યુનિટ-6
કેર ઓફ એડોલસન્ટ્સ
ઇન્ટ્રોડક્શન
તરુણાવસ્થા એટલે શું ?
- તરુણાવસ્થા (૧૦ – ૧૯ વર્ષની ઉંમર) એ જીવનનો એક એવો તબકકો છે, જેમાં આવતા છોકરા છોકરીઓ તેમની કેટલીક વિશિષ્ટ જરૂરિયાતો વિશે સભાન બનવા લાગે છે. આ તબકકામાં શારીરિક પરિવર્તનો ઝડપથી થવા લાગે છે. માનસિક અને વર્તનલક્ષી પરિવર્તનો થાય છે અને કિશોર વયના છોકરા છોકરીઓ પુખ્ત ઉંમર પર આવી ઊભા રહે છે.
- તરુણાવસ્થા એ એવી અવસ્થા છે, જયારે બાળક કિશોર નથી રહેતું અને તે પુખ્ત પણ નથી હોતું. તરુણાવસ્થા વાસ્તવમાં કિશોરાવસ્થા અને પુખ્ત વય વચ્ચેનો સંધિકાળ છે, જેમાં વ્યકિતમાં મોટાં શારીરિક અને માનસિક પરિવર્તનો આવે છે. વળી આ અવસ્થામાં થતા અનુભવો થકી સામાજિક અપેક્ષાઓ અને ખ્યાલો પણ બદલાવા લાગે છે. શારીરિક વૃધ્ધિ અને વિકાસની સાથે સાથે જાતીય સક્રીયતા પણ આવવા લાગે છે અને તેથી ઘણીવાર ગાઢ સંબંધો બંધાય છે. તરુણાવસ્થામાં વ્યકિતની કેટલીક બાબતો વિશે વિચારવાની અને વિવેચન કરવાની ક્ષમતા પણ વિકસે છે, અને સામાજિક અપેક્ષાઓને લીધે ભાવનાત્મક પરિપકવતા આવશ્યક બનતાં વ્યક્તિ પોતાની જાત વિશે સભાન બનવા લાગે છે.
- વયજૂથ: “તરુણો” એટલે ૧૦-૧૯ વર્ષ વચ્ચેની વયજૂથનાં આવતાં છોકરા છોકરીઓ. યુવાવસ્થા એટલે ૧૫-૨૪ વર્ષની વયજુથમાં આવતો તરુણ છોકરા છોકરીઓ. જો કે ભારત સરકારે તેની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ૧૫-૩૫ વર્ષની વયજૂથની વ્યકિતઓને યુવાન અને ૧૩-૧૯ વર્ષની વયજૂથમાં આવતી વ્યકિતઓને તરુણ તરીકે ઓળખાવી છે.
- તરુણાવસ્થા વ્યકિતના જીવનમાં આવતો કોઈ ચોકકસ સમય નથી પરંતુ એક તબકકો છે. અત્રે એ નોંધવું મહત્વનું છે કે બધા જ તરુણ છોકરા છોકરીઓની જરૂરિયાતો એક સમાન હોતી નથી. તેમની જાતિ (લિંગ), વિકાસના તબકકા, જીવનના સંજોગો અને આસપાસ ની આર્થિક પરિસ્થિતિઓ મુજબ તેમની જરૂરિયાતો જુદી-જુદી હોય છે.
ફિઝિકલ ગ્રોથ ડ્યુરીંગ એડોલસેન્સ
- શારીરિક વિકાસ ઝડપી અને આશ્ચર્યજનક થાય તે તરુણાવસ્થાની લાક્ષણિકતા છે. જેમાં જાતીય ફેરફારોનો સમાવેશ પણ થાય છે. આ અવસ્થામાં શરીરમાં જનનાંગો સહિત લગભગ તમામ અંગોમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવા ફેરફારો થવા લાગે છે અને તેથી શારીરિક દેખાવ અને આકાર પણ ઝડપથી બદલાય છે. છોકરાઓમાં યોવનપ્રવેશ (પ્યુબર્ટી) ની અન્ય નિશાનીઓ નીચે મુજબ છે.
