F.Y. – ANM – PHCN-PRIMARY MEDICAL CARE UNIT – 2 ADMINISTRATION OF DRUGS-UPLOAD

યુનિટ – 2

એડમીનિસ્ટ્રેશન ઓફ ડ્રગ્સ

એડમીનિસ્ટ્રેશન ઓફ ડ્રગ્સ

હેતુઓ

  • ઓર્ગનનું નોર્મલ ફંકશન ચાલુ કરવા માટે
  • રોગ થતા અટકાવવા માટે
  • થયેલા રોગોને સારા કરવા માટે
  • જનરલ હેલ્થને સુધારવા માટે
  • સપ્લીમેન્ટરી ડાયટ તરીકે
  • રોગના ચિન્હો ઓછા કરવા માટે

રુટ ઓફ મેડિસીન

દવાઓ આપવી એ નર્સનું અગત્યનું કાર્ય છે. શરીરમાં દવા દાખલ કરવા માટે જુદા- જુદા નીચે મુજબના રસ્તાઓ (રુટ) હોય છે.

1.માઉથ દ્વારા

  • મોં દ્વારા દવાઓ ગળાવવામાં આવે છે. ઘણી વખત દવાઓને જીભની નીચે પણ મૂકવામાં આવે છે. જેને સબ લીંગ્યુઅલ કહેવાય છે.

2.રેક્ટમ દ્વારા

  • રીટેઇન્ડ પ્રકારના એનીમા વડે રેક્ટમ દ્વારા શરીરમાં દવા દાખલ કરવામાં આવે છે.

3.સ્કીન દ્વારા

  • આમા દવાઓ મસાજ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. જેમાં ઓઇટમેન્ટ અને એનાલજેસીક ટ્યુબનો સમાવેશ થાય છે.

4.ઇનહેલેશન દ્વારા

  • આમા હવા દ્વારા કે વરાળ દ્વારા દવાઓને નાકથી શરીરમાં દાખલ કરવામાં આવે છે.
  • ઉ.દા, ટીંક્ચર બેન્જોઇન ઇનહેલેશન,વિક્સ ઇનહેલેશન

5.ઇન્સ્ટીલેશન દ્વારા

  • આમાં આંખ, કે કાન કે ટીપા દવાઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે.

6.વજાયના દ્વારા

  • આમાં દવાઓ વજાયનલ કેવીટીમાં મૂકી શરીરમાં દાખલ કરવામાં આવે છે. દા.ત. સર્વોપ્રાઇન જેલી

7.ઇન્જેક્શન

  • આમાં દવાઓ શરીરમાં ઇન્જેક્શન દારા દાખલ કરવામાં આવે છે

ઇન્જેક્શનની સાઇટ મુજબ તેના નીચે પ્રમાણે પ્રકારો હોય છે.

  • (a) I/M – ઇન્ટ્રા મસક્યુલર – મસલ્સમાં અપાય
  • (b) I/V – ઇન્ટ્રાવીનસ – રક્ત વાહિનીમાં અપાય
  • (c) S.C – સબ ક્યુટેનિયસ – ચામડીના નીચેના પડમાં અપાય
  • (d) I/D – ઇન્ટ્રા ડર્મલ – ડર્મીસ લેયરમાં અપાય
  • (e) I/C – ઇન્ટ્રા કાર્ડિયો – કાર્ડીયાક મસલ્સમાં અપાય
  • (f) I/T – ઇન્ટ્રા થીકલ – સ્પાઇનલ કોર્ડમાં એનેસ્થેસિયા આપવા માટે
  • (g) I/P – ઇન્ટ્રા પેરીટોનીયલ – પેરીટોનીયલ કેવીટીમાં અપાય

1) મોં દ્વારા દવા આપવાની રીત

હેતુઓ

  • મોં દ્વારા દવા સહેલાઇથી આપી શકાય છે.
  • મોં દ્વારા દવા અસરકારક રીતે આપી શકાય છે.

