F.Y. – ANM – HP – NUTRITION UNIT – 2 NUTRITIONAL DEFICIENCY-UPLOAD
યુનિટ – 2
ન્યુટ્રીશનલ ડેફિસીયન્સી
ન્યુટ્રીશનલ ડેફિસીયન્સી
માલ ન્યુટ્રીશન & અન્ડર ન્યુટ્રીશન
વ્યાખ્યા
ચોક્કસ એક ન્યુટ્રીયન્સની ખામી અથવા રીલેટેડ પેથોલોજીકલ કન્ડીશન કે જે મોડરેટથી માંડી સીવીયર સુધી થઈ શકે છે. જેને માલ ન્યુટ્રીશન કહે છે. માલ ન્યુટ્રીશનને આપણે જુદા-જુદા સ્વરૂપે જોઈ શકીએ છીએ.
કુપોષણ
“ભારતમાં ૦ થી ૫ વર્ષના બાળકોમાં થતા મુત્યુના મુખ્ય કારણોમાંનો એક છે કુપોષણ .” ગુજરાત રાજ્યમાં કુપોષણ અને તેના કારણે થતા મૃત્યુના દર ઘણા ઉંચા છે. નાના બાળકોમાં થતા ગંભીર રોગો જેવા શ્વસનસનતંત્રના ચેપ, ઝાડા, ઑરી,જીવાણુજન્ય ચેપ વગેરે માટે પરોક્ષ રીતે કુપોષણ જ જવાબદાર છે.
આમ બાળમૃત્યુ અને બિમારીનું પ્રમાણ ઘટાડવા માટે બાળકોમાં થતુ કુપોષણ ટાળવુ આવશ્યક છે. આવુ કરવાથી બાળકની શારીરીક વૃધ્ધિ અને માનસિક વિકાસ પર માઠી અસરોને પણ નિવારી શકાય છે.
કુપોષણના કારણો
કુપોષણ
અપુરતો આહાર
રોગ/ બિમારીઓ
ઘરમાં આહરની અછત
અપુરતી સાર સંભાળ
અપુરતી આરોગ્ય સેવાઓ અને બિન આરોગ્યપ્રદ વાતાવરણ
મળક્રિયા, સુવિધાઓ રાજકીય વિચાર ધાર સ્ત્રોતો તપાસ અને સારવાર
બાળકોમાં થતા કુપોષણની સારવાર કરવા માટે કુપોષણનું પ્રમાણ જાણવું આવશ્યક છે.
આ માટે WHO એ આપેલા Z – સ્કોર ચાર્ટનો ઉપયોગ કરી શકાય છે. જેમાં ઉમર પ્રમાણે ઉંચાઇ અને વજન આવા બે રેખાંક ઉપયોગ કરી શકાય છે. WHO ના Z – સ્કોર ચાર્ટ પર આધારીત વૃધ્ધિ પત્રક ગુજરાતમાં હાલના મમતા કાર્ડમાં પણ વપરાય છે.
કુપોષણના પ્રકારો
અન્ડર ન્યુટ્રીશન
અન્ડર વેઇટ
સ્ટન્ટેડ
વાસ્ટેડ
કુપોષિત બાળકો વાસ્ટેડ કે સ્ટન્ટેડ હોય શકે છે.
સ્ટન્ટિંગ માં લાંબા ગાળા સુધી પુરતો અને યોગ્ય ખોરાક અને પોષણ ન મળવાના કારણે તથા વારંવાર લાગતા ચેપને કારણે વૃદ્ધિ પર નકારાત્મક અસર થઇ વિકાસ ઓછો થાય છે.
વાસ્ટિંગ એ તાજેતરનું કે લાંબા ગાળાનુ કુપોષણ સુચવે છે.
પાંચ વર્ષથી નાના બાળકો માટેના મૃત્યુ દરમાં ઘટાડો લાવવા માટે કુપોષણને અગત્યતા આપવી ખુબ જરૂરી છે.
કુપોષણના પરીણામો
શારીરીક વિકાસ અને વૃધ્ધિને હાનિ
બૌધ્ધિક વિકાસ રૂંધાવો
સામાન્ય પોષણ સ્તર વાળા બાળકોની સરખામણીમાં મૃત્યુની સંભાવના વધી જાય છે.
શારીરીક વિકાસ રુંધાવો
ચેપ અને મૃત્યુનું વધેલ જોખમ
મોટી વયે કુપોષણ કુપોષિત બાળકોમાં ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી બાળક વારંવાર બિમારીનો ભોગ બને છે અને જે લાંબા સમય સુધી ચાલે છે.
કુપોષણના પ્રકાર
ઉંમર પ્રમાણે ઓછું વજન (અન્ડર વેઇટ)
ઉંમર પ્રમાણે ઓછું વજન (WFA)< 25 D
કુપોષણની તાજેતરની તથા ગંભીર પરિસ્થિતિ સુચવે છે.
ઉંમર પ્રમાણે ઓછું વજન (સ્ટન્ટિંગ)
ઉંમર પ્રમાણે ઓછી ઉંચાઇ (HFA) < 25 D જે નકારત્મક અસર પામેલ માળખાકીય વૃધ્ધિ દર્શાવે છે જે લાંબા સમયની પરિસ્થિત સુચવે છે.
ઉંચાઇ પ્રમાણે ઓછું વજન (વાસ્ટિંગ)
ઉંચાઇ પ્રમાણે ઓછુ વજન (WFA) < 25 D તાજેતરમાં થયેલ વજનમાં ઘટાડો કે જે વધારો સુચવે છે. કુપોષણની તાજેતરની પરિસ્થિત સુચવે છે.
કુપોષણના પ્રકાર
ઉંમર પ્રમાણે ઓછું વજન (અન્ડર વેઇટ)
ઉંમર પ્રમાણે ઓછુ વજન (WFA) < 25 D તાજેતરની અને લાંબા ગાળાની કુપોષણની પરિસ્થિત સુચવે છે. તાજેતરની કે લાંબા ગાળાની કુપોષણની પરિસ્થિત અથવા બંનેના કારણે (અન્ડર વેઇટ)ની પરિસ્થિતિ ઉદભવે છે. જે સ્ટન્ટિંગ અને વાસ્ટિંગ બંન્નેનુ સંયોજીત સુચક છે.
બિમારી અને શરીરમાં ચેપ વારંવાર, શરીરમાં વારંવાર લાગતો ચેપ
કુપોષણના પરોક્ષ કારણો
ઘરમાં આહરની અછત – શરીરને પુરતો આહાર ન મળવો.
બાળકો અને સ્ત્રીઓ માટે નબળી સાર સંભાળ અને અયોગ્ય આહારની રીત ભાત
અપુરતી આરોગ્ય સેવાઓ અને તેનો અપુરતો ઉપયોગ
બાળ અવસ્થા દરમીયાન બિમારીની સારવાર ન થવી
અપુર્ણ રસીકરણ
બિન આરોગ્ય પ્રદ વાતાવરણ અને સ્વછતાનો અભાવ
કુપોષણના મુળભુત અને અન્ય કારણો
સાક્ષરતાનું ઓછું પ્રમાણ
સાંસ્કૃતિક, ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ
આર્થિક પરિબળો
કટોકટીની અવસ્થાઓ
કુપોષણ અને ચેપ વચ્ચેનું ચક્ર
કુપોષણ અને મોટાભાગે એક સાથે લાગે છે.
કુપોષણના કારાણે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિનો ઘટાડો થાય છે અને બાળકને સહેલાઇથી ચેપ લાગે છે.
શરીરમાં ચેપ લાગવાના કારણે ભુખનો નાશ થાય છે. પોષક તત્વોની માંગ વધી જાય છે અને જે પોષક તત્ત્વનું શરીરમાં અવશોષણ ઘટી જાય છે. જેથી કુપોષણની પરિસ્થિત વણસે છે.
કુપોષિત બાળકો કે જેના બિમારી સામેનો પ્રતિકાર નબળો છે અને જેને સાજા થતાં વધુ સમય લાગે છે. અને આવા બાળકો વધુ પડતા કુપોષિત થઇ જાય છે. અને તેમની રોગ પ્રતિકારક અને રોગો સામે લડવાની ક્ષમતા પણ ઓછી થઇ જાય છે.
આહારનાં મુખ્ય કાર્યો
શરીરને ઉર્જા પાડવા માટે જરૂરી ચરબી, તેલ, તેલબીયા, અનાજ, કંદમુળ અને શર્કરા
માંસપેશીઓના નિર્માણ માટે જરૂરી કઠોળ અને દાળ, માંસ, ઇંડા, દુધ અને દુધની બનાવટો
રોગ પ્રતિકારક જરૂરી ફળ અને શાકભાજી
સારૂ પોષણ
બાળકનાં વિકાસ, વૃધ્ધિ અને અસ્તિત્વનો મુખ્ય આધાર બાળકનાં સારા આરોગ્ય, પોષણ અને તેની ગુણવત્તા સભર સારસંભાળ પર રહેલો છે.
કુપોષણ શુ છે?
શરીરમાં જ્યારે તંદુરસ્ત માંસ પેશીઓ અને વિવિધ અંગોના ચોક્કસ કાર્યો માટે જરૂરી પોષક ત્તત્વો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થાય ત્યારે કુપોષણની પરિસ્થિત ઉદભવે છે.
અતિ પોષણ (ઓવર ન્યુટ્રીશન) અને ઓછું પોષણ (અન્ડર ન્યુટ્રીશન) એ બંન્ને કુપોષણના સુચક છે.
કુપોષણ એ આરોગ્યનું એક એવુ પરિણામ છે. જે રોગની પરિસ્થિતને ઉત્તેજીત કરનારુ અને વધારનારૂ છે તથા તે બિમારી અને મૃત્યુદરમાં પણ વધારા માટે જવાબદાર છે.
વાતાવરણીય અસ્વચ્છતાં – ગંદકી નજીકમાં કારખાનું આવેલ હોય દુષિત જમીનને કારણે ઉત્પાદન ઘટે દુષિત હવા વગેરે.
મોટું કુટુંબ – આવક ઓછી હોય, બધાની જરૂરિઆત પોષાતી ન હોય
માતાનું આરોગ્ય – માતાનું આરોગ્ય નબળું હોવાથી બાળકને પૂરતું પોષણ મળતું નથી અને ચેપ પણ લાગે છે.
પુઅર હાયજીન
ખૂબ જ વહેલું બ્રેસ્ટ ફીડીંગ બંધ કરવામાં આવે તો
સામાજિક અને સાંસ્ક્રૃતિક રીત રિવાજો
ખૂબ જ લાંબો સમય બ્રેસ્ટ ફીડીંગ આપે તો
બાળ ઉછેરમાં ભેદભાવ
ટ્રીટમેન્ટ
1.પૂરતો ખોરાક
બાળકોને પૂરતા પ્રમાણમાં ક્વોલીટી અને કોન્ટીટીમાં ખોરાક મળવો જોઈએ. સપ્લીમેન્ટરી ડાયેટ અને વીનીંગ ડાયેટ છ માસ બાદ ચાલું કરવું જોઈએ સાથે ધાવણ ચાલું રાખવું. પ્રોટીન અને કેલરીનું પ્રમાણ 125 થી 150 કેલરી હોવું જોઈએ. અને પ્રોટીન 3 થી 4 ગ્રામ પ્રતિ કિલો વજન પર દરરોજનું હોવું જોઈએ. જેની બાળકની ખોરાકની જરૂરિઆત સંતોષાય અને બાળક P.E.M માંથી બહાર આવી શકે મધ્યમ પ્રકારનું કુપોષણ આ ખોરાકથી કવર થઈ શકે છે.
2.ચેપની સારવાર કરવી
બાળકને કોઈપણ પ્રકારનો ચેપ લાગ્યો હોય દા.ત, ઓરી, ડાયેરીયા, ઉટાટીયું, અછબડા તથા શ્વસનતંત્રનો રોગ, વર્મ ઈન્ફેક્શન, વગેરે ત્વરીત સારવાર કરાવવી કારણ કે બાળક ચેપને કારણે પોષણ લઈ શકતું નથી. અને કુપોષણમાં જાય છે. માટે ચેપની સારવાર જરૂરી છે.
