GNC Paper 2016 Q-1 A. What is the meaning of adjustment? Write on adjustment by nurse in her profession. 06 MARKS એડજેસ્ટમેન્ટ નો અર્થ શુ થાય છે? નર્સ દ્વારા તેના વ્યવસાય મા થતા એડજેસ્ટમેન્ટ વિશે લખો.
એડજેસ્ટમેન્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિ ની એવી કન્ડિશન કે જેમા તે તેની આસપાસ ના નવા ચેન્જીસ કે બદલાવ ને સ્વીકારી શકે તેમજ તેને એડપટ કરી તેની સાથે તાલ મિલાવી શકવાની ક્રિયા.
કોઈ પણ નીડ કે ડિઝાયર બ્લોક થવાના લીધે તે સિચ્યુએશન ને સ્વીકારી તેની સાથે કોપ કરી આગળ વધવાની ક્રિયા ને એડજેસ્ટમેન્ટ કહે છે.
આ આપણા મા ઉત્પન થતા કોન્ફલીકટ ને બેલેન્સ કરવાની ક્રિયા છે.
એડજેસ્ટમેન્ટ એ આપણે રોજ બરોજ ની ક્રિયા નો એક ભાગ છે જે ફીઝીકલ, એન્વાયર્નમેન્ટલ, સોસિયલ કે પર્સનલ કન્ડિશન માટે આપણે આ દરેક પાસાઑ મા એડજેસ્ટ કરવુ પડતુ હોય છે.
એડજેસ્ટમેન્ટ એ હેલ્ધી વ્યક્તિ ની નિશાની છે. જેના લીધે તે સ્ટ્રેસ ફ્રી રહી શકે છે તથા બીજા વ્યક્તિ કે વાતાવરણ સાથે તાલ મિલાવી ને સારા સબંધો રાખી શકે છે.
નર્સ દ્વારા તેના વ્યવસાય મા થતુ એડજેસ્ટમેન્ટ એ તેના પોતાના તેમજ પેશન્ટ તથા અન્ય સાથી કર્મચારિયો માટે પણ ખૂબ જ અગત્ય નું હોય છે.
નર્સ દ્વારા રોજ અલગ અલગ પ્રકાર ના દર્દીઑને હોસ્પિટલ મા સારવાર આપવામાં આવે છે તેમા દરેક ની જરૂરિયાત સમજવી તેમજ તેની કન્ડિશન મુજબ એડજેસ્ટ કરવુ પડે છે આ એડજેસ્ટમેન્ટ ના લીધે તે દર્દી નો કોન્ફીડન્સ જીતી શકે છે અને તેને તેની સારવાર માં પણ મદદ મડે છે.
નર્સ હોસ્પિટલ મા એક સેન્ટર પોસ્ટ પર પોતાની ફરજ નિભાવતી હોય છે જેમા તેને તેના સાથી કર્મચારિયો તેમજ સુપિરિયર્સ સાથે પેશન્ટ કેર બાબતે ખૂબ જ એડજેસ્ટ કરવુ પડતુ હોય છે. આ એડજેસ્ટમેન્ટ ના લીધે જ તે તમામ સાથે પોતાના પોઝિટિવ રિલેશનશીપ ડેવલપ કરી શકે છે.
નર્સ દ્વારા એડજેસ્ટમેન્ટ ની ક્રિયા દ્વારા પોતાના વ્યવસાય મા આવતી તમામ મુશ્કેલીઓ નો સામનો સારી રીતે કરી શકે છે. પોતે સ્ટ્રેસ ફ્રી રહી શકે છે અને તેનું કાર્ય શરડતાથી કરી શકે છે.
Que B. What is frustration? Write the sources of frustration. 06
કાડ્રેશન એટલે ? સ્ટેશનનાં ઉદ્દભવસ્થાનો લખો.
ફર્સ્ટ્રેશન
ફસ્ટ્રેશન એ લેટિન ભાષાનો શબ્દ ફસ્ટ્રા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. જેનો અર્થ ઓબસ્ટ્રક એટલે કે અવરોધ આવવો અથવા બ્લોક થવુ તેવો થાય છે.
વ્યક્તિને પોતાના જીવનમા કોઈ ગોલ કે કોઈ મોટીવેશન હોય છે તે જ્યારે સરળતાથી પૂર્ણ થતા નથી અથવા તો તે મેળવવામા કોઈ અડચણ ઊભી થાય ત્યારે વ્યક્તિની ડિઝાયર બ્લોક થવાના કારણે આ ફર્સ્ટ્રેશન જેવી ફીલિંગ ઉત્પન થાય છે.
લાઈફ એ ફર્સ્ટ્રેશનથી ભરેલી હોય છે દરેક વ્યક્તિના જીવનમા નાના નાની અડચણો તેમજ અમુક મોટા પ્રોબ્લેમ્સ ડે ટુ ડે લાઇફમા આવતા હોય છે. કોઈ પણ કાર્ય પૂર્ણ ના થવાના કારણે તે ફર્સ્ટ્રેશનની ફિલિંગ ઉત્પન કરે છે. આ ડિપ્રેશન ની ફિલિંગ એન્ઝાઈટી તરફ લઈ જાય છે. ફર્સ્ટ્રેશનને નેગેટિવ ફીલિંગ પણ કહેવામાં આવે છે.
કોઈપણ વસ્તુ ન મળવા કે ન પૂરી થવાના લીધે જે ડિપ્રેશિવ ફિલિંગ ઉત્પન્ન થાય છે તે ફીલિંગ ને ફર્સ્ટ્રેશન કહેવામા આવે છે.
સોર્સીસ ઓફ ફસ્ટ્રેશન..
ફસ્ટ્રેશન ના ઉદ્ભવ ના કારણો નીચે મુજબ ના છે.
પર્સનલ ઈનએડિકન્સીસ..
વ્યક્તિ પોતે કોઈપણ જરૂરિયાત મેળવવા માટે ગોલ સેટ કરે છે. આ ગોલ જ્યારે પર્સનલ ખામીઓના કારણે પૂરો થતો નથી અથવા પહોંચી વાળાતુ નથી ત્યારે સહેલાઈથી ફસ્ટ્રેશન ઉદ્ભવે છે.
