યુનિટ – 11
કોમ્યુનિટી બેસ્ડ રીહેબીલીટેશન
મુખ્ય હેતુ
- આ યુનિટના અંતે તાલીમાર્થીઓ રીહેબીલીટેશન એટલે શું જાણી તેનું મહત્વ સમજી શકશે તેમજ કોમ્યુનીટીમાં રીહેબીલીટેશન માટેની હેલ્થ કંડીશનને ઓળખી સમુદાયમાં લોકોને અને ફેમીલીને રીહેબીલીટેશનની સેવાઓ આપવા વિશેનું નોલેજ અને સ્કીલ ડેવલોપ કરી શકશે.
ગૌણ હેતુ :- આ યુનિટના અંતે તાલીમાર્થીઓ.
- રીહેબીલીટેશન એટલે શું તે વ્યાખ્યાયિત કરી શકશે.
- રીહેબીલીટેશનનું મહત્વ જાણી શકશે.
- રીહેબીલીટેશન માટે કોમ્યુનિટીમાં રહેલા રિસોર્સીસ વિશે નોલેજ મેળવી શકશે.
- રીહેબીલીટેશન માટેની હેલ્થ કંડીશન ઓળખી શકશે.
- સમુદાયમાં લોકોને અને ફેમીલીને રીહેબીલીટેશનની સેવાઓ આપવાની સ્કીલ ડેવલોપ કરી શકશે.
વ્યાખ્યા
- રીહેબીલીટેશન એ વ્યક્તિની સંપૂર્ણ શારિરીક, માનસિક, સામાજિક,વ્યવસાયિક અને આર્થિક ઉપયોગિતાની પુન:સ્થાપના છે.પુનર્વસનમાં ક્ષમતાઓ (અપંગતા પર નહી) પર ભાર મૂકવામાં આવે છે.
- રીહેબીલીટેશન એટલે કે ફરીથી સક્ષમ બનાવવું, એ એક ગતિશીલ, આરોગ્યલક્ષી પ્રક્રિયા છે જે એક બિમાર અથવા અપંગ વ્યક્તિને શારિરીક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક કામગીરીના શ્રેષ્ઠ સંભવિત સ્તરને પ્રાપ્ત કરવામાં સહાય કરે છે.
પુનર્વસનની જરૂરિયાત ધરાવતી હેલ્થ કન્ડીશન
- સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં લેતા પુનર્વસનની જરૂરિયાત ધરાવતા વ્યક્તિને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. શારીરિક વિકલાંગ, માનસિક વિકલાંગ અને સામાજિક વિકલાંગ
1.શારીરિક વિકલાંગ
a) જન્મજાત ખોડખાપણ
- સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડેમેજ, સ્પાઈના બાયફીડા, અંધત્વ, અલ્પ દ્રષ્ટિ, બહેરાશ, મૂંગું, વગેરે
b) ઇન્ફેક્શન
- વાયરલ (પોલીયો), બેક્ટેરીયલ (લેપ્રસી)
c) એક્સીડેન્ટલ ઇન્જરી
- હાથ ગુમાવવો, પગ ગુમાવવો વગેરે
d) ડ્રગ્સ કે આલ્કોહોલના કારણે
- ઇન્ટોક્સીકેશન ( ડ્રગ એબ્યુઝ, ડ્રીન્કીંગ વ્યસન વગેરે)
e) ક્રોમોઝોમલ ડીફેકટ
2.માનસિક વિકલાંગ
- મેન્ટલ રીટાર્ડેશન
- સેરેબ્રલ પાલ્સી
- શોર્ટ એટેન્સન હાયપરએક્ટીવીટી
- ડીફીકલ્ટ કોઓર્ડીનેશન
- માનસિક બિમારી
3.સામાજિક વિકલાંગ
- માતા-પિતાનું મૃત્યુ
- તરછોડાયેલ બાળક
- અનાથ બાળક
- માલ-એડજસ્ટમેન્ટ
- ડિવોર્સ વગેરે.