3.આરોગ્ય શિક્ષણ
બાળકનાં માતાપિતા અનુએ બાળકની સંભાળ રાખનાર વ્યક્તિને બાળકનાં ખોરાક વિશે શિક્ષણ આપવું બાળક માટે માતાનું ધાવણ તથા સપ્લીમેન્ટરી ડાયેટની અગત્યતા વિશે સમજાવવું કેવા ખોરાકમાંથી પ્રોટીન અને કેલરી લેવા, ખોરાક બાબતે સમજાવવું બાળકની માતા ઘરે સારો ખોરાક બનાવી શકે તથા આછા પચે બાળકના ખોરાકમાં કેવી રીતે ફેરફાર કરી વધુ પ્રોટીન, કેલરી અને અન્ય ન્યુટ્રીશન મળી રહે તેવા ખોરાક બનાવતા શીખવવું.
NIN : – (નેશનલ ઈનસ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશન)
નેશનલ ઈનસ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશન “હૈદ્રાબાદ” વડે બનાવેલ ફોર્મ્યુલા મુજબ નીચેની મીશ્રણ ઘરે બનાવીને તેની સુખડી અથવા રાબ બનાવીને બાળકને આપવામાં આવે તો પ્રોટીન કેલરી કુપોષણ મટાડી શકાય છે.
હૈદ્રાબાદી મિશ્રણ
શેકેલા ઘઉં = ૪૦ ગ્રામ
શેકેલી ચણાની દાળ = ૧૬ ગ્રામ
ગોળ = ૨૦ ગ્રામ
શેકેલી સીંગ = ૧૦ ગ્રામ
કુલ = ૮૬ ગ્રામ
ઉપરોક્ત મીશ્રણમાં 330 કેલરી અને 11 – 3 ગ્રામ પ્રોટીન મળે છે. આ મિશ્રણ વડે ઘણાં બધાં બાળકો ત્રણ માસમાં સાજા થઈ શકયા છે.
એપીડેમીક દરમ્યાન બાળકોને માટે સપ્લીમેન્ટરી ફીડીંગ પ્રોગ્રામ બનાવવા.
D) યોગ્ય ખોરાક ફરીથી શરૂ કરવો
યોગ્ય ખોરાક
હોસ્પિટલાઇઝેશન
ફોલો અપ
ગ્રોથ ચાર્ટ બનાવો
યોગ્ય સૂચન સલાહ આપવી
1.અન્ડર માલન્યુટ્રીશન
2.ઓવર માલન્યુટ્રીશન
3.ઈમ્બેલેન્સ
4.સ્પેસેફિક ડેફીસીયન્સી
1.અન્ડર માલન્યુટ્રીશન
લાંબા સમય સુધી કવોલીટી અને કોન્ટીટીમાં અપૂરતો ખોરાક લેવામાં આવે ત્યારે તે કન્ડીશન ઉભી થાય છે. તેને અન્ડર માલ ન્યુટ્રીશન કહેવામાં આવે છે. તેને (સ્ટારવેશન) ભૂખમરો કહેવામાં આવે છે.
2.ઓવર માલન્યુટ્રીશન
જ્યારે વ્યક્તિ જરૂરિયાત કરતા વધારે ન્યુટ્રીશન લે ત્યારે ઉભી થતી કન્ડીશન ઓવર ન્યુટ્રીશન કહેવામાં આવે છે. દા.ત. ઓબેસીટી, હ્રદયરોગ, આર્થિયોકોરોસીસ.
3 ઈમ્બેલેન્સ માલન્યુટ્રીશન
જેટલી જરૂરિયાત હોય તેનું પ્રમાણ ન જળવાય ત્યારે ઉભી થતી કન્ડિશનને ઇમ્બેલેન્સ કહેવામાં આવે છે. તેમાં ક્યારેક થાય છે, ક્યારેક થતી નથી.
4.સ્પેસેફિક ડેફીસીયન્સી
કોઈ ચોક્કસ ન્યુટ્રીશન જરૂરિયાત મુજબ લાંબા સમય સુધી ન લઈએ તો તે ચોક્કસ ઘટકની ખામી ઉભી થાય છે. દા.ત, આયોડિન, વિટામીન A, વિટામીન C, વિટામીન D.
માલ ન્યુટ્રીશન ઇન્ડીકેટર
ન્યુટ્રીશનના પ્રોગ્રામમાં ઈવાલ્યુએશન માટે માલ ન્યુટ્રીશન ઇન્ડીકેટરની જરૂરીયાત ઊભી થાય છે.
1.સ્ટેટેસ્ટીક ઈન્ડીકેર્ટસ
આંકડાકીય માહિતી સ્પેસેફિક 1 વર્ષની અંદરનું ગ્રુપ હોય તેને મોર્ટાલીટી કેટલી છે. તે જાણવી જરૂર છે. (6 થી 12 મહિનાના બાળકો) મોર્ટાલીટી રેટ આંકડાકીય માહિતી ઉપરથી જાણી શકાય છે.
1 થી 4 વર્ષનાં બાળકનાં મોર્ટાલીટી રેટ કેટલો છે. તે જાણવા ઘણા જરૂરી છે.
ટોટલ મૃત્યુ થયા હોય તેમાંથી 5 વર્ષથી નીચેનાં બાકળોના મોર્ટાલિટી રેટ કેટલો છે. તે જોવામાં આવે છે.
2.એન્થ્રોપોમેટ્રીક
ન્યુબોન બેબીની હાઈટ
લો બર્થ વેઈટનો રેસીયો
પાંચ વર્ષનાં અંદરનાં બાળકો હાઈટ અને વેઈટ
સ્કુલ એન્ટ્રી વખતે બાળકનું સરેરાશ વજન કેટલું હોય.
હાઈટ અને વેઈટના ચોક્કસ સેમ્પલ
ઈન્ડીકેટર નક્કી કરીને ૦ થી ૫ વર્ષ
<12.5 cm એક્યુટ માલ ન્યુટ્રીશન
કમ્પેરીજન
વર્ષનાં બાળકોનાં રેગ્યુલર હાઈટ વેઈટ રેકોર્ડ કરવો અને એને ચોક્કસ ઇન્ડીકેટર તરીકે ગણવું 15% બાળકો હાઈટ વેઈટ ઓછું આવે તો કમ્પેરીજન કરવું.
સરખામણી તૂલના
3.ક્લીનીકલ ઇન્ડીકેટર
જેમાં આ ડેવલોપ થયેલું તેવા બાળકોનાં રેકોર્ડ રાખવો.
ન્યુટ્રીશન ડેફીસીયન્સી, માલ ન્યુટ્રીશન, થયેલ હોય તેવા બાળકો
આખા વર્ષ દરમ્યાન માલન્યુટ્રીશનના લીધે કેટલાં બાળકો હોસ્પિટલ કે હેલ્થ સેન્ટરમાં દાખલ થયા તે જાણવાનું.
કેટલા બાળકો માલન્યુટ્રીશનના ડાયગ્નોસ થયા, કેટલી એન્ટિનેટલ મધરનું (સ્ત્રીનું) હીમોગ્લોબીન 10 gm કરતાં ઓછું છે. તેનો રેસીયો કાઢવાનો (છેલ્લા ત્રણ મહિનામાં છેલ્લાં ટ્રાઈમીસ્ટર દરમ્યાન) છે.
ડાયેટરી એકઝામીનેશન
વ્યક્તિનાં ભોજનમાં (દરરોજ) કેટલા કેલરી, પ્રોટીન તથા કેટલાં ન્યુટ્રીશન્સ લેવામાં આવે છે.તેનું પ્રમાણ જોવામાં આવે છે.
લોકોની ખાવાની હેબીટ કેવી છે. તેની સ્ટડી કરવાની છે.
ન્યુટ્રીશન પ્રોબ્લેમ
લો બર્થ વેઈટ
ન્યુટ્રીશનલ એનીમીયા
P.E.M પ્રોટીન એર્નજી માલ ન્યુટ્રીશન
I.D.D આયોડીન ડેફીસીયન્સી ડીસઓર્ડર
ઝેરોપ્થેલીમીયાં
એન્ડેમીક ફ્લોરોસીસ
લેથેરીઝમ
પ્રોટીનના અભાવે થતાં રોગો
P.E.M (પ્રોટીન એર્નજી માલન્યુટ્રીશન)
બાળકને જ્યારે માતાના ધાવણ તેમજ ઉપરી ખોરાક મારફતે તેની પોતાની દૈનિક જરૂરિઆત મુજબ શક્તિ કેલરી અને પ્રોટીન ન મળે અથવા ઓછું મળે ત્યારે બાળકને લાંબે ગાળે પ્રોટીન અને કેલરીની ઊણપ વર્તાય છે. આને પ્રોટીન કેલરી કુપોષણ કહે છે. જ્યાં સુધી બાળક છ માસની વય સુધી માતાનું ધાવણ બરાબર મેળવતું હોય ત્યાં સુધી તેને પ્રોટીન કે કેલરીની ઊણપ વર્તાતી નથી. પરંતુ અનેક કારણને લઈને છ માસની ત્રણ વયનાં ગાળા દરમ્યાન ધીમે ધીમે પ્રોટીન અને કેલરીની દૈનિક જરૂરિયાત મુજબ બાળકને ખોરાક મળતો નથી. અભિયાન જુથનાં જણાવ્યાં મુજબ નબળાં વર્ગનાં બાળકો અને ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબનાં બાળકોમાં દૈનિક 10 ગ્રામ પ્રોટીન અને 300 કેલેરીની ઊણપ વર્તાય છે. જે લાંબા ગાળે પ્રોટીન કેલરી કુપોષણ ગ્રેડ % માં પરિણમે છે.
બાળકના વૃધ્ધિ વિકાસ સ્થગીત થાય છે. માનસિક વિકાસ રુંધાય છે. કેલરીની ઊણપને લીધે થતું મરાસ્મસ ગુજરાતમાં સામાન્ય છે. જ્યારે ક્વાશ્યોકોર એટલો સામાન્ય નથી.
નેશનલ હેલ્થ સર્વેનો અભ્યાસ મુજબ 44% બાળકોને વજન અપેક્ષીત વજન કરતા ઓછું છે. અને 44% બાળકો ઠિંગણા છે. ઉંમર મુજબ ઊંચાઈ ઓછી છે. 19% બાળકોનું વજન-ઉંચાઈ આ લેબ બતાવે છે. કે તેઓમાં વેસ્ટીંગ છે. (ચરબી અને સ્નાયુમાં ઘસારો)
બાળકના વજનનાં આધારે કુપોષણનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે.
વજન આધારિત કુપોષણનું વર્ગીકરણ (IAP Classification)
ગ્રેડ
વજન (% of Expected Weight for Age)
કુપોષણની સ્થિતિ
Normal
≥ 80%
સામાન્ય
Grade I (Mild)
71 – 80%
હળવું કુપોષણ
Grade II (Moderate)
61 – 70%
મધ્યમ કુપોષણ
Grade III (Severe)
51 – 60%
ગંભીર કુપોષણ
Grade IV (Very Severe)
≤ 50%
અત્યંત ગંભીર કુપોષણ
ગ્રેડ 3 અને ગ્રેડ 4 ના બાળકોમાં મરાસમસ અને ક્વોશ્યોકોર નામનો અલ્પ પોષણને લીધે રોગ થાય છે. ગ્રેડ 4 નાં બાળકોને તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવાની આવશ્યકતાં હોય છે.
પ્રોટીન કેલરી / એનર્જી માલન્યુટ્રીશન
પ્રોટીનની ઊણપથી થતા રોગ
1.ક્વાશીયરકોર(બાળકોમાં ખાસ)
આ એક એવી કંડીશન છે કે જેમાં બાળકને સોજા આવે બાળકનું વજન નોમલ કરતા ઓછુ થાય તેમજ સાથે સાથે બાળકને ગંભીર ચેપ લાગેલો હોય છે.
2.મરાસમસ
આ એક એવી કંડીશન છે. જેમાં ઉંમર કરતા બાળકનું વજન ઓછું થાય છે તેમજ મસલ્સનો નાશ થાય છે અને સબ ક્યુટેનિયસ ફેટનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
કવોશ્યોકોરના ચિહ્નો અને લક્ષણો
વજન ઘટે છે.
હાથ-પગ પાતળા હોય છે. પરંતુ સોજાને લીધે જાડા લાગે છે.
વાળ લાલાશ પડતાં ભૂખરા હોય છે.
ચામડી સૂકી બરછટ ચિરાવાળી અને ડાઘાવાળી હોય છે.
ભૂખ લાગતી નથી.
બાળક ઝીણું-ઝીણું રડયા કરે છે.
મળ ઢીલો બની જાય છે. ઝાડા થઈ જાય છે.
કોઈકવાર એનેમિયા જોવા મળે છે. વિટામીનની અછત જોવા મળે છે.
મરાસમસના ચિહ્નો અને લક્ષણો
વજન ખૂબ જ ઓછું થાય છે.
