COMMUNITY HEALTH NURSING 2 (PAPER SOLUTION GNM 3RD YEAR) 11/02/2025(Done)-uplaod no-10

COMMUNITY HEALTH NURSING 2 (PAPER SOLUTION-10-GNM 3RD YEAR) 11/02/2025

Q-1

a. List out temporary methods of family planning. કુટુંબ નિયોજનની બિનકાયમી મેથડ્સની યાદી બનાવો.03

TEMPORARY METHOD OF FAMILY PLANNING (ટેમ્પરરી મેથડ ઑફ ફેમિલી પ્લાનિંગ):

ટેમ્પરરી મેથડ એ ફેમિલી પ્લાનિંગ માટે એવી રિવર્સિબલ અને ટાઈમ-લિમિટેડ કોન્ટ્રાસેપ્ટિવ ટેક્નિક છે જેનો મુખ્ય એઇમ અનવોન્ટેડ પ્રેગ્નન્સી સામે પ્રિવેન્શન કરવું છે. આ મેથડ પેશન્ટના રીપ્રોડક્ટિવ ફંક્શન ઉપર પર્મનન્ટ ઇફેક્ટ કર્યા વગર જ ફર્ટિલાઈઝેશન અથવા ઇમ્પ્લાન્ટેશનના નેચરલ વર્કને પ્રિવેન્ટ કરે છે. દરેક મેથડની પસંદગી પેશન્ટના એજ, હોર્મોનલ બેલન્સ, કો-મોર્બિડ કન્ડિશન અને ફેમિલી પ્લાનિંગના ગોલ અનુસાર થવી જોઇએ.

Barrier Method (બેરિયર મેથડ):

  • બેરિયર મેથડમાં Female ના રીપ્રોડક્ટિવ ટ્રેક્ટમાં સ્પર્મના એન્ટ્રીને ફિઝિકલ રીતે ઓબસ્ટ્રક્ટ કરવામાં આવે છે જેથી એગ સુધી પહોંચતા અટકે.
  • Male Condom (મેલ કોન્ડોમ)
  • Female Condom (ફીમેલ કોન્ડોમ)
  • Diaphragm (ડાયાફ્રેમ)
  • Cervical Cap (સર્વાઇકલ કૅપ)
  • Spermicides (સ્પર્મિસાઇડ્સ)

Hormonal Method (હોર્મોનલ મેથડ):
હોર્મોનલ મેથડ પેશન્ટના હોર્મોનલ મિકેનિઝમમાં ઇમીડીયેટ્લી change લાવે છે અને ઓવ્યુલેશનને સપ્રેસ કરીને અથવા એન્ડોમેટ્રિયમને પ્રેગ્નન્સી માટે અનફેવરેબલ બનાવીને વર્ક કરે છે.

  • Combined Oral Contraceptive Pills (પિલ્સ) Progestin-Only Pills (પ્રોજેસ્ટીન ઓન્લી પિલ્સ)
  • Contraceptive Patch (કોન્ટ્રાસેપ્ટીવ પેચ)
  • Contraceptive Vaginal Ring (કોન્ટ્રાસેપ્ટીવ વજાઇનલ રિંગ)
  • Emergency Contraceptive Pills (એમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ)

Intrauterine Contraceptive Device – IUCD (આયુસીડી):

  • આ સ્મોલ ફ્લેક્સિબલ પ્લાસ્ટિક ડિવાઇસ હોય છે જે uterus ની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને તે મિકેનિકલ અને બાયોકેમિકલ રીતે સ્પર્મના વર્કને ઓબસ્ટ્રક્ટ કરે છે અને ઇમ્પ્લાન્ટેશનને અટકાવે છે.
  • Copper T IUCD (કોપર ટી)
  • Hormonal IUCD (હોર્મોનલ આયુસીડી)
  • Multiload IUCD (મલ્ટીલોડ આયુસીડી)

Injectable Contraceptive (ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટીવ):

  • ઇન્જેક્ટેબલ એ હોર્મોનલ ડ્રગ્સ છે જે ઇન્ટ્રામસક્યુલર રૂટ દ્વારા પેશન્ટના બોડીમાં આપવામાં આવે છે અને લાંબા સમય સુધી ઓવ્યુલેશનને અવરોધે છે.
  • DMPA (ડીએમપીએ : ડેપો-મેડ્રોક્સીપ્રોજેસ્ટેરોન એસિટેટ)
  • NET-EN (એનઇટી-ઈએન : નોરેથિસ્ટેરોન એન્થેટ)

Implants (ઇમ્પ્લાન્ટ):

  • ઇમ્પ્લાન્ટ એક સબડર્મલ રબરી રોડ હોય છે જે પેશન્ટના આર્મની અંદર સ્કિન નીચે ઇન્સર્ટ થાય છે. તે ધીરે ધીરે હોર્મોન રિલીઝ કરે છે જે લાંબા સમય સુધી કોન્ટ્રાસેપ્ટિવ ઇફેક્ટ આપે છે.
  • Norplant (નૉર્પ્લાન્ટ)
  • Implanon (ઇમ્પ્લાનોન)
  • Nexplanon (નેક્સ્પ્લાનોન)

Natural Method (નેચરલ મેથડ):

  • નેચરલ મેથડ એ પેશન્ટના મેનસ્ટ્ર્યુઅલ સાઇકલ અને ફર્ટિલ પિરિયડના અવલોકન ઉપર આધારિત છે. તેમાં કોઈ મેડિકલ ડિવાઇસ કે ડ્રગ ઉપયોગમાં લેવાતી નથી.
  • Calendar Method (કૅલેન્ડર મેથડ)
  • Cervical Mucus Method (સર્વાઇકલ મ્યુકસ મેથડ)
  • Basal Body Temperature Method (બેઝલ બોડી ટેમ્પરેચર)
  • Coitus Interruptus (કોઇટસ ઇન્ટરપ્ટસ)
  • Lactational Amenorrhea Method (લેક્ટેશનલ એમેનોરિયા)

Emergency Contraception (ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્શન):

  • ઈમર્જન્સી કન્ટ્રાસેપ્શન એ પેશન્ટ માટે એવો વિકલ્પ છે જે અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ એક્ટિવીટી પછી ઇમીડીયેટ્લી લેવાય છે અને ઓવ્યુલેશન અથવા ઇમ્પ્લાન્ટેશનને ઓબસ્ટ્રક્ટ કરવા માટે વર્ક કરે છે.
  • Levonorgestrel (લેવોનોર્ગેસ્ટ્રેલ)
  • Ulipristal Acetate (યુલિપ્રિસ્ટલ એસીટેટ)
  • Copper T IUCD insertion (કોપર ટી)

ટેમ્પરરી મેથડ એ પેશન્ટ માટે સેફ અને રિવર્સિબલ ઓપ્શન છે જે પેશન્ટના રીપ્રોડક્ટિવ રાઈટ્સ, હેલ્થ સ્ટેટસ અને ફેમિલી પ્લાનિંગ ઈચ્છાને ધ્યાનમાં રાખીને પસંદ કરવો જોઈએ. દરેક મેથડ માટે યોગ્ય કાઉન્સેલિંગ અને ઇન્ફોર્મ્ડ ચોઈસ હોવી જરૂરી છે.

b. Write down aims and objectives of National Family Welfare Program. નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામના ધ્યેય અને ઉદ્દેશ્ય લખો.04

ઇન્ડિયા વર્લ્ડમાં ફર્સ્ટ કન્ટ્રી છે કે જેણે ગવર્મેન્ટ દ્વારા ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ ને નેશનલ બેસીસ પર ઇમ્પલિમેન્ટ કર્યો છે ફેમિલી વેલફેર ને ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ફેમિલી પ્લાનિંગ નો પ્રોગ્રામ એ 1952 થી ઓફિસીયલ પ્રોગ્રામ તરીકે સમાવેશ થયો.

Aim (એઇમ):
નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામનો મુખ્ય એઇમ એ છે કે દેશની પૉપ્યુલેશન (population) ગ્રોથ (growth) ને કન્ટ્રોલ (control) કરીને રીપ્રોડક્ટિવ હેલ્થ (reproductive health), મૅટર્નલ હેલ્થ (maternal health) અને ચાઇલ્ડ હેલ્થ (child health) માં સુધારો લાવવો તથા પેશન્ટને ક્વૉલિટી હેલ્થકેર (quality healthcare) સર્વિસીસ (services) ઇઝીલી અવેઇલેબલ કરવી.

Objectives (ઓબ્જેક્ટિવ્સ):

ફેમિલી વેલ્ફેર ના ઓબ્જેકટીવ્સ માં ફેમેલી ના ઓવરઓલ હેલ્થ તથા વેલ્બીંગ મા ઇમ્પ્રુવમેન્ટ કરવુ તે ફેમેલી વેલફેર નો એક બ્રોડ સ્પ્રેક્ટ્રમ ગોલ છે.

ફેમિલી વેલફેર ના ઓબ્જેક્ટીવ્સ એ નીચે મુજબ છે:

1) પ્રમોટિંગ રિ-પ્રોડક્ટિવ હેલ્થ (Pramoting reproductive health):

ફેમિલીના રિ-પ્રોડક્ટિવ હેલ્થ ને મેઇન્ટેન કરવા માટે તેમના સુધી રિ-પ્રોડક્ટિવ હેલ્થ રિલેટેડ સર્વિસીસ એ એક્સેસ થાય છે કે નહીં તેની ખાતરી કરવી જેમાં,
ફેમિલી પ્લાનિંગ, મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, તથા રીપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન નુ પ્રિવેન્શન અને મેનેજમેન્ટ કરવું. તેમનું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

2) મેટર્નલ મોર્ટાલિટી રેટ ને રીડયુઝ કરવું (Reduce maternal mortality rate):

મધર ને પ્રેગ્નન્સી દરમિયાન,ચાઇલ્ડ બર્થ સમય દરમિયાન, તથા પોસ્ટપાર્ટમ પિરિયડ દરમિયાન સ્કિલ્ડ કેર પ્રોવાઇડ કરીને મેટર્નલ ડેથ તથા કોમ્પલીકેસન્સ ને રીડયુઝ કરી શકાય છે.

3) રિડ્યુસ ઇન્ફન્ટ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી(Reduce infant and child mortality):

ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશન,ઇમ્યુનાઇઝેશન તથા ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન ને પ્રોપર્લી હેલ્થ કેર સર્વિસીઝ પ્રોવાઇડ કરી ચાઇલ્ડ મા થતી મોરબીડીટી તથા મોર્ટાલીટી રેટ ને રીડયુઝ કરી શકાય છે.

4) પ્રમોટિંગ ફેમિલી પ્લાનિંગ(Promoting family planning):

વ્યક્તિઓ અથવા કપલ્સ ને પ્રેગ્નેન્સી માં સ્પેસ રાખવા માટે તથા ચોઇસ મુજબ પ્રેગ્નન્સી ને પ્લાન કરવા માટે કોન્ટ્રાસિટીવ મેથડ્સ નો યુઝ કરવા માટે એન્કરેજ કરવા.

5) એન્સ્યોરિંગ સેફ મધરહુડ (Ensuring safe motherhood):

મધર ના હેલ્થ ના આઉટકમ ને સુધારવા માટે સેફ ચાઇલ્ડ બર્થ પ્રેક્ટિસ, પ્રિનેટલ કેર અને પોસ્ટ નેટલ કેર ને પ્રમોશન આપવુ.

6) ઇમ્પ્રુવિંગ ન્યુટ્રીશન એન્ડ હાઇજીન(improving nutrition and hygiene):

માલન્યુટ્રીશન ને અસેસ કરવું અને ફેમીલીસ ના ઓવરઓલ હેલ્થ અને વેલ્બીંગ ને ઇમ્પ્રૂવ કરવા માટે હાઇજીનિક પ્રેક્ટિસિસ ને પ્રમોશન આપવું.

7) પ્રિવેન્ટીંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ (Preventing and management of communicable disease):

જે ઇન્ફેક્શન એ રીપ્રોડક્ટિવ હેલ્થ ને ઇફેક્ટ કરતા હોય જેમકે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ તથા બીજા કોમ્યુનીકેબલ ડીસીઝ ને આઇડેન્ટિફિકેશન કરી તેને ટ્રીટ કરવું.

8) સોશિયલ સપોર્ટ(Social support):

સોશિયલ સપોર્ટ માં ફેમિલીસ તથા મેઇન્લી વલનરેબલ પોપ્યુલેશન જેમકે સિંગલ-પેરેન્ટ, હાઉસહોલ્ડ, લો ઇન્કમ ફેમિલી, તથા એવી ફેમિલીસ કે જેઓ ને ડીસએબિલિટી હોય અને તેમને લાંબા સમય થી ક્રોનિક ઇલનેસ એટલે હોય તેઓને સોશિયલ સપોર્ટ સિસ્ટમ પ્રોવાઇડ કરવું. આ સપોર્ટ માં ફાઇનાન્સિયલ આસિસ્ટન્ટ, કાઉન્સેલિંગ સર્વિસીસ, તથા કોમ્યુનિટી બેઝ્ડ સપોર્ટ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

9) પ્રમોશન ઓફ સ્મોલ ફેમિલી નોમ્સ(Pramotion of small family norm):

મધર અને ચાઇલ્ડ ના હેલ્થ આઉટકમ અને ઓવરઓલ ફેમેલી વેલ્બીંગ ને ઇમ્પ્રૂવ માટે ફેમેલીસ ને વોલ્યુન્ટરી રીતે સ્મોલ ફેમિલીસ ની સાઇઝ ચોઇસ કરવા માટે એન્કરેજ કરવા.

10) પ્રમોશન ઓફ સ્પેસિંગ મેથડ(Pramotion of spacing method):

પ્રેગનેન્સી વચ્ચે સ્પેસ રાખવા માટે કોન્ટ્રાસેપ્ટીવ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી. જેના કારણે મધર તથા તેના ચાઇલ્ડ ની હેલ્થીયર આઉટકમ ને પ્રમોટ કરી શકાય.

11) એન્સ્યોરિંગ એક્સેસ ટૂ કોન્ટ્રાસેપ્ટીવ(Ensiring access to contraseptive):

ફેમિલી પ્લાનિંગ ને પ્રોપર્લી એડોપ્ટ કરવા માટે બધા ઇલીજીબલ કપલ્સ સુધી એડિક્યુએટ કોન્ટ્રાસેપ્ટીવ પહોંચે છે કે કેમ તેની ખાતરી કરવી.

12) પ્રવેન્શન ઓફ અનવોન્ટેડ બર્થ(Prevention of unwanted birth):

અનઇન્ટેન્ટેડ પ્રેગ્નેન્સી ને પ્રિવેન્ટ કરવા માટે ઇન્ફોર્મેશન અને સર્વિસીસ પ્રોવાઇડ કરવી, જે મધર નું બેટર હેલ્થ અને ફેમેલીસ માટે સોસિયલ – ઇકોનોમિક આઉટકમ માં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે.

13) પ્રમોશન ઓફ પ્લાન પ્રેગ્નેન્સી (Pramotion of plan pregnency):

મધર તથા ચાઇલ્ડ બંને ના હેલ્થને પ્રમોટ કરી શકાય તે માટે કપલ્સ ને પ્રેગ્નેન્સી પ્લાન અને તેના વિશે પ્રિપેર કરવા માટે એન્કરેજ કરવું.

14) પ્રમોશન ઓફ બર્થ સ્પેસિંગ(Pramotion of birth spacing):

ફેમિલીસ ને પ્રેગનેન્સી વચ્ચે એડિક્યુએટ સ્પેસ રાખવા માટે એડવાઇઝ આપવી જેના કારણે મધર તથા ચાઇલ્ડ ની ઓવરઓલ વેલ-બીગ મેઇન્ટેન રહી શકે તથા ક્લોઝ પ્રેગ્નન્સી ના કારણે થતા કોમ્પ્લિકેશન ને રીડયુઝ કરી શકાય.

15) એજ એપ્રોપ્રિએટ ચાઇલ્ડબિયરીંગ(Age appropriate child bearing):

ફેમિલીસ ને એજ એપ્રોપ્રિએટ પ્રેગ્નેન્સી ને પ્લાન કરવા માટે એડવાઇઝ આપવી જેના કારણે અર્લી પ્રેગ્નેન્સી કે લેટ પ્રેગનેન્સી ના કારણે થતી કોમ્પ્લિકેશન્સ ને રીડયુઝ કરી શકાય.

આ ઓબ્જેકટીવ્સ કલેક્ટીવ્લી રીતે વ્યક્તિઓ અને પરિવારો ને તેમના રિપ્રોડક્ટિવ હેલ્થ અને ફેમિલી પ્લાનિંગ વિશે ઇન્ફોમ્ડ ચોઇસ કરવા માટે એમ્પાવર બનાવવાનું એઇમ રાખે છે, જેનાથી એકંદર હેલ્થ આઉટકમ મા સુધારો થાય છે અને ફેમેલીસ માટે લાઇફ ની ક્વોલિટી મા વધારો થાય છે.

c. Explain permanent methods of family planning in details.ફેમિલી પ્લાનિંગની કાયમી પધ્ધતિઓ વિસ્તૃતમાં સમજાવો.05

સ્ટરિલાઇઝેશન/ પરમેનેન્ટ કોન્ટ્રાસેપ્શન( Sterilization/ permanent Contraception):

પર્મેનેન્ટ સર્જીકલ કોન્ટ્રાસેપ્શન ને વોલ્યુન્ટરી સ્ટરિલાઇઝેશન પણ કહેવામાં આવે છે તે સર્જીકલ મેથડ છે જેમાં individual મેલ અથવા ફિમેલ ના રીપ્રોડક્ટિવ ફંક્શન ને પર્પસફૂલી અને પરમેનેન્ટલી ડિસ્ટ્રોય કરવામાં આવે છે.જેમ કે,

1)મેલ સ્ટરિલાઇઝેશન: વાસેક્ટોમી( Male Sterilization : vasectomy),
2)ફિમેલ સ્ટરિઝાઇઝેશન: ટ્યુબેક્ટોમી( Female Sterilization: Tubectomy)

1)મેલ સ્ટરીલાઇઝેશન: વાસેક્ટોમી( Male Sterilization : Vasectomy):

વાસેક્ટોમી એ મેલ માં કરવામાં આવતું પર્મનન્ટ સ્ટાઇલાઇઝેશન ઓપરેશન છે જેમાં વાસડિફેરેન્સ ના બંને સાઇડમાં રીસેક્ટ કરવામાં આવે છે અને તેના એન્ડ કટ કરીને લાઇગેટ કરવામાં આવે છે.

