યુનિટ – 8
કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ
મુખ્ય હેતુ
- આ યુનિટના અંતે તાલીમાર્થીઓ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટની મેથડ ઓળખશે, સારી રીતે સર્વે કરી માહિતી મેળવવાની સ્કીલ ડેવલોપ કરી શકશે તેમજ પ્રશ્નોતરી માટેના ટુલ તૈયાર કરવા માટેનું નોલેજ મેળવીને ડેટા એનાલાયસીસ કરીને રિપોર્ટ તૈયાર કરી શકશે.
ગૌણ હેતુઓ :- આ યુનિટના અંતે તાલીમાર્થીઓ.
- કોમ્યુનીટી નીડ એસેસમેન્ટની મેથડ ઓળખી શકશે.
- સર્વે મેથડ સારી રીતે પર્ફોમ કરી શકશે.
- પ્રશ્નોતરી માટેના ટુલ બનાવી શકશે.
- ગ્રુપ ડિસ્કશન મેથડનો ઉપયોગ કરી શકશે.
- ડેટા એનાલાયસીસ કરી શકશે.
- રેકોર્ડ અને રિપોર્ટ તૈયાર કરી શકશે.
પ્રસ્તાવના
- નેશનલ ફેમીલી વેલફેર પ્રોગ્રામ હેઠળ ઉપરી લેવલથી ટાર્ગેટ નક્કી કરવામાં આવતા અને જુદા જુદા લેવલે હેલ્થ કાર્યકર્તાઓ ને આપવામાં આવતા, દરેક કેસ માટે હેલ્થના કાર્યકર્તાઓ અને લાભાર્થીઓને પ્રોપર પુરસ્કાર આપવામાં આવતો, આના પરીણામે ફુગાવો થતો અને કામગીરી વધુ ઓછી બતાવવામાં આવતી આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ભારત સરકારે નક્કી કર્યું કે ઉપલા લેવલથી નિચલા લેવલ સુધી ટાર્ગેટ આપવા નહી, તેના બદલે કોમ્યુનિટીમાં કામ કરતા વર્કરો કોમ્યુનિટીની જરૂરીયાત અનુસાર વર્કલોડનું એસ્ટિમેશન કરીને કામગીરી કરશે.આ અભીગમ પ્રમાણે સબસેન્ટર લેવલે લાભાર્થીઓની માંગણી મુજબ સેવાઓ પુરી પાડવામાં આવે છે.
- આ અભિગમને શરૂઆતમાં ટાર્ગેટ ફ્રી એપ્રોચ તરીકે ઓળખવામાં આવતો, પરંતુ મોટા ભાગના હેલ્થના કાર્યકર્તાઓને આ અભિગમ સાચી રીતે સમજવામાં ન આવ્યો તેથી આ અભિગમનુ નવું નામકરણ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ (CNA) એવું કરવામાં આવ્યુ.
વ્યાખ્યા
- કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ એટલે સમુદાયની અનુભવાતી જરૂરીયાતો પર આધારીત, કાલ્પનિક નહી પણ પધ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઉપરથી નીચેથી તરફના અભિગમ ને બદલે નીચેથી ઉપર તરફના અભિગમનો ઉપયોગ કરીને આપવામાં આવતી સેવા.
CNA ના હેતુઓ
- અગ્રતાક્રમ નક્કી કરવા માટે.
- લક્ષિત અને જોખમી જુથો ઓળખવા માટે.
- સેવાઓનો સાચો અંદાજ મેળવવા માટે.
- સામગ્રીની જરૂરીયાત નક્કી કરવા માટે.
- કર્મચારીને વાસ્તવિક આયોજન કરવા માટે.
- લોકોને સારા પ્રકારની હેલ્થ સર્વિસિસ મળી રહે તે માટે.
CNA ના સ્કોપ
- કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ દ્વારા કોમ્યુનિટી હેલ્થ નર્સ અને કોમ્યુનિટી લીડર, ફેમીલી અને કોમ્યુનિટીના માણસો વચ્ચે સારા ઇન્ટરપર્સનલ રિલેશનશીપ ડેવલપ થઈ શકે છે.
- આંગણવાડી વર્કર, આશા.તાલીમ પામેલ દાઇ, મહિલા સ્વાસ્થ્ય સંઘ, ગામની કડિરૂપ વ્યક્તિઓ,ગ્રામ પંચાયતના સભ્યો.શાળાના શિક્ષકો, ધર્મ ગુરુઓ અને પાદરીઓ, સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો.ગામના ઔપચારીક સંસ્થાના સભ્યો.આ તમામ. ગામની કૌટુંબીક માહિતી એકઠી કરવામાં મદદ કરે છે,જેમ કે જન્મ-મરણ વગેરે બનાવો તથા રોગચાળો.
- તેના દ્વારા કોમ્યુનિટી હેલ્થ નર્સ માં ગુણવતા વધારી શકાય છે.જેમકે વિશ્વાસનિયતા, સારા શ્રોતા, દયા-ભાવ. આત્મવિશ્વાસ વગેરે.
- CNA દ્વારા કોમ્યુનિટી હેલ્થ નર્સ કોમ્યુનીટીના માણસોનુ પરંપરા સારી રીતે સમજી શકે છે.
- CNA દ્વારા કોમ્યુનિટી હેલ્થ નર્સ, કોમ્યુનિટી પીપલના હેલ્થ સમસ્યાને અને તેની પાછળના છુપા કારણને ઓળખી શકે છે.જેના દ્વારા તે સાચો ડાયગ્નોસિસ કરી શકે અને ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરી શકે છે.
- આ ઉપરાંત આપેલ ટ્રીટમેન્ટ પ્લાનને અમલમાં લાવી તેનું ફોલો અપ પણ કરી શકે છે.
સમુદાયની જરૂરીયાતનું (CNA) આયોજન
- સમુદાયની જરૂરીયાતનું આયોજન નીચેની બાબતો પર આધારીત છે.
- કાલ્પનિક નહી પણ પધ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર આયોજન હોવુ જોઇએ.અને તે મુજબ લક્ષ્યાંક નક્કી કરવો જોઇએ.
- આ ઉપરાંત સમુદાયની જરૂરીયાતનું આયોજન કાર્ય કરનારની કાર્યક્ષમતા પર આધારીત છે.
- લોકોના સહભાગીપણા, સંકલન, સંપરામર્શ, સહકાર અને સેવાઓના સારા ઉપયોગ પર આધારીત છે.
સામુદાયીક બદલાવ
લોકોને સમુદાયમાં ભાગીદાર બનાવ્યા પછી નીચેની પદ્ધતિનો કરવામાં આવે છે.
- CNA (કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ)
- PLA (પાર્ટીસીપેટરી લર્નિંગ ફોર એક્શન)
CNA પ્રોસેસ
- કોમ્યુનિટી નીડની આકારણી કરવા માટે ઘરના અને કોમ્યુનિટીના પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરી પ્રોસેસ કરવામાં આવે છે. આ માટે આંગણવાડી વર્કર, આશા,તાલીમ પામેલ દાઇ, મહિલા સ્વાસ્થ્ય સંઘ.ગામની કડિરૂપ વ્યક્તિઓ,ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના શિક્ષકો.ધર્મ ગુરૂઓ અને પાદરીઓ,સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો.ગામના ઔપચારીક સંસ્થાના સભ્યો.આ તમામ, પાસેથી ગામની માહિતી એકઠી કરવામાં આવે છે.
મેથડ ઓફ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ (સમુદાય આકારણીની પધ્ધતિઓ)
કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ માટે નીચે પ્રમાણેની જુદી જુદી પધ્ધતિનો ઉપયોગ કરી શકાય છે.
1) વેન ડાયાગ્રામ
2) ઋતુ ચક્ર
3) સાપેક્ષ ક્રમ
4) સહભાગી નક્શાઆંકન
5) ગ્રામ લટાર
1.વેન ડાયાગ્રામ/ચપાટી ચાર્ટ
- આમાં ગામના લોકોની દ્રષ્ટિએ જુદી જુદી સંસ્થાઓ તે ગામ કે વિસ્તાર માટે જે-તે સંસ્થાનો ચિત્રમાં ઉપયોગ કરી આ ચાર્ટ બનાવવામાં આવે છે.
- સમગ્રપણે જોવા જઈએ તો આ પધ્ધતિનો ઉપયોગ વિવિધ આંગણવાડી, પ્રાયમરી હેલ્થ સેન્ટર, સબ સેન્ટર, સ્કુલ, જાહેર વિતરણ વ્યવસ્થા અથવા વ્યક્તિઓ જેવી કે બીજા હેલ્થ વર્કર, દાયણ, પ્રાઇવેટ ડોક્ટર, મેડિકલ ઓફિસર, સરપંચ, શિક્ષકો, ગ્રામ પંચાયતના સભ્યો સાથે ગામના સંબંધોનું સમગ્ર ચિત્ર ઉપજાવવામાં મદદ કરી શકાય છે. ખાસ કરીને આ પ્રક્રિયા ગ્રામજનોની આરોગ્યની સેવાઓનો ચિત્રમાં ચોક્કસ ઘટકો દર્શાવી તેનું સ્થાન તથા ક્રમ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. દા.ત.,એન્ટિનેટલ મધર માટે. આ પધ્ધતિ એફ.એચ.ડબલ્યુ. દાયણ, જનરલ પ્રેક્ટિશનર, મેડિકલ ઓફિસર, કુંટુંબની વડીલ સ્ત્રી વગેરેને ઉપયોગી થાય છે.
2.ઋતુચક્ર
- રોગનો ફેલાવો ઋતુ પ્રમાણે જોવા મળે છે. દા.ત શિયાળાની ઋતુમાં શ્વસનતંત્ર ના રોગો,ઊનાળાની ઋતુમાં ઝાડા-ઉલ્ટી ના કેસ અને ચોમાસાની ઋતુમાં ઝાડા-ઉલ્ટી સાથે મેલેરિયાના કેસ વધારે જોવા મળે છે. આના ઉપરથી હેલ્થ સર્વિસિસનુ પ્લાનીંગ કરી શકાય છે. અથવા ઋતુને સંલગ્ન જુથ તાલીમનુ આયોજન કરી શકાય છે. આ માટે સિઝનલ ડાયાગ્રામ નો ઉપયોગ કરી શકાય છે.
સિઝનલ ડાયાગ્રામ બનાવવાના સ્ટેપ્સ :
- ચાર્ટમાં આડી લીટી પર ઋતુ બતાવો અને ઉભી લીટી] માં રોગના કિસ્સાઓ ની સંખ્યા અને ક્યા રોગ કઈ ઋતુમાં વધારે થાય છે તે બતાવો. સિઝનલ ડાયાગ્રામ, પોસ્ટરમાં કે જમીન પર પણ બનાવી શકાય છે.આ માટે જુદા જુદા માપની લાંબી અને ટુંકી લાકડીઓનો ઉપયોગ કરી શકાય છે.
3.સાપેક્ષ ક્રમ
- આ પધ્ધતિ લોકોની પ્રાથમિકતા અને પસંદ દર્શાવે છે. આ પધ્ધતિ તમને અલગ અલગ વસ્તુ અથવા ઉપયોગનો સાપેક્ષ ક્રમ આપવાની તક આપે છે. જેમાં જરૂર પડ્યે ક્રમ બદલાવી શકાય છે.લોકો પાસે જરૂરીયાતનું લાંબુ લિસ્ટ હોય છે, તો તેમાંથી ખુબ જ મહત્વની જરૂરીયાત પસંદ કરી શકો. આમાંથી કઈ જરૂરિયાત અગત્યની છે તેની માહિતી તમને મળશે. આ પધ્ધતિ તેમના પસંદગીના કારણો પણ દર્શાવશે.
સાપેક્ષ ક્રમ બનાવવાના સ્ટેપ્સ :
- જે સેવાની જરૂર હોય તેની યાદી બનાવવાનું કહો. તેઓ એવી સેવાઓ પણ ઉમેરી શકશે કે જે તેઓને મળતી નથી પણ તેઓને જરૂરી છે.
- એક કાર્ડ પર એક સેવા જ લખો, તમારી પાસે સમુદાયને જરૂરી એવી દરેક સેવાના કાર્ડ થઈ શકે.
- કોઈ પણ એક કાર્ડ જમીન પર મુકો,બીજુ એક કાર્ડ જમીન પર મુકેલા કાર્ડ કરતા વધારે કે ઓછુ મહત્વનુ છે. જો વધારે મહત્વનું હોય તો તે પહેલા કાર્ડ ની ઉપર અને ઓછુ મહત્વનું હોય તો તેની નીચે મુકો.
- આ રીતે એક પછી એક કાર્ડ જમીન પરના કાર્ડની સરખામણીમાં વધારે કે ઓછું મહત્વનું છે તે રીતે ગોઠવતા જવું અને એ રીતે સમુદાયને આરોગ્ય સેવામાં મહત્વ આપવુ.
- આ રીતે સાપેક્ષતા પુર્ણ થયા પછી તમારી જાણ માટે તેની ડાયરીમાં નોંધ કરો તમને અ સમુદાયની પ્રાયોરીટી ઉપર ધ્યાન રાખવામાં મદદ કરશે.
4.સહભાગી નકશાંકન
- આ પધ્ધતિમાં તમામ જુથ ભેગા મળીને ચોક, કલર કે બીજી સામગ્રી વડે ગામનો નકશો બનાવશે.આ નકશો ગામની જમીન કે કાગળ ઉપર બનાવી શકાય છે, આ નકશાનો ઉપયોગ ગામના લગભગ તમામ પાસામાં, સમુદાયની અંદર રહેલ પ્રાપ્તિ સ્થાનો તેમજ એન્ટિનેટલ મધર, નાના બાળકો, પોસ્ટનેટલ, રોગીષ્ટ માતાઓ વગેરેને તમે નકશામાં દર્શાવી શકો.
નકશો બનાવવાના સ્ટેપ્સ :
- જમીન પર કે કાગળ પર નકશો બનાવવો તેમાં ગામના રસ્તા, ઘર,સ્કુલ,કુવો, આંગણ વાડી વર્કર, સબસેન્ટર, દાયણનું ઘર વગેરે બતાવો.
