તેમના જન્મની તારીખ જુદા જુદા સ્ત્રોત મુજબ જુદી જુદી મળે છે. તેઓ ૧૬૯૪ અથવા ૧૭૧૮માં જન્મ્યા હશે. તેમના પિતાનું નામ વીરેશ્વર અને માતાનું નામ આનંદીબાઈ હતું. તેમના ગુરુ નાના ભટ્ટ હતા. તેઓ વેગણપુર (આજે અમદાવાદનું ગોમતીપુર) ખાતે જન્મ્યા હતા. તેઓ પરંપરાગત કથાકાર પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા. આથી તેમણે તેમના પુરોગામીઓની કથાઓને નવા અર્થથી રજુ કરવાની શરુ કરી જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે. બાદમાં તેઓ જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે)