F.Y. – ANM – CHILD HEALTH NURSING UNIT – 2 NUTRITION OF INFANT AND CHILDREN

યુનિટ-2

ન્યુટ્રીશન ઓફ ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન

ઇન્ટ્રોડક્શન

  • બાળક માટે બ્રેસ્ટ ફીડિંગ એ બેસ્ટ નેચરલ ફીડિંગ છે. બ્રેસ્ટ ફીડિંગ એ બાળક માટે ઉતમ ખોરાક છે, તેના પર શિશુના ઉછેર એટલે કે વૃદ્ધિ અને વિકાસનો આધાર છે. બ્રેસ્ટ-ફીડિંગ એ બાળકની ન્યુટ્રિશનલ નીડ્સ, સાયકોલોજીકલ નીડ્સ અને ઇમોશનલ નીડ્સ પૂરી પાડે છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ-ફીડિંગ આપવું અને ફેમીલીએ માતાને સપોર્ટ કરવો એ બાળકના સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
  • દર વર્ષે પુરતા પ્રમાણમાં બ્રેસ્ટ-ફીડિંગ ન મળવાને કારણે લગભગ દસ લાખ જેટલા ઇન્ફન્ટ મૃત્યુ પામે છે અને ઘણા રોગનો ભોગ બને છે. હાલના સમયમાં ઘણા વિકસિત અને વિકાસશીલ દેશોમાં સ્તનપાનની પ્રેક્ટિસ સારી રીતે થતી નથી. આથી ડબલ્યુ.એચ.ઓ. અને યુનિસેફ તેને સુધારવાના પ્રયત્નો કરે છે.
  • યુનિસેફ દ્વારા બ્રેસ્ટ-ફીડિંગને બાળકની પાયાની જરૂરિયાત ગણી જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં બ્રેસ્ટ ફીડિંગ વિક (1-7 ઓગસ્ટ) ઉજવવામાં આવે છે. તદુપરાંત બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઈનીસીએટીવ્સ જેવા કોન્સેપ્ટ પણ અમલમાં લાવવામાં આવ્યા છે. બ્રેસ્ટ-ફીડિંગ એ બાળકની પોષણની જરૂરિયાતો સંતોષવાનો સુરક્ષિત, સસ્તો અને સૌથી સારો ઉપાય છે. માતાનું ધાવણ બાળકો માટે રક્ષણાત્મક ખોરાક છે અને તે બાળકની તમામ પ્રકારના પોષણની જરૂરિયાત પુરી પાડે છે.

એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ

  • બાળકને જન્મથી છ મહિના સુધી માત્રને માત્ર માતાનું ધાવણ આપવામાં આવે છે, પાણી સુધ્ધા નહી. જરૂરિયાત જણાય તો ડોક્ટરની સલાહ મુજબ દવાઓ આપી શકાય છે. છ મહીના બાદ ઉપરી આહાર ચાલુ કરવામાં આવે છે.

ન્યુટ્રીશનલ રિક્વાયરમેન્ટ

  • સારા ગ્રોથ & ડેવલપમેન્ટ માટે બાળકની પોષણની જરૂરિયાત પુરી કરવી ખુબજ અગત્યની છે. બાળકના ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ફેટ, વોટર, વિટામિન્સ અને મિનરલ્સ હોવા જરૂરી છે.

બ્રેસ્ટ-ફીડિંગના ફાયદા

બ્રેસ્ટ-ફીડિંગથી બાળકને થતા ફાયદા

  • બ્રેસ્ટ-મિલ્કમાં પ્રમાણમાં અને યોગ્ય માત્રામાં બાળકને જરૂરી એવા તમામ પોષક તત્વો હોય છે, જે બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.
  • બ્રેસ્ટ મિલ્ક જંતુ મુક્ત ચોખ્ખો ખોરાક છે, જેમાં કોઈ પ્રિપેરેશનની જરૂરિયાત હોતી નથી તે બાળકની જરૂરીયાત મુજબ કોઈપણ સમયે મળી રહે છે.
  • બ્રેસ્ટ મિલ્ક નું તાપમાન થોડું હુંફાળું હોય છે, જે બાળકમાં હાઈપોથર્મિયાને પ્રિવેન્ટ કરે છે.
  • તે સહેલાઈથી પચી જાય તેવું છે.
  • બ્રેસ્ટ મિલ્ક પ્રોટેક્ટિવ વેલ્યુ ધરાવે છે, જે બાળકમાં થતાં જી.આઈ. ટ્રેકના ઇન્ફેક્શન, રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શન, એલર્જી, અસ્થમા જેવા રોગ સામે રક્ષણ આપે છે.
  • એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડીંગ આપવાથી બાળકમાં બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, કોલાઇટિસ, અને દાંતના રોગો સામે રક્ષણ આપે છે.
  • એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના લીધે માતા અને બાળક વચ્ચેનો ઈમોશનલ બોન્ડીંગ સારું થાય છે.

માતાને થતા ફાયદા

  • બ્રેસ્ટ ફીડિંગ થી પી.પી.એચ. (પ્રસુતી પછી રક્ત સ્ત્રાવ) ની શક્યતા ઘટે છે, અને યુટેરસ ઇનવોલ્યુશન સારી રીતે થાય છે. જેથી માતામાં થતા એનિમીયાને નિવારી શકાય છે.
  • માતાને ઈમોશનલ સેટીસ્ફેકશન મળે છે.
  • માતાને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર થવાની સંભાવના ઘટે છે.
  • લેકટેશન એમેનોરીયા ના લીધે આયર્ન સ્ટોર કરવામાં મદદ મળે છે.
  • માતા બાળકને ટૂંકા સમયમાં તાજો અને તૈયાર ખોરાક આપી શકે છે.
  • તે ગર્ભ નીરોધક તરીકે પણ કામ કરે છે .એક્સક્લુઝિવ બ્રેસ્ટ-ફીડિંગના કારણે માતા પ્રેગ્નન્સી ને પ્રિવેન્ટ કરી શકે છે.
  • તે મેસ્વિતા ઘટાડે છે અને શરીર ને સુડોળ બનાવે છે.

પરિવારને થતા ફાયદા

  • બ્રેસ્ટ-ફીડિંગ પરિવારનો સમય અને ઉર્જા બચાવે છે. તદુપરાંત તેના માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી.
  • એક્સક્લુઝિવ બ્રેસ્ટ-ફીડિંગ લેતું બાળક બીમાર પડતું નથી, જેથી હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી નથી.
  • પરિવારમાં લાગણીસભર વાતાવરણ ઉભું થાય છે.
  • આમ તે બાળક, માતા, પરિવાર અને સમુદાય માટે ખુબજ ફાયદાકારક છે.

પ્રિન્સિપલ્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ (બાળકને ધવડાવવાના સિધ્ધાંતો)

  • બ્રેસ્ટ ફીડિંગ જન્મનાં અડધા કલાકમાં કરવી અથવા જન્મ બાદ શક્ય હોય એટલુ જલ્દી આપવુ.
  • બાળકને માતાનું પહેલું ધાવણ (કોલોસ્ટ્રોમ) ખાસ આપવું જોઈએ.
  • છ માસ સુધી ફકતને ફકત ધાવણ જ આપવું. (એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ)
  • બન્ને બ્રેસ્ટ પર વારાફરતી બાળકને ધવડાવવું, એક બ્રેસ્ટ ખાલી થાય ત્યાર બાદ બીજા બ્રેસ્ટ પર વળગાડવુ.
  • શરુઆતમાં એક બ્રેસ્ટ પર બાળકને ધવડાવવું અને પછી ધીમે-ધીમે સમય વધારતો જવો ત્યારબાદ બ્રેસ્ટ ખાલી છે એમ લાગે અને બાળકને વધારે ધાવણ જોઈએ તો બીજી બ્રેસ્ટ પરથી ધવડાવવું.
  • બાળક માંગે એટલીવાર ધવડાવો (ડિમાન્ડ ફીડિંગ ) એટલે કે બાળક રડે ત્યારે તુરંત જ આપો.
  • બાળકને 24 કલાકમાં 8 થી 10 વખત ધવડાવવું, જેમા દિવસ દરમ્યાન દર 2 ક્લાકે અને રાત્રી દરમીયન દર 4 કલાકે બ્રેસ્ટ મીલ્ક આપવું.
  • રાત્રી દરમિયાન પણ ધવડાવવાનું ચાલુ રાખો. રાત્રી દરમ્યાન મિલ્ક વધારે પ્રમાણમાં બને છે.
  • બાળકને શાંત ચિતે અને આરામદાયક અવસ્થામાં રાખી ધવડાવવું.
  • બાળક કે માતા બીમાર હોય તો પણ ધવડાવવાનું ચાલુ રાખવું.
  • છ માસ બાદ ધાવણની સાથે સાથે પુરક આહાર પણ આપવો.
  • બાળક બ્રેસ્ટ ફિડીંગ ના કરતુ હોય તો તેનુ કારણ જાણી ને તેની સારવાર કરવી.