- લાભાર્થીના ઘરને ઓળખી નિશાની કરો, લાભાર્થીમાં એન્ટિનેટલ મધર, પોસ્ટનેટલ મધર,એક વર્ષની અંદરના બાળકો, 1 થી 5 વર્ષના બાળકો, લાયક દંપતિ વગેરે હોઈ શકે.
- નકશામાં જુદી-જુદી વસ્તુઓને અલગ બતાવો અથવા જુદા જુદા કલરનો ઉપયોગ કરી શકાય.
- દા.ત. એન્ટિનેટલ મધર ગ્રીન કલર, પોસ્ટનેટલ મધર રેડ કલર વગેરે.
5.ગ્રામ લટાર
- ગામના રહેવાના વિસ્તારમાંથી આ એક નિરિક્ષણ કરનારી લટાર છે,જેમાં નિરિક્ષણ કરી જરૂરિયાત પ્રમાણે સાપેક્ષ ક્રમ નક્કી કરી શકાય છેઅને જરૂરીયાત મુજબ તેમાં ફેરફાર પણ કરી શકાય છે. ગ્રામ લટારમાં ગામનો વિસ્તાર, ઘર, ગટર, કામ, દુકાનો, સ્કુલો વગેરે વિસ્તારો જોવા મળે છે. ઘણીવાર સામાન્ય રીતે દાયણ બહાર રહેતી હોય તેને શોધવા માટે અને નોંધવા માટે ગ્રામ્ય લટાર ઉપયોગી બને છે.
- જો તમે ગામથી પરીચિત ન હોવ તો ગામનો નકશો એ ગ્રામ લટાર પહેલા પુર્વ જરૂરિયાત છે.જુદા જુદા વિસ્તારમાં વિભાગો બનાવવા ઉપરાંત જે વિસ્તારમાં આરોગ્યની વધુ જરૂર છે તે શોધવા ગ્રામ લટાર ઉપયોગી છે. ગ્રામ લોકો સાથે મળીને લટાર મારવી એ મહત્વનું છે.
- ગ્રામ લટારનો હેતુ વિસ્તારની સામાન્ય માહિતી મેળવવાનો હોય કે યોજનાના મુલ્યાંકન માટે હોય પણ તેમાં ગ્રામજનોનો સહયોગ જરૂરી છે.લટાર દરમિયાન ગ્રામજનો સાથે વાર્તાલાપ કરવાથી સહયોગ વધે છે તેમજ સામુદાયીક ભાગીદારીથી ગુણવત્તા પણ વધશે.
- ગામમાંથી જુદી-જુદી હેલ્થ સમસ્યા, પીવાના પાણીની વ્યવસ્થા, જુદી-જુદી જ્ઞાતિઓ-ધર્મ પ્રમાણેના રીત-રીવાજ વગેરે માહિતી મળશે. આ ઉપરાંત તેમની આદતો.જુદા જુદા નાણાંકીય જુથ વચ્ચેના આંતર સંબંધો જોઈ શકાય, જુદી-જુદી નાણાંકીય પ્રવૃત્તિ જેવી કે પશુઓની સંભાળ, અનાજના જથ્થાની જાળવણી વગેરે વિશે ગામમાંથી માહિતી મેળવી શકાય.
સર્વે : પ્લાનિંગ એન્ડ પ્રિપેરેશન ઓફ ટુલ
- સર્વે એટલે મોજણી કરવી. અવલોકન મોજણી કરીને માહીતિ ભેગી કરવી.
1.પ્રશ્નોતરી બનાવવી
- સમુદાયના એજ્યુકેટેડ વ્યક્તિઓના રિસ્પોન્સ જાણવા માટે, પ્રશ્નોનુ લિસ્ટ બનાવવુ જોઇએ, આ પ્રશ્નો દ્વારા વ્યક્તિ તથા સમુદાય વિશે માહિતી મળી શકે છે, કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ માટે પ્રશ્નો તમારા સર્વે આધારિત હોવા જોઈએ.
2.ઈન્ટરવ્યુ શેડયુલની તૈયારી
- જે વ્યક્તિનું ઈન્ટરવ્યુ લેવાનુ છે તેના માટે શેડયુલ બનાવો. તમારા સર્વેને તથા વ્યક્તિને બંધ બેસે તેવા પ્રશ્નોનુ લીસ્ટ બનાવો. દા.ત વાતાવરણની માહીતિ મેળવવી હોય તો ઘર (રૂમ, બાથરૂમ, ટોયલેટ, રસોડુ), પાણી પુરવઠો, સ્વચ્છતા, વેસ્ટ ડિસ્પોઝલ, વેન્ટિલેશન વગેરે વિશે પુછવુ.
3.ચેક-લીસ્ટ બનાવવી
- સર્વે દરમીયાન શું કાર્ય કરવાનુ છે તેનુ ચેકલીસ્ટ બનાવો.
- સર્વે માટેનો એરીયા પસંદ કરો.
- સમુદાયના ક્યા લીડરને મળવાનુ છે તે નક્કી કરો.
- ફેમિલિના ક્યા મેમ્બરને મળવાનુ છે અથવા તો એક્ઝામીનેશન કરવાનુ છે તે નક્કી કરો.
- સમુદાયના લોકોને પ્રશ્નોતરી કેવી રીતે ભરવાની છે, તે માટે એજ્યુકેશન આપો.
- સર્વે દરમીયાન જરૂરી વસ્તુનું લીસ્ટ બનાવીને રાખો. દા.ત બીમાર વ્યક્તિનુ એકઝામીનેશન
કરવા માટે જોઈતા સાધનો
કોમ્યુનીટી સર્વે
- સમુદાયમાં રહેતા લોકોનુ અવલોકન કરીને માહિતી ભેગી કરવાની રીતને કોમ્યુનીટી સર્વે કહે છે. તેને હેલ્થ સર્વે પણ કહેવામાં આવે છે.
વ્યાખ્યા
- જ્યારે સમુદાયમાં રહેતા લોકોના આરોગ્યને લગતુ, ખોરાકને લગતુ, માંદગીને લગતુ સર્વે કરીને માહિતી એકઠી કરવામાં આવે તો તેને હેલ્થ સર્વે કહેવામાં આવે છે.
આરોગ્ય સર્વેની જરૂરીયાત
- સમુદાયના લોકોની આરોગ્ય સમસ્યાને જાણવા માટે
- આરોગ્યને લગતી જરૂરીયાત શોધવા માટે
- સરકાર તરફથી આરોગ્યને લગતા કાર્યક્રમ ચલાવવા માટે
- સંશોધન કરવા માટે
- લોકોમાં માંદગીનુ પ્રમાણ જાણવા માટે
- મૃત્યુનુ પ્રમાણ અને તેના કારણો જાણવા માટે
- સમુદાયમાં રહેતા લોકોનું ન્યુટ્રીશનલ સ્ટેટસ તથા ખોરાકની અછતને કારણે શરીર પર થતી અસર જાણવા માટે.
પ્રિન્સિપાલ ઓફ કોમ્યુનિટી હેલ્થ સર્વે (સામુદાયિક આરોગ્ય સર્વેના સિધ્ધાંતો)
- હેલ્થ સર્વે નીચેના સિદ્ધાંતો પર આધારીત હોવા જોઇએ.
- જરૂર જણાય તો તમારા સુપરવાઈઝર અને આસીસ્ટન્ટ સાથે મળીને પ્લાન બનાવો.
- એક દિવસમાં કેટલા બેરિયામાં સર્વે કરવાનું છે તેનું શેડયુલ બનાવો.
- સર્વે શરૂ કરવાનો અને સર્વે પરથી પાછા ફરવાનો ટાઈમ લખો.
- સર્વે દરમીયાન ઘરમાં દાખલ થતા પહેલા,ઘરનો દરવાજો ખખડાવો.
- પરમીશન લીધા વગર કોઈ પણ ઘરમાં જવું નહી.
- ઘરમાં દાખલ થતા જોવુ કે ઘરના કોઇ સભ્યો કોઇ કામમાં વ્યસ્ત છે કે નહી, જો વ્યસ્ત હોય તો કામમાં ખલેલ પહોંચાડવા બદલ ખેદ વ્યક્ત કરો. ત્યારબાદ પ્રશ્નો પુછવા.
- ઘરના સભ્યોનો વિશ્વાસ જીતવો, ફેમીલીની અંગત બાબતમાં દખલ કરવી નહી.
- સર્વે દરમીયાન ફેમીલીમાંથી કોઇ બીમાર વ્યક્તિની ઓળખ થાય તો સારવાર વિશે સમજાવવુ.
- ઉપરાંત સર્વેનો મુખ્ય હેતુ એ પણ છે કે તેના દ્વારા તમે ફેમીલીની આર્થિક અને સામાજિક સ્થિતિને ઓળખી શકો.
મેથડ ઓફ હેલ્થ સર્વે (આરોગ્ય સર્વે કરવાની પધ્ધતિઓ)
હેલ્થ સર્વે નીચે મુજબની પધ્ધતિથી કરવામાં આવે છે.
- 1) પ્રાયોગીક રીતે
- 2) હેલ્થ એક્ઝામીનેશન સર્વે
- ૩) હેલ્થ ઈન્ટરવ્યુ
- 4) ટપાલ પ્રશ્નોતરી
- 5) હેલ્થ રેકોર્ડ સર્વે
1.પ્રાયોગીક રીતે
- માહિતી ભેગી કરવા માટે પ્રયોગો કરાય છે.આ માટે કેટલીક વખત નાના પાયા પર સંશોધન કાર્યરૂપે સ્ટડી કરાય છે.માહિતી ભેગી કરવાની આ સાદી રીત છે, કારણકે તેના પરીણામ આપણને પ્રાયોગીક ધોરણે મળે છે, જેનું તારણ કાઢવામાં આવે છે, તેમાંથી આંકડાકીય માહિતી મળે છે.
2.હેલ્થ એક્ઝમીનેશન સર્વે
- તમારી તંદુરસ્તીનુ સ્તર જાણવા માટે મનુષ્ય તંદુરસ્ત છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે, તેના ઉપરથી સાચી માહિતી જાણી શકાય છે, તેમાં ડોક્ટર, ટેકનીકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ વગેરેનો સમાવેશ થાય છે. આ સર્વે પદ્ધતિ બહુ ખર્ચાળ છે અને વિસ્તૃત પ્રમાણમાં કરી શકાતા નથી આ સર્વે દરમીયાન લોકોને સારા કરવાની જરૂર છે.
3.હેલ્થ ઈન્ટરવ્યુ
- રૂબરૂ મુલાકાત દ્વારા અથવા ફેસ ટુ ફેસ કરવામાં આવતુ સર્વે પણ કહેવામાં આવે છે. કારણકે, તેમાં ઈન્ટરવ્યુ લેનાર તથા આપનાર બંને સામસામે વાતચીત કરે છે, પરંતુ બધી જ માહિતી સાચી હોતી નથી, તેથી હેલ્થનાં માપદંડ તરીકે તેને ગણાવી શકાય નહી. તેમાં ફોર્મ પણ ભરી શકાય છે.
4.ટપાલ પ્રશ્નોતરી દ્વારા
- તેમાં પ્રશ્નોતરી મોકલી માહિતી એક્ઠી કરવામાં આવે છે, માહિતી મેળવવા માટે પ્રશ્નપત્ર આપવામાં આવે છે, તેમાં જે માહિતી ભરવાની હોય તેને લગતા પ્રશ્નો હોય છે, પ્રશ્નોની સામે હા કે ના માં જવાબ લખવાનો હોય છે,ટપાલ દ્વારા પણ પ્રશ્નપત્રો મોકલી શકાય છે, તેના દ્વારા માહિતી ભેગી કરી શકાય છે, પરંતુ કેટલીક વખત વ્યક્તિ તરફથી રીસ્પોન્સ મળી શકતો નથી અને માહિતી મળતી નથી.
5.હેલ્થ રેકોર્ડ સર્વે
- આરોગ્ય સેવાના રેકોર્ડ પરથી માહિતી એકત્ર કરવામાં આવે છે, આ ઘણી સસ્તી પધ્ધતિ છે. પરંતુ તેમાં પણ કેટલાક ગેરફાયદા છે. તેમાં રેકોર્ડ પરથી મળેલો અંદાજ લોકો પર આધારીત હોતો નથી. માહિતી નોંધવાની પધ્ધતિમાં સમાનતા કે કોઇ ધોરણ નક્કી હોતુ નથી.
6.સેમ્પલ સર્વે
- હેલ્થ સર્વેમાં પુરા સમુદાયમાં દરેક વ્યક્તિને પુછપરછ કરવી શક્ય નથી, તે ખર્ચાળ તથા સમયનો પણ બગાડ કરે છે, તેથી આ સર્વેમાં ફોર્મમાં માહિતી ભરવામાં આવે છે, તે નક્કી કરેલા વિસ્તારમાં થોડી-થોડી વસ્તીના લોકોને સેમ્પલ તરીકે પસંદ કરવામાં આવે છે. તેમાં સીવ્યુલ મેથડ વપરાય છે.
સીવ્યુલ મેથડ
- આ એક જાતનું ચોક્કસ પ્રકારની માહિતી ભેગી કરવા માટેનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે, ફોર્મમાં જે માહિતી જોઈતી હોય તેને લગતા પ્રશ્નોની સામે ખાલી ખાના હોય છે. પ્રશ્ન પુછીને તે ખાલી ખાનામાં જવાબ લખવાનો હોય છે.
સામાન્ય રીતે સર્વે કરવા માટે નીચેના સીવ્યુલ વપરાય છે.
1.ફેમીલી સીવ્યુલ
- કુટુંબને લગતી માહિતી ભેગી કરવા.
2.જનરલ સીવ્યુલ
- જેમાં સામાન્ય માહિતી ભેગી કરવી.
3.વ્યક્તિગત સર્વે
- જેમાં વ્યક્તિગત માહિતી ભેગી કરવી.
4.ન્યુટ્રીશનલ એસેસમેન્ટ સર્વે
- જેમાં સભ્યોનું પોષણનું સ્તર જાણવુ.
