skip to main content

GNM FY BIO SCIENCE -2016

Q-1 a. Write the gross structure and functions of the heart. 08

હાર્ટ ગ્રોસ સ્ટ્રકચર અને તેના કાર્યો લખો.

હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનુ એક અગત્યનુ ઓર્ગન છે. માનવ જીવન દરમિયાન હાર્ટ એ સતત ધબકતુ રહે છે. તેના ધબકવાના કારણે બ્લડ એ બ્લડ વેસલ્સમા સતત સર્ક્યુલેટ થાય છે.

           હાર્ટ એ પોલુ અને મસલ્સ નુ બનેલુ એક અવયવ છે. તેનો પુરુષમા વજન અંદાજિત 310 ગ્રામ છે અને સ્ત્રીમા તેનો અંદાજિત વજન 250 ગ્રામ જેટલો હોય છે. હાર્ટ એ દિવસ દરમિયાન અંદાજિત એક લાખ વખત ધબકવાની ક્રિયા કરે છે. 

લોકેશન ઓફ હાર્ટ..

          હાર્ટ એ થોરાસીક કેવીટીમા બે લંગ ની વચ્ચે મીડિયાસ્ટીનમ સ્પેસમા ડાયાફાર્મ ની ઉપર રહેલુ હોય છે.

         હાર્ટ એ રફલી કોન શેપ એટલે કે શંકુ આકારનું હોય છે. તેમા તેનો ઉપરનો પોહળો ભાગ બેઇઝ તરીકે ઓળખાય છે અને નીચેનો એંગલ વાળો ભાગ એ અપેક્ષ તરીકે ઓળખાય છે.

        હાર્ટ એ થોરાસિક કેવીટીમા બે લંગ ની વચ્ચે ડાબી બાજુએ સહેજ ત્રાસુ ગોઠવાયેલુ હોય છે.

સ્ટ્રકચર ઓફ હાર્ટ..

        હાર્ટ એ પોલુ મસલ્સ નુ બનેલુ અવયવ છે. તેની દીવાલ એ ત્રણ પ્રકારના ટીસ્યુ લેયરથી બનેલી હોય છે.

        હાર્ટ ની દિવાલમા સૌથી બહારના ભાગે આવેલ લેયરને એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ કહેવામા આવે છે.

એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ. 

         તે પાતળુ અને ટ્રાન્સપરન્ટ હોય છે અને હાર્ટને બહારની બાજુએથી કવર કરે છે. તે ફાઇબ્રસ કનેકટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે. જેમા સૌથી બહારની બાજુએ ફાઈબ્રસ ટિસ્સુ નુ લેયર આવેલા હોય છે અને ફાઇબ્રસ ટીશ્યુ ની અંદર ની બાજુએ સીરસ મેમ્બ્રેન જે ડબલ લેયરમા જોવા મળે છે. જે સિરસ મેમ્બ્રેન ના બહારના લેયરને પરાઈટલ અને અંદરના લેયરને વિસેરલ પેરીકાર્ડિયમ લેયર તરીકે ઓળખવામાં આવે છે. 

               પરાઈટલ અને વિસેરલ પેરીકાર્ડિયલ લેયર વચ્ચે આવેલી જગ્યાને પેરીકાર્ડિયલ સ્પેસ કહેવામા આવે છે. આ સ્પેસમા પ્રવાહી રહેલુ હોય છે જેને સીરસ ફ્લૂઈડ અથવા તો પેરીકાર્ડિયલ ફ્લૂઇડ કહેવામા આવે છે. જે બંને લેયર વચ્ચેનુ ઘર્ષણ અટકાવે છે.

              આ આઉટર પેરિકાર્ડીયમ નુ લેયર એ હાર્ટને બહારની બાજુએથી પ્રોટેક્શન કરવાનુ કાર્ય કરે છે તથા હાર્ટ માંથી નીકળતી વેસલ્સ ની ફરતે પણ આ લેયર વિટાયેલ જોવા મળે છે.

માયોકાર્ડીયમ..

         માયોકાર્ડિયમ એ હાર્ટનુ વચ્ચેનું લેયર છે. તે પેરીકાર્ડિયમ થી નીચે આવેલુ હોય છે. તે સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સ ટિસ્યુ થી બનેલુ હોય છે. આ મસલ્સના કોન્ટ્રેક્શન ના કારણે હાર્ટની પંપિંગ એક્શન જોવા મળે છે.

            આ માયોકાર્ડીયમનુ લેયર એ બેઇઝના ભાગે પાતળુ હોય છે તથા અપેક્ષ ના ભાગે જાડુ હોય છે. એમા પણ લેફ્ટ વેન્ટ્રીકલની દિવાલ નુ લેયર એ રાઈટ વેન્ટ્રીકલની દિવાલ કરતા વધારે જાડુ હોય છે. 

            આ મસલ્સના કોન્ટરેકશન ઇનવોલન્ટરી એક્શન ધરાવે છે જેનાથી હાર્ટ ની પંપિંગ એક્શન જોવા મળે છે તેનો કંટ્રોલ ઑટોનોમિક નર્વસ સિસ્ટમ અને હાર્ટ માં આવેલી કન્ડકટિંગ સિસ્ટમ દ્વારા થાય છે.

એન્ડોકાર્ડિયમ..

           તે હાર્ટની સૌથી અંદરની દિવાલમા આવેલુ લેયર છે. તે લેયર બ્લડના કોન્ટેકમા હોય છે. આ લેયર એપીથેલીયમ ટિસ્યુ તથા કનેક્ટિવ ટીશ્યુનુ બનેલુ હોય છે. આ લેયર એ સ્મુધ અને ચળકતુ હોય છે જે સરળતાથી હાર્ટની અંદર બ્લડ ફ્લો થવા માટે અગત્યનુ છે. આ લેયર એ હાર્ટની અંદર આવેલા વાલ્વ ને પણ કવર કરે છે તથા હાર્ટ માથી નીકળતી બ્લડ વેસલ્સની અંદરની દિવાલમા પણ આ લેયર કંટીન્યુઅસ જોવા મળે છે.

ફંક્શનસ ઓફ ધ હાર્ટ

            હાર્ટ એ બોડી ના તમામ ઓર્ગન્સ અને ટીશ્યુને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે.

      હાર્ટ એ કાર્ડીયોવાસક્યુલર સિસ્ટમનુ અગત્યનું ઓર્ગન છે. જેના વિના  માનવ શરીર જીવંત રહી શકતુ નથી તે એક વાઇટલ ઓર્ગન તરીકે કાર્ય કરે છે.

           હાર્ટ એ બ્લડને લંગ તરફ સર્ક્યુલેટ કરે છે જેથી બ્લડ ઓક્સિજનેટેડ થઈ પ્યુરીફાય થઇ શકે છે.

          હાર્ટ દ્વારા પલ્મોનરી સર્ક્યુલેશન અને સિસ્ટિમિક સર્ક્યુલેશન જેવા સર્ક્યુલેશન રેગ્યુલેટ થાય છે.

            હાર્ટ એ શરીરની જરૂરિયાત મુજબ અને બોડી ટેમ્પરેચર મુજબ હાર્ટ રેટને પણ રેગ્યુલેટ કરે છે.

          હાર્ટ એ બ્લડ સર્ક્યુલેશન બોડીના દરેક ભાગ સુધી પહોંચાડતુ હોવાથી બોડી નુ ટેમ્પરેચર પણ રેગ્યુલેટ કરે છે.

        હાર્ટ બોડીના એક્ષક્રીટરી ઓર્ગન્સ સુધી બ્લડને પહોંચાડતુ હોવાથી બ્લડ ફિલ્ટર થઈ શકે છે અને બ્લડ માથી વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થઈ શકે છે.

         

b. Explain pulmonary circulation. 04 પલ્મોનરી સરક્યુલેશન સમજાવો

 પલ્મોનરી સર્ક્યુલેશન એ રાઈટ વેન્ટ્રિકલ થી શરૂ થઈ અને લંગ તરફ બ્લડ જાય છે અને ત્યાથી ફરી રિટર્ન લેફ્ટ એટ્રીયમ મા આવે છે આમ રાઇટ વેન્ટ્રિકલ થી  લેફ્ટ એટ્રીયમ સુધીના સરકયુંલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહે છે.

