PAED-2018
Q-1 a. Define Tetralogy of Fallot. 03 ટેટ્રાલોજી ઓફ ફેલોટ એટલે શું ?
ટેટ્રાલોજી ઓફ ફેલોટ એ કોમન જન્મજાત ખામી છે. આ ખામી મા બીજી ચાર ખામી ભેગી હોય છે, જે પ્રેગનેન્સી ના આઠ વીક દરમ્યાન હાર્ટ ડેવલપ થતુ હોય ત્યારે તેમા એબનોર્માલિટી આવવાને કારણે જોવા મળે છે.
આ ચાર ખામી જેવી કે,
1.વેન્ટ્રીરીક્યુલર સેફટલ ડીફેક્ટ :- તેમા રાઈટ અને લેફ્ટ વેન્ટ્રિકલ ની વચ્ચે ઓપનિંગ હોય છે.
2. પલ્મોનરી સ્ટેનોસીસ :- જેમા પલ્મોનરી આર્ટરી નેરો થઈ જાય છે જેથી રાઈટ વેન્ટ્રીકલ માથી આવતા બ્લડ ફ્લો મા અવરોધ આવે છે
3. ઓવર રાઇડિંગ ઓફ એઓર્ટા:- એઓર્ટા નુ ઉદ્ભવ એ હકીકત મા લેફ્ટ વેન્ટ્રિકલ માથી હોય છે, પરંતુ આમા એઆેર્ટા નુ ઉદભવ રાઈટ સાઈડ ઓફ હાર્ટ થી થાય છે. આમા વેન્ટ્રીક્યુલર સેફટલ ડિફેક્ટ ના ભાગે થી એઑર્ટા નિકડતી હોવાથી ડીઑક્સીજનેટેડ બ્લડ એઑર્ટા માં ફલો થાય છે.
4. રાઈટ વેન્ટ્રીક્યુલર હાઇપરટ્રોફી:- આ થવાનુ કારણ પલ્મોનરી આરટ્રીમા અવરોધ આવવાને કારણે થાય છે અને તેથી બ્લડ પાસ ઈઝીલી થતુ નથી. રાઇટ વેન્ટ્રિકલ નો ભાગ પોહડો થયેલ જોવા મળે છે.
b. Write clinical manifestations of Tetralogy of Fallot. 04 ટેટ્રાલોજી ઓફ ફેલોટના કલીનીકલ મેનીફેસ્ટેશન્સ લખો.
1.જ્યારે બેબી ક્રાઈ કરે અને ફીડિંગ કરે ત્યારે બેબીની સ્કીન લીપ્સ અને નેઈલ બડસ બ્લુ કલરના થઈ જાય
2. ડિસપનીયા
3.એક્યુટ એપિસોડ મા સાઈનોસિસ એન્ડ હાઇપોક્સિયા થાય છે, તેને બ્લુ સ્પેલ્સ અથવા ટેટ સ્પેલ્સ તરીકે ઓળખવામા આવે છે.
c. Write the nursing management of Tetralogy of Fallot. 05
ટેટ્રાલોજી ઓફ ફેલોટનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
OR
a. Define Glomerulonephritis. ગ્લોમેરુલોનેફ્રાઇટીસની વ્યાખ્યા લખો. 03
ગ્લોમેરુલોનેફ્ર્રાઇટિસ નો મિનિંગ ઇન્ફ્લામેસન અને ઇન્ફેક્શન ઓર ડેમેજ ઓફ ધ ગ્લોમેરુલસ. આ કન્ડિશન મા ગ્લોમેરૂલસ મેમ્બ્રેન મા કોઈ પણ કારણોસર ઇનફેક્શન લાગે છે.
ગ્લોમેરુલાય એ કિડનીનો ફિલ્ટરિંગ પાર્ટ છે જે ફિલ્ટર નું કામ કરે છે જે વધારાનું ફ્લુડ અને વેસ્ટ પ્રોડક્ટને બ્લડમાંથી રીમુવ કરે છે અને યુરિન સ્વરૂપે બહાર કાઢે છે ,
તે એક્યુટ અને ક્રોનિક હોય શકે છે.
b. Enlist the signs and symptoms of Glomerulonephritis.
ગ્લોમેરુલોનેફ્રાઇટીસના ચિન્હો અને લક્ષણોની યાદી બનાવો. 04
(1) એક્યુટ ગ્લોમેરુંલો નેફ્રાઈટીસ
બાળકને ફીવર એન્ડ હેડેક હોય છે.
બાળકનો દેખાવ લેથાર્જીક ,પેલ એન્ડ ઇરીટેબલ હોય છે.
પેરીઓર્બીટલ (આંખના આજુબાજુ ના ભાગમા )એડીમા (સોજો )જોવા મળે છે. બાળકના ફેસ ઉપર સોજો જોવા મળે છે
યુરીન આઉટપુટ ઓછુ થાય છે યુરિન નો કલર બ્લડી (કોલા) હોય છે.
બાળકમા હાઇપર ટેન્શન હોઈ શકે છે.
( 2)ક્રોનિક ગ્લોમેરુલો નેફ્રાયટીસ
1.કેટલીક વખત બાળકમા કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી પરંતુ ગ્લોમેરુલો નેફ્રાયટીસ યુરિન એક્ઝામિનેશન થી ડિટેક્ટ કરી શકાય છે.
2.ફેલયોર ટુ થ્રાઈવ , ગ્રોથ અને ડેવલોપમેન્ટ ઉમર પ્રમાણે ના થાય એવુ જોવા મળે છે.
c. Describe the nursing management of Glomerulonephritis.
ગ્લોમેરુલોનેફાઇટીસનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો. 05
(1) એક્યુટ ગ્લોમેરુલો નેફ્રાઇટીસ નુ મેનેજમેન્ટ.
1.બેડ રેસ્ટ માંટે એડવાઇઝ આપવી.
2.રેગ્યુલર ચેક ઓફ વાઈટલ સાઇન એન્ડ યુરીન આઉટપુટ.
3.ડેઈલી વેઈટ ચેક કરો એન્ડ રેકોર્ડ ચાર્ટ બનાવવો.
4.fluid વોલ્યુમ મેન્ટેન રાખવુ.
5.બાળકને મીઠા વગરનો ખોરાક આપવો તથા પેરેન્ટ્સને પણ ઘરે એવા જ પ્રકારનો ખોરાક આપવાની સલાહ આપવી.
6.ઇન્ટેક એન્ડ આઉટપુટ ચોકસાઈ પૂર્વક માપવુ અને પેરેન્ટ્સને ઘરે યુરીન આઉટપુટ મોનિટર કરવાની એડવાઇઝ આપવી.
7.બાળકને માઈન્ડ ડાઈવરજનલ એન્ડ રીક્રીએશનલ ફેસીલીટી પ્રોવાઇડ કરવી.
9.સિવિયર ઓલિગ યુરિયા હોય ત્યારે ફ્રુસેમાઈડ આપવુ.
10.જ્યારે બ્લડ યુરિયા નાઇટ્રોજન વધારે પ્રમાણમા હોય ત્યારે પેરિટોનિયલ ડાયાલિસિસ ડોક્ટરની સલાહ પ્રમાણે કરવુ.
11.નર્સે બાળક નુ ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવુ એન્ડ બાળક નો પ્રોગ્રેસ રેકોર્ડ કરવો.
12.રેગ્યુલર ઇન્ટરવલ એ ડ્રગ એડમિનિસ્ટર કરવી.
14.ચાઇલ્ડના માતા-પિતાને બાળકને કેવી કેર આપવી તેના માટે શીખવવુ અને ઇનકરેજ કરવા .
15.પેરેન્ટ્સને એડવાઇઝ આપવી કે ચામડી કેર કેવી રીતે લેવી અને કોઈ પણ અર્લી સાઇન ઓફ કોમ્પ્લિકેશન ડેવલપ થાય ટો સમયસર કેર લેવી જેવા કે કેર ઓફ રેસ્પાયરેટરી પ્રોબ્લેમ્સ વગેરે..
(B)નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ક્રોનિક ગ્લોમેરુલો નેફ્રાયટીસ.
1.તેમા કોઈ સ્પેસિફિક મેનેજમેન્ટ હોતું નથી પરંતુ એક્યૂટ કન્ડિશન ને સમય સર ટ્રીટ કરવુ અને કોમ્પલીકેશન અટકાવી શકાય છે.
4.સિમ્પટોમેટીક ટ્રીટમેન્ટ માટે એન્ટિબાયોટિક યુઝ કરવી .
5.બાળકને તથા ફેમિલી મેમ્બરને અને પેરેન્ટ ને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
Q.2 a. Define preterm baby. Describe the nursing management of preterm baby. પ્રીટર્મ બેબીની વ્યાખ્યા લખો. પ્રીટર્મ બેબીનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો. 08
પ્રેગનેન્સી ના 37 વીક કમ્પ્લીટ થયા પહેલા જ બેબી લાઈવ બોર્ન થાય તેને પ્રિટર્મ બેબી કહે છે.
સામાન્ય રીતે પ્રીટર્મ બેબી નો વેઇટ જેસ્ટેશનલ એજ પ્રમાણે ન હોય એટલે કે <2.5kg કરતા ઓછો હોય છે.
જેમા પ્રીટર્મ બેબીના સબ ટાઈપ નીચે મુજબ જોવા મળે છે.
1.એક્સ્ટ્રીમલી પ્રીટર્મ બેબી :- <28 વીક ઓફ જેસ્ટેશન
2.વેરી પ્રિટર્મ બેબી :- 28 થી <32 વીક
3. લેટ પ્રીટર્મ બેબી :- 32 ટુ 37 વીક
નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પ્રિટર્મ બેબી
2. બેબી નો એર પેસેજ મ્યુંકસ સકર વડે ક્લિયર કરો.
3. બેબી ને ઓક્સિજન માસ્ક અથવા નેજલ કેન્યુલા દ્વારા ઓક્સિજન આપવો .
4.જો જરૂર હોય તો બેબી ને તરત જ રેડિયન્ટ વારમરમા રાખવુ, જેથી હાઇપો થર્મીયા થી પ્રિવેન્ટ કરી શકાય છે. બેબીને જ્યારે રેડિયન્ટ વારમરમા રાખીએ ત્યારે અનકવર કરવુ .
5.બેબી ને ડિલિવરી પછી તરત જ કપડા વડે ઢાંકી દેવુ.
6 .પ્રીટર્મ બેબી ને વિટામિન k ન આપવુ તથા બાથ ન કરાવવુ .
