EXPECTED QUESTIONS ANSWERS
Que. કાર્ડિનલ સાઇન શું છે?
Ans. કાર્ડિનલ સાઇન ને વાઈટલ સાઇન પણ કહેવામા આવે છે. તેમા બોડીના ટેમ્પરેચર, પલ્સ, રેસ્પીરેશન, બ્લડ પ્રેશર, પેઇન, ઓક્સિજન લેવલ વગેરે પેરામીટર મેઝર કરવામા આવે છે.
Que. ટેકીકાર્ડીયા અને બ્રેડીકાર્ડીયા શુ છે?
Ans. જ્યારે બોડીમા હાર્ટ રેટ એટલે કે પલ્સ 100 પર મિનિટ કરતાં વધારે હોય તેને ટેકીકાર્ડીયા કહેવામા આવે છે અને પલ્સ 60 પર મિનિટ કરતા ઓછી હોય તો તેને બ્રેડીકાર્ડીયા કહેવામા આવે છે.
Que. પાઇરેક્સિયા શું છે? તેનુ ક્લાસીફીકેશન જણાવો?
Ans. બોડી ટેમ્પરેચર નોર્મલ કરતાં વધારે હોય તેને ફીવર કે પાઈરેકસીયા કહેવામા આવે છે.
તેનુ ક્લાસિફિકેશન નીચે મુજબ છે.
Low grade.
તેમા બોડી ટેમ્પરેચર 100 ડિગ્રી ફેરનહીટ થી 102 ડિગ્રી ફેરનહીટ જેટલુ ટેમ્પરેચર જોવા મળે છે.
Moderate.
તેમા બોડી ટેમ્પરેચર 102 થી 104 ડિગ્રી ફેરનહીટ જોવા મળે છે.
High grade.
તેમાં બોડી ટેમ્પરેચર 104 થી 107 ડિગ્રી ફેરનહીટ જેટલું જોવા મળે છે.
બાળકોમાં હાઈ ટેમ્પરેચરના કારણે કન્વર્ઝન એટલે કે આચકી પણ જોવા મળે છે, તેને ફીબ્રાઇલ કન્વર્ઝન કહેવામાં આવે છે.
Que. ક્લિનિકલ થર્મોમીટર મા મર્ક્યુરી શા માટે વાપરવામા આવે છે?
Ans. મર્ક્યુરી કેમિકલ એ જ્યારે ટેમ્પરેચર મા વધારો થાય તેમ મર્ક્યુરીનુ એક્સપાન્શન ટેમ્પરેચર ના વધારાની સાપેક્ષમા એક સરખુ જોવા મળે છે એટલે કે મર્ક્યુરી એ હાઈ કોએફિશિયન્ટ એક્સપાન્શન ધરાવે છે. જેથી ટેમ્પરેચરના વધારાને થર્મોમીટર સ્કેલ મા એક્યુરેટ રીડિંગ લઈ શકાય છે.
Que. અનકોન્સીયસ પેશન્ટની માઉથ કેર કરતી વખતે તેને કઈ પોઝિશન આપવામા આવે છે?
Ans. માઉથ કેર દરમિયાન તેને સુપાઇન પોઝીશન આપવામા આવે છે અને તેનુ હેડ એક સાઈડે ટર્ન કરવામાં આવે છે જેથી એસ્પિરેશન નું રિસ્ક ઘટાડી શકાય છે. શક્ય હોય તો સાઈડ લાઈન પોઝીશન મા પણ માઉથ કેર કરી શકાય છે.
Que. ડેક્યુબીટસ અલ્સર એટલે શુ?
Ans. તેને બેડ સોર અથવા પ્રેશર અલ્સર પણ કહેવામા આવે છે. જે સ્કીનના ભાગ પર લાંબા સમય સુધી પ્રેસર આવવાના કારણે, પોઝિશન ચેન્જ ન થવાના કારણે, બ્લડ સર્ક્યુલેશન અલ્ટર્ડ થવાના કારણે વગેરે કારણોસર સ્કીનના ટીશ્યુ ડેમેજ થવાના લીધે તે ભાગમા અલ્સર જોવા મળે છે. તેને ડેકયુબિટસ અલ્સર કહે છે.
