F.Y. – ANM – CHN UNIT – 3 HEALTH PROBLEMS AND POLICIES

યુનિટ – 3

હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ પોલીસી

મુખ્ય હેતુ :

  • આ યુનિટના યુનિટના અંતે તાલીમાર્થીઓ ભારતમાં પ્રવર્તતી આરોગ્ય સમસ્યા,આરોગ્ય નીતિ તેમજ સામાજિક સ્તરે અમલમાં મુકાયેલ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ વિશે શીખી શકશે.

ગૌણ હેતુઓ : આ યુનિટના અંતે તાલીમાર્થીઓ.

  1. દેશની આરોગ્ય નીતિ અને આયોજન સમજી શકશે.
  2. ભારતની આરોગ્ય સમસ્યાઓ ઓળખી શકશે.
  3. આરોગ્ય કાર્યક્રમનું મહત્વ સમજી શકશે.
  4. આશા,આંગણવાડી વર્કરની ભૂમિકા વર્ણવી શકશે.

પ્રસ્તાવના

  • તંદુરસ્તી અને હેલ્થ પ્રોબ્લેમ એટલે તંદુરસ્તીને લગતી સમસ્યા. હાલમાં ભારત દેશમાં મોટાભાગના હેલ્થ પ્રોબ્લેમ છે. જેના નિરાકરણ માટે ભારત સરકાર પ્લાનીંગ કરીને આરોગ્ય સેવા દ્વારા આરોગ્ય જાળવવા પ્રયત્ન કરે છે.

ભારતમાં પ્રવર્તતી આરોગ્ય સમસ્યા

  • આરોગ્ય સમસ્યા એ માત્ર વ્યક્તિ પર જ અસર કરતી નથી પરંતુ કુટુંબ, સમાજ અને સાથે સાથે રાષ્ટ્રના વિકાસ પર પણ અસર કરે છે. હકીકતમાં આરોગ્ય સમસ્યાની અસર સમગ્ર સમાજ પર અનુભવી શકાય છે.

આરોગ્ય સમસ્યાના કારણો

1.વ્યક્તિગત કારણો

  • આરોગ્ય વિષયક જ્ઞાનનો અભાવ
  • આરોગ્ય કુટેવ
  • વ્યક્તિગત આરોગ્યના નીતિ નિયમોનો અભાવ

2.વાતાવરણીય પરિબળો

  • વાતાવરણીય પ્રદુષણ
  • સ્વચ્છ પીવાના પાણીનો અભાવ
  • અયોગ્ય રહેઠાણ
  • અવાજ પ્રદુષણ
  • અયોગ્ય કચરાનો નિકાલ
  • કુદરતી આફતો

3.સામાજિક-આર્થિક પરિબળો

  • અજ્ઞાનતા
  • નિરક્ષરતા
  • માન્યતાઓ
  • રીતિ રીવાજો
  • પોષણનો અભાવ
  • વસ્તી વધારો
  • નૈતિક મૂલ્યો નો અભાવ

4.રાજકીય પરિબળો

  • રાષ્ટ્રીય આરોગ્ય વિષયક નીતિનો અભાવ
  • લો બજેટ
  • પ્રાથમિક આરોગ્ય સેવાનો અભાવ
  • હેલ્થ અને નર્સિંગ સેવાનો અભાવ

5.અન્ય પરિબળો

  • સ્વૈચ્છિક સંસ્થાની ભાગીદારીનો અભાવ
  • આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાની પ્રવૃત્તિનો અભાવ

ક્લાસિફિકેશન ઓફ હેલ્થ પ્રોબ્લેમ (આરોગ્ય સમસ્યાનુ વર્ગીકરણ)

  • ભારત વિશાળ દેશ છે અને વસ્તીગણતરી પ્રમાણે (2011) ભારતની વસ્તી 133.92 કરોડ છે. જે અનુસાર ભારતમાં આરોગ્ય સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. દેશને સ્વતંત્રતા મળ્યા પછી હેલ્થમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે. જેમાં લોકોની વયમર્યાદામાં વધારો થવો. માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થવો તેમજ આરોગ્યની સવલતમાં સુધારો થયેલ છે.

ભારતમાં આરોગ્ય સમસ્યાને નીચે પ્રમાણે વર્ગીકૃત કરેલ છે.

1) કમ્યુનિકેબલ ડીસીજ પ્રોબ્લેમ (સંક્રામક રોગની સમસ્યા)

  • આ સમસ્યા ભારતમાં સૌથી વધુ પ્રચલિત છે. જેનુ મુખ્ય કારણ દેશની સામાજિક-આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી થાય છે.
  • ગરીબી, નિરક્ષરતા અને જાગૃતિનો અભાવ વગેરે સંક્રામક રોગને વધારવામાં ભાગ ભજવે છે.
  • ભારતમાં જોવા મળતા કોમ્યુનિકેબલ ડિસીઝ આ પ્રમાણે છે.
  • જેમાં મેલેરિયા, ફાઇલેરિયા, ટી.બી, લેપ્રસી, કોલેરા, પ્લેગ, ડેન્ગયુ, સેક્સુઅલી ટ્રાન્સમીટેડ ડિસીઝ, એઈડસ વગેરે.
  • આ દરેક રોગોને કારણે વયમર્યાદામાં ઘટાડો અને મૃત્યુના પ્રમાણમાં વધારો જોવા મળે છે.

2) ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ (પોષણ સમસ્યા)

  • ભારતમાં માલન્યુટ્રીશનનુ પ્રમાણ વધારે જોવા મળે છે.
  • સરેરાશ દરેક વ્યક્તિને 1600 કેલરી મળે છે. જેમાં 2/3 લોકો માલન્યુટ્રીશનથી પીડાય છે.
  • ઈ.સ. 1963 માં આ સમસ્યા વિશેચર્ચા-વિચારણા કરવામાંઆવી અને તેના સમાધાન માટે યુનિસેફ, ડબલ્યુ.એચ.ઓ,એફ.એ.ઓ. એ પ્રોડક્શન વધારવાના પ્રયત્નો શરૂ કર્યા તેમજ માર્ગદર્શન આપ્યુ.
  • જે અંતર્ગત બાળકો અને માતાને પોષણ વર્ધક સેવા માટે આઇ.સી.ડી.એસ. અને મીડ ડે મીલ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન (પી.ઈ.એમ.)

  • આ ક્વાશીયોરકોર અને મરાસ્મસ નામથી પણ ઓળખાય છે. ઈન્ડિયામાં ખોરાકમાં પ્રોટીન અને કેલરીનો અભાવ છે જે મુખ્યત્વે પ્રી-સ્કુલ બાળકોમાં જોવા મળે છે. આપણા દેશમાં 50% મરણ પી.ઈ.એમ.ના લીધે જોવા મળે છે. કુપોષિત બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.

એન્ડેમિક ગોઈટર

  • આ કંડીશન આયોડીનની ખામીથી થાય છે. જેમાં થાયરોઈડ ગ્રંથિ પર સોજો આવે છે.

વિટામિનની ઉણપ

  • ભારતમાં 3 થી 5 વર્ષની ઉંમર ધરાવતા બાળકોમાં વિટામીન એ ની ખામી જોવા મળે છે. જેના લીધે બ્લાઇન્ડનેસ, બીટોટ સ્પોટ વગેરે જોવા મળે છે.આ ઉપરાંત વિટામીન બી-12 ની ખામીથી એનિમીયા થાય છે.

એનિમીયા

  • નાના બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા અને કિશોરીઓમાં આ સમસ્યા જોવા મળે છે.

ફ્લુરોસિસ

  • આ સમસ્યા ખાસ કરીને તમિલનાડું, પંજાબ,બિહાર, કેરલ અને રાજસ્થાનમાં વધારે જોવા મળે છે. આમાં દાંતનુ ઉપરનુ પડ નાશ પામે છે અને દાંતમાં સડો થાય છે. આ થવાનું કારણ પીવાના પાણીમાં ફ્લોરાઈડનુ પ્રમાણ વધુ હોવાથી થાય છે.

3) એન્વાયરમેન્ટલ સેનિટેશન પ્રોબ્લમ (વાતાવરણીય સ્વચ્છતા સમસ્યા)

  • આજના યુગમાં વાતાવરણીય પ્રદુષણ એ પબ્લિક હેલ્થ માટે મોટું જોખમ છે.
  • ચોખ્ખા પીવાના પાણીનો અભાવ,સેનિટેશન મેથડથી કચરાનો નિકાલ થતો નથી.
  • ખુલ્લી જગામાં લેટ્રીન, વધુ પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ, રહેઠાણનો અભાવ, ઉદ્યોગીકરણ, વધુ પડતો ટ્રાફિક, વાહનમાંથી નિકળતો ધુમાડો અને અવાજ પ્રદુષણ વગેરે પરિબળો સમસ્યામાં વધારો કરે છે.
  • આ રીતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વચ્છ વાતાવરણ જાળવવું મોટી સમસ્યા બને છે.

4) મેડિકલ કેર પ્રોબ્લેમ (તબીબી સારવાર સમસ્યા)

મેડિકલ સારવાર સુવિધાનો અભાવ.

  • ભારત વિશાળ દેશ કે જેની વસ્તી 130 કરોડથી વધારે હોય ત્યાં દરેક નાગરિકને મેડિકલ કેર ફેસિલીટી મળી રહે એ શક્ય નથી. રીસોર્સિસના અભાવે દેશના દરેક ખુણે મેડિકલ નેટવર્ક ફાળવવું મુશ્કેલ છે.

આરોગ્ય સવલતની અસમાન વહેંચણી.

  • ભારતમાં 70% વસ્તી ગામડામાં રહે છે. જ્યારે 70% મેડિકલ સેવા શહેરમાં ઉપલબ્ધ છે. આમ અસમાન વહેંચણીના લીધે મોટાભાગના લોકો આ સેવાથી વંચિત રહી જાય છે.

5) પોપ્યુલેશન પ્રોબ્લેમ (વસ્તીવધારાની સમસ્યા)

  • વસ્તીવધારો એ દેશની મુખ્ય સમસ્યા છે. આ સમસ્યા દેશના વિકાસ તેમજ લોકોના જીવનધોરણ પર અસર કરે છે. 1981 માં ભારતની વસ્તી 648 મિલિયન હતી જ્યારે આજે (2011) ની વસ્તી ગણતરી 133.92 કરોડ પ્રમાણે ભારતની વસ્તી વસ્તીવધારો આર્થિક પ્રગતિ અને જીવનશૈલી પર અસર કરે છે.
  • અત્યારે દર વર્ષે ભારતમાં વસ્તીવધારો થાય છે. જે એક મોટી સમસ્યા છે. ભારત ખેતીપ્રધાન દેશ છે. 80% લોકો ગામડામાં ખેતી કરે છે પરંતુ ગામડામાં અન્ય વ્યવસાય ઉપલબ્ધ ના હોવાથી લોકો શહેરીકરણ તરફ વળે છે્ જેનાથી શહેરમાં ગરીબી, ગીચતા,ગંદા વસવાટ,ગુનાઓ, બેકારી જોવા મળે છે.

વસ્તી વધારાનું વર્ગીકરણ “પાંચ એમ” પર આધારિત છે

  1. મેટરનીટી
  2. મેરેજ
  3. મોર્ટાલીટી
  4. મોરબીડીટી
  5. માઈગ્રેશન

6.નોન કોમ્યુનિકેબલ ડીસીજ પ્રોબ્લમ (બિન-સંક્રામક્ર રોગ સમસ્યા)

  • ભારતમાં આર્થિક અને સામાજિક વિકાસ થતાં લોકોની જીવનશૈલી અને વર્તણુંકમાં બદલાવ આવ્યો છે. જેનાથી બિન-સંક્રામક રોગોમાં પણ વધારો થયો છે.

જેના માટે નીચેના કારણો જવાબદાર છે.

  • ધુમ્રપાન, તમાકુ અને ગુટખાનું સેવન
  • ડાયાબીટિસ, લોહીનું ઉંચુ દબાણ, કેન્સર વગેરે જેવી બિમારી માટે ગંભીરતાનો અભાવ
  • જીવનશૈલીમાં બદલાવ દા.ત. શારિરિક પ્રવૃત્તિનો અભાવ,બિન-આરોગ્યપ્રદ આહાર વગેરે
  • વાતાવરણીય સમસ્યા જેવી કે હવા, પાણી અને જમીન પ્રદુષણ
  • માનસિક ચિંતા અને હતાશા

ટ્રેન્ડ્સ એન્ડ ડેવલોપમેન્ટ્સ ઇન નેશનલ હેલ્થ પોલિસી (આરોગ્ય વિષયક નીતિમાં થતા બદલાવ અને વલણ)

નેશનલ હેલ્થ પોલિસી -1983 (આરોગ્ય નીતિ – 1983)

  • ઈન્ડિયન પાર્લામેન્ટ દ્વારા 1983 માં નેશનલ હેલ્થ પોલીસી સ્વીકારવામાં આવી. જેમાં લાંબા ગાળાના હેતુઓ નક્કી કરવામાં આવ્યા. જે અનુસંધાને 2000 ની સાલ સુધીમાં નીચે પ્રમાણેના હેતુ પ્રાપ્ત કરવાના હતા.

