skip to main content

dot antidote-juhi

એન્ટીડોટ એ કેમિકલ સબ્ટન્સ છે. જેનો ઉપયોગ પોઈઝનને સ્ટોપ કરવા અને પોઈઝનની ઇફેક્ટને કંટ્રોલ કરવા માટે થાય છે.

Acetaminophen (paracetamol) poisoning (એસિટામિનોફેન પોઇઝનીંગ)

એન્ટીડોટ : એન-એસિટાઇલસિસ્ટીન (N-acetylcysteine)

Anticholinergics poisiong (એન્ટિકોલિનર્જિક પોઇઝનીંગ)

એન્ટીડોટ : ફાઇસોસ્ટ્રીગમાઇન (Physostrigamine)

ફાઇસોસ્ટ્રીગમાઇન એ એસિટાઇલકોલાઇનનું લેવલ ઇન્ક્રીઝ કરે છે અને એસિટાઇલકોલાઇનના ડીજનરેશનને ઇન્હીબિટ કરે છે.

Benzodizepines poisoning (બેન્ઝોડાયઝેપાઇન્સ પોઇઝનીંગ)

એન્ટીડોટ : ફ્લુમાઝેનીલ (Flumazenil)

ફ્લુમાઝેનીલ એ બેન્ઝોડાયઝેપાઇન્સ માટેનું સિલેક્ટિવ એન્ટાગોનિસ્ટ છે. ફ્લુમાઝેનીલ એ બેન્ઝોડાયઝેપાઇન્સની જગ્યાએ રિસેપ્ટર સાથે જોડાય છે અને બેન્ઝોડાયઝેપાઇન્સને રિપ્લેસ કરે છે અને તેની ઇફેક્ટને ઘટાડે છે.

Calcium channel blocker poisiong (કેલ્શિયમ ચેનલ બ્લોકર પોઇઝનીંગ)

એન્ટીડોટ : કેલ્શિયમ ગ્લુકોનેટ (Calcium gluconate)

કેલ્શિયમ ગ્લુકોનેટ એ એક્સ્ટ્રા સેલ્યુલર કેલ્શિયમનું લેવલ વધારે છે અને કેલ્શિયમ ચેનલની એક્ટિવિટીને બ્લોક કરે છે અને કેલ્શિયમને રીસ્ટોર કરે છે અને નોર્મલ કાર્ડિયાક ફંક્શનને સપોર્ટ કરે છે.

Digoxin poisoning (ડિગોક્સિન પોઇઝનીંગ)

એન્ટીડોટ : ડિગીબાઇન્ડ (Digibind)

ડિગીબાઇન્ડ એ બ્લડમાં ડિગોક્સિનના મોલેક્યુલ સાથે જોડાય છે અને કોમ્પ્લેક્સ ફોર્મેશન કરે છે અને તે કોમ્પ્લેક્સનું કિડની દ્વારા ઉત્સર્જન કરવામાં આવે છે.

Heparin poisoning (હીપેરીન પોઇઝનીંગ)

એન્ટીડોટ : પ્રોટામાઇન સલ્ફેટ (Protamine sulfate)

પ્રોટામાઇન સલ્ફેટ એ હીપેરીન સાથે સ્ટેબલ કોમ્પ્લેક્સનું ફોર્મેશન કરે છે અને એન્ટી-કોએગ્યુલેશનની ઇફેક્ટને ન્યુટ્રીલાઇઝ કરે છે. પ્રોટામાઇન સલ્ફેટ એ હીપેરીનની ક્લોટિંગ એક્ટિવિટીને ઇનહીબિટ કરવાની પ્રક્રિયાને પ્રિવેન્ટ કરે છે અને બ્લડના નોર્મલ કલોટીંગ ફંકશનને રીસ્ટોર કરવામાં મદદ કરે છે.

