આ યુનિટનાં અંતે તાલીમાર્થી એ વ્યક્તિગત સોશિયલ પ્રોસેસ અને સામાજીકરણની પ્રક્રિયા વિશે જાણી, ગ્રામ્ય વિસ્તારના અલગ-અલગ સોશિયલ ગ્રુપ સાથે કોમ્યુનીકેશન કરવાની સ્કીલ ડેવલોપ કરી. રીત-રિવાજોની હેલ્થ પર થતી અસરોની જાણકારી મેળવી શકશે. તેમજ સામાજિક સ્તરીકરણ અને કલાસ, કાસ્ટ તેમજ જાતીની હેલ્થ પર થતી અસરો વિશે જાણી શકશે, ઉપરાંત કુટુંબ, મેરેજ તેના પ્રકાર અને મેરેજ ને લગતા કાયદાઓ વિશે નોલેજ મેળવી સમુદાયમાં સારામાં સારી આરોગ્યની સર્વિસ પૂરી પાડી શકશે.
ગૌણ હેતુ :- આ યુનિટનાં અંતે તાલીમાર્થી.
સામાજીકરણ એટલે શું અને સામાજીકરણની પ્રક્રિયા વિશે જાણી શકશે.
ગ્રામ્ય વિસ્તારના અલગ-અલગ સોશિયલ ગ્રુપ સાથે કોમ્યુનીકેશન કરવાની સ્કીલ ડેવલોપ કરી શકશે
કલાસ, કાસ્ટ અને જાતીની હેલ્થ પર થતી અસરો વિશે જાણી શકશે.
કુટુંબ એટલે શું તેના પ્રકારો અને કાર્યો વિશે માહિતી મેળવી શકશે.
મેરેજ એટલે શું તેના પ્રકારો વિશે જાણી શકશે.
મેરેજને લગતા કાયદાઓ વિશે જ્ઞાન મેળવી શકશે.
સોશિયલ પ્રોસેસ
માણસ એક સામાજિક પ્રાણી છે તેના માટે એકાંતમાં જીવવું મુશ્કેલ છે માટે તેઓ હંમેશા જૂથોમાં રહે છે. અને આ જૂથોના સભ્યો તરીકે તેઓ ચોક્કસ કાર્યો કરે છે. તેમની આ વર્તણુક પરસ્પર અસર પામે છે આ પ્રકારની ક્રિયા અને પ્રતિક્રિયા અથવા પરસ્પરની પ્રવૃતિએ સામાજિક જીવનનો આધાર છે જેના વગર સામાજિક જીવન શક્ય નથી.
વ્યાખ્યા
સામાજિક આંતરક્રિયા એ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે અથવા વ્યક્તિ-જૂથો વચ્ચે થતી એક અર્થપૂર્ણ ક્રિયા છે જેમાં વ્યક્તિ એકબીજા સાથે સામાજિક સબંધો સ્થાપિત કરે છે અને તેના વર્તનમાં બદલાવ લાવે છે.
સામાજિક આંતરક્રિયાની મુખ્ય શરતો/પરિ શરતો/પરિબળો
સામાજિક આંતરક્રિયા એ સમાજ જીવનની મૂળભૂત ક્રિયા છે કેમ કે તેના લીધે જ સમાજ વ્યવસ્થા ઉદભવે છે. આ આંતરક્રિયા માટે મુખ્ય ત્રણ શરતો જરૂરી છે જો તે પાળવામાં આવે તો જ આ પ્રક્રિયા શક્ય છે.
1.પક્ષ
સામાજિક આંતરક્રિયા માટેની પ્રથમ શરત એ છે કે તેના માટે બે કે તેથી વધુ પક્ષ હોવા જોઈએ દા.ત. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ-જૂથ વચ્ચે અને જૂથ-જૂથ વચ્ચે
2.સંપર્ક
સંપર્ક વિના સામાજિક આંતરક્રિયા સંભવ નથી વ્યક્તિઓ કે જૂથ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે ત્યારે જ આ ક્રિયા થાય છે.
3.માધ્યમ
બંને પક્ષ સંપર્કમાં આવીને પરસ્પર અસર ઉપજવા માટે અને અર્થપૂર્ણ રીતે લાગણીને અભિવ્યકત કરવા માટે કોઈ માધ્યમ નો ઉપયોગ કરે છે. દા.ત. વાણી દ્વારા, અંગચેષ્ઠા દ્વારા, સામાજિક પ્રતીકોના માધ્યમ દ્વારા વગેરે.
ટાઈપ્સ ઓફ સોશિયલ પ્રોસેસ (સામાજિક આંતરક્રિયાના પ્રકારો)
1) કો-ઓપરેશન
સામાન્ય હેતુ માટે સાથે મળીને સહકારથી કામ-કાજ કરીએ ને સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી સહિયારી ક્રિયાને કો-ઓપરેશન કહેવામાં આવે છે. કુટુંબનાં સભ્યો એક બીજા ની જરૂરિયાત સંતોષવા માટે અરસ-પરસ મદદ કરે છે અને તેના સહકાર રૂપે સામાજિક આંતરક્રિયા જોવા મળે છે.
સહકારની પ્રક્રિયા રચનાત્મક હોય છે તેમાં સાથે કામ કરનારા લોકો કામ-કાજની વહેચણી કરી સહિયારો ધ્યેય પ્રાપ્ત કરે છે. જેમાં ચોક્કસ નિયમો બનાવી કામ કરે છે.
કો-ઓપરેશનના પ્રકાર
A.ડાયરેક્ટ (પ્રત્યક્ષ)
વ્યક્તિ કે જૂથના સભ્યો કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ માટે એક-સાથે મળીને સમાન પ્રવૃતિઓ કરે છે, જેનું માધ્યમ કે ભાષા સરખી હોય તો તેને પ્રત્યક્ષ સહકાર કહે છે. આ પ્રકારના સહકારમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સારા સંબંધ હોય છે.
B.ઇનડાયરેક્ટ (પરોક્ષ)
ધ્યેય પ્રાપ્તિ માટે સીધા સંપર્કમાં ન આવતા આડકતરી રીતે સહાયરૂપ થાય તેને પરોક્ષ સહકાર કહે છે. આમાં સહકાર આપનાર વ્યક્તિ અજાણી હોય છે.
2) કોન્ફલીક્ટ (સંઘર્ષ)
સામાજિક આંતરક્રિયામાં સહકાર જેવી જ બીજી પ્રક્રિયા છે સંઘર્ષ, જયારે મર્યાદિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિ કે જૂથ વચ્ચે સ્પર્ધા હોય ત્યારે જો તેના નિયમોનું પાલન થતું હોય તો તેને તંદુરસ્ત સ્પર્ધા કહેવાય છે પણ જો નિયમોનું પાલન ન થતું હોય તો તેને સંઘર્ષ કહેવાય છે. આમાં એક પક્ષ બીજા પક્ષને નુકશાન કરી શકે છે, અને ઘણી વખત તો હિંસાનો પણ આશરો લેતા હોય છે.
તેના પ્રકારો નીચે મુજબ છે.
ડાયરેકટ સંઘર્ષ
ઇનડાયરેકટ સંઘર્ષ
આંશિક સંઘર્ષ
સંપૂર્ણ સંઘર્ષ
વ્યક્તિ અને જૂથ વચ્ચે સંઘર્ષ
જૂથ અને જૂથ સંઘર્ષ
1.ડાયરેકટ સંઘર્ષ
બે વ્યક્તિ કે બે જૂથો વચ્ચે એક જ ધ્યેય હોય અને બંને ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકબીજાને અડચણરૂપ બનતા હોય છે આવા સંઘર્ષ ને ડાયરેકટ સંઘર્ષ કહેવાય છે. દા.ત. રાજકીય પક્ષો
2.ઇનડાયરેકટ સંઘર્ષ
આમાં બે વ્યક્તિ કે બે જૂથો વચ્ચે એક જ ધ્યેય હોય છે. એને પ્રાપ્ત કરવા માટે બંને એકબીજાને સીધી જ રીતે અડચણરૂપ બનતા નથી પરંતુ આડકતરી રીતે અવરોધ ઉત્પન કરે છે. આવા સંઘર્ષને ઇનડાયરેકટ સંઘર્ષ કહેવાય છે. આવા સંઘર્ષનું પરિણામ લાંબાગાળે જોવા મળે છે. દા.ત. ધંધામાં હરીફાઈ.
3.આંશિક સંઘર્ષ
આમાં બે વ્યક્તિ કે બે જૂથો વચ્ચે એક જ ધ્યેય હોય છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાને સીધી જ રીતે અડચણરૂપ બનતા હોય છે.પરસ્પર વિરોધી પ્રવૃત્તિ કરતા હોય અને એકતાની સાથે આંશિક સબંધો પણ હોય છે આમાં શારીરિક બળનો ઉપયોગ કરતા હોતા નથી દા.ત. મીલ માલિક અને મજુર સંઘ.
4.સંપૂર્ણ સંઘર્ષ
આમાં બે વ્યક્તિ કે બે જૂથો વચ્ચે એક જ ધ્યેય હોય છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાને સીધી જ રીતે અડચણ રૂપ બનતા હોય છે. પરસ્પર વિરોધી પ્રવૃત્તિ કરતા હોય અને એકતા અને આંશિક સબંધો હોતા નથી. આમાં શારીરિક બળનો પણ ઉપયોગ કરવામાં આવે છે આવા સંઘર્ષ ને સંપુર્ણ સંઘર્ષ કહેવાય છે. દા.ત. આંતકવાદ
5.વ્યક્તિ અને જૂથ વચ્ચે સંઘર્ષ
આમાં એક વ્યક્તિ એક બાજુ હોય છે જ્યારે સામે આખું જૂથ હોય છે જયારે વ્યક્તિ ગ્રુપ કરતા ખુબ જ સબળ અને મજબુત હોય ત્યારે જે સંઘર્ષ જોવા મળે તેને આ પ્રકારનો સંઘર્ષ કહે છે. દા.ત. માલિક અને મજુર સંઘ
6.જૂથ અને જૂથ સંઘર્ષ
આમાં એક ગ્રુપ એક બાજુ હોય છે અને સામે બીજું ગ્રુપ હોય છે. આમ જ્યારે ગ્રુપ સામે ગ્રુપ આવી જાય ત્યારે જોવા મળતા સંઘર્ષ ને જૂથ-જૂથ વચ્ચેનો સંઘર્ષ કહેવાય દા.ત. ભારત પાકિસ્તાનનું યુદ્ધ
3) કોમ્પીટીશન (સ્પર્ધા)
સ્પર્ધા એક એવી આંતરક્રિયા છે કે જેમાં બે કે તેથી વધારે પક્ષોનો એક જ ધ્યેય હોય અને એક પક્ષ બીજા પક્ષની પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. જે અંતે સ્પર્ધામાં પરિણામે છે.
સ્પર્ધા માટે પણ અલગ-અલગ નિયમો હોય છે,અને બધા જ હરીફોએ તે નિયમોનું પાલન કરવાનું હોય છે અને નિયમોની મર્યાદામાં રહીને ધ્યેય પ્રાપ્ત કરવામાં આવે છે. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ત્યારે તે સ્પર્ધા રહેતી નથી અને પરિણામે સંઘર્ષ જોવા મળે છે.
સ્પર્ધામાં બંને ગ્રુપ વચ્ચે સહકાર હોવો જરૂરી છે. જેના વગર સ્પર્ધા શક્ય નથી દા.ત રમત-ગમત, રંગોળી સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા,સંગીત સ્પર્ધા વગેરે.
સ્પર્ધાના મુખ્ય બે પ્રકાર છે.
૧. પ્રત્યક્ષ સ્પર્ધા
૨. પરોક્ષ સ્પર્ધા
1.પ્રત્યક્ષ સ્પર્ધા (ડાયરેક્ટ કોમ્પીટીશન)
આ પ્રકારની સ્પર્ધા સીધી જ હોય છે જે ડાયરેકટ ફેઈસ ટુ ફેઈસ અસર પહોચાડે છે આવી સ્પર્ધા ને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય. દા.ત.ચીજ-વસ્તુ ના વેચાણની વાત આવે તો ઉત્પાદકો પોતાની ચીજવસ્તુઓને વધુ વહેંચવા માટે તેની ગુણવત્તામાં વધારો કરે છે. તેના ભાવ ઘટાડે અને ક્યારેક નવી ઓફર આપીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
2.પરોક્ષ સ્પર્ધા (ઇનડાયરેક્ટ કોમ્પીટીશન)
આ પ્રકારની સ્પર્ધા સીધી જ હોતી નથી આમાં હરીફ એકબીજાથી પરિચિત હોતા નથી અને એકબીજા સાથે ફેસ ટુ ફેસ સંપર્ક ધરાવતા નથી. ઉપરાંત એકબીજાની હાજરીથી પણ સભાન હોતા નથી પરંતુ બંને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેને પરોક્ષ સ્પર્ધા કહેવાયદા.ત.બોર્ડનીએક્ઝામમાં વિદ્યાર્થી એકબીજાને ઓળખતા નથી પરંતુ સારા માર્કસ લેવા માટે સ્પર્ધા કરે છે.
