યુનિટ – 4
પ્રમોશન ઓફ ન્યુટ્રીશન
પ્રમોશન ઓફ ન્યુટ્રીશન
- ફૂડ ઇન્ફેક્શન અટકાવવા માટેનું મહત્વનું સોર્સ છે આ ફૂડને બેકટેરીયા અને બીજા માઇક્રો ઓર્ગેનિઝમ તેમજ પેરાસાઇટથી કંટામીનેટેડ થાય છે આ ફૂડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતી વખતે અને વાપરનાર દ્વારા તેમજ ઉત્પન્ન કરનાર દ્વારા કંટામીનેટેડ થતી હોય છે.
- ફૂડ હાયજીન નો અર્થ એવો થાય છે કે પ્રોડક્શન વખતે હાયજીન જાળવવું. તેમજ ડીસ્ટ્રીબ્યુટ કરતી વખતે હાયજીન જાળવવું. આમ ફૂડ હાયજીન એ કોમ્યુનિટી હેલ્થનું મહત્વનું પરિબળ છે.
પ્લાનિંગ ડાયટ અને સ્પેશિયલ ડાયટ ફોર ફેમિલી
- ઉપલબ્ધ ખોરાક દ્વારા કુટુંબ માટે ખોરાકનું આયોજન અને ખાસ પ્રકારનો ખોરાક :
- વ્યક્તિગત કે કુટુંબના ખોરાકના આયોજન માટે વિવિધ રીતનો ઉપયોગ કરવામાં આવે છે.
- જેમાં કિચન ગાર્ડન, પોલ્ટી ફાર્મ,ઘર આંગણે ઉગાડેલા શાકભાજીનું આયોજન કરી લોકોને પોષણયુકત ખોરાક આપી શકાય છે.
- જુદી-જુદી ઉંમરના વનરેબલ ગ્રુપ જેવા કે ઇન્ફન્ટ, પ્રીસ્કુલ,સ્કુલ ગોઇંગ, ચાઇલ્ડ તેમજ એન્ટિ નેટલ મધર, બ્રેસ્ટ ફિડીંગ આપતી મધર વગેરે માટે સેમ્પલ મેનું બનાવીને કુટુંબના ખોરાકનું સ્તર ઉંચુ આવે તે રીતે સમજાવવા જોઇએ.
- સરકાર તરફથી ચાલતા જુદા-જુદા ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્રી પ્રોગ્રામનો લાભ લેવા લોકોને સમજાવવું.
આ ઉપરાંત ખોરાકની ઘરગથ્થું રીતો સમજાવવી.
1.ફણગાવેલા કઠોળ
- ફણગાવેલા કઠોળ માંથી વિટામીન બી અને સી વધુ પ્રમાણમાં મળી રહે છે. જેમાં કઠોળ ને એક રાત પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે નિતારીને એક ભીના કપડા માં બાંધી દેવામાં આવે છે. આ કઠોળ એક થી બે દિવસ આ રીતે ભીના કપડામાં રાખવામાં આવે છે. જેથી તેમાં ફણગા ફૂટે છે ત્યારબાદ તેને ખાવામાં ઉપયોગ લઇ શકાય છે.
2.આથો આવેલ અનાજ કે કઠોળ (ફર્મીગ સીરીયલ્સ)
- દા.ત.ઇડલી, ઢોંસા, હાંડવો, ઢોકળા વગેરે. આમાં વિટામિન બી વધારે હોય છે. જેનો ઉપયોગ કુટુંબમાં કરવા માટે સમજાવો.
3.અનાજ અને ધાન્ય મિશ્રણ
- જેમાં જુવાર, બાજરી, મકાઇ વગેરે ધાન્ય તેમજ ઘઉં, ચોખા સાથે મિશ્રણ કરી ખાવાથી તેનું પોષણ મૂલ્ય ખૂબજ વધારે પ્રમાણમાં મળે છે. જે માટે કુટુંબની પ્રોત્સાહિત કરવું.
4.અનાજ અને કઠોળનું મિશ્રણ
- ઘઉં, ચોખા વગેરેમાં દાળ, કઠોળ કે મગફળી મી ક્ષ કરવાથી તેનું પ્રોટીન મૂલ્ય વધે છે. જેમાંથી રોટલી, સુખડી વગેરે બનાવી શકાય છે. જે માટે કુટુંબને પ્રોત્સાહિત કરવું.
5.રાબ
- કોઇપણ અનાજનો લોટ કે જેમાં રાંધતી વખતે પાણીનો ઉપયોગ ને બદલે દૂધનો ઉપયોગ કરી તેમાંથી મળતું પ્રોટીન નું પ્રમાણ ઘણું બધું રહેલું હોય છે. બીમાર વ્યક્તિને જરૂર પડતી વધારાની કેલેરી અને પ્રોટીન ની માત્રા આ ખોરાક માંથી મળી રહે છે.
6.પાઉડર પ્રોટીન ફૂડ
- તેમાં જુદા-જુદા કઠોળ, મગફળી, ને દળી ને પાઉડર સ્વરૂપમાં બનાવવામાં આવે છે. આ પ્રોટીન પાઉડર એરટાઇટ ડબ્બામાં રાખવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ નાના બાળકોમાં હાઈ પ્રોટીન ડાયટ તરીકે કરવામાં આવે છે.
7.ઘેરા લીલા પાંદડા વાળા શાકભાજી
- લીલા પાંદડા વાળા શાકભાજી વિણી ને અથવા તો તેને બીટી ને નાના બાળકો માટે ખોરાક તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત આ પાંદડાને સૂકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે. આ પાઉડર ને એર ટાઇટ ડબ્બામાં સાચવી રાખવામાં આવે છે. અને જરૂરિયાત મુજબ નાના બાળકોને ખોરાકમાં આપવામાં આવે છે.
8.હૈદરાબાદી મિશ્રણ
- જેમાં મગફળી 100 ગ્રામ, ચણા 16 ગ્રામ ગોળ 20 ગ્રામ, શેકેલા આખા ઘઉં 40 ગ્રામ જેનો ઉપયોગ કરીને હૈદરાબાદી મિશ્રણ બનાવવામાં આવે છે. જેમાં થી 330 કેલેરી મળી રહે છે અને 11.3 ગ્રામ પ્રોટીન મળી રહે છે જેના ઉપયોગ માટે ફેમિલી ને સમજાવવું
9.ખોરાકની સારી ટેવો
- ખોરાકની સારી ટેવો માટે કોમ્યુનિટી માં સમજ આપવી જેવી કે ખોરાકમાં તાજા શાકભાજીનો ઉપયોગ લેવા.
- પોષક તત્વો જળવાઇ રહે તે રીતે ખોરાક રાંધવો.
- વધારે પડતા તૈલીય ખોરાક ન ખાવા.
- ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો.
- કઠોળ, શાકભાજી બાફીને તેનું વધેલું પાણી ફેંકી ન દેતાં રસોઇમાં ઉપયોગમાં લેવું.
- ખોરાકમાં કાચા સલાડનો ઉપયોગ વધારે કરવો.
- ખોરાકમાં પ્રાણી જન્ય ખોરાકને બદલે વધું મગફળી, સોયાબીન, દૂધનો ઉપયોગ વધારે કરવો.
- અનાજ, ધાન્ય તથા કઠોળનું મિશ્રણ કરી વાનગી બનાવવા માટે સમજાવવું.
- સીઝન પ્રમાણે ખોરાકના ઉપયોગ માટે સમજાવો.
- ખોરાક અંગેની ખોટી માન્યતાઓ દૂર કરાવવી.
- ખોરાકની સાચવણી અને સ્વચ્છતા જાળવવા માટે સમજાવવું.
મેથડ ઓફ યુઝિંગ લોકલી અવેલેબલ ફુડસ ફોર સ્પેશિયલ ડાયટ (ખોરાકના સ્થાનિક પ્રાપ્તિસ્થાનો તેની ઓળખ અને આહારમાં તેનું મહત્વ)
- સમાજમાં આરોગ્ય જાળવવા તેમના આહાર ધોરણને સુધારવા હેલ્થ વર્કરોએ આરોગ્ય તથા ખોરાક સાથે તેમજ નેતાઓ સાથે સંકલન કરી લોકોની ખોરાક અને આરોગ્યની જરૂરિયાતો તથા બેલેન્સ ડાયટ મળી રહે તેવું આયોજન કરવું
જેમ કે
- કોમ્યુનીટીમાં માલ ન્યુટ્રીશનનું પ્રમાણ કેટલું છે.?
- તેમાં કયા-કયા પરીબળો ભાગ ભજવે છે.?
- તેમજ તે ખોરાક કેવી રીતે પીરસવામાં આવે છે?
- પશુપાલન કે મરઘા ઉછેર કરે છે તથા તેમાંથી ઉત્પન્ન થતો ખોરાક ખાય છે કે વહેંચી દે છે.
- ઘર આંગણે ખાધ્ય પદાર્થ ઉગાડે ? તેમજ તેમાં થી ઉતપન્ન થતા શાકભાજી કે ફળ ખાવા માં ઉપયોગમાં લે છે કે વહેંચી દે છે.
- ખોરાક પસંદ કરવામાં કે ખોરાક રાંધવામાં રીત રીવાજો ધ્યાનમાં રાખે છે.
- નાના બાળક માટે વીનીંગનું મહત્વ સમજે છે.
- બધા જ ખાધ્ય પદાર્થોને ઓળખે છે.
- સીઝન પ્રમાણે ખોરાકમાં ફેરફાર કરે છે.
- ઉપરોક્ત તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ફેમિલી ને બેલેન્સ ડાયટ મળી શકે તેવું આયોજન કરવું જેમાં જરૂરી એવા સ્પેશિયલ ડાયટ જરૂરી હોય જેમ કે એન્ટીનેટલ મધર, પોસ્ટનેટલ મધર, પ્રીસ્કુલ ચાઇલ્ડ તેમજ જુદા-જુદા રોગના દદીઓ આવા લોકોને સ્પેશિયલ પ્રકારના
ખોરાકની જરૂરિયાત પડે છે. તેમની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને ખોરાકનું આયોજન કરવું તેમજ લોકોને ખોરાક અને તેની ઊણપ થી થતા રોગો વિશે આરોગ્ય શિક્ષણ આપવું
પ્રિન્સિપાલ એન્ડ મેથડ ઓફ કુકિંગ (ખોરાક રાંધવાની રીતો)
- ખોરાક એ આપણી મુખ્ય જરૂરિયાત છે અને માનવ શરીરની જરૂરિયાત છે. જે આપણા શરીરને પૌષ્ટીકતા પ્રદાન કરે છે. ખોરાકમાં દરેક પ્રકારના રાસાયણિક પદાર્થ રહેલા છે તે માનવ શરીરમાં ખૂબજ અગત્યનું કાર્ય કરે છે. ખોરાકને અલગ અલગ રીતોથી રાંધવાથી પૌષ્ટીકતા જળવાય છે.
પ્રિન્સિપાલ ઓફ કુકિંગ : (ખોરાક રાંધવાના સિધ્ધાંતો અથવા નિયમો)
ભોજન બનાવતી વખતે કેટલાક નિયમોનું પાલન થવું જોઇએ. આપણને એ નિયમોની જાણકારી હોય છે છતાંય અનેક કારણોસર આપણે તેનો ઉપયોગ કરતા નથી માટે જ્યારે પણ આપણે લોકોને રાંધવાની રીતો વિશે સમજાવીએ ત્યારે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે રાંધવાના નિયમોનો ઉપયોગ થાય અને સિધ્ધાંતો જળવાય.
- દરરોજ ખોરાકમાં તાજા શાકભાજીનો ઉપયોગ કરવો.
- શાકભાજીને કાપતા પહેલા તેને ચોખ્ખા પાણીથી અથવા તો મીઠાના પાણીથી ધોવા જોઇએ તેમજ શાકભાજીના મોટા-મોટા ટુકડા કરવા જોઇએ.
- ચોમાસાની સીઝન હોય ત્યારે શાકભાજીને પોટેશિયમ પરમેંગેનેટવાળા પાણીથી ધોવા ત્યારબાદ ફરીથી ચોખ્ખા પાણીથી ધોવા.
- કોબીઝ,ફ્લાવર જેવા શાકભાજીને મીઠાના પાણીમાં જ ધોવા જોઇએ જેથી તેમાં વમ્સના ઇંડા હોયતો તે નીકળી જાય.
- શાકભાજીને સમારીને લાંબા સમય સુધી પાણીમાં રાખવા જોઇએ નહિ પરંતુ તેને બનાવતા પહેલા જ કાપવા જોઇએ.
- શાકભાજીમાં જરૂરી જેટલું જ પાણી નાખવું જોઇએ જેથી વિટામીન્સ નાશ ન પામે.
- રાંધતી વખતે વાસણ ઢાંકીને રાખવું જોઇએ.
- રાંધતી વખતે સોડા કે બેકિંગ પાવડરનો ઓછો ઉપયોગ કરવો જોઇએ.
- કેમીકલ કલરનો ઉપયોગ રસોઇમાં ન કરવો જોઇએ.
- વિટામીન B અને વિટામીન C પાણીમાં ઓગળતા વિટામીન છે. જેથી તેનો નાશ ન થાય તેની કાળજી રાખવી જોઇએ.
- રોજીંદા ખોરાકમાં સીઝન પ્રમાણેના શાકભાજી અને ફ્રુટસનો ઉપયોગ કરવો.
- ભાજીને વધુ પડતી રાંધવી જોઇએ નહીં તેમજ તેને ઉકળતા પાણીમાં નાખીને રાંધવાથી બધા તત્વો નષ્ટ થઇ જાય છે.
- જે શાકભાજીની છાલ કાઢવાની જરૂર ન હોય તો તેવા શાકભાજીને છાલ સાથે જ રાંધવા જોઇએ,છાલ કાઢવાની જરૂર પડેતો ખૂબ જ જાડી છાલ કાઢવી નહીં.
- અનાજ અને કઠોળને વારંવાર પાણીથી ધોવું નહીં તેમજ ખૂબજ ઘસી ઘસીને ધોવું નહીં.
- સલાડને પીરસતા પહેલા જ સમારવું તેને અગાઉથી સમારીને મૂકવું નહીં.