એડવાન્ટેજીસ (Advantages):

  • તેમાં ઓપરેશન ટેકનીક સિમ્પલ હોય છે અને કોમ્પ્લીકેશન્સ ઓછા હોય છે.
  • તેમાં ઓપરેશન એ આઉટડોર પ્રોસિઝર તરીકે કેમ્પ અને વિલેજ માં પણ થય શકે છે.
  • ફેઇલ્યોર રેટ એ 0.15 % અને રિવર્ઝલ એનાસ્ટોમોસીસ ઓપરેશન ના સક્સેસ ચાન્સ 50% હોય છે.
  • ઇક્વિપમેન્ટ , હોસ્પિટલ સ્ટે, ડોક્ટર ટ્રેઇનિંગ તમામ ખર્ચ ઓછા પ્રમાણમાં આવે છે.

ડિએડવાન્ટેજીસ(Disadvantages):

  • ઓપરેશન પછી 2-3 મન્થ જ્યાં સુધી સિમેન એ સ્પર્મ ફ્રી ના થાય ત્યાં સુધી એડિશનલ કોન્ટ્રાસેપ્શન ની જરૂરિયાત પડે છે.
  • ફ્રિજીડિટી અથવા ઇમ્પોટેન્સી આવે જે મોસ્ટલી સાયકોલોજિકલ હોય છે.

નોન સ્કાલપેલ વાસેક્ટોમી ( NSV ):

આ ઓપરેશન લોકલ એનેસ્થેશિયા માં પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ ડિઝાઇન ફોર્સસેપ થી vas ને કેચ કરવામાં આવે છે ત્યારબાદ વાસ ની ઉપર સ્ટ્રેચ્ડ સ્કિન ને ફોર્સેપ ના શાર્પ પોઇન્ટ થી સ્કાલપેલ યુઝ કર્યા વગર પંક્ચર કરવામાં આવે છે અને ત્યારબાદ વાસ ને ડિસેક્ટ કરવામાં આવે છે સુચર્સ ની જરૂરિયાત રહેતી નથી અને ટાઇમ પણ ઓછો લાગે છે ફાસ્ટ રિકવરી હોય છે પરંતુ સર્જન ની સ્કીલ વધારે પ્રમાણમાં જરૂર પડે છે.

ફિમેલ સ્ટડીલારીલાઇઝેશન/ ટ્યુબેક્ટોમી( Female Sterilization/ Tubectomy):

ટ્યુબેક્ટોમી એ ફિમેલ માં કરવામાં આવતી પર્મનેન્ટ સ્ટેરીલાઇઝેશન ની મેથડ છે. તેમાં ઓવમ ના પેસેજ ને બ્લોક કરવા માટે ફેલોપિયન ટ્યુબ્સ ને કટ કરી અને ત્યારબાદ તેનું લાઇગેશન કરવામાં આવે છે.

ટાઇમ ઓફ ઓપરેશન (Time of Operation) :

પોસ્ટપાર્ટમ સ્ટરીલાઝેશન ( Post partum Sterilization):

જો પેશન્ટ એ હેલ્થી હોય તો ડીલેવરી ના 24 – 48 અવસૅ પછી ટ્યુબેક્ટોમી થય શકે છે.

ઇન્ટર્નલ સ્ટરીલાઇઝેશન (internal Sterilization):

જ્યારે ઓપરેશન એ ચાઇલ્ડ બર્થ તથા એબોર્શન સિવાય બીજા અધર ટાઇમમાં કરવામાં આવે તેને ઇન્ટર્નલ સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે.

ટ્રેડિશનલ ટયુબેક્ટોમી (Traditional tubectomy):

આ મેથડ ને એબડોમીનલ ટ્યૂબૂક્ટોમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ મેથડ એ સામાન્ય રીતે જનરલ એનેસ્થેશિયા અથવા તો સ્પાઇનલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે કે જેમાં લોવર એબડોમીનલ એરિયા મા ઇન્સિઝન મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફેલોપિયન ટ્યુબ ને કટ કરી અને તેને ટાઇડ અથવા તો ક્લેમ્પ કરવામાં આવે છે ત્યારબાદ એબડોમન ના લેયર ને ક્લોઝ કરવામાં આવે છે આ સામાન્ય રીતે પર્મનન્ટ કોન્ટ્રાસેટીવ તરીકે વર્ક કરે છે કે જે ઓવમ ના પથને બ્લોક કરે છે જેમાં સામાન્ય રીતે પાંચ થી છ દિવસ ના હોસ્પિટલાઇઝેશન ની જરૂરિયાત રહે છે અને સૂચર એ ઓપરેશન થયા પછી 5th ડે પછી રીમુવ થય શકે છે.

પોસ્ટ ઓપરેટિવ એડવાઇઝ( Post operative Advice):

  • 6 વીક સુધી હેવી વેઇટ ને લિફ્ટ કરવું જોઇએ નહીં.
  • હેવી વર્ક ને ત્રણ મંથ સુધી અવોઇડ કરવું .
  • ઓપરેશન થયા પછીના 4 વીક પછી સેક્સ્યુઅલ એક્ટીવિટી રિઝ્યુમ કરી શકાય છે.

મિનીલેપ ઓપરેશન ( Minilap Operation):

આ માઇનર ફોર્મ ની એબડોમીનલ ટ્યુબેક્ટોમી છે જે સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે કે જેમાં 2.5 થી 3 cm જેટલું ઇન્સિઝન એ લોવર એબડોમીનલ એરિયા મા મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફેલોપિયન ટ્યુબ ના પાર્ટ્સ ને કટ કરી અને ક્લેમ્પ કરવામાં આવે છે અને ત્યારબાદ એબડોમન ના લેયર ને ફરી સુચર કરવામાં આવે છે આ મેથડ એ ખૂબ સેફ અને ઇફેક્ટિવ મેથડ છે આ પ્રોસિઝર એ સામાન્ય રીતે પ્રાઇમરી હેલ્થ સેન્ટર( PHC ) લેવલે તથા કમ્પેઇનીંગ મા પણ પર્ફોર્મ થય શકે છે આ પ્રોસિઝર એ પોસ્ટપાર્ટમ સ્ટરીલાઝેશન માટે ગુડ ટેકનીક તરીકે વર્તે છે.

એડવાન્ટેજ(Advantage):

  • આ ટેકનિક એ સામાન્ય રીતે પોસ્ટ પાર્ટમ સ્ટરીલાઇઝેશન માટે સ્યુટેબલ હોય છે.
  • આ પ્રોસિઝર એ સામાન્ય રીતે એબડોમીનલ ટ્યુબેક્ટોમી કરતા ઓછા પ્રમાણમાં ટ્ર્રોમેટિક હોય છે.
  • તેમાં સામાન્ય રીતે ઓછા કોમ્પ્લીકેશન્સ જોવા મળે છે.

લેપ્રોસ્કોપિક સ્ટરીલાઇઝેશન( Laparoscopic Sterilization):

આ લેપ્રોસ્કોપિક સ્ટરીરાઇઝેશન ટેકનીક એ ફિમેલ સ્ટરીલાઇઝેશન ની ખૂબ પોપ્યુલર પ્રોસિઝર છે કે જેમાં ફેલોપિયન ટ્યુબ ને બ્લોક કરવામાં આવે છે અથવા ફેલોપિયન ટ્યુબ્સ માં રબર રિંગ ને પ્લેસ કરવામાં આવે છે જેના કારણે ઓવમ એ યુટ્રસ સુધી પહોંચી શકતું નથી તેમાં લેપ્રોસ્કોપ ને ઇન્સર્ટ કરતા પહેલા એબડોમન ને કાર્બન ડાયોક્સાઇડ , નાઇટ્રસ ઓક્સાઇડ અથવા એર દ્વારા એક્સપાંડ(Expand) કરવામાં આવે છે ત્યારબાદ લેપ્રોસ્કોપ ને એબડોમન થ્રુ ઇન્સરર્શન કરી અને ટ્યુબ ને વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે ત્યારબાદ ટ્યુબ એ વિઝ્યુઅલાઇઝ થાય ત્યારે ફેલોપિયન ટ્યુબ માં ફેલોપરિંગ ને પ્લેસ કરવામા આવે છે અથવા ક્લિપ ને એપ્લાય કરવામાં આવે છે જેના કારણે ટ્યુબ એ બ્લોક થાય છે ત્યારબાદ લેપ્રોસ્કોપ ને રીમુવ કરી અને એબડોમન ના લેયર ને સુચર કરી અને ક્લોઝ કરવામાં આવે છે.

એડવાન્ટેજ(Advantage):

  • તેમાં ઇન્સિઝન એ ખૂબ નાનું હોય છે અને સ્કાર પણ નાનો હોય છે.
  • તેમાં ઓપરેશન માટે ઓછા સમય ની જરૂરિયાત રહે છે.
  • આ લેસ એક્સપેન્સિવ પ્રોસિઝર છે.
  • તેમાં કોમ્પ્લીકેશન્સ એ મિનિમમ હોય છે.
  • હોસ્પિટલ સ્ટે એ શોર્ટ હોય છે સામાન્ય રીતે 48 અવર્સ સુધીનો હોય છે.

ડિસએડવાન્ટેજ(Disadvantages) :

  • તે સામાન્ય રીતે પોસ્ટ પાર્ટમ પેશન્ટ માં પરફોર્મ કરવામાં આવતું નથી.
  • જે પેશન્ટ ને મેડિકલ ડિસઓર્ડર જેમ કે હાર્ટ ડીસિઝ, રેસ્પીરેટ્રી ડિસિઝ , ડાયાબીટીસ તથા હાઇપરટેન્શન હોય તેના માટે સ્યુટેબલ હોતું નથી.

કોમ્પ્લીકેશન(Complication):

  • પેઇન( pain),
  • સ્ટ્રચિંગ( Streching),
  • ઇરરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ (irregular menstrual cycle),
  • લોકલ ઇન્ફેક્શન(Local infection).

OR

a. List out types of clinic. – કલીનીકના પ્રકારોની યાદી બનાવો.03

“કલીનીક” એ એવી હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન છે જ્યાં પેશન્ટને આરોગ્યલક્ષી પ્રીવેન્ટીવ (Preventive), ડાયગ્નોસ્ટિક (Diagnostic), અને થેરાપ્યુટીક (Therapeutic) સેવાઓ આપવામાં આવે છે. વિવિધ પ્રકારની ક્લીનીક આરોગ્ય સેવાઓને ખાસ ઉદ્દેશ સાથે પેશન્ટ સુધી પહોંચાડે છે. નીચે વિવિધ પ્રકારની ક્લીનીકોની યાદી તેમજ તેમનું વર્ણન આપવામાં આવ્યું છે.

1.જનરલ ક્લીનીક (General Clinic):
આ ક્લીનીક સામાન્ય health બગડવાના લક્ષણો માટે પેશન્ટને ઓપીડી સ્તરે આરોગ્યસેવા આપે છે. જેમ કે તાવ, માથાનો દુખાવો, કોલ્ડ, ઇનડાયજેશન જેવી સામાન્ય તકલીફ માટે જનરલ પ્રેક્ટિશનર (General Practitioner) સેવા આપે છે.

2.સ્પેશ્યાલિટી ક્લીનીક (Specialty Clinic):
આ ક્લીનીક ખાસ નિર્ધારિત તબીબી શાખા માટે કાર્યરત હોય છે. જેમ કે કાર્ડિયોલોજી (Cardiology), ન્યુરોલોજી (Neurology), ડર્મેટોલોજી (Dermatology), ગાયનેકોલોજી (Gynecology) વગેરે. અહીં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર Diagnosis and treatment આપે છે.

4.એન્ટેનેટલ ક્લીનીક (Antenatal Clinic):
આ ક્લીનીક pregnancy ના સમયગાળામાં પેશન્ટના આરોગ્ય માટે કાર્યરત હોય છે. તેમાં બ્લડ પ્રેશર, હેમોગ્લોબિન લેવલ, ફીટલ ગ્રોથ અને ન્યુટ્રિશન અંગે ચકાસણી તથા ટેટનસ ઇન્જેક્શન જેવી સેવાઓ આપવામાં આવે છે.

4.પોસ્ટનેટલ ક્લીનીક (Postnatal Clinic):
આ ક્લીનીક childbirth પછીના સમયગાળામાં માતા અને નવજાત બાળકની આરોગ્ય સંભાળ માટે કાર્યરત હોય છે. જેમાં breastfeeding guidance માતાનો પુનઃઆરોગ્ય મૂલ્યાંકન અને કન્ટ્રાસેપ્ટિવ સલાહ આપવામાં આવે છે.

5.ઇમ્યુનાઈઝેશન ક્લીનીક (Immunization Clinic):
આ ક્લીનીક પેશન્ટને રસીકરણ સેવા આપે છે. ખાસ કરીને બાળ વય અને પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે BCG, OPV, Pentavalent, MR જેવી રસી આપવામાં આવે છે.

6.ફેમિલી પ્લાનિંગ ક્લીનીક (Family Planning Clinic):
આ ક્લીનીક પેશન્ટને કોન્ટ્રાસેપ્ટિવ(Contraceptive) સાધનો જેમ કે કન્ડોમ, ઓરલ પિલ્સ, ઇનજેક્ટેબલ્સ તથા IUCD (Intrauterine Contraceptive Device) સેવા આપે છે. તેમજ કાયમી પદ્ધતિઓ જેમ કે સ્ટેરિલાઇઝેશન અંગે સલાહ આપવામાં આવે છે.

7.ટી.બી. ક્લીનીક (TB Clinic):
આ ક્લીનીક ટ્યુબર્ક્યુલોસિસ (Tuberculosis) પેશન્ટ માટે નિદાન, DOTS થેરાપી (Directly Observed Treatment, Short-course) અને ફોલોઅપ સેવા પૂરી પાડે છે.

8.STI / RTI ક્લીનીક (STI/RTI Clinic):
આ ક્લીનીક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (Sexually Transmitted Infection) અને રીપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન (Reproductive Tract Infection) માટે પેશન્ટને સારવાર અને કાઉન્સેલિંગ આપે છે.

9.માનસિક આરોગ્ય ક્લીનીક (Mental Health Clinic):
આ ક્લીનીક પેશન્ટના માનસિક આરોગ્ય માટે કાર્યરત હોય છે. તેમાં ડિપ્રેશન, એન્ઝાયટી, સાઇકોસિસ જેવી સ્થિતિઓ માટે પ્સાયકોલોજિકલ એસેસમેન્ટ અને થેરાપ્યુટિક ઈન્ટરવેન્શન આપવામાં આવે છે.

18.પીડીઆટ્રિક ક્લીનીક (Pediatric Clinic):
આ ક્લીનીક બાળકો માટે વિશિષ્ટ રીતે કાર્યરત હોય છે. તેમાં રસીકરણ, વૃદ્ધિના ચાર્ટ મુજબ ચકાસણી, સામાન્ય રોગો માટે સારવાર અને ન્યુટ્રિશનલ સલાહ આપવામાં આવે છે.

11.ન્યુટ્રિશન ક્લીનીક (Nutrition Clinic):
આ ક્લીનીક પોષણ સમસ્યાઓ માટે કામ કરે છે. જેમ કે એનિમિયા, PEM (Protein Energy Malnutrition), ઓબેસિટી વગેરે. પેશન્ટને ડાયટ પ્લાન, સપ્લિમેન્ટ અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે.

12.એચઆઈવી/એઆરટી ક્લીનીક (HIV/ART Clinic):
આ ક્લીનીક HIV પોઝિટિવ પેશન્ટ માટે નિદાન, કાઉન્સેલિંગ અને ART (Antiretroviral Therapy) સારવાર આપે છે. પેશન્ટના ઈમ્યૂન સ્ટેટસ મુજબ રેગ્યુલર મોનિટરિંગ કરવામાં આવે છે.

13.રેહેબિલિટેશન ક્લીનીક (Rehabilitation Clinic):
આ ક્લીનીક ક્રોનિક બીમારીઓ પછી પેશન્ટના સંપૂર્ણ પુનઃસ્વાસ્થ્ય માટે કાર્યરત હોય છે. જેમ કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી જેવી સેવાઓ મળે છે.

કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં વિવિધ પ્રકારની ક્લીનીક પેશન્ટને વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ સેવાઓ પૂરી પાડે છે. દરેક ક્લીનીકનો નિશ્ચિત હેતુ અને સેવાનો ક્ષેત્ર હોય છે. આ ક્લીનીકો આરોગ્યસેવાની સિસ્ટમને વધુ અસરકારક, વિશિષ્ટ અને પેશન્ટ સેન્ટ્રિક બનાવે છે.

b. Describe principles of primary health care.-પ્રાયમરી હેલ્થકેરનાં સિધ્ધાંતો વર્ણવો.04

પ્રાઇમરી હેલ્થ કેર ના મેઇન્લી 5 પ્રિન્સિપલ્સ છે.