5.ડાયેટ સર્વે
- લોકોની ખોરાકને લગતી માહિતીનું સર્વે.
ટાઇપ્સ ઓફ હેલ્થ સર્વે (આરોગ્ય સર્વેના પ્રકાર)
સર્વે મુખ્યત્વે બે રીતે થાય છે.
1) જનરલ હેલ્થ સર્વે
2) સ્પેશિયલ હેલ્થ સર્વે
1) જનરલ હેલ્થ સર્વે
- જનરલ હેલ્થ સર્વે સામાન્ય રીતે લોકોની તંદુરસ્તીનુ સ્ટેટસ અથવા આરોગ્ય વિશે માહિતી મેળવવા માટે થાય છે.
તે નીચે મુજબ કરી શકાય.
a) લોકોના સ્વાસ્થ્યનુ સ્તર :
- લોકોની તંદુરસ્તીને લગતુ અને લોકોની સમસ્યાઓ જાણવા માટે કરવામાં આવતુ સર્વે છે. તેના દ્વારા લોકોની તંદુરસ્તીનુ સ્તર કેવુ છે. કેટલુ ઉચુ છે, તે જાણી શકાય છે.
b) આરોગ્યને અસર કરતા પરિબળો :
- તંદુરસ્તીને અસર કરતા પરીબળોને જાણવા માટે આવુ સર્વે કરવામાં આવે છે, આરોગ્યના ક્યા પરીબળો નુકશાન કરે છે, આરોગ્યના કયા પરીબળો તંદુરસ્તીને જાળવી રાખે છે. તે જાણી શકાય છે. તેમાં વ્યક્તિનો ધંધો, આર્થીક પરિસ્થિતિ, ખોરાક વગેરે પરીબળો ભાગ ભજવે ભજવે છે.
c) આરોગ્યની સેવાઓનું સંચાલન :
- આરોગ્યની લગતી સેવાઓનુ સર્વે સેવાઓની વહિવટી કામગીરી માટે કરવામાં આવે છે.લોકોને આરોગ્યને લગતી કઈ સમસ્યાઓ છે અને તેના માટે કેટલો ખર્ચ થઈ શકે છે, તે જાણવામાં મદદરૂપ થઈ શકે છે, જે સેવાઓ હાલમાં અપાયેલી છે તેની અસરકારકતા કેટલી છે તે જાણી શકાય છે.
2) સ્પેશીયલ સર્વે
- આવુ સર્વે ખાસ પ્રકારે કરવામાં આવે છે, ખાસ સમસ્યા જેવી કે ફાઇલેરીયા, મેલેરીયા, લેપ્રસી વગેરે હેલ્થ પ્રોબ્લેમ્સ જાણવા માટે કરવામાં આવે છે.
સ્પેશ્યલ હેલ્થ સર્વેમાં નીચે મુજબના સર્વેનો સમાવેશ કરવામાં આવે છે.
- ન્યુટ્રીશનલ સર્વે
- માંદગી અને મૃત્યુ
- ફેમીલી પ્લાનીંગ
ડેટા
- ડેટા એટલે માહિતીનું આંકડાકીય વર્ણન જે ઓબ્ઝર્વેશન દ્વારા મેળવવામાં આવે છે. જે કોઈ માહિતી ભેગી કરવામાં આવી અથવા નવી માહિતી હોય તે ખરેખર બધી જ સાચી હોતી નથી,તે પ્રાથમિક હોવાને લીધે તેને ડેટા કહેવામાં આવે છે,જે ખાસ બનાવ ઉપર આધારીત હોય છે.
ડેટા કલેક્શન
- ડેટા સંગ્રહ એ સમુદાયનાં આરોગ્યની સ્થિતિ વિશેની માહિતી એકત્રીત કરવાની પ્રક્રિયા છે.
- ઘણા પરિબળો ડેટા સંગ્રહને અસર કરે છે જેમ કે નર્સની પોતાની માન્યતા, સમુદાય પ્રત્યે અને સમુદાયની સ્વાસ્થ્ય સમસ્યા તરફના વલણ અને વર્તન.
- વ્યક્તિઓ અથવા કુટુંબમાંથી ડેટા ઔપચારિક અથવા અનૌપચારિક રીતે એકત્રિત કરી શકાય છે.
નર્સએ ડેટા મેળવતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ
- ડેટા સંગ્રહ એક સંગઠિત રીતે વ્યવસ્થિત હોવો આવશ્યક છે.
- એકત્રિત કરેલ માહિતી સમુદાય અને વ્યક્તિઓની વાસ્તવિક અથવા સંભવિત આરોગ્ય સમસ્યાઓ સાથે સંબંધિત હોવી જોઈએ.
- એકત્રિત કરેલો ડેટા વર્ણનાત્મક, સંક્ષિપ્ત, સંપૂર્ણ અને સચોટ હોવો જોઈએ.
ટાઇપ્સ ઓફ ડેટા (ડેટાના પ્રકાર)
સમુદાયના આકારણી માટે, ડેટાના પ્રકાર નીચે પ્રમાણે આપવામાં આવે છે.
- ભૌગોલિક
- વસ્તી વિષયક
- સામાજિક
- પર્યાવરણીય
ડેટાની પ્રકૃતિ
ડેટાની પ્રકૃતિ બે પ્રકારની છે.
સબ્જેકટીવ ડેટા
- દર્દી / પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવતી માહિતીને સબ્જેકટીવ ડેટા કહે છે. તેમાં સમુદાયના સભ્યોની અને ક્લાઈન્ટની લાગણીઓ, મંતવ્યો વગેરે સામેલ છે.
ઓબ્જેક્ટીવ ડેટા
- દર્દી / સમુદાયની સ્થિતી સંબંધિત નર્સ દ્વારા અવલોકન કરાયેલ, જોવામાં આવેલ અને માપવામાં આવેલ માહિતીનો સમૂહ જેને ઓબ્જેક્ટીવ ડેટા તરીકે ઓળખવામાં આવે છે.
ડેટાના સ્ત્રોતો
1. પ્રાથમિક સ્રોત)
- દર્દી દ્વારા આપવામાં આવે છે. જેમાં આરોગ્ય સંભાળની જરૂરિયાતો, જીવનશૈલીના દાખલાઓ, વર્તમાન અથવા ભૂતકાળની માંદગી, લક્ષણોની સમજ વિશે સચોટ માહિતી પ્રદાન કરે છે.
2. ગૌણ સ્રોત)
- તે કુટુંબના સભ્યો દ્વારા આપવામાં આવે છે (શિશુઓ માટે પ્રાથમિક સ્ત્રોત, પુરુષોની સંખ્યા, વિકલાંગો, ગંભીર રીતે બીમાર અથવા બેભાન, આરોગ્ય સંભાળ ટીમ, રેકોર્ડસ, પુસ્તકો વગેરે.)
મેથડ ડેટા કલેક્શન (ડેટા ભેગા કરવા માટેની પધ્ધતિઓ)
કોમ્યુનીટી એસેસમેન્ટ માટે
- સર્વે
- ઓબ્ઝર્વેશન
- ઈન્ટરવ્યુ અને
- પ્રશ્નોત્તરી મેથોડનો ઉપયોગ થાય છે.
જયારે દર્દીના એસેસમેન્ટ માટે ઓબ્ઝર્વેશન, ફીઝીકલ એક્ઝામીનેસન, ઈન્ટરવ્યુ, લેબોરેટરી ડેટા વગેરેનોસમાવેશ થાય છે.
ડેટા ભેગા કરવા માટેના વિભાગો
ડેટા ભેગા કરવાના મુખ્ય ચાર વિભાગો છે જેમાંથી આપણે ડેટા ભેગા કરીએ છીએ.
1) રેવન્યુ ડિપાર્ટમેન્ટ
2) પોલીસ ડિપાર્ટમેન્ટ
3) હેલ્થ ડિપાર્ટમેન્ટ
4) પંચાયત
1.રેવન્યુ ડિપાર્ટમેન્ટ
- જીલ્લા લેવલ એ વિકાસ અધિકારી અને તાલુકા લેવલ એ તાલુકા અધિકારી(મામલતદાર કચેરી) પાસે આવા ડેટા ભેગા કરવામાં આવે છે. તેમાં રોજગાર, વિનિમય કચેરી, વેપારી મંડળો, મીલ કર્મચારી, મોંઘવારીનો આંક વગેરેને લગતા ડેટા ભેગા કરવામાં આવે છે.
2.પોલીસ ડિપાર્ટમેન્ટ
- પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે. તેની પાસેથી ચોરી, અકસ્માત, બાળગુના વગેરેને લગતી માહિતી મળે છે.
3.હેલ્થ ડિપાર્ટમેન્ટ
- આરોગ્ય શાખા એવો ડિપાર્ટમેન્ટ છે જેના દ્વારા મોટા ભાગની માહિતીનુ એકત્રીકરણ કરવામાં આવે છે, તેના દ્વારા જન્મ, મરણ. માંદગી, રોગચાળો, વાતાવરણીય સ્વચ્છતા, ન્યુટ્રીશન વગેરેને લગતી માહિતી મળે છે.
4.પંચાયત
- મોટા ભાગે ગ્રામ્યવિસ્તારને લગતા બધા જ બનાવોના આંકડા પંચાયત દ્વારા ભેગા કરવામાં આવે છે.
ડેટા ભેગા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ
- આંકડાકીય માહિતી ભેગી કરતી વખતે કોઈ પણ પ્રકારનો પુર્વગ્રહ રાખવો નહી. દા.ત એનીમીયા હોય તો પ્રેગ્નન્સીને કારણે હોય તેવુ માનવું ખોટુ છે.
- પુર્વ અનુમાન બાંધવા નહી.
- જેના માટે માહિતી ભેગી કરવી હોય તેને લગતા જ પ્રશ્નો પુછવા.
- પ્રશ્નો પુછો ત્યારે સાદી ભાષામાં, સમજાય તે રીતે પુછવા.
- માહિતી ભેગી કરતી વખતે કાળજીપૂર્વક કાર્ય કરવું.
- માહિતી આંકડા સરખામણી થઈ શકે તેવા હોવા જોઈએ.
- બીનજરૂરી માહિતી ભેગી કરવી નહી.
ડેટા પ્રેજન્ટેશન
- જ્યારે જરૂરીયાતવાળી માહિતી ભેગી કરવામાં આવે ત્યારે આપણને જોઈને તે માહિતી મળે છે, આ માહિતીને આખરીરૂપ આપ્યા પછી તેનો રીપોર્ટ બને છે. તેને પ્રદર્શિત કરવામાં આવે છે.
જે નીચે મુજબ પ્રેઝન્ટ કરી શકાય છે.
1) ટેબલ પ્રેઝન્ટેશન
2) ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ
3) ચાર્ટ
સીમ્પલ બાર ચાર્ટ
હોરિઝોન્ટલ બાર ચાર્ટ
મલ્ટિપલ બાર ચાર્ટ
કમ્પોનન્ટ બાર ચાર્ટ
4) ડાયાગ્રામ
લાઈન ડાયાગ્રામ
હિસ્ટોગ્રામ
પોલીગોન
પીક્ટોગ્રામ
1.ટેબલ પ્રેઝન્ટેશન
- આમાં ટેબલ્સ બનાવવામાં આવે છે, આ ઘણી જ સિમ્પલ મેથડ છે,ટેબલ બનાવતા પહેલા ડેટાને જુદી જુદી રીતે એનાલીસીસ કરવામાં આવે છે, ઘણી વખત ટેબલ કોમ્પલેક્ષ પણ હોય છે, માહિતીના ખાના બનાવીને દર્શાવવામાં આવે છે. જ્યારે ખાના બનાવીને માહિતી દર્શાવવામાં આવે ત્યારે તેને ટેબ્યુલેશન મેથડ કહે છે. જ્યારે એકજ વિગત દર્શાવવી હોય ત્યારે સિમ્પલ ટેબલ અને જ્યારે એક કરતા વધારે માહિતી દર્શાવવાની હોય ત્યારે કોમ્પ્લેક્ષ ટેબલ બનાવવામાં આવે છે.
પ્રિન્સીપાલ ઓફ ટેબ્યુલેશન અથવા ટેબલ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા
- સૌપ્રથમ ટેબલને જેટલા નંબર આપવાના હોય તેટલા ટેબલના ડેટા બનાવવા.
- બનાવેલા ખાનામાં તેનુ ટાઇટલ આપવુ જેથી ડેટાનો ખ્યાલ આવે.
- આરોગ્ય સંબંધિત માહિતી ટેબલમાં કોલમ બનાવી તેમાં હેડિંગ આપવું, જે હેડિંગ આપવામાં આવે તે નાના અને ક્લીયર હોવા જોઈએ.
- જો ટેબલની સાથે પર્સન્ટેઝ દર્શાવવાનાં હોય તો તેની સાથે દર્શાવવા.
- ટેબલને હોરીઝોન્ટલ અને વર્ટીકલ બનાવી શકાય છે.
- ટેબલ નીચે ફુટનોટ આપવી જરૂરી છે.
2.ફ્રિક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ
- આમાં ટેબલ બનાવતી વખતે ઉપરના બધાજ નિયમો લાગુ પડે છે. આમાં વિગત બતાવવાની હોય છે તે ફ્રિકવન્સી ગ્રુપમાં નંબર આવરી લેવાય છે, અને જે વિગત વિશે બનાવવામાં આવ્યુ છે, તેને ગ્રુપ કહેવાય છે.
- વિગતમાં ગ્રુપ પાડવામાં આવે છે. ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ 20 ગ્રુપ પાડી શકાય છે, જે ગ્રુપ પાડીએ તેનુ અંતર સરખું રાખવુ. દા.ત., ૫,૧૦,૧૫,૨૦ વગેરે.
3.ચાર્ટ
- ચાર્ટ તે બાર(સ્તંભ) મારફતે આડા કે ઉભા દર્શાવી શકાય છે.બાર પણ સીમ્પલ કે કોમ્પલેક્ષ કે કમ્પોનન્ટ હોય શકે છે.મોટા ભાગે બાર દ્વારા આકડા દર્શાવવામાં આવે છે. ભણેલા ના હોય તેવા લોકો પણ ચાર્ટ જોઈને બાબતો સમજી શકે છે. આ બારમાં જે વિગતો દર્શાવામાં આવી હોય તેમાં તેનુ અંતર એકસરખુ હોવુ જોઇએ.