- ભોજન તૈયાર થઇ જાય તરત જ જમી લેવુ જોઇએ.
- રસોઇ બનાવીને લાંબા સમય સુધી રાખવી જોઇએ નહીં તેમજ તેને વારંવાર ગરમ કરવી જોઇએ નહીં કારણકે તેનાથી પોષક ઘટકો નાશ પામે છે અને ભોજનનો સ્વાદ બદલાઇ જાય છે.
- રસોઇ બનાવતા પહેલા જે જે સાધન સામગ્રીની જરૂર હોય તે તમામ સાધન સામગ્રી અગાઉથી જ એકત્ર કરવી જેથી સમય અને શક્તિનો બચાવ થાય.
- ખોરાક બનાવવાની યોગ્ય પધ્ધતિનો જ ઉપયોગ કરવો જેથી જરૂરી એવા પોષક ઘટકો સચવાઇ રહે.
રાંધવાના હેતુઓ
- રાંધવાથી ખોરાક સ્વાદિષ્ટ અને પૌષ્ટીક બને છે તેમજ આકર્ષક પણ લાગે છે.
- રાંધવાથી ખોરાક જંતુરહિત બને છે અને રોગો થતા અટકે છે. દા.ત. ઇન્ટેસ્ટીનલ ડિસિઝ, ડાયેરિયા, વોમીટીંગ, ટાઇફોઇડ વગેરે.
- રાંધવાથી ખોરાક નરમ બને છે.
- ખોરાકનું જલ્દીથી પાચન થાય છે.
- ખોરાકને રાંધવાથી વિટામીન્સ છુટા પડે છે. પ્રોટીનવાળા પદાર્થો રાંધવાથી તેમાંના એમાઇનો એસીડ અને મિથિયોનીન છુટા પડે છે. જેથી પચવાની શક્તિ વધે છે.
- ખોરાકને રાંધવાથી સ્ટાર્ચના કણો ફૂલે છે અને પચવામાં સહેલા પડે છે.
મેથડ ઓફ કુકિંગ
- બોઇલિંગ
- સ્ટીમિંગ
- સ્ટેવિંગ
- ડીપ ફ્રાય
- શેલો ફ્રાય
- બેકિંગ
- રોસ્ટિંગ
- રોસ્ટિંગ
- સિમરીંગ
- પોચિંગ
- ગ્રીલિંગ
- પ્યુરી
1.બોઇલિંગ
- ખોરાકને પાણીમાં રાખી ગરમી પર મૂકતા ખોરાક રંધાય છે તેને બોઇલિંગ મેથડ કહે છે. આ પતિમાં સૌ પ્રથમ પાણીને એકદમ તાપ આપી ઉકાળવું.ઉકાળેલા પાણીમાં ખોરાક નાખવો અને તાપ ઓછો કરી ઢાંકી દેવું આથી બળતણ ઓછું વપરાય છે જરૂર પ્રમાણેનુંજ પાણી લેવૂ દાળ, ચોખા,કઠોળ,બટાટા. આ રીતે રાંધવામાં આવે છે.
લિમિટેશન :
- વૉટર સોલ્યુબલ વિટામીંસ નાશ પામે છે, સમય તથા બળતણ વધુ વપરાય ७.
2.સ્ટીમિંગ : (વરાળ)
- વરાળની મદદથી ખોરાકને રાંધવાથી આ ઉત્તમ રીત છે. ખોરાકને બાફવાથી તેમાંના પોષક તત્વો જળવાઇ રહે છે. આમાં એક વાસણમાં પાણી લઇ તેને ઉકાળવામાં આવે છે. પછી તેના ઉપર ઝાળી મૂકવામાં આવે છે. ઝાળી ઉપર ખોરાકને મૂક્યા બાદ વાસણને ટાઇટ બંધ કરી દેવાનુ.આ રીતે પાણીની વરાળથી ખોરાક બફાય છે. દા.ત. ઇડલી, ઢોકળા, મુઠિયા આ રીતે બફાય છે. આ રીતમાં ઘરના સાધારણ વાસણો ઉપયોગમાં લઇ શકાય છે પરંતુ તેમાં વરાળનું દબાણ સામાન્ય રહે છે તેથી સમય અને બળતણ વધુ વપરાય છે આ ઉપરાંત કુકરમાં પણ પદાર્થ મૂકી બાફવામાં આવે છે. આ પતિમાં ખોરાકના મૂલ્યો નષ્ટ થતા નથી.
3.સ્ટેવિંગ : (ધીમા તાપે ઉકાળી ને બનાવવું)
- પાણીને ઉકાળ્યા બાદ ઓછો તાપ કરી 80 થી 84 સે તાપમાને ઉપર માંસ અને માછલી વગેરેને ધીમા તાપે ઉકાળી ને બનાવવામાં આવે છે. ખોરાકને રાંધવા માટે આ પતિ માં વાસણમાં થોડું વધારે પાણી લઇ તેમાં પદાર્થ મુકી તેના ઉપર ઢાંકણ મૂકવું તેનાથી પદાર્થ માંના પોષક મુલ્યો પાણી માં જ રહે છે.
4.ડીપ ફ્રાય (વધારે તેલમાં તળવું)
- મોટી કઢાઇમાં પદાર્થ પુરેપુરો ડૂબે તે રીતે તેલ અથવા ઘી નાખ્યા પછી તેને તળવામાં આવે છે. પુરી.ભજિયા, પાપડ,વડા વગેરે પદાર્થ તળતી વખતે નીચે ભરપુર તાપ રહેવો જોઇએ.તાપ ઓછો રાખવાથી પદાર્થમાં તેલ વધારે પ્રમાણમાં શોષાય છે અને તે સ્વાદમાં પણ સારા લાગતા નથી.
5.શેલો ફ્રાય
- છીછરા તવા કે પેન પર થોડું તેલ કે ઘી મુકીને ખોરાકને શેકવામાં આવે છે. ખોરાકને થોડીવારે શેકાઇ જાય એટલે ફેરવવાથી તે ચોટતો નથી જેમ કે થેપલા, પરોઠા, પુલ્લા વગેરે. તે તવામાં થોડું તેલ મુકીને તેલ ગરમ થયા પછી રાંધવામાં આવે છે.આ રીતે મરચાં,ભીંડાનું શાક વગેરે બનાવી શકાય છે.
ફાયદાઓ :
- ખોરાક સંપૂર્ણ જંતુરહિત બને છે. તેલનું આવરણ થતુ હોવાથી બહારની હવાની અસર થતી નથી આથી ખોરાક વધારે સમય સુધી રાખી શકાય છે.
લિમિટેશન :
- તળવા માટે તેલ કે ઘી વધારે વપરાય છે.
- ડિપ ફ્રાયમાં 160 થી 180 સે હીટની જરૂર પડે છે.
- પોષકતત્વો વધુ પ્રમાણમાં બળી જવાનો સંભવ રહે છે.
- ફેટ સોલ્યુબલ વિટામીન નાશ પામે છે.
- તેલના આવરણના કારણે પાચક રસોની અસર થતા ખોરાક પચવામાં ભારે લાગે છે.
- ખૂલ્લા ઉઘાડા વાસણમાં ઓક્સિજન ના સંસર્ગમાં આવતા કેટલાક ઝેરી પદાર્થો પેદા થાય છે જેના કારણે પાચકરસો પચાવી શકાતા નથી.
6.બેકિંગ (શેકવું)
- A : પદાર્થો તેલ લગાડવું અથવા તો તેલ ન લગાડીને ધીમા તાપે શેકવામાં આવે છે. દા.ત. બટાટા,તદુર, રોટલી,મકાઇ, રતાળું વગેરે પદાર્થોને આ પતિથી શેકવામાં આવે છે
- B. વાસણમાં શેકવું :આ ખોરાકને શેકવા ની બીજી પધ્ધિત છે. તવો. કઢાઇ અથવા ઝાડા તળીયા વાળા તપેલા ને ધીમી આંચ આપીને તેમાં પદાર્થને શેકવો. દા.ત. થેપલા, શીંગદાણા, રોટલા
7.રોસ્ટિંગ : (ગરમ તાપ પર શેકવું)
- આમાં ગરમ તાપ પર શેકવામાં આવે છે જેમાં ઢાંકણનો ઉપયોગ થતો નથી. પાણી અને પ્રવાહીની જરૂર રહેતી નથી.અગ્ની પર માટીની તાવડી કે લોખંડની લોઢી મૂકીને તેના ઉપર ખોરાક શેકવામાં આવે છે. જેમકે ફુલકા રોટલી, રોટલા, ભાખરી તેમજ મગફળીને આ રીતે શેકવામાં આવે છે.આ
- રીતમાં ખોરાકમાં રહેલું પાણી ઘટી જાય છે.
ફાયદાઓ :
- પ્રોટીન અને સ્ટાર્ચ સુપાચ્ય બને છે.
લિમિટેશન :
- વોટર સોલ્યુબલ વિટામીન નાશ પામે છે.
8.બાથ ધ રોસ્ટિંગ : (ભઠ્ઠીમાં શેકવું)
- ભઠ્ઠી માં પદાર્થો મુકીને તેને છોડવા માં આવે છે આ ભઠ્ઠી નું તાપમાન 125 થી 200 સે સુધી તાપમાન રાખવામાં આવે છે. કોરી ગરમી બધી બાજુએથી એક સરખી રીતે એક સરખી ખોરાકને મળે છે આ રીત થી બિસ્કીટ, બ્રેડ, કેક, પાઉ બનાવી શકાય છે.
9.સિમેરીંગ : ( ધીમા તાપે ઉકાળવું)
- આ પધ્ધતિમાં ભોજન બનાવવા માટે ખોરાકને ધીમા તાપે ઉકાળવામાં આવે છે.દા.ત. માંસ અને માછલી. 84 સે ઉષ્ણતામાને ખોરાકને ઉકાળ્યા પછી તેમાંથી પરપોટા નીકળે ત્યાં સુધી ઉકાળાય છે. પદાર્થને ધીરે ધીરે બાફવામાં આવે છે. પ્રવાહિની ઉષ્ણતા હંમેશા ઓછી રહે છે.તેમાં પાણી નાખવામાં આવતું નથી તેમાં જાતેજ પાણી છૂટે છે.
10.પોચિંગ
- આ પદ્ધતિ સિમેરીંગ જેવી જ છે. આમાં વાસણમાં પાણી ભરી અથવા તેલ રેડીને 80 સે તાપમાને પદાર્થોને તેમાં મુકી રાંધવામાં આવે છે અને પછી તરતજ ઉતારી લેવામાં આવે છે. દા.ત. ઇંડા અને માછલી.
11. ગ્રીલિંગ
- તેમાં ખોરાક ડાયરેક્ટ સુકી ગરમીથી રંધાય છે જેમ કે ઓવન અથવા તો ખાસ પ્રકારનો ચૂલો કે સ્ટવ તેમાં ગ્રીલની પ્લેટ વપરાય છે. જેમાં ડાયરેક્ટ હીટથી ખોરાક રંધાય છે.
12.પ્યુરી
- બાફેલા અનાજને જાળીદાર કપડા કે ચારણી વડે ગાળવામાં આવે છે. આ રીતે દબાવીને ગાળવાથી ખોરાક એકદમ પાતળો બની જાય છે. નાના બાળકો કે વૃધ્ધો માટે ઉપયોગી છે.
પ્રમોશન ઓફ કિચન ગાર્ડન
- ઘર આંગણે શાકભાજી કે ફળ ફળાદી ઉગાડવા માટે કિચન ગાર્ડન એ ખુબ જ આરોગ્યપ્રદ વ્યસ્થા છે.
કિચન ગાર્ડનનાં ફાયદાઓ
- વધુ પ્રમણમાં તાજા શાકભાજી અને ફળફળાદી મેળવી શકાય છે.
- આર્થિક રીતે સસ્તું પડે છે.
- ઘરના કિચનના અને બાથરૂમના પાણીનો યોગ્ય ઉપયોગ થાય છે.
- ઘર આંગણે નકામાં કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
- બાગકામ કરવાથી સારી કસરત મળે છે.
- મન પ્રફુલ્લિત થાય છે.
ફુડ હાયજીન & સેફ પ્રિપેરેશન
મીલ્ક હાયજીન : મીલ્ક ને રોગ ફેલાવ વા માટેનું મહત્વનું વાહક અથવા મીડી યા છે જેના દ્વારા ટ્યુબરકલ બેસીલાઇ અને ટાઇફોઇડ બેસીલાઇ જેવા જીવાણુઓ દાખલ થાય છે.
મોટા ભાગે દૂધનું કંટામીનેશન નીચેના ત્રણ સ્ત્રોત થી થતું હોય છે.
- દૂધ આપતા પ્રાણીઓ : જેમાંથી ટી. બી ફેલાઈ શકે છે.
- દૂધની હેરાફેરી કરનાર માણસો : તેના દ્વારા ટાઇફોઇડ ફેલાઈ શકે છે.
- વાતાવરણ જેમાં વાસણો, પાણી, ડસ્ટ, માખી દ્વારા દૂધ ખરાબ થઇ શકે છે. દૂધ ના કારણે કેટલાક મીલ્કબોન ડીસીસ જોવા મળે છે.
- દૂધ આપતા પ્રાણીઓ દ્વારા બોવાઇન ટી.બી થઇ શકે છે. તેમજ સ્ટ્રેપ્ટો કોકાઇ ઇન્ફેશન અને પગ તેમજ મોઢાના રોગો તેમજ મગજના રોગો થઇ શકે છે.
- હ્યુમન હેન્ડલર અને વાતાવરણ દ્વારા ટાઇફોઇડ, પેરા ટાઇફોઇડ, ડીસેન્ટ્રી, કોલેરા વાઇરલ, હીપેટાઇટીસ અને ડીપ્થેરીયા જેવા રોગો થઇ શકે છે.
બોઇલીંગ ઓફ મીલ્ક( દૂધને ઉકાળવું)
- દૂધને પીવાલાયક કે માણસને વપરાશમાં લેવા માટે બોઇલીંગ મૅથડ એ ખૂબ જ જૂની પધ્ધતિ છે. તેમજ તે સલામત પધ્ધતિ છે. મોટા ભાગે ભારતમાં દૂધનો વપરાશ આ પધ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
બોઇલીંગ મૅથડના ગેરફાયદાઓ
- બોઇલીંગ મેથડથી દૂધમાં રહેલા મોટાભાગના બેક્ટેરિયા નાશ થાય છે પરંતુ માણસ માટે દૂધમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા જેવા કે લેક્ટીક એસીડ બેક્ટેરિયાનો પણ સાથે સાથે નાશ થાય છે.