  • 1) ઇક્વીટેબલ ડિસ્ટ્રીબ્યુશન (Equitable Distribution) ,
  • 2) કમ્યુનિટી પાર્ટીશીપેશન(Community Participation),
  • 3) એપ્રોપ્રિએટ ટેકનોલોજી(Appropriate Technology),
  • 4) ફોકસ ઓન પ્રિવેન્શન(Focus on Prevention),
  • 5) ઇન્ટરસેકટોરલ કોઓર્ડીનેશન(Intersectoral Coordination)

1) ઇક્વીટેબલ ડિસ્ટ્રીબ્યુશન (Equitable Distribution) :

હેલ્થ સર્વિસીસ તથા રિસોર્સીસ નુ કોમ્યુનિટીમાં ઇક્વલી રીતે ડિસ્ટ્રીબ્યુશન થવું જોઇએ. પ્રાઇમરી હેલ્થ કેર એ જાતિ, સંપ્રદાય અને જેન્ડર, ધર્મ, અમીર, ગરીબ, શહેરી કે ગ્રામીણ ના કોઇપણ ભેદભાવ વિના બધા માટે અવેઇલેબલ હોવી જોઇએ. આ પ્રિન્સિપલ મુજબ પ્રાઇમરી હેલ્થ કેર એ દરેક વ્યક્તિ, ફેમિલીસ તથા કોમ્યુનિટી માં અવેઇલેબલ હોવી જોઇએ. તે સામાજિક ન્યાય પર આધારિત હોય છે. જે લોકો રૂરલ એરિયા માં રહેતા હોય તે વ્યક્તિ પ્રાઇમરી હેલ્થ કેર નો મેઇન ટાર્ગેટ હોય છે.

2) કોમ્યુનિટી પાર્ટિસિપેશન (Community Participation):

  • કોમ્યુનિટીના ઇનવોલ્વમેન્ટ વગર પ્રાઇમરી હેલ્થ કેર નો ગોલ એચિવ કરવો એ ડીફીકલ્ટ હોય છે.
  • હેલ્થ સર્વિસીસ ના પ્લાનિંગ,ઇમ્પલીમેન્ટેશન, અને મેઇન્ટેનન્સ માં કોમ્યુનીટી નુ ઇન્વોલ્વમેન્ટ મેળવવા માટે સતત પ્રયત્નો કરવા જોઇએ.
  • વિલેજીસ ના લોકલ હેલ્થ વર્કર જેમ કે વિલેજ હેલ્થ ગાઇડ,આંગણવાડી વર્કર,આશા , ટ્રેઇન દાય એ કોઇપણ કોમ્યુનિકેશન બેરિયર તથા કલ્ચર ની ઓવરકમ કરી હેલ્થ સર્વિસીઝ પ્રોવાઇડ કરે છે.
    આ એવી રીતે કરવામાં આવે છે કે તે કોમ્યુનીટી માટે સ્વીકાર્ય બને.

3) એપ્રોપ્રિએટ ટેકનોલોજી(Appropriate Technology):

પ્રાઇમરી હેલ્થ કેર માં વપરાતી ટેક્નોલોજી સાઇન્ટીફિક રીતે યોગ્ય, સેફ,સામાજિક રીતે સ્વીકાર્ય, લોકલ રિક્વાયરમેન્ટ ને અનુરૂપ અને ફાઇનાન્સિયલ પરવળી શકે તેવી હોવી જોઇએ અને લોકલી સ્તરે અવેઇલેબલ હોવી જોઇએ.
Ex :ORS નો ઉપયોગ ડાયરિયા ની ટ્રીટમેન્ટ માટે એક ઉદાહરણ છે.

4) ફોકસ ઓન પ્રિવેન્શન(Focus on Prevention):

પ્રાઇમરી હેલ્થ કેર નું મેઇન ફોકસ એ ડિસીઝ ને ટ્રીટ કરવુ તે નહી પરંતુ ડિસિઝ નું પ્રિવેન્શન કરવું તથા હેલ્થનું પ્રમોશન કરવું તે હોય છે. પ્રાઇમરી હેલ્થ કેર દ્વારા હેલ્થ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવે છે.

5) ઇન્ટરસેકટોરલ કોઓર્ડીનેશન(Intersectoral Coordination):

પ્રાઇમરી હેલ્થ કેર ના સકસેસફુલ ઇમ્પલિમેન્ટેશન માટે બીજા સેક્ટર્સ નું કોઓર્ડીનેશન હોવું જરૂરી હોય છે જેમકે, એગ્રીકલ્ચર સેનિટેશન , હાઉસિંગ, ન્યુટ્રીશન, પબ્લિક વર્કર્સ, કોમ્યુનિકેશન તથા એજ્યુકેશન વગેરે.

આમ, પ્રાઇમરી હેલ્થ કેર મા મેઇન્લી 5 પ્રિન્સિપલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

c. Describe role of nurse in primary health care.-પ્રાયમરી હેલ્થકેરમાં નર્સની ભૂમિકા વર્ણવો.05

ઇન્ટ્રોડક્શન (Introduction):

પ્રાયમરી હેલ્થકેર એ પેશન્ટ માટે આરોગ્યસેવાની સૌથી પ્રથમ અને પાયોરૂપ કડી છે. અહીં પ્રિવેન્ટિવ (Preventive), પ્રોમોટિવ (Promotive), ક્યુરેટિવ (Curative) અને રિહેબિલિટેટિવ (Rehabilitative) Care આપવામાં આવે છે. નર્સ પ્રાથમિક આરોગ્યસેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને પેશન્ટના આરોગ્યને જાળવવા, પુનઃસ્થાપિત કરવા અને જીવનશૈલી સુધારવા માટે કાર્યરત રહે છે. નીચે નર્સની ભૂમિકા વિવિધ પાસાંઓમાં વિગતવાર વર્ણવવામાં આવી છે.

1.Health Educator (હેલ્થ એજ્યુકેટર):
નર્સ પેશન્ટ અને community members ને પોષણ, હાઈજીન, રસીકરણ, રિપ્રોડક્ટિવ હેલ્થ, ફેમિલી પ્લાનિંગ, અને કમ્યુનિકેબલ ડિસીઝ (Communicable Disease) અંગે માહિતી આપે છે. નર્સ IEC (Information, Education and Communication) કાર્યક્રમો દ્વારા આરોગ્યલક્ષી વર્તન માટે લોકોને પ્રેરિત કરે છે.

2.Care Provider (કેર પ્રોવાઇડર):
નર્સ પેશન્ટને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપે છે જેમાં વાઈટલ સાઇન (Vital Signs) મોનીટર કરવા, ડ્રેસિંગ (Dressing) કરવું, ઇન્જેક્શન અથવા ઓરલ મેડિકેશન (Oral Medication) આપવી અને પેશન્ટનું એસેસમેન્ટ (Assessment) કરવું સામેલ છે.

3.Immunization Coordinator (ઇમ્યુનાઇઝેશન કો-ઓર્ડિનેટર):
નર્સ રસીકરણ કાર્યક્રમો હેઠળ BCG, OPV, DPT , Pentavalent, MR જેવી રસી આપવાની જવાબદારી નિભાવે છે. નર્સ કૂલ ચેઇન (Cold Chain) જાળવે છે અને AEFI (Adverse Events Following Immunization) માટે તાત્કાલિક પગલાં લે છે.

4.Community Surveyor (કમ્યુનિટી સર્વેયર):
નર્સ પેશન્ટના ઘરમાં જઈને હોમ વિઝિટ (Home Visit) દ્વારા આરોગ્ય સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. તે Eligible Couple Register (Eligible Couple Register), MCH Register (MCH Register) અને Immunization Register (Immunization Register) જેવી નોંધપત્રિકાઓ તૈયાર કરે છે.

5.Disease Identifier and Referral Agent (ડિઝીઝ આઇડેન્ટિફાયર એન્ડ રેફરલ એજન્ટ):
નર્સ TB , Leprosy, Malaria , Diabetes , Hypertension જેવા રોગોની પ્રાથમિક ઓળખ કરે છે અને જરૂરિયાત મુજબ પેશન્ટને high level એ રેફરલ આપે છે.

6.Maternal and Child Health Provider (મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોવાઇડર):
નર્સ Antenatal Care , Intranatal Care અને Postnatal Care માટે સેવા આપે છે. તે Breastfeeding , Growth Monitoring, Weaning અને Immunization માટે માર્ગદર્શન આપે છે.

7.Family Planning Counselor (ફેમિલી પ્લાનિંગ કાઉન્સેલર):
નર્સ પેશન્ટને IUCD, Oral Contraceptive Pills , Condoms , Injectables જેવી કન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિઓ માટે માર્ગદર્શન આપે છે. તેમજ Sterilization માટે કાઉન્સેલિંગ પણ આપે છે.

8.Communicable Disease Controller (કમ્યુનિકેબલ ડિઝીઝ કન્ટ્રોલર):
નર્સ Cholera, Dengue , Measles વગેરે જેવી રોગચાળાની પરિસ્થિતિઓમાં સર્વેલન્સ , Awareness , અને પ્રિવેન્શન માટે ફરજ બજાવે છે.

9.Health Record Keeper and Reporter (હેલ્થ રેકોર્ડ કીપર એન્ડ રિપોર્ટર):
નર્સ પેશન્ટ સંબંધિત તમામ હેલ્થ રેકોર્ડ્સ નોંધે છે, જેમ કે Immunization Card, ANC Card , Referral Slip વગેરે. નર્સ આ માહિતી સ્થાનિક આરોગ્ય કચેરી સુધી રિપોર્ટ તરીકે મોકલે છે.

10.Program Implementer (પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટર):
નર્સ NRHM, RCH, UIP, NACP RMNCH+A જેવી વિવિધ નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સને ગ્રાસરૂટ લેવલે અમલમાં મૂકે છે.

પ્રાથમિક આરોગ્યસેવામાં નર્સ એ પેશન્ટ માટે પ્રથમ સંપર્કનું કેન્દ્ર છે. તે માત્ર ટ્રીટમેન્ટ નહીં પણ આરોગ્ય જાળવણી, રોગચાળો નિવારણ, મેડિકલ સર્વિસ ડિલીવરી અને પેશન્ટ સેટિસ્ફેક્શન સુધી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નર્સ એ હેલ્થ સિસ્ટમની આધારશિલા છે, જે પ્રાથમિક સ્તરે પેશન્ટને શ્રેષ્ઠ અને વ્યાપક આરોગ્યસેવા સુનિશ્ચિત કરે છે.

Q-2

a) Define national health planning & describe planning cycle. નેશનલ હેલ્થ પ્લાનિંગની વ્યાખ્યા આપો અને પ્લાનિંગ ચક્ર વિસ્તૃતમાં વર્ણવો.08

National Health Planning (નૅશનલ હેલ્થ પ્લાનિંગ) એ એવી પ્રક્રિયા છે જેમાં રાષ્ટ્રીય સ્તરે પોપ્યુલેશન (population) ની હેલ્થ (health) ની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને પુરાવા આધારિત નિર્ણય લેવામાં આવે છે કે જેથી સિમિત રિસોર્સીસ (resources) નો ઉપયોગ કરીને મહત્તમ હેલ્થ બેનિફિટ્સ (health benefits) પ્રાપ્ત કરી શકાય.

તેમાં ડેટા એકત્રિત કરવું, હેલ્થ નીતિ ઘડવી, પ્રાયોરિટી (priority) નિર્ધારિત કરવી, ઓબ્જેક્ટિવ્સ (objectives) અને ગોલ્સ (goals) નક્કી કરવી, તેમજ તેમને સિસ્ટમેટિક રીતે અમલમાં મુકવા માટે સ્ટ્રેટેજી (strategy) અને પ્રોગ્રામ્સ (programs) બનાવવાનું સામેલ હોય છે.

Objectives of National Health Planning (નૅશનલ હેલ્થ પ્લાનિંગના ઉદ્દેશો):

  • દેશની હેલ્થ સેવાની જરૂરિયાતોને પૂર્ણ કરવા.
  • હેલ્થ રિસોર્સીસ (health resources) નું યોગ્ય વિતરણ.
  • ઇક્વિટી (equity) અને એક્સેસિબિલિટી (accessibility) સુનિશ્ચિત કરવી.
  • મૉર્બિડિટી (morbidity) અને મૉર્ટાલિટી (mortality) ઘટાડવી.
  • ક્વાલિટી ઓફ કેર (quality of care) સુધારવી.
  • હેલ્થ સિસ્ટમ (health system) ને મજબૂત બનાવવી.
  • પોપ્યુલેશન (population) ની હેલ્થ આઉટકમ્સ (health outcomes) સુધારવા.

3.Planning Cycle (પ્લાનિંગ સાઇકલ):

Planning Cycle (પ્લાનિંગ સાઇકલ) એ નૅશનલ હેલ્થ પ્લાનિંગની સંરચિત અને ક્રમબદ્ધ પ્રક્રિયા છે, જેમાં નીચે આપેલા પગલાઓનો સમાવેશ થાય છે:

Step 1: Analysis of Health Situation (હેલ્થ સ્થિતિનું વિશ્લેષણ):

  • હાજર હેલ્થ સિસ્ટમ (health system) ની તાકાત અને ખામીઓ શોધવી.
  • મૉર્બિડિટી (morbidity), મૉર્ટલિટી (mortality), ડેમોગ્રાફિક (demographic) અને હેલ્થ સર્વિસ યૂટિલાઇઝેશન (health service utilization) વિશે માહિતી મેળવવી.
  • પેશન્ટસ (patients), હેલ્થ વર્કર્સ (health workers) અને કોમ્યુનિટી (community) ની જરૂરિયાતોને સમજીને તથ્યો પર આધારિત વિશ્લેષણ કરવું.

Step 2: Setting Goals and Objectives (ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ નક્કી કરવી):

  • રાષ્ટ્રીય સ્તરે હેલ્થમાં સુધારવા માટે સ્પષ્ટ અને મેઝરેબલ (measurable) ગોલ્સ નક્કી કરવી.
  • દરેક હેલ્થ પ્રોબ્લેમ માટે ટાર્ગેટ (target) નક્કી કરવો જે પ્રોગ્રેસ ટ્રૅકિંગ માટે મદદરૂપ થાય.

Step 3: Assessing Resources (રિસોર્સીસનું મૂલ્યાંકન):

  • માનવશક્તિ (manpower), ફાઇનાન્સ (finance), ઇક્વિપમેન્ટ (equipment), ફેસિલિટીઝ (facilities) અને અન્ય ઉપલબ્ધ રિસોર્સીસનું વિશ્લેષણ કરવું.
  • રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન (resource optimization) માટે અવશ્યક પગલાં લેવી.

Step 4: Prioritization of Health Problems (હેલ્થ પ્રોબ્લેમ્સનું પ્રાયોરિટાઇઝેશન):

  • હેલ્થ પ્રોબ્લેમ્સને તેમની સીરિયસનેસ (seriousness), ફ્રિક્વન્સી (frequency), ઇમ્પેક્ટ (impact) અને રિસોર્સ અવેલેબિલિટી (resource availability) ના આધારે શ્રેણીકૃત કરવી.

Step 5: Plan Formulation (પ્લાનની રચના):

  • ઓબ્જેક્ટિવ્સને ધ્યાને રાખીને ડિટેઇલ્ડ એક્શન પ્લાન (detailed action plan) તૈયાર કરવો.
  • ટાઇમફ્રેમ (timeframe), એક્ટિવિટીઝ (activities), રિસોર્સ એલોકેશન (resource allocation) અને રિસ્પોનસિબિલિટીઝ (responsibilities) નક્કી કરવી.

Step 6: Implementation of Plan (પ્લાનનો અમલ):

  • સુનિયોજિત રીતે પ્લાન મુજબ પ્રોગ્રામ્સ અને સર્વિસીસ ચલાવવી.
  • હેલ્થ સ્ટાફ (health staff), કોમ્યુનિટી અને સ્ટેઈકહોલ્ડર્સ (stakeholders) ને સંકલિત કરવો.

Step 7: Monitoring and Supervision (મોનીટરીંગ અને સુપરવિઝન):

  • એક્ટિવિટીઝ અને આઉટપુટ (output) ની નિયમિત મોનીટરીંગ કરવી.
  • પ્લાન પ્રમાણે કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવી.

Step 8: Evaluation (ઇવેલ્યુએશન):

  • પ્લાનના ઓબ્જેક્ટિવ્સ અને ગોલ્સ કેટલાં પૂરાં થયા તેનું મૂલ્યાંકન કરવું.
  • આઉટકમ્સ (outcomes) અને ઇમ્પેક્ટ (impact) નો અભ્યાસ કરવો.
  • ફ્યુચર પ્લાનિંગ (future planning) માટે લેસન્સ લર્ન્ડ (lessons learned) નો ઉપયોગ કરવો.

4.Importance of Planning Cycle in Community Health Nursing (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પ્લાનિંગ સાઇકલનું મહત્વ):
કોમ્યુનિટી લેવલની હેલ્થ સર્વિસ ડિલિવરી (health service delivery) ને અસરકારક બનાવવી.

હેલ્થ પ્રોગ્રામ્સને સિસ્ટેમેટિક રીતે અમલમાં મુકવા માટે માર્ગદર્શન આપવું.

પેશન્ટસ અને પોપ્યુલેશનની હેલ્થ જરૂરિયાતોને સ્ટ્રેટેજિક રીતે એડ્રેસ કરવી.

લોકહિત માટે ઉપલબ્ધ રિસોર્સીસનો વ્યાપક અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો.