કમ્યુનિટી બેસ્ડ રીહેબીલીટેશન (CBR) ઇન ઇન્ડિયા (ભારતમાં સમુદાય આધારિત પુનર્વસન)
- UNICEF અને WHO જેવી સંસ્થાઓની સહાયથી ભારત જેવા ઘણા વિકાસશીલ દેશોમાં પુનર્વસનની ઘણી નીતિઓનો વિકાસ થયો છે.
- આ દેશોમાં રહેતા અપંગ લોકોની મોટી વસ્તીને આવરી લેવા માટેનો ખર્ચ અસરકારક પદ્ધતિઓ પર કેન્દ્રિત છે. CBR અભિગમ વધુને વધુ ખર્ચાળ, સંસ્થા આધારિત કાર્યક્રમોના સંભવિત વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
- CBR કાર્યક્રમોમાં બાળપણની અપંગતા પર ભાર મૂકવાની સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બાળરોગ નિષ્ણાતો ભવિષ્યમાં પુનર્વસન સેવાઓમાં સક્રિયપણે જોડાશે.
- WHO એ સૂચવ્યું હતું કે પુનર્વસનની સેવાઓને આરોગ્યસંભાળ પ્રણાલીઓના કુદરતી અને ભાવનાત્મક ભાગ તરીકે માનવું આવશ્યક છે. હવે સરકાર અને બિન સરકારી સંગઠનો (NGO) દ્વારા વિવિધ પુનર્વસન કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- તે માન્યતા પ્રાપ્ત થઈ છે કે સંસ્થા આધારિત પુનર્વસન સેવાઓ, વધતા કર્મચારીઓના ખર્ચ, માનવશક્તિનો બગાડ અને સેવાઓની ઓછી કાર્યક્ષમતા સાથે ઉચ્ચ ખર્ચવાળા કાર્યક્રમોમાં વિકસીત થઈ છે. પરિણામે CBRનો અભિગમ ઘણા વિકાસશીલ દેશોમાં સંભવિત વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
પુનર્વસન માટેના સામુદાયિક માધ્યમો
- વિકલાંગતા ધરાવતા વ્યક્તિને પૂરતા પ્રમાણમાં સામાજિક સહકાર અને સંસાધનો મળે તો તે તેની ક્ષમતા પ્રમાણે પરિસ્થિતિનો સામનો કરી શકે છે.
- પુનર્વસનની પ્રક્રિયા માંદગીને કારણે બાળપણના વિકાર અથવા કાયમી અપંગતા સાથે શરૂ થઈ શકે છે.
- બધા દર્દીઓ વય, લિંગ, વંશીય જૂથ, સામાજિક-આર્થિક સ્થિતિ અથવા નિદાનને ધ્યાનમાં લીધા વિના પુનર્વસન સેવાઓનો અધિકાર મેળવી શકે છે.
જ્યારે વ્યક્તિને નીચે દર્શાવેલ મુજબના કાર્ય કરવામાં મુશ્કેલી પડે ત્યારે તેને વિકલાંગ માનવામાં આવે છે.
- બોલવામાં
- સાંભળવામાં
- જોવામાં
- ચાલવામાં
- સીડી ચડવામાં
- વસ્તુ ઉપાડવામાં અથવા વહન કરવામાં
- દૈનિક જીવનની પ્રવૃત્તિઓ કરવામાં
- શાળા-કાર્ય કરવામાં અથવા નોકરી કરવામાં
તેના માટે સમાજમાં ફીઝીકલ થેરાપી ઉપયોગી છે જેમાં,
- કરેક્શન ઓફ ડીફોર્મીટી
- ઓક્યુપેશનલ થેરાપી
- પ્રોસ્થેટીક્સ: આર્ટીફીશીયલ લિંબ્સ
- સ્પીચ થેરાપી તેમજ ટ્રેનીંગ અને એજ્યુકેશન આપવામાં આવે છે.
આ ઉપરાંત નીચે મુજબના વોલ્યુન્ટરી ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ સોશીયલ સપોર્ટ મળી રહે છે.