- દૂધમાં રહેલું વિટામિન-બી અને વિટામિન-સી પણ બોઇલીંગ પધ્ધતિ દ્વારા નાશ પામે છે.
- બોઇલીંગ મૅથડના લીધે રાંધેલા દૂધ જેવા ટેસ્ટ આપણને મળે છે, પરંતુ તેમાં લેક્ટોજ બર્નીંગ થઇ જાય છે. જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે.
- દૂધમાં રહેલું પ્રોટીન બોઇલીંગ મૅથડથી જામી જાય છે.
- આ મૅથડ દ્વારા દૂધમાં રહેલા એન્જાઇમનો નાશ થાય છે.
પાસ્ચ્યુરાઇઝેશન
- પાસ્ચ્યુરાઇઝેશન 1970માં એક્સપર્ટ કમિટી ઓફ WHO દ્વારા ડીફાઇન (શોધી કાઢ્યું) કરવામાં આવ્યું કે પાસ્ચ્યુરાઇઝેશન એટલે દૂધ ને કેટલા સમય સુધી ગરમ કરવું અને કેટલા તાપમાને ગરમ કરવું જેનાથી તેમાં રહેલા પેથોજેનીક બેક્ટેરિયા નાશ પામે અને દૂધના બંધારણ તેમજ તેના ફુલેવર અને તેના ન્યુટ્રીટીવ વૅલ્યુમાં કોઇપણ ચેન્જ ન આવે.
પાસ્ચ્યુરાઇઝેશન એ નીચેની પદ્ધતિમાં બોઇલીંગ કરતા જુદું પડે છે.
- પાસ્ચ્યુરાઇઝેશનની મૅથડથી આપણને નુકસાન કારક બેક્ટેરિયા નાશ પામે છે પરંતુ લેકટીક એસીડ જેવા ઉપયોગી બેક્ટેરિયા નાશ પામતા નથી.
- પાસ્ચ્યુરાઇઝેશનની મૅથડ થી વિટામીન્સ નાશ પામતા નથી.
- પાસ્ચ્યુરાઇઝેશનના લીધે પ્રોટીન અને સુગર માં થોડો ઘણો ચેન્જ આવે છે પરંતુ તેના બંધારણમાં કોઇ જ ચેન્જ આવ તો નથી.
- આમ પાસ્ચ્યુરાઇઝેશન તે વધુમાં વધુ સારી અને વધુમાં વધુ સસ્તી તેમજ વધુમાં વધુ સલામત મૅથડ છે જે દૂધ ને સલામત રાખવાની પદ્ધતિ છે.
મૅથડસ ઓફ પાચ્યુરાઇઝેશન
1.હોલ્ડર મૅથડ
- આ પદ્ધતિમાં 63 થી 66 ડીગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પ્રેચર પર ઉકાળી તરત જ તેને 5 ડીગ્રી સેન્ટીગ્રેડ થી પણ નીચે ઠંડુ પાડી દેવામાં આવે છે.
2.H.T.S.T(હાઇ ટેમ્પ્રેચર શોર્ટ ટાઇમ મૅથડ)
- આ પદ્ધતિમાં દૂધને ઝડપથી 72 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરીને તરતજ 5 ડીગ્રી સેન્ટીગ્રેડ થી પણ નીચે ઠંડુ પાડી દેવામાં આવે છે.
3.U.H.T(અલ્ટ્રા હાઇ ટેમ્પ્રેચર મેથડ)
- આ પદ્ધતિમાં દૂધને 125 થી 150 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને થોડી સેકન્ડ માટે ગરમ કરી અને ઝડપથી ઠંડુ પાડવામાં આવે છે.
પાસ્ચ્યુરાઇઝેશનના ફાયદા
- પાસ્ચ્યુરાઇઝેશનએ બોઇલીંગ મૅથડ થી અલગ પડે છે.
- પાસ્ચ્યુરાઇઝેશનથી ફક્ત નુકસાન થાય છે પરંતુ ઉપયોગી એવા લેક્ટીક એસીડ બેક્ટેરિયા નો નાશ થતો નથી.
- પાસ્ચ્યુરાઇઝેશનમાં વિટામિન્સનો નાશ થતો નથી.
- પાસ્ચ્યુરાઇઝેશનથી પ્રોટીન અને સુગરમાં ફકત થોડો જ ચેન્જ આવે છે.
- પાસ્ચ્યુરાઇઝેશન એ સ્વચ્છ દૂધ પ્રાપ્ત કરવા માટેની સરલ સાદી અને સલામત પ્રકીયા છે.
મીટ કન્ટામીનેશન :
- પ્રાણી તંદુરસ્ત ના હોય અને તેને કોઇપણ રોગ થયો હોય.
- એનીમલનું મીટ ખરાબ હોય કે વાસી હોય.
- લાંબા સમય સુધી મુકી રાખે તો માઇક્રો ઓર્ગેનીઝમ ઉત્પન્ન થાય છે.
- ઢોરને મારવાની જગ્યાની સ્વચ્છતા યોગ્ય રીતે જાળવવામાં ન આવે તો માખી, ધુળ, ઉંદર દ્વારા તેનું કન્ટામીનેશન થાય છે.
દુષિત માંસથી થતા રોગો
- સ્ટેપ વોર્મ
- ટીનીયા વોર્મ
- ટીનીયા સાજીનીટા
- બેક્ટેરીયલ ઇન્ફેક્શન
- કચરાનો નિકાલ : વેસ્ટ પ્રોડક્ટ નાખવા માટે અલગ વ્યવસ્થા હોવી જોઇએ.
- સ્ટોરેજ : માખી કે ઉંદર ન પ્રવેશે તેવા રૂમમાં સ્ટોરેજ રાખવું જોઇયે જેથી તેનું કન્ટામીનેશન ન થાય.
- ટ્રાન્સપોર્ટેશન ઓફ લીવ : (એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવું)
- મીટને માર્કેટમાં લઇ જતી વખતે માખી પ્રવેશી ન શકે તેવી કવર કરેલી વાન કે ગાડીમાં મીટને મોકલવું.
મીટ હાયજીન
- કતલખાનાની સ્વચ્છતા જાળવવી.
- કતલખાનું ક્લીન હોવું જોઇએ અને તે દરરોજ વોશ કરવું જોઇએ.
- વપરશ માટેના સાધનો ક્લીન હોવા જોઇએ.
- માંસને માખી ઉંદર ન પ્રવેશે તેવા રૂમમાં રાખવા જોઇએ.
- માર્કેટમાં ફ્લાય પ્રુફ વાન કે ગાડીમાં મોકલવું.
- માંસનું નિરીક્ષણ : ઘણા લાંબા સમયથી મોટા ભાગ માં લોકો મીટનો ખાવામાં ઉપયોગ કરે છે.
- મ્યુનીસીપાલીટી દ્વારા ક્વોલીફાઇડ વેટરનરી ડોકટર દ્વારા માંસનું નિરિક્ષણ કરવામાં આવે છે.
- એન્ટીમોર્ટેમ ઇન્સપેક્સન એટલે કે પશુનો વધ કરતા પહેલા ડોકટર દ્વારા તેને નિરિક્ષણ કરવામાં આવે છે.
- પ્રાણીને કોઇ રોગ હોય કે બિમાર હોય તેવા પશુનો વધ કરવામાં આવતો નથી.
એન્ટી મોર્ટમ રિજેકશન કરવાનું કારણ
- એનીમલ નબળું હોય.
- તેને ટ્યુબરકુલોસીસ થયો હોય.
- એનીમલને પ્રેગનન્સી હોય.
- ડાયેરિયા થઇ ગયા હોય તો રિજેકશન કરવામાં આવે છે.
પોસ્ટમોર્ટમ ઇન્સપેકશન
- પશુંનો વધ કર્યાં પછી તેનું નિરિક્ષણ કરવામાં આવે છે.
- માંસમાં કોઇ ડિસિઝ કન્ડીશન હોય, ટ્યુબરકુલોસીસ કે લીવરનું ઇન્ફેકશન છે કે કેમ તે તપાસ કરવામાં આવે છે.
સાઈન ઓફ ગુડ મીટ
- કલર : પીળો ગુલાબી કલર હોવો જોઇએ.
- ટચ : અડવાથી તે પોચું લાગે છે.
- સ્મેલ : માણસને ગમે તેવી સ્મેલ હોવી જોઇએ.
ફીશ કન્ટામીનેશન
- માછલી ને માર્યાં પછી કે તેનું ડેથ થયા પછી તેમાં ઝડપથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. ફીશ ઇન્ફેક્ટેડ બને છે.
ફીશ દ્વારા ફેલાતા રોગો
- ફીશ દ્વારા ટેપ વર્મ અને ફીશ પોઇઝનિંગ પણ થાય છે.
ફીશનું હાયજીન
ટીનેડ ફીશ
- ટીનમાં રાખેલ ફીશને યુઝમાં લેતા પહેલા ટીન ફ્રેશ સ્ટોકવાળું પસંદ કરવું જોઇએ.
- ટીન નવું અને ક્લીન હોવું જોઇએ.
- ટીનનું શીર ઓપન કે લીકેજ ન હોવું જોઇએ.
- જો ટીન ખૂલ્લું હોય તો તેને ડિસ્કાર્ડ કરવું.
- ટીનને ખોલતા અવાજ ન આવવો જોઇએ.
- ટીનનું કન્ટેન ખરાબ હોય તો ડિસ્કાર્ડ કરવું.
સાયનો ફ્રેશ ફીશ
- આછા લાલ કલરની હોવી જોઇએ.
- ફીશ હાર્ડ હોવી જોઇએ.
- તેની આંખો ચકચકીત હોવી જોઇએ.
ઇંડાનું કંટામીનેશન
- જો ઇંડાને ખૂબ લાંબા સમય સુધી સ્ટોરેજ માં રાખવામાં આવે તો બગડી જાય છે.ઇંડા બહારથી મરઘીના ચીકન મેટરથી કંટામીનેટેડ થાય છે.
- પેથોઝેનીક ઓર્ગેનીઝમ ઇંડામાં પ્રવેશે તો દુષિત થાય છે.
ઇંડાની ફ્રેશનેશ માટે બે રીતે ટેસ્ટ કરવામાં આવે છે.
1.એન્ડલિંગ :
- સ્ટ્રોંગ લાઇટમાં જોવાથી ઇંડા પારદર્શક દેખાય છે.
2.ફ્લોટિંગ ઇન સલાઈન વોટર :
- ઇંડાને 10% મીઠાના દ્રાવણમાં મુકવામાં આવે તો જો તે બગડેલુ હશે તો પાણીમાં તરશે. આવા ઇંડાનો ઉપયોગ ન કરવો
એગ હાયજીન
- એગ (ઇંડા)ને યોગ્ય ટેમ્પ્રેચર મેન્ટેન કરી સ્ટોરેજમાં રાખવા થી મરઘાં કેન્દ્રની સ્વચ્છતા જાળવવી જોઇએ.
ફ્રુટ્સ અને વેજીટેબલ
- જો શાકભાજી ગટરના કે સુએજ ના પાણીમાં ઉગાડવામાં આવે તો તેમાં અનેક પ્રકારના માઇક્રો ઓર્ગેનીઝમ દાખલ થાય છે.
- શાકભાજીને ખેતરમાંથી તોડ્યા પછી ગમે તે જગ્યાએ મૂકવામાં આવે, માર્કેટમાં ગમે તેવી જગ્યાએ શાકભાજી મૂકવામાં આવે, મજૂરના હાથ ગંદા હોય તેનાથી પણ શાકભાજી અને ફળોનું કન્ટામીનેશન થાય છે.
હાયજીન ઓફ ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ
- શાકભાજી અને ફળો ધોયા વગર ખાવા માં ઉપયોગ કરવાથી ઇન્ફેકશન લાગે છે. તેનો ઉપયોગ કરતા પહેલા રો-વોટર થી તેને ધોવા જોઇએ.
- ટામેટા અને મૂળા ગટરમાં ઉગાડેલા હોય છે તેથી તેને પાણીથી બરાબર ધોવા જોઇએ.
- શાકભાજીને પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણથી ધોયા બાદ તેને રો – વોટરમાં ધોવા જોઇએ.
- શાકભાજી અને ફળો સડી ગયેલા હોય, વાસી હોય, બગડેલા હોય તેને વપરાશમાં ન લેવા જોઇએ.
ડિસીઝ
- શાકભાજી અને ફળો દુષિત હોય તો તેનાથી ટાઇફોઇડ, ડાયેરિયા,ડિસેન્ટ્રી, વર્મ્સ વગેરે થાય છે.
જનરલ પોઇન્ટ : સેનીટેશન ઓફ ઇટીંગ પ્લેસ
1955 ના મોડેલ પબ્લીક હેલ્થ એકટ મુજબ
1.લોકેશન
- હોટેલ, હોસ્ટેલ,રેસ્ટોરેન્ટ,સારા એરીયામાં બનાવેલું જોઇએ.તેની આજુ-બાજુ ખુલ્લી ગટર કચરાના નિકાલ કે બીજા દુષણ ન હોવા જોઇએ.
2.ફ્લોર
- ભોયતળિયું ઉંચુ હોવું જોઇએ અને હાડ મટિરીયલનું બનેલું તેમજ ક્લીન વોશ કરી શકાય તેવું હોવું જોઇએ.
3.રૂમ
- 100 સ્કેર ફૂટથી ઓછો જમવાનો રૂમ ન હોવો જોઇએ.દસ વ્યક્તિ માટે ઓછામાં ઓછી 100 ચો ફૂટ જગ્યા હોવી જોઇએ તેની દિવાલ ૩ ફૂટ સુધી સ્મુથ ખૂણા વાળેલા તેમજ સહેલાઇથી સાફ કરી શકાય અને ધોઇ શકાય તેવી હોવી જોઇએ.