કોણી ઉપરનો ભાગ ખૂબ જ પાતળો લાગે છે.
ચામડી પર કરચલી પડે છે.
ખાવાનું આપે તો ખાય છે. બાળક ચપટ પણ ડરામણો લાગે છે.
મળ ઢીલો હોય પણ કબજીયાત થાય છે. અને કોઈક વાર ઝાડા થઈ જાય છે.
એનેમિયા જોવા મળે છે
વિટામીનની અછત જોવા મળે છે.
તફાવત: મરાસમસ અને ક્વાશ્યોકોર
મરાસમસ (Marasmus) અને ક્વાશ્યોકોર (Kwashiorkor)
મુદ્દો
મરાસમસ (Marasmus)
ક્વાશ્યોકોર (Kwashiorkor)
વ્યાખ્યા
કેલરી અને પ્રોટીન બંનેની લાંબા સમયની ગંભીર અછતથી થતો કુપોષણ
મુખ્યત્વે પ્રોટીનની અછતથી થતો કુપોષણ (કેલરી ઘણીવાર પૂરતી)
પોષક તત્વોની અછત
Energy + Protein deficiency
Predominant Protein deficiency
સ્વરૂપ
Chronic starvation
Acute protein malnutrition
ઉંમર
સામાન્ય રીતે 6 મહિના – 1 વર્ષથી ઓછા
સામાન્ય રીતે 1–3 વર્ષ
વજન
અત્યંત ઓછું
edema કારણે વજન સામાન્ય/વધેલું લાગે
વજન-વય અનુસાર
ખૂબ જ ઓછું
મધ્યમ રીતે ઓછું/છુપાયેલું
ચરબી (Subcutaneous fat)
લગભગ નથી
ઘટેલી, પરંતુ edemaથી છુપાય
સ્નાયુ (Muscle mass)
ખૂબ જ ઘટેલું
ઘટેલું
શરીર દેખાવ
Skin & bones, અત્યંત દુબળું
ફૂલેલું શરીર (edematous)
એડેમા (સોજો)
❌ નથી
✅ છે (પગ, પગની પિંડી, ચહેરો, પેટ)
ચહેરો
વૃદ્ધ જેવો (Old man face)
ચંદ્રાકાર (Moon face)
પેટ
અંદર દબાયેલું
ફૂલેલું (pot belly)
ભૂખ
સામાન્ય રીતે ભૂખ રહે છે
ભૂખ નથી (anorexia)
ચામડી
સૂકી, પાતળી, ઢીલી, ઝુરરી
રંગ બદલાવ, peeling, flaky paint dermatitis
વાળ
પાતળા, સુકા
પીળાશ/ભૂરા, Flag sign
યકૃત (Liver)
સામાન્ય
Fatty liver, hepatomegaly
રક્ત એલ્બ્યુમિન
સામાન્ય/થોડું ઓછું
ખૂબ ઓછું
રોગપ્રતિકારક શક્તિ
ઘટેલી
ખૂબ જ ઘટેલી
સંક્રમણ જોખમ
વધારે
અતિ વધારે
મૃત્યુ જોખમ
તુલનાત્મક રીતે ઓછું
વધુ
પ્રતિભાવ (Treatment response)
સારવારથી ધીમે સુધારો
યોગ્ય સારવાર વગર જોખમી
સામાન્ય ઉદાહરણ
ગરીબી, લાંબા સમયની ભૂખમરી
weaning પછી protein-poor diet
વિટામીન એન્ડ મિનરલ્સ ડેફિસીયન્સી
વિટામીન A ડેફિસીયન્સી
નાઇટ બ્લાઇન્ડનેસ – રતાંધળાપણું
કન્જકટાઈયલ ઝેરોસીસ
બીટોટસ સ્પોટ
કોર્નીયલ ઝેરોસીસ
કેરાટો મલેશીયા
ઝેરોફથાલ્મીયા (ડ્રાય આઈ)
1.નાઇટ બ્લાઇન્ડનેસ (રતાંધળાપણું)
વિટામીન-A ની ખામીથી રતાંધળાપણું એટલે ઝાંખા પ્રકાશમાં જોઈ ન શકે જ્યારે મોડી સાંજનાં સમયે બાળક કંઈક જોઈ શકતું નથી. ત્યારે માતાને આ બાબતની જાણ થાય છે. વિટામીન એ ની ખામીથી આપણી આંખને જે રીતે અંધારામાં એડજેસ્ટ કરી લઈએ તેવી આ બાળકમાં એડજેસ્ટ કરી શકતા નથી. જો વિટામીન-A ન આપવામાં આવે તો આ પરિસ્થિતી ગંભીર બની શકે છે. ત્યારે બાળકને ઝાડા અને અન્ય ચેપ પણ લાગે છે.
2.કન્જકટાઈવલ ઝેરોસીસ
આમાં આંખમાં પોપચાનું અંદરનું પડ સુકાઈ જાય છે. તેથી બરાબર જોઈ શકાતું નથી તેમજ વધારે અજવાળું આંખ સહન કરી શકતી નથી. આથી આંખ ખૂબ જ પટ પટાવે તથા પોપચામાં કરચલીઓ પણ પડેલી જોવામાં આવે આના કારણે બાળક રડયા કરે અને વિટામીન A ની ખામીનું આ પ્રથમ ચિન્હ છે.
3.બીટોટેસ સ્પોટ
બિટોટેસ સ્પોટમાં ત્રિકોણાકાર સફેદ અથવા પીડાસ પડતું મોતી જેવું ટપકું (કન્જકટાઈવા) અંદરનું પડ અને કોર્નિયામાં જોવા મળે છે. મોટા ભાગે બન્ને આંખમાં જોવા મળતું હોય છે. નાના બાળકોમાં વિટામીન A ડેફિસીયન્સીથી આવું થાય છે. જ્યારે મોટી ઉંમરમાં અન્ય રોગને કારણે આવું જોવા મળે છે.
4.કોર્નીયલ ઝેરોસીસ
આમાં કોર્નીયા સુકી, ઝાંખી અને ઘણીવાર ધુંધડી જોવા મળે છે. આંખમાં ભિનાશ બિલકુલ જોવા મળતી નથી આ પરિસ્થિતી બહું ગંભીર છે. જ્યારે વિટામીન A ની ખૂબ જ ખામી આવે ત્યારે આવું જોવા મળે છે. ઘણીવાર તેમાં અલ્સરેશન (ચાંદા) જોવા મળે છે. જેના કારણે દૃષ્ટિ ઓછી થઈ જાય છે.
5.કેરાટોમલેસિયા
કેરાટોમલેસિયામાં કોર્નિયામાં પાતળી એકદમ પોચી અને ઘણીવાર ફાટી જળી જોવા મળે છે. આ રોગ ઝડપથી આગળ વધતો જાય છે. આંખનો ડોડો સંકોચાય છે. અને દ્રષ્ટિ જળી રહે છે. ભારતમાં અંધત્વનું આ મુખ્ય કારણ છે. તેમજ આરોગ પ્રોટીન, માલન્યુટ્રીશનના કારણ તેની સાથે જોવા મળે છે.
આંખ ઉપરાંત શરીરમાં અન્ય ચિન્હો જોવા મળે છે. જેવા કે ભૂખ ન લાગવી. વૃધ્ધિ અને વિકાસ અટકી જવું જેવા ચિન્હ જોવા મળે છે.
હેલ્થ એજ્યુકેશન
પ્રાયમરી હેલ્થ કેરમાં આનો સમાવેશ થાય છે.
WHOની વ્યુહ રચના પ્રમાણે તેને કાબૂમાં લેવા માટે ત્રણ તબ્બકામાં વિભાજીત કરવામાં આવે છે.
શોર્ટ ટર્મ એકશન
મીડ ટર્મ એકશન
લોંગ ટર્મ એકશન
1.શોર્ટે ટેમ એકશન
આમાં વિટામીન એ નો ડોઝ મોં વાટે દર છ મહિને તબ્બકાવાર આપવામાં આવે છે. જેમાં દર ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં આયોજન કરવામાં આવે છે. વિટામીન એનુ સોલ્યુશન 1 લાખ ઇન્ટરનેશનલ યુનીટ(આયુ) મોં વાટે પીવડાવવામાં આવે છે.
2.મીડ ટર્મ એકશન
આમાં બાળકના ખોરાકમાં નીયમીત રીતે વીટામીન એ મળી શકે તેવુ આયોજન કરવામાં આવે છે. તેમજ રીસ્કિ ગ્રુપવાળા બાળકોને ફુડ ફોર્ટીફિકેશન પણ કરવુ જોઇએ.
3.લોંગ ટર્મ એકશન
વીટામીન એ ની ખામી ન થાય તે માટે ઉપાયો કરવા જોઈએ. ખાસ કરીને આ બાબતે માતાને આરોગ્ય શિક્ષણ આપવુ જરૂરી બને છે. જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, પાકા ફળો આ ઉપરાંત બ્રેસ્ટ ફીડીંગ કરાવતી મધરને પણ વિટામીન એ વાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે.
વિટામીન – D
વિટામીન ડી ની ખામીથી થતા રોગ સુકતાન (રિકેટસ) નાના બાળકોમાં જોવા મળે છે. અને મોટા બાળકોમાં ઓસ્ટીઓ મલેસીયા જોવા મળે છે. તેમાં હાડકાં પોચાં જોવા મળે છે.
રિકેટસ
કારણો
વિટામીન ડી યુક્ત ખોરાકની ઉણપ
પડદા પ્રથા અથવાતો પડદા પાછળ રહેતી સ્ત્રીઓ કે જેને પડદાને કારણે પુરતા પ્રમાણમાં સુર્યપ્રકાશ મળી શકતો નથી
આંચકીની સારવાર દરમ્યાન લાંબા સમયથી લેવાતી દવાને કારણે
ચિહ્નો અને લક્ષણો
6 માસથી 12 વર્ષના બાળકોમાં થાય છે. આમાં બાળકનાં ખાસ કરીને દાંત મોટા આવે છે.
અને દાંત અનિયમિત આવે છે.
બાળકની વૃધ્ધિ અટકી જાય છે. તેની સાથે તેના હાડકાં પોચા પડી જાય છે. વાંકા વળી જાય છે.
છાતી પિંજન જેવી જોવા મળે છે. (કબૂતરના છાતી જેવા આકારની)
બાળકને આખા શરીરમાં દુ:ખાવો થાય છે.
માથાનું હાડકું બહારના ભાગમાં ઉપસી આવે છે એટલે કપાળ આગળથી ધનુષ આકાર જેવું દેખાય છે.
બાળકની સ્કીન રેડીસ અને લાલાશ વાળી જોવા મળે છે.
બાળકને બેચેની થયા કરે છે,માથા પર વધુ પરસેવો થાય છે.
હાથ-પગના સ્નાયુઓ નબળા પડી જવાથી પેટ ફુલેલુ લાગે છે.
ઓસ્ટીઓ મલેસિયા
આ રોગ મોટા માણસોમાં જોવા મળે છે. અને ઘણી સ્ત્રીઓમાં પણ જોવા મળે છે.
આમાં હાડકાં પોચા પડી જાય છે કરોડરજ્જુ વળી જાય છે. ખાસ કરીને મુસ્લિમ સ્ત્રીઓ બુરખામાં રહે છે. તેમાં જોવા મળે છે.
પ્રિવેન્શન
રોજનુ 400 આ યુ વિટામીન – ડી ખોરાકમાં મળવું જોઇએ.
વિટામિન ડી જે ખોરાકમાં વધુ મળતુ હોય તેવો ખોરાક જેમકે ઇંડા, લિવર, કોડ લિવર ઓઇલ જેવો ખોરાક યોગ્ય પ્રમાણમાં લેવો.
નાના બાળકને સવારના સમયે કુમળા સુર્ય પ્રકાશમાં રાખવું.
સ્ત્રીઓને પડદા પ્રથાના ગેરફાયદા વિશે સમજાવવું.
ટ્રીટમેન્ટ
જો સાધારણ રીકેટસ હોય તો બે માસ 500 (I.U) આ.યુ. વિટામીન ડી આપવું.
ત્યારબાદ દરરોજનું 400 (I.U)આ યુ વિટામીન ડી ખોરાકમાં મળી રહે તે જોવું.
જો ગંભીર રીકેટસ હોય તો 6 લાખ I.U તેની સાથે ફોસ્ફરસ અને કેલ્શીયમ બંનેનુ પ્રમાણ પણ ખોરાકમાં વધારવું.