જ્યારે કોઈપણ વ્યક્તિ ફિઝિકલી હેન્ડીકેપડ હોય તો ત્યારે આ ખામીના કારણે તે અમુક ડિઝાયરેબલ ગોલ પૂરા કરી શકતા નથી અને તેના કારણે ફર્સ્ટ્રેશન અનુભવાય છે.
2. ઇન્ટર્નલ સોર્સીસ…
જ્યારે વ્યક્તિ પોતાની આંતરિક ખામીઓ ના કારણે કોઈ ચોક્કસ ગોલ કે કાર્ય પૂરુ કરી શકતા નથી ત્યારે ફર્સ્ટ્રેશન આવે છે. જેમ કે લેક ઓફ કોન્ફિડન્સ, ફિયર કે એન્ઝાઈટીના લીધે કોઈપણ ગોલ ઍચિવ ન કરી શકાણો હોય તો એના કારણે પણ ફસ્ટ્રેશન ઉદભવે છે.
બોડી નુ ઇન્ટર્નલ મિકેનિઝમ એ ડિઝાયરેબલ ગોલ પૂરો કરવા માટે કેપેબલ ન હોય ત્યારે આ પ્રકારના ફર્સ્ટ્રેશન ઉત્પન્ન થાય છે.
3. એક્સટર્નલ સોર્સ..
એક્સટર્નલ સોર્સીસ એ કોઈપણ કાર્ય પૂરુ કરવા માટે જ્યારે અડચણરૂપ બને ત્યારે વ્યક્તિમા ફર્સ્ટ્રેશનની લાગણી જોવા મળે છે. જેમકે ફિઝિકલ કન્ડિશન, વરસાદ, ટ્રાફિક, ભૂકંપ, ઘોંઘાટ વગેરે જેવા બાહ્ય પરિબળો એ કોઈપણ કાર્ય પૂરુ કરવામા જ્યારે અડચણરૂપ બને છે ત્યારે ફર્સ્ટ્રેશન આવે છે. આ પરિબળોના લીધે ફર્સ્ટ્રેશન આવવાનુ મુખ્ય કામ મુખ્ય કારણ ટાઈમ મેનેજમેન્ટ એ યોગ્ય સમયમા થઈ શકતો નથી. જેના લીધે ડિઝાયરેબલ ગોલ પૂરો કરી શકાતો નથી. આ એક્સટર્નલ સોર્સીસ માટે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ખૂબ જ જવાબદાર હોય છે.
4. કોન્ફ્લિકટ ના કારણે પણ ફર્સ્ટ્રેશન આવે છે.
જેમ કે જ્યારે કોઈપણ વ્યક્તિએ કોઈ ગોલ સેટ કરેલો હોય અને તે ગોલ માટે કોઈપણ મોટીવેશન કાર્ય કરતુ હોય છે. આ મોટીવેશનમા જ્યારે કોઈ પણ બીજી મોટીવેશન ભડે છે ત્યારે વ્યક્તિને કોનફ્લીક્ટ સર્જાય છે અને આ કોનફ્લેક્ટ ના કારણે ફર્સ્ટ્રેશન આવે છે.
Q-2 A. Explain the types of thinking. 08
વિચારોના પ્રકારો સમજાવો.
થીંકીંગ ના પ્રકાર..
થીંકીંગના નીચે મુજબના પ્રકારો પાડવામા આવેલ છે.
1. પર્સેપ્ચ્યુઅલ થીંન્કિગ.
આ પ્રકારનુ થીંકીંગ એ પર્સેપ્શન ના બેઝ ઉપર આધાર રાખે છે. પર્સેપ્શન એ વ્યક્તિને અગાઉ થયેલા કોઈપણ અનુભવો અથવા તે વ્યક્તિના સેન્સરી ઇમ્પલ્સીસ નુ તે વ્યક્તિ કેવુ અર્થઘટન કરેલ છે તેના પર આધારિત હોય છે. આ પ્રકારના થીંકીંગ ને કોન્ક્રીટ થીંકીંગ પણ કહેવામા આવે છે. જેમા રિયલ ઓબ્જેક્ટ કે રીયલ બનાવો બાબતના થીંકીંગ નો સમાવેશ થાય છે.
2. કન્સેપ્ચ્યુઅલ અથવા એબસ્ટ્રેક્ટ થીંકીંગ…
આ પ્રકારના થીંકીંગ માટે કોઈ રિયલ ઓબ્જેક્ટ કે કોઈ એક્સપિરિયન્સ કે કોઈ ઇવેન્ટના પરસેપ્શનની જરૂર પડતી નથી. આ પ્રકારનુ થિન્કિંગ એબ્સ્ટ્રેક્ટ આઈડિયા કે કન્સેપ્ટના ઉપયોગ થી થાય છે. આ પ્રકારના થીંકીંગ મા નવી શોધ કે નવા પ્રયોગો કરવા તરફનુ થીંકીંગ થતુ હોય છે.
3. ક્રિએટિવ થીંકીંગ.
આ પ્રકારના થીંકીંગ મા થીંકીંગના અંતે કોઈ નવી શોધ કે કોઈ આઈડિયા બહાર આવે છે. વૈજ્ઞાનિકો કે કોઈપણ સંશોધન કરનારાઓ આ પ્રકારનુ થિંકિંગ કરતા હોય છે. આ પ્રકારના થીંકીંગની કોઈ બાઉન્ડ્રી હોતી નથી. આ પ્રકારના થીંકીંગ નોલેજમા વધારો કરે છે.
4. રીઝનીંગ અથવા લોજિકલ થીંકીંગ..
આ પ્રકારના થીંકીંગમા કોઈ કારણો અને તેની અસર શોધી શકાય છે અથવા કારણોના પરિણામો શોધી શકાય છે. આ એક કંટ્રોલ થીંકીંગનો પ્રકાર છે. જેમાં પ્રોસેસ એ કોઈપણ પ્રોબ્લેમને સોલ્વ કરવા તરફનો હોય છે અને તે લોજિકલ ઓર્ડરમા હોય છે. આ થીંકીંગ નો એક સારામા સારો પ્રકાર છે જેના લીધે કોઈ પણ પ્રોબ્લેમ નુ નિવારણ લાવી શકાય છે.