            પલમોનરી સર્ક્યુલેશનમાં રાઇટ વેન્ટ્રિકલમા રહેલુ ડીઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી આર્ટરી મારફતે રાઈટ વેન્ટ્રિકલ માથી બહાર જાય છે. બહાર જતા ની સાથે જ પલ્મોનરી આર્ટરી એ રાઈટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી મા ડિવાઇડ થાય છે અને બંને લંગમા દાખલ થાય છે. જેમા ડાબા લંગ  મા બે બ્રાન્ચીસ અને જમણા લંગમા ત્રણ બ્રાન્ચીસ પલ્મોનરી આર્ટરી ની દાખલ થાય છે જે લંગ ના દરેક લોબ મુજબ હોય છે.

               લંગ મા બ્લડ અને લંગ ના ટિસ્યૂ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે અને દરેક લોબ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ બંને બાજુના લંગ માથી બે બે પલ્મોનરી વેઇન ઓક્સિજનેટેડ બ્લડ લઈ હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા દાખલ થાય છે.

              પલમોનરી સર્ક્યુલેશન એ હાર્ટમાં ડીઓક્સિજેનેટેડ બ્લડ ને લંગ મારફતે ઓક્સિજનેટેડ બ્લડમા કન્વર્ટ કરે છે. આ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમા જઈ સિસ્ટેમિક સર્ક્યુલેશન મારફતે પુરા બોડીમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય છે.

         રાઈટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સર્ક્યુલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવામા આવે છે

Q-2 Answer the following questions (ANY THREE) 12 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (કોઇપણ ત્રણ)

a. Explain the structure of long bone. લોંગ બોન નં સ્ટકચર સમજાવો.

લોંગ બોન એ શરીરમા આવેલા લાંબા હાડકા છે. જેમા પહોળાઈ કરતા લંબાઈ વધારે જોવા મળે છે. આ લોંગ બોનના સ્ટ્રક્ચરમા નીચે મુજબના ભાગનો સમાવેશ કરવામા આવે છે.

  1. એપીફીસીસ..
    તેને બોન ની અપર એન્ડ લોવર એક્સ્ટ્રીમિટી પણ કહેવામા આવે છે. તે લોંગ બોન નો પ્રોકઝીમલ અને ડીસ્ટલ ભાગ છે. તેની આઉટર લાઇનિંગ મા કોમ્પેક્ટ બોન તથા અંદરની બાજુએ કેલકેઅસ બોન આવેલ હોય છે.
    એપીફીસીયલ કાર્ટીલેજ એ એપીફિસીસ ને ડાયાફિસીસથી અલગ પડે છે.
  2. ડાયાફિસીસ.
    તેને લોંગ બોન ના સાફટ નો ભાગ એટલે કે વચ્ચેનો ભાગ કહેવામા આવે છે. આ ભાગ ની વચ્ચેના ભાગે મધ્યમા મેડ્યુલરી કેનાલ આવેલી હોય છે. જેમા બોનમેરો રહેલુ હોય છે.
  3. મેટાફીસીસ.
    લોંગ બોન મા એપીફીસીઅલ પ્લેટ એ ડાયાફિસીસ સાથે જોડાઈ ત્યા મેટાફીસીસ આવેલ હોય છે.
  4. આર્ટિક્યુલર કાર્ટીલેજ.
    એપીફીસીસ ના છેડાના ભાગે આ પ્રકારના કાર્ટીલેજ નુ લેયર આવેલ હોય છે. જે બીજા બોન સાથે જોડવામા વચ્ચે આવેલા હોય છે. તે બે બોન વચ્ચેનુ ફ્રીકશન અટકાવે છે અને મુવમેન્ટને પેઇન લેસ બનાવે છે.
  5. પેરીઓસ્ટીયમ..
    બોન ની બહારની દિવાલ પર આવેલી મેમ્બ્રેન ને પેરીઓસ્ટિયમ લેયર કહેવામા આવે છે. તે બોન ને બહારની બાજુએ ફરતે કવરિંગ બનાવે છે. તે આર્ટિક્યુલર કાર્ટીલેજ ના ભાગે આવેલ હોતી નથી. આ મેમ્બરે ફાઇબ્રસ ટિસ્યૂ થી બનેલી હોય છે. તેમા બ્લડ સપ્લાય, નર્વ સપ્લાય અને લિમ્ફેટિક વેસલ્સ આવેલી હોય છે.
  6. મેડ્યુલરી કેનાલ.
    તે લોંગ બોન ની વચ્ચે આવેલી સાંકડી કેનાલ છે. આ કેનાલના ભાગમા બોનમેરો આવેલ હોય છે.
  7. એન્ડોસ્ટીયમ..
    આ મેડ્યુલરી કેનાલની ફરતે આવેલ મેમ્બ્રેન છે જે સ્ટેમ સેલ અને ઓસ્ટીઓક્લાસ્ટ સેલ ધરાવતી હોય છે.

b. Explain the digestive activities in stomach. સ્ટમક માં થતી પાચન ની ક્રિયા સમજાવો.

માઉથ દ્વારા લીધેલો ખોરાક ઇસોફેગસ દ્વારા સ્ટમક મા પોહચે છે. ત્યા સ્ટમક ના મસ્ક્યુલર લેયર ના કોન્ટ્રેકશન ના લીધે સ્ટમક ની ચાર્મિંગ મૂવમેન્ટ ના લીધે ખોરાક નુ મિકેનિકલ ડાઈજેશન શરૂ થાય છે. અહી તમામ ફૂડ એ મિકેનિકલ ડાઈજેશન દ્વારા મોટા અણુઓ માંથી નાના અણુઓ માં ફેરવાઇ છે.
આ મિકેનિકલ ડાઈજેશન થોડો સમય ચાલ્યા બાદ સ્ટમક ની અંદર ની દીવાલ મા આવેલ ગ્લેન્ડ દ્વારા હાઈડ્રોક્લોરિક એસિડ એ ખોરાક સાથે ભાડે છે.
સ્ટમક ના આ જ્યુસ મા રહેલા કેમિકલ્સ એ ખોરાક સાથે ભડવાથી કેમિકલ ડાઈજેશન શરૂ થાય છે.
આ ગેસ્ટ્રીક જ્યુસ મા હાઈડ્રોક્લોરિક એસિડ ઉપરાંત એન્ઝાઇમ્સ રહેલ હે છે જેમા મુખ્યત્વે પેપ્સીન અને રેનિન રહેલ હોય છે. આ પેપ્સીન એ પ્રોટીન ના મોટા અણુ ને નાના અણુ મા ડાઈજેસ્ટ કરે છે. પ્રોટીન નુ ડાઈજેશન અહી શરૂ થાય છે.
ગેસ્ટ્રીક જ્યુસ મા રહેલ રેનિન એ મિલ્ક મા રહેલ પ્રોટીન કેસીન નુ ડાઈજેશન કરે છે અને તેનુ રૂપાંતર પેરાકેસીન મા કરે છે. આમ સ્ટમક મા મુખ્યત્વે પ્રોટીન નુ ડાઈજેશન થાય છે.
કાર્બોહાઈડ્રેટ અને ફેટ નુ ડાઈજેશન સ્ટમક મા થતુ નથી અહી ફક્ત તેનુ મિકેનિકલ ડાઈજેશન જ થાય છે. સ્ટમક મા આ ફૂડ નુ પર્સિયલી ડાઈજેશન થાય બાદ તે સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા જાય છે ત્યા તેનુ કમ્પ્લીટ ડાઈજેશન અને એપસોર્પશન થાય છે.
સ્ટમક માં આવેલ ખોરાક ગેસ્ટ્રીક જ્યુસ સાથે ભડવાથી તેમા રહેલ HCL ની એસીડીક પ્રોપર્ટી ના લીધે ખોરાક માં રહેલ હાર્મફૂલ બેક્ટેરિયા તેમજ વાઇરસ મોત ભાગે નાશ પામે છે.

c. List the functions of cerebrum. સેરેબ્રમ ના કાર્યો ની યાદી લખો.