વિટામીન – E ની ઉણપ
સ્ટરીલીટી
વિટામીન E ની ઉણપથી
હેબીચ્યુલ એબોર્શન થાય, બાળકનો જન્મ થતાં જ મૃત્યુ પામે છે.
હ્રદયની બિમારી થાય છે. માયો કાર્ડીયલ ડીજનરેશન જોવા મળે છે.
સ્ટરીલીટી જોવા મળે છે.
પેરાલીસીસ થાય છે.
વિટામીન – E આપવાથી ઉપરના રોગો અટકાવી શકાય છે.
વિટામીન – B ની ખામીથી થતા રોગ
વિટામીન B1(થાયામિન)
વિટામીન બી1 ની ઉણપથી 6 માસથી 1 વર્ષ સુધીના બાળકમાં બેરીબેરી નામની ખામી જણાય છે.
1.બેરીબેરી
બેરીબેરી બે ટાઈપના હોય છે.
ડ્રાય બેરીબેરી
વેટ બેરીબેરી
કારણો
ખાસ કરીને જે લોકોનો ખોરાક ફ્ક્ત ચોખા હોય અને જેમાં વિટામીન – બી1 નાશ પામે અથવા અલ્પ પ્રમાણમાં હોય તેવા લોકોને વધુ થાય છે.
જે માતાની લોઅર એસ્ટ્રીમીટીમાં ખામી હોય અથવા નબળાઈ હોય તેવી માતાના બાળકોમાં જોવા મળે છે.
1.ડ્રાય બેરીબેરીના ચિહ્નો અને લક્ષણો
ભૂખ બરાબર લાગતી નથી.
હાથ-પગ પર ઝણઝણાટી થાય.
હાથ-પગ પર લકવો થાય.
સ્વભાવ ચિડીયો થઈ જાય.
યુરીન(પેશાબ) કન્ટ્રોલમાં ના રહે.
વજન ઓછું થઈ જાય.
સ્કીન ડ્રાય (સૂકી) થઈ જાય છે.
2.વેટ બેરીબેરીના ચિહ્નો અને લક્ષણો
આ ખાસ કરીને નાના બાળકોમાં થતાં રોગ છે.
ફેસ (મોં) પર સોજા આવે છે.
હ્રદય (હાર્ટ) પહોળું થઈ જાય છે.
એસાઈટીસ થાય
શ્વાસોશ્વાસ વધી જાય.
પાલ્પપેશન – ધબકારા વધી જવા.
3.ઇન્ફટાઇલ બેરીબેરી
2 થી 6 માસના બાળકમાં જોવા મળે છે.
માતામાં બી1ની ખામી હોય તો બાળકમાં જોવા મળે છે.
પ્રિવેન્શન
બેરીબેરી થતુ અટકાવવા માટે સારામાં સારો ઉપાય એ છે કે વધારે પડતો પોલીસ કરેલા ચોખા ન ખાવા જોઇએ
આ ઉપરાંત ઘઉં,ચણાની દાળ,તલ,ગાયનું દૂધ, ઇંડા, ફીશ વગેરેનો ઉપયોગ કરે તેવું સમજાવવું.
બી કોમ્લેક્ષ ગ્રુપની કોઇ પણ એક ખામી જણાય ત્યારે જે તે ખામીવાળા ગ્રુપની સારવાર આપવી હીતાવહ છે. ખોરાકમાં વિટામિન બી પૂરતા પ્રમાણમાં લેવું જેથી તેની ઉણપ આપોઆપ સુધરી જાય છે.
ટ્રીટમેન્ટ
ડ્રાય બેરીબેરી અને વેટ બેરીબેરીમાં પેશન્ટને કમ્પલીટ બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.
ઇંજેકશન થાયામીન IM ત્રણ દીવસ માટે આપવામાં આવે છે.
તે ઉપરાંત બી કોમ્પલેક્ષ ટેબલેટ પણ આપવામાં આવે છે.
2.વિટામિન B૩ :(નિયાસીન)
આ પણ એક વોટર સોલ્યુબલ વિટામીન છે.આ વિટામીનની શોધ 1937માં થઇ હતી આની ઉણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે.
ઉણપથી થતા રોગો
આની ઉણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે.
જે લોકો વધારે પ્રમાણમાં આલ્કોહોલ લેતા હોય તેવા લોકોમાં આની ઉણપ જોવા મળે છે.
પેલાગ્રા
આ વિટામીન બી4 ની ખામીથી થતો રોગ છે. આમાં 4 – ડી જોવા મળે છે.
1.ડરમેટાઇટીસ
આમાં ચામડી પર ડાક દાણા જોવા મળે છે.
2.ડીમ્નેશીયા
આમાં મેન્ટલ ડીસ્ટરર્બસ જોવા મળે છે. દર્દીને યાદ રહેતુ નથી.
3.ડાયેરીયા
વારંવાર ઝાડા થઇ જાય છે.
4.ડેથ
જો સારવાર ના આપવામાં આવે તો ડેથ થાય છે.
પ્રિવેન્શન
જે લોકોનો મુખ્ય ખોરાક જુવાર અને મકાઇ હોય તે લોકોને તે ઉપરાંત ઘઉં,ચોખા, બાજરી, લીલા શાકભાજી લેવાની સલાહ આપવી.
ખોરાકમાં નટસનો ઉપયોગ વધુ કરે તેવી સલાહ આપવી.
આ ઉપરાંત દુધનો ઉપયોગ વધુ કરે તેવી સલાહ આપવી. જેમાં ટીટ્રાફેન નામનું તત્ત્વ રહેલુ છે. આ તત્ત્વ આપણા શરીરમાં નાઇસીનમાં રૂપાંતરીત થાય છે.જેથી દુઃધ લેવાની સલાહ આપવી.
પર્સનલ સ્વછતા રાખવા કહેવું.
ખોરકની સાચી રીત સમજાવવી.
પેશન્ટને વારંવાર ઝાડા થતા હોય તો પાણી વધુ પીવા કહેવું.
સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
જરૂર જણાય તો રીફર કરવુ.
સારવાર
સારુ ડાઇટ આપવું.
ડોકટર ઓર્ડર પ્રમાણે દવા આપવી.
ફોલિક એસિડ
ડેફિસીયન્સી
મેગાલો બ્લાસ્ટીક એનીમીયા
RBCની સાઈઝ મોટી હોય છે. પરંતુ મેચ્યોર હોતા નથી, ફોલિક એસીડ઼ની ઉણપથી મેગાલોબ્લાસ્ટીક એનીમીયા જોવા મળે છે. જે પ્રેગનન્સીમાં ખાસ જોવા મળે છે. જેની સાથે આર્યન ડેફીસીયન્સી એનીમીયા પણ સંકળાયેલા છે.
ભારતમાં 20 થી 50% સગર્ભા સ્ત્રીઓને આ એનીમીયા થાય છે.
માઇલ્ડ એનિમીયા – 10% H.B. બોર્ડર લાઇન
મોડરેટ એનિમીયા – 8% Н.В.
સીવીયર એનિમીયા – 7% કે 7% થી ઓછું HB (હિમોગ્લોબીન)
W.H.O ગ્રુપ ઓફ એક્સપર્ટ ઓન ન્યુટ્રીશન એનીમીયા એ ૫૦૦ મીલીગ્રામ / દિવસ ફોલિક એસિડ પ્રેગન્નટ વુમનને લેવા એડવાઈઝ કર્યું છે.
ફોલિક એસિડ ટેબલેટ 100 મીલીગ્રામ BD માં 100 દિવસ સુધી આપવામાં આવે છે.
જરૂર જણાય તો હોસ્પિટલ રીફર કરવું અને B7 આપવું.
ડેફિસીયન્સી
ગ્લોસાઇટીસ
ગેસ્ટ્રો ઈન્ટેસ્ટીનલ ડીર્સ્ટલન્સી
સીવીયર ફોલિક એસિડની ઉણપને કારણે ઈનફર્ટીલીટી અથવા સ્ટરીલીટી પણ થાય છે.
ફીટસનો વિકાસ પણ બરાબર થતો નથી.
પ્રેગનન્સી દરમ્યાન પૂરતા પ્રમાણમાં આપવામાં ન આવે તો ન્યુબોર્ન બેબીમાં ન્યુરલ ટ્યુબ ડીફેક્ટ જોવા મળે છે. બર્થ વેઈટ ઘટાડે છે. અને ઈનફન્ટ ડેથ થાય છે.
ન્યુટ્રીશનલ એનિમિયા ઇન વુમન
ખોરાકમાં આયનની ઉણપથી ન્યૂટ્રીશનલ એનીમીયા જોવ મળે છે. આપણા દેશમાં લગભગ 60 થી 70 ટકા પ્રેગનન્ટ વુમનમાં ગ્રામ્ય લેવલે આ એનીમીયા જોવા મળે છે. તેમજ ઓછી આવક વાળા
કુટુંબની સ્ત્રીઓમાં આ જોવામળે છે. તેમજ નાનાબાળકો (1 થી 5 વર્ષ) તેમજ 15 થી 45 વર્ષની સ્ત્રીઓમાં આ કંડીશન વધારે જોવા મળે છે.
૬ માસ થી ૫૯ માસ સુધી દર અઠવાડિયે બે વાર એટલે કે લગભગ એક બાળકને ૧૦૦ ડોઝ એક વર્ષમાં ૮/ ૧૦ ડોઝ દર મહિનામાં.
બીજી લાક્ષણીકતા: ૨.બોટલ ઓટો ડિસ્પેન્સર હોઇ એક વખતમાં ૧ મીલી જેટલી સીરપ નિકળી શકશે અને બાકીની દવા આપમેળે શોષાઇ જશે
અમલીકરણ માટેના ચાવી રૂપ મુદ્દાઓ
૬ માસ થી ૫ વર્ષ વચ્ચેના બાળકો
સંચાલન : (૬ માસ થી ૫ વર્ષ માટે )
બાળકને આઇ.એફ.એ ની દવા નિશ્ચિત દિવસે આપવી.(શક્ય હોય તો બે માંથી એક દિવસ મમતા દિવસ રાખવો)
આઇ.એફ.એ સીરપ (નક્કી કરેલી માત્રા મુજબ) અને આશા કાર્યકરના સીધા નિરિક્ષણ હેઠળ આપવી.
આંગણવાડી કાર્યકરે એ નક્કી કરવું કે દરેક નોંધાયેલા બાળકો (૬માસ થી ૬૦ માસ)
મેળવેલ પૂરક આહાર પછીજ આઇ.એફ.એ ની માત્રા લીધેલ છે.
આઇ.એફ.એ ની સીરપ ભુખ્યા પેટે ન લેવી.
આંગણવાડી કાર્યકર અને આશા દ્વારા સામુહીક રીતે રેકોર્ડ અને રજીસ્ટર નિભાવવાના રહેશે.
આંગણવાડી કાર્યકર દ્વારા આઇ.એફ.એ.સીરપ બોટલ ની યોગ્ય સાવચેતી થી જાળવણી નક્કી કરવી તેમજ આશા દ્વારા આઇ.સી.ડી.એસ ની સેવામાં નોંધણી ન થયેલા અને બાકી રહેલા બાળકો ને આવરી લેવા આંગણવાડી કાર્યકર સાથે અલગ ગોઠવણી કરવી.
અમલીકરણ માટેના ચાવી રૂપ મુદ્દાઓ
કૃમિનાશક :
૧૨ મહિના અને તેના થી વધુ મહિના ધરાવતા બાળકો માં વર્ષ માં બે વાર કૃમિનાશક આપવી.
૧-૨ વર્ષ વચ્ચેના બાળકોને અડધી બોટલ આલબેંડાઝોલ (૨૦૦મી.ગ્રા) આપવી અને ૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને એક બોટલ આલબેન્ડાઝોલ (૪૦૦ મી.ગ્રા) આપવી.
આઇ.એફ.એની પુર્તતા બાળકોમાં ૫-૧૦ વર્ષના જુથમાં
સંચાલન : (૫-૧૦ વર્ષ માટે)
આઇ.એફ.એ પૂરક દરેક બાળકે એક નક્કી દિવસે મેળવેલ હોવો જોઇએ. (બુધવાર).
દરેક શાળામાં નિપી માટે બે શિક્ષકો ને નોડલ શિક્ષક તરીકે નક્કી કરવા .
