પેપર સોલ્યુશન નંબર – 13 (07/08/2018) 07/08/2018 પ્રશ્ન – ૧ (૧) મમતા ક્લિનિક એટલે શું? 03 મમતા ક્લિનિક મમતા ક્લિનિક ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલું એક વિશિષ્ટ આરોગ્ય કાર્યક્રમ છે,જેનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્યની સુરક્ષા અને સુધારણા કરવાનો છે. Definition : મમતા ક્લિનિક એ એક નિયત દિવસની આરોગ્ય સેવા છે,જેમાં ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ તથા પાંચ વર્ષથી નાના બાળકોને વ્યાપક આરોગ્ય સેવાઓ એક જ જગ્યાએ આપવામાં આવે છે.