16) દ્વિરુક્ત તથા રવાનુંકારી શબ્દોનો ઉપયોગ. દ્વિરુક્ત શબ્દો દ્વિરુક્ત શબ્દની સંધિ છૂટી પાડવામાં આવે તો દ્વિ:+ ઉક્ત એમ બે શબ્દોનો બનેલો છે જેમાં દ્વિ: એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું (બોલેલું) એટલે કે બે વખત બોલેલું. જ્યારે વાક્યમાં કોઇપણ શબ્દોનો બે વખત ઉચ્ચારણમાં બેવડાયેલો હોય કે બે વખત ઉચ્ચારણ સમાન જેવું લાગે છે ત્યારે તે શબ્દ દ્વિરુક્ત બને છે દરેક દ્વિરુક્ત શબ્દો રવાનુંકારી શબ્દો છે પરંતુ દરેક રવાનુંકારી શબ્દો દ્વિરુક્ત