નોડલ શિક્ષક દ્વારા ચકાસણી કરી ને નક્કી કરવું કે આયર્ન ની ગોળી દરેક બાળકને નક્કી કરેલ દિવસ (બુધવાર) અને સમય મધ્યાહન ભોજન (એમ.ડી.એમ) બાદ મેળવેલ છે. ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમાં એમ વર્ષ માં બે વાર દરેક બાળકને આલબેન્ડાઝોલ (૪૦૦મી.ગ્રા) ની ગોળી મળેલ છે તે નક્કી કરવું
શિક્ષકોએ પણ બુધવારે બાળકો ની સામે આયર્નની ગોળી લેવા પ્રોત્સાહન આપવું.
નોડલ શિક્ષકોએ દર મહિને એક વાર ન્યુટ્રીશન હેલ્થ એજ્યુકેશન (ખોરાક સંબંધીત આરોગ્ય શિક્ષણ) ના વિષય પર સત્ર લેવું.
પ્રજનનકાળ (રીપ્રોડક્ટિવ એજ) ધરાવતી સ્ત્રીઓ
અઠવાડિયે ૧ આયર્નની ગોળી ૧૦૦ મિગ્રા એલીમેન્ટલ આયર્ન અને ૫૦૦ માઇક્રોગ્રામ ફોલિક એસિડ (૫૨- ની ગોળી )
આલબેન્ડાઝોલ (૪૦૦ મી.ગ્રા) એક ગોળી વર્ષમાં બે વખત કૃમિનાશક આપવુ
કૃમિની અટકાયત માટે
દરેક પ્રજનન કાળ ધરાવતી સ્ત્રીઓ એ ગર્ભ પૂર્વ ધારણ સમય અને ગર્ભ ધારણ ના પ્રથમ ચાર મહિના દરમ્યાન ૪૦૦ મી.ગ્રા. ફોલીક એસીડ ની ગોળી લેવાની સલાહ ભર્યું છે જેનાથી બાળકના ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ની ખામી ને અટકાવી શકાય છે.
ગૃહ મુલાકાત દરમિયાન ગર્ભનિરોધકની વહેંચણી દરમિયાન આશા દ્વારા આઇ.એફ.એ. ની ગોળીનું વિતરણ કરવામાં આવશે.
સગર્ભા અને ધાત્રી માતાઓ
૧ આઇ.એફ.એ. ગોળી = ૧૦૦ મિગ્રા એલીમેન્ટલ આયર્ન અને ૫૦૦ માઇક્રોગ્રામ ફોલિક એસિડ સગર્ભાવસ્થાના ચોથા માસથી રોજ ૧ ગોળી સળંગ પ્રસુતિ સુધી તેમજ પ્રસુતિ બાદ પણ ૬ માસ સુધી તથા સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન 400 માઈક્રોગ્રામ ફોલિક એસીડની ગોળી આપવી
સગર્ભા ને નિયમિત પૂર્વ પ્રસુતિ સંભાળ ની મુલાકાત દરમ્યાન પેટાકેન્દ્ર/પ્રા.આ.કે/સા.આ.કે/જીલ્લા હોસ્પિટલમાંથી આઇ.એફ.એનો જથ્થો પૂરો પાડવાનો રહેશે.
ખોરાક સંબંધીત સંમપરામર્શન.
જે સગર્ભા નિયમિત પૂર્વ પ્રસુતિ સંભાળની મુલાકાત માટે ન આવતી હોય તો આશા દ્વારા તેને આ જથ્થો પૂરો મળી રહે તેની ખાત્રી ગૃહ મુલાકાત દરમ્યાન કરવી.
વિટામીન C (એસ્કોર્બિક એસિડ)
આ વોટર સોલ્યુબલ વિટામીન છે. આ વિટામીને ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે.
કારણો
વિટામીન-C બ્રેસ્ટ ફિડીંગમાંથી મળતું નથી.
તેથી બાળકને ફક્ત ફીડીંગ સિવાય અન્ય ખોરાક ન લેતા હોય
ખોરાકની ખોટી ટેવો
ફક્ત ગાયના દૂધ પર આધારિત બાળકો
સામાજીક અને આર્થિક નીચું ધોરણ
ચિહ્નો અને લક્ષણો
નીચે મુજબના ચિન્હો જોવા મળે છે.
વીકનેસ, ઈરીટેબીલીટી (ઉશ્કેરાઈલ) જોવા મળે છે.
ચામડીની નીચે અને ઈન્ટમાં બ્લીડીંગ થાય છે.
પેઢા સોજી જાય અને બ્લીડીંગ થાય છે.
ઘા રૂઝાય નહિ ભાગેલું હાડકું સંધાય નહિ.
આર્યનનું શોષણ જલ્દીના થાય જેના કારણે એનીમીયા થાય છે.
બોન નબળા થવાથી ફ્રેકચર સહેલાઈથી થઈ જાય છે.
હેલ્થ એજ્યુકેશન
આવા ડીસીઝ થયેલા બાળકને કોઈપણ જગ્યાએ એકલું રમવા દેવું નહિ. અને તેને વાગી જાય તેવા રમકડાં કે વસ્તું રમવા દેવા નહિ.
બાળક પડી ના જાય તેનું ધ્યાન રાખવું.
આવા બાળકને વિટામીન C યુક્ત ફ્રુટ્સ આપવા.
દા.ત. લીબુંનું સરબત, મૌસંબી, સંતરા વગેરે.
આયોડિન
આ શરીરમાંનો અગત્યનો ક્ષાર છે. તે થાઈરોક્સિનનું ઉત્પાદન કરે છે. ખોરાકમાં આયોડીનની ખામી ઘણી ગંભીર સમસ્યા સર્જી શકે છે. સામાન્ય વ્યક્તિને દરરોજનું 150 માઇક્રોગ્રામ આયોડીનની જરૂર પડે છે. આપણા ગુજરાતમાં વ્યારા પાસે આવા ઘણા કેસ જોવા મળે છે.
ડેફિસીયન્સી
ગોઇટર
આયોડિનના અભાવે થાઈરોઈડ ગ્લેન્ડ મોટી થાય છે. તે 200 થી 500 ગ્રામની થાય છે.જે લોકોને બેલેંસ ડાયટમાંથી પૂરતા પ્રમાણમાં આયોડિન મળતુ નથી તેવી જગ્યાએ રહેતા લોકોમાં આ રોગ જોવા મળે છે.
પહાડ ઉપર રહેતા લોકોમાં, હિમાલયની તળેટીમાં રહેતાં લોકોમાં, આયોડિન યુક્ત મીઠું ના ખાતા હોય તેવા વ્યક્તિઓમાં જોવા મળે છે.
ચિહ્નો અને લક્ષણો
ગળું ફુલેલુ લાગે
આંખો મોટી અને બહાર આવી જાય છે.
પેશન્ટ ગરમી સહન કરી શકતું નથી.
ઓછુ ખાવા છતા વ્યક્તિનું વજન વધી જાય છે.
વ્યક્તિ આળસુ થઇ જાય
ટ્રીટમેન્ટ
ગોઇટર કંટ્રોલ :
WHOની વ્યુહરચના પ્રમાણે ગોઇટર અટકાવવાના પગલાનું આયોજન કરવામાં આવે છે.
જેમાં
આયોડિનવાળું સોલ્ટ ખાવામાં લેવું.
આયોડાઈઝ ઓઇલ
આયોડિન મોનીટરીંગ
માસ કોમ્યુનીકેશન અને મેન પાવર ટ્રેનિંગ
1.આયોડિનવાળું સોલ્ટ
લોકોને આયોડીન યુક્તમીઠુ વાપરવાની સલાહ આપવામાં આવે છે.
દરરોજની રાંધવાની રસોઈમાં આયોડીનયુકત મીઠું વાપરવા માટે સલાહ આપવામાં આવે છે.
જે મીઠામાં આયોડીનની માત્રા 10 PPM (પોટેશિયમ પાર્ટ મિલિયન) પ્રમાણે પોટેશીયમ આયોડેટ કરવામાં આવે છે.
2.આયોડાઈઝ ઓઇલ
આ પધ્ધતિમાં ખાવાના તેલમાં આયોડીનનું પ્રમાણ ઉમેરવાનું હોય છે.
આ પધ્ધતિ ખૂબ જ ખર્ચાળ હોય છે. સામાન્ય રીતે ઉપયોગમાં આવતી નથી.
3.આયોડિન મોનીટરીંગ
આ પધ્ધિતમાં ચોક્કસ લોકોને તાલીમ આપી અને જેને ભૌગોલીક વિસ્તારના જમીન, પર્વત, ખાડા અને વાતાવરણનું સર્વે કરવામાં આવે છે.
જે તે વિસ્તારમાં આયોડીનનું પ્રમાણ કેટલું છે તે સર્વે પરથી જાણી શકાય છે.
આ ઉપરાંત આ સર્વેથી નવજાત શિશુંમાં જે તે વિસ્તારમાં હાઇપોથાઇરોડીજઝમ જોવા મળે તો તે વિસ્તારનો ફરીથી સર્વે કરવામાં આવે છે.
જેથી તે વિસ્તારની આયોડીનની ખામી કેટલી છે તેનું ચોક્ક્સ માપ મળી રહે છે.
4.માસ કોમ્યુનીકેશન અને મેન પાવર ટ્રેનિંગ
આ પધ્ધિતમાં ચોક્ક્સ વ્યક્તિઓ તેમજ આરોગ્યને સંલગ્ન વ્યક્તિઓ જેવાકે પેરામેડીકલ સ્ટાફ હેલ્થ વર્કરને સરકાર દ્વારા ચોક્ક્સ ટ્રેનિંગ આપવામાં આવે છે.
આ ટ્રેનિંગ પામેલો સ્ટાફ સમાજમાં અલગ-અલગ જગ્યાએ આયોડીન કંટ્રોલ પ્રોગ્રામ અંગે લોકોને માહિતી અને શિક્ષણ આપે છે.
આ ઉપરાંત ખોરાક રાંધવાની રીત, આયોડીનની ઉણપથી થતા રોગો તેની સારવાર વિશે લોકોને સમજણ આપે છે.
રોલ ઓફ ANM/FHW ઇન સપ્લીમેન્ટરી ફુડ
ગ્રામીણ ક્ષેત્રોમાં આવેલાં દરેક પેટા કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર તેમની સેવાઓ ઉપલબ્ધ હોય છે.
મહિલાઓ, દંપતીઓને પ્રસુતિ અગાઉ પ્રસુતિ દરમ્યાન અને પ્રસુતિ પછી સુરક્ષિત માતૃત્વ અને બાળ સંભાળ વિશેની જાણકારી અને સેવાઓ આપવી.
સલામત પ્રસુતિ માટે ડિસ્પોજેબલ ડીલીવરી કીટ, મમતા કીટ, અંગે મહિલાઓ તથા એના ઘરવાળાઓને માહિતી આપવી.
પ્રસુતિની ગંભીર સમસ્યાઓ દરમ્યાન મહિલાઓને તાત્કાલિક સારવાર સંદર્ભ સેવા મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
પ્રસુતિ દરમ્યાન કે તે પછી લોહીની ઉણપ અથવા કોઈ ગંભીર સમસ્યાના ચિન્હો જણાય તો તે અંગેના પ્રાથમિક સારવાર અને ડોક્ટરને જાણ કરવી.
સ્ત્રીઓને પ્રસુતિ પૂર્વ, દરમ્યાન તેમજ સ્તનપાન સમયે સમતોલ આહાર લેવાની સલાહ આપવી તેમજ યોગ્ય ઉંમરે ગર્ભાધાન તથા બાળકોના જન્મ વચ્ચે અંતર રાખવા પ્રોત્સાહિત કરવી.
નવજાત શિશુંની સંભાળ લેવી.
વિવિધ રોગોથી બાળકને બચાવવા માટે સમયાંતરે રસીઓ આપવી. સગર્ભા માતાઓને ધનુરની રસી અને લોહતત્વની ગોળીઓ અને બાળકોને વિટામીન “A” ના ડોઝ આપવા.
પોતાના ક્ષેત્રમાં આવતા આંગણવાડી કેન્દ્ર ઉપર ઉજવાતા “આરોગ્ય દિન” પ્રસંગે મહિલા અને બાળ આરોગ્ય વિષયક સમસ્યાઓનું સમાધાન કરવું.
પોતાના ક્ષેત્રમાં સમાવિષ્ટ મહિલા મંડળોના કાર્યક્રમોમાં હાજર રહી આરોગ્ય અંગેનાં પ્રશ્નોનું સમાધાન કરવું. આવા કાર્યક્રમોમાં નીચેની બાબતો વિશે જાણકારી આપવી.