ફિઝીયોલોજી ઓફ લેકટેશન

  • બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રસુતિ પહેલા તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આ પ્રક્રિયા કરાવવા માટે માતાની ઇચ્છા વિશ્વાસ અને મનોબળ મહત્વનો ભાગ ભજવે છે. પ્રસૂતિ બાદ માતા અને બાળકને એક સાથે રાખવાથી ઝડપથી અને વધારે પ્રમાણમાં બ્રેસ્ટ મિલ્ક બને છે.
  • બ્રેસ્ટ મિલ્ક અંતઃસ્ત્રાવો અને માતાના રિફ્લેક્ષની મદદથી બને છે અને બહાર આવે છે. પ્રસૂતિ બાદ એન્ટિરિયર પિટ્યુટરી ગ્રંથિમાંથી પ્રોલેક્ટીન નામનો હોર્મોન સિક્રીટ થાય છે, જે બ્રેસ્ટ મિલ્ક બનાવવામાં મદદરૂપ થાય છે. માતા અને બાળક જ્યારે સાથે હોય છે ત્યારે આ પ્રોલેક્ટીન વધારે પ્રમાણમાં બને છે. આથી બ્રેસ્ટ મિલ્ક ના પ્રમાણમાં વધારો કરે છે.
  • જ્યારે બાળક નિપલ સક કરે છે ત્યારે પોસ્ટીરીયલ પિચ્યુટરી ગ્રેન્ડ માંથી ઓક્સીટોસિન નામનો હોર્મોન સિક્રીટ થાય છે જેના કારણે બ્રેસ્ટ મિલ્ક નીપલમાંથી બહાર આવે છે જેને લેટ ડાઉન રિફ્લેક્સ કહે છે.
  • આ બંને હોર્મોન પર માતાની માનસિક સ્થિતિ ની ખૂબ જ અસર થાય છે. બાળક જ્યારે માતા સાથે હોય, માતા ચિંતામુક્ત હોય અને આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે બ્રેસ્ટ મિલ્ક વધારે બને છે અને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી નથી.

પ્રી – પ્રિપેરેશન (પૂર્વ તૈયારી)

  • પ્રથમ છ મહિના સુધી બાળકને ફક્ત માતાનું દૂધ જ આપવું જોઈએ આ માટે ફક્ત માતાએ જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યો એ માનસિક તૈયારી કરવી જરૂરી છે તેમજ માતાને પણ સાથ સહકાર આપવો જોઈએ. બાળકના જન્મ પછી આગળ નું સમયપત્રક બદલાઈ જાય છે. બાળકની સારસંભાળ માટે વધારે માનવ શક્તિની વ્યવસ્થા અને મહેનતની જરૂર પડે છે. કુટુંબની દરેક વ્યક્તિએ માતાને સ્તનપાન માટે પ્રોત્સાહન આપવું. તદઉપરાંત પુરતો સમય, પોષણ, શાંત વાતાવરણ અને પૂરતું ધ્યાન મળી રહે તે જોવુ અનિવાર્ય છે.
  • સ્તનપાનથી થતા ફાયદા, ભલામણ, તેની પદ્ધતિ તેમજ તેમાં આવનારી અડચણો વગેરેની માતા અને પરિવારના સભ્યોને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય માહિતી મળવી જરૂરી છે. સગર્ભા માતાએ બીજી સ્તનપાન કરાવનારી માતાઓને મળીને તેનું નિરીક્ષણ કરીને તેની પાસેથી યોગ્ય માહિતી મેળવવી વધારે ફાયદાકારક છે. સ્તનપાન માટેની જરૂરી વ્યવસ્થા જેવીકે આહાર, પોષાક જગ્યા વગેરે ની પહેલેથી જ વ્યવસ્થા કરવી આવશ્યક છે.

ટેકનિક્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ

  • સામાન્ય રીતે દરેક માતા પોતાના બાળકને સરળતાથી બ્રેસ્ટ ફીડીંગ કરાવી શકે છે પરંતુ ઘણી માતાને મદદની જરૂર પડે છે જેમાં મુખ્યત્વે પ્રથમ પ્રસુતાનો સમાવેશ થાય છે. આરોગ્ય વર્કરે માતા સાથે બ્રેસ્ટ-ફીડિંગ વિશે પરામર્શ કરવું અને સલાહ-સુચન આપવા અનિવાર્ય છે.

સલાહ-સુચન

  • માતા બ્રેસ્ટ-ફીડિંગ આપતા પહેલા શારીરિક અને માનસિક રીતે તૈયાર હોવા જોઈએ.
  • માતા અને બાળક બ્રેસ્ટ ફીડીંગ આપતા પહેલા આરામદાયક સ્થિતીમાં હોવા જોઇએ.
  • માતાએ પર્સનલ હાઇજીન જાળવવુ અને બ્રેસ્ટ ફીડીંગ આપતા પહેલા હેન્ડ વોશ કરવા સલાહ આપવી.
  • બાળક સ્વચ્છ, કોરું અને આરામદાયક સ્થિતિમાં હોવું જોઈએ.
  • બાળક અને માતાની સ્થિતિ વ્યવસ્થિત હોવી જોઈએ, જેમાં બાળકનાં માથાને પુરતો સપોર્ટ મળવો જોઈએ, બાળકનું પેટ માતાના સંપર્કમાં હોવું જોઈએ, બાળકને પુરતો સપોર્ટ મળે અને બાળકનું મોં માતાના સ્તનમાં બરાબર વળગેલું હોવું જોઈએ.
  • દિવસ દરમિયાન બે કલાકનાં ગાળામાં અને રાત્રિ દરમિયાન ત્રણથી ચાર કલાકનાં ગાળામાં સ્તનપાન આપવું જોઈએ, આમ ૨૪ કલાક દરમ્યાન આઠથી દસ વખત બ્રેસ્ટ-ફીડિંગ કરાવું જોઈએ.
  • બ્રેસ્ટ ફિડીંગ આપતી વખતે બાળક પકડવાની, વળગાડવાની અને અસરકારક ચૂસની સાચી રીતની સમજણ આપો જેમ કે,

બાળક ધવડાવતી વખતે લેવાની અને પકડવાની સાચી રીત

  • બાળકનું માથુ અને શરીર સીધા હોય.
  • બાળકનું નાક માતાની બ્રેસ્ટ સામે હોય.
  • બાળકનું શરીર માતાના શરીરથી ખુબ નજીક (અડકેલુ) હોય.
  • બાળકના આખા શરીર ને આધાર મળતો હોય.

બાળક યોગ્ય રીતે વળગેલ છે તે માટે ના ચાર લક્ષણો.

  • સ્તનને અડતી બાળકની દાઢી (સ્તનની ખુબ નજીક)
  • બાળકની પહોળી મમ્હોં ફાડ.
  • બહારની તરફ વળેલો બાળકનો નીચલો હોઠ.
  • ડીંટડીની આસપાસની કાળી ચામડી (એરિઓલા) બાળકના મહોંની ઉપરથી વધુ દેખાય નીચેથી નહી.

