હેમચંદ્રાચાર્ય જેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે, સોલંકી યુગમાં થઇ ગયેલા જૈન મુનિ, વિદ્વાન, કવિ અને સાહિત્યકાર હતા. તેઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમકાલીન હતા. ભારતીય ચિંતન, સાહિત્ય, અને સાધનાનાં ક્ષેત્રમાં આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેઓ એક મહાન ગુરુ, સમાજ-સુધારક, ધર્માચાર્ય અને અદ્ભુત પ્રતિભા હતા. સમસ્ત ગુર્જરભૂમિને તેમણે અહિંસામય બનાવી દીધી. તેમણે સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો પર નવા સહિત્યની રચના કરી તથા નવા પંથકોને આલોકીત કર્યાં. સંસ્કૃત અને પ્રાકૃત પર પણ તેમનું પ્રભુત્વ