હેતુઓ

  1. કુલ પ્રજનન દર 1 સુધી લઇ જવો.
  2. દર એક હજારની વસ્તીએ જન્મદર 21
  3. દર એક હજારની વસ્તીએ મૃત્યુદર 9
  4. બાળ મૃત્યુ દર 60 કે તેનાથી ઓછો.
  5. કપલ પ્રોટેક્શન રેટ 60% એ લઈ જવો.

આ રીતે નેશનલ હેલ્થ પોલિસીનો મુખ્ય ધ્યેય સૌનું આરોગ્ય 2000ની સાલ સુધીમાં એવો હતો.

નેશનલ પોપ્યુલેશન પોલીસી – 2000 (રાષ્ટ્રીય વસ્તી-આરોગ્ય નીતિ -2000)

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 15 ફેબ્રુઆરી 2000 માં નવી પોપ્યુલેશન પોલિસી જાહેર કરવામાં આવી જેમાં વસ્તી વિષયક હેતુઓ નક્કી કરવામાં આવ્યા જેમાં વસ્તી નિયંત્રણ એ મુખ્ય ધ્યેય હતો.

હેતુઓ

  1. આરોગ્ય કર્મચારીને કુટુંબ નિયોજનનાં સાધનો પુરા પાડવા.
  2. પ્રજનન દર અને બાળ આરોગ્ય માટેની સવલત ઉભી કરવી.
  3. કુલ પ્રજનન દર નીચે લાવવો. (2010 સુધીમાં)
  4. સામાજિક અને આર્થિક વિકાસ માટે વસ્તી સ્થિરતા લાવવી. (2045 સુધીમાં)

નેશનલ હેલ્થ પોલિસી – 2002 (રાષ્ટ્રીય આરોગ્ય નીતિ -2002)

  • સૌપ્રથમ 1983 માં પ્રથમ નેશનલ હેલ્થ પોલિસી જાહેર કરવામાં આવી. જેમાં મુખ્ય ધ્યેય સૌનું આરોગ્ય 2000ની સાલ સુધીમાં (હેલ્થ ફોર ઓલ બાય 2000 એ.ડી.) એવુ હતુ. ત્યાર પછી ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2002 માં નેશનલ હેલ્થ પોલિસી ઘડવામાં આવી અને સ્વીકારવામાં આવી.

જેના હેતુઓ નીચે પ્રમાણે છે.

2000-2015 સુધી પ્રાપ્ત કરવાના ધ્યેય :

  • પોલીયો નાબુદી – 2005
  • લેપ્રસી એલીમિનેશન – 2005
  • કાલા આઝાર એલીમિનેશન – 2010
  • લિમ્ફેટિક ફાઇલેરિયા એલીમિનેશન – 2015
  • એચ.આઇ.વી/એઈડસની વૃદ્ધિ- ઝીરો – 2007
  • ચેપી રોગોથી થતા મૃત્યુમાં 50% ઘટાડો. – 2010
  • અંધત્વમાં 0.5% નો ઘટાડો – 2010
  • આઇ.એમ.આર. – 30/1000-2010
  • એમ.એમ.આર. – 100/100000-2010.
  • પબ્લિક હેલ્થ સર્વિસની ઉપયોગિતામાં 75%વધારો – 2010.

નેશનલ હેલ્થ પોલીસી – 2017 (રાષ્ટ્રીય આરોગ્ય નીતિ-2017)

  • સૌપ્રથમ 1983માં નેશનલ હેલ્થ પોલિસી ઘડવામાં આવી ત્યાર પછી સપ્ટેમ્બર-2002 ની હેલ્થ પોલિસીમાં 2015 સુધીના હેતુ સુનિશ્ચિત કરવામાં આવ્યા અને 14 વર્ષ પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 15 માર્ચ-2017 માં નેશનલ હેલ્થ પોલિસી લોંચ કરવામાં આવી. આ નીતિ ના હેતુ દ્વારા ભારત સરકારનો મુખ્ય ધ્યેય બિમારીથી સુખાકારી તરફ ખસેડાયો.
  • હાલની પરિસ્થિતી માં બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર માં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બિન-સંક્રામક રોગનું ભારણ વધી ગયેલ છે. જે અનુસંધાને રોગ અટકાયત અને તંદુરસ્તીમાં વધારો કરવા પર ભાર મુકેલ છે.

પોલીસી પ્રિન્સિપલ્સ : (નીતિ વિષયક સિધ્ધાંતો)

  • વ્યાવસાયિક અભિન્ન નીતિશાસ્ત્ર
  • સમાનતા
  • સાર્વત્રિક
  • વ્યક્તિ કેંદ્રિત અને ગુણવત્તા સભર
  • જવાબદારીપૂર્વક
  • સહભાગીદારી
  • બહુનીતિ
  • વિકેંદ્રિત
  • ગતિશીલ અને અપનાવવા યોગ્ય

ગોલ ઓફ નેશનલ હેલ્થ પોલીસ – 2017 (નેશનલ હેલ્થ પોલિસીના ધ્યેય)

  1. લોકોની વયમર્યાદામાં વધારો જન્મથી – 67.5 થી 70 વર્ષ સુધી – 2025
  2. કુલ પ્રજનન દર ઘટાડીને 2.1 એ લઇ જવો – 2025
  3. બાળ મૃત્યુદર (0થી5) ઘટાડીને 23 એ લઈ જવો – 2025
  4. માતા મૃત્યુદર 100 એ લઈ જવો – 2020
  5. ઈન્ફન્ટ મોર્ટાલીટી રેટ 28 એ લઈ જવો – 2019
  6. નિયોનેટલ મોર્ટાલીટી રેટ ઘટાડીને 16 એ લઈ જવો – 2025
  7. એચ.આઈ.વી/એઈડસ -90-90-90 (90% લોકો પોતાનુ સ્ટેટસ જાણતા હોય,90% લોકોનું નિદાન,90% લોકો એ.આર.વી ની સારવાર) – 2020
  8. અંધત્વ નિવારણ – 0.25%/1000 – 2025
  9. 90% એન્ટિનેટલ કવરેજ – 2025
  10. 90% સ્કીલ અટૅડન્ટ, દરેક ડિલીવરી પોઈંટ પર – 2025
  11. 90% સંપૂર્ણ રસીકરણ – 2025
  12. 90% થી વધારે કુટુંબ નિયોજન પધ્ધતિની જરુરિયાત – 2025

રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ અને તેનું અમલીકરણ

  • આઝાદી પછી ભારત સરકારે લોકોનું આરોગ્ય સુધારવા માટે ઘણા બધા પગલાં લીધા આ ઉપરાંત કોમ્યુનિકેબલ ડિસીઝ અને નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ તેમજ ઘણા બધા રોગને હેંડલ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને પગલાં લે છે તેને નેશનલ હેલ્થ પ્રોગ્રામ કહે છે.
  • આ પ્રોગ્રામ દ્વારા મોર્ટાલીટી અને મોર્બીડીટીમાં ઘટાડો કરી શકાય છે. અને લોકોનું જીવન-ધોરણ ઉંચુ લાવી શકાય છે. હોસ્પિટલમાં સારું મેનેજમેંટ કરવું તેમજ ડિસીઝનું સર્વે કરવું, નોંધણી કરવી વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવે છે. ક્વાલીટી સર્વિસ, હેલ્થ વર્કરને તાલીમ, જરૂરી દવા પૂરી પાડવી, એજ્યુકેશન અને ઈન્ફોર્મેશન દ્વારા હેલ્થ પ્રોગ્રામ વિશે લોકોને જાગૃત કરવા વગેરે મુદ્દાઓ નેશનલ હેલ્થ પ્રોગ્રામને અમલમાં મુકવા માટે જરૂરી છે.

લીસ્ટ ઓફ નેશનલ હેલ્થ પ્રોગ્રામ (રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની યાદી)

A. રિપ્રોડક્ટીવ, મેર્ટનલ, નીયોનેટલ, ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ હેલ્થ (RMNCH+A)

  1. ISSK – જનની શિશુ-સુરક્ષા કાર્યક્રમ
  2. RKSK- રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ
  3. RBSK- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
  4. UIP- યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ
  5. IMI-ઇન્ટેન્સીફાઈડ મિશન ઈન્દ્રધનુષ
  6. JSY- જનની સુરક્ષા યોજના
  7. PMSMA- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
  8. NSSK- નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ
  9. NFP- નેશનલ ફેમિલી પ્લાનીંગ પ્રોગ્રામ
  10. NFWP- નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ

B. નેશનલ ન્યુટ્રીશન પ્રોગ્રામ.

  1. NIDDCP- નેશનલ આયોડીન ડેફિસીયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ
  2. IYCF (MAA) – (મધર એબ્સોલ્યુટ અફેક્શન) પ્રોગ્રામ ફોર ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફિડીંગ
  3. NPPCF- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ફ્લુરોસિસ
  4. NIPI- નેશનલ આર્યન પ્લસ ઈનીસીએટિવ ફોર એનોમીયા કંટ્રોલ પ્રોગ્રામ
  5. NVAPP- નેશનલ વિટામીન એ પ્રોફાઈલેક્સીસ પ્રોગ્રામ
  6. ICDS- ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ
  7. MDM- મીડ ડે મીલ પ્રોગ્રામ
  8. SNP- સ્પેશિયલ ન્યુટ્રીશન પ્રોગ્રામ
  9. ANP- એપ્લાઈડ ન્યુટ્રીશન પ્રોગ્રામ
  10. BNP- બાલવાડી ન્યુટ્રીશન પ્રોગ્રામ

C. કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ

  1. IDSP- ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ
  2. RNTCP- રિવાઈઝડ નેશનલ ટ્યુબરક્યુલોસીસ કંટ્રોલ પ્રોગ્રામ
  3. NTEP- નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમીનેશન પ્રોગ્રામ
  4. NGWEP- નેશનલ ગિની-વર્મસ ઈરાડિકેશન પ્રોગ્રામ
  5. NLEP- નેશનલ લેપ્રસી ઈરાડીકેશન પ્રોગ્રામ
  6. NVBDCP- નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ
  • નેશનલ એન્ટિમેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ
  • કાલા-અઝાર કંટ્રોલ પ્રોગ્રામ
  • નેશનલ ફાઈલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ
  • જાપાનીસ-એન્સેફેલાઈટસ પ્રોગ્રામ
  • ડેન્ગ્યુ એન્ડ ડેન્ગ્યુ હેમરેજિક ફિવર
  1. NACP- નેશનલ એઈડસ કંટ્રોલ પ્રોગ્રામ
  2. NHCP- નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ
  3. NRCP- નેશનલ રેબીસ કંટ્રોલ પ્રોગ્રામ
  4. NPCAMR- નેશનલ પ્રોગ્રામ ઓન કંટેઈનમેન્ટ ઓફ એન્ટી માઈક્રોબીઅલ રેજીસ્ટન્સ

D. નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ

  1. NTCP- નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ
  2. NPCDCS- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટિસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક
  3. NPCTOD- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝ
  4. NPPCD-નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ
  5. NMHP- નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ
  6. NPCB&VI- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝયુઅલ ઈમ્પેરમેન્ટ
  7. PMNDP- પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસીસ પ્રોગ્રામ
  8. NPHCE-નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી
  9. NPPMBI-નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ બર્ન ઈન્જરી
  10. NOHP- નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ

5.હેલ્થ સિસ્ટમ સ્ટ્રેન્ધનીંગ પ્રોગ્રામ.

  1. ABY – આયુષ્યમાન ભારત યોજના
  2. PMSSY – પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના
  3. LaQshya – લેબરરુમ ક્વાલીટી ઈમ્પ્રુવમેન્ટ ઈનીસીએટીવ
  4. NHM-નેશનલ હેલ્થ મિશન
  5. NWSSP- નેશનલ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન પ્રોગ્રામ
  6. MNP-મિનીમમ નીડ પ્રોગ્રામ
  7. 20 પોઈન્ટ પ્રોગ્રામ

રિપ્રોડક્ટીવ, મેર્ટનલ, નીયોનેટલ, ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ હેલ્થ (RMNCH+A)

1.JSSK- જનની શિશુ-સુરક્ષા કાર્યક્રમ

  • જનની શિશુ-સુરક્ષા કાર્યક્રમની શરૂઆત 2011-12 છે. આ યોજનાનું નાણાકીય સ્ત્રોત આર.સી.એચ. છે. આ યોજનાના લાભાર્થી તમામ સગર્ભા સ્ત્રી છે.

