કાંકરે કાંકરે પાળ બંધાય: થોડુંથોડું કરતાં પણ મોટું કામ પાર પડે છે. કામ કર્યા તેણે કામણ કર્યા: કામ કરનાર સૌને પ્રિય લાગે છે. કુમળું ઝાડ વાળીએ તેમ વળે: નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય. સસ્તું ભાડું અને સિધ્ધપુર ની જાત્રા : મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. સૂકા ભેગું લીલુ બળે: હલકા માણસોના સંગથી, સારા માણસો પણ આપત્તિનો ભોગ બને. દીવા પાછળ અંધારું: વડીલ તેજસ્વી અને વારસદાર નપાવટ.