આર્ટિકલ્સ

  • ટ્રે વીજ કવર
  • મેડિસીન બોટલ, ટેબલેટ & કેપ્સ્યુલ
  • મેડિસીન બુક
  • કેશ પેપર
  • ચમચી અથવા ડ્રોપર
  • આઉન્સ ગ્લાસ
  • ફિડીંગ કપ પાણી સાથે
  • કિડની ટ્રે & નેપકીન
  • ગ્લાસ વીથ વોટર

પ્રોસિજર

  • ટ્રે તૈયાર કરી પેશન્ટ પાસે લઇ જવી. ટ્રે પેશન્ટની જમણી બાજુએ મુકવી.
  • પ્રોપર હેન્ડ વોશિંગ કરવા.
  • પેશન્ટને પ્રોસીજર અંગેની જાણ કરવી.
  • કેશ પેપરમાં ઓર્ડર ચેક કરવા.
  • કેશ પેપરમાં બરાબર નામ વાંચી તે જ પેશન્ટ છે. તેની ખાતરી કરી.
  • જો લીક્વીડ મેડીસીન હોય તો જમણા હાથે બોટલ પકડી બરાબર હલાવો.
  • ત્યારબાદ મેડીસીન ગ્લાસ (આઉન્સ ગ્લાસ) ડાબા હાથે પકડી આંખના લેવલએ રાખી ઓર્ડર મુજબ ચોક્કસ માપમાં દવા લો.
  • લીક્વીડ મેડીસીન ગ્લાસમાં રેડતી વખતે લેબલ વિરુદ દિશામાં રાખવું.
  • મૂકતી વખતે ફરી દવા ચેક કરો.
  • પેશન્ટ જાતે દવા ન પી શકતો હોય તો માથા નીચે હાથે રાખી મેડીસીન પીવડાવવી.
  • જો મેડીસીન કડવી હોય તો કંઇક ગળ્યું આપવું.
  • જો ટેબલેટ આપવાની હોય તો સીધા હાથ વડે નહિ પરંતુ ચમચીમાં લઇને આપવી.
  • દવા આપ્યા બાદ પેશન્ટને ફિલ્ડીંગ કપ વડે પાણી આપવું.
  • મેડીસીન બુકમાં નોંધ કરવી.
  • તમામ આર્ટિકલ્સને સાફ કરી યોગ્ય જગ્યાએ મૂકવા.
  • મેડિસીન આપવામાં જો કોઈ પેશન્ટ બાકી હોય તો તેની નોંધ કરવી અને સિસ્ટર કે ઇન્ચાર્જને જાણ કરવી.

યાદ રાખવાના મુદ્દાઓ

  • મેડિસીન ક્યારેય પણ મીક્સ કરી ને આપવી નહિ.
  • પેશન્ટ દવા ગળી ગયા બાદ જ કોટ છોડવો.
  • ગોળી ગળવાની હોય કે સૂચવાની હોય તો તેની સમજણ આપવી.
  • પાવડર કે ગ્રેન્યુયલ્સ હોય તો પેપર કે ચમચીમાં લઈને દવા મોં ના પાછળના ભાગમાં રાખી પાણી આપવું.
  • બોટલમાંથી એક વખત કાઢેલ દવા ફરી પાછી નાખવી નહિ.
  • રેકોર્ડ કરવાનું ક્યારેય ભૂલવું નહિ.

દવા આપવી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો

  • કોઇપણ દવાઓ આપતી વખતે નર્સને એ દવાનું જ્ઞાન હોવું જોઇએ.
  • દા.ત. કયા પેશન્ટને અપાય ?
  • ઇન્ડીકેશન (ઉપયોગ)
  • કોન્ટ્રાઇન્ડીકેશન (ક્યારે ન અપાય)
  • સાઇડ ઇફેક્ટ (આડઅસર) અને
  • એન્ટિ ડોટ વગેરે
  • હંમેશા રુટ સમજી ને દવા આપવી જોઇએ.
  • મેડિસીન ડોક્ટર ઓર્ડર મુજબ અને ચોક્કસ પ્રમાણ આપવી જોઇએ.

દવા આપતી વખતે 6R ધ્યાનમાં રાખવા જોઇએ.