National Health Planning (નૅશનલ હેલ્થ પ્લાનિંગ) એ દેશના પેશન્ટસ અને પોપ્યુલેશનની હેલ્થ જરૂરિયાતોને વૈજ્ઞાનિક અને વ્યવહારૂ ધોરણે પુરા કરવા માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. Planning Cycle (પ્લાનિંગ સાઇકલ) આ યોજના માટે Structured and directive પદ્ધતિ પૂરી પાડે છે. તેનું અનુસરણ કરીને હેલ્થ કેર સિસ્ટમને વધુ અસરકારક, સમાન અને સુદૃઢ બનાવવી શક્ય બને છે.

b) Write down advantages of home visit. હોમ વિઝિટના ફાયદાઓ લખો.04

Home Visit (હોમ વિઝિટ) એ એવી નિશ્ચિત, આયોજનિત અને વ્યવસ્થિત આરોગ્યસેવા છે જેમાં એક ટ્રેઇન્ડ હેલ્થ વર્કર (health worker) વ્યક્તિગત પેશન્ટના ઘરે જઈને તેને નિરીક્ષણ, સારવાર, માર્ગદર્શન કે સપોર્ટ આપે છે. આ સેવા પેશન્ટની હેલ્થ જરૂરિયાતોને તેની ઓળખીતા અને નેચરલ એન્વાયરમેન્ટ (environment) – એટલે કે ઘરના વાતાવરણમાં પૂરી પાડવામાં આવે છે.

Key Advantages of Home Visit (હોમ વિઝિટના મુખ્ય ફાયદાઓ):

1.Better Understanding of Environment (એન્વાયરમેન્ટ વિશે ઊંડું સમજણ)
હેલ્થ વર્કર (health worker) પેશન્ટના ઘરના સોશિયલ (social), ઇકોનોમિક (economic) અને કલ્ચરલ (cultural) પરિપ્રેક્ષ્યને સારી રીતે સમજી શકે છે.
આ કારણે પર્સનલાઇઝ્ડ કેર પ્લાન (personalized care plan) બનાવવામાં સહાય મળે છે.

2.Continuity of Care (કેર continuity જાળવવી):
હોમ વિઝિટ દ્વારા પેશન્ટ માટે સતત ફોલોઅપ (follow-up), મોનીટરીંગ (monitoring) અને રિહેબિલિટેશન (rehabilitation) શક્ય બને છે.
જ્યારે પેશન્ટ હોસ્પિટલ ન જઇ શકે ત્યારે હોમ વિઝિટ હેલ્થ કેરનું continuity જાળવે છે.

3.Builds Trust and Rapport (ટ્રસ્ટ અને રેપોર્ટ વિકસે):

હેલ્થ વર્કર અને પેશન્ટ તથા તેના પરિવાર વચ્ચે ટૂ-વે કમ્યુનિકેશન (two-way communication) અને વિશ્વાસભર્યું સંબંધ વિકસે છે, જેના દ્વારા પેશન્ટ compliance વધારે છે.

4.Promotion of Health Education (હેલ્થ એજ્યુકેશનનો પ્રચાર):

હોમ વિઝિટ દરમિયાન પેશન્ટ તથા પરિવારજનોને હેલ્થ એજ્યુકેશન (health education), ડાયટ (diet), હાઇજીન (hygiene), ઇમ્યુનાઇઝેશન (immunization) અને ફર્સ્ટ એઇડ (first aid) વિશે માહિતગાર બનાવવામાં આવે છે.

5.Early Detection of Health Problems (હેલ્થ પ્રોબ્લેમ્સની તદ્દન શરૂઆતમાં શોધ):

હોમ વિઝિટ દરમિયાન હેલ્થ વર્કર દ્રારા સ્લમ, રુરલ એરીઆ અથવા રિમોટ લો-સોશિયોઇકોનોમિક ગ્રુપમાં રહેલા પેશન્ટસના હેલ્થ પ્રોબ્લેમ્સ પહેલા જ ઓળખી શકાય છે.

6.Cost-effective Method (કોસ્ટ ઇફેક્ટિવ પદ્ધતિ):

પેશન્ટને હૉસ્પિટલ કે ક્લિનિકમાં જતા ખર્ચ બચાવવાનું મોટું માધ્યમ હોમ વિઝિટ છે.
ઘરબેઠાં મળતી સારવારથી સમય, પેસા અને શક્તિ બંને બચે છે.

7.Improves Compliance to Treatment (ટ્રીટમેન્ટના પાલનને સુધારે):

જ્યારે પેશન્ટને ઘર પર જ ટ્રીટમેન્ટ પ્લાન, દવાઓ અને માર્ગદર્શન મળે છે ત્યારે તે વધુ ઇચ્છાપૂર્વક અને નિયમિત રીતે પાલન કરે છે.

8.Suitable for High-risk Groups (હાઇ-રિસ્ક ગ્રુપ માટે વધુ યોગ્ય):

એજ્ડ પેશન્ટ, પેરાલાઇઝ્ડ પેશન્ટ, પોર્સ્ટ-ઓપરેટિવ કે કેન્સર જેવા ક્રોનિક કંડિશન ધરાવતા પેશન્ટ માટે હોમ વિઝિટ ખૂબ અસરકારક છે.

9.Encourages Family Involvement (ફેમિલી પાર્ટિસિપેશન વધે):

હોમ વિઝિટ દરમિયાન હેલ્થ વર્કર પરિવારજનોને પેશન્ટ કેર માટે ટ્રેઇન કરી શકે છે.
તે દ્વારા ફેમિલી સેન્ટર્ડ કેર (family-centered care) સુનિશ્ચિત થાય છે.

10.Strengthens Community Participation (કોમ્યુનિટી પાર્ટિસિપેશન મજબૂત બને):

હોમ વિઝિટ દ્વારા લોકોની પોઝિટિવ એપ્રોચ (positive approach) અને સેન્સ ઑફ રેસ્પોન્સિબિલિટી (sense of responsibility) વધે છે જે કોમ્યુનિટી લેવલ પર હેલ્થ પ્રોગ્રામ્સના સફળ અમલ માટે જરૂરી છે.

Home Visit (હોમ વિઝિટ) એ પેશન્ટ સેન્ટર્ડ અને કોમ્યુનિટી ઓરિએન્ટેડ સર્વિસ છે.તેની દ્વારા પેશન્ટને ઘરના સુખદ, ઓળખીતા અને સુરક્ષિત વાતાવરણમાં ક્વોલિટી હેલ્થ કેર (quality health care) મળે છે.
OR

a) Describe functions of district public health nursing officer. ડિસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સિંગ ઓફીસરનાં કાર્યો લખો.08

District Public Health Nursing Officer (ડિસ્ટ્રીક્ટ પબ્લિક હેલ્થ નર્સિંગ ઓફિસર):

ડિસ્ટ્રીક્ટ પબ્લિક હેલ્થ નર્સિંગ ઓફિસર એ જિલ્લાની હેલ્થ એડમિનિસ્ટ્રેશન (administration) માટે જવાબદાર સિનિયર લેવલ હેલ્થ નર્સિંગ પ્રોફેશનલ છે, જે તમામ પબ્લિક હેલ્થ નર્સિંગ એક્ટિવિટીઝ (activities) નું પ્લાનિંગ (planning), ઓર્ગેનાઈઝેશન (organization), ઈમ્પ્લેમેન્ટેશન (implementation), સુપરવિઝન (supervision) અને ઇવેલ્યુએશન (evaluation) કરે છે.

Functions of District Public Health Nursing Officer (ડિસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સિંગ ઓફીસરનાં કાર્યો):

1.Planning and Implementation of Health Programs (પ્લાનિંગ એન્ડ ઈમ્પ્લિમેન્ટેશન ઓફ હેલ્થ પ્રોગ્રામ્સ):

ડિસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સિંગ ઓફીસર વિવિધ નૅશનલ હેલ્થ પ્રોગ્રામ્સનું પ્લાનિંગ અને ઈમ્પ્લિમેન્ટેશન કરવા માટે જવાબદાર હોય છે. તેઓ પબ્લીક હેલ્થ નર્સિંગ સર્વિસીસને લોકો સુધી પહોંચાડવા માટે સ્ટ્રેટેજી ડેવલપ કરે છે અને તેના ઇમ્પ્લિમેન્ટેશન માટે સુપરવિઝન આપે છે.

2.Supervision and Monitoring (સુપરવિઝન એન્ડ મોનિટરિંગ):

તેઓ તલાટી લેવલે કામ કરતાં હેલ્થ વર્કર્સ, ANM, નર્સ અને અન્ય પેરામેડિકલ સ્ટાફના કામનું સુપરવિઝન અને મોનિટરિંગ કરે છે. તેઓ દ્વારા સર્વિસ ડિલિવરીના સ્ટાન્ડર્ડ્સમાં ક્વૉલિટી મેઇન્ટેઇન થાય છે કે નહીં તે જોવામાં આવે છે.

3.Training and Capacity Building (ટ્રેઇનિંગ એન્ડ કપેસિટી બિલ્ડિંગ):

ઓફીસર હેલ્થ વર્કર્સ અને નર્સિંગ સ્ટાફ માટે રેગ્યુલર ટ્રેઇનિંગ ઓર્ગેનાઇઝ કરે છે. સ્કિલ ડેવલપમેન્ટ, અપડેટેડ ક્લિનિકલ પ્રેક્ટિસિસ અને ન્યૂ નોલેજના આધારે સ્ટાફની કેપેસિટી બિલ્ડ કરે છે જેથી પેશન્ટને ક્વૉલિટી કેર મળી શકે.

4.Data Collection and Reporting (ડેટા કલેક્શન એન્ડ રિપોર્ટિંગ):

હેલ્થ રિલેટેડ આઉટકમ્સ, ઇમ્યુનાઈઝેશન, મેટર્નલ હેલ્થ, ચાઈલ્ડ હેલ્થ અને કોન્ટ્રાસેપ્ટિવ યુઝ સંબંધિત ડેટાનું કલેક્શન અને એના આધાર પર રેગ્યુલર રિપોર્ટ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે.

5.Infection Control and Public Health Safety (ઇન્ફેક્શન કન્ટ્રોલ એન્ડ પબ્લીક હેલ્થ સેફ્ટી):

ઓફીસર ઈન્ફેક્શન કન્ટ્રોલના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સનું ફોલોઅપ સુનિશ્ચિત કરે છે. હેલ્થ સેન્ટર્સમાં હાઈજિનિક કન્ડિશન્સ જાળવવી, સ્ટરીલાઈઝેશન અને વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસીસનું પાલન થાય તેની દેખરેખ રાખે છે.

6.Community Participation and Awareness (કમ્યુનિટી પાર્ટિસિપેશન એન્ડ અવેરનેસ):

ઓફીસર લોકલ લેવલ પર એવેરનેસ કેમ્પેઈન ઓર્ગેનાઈઝ કરે છે જેમ કે મેટર્નલ કેર, ન્યુટ્રિશન, હાઈજિન, વેક્સિનેશન વગેરે વિષે. તેઓ કમ્યુનિટી હેલ્થમાં ઇન્વોલ્વમેન્ટ વધારવા માટે લોકલ બોડીઝ અને નોન-ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન્સ સાથે કોઓર્ડિનેશન કરે છે.

7.Emergency and Disaster Management (ઇમરજન્સી એન્ડ ડિસાસ્ટર મેનેજમેન્ટ):

ડિસ્ટ્રીક્ટ લેવલની હેલ્થ ઇમરજન્સી કે નેચરલ ડિઝાસ્ટર જેવી કન્ડિશન માં ઓફીસર રેપિડ રેસ્પોન્સ માટે પ્લાનિંગ કરે છે. પેશન્ટ કેર, રિહેબિલિટેશન અને રીસોર્સ મૂવીંગનું કોઓર્ડિનેશન કરે છે.

8.Coordination with Other Departments (કોઓર્ડિનેશન વિથ અધર ડિપાર્ટમેન્ટ્સ):

ઓફીસર એજ્યુકેશન, વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ, પબ્લીક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ અને અન્ય ડિપાર્ટમેન્ટ્સ સાથે મળીને ઇન્ટિગ્રેટેડ હેલ્થ એક્ટિવિટીઝને આગળ વધારવામાં ભૂમિકા ભજવે છે.

9.Budgeting and Resource Allocation (બજેટિંગ એન્ડ રિસોર્સ એલોકેશન):

હેલ્થ સર્વિસીસ માટે ફંડ્સનું યોગ્ય એલોકેશન અને યુટિલાઈઝેશન કરવાનું કામ ઓફીસર દ્વારા કરવામાં આવે છે. તેઓ જરૂરિયાત મુજબ મટિરિયલ, મેનપાવર અને ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ કરે છે.

10.Ensuring Quality of Care (એન્શ્યોરિંગ ક્વૉલિટી ઑફ કેર):

તેઓ પેશન્ટને મળતી હેલ્થકેર સર્વિસીસમાં ક્વૉલિટી અને એથિકલ સ્ટાન્ડર્ડ્સ જાળવાય છે કે નહીં તેની જવાબદારી લે છે. તેઓ ક્લિનિકલ ગાઇડલાઇન્સ અને નર્સિંગ એથિક્સનું પાલન સુનિશ્ચિત કરે છે.

ડિસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સિંગ ઓફીસર એ હેલ્થ સેક્ટરના એહમ પાયાની ભૂમિકા ભજવે છે. તેઓ ફ્રન્ટલાઇન વર્કફોર્સને એડવાઇસ આપે છે, પબ્લીક હેલ્થ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન સુનિશ્ચિત કરે છે અને સમગ્ર ડિસ્ટ્રીક્ટમાં પેશન્ટ સેન્ટર ક્વૉલિટી હેલ્થકેર ડિલિવરી માટે એક કી પોઝિશન ધરાવે છે.

b) List out sources of vital health statistics. આરોગ્યલક્ષી જીવંત આંકડાઓના સ્ત્રોતોની યાદી બનાવો.04

Vital Health Statistics (વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ):

વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એ એવા તથ્યાત્મક આંકડાઓ (Factual figures) છે જે પોપ્યુલેશનના હેલ્થ સ્ટેટસ, મૉર્બિડિટી (morbidity), મૉર્ટલિટી (mortality), બર્થ રેટ (birth rate), ડેથ રેટ (death rate), લાઈફ એક્સપેક્ટન્સી (life expectancy) વગેરે અંગે સંપૂર્ણ માહિતી આપે છે. આ આંકડાઓ વિવિધ હેલ્થ પોલિસી (policy) બનાવવા, પ્લાનિંગ (planning), ઇવેલ્યુએશન (evaluation), અને હેલ્થ સર્વિસ ડિલિવરી (health service delivery) માટે ખૂબ જ જરૂરી હોય છે.

સોર્સિસ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ(Sources of vital Statistics):

1.સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS : Civil Ragistration System):

  • સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ એ વાઇટલ ઇવેન્ટ(બર્થ, ડેથ, લગ્ન વગેરે) ની ઘટના અને લાક્ષણિકતાઓ નું કન્ટીન્યુઅસ, પરમનેન્ટ અને કમ્પલસરી રેકોર્ડિંગ છે.
  • ઓથોરિટી: ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા મિનિસ્ટર ઓફ હેલ્થ હેઠળ સંચાલિત હોય છે.
  • મહત્વ: બર્થ અને ડેથ રેટ માટે પ્રાઇમરી ડેટા પ્રોવાઇડ કરે છે, જે પ્લાનિંગ અને પોલીસી મેકિંગ માટે ક્રુશિયલ છે.

2. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS : Sample Ragistration System):

  • બર્થ રેટ, ડેથ રેટ અને અન્ય ફર્ટીલિટી અને મોર્ટાલિટી ઇન્ડિકેટર્સ ના રિલાયેબલ એન્યુઅલ એસ્ટીમેશન માટે મોટા પાયે ડેમોગ્રાફિક સર્વે કરે છે.
  • ઓથોરિટી: ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ની ઓફિસ દ્વારા કન્ડક્ટ કરવામા આવે છે.
  • મહત્વ: CRS (સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ્સ) ડેટા ને સપ્લીમેન્ટ બનાવે છે અને વધારે એક્યુરેટ અને ટાઇમ્લી એસ્ટીમેટ્સ પૂરા પાડે છે.

3.વસ્તી ગણતરી (Census):

  • દર દસ વર્ષે આયોજિત, ભારતની વસ્તી ગણતરી એ વસ્તી ના કોમ્પ્રાહેંસીવ ડેટા કલેકટ કરે છે. જેમ, કે એજ, જાતી અને મરાઇટલ સ્ટેટસ સહિત ની ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે.
  • ઓથોરિટી: ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર, કાર્યાલય દ્વારા કન્ડક્ટ આવે છે.
  • મહત્વ: ડિટેઇલ મા ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે જે વિવિધ સ્ટેટેસ્ટિક્લ એનાલાઇસીસ અને સોસીયો-ઇકોનોમિક પ્લાનિંગ ને સપોર્ટ પ્રોવાઇડ કરે છે.

4.નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS : National Family health Survey):

  • સમગ્ર ભારતમાં પરિવારો ના રિપ્રેઝન્ટેટીવ સર્વે માં મોટા પાયે, મલ્ટિ-રાઉન્ડ સર્વે હાથ ધરવામાં આવ્યો.
  • ઓથોરિટી: મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર પોપ્યુલેશન સાઇન્સ (IIPS) સાથે કોઓર્ડીનેશન કરી કન્ડક્ટ કરવામા આવે છે.
  • મહત્વ: પોપ્યુલેશન, હેલ્થ અને પોષણ, સાથે સાથે ફર્ટીલિટી રેટ ,માતા અને બાળ આરોગ્ય સહિતનો ડેટા પ્રોવાઇડ કરે છે.

5.હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (HMIS : Health management information system):

  • એક ઓનલાઇન પોર્ટલ છે કે જે સમગ્ર ભારતમાં હેલ્થ ફેસેલીટીસ માંથી ડેટા કલેકટ કરે છે.
  • ઓથોરિટી: મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા મેનેજ કરવામા આવે છે.
  • મહત્વ: હેલ્થ ઇન્ડિકેટર્સ, સર્વિસીસ ડીલેવરી અને હેલ્થ પ્રોગ્રામ ના પર્ફોર્મન્સ પર ડેટા પ્રોવાઇડ કરે છે.