4) એકસેપ્ટ (સ્વીકારવું)
બીજા લોકોની સાથે પોતાનો સમાવેશ કરી દેવો અને તેના જેવા જ થઈ જવું તે પણ સામાજિક આંતરક્રિયા જ છે. આમાં વ્યક્તિ પોતાની એક સામાજિક એકતા બનાવે છે અને વ્યક્તિ કે ગ્રુપ સાથે ગાઢ સંબંધ રાખે છે,ગ્રુપ સાથે ભળી જાય અને પોતે ગ્રુપ થી અલગ ન પડે તે માટે સતત સંઘર્ષ કરી પોતાની લાઈફ સેટ કરે તેને પચાવવું કહે છે. જે લોકોની સંસ્કૃતિ પ્રમાણે બદલાય છે.
દા.ત. આદિવાસી વિસ્તારમાંથી લોકો કામધંધા માટે શહેરી વિસ્તારમાં આવે ત્યારે તેની રહેણી-કરણી અને ભાષા વગેરે બદલાઈને તેમાં ભળી જાય છે.
5) એડજસ્ટમેન્ટ (ગોઠવાવું)
આ પણ એક પ્રકારની સામાજિક પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ સંઘર્ષ કરે છે અને સામે આવતી પરિસ્થિતિ મુજબ તેમાં એડજસ્ટ થઈ જાય છે નવી જગ્યા કે વાતાવરણ હંમેશા કોઈપણ વ્યક્તિ અથવા પરિવાર માટે પડકારરૂપ હોય છે તો પણ વ્યક્તિ પોતાની શારીરિક અને આર્થિક પરિસ્થિતિમાં પોતાની જાતને ગોઠવવાનો પ્રયત્ન કરે છે.
દા.ત. ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરી વિસ્તારમાં નોકરી માટે જાય ત્યારે શહેરના વાતાવરણમાં એડજસ્ટ થવા પ્રયત્ન કરે છે
ઇન્ડીવિઝ્યુઅલ એન્ડ પ્રોસેસ ઓફ સોશિયેલાઈઝેશન (વ્યક્તિગત, સામાજીકરણની પ્રક્રિયા)
પ્રસ્તાવના
સામાજીકરણ એ શીખવાની એક પ્રક્રિયા છે જેના દ્વારા શીખનાર વ્યક્તિ સામાજિક ભૂમિકાઓ ભજવવા માટે શક્તિમાન બને છે, માનવ આંતરક્રિયામાંથી ઉદભવતી સામાજિક રચનાને ટકાવી રાખવા માટે સામાજીકરણની પ્રક્રિયા ખૂબ મહત્વની છે, આ પ્રક્રિયા જન્મ થી શરૂ થાય છે અને જીવનપર્યંત રહે છે. જન્મ વખતે બાળક સમાજની કોઈ પણ પ્રવૃત્તિ કરવા સક્ષમ હોતું નથી, બાળક જેમ મોટું થતું જાય તેમ સમય જતાં સમાજનું સભ્ય બને છે અને સમાજ ના નિયમો ને જાણે છે.
સમાજ તેની પાસેથી જે પ્રકારના વર્તનની અપેક્ષા રાખે છે તેવું વર્તન તે શીખે છે, આમ, સામાજીકરણ એ સમાજ અને વ્યક્તિ વચ્ચે સંબધો સ્થાપિત કરે છે. આ પ્રક્રિયા કુટુંબના સભ્યોમાં, પડોશીઓમાં, શાળામાં, મિત્રોમાં, સમાજમાં વગેરે જગ્યાએ આમ ધીમે-ધીમે શરૂ થાય છે.
વ્યાખ્યા
જીવંત વ્યક્તિને સામાજિક બનાવવાની પ્રક્રિયાને સામાજીકરણ કહે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિ પોતાની ઓળખાણ મેળવે છે અને સમાજના નીતિ-નિયમો, મુલ્યો અને ધારા-ધોરણો અનુસાર વર્તન શીખે છે, ઉપરાંત તેની સામાજિક સ્થિતિ જળવાય તે માટે યોગ્ય કુશળતા પ્રાપ્ત કરે છે.
અથવા
કોઈ સંસ્કૃતિ અથવા સમાજનાં ધારા-ધોરણ અને વર્તણુકને અનુરૂપ બનવાની પ્રક્રિયાને સામાજીકરણ કહે છે.
સામાજીકરણની પ્રક્રિયા/તેના તબક્કાઓ
સામાજીકરણની પ્રક્રિયા વ્યક્તિના સમગ્ર જીવનકાળ દરમ્યાન ચાલે છે બાળક એક સાથે બધું શીખી જતું નથી પરંતુ અમુક સમયે બાળક પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.
સામાજીકરણની પ્રક્રિયાને નીચે પ્રમાણે ચાર તબક્કામાં વહેંચવામાં આવે છે.
1) પ્રથમ તબક્કો (0 થી ૧ વર્ષ)
સામાન્ય રીતે જન્મ થી સામાજીકરણના પ્રથમ તબક્કાની શરૂઆત થાય છે અને તે એક વર્ષ સુધી ચાલે છે.
જન્મથી બાળકને મુશ્કેલીનો પ્રથમ અનુભવ થાય છે.
આ તબક્કા દરમિયાન બાળક સંપૂર્ણ રીતે માતા પર આધારિત હોય છે.
રડવું, શ્વાસ લેવો,ભૂખ સંતોષવી વગેરે માટે માતા પર આધારિત રહે છે.
આ તબક્કા દરમિયાન બાળક પોતાની સંભાળ માટેની જરૂરિયાત સંતોષવાની નિશાની રાખે છે અને ધીમે-ધીમે કુટુંબના સંપર્કમાં આવતું હોય છે.
2) બીજો તબક્કો (૧ થી ૪ વર્ષ)
સામાન્ય રીતે બાળકના ૧ વર્ષની ઉંમર થી લઈને ૪ વર્ષ સુધીનો આ તબક્કો છે
આ તબક્કાનો આધાર કુટુંબ અને સમાજ કાર્ય પર હોય છે.
બાળકને બોલવાની, ચાલવાની, મળ મૂત્રના નિકાલની વગેરે તાલીમ આપવામાં આવે છે.
બાળકમાં સાચા અને ખોટા વર્તન વચ્ચેના ભેદ જાણવાનો તબ્બકો છે.
આ તબક્કામાં બાળકનું નવી ભૂમિકા અંતર્ગત સામાજીકરણ થાય છે. મિત્રો બનાવે. રમકડાં રમવા આપે,ભેગા મળીને ખાય આવી ભાવનાનો વિકાસ થાય છે.
આ તબક્કામાં બાળકની ફક્ત સંભાળ જ લેવાતી નથી પરંતુ બાળકને પ્રેમ આપવામાં આવે તો તે મળેલા પ્રેમના બદલામાં માતાને પ્રેમ આપતા શીખે છે.
3) ત્રીજો તબક્કો (૫ થી ૧૬ વર્ષ)
સામાન્ય રીતે બાળકના ૫ વર્ષ ની ઉંમર થી લઈને ૧૨ થી ૧૬ વર્ષ સુધીના તબક્કાને ત્રીજો તબક્કો ગણવામાં આવે છે.
આ તબક્કા દરમિયાન બાળક સમગ્ર કુટુંબનો સભ્ય બને છે.
કુટુંબની બધી ભૂમિકાઓથી વાકેફ બને છે.
પોતાની જાતિ મુજબ પોતાને મળેલ ભૂમિકા ભજવવા માટે સક્ષમ બને છે.
4) ચોથો તબક્કો (૧૬ થી ૧૮ વર્ષ)
આ તબક્કા દરમિયાન બાળક યુવાન બનવાથી તેને સ્વતંત્રતા ગમે છે.
યુવાન પુત્ર-પુત્રી માતા-પિતાના નિયંત્રણમાંથી મુક્ત થતાં હોય છે અને કુટુંબનાં સભ્ય બને છે.
આ સમય દરમ્યાન માનસિક તણાવની લાગણીઓ વધુ જોવા મળે છે.
પોતાની જાતીય પ્રવૃતિઓ પ્રત્યે પરિપકવ બને છે.
આ તબક્કા દરમિયાન વ્યક્તિની ભૂમિકાનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટ થવાથી અનેક ક્ષેત્રોમાં નિર્ણય લેવા સક્ષમ બને છે.
આ સમયગાળો લગભગ બે વર્ષ સુધીનો હોય છે.
બાળકમાં સામાજીકરણની પ્રક્રિયા
બાળકમાં સામાજીકરણની પ્રક્રિયા નીચે મુજબ જોવા મળે છે, જેમાં બાળક સોશિયલ લર્નિંગ શીખે છે. અને ધીમે-ધીમે મોટો બનીને સમાજનો ભાગ બને છે
1) અનુકરણ દ્વારા
બાળક બીજાના વર્તનનો અનુકરણ કરીને શીખે છે. જેમકે ઘરમાં બાળક નાનો હશે ત્યારે તેના માતા-પિતા અને કુટુંબના સભ્યો જે કાર્ય જેવી રીતે કરતા હશે તે તેવી રીતે કરવાનો પ્રયત્ન કરે છે.
2) પાત્ર દ્વારા
બાળકને ગમતું હોય તે પ્રકારનું પાત્ર તેના શીખવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે અને તે બાળકના વિચારોનું ઘડતર કરે છે દા.ત. બાળકને પોલીસનું પાત્ર ગમતું હોય તો તેને પોલીસ બનવું ગમે છે.
3) શિક્ષા કરવી અને બદલો આપવો
બાળક પોતાના પર નિયંત્રણ રાખે તે માટે જો તેણે કંઈ ખોટું કાર્ય કર્યું હોય તો તેની ભૂલ સુધારવાની તક આપવી જોઈએ, વારંવાર થતી ભૂલ માટે બાળકને હળવી શિક્ષા આપવી પણ જરૂરી છે તેવી જ રીતે જો બાળકે કોઈ સારું તેની પ્રશંસા પણ કરવી જોઈએ. કાર્ય કર્યું હોય તો તેને બિરદાવવું પણ જોઈએ.
4) સ્વવિકાસ દ્વારા
બાળકને પોતાનું નામ આપવું, તે કોણ છે? તેણે શું કરવું છે? શું કરવું જોઈએ?શું ન કરવું જોઇએ? તેની સમજણ આપવી જરૂરી છે,એકવાર તેનામાં પોતાની જાત વિશેની જાગૃતિ આવશે તો ભૂલ કરશે તો પણ શરમ અનુભવશે અને તે દર્શાવે છે કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે.
5) સહકાર
બીજા સાથે સહકાર સાધીને ચાલવું ખૂબ જ જરૂરી છે અને સામાજીકરણ માટેનું આ અગત્યનું પાસું છે. સહકાર દ્વારા વ્યક્તિગત જરૂરિયાત તેમજ પોતાની ભૂમિકા વિશે સમાનતા કેળવાય છે, માટે એક-બીજા સાથે કેવી રીતે આદાન-પ્રદાન કરવું તે શીખવવું જરૂરી છે.
6) એડજસ્ટમેન્ટ
આ ખૂબ જ મુશ્કેલીભર્યું હોય છે કારણ કે આમાં સંઘર્ષ જોવા મળે છે ગમે તેવા વાતાવરણમાં એડજસ્ટ થવું એટલું સહેલું નથી.તેમ છતાં ચાલશે, ફાવશે, ગમશે આવા શબ્દોનું મૂલ્ય બાળકોને શીખવવું જોઈએ.
એજન્ટ ઓફ સોશિયેલાઇઝેશન (સામાજીકરણના પરિબળો) :
1.ફેમિલી (કુટુંબ)
કુટુંબ એ બાળક માટેનું પ્રથમ સામાજીકરણ છે. સામાજિક જીવનનો પ્રથમ પાઠ બાળક કુટુંબમાંથી શીખે છે, જેમાં તેઓ, ગમો-અણગમો, વલણ તથા બીજી અનેક લાક્ષણિકતાઓનો પાયો કુટુંબમાં નખાય છે, બાળક કુટુંબમાં માતા-પિતા, ભાઈ-બહેન તથા બીજા સભ્યો સાથે થતી આંતરક્રિયાના પરિણામે સમાજનાં પરિચયમાં આવે છે, માતા-પિતાને તેના બાળકને સમાજમાં સાંસ્કૃતિક અને સામાજિક માળખામાં બંધબેસતો કરવાનો હોય છે.
2.પીયર ગ્રુપ (સમાન વયના જૂથો)
બાળકના શેરીના મિત્રો, સ્કૂલના મિત્રો, રમત-ગમતના મિત્રો કે જે સમાન ઉંમર અને ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તેને સમાન વયના જૂથ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ફાળો બાળકના સામાજીકરણમાં ખૂબ વધુ છે. આ જૂથને કુટુંબ પછીનું બીજું પ્રાથમિક જૂથ ગણવામાં આવે છે કારણકે બાળકના સ્વભાવનું ઘડતર આ જૂથમાં થાય છે. બાળક સાથે રમતા-રમતા તે પોતાની ભાવના કેળવે છે, અને ધીમે ધીમે સમાજ કેન્દ્રિત બનતું જાય છે. દા.ત. સાથે રમવું, સાથે જમવું, ટિફિન શેર કરવું,હોમ વર્ક કરવું વગેરે.
3.શાળા
સામાજીકરણમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. જ્ઞાન સાથે વિવિધ લલિત કળા, હસ્તકળા ઉપરાંત નૈતિક મૂલ્યો, નીતિ-નિયમો અને ધારા-ધોરણોને શીખે છે.