વોલ્યુન્ટરી ઓર્ગેનાઈઝેશન :
- વોલ્યુન્ટરી ઓર્ગેનાઈઝેશન ફોર ડિસેબલ
- આસીસ્ટન્સ ફોર એઈડસ એન્ડ એપ્લાયન્સ
- આસીસ્ટન્સ વોલેન્ટરી ઓર્ગેનાઈઝેશન ફોર રીહેબીલીટેશન ઓફ લેપ્રસી
- ડેવલપમેન્ટ ઇન ધ ફીલ્ડ ઓફ સેરેબ્રલ પાલ્સી એન્ડ મેન્ટલ રીટાર્ડેશન
- આસીસ્ટન્સ ફોર એસ્ટાબ્લીશમેન્ટ ઓફ સ્પેશિયલ સ્કુલ ફોર ડિસેબલ
બાળકો માટે :
- નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલી હેન્ડીકેપ : ૧૯૮૪માં આ સંસ્થા સિકંદરાબાદમાં સ્થાપવામાં આવેલ છે. તેની બીજી શાખાઓ મુંબઈ, દિલ્હી અને કલકત્તામાં પણ આવેલી છે.
- અલીયુંવર જંગ નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર હિયરીંગ બોમ્બે : તેની રીજિયોનલ શાખાઓ ન્યુ દિલ્હી, સિકંદરાબાદ અને કલકતા માં આવેલી છે.
- નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર વિક્સ્યુઅલી હેન્ડીકેપ : દેહરાદુન તેમજ મદ્રાસમાં આવેલી છે .
- નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર ઓર્થોપેડિકલી હેન્ડીકેપ ઇન કલકતા : આ સંસ્થાઓ સારવાર તેમજ સેવાઓ આપે છે અને રિસર્ચ નું કામ કરે છે. આ ઉપરાંત એજ્યુકેશન પણ આપવાનું કામ કરે
- ઉપરાંત યુનિસેફ, WHO, CARE, જયપુર ફૂટ, લાયન્સ ક્લબ, ચેરીટેબલ ટ્રસ્ટ જેવી ઘણી બધી સંસ્થાઓ ભારતમાં રીહેબીલીટેશન માટે કાર્યરત છે.
પુનર્વસન ટીમ
- પુનર્વસન એ એક સર્જનાત્મક, ગતિશીલ પ્રક્રિયા છે જે માટે, દર્દીઓ અને પરિવારોએ સાથે મળી કામ કરવા માટે રીહેબીલીટેશન ટીમ જરૂરી છે.
- પુનર્વસનની સગવડ માટે જરૂરિયાત મુજબ સહયોગ કરવા, પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને લક્ષ્યોમાં ફેરફાર કરવા માટે ટીમના સભ્યો વારંવાર જૂથ ચર્ચા કરે છે
પુનર્વસન ટીમના નીચેના સભ્યોનો સમાવેશ થાય છે.
- કાઉન્સેલર
- વોકેશનલ કાઉન્સેલર
- સોશીયલ વર્કર
- સાયકોલોજિસ્ટ (મનોવૈજ્ઞાનિક)
- સાયકેટ્રીક (મનોચિકિત્સક)
- ઓર્થોટીસ્ટ/પ્રોસ્થેટીસ્ટ
- ફિઝીયોથેરાપિસ્ટ
- ફીઝીશીયન
- સ્પીચ થેરાપીસ્ટ
- ઓક્યુપેશનલ થેરાપીસ્ટ
- રીક્રીએશનલ થેરાપીસ્ટ
- કોમ્યુનીટી હેલ્થ નર્સ
- નર્સ પ્રેક્ટીશનર
- હોમ કેર નર્સ
વ્યક્તિ, કુટુંબ અને સમાજને પુનર્વસનનું શિક્ષણ આપવું
- એજ્યુકેશનનો મુખ્ય હેતુ વિકલાંગ વ્યક્તિને મદદ કરવાનો છે. જેનાથી તે પોતાની નોર્મલ લાઈફ સ્વતંત્ર રીતે જીવી અને ઉપાર્જિત જીવન જીવી શકે અને સમાજને ઉપયોગી નાગરિક બની શકે, તેના માટે સમાજનું તેમજ શૈક્ષણિક સંસ્થાઓનું યોગદાન જરૂરી છે, જેથી વ્યક્તિ કલ્યાણકારી જીવન જીવી શકે.