યોજના અંતર્ગત સહાય

  • મફત સંસ્થાકીય પ્રસુતિ
  • નિ:શુલ્ક સિઝેરિયન સેવાઓ
  • મફત દવા, સર્જિકલ અને અન્ય સામગ્રી
  • મફત લેબોરેટરી સેવાઓ, લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે.
  • હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિ:શુલ્ક ભોજન સામાન્ય પ્રસુતી માટે 3 દિવસ અને સિઝેરિયન બાદ 8 દિવસ
  • મફત એમ્બ્યુલન્સ સેવા- ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલ થી મોટી હોસ્પિટલ તથા પરત
  • જરુર પડે ત્યારે નિ:શુલ્ક રક્ત
  • હોસ્પિટલની કોઇપણ પ્રકારની ફી માંથી મુક્તિ

2.RKSK- રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ

  • રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 7 જાન્યુઆરી-2014 માં શરૂ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામ કિશોર અવસ્થા (10-19) વર્ષને આવરી લે છે. જેમાં તરુણાવસ્થાને લગતુ પોષણ, પ્રજનન સ્વાસ્થ્ય અને તેઓમાં ઉભા થતા પ્રોબ્લેમ્સને નિરાકરણ આપવું એ મુખ્ય હેતુ છે.

હેતુઓ

  • પોષણ-સ્તર સુધારવું
  • જાતીય અને પ્રજનન સ્વાસ્થયમાં સુધારો લાવવો.
  • માનસિક સ્વાસ્થ્ય પર ભાર મુકવો
  • અકસ્માત અને વાયોલન્સથી બચાવવા

સિધ્ધાંતો

  • તરુણોની સહભાગીદારી અને નેતૃત્વ
  • જાતીય સમાનતા

3.RBSK- રાષ્ટ્રીય બાળ-સ્વાસ્થ્ય કાર્યક્રમ

  • રાષ્ટ્રીય બાળ-સ્વાસ્થ્ય કાર્યક્રમ નેશનલ રુરલ હેલ્થ મિશન અંતર્ગત ફેબ્રુઆરી-2013 માં શરૂ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામ હાલમાં ચાલી રહેલા સ્કુલ હેલ્થ પ્રોગ્રામની નીચે અમલીકરણ કરેલ છે. આર.બી.એસ.કે. એ એક મહત્વકાંક્ષી પગલું છે. જે 0 થી 18 વર્ષના બાળકોને વહેલા નિદાન અને સારવારની સેવા પૂરી પાડે છે.

હેતુઓ

0 થી 18 વર્ષના બાળકોની અંદર 4 “D” ની તપાસ.

  • D- ડિફેક્ટ (જન્મજાત ખોડખાપણ)
  • D-ડિસીઝ (રોગ)
  • D- ડેફિસીયન્સી (ઉણપ)
  • D-ડેવલપમેન્ટ ડીલે (મંદ વિકાસ)

ટાર્ગેટગ્રુપ

હોમ ડિલીવરી તેમજ હેલ્થ ફેસિલીટીએ જન્મેલ બાળકો

  • ઉંમર : જન્મથી 6 અઠવાડિયાં

પ્રિ-સ્કુલ ચિલ્ડ્રન

  • ઉંમર : 6 અઠવાડિયાં થી 6 વર્ષ

શાળાએ જતાં બાળકો

  • ઉંમર : 6 વર્ષ થી 18 વર્ષ

4.UIP-યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ (સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ)

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 1978 માં EPI (એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઈમ્યુનાઈઝેશન) લોન્ચ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામ ને ભારત સરકાર દ્વારા મોડિફાઈ કરીને 1985 માં યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ તરીકે અમલમાં મુકાયો. હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા આ પ્રોગ્રામ અંતર્ગત નવજાત શિશુ,બાળકો અને સગર્ભા માતાને વેકિસનથી રક્ષિત કરવામાં આવે છે.
  • બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીમાં સંપૂર્ણ રસીકરણ કરવાનું હોય છે કોઇપણ રસીનાં બે ડોઝ વચ્ચે એક મહિનાનું અંતર રાખવામાં આવે છે. રસીકરણના સમય-પત્રક પ્રમાણે રસી મુકાઇ જાય એ વધારે હિતાવહ છે.
  • દરેક રસીને યોગ્ય તાપમાને (+2 થી +80) જાળવવામાં આવે છે તેનાં માટે કોલ્ડ ચેઇન ઈક્વીપમેન્ટ હોય છે.

હેતુઓ

  • દરેક બાળક અને સગર્ભા માતાને ઘાતક રોગ સામે રક્ષણ આપવા માટે.
  • સાર્વત્રિક આરોગ્ય કવરેજ મેળવવા માટે.
  • બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવા માટે.

5.IMI- ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ

  • રસીકરણ કાર્યક્રમને વધારે સમર્થ અને સશક્ત બનાવવા માટે ભારત સરકાર દ્વારા ડિસેમ્બર-2014 માં મિશન ઈંદ્રધનુષ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. જેનો મુખ્ય હેતુ સગર્ભા માતા અને 0-2 વર્ષના બાળકોને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો હતો જેમાં દેશના 28 રાજ્યોમાંથી 201 જિલ્લાને આઈડેન્ટીફાઈ કરવામાં આવેલ.
  • રસીકરણ કાર્યક્રમને વધારે સઘન બનાવવા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 8 ઓક્ટોબર -2017 માં ઈન્ટેસીફાઈડ મિશન ઈંદ્રધનુષ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો. આ પ્રોગ્રામ અંતર્ગત રૂટીન ઈમ્યુનાઈઝેશન સેડયુલમાંથી છુટી ગયેલ બાળક અને સગર્ભા માતાને કવર કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ ડિસેમ્બર-2018 સુધીમાં 90% થી વધારે સંપૂર્ણ રસીકરણ થાય એવો હતો. મિશન ઈંદ્રધનુષમાં ચાર રાઉન્ડ કરવામાં આવે છે. જેમાં એક રાઉન્ડમાં 7 દિવસ હોય છે.

6.JSY- જનની સુરક્ષા યોજના

  • જનની સુરક્ષા યોજનાની શરૂઆત 2005 માં કરવામાં આવી. નેશનલ રૂરલ હેલ્થ મિશન હેઠળ આ યોજનાનો અમલ થાય છે. એન.આર.એચ.એમ ના નાણાકીય પેકેજ પ્રમાણે ભારત સરકારનો 85 અને રાજ્ય સરકારનો 15 ટકા ફાળો છે. આ યોજનામાં જાન્યુઆરી-2009માં સુધારા કરવામાં આવ્યા.

હેતુઓ

  • માતા મૃત્યુદર ઘટાડવા માટે
  • સગર્ભા માતાને નાણાકીય સહાય આપવા માટે

યોજના અંતર્ગત મળતા લાભ

  • આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની બી.પી.એલ. કાર્ડ ધરાવતી સગર્ભા માતાને પોષણયુક્ત આહાર, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહીનાના સમયગાળામાં રૂ. 500 બેંક ચેક દ્વારા ચુકવવામાં આવે છે તેમજ સંસ્થા કીય પ્રસુતી માટે વાહન વ્યવહાર પેટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 200 અને શહેરી વિસ્તારમાં રૂ. 100 આપવામાં આવે છે.

7.PMSMA-પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

  • માતા મૃત્યુ દર ઘટાડવા માટે વર્ષ 2016 માં નેશનલ હેલ્થ મિશન દ્વારા પી.એમ.એસ.એમ.એ શરૂ કરવામાં આવ્યું, જેનો મુખ્ય હેતુ સાર્વત્રિક સગર્ભા માતાને ગુણવત્તા સભર આરોગ્ય સેવા મળે એ છે. આ એક સુનિશ્વિત દિવસની યોજના છે દેશભરમાં દર મહિનાની 9 તારીખે માતૃત્વ આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવે છે મહિનામાં 9 તારીખે રવિવાર કે જાહેર રજા આવતી હોય તો દવાખાના દ્વારા બીજા કામકાજના દિવસે આ ઝુંબેશ ગોઠવવામાં આવે છે.

લક્ષ્યાંક

  • આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં તમામ સગર્ભા સ્ત્રી સુધી પહોચવાનો છે.
  • કોઇપણ ક્લિનીકલ કંડિશનનું વહેલા સર નિદાન કરવા માટે.
  • એનિમીયા,ડાયાબિટીસ અને હાયપરટેન્શન (સગર્ભાવસ્થા દરમ્યાન) જેવી પરિસ્થિતીઓને મેનેજ કરવા માટે.
  • યોગ્ય સંપરામર્શ સવલત પુરી પાડવા માટે.

8.NSSK- નવજાત શિશુ-સુરક્ષા કાર્યક્રમ

  • યુનિયન હેલ્થ મિનીસ્ટર ગુલામ નબી આઝાદ દ્વારા સપ્ટેમ્બર -2009 માં એન.એસ.એસ.કે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો.
  • આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ બાળ મૃત્યુ દર ઘટાડવાનો છે.
  • જન્મ સમયે ઉભી થતી મુશ્કેલીને નિવારવાના પગલાંરૂપે આરોગ્ય કર્મચારીને પાયાની નવજાત શિશુ સંભાળ અને રિસક્સીટેશનની તાલીમ આપવામાં આવે છે.
  • જેનાથી જન્મ સમયે લાગતો ચેપ તેમજ હાઈપોથર્મિયાને અટકાવી શકાય છે. અને જન્મ પછી એક કલાકમાં સ્તનપાન ચાલુ કરાવવામાં આવે છે.
  • આ તાલીમ બે દિવસની હોય છે. જેના દ્વારા બાળ મૃત્યુદર ઘટાડી શકાય છે.

9.NFP- નેશનલ ફેમિલી પ્લાનીંગ પ્રોગ્રામ (રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ)

  • ભારત પહેલો દેશ છે કે જોણે સૌપ્રથમ વિશ્વમાં 1952 માં રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ અમલમાં મુક્યો. જેનો મુખ્ય હેતુ લોકોને કુંટુંબ નિયોજન સેવા પુરી પાડવાનો છે.

હેતુઓ

  • વસ્તી-સ્થિરતા લાવવા માટે
  • પ્રજનન સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે
  • માતા મૃત્યુદર ઘટાડવા માટે
  • બાળ મૃત્યુદર ઘટાડવા માટે

10.NFWP- નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ

  • ભારત સરકાર દ્વારા 1952 માં રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ દાખલ કરવામાં આવ્યો જેનાં દ્વારા કુટુંબ નિયોજન સેવાઓ પુરી પાડવામાં આવતી ઈ.સ. 1977 માં ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રોગ્રામ માં જરૂરી ફેરફાર કરીને રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ એવું નામ આપવામાં આવ્યુ. આ કાર્યક્રમનો હેતુ “નાના કુટુંબ ધારો” ( સ્મોલ ફેમિલી નોર્મ ) દ્વારા વસ્તી સ્થિરતા લાવવાનો હતો. કુટુંબ નિયોજન કરતા કુટુંબ કલ્યાણ શબ્દ વધારે અર્થઘટક બને છે. જેનો અર્થ ગુણવત્તા સભર જીવન એવો થાય છે.

આ કાર્યક્રમ અંતર્ગત નીચે પ્રમાણેના અભિગમ અપનાવવામાં આવ્યા છે.

  • કુટુંબ કલ્યાણ અભિગમ
  • શિક્ષણ
  • ચોખ્ખુ અને સ્વચ્છ પીવાનું પાણી.
  • બાળમૃત્યુ અને પ્રજનન સ્વાસ્થ્ય ને લગતી સેવાઓ
  • રોજગારી
  • કુટુંબ નિયોજન
  • સ્ત્રી સશક્તીકરણ
  • રોગ અટકાયત અને તેની સારવાર
  • મિશન પરિવાર વિકાસ
  • કુટુંબ નિયોજન સેવા અને કુટુંબ નિયોજન પધ્ધતિમાં સુધારો લાવવા માટે જ્યાં પ્રજનન દર વધારે છે એવા રાજ્યોમાં પ્રજનન દર નિયંત્રિત કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મિશન પરિવાર વિકાસી લોન્ચ કરવામાં આવ્યો. જેમાં નીચે પ્રમાણેનાં રાજ્યોનો સમાવેશ થાય છે. જેમાં બિહાર, ઉત્તરપ્રદેશ,આસામ,છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડનો સમાવેશ થાય છે.