બાળક અસરકારક રીતે ચુસે તેના ચાર લક્ષણો

  • ધીમી ચુસ
  • ઉંડી ચુસ
  • વચ્ચે વચ્ચે અટકે
  • ગળે ઉતરવાનું જોઇ શકાય અને અવાજ

સ્તનપાન માટે બાળકને લેવાની યોગ્ય રીત

  • બાળકની સ્થિતિ
  • માતાએ બાળકને પૂરેપૂરું પોતાની તરફ ફેરવેલું હોય
  • બાળક માતાની ખૂબ નજીક હોય; બંનેના પેટ એકબીજાને અડતાં હોય
  • બાળકની ડોક અને શરીર એક સીધી લીટીમાં હોવાં જોઈએ
  • બાળકના આખાં શરીરને (માથું, પીઠ અને પગને) માતાએ આધાર આપેલ હોય

પૂરતા પ્રમાણમાં મળતાં બ્રેસ્ટ-ફીડિંગના ચિન્હો.

  • બાળક બ્રેસ્ટ-ફીડિંગ કરતું હોય ત્યારે સ્વેલોઇંગ સાઉન્ડ આવે.
  • માતાને બ્રેસ્ટમાં લેટ ડાઉન સેન્સેશન આવે.
  • દિવસમાં છ થી વધારે વખત યુરિન પાસ કરે.
  • બે થી પાંચ વખત સ્ટુલ પાસ કરે.
  • શરૂઆતના સમયમાં પ્રતિદીન 18 થી 30 ગ્રામ જેટલો વજનમાં વધારો થાય છે.
  • બાળક વધારે પડતું રડે નહીં અને પૂરતા પ્રમાણમાં ઉંઘ લે.
  • બાળકની ચામડી તંદુરસ્ત હોય અને મસલ ટોન સારો જોવા મળે છે.
  • લાંબા ગાળે બાળકનો વૃધ્ધિ અને વિકાસ સામાન્ય જોવા મળે.

કમ્પોઝિશન ઓફ બ્રેસ્ટ મિલ્ક

  • પોસ્ટનેટલ પિરિયડ દરમિયાન બાળકની જરૂરીયાત મુજબ બ્રેસ્ટ મિલ્ક ના કમ્પોઝિશન માં અલગ-અલગ સ્ટેજ મુજબ ફેરફાર જોવા મળે છે.

કોલોસ્ટ્રમ

  • બાળકના જન્મ બાદ પહેલા ત્રણ દિવસ સુધી સિક્રેટ થતા મિલ્કને કોલોસ્ટ્રમ કહે છે.
  • તે પીળા રંગનું અને ઘટ હોય છે.
  • તે પ્રમાણમાં ઓછું હોય છે.
  • તેમાં એન્ટિબોડીઝ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, અને વિટામિન એ.,ડી.,ઇ.,કે. નું પ્રમાણ વધારે હોય છે.
  • તે બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

ટ્રાન્ઝીશનલ મિલ્ક

  • કોલોસ્ટ્રમ પછી ડીલેવરીના બે અઠવાડિયા સુધી આવતા મિલ્ક ને ટ્રાન્ઝીશનલ મિલ્ક કહે છે.
  • જેમાં ફેટ અને સુગરનું પ્રમાણ વધારે હોય છે.

ફોર મિલ્ક

રેગ્યુલર બ્રેસ્ટ-ફ્રીડિંગ શરૂઆતમાં આવતા મિલ્ક ને ફોર મિલ્ક કહે છે.

તેમા પાણી નુ પ્રમાણ વધારે હોય છે જેનાથી બાળકની તરસ સંતોષાય છે.

હાઈન્ડ મિલ્ક

  • રેગ્યુલર બ્રેસ્ટ-ફીડિંગમાં ફોર મિલ્ક પછી આવતા મિલ્ક ને હાઈન્ડ મિલ્ક કહે છે.
  • તે મેચ્યોર મિલ્ક છે જેમાં બાળક માટે જરૂરી એવા તમામ પોષકતત્વો રહેલા હોય છે.

નોંધ: બાળક ને એક બાજુનું સ્તન સંપુર્ણ ખાલી થાય ત્યાર બાદ જ બીજા સ્તન પર વળગાડવું જેથી કરી ને બાળક ને પુરતા પ્રમાણમાં પાણી અને પોષકતત્વો બન્ને મળી રહે.

બ્રેસ્ટ-ફીડિંગ માં જોવા મળતી તકલીફો

બાળક માં જોવા મળતી તકલીફો

  • પ્રીટર્મ બેબી ઓછા વજન
  • ઓછા વજનવાળા બાળક માં ઘણી વખત સકીંગ રિફ્લેક્સ ડેવલપ ન થવાને કારણે બ્રેસ્ટ મિલ્ક સક કરી શકતું નથી.
  • આવી પરિસ્થિતિમાં બાળકને માતાનું બહાર કાઢેલું દૂધ ચમચી અથવા તો રાઈલ્સ ટ્યુબ થી આપવું.

માતામાં જોવા મળતી તકલીફો

ઇન્વર્ટેડ નિપલ અંદર ખુપેલી ડિંટ્ડી.

  • આવી કન્ડિશનમાં માતાના બ્રેસ્ટ નિપલ અંદરની બાજુ એ દબાયેલી હોવાથી બાળક બ્રેસ્ટ મિલ્ક ચુસી(સક) શકતું નથી.
  • આવી કન્ડિશનમાં બાળકને મેન્યુઅલી કાઢેલું દૂધ આપો.
  • બાળકના જન્મ બાદ નીપલને હાથથી બહારની બાજુએ ખેંચવાની પ્રેક્ટિસ કરવી. નીપલ બહારની બાજુએ કાઢવા માટે બ્રેસ્ટ પમ્પ અથવા સીરીંજ નો ઉપયોગ કરવો જોઈએ.

બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ સ્તનમાં ભરાવો

  • માતાના સ્તનમાં થતો ભરાવો ઓછો કરવા બાળકને પૂરતા પ્રમાણમાં સમયાંતરે બેસ્ટ-ફીડિંગ જરૂરી છે.
  • માતાને સ્તનપાનનાં સિધ્ધાંતો વિશે શીખવાડો આ ઉપરાંત વાર્મ એપ્લિકેશન આપવી.

બ્રેસ્ટ એબ્સેસ/ માસ્ટાઈટીસ (સ્તનનો ચેપ)

  • વારંવાર સ્તનમાં દુધનો ભરાવો થાય અને સમયસર સારવાર કરવામાં ન આવે તો બ્રેસ્ટમાં ચેપ લાગે છે અને રસી થઈ જાય છે જેને બ્રેસ્ટ એબ્સેસ કહે છે.
  • આવી કન્ડિશનમાં એબ્સેસ વાળા બેસ્ટ માંથી બ્રેસ્ટ ફીડિંગ કરાવાવું નહીં.
  • આવી કન્ડિશનમાં ચેકો મૂકી રસી બહાર કાઢવામાં આવે છે. (સર્જીકલ ઇન્ટરવેન્શન)
  • ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય એન્ટિબાયોટિક્સ અને એનાલ્જેસીક આપવામાં આવે છે.

નીપલ માં ચીરા પડવા (ક્રેક્ડ નીપલ)

  • બાળક ને બરાબર વળગેલું ન હોય, સાબુ અને પાણીથી વારંવાર સ્તન સાફ કરવા અને નિપ્પલ પર ફુગ નો ચેપ લાગવાથી નિપ્પલમાં ચીરા પડે છે અને સોજો આવે છે.
  • તેના ઉપચારમાં, માતા ને વડગાડવા ની રીત યોગ્ય રીતે શીખવાડવી, સ્તનપાન બાદ ડીટંડી પર મિલ્ક લગાવવ સ્તનને ખુલ્લા રહેવા દેવા અને પર્સનલ હાયજીન જાડવવા સલાહ આપવી.
  • માતાને કહો કે ડીંટડીમાં ચિરા પડવાનું મુખ્ય કારણ સ્તનપાનની ખોટી રીતો છે. જો
  • સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તેમાં ચેપ લાગી શકે છે. માતાને સ્તનપાન ની સાચી રીતો વિશે સમજાવો.