7.બેબી ના શરીર ના ટેમ્પરેચરને મેન્ટેન રાખવુ જેથી હાઇપોથર્મિયાથી પ્રિવેન્ટ કરી શકીએ .
8.બેબી ને ઇન્કયુબેટરમા રાખવુ કે જ્યા બેબી નુ ટેમ્પરેચર તથા હયુમીડીટી સ્ટેબલ રહે બેબી ના આજુબાજુના એન્વાયરમેન્ટ નુ ટેમ્પરેચર મેન્ટેન રાખવુ .
9.જો જરૂર પડે તો એન્ડો ટ્રકીયલ ટ્યુબ નાખવી તથા વેન્ટિલેટર મા રાખવુ .
10.એબીજી (આર્ટીરીયલ બ્લડ ગેસ )ચેક કરવુ અને પલ્સ ઑક્સીમેટરી દ્વારા ઓક્સિજન લેવલ ચેક કરવુ .
11.ડીલેવરી પછી તરત જ અપગાર સ્કોર ચેક કરવો. જેમા
એ A એટલે દેખાવ
પી P એટલે પલ્સ
જી G એટલે ગ્રાયમેસ (એટલે સટીમયુ લાઇ પ્રત્યે કેટલો રિસ્પોન્સ આપે)
એ A એટલે એક્ટિવિટી
આર R એટલે રેસ્પિરેશન ચેક કરવુ અને જરૂર જણાય તો તત્કાલીફ પગલા લેવા.
બેબી ને ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવુ.
જેમા બેબી મા ઇન્ફેક્શન સાઇટ જેવી કે અંબેલીકલ કોર્ડ ,રેસ્પાયરેટરી સિસ્ટમ ,ચામડી અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ સીસ્ટમ આ જગ્યા ઉપર ખાસ મોનિટર કરવુ .
બેબીના આજુબાજુના એન્વાયરમેન્ટમા વિઝીટર લિમિટ મા રાખવા .
નર્સ અને ડોક્ટર જે ઇન્ફેક્ટેડ હોય તેને બેબી થી દુર રાખવા. બેબી ને જ્યારે પણ ટચ કરીએ ત્યારે મેડિકલ પર્સન દ્વારા હેન્ડ વોશ કરવા માતા પિતાએ તથા મેડિકલ પર્સન દ્વારા કાળજી રાખવી.
બેબી ને એક બીજાથી અલગ રાખવા તથા બેબીને એકબીજાના ઇન્સ્ટ્રુમેન્ટ ,ક્લોથ ,ફીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તથા ટ્યુબ વગેરે અલગ રાખવુ.
ફીડિંગ:-
બેબી માટેના ફુડ ના પ્રિપેરેશનમા, સ્ટોરેજ તથા એડમિનિસ્ટરમા એસેપ્ટિક ટેકનીક રાખવી .
મધર ને કહેવુ કે બ્રેસ્ટ માંથી મિલ્ક સ્ટરાઈલ ઈક્વિપમેન્ટમા કાઢવુ.
બેબી ના ફીડિંગ આર્ટિકલને દર વખતે ફીડીંગ પછી બોઈલ્ડ અને ઓટોક્લેવ કરવા .
બેબી ને જરૂર હોય તો એન્ટિબાયોટિક આપવી.
જરૂરીયાત મુજબ નેપકીન ચેન્જ કરવુ.
ઇન્ફેક્ટેડ બેબી ને આઇસોલેશનમા રાખવુ.
ડીલેવરી પછી એક કલાકમા જ ફીડિંગ ચાલુ કરાવવુ .
ફીડિંગ ની મેથડ જેવી કે નેઝોગેસ્ટ્રીક ફીડીંગ ,બોટલ ફીડીગ ,વાટકી ચમચી વગેરે મેથડ થી ફીડીંગ આપવુ.
જો બેબીને ફોટો થેરાપીમા રાખ્યુ હોય તો ન્યુટ્રીશન વધારે આપવુ .
ડેઇલી વેઈટ અને વાઈટલ સાઇન ચેક કરવા.
ફીડીંગ પછી બરપીંગ કરાવવુ .
ફૂડ જેવા કે બ્રિસ્ટ મિલ્ક ,કાઉ મિલ્ક અને મિલ્ક પાવડર બેબી ને આપવુ જોઈએ તથા બેબી ને ગ્લુકોઝ પણ આપી શકાય.
તથા વધારે કેલરી પ્રોટીન અને ફેટ વાળો ખોરાક આપવો.
બેસીને થોડા પ્રમાણમા તથા સમયાંતરે ફીડ કરાવવુ.
બેબીને ડીશચાર્જ ત્યારે જ કરવુ જ્યારે બેબી પિંક કલરનુ થાય તથા શ્વાસ રેગ્યુલર જોવા મેળે અને વાઈટલી સ્ટેબલ થાય ત્યારે કરી શકાય.
ફેમિલી મેમ્બરને ફોલોઅપ તથા યોગ્ય કેર માટે કહેવુ.
b. Write internationally accepted rights of child આંતરાષ્ટ્રિય સ્તરે સ્વીકારાયેલા બાળકના હકકો વિશે લખો. 04
યુનાઇટેડ નેશન્સ દ્વારા 20 નવેમ્બર 1959 ના રોજ બાળકો માટેના રાઇટસ ડિકલેર કરવામા આવેલા હતા. જે બાળકની સ્પેશિયલ નીડ ને ધ્યાનમા રાખી તે પૂરી થાય તે હેતુથી બનાવવામા આવેલા હતા.
આ રાઈટ્સ નીચે મુજબના છે..
ફ્રી એજ્યુકેશન માટે નો રાઈટ.
નેમ અને નેશનાલિટી માટે નો રાઈટ.
જો બાળક હેન્ડીકેપડ હોય તો સ્પેશિયલ કેર મેળવવા માટેનો રાઈટ.
અફેકશન , લવ અને સારી અન્ડરસ્ટેન્ડિંગ મેળવવા માટેનો રાઈટ.
પૂરતુ ગુણવત્તા સભર નુ ન્યુટ્રીશન મેળવવા માટેનો રાઈટ.
કોઈપણ આફત કે તકલીફ ના સમયમા સૌપ્રથમ ટ્રીટમેન્ટ કે રાહત મેળવવા માટેનો રાઈટ.
સારી મેડિકલ કેર મેળવવા માટે નો રાઈટ.
સારી રીતે રમવાની અને રી ક્રિએશનલ ફેસીલીટી મેળવવાનો રાઈટ.
પોતાનામા રહેલી એબિલિટીઝ ને ડેવલપ કરી સોસાયટીમા સારામા સારા યુઝફૂલ મેમ્બર તરીકે બનવા માટેનો રાઈટ.
શાંત અને ભાઈચારાના વાતાવરણમા ઉછેર મેળવવાનો રાઈટ.
ઉપરોક્ત બધા રાઈટ એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સેકસ, કલર વગેરે ના ભેદભાવ વિના દરેક બાળકો સમાન રીતે બધા રાઈટ્સ નો ઉપયોગ કરી શકે તે માટેનો રાઈટ પણ બાળકોને મળેલ છે.
OR
a. Explain the toys selection, supervision, maintenance & storage for children બાળકો માટેના રમકડાંની પસંદગી,સુપરવિઝન,મેઇનટેનન્સ અને સ્ટોરેજ વિશે લખો. 08
1) સિલેક્શન :-
બાળકોની કુશળતા ,ક્ષમતા અને રુચિ પ્રમાણે રમકડાને પસંદ કરવા.
બાળકો માટે સલામત હોય તેવા રમકડા પસંદ કરવા.
યોગ્ય ઉમર પ્રમાણે રમકડા પસંદ કરવા રમકડા જે એક ઉંમરના બાળકો માટે સલામત હોય છે તે જ અન્ય ઉંમરના બાળકો માટે સલામત ના પણ હોય તે ધ્યાને લેવુ.
ઈન્ફન્ટ, ટોડલર અને બધા જ ચિલ્ડ્રન કે જેવો હજુ પણ મુખમા રમકડા લેતા હોય છે તેવી પરિસ્થિતિમાં નાના ભાગો વાળા રમકડા તેમને આપવાનુ ટાળવુ, નહિતર બાળકોમા ચોકિંગ તથા એસપીરેસન જેવી સમસ્યા થાય છે.
આ કેટેગરીના રમકડા મા લેબલ લગાડવું કે ‘ ત્રણ વર્ષથી નીચે ના બાળકો માટે આ રમકડા યોગ્ય નથી’ .
ઇનફન્ટ માટે લંબાઈવાળા કે દોરીવાળા તથા તાર વાળા રમકડા ન લેવા જે બાળકનુ ગળુ દબાવાનુ કારણ બની શકે છે .
આઠ વર્ષથી નાની ઉંમરના તમામ બાળકો માટે હીટિંગ તત્વો સાથેના ઈલેક્ટ્રીક રમકડાને લેવા ટાળવા ન લેવા.
હળવા રમકડા પસંદ કરવા કે જે ખરબચડી રમતમા પણ ટકી રહેવા જોઈએ.
રમકડાની રચનાનુ બાંધકામ જોવુ કે જેમા આંખના ,નાકના તથા રમકડાના નાના ,નાના ભાગ એ ટાઇટલી સિક્યોર થયેલા છે કે નહીં .
એવા હળવા રમકડા સિલેક્ટ કરવા કે જે બાળકના માથે પડે તો પણ તેને કોઈપણ નુકસાન થતુ નથી .
બાળકો માટે સરળ તથા ગોળાકાર ધારવાળા રમકડા લેવા, તીક્ષણધાર વાળા રમકડા લેવાનુ ટાળવુ જેનાથી બેબી ને કટ થઈ શકે છે .
જો રમકડુ તૂટી ગયુ હોય તો તીક્ષણ ધારવાળા ભાગને કાઢી નાખવુ જેનાથી બાળકને ઇજા ન થાય .
ગોળીબાર તથા ફેકવાની વસ્તુઓ સાથેના રમકડાઓને લેવા ટાળવા કે જેનાથી એ આંખનુ નુકસાન ન થાય ,લાકડીઓ તથા કાકરાઓ જેવી રમત પણ ટાળવા કહવુ.
બાળકો દ્વારા ઉપયોગમા લેવામા આવતા તીર અને બિંદુએ બ્લન્ટ હોવા જોઈએ તથા તે નરમ સામગ્રીમાંથી બનાવેલા હોવા જોઈએ .
રમકડામાં રહેલી સામગ્રી બિનજેરી છે તેની ખાતરી કરી લેવી .