6) એન્યુઅલ હેલ્થ સર્વે (AHS : Annual health Survey):

  • કિ ઇન્ડીકેટર્સ પર ડિસ્ટ્રીક-લેવલ ના એસ્ટીમેટ્સ પ્રોવાઇડ કરે છે,જેમ કે ,ફર્ટીલિટી અને મોર્ટાલિટી રેટ.
  • ઓથોરિટી: ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર, કાર્યાલય દ્વારા કન્ડક્ટ કરવામા આવે છે.
  • મહત્વ: વધુ લોકલાઇઝ્ડ લેવલ પર હેલ્થ પ્રોગ્રામ અને પોલિસીસ ની ઇફેક્ટ નું ઇવાલ્યુએશન કરવામાં મદદ કરે છે.

7) ડેમોગ્રાફી એન્ડ હેલ્થ સર્વે (DHS : Demography and health survey):

  • પોપ્યુલેશન, હેલ્થ અને ન્યુટ્રીશન પર ડેટા કલેક્ટ કરવા માટે સમયાંતરે કંડક્ટ કરવામાં આવે છે.
  • ઓથોરિટી: વિવિધ સંસ્થાઓ દ્વારા કોઓર્ડીનેટેડ અને ઘણીવાર ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે પાર્ટનરશીપ હોય છે.
  • મહત્વ: મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન માટે ઇન્ટરનેશનલી કમ્પેરેબલ ડેટા પ્રોવાઇડ કરે છે.

8) મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ( MCCD : Medical Sartification of cause of Death):

  • સ્ટાન્ડર્ડાઇસ ફોર્મેટ નો ઉપયોગ કરીને મેડિકલ પ્રેક્ટિશનરો દ્વારા ડેથ નું કારણ રેકોર્ડ કરવાની સિસ્ટમ.
  • ઓથોરિટી: ઇન્ડિયા, ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જનરલ, દ્વારા મેનેજ થાય .
  • મહત્વ: મોર્ટાલિટી પેટર્ન અને મૃત્યુ ના કારણો પર એક્યુરેટ ડેટા પ્રોવાઇડ કરે છે, જે પબ્લિક હેલ્થ પ્લાનિંગ માટે જરૂરી છે.

9) હેલ્થ સર્વે એન્ડ રિસર્ચ( Health Survey and Research):

  • વિવિધ સર્વે અને રિસર્ચ અભ્યાસો એ સરકારી એજન્સીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કંડકટ કરવામાં આવે છે.
  • ઉદાહરણો: નેશનલ સેમ્પલ સર્વે (NSS), ઇન્ડિયા હ્યુમન ડેવલોપમેન્ટ સર્વે વગેરે.
  • મહત્વ: આ સર્વે વિવિધ હેલ્થ અને ડેમોગ્રાફિક પેરામીટર્સ પર વધારાના ડેટા પ્રોવાઇડ કરે છે, જે કોમ્પ્રાહેન્સિવ એનાલાઇસીસ અને પોલીસી નુ ફોર્મ્યુલેસન કરવામા સહાય કરે છે.

ભારતમાં વાઇટલ સ્ટેટેસ્ટિક્સ એ મલ્ટીપલ સોર્સીસ માંથી મેળવવામાં આવે છે, દરેક વસ્તીના હેલ્થ અને ડેમોગ્રાફિક કેરેક્ટેરાઇસ્ટીક પર એક્યુરેટ અને કોમ્પ્રાહેન્સીવ ડેટા પ્રોવાઇડ કરવામાં ક્રુશિયલ રોલ પ્લે કરે છે. આ સ્ટેટેસ્ટિક્સ હેલ્થ અને સોશિયલ પ્રોગ્રામ્સ ના ઇફેક્ટિવ પ્લાનિંગ, ઇમ્પલિમેન્ટેશન અને ઇવાલ્યુએશન માટે જરૂરી છે.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)6+6=12

a) Explain Trained Nurses Association of India (TNAI).ટ્રેઇન્ડ નર્સિંસ અસોશિએશન ઓફ ઇન્ડિયાવિસ્તૃતમાં સમજાવો.

Trained Nurses Association of India(ટ્રેઇન્ડ નર્સિંસ અસોશિએશન ઓફ ઇન્ડિયા):

ટ્રેઇન્ડ નર્સિંસ અસોશિએશન ઓફ ઇન્ડિયા એ દેશની સૌથી જૂની અને સૌથી અગત્યની નર્સિંગ એસોસિએશન છે. આ ઓર્ગેનાઇઝેશન એ નર્સિંગ પ્રોફેશનની સાક્ષરતા, પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ અને પેશન્ટ કેરની ગુણવત્તાને ઉંચા ધોરણે પહોંચાડવા માટે કાર્યરત છે. TNAI એ નર્સિંગ પ્રોફેશનના હિતોનું રક્ષણ કરે છે અને તેને વિવિધ સ્તરે પ્રતિનિધિત્વ આપે છે.

Establishment (એસ્ટેબ્લિશમેન્ટ):

TNAI ની સ્થાપના વર્ષ 1908 માં થઈ હતી, જ્યારે તેનું મૂળ નામ “Association of Nursing Superintendents” હતું. ત્યારબાદ 1922 માં “Trained Nurses Association of India” તરીકે તેનો નવો સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું. 1909માં તેને International Council of Nurses (ICN) ની સભ્યતા પ્રાપ્ત થઈ.

Objectives (ઓબ્જેક્ટિવ્સ):

TNAIના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે:

  • નર્સિંગ પ્રોફેશનમાં હાઇ સ્ટાન્ડર્ડસ ઓફ એજ્યુકેશન અને પ્રેક્ટિસ જાળવવી.
  • નર્સિસના એથિકલ સ્ટાન્ડર્ડસ (Ethical Standards) ને પ્રમોટ કરવા.
  • નર્સિસ માટે પ્રોફેશનલ ગ્રોથ અને ડેવલપમેન્ટના અવસર ઊભા કરવાં.
  • પેશન્ટ કેર (Patient Care) ની ગુણવત્તા સુધારવી.
  • નર્સિસના હિતોની રક્ષા કરવી અને તેમના રાઇટસ માટે અવાજ ઉઠાવવો.
  • નેશનલ હેલ્થ પોલિસી સાથે નર્સિંગ પર્સપેક્ટિવથી સહકાર આપવો.

Functions (ફંક્શન્સ):
TNAI ની મુખ્ય કામગીરીમાં શામેલ છે:

  • નર્સિંગ એજ્યુકેશન માટે ગાઇડલાઇન્સ બનાવવી.
  • રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (Research and Development) ને પ્રોત્સાહન આપવું.
  • નર્સિસ માટે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ (Continuing Professional Development) કાર્યક્રમો ચલાવવો.
  • નેશનલ અને ઇન્ટરનેશનલ નર્સિંગ સંગઠનો સાથે સહયોગ કરવો.
  • પબ્લિક હેલ્થ કેર સિસ્ટમમાં નર્સિસનું મહત્વ વધારવું.

Membership (મેમ્બરશિપ):
TNAI માં ચાર પ્રકારની મેમ્બરશિપ હોય છે:

1.Student Membership

2.General Membership

3.Associate Membership

4.Life Membership

દરેક મેમ્બર માટે વિવિધ પ્રવૃત્તિઓ, ટ્રેઇનિંગ અને સેમિનારનું આયોજન થાય છે જેથી તેઓના પ્રોફેશનલ સ્કિલ્સમાં સુધારો થાય.

Publications (પબ્લિકેશન્સ):

TNAI દ્વારા “The Nursing Journal of India” પબ્લિશ કરવામાં આવે છે, જે નર્સિંગ રિસર્ચ, થ્યોરીઝ અને સ્ટડીઝ માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત વિવિધ એજ્યુકેશનલ મટિરિયલ અને ગાઇડલાઇન પણ પ્રકાશિત થાય છે.

Affiliations (અફિલીએશન્સ):

TNAI ની નીચેની ઇન્ટરનેશનલ બોડીસ સાથે જોડાણ છે:

1.International Council of Nurses

2.Commonwealth Nurses and Midwives Federation

3.Indian Nursing Council

4.World Health Organization

આ તમામ સંગઠનો સાથેનું સહકાર TNAI ને ગ્લોબલ લેવલે નર્સિંગ સ્ટાન્ડર્ડસ ઉભા કરવામાં મદદરૂપ બને છે.Trained Nurses Association of India એ નર્સિંગ પ્રોફેશન માટે એક મજબૂત પિલર તરીકે કાર્ય કરે છે. તે માત્ર નર્સિસના હિતોને જ નથી જોવા રહ્યું, પરંતુ દેશની હેલ્થકેર સિસ્ટમમાં પણ મોટો ફાળો આપે છે. TNAI એ એક એવું પ્લેટફોર્મ છે જે પ્રોફેશનલ એથિક્સ, સ્ટાન્ડર્ડસ અને પેશન્ટ કેર માટે નર્સિસને મજબૂત બનાવે છે.

b) Describe health care delivery system at state level. રાજય સ્તરે હેલ્થ કેર ડિલીવરી સિસ્ટમ વર્ણવો.

1. Introduction (ઇન્ટ્રોડક્શન):
રાજ્ય સ્તરે હેલ્થ કેર ડિલીવરી સિસ્ટમ એ હેલ્થ સર્વિસીસ (services) ના આયોજન (planning), અમલ (implementation), અને નિયંત્રણ (supervision) માટે જવાબદાર Organized વ્યવસ્થા છે, જે રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તે તમામ હેલ્થ પ્રોગ્રામ્સ (programs), પબ્લિક હેલ્થ ઇનિટેટિવ્સ (public health initiatives), અને મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ (medical institutions)ના સંચાલન માટે કામ કરે છે.

2. Major Components (કમ્પોનન્ટ્સ):

A. State Health Directorate (ડાયરેક્ટોરેટ):

  • રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ (department) હેઠળ કાર્યરત હોય છે.
  • ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસિસ (services), ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન (education) વગેરે ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા સંચાલિત.
  • હેલ્થ પોલિસી (policy) બનાવવા, પ્રોગ્રામનું અમલ કરાવવા, મોનિટરિંગ (monitoring) અને ઇવેલ્યુએશન (evaluation) માટે જવાબદાર.

B. State Ministry of Health (મિનિસ્ટ્રી):

  • હેલ્થ મિનિસ્ટર અને સેક્રેટરી દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
  • તમામ રાજય કક્ષાના ફંડ્સ (funds), નીતિઓ અને પબ્લિક હેલ્થ મેટર્સ (matters) માટે જવાબદાર.

3. Three-Tier Health Care Delivery Structure at State Level (ત્રિસ્તરીય હેલ્થ કેર ડિલીવરી સ્ટ્રક્ચર):

A. Primary Level (પ્રાઇમરી લેવલ):

  • સુવિધાઓ: સબ-સેન્ટર્સ (sub-centres), પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ (PHCs).
  • મુખ્યત્વે ગ્રામીણ અને અંડરસર્વ્ડ પોપ્યુલેશન (underserved population)ને ટાર્ગેટ કરે છે.
  • સર્વિસીસમાં ઇમ્યુનાઇઝેશન (immunization), મેટરનલ અને ચાઇલ્ડ હેલ્થ (MCH), હેલ્થ એજ્યુકેશન, ડાયટેટિક કાઉન્સેલિંગ વગેરે સામેલ.

B. Secondary Level (સેકન્ડરી લેવલ):

  • સુવિધાઓ: કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHCs),
    તાલુકો / જિલ્લાની હોસ્પિટલો.
  • વિશેષતા સર્વિસીસ: ઓબ્સ્ટેટ્રિક્સ (obstetrics), પેડિયાટ્રિક્સ (pediatrics), જનરલ સર્જરી (surgery), મેડિસિન (medicine).
  • રિફરલ કેર માટે કાર્યરત.

C. Tertiary Level (ટર્શિયરી લેવલ):

  • સુવિધાઓ: મેડિકલ કોલેજ હોસ્પિટલ્સ (colleges), રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સ (institutes), હાઈ સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ.
  • એડવાન્સ કેર (advanced care) અને સુપર-સ્પેશિયાલિટી સર્વિસીસ પૂરી પાડે છે.
  • કોમ્પ્લેક્સ કિસ્સાઓ માટે રિફરલ પોઈન્ટ તરીકે કાર્ય કરે છે.

4. State-Level Health Institutions (ઇન્સ્ટિટ્યુશન્સ):

  • મેડિકલ કોલેજ hospitals
  • રાજ્ય TB ટ્રેનિંગ અને ડેમોનસ્ટ્રેશન સેન્ટર્સ
  • હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ટ્રેનિંગ સેન્ટર્સ
  • સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ
  • રાજ્ય રિફરલ લેબોરેટરીઝ (laboratories)

5. Supporting Systems and Manpower (મેનપાવર):

  • મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ (workers), નર્સેસ (nurses), લેબ ટેક્નિશિયન્સ (technicians), મેડિકલ ઓફિસર્સ (officers), સ્પેશિયાલિસ્ટ્સ (specialists).
  • મિસન ડિરેક્ટોરેટ્સ જેમ કે NRHM (National Rural Health Mission), NUHM (National Urban Health Mission) પણ સહયોગ આપે છે.
  • IT-enabled મોનિટરિંગ અને હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (HMIS).

6. Key Responsibilities of State Health System (જવાબદારીઓ):

  • હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ
  • હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ
  • પબ્લિક હેલ્થ પોલિસી બનાવવી
  • હેલ્થ ઇનશ્યોરન્સ સ્કીમ્સ નો અમલ
  • ઇમરજન્સી મેડિકલ રિસ્પોન્સ પ્લાનિંગ
  • હેલ્થ સર્વેલન્સ (surveillance) અને રિસ્ક મેનેજમેન્ટ

7. Challenges at State Level (ચેલેન્જેસ):

  • અપૂરતું મેનપાવર અને ફંડ્સ
  • ગ્રામીણ વિસ્તારમાં હેલ્થ સર્વિસીસ સુધીની પહોચ
  • રિફરલ મેકેનિઝમની કમજોરી
  • ડેટા મેનેજમેન્ટ સિસ્ટમમાં ખામી

8. Coordination with Central Health System (સહયોગ):
રાજ્ય સ્તરે હેલ્થ કેર ડિલીવરી માટે કેન્દ્ર સરકારના મિશન્સ અને સ્કીમ્સ જેવી કે NHM (National Health Mission), Ayushman Bharat નો અમલ પણ થાય છે. રાજ્ય સરકારે તેને પોતાના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોલિસીઝ સાથે સંકલિત કરીને કાર્યરત રાખે છે.

રાજ્ય સ્તરે હેલ્થ કેર ડિલીવરી સિસ્ટમ એ સમગ્રીક રીતે લોકો સુધી પ્રાથમિક થી ટર્શિયરી લેવલ સુધીની સર્વિસીસ પહોંચાડવા માટે કામ કરતી એક માળખાકીય વ્યવસ્થા છે. તે નીતિ, અમલ, મોનિટરિંગ અને સમન્વયના માધ્યમથી પેશન્ટ-સેન્ટ્રિક (centric) કેર સુનિશ્ચિત કરે છે. વધુ અસરકારક હેલ્થ કેર માટે ટેક્નોલોજી, મેનપાવર અને સંકલન મહત્વપૂર્ણ છે

c) Write down demographic cycle in detail. ડેમોગ્રાફીક સાઇકલ વર્ણવો.

ડેમોગ્રાફિક સાયકલ:

ડેમોસ મિન્સ પીપલ
ગ્રાફીન મિન્સ ધ રેકોર્ડ.

ડેમોગ્રાફિ
હ્યુમન પોપ્યુલેશન અને તેના એલિમેન્ટ્સ એટલે કે સાઇઝ, કમ્પોઝિશન તથા ડિસ્ટ્રીબ્યુશન ની સાયન્ટિફિક સ્ટડી ને ડેમોગ્રાફી કહેવામાં આવે છે. ડેમોગ્રાફી એટલે પોપ્યુલેશન ની સાયન્ટિફિક રીતે સ્ટડી કરવી.

કોન્સેપ્ટ ઓફ ડેમોગ્રાફી

ડેમોગ્રાફી એ એક એવી સાયન્સ ની બ્રાન્ચ છે જે હ્યુમન પોપ્યુલેશન વિશે સ્ટડી કરી છે તે માત્ર ત્રણ એલિમેન્ટ્સ પર સ્પેશિયલ પ્રોવાઇડ કરવામાં આવે છે.

  • 1) પોપ્યુલેશન ની સાઇઝમાં કોઇપણ ચેન્જીસ થાય તો એટલે કે સાઇઝ એ ઇન્ક્રીઝ અથવા ડીક્રીઝ થાય .
  • 2) પોપ્યુલેશન નું સ્ટ્રક્ચર( બેઝીક ઓફ એજ એન્ડ સાઇઝ).
  • 3) રાજ્ય અથવા પ્રદેશ ના આધારે જીયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન.

ડેમોગ્રાફિક સાયકલ ના મેઇન્લી 5 સ્ટેજિસ પડે છે.

  • 1) ફર્સ્ટ સ્ટેજ= હાઇ સ્ટેસનરી સ્ટેજ,
  • 2) સેકન્ડ સ્ટેજ= અર્લી એક્સપાન્ડિંગ,
  • 3) થર્ડ સ્ટેજ = લેટ એક્સપાન્ડિંગ,
  • 4) ફોર્થ સ્ટેજ= લો સ્ટેશનરી,
  • 5) ફિફ્થ સ્ટેજ=ડિક્લાઇન સ્ટેજ

1) ફર્સ્ટ સ્ટેજ= હાઇ સ્ટેસનરી સ્ટેજ: હાઇ સ્ટેશનરી સ્ટેજ માં પોપ્યુલેશન ની સાઇઝ અને કમ્પોઝિશન માં ચેન્જીસ થતા નથી.