મેથડ ઓફ એક્સપ્રેશન ઓફ બ્રેસ્ટ મિલ્ક (સ્તનમાંથી દૂધ કાઢવાની રીત)

  • માતાનું મન શાંત અને આનંદિત કરવું.
  • પીઠમાં મસાજ કરવો.
  • સ્તન કડક હોય તો હાથની કસરત કરવી.
  • ગરમ પાણીથી શેક કરવો કે સ્નાન કરવું.
  • બાળકને પાસે લેવું. બાળક માતાની સમક્ષ ન હોય તો માતાએ બાળકનો વિચાર કરવો અથવા બાળકનો ફોટો સામે રાખવો.

સ્તનમાંથી દૂધ છુટું પાડવું

  • સ્તનને એક હાથથી નીચેથી આધાર આપવો.
  • બીજા હાથનાં ટેરવાંથી સ્તનની બહારની બાજુએ મસાજ કરવો.
  • આંગળીનાં ટેરવાં સમાંતર રાખી મસાજ કરવો. આ કરતી વેળાએ કાળા ભાગની આસપાસ વધારે દબાણ આપવું
  • બગલમાંના સ્તનના છેડા પર મસાજ કરવાનું ભૂલવું નહી.

દૂધને આગળ લાવવું

  • સ્તન પર પાછળથી આગળ દબાવવાથી દૂધ કાળા ભાગ સુધી આવવામાં મદદ મળે છે.
  • બંને હાથની કોણીથી સ્તન પર એક સાથે દબાણ આપવાથી પણ દૂધ કાળા ભાગ તરફ જમા થાય છે.
  • માતા થોડી નીચી વળે તો ગુરૂત્વાકર્ષણને લીધે દૂધ આગળ આવવામાં મદદ મળે છે.
  • દૂધ કાઢતાં કાઢતાં દુખે નહી અને નાજુક ત્વચા તથા ડીંટડીને ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. (મસાજ હળવેથી કરવો)

દૂધ કાઢવું

  • સ્તનને ડીંટડીથી એક ઇંચ પાછળ ‘સી’ આકારની પકડમાં પકડવું.
  • પછી આંગળીના ટેરવાં અને અંગુઠાથી પાછળ દબાવવું.
  • પાછળ દબાવતાં દબાવતાં અંગુઠો અને આંગળીનાં ટેરવાં તે જ જગ્યા પર આગળની દિશામાં ઝડપથી વાળો.
  • આ પ્રમાણે કાળા ભાગની બધી બાજુએથી દૂધ કાઢવું. બંને સ્તન માટે બંને હાથનો ઉપયોગ કરવો.

બી.એફ.એચ.આઈ. (બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઈનિસીએટીવ)

  • સ્તનપાન ને પ્રોત્સાહન આપવા માટે યુનિસેફ અને ડબ્લ્યુ.એચ.ઓ. 12 દેશોની આગેવાનીમાં બાળ મિત્ર દવાખાના (બી.એફ.એચ.આઈ. – બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઈનિસીએટીવ) ની પહેલ કરી. 1992 આ પ્રોગ્રામ ચાલું થયો અને 1993 સુધીમાં તે 171 દેશો માં ફેલાયો. 1995 માં ભારતે આ કાર્યક્રમનો સ્વીકાર કર્યો અને 1998 માં આવા પ્રમાત દવાખાનાની સંખ્યા 1372 જેટલી થઇ. કોઇપણ દવાખાનાને બાલ મિત્ર દવાખાનું જાહેર કરવા માટે બી.એફ.એચ.આઈ. ની નિતીનાં 10 પગલા અનુસરવા જરૂરી છે. આ 10 પગલાની નિયમિત ચકાસણી કરવામાં આવે છે.

આ પગલા નીચે મુજબ છે.

  • સ્તનપાનની લેખિત માહિતી હોવી જોઈએ, જેના વિશે બધાંજ કર્મચારીઓ માહિતગાર હોવા જોઈએ.
  • આ નીતિના અમલ માટે બધાંજ આરોગ્ય કર્મચારીઓની જરૂરી કૌશલ્યલક્ષી તાલીમ આપવી જોઇએ.
  • બધીજ સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનના ફાયદા અને તે કેવી રીતે સફળ બનાવી શકાય તે જણાવો.
  • જન્મ પછી એક કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવામાં માતાને મદદ કરો.
  • સ્તનપાન કેવી રીતે કરાવવું અને શિશુથી અલગ રહેવું પડે ત્યારે ધાવણ કેવી રીતે આપવું તે માતા ને જણાવો.
  • તબીબી સૂચના સિવાય નવજાત શિશુને ધાવણ સિવાય અન્ય પ્રવાહી ખોરાક આપવા નહીં.
  • માતાને બાળક સાથે 24 કલાક સાથે રહેવા દેવા.
  • બાળક માંગે તેમ ધવડાવવા માટે માતાને પ્રોત્સાહિત કરો.
  • સ્તનપાન કરતા શિશુને કોઈ પણ જાતની કૃત્રિમ ટોટી, ધવણી કે ચુસણી આપવી નહી.
  • દવાખાનેથી રજા આપ્યા બાદ માતાને મદદરૂપ થવા માટે સ્તનપાનને સમર્થન આપતા ગ્રુપની રચના કરો.

આઈ.એમ.એસ. એક્ટ

  • ધ ઇન્ફન્ટ મિલ્ક સબસ્ટીટ્યુટ્સ, ફીડીંગ બોટલ્સ, એન્ડ ઈન્ફન્ટ ફૂડ્સ (રેગ્યુલેશન ઓફ પ્રોડક્શન, સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન) એક્ટ 1992 એન્ડ અમેન્ડમેન્ટ એક્ટ 2003 (આઈ.એમ.એસ. એક્ટ).
  • ભારત સરકાર દ્વારા 1983માં આ કાયદો બનાવવામાં આવ્યો. સ્તનપાનના વિકલ્પો, દૂધ પીવડાવવા ની બોટલ, શિશુ આહારનાં ઉત્પાદન, પુરવઠા અને વિતરણને નિયંત્રણમાં રાખવાનો હેતુ સાથે આ કાયદો બનાવવામાં આવ્યો. 1992-1993 માં આ નીતિને કાયદાકીય જોગવાઈ મળી. 2003 માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને 2004માં અમલમાં આવ્યો.

અગત્ય ના સુધારા

  • માત્ર સ્તનપાનની ઉંમર ચાર મહિનાથી લંબાવીને છ મહિના કરવામાં આવી.
  • બધા જ શિશુ આહાર અને કાયદામાં આવરી લેવાયા.

મુખ્ય જોગવાઈઓ

  • સગર્ભા માતાને સ્તનપાન વિશે શિક્ષણ આપવું.
  • વ્યાપક પ્રમાણમાં સ્તનપાનનું આચરણ કરવા માટે આરોગ્ય સંસ્થાઓ અને આરોગ્ય કાર્યકરોની ભૂમિકા તથા જવાબદારીઓ સ્પષ્ટ કરવી.
  • ગુણવત્તા નિયમન માટેની જરૂરિયાત તથા માપદંડ નક્કી કરવા.
  • આ કાયદા હેઠળ કેવા પ્રકારના પ્રતિબંધો છે તેનો પ્રચાર કરવો.
  • કોઈપણ જાતના સ્તનપાન ના વિકલ્પો. ६५ પીવડાવવાની બોટલો, અને બાળ આહારના પ્રસાર-પ્રચાર પર પ્રતિબંધ મુકાયો છે..
  • સ્તનપાનના વિકલ્પો અને શિશુ આહાર ને લગતી કોઈ પણ સાધનસામગ્રી કે શૈક્ષણિક સાધનોના અનુદાન પર પ્રતિબંધ મુકાયો છે.
  • માતા અને બાળકના ચિત્રો વાળા પેકિંગ પરના લેબલ પર પ્રતિબંધ મુકાયો છે.
  • આરોગ્ય સુવિધા અને દવાની દુકાન વગેરેમાં પ્રદર્શન તથા સ્પોન્સરશિપ પર પ્રતિબંધ મુકાયો છે.
  • વેપારીઓ દ્વારા વેચાણ વધારવા માટે કર્મચારીઓને અપાતા કમિશન પર પ્રતિબંધ મૂક્યો છે.

