BIO-SCIENCE સેમ્પલ પેપર (Answer)
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
- પેપર મળ્યા બાદ સૌપ્રથમ પેપરને એક વખત વાંચવુ જેથી દરેક પ્રશ્નો વિશે માહિતગાર થઈ શકાય.
- પેપરમાં બને ત્યાં સુધી બ્લુ પેન નો ઉપયોગ કરવો જરૂર જણાય ત્યાં બ્લેક બોલપેન નો ઉપયોગ કરી શકાય આ સિવાય કોઈ પણ પેન નો ઉપયોગ કરવો નહીં.
- પેપરમાં કોઈપણ છાપ છોડતી હોય અથવા આઇડેન્ટિટી બતાવતી હોય તેવી કોઈ પણ પેટર્ન જેમકે લાઇન,બોક્સ,સર્કલ વગેરે જેવી કોઈ પણ પેટર્નનો ઉપયોગ કરવો નહીં.
- પેપરમાં માગ્યા મુજબ જરૂર જણાય ત્યા સચોટ આકૃતિ દર્શાવવી.
- કવેશ્ચન પેપર માં સીટ નંબર સિવાય કોઈપણ અન્ય પ્રકારના લખાણો કરવા નહીં.
- કવેશ્ચન માં પુછાયેલા પ્રશ્નો જવાબ આપતા પહેલા ધ્યાનથી બે વખત વાંચવા માગ્યા મુજબનો જ જવાબ આપવો જવાબ આપતી વખતે માર્ક્સના વેઇટેજને ખાસ ધ્યાનમા રાખવું.
સેમ્પલ જવાબ :-
Que-1 (c)
Function of Kidney
કિડની ના કર્યો લખો …Marks 04
Ans.
- કિડની એ મુખ્યત્વે યુરીન ફોર્મેશન કરવાનુ કાર્ય કરે છે.
- કિડની એ બ્લડને ફિલ્ટર કરી વેસ્ટ પ્રોડક્ટ યુરીન મારફતે બહાર કાઢવાનુ કાર્ય કરે છે.
- કિડની એ ઇલેક્ટ્રોલાઇટ નુ નોર્મલ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
- તે બ્લડની પી એચ જાળવવાનુ કાર્ય કરે છે.
- બોડીમા મેટાબોલિઝમના અંતે જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટને બોડીમાંથી દૂર કરવાનુ કાર્ય કરે છે.
- કિડની એરિથ્રોપોએટીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે આરબીસીના પ્રોડક્શન માટે ખૂબ જ અગત્ય નુ કાર્ય કરે છે.
- કિડની રેનીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.
- કિડની એ બોડીમા વોટર બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
- કિડની બોડી મા જરૂરી હોય તેવા તત્વો ને બોડી માંથી બહાર જતા રોકે છે.
(b) Write the Functions of the heart
ફંકશન્સ ઓફ ધ હાર્ટ… 04 marks
- હાર્ટ એ બોડી ના તમામ ઓર્ગન્સ અને ટીશ્યુને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે.
- હાર્ટ એ કાર્ડીયોવાસક્યુલર સિસ્ટમનુ અગત્યનું ઓર્ગન છે. જેના વિના માનવ શરીર જીવંત રહી શકતુ નથી તે એક વાઇટલ ઓર્ગન તરીકે કાર્ય કરે છે.
- હાર્ટ એ બ્લડને લંગ તરફ સર્ક્યુલેટ કરે છે જેથી બ્લડ ઓક્સિજનેટેડ થઈ પ્યુરીફાય થઇ શકે છે.
- હાર્ટ દ્વારા પલ્મોનરી સર્ક્યુલેશન અને સિસ્ટિમિક સર્ક્યુલેશન જેવા સર્ક્યુલેશન રેગ્યુલેટ થાય છે.
- હાર્ટ એ શરીરની જરૂરિયાત મુજબ અને બોડી ટેમ્પરેચર મુજબ હાર્ટ રેટને પણ રેગ્યુલેટ કરે છે.
- હાર્ટ એ બ્લડ સર્ક્યુલેશન બોડીના દરેક ભાગ સુધી પહોંચાડતુ હોવાથી બોડી નુ ટેમ્પરેચર પણ રેગ્યુલેટ કરે છે.
- હાર્ટ બોડીના એક્ષક્રીટરી ઓર્ગન્સ સુધી બ્લડને પહોંચાડતુ હોવાથી બ્લડ ફિલ્ટર થઈ શકે છે અને બ્લડ માથી વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થઈ શકે છે.
ALL THE BEST
પ્રશ્નપત્રો સંપૂર્ણ જવાબ સાથે આ જ એપ્લિકેશન માં મેળવવા માટે 8758520434 મોબાઈલ નંબર પર કોલ કરી ફક્ત 149 રૂપિયામા તમામ વિષય ના પ્રશ્નપત્રો જવાબ સાથે આજે જ મેળવો અને પરીક્ષામા સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થાઓ.
WEL-COME TO MY NURSING APP FAMILY