4.ધાર્મિક ગ્રુપ
બાળકના સામાજીકરણમાં તેનું ધાર્મિક ગ્રુપ પણ જવાબદાર છે, બાળકને તે સામાજિક રીત-રિવાજો, માન્યતાઓ,પરંપરાઓ અને ધાર્મિક બાબતોનું જ્ઞાન આપે છે, બાળક ક્યાં સમાજ સાથે જોડાયેલ છે તેની જાતિ, ધર્મ જેવી બાબતો પણ બાળકને સામાજિક બનાવવામાં મદદ કરે છે.
5.માસ-મીડિયા
સામાજીકરણના અન્ય સાધનોમાં માસ-મીડિયાનો સમાવેશ થાય છે જેવાકે સમાચારપત્રો,પુસ્તકો, મેગેઝીનો, રેડિયો, સિનેમા વગેરે સાધનો સામાજિક આંતરક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બધાની અસર આપણા વ્યક્તિત્વ પર થાય છે, અને તેમ કરતા આપણે ઘણું બધું શીખીએ છીએ.
ગામમાં વિવિધ સામાજિક જૂથો વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા
જૂથ: સમાજમાં વ્યક્તિઓ જૂથ બનાવે છે. વ્યક્તિને જૂથની જરૂર હોય છે કારણ કે તે જૂથમાં રહીને તેની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે.
સામાજિક જૂથ
સમાન જરૂરિયાતો અને સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓ એક સામાજિક જૂથ એક ૨ બનાવે છે. આ જૂથો કેટલાક ચોક્કસ હેતુ માટે રચાય છે. તે એક નાનો અથવા મોટો જૂથ હોઈ શકે છે.
સામાજિક જૂથની લાક્ષણિકતાઓ
1.યોગ્ય ઓળખ
દા.ત. એક કુટુંબ, એક ક્લબ, વેપાર સંઘ
2.સામાજિક માળખું
એક જૂથની વચ્ચેના આંતર સંબંધોદા.ત.પતિ-પત્ની,પરિવારમાં ભાઈ-બહેન, માતાપિતા અને બાળક વગેરે.
3.વ્યક્તિગત ભૂમિકાઓ
સભ્યોની ભૂમિકા અને સ્થિતિ વચ્ચેનો સંબંધ
4.પારસ્પરિકતા
સંબંધ મેળવો અને આપો.
5.વર્તનના ધોરણો
સંપૂર્ણ જૂથના સારા માટે દરેક સભ્યની વર્તણૂક સારી અને સમાજ માન્ય હોવી જરૂરી છે.
6.સામાન્ય હિતો અને મૂલ્યો
ઘણા જૂથો પોતાના સમાન રસને કારણે રચાય છે.
સામાજિક જૂથના પ્રકાર નીચે મુજબ છે.
1) પ્રાથમિક જૂથ
આ ગ્રુપ ઘણું નાનું હોય છે. જેમાં પ્રાથમિક ધોરણે એક-બીજા સાથે અંગત અને ધનિષ્ઠ સંબંધની સાથે વ્યવહાર હોય છે. અને લાગણીઓ પણ હોય છે. દા.ત. ફેમીલી, ફ્રેન્ડ, પડોશી.
2) સેકેન્ડરી જૂથ
આ ગ્રુપ વિશાળ હોય છે માટે તેમાં સભ્યો વચ્ચે અંગત અને લાગણીના સંબંધો હોતા નથી. દા.ત. સ્કુલ, કોલેજ, હોસ્પિટલ.
અલગ-અલગ સોસીયલ ગ્રુપ વચ્ચે થતા ઇન્ટરેક્શનને ધ્યાનમાં રાખીને ગ્રુપને બે પ્રકારમાં વહેચવામાં આવે છે.
1) ઇન ગ્રુપ
આ પ્રકારના ગ્રુપના સભ્યો વચ્ચે પરસ્પર સહાનુભુતિ, સહકાર, સહાય અને લાગણીની ઈચ્છા હોય છે, પરસ્પર લાભ અને અધિકારો માટે તેમની વચ્ચે એકતા અને લાગણીની ભાવનાઓ જોવા મળે છે. સાથે-સાથે ગ્રુપનાં લોકો ઉદાર, સહનશીલ અને લાગણીશીલ હોય છે. ઉદાહરણોમાં સમાન જાતી, સમાન ભાષા, સમાન ભૂતકાળ, સમાન રૂચીઓ ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. દા.ત. રાષ્ટ્ર
2) આઉટ ગ્રુપ
આ જૂથના સભ્યોને લાગે છે,કે તેઓ ગ્રુપ કેટેગરીના નથી તેમને એક-બીજા પ્રત્યે સ્પર્ધા, વિરોધ, શંકા, નિંદા જેવી લાગણી હોય છે, તેથી તેઓ એક-બીજાની અવગણના કરે છે અને ઉદાસ રહે છે. દા.ત. વિવિધ જાતિઓ અને ધર્મના જૂથ, વિવિધ રાષ્ટ્રો.
પરંપરાઓ અને રિવાજોની આરોગ્ય પર થતી અસર
સંસ્કૃતિ એ માનવ સમાજની પેદાશ છે, જે પેઢી દર પેઢી ચાલ્યા રાખે છે. સામાન્ય રીતે સંસ્કૃતિમાં ધર્મ, ભાષા, રીતરીવાજો, આસ્થા વગેરેનો સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, સંસ્કૃતિ જીવન જીવવાની આખી રીતને સુચિત કરે છે. આરોગ્ય કર્મચારી એ લોકો સાથે કોમ્યુનીટીમાં કાર્ય કરવાનું હોવાથી તેઓ સાંસ્કૃતિક પરિબળોથી વાકેફ હોવા જોઈએ જેથી તેઓ લોકોને આરોગ્ય વિશે સમજ આપી શકે.
1.પોષણ પર થતી અસર
હિન્દુ સમાજમાં શાકાહારી ભોજનનો ઉપયોગ કરવામાં આવે છે, જો કે કેટલાક વિટામિન્સ (વિટામીન B12) અને આવશ્યક એમિનો એસિડ માત્ર મીટ અને માંસ ઉત્પાદનમાં આવેલ હોય છે. દા.ત. બ્રાહ્મણો શાકાહારી ભોજન જ લે છે.
કોઈ ખોરાકને ઠંડો તો કોઈ ખોરાકને ગરમ ગણવામાં આવે છે. આ માન્યતાને કારણે બાળકો, સગર્ભા અને નર્સિંગ માતાને આવો ગરમ ખોરાક આપવામાં આવતો નથી.
લસણ, ડુંગળીનો ઉપયોગ ચોક્કસ જ્ઞાતિમાં કરવામાં આવતો નથી દા.ત. જૈન, સ્વામીનારાયણ ધર્મ વગેરે.
સગર્ભા માતાને પપૈયા આપવામાં આવતા નથી કારણ કે અમુક વિસ્તારોમાં એવી માન્યતા છે કે તેનાથી એબોર્શન થઇ શકે છે.
2.માતા અને બાળ સ્વાસ્થ્ય પર થતી અસર
ચોક્ક્સ કોમ્યુનીટીમાં ફૂડ જેવાકે ઈંડા, મીટ અને ફીશ ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવતા નથી. આવા ખોરાકને ગરમ ખોરાક માનવામાં આવે છે જેથી માતામાં પોષકતત્વની ઉણપ જોવા મળે છે.
કેટલાક વિસ્તારોમાં બાળકને શરૂઆતનું પીળા કલરનું દૂધ (કોલોસ્ટ્રોમ) આપવામાં આવતું નથી અને સ્તનપાન કરાવવામાં આવતું નથી તેઓ વિચારે છે કે કોલોસ્ટ્રોમ બાળક માટે હાનિકારક છે. જયારે તે બાળકને રોગો સામે બચાવવા માટેની શક્તિ આપે છે.
બાળકની કાપેલી નાળ પર છાણનો ઉપયોગ કરવો તે ખરાબ રિવાજ પણ નવજાત શિશુમાં ધનુર થવા માટે જવાબદાર છે.
નવજાત શિશુની ત્વચા પર એરંડાના તેલને લગાવવું એ પણ એક ખરાબરિવાજ છે, જે બાળક ની કોમળત્વચાને નુકશાન પહોચાડે છે.
3.વ્યક્તિગત સ્વચ્છતા પર થતી અસર
દરરોજ નાહવું તે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે, જે એક સારી ટેવ છે.
સ્નાન કરતા પહેલા તેલ લગાવવાનો રિવાજ એ એક સારો ભારતીય રિવાજ છે.
પાન-મસાલાનું તમાકુ સાથે અથવા વગર વ્યસન કરવું તે એક ખરાબ રિવાજ છે, જે ગંભીર બિમારીનું કારણ છે. દા.ત. કેન્સર
સ્મોકિંગ અને હુક્કાનું સેવન કરવું એ કેટલાક ભાગોમાં સામાજિક રિવાજ છે જે હાનિકારક છે. અને સ્વાસ્થ્ય માટે જોખમી છે.
એકદમ ખુલ્લા પગે ચાલવું એ હૂકવોર્મ રોગના સંક્રમણ સાથે જોડાયેલું છે.
4.પર્યાવરણીય સ્વચ્છતા પર થતી અસર
ખુલ્લામાં શૌચક્રિયા કરવી ખરાબ ટેવ છે અને અસ્વસ્થ સામાજિક પ્રક્રિયા છે, જેનાથી પાણીનું અને જમીનનું પ્રદૂષણ થાય છે, અને માખીઓનો પ્રસાર થાય છે.
જળ સ્ત્રોતો નજીક કપડા ધોવા, ઢોર ને નવડાવવા અને સ્નાન કરવું તે નદીઓ અને કુવાના પાણીનાં પ્રદૂષણનું કારણ બને છે.
પવિત્ર નદીઓનું પાણી પીવાથી કોલેરા અને ગેસ્ટ્રો એન્ટેરાઇટિસ જેવી બીમારી થાય છે.
5.બિમારી પર થતી અસરો
ઘણા બધા રોગો વિશે લોકોનો દૃષ્ટિકોણ અલગ-અલગ જોવા મળે છે. તેઓ તેને એક કમનસીબી માને છે અને સારવાર માટે ડોકટરો પાસે જતાં નથી
રક્તપિત્ત અને ટીબી એ વ્યક્તિના પાછલા પાપોને કારણે થાય છે તેવું માનવામાં આવે છે.
ડોકટરોની તુલનામાં હકીમ અને હાડવૈદમાં લોકોની ખૂબ શ્રધ્ધા છે. માટે દવા લેવા માટે તાત્કાલિક હોસ્પિટલ જતાં નથી.
આમ સમુદાયમાં આરોગ્યની પ્રેક્ટિસ કરવા માટે અને આરોગ્ય શિક્ષણ દ્વારા લોકોની ટેવ, રીત-રિવાજો અને માન્યતાઓમાં પરિવર્તન લાવવા માટે સાંસ્કૃતિક પરિબળોનો અભ્યાસ જરૂરી છે.
સામાજિક સ્તરીકરણ
પ્રસ્તાવના
સામાજિક સ્તરીકરણ બે સમાજ દ્વારા તેના લોકોને સંપત્તિ, આવક, જાતી, શિક્ષણ, લિંગ, વ્યવસાય અને સામાજિક દરજ્જા જેવા સામાજિક-આર્થિક પરિબળોને આધારે જુદા જુદા જૂથોમાં તેના વર્ગીકરણને સૂચિત કરવામાં આવે છે, માનવ સમાજ એકરૂપ નથી, પરંતુ વિજાતીય છે, કુદરતી તફાવતો ઉપરાંત માનવી પણ સામાજિક માન્યતા મુજબના માપદંડ અનુસાર અલગ પડે છે.
સામાજિક સ્તરીકરણ દરેક જગ્યાએ જોવા મળે છે, જુદા જુદા સમયે ક્યાંક સંપત્તિના ધોરણે તો ક્યાંક જન્મના આધારે તેની રચના થયેલ છે, જ્યારે જાતિ કે જન્મના આધારે જ્ઞાતિ જૂથ રચાય છે, તે પણ એક સામાજિક સ્તરીકરણ જ કહેવાય, દરેક સમાજ ઉંચ-નીચ વાળા કોઈને કોઈ પ્રકારના ભેદભાવ પર રચાયેલ છે તેઓ સામાજિક જૂથ કે વિભાગોમાં વહેંચાયેલ હોય છે.
આધુનિક સમાજમાં સામાજિક સ્તરીકરણને સામાન્ય રીતે ત્રણ સામાજિક વર્ગોના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
ઉચ્ચ વર્ગ
મધ્યમ વર્ગ
નીચલા વર્ગ
વ્યાખ્યા
સામાજિક સ્તરીકરણ એટલે સમાજના લોકોનું ચડતા-ઉતરતા ક્રમમાં વિભાજન થવું.
સામાજિક સ્તરીકરણના કારણો
1.અસમાનતા
સમાજમાં દરેક જગ્યાએ ઉંચ-નીચના ભેદભાવ જોવા મળે છે. નિમ્ન સમાજના લોકોને ઉચ્ચ સમાજ નીચી નજર થી જોવે છે, જેથી અસમાનતા ઉદભવે છે.
2.સંઘર્ષ
એક સમાજથી આગળ નીકળવાની ભાવનાને કારણે સમાજ-સમાજ વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય છે.