A સિમ્પલ બાર ચાર્ટ / વર્ટીકલ બાર ચાર્ટ
B. મલ્ટિપલ/કોમ્પ્લેક્ષ બાર ચાર્ટ
- આ ચાર્ટ માં એક કરતા વધારે વિગતો દર્શાવી શકાય છે જે એકબીજા સાથે રીલેટેડ હોય છે.
C. હોરીઝોન્ટલ ચાર્ટ
- આ ચાર્ટને આડો ચાર્ટ પણ કહેવામાં આવે છે.
D. કમ્પોનન્ટ બાર ચાર્ટ
- કોઈ પણ વધારો દર્શાવવા માટે આ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
E. પાઇ ચાર્ટ
- આમાં ટકાવારી પરથી પ્રેઝન્ટેશન બતાવવામાં આવે છે.તેમાં સરવાળો 100% થવો જોઈએ અને જો પાઈ ચાર્ટ ડિગ્રીમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે.
4.ડાયાગ્રામ
- ડાયાગ્રામમાં લોગ અથવા વિગત દર્શાવવામાં આવે છે, હોરીઝોન્ટલ લાઈનમાં ક્લાસ હોય છેઅને વર્ટીકલ લાઈનમાં નંબર હોય છે.
તેના નીચે મુજબના પ્રકાર પાડવામાં આવે છે.
A હિસ્ટોગ્રામ
- આમાં બ્લોકથી વિગત દર્શાવવામાં આવે છે, હોરીઝોન્ટલ લાઇનમાં ક્લાસ હોય છે અને વર્ટીકલ લાઈનમાં નંબર હોય છે.
B. પોલીગોન
C. લાઇન ગ્રામ
D. પીક્ટોગ્રામ
- ચિત્રો અથવા પીક્ચર દ્વારા કોઇપણ વસ્તુ સમજાવવામાં આવે છે.દા.ત.નો સ્મોકિંગ
ઈન્ટરવ્યુ
- જે વસ્તુની બહારથી ઓબ્ઝર્વેશન દ્વારા સાચી માહિતી નથી મળતી તે ઇન્ટરવ્યુ દ્વારા મેળવી શકાય છે.
વ્યાખ્યા
- ઈન્ટરવ્યુ એ એક એવી પ્રોસેસ છે, જેનો મુખ્ય ઉદેશ વ્યક્તિ પાસેથી ઈન્ફોર્મેશન મેળવવાનો છે.તેમાં ઈન્ટરવ્યુ લેનાર અને આપનાર વચ્ચે કોમ્યુનિકેશન થાય છે.
હેતુઓ
- સીધા સંપર્કથી માહિતી મળી શકે તે માટે
- કોમ્યુનીટી હેલ્થ નર્સ અને વ્યક્તિ વચ્ચે ઇન્ટર પર્સનલ રિલેશન (IPR) મેઇન્ટેઈન થાય તે માટે
- હેલ્થ એસેસમેન્ટ કરવા માટે
- નર્સિંગ ડાયગ્નોસીસ કરવા માટે
- સર્વિસની અસર જાણવા માટે
- કોમ્યુનીટી રિસોર્સની માહિતી મેળવવા માટે
- સર્વિસ વિશે કોમ્યુનીટીનો અભિપ્રાય જાણવા માટે
- કોમ્યુનીટીના સ્પેસિફિક હેલ્થ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે
ઈન્ટરવ્યુના પ્રકાર
1.ઈન્ટ્રોડક્ટરી ઈન્ટરવ્યુ
- આ પ્રથમ ઇન્ટરવ્યુ છે જે કોમ્યુનીટી હેલ્થ નર્સ દ્વારા દર્દી તેમજ ફેમીલી મેમ્બર પાસેથી ઇન્ટ્રોડક્શન મેળવવા અને આઇ.પી.આર. સ્થાપવા માટે કન્ડક્ટ કરવામાં આવે છે. આમાં મિત્રતાભર્યું વાતાવરણ બનાવવુ એ ઇન્ટરવ્યુનો મહત્વનો રોલ છે.
2.ફેક્ટ ફાઇન્ડિંગ ઈન્ટરવ્યુ
- આ ઈન્ટરવ્યુ પેશન્ટ, ફેમીલી અને કોમ્યુનીટીના હેલ્થ પ્રોબ્લેમ્સની હકીકત જાણવા માટે કન્ડક્ટ કરાય છે. દા.ત એક કુટુંબમાં વધારે બાળકોની સંખ્યા પાછળનુ કારણ પુત્ર ઇચ્છા છે.
3.ઈન્ફોર્મેટીવ ઈન્ટરવ્યુ
- આ ઈન્ટરવ્યુ દ્વારા જે સારવાર મળે છે તેનો સ્વીકાર કે અસ્વીકાર થાય છે કે કેમ તેની માહિતી મળે છે.
4.થેરાપ્યુટીક ઈન્ટરવ્યુ
- ટ્રીટમેન્ટ આપવા માટે આ પ્રકારની મેથડનો ઉપયોગ કરાય છે.
5.ઈવાલ્યુટીવ ઈન્ટરવ્યુ
- ટ્રીટમેન્ટ આપ્યા પછી આ મેથડનો ઉપયોગ કરાય છે.દા.ત સ્ત્રી ઓપરેશન પછી ફોલો-અપ કરવુ.
ફેઝ ઓફ ઈન્ટરવ્યુ (ઈન્ટરવ્યુ પ્રોસેસના તબક્કા)
ઈન્ટરવ્યુ પ્રોસેસના ફેસને નીચે મુજબ ૩ પ્રકારમાં વહેચવામાં આવે છે.
1.પ્રાયમરી ફેઝ
- ઈન્ટરવ્યુના હેતુથી ક્લિયર રહેવું.
- ઉપલબ્ધ માહિતીના આધારે ઈન્ટરવ્યુ સંબધિત માહિતી ભેગી કરવી.
- ઈન્ટરવ્યુ લેનાર વિશે માહિતી ભેગી કરવી દા.ત. ટેવ, આરોગ્ય, કામનું સ્થળ
- ઈન્ટરવ્યુ માટે સેલ્ફ પ્રીપરેશન કરવુ.
- ઈન્ટરવ્યુ માટે જરૂરી મટીરિયલ્સ ભેગુ કરવુ્
2.પરફોર્મન્સ ફેઝ
- કોન્ટેક્ટ સ્થાપવો
- ઇન્ટ્રોડક્શન આપવુ
- ઈન્ટરવ્યુઅરને આવકારવું
- પાયાની માહિતી આપવી
- જરૂર પડ્યે પ્રાયવસી આપવી
- પ્રશ્નો પુછવા મિત્રતાભર્યું વાતાવરણ જાળવવું
- માહિતી કોન્ફીડન્સમાં રહે તે રીતે પ્રશ્નો પુછવા
- પ્રોત્સાહન આપે તેવા ટુંકા પ્રશ્નો પુછીને ઈન્ટરવ્યુઅરને જવાબ આપવા પ્રોત્સાહીત કરવું
- રીકોલીંગ: જો રીસપોન્ડન્ટ જે ટોપીક છે તેનાથી વિપરીત જાય તો તેને રીમાઇન્ડ કરી મુળ ટોપીક પર પાછો લાવવો.
- કોઈ વાત છુપાવવાની કોશિશ કરે તો સાચી હકીકત જાણવાની કોશિશ કરવી.
3.ફાઇનલ ફેઝ
- નેચરલ વાતમાં ઈન્ટરવ્યુ સંક્ષેપ કરવુ.
- જરૂરીયાત પ્રમાણે માહિતી રેકોર્ડ કરવી.
- પ્રોબ્લેમ જાણી નર્સિંગ કેર આપવી.
- ઈન્ટરવ્યુ પુરૂ થયા પછી ફોલો અપ કરવુ.
- ઈન્ટરવ્યુ પછી વ્યક્તિ, કુટુંબ અને કોમ્યુનીટીમાં થયેલા ચેન્જીસ તપાસવા.
ફોકસ ગ્રુપ ડિસ્કસન (FGD)
- FGD એ માર્કેટ રીસર્ચનો પાર્ટ છે. આની અંદર કોમ્યુનિકેશન અને સોશીયલ સાયકોલોજીની થીયરી એપ્લાય કરવામાં આવે છે. તેમાં લોકો એકસરખા બેકગ્રાઉન્ડ ધરાવતા અને અનુભવી હોય છે.
હેતુઓ
- કોઇ એક ટોપીક ઉપર કે ઇસ્યુ ઉપર મંતવ્યો ભેગા કરવા માટે
- પ્રાદેશીક ભાષા અને એક્સપ્રેશનથી ડિસીઝ કે ઇલનેસને ડિસ્ક્રાઇબ કરી શકાય છે.
- જે સર્વે આંકડાકીય રીતે વર્ણવી ના શકાય તેને સમજાવવા માટે.
મટીરીયલ
- પોસ્ટર
- ટેપ રેકોર્ડર
- વિડીયો રેકોર્ડર
- સ્ટેશનરી એન્ડ અધર એઈડ
પ્રોસિઝર ફોર કન્ડક્ટિંગ FGD
- સૌપ્રથમ સરખા ગ્રુપ ધરાવતા લોકોના ગ્રુપને ઓળખો
- નક્કી કરેલા ટાઇમ અને પેલેસ પર આવવા માટે ગ્રુપ મેમ્બરને આમંત્રીત કરો.
- સેશન માટે પોતાની જાતને તૈયાર કરો.
- આખા સેશન દરમિયાન સાંભળવા માટે અને ઓબઝર્વેશન માટે સતર્ક રહેવું.
- નક્કી કરેલા સ્થળે સમય કરતા પહોંચી પાર્ટીસીપન્ટનું વેલકમ કરવુ.
- જ્યાં સુધી ગ્રુપ ડિસ્કશનનુ ઓપનીંગ ના થાય ત્યા સુધી બોલવાનુ ચાલુ કરવુ નહી.
- સૌપ્રથમ પોતાનું ઈન્ટ્રોડક્શન આપી ગ્રુપ મેમ્બરને પણ તેના સેલ્ફ ઈન્ટ્રોડક્શન માટે કહેવુ.
- ગ્રુપ મેમ્બરને પોસ્ટર કે પીક્ચર બતાવવા.
- ગ્રુપને સમજાવવુ કે ડિસ્કશનનો મુખ્ય હેતુ પોસ્ટરમાં બતાવેલ પીકચર વિશે તમામનો મત જાણવાનો છે.
- ગ્રુપ ડિસ્કશનમાં જ્યારે મેમ્બર થાકેલા જણાય ત્યારે અંત તરફ આવવુ.
- અંતમાં દરેક પાર્ટીશીપન્ટનો આભાર માનવો અને રિફ્રેશમેન્ટ કરવુ્
કેસ સ્ટડીઝ
- ફોકસ ગ્રુપ ડિસ્કશનમાં નોર્મલી ૬ થી ૧૨ લોકોને એકસાથે લઈને કોઈપણ ટોપીક પર ગાઇડ કરવામાં આવે છે,જ્યારે કેસ સ્ટડીમાં કોઇ પણ એક સબજેક્ટને ઉંડાણપુર્વક જાણવામાં આવે છે.જેથી નોલેજ મળી શકે.કેસ સ્ટડી જુદા જુદા પ્રકારની હોય છે, જેમ કે ઈલ્યુસ્ટ્રેટીવ, ક્યુમ્યુલેટીવ, ક્રિટિકલ, એક્સ્પોલેટરી વગેરે.
- કેસ સ્ટડીમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
- જે સબજેક્ટનો અથવા પરિસ્થિતિનો કેસ લીધો છે તેને ઉંડાણ પુર્વક વાંચો અને એક્ઝામીન કરો.
- કોર્સ રિડિંગનો રિવ્યુ જાણો, ડિસ્કશન કરો, રિસર્ચ કરો.
- બેસ્ટ સોલ્યુશન સિલેક્ટ કરો.
PLA (પાર્ટિસીપેટરી લર્નિંગ ફોર એક્શન)
- PLA અને CNA એક જ છે હાલમાં અમુક ફેરફાર કર્યા હોવાથી PLA ના બદલે CNA નો ઉપયોગ કરવામાં આવે છે.
વ્યાખ્યા
- શૈક્ષણિક પદ્ધતિઓની વિશાળ શ્રેણી દ્વારા સમુદાય સાથે વિચાર વિમર્શ કરવાની પ્રક્રિયાને PLA કહેવામાં આવે છે.
આ એપ્રોચને ત્રિપલ A એપ્રોચી પણ કહેવામાં આવે છે.
- A- એસેસમેન્ટ ઓફ કોમ્યુનિટી
- A- એક્શન ટેકન ફોર ચેન્જ
- A- એનાલિસિસ
PLA ની પધ્ધતિ દ્વારા ટુંકા સમયમાં જ સમાજ સાથે ચર્ચા અને સહભાગી શિક્ષણથી આરોગ્યને લગતી માહિતી એકત્રીત કરવામાં આવે છે. સામાન્ય રીતે ટુંકા સમયમાં આરોગ્યની બધી જ માહિતી એકત્ર કરી શકાતી નથી તેથી PLA નો ઉપયોગ કરીને આરોગ્યના જુદા જુદા કાર્યક્રમોને અસરકારક બનાવી શકાય છે.
એનાલિસિસ ઓફ ડેટા (ડેટાનું પૃથક્કરણ)
- ભેગા કરેલા ડેટા ઉપર પૃથક્કરણ કરીને તેને જુદા જુદા તારવવામાં આવે છે પછી તેને ઈન્ફોર્મેશન કહે છે. એકત્રીત કરેલા ડેટાના વિશ્લેષણ, સમુદાયની વિવિધ જરૂરિયાતોને લગતી માહિતી પ્રદાન કરે છે. અગ્રતાના આધારે આવશ્યકતાઓની સુચી તૈયાર કરી શકાય છે અને સમુદાયના આરોગ્યને સુધારવા માટે વધુ અસરકારક પગલાં લઇ શકાય છે.