4.કિચન
- રસોડાનું ભોય તળિયું ઓછામાં ઓછું 60 ચો ફૂટ હોવું જોઇએ.
5.બારી ભોય તળિયાના 25% ભાગમાં હોવી જોઇએ.
6.ભોયતળિયું મજબૂત અને સહેલાઇથી ધોઇ શકાય અને લપસી ન જવાય તેવું હોવું જોઇએ.
- બારી-બારણા ઉંદર-માખી ન આવે તેવા અને પોતાની જાતે બંધ થાય તેવા સેલ્ફ ક્લોઝીંગ હોવા જોઇએ.
- 2% ભાગમાં વૅન્ટિલેશનની વ્યવસ્થા હોવી જોઇએ,ધુમાડો જવા માટે સ્મોક પાઇપ હોવી જોઇએ.
7.સ્ટોરેજ ઓફ કુક્ડ ફૂડ
- રાંધેલો ખોરાક મૂકવા માટેનો અલગ રૂમ હોવો જોઇએ તેમાં જરૂરી ટેમ્પ્રેચર મેન્ટેન કરવું જોઇએ.
8.સ્ટોરેજ ઓફ અનકુક્ડ ફૂડ
- કાચા પદાર્થો સાચવવા માટે અલગ રૂમ હોવો જોઇએ તેમાં ઉંદર કે માખી ન જઇ શકે તેવી જાળી હોવી જોઇએ. ખોરાકની દરેક વસ્તુનો અલગ-વાસણમાં ભરીને રાખવી જોઇએ.રૂમનું ટેમ્પ્રેચર યોગ્ય રીતે જાળવવું જોઇએ.
9.ફર્નિચર
- મજબૂત અને સહેલાઇ થી ક્લિન અને ડ્રાય કરી શકાય તેવું ફનીચર હોવું જોઇએ.
10.ડીસપોઝલ ઓફ રીફ્યુઝ
- તૂટે નહિ તેવા કલર વાળા બીન માં જ કચરો ભેગો કરવો, દિવસ માં બે વાર તેનો નિકાલ કરવો જોઇએ.
11.વોટર સપ્લાય
- પાણીનો પૂરવઠો જરૂરી પુરતો,સતત સેફ વોટર સપ્લાય હોવું જોઇએ.
12.વોશિંગ ફેસીલીટી
- જમવા ના વાસણ ધોવા માટે અલગ અલગ વ્યવસ્થા હોવી જોઇએ.
13.કાચના વાસણ ધોવા માટે ગરમ પાણીથી વ્યવસ્થા હોવી જોઇએ, જેથી વાસણ જંતુમુક્ત બની શકે.
14.ફૂડ હેન્ડલર
- ફૂડ હેન્ડલર એટલે રસોઇયો. આ એક એવી વ્યક્તિ છે કે જે રસોઇ બનાવવાનું અને પીરસવનું કામ કરે છે. અનહાયજેનીક ટેવોને કારણે રોગો ફેલાવે છે. જેવા કે ટાઇફોઇડ, પેરા ટાઇફોઇડ ફીવર, ડાયેરીયા ડીસેન્ટ્રી,વાયરલ હિપેટાઇટીસ અને ઇન્ટેસ્ટીનલ વમ્સ રસોઇયાને ચામડીનો રોગ હોય તો કાનમાં ડિસ્ચાર્જ આવતો હોય તો. ઇન્ફેકટેડ વુંડ હોયતો આવા લોકોને ફૂડ હેન્ડલર તરીકે પરમીશન ન આપવી જોઇએ,ઘણા રસોઇયાઓએ ખૂબ જ ઓછું શિક્ષણ લીધેલું હોય તેથી તેમનામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. રસોઇયાએ પોતાનું પર્સનલ હાયજીન મેન્ટેન કરવું જોઇએ.
A. હેન્ડ :
- ફૂડ હેન્ડલરે કોઇ પણ કાર્યે કરતા પહેલા પોતાના હાથને સાબું-પાણીથી ધોઇ ને સ્વચ્છ રાખવા જોઇએ. સંડાસ ગયા પછી હાથ સાબું-પાણીથી ધોવા જોઇએ. આંગળી ઓ ના નખ બરાબર કાપી નાખવા જોઇએ.
B. હેર :
- ફૂડ હેન્ડલરે પોતાના વાળને રસોઇ બનાવતા પહેલા વાળને કવર કરીને રાખવા જોઇએ ફિમેલ હોયતો વાળને અવશ્ય કવર કરવા જેથી રસોઇમાં વાળ ન પડે.
C. એપ્રન :
- પોતાના શરીર પર ક્લીન વાઇટ કલરનું એપ્રન પહેરવું જોઇએ.
હેબિટ
- ફૂડ હેન્ડલરે ખોરાક રાંધતી વખતે કે પીરસતી વખતે તેના અંદર ખાંસી કે ઉધરસ ખાવી ન જોઇએ. ખોરાક રાંધતી વખતે હાથના આંગળા અંદર નાખવા ન જોઇએ.
સ્ટોરેજ/પ્રિઝર્વેશન
- ફૂડ પ્રીઝર્વેશન એટલે ખોરાક સાચવવા ની ઘરગથ્થુ રીત.
- ભવિષ્યમાં લાંબા સમય સુધી ખોરાકની જરૂરિયાત પુરી કરવા ખોરાકને જુદી જુદી પતિ દ્વારા તેની ક્વોલીટી કે વોંટીટી જળવાય રહે તે હેતુથી રાખવામાં આવે તો તેવા ખોરાકને પ્રીઝર્વેશન ઓફ ફૂડ કહેવાય છે.
હેતુ
- સિઝન વિના પણ ખાદ્ય પદાર્થ જાળવી શકાય છે.
- ખાદ્ય પદાર્થની ગુણવત્તા જળવાઇ રહે તે માટે
- માઇક્રો ઓર્ગેનીઝમનો નાશ થાય તે માટે.
- રોગો સામે રક્ષણ રાખી શકાય તે માટે.
- ખોરાકને લાંબો સમય રાખી શકાય તે માટે.
- ખોરાક ઉપર હવા, તાપમાન અને ભેજની અસર ન રહે તે માટે.
ખોરાકને અસર કરતા પરિબળો
- 1.એક્સટર્નલ ફેક્ટર : બેક્ટેરિયા અને ફંગસ
- 2.ઇન્ટર્નલ ફેક્ટર : ટેમ્પ્રેચર, ઓક્સિજન અને ભેજ
- બેક્ટેરિયા અને ફંગસ ને પોતાનું કામ સારી રીતે કરવા માટે ટેમ્પરેચર, ઓક્સિજન અને ભેજ જરૂરી છે. આ ત્રણેય બાબતો માંથી એકપણ બાબત ખોરાકને અનુકૂળ ન આવે તો ખોરાક બગડતો નથી. આ ત્રણેય બાબતો અનુકૂળ આવે તો ખોરાક બગડે છે.
મેથડ ઓફ ફૂડ પ્રિઝર્વેશન
- હાઉસ હોલ્ડ મેથડ
- કોમર્શિયલ મેથડ
1.હાઉસ હોલ્ડ મેથડ
- કોલ્ડ સ્ટોરેજ
- ડ્રાઈંગ અથવા ડીહાઇડ્રેશન
- સ્મોકિંગ
- સલટીંગ એન્ડ પિકીંગ
- બોઇલિંગ અથવા પાસ્ચ્યુરાઇઝિંગ
1.કોલ્ડ સ્ટોરેજ
- કોલ્ડ સ્ટોરેજ ખાદ્ય પદાર્થોને સાચવવા માટે ઘરગથ્થું વપરાશમાં મોટા ભાગે ફ્રિજ ઉપયોગમાં લેવાય છે. આમાં જુદાજુદા પ્રકારના ખાદ્ય પદાર્થો જેવા કે ફુટસ,વેજીટેબલ, બટર મીલ્ક, ચીજ, ફીશ, એજ,મીટ વગેરેને ફ્રીજીંગ પોઇન્ટ ઉપર રાખી શકાય છે. જેમાં 318 થી 33 ફે તાપમાન મેન્ટેન કરવામાં આવે છે આથી માઇક્રો ઓર્ગેનીઝમનો ગ્રોથ થતો નથી અને ઠંડા વાતાવરણમાં તેમાં રહેલા એન્જાઇમન્સ નિષ્ક્રિય બને છે. તેમજ ફુડ પોઇઝનીંગ થતું નથી ખાદ્ય પદાર્થમાં કેમીકલ અને ફિઝિકલ ચેન્જ અટકાવે છે.વસ્તુને ઠંડી તેમજ મોઇચર રાખે છે અને તેની ન્યુટ્રીટીવ વેલ્યુમાં કોઇ ફેરફાર થતો નથી વસ્તું જેવી હોય તેવી જ રહે છે. આ મેથડમાં ખોરાકનો જથ્થો ગુણવત્તા એવીને એવી રાખી શકાય છે. કોલ્ડ સ્ટોરેજ ના રૂમમાં ઠંડુ વાતાવરણ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. વેજિટેબલ લાંબા સમય સુધી રાખી શકાય છે. આમાં જે ઋતુમાં ફળો મળે છે ત્યારે તેનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે બજારમાં બીન સીઝન માં ફળો અને શાકભાજી અહિંથી પુરા પાડવામાં આવે છે આમાં વેજીટેબલ ને 8 થી 10 મહિના સુધી સાચવી શકાય છે. કોલ્ડ સ્ટોરેજમાં તાપમાન અને ભેજનું નિયમન કરવામાં આવે છે.
2.ડ્રાઈંગ અથવા ડિહાઇડ્રેશન
- આ મેથડમાં સામાન્ય રીતે ખાદ્ય પદાર્થોમાંથી પાણીનો ભાગ દૂર કરવામાં આવે છે અને આ માટે ખાદ્ય પદાર્થોને સુકવવા માં આવે છે તેનાથી પાણીનો ભાગ નાશ પામે છે આથી માઇક્રો ઓર્ગેનીઝમનો ગ્રોથ થતો નથી. જેમફુટ, ફિશ. મીટ, રોટલા, રોટલી પાપડ, ખાખરા, સારેવડા, બટાટાની વેફર, કેળાની વેફર, વેજીટેબલ વગેરે. તેમજ રાયણની કોકડી બનાવાય, ખજૂરને સુક્વીને ખારેક બનાવાય છે.વળી ઘંઉના લોટની સેવ મેથીની ભાજીની સુકવણી શાક અને ફળોની સુકવણી સુકવણી છાંયડા માં કરવામાં આવે છે. અનાજ, કઠોળને તડકામાં સુકવવામાં આવે છે. આ રીતથી ફુગ અને બેક્ટેરિયા જીવી શકતા નથી તેથી ખોરાક બગડતો નથી. અનાજ, કઠોળ, દાળ, ઘઉં, ચોખા વગેરે ને દિવેલ માં મોઇને સાચવામાં આવે છે. આરીતે લાંબા સમય સુધી ખોરાકને સાચવી શકાય છે.
3.સ્મોકિંગ (ધુમાડો આપીને)
- આમાં ખાદ્ય પદાર્થના નાના નાના ટુકડા કરી ઘરમાં ત ઉપર મુકવામાં આવે છે અને નીચે લાકડાનો કે કોલસાનો ધુમાડો કરવામાં આવે છે.આ રીતે ધુમાડો કરવાથી માઇક્રો ઓરગેનીઝમનો નાશ થાય છે ત્યારપછી ખાદ્ય પદાર્થને ઉતારી લઇ તેને ફરીથી 18 થી 25 % મીઠામાં ડૂબાડીને પછી સુકવવામાં આવે છે.
4.સોલટીંગ એન્ડ પિકીંગ :(મીઠામાં આથવું)
- સોલ્ટ એ પ્રિઝર્વેશન તરીકેનું કાર્ય કરે છે. આમાં કેરી. મરચું, ફણસ, લીંબુ ના અ થાણા, આંબળા, ગાજર, કેરી વગેરેનું અથાણું બનાવાય છે. અથાણું બનાવવા માટે કેરી. લીંબુ, મરચું વગેરે ના નાના નાના ટુ કડા કરીને મીઠા ના દ્રાવણ માં બે થી ત્રણ દિવસ માટે રાખવામાં આવે છે. જેથી મીઠા નું દ્રાવણ પદાર્થ માંથી રહેલા પાણીને બહાર ખેંચી લે છે. જેના કારણે તેમાંના માઇક્રો ઓર્ગેનીઝમ નો નાશ થાય છે ત્યારબાદ કેરીના ટુ કડા જે મીઠા માં બોળે લા છે તેને તાપમાં સુકવવા માં આવે છે જેથી તેમાં રહેલો ભેજ ઊડી જાય છે અને પછી તેમાં ગોળ, મરી મસાલા માં ભેળવવામાં આવે છે તેલ માં ડૂબા ડૂબ રાખવામાં આવે છે. ગોળ અને ખાંડથી ફૂગ અને બેક્ટેરિયા નાશ પામે છે. લાંબા સમય સુધી અ થાણા ને સાચવી શકાય છે. વિનેગાર, સરકો પણ અથાણા માં ભેળવવામાં આવે છે અને તેથી તેમાં બેકટેરિયા ઉત્પન્ન થતા નથી. તેથી તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે.
5.બોઇલિંગ અથવા પાસ્ચ્યુરાઇઝિંગ
- ખોરાકની લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પાસ્સ્યુરાઇઝિંગ કરવાની જરૂર પડે છે જેનાથી તેમાં રહેલા તમામ પ્રકારના માઇક્રો ઓર્ગેનીઝમ નાશ પામે છે. પાસ્ચ્યુરાઇઝિંગ ત્રણ પ્રકારે કરવામાં આવે છે.આગળ વાંચવુ
2.કોમર્શિયલ મેથડ
1.હાઈ ટેમ્પ્રેચર મેથડ (કેનિંગ)
- હાઈ ટેમ્પ્રેચર મેથડથી ઘણા બધા પદાર્થો સાચવવામાં આવે છે. ફળોના રસ,જામ,જેલી કેચપ, અથાણું દૂધનો પાઉડર ,અનેક પ્રકારના શુપ,માંસ, માછલી વગેરે ઘણા પદાર્થો હવાચુસ્ત બોટલ કે ડબ્બામાં સાચવવામાં આવે છે.સૌ પ્રથમ પદાર્થને 135 સે થી 175 સે સુધી તાપમાન આપી સ્ટરીલાઇઝ કરી જંતુ મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઠંડુ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી પેક કરવામાં આવે છે અને સીલ બંધ કયાઁ બાદ લેબલ લગાડવા માં આવે છે જેથી હવા અંદર જઈ શકે નહીં અને તેના કારણે ઓર્ગેનીઝમનો ગ્રોથ થઇ શકતો નથી. ગરમ કરેલા પદાર્થોમાંથી વિટામિન્સ નાશ પામે છે.