3.પાવર
જે વ્યક્તિ પાસે ઉચો હોદ્દો હોય તેને પાવરફૂલ ગણવામાં આવે છે. અને લોકો પાવર નાં કારણે તેમની કહેલી વાતોને સ્વીકારે છે. આથી નિમ્ન વર્ગ તેનાથી ડરેલો રહે છે.
4.સંપત્તિ
સંપતિ કે મિલકત વધુ હોય તેને સમાજમાં ઉંચી નજરે જોવામાં આવે છે, માટે અમીર-ગરીબ ના ભેદભાવ જોવા મળે છે.
5.અસ્થિરતા
દરેક જગ્યા એ જુદી-જુદી રીતે સમાજ વિભાજીત થયેલ જોવા મળે છે એટલા માટે સમાજમાં સ્થિરતા જોવા મળતી નથી.
સામાજિક સ્તરીકરણની લાક્ષણિકતાઓ
પ્રખ્યાત વિદ્વાનો દ્વારા આપવામાં આવતી વિવિધ વ્યાખ્યાઓનાં વિશ્લેષણનાં આધારે સામાજિક સ્તરીકરણની લાક્ષણિકતાઓ નીચે મુજબ હોય શકે છે.
1) સામાજિક સ્તરીકરણ સાર્વત્રિક છે.
આ વિશ્વમાં કોઈ સમાજ નથી જે સ્તરીકરણથી મુક્ત હોય, આધુનિક સમયમાં સમાજનું સ્તરીકરણ પ્રાચીન સમયથી અલગ છે, તે વિશ્વવ્યાપી ઘટના છે.
2) સ્તરીકરણ સામાજિક છે.
જૈવિક ગુણો જેવા કે વય, લિંગ, બુદ્ધિ, તાકાત એ કોઈની શ્રેષ્ઠતા કે લઘુતા નક્કી કરતા નથી, પરંતુ કોઈનું શિક્ષણ, સંપતિ, અનુભવ, પાત્રતા અને વ્યક્તિત્વ વગેરે જેવા ગુણોનુ વધુ મહત્વ જોવા મળે છે. તેથી સ્તરીકરણ સામાજિક છે એમ કહી શકાય.
3) તે પ્રાચીન છે.
સ્તરીકરણ ની સિસ્ટમ ખુબ જ જૂની છે, લગભગ બધી જ પ્રાચીન સંસ્કૃતિઓમાં, શ્રીમંત અને ગરીબ, નમ્ર અને શક્તિશાળી વચ્ચેનાં તફાવતો અસ્તિત્વમાં છે.
4) તે વિવિધ સ્વરૂપોમાં છે.
દરેક સમાજોમાં સ્તરીકરણના સ્વરૂપો સમાન નથી. આધુનિક વિશ્વ જાતી, વર્ગ અને એસ્ટેટ સ્તરીકરણના સ્વરૂપે જોવા મળે છે, પ્રાચીન આર્યોને ચાર વર્ણોમાં વહેચવામાં આવ્યા હતા. તેથી દરેક સમાજ, ભૂતકાળ કે વર્તમાન, મોટા અથવા નાના વિવિધ પ્રકારનાં સામાજિક સ્તરીકરણ દ્વારા વર્ગીકૃત થયેલ છે એમ વિવિધ સ્વરૂપે જોવા મળે છે.
5) સામાજિક સ્તરીકરણ પરિણામ છે.
સામાજિક સ્તરીકરણના બે મહત્વપૂર્ણ પરિણામો છે. એક છે જીવનની શક્યતા અને બીજું જીવનશૈલી એક વર્ગ સિસ્ટમ વ્યકિતઓના જીવનની શક્યતાઓને અસર કરે છે, જેમાં વર્ગના સભ્યોને સમાન સામાજિક તકો હોય છે, પરંતુ આ તકો દરેક સમાજમાં બદલાય છે. જીવનશૈલી એક વિશિષ્ઠ સામાજિક દરજ્જાથી અલગ છે, જેમાં સમુદાયના રહેણાંક ક્ષેત્રો જેવી બાબતો સામેલ છે.
સામાજિક સ્તરીકરણના પ્રકાર
સામાન્ય રીતે સામાજિક સ્તરીકરણને જાતી, વર્ગ, એસ્ટેટ અને ગુલામી એમ ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે. ભારતમાં સામાજિક સ્તરીકરણ જ્ઞાતિ/જાતિ (કાસ્ટ), વર્ગ(ક્લાસ) અને રેસ સ્વરૂપે જોવા મળે છે.
1) કાસ્ટ (જાતિ/જ્ઞાતિ)
જાતિએ મોટાભાગે વ્યવસાય આધારિત અને વારસાગત રીતે ઉતરી આવેલું સામાજિક માળખું છે. જે ખાસ સામાજિક નિયમો અને પ્રતિબંધો ધરાવે છે. જાતિનો ખ્યાલ વિવિધ ધર્મોમાં રહેલો છે. પરંતુ તે ભારતીય સમાજમાં લાંબા સમયથી હજુસુધી વ્યાપેલ છે. જોકે, ભારતમાં જાતિવાદનું આર્થિક મહત્વ શહેરીકરણનાં લીધે ઘટી ગયું છે.
વ્યાખ્યા
જાતિ એ એક વંશપરંપરાગત અંતઃવ્યાપી સામાજિક જૂથ છે જેમાં વ્યક્તિના ક્રમ અને તેની સાથેના અધિકારો અને જવાબદારીઓ તેના જૂથમાં તેના જન્મને આધારે નક્કી કરવામાં આવે છે. વેદકાલીન સમાજમાં હિન્દુઓમાં પ્રજાને ચાર જ્ઞાતિમાં વહેંચવામાં આવતી જેવી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વગેરે.
કાસ્ટની લાક્ષણિકતાઓ
કાસ્ટની અંદર વ્યક્તિની મેમ્બરશીપ એ જન્મ થી નક્કી થયેલ હોય છે.
દરેક કાસ્ટમાં ચોક્કસ નિયમો હોય છે. અને ચોક્કસ વ્યવસાય પણ હોય છે.
સ્ટેટસ પ્રમાણે ઉંચતા અને નીચતા જોવા મળે છે.
કાસ્ટ દ્વારા મળેલુ સ્ટેટસ બદલી શકાતુ નથી.
દરેક કાસ્ટમાં ચોક્કસ સાંસ્કૃતિક માન્યતાઓ જોવા મળે છે.
કાસ્ટમાં સભ્યોનું નિયંત્રણ કરવા માટે કાસ્ટ પંચાયત હોય છે.
ખોરાકની ટેવો પણ નક્કી થયેલ હોય છે. જેમાં બ્રાહ્મણ અને વેશ્ય શાકાહારી હોય છે.
લગ્ન અને સામાજિક સંબંધો પણ નિયંત્રિત હોય છે. દા.ત ઉંચી કાસ્ટનો વ્યક્તિ નીચી કાસ્ટની વ્યક્તિ સાથે લગ્ન કરી શકતો નથી. જો કે આવું આજકાલ વિશ્વના દરેક ધર્મો માં જોવા મળે છે.
સ્વત્રંત ભારતમાં કાસ્ટ પદ્ધતિમાં આવેલા બદલાવ
વ્યવસાયની પસંદગી અને ખોરાકની પસંદગી પર છુટછાટ આપેલી છે.
બે કાસ્ટ વચ્ચેના લગ્નને કાયદેસર રીતે મંજુરી આપવામાં આવેલી છે.
નીચી કાસ્ટનાં લોકોની સમસ્યાઓને દુર કરવા માટે શિક્ષણ તથા નોકરીમાં અનામત સીટ આપવામાં આવે છે.
કાસ્ટ પંચાયત અદ્રશ્ય બની ગઈ છે.
કાસ્ટ વિશે કોઇપણ ભેદભાવ રાખ્યા વગર સામાજિક વાતચીત અને સામાજિક સંબંધો સ્થાપવામાં આવે છે.
કાસ્ટ લોકોની વ્યક્તિગત પ્રગતી પર કોઈ અવરોધ ઉભો કરતી નથી.
કાસ્ટ પદ્ધતિમાં બદલાવ આવવાના કારણો
શહેરીકરણ થવાને લીધે
લોકોનું ગ્રામીય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતરનાં લીધે.
સરકારે બહાર પાડેલા કાયદાને કડક રીતે અમલમાં લાવવાથી.
નીચી કાસ્ટનાં લોકોમાં શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવાને લીધે.
સમુદાયના લોકોએ ટ્રેડ યુનિયન અને અનાથ આશ્રમની સ્થાપના કરી છે ને જરૂર હોય તો વ્યક્તિ કે જેના કોઈ સગાના હોય તેની મૃત્યુ વખતે તેના અંતિમ સંસ્કારની કાર્યવાહી પણ કરે છે.
તે મુખ્યત્વે મજૂરી અને વ્યવસાયના વિભાજનના આધારે સમાજમાં એક સુમેળપૂર્ણ વિભાજનનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્ઞાતિ સહકાર અને સાથી-ભાવનાને પ્રોત્સાહન આપે છે, તે ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે, અને જુથની ભાવનાને મજબૂત કરે છે.
તે સામાજિક સ્થિરતાનું સાધન છે તે ભારતીય સમાજને રાજકારણના આંચકા અને પ્રકૃતિના વિનાશનો સામનો કરવાની શક્તિ આપે છે.
તે હિન્દુ સમાજના બંધારણ તરીકે કાર્ય કરે છે અને સામાજિક વ્યવસ્થા અને એકતાને ટકાવી રાખે છે.
તે આડેધડના આંતર જ્ઞાતિ લગ્ન પર પ્રતિબંધ મૂકીને વંશીય શુદ્ધતા જાળવે છે.
તે આર્થિક વ્યવસાયને વ્યાખ્યાયિત કરે છે અને દરેક વ્યક્તિને વ્યવસાયિક કારકિર્દી પૂરી પાડે છે.
તે જુથમાં સાંસ્કૃતિક પ્રચારની જોગવાઈ કરે છે.
જ્ઞાતિ પ્રથામાં સંસ્કૃતિ, કુશળતા, વર્તન, માન્યતાઓને એક જનરેશન થી બીજી જનરેશન સુધી ખૂબ જ વ્યવસ્થિત રીતે પસાર કરવામાં આવે છે.
જ્ઞાતિવાદના ગેરલાભો
જ્ઞાતિપ્રથા એ અનિયંત્રિત રીતે હિન્દુ સમાજને પરસ્પર પ્રતિકૂળ અને વિરોધાભાસી જૂથોમાં વહેંચ્યા છે.
તે અસ્પૃશ્યતા તરફ દોરી જાય છે.
સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને સમગ્ર રીતે દૂર કરી છે.
તે રાષ્ટ્રીય એકતાના વિકાસમાં અવરોધ ઊભો કરે છે.
જાતિ એ દેશભક્તિની ભાવના, રાષ્ટ્રીય ચેતનાના વિકાસને જોખમમાં મૂકે છે.
તે લોકશાહીના યોગ્ય વિકાસને અવરોધે છે કેમકે જાતિ અસમાનતા ને ઉત્તેજિત કરે છે જ્યારે લોકશાહી સમાનતાની ખાતરી આપે છે.
કાસ્ટની વધુ રૂઢિચુસ્તતા અને રૂઢિવાદી પ્રથાઓ યથાવત છે. જે સામાજિક પ્રગતિને અટકાવે છે.
ધાર્મિક રૂપાંતરણોને અવકાશ આપ્યો છે દા.ત. ઉચ્ચ જાતિના જુલ્મ અને ભેદભાવને કારણે નિમ્ન જાતિના લોકોમાં ધર્માંતરણ જોવા મળે છે.
તે વ્યવસાયની ગતિશીલતાને નકારે છે કારણ કે વ્યક્તિએ જાતિના વ્યવસાયનું પાલન કરવું આવશ્યક છે, માટે વ્યક્તિ પોતાની પસંદ મુજબ વ્યવસાય બદલી શકતો નથી.
વ્યવસાય બદલી શકાતો ન હોવાથી જ્યારે વ્યક્તિને તે વ્યવસાયમાં રસ નહીં હોય તોપણ બળજબરીથી કરાતા કાર્યના કારણે તેના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
તે જાતિવાદને પ્રોત્સાહન આપે છે જેના કારણે એક જાતિના લોકો બીજી જાતિના લોકોને નુકસાન પહોંચાડતા પહેલા વિચાર કરતા નથી.
2) ક્લાસ (વર્ગ)
દરેક સમાજમાં વર્ગનું અસ્તિત્વ હોય છે અને દરેક વર્ગમાં અસમાનતાનું ચોક્કસ ધોરણ હોય છે. સામાન્ય રીતે તેમની આર્થિક સ્થિતિ સરખી હોય છે તેમની માન્યતાઓ, વલણ તેમજ વર્તન પણ એકસરખા હોય છે આના કારણે જીવનની દરેક પ્રવૃત્તિ જેમ કે ખોરાકની રીત-ભાત, રહેણીકરણી વગેરે અલગ-અલગ વર્ગમાં અલગ જોવા મળે છે દરેક વર્ગને સામાન્ય ઉપદેશો હોય છે, જેના કારણે એક વિશેષ પ્રકારની વિચારધારા ઉત્પન્ન થાય છે દરેક સામાજિક વર્ગને વિશેષ સામાજિક મોભો કે દરજ્જો હોય છે.
વ્યાખ્યા
સમાજમાં એકસમાન આર્થિક-સામાજિક દરજ્જો ધરાવતા લોકોના જૂથને વર્ગ કહે છે, જેને પોતાના અલગ સિદ્ધાંતો હોય છે.