ડેટાનું એનાલાયસીસ નીચે મુજબ કરી શકાય.
1.ડેટા ગોઠવવાનું
- વ્યવસ્થિત ડેટા મેળવવા માટે, સંગઠિત આકારણી માટે ફ્રેમવર્કનો ઉપયોગ કરો. આકારણી, ડેટાના વ્યવસ્થિત સંગ્રહ અને દસ્તાવેજ માર્ગદર્શન માટે ઘણા ફ્રેમવર્ક ઉપલબ્ધ છે. ફ્રેમવર્ક યોગ્ય માહિતીની અવગણનાને રોકવામાં મદદ કરે છે અને ડાયગ્નોસ્ટિક તબક્કામાં ડેટા વિશ્લેષણમાં વધારો કરે છે.
2.ડેટાને માન્યતા આપવી
- એકત્રિત કરેલી માહિતીને માન્યતા અથવા ક્રોસ-ચેકિંગ એ સુનિશ્ચિત કરે છે કે એકત્રિત માહિતી તથ્યપૂર્ણ છે કે સાચી. એકત્રિત આકારણી ડેટાની ચોકસાઈની પુષ્ટિ કરવાની પ્રક્રિયા છે. ડેટા એકત્રિત કરતી વખતે, નર્સને ઘણી માહિતીઓ અને સૂચનો મળે છે. વેલીડેશન નર્સને કડીઓ અને નિર્દેશોની ચોકસાઈને સ્પષ્ટ કરવામાં સહાય કરે છે. સુસંગત કડીઓ અને યોગ્ય સૂચનો ઓળખવા માટે, નર્સને આકારણી કુશળતા અને અનુભવ તરીકે અદ્યતન નોલેજ હોવું આવશ્યક છે.
એકત્રીત ડેટાનું વેલીડેશન નીચે મુજબ કરી શકાય છે :
- એકત્રીત ડેટાને ફરીથી તપાસો.
- વ્યક્તિલક્ષી ડેટાની હકીકતની પુષ્ટિ કરો
- એકત્રીત ડેટાને તપાસવા માટે કેટલાક અન્ય નિષ્ણાત અથવા તમારા સુપરવાઇઝરને કહો.
- ક્લાયંટ અને કુટુંબના સભ્યો સાથેના નિરીક્ષણો દ્વારા ક્લાયંટના નિવેદનો સ્પષ્ટ કરો.
- કોઈપણ અસ્પષ્ટ નિવેદનો સ્પષ્ટ કરો.
- નોલેજ અને કુશળતા વધારવા માટે ટેક્સ્ટ બુક, જર્નલો, સંશોધન, અધ્યયન જેવા સંદર્ભોનો ઉપયોગ કરો.
3.રેકોર્ડિંગ ડેટા
- આકારણીના તબક્કાને પૂર્ણ કરવા માટે, મહત્વપૂર્ણ રેકોર્ડિંગ જરૂરી છે. એકત્રીત ડેટાની રેકોર્ડિંગ વ્યવસ્થિત રીતે થવી જોઈએ તે ઉપલબ્ધ સુવિધાના આધારે અલગ-અલગ રીતે થઈ શકે છે અથવા કમ્પ્યુટરમાં પણ કરી શકાય છે, નર્સએ ખાતરી કરવી આવશ્યક છે કે દસ્તાવેજીકરણ એક્સેસિબલ, સમજી શકાય તેવું સંપૂર્ણ અને સુવાચ્ય છે કે નહી.
કોમ્પ્યુટરાઇઝ્ડ રેકોર્ડની સુવિધા
- રેકોર્ડની ગતિ વધારે હોય છે.
- માહિતીમાં ચોકસાઈ હોય છે.
- માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે.
- ડેટાની પુનઃપ્રાપ્તિ કરી શકાય છે.
- ડેટાનું પુનરાવર્તન જરૂર હોય ત્યારે કરી શકાય છે.
- તે ડેટાના આંકડાકીય વિશ્લેષણને વધારે છે.
પ્રિપરેશન ઓફ રિપોર્ટ (અહેવાલની તૈયારી)
- ડેટાના વિશ્લેષણ પછી, કોઈ નર્સએ પ્રારંભિક જરૂરિયાતોનો અહેવાલ તૈયાર કરવો પડશે.
તેમાં નીચેના પગલાંઓનો સમાવેશ થાય છે.
1.આરોગ્યની સમસ્યાઓ અને જરૂરિયાતોની ઓળખ
- સમુદાયની આરોગ્ય સમસ્યાઓ અને આરોગ્યની જરૂરિયાતોને ઓળખવા માટે વિવિધ અભિગમોનો ઉપયોગ કરી શકાય છે. જેમાં નીચેની બાબતો સામેલ છે.
- સમુદાયની જરૂરિયાતનું મૂલ્યાંકનબેઝ લાઇન સર્વેક્ષણ અને ડેટાનુ વિશ્લેષણ.
- પી.એચ.સી. અને સબસેન્ટરના રેકોર્ડની તપાસ કરવી.
- વિસ્તારમાં સામાન્ય રોગોને લગતા ચોક્કસ પ્રશ્નો.
- જન્મ, મૃત્યુ. અપંગતા, કામ કરવામાં નિષ્ફળતાવગેરે સંબંધિત પ્રશ્નો.
2.સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પ્રાથમિકતાઓ નક્કી કરવી
- સ્વાસ્થ્ય સમસ્યાઓમાં અગ્રતા સંબંધો નક્કી કરવા માટે ચાર માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે.
A. ફ્રિકવન્સી : જે સમસ્યા વારંવાર થાય છે.
B.સિરિયસનેસ : વ્યક્તિઓ અને સમાજ માટે સમસ્યાની ગંભીરતા
C.અર્જન્સી: સમસ્યાની તાકીદ
D. ફેસિબિલિટી : નાણાંકીય સંસાધનની મર્યાદામાં સમસ્યાને નિયંત્રિત કરવાની શક્યતા
3.આયોજન અને સમસ્યાનું સમાધાન
- આયોજન કરવામાં ઉદ્દેશ્ય નક્કી કરવાના પ્રશ્નો, અને સમસ્યાનું સમાધાન અથવા સમુદાયની જરૂરિયાતોને વ્યાખ્યાયિત કરવાના પ્રશ્નો સામેલ છે.
4.સ્વાસ્થ્ય સર્વેનો અહેવાલ તૈયાર કરવો
- અહેવાલ સુવ્યવસ્થિત રીતે નીચે મુજબની માહિતી મેળવીને કરી શકાય જેમાં ધરેલુ સર્વેક્ષણ, સંબંધિત એજન્સીઓ (પીએચસી, સબસેન્ટર, હોસ્પિટલ, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસવગેરે) પર ઉપલબ્ધ રેકોર્ડસ, અહેવાલો પર આધારિત અને વિસ્તારના પ્રભાવશાળી વ્યક્તિઓની પુછપરછ દ્વારા (પંચાયત સભ્યો. શાળા શિક્ષકો, સ્થાનિક આગેવાનો, નિવૃત્ત વ્યક્તિઓ વગેરે).
A. વિસ્તાર વિષયક લાક્ષણિકતાઓ
એરિયાની લાક્ષણિકતાઓ દર્શાવવા માટે નીચેની સુવિધાઓનો દર્શાવી નકશો તૈયાર કરો.
- ભૌગોલીક સીમાઓ
- વહીવટી સીમાઓ
- આંતરિક માર્ગ સિસ્ટમ
- નદીઓ, નહેરો, તળાવો, વગેરે.
- વિસ્તારમાં સમાવિષ્ટ ગામો
- શાળાઓ, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, બ્લોક મુખ્યાલય, વગેરે.
B. વસ્તી વિષયક લાક્ષણિકતાઓ
- વસ્તી લાક્ષણિકતાઓ
- કુલ વસ્તી, પરિવારોની સંખ્યા
- કૌટુંબિક પ્રકાર અને કદ
- વય, આવક, વ્યવસાય, શિક્ષણ, વંશીય જૂથ વગેરે દ્વારા વસ્તીનું વર્ગીકરણ
- મહત્વપૂર્ણ અને આરોગ્યનાં આંકડા (જન્મ દર. મૃત્યુદર, શિશુ મૃત્યુદર, વિકૃતિકરણ દર, વગેરે)
- ટારગેટ વસ્તીની લાક્ષણિકતાઓ
- 5 વર્ષથી ઓછી વયના સંવેદનશીલ વસ્તીના બાળકો, 14-45 વર્ષના પ્રજનન વય જૂથની
- મહિલાઓ, વિકલાંગો, વૃદ્ધો, વગેરે
- વિશેષ સુવિધાઓ અને લાક્ષણિકતાઓ
C. પર્યાવરણીય લાક્ષણિકતાઓ
- પાણી પુરવઠા સ્ત્રોતો
- વિસર્જન નિકાલની પદ્ધતિઓ
- કચરાના નિકાલ કરવાની પદ્ધતિઓ
- આવાસની સ્થિતિ (રહેવાની જગ્યા, સુવિધાઓનો પ્રકાર)
- જંતુઓ, ઉંદરો અને પ્રાણીઓ
D. સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ
- હાલની તબીબી સુવિધાઓ (હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, ક્લિનિક્સ, વગેરે)
- હાલની શૈક્ષણિક સુવિધાઓ
- વ્યવસાયિક જૂથો
- પરંપરાઓ
- સામાજિક જીવન (ક્લબ, પુસ્તકાલયો વગેરે)
- સહકારી ગ્રુપ
- મેળાઓ અને તહેવારો
- સામુદાયિક સંસાધનો
E. આરોગ્ય સમસ્યાઓ
- અગ્રતાના ધોરણે આરોગ્યની મુખ્ય સમસ્યાઓ અને જરૂરિયાતોની અનુભૂતિ
- ચાલુ સ્વાસ્થ્ય કાર્યક્રમો
- આરોગ્ય સેવાઓનો ઉપયોગ
F. લોકોનું આરોગ્ય વિશેનું નોલેજ
- રોગ અને તેના નિવારણ અંગેનું નોલેજ
- કુટુંબ આરોગ્ય પ્રત્યે નોલેજ અને વલણ
- વ્યક્તિગત સ્વચ્છતા વિશે નોલેજ
- ખોરાક અને પોષણ વિશે નોલેજ
- આરોગ્ય એજન્સીઓ વિશે નોલેજ
G. સામુદાયિક સંગઠન
- સગપણ અને જાતિ સંગઠન
- સ્વૈચ્છિક આરોગ્ય સંસ્થાઓ
- સમુદાયની આકારણી
- સ્વૈચ્છિક કલ્યાણ સંસ્થાઓ
- સ્થાનિક ચિકિત્સકો અને વ્યવસાયિકો (વૈદ, હકીમ, ડેઇઝ, જાદુઈ ઉપચાર કરનાર)
H. કોમ્યુનિકેશનની ચેનલો
- સંદેશાવ્યવહાર માટેની ચેનલો (સત્તાવાર અને બિન-સત્તાવાર, સામાન્ય બજાર સ્થળો, સંદેશાવ્યવહારનું પરંપરાગત મીડિયા
i.નેતાઓ
- ઔપચારિક નેતાઓ (ધારાસભ્યો, સાંસદો, પંચાયત સભ્યો, મકાન માલિકો, ટ્રેડ યુનિયનના નેતાઓ,
- અનૌપચારિક નેતાઓ (નિવૃત્ત વ્યક્તિઓ, શાળાના શિક્ષકો, સામાજિક કાર્યકરો)
J. સમુદાયના સંસાધનો
હેલ્થ રેકોર્ડ્સ
- રેકોર્ડસ એટલે કે લેખિત પુરાવો કે જેની અંદર બની ગયેલા બનાવોની નોંધ રાખવામાં આવે છે. રેકોર્ડ પરથી ભુતકાળની બનેલી બધી જ બાબતો અંગેની માહીતીઓ મેળવી શકીએ છીએ. દરેક હેલ્થ સ્ટાફની ફરજ બને છે કે રેકોર્ડસ ચોક્સાઈથી રાખવા જોઈએ અને તે જરૂર પડે ત્યારે મળી રહે તેવા હોવા જોઈએ. આરોગ્ય ને લગતી બાબતોના અનેક રેકોર્ડસ રાખવામાં આવે છે. દા.ત. એડમિશન રેકોર્ડ, રસીકરણ રેકોર્ડ, બાળકનો ગ્રોથ રેકોર્ડ વગેરે.
વ્યાખ્યા
- હેલ્થ રેકોર્ડ તે લીગલ ડોકયુમેન્ટ છે અને કાયદાકીય જરૂરીયાત માટેની તેની ખુબ જ ઉપયોગીતા છે.
રેકોર્ડ રાખવાના હેતુઓ
- રેકોર્ડસ એક લીગલ ડોકયુમેન્ટ છે અને કાયદાકીય જરૂરીયાત માટે તેની ખુબ જ ઉપયોગીતા છે.
- રેકોર્ડરા દ્વારા વર્કર વચ્ચેનું કમ્યુનિકેશન જળવાઈ રહે છે.
- રેકોર્ડસ દ્રારા વર્કરના કાર્યનું રીપીટેશન થતુ અટકે છે.
- રેકોર્ડસ દ્વારા હેલ્થ કંડિશનનો અભ્યાસ કરી શકાય છે.
- ભવિષ્યના પ્લાનિંગ માટે પણ રેકોર્ડસ દ્રારા આધારભુત માહીતી મળી રહે છે.
- રેકોર્ડસ દ્રારા આંકડાકીય માહીતી મળી રહે છે.
- રેકોર્ડસ દ્વારા ચોક્કસ સમયમાં કેટલુ કામ થયું તે જાણી શકાય છે.
- રેકોર્ડસ પરથી મૂલ્યાંકન થઈ શકે છે.
- રેકોર્ડસ દ્રારા કાર્યની પ્રગતિ જાણી શકાય છે.
- રેકોર્ડસ સંશોધન(રીસર્ચ) માટે જરૂરી છે.