ઉધરસ, શરદી, ન્યુમોનિયા, ઝાડા, અતિસાર જેવી માંદગીમાં જરૂરી સંભાળ અને ખોરાક વિશે માર્ગદર્શન.
રસીકરણ અને વૃધ્ધિ માપનનું (ગ્રોથ મોનીટરીંગ) મહત્વ
મહિલાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે બે બાળકો વચ્ચે અંતર રાખવાની જરૂરિઆત અને તેના ઉપાયો.
બાળકોના પોષણ અને સગર્ભા ધાત્રી માતાઓને સમતોલ આહાર અંગે સમજ આપવી.
પોતાના કામ અંગે કે સહકાર્યકરોના પ્રશ્નોના ઉકેલ માટે મહિલા મંડળો અથવા સહકાર્યકરોનો સહયોગ લેવો
સહકાર્યકર સાથે પરસ્પર સંકલન દ્વારા કાર્ય થઈ શકે અને વિચાર વિમર્શ કરી શકાય તે દૃષ્ટિએ સમયાંતરે બેઠકોનું આયોજન કરવું.
વાલીને બાળકનો જન્મ નોંધાવવા માટે જણાવવું અને તેની ખાત્રી કરવી.
છ માસ પછીથી ઉપરના ખોરાક વિશે સમજાવવું. ઉપરી ખોરાક કેવી રીતે બનાવવો અને તેમાં બાળકને કેટલો જરૂરી છે. તે વિશે માતાને સમજ આપવી.
જે તે માતાનું બાળક છ મહિનાનું થયેલ હોય તેવી માતાઓને ઉપરના ખોરાક કેવી રીતે બનાવવો તેમજ શું શું અપાય તે બાબતોનું આખું મેનુ દરેક વ્યક્તિઓની જરૂરિઆત પ્રમાણે બનાવી આપવું.
દરેક બાળકને સમયાંતરે વજન અને ઉંચાઈ કરાવવા જેથી કયા બાળકને પૂરતો ખોરાક મળે છે. અથવા કયા બાળકનો વિકાસ બરાબર નથી થતો તેની જાણકારી મેળવી તેવી માતાઓને ઉપરના ખોરાક વિશે જાણકારી પુરેપૂરી આપવી.
રોલ ઓફ આંગણવાડી વર્કર
આંગણવાડીનું સંચાલન કરવું અને નિયત સેવાઓ આપવી.
મહિલાઓ અને બાળકોના આરોગ્ય અંગેની માહિતી મેળવવા માટે તેમની ગૃહ મુલાકાત લેવી.
ગામમાં ફરીને મોજણી કરવી જેમાં (0-6 વર્ષના બાળકો સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની નોંધણી કરવી. (રજીસ્ટ્રેશન) નવા જન્મ અને મૃત્યુની નોંધ કરવી.
નવજાત શિશું તથા એકથી ત્રણ વર્ષની ઉંમરના બાળકોની સંભાળ અંગે વાલીનું ધ્યાન દોરવું અને બાળકને તે સેવા પ્રાપ્ત થાય તેવી જોગવાઈ કરવી.
લાભાર્થીઓનું નિયમિત રસીકરણ થાય તે માટે આરોગ્ય કાર્યકરને સહયોગ આપવો.
ઉંમર પ્રમાણે બાળકોની વૃધ્ધિ થાય છે કે નહિ તેની તપાસ કરવી અને સલાહ સુચનો આપવો.
બાળકને તેની ઉંમર પ્રમાણે પુરતો સમતોલ આહાર મળી શકે છે. કે નહિ તે સુનિશ્ચિત કરવું સલાહ સુચનો આપવા.
બાળકને પુરક આહાર મળી રહે તે વિશે માતાને સમજ આપવી તેમજ પુરક આહાર વિશે પ્લાન બનાવી સમજાવવું.
કુપોષિત જોખમી અને બિમાર બાળકોની જાણ આરોગ્ય કાર્યકરને કરવી અને તેઓ માટે સંદર્ભ સેવાઓનો પ્રબંધ કરવો.
3 થી 6 વર્ષની ઉંમરના બાળકોને અનૌપચારિક પર્વ પ્રાથમિક શિક્ષણ આપવું.
મહિલાઓ અને કિશોરીઓને પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવું.
સગર્ભા સ્ત્રી અને માતાઓની નિયમિત તપાસ કરવી અને તેમને આંગણવાડીનો પોષક આહાર મળી રહે તેવી જોગવાઈ કરવી.
દર મહિને આંગણવાડી કેન્દ્ર ઉપર “આરોગ્ય દિન” ઉજવ્યો તેમાં આરોગ્ય કાર્યકર તેમજ દાયણ બહેનનો સહકાર લઈ આરોગ્ય વિષયક માહિતી અને સારવાર કરાવવી.
પોતાના ક્ષેત્રમાં મહિલા મંડળોની રચના કરવી અને આરોગ્ય કાર્યકર તેમજ દાયણ બહેનના સાથ સહકારથી સ્વાસ્થ્ય વિષયક માહિતી આપવી.
પોતાના કાર્યમાં નડતી સમસ્યાઓના ઉકેલ માટે મહિલા મંડળો, ગ્રામ પંચાયત, શાળાના શિક્ષકો કે કાર્યકરને જાણ કરવી.
પત્રકો અને અહેવાલ નિયમિત ભરવા.
લોક સંપર્ક કરી યોજનાને અસરકારક બનાવવી.
ગામમાં કોઈપણ રોગચાળો ફેલાય તો તે અંગે આરોગ્ય કાર્યકરને માહિતી આપવી.
આંગણવાડીના બાળકોના શારીરિક સ્વચ્છતા અને આજુ-બાજુના વિસ્તારની સ્વચ્છતા અંગે સારી ટેવોનું સિંચન કરવું.
ન્યુમોનીયથી થતા મૃત્યુનું પ્રમાણ 15 થી ઓછું કરવું.
IQ ઉંચો લાવવા ફાયદો કરે
બીનચેપી રોગોને અટકાવવા
નવજાત શિશુને હોસ્પીટલ મા ઓછુ રોકાવુ.
કેન્સર પ્રિવેન્શન
ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ન્યુટ્રીશન (શિશુ અને બાળકોનુ સર્વોતમ પોષણ)
મુખ્ય મુદ્દા
પ્રસુતિ પછી તરત જ પહેલા કલાકમાં સ્તનપાન ની શરૂઆત કરાવવી જોઇએ.
જન્મથી પહેલા ૬ મહિના પુરા થાય ત્યાં સુધી બાળકને ફક્ત સ્તનપાન કરાવવું જોઇએ.
પાણી પણ ન આપવું જોઇએ.
6 મહિના પુરા થયા પછી શિશુને યોગ્ય નરમ તાજો અને ઉપરનો આહાર આપવો. સાથે-સાથે 2 વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવુ.
શિશુને ઉંમર પ્રમાણે ઉપરનો ખોરાક પુરતો હોવો જોઇએ.
સ્તનપાનની યોગ્ય પદ્ધતી
સ્તનપાન માટે બાળકને લેવાની યોગ્ય રીત
બાળકની સ્થિતી
1) માતા એ બાળકને પૂરેપુરી પોતાની તરફ ફેરવેલું હોય.
2) બાળક માતાની ખુબ જ નજીક હોય.
3) બાળકની ગરદન અને શરીર એક સીધી લીટીમા હોવા જોઇએ.
4) બાળકના આખા શરીરને આધાર મળતો હોય.
સ્તનપાન માટે માતાની યોગ્ય સ્થિતી
1) માતા એ ટેકો દઇને કે આરામદાયક સ્થિતીમાં સ્તનપાન કરાવવા બેસવુ જોઇએ.
2) સ્તનને હથેળી વડે પાછળથી પકડીને આધાર આપવો જોઇએ ઘેરી ચામડી કે ડીંટડી પર દબાણ આપવુ ન જોઇએ.
3) સ્તનપાનની શરૂઆત કરતી વખતે પ્રથમ ડીટંડીનો બાળકના હોઠ પર સ્પર્શ કરવો જોઇએ જેથી બાળક પહોળુ મોઢુ ખોલશે
4) સ્તનપાન કરાવતા કરાવતા માતા એ શિશુ સાથે સંવાદ સાધવો જોઇએ.
5) સ્તનપાન કરાવતા કરાવતા માતા એ બાળક તરફ જુકવુ નહી.
બાળક ને 6 માસ સુધી ફક્ત અને ફક્ત માતા નુ ધાવણ જ આપવુ 24 કલાકમાં એટલે કે દિવસ અને રાત્રી દરમિયાન ઓછામાં ઓછું 8 થી 10 વાર તેમજ બાળક માગે તેટલી વાર ધવડાવવું.
ચુસવાની રીત
અસરકારક ચુસ માટે બાળક ડીંટડી ઉપરાંત તેની પાછળની કાળી ચામડી સહિત સ્તનનો આગળનો ભાગ મોંમા લે છે. જેથી કાળી ચામડી નિચેના દુધ ભરેલા પોલણો તેના મોંમા આવી જાય .
સારી રીતે વળગેલ બાળકના લક્ષણો
બાળકની દાઢી સ્તનને સ્પર્શતી હોવી કે ખુબ નજીક હોવી.
બાળકની મોં ફાડ પહોળી હોવી.
બાળકનો નીચેનો હોઠ બહારની તરફ વળેલો હોવો.
સ્તનને ડીંટડીની આસપાસ (એરીયોલા) ઘેરી ચામડીનો ભાગ વધુમાં વધુ બાળકના મોંમા હોવો.
સ્તનપાનના ફાયદાઓ
માતા નુ પહેલું ધાવણ જે( કોલોસ્ટ્રોમ) રોગ પ્રતિકારક તત્વો થી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક રસી તરીકે નુ કામ કરે છે
માનુ ધાવણ એક સંપુર્ણ બાળ આહાર છે. જેમાં બધા જ તત્વો પ્રોટીન કાર્બોહાઈડ્રેટ, ફેટ, વીટામીન, આર્યન, પાણી અને ક્ષાર દ્રવ્યો આદર્શ પ્રમાણમાં સંમિલીત છે.
માનુ ધાવણ આર્યન, વિટામીન-ડી, વિટામીન-એ. અને વિટામીન-ઈ ગાયના દુધ કરતા વધુ પ્રમાણમાં ધરાવે છે.
માનુ ધાવણ ચોખ્ખુ, જંતુ રહિત, સસ્તું, અને કિફાયતી આહાર દ્રવ્ય છે. જે શિશુને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. એટલે જ તે જાણે શિશુને અપાતી પ્રથમ રોગ પ્રતિકારક રસી છે.
મા નુ ધાવણ બાળકના આંતરડામાં બેક્ટેરીયાનો ચેપ અટકાવે છે. અને ઝાડા થતા અટકાવે છે.
માનુ ધાવણ બાળકની જરૂરીયાત અનુસાર હર હંમેશ તૈયાર મળે છે. તેને બનાવવુ કે તૈયાર કરવુ પડતુ નથી.
માનુ ધાવણ શિશુના માનસિક ઘડતર અને ઉચ્ચ બુધ્ધિ આંક સિધ્ધ કરવા સર્વોત્તમ શિશુ આહાર છે.
સ્તનપાન કરાવેલ શિશુમાં ભવિષ્યમાં ડાયાબીટીસ,હદય, રોગ તેમજ દમ જેવા રોગનુ પ્રમાણ ઓછું રહે છે.
સહેલાઇથી પચે છે અને શોષાય છે.
બાળક હુંફાળુ રહે છે.
સ્તનપાનથી માતાને થતા ફાયદાઓ
શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટાડે.
સુવાવડ પછી રક્તસ્ત્રાવ અને લોહીની ફિકાસ (એનીમીયા)માં ઘટાડો.
ગર્ભ નિરોધક તરીકે કામ કરે.
સ્તન,ગર્ભાશય અને બીજાશય ના કેન્સર સામે રક્ષણ આપે.
મેદ વૃધ્ધીથી બચાવે અને શરીર સુડોળ રાખે.
કુટુંબ અને સમાજને થતા ફાયદાઓ
ઓછો ખર્ચ
બાળકને ઓછી બીમારી
માનવ સંસાધનનો વિકાસ
આર્થિક વિકાસ
ઉપરી આહાર (કોમ્પ્લીમેન્ટરી/ સપ્લીમેન્ટરી ફીડીંગ)
બાળકની વધતી ઉંમર ને ધ્યાન મા લેતા પોષક તત્વો ની જરૂરીયાત પુરી કરવા માટે સ્તનપાન સાથે જે આહાર શરૂ કરવામા આવે છે તેને ઉપરી આહાર કહેવાય છે.