કાયદાનું ઉલ્લંઘન થાય ત્યારે થતી સજા

  • જો કોઈ પણ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને ઓછામાં ઓછી છ મહિનાની જેલની સજા થઈ શકે છે. જે ત્રણ વર્ષ સુધી લંબાઇ શકે છે ઉપરાંત બેથી પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ભરવાનો થાય છે.

ભારત સરકારે ચાર સંગઠનને આ કાયદાના પાલનની દેખરેખ માટે નિયુક્ત કર્યા છે.

  • બ્રેસ્ટ ફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઇન્ડિયા (બી.પી.એન.આઇ.-દિલ્હી)
  • અસોસીએસન ફોર કન્ઝ્યુમર એક્શન ઓન સેફટી એન્ડ હેલ્થ (એ.કે.એ.એસ.એચ.-મુંબઈ)
  • ઇન્ડિયન કાઉન્સિલ ફોર વેલ્ફેર (આઈ.સી.એફ.વી.- દિલ્હી)
  • સેન્ટ્રલ સોશિયલ વેલ્ફેર બોર્ડ (એસ.એસ.વી.બી.- દિલ્હી)

કાઉન્સેલિંગ રીગાર્ડીંગ બ્રેસ્ટ ફીડિંગ

  • સ્તનપાન આપીને બાળકના જીવનની શ્રેષ્ઠ શરૂઆત કરી શકાય છે. આગળ જણાવ્યા મુજબ સ્તનપાન કરાવવું એ માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ફિમેલ હેલ્થ વર્કર એ સગર્ભા માતાની પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછી સૌથી નજીક રહેતા આરોગ્ય કાર્યકર છે. આથી માતાને સ્તનપાન વિશે માહિતી આપી અને સંપરામર્શ કરવું એ તેની જવાબદારી છે.
  • આરોગ્ય વર્કર તરીકે આપણી જવાબદારી એછે કે માતા તથા પરિવારને સ્તનપાનને લગતી દરેક પ્રકારની માહિતી આપવી અને તેના પ્રશ્નો નિરાકરણ લાવવું. આરોગ્ય વકરે માતાને પ્રસૂતિ પહેલાં જ સ્તનપાન માટે તૈયાર કરવા આવશ્યક છે, સામાન્ય રીતે દરેક માતાને સ્તનપાન વિશે સમજણ હોય છે પરંતુ પ્રથમ વખત બનતી માતા ને સમજણની વધારે જરૂર પડે છે. માતા ઉપરાંત પરિવારને પણ સલાહસૂચન આપવા અને પરિવાર તરફથી માતાને પૂરતો સપોર્ટ મળી રહે તે જોવું.
  • પરામર્શ દરમિયાન માતાને અને પરિવારના દરેક સભ્યને શાંતિથી સાંભળવા અને તેના દરેક સવાલોના જવાબ આપવા તથા જરૂર જણાય તેવી વધારાની માહિતી આપવી.

આરોગ્ય કાર્યકર દ્વારા સ્તનપાન વિશે માતા ને અપાતી સમજણ.

  • સ્તનપાનની જરૂરિયાત સમજાવો.
  • સ્તનપાનના ફાયદાઓ જણાવો.
  • છ મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન જ કેમ આપવું તે સમજાવો.
  • સ્તનપાન ન કરાવવાથી કે ખોટી રીતે કરાવવાથી થતા નુકસાન સમજાવો.
  • સ્તનપાન કરવાની પદ્ધતિઓ વિશે સમજાવો અને તેને કરીને બતાવો.
  • સ્તનપાનથી મળતાં પોષકતત્વો વિશે માહિતી આપો.
  • સ્તનપાન કરાવતી માતાએ કેવા પ્રકારનો ખોરાક લેવો, સ્વચ્છતા (પર્સનલ હાઈજીન)
  • રાખવી, આરામ કરવો, બાળકને પોતાની સાથે રાખવું (રૂમિંગ ઈન) વગેરે બાબતો વિશે માહિતી આપવી.
  • આરોગ્ય કાર્યકર દ્વારા પરિવાર ને અપાતી સમજણ.
  • પરિવારના પ્રશ્નો સાંભળો અને તેના જવાબ આપો.
  • સમજાવો કે માતાને સ્તનપાન કરાવવામાં પરિવારના સાથ અને સહકારની કેટલી જરૂર પડે Θ.
  • ઓછા વજનવાળું બાળક હોય તો અને સિઝેરિયનથી પ્રસુતિ કરાવેલી હોય તો, માતાને પરિવારના વધારે સપોર્ટની જરૂર પડે છે.
  • પરિવારને પણ સ્તનપાનના ફાયદા અને તેની પદ્ધતિઓ વિષે સમજણ આપો.
  • આ ઉપરાંત અમુક સંજોગોમાં જેવાકે સ્તનપાનમાં પડતી તકલીફો, નિપ્પલ પર ચીરા, સ્તન માં સોજો, બીમાર બાળક, ઓછા વજનવાળું બાળક, ચૂસવામાં સક્ષમ ન હોય તેવા બાળક વગેરે તકલીફો ને લગતી સલાહ જરૂર જણાય ત્યારે આપવી.
  • આમ વ્યવસ્થિત રીતે માતા અને પરિવાર સાથે સંપરામર્શ કરવાથી અને સ્તનપાન વિશે પૂરતી માહિતી આપવાથી બાળકને વ્યવસ્થિત રીતે સ્તનપાન કરાવી શકાય છે, આથી બાળકને કૂપોષણથી બચાવી શકાય છે અને તેનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.

કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ

  • 6 મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતા નુ ધાવણ આપવામાં આવે છે તેને “એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ” કહે છે. 6 મહિના પછી બાળક ને બ્રેસ્ટ ફીડીંગ ની સાથે સાથે ફેમીલીની રુટીન ડાયટ આપવાની શરૂઆત કરવામાં આવે છે, એટલે કે 6 માસ બાદ સ્તનપાન ની સાથે અપાતા ખોરાકને ઉપરી આહાર (કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ )તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  • છ મહિના બાદ ફક્ત એકલા માતાનું દૂધ શિશુઓની પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતું નથી અને તેથી માતાના દૂધની સાથે અન્ય ખોરાક અને પ્રવાહીની જરૂર પડે છે. તે સામાન્ય રીતે 6-24 મહિનાની વયનો સમયગાળો આવરી લે છે, તેમ છતાં સ્તનપાન બે વર્ષ અને તેથી વધુ ઉંમરના વર્ષોમાં પણ ચાલુ રાખી શકે છે. આ વૃદ્ધિનો એક નિર્ણાયક સમય છે, જે દરમિયાન વૈશ્વિક સ્તરે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં પોષક ઉણપ, બિમારીયો અને કુપોષણના દરમાં ઘટાડો કરવા ઉપરી આહાર ખુબ જ જરૂરી છે.

ઉપરી આહર (કોમ્પ્લીમેન્ટરી ફીડ) કેવો હોવો જોઇએ ?