આ પ્રકારના થીંકીંગ મા ઇન્ડકટિંગ અને ડિડક્ટીંગ રીઝનીંગ જોવા મળે છે.
ઇન્ડક્ટિંગ રીઝનીંગ.
આ કોઈ એક ભાગથી સંપૂર્ણ ભાગ તરફ વિચારવાનો પ્રોસેસ છે. જેમા વ્યક્તિ એ એક પોઈન્ટ પર થી બહારના યુનિવર્સલ એટલે કે સંપૂર્ણ આઈડિયા વિશે વિચારે છે.
ડિડક્ટિવ રીઝનીંગ..
આ પ્રકારના થીંકીંગ મા થીંકીંગ પ્રોસેસ એ કોઈ આખી ઇવેન્ટ તરફથી એક ભાગ તરફ જાય છે, એટલે કે યુનિવર્સલ આઈડિયા થી કોઈ એક પોઈન્ટ પર કેન્દ્રિત થાય છે. જેમા બધા માણસો ખરાબ છે એવુ વિચારતી કોઈ વ્યક્તિ એક પછી એક દરેક વ્યક્તિ સાથે વાતચીત કરે છે અને પછી જ બધા માણસો બાબતે નક્કી કરવામા આવે છે.
5. પ્રોબ્લેમ સોલ્વિંગ..
આ એક મહત્વના થીંકીંગ નો પ્રકાર છે જેમા વ્યક્તિ પોતાને થયેલા જુના અનુભવો અને હાલની કોઈ ઉદ્ભવેલ પરિસ્થિતિને સમજીને તેમાંથી રસ્તો કાઢવાનો હોય ત્યારે આ પ્રકારના થીંકીંગ ની જરૂરિયાત હોય છે. આ પ્રકારના થીંકીંગમા જ્યારે કોઈપણ વ્યક્તિએ કોઈ પણ ગોલ સેટ કરેલા હોય અને ત્યા પહોંચવામા કોઈ પણ અડચણો આવતી હોય ત્યારે પ્રોબ્લેમ જોવા મળે છે. આ પ્રોબ્લેમ માંથી બહાર આવવા માટે આ પ્રકાર ના થીંકિંગ નો ઉપયોગ થાય છે.
આ પ્રકારના થીંકીંગમા ટ્રાયલ અને એરર મેથડનો પણ યુઝ થાય છે, વ્યક્તિનો સમય પણ બગડે છે. ઘણી વખત નિષ્ફળતા પણ છેલ્લે જોવા મળે છે.
B. Explain why there is individual difference in Intelligence? 04
બુદ્ધિક્ષમતામાં વ્યક્તિગત તફાવત શા માટે જોવા મૅળે છે? તે સમજાવો.
ઇન્ટેલિજન્સી મા વ્યક્તિગત તફાવત શા માટે જોવા મળે છે તે સમજાવો..
કોઈપણ બે વ્યક્તિ સરખા કે સાથે જન્મેલ હોવા છતા પણ તેની ઇન્ટેલિજન્સી સરખી હોતી નથી. કોઈ વ્યક્તિઓ મા તે વધારે હોય છે અને કોઈ વ્યક્તિઓ મા તે ઓછી જોવા મળે છે. તેને ઇન્ડીવિઝ્યુઅલ ડિફરન્સ કહેવામા આવે છે.
આ ઇન્ટેલિજન્સીનો ગ્રાફ જોવામા આવે તો તે કર્વડ જોવા મળે છે. ઘણા સમાજના લોકો નુ IQ લેવલ એ એવરેજ જોવા મળે છે. આ ગ્રાફને બેલ શેપ કર્વ કહેવામા આવે છે જે દર્શાવે છે કે બહુ ઓછા લોકો વધારે ડલ હોય છે તેમજ બહુ ઓછા લોકો વધારે ઇન્ટેલિજન્ટ કે બ્રિલિયન્ટ હોય છે. મોટાભાગના વ્યક્તિઓ એવરેજ ઇન્ટેલિજન્સી ધરાવે છે. આ એવરેજ ઈન્ટેલિજન્સી ધરાવનાર વ્યક્તિઓમા પણ ઇન્ડીવિઝ્યુઅલ ડિફરન્સીસ જોવા મળે છે. જેમા તેના જીનેટીકલ ફેક્ટર, એન્વાયરમેન્ટલ ફેક્ટર, ફિઝિકલ ફેક્ટર, સાયકો સોશિયલ ફેક્ટર અને બીજી ઘણી બાબતો ઇન્ટેલિજન્સીના ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે.
ઇન્ડિવિઝ્યુઅલ ડિફરન્સ એટલે કે થીંકીંગ, લર્નિંગ અને બિહેવિયર મા લોકો કઈ કઈ બાબતોમા સમાન છે અને કઈ બાબતો તેને અલગ અલગ પાડે છે.
ઇન્ટેલિજન્સીમા ઇન્ડિવિઝયુલ ડિફરન્સ એ નીચે મુજબના કારણોને લીધે જોવા મળે છે.
ઇન્ડીવિઝ્યુલ ડિફરન્સીસ માટે નેશનાલિટી ખૂબ અગત્યની છે. દરેક દેશના લોકો નુ ઇન્ટેલિજન્સી લેવલ અલગ-અલગ હોઈ શકે છે.
અલગ અલગ પ્રકારના સોસિયો- ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોના ઈન્ટેલીજન્સી લેવલ પણ અલગ અલગ હોય છે.
અલગ જાતિ અને અલગ ધર્મના લોકોના વારસાગત લક્ષણો પ્રમાણે પણ ઈન્ટેલિજન્સીના લેવલમા ઇન્ડી વીજ્યુલ ડિફરન્સ જોવા મળે છે.
એજ, જેન્ડર અને પર્સનાલિટી પણ ઇન્ડીવિઝ્યુઅલ ડિફરન્સ ઇન્ટેલિજન્સી બાબતે ક્રિએટ કરે છે.
ઈન્ટેલીજન્સી બાબતે વ્યક્તિનો ઇન્ટ્રેસ્ટ, તેનુ લર્નિંગ તથા આજુબાજુનુ એન્વાયરમેન્ટ એ પણ ઈન્ડિવિઝયુલ ડિફરન્સ ક્રિએટ કરવા માટે ખૂબ અગત્યનુ છે.