Iron poisoning (આયર્ન પોઇઝનીંગ)

એન્ટીડોટ : ડિફેરોક્સામાઇન (Deferoxamine)

ડિફેરોક્સામાઇન એ ચીલેટીંગ એજન્ટ છે જે બોડીમાં આવેલ વધારાના આયર્ન સાથે જોડાય છે અને સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે અને આ કોમ્પ્લેક્સ યુરીન થ્રુ એક્સ્ક્રીટ કરવામાં આવે છે.

Lead poisiong (લીડ પોઇઝનીંગ)

એન્ટીડોટ : ચેલેશન થેરાપી (Chelation therapy)

ચેલેશન થેરાપીનો ઉપયોગ મરક્યુરી અને લીડ પોઇઝનીંગમાં થાય છે. ચેલેશન થેરાપી તરીકે સક્સીમર, ડાયમરકેપરોલ (BAL) અને ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટિક એસિડ (EDTA) નો સમાવેશ થાય છે. આ ત્રણેય એજન્ટ એ ચીલેટીંગ એજન્ટ છે. જે બોડીમાં આવેલા લીડ જોડાય છે અને કોમ્પ્લેક્સ બનાવે છે અને આ કોમ્પ્લેક્સ યુરિન મારફતે ઉત્સર્જન થાય છે.

Megnesium sulphate poisoning (મેગ્નેશિયમ સલ્ફેટ પોઇઝનીંગ)

એન્ટીડોટ : કેલ્શિયમ ગ્લુકોનેટ

કેલ્શિયમ ગ્લુકોનેટ એ મેગ્નેશિયમ સલ્ફેટની પોઇઝનીંગ માટેનો સ્પેસિફિક નથી પરંતુ મેગ્નેશિયમ સલ્ફેટના ઓવરડોઝના મેનેજમેન્ટ માટે કેલ્શિયમ ગ્લુકોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. કેલ્શિયમ આયન એ મેગ્નેશિયમ આયન સાથે કોમ્પિટિશન કહે છે અને મેગ્નેશિયમ આયનની બાઇન્ડ થવાની સાઇટ પર કેલ્શિયમ આયન બાઇન્ડ થઈ જાય છે અને મેગ્નેશિયમની ટોક્સિક ઇફેક્ટને ઘટાડે છે.

Orgenophophate poisoning (ઓર્ગેનોફોસ્ફેટ પોઇઝનીંગ)

એન્ટીડોટ : એટ્રોપિન (Atropine)

એટ્રોપિન એ એસિટાઇલકોલાઇનના રિસેપ્ટરને બ્લોક કરે છે અને એસિટાઇલકોલાઇનની એક્શન ને બ્લોક કરે છે. આમ ઓર્ગેનોફોસ્ફેટ પોઇઝનીંગને કારણે જોવા મળતી ટોક્સિક ઇફેક્ટને ઘટાડે છે. જેમકે વધારે પડતું સલાઇવેશન, રેસપાયરેટરી ડિસ્ટ્રેસ અને મસલ ટવીચિંગ જેવી ઇફેક્ટને દુર કરે છે.

Opioid poisiong (ઓપોઇડ પોઇઝનીંગ)

એન્ટીડોટ : નાલોક્સોન (Naloxone)

નાલોક્સોન એ બ્રેઇનના ઓપોઇડ રિસેપ્ટર સાથે જોડાય છે અને ઓપોઇડને ડિસ્પ્લેસ કરે છે અને ઓપોઇડની ઇફેક્ટને દૂર કરે છે.

Warfarin poisoning (વારફારીન પોઇઝનીંગ)

એન્ટિડોટ : વિટામીન k (ફાયટોમેનાડીઓન-Phytomenadione)

ફાયટોમેનાડીઓન એ ક્લોટીંગ ફેક્ટરના સિન્થેસીસને પ્રમોટ કરે છે અને વારફારીનની ઇફેક્ટને ઘટાડે છે.

Published
Categorized as GNM SY MSN PRACTICAL, Uncategorised