ન્યુટ્રીશનલ નીડ્સ ઓફ એડોલેસેન્ટ
- તરુણોનાં વૃદ્ધિ અને જાતીય પરિપકવતા માટે તરુણાવસ્થા એક મહત્વનો સમયગાળો છે. તરુણોના શારીરિક વિકાસ માટે પોષણએ મહત્વનો નિર્ણાયક ઘટક હોવાથી તેના તરફ ધ્યાન આપવું જરૂરી છે. તરુણો તેમનાં માતાપિતા અને આરોગ્ય કર્મીઓ માટે, વૃદ્ધિમાં ઊભા થતા અવરોધો અથવા ઓછી વૃદ્ધિએ બહુ મહત્વની આરોગ્યવિષયક ચિંતા છે.
- તરુણાવસ્થા દરમિયાન પોષક આહાર પૂરતા પ્રમાણમાં લેવામાં ન આવે તો પ્રજનનક્ષમતા વર્ષો અને તે પછીના ગાળામાં પણ તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. અને તરુણ છોકરા છોકરીઓની કામ કરવાની ક્ષમતા અને ઉત્પાદકતા પર માઠી અસરો પડે છે. વળી અલ્પ પોષણ ધરાવતી છોકરીને ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓ ઊભી થવાનું જોખમ રહે છે અને તેથી તે ઓછું વજન ધરાવતા, નબળા બાળકને જન્મ આપે એવી સંભાવનાઓ વધે છે અને આ રીતે કુપોષણ અને બિમારીનું વિષચક્ર ચાલ્યા જ કરે છે.
- તરુણો માટે ખોરાકના મુખ્ય ઘટકોમાં પ્રોટિન, ચરબી, કાર્બોદિત પદાર્થો, ખનિજો અને વિટામિનોનો સમાવેશ થાય છે. આ દરેક ઘટકનાં કાર્યો જુદાં જુદાં છે. શરીરનું બંધારણ ઘડવામાં અને પેશીઓની મરામત અને જાણવજણી માટે પ્રોટિનની જરૂર પડે છે. ચરબીમાંથી શકિત અને ઊર્જા પ્રાપ્ત થાય છે. તેનાથી ખોરાકનો સ્વાદ પણ સુધરે છે, અને તે ચરબીમાં ઓગળે તેવા વિટામિનો પણ પૂરો પાડે છે. મોટા ભાગના આહારોમાં સૌથી વધુ ભાગ કાર્બોદિત પદાર્થોનો બનેલો હોય છે, કાર્બોદિત પદાર્થો શરીરને શકિત પૂરી પાડતો મહત્વનો સ્રોત છે.
- શરીરને વિટામિનો અને ખનિજોની ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. તેમાંથી શરીરને શક્તિ પ્રાપ્ત નથી થતી પરંતુ તે શરીરને અન્ય પોષક પદાર્થોનો ઉપયોગ કરવામાં મદદ કરે છે અને શરીરની વૃધ્ધિમાં તેમ જ શરીરનાં મહત્વનાં કાર્યોના વિનિયમનમાં મહત્વનો ભાગ ભજવે છે.
- તરુણોને ખાસ કરીને લોહતત્વ અને કેલ્શિયમની જરૂર વધુ પડે છે. કેલ્શિયમથી શરીરના પાતળા બાંધા અને હાડકાંનો ઝડપથી વિકાસ થતો હોવાથી, બાળપણ કે પુખ્ત વયની ઉંમર કરતાં તરુણાવસ્થામાં તેની વધુ જરૂર પડે છે. તરુણો માટે ખાસ કરીને લોહતત્વ પણ મહત્વનું કારણકે તે વૃદ્ધિ અને જાતીય પરીપક્વતા લાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અનાજ, સૂકોમેવો, માંસ, ચીઝ માંથી લોહતત્વ પ્રાપ્ત થાય છે.
- સંતુલિત આહાર એટલે એવો આહાર જેમાંથી શરીરના આરોગ્ય અને સામાન્ય સુખાકારી જાળવી રાખવા માટે જરૂરી માત્રામાં તમામ પ્રકારના પોષક તત્વો (કાર્બોદિત પદાર્થો, પ્રોટિન, ચરબી, વિટામિનો અને ખનિજો) પ્રાપ્ત થાય અને ક્યારેક આ પોષક પદાર્થોની ટૂંકાગાળા માટેની અછત ઊભી થાય તો તેની પૂર્તિ થઈ શકે, એટલો વધારાનો પુરવઠો પણ મળી રહે. ૨૪ કલાકમાં તરુણ છોકરા/છોકરીઓએ પોતાના આહારમાં કયા પોષક પદાર્થો કેટલી માત્રામાં લેવા જોઈએ તે દર્શાવતો કોઠો:
- આરોગ્ય કાર્યકર તરીકે તરુણોને અને ખાસ કરીને તરુણીઓ કે જે ભવિષ્યમાં માતા બનવાની છે, તેની પોષણ સંબંધીત બાબતો વીશે સજાગ રહેવું જરુરી છે.
