ઉત્તર ગુજરાતના લોકો સારા-નરસા પ્રસંગે ભવાઈ ખેલ રમાડવાની માનતા માને છે અને મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રે છે આપણાં દેશના અનેક પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં લોકનાટયો એ જે તે રાજ્યોની આગવી ઓળખ છે. જેમ કે, મહારાષ્ટ્રમાં ‘તમાશા’, ‘દશાવતાર’, મધ્યપ્રદેશમાં ‘માચ’, ઉત્તરપ્રદેશમાં ‘નવટંકી’, કર્ણાટકમાં ‘યક્ષગાન’ તો ગુજરાતમાં ભવાઈ એ તેનું વિશિષ્ટ લોકનાટય છે. ભવાઈ એ ભૂમિજાત સ્વયં સ્ફૂરિત કળા છે. ગ્રામજનોના ઉર્મિ અને