2.ફ્રીજિંગ મેથડ
- આમાં ઘણા બધા ખાદ્ય પદાર્થો સાચવવા માં આવે છે જેવા કે ફળો શાકભાજી, મીટ, ફિશ વગેરે ને 8 સે તાપમાનમાં રાખવા થી 8 થી 10 મહિના સુધી સચવાયી રહે છે. મીટ ફક્ત 3 મહિના સુધી સચવાય છે.
3.રેડિએશન
- ડુંગળી, બટાકા, ઘઉં, કઠોળ દાળ વગેરે પદાર્થ પર ગામા કિરણો છોડી પદાર્થ જંતુમુક્ત કરાય છે અને ત્યારબાદ જંતુમુક્ત કરેલી પોલીથીન બેગ માં ખાદ્ય પદાર્થ ને પેક કરી લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ પદ્ધતિ સૌથી નવીન પદ્ધતિ છે જેમાં ખાદ્ય પદાર્થોના સ્વરૂપ અને સ્વાદ બિલકુલ બદલાતા નથી અને તે મૂળ સ્વરૂપે રહે છે ધીરે ધીરે આ મેથડ પ્રચલિત થવા લાગી છે જેમાં પોષક ઘટકો પણ સચવાઇ રહે છે હાલ માં ભારતીય બજાર માં આ રીતે પ્રિઝર્વ કરેલા બટાકાનું વેચાણ ચાલુ થઇ ગયું.
4.કેમિકલ મેથડ
- ઘણા રાસાયણિક પદાર્થ ખાદ્ય પદાર્થમાં ઉમેરવાથી તે લાંબા સમય સુધી બગડતા નથી. દા.ત. સાઈટ્રિક એસિડ, સેલી સિલીક એસિડ વગેરે પરંતુ સરકારના ધારા ધોરણ પ્રમાણે નિયંત્રિત કરેલું હોવું જોઇએ. મોટા ભાગે જામ. જેલી, શરબત, કેચપ, સ્કવોશ વગેરે માટે આ પ્રકારના કેમિકલ નો ઉપયોગ થાય છે જે કેમિકલ પ્રિઝરવેટીવ તરીકે વપરાય છે.
ફુડ એડીટીવ્ઝ
- જુદા જુદા ખોરાકમાં એડીટીવ્ઝ ઉમેરવામાં આવે છે જે ખૂબ જ જૂના સમયની સાચવવાની રીત છે. દા.ત. કેરી મીઠું,અથાણું બનાવીએ ત્યારે તેમાં મીઠાને ઉમેરીએ છીએ જેના કારણે ખોરાક લાંબા સમય સુધી સચવાય છે.
- આજના મોર્ડન યુગમાં ફૂડ ટેકનોલોજીની અંદર ત્રણ હજાર જેટલા સબસટન્સનો ઉપયોગ થાય છે.
- આજના યુગમાં મોટાભાગના પ્રોસેસ ફૂડ જેવાકે બ્રેડ, બિસ્કિટ,જામ જેલી, સોફ્ટ ડ્રીક્સ,કેચપ વગેરેમાં ફૂડ એડીટીવ્ઝ જેવા કે સુક્રોઝ,હળદર, વેનીલા એસેન્સ,સેકિન, સ્કોર્બીક એસિડ, સાયટ્રીક એસીડ, વિનેગાર આ બધા એસેન્સ આપણા બોડીમાં સ્ટોર થાય છે અને તેનાથી આપણા શરીરને નુકશાન થાય છે.
ફોર્ટીફિકેશન ઓફ ફૂડ
- ફોર્ટીફિકેશન ઓફ ફૂડ એટલે કોઇપણ ન્યુટ્રીટીવ વૅલ્યુ વાળી વસ્તુંની ખોરાકમાં ભેળવણી.
- આપણા રોજીંદા જીવનમાં જુદા-જુદા ખાદ્ય પદાર્થનો સમાવેશ થાય છે.
- દરેક પ્રકારના ખાદ્ય પદાર્થો જેવા કે શાકભાજી ફળો, કંદમૂળ, માંસ-માછલી, ઇંડા વગેરેનો સમાવેશ થાય છે. તેમાંથી જુદા-જુદા પ્રકારના પોષક તત્વો મળે છે.
ફૂડ ફોર્ટીફિકેશન
- ખાદ્ય પદાર્થમાં જ્યારે પોષક તત્વો બિલકુલ હોતા નથી અથવા તો થોડા પ્રમાણમાં પોષક તત્વો હોય ત્યારે આવા ખાદ્ય પદાર્થોમાં અનુકુળતા મુજબ આયોડીન અથવા જેતે પોષક તત્વો ઉમેરીને જે પદાર્થ બનાવવામાં આવે છે. તેને ફોર્ટીફાઇડ ફૂડ કહે છે.
દા.ત.
- મિઠામાં આયોડીન ઉમેરવું
- ઘઉંના લોટ માં લોહતત્ત્વ ઉમેરવું.
- ડાલડા ઘી માં વિટામિન એ અને વિટામિન ડી ઉમેરવું.
1.મીઠામાં આયોડિન ઉમેરવું
- આયોડિનનું સોર્સ આયોડિન ભરપૂર હોય તેવી જમીનમાં ઉગાડેલા અનાજમાંથી તેમજ દરિયાઇ માછલી ઓ અને વનસ્પતિ માંથી પણ આપણને આયોડિન મળે છે.
આયોડિનની જરૂરિયાત :
- આપણી રોજીંદી આયોડિનની સરેરાશ દૈનિક જરૂરિયાત 1 ગ્રામ ના 6 ભાગ જેટલી છે. આપણા શરીરમાં આયોડિન નો સંગ્રહ થતો નથી તેથી દરરોજ થોડી માત્રામાં આયોડિન મળવું ખૂબ જ જરૂરી છે. આયોડિનને મીઠામાં શા માટે ભેળવવામાં આવે છે કારણ કે દરેક વ્યક્તિને આયોડિનની જરૂર માત્રા દરરોજ સહેલાઈ થી મળી રહે તે માટે આયોડિનને મીઠામાં ભેળવવામાં આવે છે. કુદરતી ખાદ્ય પદાર્થ જેવી વૅલ્યુ બનાવવા માટે કોઇપણ ચોક્કસ ગ્રુપ કે કોમ્યુનિટીમાં ડાયરેક્ટ લેવલને સુધારવા માટે કોઇપણ અન્ય ન્યુટ્રીયન્ટ ઉમેરવામાં આવેલા હોય છે. તે ખાસ કરીને ન્યુટ્રીશનલ ડેફિસીયન્સી કે માલ ન્યુટ્રીશન પ્રિવેન્ટ કરવા કે કંટ્રોલ કરવા ઉમેરવામાં આવે છે. ન્યુટ્રીશન એ ફૂડ સાયન્સ અને હેલ્થ સાથે સંબંધ ધરાવે છે. મીઠામાં આયોડિન ઉમેરવું, સન ફ્લાવર માં વિટામિન એ,ડી ઉમેરવું.
2.ઘઉંના લોટમાં લોહ તત્ત્વ ઉમેરવું
- ઘઉંના લોટમાં પોષક તત્વો ના હોય ત્યારે બીજા પોષક તત્વો ઉમેરીને ઉપયોગમાં લઇ શકાય છે.
- ઘઉંના લોટમાં મેથી કે લીલી ભાજી તેમજ મસાલા ઉમેરીને મુઠિયા તથા થેપલા બનાવી શકાય. પહેલા મળતા સાદા લોટમાં હવે સરકારે દરેક પોષક તત્વો જેવા કે ઉપમાના પેકેટ આંગણવાડી માં મોકલ્યા છે. જેમાંથી બાળકોને જરૂરી પોષક તત્વો મળી રહે છે. ઘઉં ના લોટ માંથી વિવિધ વસ્તુઓ જેવી કે પુરી શિરો ખાખરા થેપલા,લાડું વગેરે બનાવી શકાય છે. જેનાથી શરીરમાં ની પોષક તત્વો ની ખામી દૂર કરી શકાય છે.
3.ડાલડા ઘી માં વિટામિન એ અને વિટામિન ડી ઉમેરવું
- હાલના સમય માં શુધ્ધ ઘી મળવું મુશ્કેલ છે. તેથી વિટામિન એ અને ડી ડાલડા ઘી માં ઉમેરવામાં આવે છે. જેમાંથી દરેક પોષક તત્વો મળી રહે છે. જે શરીરના વિકાસ અને વૃધ્ધિ માટે ઉપયોગી છે.
4.ક્લોરીનેશન ઓફ વોટર
- પાણીમાં ક્લોરીન ના હોય તો પાણીમાં ક્લોરીન ઉમેરવામાં આવે છે. કારણ કે ક્લોરીન ન લેવામાં આવે તો તેની ઊણપ શરીરમાં સર્જાય છે.
- ફ્લોરિન ફૂડ અને ચીઝ વગેરે માંથી મળે છે. ફ્લોરિન વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તેના લીધે ફ્લોરોસીસ, ઓસ્ટીઓ ફ્લોરોસીસ, સ્કેલેટન ફ્લોરોસીસ વગેરે થાય છે. પાણીમાં 1 mg/લીટર જેટલું ફ્લોરાઈડ હોય તેવું પાણી વાપરવું જોઇએ. આમ ફોર્ટીફિકેશન કરતી વખતે ચોક્ક્સ સ્ટાન્ડર્ડ જાળવવા જોઇએ તેની અસરકારકતા જળવાય તે માટે જે વસ્તુનું ફોર્ટીફિકેશન કરવામાં આવતું હોય તે ચોક્ક્સ ગ્રુપને મળવું જોઇએ.
- દરેક ઉંમરના લોકોને વપરાશ માટે સહેલાઇથી અગવડ વિના પ્રાપ્ત થવુ જોઇએ.
- જે પદાર્થ ન્યુટ્રીયન્ટ તરીકે ઉમેરવામાં આવ્યો હોય તેનાથી કુદરતી ખાધ્ય પદાર્થોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર હોવો જોઇએ નહીં. દા.ત. મીઠામાં આયોડિન ઉમેરવામાં આવે ત્યારે તેના સ્વાદમાં તેના કલર માં કોઇપણ ફેરફાર થતો નથી.
- જરૂરિયાત મંદ ખરીદી શકે તેટલું સસ્તું હોવું જોઇએ તેનો લાંબા સમય સુધી વપરાશ કરવામાં આવે તો ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ તે દૂર કરી શકાય છે.
- માલ ન્યુટ્રીશનનું સ્ટેટસ પણ દૂર થાય છે.
- ન્યુટ્રીશનનું સ્ટેટસ ઇમ્પ્રુવ કરવું જોઇએ.
ફુડ એડલટ્રેશન (ખોરાકમાં ભેળસેળ)
પ્રસ્તાવના
- ફુડ એડલટ્રેશન એટલે ખોરાકની ગુણવત્તા માં ફેરફાર કરીને વેચવો તેમજ ખોટા લેબલ લગાડી ને વેચવો, તેમજ ખાદ્ય પદાર્થ વેચાણ માં મૂકતી વખતે તેમાં અખાદ્ય પદાર્થ ઉમેરી ને કે હાનિકારક પદાર્થ ભેળવીને ગ્રાહક ને આપવામાં આવે છે ત્યારે તેને ખોરાકીય ભેળસેળ કહેવામાં આવે છે.
- ખાદ્ય પદાર્થની શુધ્ધતા નો આંક નક્કી કરેલો હોય છે જે ખાદ્ય પદાર્થનું સ્ટાન્ડર્ડ નીચું હોય તેને ભેળસેળ વાળો ખોરાક કહી શકાય અને ગ્રાહક આ ભેળસેળ વાળો ખોરાક ખરીદે છે ત્યારે તેના આરોગ્ય ને નુકસાન કરતા બને છે. ખોરાકમાં ભેળસેળ વર્ષો જૂની પ્રચલિત પ્રથા છે ફક્ત નફો મેળવવા માટે વેપારી આ રીતે ભેળસેળ કરતા હોય છે જેના થી ગ્રાહક ના આરોગ્ય ને નુકસાન થાય છે અને ઘણીવાર ગ્રાહક ની જાન પણ જોખમમાં મુકાય છે. આ રીતે ખોરાકમાં ભેળસેળ કરવી તે કાનૂની ગુનો ગણાય છે.
સામાન્ય રીતે ભેળસેળ ના પ્રકાર નીચે પ્રમાણે છે.
1.મીક્સીંગ
- ખાદ્ય પદાર્થ માં અખાદ્ય પદાર્થ ઉમેરવો. દા.ત. અનાજમાં કાંકરા ભેળવવા, દૂધમાં પાણી નાખવું, ઘી માં ચરબી ભેળવવી.
2.સબસ્ટીટ્યુશન
- હલકો માલ વેચવો (એકને બદલે બીજો માલ આપવો) દા.ત. વસ્તુ ની કિંમત ચૂકવીએ છીએ તેના બદલે આપણે ઓછી કિંમતની વસ્તુ પકડાવી દે છે.
3.એબસ્ટ્રેકશન
- ખોરાક ની ગુણવત્તા ઓછી કરી નાખવી દા.ત. દૂધ માંથી ફેટ કાઢી લેવામાં આવે છે. બોગસ કંપની નુ લેબલ લગાવી સાગર ના જેવું એનીમલ ફેટ નું વેચાણ કરી દેશી ઘી ની કિમંત જેટલા જ પૈસા પડાવે.