  1. સેરેબ્રમ માં ઇન્ટેલિજન્સી, મેમરી, રીઝનીંગ, થીંકીંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટીંગ વગેરે નો કંટ્રોલ જોવા મળે છે.
  2. સેન્સરી પરસેપ્શન જેવા કે પેઇન, ટેમ્પરેચર, ટચ, સાઈટ, હિયરિંગ, ટેસ્ટ, સ્મેલ વગેરે ના પરસેપ્શન માટે નો કંટ્રોલ જોવા મળે છે.
  3. સ્કેલેટલ મસલ્સ ના કોન્ટ્રાકશન માટેના કંટ્રોલ આ એરિયામાથી જોવા મળે છે.
  4. વિઝન અને સ્પીચ સબંધિત કાર્ય કરે છે.
  5. સેરેબ્રમ માં આવેલા સ્પેસિયલ એરિયા અમુક સ્પેસીફીક ફંક્શન સાથે જોડાયેલ હોય છે જેમ કે ટેમ્પરેચર રેગ્યુલેશન કરવુ. ભૂખ અને તરસ માટે નો કંટ્રોલ તેમજ સટિસ્ફેક્શન માટે નુ કાર્ય.
  6. સેરેબ્રમ અમુક મોટર મૂવમેન્ટ ના કોઓર્ડીનેશન સાથે પણ જોડાયેલ હોય છે.
  7. આપના દ્વારા બોલેલ શબ્દો નું અર્થઘટન પણ સેરેબ્રમ દ્વારા થાય છે.
  8. ઇમોશન તેમજ અમુક સાઇકોલોજીકલ ફંક્શન માટે પણ આ અરિયા કાર્ય કરે છે.

d. Explain regulation of body temperature in human. માણસ મા થતુ બોડી ટેમ્પરેચર રેગ્યુલેશન સમજાવો.

હ્યુમન બોડીમા હીટ નુ રેગ્યુલેશન એટલે કે બોડીમા હીટ નુ પ્રોડક્શન અને હિટ લોસ નુ સંતુલન જાળવવુ. સામાન્ય રીતે માણસમા નોર્મલ બોડી ટેમ્પરેચર એ 36.5 થી 37 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. આ ટેમ્પરેચર નોર્મલ જળવાય તો જ બોડીમા દરેક ફંક્શન રેગ્યુલર જળવાય છે અને ઇન્ટર્નલ હોમિયોસ્ટેસીસ જાળવી શકાય છે.

માણસમા બોડી ટેમ્પરેચરને રેગ્યુલેટ કરતુ સ્ટ્રક્ચર એ હાઇપોથેલામસ મા આવેલા થર્મોરેગ્યુલેટરી સેન્ટર હોય છે. બોડીમા આવેલા થર્મોરીસેપટર દ્વારા ટેમ્પરેચર ના નર્વ ઇમ્પલસીઝ હાયપોથેલેમસને મળે છે અને હાયપોથેલેમસ તે મુજબ નોર્મલ બોડી ટેમ્પરેચર જાણવા માટે કાર્ય કરે છે.

બોડીમા મેટાબોલિક એક્ટિવિટી, સ્કેલેટલ મસલ્સની મુવમેન્ટ વગેરે કારણોસર હીટ પ્રોડક્શન થાય છે. આ હિટ નોર્મલ કરતા વધારે બોડીમા હોય ત્યારે હાયપોથેલામસ એ સ્વેટ ગ્લેન્ડને સ્ટીમ્યુલેટ કરી પસ્પીરેશનની ક્રિયા દ્વારા વધારા ની હીટને બોડી માથી લોસ કરાવે છે અને બોડી ટેમ્પરેચર રેગ્યુલર જાળવવામા મદદ કરે છે.

જ્યારે બોડીમા હિટ એ નોર્મલ કરતા ઓછી હોય છે ત્યારે સ્વેટ ગ્લેન્ડ ની એક્ટિવિટી જોવા મળતી નથી અને બોડી હિટ પ્રિઝર્વ કરી નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેન કરે છે.
આમ હાઈપોથેલામસ એ નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવામા અગત્યનુ કાર્ય કરે છે.

Q-3. Write the shortnotes on (ANY THREE) of the following :- 12 નીચેનામાંથી (કોઇપણ ત્રણ) પર ટુંકનોંધ લખો.

a. Sterilization –સ્ટરીલાઇઝેશન

  • Microbes લગભગ દરેક જગ્યાએ હોય છે. પરંતુ આપણે તેનાથી સભાન હોતા નથી. તેઓની હાજરી વધુ પડતી hospitals માં કે જ્યાં patient પોતાના urine, stool, sputum, secretion દ્વારા મોટી સંખ્યામાં છોડે છે. 
  • આ ઉપરાંત blood, food, water, sewage, air અને soil વગેરે માં પણ microbes હાજર હોય છે.
  •  તેઓ અનેક રીતે જોવા મળતા હોવાથી તેનો નાશ કરવા માટે પણ જુદી- જુદી methods develop થઇ છે. 
  • જેમા physical અને chemical methods નો સમાવેશ થાય છે, જે operator ના જ્ઞાન અને જરૂરીયાત મુજબ વાપરવામાં આવે છે.
  •  વ્યક્તિના અંગત comforte  નો આધાર પણ તેના આ બાબતના જ્ઞાન અને microbe ના control કરવાની રીત પર રહેલો છે. 
  • જેમ કે, Environment, Equipments, Cleanings, Food & kitchen, Body care વગેરે. Micro-organisms destroy કરવાના કે inhibit કરવાના મુખ્ય ત્રણ કારણો છે 
  • (1) To prevent infection and transmission of disease.
  • (2) To prevent decomposition and spoilage of food.
  • (3) To prevent contamination of material used in culture.

સ્ટરીલાઈઝેશન ની ઘણી મેથડ છે જે નીચે મુજબ છે

Physical agents

  • (1) હીટ:- ડાયરેક્ટ ફ્લેમિંગ,બોઈલિંગ
  • (2) સન લાઈટ:-Water tank, Rivers, lacks વગેરે મા આ natural method થી sterilization થાય છે.
  • (3) કોલ્ડ
  • (4) ડ્રાયીંગ અને ડેસીકેશન
  • (5) રેડીયેશન
  • (6)ફિલટરેશન
  • (7) સાઉન્ડ વેવ અને અલ્ટ્રા સોનિક વાઇબ્રેશન )
  • Chemical agents
  • (1) ફીનોલ અને ક્રેસોલ કમ્પાઉન્ડ
  • (2) આલ્કોહોલ
  • (3) હેલોજન
  • (4) ડાય
  • (5) અલડીહાયડ
  • (6) એસિડ
  • (7) આલ્કલી
  • 8)ગેસ
  • 9)મેટાલિક સોલ્ટ
  • (10) ઓક્સિડએજિંગ એજન્ટ
  • (11) સરફેસ એક્ટિવ એજન્ટ


b. Thyroid gland –થાઇરોઇડ ગ્લેન્ડ

થાઇરોઇડ ગ્લેન્ડ એ એન્ડોક્રાઇન સિસ્ટમ ની એક અગત્યની ગ્લેન્ડ છે. તે નેક ના સોફ્ટ ટિસ્યૂ મા આવેલી હોય છે. આ ગ્લેન્ડ એ પતંગિયા આકારની ગ્લેન્ડ છે.

આ ગ્લેન્ડ નો વજન અંદાજિત ૩૦ ગ્રામ જેટલો હોય છે. તેની લંબાઈ 5 સેન્ટિમીટર અને પહોળાઈ 3 cm  હોય છે.

આ ગ્લેન્ડ એ પાંચમા સર્વાઇકલ વર્ટીબ્રા ના લેવલ થી પહેલા થરાસિક વર્ટિબ્રા ના લેવલ સુધી આવેલી હોય છે.

થાઇરોઈડ ગ્લેન્ડ મા બંને બાજુએ એક એક લોબ આવેલા હોય છે. જે તેના ફરતે ફાઇબ્રસ્ ટીસ્યુ થી કવર થયેલા હોય છે. બંને લોબ ને કનેક્ટ કરતા વચ્ચેના ભાગને ઈસ્થમસ કહેવામા આવે છે. થાઇરોઈડ ગ્લેન્ડના લોબ એ પિરામિડ શેપ ધરાવે છે.

થાઇરોઈડ ગ્લેન્ડમા આવેલા ટીસ્યુ એ ફોલીકલ નામના નાના નાના સ્ટ્રકચરથી બનેલા હોય છે. દરેક ફોલિકલ એ સિમ્પલ ક્યુબોઈડલ ગ્લેનડયુલર એપીથેલીયમ ટિસ્યૂ થી બનેલ હોઈ છે. જે સિક્રિશન સાથે જોડાયેલ હોય છે.

થાઇરોઈડ ગ્લેન્ડના ફંકશન ને પીચ્યુટરી ગ્લેન્ડ માથી રિલીઝ થતો હોર્મોન થાઇરોઇડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ રેગ્યુલેટ કરે છે.

થાઇરોઈડ ગ્લેન્ડ નીચે મુજબના હોર્મોન્સ સિક્રીટ કરે છે.