બર્થ રેટ : ↑હાઇ
ડેથ રેટ : ↑હાઇ

  • કારણ કે તેમાં હાઇ બર્થ રેટ તથા હાઇ ડેથ રેટ એટલે કે બંને એકબીજા ને કેન્સલ કરે છે અને જેના કારણે પોપ્યુલેશન એ સ્ટેશનરી(સ્થિર) રહે છે.
  • 17મી સદીના મધ્ય સુધી, વિશ્વની વસ્તી આ સ્ટેજ માં હતી અને ભારત 1920 સુધી આ સ્ટેજ માં હતું.

Ex: India in 1920

2)સેકન્ડ સ્ટેજ= અર્લી એક્સપાન્ડિંગ: સેકન્ડ સ્ટેજ અર્લી એક્સપાન્ડિંગ સ્ટેજ માં ડેથ રેટ એ ડિક્રીઝ થાય છે કારણ કે હેલ્થ કન્ડિશનમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને બર્થ રેટ એ અનચેન્જ રહે છે.

બર્થ રેટ : ↑અનચેન્જ
ડેથ રેટ : ↓ડિક્લાઇન

  • અર્લી એક્સપાન્ડિંગ સ્ટેજમાં બર્થ રેટ એ ચેન્જ થતો નથી પરંતુ દેથલેટ એ ઓછો થાય છે જેના કારણે પોપ્યુલેશન ની સાઇઝ માં થોડો વધારો જોવા મળે છે.
  • વિશ્વની વસ્તી 17મી સદીના મીડલ થી 19મી સદીના મીડલ સુધી આ સ્ટેજ માં હતી. ભારત 1921 થી 1950 સુધી આ સ્ટેજ માં હતું

Ex: South Asia,Africa

3)થર્ડ સ્ટેજ = લેટ એક્સપાન્ડિંગ: થર્ડ સ્ટેજ લેટ એક્સપાન્ડિંગ સ્ટેજમાં ડેથ રેટ એ થોડું વધારે ડિક્લાઇન ને થાય છે અને બર્થ ડેટ થોડુ ડિક્લાઇન જોવા મળે છે

બર્થ રેટ : ↓સ્લાઇડ ( થોડુ) ડિક્લાઇન
ડેથ રેટ :↓ફરધર ડિક્લાઇન

  • લેટ એક્સપાંડિંગ સ્ટેજમાં બર્થ ડેટ એ થોડો ડિકલાઇન થાય છે જ્યારે ડેથ રેટ એ થોડું વધારે ડીક્લાઇન થાય છે પરંતુ બર્થ ડેટ એ ડેથ રેટ કરતા થોડું વધારે હોવાના કારણે તેમાં પોપ્યુલેશન ગ્રો જોવા મળે છે.

Ex: china,Singapore and india

4) ફોર્થ સ્ટેજ= લો સ્ટેશનરી: ફોર્થ સ્ટેજ લો સ્ટેશનરી સ્ટેજ માં બર્થ ડેટ લો થાય છે અને ડેટ રેટ પણ લો થાય છે જેના કારણે પોપ્યુલેશન સ્ટેશનરી (સ્થિર) જોવા મળે છે

બર્થ રેટ : ↓લો
ડેથ રેટ : ↓લો

  • આ સ્ટેજ માં જન્મ પ્રમાણ અને મૃત્યુ પ્રમાણ એ ઓછું હોવાના કારણે વસ્તીમાં સ્થિરતા જોવા મળે છે અને આ સામાન્ય રીતે ડેવલોપ્ડ અને ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રીમાં મેઇન્લી જોવા મળે છે.

ઑસ્ટ્રેલિયામાં 1980-1985 દરમિયાન ઝીરો પોપ્યુલેશન ગ્રોથ નોંધવામાં આવે છે.

Ex:=Australia in 1980-1985.

5) ફિફ્થ સ્ટેજ=ડિક્લાઇન સ્ટેજ: ફિફ્થ સ્ટેજ ડિક્લાઇન સ્ટેજ માં બર્થ ડેટ એ ફરધર લો થાય છે જ્યારે ડેટ એ અનચેન્જ રહે છે જેના કારણે પોપ્યુલેશન માં ઘટાડો જોવા મળે છે.

બર્થ રેટ : ↓ફરધર લો
ડેથ રેટ : ↓અનચેન્જ

  • આમ આ ડીકલાઈન સ્ટેજમાં બર્થ ડેટ એ ઓછો થવાના કારણે અને જ્યારે દેથરેટ હોવાના કારણે પોપ્યુલેશનમાં ઘટાડો જોવા મળે છે જે સામાન્ય રીતે જર્મની અને હંગેરી મા આ સ્ટેજ જોવા મળે છે.

Ex:= Germany and Hungary.

  • ડેમોગ્રાફિક સાયકલ એ સમજાવવામાં મદદ કરે છે કે સોસિયો- ઇકોનોમિક ફેક્ટર, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને કલ્ચરલ ચેન્જીસ થી અફેક્ટેડ, ડેવલોપમેન્ટ ના વિવિધ સ્ટેજિસ દ્વારા પોપ્યુલેશન કેવી રીતે વિકસિત થાય છે અને ટ્રાન્ઝીસન(સંક્રમણ) થાય છે.

Q.4 Write short notes. ટૂંકનોધ લખો. (કોઇપણ ત્રણ)12

a) Primary Health Center – પ્રાઇમરી હેલ્થ સેન્ટર

1. Introduction (ઇન્ટ્રોડક્શન):
Primary Health Center (PHC) એ હેલ્થ કેર ડિલીવરી સિસ્ટમનો First point of contact છે, ખાસ કરીને ગ્રામીણ અને દૂર વિસ્તારો માટે રચાયેલું એક સુવ્યવસ્થિત હેલ્થ ઇન્સ્ટિટ્યુશન (institution) છે. આ સેન્ટર પેશન્ટને કોમ્પ્રિહેન્સિવ (comprehensive), ઇન્ટિગ્રેટેડ (integrated), અને કોમ્યુનિટી ઓરિએન્ટેડ (community oriented) હેલ્થ કેર સર્વિસીસ (services) પૂરી પાડે છે.

2. Objectives of PHC (ઑબ્જેક્ટિવ્સ):

  • પેશન્ટને પ્રાથમિક સ્તરની હેલ્થ કેર ઉપલબ્ધ કરાવવી
  • પ્રિવેન્ટિવ (preventive), પ્રોમોટિવ (promotive), કરેટિવ (curative) અને રિહેબિલિટેટિવ (rehabilitative) સર્વિસીસનું વિતરણ
  • રાષ્ટ્રીય હેલ્થ પ્રોગ્રામ્સ (programs) નું અમલીકરણ
  • હેલ્થ એજ્યુકેશન અને બેહેવિયર ચેન્જ કમ્યુનિકેશન
  • માતા અને બાળ હેલ્થ માટે વિશિષ્ટ હેતુઓને પ્રાપ્ત કરવું

3. Location and Population Coverage (લોકેશન અને આવરણ ક્ષમતા):

  • દરેક PHC સામાન્ય રીતે 30,000 વસ્તી માટે માદાની વિસ્તાર માટે અને 20,000 વસ્તી માટે ટ્રાઈબલ અને હિલી વિસ્તારો માટે રચવામાં આવે છે.
  • તે એવા વિસ્તારોમાં સ્થાપાય છે જ્યાં બીજા કોઈ હેલ્થ કેર સંસાધનો (resources)ની સરળતા ઓછી હોય.

4. Services Offered (સેવાઓ):

  • Outdoor Patient Services (OPD): સામાન્ય રોગોની સારવાર
  • Maternal and Child Health (MCH): એન્ટિનેટલ (antenatal), ઇન્ટ્રાપાર્ટમ (intrapartum), પોસ્ટનેટલ (postnatal) કેર અને ન્યૂનતમ ન્યુબોર્ન કેર
  • Immunization: યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ તમામ જરૂરી રસીકરણ
  • Family Planning: કાઉન્સેલિંગ અને કન્ટ્રાસેપ્ટિવ સર્વિસીસ
  • Disease Control Programs: TB, લેપરોસી, માલેરિયા, HIV/AIDS વગેરે માટે હેલ્થ પ્રોગ્રામ્સ
  • Basic Laboratory Services (laboratory)
  • Referral Services (referral): કમ્પ્લિકેટેડ કિસ્સાઓ માટે CHC અથવા ટર્શિયરી કેર સેન્ટર તરફ મોકલવી

5. Staffing Pattern (સ્ટાફિંગ પેટર્ન):
PHCમાં નક્કી કરાયેલ મેનપાવર હોય છે:

  • 1 મેડિકલ ઓફિસર (officer)
  • 1 ફાર્માસિસ્ટ (pharmacist)
  • 1 લેબ ટેક્નિશિયન (technician)
  • 3 સ્ટાફ નર્સ
  • 1 હેલ્થ આસિસ્ટન્ટ – પુરૂષ
  • 1 હેલ્થ આસિસ્ટન્ટ – મહિલા
  • અન્ય ક્લાસ IV સ્ટાફ

6. Infrastructure (ઇન્ફ્રાસ્ટ્રક્ચર):

  • OPD વિભાગ
  • મીની ઓપરેશન થિયેટર (operation theatre)
  • લેબોરેટરી (laboratory)
  • મેટરનિટી રૂમ
  • 6 બેડની ઇનપેશન્ટ સુવિધા
  • સ્ટોર અને ડ્રગ ડીપો
  • કન્સલ્ટેશન રૂમ અને વેઇટિંગ એરિયા

7. Role in National Health Programs (રોલ):
PHC એ વિવિધ નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સના અમલ માટે મુખ્ય સ્થાનો પૈકી એક છે, જેમ કે:

  • National Tuberculosis Elimination Program (NTEP)
  • National Leprosy Eradication Program (NLEP)
  • National Vector Borne Disease Control Program (NVBDCP)
  • Reproductive and Child Health Program (RCH)
  • Universal Immunization Program (UIP)
  • Ayushman Bharat Yojana હેઠળ Health & Wellness Center તરીકે કન્વર્શન

8. Importance of PHC in Community Health (ઇમ્પોર્ટન્સ):

  • પેશન્ટને નિવાસસ્થાને નજીક તાત્કાલિક સારવાર અને માર્ગદર્શન
  • હેલ્થ અવેરનેસ અને એજ્યુકેશન
  • લોકોને રોગોથી બચાવ માટે મોર્લી સપોર્ટ
  • મલ્ટિસેક્ટોરલ અપ્રોચ (approach) દ્વારા પબ્લિક હેલ્થ ટાર્ગેટ્સ હાંસલ કરવામાં સહાયરૂપ

9. Challenges (ચેલેન્જેસ):

  • મેનપાવરની અછત
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તંત્રની મર્યાદા
  • રિફરલ મેકેનિઝમનો અભાવ
  • મોનિટરિંગ અને ઈવેલ્યુએશનમાં અપૂરતી વ્યવસ્થા

Primary Health Center એ હેલ્થ કેર સિસ્ટમનો પાયો છે. તેનું કાર્ય માત્ર સારવાર પૂરતું નહીં પણ પેશન્ટને પ્રિવેન્ટિવ અને પ્રોમોટિવ હેલ્થ સર્વિસીસ પૂરી પાડીને સમગ્ર સમુદાયના હેલ્થ ઈન્ડિકેટર્સ સુધારવા માટે મહત્વપૂર્ણ છે. યોગ્ય મેનેજમેન્ટ, મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તે લોકો માટે સુલભ, અસરકારક અને સસ્તું હેલ્થ કેર પ્લેટફોર્મ પૂરું પાડે છે.

b) ESI Act-ESI એક્ટ

ESI: એમ્પ્લોઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ

એમ્પ્લોઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ, એ 1948 માં પાસ કરવામાં આવ્યો હતો. આ એક્ટ એ કંટ્રી માં એક કોમ્પ્રાહેંસીવ સોશિયલ સિક્યોરિટી એક્ટ છે. આ એક્ટ એ કન્ટ્રીમાં સોશિયલ સર્વિસીસ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરવા માટેનો ઇમ્પોર્ટન્ટ મેઝર છે.

જે એમ્પ્લોઇસ(કમૅચારી) ને ઇલનેસ,મેટરનીટી, ડિસએબલ અને એમ્પ્લોઇમેન્ટ ઇંજરી ના કારણે ડેથ ના કિસ્સામાં ચોક્કસ બેનીફીટ્સ જેમકે, અમુક અમાઉન્ટ મા કેસ તથા મેડિકલ બેનીફીટ્સ પ્રોવાઇડ કરે છે.

એપ્લીકેબીલીટી (લાગુ પડે ):

ESI એક્ટ એ ફેક્ટરીઓ અને અમુક સૂચિત સંસ્થાઓ ને લાગુ પડે છે કે જ્યાં 10 કે તેથી વધુ વ્યક્તિઓ કામ કરે છે. તે ઇકોનોમી ના ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝ બંને સેક્ટર ને કવર કરી લે છે.

આ કાયદો રૂ. 21,000 સુધી દર મહિને વેતન મેળવતા કર્મચારીઓ ને લાગુ પડે છે.જો કે કેન્દ્ર સરકાર એ નોટિફિકેશન દ્વારા વેતન મર્યાદા વધારી શકે છે.

કવરેજ:

ESI એક્ટ હેઠળ કવર કરવામા આવેલા કર્મચારીઓ એ સ્કિમ ની અંદર આપવામાં આવતા વિવિધ બેનીફીટ્સ માટે હકદાર હોય છે.

આ એક્ટ એ ઇલીજીબલ એમ્પ્લોઇસ અને એમ્પલોયર્સ માટે કમ્પલસરી કવરેજ કરે છે.

એડમિનિસ્ટ્રેશન (વહીવટ ):

ESI સ્કિમ એ એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) દ્વારા સંચાલિત થાય છે, જે ભારત સરકારના લેબર અને રોજગાર મંત્રાલય હેઠળ ની એક વૈધાનિક સંસ્થા છે.
ESIC એ કન્ટ્રીબ્યુસન દ્વારા કલેક્ટ કરેલા ફંડ ને મેનેજ કરે છે અને સ્કિમ નુ ઇફેક્ટીવ ઇમ્પલીમેન્ટેશન થાય છે કે નહી તેની ખાતરી કરે છે.

કન્ટ્રીબ્યુસન:

ESI સ્કિમ મા કન્ટ્રીબ્યુસન એ એમ્પ્લોઇસ અને એમ્પલોયર્સ બંને દ્વારા કરવામાં આવે છે.

કરન્ટ કન્ટ્રીબ્યુસન રેટ એ એમ્પ્લોઇસ માટે વેતન ના 1.75% અને એમ્પલોયર્સ માટે 4.75% છે, જે કુલ વેતન ના 6.5% છે.

ઇન્સ્પેક્શન એન્ડ એનફોર્સમેન્ટ:

આ સ્કિમ એ તેની પ્રોવીઝન્સ (જોગવાઇ) નુ પાલન થાય છે કે કેમ તે ખાતરી કરવા માટે કવર કરવામા લેવામાં આવેલી સંસ્થાઓ નુ ઇન્સપેક્સન કરે છે. ESI એક્ટ ની પ્રોવિઝન્સ (જોગવાઇઓ) નું પાલન ન કરવાથી પેનલ્ટી અને લીગલ એક્સન થઇ શકે છે.

નિર્ણય એન્ડ અપીલ:

ESI એક્ટ એ કાયદા ના ઇમ્પલીમેન્ટેશન ને લગતા વિવાદો ના નિર્ણય માટે જોગવાઈ કરે છે. એમ્પ્લોઇસ અને એમ્પલોયર્સ ને ESIC ઓથોરિટીસ ના નિર્ણયો સામે અપીલ કરવાનો અધિકાર હોય છે.

ઓબ્જેકટીવ:

ESI એક્ટ નો પ્રાઇમરી ઓબ્જેકટીવ એ એમ્પ્લોઇસ અને તેમના ફેમેલીસ ને મેડિકલ એમરજન્સી ના સમયે ફાઇનાન્સિયલ મુશ્કેલીઓ થી બચાવવા અને તેમને ક્વોલિટી મેડિકલ કેર અને સોસિયલ સિક્યોરિટી ના બેનીફીટ્સ પ્રોવાઇડ કરવાનો હોય છે.
તેનો ઓબ્જેકટીવ એ સ્કિમ હેઠળ કવર કરી લેવામાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વર્કર માં હેલ્થ અને વેલફેર ને પ્રમોટ કરવાનો છે.

બેનિફિટ્સ ઓફ ESI એક્ટ :

  • 1)મેડિકલ બેનિફિટ,
  • 2)સિકનેસ બેનિફિટ,
  • 3)મેટરનીટી બેનિફિટ,
  • 4)ડિસેબલમેન્ટ બેનિફિટ,
  • 5)ડીપેન્ડેડ બેનિફિટ,
  • 6)ફુનેરલ બેનિફિટ,
  • 7)રિહેબિલિટેશન બેનિફિટ.