વધારે પ્રમાણમાં અવાજ કરતા રમકડા લેવાનું ટાડવુ જેથી બાળકને સાંભળવામા નુકસાન ના થાય .
જો રમકડા તરીકે બંદૂક લેતા હોય તો બંદૂક નો કલર બ્રાઇટ કલર હોવો જોઈએ જેથી રીયલ બંધુક ની મિસ્ટેક થી બચી શકાય .
2). સુપર વિઝન :-
સુરક્ષિત રમવાનુ એન્વાયરમેન્ટ રાખવુ જોઈએ .
રમકડામાંથી પ્લાસ્ટિક નુ કવર કાઢીને નાખી દેવુ જોઈએ તરત જ નહીંતર ચાઈલ્ડ તેનાથી સફોકેટ થાય .
જ્યારે યંગ બાળક રમતું હોય ત્યારે ક્લોઝ થી ઓબ્ઝર્વેશન કરવુ.
મોટા બાળકોને તેના રમકડા તેનાથી નાના ભાઈ બહેનો તથા મિત્રોથી અલગ રાખવા કહેવું .
બાળકોને સીડી, ટેકરી, ટ્રાફિક તથા સ્વિમિંગ પૂલ વગેરેથી દૂર રાખવા કે જે બાળકો રાઇડિંગ ટોયસ થી રમતા હોય .
બાળકો માટે રમતી વખતે સુરક્ષિત હોય તેવા નિયમો વિશે જાણવું અને તેને અમલમા મૂકવા.
બાળકોને એવી સૂચના આપવી કે જ્યારે સાઇકલ તથા સ્કેટબોર્ડ અથવા લાઈન સ્કેટ વાપરતા હોય ત્યારે હેલ્મેટ પહેરવો જોઈએ .
બાળકોને એવી સૂચના આપવી કે તે ગ્લવસ પહેરે તથા રીસ્ટ, એલ્બો અને ની પેડ પણ યુઝ કરે જ્યારે રમતા હોય ત્યારે .
તેમજ બાળકોને ઇલેક્ટ્રોનિક સલામતી વિશે પણ સૂચના આપવી બાળકોને શીખવવું કે ઇલેક્ટ્રિકલ ટોઇસ ને અનપ્લગ પ્રોપર કેવી રીતે કરવુ, તથા અનપ્લગ કરતી વખતે પ્લગને જ ખેંચવુ દોરડાને ટચ કરવુ નહીં .
બાળકોને વાસણના સલામત વિશે શીખવવું કે જે ચોક્કસ સંજોગોમાં ઈજા કરી શકે છે જેમાં કાતર ,છરી ,સોય અને ગરમ તત્વો ,લુપ તથા લાંબી દોરી એ પણ ઈજા નુ કારણ બની શકે છે .
3). મેન્ટેનન્સ :-
નવા અને જુના રમકડા તૂટેલા છે કે નહીં તથા તેના પાર્ટ લુઝ છે કે નહીં તથા અન્ય જોખમો છે કે નહીં તે માટે તપાસવા .
રમકડાના મુવેબલ ભાગ એ રમકડા સાથે સુરક્ષિત રીતે જોડાયેલા છે કે નહીં તે તપાસ કરવુ,
કેટલીક વાર રમકડા સાથે સુરક્ષિત રીતે ભાગો જોડાયેલા હોય છે પરંતુ તે બાળક માટે જોખમ રૂપ બની શકે છે.
તૂટી ગયેલા રમકડાઓને તરત જ રીપેર કરવા અથવા સમારકામ કરવું તથા તેમને બાળકોની પહોંચથી બહાર કાઢવા તીક્ષ્ણ લાકડાના બ્લન્ટ રમકડા .
રમકડા ની જગ્યા ને સરળ તથા સ્ક્રેચ ફ્રી રાખવી જેથી ઈજાથી બચી શકાય.
4). સ્ટોરેજ : –
બાળકોના રમકડા ને સ્ટોર કરવા માટે સુરક્ષિત જગ્યા આપવી .
બાળકોને રમકડાને સુરક્ષિત રીતે સ્ટોર કરવાનુ શીખવવુ જેથી એક્સિડેન્ટલ ઇન્જ્યુરી જેમકે રમકડા માથે પડવુ તથા લપસવુ જેનાથી બચી શકાય.
મોટા બાળકોના રમકડાઓને સલામતી થી ઉંચાઈ વાળી છાજલીમાં તથા લોક કરેલા કબાટમાં સ્ટોર કરવા,
નાના બાળકો માટે અનઉપલબ્ધ અન્ય વિસ્તારોમા સંગ્રહિત કરવા જોઈએ.
b. Write advantages of breast feeding – બ્રેસ્ટ ફીડીંગના ફાયદાઓ લખો. 04
બ્રેસ્ટ ફીડીંગ થી મધર અને બેબી મા સાયકોલીજિકલ બોન્ડ ડેવલપ થાય છે.
બેબી માટે હ્યુમન મિલ્ક એ બોડી ના ટેમ્પરેચર ની જરૂરિયાત મુજબ જ અવેલેબલ હોય છે.
મિલ્ક એ ફ્રેશ અને સ્ટ્રરાઈલ અને ર્ફ્રી ફ્રોમ કંટામીનેશન હોય છે જે ડાયરેક્ટ બેબીના માઉથમાં આવે છે.
રેડીલી અવેલેબલ હોય છે હ્યુમન મિલ્ક એ આઈડિયલ હોય છે .
બ્રેસ્ટ મિલ્ક એ સેફ અને પ્રોટેકટીવ ફૂડ હોય છે ,
ઈનફન્ટ માટે પરફેક્ટ ફૂડ હોય છે .
બાળક માટે પહેલા છ મન્થ માટે ટોટલ ન્યુટ્રીયંટ ની જરૂરિયાત પૂરી કરે છે .
બાળકના બ્રેન ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે કારણ કે બ્રિસ્ટ મિલ્કમાં વધારે પ્રમાણમાં લેકટોઝ અને ગેલેક્ટોઝ હોય છે .
બ્રેસ્ટ મિલ્કમાં વિટામીન, મિનરલ્સ ,ઇલેક્ટ્રોલાઇટ અને વોટર હોય છે જે ઇન્ફન્ટ ના ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમના મેચ્યુ રેશન માટે ખૂબ જ જરૂરી છે.
બ્રેસ્ટ મિલ્ક એવી ફેસીલીટી પ્રોવાઇડ કરે કે જેમાં કેલ્શિયમનું એબ્ઝસોપ્શન વધે છે જેથી બેબી ના બોન નો ગ્રોથ સારો થાય છે.
બ્રેસ્ટ મિલ્ક સરળતાથી ડાઈજેસ્ટેડ હોય છે.
બ્રીસ્ટ મિલ્ક થી બેબી માં જરૂર હોય તે બધા જ જરૂરી ન્યુટ્રીયંટ ધરાવે છે .
બ્રિસ્ટ મિલ્ક બેબી ને ઇન્ફેક્શનથી તથા ડેફિશિયનસી થી પ્રોટેક્ટ કરે છે .
બ્રિસ્ટ મિલ્ક પહેલેથી જ પ્રિપેર હોય છે .
બ્રીસ્ટ ફીડિંગ એ ફેમિલી પ્લાનિંગ ની મેથડ છે, બ્રીસ્ટ ફીડિંગ એ નેચરલ કોન્ટ્રાસેપ્શન છે જે ડેવલપિંગ કન્ટ્રી માટે મેજર ઇફેક્ટ પોપ્યુલેશન પર કરે છે .
તે બાળકોને ડાયરિયા થી પ્રિવેન્ટ કરે છે તથા તેની લેગ્ઝેટીવ એક્શન પણ હોય છે .
બ્રેસ્ટ ફેડિંગ ની કોઈ ડેન્જર એલર્જીક અસર થતી નથી.
બ્રેસ્ટ ફીડિંગ થી ટાઈમ અને મની એન્ડ એનર્જી બચાવી શકાય છે.
બ્રેસ્ટ ફીડિંગ મધર એન્ડ ચાઈલ્ડ ના હેલ્ધી રિલેશનશિપ બનાવવામાં મદદ કરે છે.
કન્સેપશન ના ચાન્સ લેકટેશન દરમિયાન ઓછા થઈ જાય છે.
બેસ્ટ ફીડીંગ ઇન્વોલ્યુશન ઓફ યુટરસ કરવામાં મદદ કરે છે (એટલે કે ગર્ભાશયને પ્રિ પ્રેગનેન્ટ સ્ટેટમા લાવવામા).
બ્રીસ્ટ ફીડિંગ ના કારણે સૌર બટક્ષ ,ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ઇન્ફેક્શન અને એકટોપીક એક્ઝેમા ના ચાન્સ ઓછા થઈ જાય છે ,
તથા સ્કરવી અને રીકેટસ ના ચાન્સ પણ ઓછા થઈ જાય છે .
બ્રેસ્ટ ફીડીંગ ને કારણે બ્રેસ્ટ કેન્સરના ચાન્સ ઓછા થાય છે.
બ્રિસ્ટ મિલ્કમાં આઈજીએ (IgA) અને આઈજીએમ(IgM) મેક્રોફેસ, લીમફોસાઈટ, લાઇસોજોમ વગેરે ધરાવે છે જેને કારણે બેબી માં ડાયરીયા એન્ડ એક્યુટ રેસ્પાયરેટરી ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરી શકાય છે.
તથા મેલેરીયા અને વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે પ્રિવેન્ટ કરે છે .
બ્રિસ્ટ મિલ્ક પ્રોટેક્ટ કન્વર્ઝન , હાઈપોકેલ્શિયમ ,ટીટેની ,ડેફીિશિયન્સી ઓફ વિટામીન ઈ અને ઝીંક.
એક્સક્લુઝિવ બ્રિસ્ટ ફીડીંગ થી ચાઈલ્ડ માં માલન્યુટ્રીશન પ્રિવેન્ટ કરી શકાય છે.
બ્રીસ્ટ ફીડિંગ થી બાળક ની ઇન્ટેલિજન્સીમાં વધારો થાય છે, તથા બાળકને સિક્યુરિટી ફિલ થાય છે (ઇન્ફન્ટ એન્ડ મધર બોન્ડને કારણે)
બાળકમાં ઇલનેસના ચાન્સ ઓછા થઈ જાય છે .
બ્રીસ્ટ ફીડિંગ થી પોસ્ટ પાર્ટમ હેમરેજ (જેમાં ડીલેવરી પછી જનાઈટલ ટ્રેકમાંથી વધારે પ્રમાણમાં બ્લેડિંગ થાય છે) ના ચાન્સ ઓછા થાય છે.