  • R – રાઇટ પેશન્ટ
  • R – રાઇટ ટાઈમ
  • R – રાઇટ ડોઝ
  • R – રાઇટ રુટ
  • R – રાઇટ મેડિસીન
  • R – રાઇટ ડોક્યુમેન્ટેશન
  • મેડીસીન આપતા પહેલા ૩ વાર લેબલ વાંચવું જોઇએ.
  • બોટલ હાથમાં લેતી વખતે,મેડીસીન કાઢતી વખતે, બોટલ પાછી મુકતી વખતે લેબલ વગરની દવા ક્યારેય આપવી નહિ.
  • કેશ પેપરમાં ઓર્ડર બે વખત વાંચવા.
  • દવા કાઢતી વખતે દવા આપતી વખતે દવાનો કલર કે વાસ બદલાય ગયા હોય તો દવા ઉપયોગ કરવી નહિ.
  • દવાની બોટલ ઉપર EXP. તારીખ ખાસ જોવી જોઇએ. જો દવાની મુદત વિતી ગઇ હોય તો ક્યારેય ઉપયોગમાં લેવી નહિ.
  • ધણી દવાઓમાં EXP. તારીખ લખેલી હોતી નથી. પરંતુ તેના પર Mfg. તારીખ લખેલી હોય છે. અને તેની નીચે કેટલા સાયમાં વાપરતી તે લખેલ હોય છે. આના માટે પણ જોવું. મેડીસીન આપતી વખતે ત્યાં જ પુરતુ ધ્યાન હોવું જોઇએ.
  • દવાઓ ક્યારે પેશન્ટ ના બેડ ઉપર મુકવી નહિ. દર્દીને રૂબરૂમાં જ ગળાવવી.
  • આર્યન વાળી મેડીસીન હોય તો દાંતને અડકે નહિ તે રીતે જીભની પાછળ મૂકીને લેવા સમજાવવું જોઇએ.
  • અમુક મેડીસીનના શરીર પર થતા પરિણામો વિશે પણ દર્દીને જાણ કરવી જોઇએ.
  • દા.ત. આર્યન ખાવાથી સ્ટુલ બ્લેક આવે છે.
  • B કોમ્પલેક્ષ લેવાથી પેશાબ પીળો આવે છે.
  • ભૂલથી મેડીસીન ખોટી અપાય ગઇ હોય તો સિસ્ટર કે ઇન્ચાર્જને જાણ કરવી જોઇએ.
  • દવાઓનો ડોઝ ભૂલાય ગયો હોય તો ક્યારેય ડબલ ડોઝમાં દવા આપવી નહિ.

કેર ઓફ ડ્રગ્સ : દવાઓની સંભાળ

  • હોસ્પિટલના સ્ટોરમાંથી લાવ્યા બાદ દવા બરાબર ચેક કરવી જોઇએ.
  • ટેબલેટ તથા ઓઇલી દવાઓ અલગ રાખવી જોઇએ.
  • દવાઓ હંમેશા સિસ્ટર રૂમમાં અને સારી લાઇટમાં જ હોવી જોઇએ.
  • દવાઓ લોક & કી માં જ રાખવી જોઇએ.
  • દરેક બોટલ ઉપર વ્યવસ્થિત લેબલ લગાવવા જોઈએ.
  • ઝેરી દવાઓ અલગ કબાટમાં રાખવી જોઇએ અને તેની ઉપર લાલ અક્ષરે પોઇઝન લખવું
    જોઇએ.
  • ઝેરી દવાઓની ગણતરી વ્યવસ્થિત કરવી જોઇએ.

સીરીંજ

  • ગ્લાસ સીરીંજ
  • મેટલ સીરીંજ
  • ડિસ્પોઝેબલ સીરીંજ
  • ઇન્સ્યુલિન સીરીંજ
  • B.C.G. સીરીંજ (ટ્યુબર ક્યુલીન સીરીંજ)

નીડલ

  • હાઇપો ડર્મીક નીડલ ઇન્જેક્શન આપવા માટે વપરાય છે. તે 26,24,22,20,18,23, નંબર જેમ ઓછો હોય તેમ તેનો ગેઇઝ વધારે હોય છે.

LP નીડલ (લંબર પન્ચર નીડલ) આ બે ભાગમાં વહેંચાયેલી હોય છે.