વર્ગ નક્કી કરવાના મુદ્દાઓ
1.ધન, સંપત્તિ અને આવક
વર્ગ નક્કી કરવામાં વ્યક્તિની સંપત્તિ અને તેની આવક એ મહત્વની બાબત છે. આવક વ્યક્તિની પસંદગીની અનુકૂળતા અને જીવનની તક વધારે છે, પૈસાથી વ્યક્તિ તથા કુટુંબ, એ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા કેળવે છે. ઉંચી આવક સમાજમાં સમૃદ્ધિની નિશાની ગણાય છે. ઘણી વખત નીચલા વર્ગના લોકોની આવક વધુ જોવા મળે છે પરંતુ તે સામાન્ય જીવન જીવતા હોય છે ફક્ત પૈસા હોવા તેને સામાજિક વર્ગ સાથે સંબંધ નથી પણ તે કેવી રીતે વાપરવામાં આવે છે અને કેવી રીતે મેળવવામાં આવે છે તે પણ અગત્યનું છે.
2.કુટુંબ અને લોહીનાં સંબંધો
સામાન્ય રીતે દરજ્જો વ્યકિતગત નહીં પણ વારસાગત હોય છે. ગરીબ ના ઘેર જન્મનાર બાળકને ગરીબનો જ વારસો પ્રાપ્ત થાય છે, જ્યારે શ્રીમંત કુટુંબમાં જન્મનાર બાળકને શ્રીમંતાઈનો દરજ્જો મળે છે.
3.રહેઠાણ
રહેઠાણનો વિસ્તાર અને રહેઠાણના સ્વરૂપ સાથે પણ વર્ગનો સીધો સંબંધ જોવા મળે છે, તમે કઈ જગ્યાએ રહો છો તે પણ વર્ગ નક્કી કરવામાં અગત્યનું છે અમુક વિસ્તારોમાં ભવ્ય બંગલામાં રહેવાને ઊંચો દરજ્જો ગણવામાં આવે છે. દા.ત.અમદાવાદનો શાહીબાગ એરીયા.
4.વ્યવસાય/ધંધો
વ્યવસાયને વર્ગ સાથે સીધો સંબંધ છે અને તેના પરથી વર્ગનો દરજ્જો નક્કી કરવામાં આવે છે. જેમનો વ્યવસાય ઊંચો તેમને ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય છે. દા.ત. ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર વગેરેનું સમાજમાં ઉચ્ચ સ્થાન છે ઘણી વખત આવા લોકોનું કુટુંબ સામાન્ય હોય છે, આવક મર્યાદિત હોય છે, છતાં તેમના વ્યવસાયને કારણે તેમને ઉંચો વર્ગ ગણવામાં આવે છે.
5.શિક્ષણ
ખાસ પ્રકારના શિક્ષણને ઊંચો દરજ્જો આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણથી ઉચ્ચ વ્યવસાય પ્રાપ્ત થાય છે, પરિણામે સમાજમાં ઉચ્ચ દરજ્જો મળે છે. શિક્ષણ એ સમાજ માટે ખુબ જ અગત્યનું છે, શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતે અલગ-અલગ ક્ષેત્રમાં ટોચની કારકિર્દી પ્રાપ્ત કરીને વ્યક્તિગત વિકાસ ઉપરાંત કુટુંબ અને સમાજનો વિકાસ કરીને રાષ્ટ્રીય યોગદાન આપી શકે છે.
વર્ગ અથવા દરજ્જાની લાક્ષણિકતાઓ
મનુષ્યના વિશેષ સામાજિક સમૂહને વર્ગ કહેવામાં આવતો નથી પરંતુ વર્ગના સંદર્ભમાં વિશેષ માનવ સમૂહ હોય છે.
1.સંસ્કારો
એક સમાજમાં જે સંસ્કારો હોય છે તે બીજા વર્ગના સમાજ કરતાં જુદા હોય છે,જેમાં શ્રીમંત વર્ગને જુદો પાડી શકાય છે. કારણ કે તેના રીત-રિવાજો, પહેરવેશ, વિચારધારા વગેરેમાં અંતર હોય છે.
2.ઊંચ-નીચની ભાવના
સામાજિક વર્ગમાં કેટલાક વર્ગ ઉચ્ચ કક્ષાએ તો કેટલાક નિમ્ન કક્ષાએ છે. જેને ઉપલો વર્ગ અને નીચલા વર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને નીચલા વર્ગ સાથે હીનપૂર્વકનું વલણ કરવામાં આવે છે અને તેઓને નીચલા વર્ગના છે તેવી લાગણીનો અહેસાસ કરાવવામાં આવે છે
3.સમાનતા અને જાગૃતિ
પ્રત્યેક વર્ગમાં વિશેષ પ્રકારની જાગૃતિ હોય છે દરેક વર્ગને સમાજમાં જુદી-જુદી રીતથી જોવામાં આવે છે તેમજ સન્માન આપવામાં આવે છે. આ વર્ગની રહેણી-કરણી, રીત-રિવાજો વગેરે વિશિષ્ટ પ્રકારના અને વિશેષ હોય છે.
3) રેસ
રેસ શબ્દના ઘણા બધા મતલબ થાય છે, ઘણીવાર રેસને નેશનાલીટી તો ક્યારેક રીલીજીયન સાથે સરખાવવામાં આવે છે. જયારે ઘણી વખત લોકોના સ્કીનનાં કલરને ધ્યાનમાં રાખીને તેની રેસ નક્કી કરવામાં આવે છે.
સામાન્ય રીતે રેસ શબ્દ બાયોલોજીકલ વારસાગતની લાક્ષણિકતાઓ જેવીકે આંખ, સ્કીન અને વાળના કલર સાથે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે લોકો પોતાની ચોક્કસ આનુવંશીક લાક્ષણિકતાઓ ધરાવે છે, જે તેને બીજા લોકોથી અલગ દર્શાવે છે. આમ રેસ શબ્દ જીનેટિક સાથે સબંધ ધરાવે છે.
વ્યાખ્યા
રેસ એટલે કે લોકોનાં સમુહને તેની ફિઝીકલ લાક્ષણિકતાઓ જેવી કે સ્કીન કલર, આંખોનો કલર, વાળનો કલર, આંખોનો આકાર વગેરેને ધ્યાનમાં રાખીને ચડતા-ઉતરતા ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા.
જ્ઞાતિ અને વર્ગ વચ્ચેનો તફાવત
જ્ઞાતિ અને વર્ગ વચ્ચેનો તફાવત
મુદ્દો
જ્ઞાતિ (Caste)
વર્ગ (Class)
વ્યાખ્યા
જન્મ આધારિત સામાજિક સમૂહ
આર્થિક, સામાજિક સ્થિતિ આધારિત સમૂહ
આધાર (Basis)
જન્મ અને પરંપરા
આવક, શિક્ષણ, વ્યવસાય, સંપત્તિ
સભ્યતા
જન્મથી મળે છે
વ્યક્તિના પ્રયત્નોથી બદલાય છે
પરિવર્તનશીલતા
અપરિવર્તનીય (Change થતું નથી)
પરિવર્તનશીલ (Change થઈ શકે)
સમાજમાં સ્થાન
જન્મથી નક્કી
સિદ્ધિ (Achievement) થી નક્કી
સામાજિક ગતિશીલતા
ખૂબ ઓછી
વધારે
નિયમો
કડક અને પરંપરાગત
ઔપચારિક અને લવચીક
લગ્ન પદ્ધતિ
જ્ઞાતિ અંદર લગ્ન (Endogamy)
વર્ગમાં લગ્ન ફરજિયાત નથી
વ્યવસાય
પરંપરાગત, જ્ઞાતિ આધારિત
કુશળતા અને શિક્ષણ આધારિત
સામાજિક અંતર
વધારે
ઓછું
અસમાનતા
કાયમી અને ઊંડે બેસેલી
તુલનાત્મક રીતે ઓછી
પ્રતિષ્ઠા (Status)
Ascribed status (જન્મથી)
Achieved status (મહેનતથી)
સમાનતા
ઓછી
વધારે
આધુનિક સમાજમાં ભૂમિકા
ઘટતી જાય છે
વધતી જાય છે
કાયદાનો પ્રભાવ
બંધારણ દ્વારા નિયંત્રિત
આર્થિક નીતિ દ્વારા અસર
ઉદાહરણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર
ઊંચો વર્ગ, મધ્ય વર્ગ, નીચો વર્ગ
ગ્રામ્ય સમાજમાં અસર
વધારે
ઓછી
શહેરી સમાજમાં અસર
ઓછી
વધારે
સામાજિક વિકાસમાં ભૂમિકા
અવરોધરૂપ
પ્રોત્સાહક
સોશિયલ કંટ્રોલ (સામાજિક નિયંત્રણ)
સામાજિક નિયંત્રણ એ સમાજશાસ્ત્ર નો ખ્યાલ છે, કે જે વ્યક્તિના વર્તન પર સામાજિક કે સાંસ્કૃતિક રીતે મુકાતાં નિયમનો નિર્દેશ કરે છે. સામાજિક પ્રક્રિયાઓ અને વ્યક્તિઓ તથા જૂથોના વર્તનને નિયંત્રિત કરતા અને સમાજજીવનના હિત માટે, સમાજના સભ્યો દ્વારા સ્વીકૃત થયેલ અંકુશોને સામાજિક નિયંત્રણ કહેવામાં આવે છે.
વ્યાખ્યા
સામાજિક નિયંત્રણ એક એવી પ્રક્રિયાઓ અને સાધનો છે, જેના દ્વારા સામાજિક ધોરણોનું ઉલ્લંઘન મર્યાદિત બનાવવામાં આવે છે.
ટાઈપ્સ ઓફ સોશિયલ કંટ્રોલ (સામાજિક નિયંત્રણના પ્રકારો)
દરેક સમાજના લોકોના વર્તનમાં નિયંત્રણ માટે કેટલીક પદ્ધતિઓ હોય છે. આ પદ્ધતિ ઔપચારિક અને અનૌપચારિક હોય છે. ઔપચારીક પદ્ધતિઓમાં કાયદાઓ અને બંધારણની કલમ નો સમાવેશ થાય છે.અનૌપચારીક પદ્ધતિઓમાં સામાજિક રીત-રીવાજ, રૂઢિઓ, માન્યતાઓ વગેરેનો સમાવેશ થાય છે.
1.રીત-રીવાજો
રીત-રીવાજ એટલે કે લોકોએ સ્વીકારેલ નિયમો જેમાં ખાનપાન ને લગતા, લોકોને મળવાની પદ્ધતિ, શિષ્ટાચાર, વડીલોને મદદ કરવી વગેરે જેવી રીતોનો સમાવેશ કરવામાં આવે છે. જે એક સામાજિક ટેવો અને લોકોએ સ્વીકારેલ વ્યવહારના નિયમો છે. દરેક સમાજના પોતાના રીત-રીવાજ હોય છે, જે પેઢી દર પેઢી વારસામાં આવે છે, અને વંશ પરંપરાગત આવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું તે આ નિયમો શીખવે છે, અને ઘણા પ્રશ્નોના નિરાકરણ પણ આપે છે, આપણી શક્તિ, સમય અને ધનને સાચવે છે. આમ રીત-રીવાજો વ્યક્તિનું ઘડતર કરે છે. ઘણી વખત રીતરિવાજો ઘણા ચુસ્ત હોય છે, જે બદલી શકાતા નથી તેના કારણે ઘણીવાર વ્યક્તિના વિકાસમાં અવરોધ ઊભો થાય છે.
2.પ્રણાલીઓ
સામાજિક પ્રણાલીઓ જેમાં પહેરવેશ અને વર્તનના નિયમનો સમાવેશ થાય છે. આ પ્રણાલીઓનું પાલન લોકો કરે છે, અને જો તેનો ભંગ કરવામાં આવે તો વ્યક્તિને કોઈ સજા થતી નથી, પરંતુ સમાજમાં તે વ્યક્તિ હાંસીને પાત્ર બને છે. દા.ત.અમુક જ્ઞાતિમાં અમુક પ્રકારનો પહેરવેશ જ પહેરવામાં આવે છે.
3.રૂઢિઓ
આ પણ એક સંસ્કૃતિનો જ ભાગ છે, જે વ્યક્તિઓને તેમના વર્તનની પદ્ધતિઓ શીખવે છે. જેમાં ખૂન ન કરવું, ચોરી ન કરવી, બાંધછોડ ન કરવી વગેરે જેવા નિયમોનો સમાવેશ થાય છે, જેનું સમાજના સભ્યો ચુસ્તપણે પાલન કરે છે, આ નિયમોનો ભંગ થાય તો તે વ્યક્તિને કડક શિક્ષા થાય છે, અને તેની સામે કોઈ વાંધો ઉઠાવી શકતું નથી.
આમ રૂઢિઓ આપણા જીવનમાં ભાગ રૂપ બની જાય છે તેના પાલન માટે દરેક વ્યક્તિ જવાબદાર હોય છે, સમાજના આદર્શ મૂલ્યો વગેરેનો રૂઢિઓમાં સમાવેશ થાય છે, જે સમાજની એકતા ટકાવી રાખે છે અને સમય મુજબ તેમાં ફેરફાર થતો રહે છે. દા.ત.અસ્પૃશ્યતા/અભડાવવું
4.માન્યતાઓ
સમાજમાં નીતિ નિયમોના પાલન માટે ઘણી માન્યતાઓ પ્રવર્તતી હોય છે, જે સામાજિક નિયંત્રણની જ એક પદ્ધતિ છે.