4.કોન્સેલીંગ ડીકમ્પોઝ ફૂડ
5.મીસ બ્રાન્ડીંગ
6.કેંસલીંગ ઓફ ક્વોલીટી
- ખોરાક ની ગુણવત્તા ઓછી કરી નાખવી
7.એડિશનલ ઓફ પોઇજન
- કેટલીક ભેળસેળ આપણા શરીરને નુકસાન કરે છે દા.ત આરજીમન ઓઇલ (ભીંડી નું ઓઇલ) આપણા શરીરને નુકસાન કરે છે. જેનાથી ડ્રોપ્સી નામનો રોગ થાય છે. દૂધમાં પાણી ઉમેરવું વગેરે.
ખોરાકમાં થતી સામાન્ય ભેળસેળ
ખાદ્ય સામગ્રી ભેળસેળ કરાતો પદાર્થ
- દૂધ : જેમાં પાણી ઉમેરવું મલાઇ કાઢી લેવી, સ્ટાર્ચ પાઉડર ઉમેરવો,દૂધનો પાઉડર ભેળવવો તેમજ પેપરનો માવો નાખવો. કેમીકલ મીલ્ક બનાવવું ( યુરિયા ખાતર માંથી નકલી દૂધ બનાવવું)
- ઘી : વનસ્પતિ ધી કે પ્રાણી જન્ય ફેટ ભેળવવી, પ્રાણી ઓની ચરબી ઘી માં ભેળવવી
- ચોખા અને ઘઉં : ઝીણી કાંકરી કપચી નાની પથરી કે રેતી ભેળવવી
- લોટ : ટાલ્ક પાઉડર, ચોકનો ભૂકો, શિંગોડાનો લોટ, સીંગદાણાનો લોટ અને મકાઇનો લોટ ભેળવવો જે કિંમતમાં સસ્તો હોય છે.
- દાળ : લાન્ગની દાળ (જે મેથેલીન યલો કલરની દાળ) જેનાથી દાળ ચમકતી લાગે છે.
- ખાદ્ય તેલ : સસ્તાં અખાદ્ય તેલ, અમુક પ્રકારના ડાઇ અને આરજીમોન તેલ ઉમેરવું
- ચા અને કોફી : જેમાં વપરાયેલી ચા ની ભૂકી લાકડાનો વેર, ચણાના ફોતરા અને ચિકોરી વગેરે
- મધ : ખાંડ કે ગોળની ચાસણી, ખાલી થઇ ગયેલા મધપૂડાનું પાણી
- ક્રીમ અને બટર : એનીમલ ફેટ
- આઈસક્રીમ : કૃત્રિમ મીઠાસ યુક્ત પદાર્થ, જીલેટીન કૃત્રિમ કલર
- હળદર : પીળો કલર, ડાઇ
- દળેલા ધાણા : ઘોડાની લાદ
- મરચું પાઉડર : સ્ટાર્ચ
- રાઈ: આરજી મોનના બી અને દારૂડીના બી
- મેડીસીન : ડ્રગ્સમાં પણ એડલ્ટ્રેશન કરવામાં આવે છે.
- સોપારી : સોપારીમાં કલર અને સેકિન ભેળવવામાં આવે છે.
- કાળામરી : કાળામરીમાં પપૈયાના સુકા બીજ ઉમેરવામાં આવે છે.
- કોમન સોલ્ટ : સફેદ પથ્થર નો પાઉડર આ મીઠામાં ઉમેરવામાં આવે છે અથવા તો ચોકનો ભુક્કો પણ મીઠા માં ઉમેરવામાં આવે છે.
ખાદ્ય પદાર્થ ભેળવવાથી ગ્રાહક પર થતી અસરો
- ગ્રાહક ને વસ્તુ વજનમાં ઓછી મળે છે.
- ગ્રાહક ને નકામા માલ ની વધારે કિંમત ચૂકવવી પડે છે.
- ગ્રાહક ના આરોગ્ય ને નુકસાન કરે છે.
ખાદ્ય પદાર્થ માં ભેળસેળ થતી અટકાવવા માટેની કાનૂની જોગવાઈ
પ્રિવેન્શન ઓફ ફૂડ એડલટ્રેશન એક્ટ (P.F.A એક્ટ)
- આ કાયદા માં ગ્રાહક ને નુકસાન ન થાય તેની જોગવાઈ કરવામાં આવે છે. આ કાયદા ની હેઠળ ખોટા લેબલ વાળી લાયસન્સ વગરની કે આરોગ્ય ઓથોરીટી એ પ્રતિબંધિત કરેલી ખાદ્ય સામગ્રી વેંચી શકાતી નથી. ભારત સરકારે આ એક્ટ 1954 માં પસાર કર્યો ત્યારબાદ 1964.1974 અને છેલ્લે 1986 માં આ કાયદાને વધારે અસર કારક બનાવવામાં આવ્યો. જેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો ખાદ્ય પદાર્થ માં ભેળસેળ કરતા પકડાઇ જાયતો કાયદાકિય સજા થઇ શકે છે જેમાં દુકાનદારનું લાયસન્સ રદ કરવાથી માંડીને ઓછા માં ઓછી છ માસ ની સજાની જોગવાઈ કરેલ છે તેમજ રૂ.1000 નો દંડ થઇ શકે છે તેમજ જો ગ્રાહક ના જીવ ને જોખમ હોય તેવી ભેળસેળ વાળી વસ્તું કે ખાદ્ય સામગ્રી સાબિત થાય તો L.P.C. ધારા 320 હેઠળ દુકાનદારને જનમટીપની સજા અને 5000 રૂ સુધીનો દંડ થઇ શકે છે.
- સમયાંતરે એક્સ્પર્ટે કમિટી એ જે કાયદામાં સુધારા કર્યાં તેને સેન્ટ્રલ કમિટી ઓફ ફૂડ સ્ટાન્ડર્ડ કહે છે.
- આ ધારામાં સેન્ટ્રલ કમિટી ફોર ફૂડ સ્ટાન્ડર્ડ વખતો વખત સુધારા કરી શકે છે તેમજ એવું નામ આપવામાં આવ્યું જેમાં કોઇપણ ખાદ્ય ચીજ તેના શુધ્ધતાના આંક સુધી ની ન હોય તે ભેળસેળ વાળી ગણાય આ કાયદા ઓ હેઠળ સેવા ઓ ઉપલબ્ધ કરી છે. સરકાર તેના સંકલન મૂલ્યાંકન અને સર્વેલન્સ માં જીવંત ભૂમિકા ભજવે છે તે માટેની લેબોરેટરી કલકત્તા, મૈસુર, ગાજીયાબાદ અને પૂનામાં આવેલી છે તેનો રીર્પોટ ફાઇનલ ગણી કાર્યવાહી કરી શકાય છે.
- પ્રિવેન્શન ઓફ ફૂડ એડલટ્રેશન માટેનો અગત્ય નો ઘટક ટ્રેનિંગ છે જેમાં સંબંધ કરતા કાર્યકરોને જેમાં ફૂડ ઇન્સપેકટર, એનાલીસીસ તેમજ સિનિયર ઓફિસર ને આ કાયદા ના અમલ અંગેની ટ્રેનિંગ આપવામાં આવે છે ખોરાકમાં ભેળસેળ એ સામાજિક દૂષણ છે જેના માટે જનતા .વેપારી તથા ફૂડ ઇન્સપેક્ટર બધા જ જવાબદાર છે ખોરાકની ભેળસેળ ની ભયંકર તા વિશે જનતા વધુ જાણકાર હોતી નથી વેપારીને વધુ પૈસા કમાવવા માટે અને ફૂડ ઇન્સપેક્ટર આ વેપારી ઓ પાસેથી આસાનીથી પૈસા પડાવ તા હોય છે જેથી આને માટે બધા જ જવાબદાર છે.
- જો પબ્લિક જાગ્રત બને અને પબ્લિકને ખાદ્ય પદાર્થ વિશેની ભેળસેળ ની જાણકારી હોય અને પબ્લિક પોતે વેપારી ઓ સામે અવાજ ઉઠાવ તો આ ભેળસેળના દૂષણને નાથી શકાય છે.
ધારા 14,14 એ 19 (2)
- આ ધારા હેઠળ જે ફેરિયાઓ અને દુકાનદારે જે માલ વેચે છે તેને રક્ષણ આપવામાં આવે છે. આમાં દરેક ખાદ્ય પદાર્થ ઉપર ચેતવણી લખવામાં આવે છે અને તેજ પ્રકાર નો માલ વેચવામાં આવે છે.
ફૂડ સ્ટાન્ડર્ડ
- ફૂડ માર્કેટ ડાયરેક્ટર અને ઇન્સપેક્ટર દ્વારા સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલ હોય છે જેમકે 1.2.3.4 આ રીત ના ગ્રેડ આપવામાં આવે છે જેને એગમાર્કે કહેવાય છે આ માલની ખાતરી દાયક ભેળસેળ વિના નો ચોખ્ખો માલ હોય છે પરંતુ આ એગમાર્કે ફરજિયાત નથી વેપારી આનો ઉપયોગ કરે તેણે ચોખ્ખો માલ આપવાનો હોય છે.
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીસ્યુટ (આઇ.એસ.આઇ)
- આ માલ વેચવામાં આવે છે તેમાં દરેક પર L.S.I માર્કે હોવો જોઇએ તથા પેકેટ પર મેન્યુફેકચરીંગ ડેટ તથા માલની એક્સ પાયરી ડેટ ફરજિયાત રીતે લખવામાં આવે છે. આમાં ચોખ્ખો માલ મળવાની ખાતરી હોય છે.
કોડેપ્સ એલીમેન ટેરીયસ
- F.A.O અને W.H.O દ્વારા નક્કી કરેલ સ્ટાન્ડર્ડ પ્રમાણેનો માલ હોય છે. આમાં ઇન્ટરનેશનલ માર્કેટીંગ નો સમાવેશ થાય છે.
- ઉપરોક્ત તમામ કાયદા કાનૂન સાથે ભેળસેળ થતી અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી અગત્યની બાબત છે કારણ કે ગ્રાહકો, વેપારીઓ અને ફૂડ ઇન્સપેક્ટર વચ્ચે યોગ્ય લિંક જળવાઈ એ જરૂરી છે.
ખોરાકમાં ભેળસેળની ચકાસણીની સરળ રીત
- ઘઉં ચોખા જેમાં માટીના કાંકરા જે વીણવાથી કે પાણી વડે ધોવા થી માટી ના કાંકરાની ખબર પડે છે તેને દૂર કરી શકાય છે.
- તુવર, મગની દાળ જેમાં મેટાનીકલ કલરની ભેળસેળ હોય છે.ડામર કલર કરેલ પથરી હોય છે જે દાળ પર કલર કરેલ હશે કે પથરી પર કલર કરેલ હશે તો પાણી નાખવાથી પીળા કલરનું પાણી જોવા મળશે અને જો ડામરનો કલર કરેલ પથરી એકલી જ હશે તો વાસણમાં દાળ નાખતા અવાજ આવશે.
- હળદર જેમાં ટેલકમ પાઉડર, શંખ જીરુ, પીળી માટી જેવી ભેળસેળ કરેલ હોય છે જેને તપાસવા કાચની ટેસ્ટ ટ્યુબમાં એસીડના ટીપા નાખવાથી કલર જાંબલી રંગનો થાય છે તો સમજવું કે હળદરમાં ભેળસેળ કરેલ છે અને જો કોઇપણ કલર ન દેખાય તો હળદર ચોખ્ખી છે તેમ સમજવું.
- ધાણાજીરું જેમાં ઘોડાની લાદ અને ફોતરાનો પાઉડર જે પાણીમાં નાખવાથી ચોખ્ખું ધાણાજીરું તળિયે બેસી જાય છે અને બી પાણીમાં તરે છે.
- કાળા મરી જેમાં પપૈયાના બીજ નાંખવામાં આવે છે તેમાં પાણી નાખવાથી કાળા મરી પાણીના તળિયે બેસી જશે અને બી પાણીમાં તરે છે.
- મરચાની ભૂકી જેમાં ઈંટનો ભૂકો અને લાકડાનો વહેર ભેળવવામાં આવે છે જે તપાસવા માટે કાચના ગ્લાસ માં પાણી લઇ તેમાં મરચું નાખવાથી અને તેને ટેસ્ટ કરવાથી ખ્યાલ આવી જશે. જો ઈંટનો ભૂકો હશે તો તે નીચે બેસી જશે અને લાકડાનો વહેર પાણીમાં ઉપર તરે છે.
- ખાદ્યમાં અખાદ્ય રંગ લોખંડનો વહેર તથા વપરાયેલી ચા ની ભૂકી હોય છે જેમાં સફેદ કોરા કાગળ પર ચા ની પત્તી પાણી સાથે ઘસવાથી ભેળસેળ હશે તો રંગ બેસે છે અને જો લોખંડનો વહેર હશે તો લોહ ચુંબકનો ઉપયોગ કરવાથી લોખંડનો વહેર તેમાં ચોંટી જશે.
- કોફી જેમાં ચીકોરીની ભેળસેળ હોય છે. જે ઠંડા પાણીમાં કોફી નાખતા પાણીમાં ઉપર તરે તે કોફી હોય છે અને તળિયે બેસી જાય તે ચીકોરી હોય છે. ચીકોરીના કારણે પાણીનો રંગ ભૂખરો લાલ થશે.
- હિંગ જેમાં લોટ ,સુગંધિત પદાર્થો અને રંગેલા ગુંદરની ભેળસેળ કરેલ હોય છે જે તપાસ વા માટે હિંગને સળગાવવાથી કપૂરની જેમ સળગી ઊઠે તે હિંગ ને શુધ્ધ સમજવી શુધ્ધ હિંગ ઠંડા પાણી માં ઓગળી જાય છે અને જો લોટ કે ગુંદર હશે તો પાણી ચીકણું થઇ જાય છે.
- રાઈ જેમાં દારુડીના બીજ ના ખેલ હોય છે જે તપાસ તા રાઈ ના બીજ લીસ્સા હોય છે અને દારુડીના બીજ ખરબચડા હોય છે.
- સિંગ તેલ જેમાં અખાદ્ય નકામું તેલ દિવેલ ખનીજ તેલ વગેરે ભેળવવામાં આવે છે જેમાં તપાસતા હાઇડ્રોક્લોરિક એસિડ અને ફેરીક ફ્લોરાઈડ દ્રાવણમાં ખાદ્ય તેલ ઉમેરતા જો લાલ કે ભૂરો રંગ થાય અથવા તો ડહોળાયેલો કલર લાગે તો તેને ભેળસેળવાળું તેલ સમજવું.