ઈમોશનલ એન્ડ બિહેવિયર ચેન્જીસ ઈન ગર્લ્સ એન્ડ બોયસ.
- તરુણાવસ્થા જીવનનો એક તનાવપૂર્ણ સમયગાળો છે, જેમાં વ્યકિતમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવાં શારીરિક, માનસિક, ભાવાત્મક, સામાજિક અને વર્તનલક્ષી ફેરફારો થતા જોવા મળે છે.
ઈમોશનલ ડેવલોપમેન્ટ (ભાવાત્મક વિકાસ)
- તરુણોને માત્ર શારીરિક દેખાવમાં થતા ફેરફાર સાથે જ નહી પરંતુ તેની સાથે જોડાયેલા ભાવાત્મક પરિવર્તનો તથા પરેશાન કરતી જાતીય વૃત્તિઓ સાથે જીવતા શીખવું પડે છે. શરીરમાં આવતાં પરિવર્તનોથી માનસિક તણાવ અને તંગદિલી ઊભાં થાય છે અને મનના તરંગો (મૂડ) માં અચાનક અને ઝડપી વળાંકો આવે છે. નજીવી અને કુલ્લક લાગતી બાબતોથી લાગણી દુભાવી અને વ્યથિત થઈ જવું એ આ વય-જૂથનું સામાન્ય લક્ષણ છે. અંતઃ સ્ત્રાવો (હોર્મોન)માં આવતાં પરિવર્તનોને પરિણામે આ વયજુથની વ્યકિતઓના મનમાં જાતીય બાબતો સંબંધી વિચારો આવવા, અકળામણ, અધીરાઈ, ગુરસો, તણાવ, ચિંતા વગેરે ઉદભવે એ સંભવ છે. વિજાતીય વ્યકિત તરફ અનુભવાતા જાતીય આકર્ષણને કારણે છોકરા છોકરીઓમાં એકબીજા સાથે મુકતપણે હળવા-ભળવાની અને ઘનિષ્ટતા કેળવવાની ઈચ્છા જાગે છે.
- જો કે વાસ્તવમાં આવું કરવું હંમેશા શક્ય બનતું નથી અને તે માટે કંઈક અંશે લગ્ન પહેલાં જાતીય અભિવ્યક્તિઓ પર રહેલું સામાજિક નિયંત્રણ જવાબદાર છે અને તે ઉપરાંત આ અવસ્થા દરમિયાન અગ્રતા આપવા યોગ્ય અન્ય જરૂરિયાતો જેમકે શિક્ષણ, રોજગાર વગેરે પણ તે માટે જવાબદાર છે. તેથી આ અવસ્થા દરમિયાન અનુભવાતી શારીરિક અને માનસિક વ્યાકુળતાનો સામનો ધીરજપૂર્વક કેવી રીતે કરવો એ શીખવું તેમના માટે લગભગ જરૂરી બની જાય છે. તે માટે સંતુલન જાળવવાની અને પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ પર સ્વનિયંત્રણ રાખવાની આવડત કેળવવી જરૂરી છે. પોતાની જરૂરિયાતો વિશે તેઓ કોઈને જણાવી નથી શકતા અને તેથી તે દિવાસ્વપ્નો અને કલ્પનાઓમાં રાચવા લાગે છે અને એ રીતે તેમની ઈચ્છાઓને કંઈક અંશે સંતોષે છે.
- તરુણાવસ્થાનું બીજું લક્ષણ એ છે કે વ્યકિતમાં અમૂર્ત વિચારો કરવાની ક્ષમતા વિકસે છે, જેથી તે કોઈ પણ બાબતનું વિચારપૂર્વક અને પધ્ધતિસર મૂલ્યાંકન કરે છે, જુદાં જુદાં પાસાં તપાસે છે તથા નિયમો તથા વાસ્તવિકતા અને વર્તન વચ્ચે રહેલા તફાવતો વિશે પ્રશ્નો કરે છે.