જે નીચે પ્રમાણે ના સ્વરૂપે જોવા મળે છે.
પ્રતીક રૂપે :
આમાં સામાજિક નિયંત્રણ માટે શારીરિક શિક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે. દા.ત. મારવું, અંગુઠા પકડાવવા વગેરે
શાબ્દિક રીતે :
જેમાં શબ્દોના ઉપયોગ દ્વારા રમુજી ટુચકાઓ, દંતકથાઓ, ફટાણા વગેરેના ઉપયોગ દ્વારા વખાણ અથવા પ્રશંસા અને નિંદા કે કટાક્ષ દ્વારા ટીકાઓ કરવી વગેરે.
ઇનામ દ્વારા :
જેમાં સારા કાર્યના બદલે વ્યક્તિને ઇનામ કે શાબાશી આપવામાં આવે છે અને તેમાંથી સામાજિક વ્યવસ્થાનું પ્રતિબિંબ પડે છે.
5.ધાર્મિક વિધિઓ
ધાર્મિક માન્યતા મુજબ સમાજમાં અમુક વર્તન ને નિષેધ કરવામાં આવે છે. દા.ત છોકરી જ્યારે ઋતુસ્ત્રાવમાં આવે ત્યારે તેને અલગ રાખવામાં આવે છે.
6.કાયદાઓ
રાજ્યમાં સલામતી અને વ્યવસ્થા માટે તેમજ નાગરિકોના હકોના રક્ષણ તથા લોકોની સ્વતંત્રતા માટે કાયદો જરૂરી છે.કાયદો એટલે નિયમોનો માળખું જેનો ઉપયોગ કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે કરવામાં આવે છે. અને તેનો અમલ દરેક વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. જો નિયમોનું પાલન કરવામાં ન આવે કાયદા અનુસાર તેને કડક શિક્ષા પણ આપવામાં આવે છે.
વર્ગ,જ્ઞાતિ અને રેસની આરોગ્ય પર થતી અસરો
ભારતીય સમાજ વિવિધ ધર્મો અને જાતિઓમાં વહેંચાયેલો છે. વિવિધ જાતિના લોકો તેમના વિશિષ્ટ વ્યવસાય કરે છે. જાતિ-પદ્ધતિના આધારે લોકોમાં ભેદભાવની લાગણી છે.
જેની અસર લોકોના આરોગ્ય પર નીચે મુજબ જોવા મળે છે.
1.એજ્યુકેશન
ઉચ્ચ વર્ગના લોકો વધુ શિક્ષિત છે અને ઉપલબ્ધ આરોગ્ય સંભાળ અને સારવાર સેવાઓનો આનંદ માણે છે. અજાણ અને અભણ હોવાને કારણે, નીચલા વર્ગના લોકો આ ઉપલબ્ધ સેવાઓનો વધારે લાભ લેતા નથી.
2.ન્યુટ્રીશન
ઉચ્ચ વર્ગના લોકો સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લે છે અને સ્વસ્થ રહે છે. ગરીબ હોવાને કારણે, નીચલા વર્ગના લોકો જરૂરી દૈનિક કેલરી પણ લઈ શકતા નથી અને તેથી જ તેઓ કુપોષણ અને એનિમિયાથી પીડાય છે.
3.વ્યવસાય
ઉચ્ચ વર્ગના લોકો વધુ શિક્ષિત છે માટે તેઓ સારી નોકરી અને ધંધો કરતા હોય છે. આથી તેમની આવક મર્યાદા વધારે હોય છે. અને તે પોતાની જરૂરિયાતો પૂરી કરતા હોય છે. નિમ્ન વર્ગના લોકો મજુરી કામ સાથે જોડાયેલ હોવાથી પોતાની પાયાની જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી.
4.કુટુંબ આયોજન
શિક્ષિત હોવાને કારણે, ઉચ્ચ વર્ગના લોકો ઓછા બાળકોનું ઉત્પાદન કરે છે. તેમને ઉચ્ચ શિક્ષણ આપે છે અને તેમની યોગ્ય સંભાળ રાખે છે. બીજી બાજુ, નીચલા વર્ગના લોકો અભણ છે. તેઓ કૌટુંબિક આયોજનની પદ્ધતિઓનો ઉપયોગ કરતા નથી અને વધુ બાળકો ઉત્પન્ન કરે છે. તેઓ તેમની યોગ્ય રીતે દેખભાળ કરી શકતા નથી અને બાળકો બાળ મજૂરી કરે છે અને તેઓ અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ હોઈ શકે છે. આ અસમાન રોજગાર, નિરક્ષરતા અને ગરીબીની સમસ્યામાં વધારો કરે છે.
5.રહેઠાણ
ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ જાતિના લોકો સ્વચ્છતાની સંભાળ રાખે છે અને સુંદર અને આયોજિત ઘરોમાં રહે છે જ્યારે નીચલા વર્ગના લોકો ગીચ-વિસ્તારોમાં ઝુંપડા બાંધીને અવ્યવસ્થિત ઘરોમાં રહે છે અને ઘણી બિમારીઓનો ભોગ બને છે.
6.સ્કીન પ્રોબ્લેમ
જૈવિક ગુણો જેવા કે સ્કીન કલર વારસામાં આવવાથી સ્કીનને લગતી બીમારીઓ વારસાગત જોવા મળે છે. સ્કીન કલર માટે મેલેનીન નામનું તત્વ જવાબદાર હોય છે. જે ઘણી સ્કીનની બીમારીઓ જવાબદાર છે. જે વ્યક્તિની સ્કીનમાં મેલેનીન ઓછું હોય તેને સનબર્ન્સ થવું.
7.જીનેટીક પ્રોબ્લેમ
ઘણી બધી બીમારીઓ આનુવંશીક હોવાથી પેઢી દર પેઢી જોવા મળે છે.
ફેમિલી (કુટુંબ)
કુટુંબ એક એવા વ્યક્તિઓનો સમુહ છે, જે એક જ ઘરમાં રહે છે, એક જ રસોડે જમે છે, અને એ જ ધર્મ પાળે છે, અને એકબીજા સાથે આંતરક્રિયા કરીને જીવે છે, જેમાં રહેતા વ્યક્તિઓ એકબીજા સાથે લગ્નના સંબંધો કે લોહીના સંબંધો થી જોડાયેલ હોય છે, જેમાં દત્તક લીધેલા પુત્ર-પુત્રીનો પણ સમાવેશ થાય છે.
ફેમિલીના પ્રકારો
વિભક્ત કુટુંબ
સંયુક્ત કુટુંબ
એક્સટેન્ડેડ કુટુંબ
1) વિભક્ત કુટુંબ
માનવ સમાજમાં વિભક્ત કુટુંબ અથવા પ્રાથમિક કુટુંબ સર્વસામાન્ય છે. આ પ્રકારના કુટુંબમાં પતિ-પત્ની અને તેમના બાળકોનોસમાવેશ થાય છે જેવો એક જ ઘરમાં રહે છે. સામાન્ય રીતે ઘરમાં પતિનું વર્ચસ્વ હોય છે, આ પ્રકારના કુટુંબનો એક ફાયદો એ છે કે દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા મળે છે. નોકરી-ધંધા માટે ગામથી દૂર જવું તે વિભક્ત કુટુંબ માટેનું જવાબદાર કારણ છે.
વિભક્ત કુટુંબના ફાયદાઓ
બાળકો માતા-પિતા ની વધુ નજીક હોય છે અને તેમની સાથે તેની સમસ્યાઓની સ્પષ્ટ રીતે ચર્ચા કરી શકે છે.
બાળકોના વધુ સારા વ્યક્તિગત વિકાસમાં મદદ કરે છે.
વિભક્ત કુટુંબમાં કોઈ ગેરસમજ હોતી નથી માટે તેઓ સાથે રહીને સુમેળભર્યા વાતાવરણમાં આનંદ મળે છે.
સંયુક્ત પરિવાર કરતા વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓની સ્થિતિ સારી હોય છે, તે પોતાને સમય આપી શકે અને પોતાના બાળકો તરફ ધ્યાન આપી શકે છે.
વડીલોની દખલગીરી રહેતી નથી માટે સ્વતંત્ર રીતે જીવન જીવી શકે છે.
પતિ તેની પત્ની અને બાળકો તરફ વધુ ધ્યાન આપી શકે છે.
કુટુંબ આયોજન કાર્યક્રમ સફળ બને છે કારણ કે પતિ પત્નીને બાળકોની જવાબદારી લેવાની હોવાથી તે પરિવાર નિયોજનને અપનાવે છે.
નાણાકીય સમસ્યા ઉદભવતી નથી.
ભવિષ્ય માટે બાળકો અને પરિવાર માટે અથવા તો સંકટનો સામનો કરવા માટે પૈસાની બચત થઈ શકે છે.
ઘરના બધા સભ્યો સ્વતંત્ર જીવનનો આનંદ માંણી શકે છે.
બાળકોની ઈચ્છા અને અનિચ્છાઓ ધ્યાનમાં લેવામાં આવે છે.
વિભક્ત કુટુંબના ગેરફાયદાઓ
કુટુંબની સંપત્તિ ભાઈઓમાં વહેંચાયેલી હોય છે અને દરેક સભ્યો જુદા જુદા રહે છે.
આપણા પણાની ભાવના બાળકોમાં કેળવાતી નથી.
વડીલોનો પ્રેમ, સ્નેહ અને હુંફ બાળકોને મળતો નથી.
માતા-પિતા બહાર વ્યવસાય કરવા જતાં હોવાથી બાળકો એકલતા અને ભાવનાત્મક અસલામતી અનુભવે છે.
માંદગી, અકસ્માત કે ગર્ભાવસ્થા દરમિયાન કુટુંબના સભ્યોની અવગણના કરવામાં આવે તો તેમની સંભાળ લેનાર કોઈ હોતું નથી.
વડીલોનું સામાજિક નિયંત્રણના હોવાથી બાળકોમાં ખરાબ ગુણોનો વિકાસ થાય છે જે તેને ગેરમાર્ગે તરફ દોરી જાય છે.
એકલતાનો અનુભવ કરાવે છે માટે બાળકોનું યોગ્ય સામાજીકરણ થતું નથી.
બાળક માતા-પિતા સિવાય કોઈ સાથે સમય ન વિતાવતો હોવાથી તે લોકો સાથે હળી-મળી શકતો નથી.
પુરા ઘરની જવાબદારી એક જ વ્યક્તિએ લેવી પડતી હોવાથી માનસિક અને આર્થિક અસલામતી અનુભવાય છે.
2) સંયુક્ત કુટુંબ
ભારતમાં સંયુક્ત કુટુંબ સર્વસામાન્ય વ્યવસ્થા છે જેમાં બધી જ પરણિત વ્યક્તિઓ તેમના બાળકો એક સાથે એક જ ઘરમાં રહે છે. દરેક પુરુષ લોહીના સંબંધોથી જોડાયેલા હોય છે, અને બધાજ વ્યક્તિઓ એક જ પરિવારના સભ્ય હોય છે. જેમ કે દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી, ભાઈ-બહેન, પૌત્ર-પૌત્રી વગેરે સાથે રહે છે. બધાની
સંયુક્ત કુટુંબના ફાયદા
માલ-મિલકત ભેગી હોય છે અને કુટુંબના વડીલ વ્યક્તિ ઘરનું તથા બહારનું કાર્ય સંભાળે છે.
સભ્યો વચ્ચે આપણા પણાની ભાવના હોય છે.
બધાની માલ-મિલકત હોય છે અને તેમાં ભાગલા પડતા અટકાવાય છે.
ઘણા સભ્યો સાથે રહેતા હોવાથી જવાબદારી વહેંચાય છે.
બાળકોને સાચવવા માટે દાદા-દાદી હોય છે તેથી માતા-પિતાને વધારે બોજ રહેતો નથી.
ઘરના કોઈ સભ્યોને મુશ્કેલી આવે તો કુટુંબના દરેક સભ્યો સાથે મળીને તેમનો સામનો કરે છે.
સંયુક્ત કુટુંબના સભ્યો વચ્ચે સ્થિર અને લાંબા ગાળાના સંબંધો હોય છે.
આર્થિક સધ્ધરતા વધે છે.
પરંપરાઓ, લોક-માન્યતાઓ અને ધાર્મિક સુરક્ષા મળે છે.
કુટુંબના સભ્યોને સમાજની સંસ્કૃતિ પ્રમાણે વર્તન કરવા પ્રેરે છે.
પરસ્પર સહકારની ભાવના પેદા થાય છે અને વધે છે.
મનોરંજન પૂરું પાડે છે.
જીવનની ગુણવત્તાનો વિકાસ થાય છે.
સંયુક્ત કુટુંબના ગેરફાયદા
કુટુંબમાં વધારે વ્યક્તિ હોવાથી ઘરમાં ગીચતા જોવા મળે છે.
વ્યક્તિગત સ્વતંત્રતા મળતી નથી.
સ્વતંત્ર રીતે પોતાની ઈચ્છા સંતોષી શકાતી નથી તેથી વ્યક્તિત્વનો વિકાસ રૂંધાય છે.
પતિ-પત્ની સુખી જીવન જીવી શકતા નથી.