વ્યક્તિને શિક્ષિત કરવું
- પુનર્વસન માટે વિકલાંગ વ્યક્તિને તેના સમાજના વિવિધ વર્ગના લોકોના સાથ-સહકારની જરૂર પડે છે.
તબીબી પુનર્વસન માટે
- પુનર્વસન કરવા અને વ્યક્તિની કાર્યકારી ક્ષમતાને ફરીથી વધારવા અને જાળવવા માટે, વ્યક્તિને તાલીમ આપવામાં આવે છે.દા.ત., પોલિયોના કિસ્સામાં ફિઝીયોથેરાપિસ્ટ દ્વારા વિવિધ કસરતો શીખવવામાં આવે છે.
વ્યાવસાયિક પુનર્વસન માટે
- વ્યક્તિને તેની આજીવિકા કમાવવા માટે સક્ષમ બનાવવામાં આવે છે, જેથી તે પોતાના જીવનનિર્વાહ માટે બીજાઓ પર આધારિત ના રહે.દા.ત.અંધ અને માનસિક રીતે બિમાર વ્યક્તિઓને મીણબત્તીઓ બનાવવાની અથવા ખુરશી વણાટવાની તાલીમ આપવામાં આપે છે.
સામાજિક પુનર્વસન માટે
- વ્યક્તિ કુટુંબ અને સમુદાયના સભ્યો સાથે હળી-મળી શકે અને અન્ય તમામ પાસાઓ કેજે ઉત્પાદક જીવન સાથે સંબંધિત છે તેની સાથે સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
માનસિક પુનર્વસન માટે
- અપંગ વ્યક્તિનું ગૌરવ અને વિશ્વાસ જળવાય રહે તે માટે તેને માર્ગદર્શન અને પરામર્શ તકનીકો દ્વારા પુનર્વસન કરવામાં આવે છે.
કુટુંબને શિક્ષિત કરવું
- માતા-પિતાને સાથે મળીને સલાહ આપવી જોઈએ.
- નિદાનને સમજાવો અને રીકવરીની પ્રક્રિયા પર ભાર મૂકો.
- અપંગ વ્યક્તિના સંચાલન માટે કુટુંબના સભ્યો શિક્ષિત હોય તો નર્સએ સિદ્ધાંતો અને કુટુંબના સભ્યોને તર્કસંગત સમજાવવું જોઈએ.
- માતા-પિતાને તમામ સંકળાયેલ રોગ અને નબળાઇ વિશે સંપૂર્ણ માહિતી આપી શાંતિથી સમજાવવુંદા. ત. મસ્ક્યુલો-સ્કેલેટલ સિસ્ટમ, દ્રષ્ટિ અને સાંભળવામાં તકલીફ વગેરેના સંચાલન અંગે સલાહ આપવી જોઈએ
- ફિઝિયોથેરાપીમાં માતા-પિતાને સામેલ કરો અને સંભાળ લેતા શિક્ષિત કરો, વ્યક્તિગત કુટુંબના સભ્યોએ કેવી રીતે બાળક અથવા વ્યક્તિને માનસીક સહાયતા આપી શકે તે શીખવો. બાળકને હૂંફ, પ્રેમ અને પ્રશંસા તેમજ શિસ્તની જરૂર છે.
- લર્નિંગ પ્રક્રિયામાં ટૂંકા ગાળાના ધ્યેય, હેતુઓ સાથે ઓછી ટીકા અને વધારે પ્રશંસા કરો
- અર્થપૂર્ણ પ્રવૃત્તિ સાથે બાળકને કાર્યના પગલાંઓ એક પછી એક એવી રીતે ક્રમશ: શીખવો.
સમુદાયને શિક્ષિત કરવું
- નર્સએ સમુદાયને શિક્ષિત કરવા જોઇએ કે તેવો કેવી રીતે અપંગ વ્યક્તિ અથવા માનસિક વિકલાંગ વ્યક્તિ ને સાથ-સહકાર આપી મદદ કરી શકે.