- માતાપિતા તથા સર્વિસ પ્રોવાઈડર ઘણીવાર આ પ્રકારના વિકાસની ઉપેક્ષા કરે છે અને જેને આપણે બે પેઢીઓ વચ્ચેનું અંતર અથવા ‘જનરેશન ગેપ્પી કહીએ છીએ તે ઊભું થવાનું આ જ મૂળ કારણ છે. સામાજિક દષ્ટિએ જોઈએતો તરુણાવસ્થા એ પરાવલંબનથી સ્વાવલંબન તરફ, સામાજિક પ્રતિભાવો આપવાથી લઈને શારીરિક પરિપકવતા તરફ, જાતીય બાબતોના સંચાલન તરફ, કૌશલ્યો પ્રાપ્ત કરવા તરફ અને પોતાના સમવયસ્ક સાથીદારોના જૂથોમાં બદલાવ લાવવા તરફની ગતિ છે. તરુણાવસ્થા દરમિયાન કોઈ મોટા સમૂહ અથવા જૂથનો ભાગ બનવાની વ્યકિતની જરૂરિયાત બદલાય છે અને તે ઓછા માણસો સાથે વધુ સ્થાયી અને આત્મીય સંબંધો બાંધવાનું પસંદ કરે છે.
તરુણ છોકરા અને છોકરીઓમાં આવતાં ભાવાત્મક અને સામાજિક પરિવર્તનો
- સતત શરીરની કલ્પનામાં રચ્યા રહેવું.
- પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરવો.
- કલ્પના દિવાસ્વપ્નોમાં રાચવું.
- મૂડમાં ઝડપથી ફેરફારો થવા અને ભાવાત્મક અસ્થિરતા આવે.
- બીજાનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવો.
- જાતીય આકર્ષણ અનુભવવું.
- જિજ્ઞાસાવૃત્તિ અને કૂતુહલવૃત્તિ તેજ બનવી.
- શારિરીક ઉર્જામાં વધારો અને અજપો.
- નકકર વિચારો, આત્મખોજ અને સ્વમૂલ્યાંકન.
- નિયંત્રણો લાદવા સામે કુટુંબ સાથે સંઘર્ષ
- અસ્થિરતાનો સામનો કરવા કોઈની સાથે જોડાવાનું વલણ.
- સમવયસ્કોનું જૂથ કેવું છે તેના આધારે વર્તન ઘડાય અને નવા સંબંધો બંધાય.
- તરુણાવસ્થા સાથે જોડાયેલો વિકાસ છોકરાઓની તુલનામાં છોકરીઓમાં ૧ થી ૨ વર્ષ વહેલો શરૂ થાય છે. આ વિકાસ અને વૃધ્ધિ છોકરાઓ અને છોકરીઓમાં જુદી જુદી ઉંમરે અને ગતિથી થતાં હોય છે. એક સાથે મોટાં થઈ રહેલા તરુણોના જૂથમાં ઉંમર અને ગતિની દષ્ટિએ વૃદ્ધિ અને વિકાસમાં રહેલા આ વ્યાપક તફાવતને કારણે તેમના મનમાં ક્યારેક ‘હું બીજા છોકરા કે છોકરી જેવો/જેવી નોર્મલ છું ? “એવી ચિંતા જાગે છે અને તેમને અવારનવાર સાંત્વના અને આસ્વાસન આપવાં જરૂરી બને છે. છોકરીઓ અને છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો અનુક્રમે ૮ વર્ષ અને ૯ વર્ષની ઉંમરે પ્રગટ થવા લાગે છે.
- છોકરીઓમાં ૧૩ વર્ષ સુધીમાં અને છોકરાઓમાં ૧૪ વર્ષ સુધીમાં ગૌણ જાતીય લક્ષણો જોવા ન મળે તો તેને અસામાન્ય (એબનોર્મલ) બાબત માનવામાં આવે છે. આવા કિસ્સા જોવા મળે તો તેના ઉપાય માટે ઉચ્ચતર કેન્દ્રને જણાવવું. કોઈ છોકરીને ૧૬ વર્ષની ઉંમરે પણ માસિક આવવું શરૂ ન થયું હોય તો તેની જાણ ઉપરના કેન્દ્રને કરવી. તરુણાવસ્થા દરમિયાન અનુભવાતી સમસ્યાઓ આજે તરુણ વયના છોકરા છોકરીઓ જે પ્રકારના પ્રયોગો કરે છે તેને કારણે અને તેમના પોતાના આરોગ્ય અને વિકાસને અસર કરતી બાબતો અંગે મર્યાદિત જાણકારીને કારણે તેમને આરોગ્યસંબંધી સમસ્યાઓ ઊભી થવાની સંભાવનાઓ વધુ રહે છે. આ ઉમરની સમસ્યાઓ તેમના શારીરિક અને ભાવાત્મક વિકાસ તથા તેમની પોતાની ઓળખ અને તેમના અમુક પ્રકારના જોખમી વર્તન સાથે જોડાયેલી છે.