  1. કેન્યુલા
  2. સ્ટીલેટ (અંદરની સોઈ બહાર કાઢવી)

પાર્ટસ ઓફ સિરીંજ

  • બેરલ – બહારનો પોલો ભાગ
  • પીસ્ટલ – બેરલમાં ફીટ કરવાનો ભાગ

2) ઇન્જેક્શન

હેતુઓ

  • મેડિસીનની જલ્દીથી અસર લાવવા માટે
  • મોં વાટે દવા ન લઈ શકે ત્યારે
  • પેશન્ટ દવા ન ગળી શકતું હોય ત્યારે
  • મોઢાની કોઇપણ સર્જરી કરેલ હોય ત્યારે
  • બેભાન દર્દી હોય ત્યારે
  • લોકલ એનેસ્થેસીયા આપવા માટે
  • જનરલ એનેસ્થેસીયા આપવા માટે

ઇન્ટ્રા મસ્ક્યુલર ઇન્જેક્શન આપવા માટે (I/M)

  • સીરીંજ અને નીડલ દ્વારા મસલ્સમાં મેડીસીન દાખલ કરવાની ક્રિયાને ઇન્ટ્રા મસ્ક્યુલર ઇન્જેક્શન કહેવાય છે.
  • ઇન્ટ્રા મસક્યુલર ઇન્જેક્શન હાથના ડેલ્ટોઇડ મસલ્સમાં તથા ગ્લુટીયલ મસલ્સમાં આપવામાં આવે છે. જેમાં 2 ML થી 10 ML સુધીની ક્વાન્ટીટીમાં આપી શકાય છે.

IM ઇન્જેક્શનના હેતુઓ

  • મસલ્સમાં દવા આપવા માટે
  • સોલ્યુશન ઓઇલી (ચીકણું) હોય ત્યારે
  • દવાની એક્શન લાંબા સમય સુધી ચાલુ રાખવા માટે
  • મોં દ્વારા આપતી દવા કરતા વધુ ઝડપથી અસર લાવવા માટે
  • લોકલ એનેસ્થેસીયા આપવા માટે

સાઇટ ફોર ગીવીંગ ઇન્જેક્શન : ઇન્જેક્શન આપવાની જગ્યા

  • ઇન્જેક્શન આપવાની જગ્યા એવી પસંદ કરવી જોઇએ કે જ્યાં ઓછમાં ઓછું સેન્સેસન હોય તથા તે સપાટી પર બ્લડ વેસલ્સ કે બોન ન હોય અને તે જગ્યાની આજુ બાજુથી નર્વ પસાર થતી ન હોય તેવી જગ્યાએ ઇન્જેક્શન આપવુ જોઇએ.
  • IM ઇન્જેક્શન, SC ઇન્જેક્શન કરતા વધુ જોખમી હોય છે. કારણ કે ઇન્ટ્રામસ્કુલર નર્વ તથા મોટી બ્લડ વેસલ્સને ઇજા થવાની શક્યતા રહે છે. IM ઇન્જેક્શનમાં દવાનો જથ્થો વધુ હોવાથી દુઃખાવાની પણ ફરીયાદ રહે છે.
  • 1.ઇનફન્ટમાં ગ્લુટીયલ રીજીયન નાનું હોય છે. જેથી બાળકમાં ઇન્જેક્શન આપવા માટે મીડ એન્ટેરીયર થાઇ પર આવેલા ક્વાડ્રીસેપ્સ મસલ્સમાં ઇન્જેક્શન આપવામાં આવે છે.
  • 2.એડલ્ટ માટે અપર આર્મના ડેલ્ટોઇડ મસલ્સની બહારની સપાટી એ ખંભ્ભાથી ૫ cm નીચે હાથ પર ઇન્જેક્શન આપી શકાય છે. ગ્લુટીયલ રીજીયાનમાં ઇન્જેક્શન આપવાનું હોય તો તમારા હાથની પહેલી આંગળી પેશન્ટના એન્ટીરીયલ સુપીરીયલ ઇલીયાક સ્પાઇન પર મુકો. અંગૂઠાને ઇલીયાક ક્રિસ્ટ પર મૂકો. અંગૂઠો ૫ cm જેટલો નીચે તરફ રાખો ત્યારબાદ આંગળી અને અંગૂઠા વચ્ચે “√” આકારનો એરીયા બનશે. આ જગ્યા માપવા માટે સાચી જગ્યા છે.
  • 3.પેશન્ટને પ્રોન પોઝિશનમાં સુવડાવી ને તેના પગ અંદર સાઇડ રોટેડ કરીને પોઝિશન આપવાથી મસલ્સ એકદમ રિલેક્સ થશે અને ઇન્જેક્શન, આપ્યા બાદ દુખાવો થશે નહિ.
  • ઉભેલી કે બેઠેલી સ્થિતિમાં ક્યારેય પણ મસલ્સમાં ઇન્જેક્શન આપવું નહિ.
  • 4.ઇન્જેક્શન આપવા માટે ડેલ્ટોઇડ મસલ્સ એ સારા માં સારી જગ્યા છે. જેને ખુલ્લી કરવામાં પણ સરળતા રહે છે. આ પ્રકારનું બેઠા-બેઠા કે સૂતેલી સ્થિતિમાં આપી શકાય છે.