કુટુંબના સભ્યો વચ્ચે ક્યારેક સંઘર્ષ જોવા મળે છે.
સામાજિક ગતિશીલતા ઓછી કરે છે.
માલ-મિલકત ભેગી હોવાથી ઝઘડા થાય છે.
બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકાતું નથી.
વ્યક્તિને વ્યક્તિગત રીતે પ્રોત્સાહન મળતું નથી.
સભ્યોને પુરતી સુવિધાઓ મળતી નથી.
કુટુંબનો નિર્ણય વડીલ વ્યક્તિ દ્વારા લેવામાં આવતો હોવાથી ક્યારેક યુવાન સભ્યોની લાગણી દુભાય છે.
ઘરડા માં-બાપ સાથે રહેતાં હોવાથી રૂઢિચુસ્ત માન્યતાઓ જોવા મળે છે.
સ્વતંત્રતા જળવાતી નથી તેથી બાળકોના સામાજીકરણ પર ખરાબ અસર થાય છે.
વ્હાલા-દવલાની ભાવના જોવા મળે છે.
સભ્યોને આળસુ બનાવે છે.
વ્યકિત પોતે પોતાની જાત માટે સમય ફાળવી શકતો નથી.
બધા સાથે રહેતા હોવાથી પૂરતું પોષણ મળી શકતું નથી.
3) એક્સટેન્ડેડ કુટુંબ
આવા કુટુંબમાં પતિ-પત્ની અને તેમના બાળકોની સાથે તેમના પર આધારિત બીજા સભ્યો સાથે રહે છે જેમ કે ભાઈ-બહેન વગેરે
કુટુંબના કાર્યો
કુટુંબ એ સમાજનું પાયાનું એકમ હોવાથી વ્યકિત માટે ખૂબ જ અગત્યનું છે અને કુટુંબ વ્યક્તિની બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
તેના કાર્યો નીચે મુજબ છે.
1.બાયોલોજીકલ ફંકશન
કુટુંબ એ વ્યક્તિની શારીરિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તેમાં ખોરાકની વ્યવસ્થા કરવી, જીવન જરુરિયાતની વસ્તુઓ પૂરી પાડવી, કુટુંબના સભ્યોનું શારીરિક રક્ષણ કરવું, રહેઠાણ, કપડાં, ખોરાક બધી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.
કુટુંબ એ જાતીય જીવન માણવા માટેનું એક માધ્યમ છે તેમજ કુટુંબ દ્વારા જાતીય સંબંધો ઉપર નિયંત્રણ લાવી શકાય છે, બાળકને જન્મ આપવો, તેનો ઉછેર કરવો, અને બાળ ઉછેરથી પોતાના વારસારૂપે પોતાની જાતિને આગળ વધારે છે. કુટુંબ સમાજમાં જાતીય સંબંધોનું નિયમન કરે છે.
2.સાયકોલોજીકલ ફંકશન
કુટુંબના સભ્યો વચ્ચે લોહીના સંબંધોની સાથે-સાથે લગ્નના સંબંધો પણ હોય છે, કુટુંબના સભ્યોને એકબીજાની હાજરીથી માનસીક સુરક્ષા મળે છે. લાગણીઓ અને આશાઓને યોગ્ય રીતે સમજીને તે મુજબનું કાર્ય કરવામાં આવે છે અને તેનું જીવન તે સફળતાથી જીવી શકે છે
કુટુંબના સભ્યો વચ્ચે લાગણી હુંફ અને પ્રેમના સંબંધ હોવાથી વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવે છે.
3.એજ્યુકેશનલ ફંકશન
ઘર એ બાળક માટે પહેલી શૈક્ષણિક સંસ્થા છે અને માતા તેની પ્રથમ શિક્ષક છે જે તેને પ્રાથમિક શિક્ષણ આપે છે.
બાળક ઘણું બધું જ્ઞાન અને અનુભવ કુટુંબમાંથી મેળવે છે અને કુટુંબના સંસ્કારો પરથી જ તેના વ્યક્તિત્વના પાયો નંખાય છે, અને તે મુજબ તેનો વિકાસ થાય છે.
4.પ્રોટેક્ટિવ ફંકશન
કુટુંબ એ વ્યક્તિની આશાઓ કે ઇચ્છાઓ અને તેના રસને રક્ષણ આપે છે, અને સારી વર્તણૂક માટે પણ રક્ષણ પૂરું પાડે છે.
કુટુંબ વ્યક્તિને શારીરિક, માનસીક, આર્થિક અને સામાજિક તેમજ આધ્યાત્મિક એમ બધી જ રીતનું રક્ષણ પૂરું પાડે છે.
5.મનોરંજન (રીક્રીશનલ) ફંકશન
કુટુંબ પોતાના સભ્યોને મનોરંજન પણ પૂરું પાડે છે, દંપતી વચ્ચેનો પ્રેમ, મોટા અને બાળકો વચ્ચે લાગણી એ હળવું વાતાવરણ ઉભું કરે છે અને રમુજવૃત્તિ દ્વારા વ્યક્તિને ગમ્મત સાથે જ્ઞાન પણ પૂરું પાડે છે.
6.ઈકોનોમિકલ ફંકશન
કુટુંબના દરેક સભ્યોનું કાર્ય વહેંચાયેલું હોય છે સામાન્ય રીતે પુરુષો કમાવાનું કાર્ય અને સ્ત્રીઓને ઘર ચલાવવાનું કાર્ય, બાળ ઉછેરનું કાર્ય તેમજ ધરડા માતા-પિતાને સાચવવાની જવાબદારી આપેલ હોય છે.
પુરુષ વર્ગ આર્થિક જવાબદારી માટે ઘરની બહાર જઈ આવક મેળવે છે અને તે આવકમાંથી સ્ત્રી સારી રીતે કરકસર કરી પોતાનાં ઘરનું ગુજરાન ચલાવે છે.
7.સોશીયોલોજીકલ ફંકશન
કુટુંબ પોતાના સભ્યોને સમાજમાં એક નિશ્ચિત સ્થાન આપે છે અને પોતાના સભ્યોનું સામાજિક રક્ષણ કરે છે.
વ્યક્તિના સામાજીકરણની શરૂઆત તેના ઘરથી જ થાય છે, અને વ્યક્તિ પર કુટુંબ સામાજિક નિયંત્રણ પણ લાવે છે દા.ત. રીતરિવાજ, ધર્મ, કાયદા વગેરે દ્વારા
8.રીલીજીયસ ફંકશન
કુટુંબ એ બાળકને ધાર્મિક કાર્યો કરવા ધાર્મિક વિચારધારા વિકસાવવા માટે સૂચન કરે છે. દયાની ભાવના, લાગણી, મદદ કરવી વગેરેની ભાવના મનમાં વિકસાવવાનું સૂચન કરે છે.
9.કલ્ચરલ ફંકશન
કુટુંબએ સમાજની સંસ્કૃતિને જીવંત રાખે છે. વ્યક્તિને સમાજની સંસ્કૃતિ પ્રમાણે વર્તન કરવા માટે પ્રેરે છે. કુટુંબમાંથી વ્યક્તિને સામાજિક વારસો મળે છે. અને કુટુંબમાંથી જ તે પરંપરાઓ, લોક-માન્યતાઓ અને સામાજિક મહત્વને સમજે છે અને તેને જાળવે છે.
10.મેન્ટેનન્સ ફંકશન
કુટુંબની સામાજિક અને સાંસ્કૃતિક વેલ્યુ મુજબ જ બાળકને શીખવાડવામાં આવે છે, કુટુંબ એ સમુદાયનો નાનકડો એકમ છે.
બાળક કુટુંબમાંથી ઈમાનદારી, સચ્ચાઈ, આદર્શો વગેરે શીખે છે. જે કુટુંબમાં બાળકનો જન્મ થયો હોય તે મુજબ બાળકને જાતિ અને વર્ગ મળે છે અને તેને જાળવી રાખવાનું કાર્ય કરે છે.
મેરેજ (લગ્ન)
લગ્નએ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો વિશેષ પ્રકારનો સંબંધ છે, જેમાં જાતીય સંબંધો કાયદેસર રીતે તેમજ અરસ-પરસ રીતે દંપતી નિભાવી શકે છે, સાથે કેટલાક હક અને ફરજનો સ્વીકાર કરી શકે અને પોતાના ભાવિ સંતાનોની જવાબદારીનો સ્વીકાર કરી જાતિય અને સામાજિક સંબંધથી જોડાય શકે, લગ્ન દરેક ધર્મમાં અલગ-અલગ રીતે જોવા મળે છે.
વ્યાખ્યા
લગ્ન એ એક અથવા વધારે પુરુષોનું એક અથવા વધારે સ્ત્રીઓ સાથેનો જાતીય સંબંધ છે કે જેમાં તેનો સમાજ અને કાયદાઓ તેમનો પતિ-પત્ની તરીકે સ્વીકાર કરે તેને લગ્ન કહે છે.
અથવા
લગ્ન સ્ત્રી-પુરૂષ વચ્ચેનો વિશેષ પ્રકારનો સંબંધ છે જેમાં જાતીય સંબંધો કાયદેસર રીતે સ્થાપિત થયેલા હોય છે તેને લગ્ન કરે છે.
ટાઈપ્સ ઓફ મેરેજ (લગ્નના પ્રકાર)
લગ્નના પ્રકાર પતિ-પત્ની તરીકે જોડાતા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યાના આધારે પાડવામાં આવ્યા છે.
જે નીચે મુજબ છે.
1) મોનોગેમી (એકસાથી લગ્ન)
એક સાથી લગ્ન એ લગ્ન સંસ્થાનું આ એક શ્રેષ્ઠ લગ્ન છે, જેમાં એકજ સમયે એક પુરૂષ એકજ સ્ત્રી સાથે અને એક સ્ત્રી એકજ પુરુષ સાથે પતિ-પત્નીના સંબંધો જોડાય છે.
આખા વિશ્વમાં તેમજ વિકસિત દેશોમાં દરેક પ્રજામાં એક-સાથી લગ્નની પ્રથાને આદર્શ ગણવામાં આવે છે, વિશ્વમાં મોટા ભાગના દેશોમાં પણ આ લગ્નને માન્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, સ્ત્રી-પુરુષના સમાન અધિકાર ની દ્રષ્ટિએ આ પ્રથા શ્રેષ્ઠ છે, જે પ્રથા ને નૈસર્ગિક અને સ્વાભિમાની ગણવામાં આવે છે.
2) પોલીગેમી (બહુ-સાથી લગ્ન)
આ પ્રકારના લગ્નમાં એક પુરૂષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે અથવા એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન કરે છે તેને બહુ-સાથી લગ્ન કહે છે.
જેના નીચે પ્રમાણેના પેટા પ્રકાર છે.
A) પોલીજાયની (બહુ પત્ની)
આ પ્રથામાં એક પુરુષને ધણી બધી પત્નીઓ હોય છે. પ્રાચીન સમયમાં હિન્દુઓમાં પણ આ પ્રકારના લગ્ન અસ્તિત્વમાં હતા, મુસ્લિમોમાં પણ એક પુરુષને ચાર પત્ની કરવાની છૂટ હોય છે જે ધર્મ અને સમાજ દ્વારા મળે છે.1955 માં હિન્દુ મેરેજ એકટ દ્વારા બહુ-પત્ની અને બહુ-પતિ લગ્નપ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તેના પણ બે પેટા પ્રકાર છે
1) સોરોરલ બહુપત્નીત્વ
જેમાં એક પુરુષના એક સમયે અથવા તેની પત્નીના મૃત્યુ પછી તેની પત્નીની બહેનો સાથે લગ્ન કરે છે.
2) બિન-સોરોરલ બહુપત્નીત્વ
જેમાં એક પુરુષના એક કરતાં વધારે સ્ત્રી સાથે લગ્ન થાય છે જેમાં સ્ત્રીઓ લોહીના સંબંધ ધરાવતી નથી એટલે કે બહેનો હોવી જરૂરી નથી.
B) પોલીએન્ડ્રી (બહુ-પતિ લગ્ન)
આ લગ્ન પ્રથામાં એક સમયે એક જ સ્ત્રીને એક કરતાં વધુ પુરુષ પતિ તરીકે હોય છે, એટલે કે સ્ત્રી એકજ સમયે એકથી વધુ પુરુષો સાથે લગ્ન ગ્રંથીએ જોડાય અને પત્ની બનતી હોય છે.
બહુ-પતિ લગ્નના પણ બે પેટા પ્રકાર છે.
1) ભાતૃ પતિ લગ્ન
જેમાં પત્નીના બધા જ પતિઓ લોહીના સંબંધ ધરાવતા હોય એટલે કે ભાઈઓ હોય છે. ઉ.દા. દ્રોપદીના પાંડવો સાથેના લગ્ન
2) અભાતૃ પતિ લગ્ન
જેમાં પત્ની ના બધા જ પતિઓ લોહીના સંબંધ ધરાવતા નથી એટલે કે ભાઈઓ હોતા નથી.
3) ગ્રુપ મેરેજ ( સમૂહ લગ્ન)
આવી લગ્ન પ્રથામાં સ્ત્રીઓનો એક આખો સમૂહ અને પુરુષોનો એક આખો સમૂહ પરસ્પર સંબંધ બાંધે છે. આ લગ્નમાં જોડાતા પુરુષ અને સમૂહની દરેક સ્ત્રી પરસ્પરના સહિયારા પતિ-પત્ની બને છે, આજે કોઈ પણ સમાજમાં આવા લગ્ન જોવા મળતા નથી.