2 વર્ષ અને તેથી વધુ સમય સ્તનપાન અવશ્ય ચાલુ રાખવુ
ઉપરી આહાર સ્તનપાન નો વિકલ્પ નથી પણ તેને સહાયક છે
ઉપરી આહારની શરૂઆત 6 મહિના (180 દિવસ) પૂરા થાય ત્યારે જ કરવી.
બાળકને ત્રણ પ્રકારનો ખોરાક આપવો જોઇએ.
1) શક્તિ માટે
અનાજ જેમ કે ઘંઉ, ચોખા, બાજરી, જુવાર, મકાઇ તથા બટાકા, ગોળ, ખાંડ, ઘી
2) વૃધ્ધી માટે
કઠોળ અને દાળ જેમકે મગ તુવેર, અદ, મઠ, ચણા, મસુર તેમજ દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓ અને ઇંડા
3) રોગ પ્રતિકારક શક્તિ માટે
લીલા પાંદડાવાળા શાકભાજી, ઘાટ્ટા પીળા રંગ ના ફળો જેવા કે પપૈયુ અને કેરી તથા ગાજર, આંબળા, સંતરા વગેરે.
પૂરક પોષણની શરૂઆત છ માસની વયે કરવી જોઈએ
પૂરક પોષણ આપવાનો હેતું નાના બાળકને સામાન્ય વૃધ્ધિ માટે સ્તનપાન ઉપરાંત પૂરતાં પોષક દ્રવ્યો શક્તિ અને પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડવાનો હોય છે. બાળકને બે વર્ષે કે તેથી વધું વય સુધી સ્તનપાન ચાલું રહે તે પણ ઘણું જરૂરી છે. કાકે માતાના દૂધમાં જરૂરી એવી શક્તિ, ગુણવતા સભર પ્રોટીન અને અન્ય પોષક તત્વો પૂરતાં પ્રમાણમાં હોય છે.
શિશુંના ઝડપથી થતાં વૃધ્ધિ વિકાસ માટે છ માસની ઉંમર પછી સ્તનપાન ઉપરાંત પૂરતા પ્રમાણમાં પૂરક પોષણ (ઉપરનો ખોરાક) ઘણો જરૂરી છે.
પૂરક પોષણ માટેની સક્રિયા રીતોનું પણ ઘણું જ મહત્વ છે. અગત્યનાં પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન, યોગ્ય આહારની પધ્ધતિઓ અને સારસંભાળ દરમ્યાનની વાતચીત દ્વારા શીખવવાની તકો ઊભી થાય છે. જે બાળકનો મગજનાં વિકાસને ઝડપી બનાવે છે.
બાળકનો પ્રથમ ખોરાક :
બાળકનાં પ્રથમ ખોરાક માટે કુટુંબના મુખ્ય અનાજનો ઉપયોગ કરવો જોઈએ બાળક છ માસનું થાય ત્યારે (સોજી, ઘઉંનો લોટ, કાળા ચોખા, રાગી કે બાજરીની રાબ તાજી બનાવી ખવડાવવી શકાય.
ખોરાકમાં શક્તિ/કેલરીનો વધારો કરવા માટે ખાંડ કે ગોળ અને ઘી કે તેલ ઉમેરવું જરૂરી છે.
શરૂઆતમાં રાબ પાતળી બનાવવી અને જેમ બાળક મોટું થતું જાય તેમ રાબ ઘટ્ટ બનાવવી જાડી રાબ, પાતળી રાબ કરતા વધુ પોષક હોય છે.
જો બાળક માટે રાબ તાજી બનાવી શકાય તેમ ન હોય તો અડધી રોટલી એક કપ દૂધ કે ગરમ પાણીમાં ઝીણી મસળીને તેમાં ખાંડ અને ઘી ઉમેરી બાળકને આપવું.
મસળીને પલાળેલી રોટલી ગળણી વડે ગાળવાથી બાળક માટે અર્ધ પ્રવાહી પોચો ખોરાક તૈયાર કરી શકાય.
આ ઉંમરે કેળા, પપૈયું, ચીકું, કેરી જેવા ફળો છુંદીને આપવા જોઈએ. શિશુંને તરત તૈયાર કરેલ ખાદ્ય વાનગીઓ પણ આપવી.
શિશું (0 થી 1 વર્ષ સુધીના બાળકો) માટેનો ખોરાક :
એક વખત બાળક અનાજની રાબ ખાતુ થાય પછી અનાજ, કઠોળ, અને શાકભાજી રાંધીને મિશ્રીત કરેલા આપવા જોઈએ. આપણા દેશના વિવિધ ભાગોમાં નાના બાળકોને આપવામાં આવતાં પરંપરાગત મિશ્રીત ખોરાકોમાં ખિચડી, દલીયા, સુજી, ખીરૂ, ઈડલી, ઢોકળા, ભાત-ભાજી વગેરેનો સમાવેશ થાય છે કેટલીક વાર બાળકને વધુ માફક આવે તે માટે તેમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવે છે. દા.ત, ઈડલીને મસળીને થોડુ તેલ અને ખાંડ ભેળવીને આપવી તે ઘણાં જ સારાં ઉપરનો ખોરાક કહેવાય. તે જ પ્રમાણે દાળ અને શાકભાજી મેળવીને ભાત બનાવવાથી ખોરાક વધુ પોષક બનાવી શકાય ખિચડીને રાંધતી વખતે પણ તેમાં એક કે બે શાકભાજી ઉમેરવાથી વધુ પોષક બનાવી શકાય.
સ્તનપાન કરાવવાનું સમય પત્રક
પહેલુ અઠવાડિયું
૨૪ કલાકમાં ઓછામાં ઓછું ૮-૧૦ વખત ધવડાવવું.
ખાસ કરીને પહેલા ૩ દિવસ સ્તનપાન માટે પ્રોત્સાહિત કરવા બાળકને બબ્બે કલાકે ખુલ્લુ કરીને માતાનો સીધો સ્પર્શ મળે તેમ લઇને ધવડાવવું.
બાળકનું વજન વધવા લાગે અને તે ૨૪ કલાકમાં ૬ વખત પેશાબ કરતુ થાય પછી તે માંગે તેમ ધવડાવવું.
પહેલા અઠવાડિયા પછી
દર વખતે બાળક લે ત્યાંસુધી તેને લેવા દેવું.
એક બાજુ તે પુરૂ લઇ લે પછી બીજુ બાજુ આપવું.
બાળક પોતે જ છોડે ત્યાં સુધી તેને ધવડાવવું
બાળક જેટલી વાર માંગે તેટલી વાર તેને ધવડાવવું.
૨૪ કલાકમાં ઓછામાં ઓછુ ૮ થી ૧૦ વખત ધવડાવવું
પ્રોલેકટીનની પ્રતિક્રિયા
શિશુના સ્તન ચુસવાથી એવા બે તત્વો નીકળે છે જે દુધના વહેવા અને બનવા ઉપર નિયંત્રણ રાખે છે.
રાત્રે ધવડાવવાથી વધારે ધાવણ આવે છે.
કુટુંબ નિયોજનમાં સહાયક બને છે.
કોલોસ્ટ્રમ (કરાટું ખીરૂ, પીળું દુધ)
સુવાવડ બાદ પહેલાં ૨ – ૩ દિવસ આવતું દુધ
થોડું જાડું અને પીળાશ પડતું હોય છે.
આ દુધનું પ્રમાણ ઓછું હોવા છતાં શિશુની જરૂરિયાત માટે પૂરતું છે.
વિટામીન ‘એ’ તથા રોગ પ્રતિકારક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે.
લાક્ષણિકતાઓ
રોગપ્રતિકારક તત્વોથી ભરપુર
ઘણા બધા શ્વેતકણ
જુલામ જેવી અસર
વૃધ્ધિ-ઉપકારક તત્વો
વિટામીન ‘એ’ થી ભરપૂર
ઈમ્પોરટેન્સ ( અગત્યતા)
ચેપ અને એલર્જીથી બચાવે
આંતરડાંને પરિપકવ કરે
શરૂઆતના કાળા મળને સાફ કરીને કમળાથી બચવામાં મદદરૂપ થાય
આંખો માટે ઉપકારક
સગર્ભા માતા માટે સમતોલ આહાર
ગર્ભવતી સ્ત્રી માટે આહરની જરૂરી માત્રા
અનાજ – ૨૭૦ ગ્રામ રોજ
લીલા પાંદડાવાળા શાકભાજી – ૬૦ ગ્રામ રોજ
અન્ય શાકભાજી – ૨૦૦ ગ્રામ રોજ
કંદમુળ – ૨૦૦ ગ્રામ રોજ
દુધ અને દુધમાંથી બનતી વસ્તુઓ – ૩૦૦ + ૨૦૦ ગ્રામ રોજ
ફળ – ૨૦૦ ગ્રામ રોજ
ખાંડ અને ગોળ – ૨૦ ગ્રામ રોજ
તેલ, ઘી અને ચરબી – ૩૦ ગ્રામ રોજ
વ્યક્તિગત જુદા-જુદા એજ ગૃપ માટેનું સ્પેશ્યલ ડાયેટ
1.ઇન્ફન્ટ
શરૂઆતના પ્રથમ છ માસ માં તેને તેના વજનના પ્રમાણમાં પર કેજી ઓફ બોડી વેઇટમાં( 1 કેજી બોડી વેઇટ) 2.3 ગ્રામ પ્રોટીન અને 120 કેલેરીની જરૂર પડે છે.આ સાથે તેને મીનરલ અને વિટામીન પણ આપવાના હોય છે. તેની જરૂરિયાત મોટાભાગે માતાના ધાવણ માંથી પૂરી થતી હોય છે.તે માટે માતાને પુરતું ધાવણ આવવું જરૂરી છે.
લગભગ 600 એમ.એલ માતાનું ધાવણ ભારતીય મધરમાંથી સીક્રીટ થ તું હોય છે . અને ખાસ કરીને આનું પ્રમાણ શરૂઆતના છ માસ સુધી જળવાઇ રહેતું હોય છે અને આ ધાવણ ઇન્ફન્ટ માટે પૂરતું હોય છે.માતાના 100 એમ એલ દૂધમાંથી 65 કેલેરી મળતી હોય છે.
6 માસની ઉંમર પછી ધીરે ધીરે માતા ના ધાવણ માં ઘટાડો થાય છે. તેની સામે બાળકની ન્યૂટ્રીશન જરૂરિયાત વધતી જાય છે એટલે કે 6 થી 12 માસના ઇન્ફન્ટને લગભગ 800 કેલેરી ની જરૂરિયાત રહે છે. તેમજ 13 ગ્રામ પ્રોટીન ની જરૂરિયાત રહે છે પરંતુ આ સમયે ઇન્ફન્ટને માતાના દૂધમાંથી 300 કેલેરી અને 5 ગ્રામ પ્રોટીન જ મળી રહે છે. મળતો પૂરવઠો ખૂબ જ ઓછો હોય છે તેથી 6 માસ પછી ઇન્ફન્ટને સપ્લીમેન્ટરી ફીડીંગ કે પૂરક આહાર આપવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવેતો બાળકમાં માલ ન્યૂટ્રીશનની કંડીશન જોવા મળે છે. અને ઇન્ડીયા માં માલ ન્યૂટ્રીશન તે મોટામાં મોટી સમસ્યા છે. જેથી વિનીંગ ડાયટ ની સાથે -સાથે એક વર્ષ સુધી બાળકનું બ્રેસ્ટ ફિડીંગ ચાલું રાખવું જેથી ઇન્ફન્ટ આ સમય દરમ્યાન માતા ના દૂધ માંથી સતત થોડા પ્રમાણમાં મહત્વનું પ્રોટીન મેળવી શકે છે.
ઇન્ફન્ટને બરાબર પ્રમાણમાં ન્યુટ્રીશન મલે છે,કે નહીં તે નક્કી કરવા માટે બોડી વેઇટ મહત્વનું ભાગ ભજવે છે.
ભારતમાં ઇન્ડીયન બેબી વેઇટ લગભગ જન્મ સમયે 28 કેજી હોય છે. ઇન્ફન્ટમાં આ વજન 6 માસમાં ડબલ અને 12 માસમાં ત્રણ ગણું થાય છે.