Q-3 Write niswers of the following (Any two)
નીચેના પ્રશ્નોના જવાબ આપો (ગમે તે બે) 12
A. Relation between psychology and health,
સાયકોલોજી અને આરોગ્યનો સંબંધ
સાયકોલોજી ઘણી બ્રાન્ચ સાથે સબંધ ધરાવે છે. સાઇકોલોજીની આરોગ્ય સાથે રિલેશનશિપ એ ખૂબ જ મહત્વની બ્રાન્ચ છે. તે સાયકોલોજીકલ સ્ટ્રેસ અને ફિઝિકલ ઇલનેસ સાથે સંબંધ ધરાવે છે. તે વ્યક્તિના ફિઝિકલ હેલ્થ અને બિહેવિયર ને પ્રમોટ કરે છે.
કોઈપણ દર્દીએ હોસ્પિટલમા દાખલ હોય ત્યારે હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટર, નર્સ દ્વારા તેની દરેક ટ્રીટમેન્ટ વખતે દર્દીની સાઇકોલોજીકલ કન્ડિશન અને તેના બિહેવિયર નુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. આમ કરવાથી તેની ટ્રીટમેન્ટમા સારુ રિઝલ્ટ મેળવી શકાય છે.
ડોક્ટર અને નર્સ જાણે છે કે દર્દી ની ફિઝિકલ ઇલનેસ એ તેની સાયકોલોજી પર ખાસ અસર કરે છે. જેથી દર્દીની સાઇકોલોજી અને તેના સાયકોલોજીકલ પ્રોસેસ સમજવા અને તે મુજબ વર્તન કરવુ ખાસ જરૂરી હોય છે.
સાયકોલોજીના અભ્યાસ દ્વારા વ્યક્તિના આરોગ્ય પર અસર કરતા સારા અને ખરાબ ફેક્ટર્સની ખબર પડી શકે છ. હેલ્થ પર હેલ્થને પ્રમોટ કરતા ફેક્ટર્સ ને પ્રમોશન કરવુ જરૂરી છે. સારી હેલ્થ કેર આપવા માટે અને હેલ્થ પર નુકસાન કરતા હોય તેવા ફેક્ટર્સને સુધારવા માટે આરોગ્ય લક્ષી માહિતી આપવી જોઈએ જેમ કે દારૂનુ વ્યસન, સિગારેટ સ્મોકિંગ વગેરે આરોગ્ય ને નુકશાન કર્તા હોય તે છોડવા બાબતે સાઈકોલોજીકલ સપોર્ટ આપવો જોઈએ.
સાયકોલોજીના આરોગ્ય સાથેના સારા સબંધ દ્વારા કોઈપણ દર્દીમા તેના ડીસીઝ અને તેની ઈફેક્ટ વિશે સમજાવી શકાય છે અને તેને સમજાવી તેનુ કોપરેશન મેળવી શકાય છે. કોઈપણ ઈલનેસ ને પ્રિવેન્ટ કરવા માટે ની ગુડ હેલ્થ હેબિટ સમજાવી શકાય છે. સ્ટ્રેસને મીનીમાઇઝ કરવાના કોપીંગ મિકેનિઝમ સમજાવી શકાય છે. આ તમામ બાબતો દર્દીના સાયકોલોજીકલ આસપેક્ટ ઉપર અસર કરે છે, જે આરોગ્ય સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે.
B. Explain the difference between illusion and hallucination with example. ઇલ્યુઝન અને હેલ્યુશીનેશન વચ્ચે નો તફાવત ઉદાહરણ આપી ને સમજાવો.
ઇલ્યુઝન | હેલ્યુશીનેશન |
ઇલ્યુઝન એટલે કે ભૂલ ભરેલુ પર્સેપશન થવુ. | હેલ્યુશીનેશન એટલે કે તદન ખોટુ પર્સેપશન થવુ |
ઇલ્યુઝન માં બાહ્ય વાતાવરણ મા વ્યક્તિ ને તેનુ અલગ પર્સેપશન થાય છે. | હેલ્યુશીનેશન એટલે કે બાહ્ય વાતાવરણમા કોઈ પણ સ્ટીમ્યુલાઇ વિના વ્યક્તિ ને તેનુ પર્સેપશન થાય છે. |
બાહ્ય વાતાવરણમા કોઈ પણ સ્ટીમ્યુલાઇ હાજર હોતી છે પણ તેને અલગ જ પર્સિવ થાય છે. | બાહ્ય વાતાવરણમા કોઈ પણ સ્ટીમ્યુલાઇ હાજર હોતી નથી. |
દા.ત. જેમા વ્યક્તિ ને થોડા ઓછા પ્રકાશ મા દોરડા ને સાપ સમજે છે. | દા.ત. ઓડિટરી હેલ્યુશીનેશન જેમા કોઈ વ્યક્તિ ને બહાર ના વાતાવરણ માં કોઈ પણ અવાજ આવતા ના હોવા છતા તેને સાંભડાય છે. |
માનસિક રોગી તેમજ ક્યારેક આ નોર્મલ વ્યક્તિ મા પણ જોવા મળે છે. | માનસિક રોગી વ્યક્તિ માજ આ જોવા મળે છે. |
C. Discuss the importance of observation in nursing. નર્સિંગમા ઓબ્ઝર્વેશન નુ મહત્વ સમજાવો.
નર્સ તરીકે જ્યારે તમે વોર્ડમા, હોસ્પિટલમા કાર્ય કરો છો અને પેશન્ટ કેર સાથે કાર્ય કરતા હોવ ત્યારે ઓબ્ઝર્વેશન એ નર્સનુ એક અગત્યનુ ફેક્ટર છે. નર્સ તરીકે પેશન્ટ સાથે કાર્ય કરતી વખતે તેના દરેક કાર્યમા સારુ ઓબ્ઝર્વેશન એ અગત્યનુ અને ખૂબ જ જરૂરિયાત સભર હોય છે. જેમ કે કોઈપણ દર્દીના વાઈટલ સાઇન રેકોર્ડ કરવાના હોય, કોઈપણ દર્દીને મેડિસિન આપવાની હોય કે કોઈપણ દર્દીની કન્ડિશન ના ફેરફારો એસેસ કરવાના હોય, તો આ વખતે સારુ ઓબ્ઝર્વેશન એ દર્દી માટે ખૂબ જ ફાયદાકારક અસર લાવે છે.