1) મેડિકલ બેનિફિટ:

મેડિકલ બેનિફિટ માં હોસ્પિટલાઇઝેશન દરમિયાન ઇન્ક્લુડ થતી ફુલ મેડિકલ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
ESI હોસ્પિટલો, ડિસ્પેન્સરી અને ટાઇ-અપ હોસ્પિટલો ના નેટવર્ક દ્વારા ઇન્સ્યોર્ડ પર્સન અને તેમના પર ડિપેન્ડેડ ને કોમ્પ્રાહેંસીવ મેડિકલ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.જે નીચે મુજબ છે:

  • OPD કેર,
  • ડ્રગ્સ તથા ડ્રેસિંગ પ્રોવાઇડ કરવું,
  • બધા પ્રકારની સ્પેશિયાલિટીસ મેડિકલ સર્વિસીસ,
  • ફ્રી ડ્રગ્સ,
  • પેથોલોજીકલ અને રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન,
  • ઇમ્યુનાઇઝેશન અને ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ,
  • ડોમીસિલરી સર્વિસીસ,
  • એન્ટિનેટલ એન્ડ પોસ્ટનેટલ સર્વિસીસ,
  • ઇમરજન્સી સર્વિસીસ,
  • એમ્બ્યુલન્સ સર્વિસીસ,
  • હેલ્થ એજ્યુકેશન ઇન પેશન્ટ ટ્રીટમેન્ટ.
  • વગેરે જેવી મેડિકલ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં આવે છે,
  • અને સાથે-સાથે
  • કોમ્પ્લીકેટેડ કેસોમાં જ્યાં સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટ ની જરૂર હોય, તો પેશન્ટ ને ESI કોર્પોરેશન ના ખર્ચે રાજ્ય ની બહાર ઇન્સટીટ્યુસનલ ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે.

અધર મેડિકલ બેનિફિટ્સ:

  • ડેન્ચર્સ,
  • આર્ટિફિશિયલ લીમ્બસ,
  • સ્પેક્ટેકલ્સ( પ્રોસ્થેસીસ),
  • હીયરીંગ એઇડ,
  • હર્નિયા બેલ્ટ,
  • વોકિંગ કેલીપર,
  • જેકેટ ,વગેરે ની પણ જરૂરિયાત હોય ત્યારે પ્રોવાઇડ કરવામાં આવે છે.

2) સિકનેસ બેનિફિટ:

જો સિકનેસ એ ઇન્સ્યોર્ડ મેડિકલ ઓફિસર અથવા ઇન્શ્યોરન્સ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા પ્રમાણિત કરવામાં આવી હોય તો ખાતરી કરાયેલ વ્યક્તિ એ સિકનેસ બેનીફીટ્સ માટે હકદાર હોય છે.
સિકનેસ નો બેનિફિટ એ કેસ સ્વરૂપે 365 દિવસ ના કોઇપણ સતત સમયગાળા માં મેક્સિમમ 91 દિવસ માટે ચૂકવવાપાત્ર હોય છે. કેસ મા પેમેન્ટ નો રેટ એ ડેઇલી વેતનના 50% હોય છે.
સિકનેસ નો બેનિફિટ મેળવનાર વ્યક્તિએ એક્ટ હેઠળ પ્રોવાઇડ કરવામા આવેલ મેડિકલ ટ્રીટમેન્ટ હેઠળ રહેવું પડે છે.

એક્સટેન્ડેડ સીકનેસ બેનિફિટ:

જો ખાતરી કરાયેલ વ્યક્તિ એ લોન્ગ ટર્મ ડિસીઝ થી સફર થતુ હોય, તો એક્ટ અનુસાર, તે 91 દિવસની સિકનેસ બેનીફીટ્સ ઉપરાંત વધુમાં વધુ બે વર્ષ માટે એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટ માટે હકદાર હોય છે.એવી 34 બીમારીઓ છે કે જેના માટે બે વર્ષથી સતત નોકરીમાં રહેલ વ્યક્તિ માટે એક્સટેન્ડેડ બેનીફીટ્સ ચૂકવી શકાય છે.

એનહાન્સ સિકનેસ બેનિફિટ:

એસ્યોર્ડ વુમન ને ટ્યુબેક્ટોમી કરાવ્યા પછી 14 દિવસ અને વાસેક્ટોમી કરાવનાર એન્સ્યોર્ડ મેલ માટે 7 દિવસના એન્હાન્સ સિકનેસ બેનિફિટ પ્રોવાઇડ કરવામાં આવે છે .

3) મેટરનીટી બેનિફિટ:

  • મેટરનીટી બેનિફિટ મા જે એમ્પ્લોઇ વુમન એ પ્રેગ્નેન્ટ હોય તેને 120 થી 180 દિવસ સુધીની લીવ મળે છે.
  • આવી પ્રેગ્નન્ટ વુમન ને નાઇટ વર્ક સાંજના 7.00 વાગ્યા થી સવારના 06:00 વાગ્યા સુધી કામ પ્રોવાઇડ કરવામાં આવતું નથી.
  • જો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી( MTP)હોય તો તેના માટે 15 દિવસની લીવ આપવામાં આવે છે.
  • જો કોઇ કેસમાં એબોર્શન થયું હોય તો વુમનને 6 વીક અથવા 45 દિવસની લીવ આપવામાં આવે છે.
  • પેટર્નીટી લીવ 15 દિવસ સુધીની આપવામાં આવે છે.
  • એક્સેસિવ વેઇટ કેરિંગ વાળું વર્ક પ્રેગ્નન્ટ વુમનને આ એક્ટ અંદર આપવામાં આવતું નથી.
  • પ્રેગનેટ વુમનને એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ તથા પોસ્ટ પ્રોવાઇડ સર્વિસીસ પણ ફ્રી પ્રોવાઇડ કરવામાં આવે છે.

4) ડિસએબલમેન્ટ બેનિફિટ:

  • એમ્પ્લોયમેન્ટ ઇન્જરીના કારણે ટેમ્પરરી અથવા પર્મનેન્ટ ડીસેબલમેન્ટ ના કિસ્સામા માં કેસ બેનિફિટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • ડિસેબલમેન્ટ ના આધારે બેનિફિટની અમાઉન્ટ ચેન્જ થાય છે.
  • ટેમ્પરરી ડિસેબલમેન્ટ બેનિફિટ (TDB) મા ઇન્યોરેબલ એમ્પલોયમેન્ટ માં એન્ટર થયાના પ્રથમ દિવસ થી પેયેબલ હોય છે અને જ્યાં સુધી ડિસએબીલિટી કન્ટીન્યુ રહે ત્યાં સુધી વેતન ના 90% ના દરે એમ્પલોયમેન્ટ ઇન્જરી ના કિસ્સામાં કોઇપણ કન્ટ્રીબ્યુસન પેઇડ કરવામા આવે છે.

પરમેનેન્ટ ડિસટેબલમેન્ટ બેનિફિટ:

  • મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણિત અર્નિંગ કેપેસીટી ના નુકસાન ની હદના આધારે મંથલી પેમેન્ટ ના રૂપમાં પરમેનન્ટ ડિસેબલ ના બેનીફીટ્સ મા વેતન ના 90% ના દરે ચૂકવવામાં આવે છે.
  • જો ટોટલ ડિસેબલમેન્ટ થાય તો તેઓને લાઇફ પેન્શન આપવામાં આવે છે.

5) ડિપેન્ડેન્ટ બેનિફિટ:

ડિપેન્ડેન્ટ બેનીફીટ્સ મા જ્યાં એમ્પલોયમેન્ટ ઇન્જરી અથવા ઓક્યુપેશનલ હેઝાડ્સ ને કારણે મૃત્યુ અથવા ઇન્જરી થાય છે, તેવા કેસીસ મા ડેથ થયેલા અથવા ઇન્જર્ડ પર્સન ના ડિપેન્ડેન્ટ ને મન્થલી પેમેન્ટ ના સ્વરૂપમાં વેતનના 90% ના દરે ચૂકવવામાં આવે છે

6) ફુનેરલ બેનિફિટ (અંતિમ સંસ્કાર ખર્ચ ):

અંતિમ સંસ્કાર બેનીફીટ્સ મા ઇન્સ્યોર્ડ વ્યક્તિ ના મૃત્યુ પર તેના અંતિમ સંસ્કાર ના ખર્ચ માટે ચૂકવવાપાત્ર રોકડ ₹10,000/- આપવામા આવે છે.

7) રિહેબિલિટેશન બેનિફિટ:

ઇન્સ્યોર્ડ વ્યક્તિ અને તેના પરિવાર ના સભ્યો કાયમી અપંગતા અથવા નિવૃત્તિ પછી પણ મેડિકલ ટ્રીટમેન્ટ મેળવવાનું ચાલુ રાખી શકે છે.
ઇન્સ્યોર્ડ વર્કર ને જ્યારે જરૂર હોય ત્યારે આર્ટિફિશિયલ લીમ્બ પ્રોવાઇડ કરવામાં આવે છે સાથે આર્ટિફિશિયલ અને સીકનેસ બેનિફિટ્સ રેટ તરીકે કેસ પણ આપવામાં આવે છે જ્યાં સુધી આર્ટિફિશિયલ લીમ્બ નુ રિપ્લેસમેન્ટ ન થઇ જાય ત્યાં સુધી પ્રોવાઇડ કરવામાં આવે છે.

ઓવરઓલ, એમ્પ્લોઇ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ, 1948, ભારતમાં સોસિયલ સિક્યોરિટી ના ક્રુશિયલ પિલર તરીકે ઊભો છે, જે જરૂરિયાતના સમયે ફાઇનાન્સિયલ સહાય અને મેડિકલ કેર પૂરી પાડવાના હેતુ થી વિવિધ લાભો દ્વારા કવર કરી લેવામાં આવેલા એમ્પ્લોઇસ અને તેમના ડિપેન્ડેન્ટ ના વેલફેર ને ઇમ્પ્રુવ કરે છે.

c) First five-year plan પ્રથમ પંચવર્ષીય યોજના

1. Introduction (ઇન્ટ્રોડક્શન):
First Five-Year Plan (plan) એ ભારતમાં હેલ્થ, એગ્રીકલ્ચર (agriculture), ઇન્ડસ્ટ્રિયલ (industrial), અને ઇકોનોમિક ડેવલપમેન્ટ (development) માટે વર્ષ 1951 થી 1956 દરમિયાન લાગુ કરવામાં આવેલું પ્રથમ આયોજન હતું. આ યોજના ખાસ કરીને પેશન્ટ અને કોમ્યુનિટી વેલફેરને ધ્યાનમાં રાખી ને બનાવવામાં આવી હતી. હેલ્થ સેક્ટરનો પાયો મજબૂત કરવાનો આ પહેલો ઐતિહાસિક પ્રયાસ હતો.

2. Time Period (ટાઈમ પિરિયડ):
આ યોજના 1 એપ્રિલ, 1951 થી 31 માર્ચ, 1956 સુધી કાર્યરત રહી.

3. Objective of the Plan (પ્લાનના હેતુઓ):

  • દેશના તમામ નાગરિકોને પોશણ, હેલ્થ અને રહેઠાણ જેવી મૌલિક જરૂરિયાત પૂરી પાડવી
  • પ્રાથમિક હેલ્થ કેર અને પબ્લિક હેલ્થ સર્વિસીસ (services)ને વેગ આપવો
  • ગ્રામીણ પેશન્ટ માટે હેલ્થ ઇન્સ્ટિટ્યુશન્સ (institutions)ની સ્થાપના
  • મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (worker) અને મિડવાઈફ (midwife) જેવા હેલ્થ મેનપાવર ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવો
  • મેટરનલ મોર્ટાલિટી (mortality) અને ઇન્ફન્ટ મોર્ટાલિટી દર ઘટાડવો
  • વેકસીનેશન (vaccination), સેનેટેશન (sanitation) અને પ્યુર વોટર સપ્લાય (supply) માટે વધુ રોકાણ કરવું

4. Allocation for Health Sector (હેલ્થ સેક્ટર માટે ફંડના ફાળવણી):

  • કુલ ખર્ચ: ₹2069 કરોડ
  • હેલ્થ અને ફેમિલી વેલફેર (welfare) માટે અંદાજે ₹140 કરોડ ફાળવાયા
  • આ પૈકી મોટા હિસ્સો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને પબ્લિક હેલ્થ પ્રોગ્રામ્સ માટે હતો

5. Major Health Initiatives (મુખ્ય હેલ્થ પહેલો):

  • Primary Health Centers (PHCs) ની સ્થાપના શરૂ કરવામાં આવી
  • Community Development Programme (programme) નો આરંભ
  • National Malaria Control Programme (NMCP)
  • National Tuberculosis Control Programme (NTCP)
  • Leprosy Control Programme (LCP)
  • પેશન્ટ સુધી હેલ્થ કેર પહોંચાડવા માટે રિફરલ સિસ્ટમ વિકસાવવામાં આવી
  • નર્સિંગ અને મિડવાઈફરી ટ્રેનિંગ માટે ખાસ ભોગવટો

6. Health Infrastructure Development (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ):

  • પ્રથમ વખત હેલ્થ ઇન્સ્ટિટ્યુશન્સ જેવા કે PHCs, MCH સેન્ટર્સ, અને સ્ટેટ હેલ્થ ડાયરેક્ટોરેટના માળખાનું પ્લાનિંગ
  • પેશન્ટ માટે એસીસિબલ (accessible) હેલ્થ કેર સુવિધાઓ પૂરું પાડવા માટે ટેક્નિકલ મેનપાવર વધારવાની યોજના
  • રાજ્ય અને જિલ્લાના સ્તરે હેલ્થ એડમિનિસ્ટ્રેશન (administration) મજબૂત કરવા માટે મિડલ મેનેજમેન્ટ ટ્રેનિંગ કાર્યક્રમો

7. Impact on Community Health (કોમ્યુનિટી હેલ્થ પર અસર):

  • પેશન્ટને સમયસર સારવાર, પ્રેઝન્ટેટિવ (preventive) અને પ્રોમોટિવ (promotive) સર્વિસીસ ઉપલબ્ધ થવા લાગી
  • રોગચાળો ઘટાડવા અને મોર્બિડિટી-મોર્ટાલિટી ઘટાડવા માટે સત્તાવાર પ્રયાસો શરૂ થયા
  • ટ્રેઇન્ડ હેલ્થ વર્કફોર્સના માધ્યમથી ગ્રામ્ય હેલ્થ કેર સુધારવા માટે દિશા નક્કી થઈ
  • રાષ્ટ્રીય હેલ્થ કાર્યક્રમોના માધ્યમથી ટાર્ગેટ પોપ્યુલેશન સુધી અસરકારક સર્વિસીસ પહોંચાડી

8. Limitations of the Plan (મર્યાદાઓ):

  • જરૂરી મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી પણ અપૂરું હતું
  • પેશન્ટ સુધી સર્વિસીસ પહોંચાડવા માટેની પબ્લિક અવેરનેસ હજી ઓછી હતી
  • હેલ્થ અને સેનેટેશન માટે જરૂરિયાત પ્રમાણે ફંડ ઉપલબ્ધ ન હતા
  • ટેકનિકલ સુપરવિઝન અને ઇવેલ્યુએશન મિકેનિઝમ હજી વિકસિત ન થયા હતા

First Five-Year Plan એ ભારતની હેલ્થ પોલિસી માટે મજબૂત પાયો પૂરું પાડ્યો. આ યોજનાની સફળતાને કારણે પછીના તમામ પ્લાનોએ હેલ્થ સેક્ટરને વધુ પ્રાથમિકતા આપી. પ્રાથમિક હેલ્થ કેર, રોગ નિયંત્રણ કાર્યક્રમો, પેશન્ટ-સેન્ટ્રિક એપ્રોચ (approach), અને હેલ્થ ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટના ક્ષેત્રે ભારત માટે આ યોજના ટર્નિંગ પોઈન્ટ બની રહી. It laid the foundation for a structured, sustainable, and people-oriented health care system in India.

d) Types of report – રિપોર્ટ ના પ્રકારો

1. Introduction (ઇન્ટ્રોડક્શન):
Report (રિપોર્ટ) એ એવા દસ્તાવેજ (document) છે જેમાં ચોક્કસ હેલ્થ સંબંધિત માહિતી, આંકડા, અને અવલોકન (observation) ની વિશ્લેષણાત્મક રજુઆત થાય છે. રિપોર્ટ મેડિકલ, પબ્લિક હેલ્થ, રિસર્ચ, અને એડમિનિસ્ટ્રેટિવ (administrative) કામગીરીમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઉપયોગ થાય છે. એક યોગ્ય રીતે તૈયાર કરાયેલ રિપોર્ટ પેશન્ટ કે પોપ્યુલેશનના હેલ્થ સ્ટેટસ, ટ્રેન્ડ્સ અને નિવારક પગલાઓ વિષે માર્ગદર્શન આપે છે.

2. Classification of Reports (રિપોર્ટના વર્ગીકરણ):
રિપોર્ટને વિવિધ માપદંડો પ્રમાણે કેટેગોરાઇઝ (categorize) કરી શકાય છે, જેમ કે ઉપયોગ, આવૃત્તિ, સ્ત્રોત, અને લક્ષ્ય મુજબ. મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:

A. Based on Frequency (આવૃત્તિ પર આધારિત):

1. Daily Report (ડેઈલી રિપોર્ટ):

  • રોજબરોજની કામગીરી, પેશન્ટ વિઝિટ, દવા આપવી, કેસ રજીસ્ટ્રેશન વગેરે અંગેની માહિતી.
  • ઉદાહરણ: OPD રિપોર્ટ, ઇમ્યુનાઇઝેશન (immunization) રેકોર્ડ.

2. Weekly Report (વીકલી રિપોર્ટ):

  • સપ્તાહિક કામગીરીનો સારાંશ
  • ઉદાહરણ: રોગચાળો નિયંત્રણ રિપોર્ટ, સાફસફાઇ તપાસ રિપોર્ટ.

3. Monthly Report (મન્થલી રિપોર્ટ):

  • એક મહિના દરમ્યાન કરેલ હેલ્થ સર્વિસીસનું કુલ આવલોકન.
  • ઉદાહરણ: મેટરનલ મોર્ટાલિટી રેટ (MMR), ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ (IMR).

4. Annual Report (એન્યુઅલ રિપોર્ટ):

  • સમગ્ર વર્ષે થયેલ હેલ્થ એક્ટિવિટીઝ અને પરિણામોનું વિગતવાર રેકોર્ડ.
  • ઉદાહરણ: સ્ટેટ હેલ્થ પર્ફોર્મન્સ રિપોર્ટ, હૉસ્પિટલ એન્યુઅલ રિપોર્ટ.