- લોકોએ અપંગ વ્યક્તિની મજાક-મશ્કરી કરવી જોઈએ નહીં.
- સમુદાયના લોકોએ તેને રોજિંદી પ્રવૃત્તિઓ કરવા માટે તેમજ આત્મનિર્ભર બનાવવામાં સહકાર આપવો જોઈએ.
- સમુદાયના લોકોએ તેના જીવનનિર્વાહ માટે કોઈ યોગ્ય નોકરી આપીને તેમની મદદ કરવી જોઈએ.
વિકલાંગ વ્યક્તિ ધારો ૧૯૯૫
- વિકલાંગ વ્યક્તિ ધારો ૧૯૯૫ ભારતની સંસદમાં ઘડવામાં આવ્યો છે. તે ૭ ફેબ્રુઆરી ૧૯૯૬ ના રોજ અમલમાં આવ્યો. હાલ વિકલાંગ વ્યક્તિને દિવ્યાંગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને…
- સમાન તકો પૂરી પાડવા માટે
- તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે
- તેમને સંપૂર્ણ સહભાગિતા પૂરી પાડવા માટેનો એક પ્રયત્ન છે.
- આ કાયદાથી તેમના અધિકારો મેળવી શકે તથા સમાજ માં તેમનો સમાવેશ થઇ શકે.
કોને લાભ મળે ?
- વિકલાંગ વ્યક્તિ ધારો ૧૯૯૫ હેઠળ સાત પ્રકારની વિકલાંગતા દર્શાવે છે.
જે નીચે મુજબ છે.
- 1) અંધત્વ
- 2) અલ્પ દ્રષ્ટિ
- 3) રક્તપિતથી સાજા થયેલ વ્યક્તિ
- 4) સાંભળવામાં ક્ષતિ
- 5) હલન ચલનની વિકલાંગતા
- 6) મંદ બુદ્ધિ
- 7) માનસિક બિમારી
કાયદાની મુખ્ય જોગવાઈઓ
- વિકલાંગતાનું નિવારણ તથા વહેલું નિદાન
- ૧૮ વર્ષની ઉંમર સુધી વિકલાંગ બાળકો માટે યોગ્ય વાતાવરણ અને વિના મુલ્યે શિક્ષણ
- વિકલાંગ વ્યક્તિ માટે શિક્ષણ યોજનાઓ તથા કાર્યક્રમો
- દરેક સરકારી શૈક્ષણીક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે ૩ ટકા બેઠકોની અનામત
- વિકલાંગ વ્યક્તિ કોઈ પણ જાતના વિઘ્ન વગર ગમે ત્યાં જઈ શકે તે માટે રસ્તાઓ અને વાહન વ્યવહારમાં ભેદભાવ રહિત વાતાવરણનું નિર્માણ કરવું.
- અનામત રાખી શકાય તેવી નોકરીની જગ્યાઓની નિશ્ચિત ઓળખ તથા વિકલાંગ વ્યક્તિઓ માટે જગ્યાઓની અનામત
- દરેક ગરીબી નિવારણ યોજનામાં ઓછામાં ઓછુ ૩ ટકા બેઠકોનું અનામત
- સામનો કરવો પડતો હોય તેવા કોઈ પણ પ્રકારના ભેદભાવ માંથી બહાર આવવા માટે વિશેષ તકો, જેમકે મકાનો, વ્યવસાયના સ્થળો, ખાસ શાળાઓ, સંશોધન કેન્દ્રો, મનોરંજનના સ્થળો તેમજ કારખાનાઓ માટે વિકલાંગ વ્યક્તિઓને જમીનની ફાળવણી કરવી.