ધ્યેય

  • ફર્ટીલીટી રેટ 2.1 એ લઈ જવો – 2025

નેશનલ ન્યુટ્રીશન પ્રોગ્રામ

1.NIDDP : નેશનલ આયોડિન ડેફિશન્સી ડીસોર્ડર કંટ્રોલ પ્રોગ્રામ (રાષ્ટ્રીય આયોડીન ઉણપ નિયંત્રણ કાર્યક્રમ)

  • ભારત સરકાર દ્વારા 1962 માં નેશનલ ગોઇટર કંટ્રોલ અમલમાં મુકવામાં આવ્યો આ પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ઈ.સ. 1992 માં નેશનલ આયોડીનડેફીસીયન્સી ડીસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ તરીકે નવું નામ આપવામાં આવ્યું.

હેતુઓ

  • આયોડીન ઊણપ કેસનું નિદાન કરવા માટે.
  • આયોડીન યુક્ત મીઠું પુરુ પાડવા માટે.
  • લોકોને આરોગ્ય શિક્ષણ આપવા માટે.
  • દર 5 વર્ષ પછી આયોડીન યુક્ત મીઠાની અસરનો સર્વે કરવા માટે.
  • વ્યક્તિના સામાન્ય વૃધ્ધિ અને વિકાસ માટે થાઈરોઈડ અંત:સ્ત્રાવ જરૂરી છે. અને તેનાં સંયોજન માટે આયોડીન જરૂરી છે. વ્યક્તિના સામાન્ય વિકાસ માટે આયોડીન ની જરૂરિયાત 100 થી 150 માઈક્રોગ્રામ હોય છે. આયોડીનની ઉણપથી નીચે પ્રમાણેના રોગ થાય છે. જેમાં ગોઈટર, મૃત જન્મ, હાઈપોથાઈરોડિઝમ, બોલવામાં અને સાંભળવામાં તકલીફ, મંદ બુધ્ધિ અને મંદ વિકાસ.

2.”MAA”-IYCF – મધર એબ્સોલ્યુટ અફેક્શન પ્રોગ્રામ ફોર ઈન્ફટ એન્ડ યંગ

  • ચાઈલ્ડ ફિડીંગ (માતાનો સંપૂર્ણ સ્નેહ કાર્યક્રમ – શિશુ અને બાળકો માટે સર્વોત્તમ પોષણ)
  • માતાનો સંપૂર્ણ સ્નેહ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 5 ઓગસ્ટ-2016 માં લોન્ચ કરવામાં આવ્યો. જેનો મુખ્ય હેતુ સ્તનપાન સેવાને વેગ આપવો અને સ્તનપાન સંપરામર્શ કરવાનો છે.

ધ્યેય

  • આ પ્રોગ્રામનો મુખ્ય ધ્યેય બ્રેસ્ટ ફિડીંગ પ્રેક્ટિસને પ્રમોટ, પ્રોટેક્ટ અને સપોર્ટ કરવાનો છે.

હેતુઓ

  • સ્તનપાન માટે સારું વાતાવરણ ઉભુ કરવું.
  • બાળ વિકાસને વેગ આપવા માટે.
  • પબ્લિક હેલ્થ ફેસિલીટીમાં ધાત્રી સેવાને સપોર્ટ કરવા માટે

ચાવીરૂપ ઘટકો

  • માસ મિડિયા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી.
  • એ.એન.એમ. અને આશાની આવડત ને વધારે મજબુત બનાવવા માટે તાલીમ આપવી.
  • કાર્યક્રમનું મોનિટરીંગ કરવું.

ચાવીરૂપ સંદેશ

  • બાળકના જન્મ પછી (એક કલાકની અંદર) સ્તનપાન ચાલુ કરાવવું.
  • બાળકને 6 મહિના સુધી માત્ર અને માત્ર માતાનું ધાવણ.
  • 6 મહિના પછી માતાના ધાવણ સાથે ઉપરી આહાર ચાલુ કરવો.

3.NPPCF – નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ફ્લુરોસિસ (રાષ્ટ્રીય ફ્લુરોસિસ નિયંત્રણ અને નાબુદી કાર્યક્રમ)

  • એન.પી.પી સી.એફ. કાર્યક્રમ 11મી પંચવર્ષીય યોજના દરમ્યાન 2008-09 માં શરૂ કરવામાં આવ્યો. ફ્લુરોસિસ એ આરોગ્ય સમસ્યા છે કે જે ખાધ્ય ચીજવસ્તુ અને પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધારે હોવાથી થાય છે. ભારતમાં ફ્લુરોસિસના કેસ 19 રાજ્યોના 230 જિલ્લામાં રિપોર્ટ થયેલા છે.

ધ્યેય

  • આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય દેશમાંથી ફ્લુરોસિસ ના કેસને નાબુદ કરવાનો અને નિયંત્રિત કરવાનો છે.
  • પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ જાણવા માટે
  • ચોક્કસ વિસ્તારમાં થયેલા કેસને સારવાર આપવા માટે
  • ફ્લુરોસિસના કેસનુ નિદાન અને સારવાર કરવા માટે

પ્રવૃત્તિઓ

  • ફ્લુરોસિસના કેસનું નિદાન કરીને સારવાર આપવામાં આવે છે
  • આ.ઈ.સી. પ્રવૃત્તિ દ્વારા લોકોની વર્તુણક બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે

4. NIPI- નેશનલ આર્યન પ્લસ ઈનિશીએટિવ ફોર એનિમીયા કંટ્રોલ પ્રોગ્રામ

    • ભારત સરકાર દ્વારા નિપી પ્રોગ્રામ 2013 માં શરૂ કરવામાં આવ્યો. ભારતમાં પાંડુરોગ એ ગંભીર આરોગ્ય સમસ્યા છે જે સગર્ભા માતા, બાળકો અને કિશોરવસ્થામાં જોવા મળે છે.
    • આ પ્રોગ્રામ અંતર્ગત 6 મહિનાથી 19 વયની કિશોરી, પ્રજનન વય ધરાવતી સ્ત્રી, સગર્ભા માતા અને ધાત્રી માતાને આર્યન ફોલિક એસિડ સપ્લાય કરવામાં આવે છે. તેમજ જે-તે મહિલા અથવા કિશોરીઓ કે જેને એનિમીયા નથી તેને પણ આર્યન ફોલિક એસિડ આપવામાં આવે છે.

    હેતુઓ

    નીચે દર્શાવેલ વયગ્રુપને આર્યન ફોલિક એસિડ તથા પૂરક પોષણ પૂરુ પાડવા માટે

    ૧) ઉંમર : 6 મહિનાથી 60 મહિના

    • ડોઝ : 1 ml IFA સિરપ (20 mg આર્યન 100 mcg ફોલિક એસિડ)
    • પધ્ધતિ : 6 મહિનાથી 60 મહિનાના(5 વર્ષ) બાળકને અઠવાડીયામાં બે વાર ( 12 મહિનાથી વધારે ઉંમર વાળા બાળકને કૃમિનાશક દવા સાથે)
    • સેવા આપનાર : આશા અથવા એ.એન.એમ.

    ૨) ઉંમર : 5 વર્ષ થી 10 વર્ષ

    • ડોઝ : અઠવાડીયામાં એક IFAની ગોળી (45 mg આર્યન 400 mcg ફોલિક એસિડ)
    • પધ્ધતિ : 5 થી 10 વર્ષના બાળકોને અઠવાડીયામાં એકવાર IFA (દર 6 મહિનાના અંતરે કૃમિનાશક દવા)
    • સેવા આપનાર : આંગણવાડી વર્કર અને શાળાના શિક્ષકો

    ૩) ઉંમર : 10 થી 14 વર્ષ

    • ડોઝ : અઠવાડીયામાં એક IFAની ગોળી (100 mg આર્યન 500 mcg ફોલિક એસિડ)
    • પધ્ધતિ : 10 થી 14 વર્ષના બાળકોને અઠવાડીયામાં એકવાર IFA દર 6 મહિનાના અંતરે કૃમિનાશક દવા
    • સેવા આપનાર : આંગણવાડી વર્કર અને શાળાના શિક્ષકો

    ૪) ઉંમર : સગર્ભા માતા અને ધાત્રી માતા

    • ડોઝ : દરરોજ એક IFA ની ગોળી (100 mg આર્યન 500 mcg ફોલિક એસિડ)
    • પધ્ધતિ : ગર્ભાવસ્થાના ત્રણ માસ પછી ચાલુ કરવી છ માસ સુધી લેવી અને બાળકના જન્મ બાદ રોજ એક ગોળી છ માસ સુધી
    • સેવા આપનાર : એ.એન.એમ. અથવા આશા

    ૫) ઉંમર : પ્રજનન વય ધરાવતી સ્ત્રી

    • ડોઝ : દર અઠવાડીયે એક IFA ની ગોળી (100 mg આર્યન, 500 mcg ફોલિક એસિડ)
    • પધ્ધતિ : દર અઠવાડીયે એકવાર પ્રજનન વય મર્યાદા સુધી
    • સેવા આપનાર : ગૃહ મુલાકાત દરમ્યાન એ.એન. એમ. દ્વારા

    5.NVAPP-નેશનલ વિટામીન “એ” પ્રોફાઈલેક્સીસ પ્રોગ્રામ

    • પોષણ સંબંધિત અંધત્વ નિવારણ માટે કેંદ્ર સરકાર દ્વારા વર્ષ 1970 માં રાષ્ટ્રીય વિટામીન એ પ્રોફાઈલેક્સીસ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. વ્યક્તિના સામાન્ય વિકાસ અને કોષોની પુર્ણતા માટે, દ્રષ્ટી અને પ્રજનન પ્રક્રિયા માટે મહત્વનું છે. આ સુક્ષ્મ પોષક તત્વ છે.
    • ભારતમાં વિટામીન એ ની ખામી વિશ્વના અન્ય દેશ કરતાં વધુ જોવા મળે છે. 5 વર્ષથી નીચેના બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ વિટામીન એ છે. આ યોજના અંતર્ગત 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને વિટામીન એ ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં દર ૬ માસના અંતરે મોં દ્વારા આપવામાં આવે છે.

    હેતુઓ

    • વિટામીન એ ની ખામી ઓછી કરવા માટે
    • વિટામીન એ ધરાવતાં ખોરાકને પ્રોત્સાહન આપવા માટે
    • લોકોમાં જાગૃતિ લાવવા માટે

    ડોઝ

    ઉંમર : 9 મહિના

    • ડોઝ : ઓરીના પ્રથમ ડોઝ સાથે એક લાખ ઈન્ટરનેશનલ યુનિટ

    ઉંમર : 16 થી 60 મહિના

    • ડોઝ : ડી.પી.ટી બુસ્ટર સાથે અને દર 6 મહિને બે લાખ ઈન્ટરનેશનલ યુનિટ

    6.ICDS- ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (બાળ સંકલિત વિકાસ યોજના)

    • આઇ.સી.ડી.એસ. સ્કીમ 2 ઓક્ટોબર-1975 માં એટલેકે પાંચમી પંચવર્ષીય યોજના દરમ્યાન લોન્ચ કરવામાં આવી. હાલમાં ઈન્ડિયા દ્વારા 1.3 મિલીયન આંગણવાડી કાર્યરત છે. જે દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલી છે.

    લાભાર્થી

    • 6 વર્ષથી નીચેના બાળકો
    • સગર્ભા માતા અને ધાત્રી માતા
    • કિશોર અને કિશોરીઓ
    • 15 થી 49 વયની મહિલા

    હેતુઓ

    • જન્મ થી 6 વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય સ્તરમાં વધારો કરવા માટે
    • બાળકનો સામાજિક,માનસિક અને શારિરિક વિકાસ નો પાયો નાખવાં માટે
    • બાળકની સંભાળ રાખનાર માતાની ક્ષમતાને વધારે સુદૃઢ કરવા માટે

    7.MDM- મિડ ડે મીલ (મધ્યાહ્નન ભોજન)

    • મધ્યાહન ભોજન યોજના સૌપ્રથમવાર 1962-63 માં તામિલનાડુની પ્રાથમિક શાળામાં શરૂ કરવામાં આવ્યો.

    મધ્યાહ્નન ભોજન યોજના ત્રણ ક્ષેત્રને કવર કરે છે.

    • શાળામાં બાળકોની હાજરી
    • બાળકોના પોષણ-સ્તરમાં વધારો
    • શાળા છોડનાર બાળકોની સંખ્યામાં ઘટાડો

    હેતુઓ

    • સરકારી શાળા, સરકારી સહાય પ્રાપ્ત કરતી શાળાઓમાં બાળકોનુ પોષણ સ્તર સુધારવા માટે
    • બાળકોને શાળામાં નિયમિત કરવા માટે

    8.SNP- સ્પેશીયલ ન્યુટ્રીશન પ્રોગ્રામ

    • ભારતમાં સ્પેશીયલ ન્યુટ્રીશન પ્રોગ્રામ 1970-71 માં શરૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા પ્રી-સ્કુલ બાળકોને 300 કેલરી અને 10 ગ્રામ પ્રોટીન તેમજ ધાત્રી માતાને 500 કેલરી અને 25 ગ્રામ પ્રોટીન અઠવાડીયામાં 6 દિવસ પુરા પાડવામાં આવે છે. આ કાર્યક્રમ મિનીમમ નીડ પ્રોગ્રામ અંતર્ગત ચાલે છે.

