URINARY SYSTEM યુરીનરી સિસ્ટમ એ બોડીની એક્સક્રીટરી સિસ્ટમ છે. જે બોડી માથી વેસ્ટ પ્રોડક્ટને રીમુવ કરે છે. તેમા નીચે મુજબના અવયવો આવેલા હોય છે. કિડની (રાઇટ અને લેફ્ટ) 2 યુરેટર (રાઇટ અને લેફ્ટ) 2 યુરીનરી બ્લેડર 1 યૂરેથ્રા 1 કિડનીએ હ્યુમન બોડીમા બે ની સંખ્યામા આવેલી હોય છે. તે એબડોમીનલ કેવીટીમા જમણી અને ડાબી બાજુએ બોડીની પોસ્ટીરીયર સાઇડે વર્ટીબ્રલ કોલમ ની બંને બાજુ એક એક આવેલી હોય છે.