1. ટ્રાયઆયોડો થાઇરોનીન T3… 

આ હોર્મોનનુ મુખ્ય ફંક્શન એ બોડીમા નોર્મલ ફિઝિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ જાળવવાનુ છે. આ હોર્મોન હાર્ટ રેટ અને અમુક મેટાબોલિક એક્ટિવિટી જાળવવામા પણ ઉપયોગી કાર્ય કરે છે.

2. થાઇરોક્સિન T4… 

આ હોર્મોન પણ T3 હોર્મોન જેવા જ ફંકશન કરે છે. એટલે કે બોડીમા મેટાબોલિક એક્ટિવિટી ને જાળવી રાખે છે તથા ફિઝિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ નોર્મલ જાળવવા માટે કાર્ય કરે છે. આ હોર્મોન એ બેઝલ મેટાબોલિક રેટ ને ઇન્ક્રીઝ કરે છે.

3. કેલ્સીટોનીન..

આ હોર્મોન એ થાઇરોઈડ ગ્લેન્ડ ના પેરાફોલિક્યુલર સેલ મારફતે સિક્રીટ થાય છે. જે બ્લડમા કેલ્શિયમ ના મેટાબોલિઝમ ઉપર અસર કરે છે.


c. Physiology of respiration -ફીઝીઓલોજી ઓફ રેસ્પીરેશન

રેસ્પિરેશન એટલે બે સરફેસ વચ્ચે થતુ ગેસ એક્સચેન્જ. જેમા એટમોસ્ફિયર ની એઇર એ લંગ મા દાખલ થાય છે. લંગ ના ટીસ્યુ અને બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે જેને એક્સટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે. બોડીના દરેક સેલ ટીસ્યુ અને બ્લડ વચ્ચે થતી ગેસ એક્સચેન્જને ઇન્ટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે.

રેસ્પિરેશનની ક્રિયા દરમિયાન ઓક્સિજન એ શ્વાસ દ્વારા લંગમા અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છવાસ દ્વારા બોડી માંથી બહાર નીકળે છે.

સામાન્ય રીતે એક મિનિટમાં રેસ્પિરેશનની ક્રિયા 16 થી 18 વખત જોવા મળે છે.

રેસ્પેનેશન ની સાઇકલમા નીચે મુજબની ક્રિયાઓ જોવા મળે છે. 

ઇન્સ્પિરેશન 

એક્સપિરેશન 

પોઝ.

ઇન્સ્પિરેશન

વાતાવરણની હવા શ્વાસ દ્વારા અંદર લંગ મા દાખલ થવાની ક્રિયાને ઇન્સ્પીરેશન કહેવામાં આવે છે.

જ્યારે બ્રેઇન દ્વારા ડ્રાયફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ ને કોન્ટ્રેક્શન માટેના નર્વ ઇમ્પલસીસ મળે છે ત્યારે ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સંકોચાવાના લીધે થોરાસિક કેવીટી ની સાઈઝમા વધારો થાય છે . થોરાસીક કેવિટી ની અંદર એઇર પ્રેસર મા ઘટાડો થાય છે જેથી બહારના વાતાવરણમાથી હવા ઇન્સ્પિરેશનની ક્રિયા દ્વારા લંગ મા અંદર દાખલ થઈ શકે છે. આ ક્રિયાને ઇન્સ્પિરેશન કહેવામાં આવે છે.

ડાયાફાર્મ ને કોન્ટ્રાકશનના ઇમ્પલ્સીસ મળવાથી ડાયાફાર્મ એ ફ્લેટ બની નીચેની બાજુએ જાય છે અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ કોન્ટ્રાકશન થવાથી રીબ્સ  અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ ઉપરની અને બહારની બાજુએ જાય છે. જેથી થોરાશિક કેવિટી ની સાઈઝમા વધારો થાય છે અને અને કેવીટી ની અંદર નેગેટિવ પ્રેસર ક્રિએટ થાય છે. બહાર ના વાતાવરણ માં એઇર પ્રેસર વધારે હોય અને થોરાસિક કેવીટી મા એઇર પ્રેસર ઑછુ હોવાથી ઇન્સ્પીરેશનની ક્રિયા થઈ શકે છે. ઇન્સ્પિરેશનની ક્રિયા એ એક્ટિવ પ્રોસેસ છે.

એક્સપિરેશન

લંગ માથી એઇર વાતાવરણમા બહાર કાઢવાના પ્રોસેસ ને એક્સપિરેશન કહેવામા આવે છે. એક્સપિરેશનની ક્રિયા એ પેસિવ પ્રોસેસ છે કે જે ઇન્સ્પિરેશનની ક્રિયા પૂરી થયા પછી શરૂ થાય છે.

એક્સપિરેશનની ક્રિયામા કોન્ટ્રાકશન થયેલા ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ રિલેક્સ થાય છે. જેથી ડાયાફાર્મ ફરી પોતાની મૂળ સ્થિતિમા આવે છે અને રીબ્સ એ નીચેની અને અંદરની બાજુએ આવવાથી થરાસિક કેવિટી ની સાઈઝમા ઘટાડો થાય છે અને એક્સપિરેશનની ક્રિયા થાય છે. જેમા લંગ માથી એઇર એ વાતાવરણમા બહાર ફેંકાય છે.

એક્સપિરેશનની ક્રિયામા લંગ મા એઇર પ્રેશર એ વાતાવરણના પ્રેસર કરતા વધારે  હોય છે જેથી એક્સપિરેશનની ક્રિયા થાય છે. 

પોઝ

આ લંગ નુ રિલેક્સ સ્ટેજ છે. જેમા કોઈ પણ ઇન્સ્પિરેશન કે એક્સપિરેશનની ક્રિયા થતી નથી. આ પિરિયડને પોઝ પિરિયડ કહેવામા આવે છે.


d.Uterus- યુટ્રસ

યુટ્રસ..
યુટ્રસ એ પેલ્વિક કેવીટીમા આવેલુ એક હોલો મસ્ક્યુલર ઓર્ગન છે. તે પિયર શેપ નુ ઓર્ગન છે. તે પેલ્વિક કેવિટી મા યુરીનરી બ્લેડર ની પાછળ અને રેક્ટમ ના આગળના ભાગે આવેલુ હોય છે. તે 7.5 cm લાંબુ 5 cm પહોળુ અને 3 cm જાડુ હોય છે.
તેનો વજન અંદાજિત ૩૦થી 40 ગ્રામ જેટલુ હોય છે. પ્રેગ્નન્સી વખતે તેનો વજન વધી અને અંદાજિત 900 થી 1000 ગ્રામ જેટલો થઈ જાય છે.
વુમનમા યુટ્રસ એન્ટીવર્ઝન એટલે કે આગળની બાજુએ આવેલુ અને એન્ટિફલેક્શન એટલે કે આગળ તરફ ઝૂકેલુ આ રીતે નોર્મલ એનાટોમીકલ પોઝિશનમા ગોઠવાયેલુ હોય છે.
યુટ્રસ ને તેના એનાટોમીકલ પાર્ટ્સ મુજબ મુખ્ય ત્રણ ભાગમા વહેંચવામા આવે છે.

  1. ફન્ડસ..
    યુટ્રસ ના સૌથી ઉપરના ઘુમ્મટ આકારના ભાગને ફન્ડસ કહેવામા આવે છે. આ ભાગ ના બંને સાઈડના ભાગેથી એક એક ફેલોપિયન ટ્યુબ નીકળે છે.
  2. બોડી.
    યુટ્રસ ના સૌથી વચ્ચેના મુખ્ય ભાગને બોડી કહેવામા આવે છે. તે એક સાંકડી કેનાલ જેવુ સ્ટ્રક્ચર છે.
  3. સર્વિક્સ..
    યુટ્રસ ના સૌથી નીચે આવેલા સાંકડા, રાઉન્ડ પોર્શનને સર્વિસ કહેવામા આવે છે. આ ભાગ ના અંદરની બાજુના ઓપનિંગ ને ઇન્ટર્નલ ઑસ કહેવામા આવે છે. તેના બહારની બાજુએ વજાઈનલ કેવીટીમા ખુલતા ઓપનિંગ ને એક્સટર્નલ ઑસ કહેવામા આવે છે.

સ્ટ્રકચર ઓફ ધ યુટ્રસ.
યુટ્રસ ની દીવાલ એ ત્રણ પ્રકારના લેયરમા વહેંચાયેલી હોય છે. જેને બહારથી અંદરની બાજુ તરફ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે.