    9.APN- એપ્લાઈડ ન્યુટ્રીશન પ્રોગ્રામ

    • એપ્લાઈડ ન્યુટ્રીશન પ્રોગ્રામની શરૂઆત સૌપ્રથમ ઓરીસ્સામાં 1663 માં શરૂ કરવામાં આવ્યો અને 1973 માં આ કાર્યક્રમ દેશના દરેક રાજ્યમાં વ્યાપ્ત કરવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ ખાદ્ય ચીજોના ઉત્પાદન ફળો, શાકભાજીને વેગ આપવાનો છે. આ કાર્યક્રમના મુખ્ય લાભાર્થી 2 થી 6 વર્ષની ઉંમરના બાળકો, સગર્ભા અને ધાત્રીમાતા છે.

    10.BNP-બાલવાડી ન્યુટ્રીશન પ્રોગ્રામ

    • બાલવાડી ન્યુટ્રીશન પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા 1970 માં શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની અંદર બાલવાડી બાળકો એટલે કે 3 થી 6 વર્ષના બાળકોને ખોરાક સપ્લાય કરવામાં આવે છે.

    કોમ્યુનીકેબલ ડિસીઝ પ્રોગ્રામ

    1.IDSP- ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ

    • આઈ.ડી.એસ.પી. પ્રોગ્રામ વિશ્વબેંક સહાયથી ભારત સરકાર દ્વારા વર્ષ 2004 માં ચાલુ કરવામાં આવ્યો. આ યોજનાનો મુખ્ય હેતુ મહામારી સંભવિત રોગનુ નિદાન કરવા માટે અને તેના પર કાર્યવાહી કરવા માટે સર્વે પ્રક્રિયાને વધારે સુદ્રઢ કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત જે માહિતીનો રિપોર્ટ કરવામાં આવે છે.

    તે કેસ નીચે પ્રમાણે એકત્ર કરવામાં આવે છે.

    • એસ – સસ્પેક્ટેડ કેસ (શંકાસ્પદ કેસ)
    • પી- પ્રિઝમટીવ કેસ (સંભવિત કેસ)
    • એલ- લેબોરેટરી કન્ફર્મ (પ્રયોગશાળામાં ફાઇનલ થયેલ કેસ)

    ધ્યેય

    • આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ સંક્રામક રોગોનુ નિદાન અને નિયંત્રિત કરવાનો છે.

    2.RNTCP- રિવાઈઝડ નેશનલ ટ્યુબરક્યુલોસીસ કંટ્રોલ પ્રોગ્રામ (સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ)

    • ભારત સરકાર દ્વારા વર્ષ 1962 માં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરી આજ કાર્યક્રમને આગળ ડબલ્યુ.એચ.ઓ. ભારત સરકાર અને સ્વીડન આંતર રાષ્ટ્રીય વિકાસ એજન્સી દ્વારા 1992 માં આ કાર્યક્રમ માટે સમીક્ષા કરવામાં આવી અને 1997 માં RNTCP કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો.

    યોજનાના લાભાર્થી

    • પી.એચ.સી.સી.એચ.સી.અર્બન હેલ્થ સેન્ટર અને જિલ્લા ક્ષય કેંદ્ર મારફતે સારવાર લેતા દરેક ક્ષયના દર્દી.
    • આ કાર્યક્રમને 2005 ની સાલ સુધીમાં દેશના દરેક સ્થળે વ્યાપ્ત કરવામાં આવ્યો. 2006 થી 2011 સુધીમાં આ કાર્યક્રમનો બીજો ફેઝ ચાલુ કરવામાં આવ્યો અને ત્યારપછી 2012-17 માં “ટી.બી.મુક્ત ભારત” ના ઉદેશ્ય માટે રાષ્ટ્રીય રણનીતિ યોજના ઘડવામાં આવી.

    રાષ્ટ્રીય રણનીતિ યોજના

    • કેસ નિદાન
    • સારવાર
    • અટકાયત
    • નિર્માણ

    3.NTEP- નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમીનેશન પ્રોગ્રામ

    • ભારત સરકાર દ્વારા આર.એન.ટી.સી.પી ને નવું નામ એન.ટી.ઈ.પી આપવામાં આવ્યુ. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ માં “ટી.બી.મુક્ત ભારત” કરવાનો છે.

    ધ્યેય

    • ટી.બી. ભારણને ઝડપથી ઘટાડવા માટે
    • ટી.બી. થી થતા મૃત્યુ અને માંદગીમાં ઘટાડો કરવા માટે.
    • 2025 ની સાલ સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવા માટે.

    આ પ્રોગ્રામ મુખ્યત્વે DTPB ના સિધ્ધાંત પર કામ કરે છે

    • D – ડિટેક્ટ (નિદાન કરવું) :- જોખમી ગ્રુપનું સ્ક્રીનીંગ કરવુ અને નિદાનની સવલતો વધારવી.
    • T – ટ્રીટમેન્ટ (સારવાર) :- દરેક ટી.બી કેસને વિના મુલ્યે સારવાર પુરી પાડવા માટે ટી.બી ની સારવાર લેતા દર્દીનું મોનીટરીંગ કરવું ટી.બી.ના દર્દીને સામાજિક કલ્યાણ યોજના સાથે લિંક કરવું.
    • P-પ્રિવેન્ટ (અટકાવવું) :- હવા જન્ય ચેપ અટકાયત માટે પગલાં લેવા અને વહેલું નિદાન કરવું.
    • B – બિલ્ડ (નિર્માણ) :- આર.એન.ટી.સી.પી મેનેજમેંટ સ્ટ્રક્ચરનું ફરી નિર્માણ કરવુ અને એસ.ટી.ડી. ક્લિનીકને નવ-નિર્મિત કરવી.

    4.NGEP-નેશનલ ગીની વર્મ્સ ઇરાડીકેશન પ્રોગ્રામ

    • ભારત સરકાર દ્વારા જી.ડબલ્યુ.ઇ.પી. પ્રોગ્રામ 1983 માં શરૂ કરવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ ભારતમાંથી ગીની વર્મ્સ ને નાબુદ કરવાનો હતો. આ પ્રોગ્રામની શરૂઆતમાં 7 રાજ્ય ના 89 જિલ્લા ના 12840 ગામડામાં કુલ 39792 કેસ જોવા મળેલ, જેમાંથી 2/3 કેસ રાજસ્થાન માં (38%) અને મધ્યપ્રદેશ (29%) જોવા મળેલ ત્યાર પછી આ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવેલી પ્રવૃત્તિ ના લીધે 1999માં ઇન્ડિયા માં 0 કેસ જોવા મળેલ. જે અંતર્ગત ડબલ્યૂ. એચ. ઓ. દ્વારા ફેબ્રુઆરી 2000 માં ભારતને ગીની વર્મ્સ રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યુ.

    5.NLEP-નેશનલ લેપ્રસી ઈરેડીકેશન પ્રોગ્રામ (રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ)

    • ભારત સરકાર દ્વારા ઈ.સ. 1983 માં નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો જેને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ઈરાડીકેશન પ્રોગ્રામ તરીકે 1955 માં જાહેર કરવામાં આવ્યો રક્તપિત ને કુષ્ઠ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 એપ્રિલ 2012 માં 0.83 લાખ રક્તપિત્તના કેસ નોંધવામાં આવેલ.

    હેતુઓ

    • આરોગ્ય કર્મચારી દ્વારા સર્વેના માધ્યમથી રોગને પ્રારંભિક તબ્બકે ઓળખવા માટે
    • રક્તપિત કેસને મલ્ટી ડ્રગ થેરાપી આપીને સારવાર કરવા માટે
    • રોગ સાથેની સામાજિક કલંકની માન્યતાને દુર કરીને લોકોમાં જાગૃતિ લાવવા માટે
    • રક્તપિત્ત દર્દીના પુનર્વસન માટે

    6.NVBDCP- નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ)

    • ભારત સરકાર દ્વારા 2003-04 માં રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અમલમાં મુકાયો. તેનો હેતુ NAMP, NFCP, NKCP, NJECP, ડેન્ગ્યુ ફીવર કંટ્રોલ પ્રોગ્રામનું વિલીનીકરણ કરવાનો છે.હાલમાં આ પ્રોગ્રામ અંતર્ગત ચિકનગુનીયાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

    રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમની યાદી :

    • નેશનલ એન્ટી મેલેરીયા પ્રોગ્રામ
    • કાલા-અઝાર કંટ્રોલ પ્રોગ્રામ
    • નેશનલ ફાઈલેરીયા કંટ્રોલ પ્રોગ્રામ
    • જાપાનીઝ એન્સેફેલાઈટીસ પ્રોગ્રામ
    • ડેન્ગ્યુ એન્ડ ડેન્ગ્યુ હેમરેજીક ફીવર

    1.રાષ્ટ્રીય મેલેરીયા વિરોધી કાર્યક્રમ

    • ભારતમાં મેલેરીયા એ ગંભીર સમસ્યા છે. રાષ્ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ 1953માં શરૂ કરવામાં આવ્યો. સ્વતંત્રતાના સમયે દર વર્ષે 75 મિલીયન કેસ જેમાંથી 0.8 મિલીયન મૃત્યુ મેલેરીયા ને લીધે જોવા મળેલ જે અંતર્ગત આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમ નો મુખ્ય ધ્યેય મેલેરીયાનો ફેલાવો થતો અટકાવવાનો છે.

    2.કાલા-અઝાર કંટ્રોલ પ્રોગ્રામ

    • કાલા-અઝાર એ લેસમીનીયા પ્રોટોઝુઆથી થતો રોગ છે તેથી તેને વિસરલ લેસમીનીયાસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સેન્ડ ફ્લાયના કરડવાથી થાય છે. વર્તમાનમાં આ બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

    હેતુઓ

    • કાલા-અઝાર કેસને શોધીને સારવાર આપવા માટે
    • લોકોને આરોગ્ય શિક્ષણ આપવા માટે

    3.નેશનલ ફાઈલેરીયા કંટ્રોલ પ્રોગ્રામ

    • રાષ્ટ્રીય ફાઇલેરિયા નિયંત્રણ કાર્યક્રમ 1955 માં ચાલુ કરવામાં આવ્યો. ફાઇલેરિયા એ સંક્રમક મચ્છર ક્યુલેક્સ, એનોફીલિસ મેંસોનિયા અથવા એડીસ કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. લિમ્ફેટીક ફાઇલેરિયા 18 રાજ્યો અને કેંદ્ર શાસીત પ્રદેશમાં ફેલાયેલ છે.

    ઉદેશ્ય

    • ફાઇલેરિયા ને નિયંત્રિત કરવા માટે
    • ફાઇલેરિયા કેસ શોધીને સારવાર આપવા માટે
    • લોકોમાં જાગૃતિ લાવવા માટે

    4.જાપાનીઝ એનસેફેલાઇટીસ પ્રોગ્રામ

    • જાપાનીઝ એનસેફેલાઇટીસ એ એક જીનેટીક રોગ છે. જો કે સમુહ-બી કલેવી વાઈરસ તથા ક્યુલેક્સ મચ્છરથી ફેલાય છે. આ કાર્યક્રમ અંતર્ગત જાપાનીઝ એનસેફેલાઇટીસ રસીને 2000 ની સાલમાં પ્રસ્તુત કરવામાં આવી જેમાં આસામ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશના અગીયાર જિલ્લાને કવર કરવામાં આવે છે.
    • જાપાનીઝ એનસેફેલાઇટીસના મેનેજમેન્ટ માટે ટ્રેનીંગ કોર્સ ચાલુ કરવામાં આવ્યા.
    • નિયંત્રણ અને નાબુદી માટે ગાઇડ લાઇન વિકસાવામાં આવી
    • રસીકરણ (જે.ઇ) કરવામાં આવ્યુ.

    5.ડેન્ગ્યુ એન્ડડેન્ગ્યુ હેમરેજીક ફીવર

    • ડેન્ગ્યુ એ બાકી બધા કરતા મહત્વનો સંક્રામક રોગ છે. જે ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ રક્તસ્ત્રાવ તાવ તરીકે ઓળખાય છે. ડેન્ગ્યુ સીરોટાઇપ વાઈરસના કારણે થાય છે. માદા એડીસ ઇજીપ્ત ના માધ્યમથી ફેલાય છે. ડેન્ગ્યુ વાયરસ (1,2,3,4) ભારતમાં ફેલાયેલ છે.