કોન્ટ્રાઇન્ડિકેશન(ક્યારે ન આપી શકાય)

  • પેશન્ટને હીમોફીલીયા જેવી કન્ડિશન હોય ત્યારે
  • પેશન્ટને પેરાલીસીસ હોય ત્યારે
  • અમુંક ઇન્જેક્શન ડીસોલ્વ કરીને માઉથ દ્વારા આપવાના હોય ત્યારે દા.ત. લેક્ટીસાઈન (ઝાળા માટે)
  • સ્કીનમાં કોઇપણ જાતના ઇન્ફેક્શન હોય કે સર્જરી કરેલી હોય ત્યારે

આર્ટીકલ્સ

  • ટ્રે વીથ કવરમાં
  • ડિસ્પોઝેબલ સીરીંજ નીડલ (પ્રમાણ મુજબની)
  • સ્પીરીટ સ્વોબ
  • ડીસેન્ટીંગ ફોરસેપ્સ
  • નાની કિડની ટ્રે
  • પેપર બેગ
  • એમપ્યુલ વાયલ
  • જો વાયલ હોય તો વોટર ફોર ઇન્જેક્શન
  • કેસ પેપર
  • ટ્રીટમેન્ટ બુક

પ્રોસિજર

  • ટ્રે તૈયાર કરી પેશન્ટ પાસે લઇ જવી
  • પેશન્ટને પ્રોસીજર અંગેની જાણ કરવી.
  • પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.
  • બરાબર હેન્ડ વોશિંગ કરવું.
  • પેશન્ટની પ્રાઇવેસી જાળવવા માટે જરૂર જણાય તો પડદો રાખવો.
  • ડોક્ટર ઓર્ડર બરાબર વાંચવા અને 6 રાઈટ ચેક કરવા.
  • ઓર્ડર મુજબની એમપ્યુલ અથવા વાયલ લેવા.
  • જો વાયલ હોય તો વાયલ ઉપર સ્પીરીટ સ્વોબ વડે સાફ કરો.
  • ટ્રે માંથી વોટર ફોર ઇન્જેક્શન ફરવા માટે મોટી નીડલનો ઉપયોગ કરો(18,19,20,21)
  • નીડલને સિરીંજ પર બરાબર ચેક કરો.
  • નીડલને ક્યારેય હાથ વડે અડકવું નહિ કે કોટન સ્વોબ ફેરવવો નહિ.
  • જરૂર જણાય તેટલુ વોટર ફોર ઇન્જેક્શન સીરીંજ વાયલમાં દાખલ કરો.
  • વાયલમાં પાવડર બરાબર ડીસોલ્વ થયા બાદ ફરી વાયલ માંના સોલ્યુશનને સિરીંજમાં ભરો.
  • ઇન્જેક્શનમાં લેબલ ચેક કરો.
  • સિરીંજમાંથી એર કાઢો.
  • નીડલને આંખના લેવલએ રાખી એર કાઢવી જેથી ડ્રગ્સ બહાર નીકળી જાય નહીં.
  • જ્યાં સુધી ઇન્જેક્શન અપાય નહિ ત્યાં સુધી નીડલ કવર કાઢવું નહિ.
  • ફરીથી 6 R ચેક કરો.
  • પેશન્ટને પોઝીશન આપો.
  • સ્પીરીટ સ્વોબથી જગ્યા તૈયાર કરો.
  • સ્ટરાઈલ વસ્તુ વાપરતી વખતે વધુ વાત ન કરવી કે છીંક, ઉધરસ ખાવી નહિ.
  • પેશન્ટની સ્કીન પ્રિપેર કર્યા બાદ સાઈટ પર નીડલને 90° ના ખૂણે (ડેલ્ટોઇડ/ગ્લુટીયલ) ડીપ જવા દેવી.
  • નીડલ પ્રીક કર્યા બાદ પીસ્ટન થોડુ પાછુ ખેંચવું.
  • ઇન્જેક્શન પુરેપુરૂ આપ્યા બાદ નીડલને ખેંચી સ્પીરીટ સ્વોબ વડે દબાવી દેવું મસાજ કરવો નહિ.
  • ડિસ્પોઝેબલ સિરીંજ, નીડલ, કોટન સ્વોબ અને ખાલી ઇન્જેક્શનનો યોગ્ય નિકાલ કરવો.
  • તમામ સાધનો સાફ કરી યોગ્ય જગ્યાએ મુકવા.
  • પ્રોસિજરની નોંધ કરવી.
  • નીડલને તથા સીરીંજ કટર વડે કાપી 0.5% બ્લીચિંગ સોલ્યુશનમાં બોળી ત્યારબાદ નાશ કરવો.
  • બરાબર હેન્ડ વોશિંગ કરવા.
  • રિએક્શન માટે જોવું.

