ્ટ્રુમેન્ટ ના યુઝ કરવા ના કારણે સર્જન એ કોઇપણ પ્રકાર ના ઓબ્સટ્રકસન વગર ઇફેક્ટિવ રિતે વકૅ કરી શકે છે.
એક્સેસ :
‘ C ‘ રિટ્રેક્ટર ના કારણે સર્જીકલ સાઇટ પર રહેલી ટિશ્યૂસને ઇઝીલી હોલ્ડ કરી શકાય છે જેના કારણે સર્જીકલ સાઇટ સુધી ઇઝીલી એક્સેસ થઇ શકાય છે.
પ્રોટેક્શન:
અમુક કિસ્સાઓમાં સી રીટ્રેકટર નો યુઝ એ ટિશ્યુસ ને ઇંજરી થી પ્રોટેક્ટ કરવા માટે તથા ઓર્ગન ને એક્સિડેન્ટલી ડેમેજ થતું પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે.
યુઝ ઇન પ્રોસિઝર:
સી રીટ્રેકટર નો યુઝ એ એબડોમીનલ સર્જરીસ,જેમ કે એપેન્ડેક્ટોમીસ, બોવેલ રિએક્શન, હિસ્ટેરેક્ટોમી વગેરે મા યુઝ થાય છે.
સી રીટ્રેકટર એ ઓર્થોપેડિક સર્જરી જેમકે જોઇન્ટ રિપ્લેસમેન્ટ, સ્પાઇનલ સર્જરી મા પણ યુઝ થાય છે.તથા બીજી સ્પેશ્યાલીટીસ જેમકે પ્લાસ્ટિક સર્જરી, ન્યુરોસર્જરી વગેરે પ્રોસીઝર માં પણ યુઝ થાય છે.
સાઇઝ એન્ડ કર્વેચર:
સી રીટ્રેક્ટર એ જુદા જુદા સાઇઝની હોય છે.
જેમ કે,સ્મોલ,મિડીયમ તથા લાર્જ સાઇઝ.
આફ્ટર કેર:
ક્લીનીંગ
ઇન્સ્ટ્રુમેન્ટ ને સ્ટડીલાઈઝ્ડ કરતા
પહેલા તેને પ્રોપરલી રનીંગ વોટરમાં ક્લીન કરવું તથા કોઇપણ ડેબ્રિસ,બ્લડ તથા ટિશ્યુસ પ્રેઝન્ટ હોય તો તેને પ્રોપરલી રીમુવ કરવું.
ઇન્સ્પેક્શન
સી રીટ્રેકટર એ પ્રોપરલી ક્લીન થયા બાદ તેનું ઇન્સ્પેક્શન કરવું કે ડેમેજ થયું છે કે નહીં તથા તેની બ્લેડ એ ડલ થયેલી છે કે નહીં તથા ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તે ઇન્સ્પેક્શન કરી ત્યારબાદ જ ઇન્સ્ટ્રુમેન્ટને ઓટોકલેવ માં સ્ટાઇલાઇઝ કરવા માટે મૂકવું.
પેકિંગ
આ સી રીટ્રેકટર ને ક્લીન કર્યા બાદ તથા તેનું પ્રોપરલી ઇન્સ્પેક્શન કર્યા બાદ તેને સ્ટરીલાઇઝેશન પાઉચ તથા ટ્રે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ને ઓટોકલેવ કરવા માટે જ સ્પેશિયલ તૈયાર થયેલી હોય તેમાં પ્રોપરલી પેકિંગ કરવું.
પ્રોપરલી પેકિંગ કરવાથી ઇન્સ્ટ્રુમેન્ટ એ જ્યાં સુધી યુઝ ન કરીએ ત્યાં સુધી તેની સ્ટરીલીટી એ પ્રોપર્લી મેઇન્ટેઇન રહે છે.
સ્ટરીલાઇઝેશન
ત્યારબાદ પેકિંગ કરેલા સીરી ટ્રેક્ટર ની પ્રોપર અને એપ્રોપ્રિએટ મેથડ જેમ કે સ્ટીમ સ્ટરીલાઇઝેશન
(ઓટોક્લેવ),
ઇથીલીન ઓક્સાઇડ( Eo) ગેસ સ્ટરિલાઇઝેશન,
તથા લો ટેમ્પરેચર હાઇડ્રોજન પેરોક્સાઇડ ગેસ પ્લાઝમા સ્ટરીલાઇઝેશન દ્વારા પ્રોપરલી ઇન્સ્ટ્રુમેન્ટ ને સ્ટરીલાઇઝ્ડ કરવું.
Tuning fork:
Tuning fork એ metal, stainless Steel અને aluminum નું બનેલું છે.
તેનો ઉપયોગ mainly vibratory sensation અને hearing assessment ( air conduction, bone conduction) કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
Tuning fork દ્વારા ear નું hearing માટેના Rinne test અને weber test કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.