    હેતુઓ

    • રોગનો સર્વે કરવા માટે
    • તાત્કાલીક નિદાન કરવા માટે
    • શોધાયેલ કેસને સારવાર આપવા માટે
    • મચ્છરોને નિયંત્રિત કરવા માટે

    7.NACP-નેશનલ એઈડસ કંટ્રોલ પ્રોગ્રામ (રાષ્ટ્રીય એઈડસ નિયંત્રણ કાર્યક્રમ)

    • એચ.આઈ.વી ઈન્ફેક્શન ભારત માટે મોટો ચેલેન્જ છે. આ વાઈરસ થી એકપણ રાજ્ય મુક્ત નથી. આ સંક્રામક રોગના અટકાયતી પગલાં રૂપે ભારત સરકાર દ્વારા 1992 માં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. અને ત્યારપછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ એઈડસ કંટ્રોલ પ્રોગ્રામ ફેઝ-2 ડિસેમ્બર 1999 માં અમલમાં મુકાયો.

    હેતુઓ

    • ભારતમાં એચ.આઇ.વી ઈન્ફેક્શન ફેલાતુ અટકાવવા માટે
    • એચ.આઈ.વી એઈડસ રિસપોન્સ તંત્રને મજબુત બનાવવા માટે
    • આ કાર્યક્રમ દ્વારા ચેપી રોગનું વહેલાસર નિદાન, એ.આર.ટી સારવાર અને ફેમિલી પ્લાનીંગ
    • સર્વિસ અંતર્ગત નિરોધની વહેંચણી પર ફોકસ કરવામાં આવે છે.

    8.NVHCP- નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ

    • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશ્વ હિપેટાઈટીસ દિવસ 28 જુલાઈ 2018 ના દિવસે આ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો. જેનો લક્ષ્ય 2030ની સાલ સુધીમાં વાયરલ હિપેટાઇટીસને સમાપ્ત કરવાનો છે. આ એક વિસ્તૃત યોજના છે. જેમાં હિપેટાઈટીસ એ.બી.સી.ડી.ઈ સહીત તેના નિયંત્રિત નિદાન અને સારવારની સાંકળને મુકવામાં આવ્યુ છે.

    હેતુઓ

    • 2030 સુધીમાં હિપેટાઈટીસ સી ની નાબુદી.
    • હિપેટાઈટીસ બી અને સી ચેપી રોગથી થતા મૃત્યુમાં ઘટાડો
    • હિપેટાઈટીસ એ અને ઈ થી થતા જોખમ અને મૃત્યુમાં ઘટાડો

    ઘટકો

    • નિયંત્રણ
    • હિપેટાઈટીસ બી રસીકરણ
    • રક્ત ઉત્પાદન સુરક્ષા
    • નિદાન અને સારવાર
    • લોક-જાગૃતિ
    • સમુદાય ભાગીદારી
    • મુલ્યાંકન અને સર્વેની કામગીરી

    9.NRCP- નેશનલ રેબીસ કંટ્રોલ પ્રોગ્રામ

    • રેબીસ એક વાયરસથી થતો રોગ છે. જે લગભગ બધા જ જાનવરોમાં જોવા મળે છે. આ વાયરસ જંગલી અથવા પાલતુ જાનવરના કરડવાથી થાય છે. લાળ દ્વારા બીજા જાનવર કે મનુષ્ય માં ફેલાય છે. ભારતમાં મનુષ્યમાં રેબીસ થવા માટે કુતરા 97%, બિલાડી 2% અને અન્ય 1% જવાબદાર છે. આ કાર્યક્રમ 12 ઓક્ટોબર 2018 માં પ્રસ્તુત કરવામાં આવ્યો. આ રોગ સંપૂર્ણ જીવલેણ છે. જે બધા સંક્રમક રોગ કરતા વધારે ભયાનક છે. જેમાં લોકોને પાણીનો ભય (હાઈડ્રોફોબિયા) હોય છે.

    માનવ ઘટક કાર્યનીતિ

    • લેબોરેટરી સેવાઓ મજબુત બનાવવી.
    • રેબીસનું રસીકરણ કરવુ.
    • સુચના અને શિક્ષણ આપવું.

    જાનવર ઘટક કાર્યનીતિ

    • કૂતરાઓની જનસંખ્યાનુ સર્વેક્ષણ કરવું.
    • કૂતરાઓનુ સામૂહિક રસીકરણ.

    10.NPCAMR- NPCAMR- નેશનલ પ્રોગ્રામ ઓન કંટેઈનમેન્ટ ઓફ એન્ટી માઈક્રોબીઅલ રેજીસ્ટન્સ

    • ૬૮મી વિશ્વ આરોગ્ય પરિષદ દ્વારા મે-2015માં આ કાર્યક્રમને અમલમાં મુકવામાં આવ્યો એન્ટી માઈક્રોબીયલ રેજીસ્ટન્સની સમસ્યા સર્વત્ર જોવા મળે છે. જે અનુસંધાને 12મી પંચવર્ષીય યોજનામાં આ કાર્યક્રમની શરૂઆત થઈ.

    ઉદેશ્ય

    • એન્ટી માઈક્રોબીયલ રેજીસ્ટન્સ લેબોરેટરીની સ્થાપના કરવી.
    • ચેપી રોગના નિયંત્રણ માટે ગાઈડ લાઈન વિકસાવવી અને પધ્ધતિ મજબુત બનાવવી.
    • એન્ટીબાયોટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.

    પ્રવૃત્તિ

    • જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં સર્વેલન્સ કરવુ.
    • ચેપીરોગ નિયંત્રણ માર્ગદર્શિકાનું અમલીકરણ.
    • આરોગ્ય કર્મચારીને તાલીમ આપવી.

    નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ

    1.NTCP- નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ

    • લોકોને ફેફ્સા, હ્રદય અને કેન્સર જેવી જીવલેણ બિમારી માટેના કારણોમાં તમાકુ નુ સેવન પણ એક કારણ છે. ભારત તમાકુના ઉત્પાદન અને ઉપભોકતા માટે વિશ્વમાં બીજા નંબરે આવે છે. ભારત સરકાર દ્વારા મે -2013 માં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવ્યો અને લોકોમાં તમાકુના સેવનથી થતી નુકશાનકારક જીવલેણ બીમારી પ્રત્યે જાગૃતિ લાવવા માટે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ 2007-08 માં લોન્ચ કરવામાં આવ્યો.

    હેતુઓ

    • તમાકુના ઉપયોગથી થતી હાનિકારક અસરો અંગે જાગૃતિ લાવવા માટે
    • તમાકુના સેવનથી થતી બીમારી અને મૃત્યુ આંકમાં ઘટાડો કરવા માટે
    • તમાકુના ઉપયોગને નિયંત્રણ કરવા માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મુકાયેલ છે.

    તાલીમ

    • આ.ઈ.સી. પ્રવૃત્તિ
    • સર્વેલન્સ
    • તમાકુ નિયંત્રણ કાયદાનું મોનિટરીંગ

    2.NPCDCS- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક

    • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા NPCDCS કાર્યક્રમ ઓક્ટોબર 2010 માં શરૂ કરવામાં આવ્યો જેમાં શરૂઆતમાં 21 રાજ્યના 100 જિલ્લાને કવર કરવામાં આવ્યા.

    આ કાર્યક્રમના મુખ્ય ચાર ઘટક છે.

    • કેન્સર
    • ડાયાબિટીસ
    • કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ
    • સ્ટ્રોક

    આ કાર્યક્રમ નુ મોનિટરીંગ જુદા જુદા લેવલે એન.સી.ડી. સેલ દ્વારા થાય છે.

    હેતુઓ

    • જીવન-શૈલી અને વર્તુણકમાં બદલાવ દ્વારા બિન-ચેપી રોગનું નિયંત્રણ અને નાબુદી
    • કોમન એન.સી.ડી. રોગનું નિદાન અને સારવાર.
    • પબ્લિક હેલ્થ વિભાગના કર્મચારી જેવા કે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફને તાલીમ.
    • પૂનર્વસન સેવાઓની સ્થાપના.

    3.NPCTOD-નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝ

    • 1983 નેશનલ હેલ્થ પોલિસીમાં વ્યવસાય ને મહત્વનું ઘટક દર્શાવવામાં આવ્યુ અને સાથે સાથે નેશનલ હેલ્થ પોલિસી-2002 માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ વ્યાવસાયિક રોગ સામે ધ્યાન આપવાનુ હતુ. ભારત સરકાર દ્વારા 1998-99 માં નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝની શરૂઆત કરવામાં આવી.

    મેજર ઓક્યુપેશનલ રોગ નીચે પ્રમાણે છે.

    1. વ્યવસાયિક અકસ્માત
    2. વ્યવસાયિક ફેફસાં રોગ
    3. વ્યવ્સાયિક કેન્સર
    4. વ્યવસાયિક ચેપ
    5. વ્યવ્સાયિક ઝેરી દ્રવ્યોની અસર
    6. વ્યવ્સાયિક માનસિક બીમારી

    4.NPPCD- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ (રાષ્ટ્રીય બધિરતા નિયંત્રણ અને નાબુદી)

    • બહેરાપણું એ વ્યક્તિની વિકલાંગતા ગણાય છે. ભારતમાં બધિર લોકોની સંખ્યા વધારે પ્રમાણમાં છે. જેનાથી આર્થિક ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. આ વિકલાંગતાના નિવારણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 10 રાજ્યો અને એક કેંદ્રશાસિત પ્રદેશ માં વર્ષ 2006 થી 2008 સુધી રાષ્ટ્રીય બધિરતા નિયંત્રણ અને નાબુદી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.

    હેતુઓ

    • અકસ્માતના કારણે થતી બધિરતાના નિયંત્રણ માટે
    • બધિરતાની શરૂઆત માં તેનુ નિદાન અને સારવાર કરવા માટે
    • બધિર પીડીત ના પુનર્વસન માટે
    • બહેરાપણું ધરાવતી વ્યક્તિ માટે ઉપકરણ.

    5.NMHP-નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ

    • માનસિક રોગ થી પિડીત વ્યક્તિ સમાજમાં નબળો વર્ગ ઉભો કરે છે જેનાથી સમાજમાં ભેદભાવ ઉભો થાય છે. સરકારે માસિક રોગ સામે લડવા માટે 1982 માં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમ સાથે ઈ.સ. 1996 માં જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ જોડી દેવામાં આવ્યો. જનશક્તિ વિકાસ યોજના આ કાર્યક્રમનો ભાગ 2009 માં બન્યો.

    ઘટકો

    • માનસિક રોગથી પિડીત વ્યક્તિની સારવાર
    • પુનર્વસન
    • માનસિક સ્વાસ્થ્ય
    • માનસિક સ્વાસ્થ્ય સંભાળ અધિનિયમ 7 એપ્રિલ 2017 માં આવ્યો અને 7 જુલાઈ 2018 માં અમલમાં મુકાયો.

    6.NPCB&VI- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ(રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ)

    • રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ ની શરૂઆત વર્ષ 1976 માં કરવામાં આવી. જેમાં 1963 માં ચાલુ થયેલા ટ્રેકોમા નિયંત્રણ કાર્યક્રમને પણ સામેલ કરવામાં આવ્યો.

    ઉદ્દેશ

    • અંધત્વ કેસમાં 0.3% નો ઘટાડો કરવો.

    હેતુઓ

    • દર 5 લાખ ની વસ્તીએ એક આઇ કેર ફેસેલીટી ઉભી કરવી.
    • પી.એચ.સી.સી.એચ.સી અને સબ-ડીસ્ટ્રીક્ટ લેવલે દ્રષ્ટી સંભાળ સેવાઓ માટે માનવ સંસાધન વિકસીત કરવા.
    • સેવાઓની ગુણવતામાં સુધારો કરવો.