સેક્સ એજ્યુકેશન ટુ એડોલસેન્ટ
- સેકસ એજયુકેશનની જરૂરિયાત સૌથી વધારે તરુણ અવસ્થાના વ્યક્તિઓને પડે છે. ભારતમાં સેકસ એજ્યુકેશન માટે સંસાધનોનો અભાવ છે. ઉપરાંત આપણી સંસ્કૃતિ પ્રમાણે અહીં આ બાબતે સંકોચન અનુભવે છે અને તરુણાવસ્થા દરમિયાન આ પ્રકારની ચર્ચાઓને પર ધ્યાન આપવામાં આવતુ નથી. 10 થી 18 વર્ષના બાળકોને સેકસ એજ્યુકેશન આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવે છે,
કારણ કે…
- જાતિયતાને લગતા પ્રશ્નો અને તકલીફોનું સૌથી વધારે જોખમ આ ઉમરના લોકોમાં હોય છે.
- તેઓના શરીરમાં થતા જાતીય ફેરફારો વિશે અને જાતીયતા વિશે જાણવા માટે તત્પર હોય છે.
- તેઓની સેક્સ ડ્રાઈવ સૌથી વધારે હોય છે.
- તેઓને બીજી જગ્યાએથી મળતી માહિતી ખોટી કે અપૂરતી હોઇ શકે છે.
- તેઓ ભવિષ્યમાં પુખ્ત થવાના છે અને તેને જાતીયતાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
સેકસ એજયુકેશન દરમિયાન થતી ચર્ચાના મુદ્દા
- તેના કાર્ય વિશે સમજાવો તેઓને પ્રજનન અંગો વિશે જાણકારી આપી અને વધતી ઉંમર સાથે પ્રજનન અંગો અને જાતિયતા માં થતા ફેરફારો વિશે જાણકારી આપો.
- જાતીયતા વિષે મૂંઝવતા પ્રશ્નો અને દરેક પ્રકારની મૂંઝવણનુ સમાધાન શોધો.
- તરુણીઓમા થતા માસિક સ્ત્રાવ વિશે વિસ્તૃત જાણકારી આપો અને માસિક સ્ત્રાવ દરમિયાન ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે ચર્ચા કરો, તેમાં મુખ્યત્વે મેન્સ્ટ્રુઅલ હાઈજીન વિશે સમજાવો.
- સેક્સ્યુઅલ બિહેવિયર વિશે વિગતવાર જાણકારી આપો.
- જાતીયતા વિષે આરોગ્યપ્રદ અભિગમ કેવી રીતે અપનાવો તે સમજાવો.
- ગર્ભનિરોધક (કોન્ટ્રાસેપ્ટીવ્સ) પદ્ધતિઓ વિશે જણાવો ને તેના ફાયદાઓ વિશે સમજાવો.
- ગર્ભનિરોધક પદ્ધતિઓ નો ઉપયોગ માટે પ્રોત્સાહન આપો.
- તરુણાવસ્થા દરમિયાન થતી તકલીફો અને બીમારીઓ વિશે સમજાવો.
- અસુરક્ષિત જાતિય સબંધથી થતા રોગ વિશે જાણકારી આપો જેવી કે એચ.આઈ.વી. એઈડ્સ.
એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ સર્વિસમાં એફ.એચ.ડબલ્યુ./એ.એન.એમ. નો રોલ
રોલ ઓફ એ.એન.એમ./એફ.એચ.ડબલ્યુ. ઈન એ.એફ.એચ.એસ.
(એડોલેસેન્ટ ફ્રેન્ડલી હેલ્થ સર્વિસીસ)
- એ.આર.એસ.એચ. સ્ટેન્ડ્સ ફોર એડોલેસેન્ટ રિપ્રોડક્ટીવ એન્ડ સેક્સ્યુઅલ હેલ્થ
તાલીમ (ટ્રેનિંગ)
- આવી ફ્રેન્ડલી સેવાઓ પુરી પાડવા માટે એફ.એચ.ડબલ્યુ./એ.એન.એમ એ વખતોવખત તાલીમ લઈ એડોલેશનને લગતી તમામ બાબતોથી આવા ગૃપને માહીતી આપવી જોઈએ. જેના કારણે તે સાચી રીતે માહીતગાર થઈ શકે.