ઓવેરિયન કેન્સરના પણ ચાન્સ ઓછા થાય છે .
પ્રેગનેન્સી દરમિયાન જે વધારાનું ફેટ મધર માં સ્ટોર થયું હોય છે તેને ઓછું કરવામાં હેલ્પ કરે છે.
Q.3 Write Short Answers (Any Two) ટૂંકમાં જવાબ આપો. (કોઇપણ બે) 2X6=12
a. Write common puberty changes occurs in boys & girls. છોકરાઓ અને છોકરીઓમાં થતાં તરુણાવસ્થાના સામાન્ય બદલાવો વિશે લખો.
Puberty changes in girls:-
1.હાઇટ અને વેઈટમા વધારો થાય છે .
2.બ્રેસ્ટ ચેન્જીસ થાય છે જેમા એરીઓલાનુ પીગમેન્ટેશન થાય છે અને બ્રેસ્ટ ટીશ્યુની અને નીપલ ની સાઇઝમા વધારો થાય છે .
3.પેલ્વિક ગર્થ મા વધારો થાય છે ટ્રાન્સવર્સ સ્વરૂપે .
4.પયુબીક હેર જોવા મળે છે .
5.વજાઇનલ ડિસ્ચાર્જમા ચેન્જીસ આવે છે .
6.એક્ઝીલારી સ્વીટ ગ્લેન્ડનુ એક્ટીવેશન થાય છે, એક્ઝીલરી હેર જોવા મળે છે.
8.કેટલીક છોકરીઓમાં એકને (ખીલ )જોવા મળે છે .
Puberty changes in boys :-
1.વેઈટ અને હાઈટમા વધારો થાય છે .
2.એક્સટર્નલ જનાઈટલની સાઇઝમા વધારો થાય છે .
3.પ્યુબિક હેર જોવા મળે છે ,જેમા એકઝીલામા ,અપર લિપ ,ગ્રોઇન એરિયામા ,થાઈ ,ચેસ્ટ એન્ડ અંબેલીકલની આજુબાજુમા હેર જોવા મળે છે.
4.પિયુબિક હેર ના બે વર્ષ પછી ફેશિયલ હેર જોવા મળે છે.
b. Write down nurses responsibilities while administering blood transfusion to Thalassemia patient. થેલેસેમિયાના દર્દીને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતી વખતે નર્સની જવાબદારીઓ લખો.
બ્લડ ટ્રાન્સફયુઝન કરતા પહેલા વાઈટલ સાઇન લેવા.
ખાતરી કરવી કે ફિઝિશિયન એ ઓર્ડર કરેલો છે કે નહીં .
દર્દીની સાઇન કોન્સન્ટમા લેવી .
પેરેન્ટ્સ અને બાળકને એક્સપ્લેન કરવુ બ્લડ ટ્રાન્સફૂઝ્ન વિશે .
ખાતરી કરવી દર્દીનું નામ અને રજીસ્ટ્રેશન નંબર ચેક કરેલ છે.
બ્લડ ટાઈપ એન્ડ આર એચ ટાઈપ ચેક કરવુ.
ડોનરના બ્લડનુ થેલેસેમિયા પેશન્ટ સાથે ક્રોસ મેચિંગ કરવું.
બ્લડ ફ્રેશ તથા પાંચ દિવસ કરતા વધારે ઓલ્ડ ન હોવું જોઈએ.
એક્સપાયરી ડેટ ઓફ બ્લડ બેગ ચેક કરવું.
બ્લડ ટ્રાન્સફયુઝન ની પ્રોસિજરના ચાર કલાક પહેલા પેશન્ટને npo (નીલ પર ઓરલ )રાખવુ.
બ્લડ ટ્રાન્સફયુઝન પહેલા બ્લડને ગરમ રાખવુ બોડી ટેમ્પરેચર જેટલુ, કોલ્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન ન કરવુ.
મેન્ટેન એસેપ્ટિક ટેકનીક ,જ્યારે દર્દીનું વેઈન પંચર કરતા હોય ત્યારે ગ્લોઝ પહેરવા, તથા જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન થતુ હોય ત્યારે અને બ્લડ ટ્રાન્સફયુઝન થઈ ગયા પછી આર્ટીકલ રીમુવ કરતી વખતે પણ એસેપ્ટિક ટેકનીક રાખવી .
બ્લડ ટ્રાન્સફ્યુઝન ની શરૂઆત કરીએ ત્યારનો સમય રેકોર્ડ કરવો.
બ્લડ ટ્રાન્સફ્યુઝન વખતે દર્દીનું ઓબ્ઝર્વેશન કરવુ તથા ઇન્ફ્યુઝન સાઇટ અને બ્લડ બેગ નુ તથા ફ્લો રેટ નુ ઓબ્ઝર્વેશન કરવુ.
બ્લડ ટ્રાન્સફયુઝન ની શરૂઆત ધીમેથી કરવી જેમા પહેલી પંદર મિનિટ ટ્રાન્સફ્યુઝન રેટ 2ml /min જેટલો રાખવો તેથી વધારે રાખવો નહીં .
દર્દીને સલાહ આપવી કે તેને ઠંડી લાગે ,ખંજવાળ આવે ,ફીવર, શોર્ટનેસ ઓફ બ્રિધીંગ ,પેઈન ઈન ટ્રાન્સફ્યુઝન સાઇટ આવે તથા રેસીસ આવે, ફાસ્ટ હાર્ટ રેટ અને લો બ્લડપ્રેશર અને બીજા અણગમા સાઇન જોવા મળે તો જાણ કરવી ,
જો આ પ્રમાણેના ચિન્હો દેખાય તો nurse તરત જ ડોક્ટરને જાણ કરવી.
ઇમરજન્સી ડ્રગ અને ઇન્સ્ટ્રુમેન્ટ રેડી રાખવા જેથી કોઈ ઇમર્જન્સી આવે તો તરત જ ટ્રીટ કરી શકીએ.
બ્લડ ટ્રાન્સફયુઝન થઈ ગયા પછી મટીરીયલ ને યોગ્ય રીતે ડીસ કાર્ડ કરવા .
જો જરૂર હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન પછી પેશન્ટને એન્ટિપાયરિટી તથા અન્ય ડ્રગ્સ આપવી doctor ના કહેવા પ્રમાણે.
બ્લડ ટ્રાન્સફ્યુઝન પછી રેકોર્ડ અને રિપોર્ટ કરવું.
c. Write preventive measures of accident up to 2 years of age in children. બે વર્ષ સુધીનાં બાળકોમાં થતા અકસ્માત નીવારણનાં પગલાં લખો.
બાળક ની હલન ચલણ ક્ષમતા મા વધારો થવાના લીધે બાળક પડી જવાની ઇજા થાય શકે છે જેથી બાળક નું સતત સુપરવિઝન કરવુ તથા કોઈ પણ જગ્યા એ લાગે નહી કે અથડાય નહી તેનુ ધ્યાન રાખવુ.
બાળક ને કોઈ ખુલ્લા ઇલેક્ટ્રિક વાયર કે તાર દ્વારા શોક લગવાનું કોમન હોય ચે જેથી વાયરિંગ સમયાંતરે ચેક કરવુ તથા ખુલ્લા પ્લગ કે વાયર રાખવા નહી.
બાળક કોઈ પણ વસ્તુ મોઢામા નાખી શકે છે જેથી કોઈ પણ ઝેરી કે નુકશાન કારક પદાર્થો બાળક ની પહોંચ થી દૂર રાખવા તથા બાળક ના ખાવાના ડબ્બા માં કોઈ પણ અન્ય નુકશાન કારક પદાર્થો ભરવા નહીં.
ઘર ની જુ બાજુ કોઈ ખુલ્લી પાણી ની ટાકી કે પાણી ભરેલ જગ્યા હોઇ તો ઢાંકી ને રાખવી કેમ કે બાળક ડૂબી જવાથી ડેથ પણ થાય શકે છે.
બાળકોમા એક્સિડન્ટ અટકાવવા માટે હેલ્થ એજ્યુકેશન એ ખૂબ જ અગત્યનો છે. જેના દ્વારા સેફટી પ્રિકોસન્સ અને અવેરનેસ વિશે માહિતી આપી શકાય છે.
બાળકોના માતા-પિતાને બાળકોના કોન્સ્ટન્ટ સુપરવિઝન અને તેની ડીસીપ્લીન મેન્ટેન કરવા માટે ખાસ સમજાવવુ જરૂરી હોય છે.
માતા પિતાની સાથે સાથે ફેમિલી મેમ્બર્સ, સ્કૂલ ટીચર્સ અને જનરલ પબ્લિકને પણ સેફ્ટી પ્રિકોશન્સ વિશેની માહિતી આપવી જરૂરી હોય છે.
નર્સ દ્વારા માતા-પિતાને સમજાવવુ જરૂરી છે કે બાળકની ઉંમર વધવાની સાથે સાથે તેની હલનચલન ક્ષમતા અને તેની કેપેબિલિટીમા પણ વધારો થાય છે જેથી તે એકસીડન્ટ થવાની શક્યતાઓમા પણ વધારો થાય છે. જેથી ઉંમર વધવાની સાથે બાળકની કાળજી વધારે લેવાની જરૂર છે.
બાળકની આજુબાજુ શેફ વાતાવરણ પૂરું પાડવુ અને નુકસાનકારક વસ્તુઓને જે તે વાતાવરણમાંથી દૂર કરવી. આ મુજબનુ વાતાવરણ ઘર, સ્કૂલ તથા કોમ્યુનિટી અને હોસ્પિટલ દરેક જગ્યાએ ઊભુ કરવાથી બાળક ને એકસીડન્ટ થી બચાવી શકાય.
બાળક ને રમત ગમત ના સાધનો દ્વારા કોઈ ઇજા ના થય તેમજ તેના કોઈ ભાગ છૂટા પડી માઉથ કે રેસપીરેટરી ટ્રેક માં ફસાઈ ન જાય તે માટે પેરેન્ટ્સ ને સમજાવવા જોઈએ.
હોસ્પિટલ ફેસિલિટી તથા ઇમરજન્સી અને ટ્રોમા કેર એ પણ સર્વાઇવલ માટે ખૂબ જ જરૂરી હોય છે. જેથી આ સર્વિસીસને પણ ઇમ્પ્રુવ કરવાથી ડીસેબિલિટી પ્રિવેંટ કરી શકાય છે.
d. Describe nursing care of neonate with hypothermia. હાયપોથર્મીયાવાળા નીયોનેટની નર્સિંગ સારવાર વર્ણવો.