વિનીંગ પિરિયડ
વિનીંગ નો અર્થ એવો થાય છે કે “પૂરક પોષણ” એટલે કે જેમાં બાળકને માતા ના દૂધ ની સાથે પૂરક ખોરાક આપવામાં આવે છે. વિનીંગ ની શરૂઆત ધીરેધીરે 6 માસ થી કરવામાં આવે છે કારણ કે આ સમય દરમ્યાન બાળકના વિકાસની સામે તેની ન્યુટ્રીશનલ જરૂરિયાત વધે છે. જેથી બાળકને જરૂરી હોય તેવો ખોરાક આપવો જેમ કે મોટાભાગના કુટુંબોમાં રોટલી અથવા ભાત રૂપે અનાજનો ઉપયોગ કરવામાં આવે છે. અને એક કઠોળ અથવા એક શાકભાજી બનાવવામાં આવે છે.
કુટુંબ માટે બનાવવામાં આવતા ખોરાક માંથી દાળ કે શાકભાજી મસાલો નાખતાં પહેલાં બાળક માટે જુદા કાઢી લેવી જોઈએ. અડધી વાટકી દાળ કે શાકભાજી સાથે રોટલીનાં ઢાકડા પલાળી રાખી તેને મસળી તેમાં થોડું તેલ નાખી બાળકને આપી શકાય. જરૂર જણાય તો મિશ્રણ કરેલો ખોરાક ગળણીમાં ગાળીને જાડો પ્રવાહી ખોરાક બનાવી આપી શકાય. આ રીતે ભાત કે રોટલી અથવા ઘઉંની વાનગી કે કઠોળ કે શાકભાજીમાં ભેળ વી બાળક માટે પોષક ખોરાક બનાવી શકાય.
સ્પેશિયલ ગ્રુપ ઇન્ફન્ટ
ઇન્ફન્ટને પહેલાં છ મહિનામાં 120 Kcal/ kg તેમજ 2 થી 3 ગ્રામ પ્રોટીન 1 kg ઓફ બોડી વેઈટ પ્રમાણે મિનરલ અને વિટામીન પણ મળવાં જોઈએ.
માતાનાં દૂધમાંથી આ બધી આવશ્યક વસ્તુઓ મળી રહેતી હોય છે. ભારતીય સ્ત્રીને ડીલીવરી પછી, પહેલાં છ મહિનામાં 600 ml મિલ્ક આવતું હોય છે. 100 – 165 gm કેલરી મળે છે.
બાળક જેટલી વાર ધાવણ કરાવે તે તેટલી વાર માતાની બ્રેસ્ટ માં વધતું હોય છે. આમ બાળકની જરૂરિઆત માતાનાં મિલ્કમાંથી મળી રહે છે.
સિધ્ધ કરવા પાત્ર ગોલ
પેરીનેટલ મોર્ટાલીટીરેટ < ૩૫
નીઓનેટલ મોર્ટાલીટીરેટ < ૨૧.૫
ઈન્ફન્ટ મોર્ટાલીટી < ૩૫
ચાઈલ્ડ મોર્ટાલીટી < ૧૦
અતિસાર (ઝાડાના રોગો) ૨૫% કેસોની અટકાયત
ORS નું બંધારણ
2.શૈશવ અને બાલ્યાવસ્થા દરમ્યાન
છોકરી અને છોકરાઓનાં ઝડપી વિકાસ માટે શક્તિ આપનાર અને વૃધ્ધિ કરનારા ખોરાકની જરૂરિઆત હોય છે.
આંખોનું તેજ વધારનાર ખોરાક – દૂધ અને દૂધની બનાવટો પીળા અને કેસરી ફળો, જેવા કે કોળું, પપૈયું, ગાજર વગેરે.
હાડકાંને મજબૂત બનાવનાર ખોરાક – દૂધ અને દૂધની બનાવટ કેળા, અનાજ, માંસ, ઈંડા, મેથી, મૂળો વિ. જેવો ખોરાક આપવો જોઈએ. તે ઉપરાંત માલ્ટીંગ ખોરાક આપવો. જેનાથી ખોરાકની ઘનતા ઘટાડે તેની શિશું વધું ખાઈ શકે માલ્ટીંગ એટલે અનાજ કે કઠોળને ફણગાવવાં અને ત્યારબાદ તેને સુકવીને દળી નાંખવાં આ રીતે માલ્ટ કરેલ અનાજ અને કઠોળમાંથી બનાવેલા બાળકનાં ખોરાકમાં મિશ્રથી એ વધારે શક્તિ આપે છે. અન્ય ખોરાક સાથે આવા માલ્ટ કરેલ ખોરાકનો લોટ ભેળવી દેવાથી તે ખોરાકની ઘનતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. એમાંય બેઝ રીચ ફુડ (એ.આર.એફ) આવા માલ્ટેડ ખોરાકનાં લોટને આપેલું વૈજ્ઞાનિક નામ છે. જેનો ઉપયોગ બાળ આહાર માટે થવો જોઈએ. 1 વર્ષ સુધીના બાળકને 1000 કેલેરી ની જરૂરિયાત હોય છે.જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ 100 કેલેરી ઉમેરીને ગણતરી વધતી જાય છે.
3.સ્કુલ ચિલ્ડ્રન
કિશોરાવસ્થા જીવન ચક્રનો બીજો એવો કાળ છે. જેમાં બહુ ઝડપથી વિકાસ થાય છે.
આ કાળ દરમ્યાન શક્તિ આપનાર અને વૃધ્ધિ કરનારા ખોરાકની સાથે સાથે શરીરને માંદગીથી બચાવ નાર ખોરાકની પણ જરૂર પડે છે. જેમકે એવા ખોરાકનો જે લોહીને લાલ બનાવે છે. જેવાકે જે ખોરાકમાંથી આર્યનનું પ્રમાણ વધારે મળી રહે તેવો ખોરાક આપવો જે ઓછા આર્યનવાળો ખોરાક લેવામાં આવે તો એનીમીક થવાની શકયતા રહેલી છે. માટે પૂરક અને સમતોલ આહારની જરૂર છે.
4.પ્રેગનન્સી અને લેક્ટેશન પિરિયડ દરમ્યાનનો ખોરાક
પ્રેગનન્સી અને લેક્ટેશન પિરિયડ દરમ્યાન નીચે મુજબનું મેનુ તૈયાર કરી આપવું જોઇએ જેમાં કેલેરી, પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ની વધારાની જરૂરિયાત પુરી થઇ શકે તે રીતે મેનુ બનાવવું જોઇએ.
5.સગર્ભા સ્ત્રી
સગર્ભા સ્ત્રીએ દરરોજ એક વખત ભોજન વધારે લેવું જોઈએ. તેણે શક્તિ આપનાર વૃધ્ધિ કરનાર, ખોરાક સાથે સાથે માંદગીથી બચાવનાર ખોરાક પણ વધારે માત્રામાં લેવો જોઈએ. ખાસ કરીને લીલાં પાંદડાંવાળો શાકભાજી, કઠોળ, ખાટા ફળો, દૂધ અને દૂધની બનાવટો વિ. વાળો ખોરાક લેવો જોઈએ બાળકને ધવડાવતી સ્ત્રીઓને શક્તિ મેળવવા માટે શક્તિ આપનાર ખોરાકની જરૂરિઆત હોય છે.
રજો નિવૃતિ કાળ દરમ્યાન ૪૦ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ માંદગીથી બચાવનાર ખોરાક, હાડકાંને મજબૂત બનાવનાર ખોરાક લેવો જોઈએ.
આ અવસ્થા દરમ્યાન સ્ત્રીઓ અને પુરુષોએ શક્તિદાયક ખોરાક વધારે લેવો જોઈએ. લોકોએ શક્તિદાયક ખોરાક વધારે માત્રામાં લેવો જોઈએ.
આમ દરેક વ્યક્તિગત ઉંમર પ્રમાણે જે રીતે જરૂરિઆત હોય તે રીતે દરેક વ્યક્તિનો અલગ-અલગ ખોરાક હોય છે. જન્મથી વૃધ્ધાવસ્થા દરમ્યાન દરેક ઉંમરનાં વ્યક્તિને જરૂરિઆત મુજબ, ખોરાક લેતા હોય છે.
નાના બાળકોથી એટલે ૦ થી ૧૮ વર્ષનાં બાળકો માટે માનસિક શારીરિક, બુધ્ધિમતાનો સારી રીતે વિકાસ થઈ શકે તે માટે તેઓની જરૂરિઆત મુજબ પૂરક ખોરાક અને સમતોલ ખોરાક લેવામાં આવે છે.
પ્લાનિંગ ડાયટ ફોર એનીમીક વુમન
ઉપરોક્ત કારણો અટકાવવા માટે મધર (માતા) માટે કે જેને (એનીમીક મધર) માટે આપણે ખોરાકનું પ્લાનિંગ કરીશું જે નીચે મુજબ છે.
ઉપરોકત ખોરાકનું પ્લાનિંગ નોર્મલ વુમન માટે તેમજ પ્રેગ્નન્સી દરમ્યાન, પ્રસૃતિ પછી લેવું જરૂરી છે. તેમજ એનીમિયા વાળી મધરને ઉપરોકત ખોરાકમાં બધાં જ વિટામીન મિનરલ હોવા જરૂરી છે. તદુઉપરાંત દરરોજનું ફુટ -30 gm અને સુગર 30 gm લેવું જોઈએ. તે ઉપરાંત – લીલાં પાંદડાવાળા શાક, કઠોળ, દૂધ, માંસ વિ મેવો ખોરાક દરરોજ લેવા.
અનાજ અને કઠોળને ફણગાવી અથવા તેમાં આર્યો લાવી ખાવાથી તેમાં રહેલાં લોહતત્વની માત્રામાં વધારો થાય છે.
ખાટા ફળો જેવા કે લીબું, સંતરા જામફળ વગેરે લોહતત્વના શોષણમાં મદદ કરે છે.
ભોજનની સાથે કે ભોજન બાદ એક કલાકની અંદર કોફી કે ચા લેવાનું ટાળો કા.કે તેનાથી લોહતત્વનું શોષણ થતું અટકે છે.
આંગણવાડી ની મુલાકાત કરાવી.
આંગણવાડીમાં આવતાં લાભાર્થી કયા-કયા અને શું સેવાઓ આપે છે.
રજીસ્ટરો કયા મેનેટેઈન કરે છે.
ક્યારે ક્યારે કલીનીકનું આયોજન થાય છે. અને કયા દિવસે.
અન્ડર ફાઇવ ન્યુટ્રીશન
પ્રસ્તાવના
શિશું (0 થી ૧ વર્ષના બાળકો) અને બાળકોનાં પોષણની બાબતે વૈજ્ઞાનિકો અને આયોજકોનું ધ્યાન છેલ્લા કેટલાક વર્ષોથી ખેંચાય છે. તેનું કારણ એ છે કે બાળકનાં પ્રથમ વર્ષ દરમ્યાન તેની વૃધ્ધિ સૌથી વધુ થાય છે. અને પ્રથમ વર્ષ દરમ્યાન શિશું આહાર સ્તનપાન, અને પૂરક પોષણને તથા બાળકના પોષણનો દરજ્જો નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા છે.
કુપોષણ અને શિશુંનાં પોષણને સીધો સબંધ હોય છે. છેલ્લાં વૈજ્ઞાનિક પુરાવાઓ જણાવે છે. કે પાંચ વર્ષ સુધીના બાળકોમાં 60% મૃત્યુ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કુપોષણને લીધે થાય છે.
આ મૃત્યુનાં % જેટલાં મૃત્યુ પ્રથમ વર્ષમાં થાય છે.
જે બાળકનાં આહારની અયોગ્ય રીતેને કારણે હોય છે.
વિશ્વના ફકત 35% શિશુંઓને પ્રથમ ચાર માસ દરમ્યાન માત્ર સ્તનપાનનો લાભ મળે છે. અને પૂરક પોષણ સમય કરતાં વહેલાં અથવા મોડું શરૂ કરવામાં આવે છે. તેમાંય તે આહાર. પોષણની દૃષ્ટિએ અપૂરતો અને અસલામત હોય છે.
આહારની અયોગ્ય પધ્ધતિઓ શિશું અને બાળકોમાં બૌધ્ધિક અને સામાજીક વિકાસમાં અવરોધ. શાળામાં નબળું પરિણામ અને પાછલી ઉંમરમાં ઓછી કાર્યક્ષમતા જોઈ શકાય તેથીજ બાળ આહારની નબળી પધ્ધતિઓ સામાજીક અને આર્થિક વિકાસ માટે ઘણી જ જોખમ કારક છે.
કારણ કે આ વય જુથમાં બાળકોમાં આરોગ્ય જાળવણી અને પ્રાપ્તિ માટે અયોગ્ય પોષણની રીતો મોટા જોખમરૂપ છે.