    7.PMNDP- પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ

    • નેશનલ હેલ્થ મિશનના ભાગરૂપે ફ્રી ડાયાલીસીસ સેવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ 2016 માં અમલમાં મુકવામાં આવ્યો કિડની રોગની અંતીમ અવસ્થા એક મોટો બોજ છે. ભારતમાં દર વર્ષે ઇ.એસ.આર.ડી. (એન્ડ સ્ટેજ રીનલ ડીસીઝ) ના 2.2 લાખ નવા રોગ ઉમેરાય છે. જેના પરિણામ સ્વરૂપે 3.4 કરોડ ડાયાલીસીસ ની જરૂરીયાત ઉભી થાય છે. લગભગ 4950 ડાયાલીસીસ કેંદ્રો છે. અપૂરતી સુવિધાને લીધે રોગથી પીડીત વ્યક્તિ ને દર વર્ષે 3 થી 4 લાખ રૂપીયા નો બોજ ઉઠાવવો પડે છે. આ બાબત ને ધ્યાનમાં રાખતા જીલ્લામાં ડાયાલીસીસ ઉપલબ્ધ કરવા માટેનું આ મહત્વપુર્ણ પગલુ છે.
    • 2.2 લાખ નવા રોગ ઉમેરાય છે. જેના પરિણામ સ્વરૂપે 3.4 કરોડ ડાયાલીસીસની જરૂરીયાત ઉભી થાય છે. લગભગ 4950 ડાયાલીસીસ કેંદ્રો છે. અપૂરતી સુવિધાને લીધે રોગથી પીડીત વ્યક્તિ ને દર વર્ષે 3 થી 4 લાખ રૂપીયા નો બોજ ઉઠાવવો પડે છે. આ બાબત ને ધ્યાનમાં રાખતા જીલ્લામાં ડાયાલીસીસ ઉપલબ્ધ કરવા માટેનું આ મહત્વપુર્ણ પગલુ છે.

    8.NPHCE નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી (રાષ્ટ્રીય વૃદ્ધજન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ)

    • ભારતમાં વૃદ્ધોની જનસંખ્યા વધારે જોવા મળે છે. જે વિશ્વસ્તરે બીજા નંબરે આવવાની છે. ભારતમાં 60 વર્ષથી વધારે ઉંમર ધરાવનાર ની સંખ્યા 2013 માં 100 મીલીયન હતી. જે વધીને 2030 સુધીમાં 198 મીલીયન થઇ જશે.
    • વૃદ્ધ પુરુષો અને વૃદ્ધ મહીલાઓની સ્વાસ્થ્ય સંભાળ માટે આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી કાર્યક્રમની શરૂઆત 2010 માં કરવામાં આવી.

    ઉદેશો

    • ગુણવતા સભર લાંબાગાળા ની કોમ્પ્રીહેન્સીવ સેવાઓ પૂરી પાડવા માટે
    • વૃદ્ધજનો માટે નવો આર્કીટેક તૈયાર કરવા માટે
    • આરોગ્યમય અને પ્રવૃતિમય વૃદ્ધાવસ્થાને પ્રોત્સાહન આપવા માટે

    9.NPPMBI- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ બર્ન ઈન્જરી

    • બર્નસ અકસ્માત એ સમગ્ર વિશ્વની એક સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા છે. ડબલ્યુ.એચ.ઓ ના રિપોર્ટ(2014) પ્રમાણે ભારતમાં દર વર્ષે દસ લાખથી વધારે લોકો સામાન્ય કે ગંભીર સ્વરુપે આ અકસ્માતનો ભોગ બને છે. આ પરિસ્થિતીના કારણે મૃત્યુનુ પ્રમાણ વધે છે. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 11 મી પંચવર્ષીય યોજના માં પરિયોજના શરૂ કરવામાં આવી આ પરિયોજના ને 12મી પંચવર્ષીય યોજનામાં નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ બર્ન ઈન્જરી નામ આપવામાં આવ્યું.

    10.NOHP- નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ

    • ઓરલ હેલ્થ ગુણવત્તાસભર જીવન માટે મહત્વનું પાસુ છે. દરેક ઉંમરમાં ઓરલ ડિસીઝ અસર કરી શકે છે. જેમાં દાંતમાં સડો,પાયોરીયા અને મોં ના કેન્સર ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ જેવી સામાન્ય બીમારી જોવા મળે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ 2014-15 માં શરૂ કરવામાં આવ્યો જે શ્રેષ્ઠ ઓરલ હેલ્થ 2020 ના લક્ષ્યને ફોકસ કરે છે.

    હેતુઓ

    • મો થી થતા રોગની માંદગીમાં ઘટાડો કરવા માટે
    • ઓરલ હેલ્થ માટે જવાબદાર પરિબળોમાં સુધારો લાવવા માટે
    • ઓરલ હેલ્થ સર્વિસને વધારે સુદ્રઢ બનાવવા માટે
    • આ પ્રોગ્રામ દ્વારા જરૂરી સેવાઓ મળી રહે તે માટે અધ્યતન સાધનો સાથે નવા ડેન્ટલ યુનિટતાલીમ પામેલ માનવ સમુદાય સહિત હોસ્પિટલ ઉભી કરવામાં આવે છે.

    હેલ્થ સિસ્ટમ સ્ટ્રેન્ધનીંગ પ્રોગ્રામ

    1.ABY- આયુષ્યમાન ભારત યોજના

    • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સાર્વત્રિક આરોગ્ય ક્ષેત્રનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 ના ભાગરૂપે આયુષ્યમાન ભારત યોજના અથવા હેલ્થી ઈન્ડિયા શરૂઆત કરી આ યોજના અંતર્ગત લોકોને સ્વાસ્થ્ય સંભાળ, વિના મુલ્યે સારવાર અને નિદાન ની સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ યોજનામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં રહેતા ગરીબી રેખા નીચે આવતા પરિવારનો સમાવેશ કરવામાં આવે છે.

    આયુષ્યમાન ભારતની મુખ્ય બે યોજના છે.

    1. હેલ્થ અને વેલનેસ સેન્ટરની સ્થાપના
    2. પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના

    1.હેલ્થ અને વેલનેસ સેન્ટર

    • આ યોજના દ્વારા કુલ 1,50,000 હેલ્થ અને વેલનેસ સેન્ટર ઉભા કરવામાં આવશે જેના દ્વારા ગરીબ અને નબળા પરિવાર માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ સેન્ટરો દ્વારા કોમ્પ્રીહેન્સીવ પ્રાઈમરી સર્વિસ, માતા બાળઆરોગ્ય સેવા, બિન-ચેપી રોગ સેવાઓ અને વિના મુલ્યે નિદાન અને સારવાર પુરી પાડવામાં આવે છે.

    2.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના

    • આ યોજના અંતર્ગત દેશભરના નક્કી થયેલ પ્રાઈવેટ હોસ્પિટલ કે સાર્વજનિક દવાખાના માં દરેક ગરીબ પરિવાર માટે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો ઉપ્લબ્ધ કરવામાં આવ્યો છે જેના દ્વારા લાભાર્થીને સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્રમાં કેસલેસ સર્વિસ આપવામાં આવે છે.

    રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની વિશેષતા

    • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા અંતર્ગત દરેક પરિવાર ને 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે.
    • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભોગવે છે.
    • આ યોજનાના સંચાલન માટે રાજ્ય સ્વાસ્થ્ય એજન્સી ઉભી કરવામાં આવી છે.
    • આ યોજનામાં 100 મિલીયનથી વધારે પરિવારને લાભ મળવા યોગ્ય છે.

    3.PMSY- પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના

    • આ યોજના નો મુખ્ય ઉદેશ્ય દેશના જુદા જુદા વિભાગમાં આરોગ્ય સેવાઓ પુરી પાડીને આપવામાં આવતી સર્વિસના અસંતુલન દુર કરવાનો હતો જે કારણે આ યોજનાને માર્ચ-2006 માં સ્વીકૃતિ મળી.

    આ યોજનાના પહેલા ચરણમાં બે ઘટકો છે.

    1. 6 AIIMS હોસ્પિટલોની સ્થાપના
    2. 13 ગવર્મેન્ટ મેડિકલ કોલેજોની સ્થાપના
    • આ યોજનાના બીજા ચરણમાં સરકાર દ્વારા બે નવી એઈમ્સ સ્થાપવાની મંજુરી આપી જેમાં એક પશ્ચિમબંગાળ અને બીજી ઉત્તરપ્રદેશ આ સિવાય બીજી 6 મેડીકલ કોલેજો માટે પણ મંજુરી આપી જેમાં પંજાબ,હિમાચલ પ્રદેશ તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરીયાણામાં મંજુરી આપી.
    • આ યોજનાના ત્રીજા ચરણમાં હાલ અસ્તિત્વમાં રહેલ મેડિકલ કોલેજના અપગ્રેડેશન માટે દરખાસ્ત મુકી.

    4.LaQshya- લક્ષ્ય પ્રોગ્રામ

    • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના શુભારંભ પછી સંસ્થાકીય પ્રસુતીની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્યમાં સુધારો થયેલ નથી. પ્રસુતિ ના દિવસે 46% માતા મૃત્યુ, 40% થી વધારે મૃત જન્મ અને 40% થી વધારે નવજાત શિશુનુ મૃત્યુ થાય છે. આ સબંધિત સેવાઓમાં સુધારો લાવવા માટે અને બાળ મૃત્યુ અને માતા મૃત્યુ દર ઘટાડવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 11 ડિસેમ્બર 2017 ના રોજ લક્ષ્ય કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો.

    હેતુઓ

    • માતા મૃત્યુદર ઘટાડવા માટે
    • બાળ મૃત્યુદર ઘટાડવા માટે
    • જોખમી પ્રસુતિ થી થતા મૃત્યુ આંકમાં ઘટાડો કરવા માટે

    રણનીતિ

    • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માતા અને બાળ આરોગ્ય માટે ટુલકિટ અને લેબરરૂમ સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન વિકસાવવામાં આવી છે.

    5.NHM- નેશનલ હેલ્થ મિશન

    • ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનો શુભારંભ 2013માં કરવામાં આવ્યો. રાષ્ટ્રીય ગ્રામીણ મિશન અને રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન શરૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ને માર્ચ 2020 સુધી ચાલુ રાખવા માટે 2018 માં આગળ વધાર્યો આ કાર્યક્રમના મુખ્ય ઘટકોમાં પ્રજનન સ્વાસ્થ્ય, માતૃ બાળ કલ્યાણ સેવાઓ, કિશોરવસ્થા સ્વાસ્થ્ય અને ચેપી તથા બિન-ચેપી રોગ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સિસ્ટમને મજબુત બનાવવામાં આવે છે.

    લક્ષ્ય

    • માતા મૃત્યુદર 1/1000 પર લઈ જવું.
    • આઈ.એમ.આર. 25/1000 પર લઈ જવો.
    • કુલ પ્રજનન દર 2.1 પર લઈ જવો.
    • 15 થી 49 વર્ષની મહિલામાં એનિમીયા નિયંત્રણ કરવું.
    • ચેપી અને બિન ચેપી રોગનું નિયંત્રણ કરવું.
    • ક્ષય રોગ અને તેનાથી થતા મૃત્યુમાં ઘટાડો.

    6.NWSSP- નેશનલ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન પ્રોગ્રામ

    • નેશનલ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન પ્રોગ્રામ 1954 માં ચાલુ કરવામાં આવ્યો.

    હેતુઓ

    • લોકોને સ્વચ્છ અને સલામત પીવાનુ પાણી
    • કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે
    • આરોગ્ય સમસ્યાની લડતને પહોચી વળવા માટે

    7.MNP- મિનીમમ નીડ પ્રોગ્રામ

    • મિનીમમ નીડ પ્રોગ્રામ 5મી પંચવર્ષીય યોજના 1974-78 માં ચાલુ કરવામાં આવી જેનો મુખ્ય હેતુ લોકોનું જીવન ધોરણ સુધારવા માટે પાયાની જરુરીયાત પૂરી પાડવાનો હતો.

    ઘટકો

    • ગ્રામ્ય-આરોગ્ય
    • પાણી-પુરવઠો
    • વિજળીની સુવિધા
    • શિક્ષણ
    • પોષણ
    • પ્રોઢ-શિક્ષણ

    હેતુઓ

    • પ્લેન એરિયામાં દર 30000 ની વસ્તીએ અને પહાડી વિસ્તારમાં 20000ની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
    • પ્લેન એરિયામાં દર 5000 ની વસ્તીએ અને પહાડી વિસ્તારમાં 3000ની વસ્તીએ એક પેટા કેન્દ્ર

    8.20 પોઈન્ટ પ્રોગ્રામ

    • 20 પોઈન્ટ પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા 1975 માં ચાલુ કરવામાં આવ્યા. આ પ્રોગ્રામ ને સૌપ્રથમ વાર 1982 માં સુધારો કરવામાં આવ્યો અને ફરીથી 1986 માં રિવાઈઝ કરવામાં આવ્યો. ત્યાર પછી આ કાર્યક્રમમાં સુધારા વધારા કરવામાં આવ્યા અને 20 પોઈન્ટ પ્રોગ્રામ તરીકે કેબિનેટ દ્વારા 5 ઓક્ટોબર 2006 માં મંજુર કરવામાં આવ્યો. અને 1 એપ્રિલ 2007 માં અમલમાં મુકવામાં આવ્યો.
    • 20 પોઈન્ટ પ્રોગ્રામમાં 20 મુદ્દા અને 66 આઈટમનો સમાવેશ થાય છે.