ડિલિવરી પછી બેબીને તરત જ ક્લીન એન્ડ ડ્રાય કરવુ.
બેબી ને મધર સાઇડ રાખવુ, બેબીને બાથ ન આપવાની સલાહ આપવી.
ડીલીવરી પછી 30 મિનિટમા જ બ્રીસ્ટ ફીડીગની શરૂઆત કરવા કહેવુ તેથી નીયોનેટ એન્ડ મધર વચ્ચે બોન્ડ વધવાથી બોડી ટેમ્પરેચર નોર્મલ થાય છે .
કવર નીયોનેટ પ્રોપરલી સ્પેશિયલી હેડ, ચેસ્ટ અને ફિટ .
નિયોનેટ ને ગરમ રાખવુ,
નીચે આપેલી મેથડ દ્વારા જેમકે ,
સ્કીન ટુ સ્કિન (કે જેમાં મધર ને સલાહ આપવી કાંગારૂ મધર કેર વિશે )કોન્ટેક્ટ ,
ગરમરૂમ તથા ગરમબેડ
રેડિયન્ટ વાર્મર તથા ઇનક્યુબેટર.
રેગ્યુલર અડધી કલાકે ટેમ્પરેચર માપવુ કે જ્યાં સુધી 36.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પહોંચે ત્યાં સુધી, ત્યાર પછીથી એક કલાકના સમયગાળે ટેમ્પરેચર માપવું.
રૂમને ગરમ રાખો ,બેડ તથા આજુબાજુના એન્વાયરમેન્ટ ને ગરમ રાખો .
ઇનક્યૂબેટર નો યુઝ કરીને નીયોનેટ નુ ટેમ્પરેચર નોર્મલ મેન્ટેન રાખવવૂ .
રેડિયન્ટ વારમર પણ યુઝ કરવુ જેથી બોડી ટેમ્પરેચર નોર્મલ રહે
તથા હાઈપો થરમિયા ને ટ્રીટ કરી શકીએ .
કંટીન્યુ બેબી ને રીવાર્મીગ કર્યા કરવું કે જ્યાં સુધી બોડી ટેમ્પરેચર નોર્મલ રેન્જમાં ના આવે .
મોનિટર ટેમ્પરેચર every 15 ટુ 30 મિનિટ .
મધર ને કાંગારૂ મધર કેર વિશે કહેવુ.
3.મેનેજમેન્ટ ઓફ સીવિયર હાઈપોથરમીયા;-
(< 32 ડિગ્રી સેન્ટિગ્રેટેડ)
રૂમને ગરમ રાખવો રૂમ હીટર દ્વારા અથવા 200 વોટ બલ્બ દ્વારા .
એર હીટેડ ઇનક્યુબેટર નો યુઝ કરવો કે જેમાં એર નુ ટેમ્પરેચર 35 – 36 ડિગ્રી સેલ્સિયસ હોય .
મોનિટર હાર્ટ રેટ, ટેમ્પરેચર અને ગ્લુકોઝ લેવલ ઓફ નીઓનેટ.
હિટલોસ ઓછો થયો છે કે નહીં તે માપવુ.
આઈવી ડેક્સટ્રોસ 10% શરૂ કરવુ જ્યા 60-80 ml/ kg /day .
બેબી ને જરૂર જણાય તો ઓક્સિજન આપવો.
1mg વિટામિન k ઇન્જેક્શન ટર્મ નિયોનેટ ને આપવું અને 0.5 mg પ્રિન્ટર્મ નીયોનેટ ને વિટામીન k આપવુ.
Q.4 Write Short notes (ANY THREE) ટૂંકનોધ લખો (કોઇપણ ત્રણ) 3X4=12
a. Recent Immunization schedule of India. ભારતનું હાલનું રસીકરણ પત્રક.
b. Megacolon/Hirschsprung disease.મેગાફોલોન હિર્ચમ્પંગ ડિસીઝ
મેગાકોલોન
આ એક પ્રકારની ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની કોન્જીનેટલ એનોમલી છે.
તેને હર્ષપ્રૂંગ ડીસીઝ તરીકે પણ ઓળખવામા આવે છે.
જ્યારે ઇન્ટેસ્ટાઇનના ભાગે તેની દીવાલમા ગેંગલીઓનીક નર્વ સેલ આવેલા ન હોય ત્યારે તેની ખામીના કારણે તે ભાગ ફૂલીને પહોળો થઈ જાય છે. આ તકલીફને મેગા કોલોન અથવા એગેંગલીઑનિક મેગા કોલોન તરીકે ઓળખવામા આવે છે.
ઇન્ટેસ્ટાઇન ની મસ્ક્યુલર લેયર અને સબમ્યુકોઝલ લેયરમા આ નર્વ સેલ એબસન્ટ હોય છે.
આ તકલીફ ઇન્ટેસ્ટાઈન ના અમુક ભાગ પૂરતી હોય છે અથવા તો પુરા ઇન્ટેસ્ટાઇનના ભાગ સુધી પણ ફેલાયેલી હોઈ શકે છે. મુખ્યત્વે આ તકલીફ એ રેકટમ અને સિગ્મોઈડ કોલોન ના ભાગ પાસે જોવા મળે છે.
મેગાકોલોન થવાના કારણો
જીનેટિક એન્ડ હેરિડિટરી
ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ ફેલ્યોર
ક્રોનિક કોનસ્ટીપેશન
એનોરેક્ટલ એટ્રેસિયા એન્ડ માંલ ફોર્મેશન વગેરે કારણો જવાબદાર છે.
મેગાકોલોનના લક્ષણો
બાળકના ક્લિનિકલ મેનિફેસ્ટેશન નો આધાર ઇન્ટેસ્ટાઇન નો કયો ભાગ અફેક્ટ થયેલો છે અને કેટલા ભાગમા ડિફેક્ટ થયેલી હોય તેના પર આધાર રાખે છે.
આ ડીસીઝ કન્ડિશનના સિમ્પ્ટમ્સ અને સાઇન નો આધાર એ નીઓનેટમા અને બાળકોમા અલગ અલગ રીતે જોવા મળે છે.
જન્મ પછી આ કન્ડિશન વાળા બાળકમા સામાન્ય રીતે સ્ટૂલ એટલે કે મેકોનિયમ પાસ થતુ નથી અથવા તો બહુ જ લેટ પાસ થાય છે.
બાળકમા ઇન્ટેસ્ટાઈન નુ કન્ટેન્ટ બેક ફલો થવાના કારણે બાઈલ અને ફિકલ મેટર વાળી વોમિટિંગ પણ જોવા મળે છે.
બાળકમા એબડોમિનલ ડીસ્ટેન્શન અને કોન્સ્ટીપેશન જોવા મળે છે.
બાળકમા એનોરેકશિયા અને ડીહાઇડ્રેશન જોવા મળે છે. જેથી તેની ન્યુટ્રિશનલ નીડ પૂરી ન થવાના કારણે ફેલ્યોર ટુ થ્રાઈવ ની કન્ડિશન પણ જોવા મળે છે. જેમા બાળકના ગ્રોથ કેરેક્ટરિસ્ટિક્સમા ઉંમર મુજબ ઓછો વધારો જોવા મળે છે.
મોટા બાળકોમા ન્યુબોર્ન જેવા તાત્કાલિક સિમટમ્સ જોવા મળતા નથી અને કોલોનમા અફેક્ટેડ ભાગ એ નાનો અથવા ઓછો જોવા મળે છે. જેના ચિન્હોનો લક્ષણોમા..
એબડોમીનલ ડિસ્ટેન્શન અને એબડોમિનલ ડીસકમ્ફર્ટ તથા ઈરીટેબલિટી બાળકમા ખાસ જોવા મળે છે.
બાળકમા ક્રોનિક કોન્સ્ટીપેશન જોવા મળે છે.
બાળકમા એબડોમન ના ભાગે પેરિસ્ટાલ્સીસ મૂવમેન્ટ ફીલ કરી શકાય છે તથા તે ભાગની સુપર ફેશિયલ વેન્સ પણ ડાઈલેટેડ હોય તેવુ ઓબ્ઝર્વેશન કરી શકાય છે.
બાળકમા ડાયેરિયા અને કોન્સ્ટિપેશન અલ્ટરનેટીવ જોવા મળતા હોય છે. જેમા સ્ટુલ એ ખાસ રીબન લાઇક, પ્રવાહી જેવુ સ્ટુલ પાસ થાય છે.
બાળકમા માલ ન્યુટ્રીશન, એનિમિયા અને ફેલ્યોર ટુ થ્રાઇવ ની કેરેક્ટરિસ્ટ જોવા મળે છે.
મેગાકોલોનના દર્દીનુ મેનેજમેન્ટ
મેગા કોલોન એ બાળકોમા જોવા મળતી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની એક કોન્જિનેટલ એનોમલી છે. જેને ખાસ કરીને સર્જીકલી ટ્રીટ કરવામા આવે છે. તેમા ડિસ્ટેનડેડ પોર્શન વાળો કોલોનનો ભાગ રીમુવ કરી એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસીસ કરવામા આવે છે.
આ કન્ડિશન ને લગતુ પેરી ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ નીચે મુજબ છે.
બાળક ના વાઈટલ સાઈન રેગ્યુલર ચેક કરવા જોઈએ, જેથી તેની જનરલ કંડીશન નુ એસેસમેન્ટ થઈ શકે.
ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટિબાયોટિક દવાઓ આપવી.
બાળકનુ હાઇડ્રેશન લેવલ મેન્ટેન કરવુ.
ડેઇલી રેક્ટલ વોસ prescribe કરેલા સોલ્યુશન વડે આપવામા આવે છે. વોશ કર્યા બાદ રિટર્ન આવતા સ્ટુલ ની ફ્રિકવન્સી, કલર અને એમાઉન્ટ નોટ કરવામા આવે છે.
બાળકનુ ન્યુટ્રીશનલ લેવલ મેન્ટેન કરવુ ખાસ જરૂરી હોય છે.
બાળકની ઓપરેશન પછી ની ખાસ કાળજી લેવી જેમા સર્જરી વાળી જગ્યાએ ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે ધ્યાન રાખવુ જરૂરી છે. ડેયલી એસેપ્તિક ટેકનીકથી ડ્રેસિંગ કરવુ જરૂરી છે.