હોસ્પિટલમા દર્દી સાથે કાર્ય કરતી વખતે નર્સ એ સારુ એટેન્શન જાળવી શકે અને સારી રીતે કાર્ય કરી શકે તેના માટે એક સમયે એક જ કાર્ય કરવુ જરૂરી છે. જો કોઈ પણ વાતાવરણમા ડિસ્ટ્રક્શન જોવા મળતા હોય તો તેને ઇગ્નોર કરી અને પોતાના કાર્ય પર જ ફોકસ કરવુ જરૂરી છે.
સારી રીતે ઓબ્ઝર્વેશનથી હોસ્પિટલમા કાર્ય કરવાથી પેશન્ટની ક્રિટિકલ કન્ડિશન મા તે ડિસિઝન લઈ શકે છે. પેશન્ટની ટ્રીટમેન્ટમા હેલ્પફૂલ થઈ શકે છે. ડોક્ટરને તેના ડિસિઝનમા હેલ્પ કરી શકે છે. દરેક સ્ટાફ તથા અન્ય વ્યક્તિઓ સાથેનુ કોઓર્ડીનેશન જાળવી શકે છે.
QueQ-4 Write short notes. (Any Three) ટુકનોંધ લખો. ( ગમે તે ત્રણ ) 12
A. Causes of Mental retardation. મેન્ટલ રિટાયર્ડેશનના કારણો…
મેન્ટલ રિટાર્ડેસન એ કોઈપણ બાળકની ઈન્ટેલિજન્સી સબ નોર્મલ હોય તેને કહેવામા આવે છે. મેન્ટલ રીટાર્ડેશન એ IQ પ્રમાણે 70 થી ઓછી IQ ધરાવતા વ્યક્તિ ને મેન્ટલ રિટર્ડેડ વ્યક્તિ તરીકે ઓળખવામા આવે છે.
IQ સિવાય તેનુ ક્લિનિકલ સિસ્ટમ્સ ના આધારે વર્ગીકરણ કરવામા આવે છે. આ મેન્ટલ રિટાર્ડેસન માટે નીચે મુજબના કારણો જવાબદાર હોય છે.
મેન્ટલ રિટાયર્ડેશન માટે કોઈ એક ચોક્કસ કારણ હોય એવુ જાણવા મળેલ નથી પરંતુ ઘણા કારણો ના લીધે મેન્ટલ રીટાર્ડેશન ડેવલપ થવાની શક્યતાઓ રહેલી છે.
માતાને ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ સિરિયસ ઇન્ફેક્શન લાગેલુ હોય તેવા બાળકના જન્મ પછી તેને મેન્ટલ રીટાર્ડેશન થવાની શક્યતા હોઈ શકે છે.
માતાએ ગર્ભાવસ્થાના સમય દરમિયાન કોઈપણ દવા કે ડ્રગ્સ નુ સેવન કરતી હોય જેની નુકસાનકારક અસરોના લીધે પણ આ તકલીફ ઊભી થઈ શકે છે.
ક્રોમોઝોમલ એબનોર્માલિટી ના કારણે પણ આ કન્ડિશન ડેવલપ થવાની શક્યતાઓ રહેલી છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતા પૂરતો ન્યુટ્રીશન યુક્ત ખોરાક ન લેવાના કારણે પણ બાળકમા આ કન્ડિશન ડેવલપ થવાની શક્યતાઓ રહેલી છે.
ગર્ભાવસ્થામા બાળકનો વિકાસ નોર્મલ ન થાય તથા બાળકની જન્મજાત કોઈપણ તકલીફ હોય તેવા બાળકોને પણ મેન્ટલ રીટાર્ડેશન આવી શકે છે.
જન્મ સમયે બાળકોને કોંજીનેટલ એનોમલી હોવી, બર્થ સમયે બાળક રડે નહી, બાળકને ઓક્સિજન ઓછો મળ્યો હોય અથવા બાળકના શ્વાસોશ્વાસ નોર્મલ રીતે શરૂ ન થયા હોય તેવા બાળકને પણ મેન્ટલ રીટાર્ડેશન થવાની શક્યતાઓ રહેલી છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈપણ પ્રકારના મેટાબોલિક ડિસઓર્ડર હોય અથવા તો કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી હોય તો તેના કારણે પણ બાળકને આ કન્ડિશન ડેવલપ થવાની શક્યતા રહેલી છે.
બાળકના જન્મ વખતે બાળકને કોઈ પણ પ્રકારના ગંભીર રોગ થયેલા હોય બાળકને કોઈ પણ પ્રકારની મેટાબોલિક ડિસઓર્ડર હોય જેવા કે થાઇરોઈડ ગ્લેન્ડ ને લગતા ડિસઓર્ડર, ફિનાઈલ કીટોન્યુરિયા વગેરે જેવી તકલીફના કારણે બાળકને મેન્ટલ રીટાર્ડેશન ડેવલપ થઈ શકે છે.
B. Responsible factors for personality development. પર્સનાલીટી ડેવલોપમેન્ટ માટે જવાબદાર પરિબળો,
પર્સનાલિટી એ વ્યક્તિનુ ઓવરઓલ બિહેવિયર છે. એક વ્યક્તિ અને બીજા વ્યક્તિનુ બિહેવિયર અને પર્સનાલિટી સાથે હોવા છતા પણ અલગ હોય છે. જે ડેવલપ થવા માટે નીચે મુજબના ઘણા ફેક્ટર્સ અગત્યના હોય છે.
1. બાયોલોજીકલ ફેક્ટર..