  1. પેરીમેટ્રિયમ લેયર…
    તે યુટ્રસ ની સૌથી બહારની દીવાલ બનાવે છે. તે સીરસ લેયર છે. તે યુટ્રસ ના ફન્ડસ ની બાજુએ પેરિટોનિયમ લેયર સાથે તેમજ યુરીનરી બ્લેડર સાથે જોડાયેલુ હોય છે. ત્યાં એક વેસીકોયુટેરાઇન પાઉચ બનાવે છે. યુટ્રસ ની બોડી અને સર્વિકસ ના ભાગે આ લેયર નીચે રેક્ટમ સાથે જોડાય ત્યા રેકટોયુટેરાઇન પાઉચ બનાવે છે. તેને પાઉચ ઓફ ડગ્લાસ પણ કહેવામા આવે છે. તેની દીવાલમા એરિયોલર કનેક્ટિવ ટીશ્યુ તથા એપિથિલિયમ ટીશ્યુ આવેલા હોય છે.
  2. માયોમેટ્રીયમ લેયર.
    તે યુટ્રસ નુ વચ્ચેનુ લેયર બનાવે છે. આ લેયરમા મસલ્સ આવેલા હોય છે. આ મસલ્સ એ સ્મુધ મસલ્સ હોય છે. ચાઈલ્ડ બર્થ દરમિયાન આ મસલ્સ ના કોન્ટ્રાકશન આવવાથી ચાઈલ્ડ બર્થ નો પ્રોસેસ જોવા મળે છે.
  3. એન્ડોમેટ્રિયમ લેયર.
    આ યુટ્રસ નુ સૌથી અંદર આવેલુ લેયર છે.
    તેની અંદરની દિવાલ એ મ્યુકસ મેમ્બ્રેન તરીકે ઓળખવામા આવે છે. તે એપિથિલિયમ ટીશ્યુની બનેલી હોય છે અને મયુકસ નુ સિક્રેશન કરે છે. પ્રેગ્નન્સી દરમિયાન આ અંદરના લેયર ને ડેસીડયુઆ તરીકે ઓળખવામા આવે છે.
    લીગામેન્ટ્સ ઓફ ધ યૂટ્રસ.
    યુટ્રસ પેલવિક કેવીટીમા આવેલુ હોય છે. તેને તેની નોર્મલ પોઝિશનમા રાખવા અને સપોર્ટ કરવા માટે નીચે મુજબના લીગામેન્ટસ આવેલા હોય છે.
    બ્રોડ લીગામેન્ટ
    રાઉન્ડ લીગામેન્ટ
    યુટેરો સેક્રલ લીગામેન્ટ
    ટ્રાન્સવર્સ સર્વાઇકલ લીગામેન્ટ વગેરે.

બ્લડ સપ્લાય ઓફ યુટ્રસ.
યુટરસ ને બ્લડ સપ્લાય એ યુટેરાઇન આર્ટરી અને ઇન્ટર્નલ ઈલિયાક આર્ટરી ની બ્રાન્ચીસ દ્વારા થાય છે. તેની જ વિનસ શાખાઓ દ્વારા વિનસ રિટર્ન પણ થાય છે.
યુટ્રસ ને નર્વ સપ્લાય સીમ્પથેટિક અને પેરાસીમ્પથેટિક નર્વસ દ્વારા થાય છે.
ફંકશન્સ ઓફ ધ યુટ્રસ..
યુટ્રસ એ ઓવમ અને સ્પર્મ ના ફર્ટિલાઈઝેશન માટે હેલ્પ કરે છે.
ફર્ટિલાઈઝેશન થઈ ગયા બાદ ઝાઈગોટ ને યુટ્રસ ની અંદર ની દિવાલમા ઈમ્પ્લાન્ટેશન થવામા મદદ કરે છે અને પ્રેગ્નન્સી જાળવી રાખે છે.
પ્રેગ્નન્સીમા યુટ્રસ ની અંદર ના કન્ટેન્ટમા વધારો થતા યુટ્રસ ની સાઈઝમા પણ વધારો જોવા મળે છે જેથી પ્રેગ્નન્સી કંટીન્યુ રહી શકે છે.
પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસ મા રહેલા ફિટસ ને ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવાનુ કાર્ય કરે છે.
યુટ્રસ ના મસલ્સ કોન્ટ્રેક્ટ થવાના કારણે ડિલિવરી દરમિયાન બેબીને બહાર આવવા માટે હેલ્પ કરે છે.
યુટ્રસ ની અંદર ની દિવાલ એન્ડોમેટ્રિયમ એ મેનસ્ત્રુએશન સાયકલ દરમિયાન તૂટે છે. દર 26 થી 30 દિવસે આ સાયકલ કંટીન્યુ રહે છે ત્યા wbc ધસી આવવાના લીધે ઇનફેક્શન લાગવાની શક્યતા ઓછી થાય છે.


e. Prevention of infection -ઇન્ફેકશન નો અટકાવ

સ્ટાન્ડર્ડ પ્રિકોશન :-

ઇન્ફેકશન ની ચેઇન ને બ્રેક કરવા માટે પેથોજન વાળા બોડી ફ્લુઇડ થી ટ્રાન્સમિશન ના થાય માટે સ્ટાન્ડર્ડ પ્રિકોશન હોવા જોઈએ

2. હેન્ડ હાયજીન :-

ક્રોસ ઇન્ફેકશન અટકાવવામાં આ નંબર વન શસ્ત્ર છે માઇક્રો ઓર્ગેનિઝમ નો ફેલાવો સૌથી વધુ હાથ દ્વારા થાય છે જેથી દરેક પ્રોસીજર કરતાં પહેલા અને પછી હેન્ડ વોશ અવશ્ય કરવા જોઈએ. દરેક કનટામીનેટેડ વસ્તુ ને ટચ કર્યા પછી હેન્ડ વોશ કરવા ખૂબ જરૂરી છે

3.એસેપ્ટિક તકનીક

જેમાં કોન્ટેક્ટ પ્રિકોશન અને પ્રોસીઝર દરમિયાન એસેપ્ટિક ટેકનિક નો ઉપયોગ કરવો . ઇન્વેસીવ પ્રોસીઝર માં સ્ટરાઈલ વસ્તુઓ નો જ ઉપયોગ કરવો

4. પર્યાવરણીય ચેપ નિયંત્રણના પગલાં

હોસ્પિટલ માં વપરાતા સાધનો અને આજુ બાજુ નું વાતાવરણ ક્લીન રાખવું જોઈએ તેમજ હોસ્પિટલ ની ફ્લોર એન્ટિ-સેપ્ટિક સોલ્યુશન થી ક્લીન કરાવવી જોઈએ. પ્રોસીઝર અથવા કામ કરતી વખતે ઉત્પન્ન થતો બાયો -મેડિકલ વેસ્ટ નો યોગ્ય રીતે ડીસ ઇન્ફેકટ કરી નિકાલ કરવો જોઈએ.

5. ડ્રોપલેટ પ્રિ-કોશન

હોસ્પિટલ માં કામ કરતી વખતે હમેશા માસ્ક પહેરવું જોઈએ તેમજ ઇન્ફેકટેડ પેશન્ટ ને પણ પહેરવું જોઈએ ,કફિંગ ,સ્નઈઝિંગ વગેરે વખતે પ્રિકોશન લેવા સમજાવવું જોઈએ.

6. P.P.E

પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ થી ક્રોસ ઇન્ફેકશન નર્સ અને તેનાથી પેશન્ટ ને લાગતું અટકાવી શકાય ,જેના કેપ,માસ્ક ,ગાઉં નો ઉપયોગ કરવા માં આવે છે. જે હાયલી ઇન્ફેકશીયશ પેશન્ટ ના કેર દરમિયાન પહેરવું જોઈએ.

7. હેલ્થ એજ્યુકેશન :-

હોસ્પિટલ માં ઇન્ફેકશન ના ફેલાય તે માટે પેશન્ટ અને તેની નીચે કામ કરતાં કર્મચારીઓને હેલ્થ એજ્યુકેશન આપે છે


f. Mechanism of hearing હીયરીંગનું મીકેનીઝમ

હિયરિંગ નું મિકેનિઝમ એટલે કે ફિઝિયોલોજી ઓફ હીયરિંગ એનો મતલબ સાંભળવા ની ક્રિયા. સાંભળવા માટેના તરંગની તરંગ લંબાઈ 20 થી 20,000 hz હોય છે. મનુષ્યના ઈયરની ક્ષમતા 500 થી 5,000 hz વચ્ચેની ફ્રિકવન્સી હોય છે. અવાજના વેવઝ વાઇબ્રેશન થવાની ફ્રિકવન્સી ને પીચ તરીકે ઓળખવામાં આવે છે જેમ વાઇબ્રેશન વધારે તેમ તેની પીચ વધારે હોય છે.