બોડીમા જે બોની એરીયા સ્કીનની નીચે તરત જ આવેલા છે તે પ્રોમીનન્ટ ભાગમા સૌથી વધારે અલ્સર ડેવલપ થવાની શક્યતા છે. જેમ કે ઓક્સિપિટલ એરીયા, સ્કેપ્યુલા, એલબો જોઈન્ટ, લોવર બેક વગેરે એરિયામાં આ પ્રકારના અલ્સર કોમનલી જોવા મળે છે.
લાંબા સમય થી બેડ રીડન પેશન્ટને અલ્સર સોર પ્રિવેન્ટ કરવા માટે તેની પોઝીશન દર બે કલાકે બદલાવી જોઈએ તથા યોગ્ય સ્કિન કેર લેવાવી જોઈએ.
Que. પેશન્ટને એનિમા આપતી વખતે એનીમા કેન ની હાઈટ કેટલી હોવી જોઈએ?
Ans. પેશન્ટને એનીમા આપતી વખતે એનીમા કેન એ પેશન્ટના લેવલથી 12 થી 18 ઇંચ ની ઊંચાઈએ રાખવું જોઈએ.
એનીમા લેફ્ટ લેટરલ પોઝિશનમા આપવામાં આવે છે.
એનીમા આપતી વખતે રેકટલ ટ્યુબને બાળકોમા 1 થી 1.5 ઇંચ તથા એડલ્ટમાં 2 થી 3 ઇંચ જેટલી રેકટમ મા દાખલ કરવામાં આવે છે.
Que. આર્ટરી ફોર્સેપ્સ ને બીજા કયા નામથી ઓળખવામા આવે છે અને તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
Ans. તેને બીજા હિમોસ્ટેટિક ફોર્સેપ્સ તરીકે પણ ઓળખવામા આવે છે કેમકે તે બ્લડ કેપીલરી ને ક્લેમ્પ કરવા માટે વપરાય છે અને બ્લીડિંગ બંધ કરવાનુ કાર્ય કરે છે.
આર્ટરી ફોર્સેપ્સ એ ફર્સ્ટ ક્લાસ લીવર ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
Que. ડિસેક્ટિંગ ફોર્સેપ્સ નો ઉપયોગ અને તેનો કાર્ય સિદ્ધાંત જણાવો?
Ans. ટુથ ડિસેક્ટિંગ ફોર્સેપ એ સ્કીન તથા હાર્ડ સ્ટ્રક્ચર, ડ્રેસિંગ મટિરિયલ વગેરે ને હોલ્ડ કરવા માટે ઉપયોગમા આવે છે.
ટુથલેસ ડિસેક્ટિંગ ફોર્સેપ નો ઉપયોગ સોફ્ટ ટીસ્યુ હોલ્ડ કરવા માટે થાય છે.
ડિસેક્ટિંગ ફોર્સેપ્સ એ ક્લાસ 3 લીવર પર કાર્ય કરતુ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
Que. ટેમ્પરેચર ક્રાઇસિસ અને લાઇસીસ શુ છે?
Ans. જ્યારે બોડી ટેમ્પરેચર એલિવેટ હોય અને અચાનક જ બોડી ટેમ્પરેચર મા ઝડપથી ઘટાડો આવી અને નોર્મલ સુધી પહોંચે તેને ક્રાયસીસ કહેવામાં આવે છે.
એલીવેટેડ બોડી ટેમ્પરેચર માં ધીમે ધીમે ઘટાડો આવી અને નોર્મલ સુધી પહોંચે તેને લાઇસીસ કહેવામાં આવે છે.
Que. સબ્જેક્ટીવ ડેટા અને ઓબ્જેક્ટીવ ડેટા શુ છે ઉદાહરણ આપો?
Ans. પેશન્ટ જે ડેટા આપે છે, જે પોતે ફીલ કરે છે તેને હેલ્થ કેર પર્સોનલ દ્વારા ઓબ્ઝર્વ કે વેરીફાઈ કરી શકાતા નથી તેને સબ્જેક્ટીવ ડેટા કહેવામા આવે છે. તેને બીજા સિમટમ્સ પણ ઓળખવામાં આવે છે. દા. ત. એબડોમીનલ પેઈન
ઓબ્જેક્ટીવ ડેટા તેમા પેશન્ટ દ્વારા આપવામા આવેલ માહિતી કે હિસ્ટ્રીને હેલ્થ કેર પર્સોનલ દ્વારા જોઈ શકાય અથવા વેરીફાઈ કરી શકાય તેને કહેવામા આવે છે. ઓબ્જેકટીવ ડેટા ને સાઇન તરીકે પણ ઓળખવામા આવે છે દા.ત. સ્કીન રેસીસ.