પર્સનાલીટીના ડેવલોપમેન્ટ માટે આ એક મુખ્ય ફેકટર છે. જેને ફિઝિયોલોજીકલ ફેક્ટર પણ કહેવામા આવે છે. આમા વ્યક્તિના શરીરમા આવેલી ઘણી સિસ્ટમ એ અલગ અલગ રીતે કામ કરે છે. જેમા મુખ્યત્વે નર્વસ સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ એ બોડી ના ગ્રોથ, ડેવલપમેન્ટ અને બિહેવિયર ને કંટ્રોલ કરતી મુખ્ય સિસ્ટમ છે. આ સિસ્ટમના નોર્મલ ફંક્શન ના લીધે વ્યક્તિની પર્સનાલિટી પોઝિટિવ ડેવલપ થવાની શક્યતાઓ છે. જો આ સિસ્ટમના ફંકશન નોર્મલ નહી હોય તો વ્યક્તિ મા ગ્રોથ અને ડેવલપમેન્ટ ને લગતી એબનોર્માલીટી જોવા મળી શકે છે, જે આખરે તેની પર્સનાલિટી ને અસર કરે છે.
બાયોલોજીકલ ફેક્ટર મા વ્યક્તિના બાયોલોજીકલ ક્લોક, તેની ખોરાક સંબંધિત આદતો, તેના શરીરમા ન્યુટ્રીશન નુ પ્રમાણ, શરીરમા કોઈ રોગ છે કે નહી આ તમામ બાબતો એ પર્સનાલિટીના ડેવલોપમેન્ટમા પોઝિટિવ અને નેગેટીવ અસર કરી શકે છે.
2. સોસીયો કલ્ચરલ ફેક્ટર.
પર્સનાલિટી ડેવલપમેન્ટમા વ્યક્તિનુ ફેમિલી, તેની સોસાયટી, તેની આજુબાજુનુ વાતાવરણ અને કલ્ચર એ ખૂબ જ મોટા પ્રમાણમા અસર કરતા ફેક્ટર છે.
કુટુંબમા પેરેન્ટ્સ નુ બાળક સાથેનુ વર્તન, બાળકો ની પિયર ગ્રુપ સાથે ની રિલેશનશિપ, તેની સ્કૂલ તથા અન્ય વાતાવરણ પણ પર્સનાલિટી ની ડેવલપમેન્ટ માટે ખૂબ જ અસર કરતા ફેક્ટર્સ છે.
3. સાયકોલોજીકલ ફેક્ટર.
પર્સનાલિટી ને અસર કરતુ આ એક અગત્યનુ ફેક્ટર છે. જેમા વ્યક્તિનુ સાયકોલોજી અને તેનુ બીહેવીયર એ પર્સનાલિટી ના ડેવલપમેન્ટ માટે ખૂબ જ અગત્યના છે.
વ્યક્તિની ઇન્ટેલિજન્સી, તેનો ઇન્ટ્રેસ્ટ, તેનુ એટીટ્યુડ, થીંકીંગ, સોશિયલ રિલેશનશિપ આ બધી જ બાબતો વ્યક્તિના પર્સનાલિટી પર પોઝિટિવ અને નેગેટીવ અસર આપી શકે છે.
C. Social factors responsible for Juvenile Delinquency. બાળ ગુનેગાર માટે જવાબદાર સામાજીક પરિબળો,
બાળ ગુનેગારી એટલે કે જુવેનાઇલ ડેલીકવન્સી.
આ એક સોશિયલ પ્રોબ્લેમ છે જે સામાન્ય રીતે 18 વર્ષથી નીચેના બાળકો મા જોવા મળે છે.
બાળ ગુનેગારી એ સામાન્ય રીતે દુનિયાના દરેક દેશમા જોવા મળે છે. જે સામાન્ય રીતે ગરીબી અને પુઅર સોસીયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોના બાળકોમા વધારે જોવા મળે છે.
આ પ્રકારના પ્રોબ્લેમ ઊભા થવા માટે સામાજિક પ્રોબ્લેમ્સ જેવા કે દારૂનુ વ્યસન, વસ્તી વધારો, ઈલિટ્રસી વગેરે પરિબળો ખૂબ જ અગત્યના છે.
બ્રોકન હોમ અને મધર ફાધર ના રિલેશનશિપ કુટુંબમા સારા ન હોય એ બાળકોમા આ પ્રકારના બિહેવિયર ડેવલપ થવાની શક્યતાઓ વધારે છે.
માતા પિતા તરફથી બાળકોને પૂરતો પ્રેમ ન મળતો હોય અથવા વધારે પડતો કંટ્રોલ બાળકો તરફ માતા-પિતા દ્વારા રાખવામા આવતો હોય તેના કારણે બાળકનુ સોશિયલાઈઝેશન બરાબર થતુ નથી અને આ પ્રકારના બાળ ગુનેગારી ના બિહેવિયર ડેવલપ થવાની શક્યતાઓ રહેલી છે.
માસ મીડિયા અને શહેરી જીવન અને ત્યાંના લોકો ની રેહણી કરની બાળકો દ્વારા જોઈ અને તે રસ્તે બાળકો સરળતાથી વળી શકે અને તેના બિહેવિયર મા આ ચેન્જીસ જોવા મળે એવુ પણ જોવા મળે છે.
જે બાળક ફિઝિકલી કે મેન્ટલી નબળુ હોય અને સમાજ અને કુટુંબ દ્વારા વારંવાર તરછોડાતુ હોય તેવા બાળકો બાળ ગુનેગારીના રસ્તે સરળતાથી વળી શકે છે.
D, Factors affecting attention. એટેન્શનના અસરકર્તા પરિબળો.
. એટેન્શનને અસર કરતા પરિબળો વિશે લખો.
એટેન્શનને અસર કરતા પરિબળો નીચે મુજબના છે.
1. હેલ્થ ફેક્ટર.
કોઈપણ પ્રકારના હેલ્થને લગતા પ્રોબ્લેમ હશે તો વ્યક્તિ તેનુ એટેન્શન પ્રોપર જાળવી શકતો નથી. જેમ કે કોઈપણ વ્યક્તિને જોવામા તકલીફ હોય, કોઈ ફિઝિકલ ઇલનેશ હોય, સાંભળવામા તકલીફ હોય તો આવા હેલ્થ ઇશ્યુના કારણે વ્યક્તિનુ એટેન્શન પ્રોપર હોતુ નથી.
2. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ.
કોઈપણ વસ્તુ પર કે પરિસ્થિતિ પર એટેન્શન યોગ્ય રીતે આપવા માટે સારુ એન્વાયરમેન્ટ હોવુ જરૂરી છે. એન્વાયરમેન્ટ જેમા કોઈ આજુબાજુના વાતાવરણમા અવાજ હોય, લાઈટ વધારે કે ઓછા પ્રમાણમા આવતી હોય, બહારનુ વાતાવરણ ખૂબ જ ઠંડુ કે ખૂબ જ ગરમ હોય તો વ્યક્તિ સારી રીતે અટેન્શન આપી શકતો નથી.