- આરોગ્ય સેવાઓ અંગેની સચોટ માહીતી રેકોર્ડસ દ્વારા મળી શકે છે.
- રેકોર્ડસ દ્વારા વ્યક્તિ, પરિવાર કે સમુદાય ને આરોગ્ય સંભાળ પુરી પાડવામાં મદદ કરે છે.
- રેકોર્ડસ દ્વારા કર્મચારીને પોતાની જવાબદારીઓનો ખ્યાલ આવે છે.
- રેકોર્ડસ એ સમુદાયના માધ્યમ તરીકે કામ કરે છે. તેમજ આરોગ્ય કાર્યકર અને સમુદાય વચ્ચે હેલ્થ નીડ પુરી પાડવામાં માર્ગદર્શક બને છે.
- રેકોર્ડસના કારણે વારંવાર થતી ભુલો અટકાવી શકાય છે.
પ્રિપેરેશન ઓફ રેકોર્ડ્સ
- રેકોર્ડસમાં કોઈ પણ ગંભીર બાબતની નોંધ વ્યવસ્થિત અને વિગતવાર હોવી જોઈએ.
- રેકોર્ડસની દરેક બાબત પુરાવા સાથેની હોવી જોઈએ.
- રેકોર્ડસ હંમેશા સ્વચ્છ અક્ષરે સારામાં સારા કાગળમાં સ્વચ્છ અક્ષરે લખાયેલો હોવો જોઈએ.
- રેકોર્ડસમાં સ્ટાન્ડર્ડ એબ્રીવેશન વાપરવા જોઈએ અને તે વ્યવસ્થિત લખાયેલો હોવો જોઈએ.
યુઝ ઓફ રેકોર્ડ્સ (રેકોર્ડસની ઉપયોગીતા)
- રેકોર્ડસ રાખવાથી દરેક પ્રકારનુ કમ્યુનિકેશન જળવાઈ રહે છે. અને વ્યક્તિને ખ્યાલ આવે છે કે કાર્ય ક્યાં સુધીનુ થયુ છે. દા.ત. દવાઓ અપાય ગઈ છે તેનો ખ્યાલ આવી શકે છે.
- હોસ્પિટલના દરેક કાર્ય માટે રેકોર્ડીંગની મહત્વ ખુબ જ છે. હોસ્પિટલના કોઈ પણ ડીપાર્ટમેન્ટ રેકોર્ડસ વગર ચાલી શકે નહી.
- દર્દીને સારામાં સારી સેવાઓ આપવા માટે પણ રેકોર્ડ ખુબ જ મદદરૂપ બને છે.
- વ્યક્તિગત, પરિવાર તેમજ કમ્યુનીટીના લોકોને આરોગ્ય સેવાઓ આપવા માટે રેકોર્ડસની મહત્વતા ખુબ જ રહેલી છે.
- રેકોર્ડસ ઉપરથી આરોગ્યના ડેટાઓ, આરોગ્યની પરિસ્થિતિ વગેરેનો ખ્યાલ આવી શકે છે.
- અમુક ચેપી રોગ દા.ત. AIDS જેવા ભયંકર રોગો અંગે માહિતી પણ રેકોર્ડસ પરથી મળી શકે છે.
- આંકડાકીય માહીતી મેળવવા માટે પણ રેકોર્ડસ ખુબ જ મહત્વના છે.
- એક દેશની તંદુરસ્તી બીજા દેશની તંદુરસ્તી સાથે સરખાવવા માટે પણ રેકોર્ડસ ખુબ જ જરૂરી
- આરોગ્ય કાર્યકરે પોતાનું કોઈ પણ કાર્ય કરવાનું હોય તો તેનું ઓર્ગેનાઇઝેશન તેમજ પ્લાનિંગ પણ રેકોર્ડસ ઉપરથી જ કરી શકે છે.
- આરોગ્ય કાર્યકરોએ કમ્યુનિટીમાં પ્રાયોરીટી પ્રમાણે કયું કાર્ય પહેલુ કરવાનું છે, અને કયું કાર્ય પછી કરવાનું છે તે નક્કી કરવા માટે તેમજ અસરકારક સારુ કાર્ય કરવા માટે રેકોર્ડસ ખુબ જ જરૂરી છે.
- નર્સિંગ રીસર્ચ અને મેડીકલ રીસર્ચ માટે પણ રેકોર્ડસ ખુબ જ ઉપયોગી છે.
- કમ્યુનીટીના લોકોને આરોગ્ય શિક્ષણ આપવાનું હોય તો રેકોર્ડસ એક સાધન જેવુ કાર્ય કરે છે. આમ, હેલ્થ રેકોર્ડસ ઉપરથી સમુદાય ના લોકો ના આરોગ્યને લગતી દરેક માહીતી મેળવી શકાય છે. આમ ઉપરોક્ત રીતે હેલ્થ રેકોર્ડસની ઘણી અગત્યતાઓ રહેલી છે.
રેકોર્ડસની જાળવણી
- રેકોર્ડસ માટે વપરાતા પુઠા, ફાઈલ, પેપર અને જરૂરી સ્ટેશનરી લાંબો સમય સુધી સચવાઈ રહે તેવા હોવા જોઈએ.
- રેકોર્ડસ લોક એન્ડ કી માં સાચવીને રાખવા જોઈએ.
- રેકોર્ડસને ભેજવાળા વાતાવરણથી દુર રાખવા જોઈએ.
- રેકોર્ડસનો ઉપયોગ કરતી વખતે તેનું હેન્ડલિંગ કાળજીપૂર્વક કરવું જોઈએ.
- રેકોર્ડસના રજીસ્ટરમાં મોટા અક્ષરે હેડિંગ લખેલુ હોવુ જોઈએ તેમજ તારીખ અને વિકલ્પ પણ લખેલા જોઈએ.
- અમુક સમયના અંતરે જરૂરી રેકોર્ડસનું ઓડીટીંગ થવુ જોઈએ. અને ઉપરી અધિકારીના સહી સિક્કા પણ કરાવવા જોઈએ.
રેકોર્ડના પ્રકાર
રેકોર્ડના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે. જે નીચે મુજબ છે.
1.આંકડાકીય રેકોર્ડસ
- આ પ્રકારના રેકોર્ડસમાં તમામ આંકડાકીય માહીતીની નોંધ રાખવામાં આવે છે. અને કોઈ પણ બાબતમાં કેટલો ઘટાડો કે વધારો થયો તે આ રેકોર્ડસના આધારે જાણી શકાય છે.
2.ઇનફોરમેટિવ રેકોર્ડસ
- આ પ્રકારના રેકોર્ડસમાં દરેક પ્રકારની માહીતી એકત્ર કરવામાં આવે છે. દાત. એડમિશન રજીસ્ટર, દવા રજીસ્ટર, ડાયટ રજીસ્ટર, લીનન રજીસ્ટર વગેરે.
3.ક્યુમ્યુલેટિવ રેકોર્ડ (સંચિત કે એકત્રિત રેકોર્ડસ)
- આ પ્રકારના રેકોર્ડસમાં સમગ્ર રેકોર્ડ કે જેમાં બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. દા.ત. એન્ટીનેટલ રેકોર્ડ કે જેમાં માતાની સમગ્ર માહિતી એટલે કે માતા જ્યારે પ્રેગનેન્ટ બની ત્યારથી શરૂ કરીને ડીલીવરી તેમજ પોસ્ટનેટલ અને બાળકના રસીકરણની માહીતી એક જ કાર્ડમાં સાચવવામાં આવે છે. આ ઉપરાંત એન્ટીનેટલ પીરીયડ દરમ્યાન માતાની ફિજીકલ હેલ્થ. ઇન્વેસ્ટીગેશન, માતાને આપેલ રસીકરણ, માતાને પ્રેગનેન્સીને કારણે પડતી તકલીફો વગેરે બધા જ રેકોર્ડનો આ એન્ટીનેટલ કાર્ડમાં સમાવેશ કરવામાં આવે છે. આમ માતા વિશેની સંપૂર્ણ માહીતી ફક્ત એક કાર્ડમાંથી મળી રહે છે. તેથી ક્યુમ્યુલેટિવ રેકોર્ડ રાખવો, સાચવવો અને સમજવો પણ સરળ બને છે.
- આજ જ રીતે વેલ બેબી ક્લિનિકમાં વપરાતુ ચાઇલ્ડ હેલ્થ કાર્ડ જે બાળકની તમામ માહીતી પુરી પાડે છે. બાળકને કઈ-કઈ રસી અપાઈ ગયેલ છે. કઈ-કઈ રસી આપવાની બાકી છે. બાળકની સંપૂર્ણ તંદુરસ્તીનો ખ્યાલ આ કાર્ડ ઉપરથી આવી શકે છે.
- આ જ રીતે નર્સિંગ સ્ટુડન્ટનો પણ ક્યુમ્યુલેટિવ રેકોર્ડ રાખવામાં આવે છે. જેમાં સ્ટુડન્ટનો સંપૂર્ણ બાયોડેટા, એડ્રેસ, જન્મ તારીખ, એડમીશન તારીખ, રીલીવીંગ ડેટા, દરેક યુનિટ ટેસ્ટ તેમજ ઇન્ટરનલ એકઝામના સબજેક્ટ મુજબ માર્કસ, હેલ્થ રેકોર્ડ, રજા રેકોર્ડ, ક્લિનિકલ અનુભવ વિશેનો રેકોર્ડ વિગેરે માહીતી સ્ટુડન્ટના ક્યુમ્યુલેટિવ રેકોર્ડ પરથી મળી રહે છે.
- આ જ રીતે દર્દીની પર્સનલ હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી, લેબોરેટરી ટેસ્ટ પરિણામો, ફિજીકલ તપાસની માહીતી, સારવાર, નર્સિંગ કેર, પ્રોગ્રેસ નોટ અને ડિસ્ચાર્જનો સમય વગેરે બધી બાબતોનુ વર્ણન એટલે દર્દીનો ક્યુમ્યુલેટિવ રેકોર્ડ દરેક પ્રકારની માહીતી દર્દીના આ રેકોર્ડ પરથી મળી રહે છે.
પેશન્ટ હોસ્પિટલ & હેલ્થ સેન્ટર રેકોર્ડ્સ
- દર્દીની પર્સનલ હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી, લેબોરેટરી ટેસ્ટ પરિણામો, ફિજીકલ તપાસની માહીતી, સારવાર, નર્સિંગ કેર, પ્રોગ્રેસ નોટ અને ડિસ્ચાર્જનો સમય વગેરે બધી બાબતોનું વર્ણન એટલે દર્દીનો હોસ્પિટલ રેકોર્ડજેમાં નીચેના રેકોર્ડ નો સમાવેશ થાય છે.
1) આઉટડોર પેશન્ટ કેસ
- નામ
- ઉંમર
- સરનામું
- જાતિ
- તારીખ
- રજીસ્ટર નંબર
- દર્દીની બીમારીની ટુંકી વિગતો
- સારવાર
2) ઇન્ડોર કેસ પેપર
- નામ
- ઉંમર
- સરનામું
- દાખલ તારીખ
- દાખલ સમય
- ફેમિલી હિસ્ટ્રી
- દર્દીની હેલ્થ વિષેની પાસ્ટ હિસ્ટ્રી
- હાલની બીમારી વિષેની માહિતી
- હેલ્થ ડેબિટ
- જનરલ તપાસનો રેકોર્ડ
- સારવાર
- પ્રોગ્રેસ નોટ
- ડિસ્ચાર્જ નોટ
- ડિસ્ચાર્જ સમયે દર્દીની સ્થિતિ
3) ડોક્ટર ઓર્ડર શીટ
- જનરલ તપાસનો રેકોર્ડ
- સારવાર
- પ્રોગ્રેસ નોટ
4) અધર રેકોર્ડ
- બ્લડ પ્રેશર
- બોવેલ અને બ્લાડર રેકોર્ડ
- ઇંજેક્શન
- ઓપરેશન તારીખ અને સમય
- ઓપરેશન નોટ
- ફોલો અપ
5) લેબોરેટરી રિપોર્ટ
6) ડાયટ શીટ
7) ડિક્લેરેશન ફોર્મ
8) એક્સ રે રિપોર્ટ
9) અધર ઇન્વેસ્ટિગેશન ફોર્મ
10) ઇનટેક આઉટપુટ ચાર્ટ
11) એનેસ્થેસીયા રિપોર્ટ
12) રેફ્રરન્સ નોટ
13) બાયો વેસ્ટ રેકોર્ડ
(14) સ્પેશિયલ રેકોર્ડ ઓફ ગર્વનમેન્ટ હોસ્પિટલ
- (a) રેફ્રન્સ કાર્ડ
- (b) મોરચ્યુરી કાર્ડ
- (c) ક્લીનીક કાર્ડ
- (d) ડેથ એન્ડ બર્થ રેકોર્ડ
- (e) રીટર્ન કન્સન્ટ ફોર્મ
- (f) પોસ્ટ મોર્ટમ રિપોર્ટ
- (g) M.L.C કેસ રેકોર્ડ
(15) નર્સિંસ રેકોર્ડ
- નર્સિસ રેકોર્ડ એ નર્સ દ્વારા જાળવવામાં આવે છે. આ રેકોર્ડ સંપૂર્ણ, સાચો, સમજાય શકે તેવો, મિનિગફૂલ હોવો જોઈએ.
સામાન્ય રીતે નર્સ દ્વારા નીચેના રેકોર્ડસ મેઇનટેઇન કરવામાં આવે છે.
- (a) TPR ચાર્ટ
- (b) ઇનટેક આઉટપુટ ચાર્ટ
- (c) નોટ ઓફ ટ્રીટમેન્ટ ગીવન
- (d) નર્સિંગ કેર
- (e) ઓબ્ઝર્વેશન રિપોર્ટ
- (f) પેશન્ટ ઓવર બુક
મેકિંગ ઓફ ધ રેકોર્ડસ
- હોસ્પિટલ રેકોર્ડસ મેઇનટેઈન કરવા માટે હેલ્થ ટીમની દરેક વ્યક્તિઓ ઉપરાંત ઘણી વ્યક્તિઓનો ફાળો હોય છે. દર્દીના એડમિશનથી માંડીને ડિસ્ચાર્જ સુધી ડોક્ટર, નર્સ, ફિજયોથેરાપિસ્ટ, ડાયટીશયન વગેરે દ્વારા દર્દીનો રેકોર્ડ મેઇન્ટેઈન કરવામાં આવે છે.