  • શક્તિથી ભરપૂર હોય, જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, અને ફેટ બાળકો ને જરૂરી એવા તમામ પ્રકારના પોષકતત્વો હોવા જોઈએ.
  • સારી ગુણવત્તા વાળો અને ચોખ્ખો હોવો જોઈએ.
  • બાળક સહેલાઈથી ગળી શકે તેવો નરમ હોય.
  • બનાવવામાં સરળ અને સહેલાઇથી પચે એવો હોય.
  • હાનિકારક તત્વો અને કેમિકલ ન હોવા જોઈએ.
  • સ્થાનિક વિસ્તારમાં સહેલાઈથી મળતો હોવો જોઈએ.

બાળકને ત્રણ પ્રકારનો ખોરાક આપવો જોઈએ જેથી બાળક ની તમામ પ્રકાર ની જરૂરિયાત પૂરી થઈ શકે.

  • શક્તિ માટે: અનાજ જેમ કે ઘઉં ચોખા જુવાર મકાઈ બટાકા કી ગોળ અને ખાંડ
  • વૃદ્ધિ માટે: કઠોળ અને દાળ જેમ કે મગ તુવેર અડદ મોત ચણા ઈંડા દૂધ વગેરે
  • રોગ પ્રતિકારક શક્તિ માટે : લીલા પાંદડાવાળા શાકભાજી અને ઘાટ્ટા પીળા રંગના ફળો.

ઉંમર મુજબ કેવો ઉપરી આહાર આપી શકાય ?

છઠ્ઠો મહિનો

પહેલું અઠવાડિયું

  • સવારે: ધી + દાળનું પાણી
  • બપોરે: ગોળ + મગનું પાણી
  • સાંજ: ઘી + ભાતનું પાણી
  • બ્રેસ્ટ મિલ્કની સાથે સાથે ઊપર વર્ણવ્યા મુજબ ખોરાક આપવો, એકથી બે ચમચી થી ચાલુ કરી અડધી વાટકી સુધી આપી શકાય છે.

નોંધ: માતાને સમજાવો કે બાળકને માત્ર પ્રવાહી ખોરાક ન આપો, ઉપરી આહાર થોડો ઘટ્ટ હોય તેવો આપો અને વધતી ઉંમર સાથે ખોરાકની ઘતામાં વધારો કરતા જવું.

બીજું અઠવાડિયું

  • સવારે: ઘી+ દાળનું પાણી
  • બપોરે: ગોળ + મગનું પાણી
  • સાંજે :ઘી + ભાતનું પાણી
  • અઠવાડિયામાં બાળકને ઉપર મુજબના ખોરાક ઉપરાંત સીઝનલ ફળો જેવા કે સફરજન, કેળા, ચીકુ, કેરી વગેરેનો પલ્પ આપી શકાય છે.

ત્રીજું અઠવાડિયું

  • સવારે :ઘી + દાળનું પાણી
  • બપોરે :ગોળ + મગનું પાણી
  • સાંજે :ધી + ભાતનું પાણી

ચોથું અઠવાડિયું

  • ઉપર જણાવ્યા મુજબની તમામ વસ્તુઓ આવી અને તેના પ્રમાણમાં ધીમે ધીમે વધારો કરવો, પાણી, છાશ, દહીં વગેરે આપી શકાય છે. 4-5 અને 6 અઠવાડીયા દરમીયાન ખોરાક ને ધીમે ધીમે ઘટ્ટ કરતો જવો.

સાતથી નવ મહિના

  • દિવસમાં પાંચથી છ વાર ખાવાનું આપો.
  • સવારે: રોટલીનુ ચુરમુ + ઘી + ગોળ
  • બપોરે :દાળભાત * દહી/છાશ.
  • સાંજે :ઘી + દહી+ ખિચડી
  • આ ત્રણ ખોરાક ઉપરાંત દિવસમાં બે વખત હળવો નાસ્તો આપો જેમ કે રાબ અને શીરો.

દસથી બાર મહિના

  • આ સમયગાળા દરમિયાન સવાર, બપોર અને સાંજે ઘરમાં બનતો તમામ પ્રકારનો પોષણ યુકત ખોરાક આપો, આ ઉપરાંત દિવસમાં બે વખત ઘરે બનાવેલો નાસ્તો આપો,જેમકે બટાકા પૌવા, ઈંડાની વાનગી, શીરો, રાબ અને સિઝનલ ફળ.
  • આ ઉપરાંત બાળક માંગે ત્યારે પોષણયુક્ત વસ્તુ આપી શકાય.
  • બાળકને દિવસ દરમિયાન પાંચથી છ વખત પૂરતા પ્રમાણમાં આહાર આપવો,
  • તીખું, તળેલું અને બહારની વાનગી આપવી નહીં.
  • ઉનાળાની ગરમીની ઋતુ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી આપો.

૧ થી ૨ વર્ષ

  • આ સમયગાળા દરમિયાન માતાના દૂધમાં ઘટાડો થાય છે. માતાનું દૂધ ૨૦૦ થી 300nમીલી જેટલું હોય છે પણ તે બાળક માટે અપૂરતું છે.
  • બાળકને ખોરાક આપવાના સમયે માતાનું દૂધ આપવું નહીં રાત્રિ દરમિયાન માતાનું દૂધ આપી શકાય છે.
  • એક વર્ષના બાળકને જાતે ચમચીથી ખાવા દેવું, જેથી વિકાસના માઇલસ્ટોન સફળતાપૂર્વક પાર કરી શકે.
  • બે વર્ષના સમયે બાળક નો ખોરાક માતા કરતા લગભગ અડધો હોય છે.
  • આ સમય દરમિયાન બાળકને દરેક પ્રકારના ફૂટ અને શાકભાજી આપી શકાય છે.

3 વર્ષ

  • ત્રણ વર્ષના બાળકને ત્રણ વખત ભોજન તથા બે વખત નાસ્તો આપો. આહારમાં ઘી, ખાંડ, ગોળ, લીંબુ વગેરે ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવી શકાય છે.
  • બાળકને ખોરાક પ્રત્યે રૂચિ જળવાઇ રહે તે માટે તેને અલગ અલગ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ જેવી કે શીરો,પાક, સુખડી, ચીકી, લાડુ, મોહનથાળ, ફણગાવેલા કઠોળ વગેરે વસ્તુઓ આપી શકે છે. આ ઉંમરે બાળક માંગે ત્યારે ખાવાનું આપો સમયપત્રકના આધારે અને માતાની ઇચ્છા પ્રમાણે જ થાય તેવો આગ્રહ ન રાખો.
  • વધતી ઉંમરના સાથે બાળકના ખોરાકમાં પ્રોટીન અને ફેટની માત્રામાં વધારો કરતો જવો. બાળકને ચા, કોફી, વેફર, ચોકલેટ, બિસ્કીટ, નુડલ્સ, આઇસક્રીમ, બેકરીની આઈટમ, ઉપરાંત બહારની કોઈપણ વસ્તુ આપવી નહીં.

ત્રણ વર્ષથી મોટુ બાળક

  • ત્રણ વર્ષની ઉંમર બાદ દરેક બાળક તેના ફેમિલીમાં ખવાતો દરેક પ્રકારનો ખોરાક ખાઇ શકે છે. બાળક નો ખોરાક ચોખ્ખો હોવો જોઈએ અને પોષણયુક્ત હોવો જોઈએ.

કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ વિશે માર્ગદર્શન

  • દરેક વાલીને બાળઉછેર દરમિયાન બાળકના ખોરાક વિશે ઘણા બધા પ્રશ્નો હોય છે. સામાન્ય લોકો બે રસ્તા અપનાવે છે, ડોક્ટર ની સલાહ લઇ દવા લખાવે છે અથવા તો બળજબરી પૂર્વક ખવડાવે છે.આ રસ્તા તદ્દન ખોટા છે, આનાથી પ્રશ્ન વધારે ગુંચવાય છે. બાળક ખાતું ન હોય તો તેનું સાચું કારણ જાણવું જોઈએ.મોટાભાગના બાળક પોતાની મરજીથી તેની જરૂરિયાત પ્રમાણે ખાતા જ હોય છે, પરંતુ માતાની તેના ખોરાકથી સંતોષ થતો નથી. એક જ ઉંમરના બે બાળકોનો ખોરાક સરખો હોતો નથી અને તે બાળકના મૂળ, માંદગી, ઉંમર વગેરે પરિબળો પ્રમાણે બદલાતો રહે છે. બાળક કેટલું ખાય છે તે મહત્વનું નથી પરંતુ તે નિરોગી હોય, આનંદિત થઈ સ્ફૂર્તિમાં રહેતું હોય અને તેનો વૃદ્ધિ અને વિકાસ પૂરતા પ્રમાણમાં થતો હોય તે અગત્યનું છે.