3. અધર એક્સટર્નલ ફેક્ટર્સ.
એટેન્શન ને અસર કરતા ફેક્ટર મા કોઈપણ સ્ટીમ્યુલાઈનો નેચર એટલે કે તે બીજાની સરખામણીમા કોઈ વધારે અસરકારક સ્ટીમ્યુલેશન ઉત્પન્ન કરતુ હોય તો તે વધારે ધ્યાન આકર્ષે છે. સાઈઝ અને કલર ઓફ ધ સ્ટીમ્યુલેશન એ પણ ખૂબ જ અગત્યનુ એટેન્શન પર અસર કરતુ પરિબળ છે.
કોઈપણ વસ્તુ સ્થિર હોય તેના કરતા હલનચલન કરતી વસ્તુ વધારે જલ્દીથી ધ્યાન આકર્ષે છે.
કોઈપણ સ્ટીમ્યુલાઈ નુ વારંવાર રિપીટેશન થાય તો તેના તરફ ધ્યાન વધારે જલ્દીથી આકર્ષાય છે અને સ્ટીમ્યુલેશન નો ડ્યુરેશન પણ એટેન્શન ને અસર કરતા ખૂબ જ અગત્યનુ ફેકટર છે.
4. ઇન્ટર્નલ ફેક્ટર.
એટેન્શન માટે વ્યક્તિની અંદરના સાયકોલોજીકલ ફેક્ટર્સ એ પણ ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે. જેમા ઇન્ટ્રેસ્ટ, હેબિટ, લાઇક્સ, ડીસલાઇક્સ, પાસ્ટ એક્સપિરિયન્સ, ઈમોશન આ બધા જ ફેક્ટર એ કોઈપણ બાબત પર એટેન્શન જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યના છે. જો આ બધા પોઝિટિવ કાર્ય કરતા હોય તો એટેન્શન લાંબો સમય સુધી જાળવી શકાય છે. પરંતુ જો આ બાબત નેગેટિવલી ઇફેક્ટ કરતી હોય તો એટેન્શન લાંબો સમય સુધી જાળવી શકાતુ નથી.
Q-5 Define following (Any Six) વ્યાખ્યા આપો. (ગમે તે છ) 12
1.Psychology સાયકોલોજી
સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો થી બનેલો છે. સાયકી અને લોગસ. ઈસ. 1590 સુધી સાઈકી શબ્દોનો અર્થ સાઉલ અથવા આત્મા અથવા સ્પિરિટ થતો હતો અને લોજી શબ્દનો અર્થ સ્ટડી કરવુ એવો થાય છે. અહી સાઉલ (soul) શબ્દ એ ખૂબ જ વિશાળ અર્થમા લેવામા આવ્યો હતો. તેથી પાછળથી સોલ (soul) ને બદલે માઈન્ડ શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો હતો.
19 મી સદીના અંત સુધીમા વિલિયમ વુડટ એ માઈન્ડ ને બદલે બિહેવિયર શબ્દનો ઉપયોગ કર્યો એટલે નવી વ્યાખ્યા મુજબ સાયકોલોજી એટલે કે હ્યુમન બિહેવિયર ના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે.
વિલિયમ વુડટ ફાધર ઓફ સાયકોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે.
મેન્ટલ પ્રોસેસ અને બિહેવિયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડનો સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્ટડી પણ કરવામા આવે છે.
2 .Respiratory drive રેસ્પીરેટરી ડ્રાઇવ
રેસ્પિરેટરી ડ્રાઈવ એટલે રેસ્પિરેશન ની ક્રિયા.
બોડીમા આ ક્રિયા સતત શરૂ હોય છે. જે વ્યક્તિના જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે. જેમા વાતાવરણમાથી ઓક્સિજન એ ફેફસામા જાય છે અને દરેક શરીરના દરેક સેલ ટિસ્યૂ ને મળે છે. આ ડ્રાઈવ નો કંટ્રોલ એ બ્રેઇન મા આવેલા રેસ્પોરેટરી સેન્ટર મારફતે થાય છે. આ ઉપરાંત બ્રેઇન મા આવેલા બ્લડના કેમિકલ ચેન્જીસ થી પણ આ ડ્રાઈવ સતત એક્ટિવ હોય છે અને વ્યક્તિનુ જીવન સતત ચાલ્યા કરે છે. આ ડ્રાઈવ એ વ્યક્તિની બેઝિક ડ્રાઈવ છે અને તે સંતોષાવી અનિવાર્ય છે.
3. Attitude-એટીટ્યુડ
એટીટ્યુડ એટલે કોઈપણ સિચ્યુએશન મા વ્યક્તિ ને કોઈપણ એક પર્ટિક્યુલર મેનરમા વર્તન કરવાની કે રીએક્ટ કરવાની રીતને તેના તરફનો તેનો એટીટ્યુડ કહેવામા આવે છે.
વ્યક્તિના બિહેવિયરને તેની માન્યતા મુજબ તેના વર્તન ને તે વ્યક્તિનો જે તે વસ્તુ કે સિચ્યુએશન તરફનો એટીટ્યુડ કહી શકાય છે.
એટીટ્યુડ પોઝિટિવ નેગેટિવ કે ન્યુટ્રલ હોઈ શકે છે.
4. Family ‘ ફેમિલી
ફેમિલી એ દુનિયામા સૌથી નાનામા નાનુ એક સોશિયલ ગ્રુપ છે. તે એક અગત્યનુ પ્રાઇમરી ગ્રુપ છે. ફેમિલી ની અંદર હસબન્ડ વાઈફ મેરેજ દ્વારા જોડાય છે અને તેના બાળકો હોય અથવા ન પણ હોય આ રીતે ફેમિલી નુ નિર્માણ થાય છે.
દુનિયામા દરેક જગ્યાએ ફેમિલી હોય જ છે. ફેમિલી વિનાનો કોઈ સમાજ હોતો નથી.