Que. બ્રિધીંગ ડિફીકલ્ટી વાળા પેશન્ટ ને કઈ પોઝીશન આપવામા આવે છે?
Ans. બ્રિધીંગ ડિફીકલ્ટી એટલે કે ડીપ્સનીયા વાળા પેશન્ટને ફાઉલર પોઝિશન આપવામાં આવે છે. જેથી અપ રાઈટ પોઝીશન આપવાના લીધે તેના લંગ નુ એક્સપાન્શન થાય છે અને બ્રિધીંગ ડિફીકલ્ટી મા રાહત જોવા મળે છે.
Que. હિમેટોચેઝીયા શું છે?
Ans. જ્યારે સ્કૂલ સાથે ફ્રેશ બ્રાઇટ રેડ કલરનું બ્લડ જોવા મળે તેને હિમેટોચેઝીયા તરીકે ઓળખવામાં આવે છે.
સ્ટૂલ સાથે ડાર્ક બ્લેક કલરનું બ્લડ જોવા મળે તેને મલીના તરીકે ઓળખવામાં આવે છે.
રેસ્પેરેટરી ટ્રેક માંથી સ્પુટમ કે મયુકસ સાથે આવતા બ્લડને હિમોપ્ટીસીસ તરીકે ઓળખવામાં આવે છે.
વોમીટીંગ સાથે બ્લડ જોવા મળે તેને હિમેટેમેસીસ કહે છે.
યુરીન સાથે જોવા મળતા બ્લડને હીમેચ્યુરિયા તરીકે ઓળખવામાં આવે છે.
Que. ટેપિડ સ્પંજ આપતી વખતે વોટર ટેમ્પરેચર કેટલુ હોવુ જોઈએ?
Ans. માઈલ્ડ અને મોડરેટ ફીવર મા ટેપિડ સ્પંજ આપવામા આવે છે. જેમા વોટર ટેમ્પરેચર 80 થી 90 ડિગ્રી ફેરનહીટ જેટલુ હોવું જોઈએ.
હાઈ ગ્રેડ ફીવર કે હાઈપર પાઇરેક્સીયા ના કેસ મા કોલ્ડ સ્પંજ આપવામા આવે છે. તેમા આઈસ વોટર નો યુઝ કરવામા આવે છે. તેમા વોટર નુ ટેમ્પરેચર એ 60 થી 70 ડિગ્રી ફેરનહીટ જેટલુ રાખવામા આવે છે.
ઉપરોક્ત સ્પંજ આપવા દરમિયાન કંડકશન મેથડ થી બોડી ની વધારાની હિટ લોસ થાય છે અને ફીવર રીડ્યુસ થાય છે.
Que. નર્સિંગ ડાયગ્નોસીસ એટલે શું? તેના ટાઈપ્સ જણાવો?
Ans. પેશન્ટની હિસ્ટ્રી અને અસેસમેન્ટ પરથી તેની નર્સિંગ કેરના પ્લાનિંગ માટે જે ડાયગ્નોસીસ તૈયાર કરવામાં આવે છે તેને નર્સિંગ ડાયગ્નોસીસ કહેવામાં આવે છે આ ડાયગ્નોસીસના નીચે મુજબના પ્રકાર છે.
એકચ્યુઅલ ડાયગ્નોસીસ.
જે પેશન્ટની એક્ચ્યુઅલ પ્રોબ્લેમ કે સાઇન અને સિમટમ્સ ઉપર આધારિત હોય છે.
રિસ્ક ડાયગ્નોસીસ.
પેશન્ટની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ઊભો થવાની શક્યતા હોય તેને રિસ્ક ડાયગ્નોસીસ કહેવામાં આવે છે.
વેલનેસ ડાયગ્નોસીસ.
તેને હેલ્થ પ્રમોશન ડાયગ્નોસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પેશન્ટના વેલ્બીંગમાં વધારો કરવા માટે પ્લાન કરવામાં આવે છે.
Que. મેલીકોટ કેથેટર શુ છે અને તેના ઉપયોગો જણાવો?
Ans. આ એક પ્રકારનુ રબર કેથેટર છે. જે કેવીટીમા દાખલ કરી કેવીટી માંથી પસ, બાઇલ, યુરિન વગેરે ડ્રેઇન કરવામા આવે છે.