             દરેક અવાજ એ અવાજના વેવઝ્ ઉત્પન્ન કરે છે અને તે ઓરીકલના બહારના ભાગે અથડાય છે અને ત્યાંથી એક્સટર્નલ ઓડિટરી કેનાલ મારફતે અંદર દાખલ થઈ આ અવાજના વેવસ ટીમ્પેનીક મેમ્બરેન એટલે કે ઇયર ડ્રમને વાઇબ્રેટ કરે છે જે એક્સટર્નલ ઇયર અને મિડલ ઈયર વચ્ચેનું જંકશન છે.

               આ ટીમ્પેનિક મેમ્બરેન સાથે મેલસ બોન જોડાયેલું હોય છે મેલસ બોન સાથે ઇનકસ અને ઇનકસ સાથે સ્ટેપસ સુધી આ વેવઝ જાય છે અને આ સ્ટેપસ બોન એ આગળ ઓવેલ વિન્ડો સાથે જોડાયેલું હોય છે ઓવેલ વિન્ડો માંથી આ સાઉન્ડ વેવ્સ એ પેરિલિમફ ના ફ્લુઇડના ભાગે પોહચે છે જે કોકલીયાના ભાગે જાય છે અને ત્યાંથી એન્ડોલિમફ માં જાય છે અને રાઉન્ડ વિન્ડો વાઈબ્રેટ થતા એ વેસ્ટિબ્યુલ કોકલીયર નર્વ દ્વારા સેરેબ્રમ સુધી જાય છે અને અવાજ ની ઓળખાણ થાય છે.

Q – 4. Answer the following questions (ANY FOUR) 12 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (કોઇપણ ચાર)

a. Which factors affect the growth and development of Microbes.
માઇક્રોઓગ્રેનીઝમ ના વૃધ્ધિ અને વિકાસ પર ક્યાં પરિબળો અસર કરે છે. તે લખો

1) Moisture (ભેજ)

દરેક બેક્ટરીયા ને Nourishing food ની જેમ પાણીની પણ જરૂરીયાત ગ્રોથ માટે હોય છે. હકીકતમાં પાણીની ગેરહાજરીમાં બેક્ટરીયા ને ખોરાક મળી શકતો નથી, કારણ કે બૅક્ટરીયા ની તી wall માંથી પસાર થવા માટે દરેક food elements (તત્વો) ને પ્રવાહી સ્થિતિમાં હોવું જરૂરી છે. દરેક પ્રકારના બેક્ટરીચા પ્રવાહી માધ્યમ ( Aqueous medium) માં સારો ગ્રોથ કરે છે, સંપૂર્ણપણે moisture વગરનું વાતાવરણ તેનો ગ્રોથ થતો અટકાવે છે. અથવા નાશ કરે છે.

આ ઉપરાંત cell ઓછી કે વધુ Humidityમા જીવી શકતા નથી

2) Light  (પ્રકાશ)

sun light મા રહેલા ultraviolet કિરણો ના સીધા સંપર્ક થી મોટા ભાગ ના bacteria નાશ પામે છે.

3) Temperature (તાપમાન) :-

  • તાપમાન એ બેક્ટેરીયાના ગ્રોથ પર અસર કરતું ખુબજ અગત્યનું factor છે. Bacteria growth માટે food, water  સાથે optimal temperature જરૂરી છે. 
  • જુદા જુદા બેક્ટરીયા માટે જુદું જુદું optimal (અનુકૂળ) temperature  હોય છે.
  •  માણસના શરીરમાં ગ્રોથ થતા બેક્ટરીયા માટે 37° C એ અનુકુળ તાપમાન (Optimal temperature ) છે.
  • આમ છતા ઘણા બેક્ટરીયા mesophilic ( meso = middle, phille = loving ) હોય છે. તેના માટે optimal temperature 25 થી 39* C હોય છે. 
  • મોટા ભાગ ના bacteria આ રીતે grow થાય છે.
  • તો સિવાયન psychrophilic ( Psychro = cold ) bacteria 4 C to 10° C વચ્ચે વધુ સારો ગ્રોથ પામે છે, અમુક 
  • Thermophilic {Therma – Heat ) પણ જોવા મળે છે. તેનો ગ્રોથ 55° C to 75 C વચ્ચે સારો થાય છે. 
  • 75 C થી વધારે તાપમાન બેક્ટરીયા માટે fatal હોય છે. હકીકતમાં ઉંચુ તાપમાન જુદી જુદી રીતે બેક્ટરીયા નો નાશ કરવા માટે ઉભુ કરવામાં આવે છે. 
  • જેમ કે moist heat (વરાળ),boiling water, pasteurization & autoclaving.
  • ઘણી જાતો ખુબજ નીચા તાપમાને પણ જીવી શકે છે. જેમ કે yeast, mould, viruses & Rickettsia, spirochetes (76* C  એ વર્ષો સુધી જીવીત રહી શકે છે).
  • (4) Oxygen (પ્રાણવાયુ)
  • બેક્ટરીયા ના જીવન માટે O2 પણ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા પ્રકારના બેક્ટરીયા ફક્ત O2 ની હાજરીમાં જ જીવી શકે છે, કે ગ્રોથ કરી શકે છે. તેઓ Aerobes (EX.Sarcina) કહેવાય છે.
  •  એનાથી ઉલટું Anaerobes 02 ની ગેરહાજરીમાં જીવી કે ગ્રોથ કરી શકે છે. દા.ત. Closteridium tetani- 
  • આ સિવાય એવા પણ બેક્ટરીયા છે. જે 02 ની હાજરી કે ગેર હાજરીમાં પણ જીવી શકે છે. તેઓ facultative anaerobes થી ઓળખાય છે. દા.ત. Salmonella typhi.
  • Microaerophils એ હવા મા હાજર કરતા ઓછા oxygen મા વધુ Growth થાય છે. (5)Hydrogen Ion Concentration: (Acidity and Alkalinity) PH મિડિયમ
  • જે પ્રવાહીમાં બેક્ટરીયા growth થાય છે, તેની acid કે alkly concentration (સાંદ્રતા) ગ્રોથ પર અસર કરે છે.
  •  આને hydrogen ion concentration index થી જોવામાં આવે છે.
  • PH – 0 (Zero) એ સૌથી વધુ acidic,
  • PH – 14 એ સૌથી ઓછી acidic concentration દર્શાવે છે.
  • PH – 7.) એ nutral (તટસ્થ),
  • PH <7 એ acidic 
  • અનેPH >7એ alkaline
  •  સ્થિતિ દર્શાવે છે.મોટા ભાગના bacteria PH 5.0 થી 8.5 વચ્ચે વધુ સારી રીતે growthપામે છે. આમા પણ અમુક અપવાદ જોવા મળે છે.

6)Osmotic pressure :-

  • Bacteria નાં જીવનનો આધાર વધારે કે ઓછા osmatic pressure પર પણ રહેલો છે. જે bacteria ને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે કે જેનું Osmatic pressure ખુબ જ વધારે હોય કે ખુબ જ ઓછુ હોય તો bacterial cell માં પ્રવાહી બહાર નીકળી જવાથી collapse થઇ જાય છે અથવા Dormant (નિષ્ક્રીય) થઇ જાય છે. 
  • Carbon Dioxide પણ bacteria ના growth માટે જરુરી છે. 

b. Explain the chain of infection. – ચેઇન ઓફ ઇન્ફેક્શન સમજાવો.

  1. Infectious agent-ઇન્ફેકશીયશ એજન્ટ (pathogen)

ઇન્ફેકશન થવા માટે બેક્ટેરિયા ,વાઇરસ, ફૂગ વગેરે પેથોજન ની હાજરી હોય છે અને તે જ આગળ જુદી -જુદી ચેનલ થી આગળ ફેલાય છે

Reservoir (the normal location of the pathogen) રિઝરવિયર :-

એટલે કે જ્યાં માઇક્રો ઓર્ગેનિઝમ વૃદ્ધિ પામે છે એવું પર્યાવરણ ,તે મનુષ્ય ,પ્રાણી કે પાણી હોય શકે અને ત્યાં કોલોની બનાવે છે.