માન આપવું.
- આવી વ્યકિતના તમામ પ્રશ્નો શાંતીથી સાંભળવા જોઈએ. અને તેની સાચુ માર્ગદર્શન પુરૂ પાડવું જોઈએ. ખુબ જ માનપૂર્વકનું વર્તન કરવુ. જેથી તે તેની તમામ હકીકત કહી શકે.
એકાંત અને ગુપ્તતા જાળવવી.
- આ ઉંમરમાં એકાંત અને ગુપ્તતાને વધારે મહત્વ હોય છે. શારીરીક તપાસ અને વાતચીત વખતે ખાસ આ બાબતનું ધ્યાન આપવું જોઈએ. આવા પ્રકારની વાત અન્ય કોઈને ન કહેવી જોઈએ.
પુરતો સમય આપવો
- વાતચીત દરમિયાન કયારે એવું ન થવું જોઈએ કે તમારે ઉતાવળ છે. તેમને પુરો સમય આપવો અને તેના વિચારો રજુ કરવા માટે પુરો સમય આપવો. મુકત રજુઆત કરવા માટે પ્રોત્સાહન આપવું. તેના જાતીયતાને લગતા પ્રશ્નો એવા હોય છે કે તે સામે થી પુછી શકતા નથી આવી વખતે તેને કેવી રીતે ગુંચવણ માંથી બહાર કાઢવા તેનો ખ્યાલ હોવો જોઈએ.
એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર
અલગ જગ્યા અને અલગ સમય :
- આના માટે અનુકુળ સમય અને અલગ જગ્યા હોવી જોઈએ. કે જયા તે તેની વાતચીત શાંતીપૂર્ણ કરી શકે.
સાનુકૂળ કલાકો :
- કલીનીક એવા સમયે હોવી જોઈએ કે તમામ આ કલીનીકનો લાભ લઈ શકે. શાળાનો સમય નો ખ્યાલ રાખવો જોઈએ અથવા તો સાંજનો સમય કે અઠવાડીયાના અંતના દિવસોમાં રાખવો જોઈએ
સાનુકુળ જગ્યા:
- એડોલેશનની જરૂરીયાતને ધ્યાને લઈને નવી વ્યવસ્થા કરવી જોઈએ.આવી સેવાઓ માટે લાભાર્થી ખુબ દુર સુધી આવી શકતા નથી.
પુરતી જગ્યા અને પુરતો સમય :
- બીજા લોકો તેને જોઈ શકે નહી તથા તેની વાત સાંભળી શકે નહી અને તપાસ માટેની પુરતી જગ્યા પણ હોવી જોઈએ.
આરામદાયક વાતાવરણ :
- આજુબાજુ વાતાવરણ આરામદાયક હોવું જોઈએ. તેમને રસ પડે તેવા પોસ્ટર લગાવવા જોઈએ. તેને બીક લાગે તેવા પોસ્ટર ન લગાવવા જોઈએ.
જાહેરાત :
- આ પ્રકારના કલીનીકમાં કેવા કેવા પ્રકારની સેવાઓ આપવા માં આવે છે તે અંગેની જાહેરાત કરવી જોઈએ. આ સેન્ટરમાં તેને માનપૂર્વક આવકારવામાં આવશે. અને તેની તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવશે. તેવી બાહેધરી આપવામાં આવે છે.
જરૂર જણાય ત્યારે રીફરની વ્યવસ્થા :
- જરૂર જણાયતો વધું સારી માહીતી માટે તથા આગળ ની સારવાર માટે રીફર કરવાની પણ જોગવાઈ હોવી જોઈએ.
જુદા જુદા પ્રકારની સેવાઓ આપવી:
- આમાં તમામ પ્રકારની સેવાઓ માટેનું પ્રયોજન કરવું
- જોઈએ જેમાં પોષણ, મેરેજ કાઉન્સીલીંગ સેકસ્યુલ એબ્યુજ કાઉન્સેલીંગ, વૃધ્ધી અને વિકાસ અંગેની સલાહ તથા અન્ય કોઈપણ તકલીફ માટે સલાહ તથા જરૂર જણાય ત્યા દવાઓ મળી રહે તેવા પ્રબંધ હોવા જોઈએ.