    હેતુઓ

    • ગરીબી નાબુદ કરવી.
    • ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો.
    • આવક અસમાનતામાં ઘટાડો કરવો.
    • સામાજિક-આર્થિક વિષમતા દુર કરવી.

    20 પોઈન્ટ :

    1. ગરીબી હટાવો
    2. જન-શક્તિ
    3. કિસાન-મિત્ર
    4. શ્રમિક-કલ્યાણ
    5. ખાધ્ય સુરક્ષા
    6. દરેક માટે આવાસ
    7. શુધ્ધ પીવાનું પાણી
    8. સૌનું આરોગ્ય
    9. સૌનું શિક્ષણ
    10. એસ.સી.એસ.ટી અને પછાત વર્ગ સહિત કલ્યાણ
    11. મહિલા કલ્યાણ
    12. બાળ કલ્યાણ
    13. યુવા-વિકાસ
    14. વસ્તી સુધારો
    15. પર્યાવરણ સુરક્ષા
    16. સામાજિક સુરક્ષા
    17. ગ્રામ્ય-સડક
    18. ગ્રામ્ય-ઉર્જા
    19. પછાત વર્ગ વિકાસ
    20. ઈ-શાસન

    રોલ એન્ડ ફંકશન ઓફ ASHA, આંગણવાડી વર્કર

    આશાની ભુમિકા

    • આશાની ગણના આરોગ્ય સંભાળ ફેસિલીટેટર અને મર્યાદિત શ્રેણીમાં સંભાળ પુરી પાડનાર તરીકે કરવામાં આવે છે. તેની કામગીરીમાં આરોગ્ય અધિકાર આંતરિક ભાગ બને છે અને આરોગ્ય દરજ્જાની સુધારણા સેવાઓની પ્રાપ્તિ અને આરોગ્ય કાર્યક્રમોમાં લોકોની સહભાગિતાને ઉત્તેજન આપવા સમાજની ગતિશીલતાના ક્ષેત્રોમાં ધ્યાન આપવામાં આવશે.

    આશાને અસરકારક બનાવતા ગુણો

    • લોકોને આરોગ્ય સેવાની ઉપલબ્ધતા અને તેમની આરોગ્ય સ્થિતી સુધારવા અને અસરકારક બનાવવા માટે આશાએ નીચેના કૌશલ્યો પ્રાપ્ત કરવા જોઇએ.
    • મુળભુત માતૃત્વ અને બાળ આરોગ્ય સેવા સમજવા અને માતૃત્વ અને બાળ આરોગ્ય ના નિવારક અને પ્રવર્તક પાસાઓ વિશે શિક્ષણ આપવા અને કઈ બીમારી હોય તો કેવી સલાહ અપાય તે અંગે જાણકારી અને કૌશલ ધરાવતી હોય.
    • અન્ય સામાન્ય આરોગ્ય ની સમસ્યાઓ ખાસ કરીને સામાન્ય ચેપ ને લગતી સમસ્યા અંગેની જાણકારી અને કૌશલ ધરાવતી હોય અને સેવાઓ અંગેની માહિતી પુરી પાડવા સક્ષમ હોય.
    • લોકો સાથે મિત્રતાભર્યું વર્તન હોય. સમુદાયમાં જાણીતી હોય અને પરિવાર સાથે લોક ભાગીદારીની આવડત ધરાવતી હોય. ગૃહ મુલાકાત દરમ્યાન જરૂરિયાત વાળા શ્રીમંત અને નબળા વર્ગ સાથે ખાસ મૈત્રી કેળવે.
    • શ્રવણ કલાનુ કૌશલ ધરાવતી હોય.
    • પંચાયતીરાજ સંસ્થા, આંગણવાડી કાર્યકર, સંકલનનુ કૌશલ ધરાવતી હોય.
    • સમુદાયમાં બેઠક યોજવા સક્ષમ હોય.
    • ઉત્સાહી હોય.
    • નવા કૌશલો શીખવા તત્પર હોય

    આશાની પ્રવૃત્તિઓ

    1.ગૃહ મુલાકાત

    • આશાએ તેને ફાળવેલ વિસ્તારમાં રહેતા પરિવારની અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર કે પાંચ દિવસોમાં દરેક દિવસે બે થી ત્રણ કલાક માટે મુલાકાત લેવી જોઇએ. વધુ નહી તો મહિનામાં એકવાર ઘર મુલાકાત લેવી જોઈએ ગૃહ મુલાકાત ખાસ કરીને આરોગ્ય ઉત્તેજન અને નિવારક સંભાળ માટે હોય છે. સમય જતાં પરિવાર ને કઈ સમસ્યા જણાય ત્યારે તેઓ આશાને મળવા આવશે અને આશાએ વારે વારે તેના ઘરે જવુ પડશે. બે વર્ષ થી નાનુ બાળક હોય, કુપોષણ ધરાવતુ કોઇ બાળક હોય કે ગર્ભવતી મહિલા હોય તો તેમને સલાહ આપવા તેમના ઘરની મુલાકાત લેવી જોઈએ.

    2.ગ્રામ આરોગ્ય અને પોષણ દિનમાં હાજરી આપવી.

    • વિલેજ હેલ્થ અને ન્યુટ્રીશન ડે દરેક મહિનામાં એક દિવસ જ્યારે સહાયક નર્સ ગામમાં રોગ પ્રતિરક્ષણ અને અન્ય સેવાઓ માટે આવે ત્યારે અને જેમને આંગણવાડી અથવા સહાયક નર્સ સેવાઓની જરૂર હોય તેની ઉપસ્થિતીને આશા પ્રોત્સાહન આપશે અને સેવા પુરી પાડવામાં મદદ કરશે.

    3.આરોગ્ય કેન્દ્રની મુલાકાત

    • સામાન્ય રીતે કોઇ ગર્ભવતી મહિલા સાથે અથવા કોઇ લાભાર્થી મદદ મેળવવા વિનંતી કરે તેઓની સાથે આવવાનુ હોય છે. આ ઉપરાંત તાલીમ કાર્યક્રમમાં કે બેઠકની સમીક્ષામાં હાજરી આપવા માટે પણ હોઈ શકે કેટલાક મહિનાઓમાં એક તો કેટલાક મહિનાઓમાં એક થી વધુ મુલાકાત હોઇ શકે.

    4.ગ્રામ કક્ષાની બેઠક યોજવી

    • આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધારવા અને આરોગ્ય સપ્તાહ યોજવા મહિલા જુથ અને ગ્રામ આરોગ્ય અને સ્વચ્છતા સમિતી ની ગ્રામ કક્ષાની બેઠક યોજવી.

    5.રેકર્ડ જાળવવું

    • આશાની કામગીરી વધુ વ્યવસ્થિત થાય અને તે વધુ સરળ બને અને લોકોના આરોગ્ય માટે બહેતર આયોજન થાય તે માટે રેકર્ડ જાળવવુ.
    • પ્રથમ ત્રણ કામગીરી આરોગ્ય સંભાળની સુલભતા અથવા જોગવાઈ ને લગતી છે. અને છેલ્લી બે કામગીરી સહકારલક્ષી અને ગતિશીલતાલક્ષી છે.

    આંગણવાડી વર્કરના કાર્યો

    • મહિલા અને બાળકો માટે ચાલતા કાર્યોક્રમોમાં સંકળાયેલ આંગણવાડી કાર્યકરનું લક્ષ્ય છે. મહિલા અને બાળકોનુ સ્વાસ્થ્ય સુધરે, આંગણવાડીને હાલમાં નંદઘર કહે છે. આઇ.સી.ડી.એસ હેઠળ 1000 ની વસ્તીએ એક આંગણવાડી હોય છે. જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર હોય છે.

    કાર્યો

    1. આંગણવાડીનુ સંચાલન કરવું અને નિયત સેવાઓ આપવી.
    2. મહિલાઓ અને બાળકોના આરોગ્ય અંગેની માહિતી મેળવવા માટે તેની ગૃહ મુલાકાત લેવી અને મોજણી કરવી જેમાં 0-6 વર્ષના બાળકો, સગર્ભા માતા અને ધાત્રી માતાઓની નોંધણી કરવી અને નવા જન્મ અને મૃત્યુની નોંધણી કરવી.
    3. નવજાત શિશુ અને 1-3 વર્ષના બાળકોની સંભાળ અંગે વાલીનું ધ્યાન દોરવુ અને બાળકને તે સેવા પ્રાપ્ત થાય તેવી જોગવાઈ કરવી.
    4. લાભાર્થીનુ નિયમિત રસીકરણ થાય તે માટે આરોગ્ય કાર્યકરને સહકાર આપવો.
    5. ઉંમર પ્રમાણે બાળકોની વૃદ્ધિ થાય છે કે કેમ તેની તપાસ કરવી અને સલાહ સુચન આપવા.
    6. બાળકને તેની ઉંમર પ્રમાણે પુરતો સમતોલ આહાર મળી રહે છે કે નહી તે સુનિશ્ચિત કરવું.
    7. કુપોષિત,જોખમી અને બીમાર બાળકોની જાણ આરોગ્ય કાર્યકર ને કરવી અને તેઓ માટે સંદર્ભ સેવાનો પ્રબંધ કરવો.
    8. 3-6 વર્ષ ની ઉંમર ના બાળકોને અન ઔપચારિક પુર્વ પ્રાથમિક શિક્ષણ આપવુ.
    9. મહિલા, કિશોરીઓને પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવુ.
    10. સગર્ભા માતાઓની નિયમિત તપાસ કરવી અને પોષક આહાર મળી રહે તેવી જોગવાઈ કરવી
    11. આંગણવાડીમાં નીચે પ્રમાણેના દિવસો ઉજવવામાં.

    1) દર માસના પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ.

    • સગર્ભા માતાની સિમંત વિધી
    • ધાત્રીમાતાને સ્તનપાન ઉપરી આહાર ની સમજ.
    • બાળ ઉછેરની સાચી રીત
    • માતાને આરોગ્ય અને પોષણ વિશે જ્ઞાન.
    • માતાના જુથ માં હકારાત્મક સંવાદ

    2) દર માસના બીજા મંગળવારે બાળતુલા

    • 0-6 વર્ષના બાળકોનુ વજન કરવુ.
    • બાળકોના પોષણ સ્તર વિશે વાલીને જાણ અને જાગૃતિ
    • બાળકોના વજન બાબતે માતાપિતા સાથે પરામર્શ

    3) દર માસના ત્રીજા મંગળવારે અન્નપ્રાશન દિવસ અને બાળ દિવસ

    • 6 માસ પુરા કરેલ બાળકને ઉપરી આહારની શરૂઆત
    • ઉપરી આહાર માટે વાનગીનું નિદર્શન
    • પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિને પ્રોત્સાહન

    4) દર માસના ચોથા મંગળવારે અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ

    • લાભાર્થીને હોમ રાશનનું વિતરણ
    • લાભાર્થીને ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ
    • કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ
    • કિશોરીઓને કૌશલ્યવર્ધન તાલીમ
    1. સગર્ભા માતાઓની નિયમિત તપાસ કરવી અને તેમને આંગણવાડીનું પોષક આહાર મળી રહે તેવી જોગવાઈ કરવી.
    2. દર મહિને આંગણવાડી કેંદ્રમાં આરોગ્ય દિન ઉજવવો તેમાં આરોગ્ય કાર્યકરના સાથ સહકાર થી સ્વાસ્થ્ય વિષયક માહિતી આપવી.
    3. પોતાના સહકાર્યકર માટે સુમેળ વધે અને વિચાર વિમર્શ કરી શકાય તે હેતુથી નિયમિત બેઠકો યોજવી.
    4. સમસ્યા ના ઉકેલ માટે મહિલા મંડળ,ગ્રામ પંચાયત,શાળાના શિક્ષકો કે સહકાર્યકર સાથે વિચાર વિમર્શ કરવો.
    5. નવજાત શિશુ તથા નાના બાળકો માં કોઇ ખોડ-ખાંપણ છે કે નહી તેનુ વહેલી ઓળખ કરી આરોગ્ય કાર્યકર ને જાણ કરવી.
    6. પત્રકો અને અહેવાલ નિયમિત ભરવા.
    7. લોકસંપર્ક કરી યોજનાને અસરકારક બનાવવી.
    8. ગામમાં રોગચાળો ફેલાય તો તે અંગે આરોગ્ય કાર્યકર ને માહિતી આપવી.
    9. આંગણવાડીના બાળકોમાં શારીરિક સ્વચ્છતા અને આજુબાજુના વિસ્તારની સ્વચ્છતા અંગે સારી ટેવનું સિંચન કરવું.

    Published
    Categorized as Uncategorised