પ્રિન્સિપાલ ઓફ રેકોર્ડ કીપીંગ (રેકોર્ડ સાચવવાના સિદ્ધાંતો)
- રેકોર્ડસ કમ્પલિટ, મિનિગ ફૂલ, કરેકટ અને એકઝેટ હોવો જોઈએ. રેકોર્ડસ ક્લીન, સુરક્ષિત, અપ ટુ ડેટ, એક્યુરેટ અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોવો જોઈએ.
- રેકોર્ડસ હંમેશા સાચા અને અપ ટુ ડેટ હોવા જોઈએ.
- રેકોર્ડસ હંમેશા તરત જ લખાયેલા હોવા જોઈએ.
- રેકોર્ડસ ટૂંકા તથા પુરતી માહિતી સભર હોવા જોઈએ.
- રેકોર્ડસ હંમેશા સાદી ભાષામાં અને બીજાથી સહેલાઇથી સમજી શકાય તે રીતે લખાયેલા હોવા જોઈએ. રેકોર્ડસમાં હંમેશા સ્ટાન્ડર્ડ એબ્રિવેશન નો જ ઉપયોગ થવો જોઈએ
- રેકોર્ડસ લખતા પહેલાં હંમેશા તારીખ લખેલી હોવી જોઈએ
- રેકોર્ડસ હંમેશા યોગ્ય પ્રાયોરીટીમાં લખાયેલો હોવો જોઈએ.
- રેકોર્ડસ લખાયા બાદ રેકોર્ડસ લખનારની સાઇન ખાસ હોવી જોઈએ અધિકારીની સહી હોવી જોઈએ
- રેકોર્ડસમાં ક્યારેય ચેક ચાક ન હોવી જોઈએ.
- જયારે આંકડાકીય રેકોર્ડસ હોય ત્યારે આંકડા વ્યવસ્થિત રીતે લખાયેલા હોવા જોઈએ.
- રેકોર્ડસ હંમેશા સલામત જગ્યાએ રાખવા.
- અગત્યના તથા લીગલ રેકોર્ડસ હંમેશા લોક એન્ડ કી માં રાખવા જોઈએ.
- રેકોર્ડસ રજીસ્ટરમાં આલ્ફા બેટીકલ અથવા નંબર અનુસાર હોવા જોઈએ.
- રેકોર્ડસમાં કોઈ પણ ગંભીર બાબતની નોંધણી વ્યવસ્થિત અને વિગતવાર હોવી જોઈએ.
- રેકોર્ડસની દરેક બાબત પુરાવા સાથે હોવી જોઈએ.
- રેકોર્ડસ સ્વચ્છ અક્ષરે ચેકાચેક વગર લખાયેલા હોવા જોઈએ.
- રેકોર્ડસ લખતી વખતે બહુ ઝીણા અક્ષર કાઢવા નહી અને સહેલાઈથી ઉકેલી શકે તેવા લખવા.
- રેકોર્ડસ ભેજ, ઉધઈ, ઇન્ફેશન વગેરેથી બચાવીને સાચવીને રાખવા જોઈએ.
રેકોર્ડસનો કાયદાકીય રીતે ઉપયોગ
- બરાબર રીતે નોંધાયેલ તમામ પ્રકારની માહિતી કાયદાકીય રીતે ખુબ જ ઉપયોગી થાય છે. દા.ત. ફેમીલી પ્લાનિંગના ઓપરેશન દરમિયાન અથવા તો પછી જો દર્દીનું મૃત્યુ થાય તો તમામ ઈન્વેસ્ટીગેશન સાથે કેસ પેપર વગેરે રેકોર્ડસ સાચવવા જરૂરી બને છે.
- કોઈપણ આરોગ્ય કાર્યકર જો બરાબર કાર્ય કરતા ન હોય તો તેમને આપેલી યાદી(મેમો) પણ લીગલી જરૂરી રેકોર્ડસ બને છે.
- હેલ્થ વર્કરના પ્રોટેક્શન માટે પણ હેલ્થ રેકોર્ડસ જરૂરી છે. દા.ત. સ્ટરીલાઈઝેશન
- કોઈપણ રસીકરણ અને વેક્સીન આપવા છતાં રોગ થાય તો રેકોર્ડસ પુરાવા તરીકે સાબિત થઇ શકે છે.
- એકસીડન્ટ, મારામારી વગેરેના કેસમાં MLC રજીસ્ટર તથા કેસ પેપર લીગલ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગી બને છે.
રેકોર્ડસને જાળવવા માટેની પધ્ધતિઓ
- હેલ્થ રેકોર્ડને જાળવવા માટે હેલ્થ ટીમની દરેક વ્યક્તિઓ ઉપરાંત ઘણા લોકોનો ફાળો હોય છે. હોસ્પિટલમાં દર્દીના એડમીશનથી માંડીને ડીસ્ચાર્જ સુધી ડોક્ટર, નર્સ, ફીઝીયોથેરાપીસ્ટ, ડાયેટીશીયન વગેરે દ્વારા દર્દીનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે. એવી જ રીતે કોમ્યુનીટીમાં સર્વેથી માંડીને સારવાર સુધી ડોક્ટર, પબ્લિક હેલ્થ નર્સ, ફિલ્ડ હેલ્થ વર્કર્સ, આંગણવાડી કાર્યકરો, વગેરે દ્વારા દર્દી તેમજ તેના પરિવાર ના સભ્યોનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે.
રેકોર્ડસના મુખ્યત્વે ત્રણ ટાઇપ જોવા મળે છે.
(૧) ફોલ્ડર ટાઇપ રેકોર્ડસ
- આ ફોલ્ડર જે ઘણું પહોળું હોય છે. જે કોથળી જેવું મોટું ફોલ્ડર હોય છે. જેમાં વ્યક્તિના દરેક પેપર્સ રાખવામાં આવે છે. દા.ત. એક ફેમિલીની દરેક પ્રકારની માહિતી એક ફોલ્ડરમાં રાખી શકાય છે. જેને ફેમીલી ફોલ્ડર કહેવામાં આવે છે.
- PHC લેવલ પર દરેક ફેમીલીના અલગ અલગ ફોલ્ડર બનાવવામાં આવેલા હોય છે. આ ફોલ્ડરની અંદર દરેક વ્યક્તિના હેલ્થ કાર્ડનો સમાવેશ કરાય છે. દા.ત. કોમ્યુનીટીમાં એન્ટીનેટલ મધરને અપાતી કેર અને ફેમિલીના બાળકોના રસીકરણ કાર્ડ સાચવવામાં આવે છે. આમ, આ ફેમિલીની દરેક માહિતી આ એક જ ફોલ્ડરમાંથી મળી રહે છે. ઘણી વખત વ્યક્તિના અલગ અલગ ફોલ્ડર પણ બનાવવા પડે છે. દા.ત. વિદ્યાર્થીઓના ફોલ્ડર, સ્ટાફના ફોલ્ડર, એન્ટીનેટલ મધરના ફોલ્ડર વગેરે.
(૨) ફાઈલ ટાઇપ રેકોર્ડસ
- દરેક દર્દીની અલગ ફાઈલ હોય છે. ફાઈલ પેજ પર દર્દીની
- માહિતી ટૂંકમાં લખાયેલ હોય છે અને જરૂરી ઇન્વેસ્ટીગેશન રીપોર્ટસ, કેસ પેપરમાં આપવામાં આવતી સારવાર, ફોર્મસ, ડીસ્ચાર્જ કાર્ડ વગેરેનું ફાઈલીંગ કરાય છે.
- આ રીતે વિદ્યાર્થીઓની પણ અલગ અલગ ફાઈલ રાખવામાં આવે છે. એક ફાઈલની અંદર જ વિદ્યાર્થીનો ટોટલ બાયોડેટા રાખવામાં આવે છે. જેમકે સ્ટુડન્ટનું આખું નામ, રીલીવીંગ ડેટ, ધર્મ, જાતિ, કેટેગરી, ધોરણ ૧૨ પાસ ક્યારે કર્યું? તેના માર્ક, તેના ટકા, ઉપરાંત તેણે લીધેલી લીવ, તેને આપવામાં આવતા નાઈટ પાસ, તેને આપવામાં આવતો મેમો, દરેક વર્ષની કાઉન્સીલની માર્કશીટ વગેરે.
(૩) એન્વેલોપ ટાઇપ રેકોર્ડસ
- એન્વેલોપ એટલેકે જેમાં અગત્યના પેપર્સ અને ખાનગી
- માહિતી બંધ થાય તેવા કવરમાં મુકવામાં આવે છે. દા.ત. સ્પેસીફીક ઈન્વેસ્ટીગેશન, એઈડસનો રીપોર્ટ, પર્સનલ હિસ્ટ્રી વગેરે.
CHC માં રાખવામાં આવતા રેકોર્ડસની યાદી
કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં નીચેના રેકોર્ડસ રાખવામાં આવે છે.
- ફેમીલી રેકોર્ડસ
- વિલેજ રેકોર્ડસ
- એલીજીબલ કપલ રેકોર્ડસ
- માતા અને બાળકને લગતા રેકોર્ડ્સ
- એન્ટીનેટલ રેકોર્ડસ
- પોસ્ટનેટલ રેકોર્ડસ
- ચાઈલ્ડ હેલ્થ રેકોર્ડસ
- ઈમ્યુનાઈઝેશન રેકોર્ડસ
- ન્યુટ્રીશનલ રેકોર્ડસ( ડાયેટ બુક)
- લેપ્રસી રેકોર્ડસ
- મેલેરિયા રેકોર્ડ્સ
- સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ડીસીઝ રેકોર્ડસ
- ટી.બી. રેકોર્ડસ
- સ્પેસીફીક ડીસીઝ રેકોર્ડસ
- બર્થ(જન્મ) એન્ડ ડેથ(મરણ) રજીસ્ટર
- સ્ટોક રજીસ્ટર
- આઉટડોર પેશન્ટ રજીસ્ટર
- ઇન્ડોર પેશન્ટ રજીસ્ટર
- ઓપરેશન રજીસ્ટર
- મેડીસીન રેકોર્ડસ
- રેકોર્ડ ઓફ મેડીકલ કેર
- મંથલી ઇન્ડેન્ટ બુક એન્ડ રેકોર્ડસ
- ડેડસ્ટોક રજીસ્ટર
- સ્કુલ હેલ્થ રેકોર્ડસ
- ટ્રીટમેન્ટ રેકોર્ડસ
- ડે રીપોર્ટસ રેકોર્ડસ
- નાઈટ રીપોર્ટસ રેકોર્ડસ
- ડેઇલી ડાયરી
- એડમીશન રેકોર્ડસ
- એક્સપાયર્ડ બુક્સ
- ડોકટર કોલ બુક
- ડયુટી બુક
- લીનન બુક
- T.P.R. રેકોર્ડસ
- ઓર્ડર બુક
- ઈન્જેકશન બુક
- MLC રેકોર્ડસ
- પ્રિઝનર (કેદી) રેકોર્ડ્સ
- ઈન્વેસ્ટીગેશન રેકોર્ડસ
- ઇન્સ્ટ્રુમેન્ટ અને આર્ટીકલ રેકોર્ડસ
- ટ્રાન્સફર રેકોર્ડસ
- ડાયેટ બુક
- ઓવર બુક
- કમ્પલેઇન બુક
- ડ્રેસિંગ બુક
PHC માં રાખવામાં આવતા રેકોર્ડસની યાદી
- સબસેન્ટર અને તેના પોપ્યુલેશનનો રેકોર્ડસ
- એલીજીબલ કપલ રેકોર્ડસ
- MCH રેકોર્ડસ
- એન્ટીનેટલ રેકોર્ડસ
- પોસ્ટનેટલ રેકોર્ડસ
- ચાઈલ્ડ હેલ્થ રેકોર્ડસ
- ઈમ્યુનાઈઝેશન રેકોર્ડસ
- ન્યુટ્રીશન રેકોર્ડસ
- બર્થ રજીસ્ટર
- ડેથ રજીસ્ટર
- ઇન્ડોર પેશન્ટ રજીસ્ટર
- આઉટડોર પેશન્ટ રજીસ્ટર
- ઇન્ફન્ટ રેકોર્ડસ રજીસ્ટર
- નિયોનેટલ રેકોર્ડસ રજીસ્ટર
- ટોડલર(૧ થી ૩ વર્ષના બાળકો) રેકોર્ડસ રજીસ્ટર
- પ્રીસ્કુલ(૩ થી ૬ વર્ષ) રજીસ્ટર
- ઈમ્યુનાઈઝેશન રજીસ્ટર દા.ત. BCG, પોલિયો, વિટામીન A, DPT, T.T. વગેરે માહિતી માટે
- ફેમીલી પ્લાનિંગ રજીસ્ટર દા.ત. કોપર-T, T.L., વાઝેક્ટોમી, કોન્ડમ વગેરે માહિતી માટે
- કોપર -T
- ઓરલ પીલ્સ રજીસ્ટર
- એડમીશન રજીસ્ટર
- ટી.બી રજીસ્ટર
- મેલેરિયા રજીસ્ટર
- લેપ્રસી રજીસ્ટર
- મેડીસીન રજીસ્ટર
- ડેડસ્ટોક રજીસ્ટર
- M.P. સ્લાઈડ રજીસ્ટર
- ડેઇલી ડાયરી
સ્કુલ હેલ્થ પ્રોગ્રામ રેકોર્ડસ
- સબ સેન્ટર પોપ્યુલેશન રેકોર્ડસ
- એલીજીબલ કપલ રેકોર્ડસ
- ઇમ્યુનાઈઝેશન રજીસ્ટર
- એન્ટિનેટલ રેકોર્ડ્સ
- પોસ્ટ નેટલ રેકોર્ડ્સ
- ચાઈલ્ડ હેલ્થ રેકોર્ડસ
- ઈમ્યુનાઈઝેશન રેકોર્ડસ
- ન્યુટ્રીશનલ રેકોર્ડસ
- બર્થ રજીસ્ટર
- ડેથ રજીસ્ટર
- ઇન્ડોર પેશન્ટ રજીસ્ટર
- આઉટડોર પેશન્ટ રજીસ્ટર
- ડિલીવરી રજીસ્ટર
- ઇન્ફન્ટ રેકોર્ડસ રજીસ્ટર
- નિયોનેટલ રેકોર્ડસ રજીસ્ટર
- ટોડલર(૧ થી ૩ વર્ષના બાળકો) રેકોર્ડસ રજીસ્ટર
- પ્રીસ્કુલ (૩ થી ૬ વર્ષ)રજીસ્ટર
પ્રિન્સિપલ્સ ઓફ રેકોર્ડ રાઇટીંગ (રેકોર્ડ લખવાના સિધ્ધાંતો)
- દરેક દર્દીનો અલગ રેકોર્ડ જાળવવો જોઈએ.