- દૂધ જેમાં પાણી, સ્ટાર્ચ પાઉડર અને સાબુ દાણાનો પાઉડર હોય છે જે તપાસ વા દૂધમાં લૅક્ટોમિટર મૂકવું. જો દૂધમાં પાણી હશે તો લૅક્ટોમિટરનો આંક ઓછો બતાવશે. દૂધમાં આયોડિનનું ટીપું નાખતા જાંબલી રંગ થાય તો દૂધ માં સ્ટાર્ચની ભેળસેળ છે તેમ સમજવું અને દૂધના સ્વાદ પરથી સાબુ દાણાના પાઉડરનો ખ્યાલ આવી શકે છે.
- ઘી અને માખણ : જેમાં મીણ ચરબી અને વનસ્પતિ ધી હોય છે જે તપાસવા ટેસ્ટ ટ્યુબમાં 1 ચમચી ઘી કે માખણ લેવું તેના જેટલું એસિડ નાખવું અને થોડી ખાંડ નાખવી અને તેને એક મીનીટ માટે બરાબર હલાવવું ત્યારબાદ પાંચ મીનીટ મૂકી રાખવું જો ટેસ્ટ ટ્યૂબમાં નીચે લાલાશ પડતો કલર દેખાય તો તે ઘી કે માખણમાં ભેળસેળ હશે.
- દળેલી ખાંડ : જેમાં હાડકાનો પાઉડર ધોવાના સોડા અને લોટ ભેળવેલો હોય છે. જે તપાસવા દળેલી ખાંડમાં આયોડિનના ટીપા નાખતા જાંબલી રંગ બને તો લોટ હોવાની શક્યતા છે. દળેલી ખાંડમાં પાણી નાખી સફેદ લિટમસ પેપર ડૂબાડતા લાલ થાય તો ધોવાના સોડાની ભેળસેળ હોઇ શકે. ખાંડમાં હાડકાનો પાઉડર હશે તો ઓગળશે નહીં. દળેલી ખાંડમાં હાઇડ્રોક્લોરિક એસીડના ટીંપા નાખતા ફીણ વળે તો ધોવાના સોડા ભેળવેળ છે તેમ સમજવું.
- ગોળ : જેમાં રંગીન માટી અને કલરની ભેળસેળ કરેલી હોય જેને પાણીમાં નાખતા ગોળ ઓગળવાથી માટી તળિયે બેસી જાય છે. જો કલર હશે તો તે જુદો તરી આવશે.
- મધ : જેમાં ખાંડની ચાસણી ભેળવેળ હોય છે્ જેમાં પાણીના ગ્લાસમાં મધના ટીંપા નાખવાથી તે તળિયે બેસી જાય છે જેને ચોખ્ખું મધ ગણવું અથવા મધમાં આલ્કોહોલ નાખવાથી દૂધ જેવો રંગ થાય તો ચોખ્ખું મધ સમજવું.
- લવિંગ અને એલચી : જેમાં અર્થે કાઢેલી એલચી કરમાયેલ દેખાય છે તેને હથેળીમાં મસળવાથી હથેળી સફેદ થઇ જાય છે.
- કેસર : રંગેલા મકાઇના રેસાની ભેળસેળ હોય છે જે શુધ્ધ કેસર પાણીમાં ઓગળી જાય છે અને સુગંધ ફે લાવે છે અને બનાવટી કેસર વધુ ચમકદાર હોય છે જે સહેલાઈથી ટૂટી જાય છે. જ્યારે શુધ્ધ કેસર સહેલાઈથી તૂટતું નથી.
- કાતરેલી સોપારી : જેમાં લાકડાનો વહેર અને બનાવટી રંગ હોય છે જે પાણીમાં નાખવાથી વહેર તરે છે અને પાણી રંગવાળું થાય છે.
- માવો : સ્ટાર્ચ અને બાફેલા બટાકાની ભેળસેળ હોય છે. જો થોડો માવો લઇ આયોડિનના ટીંપા નાખો તો જાંબલી રંગ બને તો માવામાં ભેળસેળ સમજવું
- પેટ્રોલ : જેમાં કેરોસીન ભેળ વેળ હોય છે જે ફિલ્ટર પેપર પર પેટ્રોલના ટીપા નાખવાથી કાળા ડાઘ પડે છે અને પેટ્રોલ હોય તો ઉડી જાય છે જો ડાઘ ન પડે તો પેટ્રોલ હોય તેમ સમજવું અને ડાઘ રહી જાય તો કેરોસીન છે તેમ સમજવું.
- રવો : સફેદ લોખંડનો ભૂકો એડ કરવામાં આવે છે જે લોહી ચુબંકનો ઉપયોગ કરવાથી ખબર પડે છે.
- મીઠાઈ : અખાદ્ય રંગ તથા સીસાનો વરખ કરવામાં આવે છે. જે હળવા ગરમ પાણી વડે ધાર કરવાથી ખાદ્ય ચીજમાંથી રંગની તરસે તેમજ એસિડના ટીપા નાખવાથી ઘેરો લાલ રંગ થાય તો અખાદ્ય રંગ છે તેમ સમજવું. ટેસ્ટ ટ્યુબમાં વરખ લઇ તેમાં નાઇટ્રીક એસીડના ટીંપા નાખો જો વરખ ઓગળી જાય તો શુધ્ધ સમજવું નહીં તો સીસાનો અને ઍલ્યુમિનિયમનો વરખ સમજવો.
- તાજા લીલા વટાણા : કલર કરેલા, પલાળેલા વટાણા જે વટાણા પાણીમાં નાખવાથી પાણીનો કલર ઘેરો લીલો થાય છે.
- આઈસક્રીમ : જેમાં સ્ટાર્ચ અને અખાદ્ય કલર જે ખાવાથી ખબર પડી થાય છે.
- બાજરી : જેમાં છીણ હોય છે. પાણીમાં બાજરીના દાણા નાખવાથી નીચે બેસી જાય છે અને છીણ ઉપર તરે છે.
કેસરી દાળને ફૂડ એડલટ્રેશન એક્ટ પ્રમાણે વેંચવા દેવામાં આવતી નથી કારણ કે તે દાળનો ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી ગ્રાહકને પેરાલીસીસ થાય છે. જો ઉપર મુજબની ભેળસેળ જણાય તો તરત જ ફરિયાદ કરવી જેમાં ફરિયાદીનું નામ, ઉંમર, કઇ વસ્તુ ખરીદી તે અને તારીખ અને બિલ આ વસ્તું પ્રમાણે ગ્રાહક સુરક્ષામાં જઈ શકાય છે.
બીમાર વ્યક્તિને ખોરાકની જરૂરિયાત
- મોટા માણસને જેટલું દવાખાનાનું અને દવાઓનું મહત્વ હોય છે તેના કરતા વધું ખોરાકનું મહત્વ હોય છે. જો બીમાર વ્યક્તિને સારો પૌષ્ટિક અને બીમારીને અનુરૂપ ખોરાક આપવામાં આવે તો તે જલદીથી સાજો થઇ શકે છે. જો વ્યક્તિ લાંબા સમયની એટલે કે ક્રોનિક બીમારીથી પીડાતી હોય તો તેના ખોરાકમાં ખાસ કાળજી રાખવી જોઇએ. માટે આરોગ્ય કર્મચારીને આ અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઇએ અને તે દર્દીને મોડીફાઇડ (બીજું સ્વરૂપ) કરીને ખોરાક આપવા માટે સક્ષમ હોવો જોઇએ. હોસ્પિટલમાં, ક્લિનિકમાં કે હોમ વિઝીટ દરમ્યાન ઘરે દર્દીને ખોરાક કેવી રીતે તૈયાર કરવો તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવું જોઇએ અને રોગના અનુસંધાન તેને કેવા પ્રકારના ખોરાકની જરૂર પડશે તે મુજબની સલાહ તથા સમજણ આપવી જોઇએ.
ખોરાકના પ્રકાર
1.ફૂલ ડાઇટ
- આ પ્રકારના ડાઇટ માં દરદીને તમામ વસ્તું જે નુકસાનકારક ન હોય તે ખાવાની છૂટ આપવામાં આવે છે. ડાયટ વેલ બેલેન્સ હોવો જોઇએ. તે ડાયટ વેજીટેરિયન કે નોન વેજીટેરિયન પણ હોઇ શકે છે. દા.ત ટી.બી ના દર્દીને આ પ્રકારનો ખોરાક લેવા માટેની સમજણ આપવામાં આવે છે.
2.લીકવીડ ડાયટ : પ્રવાહી ખોરાક
- આ પ્રકારનો ખોરાક હાઇ ફીવર તથા એવ દર્દી કે જે સોલીડ ફૂડ લઇ શકતો નથી તેવા દર્દીને આપવામાં આવે છે જ્યારે દર્દી સોલીડ ખોરાક ન લઇ શકે ત્યારે ઓછામાં ઓછું 2000 એમ એલ લીક્વીડ ડાયટ દીવસ દરમ્યાન લેવા માટેની સમજણ આપવી જોઇએ જો વ્યક્તિને ગળવામાં તકલીફ હોય તો થોડુ પણ વધુ વખત ડાયટ આપવામાં આવે છે આમાં દૂધ યુક્ત ખોરાક સ્કીમ મીલ્ક, આઇસક્રીમ,ગ્લોકોઝ વોટર, ઇંડા સુપ, બાલી વોટર(જવ નું પાણી), દાલ વોટર વગેરે અપાય છે.
3.સોફ્ટ, સેમી સોલીડ એન્ડ લાઇટ ડાયટ
- આ પ્રકારનો ડાયટ લીક્વીડ ડાયટ અને ફૂલ ડાયટ વચ્ચેનો હોય છે. ચાવવામાં કે ગળવામાં તકલીક હોય તેવા દર્દીને આ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે. આ પ્રકારનો ખોરાક દર્દીને તાવ હોય અથવા તો કોઇપણ સર્જરીમાં રીકવર થતો ત્યારે આપવામાં આવે છે. આ પ્રકારનો ખોરાક બેલેન્સ ડાયટ હોય છે જેમાં ફૂલ ડાયટ એવા પ્રકારનું હોય છે જે સહેલાઇથી પચી શકે તેવો હોય છે જે ઓછા મરી મસાલા વાળો હોય છે અને ઓછા રફેજ વાળો હોય છે જેમાં લીલા પાંદડા વાળા શાકભાજી, દહીં ઇંડા,તથા વધુ પડતી રાંધેલી માછલીનો સમાવેશ થાય છે.
4.બ્લેન્ડ ડાયટ : હલકો ડાયટ
- આ પ્રકારનો ડાઇટ સહેલાઇ થી પાચન થઇ શકે તેવો હોય છે જેમાં કોઇપણ પ્રકારના મરી મસાલા કે તેજાના હોતા નથી આ ડાયટ તે આંતરડાને સ્ટીમ્યુલેટ ન કરે તેવો સાદો ખોરાક હોય છે.આ પ્રકારનો ખોરાક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ કંડીશનમાં આપવામાં આવે છે જેમાં ખાસ કરીને પેપ્ટીક અલ્સર અને ગેસ્ટ્રાઇટીસમાં આ પ્રકારનું ડાઇટ આપવામાં આવે છે. દા.ત એકલું ઠંડુ દૂધ.
5.હાઈ પ્રોટીન ડાઇટ
- આ પ્રકારનો ડાઇટ ખાસ કરીને બર્ન પેશન્ટને પ્રોટીન ડેફીસીયન્સીવાળા પેશન્ટને, પ્રિએક્લેમ્પસીયા વાળા પેશન્ટને અને ક્રોનીક કિડની ડીસીઝના પેશન્ટને આપવામાં આવે છે. આ પ્રકારના ખોરાકમાં દરરોજનું એક લિટર જેટલું દૂધ એકસ્ટ્રા પ્રોટીનમાં સ્કીમ મિલ્ક પાવડર, ઇંડા તથા વધુ પ્રોટીન મળે તેવા અન્ય ખોરાક જેવા કે દરેક દાળ, દરેક કઠોળ દરેક પ્રકારના દાણા અને જો નોન વેજીટેરિયન પેશન્ટને માટે ફીશ અને મટનનો સમાવેશ કરવામાં આવે છે.
6.લો પ્રોટીન ડાયટ
- આ પ્રકારનો ડાયટ ખાસ કરીને નેફ્રાઇટીસ યુરેમીયાના દર્દીને આપવામાં આવે છે. જેના લોહીમાં અને પેશાબમાં યુરીક એસિડનું અને યુરીયાનું પ્રમાણ વધુ રહેતું હોય તેવા દરદીને આપવામાં આવે છે. આ પ્રકારના ખોરાકમાં સહેલાઈથી પાચન થઇ શકે તેવા થોડા પ્રમાણમાં ઘી અથવા માખણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડાયટમાં ફ્રૂટ જ્યુસ અને ગ્લુકોઝ તથા દૂધનો ઉપયોગ કરવામાં આવે છે.
7.સોલ્ટ ફ્રી ડાયટ (લો સોલ્ટ ડાયટ)
- આ પ્રકારનું ડાયટ સોજા આવતા હોય તેવા દરદીને આપવામાં આવે છે. દા.ત., એનીમિયા, ક્રોનીક હાર્ટે ડીસીઝ, પ્રિએકલેમ્પ્સીયા, ટૉક્સીમીયા ઓફ પ્રેગનન્સી વગેરેમાં આપવામાં આવે છે. સોલ્ટ ફ્રી ડાયટમાં ખોરાક રાંધવામાં સોલ્ટ ઉપયોગ કરવામાં આવતો નથી. સ્વાદ માટે ફક્ત સુગર અને લીંબુનો રસ ઉમેરવામાં આવે છે. સૂકી માછલી પણ ખોરાકમાં ન લેવાની સલાહ આપવામાં આવે છે.