હાલના બદલાતા સંજોગોમાં તથા પરિવર્તનશીલતાને કારણે સમૂહ લગ્ન પ્રથા વિકાસ પામી છે પણ આ પ્રકારના લગ્નમાં એક સાથી લગ્ન જ અમલમાં છે. આમાં લગ્નની વિધિ સામૂહિક રીતે કરવામાં આવે છે, ખર્ચની દ્રષ્ટીએ, વ્યવસાયની દ્રષ્ટિએ, અને હાલના પરિવર્તનશીલ સમાજની દ્રષ્ટિએ આ પ્રકારના લગ્ન યોગ્ય છે.
લગ્નના હેતુઓ
લગ્નનો મુખ્ય ઉદ્દેશ વંશ પરંપરાગતતાને જાળવી રાખવાનો છે.
જાતીય ઈચ્છાઓને સંતોષવા માટે
આર્થિક સહકાર પ્રાપ્ત કરવા માટે
બાળકને ઉત્પન્ન કરવા એટલે કે જન્મ આપવા માટે
બાળકની તેમજ કુટુંબની અરસ-પરસ સંભાળ રાખવા માટે
ધાર્મિક ક્રિયાઓને નિભાવવા માટે
સમાજ પ્રત્યેના કર્તવ્યોનું પાલન કરવા માટે
કુટુંબની પરંપરા જાળવી રાખવા માટે
સમાજનો સભ્ય બનવા માટે
લગ્નનું મહત્વ/ફાયદાઓ
લગ્ન એ વ્યક્તિના જાતીય સંબંધો તેમજ જાતીય જિંદગીને નિયમિત કરે છે.
લગ્ન પહેલા અને લગ્ન બહારના સંબંધો પર પ્રતિબંધ રાખે છે માટે જાતીય રોગોથી બચાવ થાય છે.
લગ્ન દ્વારા બંધાતા જાતીય સંબંધો સંતોષ આપે છે.
દંપતીઓને બાળક ઉત્પન્ન કરવાની અને કુટુંબ સ્થાપવાની સહમતી મળે છે માટે કુટુંબને સ્થાયી કરે છે.
લગ્ન કરનાર સાથીઓ પોતાનું કામ અને પોતાની જવાબદારીને સમાન રીતે વહેંચે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે.
દંપતી કુટુંબની બહાર જઇ કમાણી કરે છે અને કુટુંબને નાણાકીય સહાય કરે છે.
દંપતી વચ્ચે લગ્નથી પ્રેમ અને લાગણીની ભાવના મજબૂત બને છે.
જૂથો વચ્ચે સામાજિક અંતર ઘટે છે અને સહકાર વધે છે.
ભારતમાં પ્રચલિત લગ્નના ધોરણો
દરેક સમાજ અથવા સમુદાયના લોકો કોની સાથે લગ્ન કરી શકે અથવા કોની સાથે લગ્ન ન કરી શકે તે અંગેની સ્પષ્ટ માહિતી દર્શાવતા ધોરણો ભારતમાં નક્કી કરાયેલા છે.
જે નીચે મુજબ છે.
A. આંતરજ્ઞાતીય લગ્નના ધોરણો
અમુક સમૂહના પુરુષો અમુક સમૂહની સ્ત્રીઓ સાથે જ લગ્ન કરે તેવું દર્શાવતા ધોરણને આંતરજ્ઞાતીય લગ્નના ધોરણો કહે છે.
પરંપરામાં માનતા હિંદુઓ આજે પણ પોતાની જ્ઞાતીમાં જ જીવન સાથીને પસંદ કરવાનો આગ્રહ રાખે છે. દા.ત એક જ્ઞાતિનો નો છોકરો એજ જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવાનો આગ્રહ રાખે તો જ તેની જ્ઞાતી તે કપલને માનસભર રીતે જોવે છે જો બીજી કાસ્ટમાં લગ્ન કરે તો લગ્ન એ ચર્ચાનો વિષય બને છે અને ક્યારેક તે સમાજના લોકો આ કપલને માટે મુશ્કેલી ઉભી કરે છે.
B. બાહ્યજ્ઞાતીય લગ્નના ધોરણો
આ ધોરણમાં જીવનસાથીની પસંદગી કયા ક્ષેત્રમાં ન કરી શકાય તે જોવામાં આવે છે. જેમાં વ્યક્તિને અમુક સમુહની બહાર લગ્ન કરવાનો આદેશ આપવામાં આવે છે. જેને બાહ્ય લગ્નના ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. લોહાણા સમાજ અને ખોજા
C. અનુલોમ અને પ્રતિલોમ લગ્નના ધોરણો
આમાં ઉચ્ચ જ્ઞાતીનો પુરુષ તેનાથી નીચે ગણાતી જ્ઞાતીની સ્ત્રી સાથે લગ્ન કરે તો તેવું દર્શાવતા ધોરણને અનુલોમ લગ્ન ધોરણ કહે છે. જ્યારે ઉચ્ચ જ્ઞાતીની સ્ત્રી, નીચી જ્ઞાતીના પુરુષ સાથે લગ્ન કરે તો તેને પ્રતિલોમ લગ્ન ધોરણ કહે છે.
ચેન્જ એન્ડ લેજીસલેશન ઓન ફેમિલી એન્ડ મેરેજ ઈન ઈન્ડિયા : ધ મેરેજ એક્ટ
ભારતમાં લગ્નની ઉંમર, સાથીની પસંદગી, છૂટાછેડા, પુનઃલગ્ન, દહેજ પ્રથા જેવી કેટલીક બાબતોને લગતા કાયદાઓ ઘડવામાં આવ્યા છે.
જે નીચે મુજબ છે.
1.પ્રિવેન્શન ઓફ સતી એક્ટ 1829
આ કાયદામાં સતી થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પતિવ્રતા સ્ત્રીને સતી થવા માટે ફરજ પાડવામાં આવતી અને પતિના મોત પછી વિધવા સ્ત્રીને મરવાનો સંકલ્પ કરવા ફરજ પાડવામાં આવતી. સ્ત્રી પતિના મરણ પછી આગને હવાલે થતી. સ્ત્રી માટે શ્રી રાજા રામમોહનરાયે સતીપ્રથા માટે લડત કરી અને બ્રિટિશ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના લોડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા નાબૂદી માટે કાયદો આપ્યો.
આ કાયદો વિધવાઓના જીવન બચાવવા માટે તેમ જ સતી થવાની વર્તણૂક તથા દોરવણી આપનાર માટે અથવા ફરજ પાડનાર માટે ઘડવામાં આવ્યો.
2.હિન્દુ વિડો રી મેરેજ એક્ટ 1856
સતીપ્રથા નાબુદી માટે કાયદો અમલમાં આવ્યો છતાં વિધવાનું શોષણ અને માનહાની કરવામાં આવતી, હિન્દુ વિધવાઓની દયનીય પરિસ્થિતિ જોઈને આ પરિસ્થિતિમાંથી તેમને બહાર લાવવા માટે પંડિત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરએ બ્રિટિશ ગવર્નર આગળ વિધવાઓના પુનઃસ્થાપન માટે કાયદો બનાવવા માટે દબાણ કર્યું અને આ કાયદો અમલમાં આવ્યો.
3.સિવિલ (અથવા સ્પેશિયલ) મેરેજ એક્ટ 1872
આ કાયદો એ હિંદુ મેરેજને સિવિલ મેરેજ ગણી આંતર જાતીય, આંતર ધાર્મિક અને રજીસ્ટરડ મેરેજને કાયદાકીય રીતે પરવાનગી આપે છે. તેમાં ૧૯૫ર માં સુધારા કરવામાં આવ્યા અને રજીસ્ટરડ મેરેજ માટે સ્પેશિયલ મેરેજ એકટ બહાર પાડવામાં આવ્યો. તે અંતર્ગત લગ્ન કરનાર યુવક-યુવતીને ઓફિસર આગળ મેરેજ કાર્યક્રમના એક મહિના પહેલાં હાજર થવાનું હોય છે અને મેરેજ ના સમયે 2 સાથીઓને હાજર રાખવામાં આવે છે.
4.હિન્દુ મેરેજ એક્ટ 1955
જમ્મુ-કશ્મીર સિવાય ભારતમાં આ કાયદો લાગુ પડેલ છે આ કાયદા અંદર જૈન, શીખ, બૌદ્ધ અને અનુસૂચિત જાતિનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આ કાયદા અંતર્ગત લગ્ન કરવા માટે નીચે મુજબના નિયમો છે.
બહુ પત્નીત્વ અને બાળ લગ્ન પર પ્રતિબંધ
એક વ્યક્તિ કોઈ બીજા સાથી સાથે રહેતા હોવા જોઇએ નહીં.
બંને સાથીમાંથી કોઇપણ માનસિક બિમારી ધરાવતું ન હોવું જોઈએ.
લગ્ન માટે યુવકની ઉંમર સ વર્ષ અને યુવતીની ઉંમર ૧૮ વર્ષ પુરી કરેલી હોવી જોઈએ.
આ કાયદા અંતર્ગત સ્ત્રી અને પુરુષને લગ્ન માટેના તેમજ જાતીય જીવન માણવા માટેના એક સરખા હકો આપવામાં આવેલ છે.
આ કાયદા અંતર્ગત ઇન્ટર કાસ્ટ અને ઈન્ટર રિલિજિયસ મેરેજને પણ મંજૂરી આપવામાં આવેલ છે.
આ કાયદા અંતર્ગત કઈ હાલતમાં ડિવોર્સ લઈ શકાય :
બંને સાથી માંથી કોઈ એક લગ્નના સમયે કે ત્યારબાદ જાતીય જીવન માણવા કે પ્રજોત્પતિ માટે સક્ષમ ન હોય.
લગ્ન પછી બંનેમાંથી એકને માનસિક બિમારી હોય.
માતા-પિતા અથવા ગાર્ડિયન દ્વારા જબરદસ્તીથી ફોર્સથી કે છેતરીને લગ્ન કરાવ્યા હોય.
લગ્ન સમયે સ્ત્રીને અન્ય પુરુષ દ્વારા ગર્ભ રહેલો હોય તો.
બંને સાથીમાંથી કોઇ પણ એક જણે ધર્મ પરિવર્તન કર્યા હોય.
લગ્ન બહારના સંબંધો હોય.
છૂટાછેડાની અરજી પહેલાં બે વર્ષોથી યુગલે એકબીજાના પરિત્યાગ કર્યા હોય.
વિપરીત પરિસ્થિતિમાં અને છૂટા પડયા પછી બે વર્ષ સુધી પતિ-પત્ની સાથે ના રહે તો લગ્ન વિચ્છેદ કરવામાં આવે છે.
લગ્ન બાદ એક વર્ષ સુધી છૂટાછેડા માટે અરજી કરી શકાતી નથી.
5.દાવરી પ્રોહિબીશન એક્ટ 1961
આ કાયદો દહેજ પ્રથા પર પ્રતિબંધ લાવવા માટે અમલમાં આવ્યો, કાયદા અંતર્ગત લગ્ન સમયે એકબીજાને 2000 થી વધારેની ભેટ-સોગાત આપી શકાય નહીં, જો એમ ન કરવામાં આવે તો ૬ મહિનાની જેલની સજા અથવા ૫ હજારનો દંડ કરવામાં આવે છે અથવા બંને, આ કાયદો મુસ્લિમ કોમ્યુનિટીને લાગુ પડતો નથી.
6.ચાઈલ્ડ મેરેજ રીસ્ટ્રેઇન એક્ટ 1929
આ કાયદો 1 એપ્રિલ 1929 થી અમલમાં આવ્યો જેનો મુખ્ય હેતુ બાળલગ્ન ને અટકાવવાનો હતો, આ કાયદા અંતર્ગત યુવકની ૧૮ વર્ષથી ઓછી અને યુવતીની ૧૪ વર્ષથી ઓછી ઉંમરે કરવામાં આવે તો તે ગુનો ગણાય છે.
ત્યારબાદ આ કાયદો 1971 માં સુધારવામાં આવ્યો અને લગ્ન માટે યુવકની ઉંમર ૨૧ વર્ષ અને યુવતીની ઉંમર ૧૮ વર્ષ કરવામાં આવી, આ કાયદાનો ભંગ કરનારને 3 મહિનાની જેલની સજા અને 3 હજારનો દંડ થાય છે.
7.હિન્દુ એડોપ્શન એન્ડ મેઇન્ટેનન્સ એક્ટ 1956
આ કાયદો જે સ્ત્રીને બાળકોના હોય તેને બાળક એડોપ્ટ કરવા માટેની સ્વતંત્રતા આપે છે.
જો સ્ત્રીને તેના પતિ દ્વારા ડિવોર્સ આપવામાં આવે તો તે તેના પતિ પાસેથી ભરણ-પોષણ માટે પૈસાની માંગણી કરી શકે છે.
8.મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971
માનસિક તકલીફ અંતર્ગત કાયદાકીય રીતે ગર્ભપાત કરવા માટેની મંજૂરી આપે છે.
9.ફેમિલી કોર્ટ એક્ટ 1984
કૌટુંબિક વાદ-વિવાદમાં ફસાયેલ સ્ત્રીને ન્યાય આપવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો. કાયદો કુટુંબમાં થયેલ વાદ વિવાદોથી સ્ત્રીનું રક્ષણ કરે છે.