- રેકોર્ડ અંગ્રેજી કે યોગ્ય લોકલ ભાષામાં સાચી રીતે અને પ્રમાણીકતાથી સાચવવો જોઈએ.
- સ્પષ્ટ ને સ્વચ્છ લખાણ હોવું જોઈએ.
- નર્સિંગ કેર અને સારવારની નોંધ હંમેશા આપ્યા પછી જ થવી જોઈએ.
- રેકોર્ડ સચોટ તથા અર્થસભર હોવા જોઈએ.
- સારા ચાર્ટિંગ માટે ચોકસાઈ તથા સ્વછતા જરૂરી છે.
- દરેક શીટમાં દર્દીનું નામ, રજી. નંબર તથા બધાજ હેડીંગ લખવા જોઈએ.
- રેકોર્ડ લખતી વખતે સર્વ વ્યાપક (યુનિવર્સલ) મેડીકલ એબ્રિવેશનનો જ ઉપયોગ કરવો જોઈએ.
- દરેક શિફ્ટમાં નર્સ દ્રારા ડેઇલી નોટ લખાયેલી હોવી જોઈએ.
- નર્સની નોટ ટૂંકી, મિનિંગકૂલ, કરેક્ટ અને ક્લિયર હોવી જોઈએ કે જે દર્દીની કંડિશન અને પ્રોગ્રેસ દર્શાવે છે.
ચાર્ટિંગ ઓફ મેડિસીન, ઇન્જેક્શન & ટ્રીટમેન્ટ
- આ રેકોર્ડસ નર્સ દ્રારા મેન્ટેન કરવાના હોય છે.
- દરેક કોલમ વાઈઝ વ્યવસ્થિત રેકોર્ડિંગ કરવુ જોઈએ દા.ત તારીખ, સમય, ઈન્જેકશન ડોઝ, રુટ, દર્દી પર દવાની અસર વગેરે.
- રીમાર્કની કોલમમાં કોઈ ખાસ નોંધ હોય તો લખવી.
- શીફ્ટના અંતે સારવાર ચાર્ટમાં નર્સનું નામ તથા સહી કરેલા હોવા જોઈએ.
- સારવારની નોંધ હંમેશા આપ્યા પછી તુરંત જ થવી જોઈએ.
ચાર્ટિંગ ઈન ગ્રાફિક સીટ
- ગ્રાફમાં ફક્ત ટેમ્પ્રેચર માર્ક કરવાનું હોય છે.
- ટેમ્પ્રેચરનું ટપકાં થી માર્કીંગ કરી તેમને લાઈન દ્રારા જોડવામાં આવે છે.
- ટપકાં જોઈ શકાય તેવા તથા એકસરખા હોવા જોઈએ.
- પલ્સ, રેસ્પીરેશન તથા બ્લડ પ્રેસરને ચોરસ ખાનામાં રેકોર્ડ કરવાના હોય છે.
- ઘણી વખત દર્દીનું વજન પણ નોંધવામાં આવે છે.
રેકોર્ડસ રાખવાનું મહત્વ
- દર્દીને આપવામાં આવેલી સારવારની માહિતી સચોટ તથા વિગતવાર મળી રહે છે.
- દર્દીને બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે રેકોર્ડ ઉપયોગી બને છે.
- ચાર્ટ દ્રારા દવાઓની અસરકારક્તા તથા દર્દીનો પ્રોગ્રેસ જાણી શકાય છે.
- દર્દીના નિદાન, સારવાર અને નર્સિંગ કેર માટે રેકોર્ડ ખુબ જ મહત્વ ધરાવે છે.
- રીસર્ચ માટે પણ રેફ્રન્સ તરીકે રેકોર્ડ ઉપયોગ લેવામાં આવે છે.
- મેડીકલ સ્ટુડન્ટ, નર્સિંગ સ્ટુડન્ટ તથા અન્ય મેડીકલ પર્સન ના ટીચિંગ માટે રેકોર્ડ ઉપયોગી છે.
- રેકોર્ડ લીગલ જસ્ટિસ માટે પણ મહત્વ ધરાવે છે.
- હોસ્પિટલનો રેકોર્ડ વાઈટલ સ્ટેટીસ્ટિક પુરા પાડે છે. જેના દ્વારા કમ્યુનિટિની હેલ્થ નીડ જાણી શકાય છે.
- દર્દીના રેકોર્ડસ લોકલ, સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે સર્વિસના પ્લાનિંગ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
- રેકોર્ડસ દ્વારા દર્દીની કંડીશનની પ્રગતિ જાણી શકાય છે.
રીપોર્ટસ
- રેકોર્ડસ પરથી મેળવેલી માહીતી અને તેનો અહેવાલ ઉપરી અધિકારીને આપીએ અથવા તો મોકલાવીએ તેને રીપોર્ટસ કહેવામાં આવે છે. રીપોર્ટસ લખવો અને તેને લાંબા સમયથી સુધી સલામત જાળવી રાખવો તે બહુ જ અગત્યનું છે. રીપોર્ટસ વિશેની માહીતી નીચે મુજબ છે.
રીપોર્ટસના પ્રકાર
રીપોર્ટસના ત્રણ પ્રકાર છે. જે નીચે મુજબ છે.
(1) ઓરલી રિપોર્ટ્સ
- જ્યારે તાત્કાલીક રીપોર્ટસ આપવાની જરૂરત ઉભી થાય ત્યારે મૌખીક રેકોર્ડ આપવામાં આવે છે. છતા પણ મૌખીક બાબતની જાણ કરવી એ ખુબ જ જરૂરી છે. દા.ત.એક નર્સની ફરજ પુરી થતી હોય અને બીજી નર્સ તેને છોડાવે છે. ત્યારે એકબીજાને પરસ્પર મૌખીક રીપોર્ટ આપે છે. જે નર્સની ફરજ પુરી થાય છે. તેમણે દર્દી વિશે મૌખીક રીપોર્ટ આપવાનો હોય છે. આ ઉપરાંત નર્સ દ્વારા કામગીરી કર્યા બાદ તેના ઇન્ચાર્જને પણ મૌખીક રીપોર્ટ આપે છે. આ ઉપરાંત બીજા નવા ઓર્ડર પણ મૌખીક રીપોર્ટ દ્વારા ડોક્ટર આપતા હોય છે. ઉપરી અધિકારી, મેટ્રેન કે ડોક્ટર જ્યારે રાઉન્ડમાં આવે છે. ત્યારે મૌખીક રીપોર્ટની આપ લે થાય છે. આ મૌખીક રીપોર્ટથી કાર્ય ઝડપી બને છે.
(2) લેખિત રિપોર્ટ
- જ્યારે વધુ પડતી સંખ્યામાં સ્ટાફને જાણ કરવાની હોય અથવા તો માહીતી લાંબા સમય સુધી કે કાયમી સાચવવાની હોય તેમજ ભવિષ્યના રીપોર્ટસની માહીતી ઓફિસિયલ રેકોર્ડ તરીકે રાખવાની હોય અથવા તો સ્પેશિયલ દર્દીનો રીપોર્ટ હોય, આંકડાનો રીપોર્ટ હોય, ડે એન્ડ નાઈટ
- રીપોર્ટ, વિઝિટ રીપોર્ટ વગેરે અનેક રીપોર્ટસ લેખીત હોય છે. આ લેખીત રીપોર્ટ લખતી વખતે તે સિમ્પલ, સોર્ટ, મુદ્દાસર, ક્લીયર અને અર્થપૂર્ણ હોવા જોઈએ. તેમજ સાદી ભાષામાં લખાયેલા હોવા જોઈએ. રીપોર્ટસની અંદર તારીખ તથા લખનારની સહી હોવી જોઈએ.
(3) ટેલિફોનિક રિપોર્ટ
- જ્યારે ઈમરજન્સી હોય ત્યારે કામચલાઉ માહીતી ટેલીફોન દ્રારા આપવામાં આવે છે. આ માહીતી આપવાની હોય ત્યારે કોણ વ્યક્તિ બોલે છે. ક્યાથી બોલે છે. જેના ટેલીફોન નંબર, તારીખ, સમય વિગેરે વિગત લખી લેવી જોઈએ. અને જ્યારે તે વ્યક્તિ રૂબરૂમાં મળે ત્યારે લેખીતમાં લેવુ જોઈએ. દા.ત. જ્યારે દર્દીની હાલત ગંભીર થાય ત્યારે ઈમરજન્સીમાં ડોક્ટરને ફોન કરીને બોલાવવામાં આવે છે.
મેન્ટેનિંગ ઓફ રિપોર્ટ
- નર્સિંગ રીપોર્ટ એ દર્દીને લગતી જરૂરી માહીતી દર્શાવે છે, જે મૌખિક અથવા લેખિત હોઈ
- શકે છે.
રિપોર્ટ રાઇટીંગ ઈન હોસ્પિટલ
1.ઓરલ રિપોર્ટ્સ (મૌખિક રિપોર્ટ)
- માહીતીની તાત્કાલીક જરૂરીયાત હોય ત્યારે મૌખિક રીપોર્ટ આપવામાં આવે છે પરંતુ તેનો આધાર લેખિત રીપોર્ટ પર હોય છે. સામાન્ય રીતે તે ગંભીર દર્દીને હેન્ડલ કરતી વખતે અને દર્દીના ટ્રાન્સફર વખતે ઉપયોગમાં લેવામાં આવે છે.
2.લેખિત રિપોર્ટ
લેખિત રીપોર્ટ કાયમ માટે હોય છે. ક્ષેસ્પિટલમાં ઘણા પ્રકારના લેખિત રીપોર્ટ મેન્ટેન કરવામાં આવે છે.
જે નીચે મુજબ છે.
- ડે એન્ડ નાઈટ રિપોર્ટ્સ ઓફ પેશન્ટ
- સીનસ રિપોર્ટ દા.ત. ઇવનિંગ & મોર્નિંગ રીમેનીંગ
- ઇન્ટરડિપાર્ટમેન્ટલ રિપોર્ટ
- રિપોર્ટ ઓફ એકસીડન્ટ
- પેશન્ટ કન્ડિશન & કમ્પ્લેન રિપોર્ટ
- ડેથ એન્ડ બર્થ રિપોર્ટ
- રીપોર્ટ જે વ્યક્તિ દ્વારા લખાયેલો હોય તેની તારીખ અને સમય સાથે સહી કરેલી હોવી જરૂરી છે.
રેકોર્ડસ અને રીપોર્ટસની જાળવણી
- દર્દીના રેકોર્ડસ તથા લેખિત રીપોર્ટ એ હોસ્પિટલની પ્રાયોરિટી છે, તે દર્દીની, વોડની, હોસ્પિટલની તથા સ્ટાફની માહિતી દર્શાવે છે. દર્દીને સારવાર આપનાર વ્યક્તિ તથા હોસ્પિટલ ઓથોરીટી સિવાયના કોઈને આ રીપોર્ટ વંચાવવો જોઈએ નહી. દર્દી જેના ચાર્જમાં છે તેવા ઈન્ચાર્જ નર્સે આ રેકોર્ડસ અને રીપોર્ટસ ની જાળવણી કરવાની હોય છે.
તેમણે નીચેની બાબતોએ સંભાળ લેવી જોઈએ.
- સ્ટાફ તથા સ્ટુડન્ટને રેકોર્ડસ અને રીપોર્ટસ ની સાચવણી બાબતે સુચના આપવી.
- દર્દી જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે રેકોર્ડસને કાયમી ફાઈલીંગ માટે હોસ્પિટલની પોલિસી મુજબ યોગ્ય જગ્યાએ મોકલી આપવા.
- રેકોર્ડસ અને રીપોર્ટસનો દુરુપયોગ કે નાશ કરવાની કોઈને મંજુરી આપવી નહી.
- રેકોર્ડસની સમજ તથા સાચવણી માટે ઈન્ચાર્જ નર્સે સ્ટાફને સલાહ સૂચન આપવુ જોઈએ.
- રેકોર્ડસ અને રીપોર્ટસની માહિતીમાં નર્સની એલર્ટનેસ તથા બુદ્ધિમત્તા દેખાવી જોઈએ.
- ડે એન્ડ નાઈટ રિપોર્ટ, સીનસ રિપોર્ટ, બર્થ રિપોર્ટ ડેથ રિપોર્ટ વગેરેને વર્ષવાર ગોઠવણી કરી બુક નંબર આપીને સેફ જ જગ્યામાં મુકવા, જેથી ભવિષ્યમાં પણ તે ઉપયોગી બની શકે.
- દર્દી હોસ્પિટલમાં આવે છે અને ડિસ્ચાર્જ થાય છે. સ્ટાફની પણ અદલા-બદલી થતી રહે છે પરંતુ રેકોર્ડસ અને રીપોર્ટસ એક જ જગ્યાએ રહે છે. તેની લેવડ-દેવડ કરતી વખતે કાળજી તથા જવાબદારી રાખવવી જરૂરી છે.
- રેકોર્ડસ આલ્ફાબેટીકલ, ન્યુમેરીકલ, જીઓગ્રાફિકલ કે ઇન્ડેક્સ કાર્ડ મુજબ ગોઠવી શકાય છે.