કોમ્પ્લિકેશન

  • ઇન્જેક્શન એબ્સેસ (પાકવું)
  • પેઇન
  • રિએક્શન પેરાલાઈસીસ
  • સિસ્ટ (ગાંઠ)

સબ ક્યુટેનિયસ ઇન્જેક્શન

  • તમામ સાધનો તથા પ્રોસિજર IM ઇન્જેક્શનની માફક જ કરવાના હોય છે. જ્યારે સ્કીનની નીચેના ભાગમાં ઇન્જેક્શન આપવામાં આવે તેને સબ ક્યુટેનિયસ ઇન્જેક્શન કહેવાય.
  • SC ઇન્જેક્શન મોટા ભાગે ડેલ્ટોઇટ મસલ્સ,ક્વાડ્રીસેપ્સ મસલ્સ તથા ગ્લુટીયલ મસલ્સમાં પણ આપી શકાય છે. ઘણી વખત તે અંબેલિકલની આજુ બાજુ પણ આપવામાં આવે છે.
  • પેશન્ટને યોગ્ય પોઝિશન આપ્યા બાદ સિરીંજમાં ડોક્ટર ઓર્ડર મુજબ સોલ્યુશન લેવું.
  • ઇન્જેક્શન આપવાની સાઇટ બરાબર ઇન્જેક્શન આપતા પહેલા ઇન્જેક્શન મુકવાની જગ્યા પર અંગૂઠો અને પહેલી આંગળીથી ચામડીને પોઝિશન આપવી.
  • ચામડીમાં સોઈને 45° ના ખૂણે જવા દેવી.
  • દવા અંદર દાખલ થયા પછી નીડલની ટીપ ઉપર સ્પીરીટ સ્વોબ રાખી નીડલ પાછી ખેંચી લેવી.
  • ઇન્જેક્શનની જગ્યા પર મસાજ કરવો નહિ.
  • સોઇને તથા સીરીંજને હબ કટર વડે કાપી લાલ બેગમાં નાખી દેવી.
  • ત્યારબાદ તમામ પગલાઓ IM ઇન્જેક્શન માફક જ લેવા.

ઇન્ટ્રા ડર્મલ ઇન્જેક્શન

  • જ્યારે ચામડીની સુપર ફીશિયલ જગ્યા પર ઇન્જેક્શન આપવામાં આવે તેને ID ઇન્જેક્શન કહેવાય છે. BCG વેક્સીન આ રૂટ દ્વારા આપવામાં આવે છે.
  • એન્ટી ટેસ્ટ ડોઝ, વેકેસીન મૂકવા માટે
  • દા.ત, BCG એન્ટી ડોટ, પેનિસિલિન, ASV.
  • દા.ત, બેઝિલસ કાલમેટ ગ્યુરિન

પ્રોસિજર

  • IM અને SC ઇન્જેક્શનની માફક તમામ સાધનો તૈયાર કરી દર્દી પાસે લઇ જવા.
  • લાભાર્થીને યોગ્ય પોઝિશન આપવી.
  • તમારા ડાબા હાથથી બાળકના ડાબા હાથને નીચે તરફ પકડો અને હળવેથી ચામડીને નીચેની તરફ ખેંચો જેથી ઇન્જેક્શનની જગ્યાએ ચામડી ખેંચાશે.
  • સ્પીરીટ સ્વોબ વડે જગ્યા બરાબર પ્રિપેર કરવી. અહિં ખાસ યાદ રાખવું કે સ્પીરીટ પુરે પૂરું ઉંડી જવા દેવું.

ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ બાય એક્શન : દવાઓનું તેની અસર મુજબનું વર્ગીકરણ

એનાલજેસીક

  • દુખાવો ઓછો કરવા માટે ટેબલેટ બ્રુફેન, ટેબલેટ ડાયક્લોફેનાક સોડિયમ

એન્ટીબાયોટિક

  • રોગના જંતુ મારવા માટે ઇન્જેક્શન એમિકાસીન, ઇન્જેક્શન એમ્પીસીલીન

એન્ટિ પાયરેટીક

  • તાવ ઓછો કરવા માટે ટેબલેટ PCM, ટેબલેટ ડોલો

એન્ટીહિસ્ટામાઇન

  • રિએક્શનની સારવાર માટે ટેબલેટ એવીલ, ટેબલેટ સેટ્રીઝાઇન

એન્ટીઇમેટિક

  • ઉલટી બંધ કરવા માટે ટેબલેટ વોમિકાઇન્ડ, ઇન્જેક્શન એમસેટ, ઇન્જેક્શન પેરીનોમ

એન્ટી ડાયેરિયલ

  • ઝાડા બંધ કરવા માટે ટેબલેટ સ્પોરલેક, સચેટ સ્પોરલેક, ટેબલેટ મેટ્રોનીડાઝોલ

એન્ટિ ડાયાબિટીક

  • સુગર લેવલ કંટ્રોલ કરવા માટે ઇન્જેક્શન ઇન્સ્યુલિન, ટેબલેટ ગ્લાયનેસ, ટેબલેટ મેટફોર્મિન

એન્ટીડોટ

  • દવાના મારણ માટે ઇન્જેક્શન હેપેરીન – ઇન્જેક્શન વિટામિન K

એનેસ્થેટિક ડ્રગ્સ

  • એનેસ્થેશસીયા આપવા માટે ઇન્જેક્શન કેટામાઇન, ઇન્જેક્શન ઝાયલોકેન 2%

લક્ષેટીવ્સ

  • સ્ટૂલ(સંડાસ) પાતળું કરવા માટે ટેબલેટ ડલકોલેક્સ

ડાયુરેટિક્સ

  • પેશાબમાં વધારો કરવા માટે ઇન્જેક્શન લેસિક્સ, ટેબલેટ લેસિક્સ

સેડેટીવ્સ

  • ઊંઘ લાવવા માટે ટેબલેટ ડાયઝેપામ, ટેબલેટ લોરાઝેપામ

એન્ટાસિડ

  • એસીડીટી માટે ઇન્જેક્શન રેન્ટેક

એક્સપેક્ટોરન્ટ

  • શરદી ઉધરસ માટે ટેબલેટ CPM, ટેબલેટ સેટ્રીઝાઇન, ઇન્જેક્શન રોબીટ્યુસીન, ઇન્જેક્શન ગ્યુફેન્સીન

માયોટિક્સ

  • પ્યુપીલને સાકળી કરવા માટે ઇન્જેક્શન માયોકોલ, ઇન્જેક્શન પીલોપાઇન, ડ્રોપ્સ પીઓકારપિન

સ્ટીમ્યુલન્ટ

  • ઉત્તેજિત કરે તેવી દવાઓ ઇન્જેક્શન રીટાલીન, ઇન્જેક્શન ડેક્સાડ્રાઇન

એન્ટી કોએગ્યુલન્ટ

  • લોહી જામી જતુ અટકાવે ઇન્જેક્શન ઇન્ડ્રાપીન (5000 iu), ઇન્જેક્શન હેપેરીન

એન્ટીસ્પાજમોડીક અથવા એન્ટી કોલીર્નજીક ડ્રગ્સ

  • પેટમાં દુઃખાવો અટકાવે છે.
  • ઇન્જેક્શન ડાયસાઇક્લોમાઇન, ઇન્જેક્શન હાયોસીન
Published
Categorized as ANM-PRIMARY HEALTH CARE-FULL COURSE, Uncategorised