Portal of exit from the reservoir રિઝરવિયર માંથી બહાર નીકળવું

રિઝરવિયર માંથી જુદા -જુદા રુટ મારફત તે બહાર નીકળે છે. દા. ત :-સ્નિઇઝિંગ,કફિંગ ,સ્કીન ,બોડી ફ્લુઇડ વગેરે

Mode of transmission મોડ ઓફ ટ્રાન્સમિશન

રિઝરવિયર માંથી બહાર નીકળે છે પણ માઇક્રો ઓર્ગનીઝમ તેની રીતે ફેલાતા નથી તેને ફેલાવા માટે બીજા માંધ્યમ ની જરૂર પડે છે . દા. ત . ડાયરેક્ટ કોન્ટેક્ટ ,એર ,ડ્રોપલેટ વગેરે

Portal of entry into a host પોર્ટલ ઓફ એન્ટ્રી ઇન હોસ્ટ

જુદા -જુદા ટ્રાન્સમિશન મીડિયા દ્વારા ઇન્ફેકશન હોસ્ટ માં જુદા -જુદા પોર્ટલ ઓફ એન્ટ્રી થી અંદર જે છે . દા.ત :- રેસપાયરેટરી ટ્રેક્ટ,સ્કીન,એલિમેન્ટ્રી કેનાલ વગેરે

Susceptible host સસેપટિબલ હોસ્ટ

જેની ઇમ્યુનિટી ઓછી હોય ,વધુ ઉમર હોય કે નાનું બાળક હોય આ બધા ને ઇન્ફેકશન વધુ ઝડપ થી લાગી શકે છે

c. What is the role of nurse in prevention of infection?
ઇન્ફેકશન પ્રિવેન્સન માં નર્સનો શું રોલ છે ?

એક નર્સ તરીકે, આપણી આપણી જાતને અને પેશન્ટ ને પેથોજેન્સના દ્વારા સંપર્કમાં આવતા સુરક્ષા કેવી રીતે કરવી તે જાણવું જોઈએ.

ઓર્ગેનાઇઝેશન ની ઇન્ફેકશન કંટ્રોલ ની પોલીસી ને સમજવી અને તેનું પાલન નર્સ એ કરવું ખૂબ જરૂરી છે જેમ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ નો ઉપયોગ ,એન્વારયનમેન્ટ સેનિટેશન

સ્ટાન્ડર્ડ પ્રિકોશન :-

ઇન્ફેકશન ની ચેઇન ને બ્રેક કરવા માટે પેથોજન વાળા બોડી ફ્લુઇડ થી ટ્રાન્સમિશન ના થાય માટે સ્ટાન્ડર્ડ પ્રિકોશન હોવા જોઈએ

2. હેન્ડ હાયજીન :-

ક્રોસ ઇન્ફેકશન અટકાવવામાં આ નંબર વન શસ્ત્ર છે માઇક્રો ઓર્ગેનિઝમ નો ફેલાવો સૌથી વધુ હાથ દ્વારા થાય છે જેથી દરેક પ્રોસીજર કરતાં પહેલા અને પછી હેન્ડ વોશ અવશ્ય કરવા જોઈએ. દરેક કનટામીનેટેડ વસ્તુ ને ટચ કર્યા પછી હેન્ડ વોશ કરવા ખૂબ જરૂરી છે

3.એસેપ્ટિક તકનીક

જેમાં કોન્ટેક્ટ પ્રિકોશન અને પ્રોસીઝર દરમિયાન એસેપ્ટિક ટેકનિક નો ઉપયોગ કરવો . ઇન્વેસીવ પ્રોસીઝર માં સ્ટરાઈલ વસ્તુઓ નો જ ઉપયોગ કરવો

4. પર્યાવરણીય ચેપ નિયંત્રણના પગલાં

હોસ્પિટલ માં વપરાતા સાધનો અને આજુ બાજુ નું વાતાવરણ ક્લીન રાખવું જોઈએ તેમજ હોસ્પિટલ ની ફ્લોર એન્ટિ-સેપ્ટિક સોલ્યુશન થી ક્લીન કરાવવી જોઈએ. પ્રોસીઝર અથવા કામ કરતી વખતે ઉત્પન્ન થતો બાયો -મેડિકલ વેસ્ટ નો યોગ્ય રીતે ડીસ ઇન્ફેકટ કરી નિકાલ કરવો જોઈએ.

5. ડ્રોપલેટ પ્રિ-કોશન

હોસ્પિટલ માં કામ કરતી વખતે હમેશા માસ્ક પહેરવું જોઈએ તેમજ ઇન્ફેકટેડ પેશન્ટ ને પણ પહેરવું જોઈએ ,કફિંગ ,સ્નઈઝિંગ વગેરે વખતે પ્રિકોશન લેવા સમજાવવું જોઈએ.

6. P.P.E

પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ થી ક્રોસ ઇન્ફેકશન નર્સ અને તેનાથી પેશન્ટ ને લાગતું અટકાવી શકાય ,જેના કેપ,માસ્ક ,ગાઉં નો ઉપયોગ કરવા માં આવે છે. જે હાયલી ઇન્ફેકશીયશ પેશન્ટ ના કેર દરમિયાન પહેરવું જોઈએ.

7. હેલ્થ એજ્યુકેશન :-

હોસ્પિટલ માં ઇન્ફેકશન ના ફેલાય તે માટે પેશન્ટ અને તેની નીચે કામ કરતાં કર્મચારીઓને હેલ્થ એજ્યુકેશન આપે છે

d. What is the importance of microbiology in nursing?
નર્સિંગ માં માઇકો બાયોલોજી નું મહત્વ શું છે ?

  • 1) સુક્ષ્મજીવો મનુષ્યમાં રોગ ઉત્પન્ન કરવાની શકિત ધરાવે છે માટે આ અભ્યાસ દ્વારા તેઓની લાક્ષણિકતા અને વર્તણુંક જાણી શકાય છે.
  • (2) Microbiology ના અભ્યાસથી રોગ કેવી રીતે થાય છે. કેવી રીતે ફેલાઈઅને કેવી રીતે અટકlવી શકાય તે આપણે જાણી શકીએ છીએ.
  •  (૩)Bacteria ને ઓળખવા માટે Laboratory તપાસવી જરૂરીયાત.
  • (4) સુક્ષ્મજીવાણું જન્ય રોગોના પ્રતિકાર માટે વ્યક્તિગત આરોગ્ય અને રોગપ્રતિકારક પગલા કેટલા અગત્યના છે, તે જાણી – સમજી શકાય છે
  • (5) સુક્ષ્મજીવાણુંથી થતા રોગો વિશે લોકોમાં પ્રચલિત અંધશ્રધ્ધા, અજ્ઞાનતા – viઅને વહેમ દૂર કરી સાચી સમજણ આપી શકાય.Social Stigma
  • દર્દીની સારવાર કરતી વખતે સાવચેતીનાં પગલાં લઈ શકીએ .
  • (7) સુક્ષ્મજીવાણુ થી થતાં રોગને પારખી શકાય છે તથા નિદાન અને ફેલાતો અટકાવવાનાં ઉપાયો કરી શકાય છે.

e. What is passive immunity? How one can get it?
પેસીવ ઇમ્યુનીટી એટલે શું ? તે કેવી રીતે મળે છે.

  • એક વ્યક્તિમાં produce થયેલ antibodies  બીજી વ્યક્તિમાં transfer (Ready made) કરી વ્યક્તિને disease સામે protect કરવામાં આવે તેને passive immunity કહે છે. 
  • બીજા શબ્દોમાં body antibodies produce કરતુ નથી. પરંતુ readymade antibodies પર આધારીત હોય છે. Passive immunity નીચે ની રીતે આવે છે.
  • Injection of antisera.દા.ત. ATS (ટીટનેશ સામે રક્ષણ માટે)
  • Injection of gama-globulin.
  • Maternal immunity – antibodies placenta માતા માંથી foetus (ગર્ભ) માં transfer થાય છે. maternal antibodies બાળકને જન્મ પછી થોડા મહીના પુરતુ રક્ષણ આપે છે. જેમ કે diphtherial measles વગેરે સામે.

Q-5 a. Write the meaning (ANY FOUR) 08 નીચેનાના અર્થ લખો. (કોઇપણ ચાર)

1.Epidemic – એપીડેમીક

જો કોઈ ચોકકચ ભોગોલિક વિસ્તાર માં અસાધારણ એક જ ડીસીઝ ના ઘણા બધા કેસ એકજ સમયે આ બધા કેસ જોવા મળે તો તેને એપીડેમિક કહે છે.