વિશેષ સંજોગોમાં સ્તનપાન

માતાને ક્ષયરોગ

  • ગળફામાં ટી.બી.ના જંતુ જોવા મળતા હોય તેવી માતા.
  • માતાની ટીબી રોગની સારવાર ચાલુ રાખવી.
  • સ્તનપાન ચાલુ રાખવુ
  • શિશુ ને છ મહિના સુધી આઈ.એન.એચ. (આઈસોનિયાઝાઈડ) થી સારવાર આપવી.
  • ગળફામાં ટી.બી.ના જંતુ જોવા મળતા ન હોય તેવી માતા.
  • સ્તનપાન ચાલુ રાખો માતાની ટી.બી. વિરોધી સારવાર ચાલુ રાખવી.
  • બાળકની ક્ષય વિરોધી રસી બી.સી.જી. મૂકવી.
  • બાળકને ક્ષય વિરોધી દવાઓની આડઅસરનું જોખમ ઘણું ઓછું છે.

માતાને ઝેરી કમળો (હિપેટાઇટિસ બી)

  • સ્તનપાન ચાલુ રાખવુ
  • બાળકને જન્મ સમયે ઝેરી કમળા વિરોધી રસી અને જન્મનાં 12 કલાક માં હિપેટાઇટિસ-બી વિરોધી ઈમ્યુનોગ્લોબ્યુલિન ના ઇન્જેક્શન આપવા.
  • ઝેરી કમળા વિરોધી રસીના બાકીના ડોઝ સમયસર આપવા.

એચઆઇવી પોઝિટિવ માતા અને સ્તનપાન

  • એચઆઇવી પોઝિટિવ માતાથી શિશુને ચેપ માટે જોખમી સંજોગો નીચે મુજબ છે.
  • એચઆઇવીનો તાજેતર નો ચેપ.
  • એચઆઇવીના ચેપ ની તીવ્રતા.
  • પ્રસુતિની પદ્ધતિ.
  • સ્તનપાનનો સમય/અવધી.
  • ફક્ત સ્તનપાન કે સ્તનપાન સાથે અન્ય દૂધ.
  • સ્તનની તકલીફો જેવી કે સ્તનમાં ચિરા,સ્તનમાં સોજો વગેરે.
  • બાળકના મોંમાં ચાંદા કે છારી.

સારવાર

  • બાળકના જન્મથી છ મહિના પૂરા થાય ત્યાં સુધી સ્તનપાન જ કરાવવુ જોઈએ. આ ગાળામાં માતા અને બાળક ની એચ.આઈ.વી. વિરોધી દવાઓ આપી શકાય. (નેવીરાપીન)
  • છ મહિના બાદ ઉપરી આહાર ચાલુ કરાય છે.
  • એચ.આઈ.વી. પોઝિટિવ માતા દ્વારા સલામત સ્તનપાન માટે શું કરવું ?
  • પહેલા છ મહિના માતાને ફક્ત સ્તનપાન કરાવો.
  • છ મહિનામાં ધાવણ સાથે ઉપરનું દૂધ આપવું નહીં, આમ કરવાથી એઈડ્સ નું જોખમ વધે છે.
  • બાળકના મોંમાં ચાંદા પડ્યા છે કે નહીં તે જોતા રહો અને ચાંદા હોય તો ડોક્ટરની સલાહ લો.
  • નીપલ માં ચીરા કે સોજો હોય, સ્તનમાં સોજો કે પાક હોય તો ધવડાવાનુ ટાળોને ડૉક્ટરની સલાહ લો.
  • સ્તનની યોગ્ય કાળજી લો.

વર્કિંગ મધર

  • દિવસ દરમિયાન કામ કરતી માતાઓ બાળકને સમયસર બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકતી નથી.
  • આવી કન્ડિશનમાં માતાએ મિલ્કને ચોખા વાસણમાં બહાર કાઢવું અને સમયાંતરે જરૂર જણાય ત્યારે બાળકને આપો.
  • માતાના દૂધને રૂમના તાપમાન (રૂમ ટેમ્પરેચર) માં ચાર કલાક સુધી સાચવી શકાય ১.
  • સામાન્ય રીતે કામ કરતી માતાઓ ને પ્રસુતિના 6 મહિના સુધી રજાની જોગવાઇ ભારત સરકાર દ્વારા કરેલ છે.

કુપોષણ માલન્યુટ્રીશન (એસ.એ.એમ., એમ.એ.એમ.)

  • ભારતમાં 0 થી 5 વર્ષ ના બાળકોમાં થતા મૃત્યુના મુખ્ય કારણોમાનું એક છે “કુપોષણણી. ગુજરાત રાજ્યમાં કુપોષણ અને તેના કારણે થતા મૃત્યુના દર ઘણા ઉંચા છે. નાના બાળકોમાં થતા ગંભીર રોગો જેવા કે શ્વસનતંત્રના ચેપ, ઝાડા, ઓરી, જીવાણુ જન્ય ચેપ વગેરે માટે પરોક્ષ રીતે કુપોષણ જ જવાબદાર છે.
  • આમ, બાળમૃત્યુ અને બીમારીનું પ્રમાણ ઘટાડવા માટે બાળકોમાં થતુ કુપોષણ ટાળવું આવશ્યક છે. આવુ કરવાથી બાળકની શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસ પર પડતી માઠી અસરોને પણ નિવારી શકાય છે.
  • સામાન્ય રીતે કુપોષણનુ સમયસર નિદાન વૃદ્ધિ આલેખ પરથી કરી શકાય છે.

તપાસ અને સારવાર

  • બાળકોમાં થતા કુપોષણની સારવાર કરવા માટે કુપોષણનું પ્રમાણ જાણવું આવશ્યક છે, આ માટે ડબલ્યુ.એચ.ઓ. એ આપેલા ઝેડ-સ્કોર ચાર્ટનો ઉપયોગ કરી શકાય છે. જેમાં ઉમર પ્રમાણે ઉંચાઇ અને ઉંચાઇ પ્રમાણે વજન આવા બે રેખાંકનો નો ઉપયોગ કરાય છે. ડબલ્યુ.એચ.ઓ. ના ઝેડ-સ્કોર ચાર્ટ પર આધારીત વૃદ્ધિ પત્રક ગુજરાતમાં હાલનાં મમતા કાર્ડમાં પણ વપરાય છે.

ડબલ્યુ.એચ.ઓ. ના ગ્રોથ ચાર્ટ્સ એનેક્ષર 2 માં આપેલ છે.

વજન વધવુ અને પોષણનો સબંધ

  • યોગ્ય રીતે વજન માં વૃદ્ધિ એ બાળકના ઉત્તમ પોષણનુ ચિન્હ છે. એક વાર વજન લઇને આલેખન કરવા કરતા સમયસર વજન આલેખવાથી બાળકનાં વિકાસનું વધારે યોગ્ય પરિમાણ મળે છે, કોઇપણ કારણોસર બાળકના વિકાસમાં કોઇ અવરોધ આવ્યો હોઇ તો તરત જ જાણવા મળે છે.
  • ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોનું કુપોષણ સ્તર જાણી સંસ્થાકીય અને સામુદાયક સ્તરે સારવાર આપવા માટે આંગણવાડી કેન્દ્રો ખાતે અને ઘર ઘરની મુલાકાત લઇ સ્ક્રિનિંગ અને (કમ્યુનિટી બેઝ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન) સી.એમ.એ.એમ. કાર્યક્રમનું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

સ્ક્રીનીંગ

  • આરોગ્ય કાર્યકરે ૬ માસ થી ૫ વર્ષના બાળકોનું એમ.યુ.એ.સી., વજન, ઉંચાઈ લંબાઈ અને બંને પગે સોજાની તપાસ કરવી.
  • સ્કીનીંગ ની કામગીરી આંગણવાડી કક્ષાએ અથવા તો હોમ વીઝીટ દરમીયાન ઈ-મમતા ના વર્ક પ્લાન મુજબ કરવાની રહેશે.
  • ૦ થી ૬ માસનું બાળક જો એસ.એ.એમ. તરીકે નિદાન થાય તો તેની ભુખ પરીક્ષણ તપાસ કરવાની નથી.
  • ૦ થી ૬ માસના બાળકોનું એમ.યુ.એ.સી. કરવાનું નથી.
  • કુપોષણની સાથેસાથે અન્ય બીમારીઓની પણ તપાસ કરો.