- પુનર્વસન માટે સામાન્ય તથા વિશિષ્ટ સેવાઓ
- વિકલાંગ કર્મચારી માટે વીમા યોજના
- લાભ મળે તેવી રીતે નોકરી-કામ ધંધો નહી આપવામાં આવેલા વિકલાંગ લોકો માટે બેકારી ભથ્થાની યોજના
- આ કાયદા હેઠળની જોગવાઈઓનું સંકલન તથા તેની દેખરેખનું નિયંત્રણ
- વિકલાંગ વ્યક્તિઓના અધિકારનું રક્ષણ કરવા માટે દરેક રાજ્યમાં એક કમિશ્નરની નિમણુંક કરી અલગ સેલ ઉભું કરવામાં આવેલ છે.
લાભ મેળવવા માટે જરૂરી લેખિત પુરાવાઓ/દસ્તાવેજ
- કાયદા હેઠળ મોટા ભાગના લાભ તથા સરકારી યોજનાઓના લાભ મેળવવા નીચે પ્રમાણે પુરાવાઓ/દસ્તાવેજોની જરૂર પડે છે.
- વ્યક્તિની વિકલાંગતાનો પ્રકાર દર્શાવતો ફોટો
- રહેઠાણ મનો પુરાવો (રેશન કાર્ડ/મતદારનું ઓળખ કાર્ડ)
- વિકલાંગતાનું પ્રમાણપત્ર
- ઓળખ પત્ર
- આવકનું પ્રમાણપત્ર
- જન્મનું પ્રમાણપત્ર
વિકલાંગતાનું પ્રમાણપત્ર કેવી રીતે મળી શકે?
- વિકલાંગતાનું પ્રમાણપત્ર લાગતા વળગતા તજજ્ઞો જેવા કે અસ્થિરોગ, નેત્રરોગ સર્જન, કાન-નાક ગળાના સર્જન, મનોચિકિત્સક પાસેથી વિકલાંગતા મંડળ ડીસેબીલીટી બોડી દ્વારા આપવામાં આવે છે.
- અરજી કરનાર વ્યક્તિએ જાતે પોતાના રહેઠાણના વિસ્તારમાં આવેલ જાહેર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલોમાં વિકલાંગતા સબંધિત નિષ્ણાંત ડોક્ટરની મુલાકાત લેવાની જરૂર પડે છે, તે તપાસીને પ્રમાણપત્ર કાઢી આપવા માટે ભલામણ કરે છે. અરજદારે પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટા અને રેશન કાર્ડની એક નકલ આપવાની હોય છે.
પ્રમાણપત્રના ફાયદા
- આવા પ્રમાણપત્રની મદદથી વિકલાંગતા ધરાવતી વ્યક્તિને શિક્ષણ, રોજગાર માટે તથા સાધન સહાય મેળવવા માટેનો લાભ મળે છે. મેડીકલ તથા ઈજનેરી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે સૂચિત કરેલા ફોર્મમાં જ આવું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે,જે સબંધિત સંસ્થામાંથી મેળવી શકાય છે, રેલ્વે દ્વારા મુસાફરી કરવાની રાહત મેળવવવા માટે સૂચિત કરેલા ફોર્મમાં ડોક્ટર પાસેથી આવું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.
સરકારશ્રી દ્વારા આપવામાં આવતા લાભો
- વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેના રાજ્ય તથા કેન્દ્ર સરકારના વાહનોમાં મફત મુસાફરી
- ભણવામાં શિષ્યવૃતિ અને રાહતો
- સરકારી સેવાઓમાં અગ્રતાક્રમ
- સરકારી નોકરીમાં 3 ટકા અનામતની જોગવાઈ આપવામાં આવે છે.
- એડમિશનમાં ૩ ટકા અનામતની જગ્યાઓ રાખવામાં આવે છે.
- સરકારી નોકરીમાં ઉંમરમાં છૂટ-છાટ આપવામાં આવે છે.
- ઇન્કમટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે છે.
- પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે.
- વિનામુલ્યે સરકારી સેવાઓ આપવામાં આવે છે.
- સરકારશ્રી દ્વારા ટ્રાઈસિકલ આપવામાં આવે છે.
- પ્લોટની ફાળવણીમાં અગ્રતાક્રમ આપવામાં આવે છે.
- લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો માટે લોન આપવામાં આવે છે.