B. Based on Purpose (હેતુ પર આધારિત):

1. Informative Report (ઇન્ફોર્મેટિવ રિપોર્ટ):

  • માત્ર માહિતી આપવાનું હેતુ હોય.
  • ઉદાહરણ: રિપોર્ટ ઓન પેશન્ટ ડેમોગ્રાફી.

2. Analytical Report (એનાલિટિકલ રિપોર્ટ):

  • માહિતી સાથે વિશ્લેષણ (analysis) શામેલ હોય.
  • ઉદાહરણ: રિપોર્ટ ઓન ડિઝીઝ ટ્રેન્ડસ.

3. Investigative Report (ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ):

  • કોઈ સમસ્યા કે રોગચાળાની તપાસ માટે તૈયાર થતો રિપોર્ટ.
  • ઉદાહરણ: આઉટબ્રેક ઑફ ડાયરેિયા ઇન ઓલ્ડ એજ હોમ.

C. Based on Nature (પ્રકૃતિ પર આધારિત):

1. Verbal Report (વર્બલ રિપોર્ટ):

  • મૌખિક રીતે અપાતી માહિતી કે રિપોર્ટ, જેમ કે શિફ્ટ હેન્ડઓવર સમયે.
  • ઓછા સમય માટે માન્ય હોય.

2. Written Report (રિટન રિપોર્ટ):

  • લખીત રૂપમાં હોય છે. અધિકારિક અને કાયદેસર માન્યતા ધરાવે છે.
  • ઉદાહરણ: નર્સિંગ કેર રિપોર્ટ, ડેથ રિપોર્ટ, બર્થ રિપોર્ટ.

D. Based on Source (સ્ત્રોત પર આધારિત):

1. Internal Report (ઇન્ટર્નલ રિપોર્ટ):

  • સંસ્થા/હૉસ્પિટલની અંદર જ ઉપયોગ માટે તૈયાર થાય છે.
  • ઉદાહરણ: સ્ટાફ ડ્યુટી રિપોર્ટ, ઇન્વેન્ટરી સ્ટેટસ.

2. External Report (એક્સ્ટર્નલ રિપોર્ટ):

  • બહારની એજન્સીઓ કે ગવર્મેન્ટ માટે મોકલવામાં આવતો રિપોર્ટ.
  • ઉદાહરણ: રિપોર્ટ ટુ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસ, નેશનલ રિપોર્ટિંગ.

E. Special Reports (સ્પેશિયલ રિપોર્ટ્સ):

1. Case Study Report (કેસ સ્ટડી રિપોર્ટ):

  • વ્યક્તિગત પેશન્ટની ડીટેઈલ હેલ્થ હિસ્ટ્રી અને કેર પ્લાન દર્શાવતો રિપોર્ટ.

2. Incident Report (ઇન્સિડન્ટ રિપોર્ટ):

  • નર્સિંગ કે હૉસ્પિટલ સેટીંગમાં થયેલા કોઈ વિશિષ્ટ ઘટના અથવા દુર્ઘટનાનું રેકોર્ડ.

3. Evaluation Report (ઇવેલ્યુએશન રિપોર્ટ):

  • કોઈ પ્રોગ્રામ અથવા સેવાઓનું મૂલ્યાંકન દર્શાવતો રિપોર્ટ.

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઇપણ છ)12

a) Community health nursing કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ

Community Health Nursing (nursing) એ એવી વ્યવસ્થિત અને વ્યાવસાયિક નર્સિંગ પ્રેક્ટિસ છે જે community ના વ્યક્તિગત, કુટુંબગત અને સમૂહના હેલ્થ નિર્વહ માટે કરાતી હોય છે. આમાં હેલ્થ પ્રમોશન (promotion), રોગ નિર્વારણ (prevention), પેશન્ટની કેર (care), રિહેબિલિટેશન (rehabilitation) અને હેલ્થ એજ્યુકેશન (education)ના પાસાંનો સમાવેશ થાય છે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ પબ્લિક હેલ્થ નર્સિંગ (nursing) અને પ્રાઇમરી હેલ્થ કેર સિસ્ટમનો એક અભિન્ન ભાગ છે, જે પેશન્ટના ફિઝિકલ, મેન્ટલ, અને સોશિયલ વિલ્બીંગ (well-being) માટે કાર્યરત હોય છે. આ નર્સિંગ પદ્ધતિ નર્સિંગ સાયન્સ (science), પબ્લિક હેલ્થ સિદ્ધાંતો અને સામાજિક વિજ્ઞાનના આધાર પર કાર્યરત હોય છે અને તેમાં પોપ્યુલેશન-ઓરિએન્ટેડ (oriented) અને ઇવિડન્સ-બેઝ્ડ (based) અભિગમ અપનાવવામાં આવે છે. Community Health Nursing (nursing) નો મુખ્ય ઉદ્દેશ પેશન્ટને તેના પોતાના એન્વાયર્નમેન્ટ (environment) અને સામાજિક પ્રત્યેક પરિપ્રેક્ષ્યમાં કોમ્પ્રિહેન્સિવ (comprehensive), કન્ટિન્યુઅસ (continuous) અને ક્વોલિટી હેલ્થ કેર ઉપલબ્ધ કરાવવાનો હોય છે.

b) Demography – ડેમોગ્રાફી

ડેમોસ મિન્સ પીપલ

ગ્રાફીન મિન્સ ધ રેકોર્ડ.

ડેમોગ્રાફિ હ્યુમન પોપ્યુલેશન અને તેના એલિમેન્ટ્સ એટલે કે સાઇઝ, કમ્પોઝિશન તથા ડિસ્ટ્રીબ્યુશન ની સાયન્ટિફિક સ્ટડી ને ડેમોગ્રાફી કહેવામાં આવે છે. ડેમોગ્રાફી એટલે પોપ્યુલેશન ની સાયન્ટિફિક રીતે સ્ટડી કરવી.

કોન્સેપ્ટ ઓફ ડેમોગ્રાફી

  • ડેમોગ્રાફી એ એક એવી સાયન્સ ની બ્રાન્ચ છે જે હ્યુમન પોપ્યુલેશન વિશે સ્ટડી કરી છે તે માત્ર ત્રણ એલિમેન્ટ્સ પર સ્પેશિયલ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • 1) પોપ્યુલેશન ની સાઇઝમાં કોઇપણ ચેન્જીસ થાય તો એટલે કે સાઇઝ એ ઇન્ક્રીઝ અથવા ડીક્રીઝ થાય .
  • 2) પોપ્યુલેશન નું સ્ટ્રક્ચર( બેઝીક ઓફ એજ એન્ડ સાઇઝ).
  • 3) રાજ્ય અથવા પ્રદેશ ના આધારે જીયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન.

C) MMR – એમ એમ આર

મેટરનલ મોર્ટાલિટી રેટ (એમ.એમ.આર) એ ચોક્કસ સમયગાળા દરમિયાન, સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન 100,000 લાઇવ બર્થ દીઠ માતાના મૃત્યુ ની સંખ્યાને મેટરનલ મોર્ટાલિટી રેટ( MMR ) કહેવાય છે.

Maternal mortality rate(M.M.R) =

આપેલ વર્ષ દરમિયાન બાળકના જન્મ અથવા ડિલીવરી ના 42 દિવસની અંદર કોમ્પ્લીકેશન્સ ના કારણે ફિમેલ ડેથ ની કુલ સંખ્યા
—————- × 100,000
ટોટલ નંબર ઓફ લાઇવ બર્થ ઇન સેમ યર.

d) Eligible couple – લાયક દંપતિ

Eligible Couple (couple) એ એવા Husband and wife ની જોડી છે જે legally married હોય અને wife 15 થી 49 વર્ષની રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ (reproductive age group) માં આવતી હોય, તથા Husband અને wife વચ્ચે સેક્સ્યુઅલ રિલેશનશિપ (sexual relationship) હોવું જોઈએ જેથી પ્રેગ્નન્સી (pregnancy) થવાની સંપૂર્ણ ક્ષમતા રહેલી હોય. Eligible Couple (couple) એ ફેમિલી વેલફેર સર્વિસીસ (welfare services) અને ફેમિલી પ્લાનિંગ (family planning) કાર્યક્રમો માટે સૌથી મૂળભૂત અને ટાર્ગેટ યૂનિટ (unit) તરીકે ઓળખાય છે. આવા દંપતિને ઓળખીને નેશનલ પોપ્યુલેશન પોલિસી (population policy), કોમ્યુનિટી સર્વેલન્સ (surveillance), અને રિપ્રોડક્ટિવ હેલ્થ (health) સેવાને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય છે. Eligible Couple (couple) ની ઓળખ દરેક હેલ્થ વર્કર માટે જરૂરી છે જેથી તેઓ કોન્ટ્રાસેપ્ટિવ મિથોડ (contraceptive method) ની સુવિધા, કાઉન્સેલિંગ, અને મેટરનલ-ચાઈલ્ડ હેલ્થ કેર (maternal-child health care) જેવી સેવાઓ સમયસર અને યોગ્ય રીતે આપી શકે.

e) Primary health care – પ્રાયમરી હેલ્થકેર

પ્રાઇમરી હેલ્થ કેર એ એક એસેન્સીયલ (આવશ્યક) હેલ્થ કેર છે કે જે યુનિવર્સલી બનાવવામા આવે છે કે જે દરેક વ્યક્તિ સુધી એક્સેસિબલ હોવી જોઇએ તથા દરેક વ્યક્તિ ના તેમા ફુલ્લી પાર્ટિસિપેશન દ્વારા કેર એ એક્સેપ્ટેબલ હોવી જોઇએ તથા પ્રાઇમરી હેલ્થ કેર એ કોમ્યુનિટી અને કન્ટ્રી ને કોસ્ટ માં પરવળી કરી શકે તેવી હોવી જોઇએ.

f) community health team – કોમ્યુનિટી હેલ્થ ટીમ

Community Health Team (team) એ એક મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થ કેર પ્રોફેશનલ્સનું એક organized group છે જે કોમ્યુનિટી લેવલે પેશન્ટને કોમ્પ્રિહેન્સિવ (comprehensive), કન્ટિન્યુઅસ (continuous) અને કોઓર્ડિનેટેડ (coordinated) હેલ્થ કેર સર્વિસીસ (services) પહોંચાડવા માટે જવાબદાર હોય છે. આ ટીમમાં સામાન્ય રીતે નર્સ, મેડિકલ ઓફિસર (officer), હેલ્થ આસિસ્ટન્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (worker), લેબ ટેક્નિશિયન (technician), ફાર્માસિસ્ટ (pharmacist), અને ઓક્સિલિયરી નર્સ મિડવાઇફ (midwife) જેવા મેમ્બર્સ શામેલ હોય છે. Community Health Team (team) હેલ્થ પૉલિસી (policy)નું અમલીકરણ, પેશન્ટની સ્ક્રીનિંગ, કાઉન્સેલિંગ, રિફરલ, ફોલોઅપ કેર અને હેલ્થ એજ્યુકેશન (education) જેવી કામગીરી કરે છે. આ ટીમનું મુખ્ય લક્ષ્ય કોમ્યુનિટીમાં હેલ્થ પ્રમોશન (promotion), ડિઝીઝ પ્રીવેનશન (prevention), અને રિહેબિલિટેટિવ કેર (rehabilitative care) સુનિશ્ચિત કરવું છે જેથી પેશન્ટના ઓવરઓલ હેલ્થ આઉટકમ્સ સુધરી શકે.

g) Epidemic – એપીડેમીક

Epidemic (epidemic) એ એવી સ્થિતિ છે જેમાં કોઈ નિશ્ચિત રોગનો પ્રસાર એક defined geographical area માં અને નિર્ધારિત સમયગાળામાં સામાન્યતાથી ઘણી વધારે સંખ્યામાં પેશન્ટને અસર કરે છે. જ્યારે કોઈ ડિઝીઝ (disease)નો ઇન્સિડન્સ રેટ (incidence rate) ઝડપથી વધે અને એ લોકોના હેલ્થ પર ગંભીર પ્રભાવ પાડે ત્યારે તેને epidemic (epidemic) તરીકે વર્ણવવામાં આવે છે. આ સ્થિતિ સામાન્ય રીતે ઇન્ફેક્શસ ડિઝીઝ (infectious disease) જેવી કે કોલેરા, ડેંગ્યુ, ઇન્ફ્લૂએન્ઝા, ચિકનગુનિયા, કે કોવિડ-19 જેવી બીમારીઓમાં જોવાય છે. Epidemic (epidemic) એ પબ્લિક હેલ્થ માટે અગત્યની ચિંતાનો વિષય હોય છે કારણ કે તે પેશન્ટની મોર્બિડિટી (morbidity) અને મોર્ટાલિટી (mortality)માં વધારાનો ખતરો ઊભો કરે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સર્વેલન્સ (surveillance), રિપોર્ટિંગ, ક્વોરન્ટાઈન (quarantine), ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન મીજર્સ (prevention measures) અપનાવવી અત્યંત આવશ્યક બને છે.

h) Refferal System – રેફરલ સિસ્ટમ

Referral System (રેફરલ સિસ્ટમ) એ એક એવી હેલ્થ કેર સિસ્ટમ છે જેમાં પેશન્ટ ને પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર (Primary Healthcare Provider) તરફથી વધુ વિશેષ નિષ્ણાત અથવા હાયર લેવલ ની હેલ્થ સંસ્થા (Higher Level of Care) તરફ મોકલવામાં આવે છે, જ્યારે તે પેશન્ટ ને વધારે સ્પેશિયલાઈઝ્ડ ટ્રીટમેન્ટ (Specialized Treatment) અથવા કોમ્પ્લેક્સ મેડિકલ ઇન્ટરવેશન (Complex Medical Intervention) ની જરૂર હોય. આ સિસ્ટમ ensures કરે છે કે પેશન્ટ ને યોગ્ય સમય પર યોગ્ય સ્તરે યોગ્ય હેલ્થ કેર સર્વિસીસ મળી શકે, જે પેશન્ટ ના હેલ્થ પરિણામોને સુધારવામાં હેલ્પ કરે છે. Referral System માં primary healthcare (પ્રાઈમરી હેલ્થકેર), secondary healthcare (સેકન્ડરી હેલ્થકેર), અને tertiary healthcare (ટર્શિયરી હેલ્થકેર) જેવા વિવિધ લેવલ ઇન્વોલ્વ હોય છે, જ્યાં દરેક લેવલ એ પેશન્ટ ની હેલ્થ જરૂરિયાત અનુસાર સર્વિસીસ પૂરી પાડે છે. આ સિસ્ટમ આરોગ્ય સંસ્થાઓ વચ્ચે કોઓર્ડીનેશન (Coordination) વધારવામાં, સંસાધનોનો અસરકારક ઉપયોગ (Resource Optimization) કરવામાં, અને પેશન્ટ સેન્ટર્ડ કેર (Patient-Centered Care) પ્રોવાઇડ કરવામાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે.

Q-6(A) Fill in the blanks ખાલી જગ્યાઓ પૂરો.05

1.ASHA stands for……
આશાનું પૂર્ણનામ……છે: Accredited Social Health Activist

2.CARE stands for
કેરનું પૂર્ણનામ……: Cooperative for Assistance and Relief Everywhere

3.Health survey and planning committee is also known as…… હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટીનું બીજુ નામ…… છે : Bhore Committee

4.T.B day is celebrated on……
ટી.બી દિવસ…… નાં દિવસે ઉજવાય છે : 24th March

5.Community health center covers…… population in hilly & tribal area. વસ્તી કવર કરે છે. કોમ્યુનીટી હેલ્થ સેન્ટર પહાડી અને ટ્રાયબલ વિસ્તારમાં……વસ્તી કવર કરે છે: 80,000

(B) Multiple choice questions – નીચેના માંથી સાચો વિકલ્પ લખો.05

1.The judicial organ of Gram sabha is…… ગ્રામસભા નું ન્યાયિક અંગ છે.

(a) Gram Panchayat

(b) Sarpanch

(c) Panchayat Raj

(d) Nyaya Panchayat

2.National health policy started in India……નેશનલ હેલ્થ પોલીસી ભારતમાં શરૂ થઇ.

(a) 1938

(b) 1983

(c) 1948

(d) 1981

3.ICDS programme is launched in the year of …… ICDS પ્રોગ્રામ કયા વર્ષમાં જાહેર થયો.

(a) 1985

(b) 1975

(c) 1966

(d) 1970

4.Whooping cough is also called …… વુપિંગ કફને આ પણ કહેવાય.

(a) Influenza

(b) Vericella

(c) Pertussis

(d) Rubella

5.Leprosy is a……
લેપ્રસી એ……છે.

(a) Bacterial disease

(b) Fungal disease

(c) Protozoal disease

(d) Viral disease

(C) Match the following – જોડકા જોડો.

A B

(1) MTP Act (1) 1973

(2) Bhore committee (2) 1971

(3) The Indian Nursing Council (3) 1965

(4) Kartar singh committee (4) 1963

(5) Chadha committee (5) 1946

(6) 1949

(C) Answer :

AB✅ Correct Match
(1) MTP Act1971(1 → 1971)
(2) Bhore Committee1946(2 → 1946)
(3) The Indian Nursing Council1947(3 → 1947)
(4) Kartar Singh Committee1973(4 → 1973)
(5) Chadha Committee1963(5 → 1963)

✅ Answer :

  • (1) MTP Act → 1971
  • (2) Bhore Committee → 1946
  • (3) The Indian Nursing Council → 1947
  • (4) Kartar Singh Committee → 1973
  • (5) Chadha Committee → 1963
Published
Categorized as GNM-T.Y.CHN-II-PAPERS, Uncategorised