અતિ ગંભીર કુપોષિત બાળકોની સારવાર, સંદર્ભ સેવા અને ફોલોઅપ

  • અતિ ગંભીર કુપોષિત બાળકો કે જે મેડીકલ કોમ્પ્લીકેશન અને/અથવા ભુખ પરીક્ષણમાં નાપાસ થયા હોય તેવા બાળકોને સી.એમ.ટી.સી./એન.આર.સી. માં રીફર કરવાના રહેશે.
  • અતિ ગંભીર કુપોષિત બાળકો કે જેમને મેડીકલ કોમ્પ્લીકેશન ન હોય અને ભુખ પરીક્ષણમાં પાસ થયા હોય તેવા બાળકોને સી.એમ.એ.એમ. કાર્યક્રમમાં દાખલ કરી. બાલ અમૃતમથી ૮ અઠવાડીયા સુધી સારવાર આપવાની રહેશે.
  • બન્ને પગે સોજા અને ૦ થી ૬ માસના અતી ગંભીર કુપોષિત બાળકને સીધા એન.આર.સી. ખાતે રીફર કરવાના રહેશે.
  • સી.એમ.એ.એમ. સારવાર દરમિયાન એસ.એ.એમ. બાળકમાં જો કોઈ બાળકને બે અઠવાડિયા સુધી વજન ન વધે તો તેને સી.એમ.ટી.સી./એન.આર.સી. ખાતે રીફર કરવાના રહશે.
  • સી.એમ.એ.એમ. સારવાર દરમિયાન એસ.એ.એમ. બાળકમાં જો કોઈ તબીબી સમસ્યા ઉભી થાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાના રહેશે.
  • સી.એમ.ટી.સી. / એન.આર.સી. માંથી ડીસ્ચાર્જ થયેલા તમામ અતિ ગંભીર કુપોષિત બાળકોને સી.એમ.એ.એમ. કાર્યક્રમમાં દાખલ કરી, વજન આધારીત બાલ અમૃતમથી ૮ અઠવાડીયા સુધી સારવાર આપવાની રહેશે.
  • સામાન્ય (નોર્મલ) કે મધ્યમ કુપોષિત (એમ.એ.એમ.) બાળકોને કોઈપણ સંજોગોમાં “બાલ અમૃતમ” આપવાનું રહેશે નહી.
  • સી.એમ.એ.એમ. માં દાખલ બાળકોની દર અઠવાડિયે આરોગ્ય કાર્યકર, આર.બી.એસ.કે/આયુષ તબીબ ધ્વારા ફોલો-અપ વિઝીટ માટે મુલાકાત લેવામાં આવશે.
  • સી.એમ.એ.એમ. અંતર્ગત ૮ અઠવાડિયાનો કોર્સ પૂરો થયા બાદ દર મહીને ૨ વર્ષ સુધી આ બાળકોનું નિયમીત ફોલો-અપ આરોગ્ય કાર્યકર, આર.બી.એસ.કે/આયુષ તબીબ ધ્વારા કરાવવાનું રહેશે.
  • સી.એમ.એ.એમ. અંતર્ગત નોન રીસ્પોન્ડંટ બાળકોને તાત્કાલીક ધોરણે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર પાસે રીફર કરી સારવાર કરવાનું રહશે.
  • એ.એસ.એચ.એ. દ્વારા દર ત્રણ દિવસે સી.એમ.એ.એમ. માં દાખલ કરેલ બાળકની હાલની સ્થિતિની જાણકારી વિશે તબીબને માહીતગાર કરવાનાં રહેશે.
  • જો કોઈ બાળક માઈગ્રેટ થઈ ને જાય તો તેવા બાળકોની જાણ કરવાની રેહશે.

આરોગ્ય કાર્યકાર ની ભુમીકા

  • વર્કપ્લાન : મુજબના તમામ બાળકોનું વજન, ઊંચાઈ લંબાઈ, એમ.યુ.એ.સી., બંને પગમાં સોજા જેવા માપદંડો લઇ તેની નોંધ કરવાની રહેશે.
  • જ્યારે બાળકમાં ઉપરોક્ત જણાવેલ તમામ માંથી કોઈ એક માપદંડ અસામાન્ય જોવા મળે તો બાળકને કુપોષિત (એસ.એ.એમ.) બાળક તરીકે અલગ તારવવું.
  • એસ.એ.એમ. બાળકના વજન પ્રમાણે “બાલ અમૃતમ” ધ્વારા માર્ગદર્શીકા મુજબ ભુખ પરીક્ષણ કરવું.
  • ભૂખ પરીક્ષણમાં નાપાસ હોય તેવા તથા ભુખ પરીક્ષણમાં પાસ હોય પણ તબીબી સમસ્યા ધરાવતા હોય તેવા બાળકને તાત્કાલિક નજીકના સી.એમ‌.ટી‌.સી./એન.આર.સી. ખાતે આશા ધ્વારા લઇ જઈ દાખલ કરાવવું.
  • સી.એમ‌.ટી‌.સી./એન.આર.સી. ખાતેથી ડીસ્ચાર્જ થયેલા બાળકો ને અચૂકપણે સી.એમ.એ.એમ. ના ૮ અઠવાડીયાના પ્રોગ્રામમાં દાખલ કરવા.
  • ભુખ પરીક્ષણમાં પાસ હોય અને તબીબી સમસ્યા ન ધરાવતા હોય તેવા બાળકોને સી.એમ.એ.એમ. અંતર્ગત દાખલ કરવાના રહેશે તેમજ આ બાળકોને વજન મુજબ “બાલ અમૃતમ” શરુ થાય તે માટે આશા બહેનને માર્ગદર્શન આપવું.
  • સામાન્ય(નોર્મલ) કે મધ્યમ કુપોષિત(એમ.એ.એમ.) બાળકોને કોઈપણ સંજોગોમાં “બાલ અમૃતમ” આપવાનું રહેશે નહી.
  • સી.એમ.એ.એમ. અંતર્ગત નિદાન થયેલ એસ.એ.એમ. બાળકોનું વજન, ઊંચાઈ/લંબાઈ, એમ.યુ.એસ.સી., બંને પગમાં સોજા જેવા માપદંડોની નોંધ રજીસ્ટરમાં થાય તે જોવું.

એપેટાઇટ ટેસ્ટ

  • એપેટાઈટ ટેસ્ટ ફક્ત “બાલ અમૃતમ” દ્વારા જ કરવી.
  • આ ટેસ્ટ શાંત વાતાવરણમાં કરવી
  • માતા/વાલીને એપેટાઈટ ટેસ્ટ કરવા માટેનો હેતુ અને તેની પદ્ધતિ સમજાવવી.
  • માતા/વાલીને તેનાં હાથ ધોવા માટે કહો
  • જો બાળક અનિચ્છા દર્શાવતુ હોય તો માતા/વાલીએ શાંતિથી બાળકને પ્રોત્સાહિત કરવુ.
  • ૬ માસ થી નીચેના બાળકોમાં અપેટાઈટ ટેસ્ટ કરવો નહિ.
Published
Categorized as Uncategorised