મહેતા નંદશંકર તુળજાશંકર (જ. 21 એપ્રિલ 1835, સૂરત; અ. 17 જુલાઈ 1905, સૂરત) : ગુજરાતીની પ્રથમ લેખાતી નવલકથા ‘કરણઘેલો’ના લેખક. માતા ગંગાલક્ષ્મી. પિતા તુળજાશંકરની સાદગી, સરળતા અને પ્રામાણિકતા તેમને વારસામાં મળી. નાનપણ મોસાળ ઓલપાડમાં. એ કારણે ગ્રામજીવનનો અને સૃષ્ટિસૌન્દર્યનો પરિચય. વતન સૂરતના રસિક જીવનનો, ત્યાંની પ્રસિદ્ધ સાડત્રીસી આગના બનાવનો અને સુધારક વાતાવરણનો પરિચય. શાળા-કૉલેજના કુશળ પ્રેમાળ શિક્ષકોનો પ્રભાવ. ગણિત-અંગ્રેજીમાં વિશેષ રુચિ. મેકૉલેનો ઘનિષ્ઠ અભ્યાસ. કૅપ્ટન સ્કૉટના સમૃદ્ધ ગ્રંથાલયનો લાભ. મૅટ્રિક