બાળકને સર્જરી પછી એબડોમન પર એક ઓપનિંગ કરવામા આવે છે. જે ઓપનિંગને સ્ટોમા કહેવામા આવે છે. આ પ્રોસિજરને કોલોસ્ટોમી કહેવામા આવે છે. આ કોલોસ્ટોમી ના ઓપનિંગ વાળા ભાગ એટલે કે સ્ટોમાની ખાસ કાળજી લેવી જરૂરી છે. જેમા તેનુ ડ્રેસીંગ, તેની સ્કીન કેર, તેની ડ્રેનેજ કેર અને તે ભાગમા ઇન્ફેકશન ન લાગે તે માટે ખાસ કાળજી લેવી જરૂરી છે.
કોલોસ્ટોમીના નોર્મલ ફંકશન માટે રેગ્યુલર ચેક કરતુ રહેવુ જરૂરી છે.
કોલોસ્ટોમી વાળી જગ્યા પર ઝીંક પેસ્ટ એપ્લાય કરવા માટે સમજાવો.
હાઈજીન અને ક્લીનલીનેસ મેન્ટેઇન કરવા માટે સમજાવો.
હોસ્પિટલ માથી બાળકને ડિસ્ચાર્જ આપ્યા પછી મધર ફાધરને આ તમામ કેર ને લગતા પ્રોસિજર ઘરે કરવા માટે સમજાવવુ. જરૂર જણાય ત્યારે ફોલોઅપ કેર અને હોસ્પિટલ આવવા માટે સમજાવુ. બાળકનુ ડેઇલી એસેસમેન્ટ કરવુ. કોઈ પણ કોમ્પ્લિકેશન જણાય તો હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવા કહેવુ.
c. Principles of post-operative care of infant – ઇન્ફન્ટની પોસ્ટ-ઓપરેટીવ કેરનાં સિધ્ધાંતો
ઓપરેશન બેડ રેડી રાખવો જેથી સર્જરી પછી દર્દીને ત્યા રેસ્ટ આપવા માટે.
સર્જરી પછી પેશન્ટને તરત જ રિકવરી રૂમમા શિફ્ટ કરવુ.
મોનિટર વાઈટલ સાઇન જેમા બ્લડપ્રેશર , ઓક્સિજનનુ પ્રમાણ અને ટેમ્પરેચર .
બાળકને સાઈડ લાઈન પોઝીશન આપીને તેનો એરવે ક્લિયર રાખવો .
જો જરૂર પડે તો એર વે મા સક્સન કરવુ જેથી સીક્રીસન દુર કરી શકાય .
ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ મેન્ટેન રાખવુ.
ચિલ્ડ ને રિસ્ટ્રેઈન કરવું જેથી કોઈ પણ જાતની ઇન્જૂરી ના થાય .
જ્યા સુધી બાળક કોન્સીયસનેસ ન થાય ત્યાં સુધી કંઈ પણ માઉથ દ્વારા ન આપવુ.
2). કેર આફ્ટર 24 hour ઓફ સર્જરી :-
વાઈટલ સાઇન મોનીટર કરવા.
હાઇડ્રેશન સ્ટેટસ, ઇનટેક અને આઉટપુટ તથા સર્જીકલ સાઇટથી કોઈપણ પ્રકારનું ડિસ્ચાર્જ થાય છે કે નહીં તે અને સભાન અવસ્થા પેશન્ટનું ઓબ્ઝર્વ કરવું.
ફિઝિશિયન દ્વારા લખેલી મેડીકેશન જેવી કે એન્ટિબાયોટિક અને એનાલજેસીક દર્દીને આપવી.
સ્ટ્રીક્ટ એસેપ્ટિક ટેકનીકથી ઓપરેટીવ સાઈડમા ડ્રેસિંગ કરવુ.
ચાઈલ્ડ ની પર્સનલ હાઈજીન મેન્ટેન કરવી.
ચાઈલ્ડ ને પૂરતો આરામ તથા ઊંઘ કરવાની સલાહ આપવી.
સિમ્પલ નર્સિંગ ઇન્ટરવેશન જેમકે ,વહેલુ હલનચલન તથા એક્ટિવ અથવા પેસિવ એક્સરસાઇઝ જે પોસ્ટ ઓપરેટીવ કોમ્પ્લીકેશન ને અટકાવવામા મદદ કરે છે .
બાળકને હોસ્પિટલેથી રજા આપવાની પ્લાનિંગ કરવી.
બાળકના ખોરાક તથા રેગ્યુલર કેર ,મેડીકેશન અને ફોલોઅપ માટેની સલાહ આપવી.
d. Diarrhoea- ડાયેરિયા
ડાયેરિયા એક એવી કન્ડિશન છે જેમા સ્ટુલ પાસ કરવાની ફ્રિકવન્સી વધી જાય છે. તે નાના બાળકોમા મેજર હેલ્થ પ્રોબ્લેમ છે.
ડાયેરિયા એટલે કે લિક્વિડ અથવા વોટરી સ્ટૂલ પાસ થવુ અને સામાન્ય રીતે દિવસમા ચાર વખત કરતા વધારે વૉટરી સ્ટૂલ પાસ થાય અથવા સ્ટૂલ પાસ કરવાની ફ્રિકવન્સી વધે તો તેને ડાયેરિયા કહેવામા આવે છે.
નીયોનેટ માટે દિવસમા સેમી સોલિડ અથવા વોટરી સ્ટૂલ ચાર થી પાંચ વખત પાસ થવું એ સામાન્ય પણ હોય છે.
ડાયરિયા થવાના કારણો.
અનહાઈજિનિક કન્ડિશન
અન હેલ્ધી ફીડિંગ પ્રેક્ટિસિસ
બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઈટ, ફંગાઈ વગેરેના કારણે પણ ડાયરિયા થાય છે આ કન્ડિશન ખાસ કરીને ઇન્ફેક્શન અને ઇનફલામેશન ના કારણે જોવા મળે છે.
કોઈ એન્ટિબાયોટિક થેરાપીના કારણે પણ ડાયરિયા જોવા મળી શકે છે.
કોઈપણ પ્રકારના ફૂડની એલર્જી હોય, ફૂડ પોઈઝનીંગ હોય કે ઓવર ફીડિંગ અથવા ફૂડ ઇંટોલન્સના કારણે પણ ડાયરિયા જોવા મળે છે.
બાળકોમા કોઈ સિરિયસ ડીસીઝ કન્ડિશનના કારણે પણ ડાયરિયા થાય છે.
ડાયેરિયા ના ક્લિનિકલ મેનીફેસ્ટેશન્સ..
માઇલ્ડ ડાયેરીયા ના કેસમા દિવસ દરમિયાન બાળક ત્રણ થી છ વખત સ્ટુલ પાસ કરે છે. તેમા ડીહાઇડ્રેશન જોવા મળતુ નથી.
મોડરેટ ડાયેરિયા મા દિવસ દરમિયાન આઠ થી દસ વખત સ્ટુલ પાસ થાય છે. સાથે સાથે ફીવર એબ્ડોમિનલ પેઇન, એનોરેક્સિયા, વોમીટીંગ, નોસિયા વગેરે લક્ષણો પણ જોવા મળે છે.
તેમા માઈલ્ડ ડીહાઇડ્રેશનના લક્ષણો પણ જોવા મળી શકે છે.
સિવિયર ડાયેરિયામા દિવસ દરમિયાન 10 કરતા પણ વધારે વખત સ્ટુલ પાસ થાય છે. તેમા મોડરેટ ટુ સિવીયર ડીહાઈડ્રેશનના લક્ષણો જોવા મળે છે. સાથે સાથે બાળક મા નીચે મુજબના કોમન મેનિફેસ્ટેશન પણ જોવા મળે છે.
ફીવર, ઇરીટેબિલિટી, નોસીયા, વોમીટીંગ, એબડોમીનલ પેઇન અને ડીસકમ્ફર્ટ, એબડોમિનલ બ્લોટિંગ, વિકનેસ, એનોરેક્સિયા, વેટ લોસ યુરિન આઉટ પુટ ઓછો, ડ્રાય સ્કીન, લૉસ ઓફ સ્કીન ઇલાસ્ટીસીટી, ટેકીકાર્ડિયા, હાઇપો ટેન્શન વગેરે.
ડાયગ્નોસીસ.
હિસ્ટ્રી એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન
સ્કુલ એક્ઝામિનેશન
બ્લડ એક્ઝામિનેશન
અલ્ટ્રા સોનોગ્રાફી
મેનેજમેન્ટ.
ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે એન્ટીબાયોટિક અને એન્ટી વાયરલ મેડિસિન ડોક્ટર ઓર્ડર મુજબ આપવામા આવે છે.
એબડોમીનલ પેઇન રીલીવ કરવા માટે એનટી ઇમેટીક મેડિસિન્સ આપવામા આવે છે.
ફીવર હોય તો એન્ટિ પાઇરેટિક મેડિસિન આપવામા આવે છે.
આ ઉપરાંત વોમિટીંગ અને ડીહાઇડ્રેશન ની ડિગ્રી મુજબ ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ થેરાપી ફ્લૂઇડ અને ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ મેન્ટેન કરવા માટે આપવામા આવે છે.
જો વોમીટીંગ ન હોય અને માઈલ્ડ ટુ મોડરેટ ડિહાઇડ્રેશન હોય તો ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ORS) ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવા માંટે આપવામા આવે છે.
આમા ઓ આર એસ પેકેટ ને એક લીટર પાણીમા ઑગાડી બાળકની ઉંમર અને જરૂરિયાત પ્રમાણે 24 કલાક સુધી ઉપયોગમા લેવાય છે. આની મદદ વડે બાળકમા ફ્લૂઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવામા આવે છે. 24 કલાક વાપર્યા બાદ જો તેમા વધે તો તેને ડીસકાર્ડ કરવામા આવે છે. ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન એ ઘરગથ્થુ મેથડ થી પણ બનાવી શકાય છે.
ડાયેરિયા ના એપિસોડ દરમિયાન બાળક ને પચવામા ઇઝી હોય તેવો ખોરાક આપવો, બ્રેસ્ટ ફીડીંગ કંટીન્યુ રાખવુ.
મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ એવોઇડ કરવા, ફ્રેશ ફ્રુટ જ્યુસ એવોઇડ કરવુ, બહારના ફૂડ અને કોલ્ડ્રિંક્સ અવોઇડ કરવા.
પર્સનલ હાયજીન અને ફૂડ હાઈજિન માટેના મેજરમેન્ટ સમજાવવા.
બોટલ ફીડિંગ અવોઇડ કરવુ તથા પેસીફાયર અવોઈડ કરવા.
હેન્ડ હાઇજિન અને પર્સનલ હાયજીન વિશે સમજાવવુ.
હેન્ડ વોશ નુ મહત્વ સમજાવવુ.
ખોરાકને બરાબર કુક કર્યા બાદ જ ખવડાવવા માટે સલાહ આપવી.
બાળકનુ ફ્લૂઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ તથા બાળકનુ બોડી વેઇટ નુ daily મોનિટરિંગ કરવુ.
બાળકને થોડા થોડા અંતરે થોડુ થોડુ ખોરાક આપો.
પાણી ગરમ કરી અને ઉકાળીને ઠંડુ કર્યા બાદ લેવા માટે સલાહ આપવી.
બાળક તેમજ તેના મધર ફાધરને ડાયરિયા તેમજ ફૂડ હાઈજીન અને પ્રિવેન્ટીવ સ્ટ્રેટેજી વગેરેના મેઝરમેન્ટ વિશે સમજાવો.
ફોલો અપ માટે સમજાવવુ.
e. Enuresis- એન્યુરેસીસ
એનયુરેસીસ એટલે બેડ વેટીંગ જે 5 વર્ષ પછી જોવા મળે છે તેને નક્કી કરવો તે ડિફિકલ્ટ છે, કારણકે બાળક તેની અલગ અલગ ઉંમરે બ્લાડરનો કંટ્રોલ મેળવે છે. સામાન્ય રીતે 5 વર્ષ ની ઉમર પછી ના બાળકો માં આ બિહેવીયરલ ડીસઓર્ડર જોવા મળે છે.
જ્યારે બ્લાડર નો કંટ્રોલ મેળવી લીધો હોય અને યુરીન તે ઈન વોલન્ટરી રીતે 5 વર્ષ પછી પાસ થાય તેને એનયુરેસીસ કહેવાય. આમા બાળક વેક મા 2 વખત નાઈટ દરમિયાન યુરિન પાસ થાય તે નોટ કરવુ જરૂરી હોય છે.
Cause of enuresis :-
1.ડેવલપમેન્ટલ કોઝ :-
જેમા બ્લેડર મસલ્સ કંટ્રોલ ન આવ્યો હોય જેમા નર્વ અને મસલ્સ ની ઇનમેચ્યુરીટી તથા ઈનકોર્ડિનેશન હોય છે, કે જે 6 થી 8 વર્ષ સુધી બ્લેડર કંટ્રોલ ન આવ્યો હોય.
2.ઓર્ગેનિક કોઝ :-
જેમા યુરિનરી ટ્રેકની રચનામા ખામી હોય,
યુ ટી આઇ ઇન્ફેક્શન (યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન) હોય,
ન્યુરોજનીક ડેફિસીએટ ડાયાબિટીસને કારણે યુરીન આઉટપુટ વધી જાય છે.
3.સાયકોલોજીકલ કોઝ :-
સ્ટ્રીકટ ફેમિલી તથા પેરેન્ટ્સને કારણે
ફિમેલ ચાઈલ્ડને પેરેન્ટ્સ રિજેક્ટ કરે ત્યારે
શિબલિંગને કારણે,
પેરેન્ટ્સ દ્વારા બ્લેડર કંટ્રોલની ટ્રેનિંગ વધારે લેટ તથા વધારે વહેલી અથવા અપૂરતી આપવાને કારણે.
4.ફિઝિકલ ફેક્ટર :-
વર્મ ઇન્ફેસ્ટેશન
જનાઈટોયુરીનરી ઇન્ફેક્શન એનાટોમીકલ ડિફેક્ટ વગેરે કારણો હોય છે.
Types of enuresis :-
જેના ક્લિનિકલ રીતે બે ટાઈપ છે
પ્રાઇમરી એન્ યુરેસીસ
સેકન્ડરી એન્ડ યુરેસીસ
A). પ્રાઇમરી એનયુરેસીસ :-
એટલે કે બાળકે પહેલેથી જ ઇન વોલન્ટરી યુરીન પાસ કરે છે ,જેમા બાળકને પેરેન્ટ્સ દ્વારા બ્લેડર કંટ્રોલ ની ટ્રેનિંગ પ્રોપર રીતે ન મળેલી હોય તથા જેના પેરેન્ટ્સ બાળક સાથે વધારે ક્લોઝ ન હોવાથી. આમા બાળક મા એક પણ વખત બ્લેડર કંટ્રોલ ડેવલપ થયેલ હોતો નથી.
B). સેકન્ડરી એન્યુરેસીસ :-
આમા બાળક એ એક વખત બ્લેડર કંટ્રોલ મેળવી લીધો હોય છે પરંતુ કેટલીક બીમારીઓના કારણે તથા કોઈ સ્ટ્રેસફુલ ઇવેન્ટને કારણે જેવી કે મરાઈટલ પ્રોબ્લેમ ,પેરેન્ટ્સમાં ઝઘડા ,ડેથ ,સીબલિંગને કારણે તથા ન્યુ હાઉસમાં શિફ્ટ થવાના કારણે ફરીથી ઇનવોલન્ટરી યુરીન પાસ કરે એવું જોવા મળે છે.
ડાયગનોસ્ટિક ઇવાલીયુએશન :-
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન ઇન્વેસ્ટિગેશન જેવા કે ,યુરિન કલ્ચર અને યુરિન એનાલિસિસ
મેનેજમેન્ટ :-
1.નર્સિંગ ટીપ્સ :
જે કેટલીક થેરાપ્યુટી ટેકનીક દ્વારા તેનુ મેનેજમેન્ટ કરી શકીએ છીએ.
બ્લેડર ટ્રેનિંગ આપવી,
ઇવનિંગ મિલ મા ફલુઇડના રિસ્ટ્રિક્શન કરવુ.
ઊંઘ પહેલા બાળકને વધારે fluids આપવું નહીં અથવા યુરિન પાસ કરવા કહેવુ,
ઊંઘ દરમિયાન થોડા થોડા સમય અંતરે યુરિન પાસ કરી લેવું જેથી બેડ વેટિંગ ઊંઘમા ન થાય
ડેસમોપ્રેસિન નેજલ સ્પ્રે જે વાસો પ્રેસિનનો એનાલોગ છે જે રાત્રિ દરમિયાન યુરિન આઉટપુટ ઓછુ કરે છે.
માતા પિતા અને બાળકને આશ્વાસન આપવુ.
માતા-પિતાને જણાવવુ જોઈએ કે બાળકને શુષ્ક રાત્રીઓ માટે પ્રોત્સાહિત કરવુ.
ક્યારેક બાળક પથારી ભીની ન કરે ત્યારે તેમને માતા-પિતા દ્વારા ઇનામ પણ આપવુ જોઈએ અને તેને એંકરેજ કરવુ જોઈએ.
રાત્રી દરમિયાન fluid ઓછુ લેવાની સલાહ આપવી તથા ઊંઘ પહેલા યુરિન પાસ કરવાની સલાહ આપવી અને દિવસ દરમિયાન વધારે પ્રમાણમા ફ્લુઇડલેવાનનુ બાળકને પ્રોત્સાહિત કરવુ
બ્લેડર મા લાંબા સમય સુધી યુરીનને જાળવી રાખવા માટેની ટ્રેનિંગ આપવી .
રાત્રિ દરમિયાન યુરિન પાસ કરવા માટે તેને એક કે બે વખત જગાડવુ.
માતા પિતાએ બાળક સાથે સમય પસાર કરો.
ડિઝાઇન કરેલા ઈલેક્ટ્રીક ડિવાઇસ દ્વારા કે જે બાળકના
રિફ્લેક્સ ના રિસ્પોન્સ ને ઓળખીને બાળકને જગાડે છે, જેમા બાળકને ઊંઘમાં પથારી ભીની કરવા જતા પહેલા ઉઠાડે છે આ પ્રકાર ની ઇલેક્ટ્રિકલ બેલ સર્કિટ ના ઉપયોગ માતા પિતા ને સાંજવવો.
Q.5 Write Definition (ANY SIX) વ્યાખ્યા આપો. (કોઇપણ છ) 6X2=12
a. Thumb sucking- –થમ્બ સકીંગ
સકિંગ એ ઇનફન્ટનો મુખ્ય આનંદ છે. જેનાથી તેમને સ્નેહ, પ્રેમ અને સંતોષ મળે છે. સાયકો- -એનાલાઈટીક થીયરી મુજબ જો બાળક થમ્બ સકિંગ કરે તેનુ કારણ મુખ દ્વારા લીધેલા ખોરાકથી પૂરતો સંતોષ ન મળે અથવા બાળક મા એન્ઝાઈટી કે સ્ટ્રેસ હોય ત્યારે તે અંગૂઠો ચુસવા લાગે છે.
મુખ દ્વારા પૂરતા પ્રમાણમા ખોરાકના અભાવને કારણે બાળક બિનપોષક અંગૂઠો ચુસવા તરફ દોરી જાય છે.
સાઇકયાટ્રીસ્ટ મુજબ અંગુઠો ચૂસવો એ મધરના વિકલ્પ તરીકે ની જરૂરિયાતને પ્રતિબિંબ કરે છે અથવા કાર્ય કરે છે.
મોટાભાગના બાળકો બે વર્ષના થાય ત્યા સુધીમા અંગૂઠો ચૂસવાનો છોડી દે છે. જ્યારે અન્ય પ્રી સ્કૂલર એ જ દરમિયાન છોડી દે છે અને જો ચાર વર્ષ પછી બાળક અંગુઠો ચૂસવાનો ચાલુ રાખે તો માતા પિતા એ ડોક્ટરને જાણ કરવી.
b. Oesophageal Airesia-ઇસોફેજીયલ એટ્રેસીયા
ઈસોફેજિયલ એટ્રેસીયા એ કોમન જન્મજાત ખામી છે. જેમા બેબીના ઈસોફેગસ નો પાર્ટ એ સંપૂર્ણ ડેવલપ ન થાય અથવા ઇસોફેગસ નો ભાગ એ નોર્મલ કરતા નેરો(સાંકડો) જોવા મળે છે.
OR
બાળક નુ ઇસોફેગસ એ કંટીન્યુ કેનાલ અથવા ટ્યુબ તરીકે ડેવલપ થવામા નિષ્ફળ જાય.
ઈસોફેચીઅલ એટ્રેશિયા એ એકલુ અથવા ટ્રકિયો ઈસોફૅજિયલ ફીસટ્ય્યચૂલા સાથે પણ હોય છે.
ઈસોફેગસ માઉથ થી સ્ટમક ને કનેક્ટ કરે છે.