દા. ત . ડેન્ગ્યુ 

2.Infection–ઇન્ફેકશન

મનુષ્ય અથવા પ્રાણીના શરીરમાં માઇક્રો ઓર્ગેનિઝમ (બેક્ટેરિયા,વાઇરસ,ફૂગ ) દાખલ થઈ અને મલ્ટિપ્લિકેશન થાય જે સામાન્ય રીતે બોડી માં જોવા મળતા નથી જેને ઇન્ફેક્શન કહે છે. જેના સાઇન અને સીમપટસ જોવા આલે અથવા સબકલીનીકલ રીતે જોવા મળે છે

3.Tendon – ટેન્ડન

બોડી માં આવેલા કનેકટિવ ટિસ્યૂ ના બેન્ડ જેવા સ્ટ્રકચર ને ટેન્ડન કહે છે. તે બોડી મા બોન સાથે મસલ્સ ને જોડવાનુ કાર્ય કરે છે. આ જોડાણ ના લીધે મૂવમેન્ટ માટે પણ કાર્ય કરે છે. ટેન્ડન બોડી માં સ્ટ્રકચરલ સપોર્ટ આપવાનું કાર્ય કરે છે. તે વાઇટ ચડકતા કનેકટિવ ટિસ્યૂ ના બેન્ડ છે.


4.Membrane–મેમ્બ્રેન

કોઈ પણ ઓર્ગન ની સરફેસ પર પથરાયેલ ટિસ્યૂ લેયર ને મેમ્બ્રેન કહે છે. આ મેમ્બ્રેન એ ઓર્ગન ને કવર કરે છે તથા પ્રોટેક્શન આપવાનું કાર્ય કરે છે. બોડી મા નીચે મુજબ ની મેમ્બ્રેન જોવા મળે છે.

મયુકસ મેમ્બ્રેન : જે કોઈ પણ ઓર્ગન ની અંડર ની દીવાલ મા પથરાયેલ હોય છે. તે મયુકસ સિક્રીટ કરે છે. અંદર ના ઓર્ગન ને પ્રોટેક્શન આપવાનુ કાર્ય કરે છે.

સાઈનોવીયલ મેમ્બ્રેન: તે જોઇન્ટ ની લાઈનીંગ માં આવેલ હોય છે તથા જોઇન્ટ ના ભાગે એક ફ્લૂઇડ સિક્રીટ કરે છે.

સિરસ મેમ્બ્રેન: તે ઓર્ગન ની ફરતે ડબલ લેયર માં આવેલી મેમ્બ્રેન છે જેમા બહાર ના લેયર ને પરાઇટલ અને અંદર ના લેયર ને વીસેરલ લેયર કહે છે.

5.Afferent Neuron–એફરન્ટ ન્યુરોન

નર્વસ સિસ્ટમ ના નાના ફંકશનલ સેલ ને ન્યુરૉન કહેવામા આવે છે. અફેરન્ટ ન્યુરૉન એટલેકે સેન્સરી ન્યુરૉન જે નર્વ ઇમ્પલસીસ ને બોડી ના અલગ અલગ ભાગ તરફ થી બ્રેઇન તરફ લઇ જવામા મદદ કરે છે. આ પ્રકાર ના નર્વ સેલ જોડાય ને સેન્સરી નર્વ બનાવે છે. આનાથી અલગ અલગ સવેદના થી આપણને માહિતી મળે છે.

B. Write the difference between W.B.C. & R.B.C. 04
આર.બી.સી. અને ડબ્લ્યુ બી.સી.વચ્ચેનો તફાવત લખો

(અ પ્રશ્ન તફાવત ને જેમ લખવો. અહી શરળતા ખાતર બંને સાથે આપેલ છે.)

આર બી સી એ રેડ કલરના દેખાય છે જ્યારે ડબલ્યુ બી સી એ વાઈટ કલર અથવા કલર લેસ હોય છે..

આર બી સી નો આકાર એ સર્ક્યુલર બાયકોનકેવ ડિસ્ક શેપ નો હોય છે .. જ્યારે ડબલ્યુ બી સી એ રાઉન્ડ શેપના હોય છે.

આર બી સી મા ન્યુક્લિયસ એબ્સંટ હોય છે.. જ્યારે wbc મા ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય છે..

આર બી સી એ ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા હોય છે જ્યારે ડબલ્યુ બી સી એ બોડીમા ઇમ્યુનિટી જાળવવા તથા ડિફેન્સ મિકેનિઝમ સાથે જોડાયેલા હોય છે.

આર બી સી નો લાઇફ્ સ્પા ન 90 થી 120 દિવસ નો હોય છે જ્યારે ડબલ્યુ બી સી નો લાઈફ સ્પાન એ 5 થી 21 દિવસ નો હોય છે..

તેનુ ફંકશન કાર્ડીઓ વાસક્યુલર સિસ્ટમ સાથે જોડાયેલુ હોય છે જ્યારે wbc નું ફંક્શન કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ તથા લિમ્ફેટિક સિસ્ટમ બંને દ્વારા જોડાયેલુ હોય છે.

આર બી સી એ ટોટલ બ્લડના 40 થી 45% ભાગમા આવેલા હોય છે જ્યારે wbc એ ટોટલ બ્લડના એક ટકા ભાગમા આવેલા હોય છે..

આરબીસી બ્લડમા એક જ પ્રકારે જોવા મળે છે જ્યારે wbc ના બ્લડમા પાંચ પ્રકાર જોવા મળે છે..

આરબીસીએ ફક્ત બ્લડ સર્ક્યુલેશન મા જ સર્ક્યુલેટ થવાનો ગુણધર્મ ધરાવે છે જ્યારે wbc એ બ્લડ સર્ક્યુલેશન ઉપરાંત જરૂર પડે ત્યારે કનેક્ટિવ ટીશ્યુ અને લિમફેટીક સિસ્ટમ મા પણ ટ્રાવેલ કરી શકે છે..

આરબીસી નોર્મલ કરતા ઘટવાના લીધે એનીમીયા જોવા મળે છે જ્યારે ડબલ્યુ બી સી નોર્મલ કરતા ઘટવાના કારણે લ્યૂકો પેનીયા જોવા મળે છે.

Q-6 a. Fill in the blanks:-ખાલી જગ્યા પુરોઃ- 05

1.Patella is a type of bone.
પટેલા કયા પ્રકાર નું બોન છે. (સીસામોઈડ)

2.artery contains deoxygenated blood. આર્ટરી માં ડીઓકસીજનેટેડ બ્લડ વહે છે. (પલ્મોનરી આર્ટરી)

3.Bile is necessary for digestion of
બાઈલ શેના પાચન માટે જરુરી છે. (ફેટ)

4.is 11th cranial nerve
એ અગીયારમી કેનીયલ નર્વ છે. (એસેસરી નર્વ)

5.gives the color to the eye. આંખ ને કલર આપે છે. (આયરીસ)

b. State whether following statement are true or false 05
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો,

1.Alfa cells of pancrease secret insulin.
પેનકિઆઝ ના આલ્ફા સેલ ઇનસ્યુલીન સીકિટ કરે છે.❌

2.Ovum survives 72 hours after its release.
ઓવમ રીલીઝ થયા પછી તે 72 કલાક સુધી જીવે છે. ❌

3.There are 12 pairs of cranial nerve
કેનીયલ નર્વે ની બાર પેર હોય છે. ✅

4.First stage of Mitosis is anaphase.
એનાફેઇઝ એ મીટોસીસ નો પ્રથમ તબકકી છે.❌

5.Process of development of RBCs is called erythropoiesis.
આર.બી.સી.ના ડેવલપમેન્ટ ના પ્રોસેસ ને એરીથ્રોપોયેસીસ કરે છે.✅

C. Match the following :- નીચેના જોડકા જોડોઃ 05

‘અ’ ‘બ’

1.Outer layer of heart આઉટ લેઅર ઓફ હાર્ટ 1.Dermis ડર્મીસ

2.Outer layer of brain આઉટ લેઅર ઓફ બ્રેન 2.Periosteum પેરીઓસ્ટીયમ

3.Outer layer of bone ઉટ લેઅર ઓફ બોન 3.Epidermis એપીડર્મીસ આ

4.Outer layer of Uterus આઉટ લેઅર ઓફ યુટ્રસ 4. Peri cardium પેરી કાર્ડીયમ

5. Outer layer of Skin આઉટ લેઅર ઓફ સ્કીન 5. Dura meter ડયુરા મીટર

6.Perimatrium પેરીમેટ્રીયમ

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as BIOSCIENCE PAPERS FY GNM, Uncategorised