8.લો ફેટ ડાયટ
- આ પ્રકારનો ડાયટ લીવર અને બાઇલના રોગ વાળા દર્દીને આપવામાં આવે છે. દા.ત જોન્ડીસ, લીવર એબ્સેસ, સીરોસીસ ઓફ લીવર વગેરેમાં આપવામાં આવે છે. આમાં સ્કીમ મિલ્ક પાઉડર, ચા, કોફી, ગ્લુકોઝ, સુગર, જેગરી, રાઇસ, બ્રેડ, દાળ, વેજિટેબલ, ફ્રૂટ વગેરે આપવામાં આવે છે.
9.લો રેસીડ્યુ ડાયટ
- આ પ્રકારનો ડાયટ ર ફેજ વગરનો હોય છે. જેનાથી ઇન્ટેસ્ટીનમાં સ્ટીમ્યુલેશન થતું નથી. આ પ્રકારનો ખોરાક કોલાઇટીસ, કોલોસ્ટોમી અને પેરીનીયમમાં સુચર લીધા હોય તેવી કંડીશનમાં આપવામાં આવે છે. આ પ્રકારના ખોરાકમાં ઇંડા,ચા, ફૂટ જ્યુસ, બાફેલા વેજિટેબલ વગેરે અપાય છે.
10.લો કેલરી ડાયટ
- આ પ્રકારનો ડાયટ ખૂબ જ ચરબી વાળા ફેટી તથા હાર્ટ ડીસીઝ વાળા દર્દીને આપવામાં આવે છે. આ પ્રકારના ડાયટમાં સુગર, બટાકા અને જેગરીનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ ખૂબ જ થોડા નહીંવત ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કઠોળ ખૂબ જ થોડા પ્રમાણમાં લેવો. આ પ્રકારના ડાયટમાં રાગી બેસ્ટ છે. તેમજ ઇંડા, દહીં, ચીઝ, ફીશ મિલ્ક, મીટ પરંતુ ફેટ વગરનું હોવું જોઇયે તેમજ દાળનો ઉપયોગ કરવામાં આવે છે.
મેળામાં અને ઉત્સવમાં જાહેર સ્વચ્છતા
પ્રસ્તાવના
- સંસારમાં ધાર્મિક ઉત્સવ અને તીર્થ યાત્રા અગત્યની બાબત છે. ઔધોગિકરણ કારણે ઘણી જગ્યાએ ધાર્મિક સ્થળ પર પણ વેપાર માટે મોટી સંખ્યામાં દુકાનો કરવામાં આવે છે. મેળા અને ઉત્સવમાં બધી જગ્યાએથી વિવિધ ધંધા માટે મોટી સંખ્યામાં થોડા સમય માટે લોકો નાના સ્થાન પર ભેગા થતા હોય છે. જ્યારે મેળા અને ઉત્સવ પૂરા થતા જ્યાંથી લોકો આવતા હોય છે ત્યાં પરત ફરતા હોય છે.
મહત્વપૂર્ણ મેળા
- કુંભ, મીનીકુંભ મેળા જે અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિકમાં ત્રણ વર્ષ અને 12 વર્ષના સમય ગાળામાં ભરાય છે. મેળા અને ઉત્સવમાં જો જાહેર સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો ઝાડા ,ઊલટી કોલેરા, કમળો, ટાઇફોઇડ વગેરે પાણીજન્ય રોગો ફાટી નીકળવાની શક્યતા ઓ ઊભી થાય છે. પ્રખ્યાત અને મોટા કેન્દ્ર જ્યાં મેળા ભરાય છે ત્યાં નગર પાલિકા, કોર્પોરેશન આ અંગે જરૂરી બજેટ તૈયાર કરી જાહેર સ્વચ્છતા અંગે લેવાના પગલાની વ્યવસ્થા કરે છે પરંતુ જ્યાં નાના સ્થળો છે ત્યાં ખાસ ધ્યાન આપવામાં આવતું નથી.
મેળા માટે નીચે પ્રમાણેનું આયોજન કરવું જરૂરી છે.
- સ્થાનિક વ્યવસ્થા સમિતિની રચના કરવી તેમાં દેશના નેતાનો સમાવેશ કરવો.
- કાર્યાલય 24 કલાક ખૂલ્લું રહે એવું લોકોને સુચન આપવામાં આવે છે કે તેને કોઇ મદદની જરૂર હોય તો સંપર્ક કરે. દા.ત. ખોવાયેલ વ્યક્તિની શોધ, રસીકરણ અંગેનું સુચન
- કેટલી સંખ્યામાં લોકો ભાગ લેશે તેનું અનુમાન કાઢવું.
મેળા દરમ્યાન થતી કામગીરીનું વિતરણ નીચેની કામગીરી અંગે તૈયારી કરવી.
- સ્થળ પસંદગી
- પાણી પુરવઠો
- ગંદા પાણી, કચરાનો આરોગ્યપ્રદ નિકાલ
- મળમૂત્રનો નિકાલ
- જરૂરી સંખ્યામાં જાજરૂ તેમજ મુતરડીઓ બનાવવી.
- ગીચ, ઝુંપડપટ્ટીઓ ઉપર નિયંત્રણ કરવું.
- તાત્કાલિક તબીબી સારવાર માટે ફરતું દવાખાનું નાની વ્યવસ્થા.
- રસી કરણ અંગેની વ્યવસ્થા.
- અગ્નિ શામક પ્રબંધ
- આવારા કુતરાં અને પશુ નિયંત્રણ
- જો વ્યક્તિઓને મેળા બાબતે પૂરતી સલાહ સુચન, સહયોગ સુવિધા આપવામાં આવે તો ભયનું કોઇ કારણ નથી અને અફવાને કોઇ સ્થાન નથી.
સ્થળની પસંદગી :
- ઉત્સવના એક માસ પહેલા સ્થળ કે જગ્યા ની પસંદગી કરવી.
- સ્થળ ઊંચાઇ વાળી જગ્યાએ અને સૂકી જગ્યાએ હોવું જોઇએ.
- જ્યાં પાણી ન ભરાય તેવી જગ્યાએ હોવું જોઇએ.
- જગ્યા એ અલગ-અલગ વહેંચવી જોઇએ. દરેક બ્લોકમાં 5000 લોકોનો સમાવેશ થાય તથા પહોળા રસ્તા અને જરૂરી દુકાનોની વ્યવસ્થા હોવી જોઇએ.
- દરેક બ્લૉકનું નિરીક્ષણ આરોગ્ય નિરીક્ષક દ્વારા થવું જોઇએ.
- તારની વાડ બનાવવી જરૂર જણાય તો સ્વચ્છતા જાળવવા ળાવવા પોલીસની મદદ લેવી.
- પર્યાવરણ સ્વાસ્થ્ય સમિતિએ ભલામણ કરેલ છે કે પાણી પુરવઠો, પાઇપલાઇનની મદદથી પૂરો પાડવો.
અલ્હાબાદ, હરિદ્વારમાં આ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે છે.
1.મળનો નિકાલ
- 1 લેટ્રીન 100 લોકોના કાયમી વસવાટ વાળા લોકો માટે અને 1000 યાત્રીકો માટે 1 લેટ્રીન બનાવવું.
ફ્રેંચ લેટ્રીન :
- ખાડો ખોદીને 20 × 11.5 લંબાઇ, પહોળાઈ, ઊંચાઇ ખોદીને તેમાં 6 અથવા 7 વિભાગ પાડવા.
- જેમાં 500 વ્યક્તિઓને સેવા પૂરી પાડી શકાય.
- પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ જાજરૂની વ્યવસ્થા હોવી જોઇએ ત્યાં જંતુ નાશક દવાનો છંટકાવ કરવો.
- બે-ત્રણ પાણીની ટાંકીઓ 15 મીટર દૂર રાખવી. પરંતુ તે 9 મીટરથી નજીક ન હોવી જોઇએ.
- લાઇટની વ્યવસ્થા કરવી.
- જાજરુના ઉપયોગ પછી માટી નાખવા માટે આરોગ્ય શિક્ષણ આપવું જોઇએ.
- બે બ્લોક પર એક સફાઇ કામદારની વ્યવસ્થા કરવી.
2.મુતરડી
- ખાસ કરીને નાહવાના ઘાટ પાસે હોવી જોઇએ.
- પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા કરવી.
- બ્લીચિંગ પાઉડર ગંધ નાશક અને સ્વચ્છતા માટે વાપરવો.
- 4 × 4 ઇંચનો ખાડો ખોદવો, ઇંટોના ટૂકડા, રેતી, માટી નાખવી, ઇંટોના ટૂકડા કાચા-પાકા રાખવા.
- એક ઝંડો લોકોની જાણ માટે રોપવો.
3.ગંદા કચરાનો નિકાલ
- ગંદા કચરાને ઉઠાવીને દૂરના સ્થળે એકઠો કરવો, કચરો સળગાવી દેવો અથવા નાશ કરવો. સમયાંતરે ઝાડું મારવુ, કચરો ભેગો કરી નિકાલ કરવાની પધ્ધતિ એસ. આઇ ને સોપવી.
4.પાણી પુરવઠો
- પાઇપ દ્વારા ઓછામાં ઓછું 9 ગેલન (20 લીટર) પાણી એક વ્યક્તિને 1 દિવસમાં મળે.
- પાણીના નળ 150 જેટલા મૂકવા એવી વ્યવસ્થા સમિતિની ભલામણ છે કારણ કે ઘણા
વ્યક્તિઓ પવિત્ર નદી નાળાનું પાણી પીવે છે.
- લોકો નદીમાં સ્નાન કરે છે તેથી પાણી દુષિત થાય છે.
- પીવા લાયક પાણીનું શુધ્ધિકરણ કરવું જોઇએ.
- નકામા કૂવા બંધ કરી દેવા જોઇએ.
- નવા કૂવા 1000 વ્યક્તિ માટે જરૂરી છે.
- ક્લોરીનેશન નિયમિત કરવું જોઇએ.
- મેળામાં દરેક બ્લોકમાં ગેલ્વેનાઇઝ લોખંડની ટાંકીમાં પાણી ભરવું જોઇએ તેને નળ લગાડી.
- પાણીનો ઉપયોગ કરવો જોઇએ.
5.સારવાર કેન્દ્ર
- તાત્કાલિક સારવાર માટે દવાખાનાની વ્યવસ્થા કરવી દુર્ઘટના જેવી પરિસ્થિતિને પહોંચી વળવાની વ્યવસ્થા રાખવી.
- રસીકરણ સેવાની વ્યવસ્થા કરવી.
- દરેક મેળામાં એક આરોગ્ય અધિકારી હોવો જોઇએ.
- દરેક બ્લોકમાં એક એસ.આઇ પોતાને સોંપાયેલ વિસ્તારનું નિરિક્ષણ કરી શંકાજનક માંદગી બાબતે રીપોર્ટ આપે.
- પ્રાથમિક સારવાર માટે દરેક બ્લોકમાં સારવાર કેન્દ્ર ખોલવું જોઇએ જેથી અકસ્માત અને સામાન્ય બિમારી માટે સેવા મળી શકે.
- ખાલી મકાનમાં દર્દી ઓને દાખલ કરવાની વ્યવસ્થા કરવી.
- જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવો.
6.ખાનપાનની વ્યવસ્થા
- 1954 ના ખાદ્ય નિયમ અનુસાર પગલાં લઇ શકાય છે.
- કાપેલા તેમજ સડેલા શાકભાજી, ફળ ફળાદિના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. જે ખાદ્ય પદાર્થ ખુલ્લા અને માખી ઓ બેસી દૂષિત કરે છે. તેનો નાશ કરવો જોઇએ.
- ખાદ્ય પદાર્થની બનાવટ માટે સ્વચ્છતા રાખી હોય પરંતુ પાછળથી પ્રદુષિત થાયછે તેવા ખાદ્ય પદાર્થનો પણ નાશ કરવો.
- પીવાના પદાર્થ તેમાં કેવા પાણીનો ઉપયોગ થયો છે તેમજ બરફ બનાવવા કેવા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું નિરીક્ષણ કરવું.
- સુરક્ષિત ભોજન વ્યવસ્થા વાજબી ભાવે મળે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
- એસ. આઇ એ દૂધ, મીઠાઈ વગેરેનું પરીક્ષણ કરવું તેની ગુણવત્તાની ચકાસણી કરવી.
- ખાદ્ય પદાર્થની બનાવટ, સંગ્રહ તેમજ વિતરણમાં સ્વચ્છતા જાળવવી.
- કતલખાના મેળાની બહાર હોવા જોઇએ.
- એસ. આઇ એ દૂષિત ખાદ્ય પદાર્થો, ખૂબ જ પાકેલા ફળો, દૂષિત મીઠાઈનો નાશ કરવો.
- કચરાનો આરોગ્યપ્રદ નિકાલ થાય તે માટે જરૂરી પગલાં ભરવા.
7.આરોગ્ય શિક્ષણ (હેલ્થ એજ્યુકેશન)
- મેળાના સ્થળે લોકોને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે.
જેમાં નીચેની બાબતો પર વધુ ધ્યાન આપવું.
- ગરમ પદાર્થોનો પીવામાં ઉપયોગ ન કરવો.
- દૂધ અને પાણી ઉકાળીને પીવું.
- માખી બેઠેલા અને ખૂલ્લા પદાર્થનો ઉપયોગ ન કરવો.કાચા શાકભાજીને ધોઇને ખાવા
- ફળોને પી.પી.લોશનથી ધોવા, ખૂબ પાકેલા ફળો અને બજારની મીઠાઇ ખાવી નહીં.
- ફળોનો રસ અને દહીં વગેરે ખાવા નહીં.
- ઝાડા-ઉલ્ટી, કોલેરા જેવા દર્દીઓને તાત્કાલિક સારવાર માતે ખસેડવા.
- ઝાડા-ઉલ્ટીના દર્દીને ઓ.આર.એસ આપવું.
મેળા પછીની વ્યવસ્થા
- ગંદા કચરાનો આરોગ્યપ્રદ રીતે નિકાલ કરવો.
- ખોરાકને સારી રીતે ઢાંકવો.
- બનાવેલી ઝુંપડીઓ,દુકાનો, લેટ્રીન વગેરે વ્યવસ્થાને હટાવી લેવી.
- મેળાનો વિગતવાર અહેવાલ તૈયાર કરી જોવા મળેલી ખામી ઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી ભવિષ્યમાં થનારા મેળા માટે ભલામણ કરી મેળાનો રીપોર્ટ ઉપરી કચેરીને મોકલવો.