ઈસોફેજીયલ એટ્રસિયાને કારણે બેબી એ ફૂડ ને માઉથ થી સ્ટમક સુધીપાસ કરવામા સક્ષમ ન હોય ,તથા તેને શ્વાસમા ડીફીકલ્ટી પડે છે.
c. Pneumonia-ન્યુમોનિયા
ન્યુમોનિયા એ લોવર રેસપાઈરેટરી ટ્રેકનુ અને લંગ નુ ઇન્ફેક્શન છે. જે એક અથવા બંને ફેફસાને અસર કરે છે. ન્યુમોનિયા ને કારણે એર સેક અથવા એલ્વીઓલાય મા ફ્લૂઈડ અથવા પસ ભરાઈ જાય જે બેક્ટેરિયા, વાયરસ અને ફંગાઈને કારણે ઇન્ફેક્શન લાગે છે.
ન્યુમોનિયા ફેલાવવા નુ કારણ એ ચેપગ્રસ્ત માણસ જ્યારે ઉધરસ, છીંક અથવા તેની વસ્તુઓ અડકવાથી થાય છે, અથવા હવામા રહેલા ડ્રોપલેટ ના કારણે ફેલાય છે. જે બીન ચેપી માણસો દ્વારા શ્વાસમા લેવાથી ફેલાય છે.
ન્યુમોનિયા મા હાઈ ફીવર ,કફ, સાઈનોસિસ અને સોર્ટનેસ ઓફ બ્રિધીગ જોવા મળે છે.
d. Hydrocephalus –હાઇડ્રોકેફેલસ
હાઈડ્રોસેફેલસ એ બાળકના નર્વસ સિસ્ટમની એક એબનોર્માલીટી છે.
જેમા બાળકના બ્રેઇન ની અંદર આવેલા વેન્ટ્રિકલ્સ મા ફ્લૂઇડ નુ એબનોર્મલ કલેક્શન થાય છે.
આ ફ્લૂઈડ એ સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડ હોય છે જેનો ભરાવો થવાનુ કારણ એ કા તો તેનુ એબસોર્પશન નોર્મલ થતુ નથી અને કાતો તેનુ પ્રોડક્શન એ નોર્મલ કરતા વધારે થતુ હોય છે.
આમ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડના ઇમ્બેલન્સ ના કારણે તેનો ભરાવો બ્રેઇનના વેન્ટ્રિકલમા થાય તેને હાઈડ્રોસેફેલસ તરીકે ઓળખવામા આવે છે. હાઈડ્રોસેફેલેસ એ સીએસએફ ના પાથ વે મા ઓબસ્ટ્રક્શન આવવાના લીધે પણ થાય છે.
આ કન્ડિશન ના લીધે બ્રેઇનના વેન્ટ્રિકલ અને હેડ નુ એન્લાર્જમેન્ટ જોવા મળે છે. જેના લીધે હેડનો સરકમફરન્સ વધે છે અને હેડ નોર્મલ કરતા મોટુ દેખાય છે.
e. Acromegaly-એક્રોમેગાલી
એક્રોમેગાલી તે હોર્મોનલ ડિસઓર્ડર છે. જ્યારે પિચ્યુટરી ગ્લેન્ડ ખૂબ વધારે પ્રમાણમા ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કરે એડલ્ટ ઉમર દરમિયાન ત્યારે એક્રોમેગાલી થાય છે.
જ્યા ,એક્રો એટલે એક્સ્ટ્રીમીટી.
અને મેગાલિ એટલે ઈનલાર્જમેન્ટ.
એક્રોમેગાલી ક્રોનિક ડીસીઝ છે.
જેમા હેડ ,હેન્ડ ,ફીટ ના બોન મા ઇનલાર્જમેન્ટ થાય છે અને સોફ્ટ ટીશ્યુ મા સ્વેલિંગ અને એનલાર્જમેન્ટ થાય છે.
વધારે પ્રમાણમા ગ્રોથ હોર્મોન ના કારણે બોન ની સાઈઝમા વધારો થાય છે તેને ગીગેન્ટીઝમ કહે છે. બોન ની સાઈઝમા વધારો એ બાળપણ દરમ્યાન જ જોવા મળે છે. એડલ્ટ હુડ દરમ્યાન બોનની હાઈટ મા વધારો ન થાય.
એકરોમેગાલી નુ કારણ પીચ્યુટરી ટ્યુમર હોય છે.
f. Extrophy of bladder-એક્સટ્રોફી ઓફ બ્લેડર
એક્સટ્રોફી ઓફ બ્લેડર તેમા બ્લડર એ સ્કીન મા ઉપર બહારની તરફ હોય છે અથવા આઉટસાઈડ બ્લેડર જોવા મળતું હોય છે. એક્સટ્રોફી ઓફ બ્લેડર રેર જન્મજાત ખામી છે. જેમા બ્લેડર abdominal wall અને પેલ્વિક કેવીટીની બહારની તરફ આઉટસાઇડથી જ દેખાય છે અને તે એક્સ્ટ્રીમલી ઓપન થયેલુ હોય છે.
બ્લાડર એ બહારથી વિઝીબલ હોય છે. બ્લેડર બહારથી દેખાતુ હોવાને કારણે તે યુરિન સ્ટોર નથી કરતુ અને નોર્મલ ફંક્શન પણ નથી કરતુ, તેના કારણે યુરીન લીકેજ થાય છે.
બ્લાડર એક્સટ્રોફી ત્યારે થાય છે જ્યારે લોવર એબડોમીનલ વોલ ની સ્કીન એ પ્રોપરલી ન બને તેથી બ્લેડર એ ઓપન રહે છે.
g. Growth- ગ્રોથ
ગ્રોથ એ ફિઝિકલ મેચ્યુરેશન છે જેમા શરીરની ટીશ્યુના નંબર અને સાઈઝમા વધારો થાય છે તથા શરીરના ઓર્ગન ના સાઈઝ અથવા નંબરમાં વધારો થાય છે.
જેમા ગ્રોથમા વધારો એ સેલના વિભાજનના કારણે અને સેલની અંદરના ઘટકો મા વધારો થવાથી બોડી નુ ગ્રોથ થાય છે.
બોડીમા ગ્રોથના કારણે થતા ચેન્જીસ એ ઇંચ/સેન્ટીમીટર અને પાઉન્ડ/કિલોગ્રામમા માપવામા આવે છે.
ગ્રોથ એ પ્રોગ્રેસિવ અને માપી શકાય તેવુ હોય છે જેમા હાઇટ અને વેઈટમા વધારો થાય છે.
સારા ન્યુટ્રીશન થી ગ્રોથમા યોગ્ય રીતે વધારો એ ઉમર પ્રમાણે જોવા મળે છે આથી સારો ખોરાક લેવાથી સારો ગ્રોથ થાય છે.
h. Preventive paediatrics – પ્રીવેન્ટીવ પીડીયાટ્રીકસ
પ્રીવેન્ટીવ પીડીયાટ્રીક મા હેલ્થ કેર પ્રોવાઇડર દ્વારા બાળકોમા ડીસીઝ ને ક્યોર કરવા કરતા પહેલેથી જ બાળકોને પ્રિવેન્ટીવ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.
પ્રિવેન્ટીવ કેર દ્વારા બાળકોને ડિજિસથી અને ડિસેબિલિટીથી પ્રિવેન્ટ કરવામા આવે છે,
જેમા હેલ્થ પ્રમોશન અને પ્રિવેન્ટીવ એક્ટિવિટીઝ કરવામા આવે છે.
પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક મા કેર જેવી કે 1.પ્રાઇમરી પ્રીવેંટીવ કેર 2.સેકન્ડરી પ્રિવેન્ટીવ કેર 3.ટરસરી પ્રીવેન્ટીવ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.
કેર જેવીકે, 1.પ્રિવેન્શન ઓફ ડીસીઝ 2.પ્રમોશન ઓફ ફિઝિકલ ,મેન્ટલ એન્ડ સોશિયલ વેલ્બીંઇગ ઓફ ચાઈલ્ડ 3. ઈમ્પ્રુવ હેલ્થ કેર એક્ટિવિટીઝ જેવી કે ગ્રોથ મોનિટર ,ઓ આર એસ, ન્યુટ્રીશન એન્ડ ઇમ્યુનાઈઝેશન એન્ડ પ્રમોટ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ પ્રિવેન્શન ઓફ કોમ્યુનિકેબલ ડીસીઝ એન્ડ એકસીડન્ટ વગેરે નો સમાવેશ કરવામા આવે છે.
Q.6 A. Fill in the blanks. -. ખાલી જગ્યા પુરો. 05
1.Measles vaccine is administered by_______route.
મિઝલ્સ વેકસીન ______રૂટ દ્વારા આપવામાં આવે છે, સબ ક્યુટેનિયસ
2.Wenning diet should be started with__ __type of food. વીનીંગ (ઉપરનો આહાર) __ ____પ્રકારના ખોરાકથી ચાલુ કરવામાં આવે છે. પ્રવાહી
3.Electronic toys should be avoided for children below_____ years of age. ઇલેક્ટ્રોનીક રમકડા_____ વર્ષની ઉંમરથી નાના બાળકોને આપવા જોઇએ નહીં. આઠ વર્ષ
4.Infection of the middle ear is known as_____ મધ્ય કર્ણનું ઇન્ફેકશન_ તરીકે ઓળખાય છે. ઓટાયટીસ મીડિયા
5.Child is able to crawl at the age of________ months. બાળક __________માસની ઉંમરે ક્રોલ કરતા શીખે છે. 11 મહિના
B. State whether following statements are True or False. 05 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.
1.Large head is also known as microcephaly. મોટું માથું માઇકોસીફેલી તરીકે પણ ઓળખાય છે. ❌
2.First booster dose of DPT vaccine is given at 3 years of age. પ્રથમ ડીપીટી વેકસીનનો બુસ્ટર ડોઝ 3 વર્ષની ઉંમરે અપાય છે. ❌
3.The green stick fractures are commonly occurs in young children. ગ્રીન સ્ટીક ફેકચર્સ સામાન્ય રીતે યંગ ચિલ્ડ્રનમાં વધારે થાય છે. ✅
4.Meningocele is less severe than meningomyelocele. મેનીંગોસીલએ મેનીંગોમાયલોસીલ કરતાં ઓછું ગંભીર છે. ✅
5.Diptheria is commonly seen during first 6 months of age. ડિપ્થેરીયા સામાન્ય રીતે ઉંમરના પ્રથમ છ માસ દરમ્યાન વધુ જોવા મળે છે. ❌