આ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો વચ્ચે ખૂબ સારી રિલેશનશિપ હોય છે.
ફેમિલી એ સોસાયટીનુ પાયાનુ યુનિટ છે.
ફેમિલીમા સાથે રહેતા સભ્યો એ પેઢી દર પેઢી પોતાના કસ્ટમ્સ અને રીલીજીયસ પ્રમાણે તેના બાળકોને આગળની જનરેશનમા દરેક ગુણ પસાર કરે છે.
ફેમિલી શબ્દ એ રોમન શબ્દ ફેમ્યુલસ પરથી આવેલો છે જેનો મતલબ સેવા થાય છે.
ફેમિલી ની ડેફીનેશન જેમા ફેમિલી એ એક બાયોલોજીકલ સોશિયલ યુનિટ છે. જે હસબન્ડ, વાઈફ અને ચિલ્ડ્રન દ્વારા તૈયાર થાય છે.
કોઈપણ ફેમિલી એ પુરુષ અને સ્ત્રી દ્વારા મેરેજ ના યુનિયન દ્વારા લીગલી કન્સ્ટ્રક્ટ થાય છે. જે લોકો એક કોમન પ્લેસ પર રહે છે. તેઓના બાળકો હોય છે અથવા તો તેઓ બાળકો એડપટ કરે છે. ફેમિલીમા રહેતા દરેક સભ્યો વચ્ચે સારી સોશિયલ રિલેશનશિપ હોય છે. તે એકબીજાથી એકદમ નજીક રીતે જોડાયેલા હોય છે. આ ફેમિલીના દરેક સભ્યો વચ્ચે એક કોમન ગોલ હોય છે. ઘરની દરેક ચીજ વસ્તુઓ તે કોમનલી શેર કરતા હોય છે. સાથે રહેતા અને સાથે જમતા હોય છે. આ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ઈમોશનલ બોન્ડ હોય છે.
5. Group-ગ્રુપ
માનવી એક સામાજિક પ્રાણી છે. તે એકલો રહેવા માટે ટેવાયેલો નથી. હંમેશા તેના સ્વસ્થ અને સારા રહેવા માટે ગ્રુપની જરૂર હોય છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે બીજા વ્યક્તિઓ સાથે જોડાયેલો હોય છે.
ગ્રુપ એટલે કે એક કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ સમાન ધ્યેય કે સમાન જરૂરિયાતોને સંતોષવા માટે પરસ્પર સહકાર કરે અને એક જૂથમા જોડાય ત્યારે તેને ગ્રુપ કહેવામા આવે છે.
સોસાયટીમા જે લોકોનો ઇન્ટ્રેસ્ટ સરખો હોય તેવા લોકો સમાન ગોલ પૂરો કરવા માટે ગ્રુપમા કાર્ય કર્તા હોય છે આ ગ્રુપ એ પોતાની અલગ લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે.
6. Personality-પર્સનાલીટી
વ્યક્તિ પોતાના જીવનમા પર્સનાલિટી શબ્દનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. અમુક વ્યક્તિઓ પર્સનાલીટી નો શબ્દનો ઉપયોગ માત્ર શારીરિક દેખાવ, બંધારણ અને રંગ પૂરતો મર્યાદિત રાખે છે. પરંતુ પર્સનાલિટી એ વ્યક્તિનુ ઓવરઓલ કેરેક્ટરીસ્ટિકસ ધરાવે છે. જેમા વ્યક્તિ સારો છે કે ખરાબ, સ્ટ્રોંગ છે કે વીક એ દરેક બાબતોને આવરી લેવાય છે. આપણે આપણા જીવનમા પર્સનાલિટી શબ્દનો ઉપયોગ બોહડા પ્રમાણમા કરીએ છીએ.
પર્સનાલિટી શબ્દ એ પર્સોના એટલે કે જેનો અર્થ માસ્ક જેવો થાય છે. ગ્રીક ડ્રામા વખતે ત્યાંના એક્ટર આનો ઉપયોગ કરતા હતા.
ત્યારબાદ અલગ અલગ સાયકોલોજિસ્ટ દ્વારા પણ આ શબ્દનો ઉપયોગ કરાતો આવ્યો છે. પર્સનાલિટી એ વ્યક્તિ ની ઓવરઓલ ક્વોલીટી બતાવે છે. જેમા વ્યક્તિની ટેવ, વિચારસરણી, એટીટ્યુડ, ઇન્ટરેસ્ટ તથા તેની લાઇફની ફિલોસોફી વગેરે કવર થાય છે. આ પર્સનાલિટી ના દરેક આસ્પેકટ એ વ્યક્તિના બિહેવિયર દ્વારા જોઈ શકાય છે જે એક વ્યક્તિને બીજા વ્યક્તિથી તદ્દન અલગ પાડે છે અને પોતાની વ્યક્તિગત ઓળખ ઊભી કરે છે.
પર્સનાલિટી એ વ્યક્તિ ની ટોટલ એબિલિટી, કેરેક્ટરીસ્ટીક્સ અને તેનુ બિહેવિયર બતાવે છે. જે વ્યક્તિમા કુદરતી રીતે હોય છે અથવા તો તેણે કૃત્રિમ રીતે ડેવલપ કરેલી હોય છે. જે તેને બીજા વ્યક્તિઓથી અમુક પ્રમાણમા કે વધારે પ્રમાણમા અલગ પાડે છે.
7. Society-સોસાયટી
સોસાઇટી એટલે કે કોમ્યુનિટી જેમા લોકો એક ચોક્કસ જીયોગ્રાફીકલ એરિયામા રહેતા હોય. તે કોઈ ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવતા હોય, કોઈ ચોક્કસ કલ્ચર અને રિલિજિયન ને ફોલો કરતા હોય, તેઓની વચ્ચે ઇન્ટર પર્સનલ રિલેશનશિપ ગોઠવાયેલી હોય, કોમન ભાષા નો યુઝ કરતા હોય અને કોમન ઇન્ટરેસ્ટ અને વેલ્યુ જોવા મળતા હોય એવા સમુદાયના લોકોને જ્યા રેહતા હૉય તેને કોમ્યુનિટી અથવા સોસાઇટી કહેવામા આવે છે.
સોસાઇટી ના બે ભાગ પાડવામા આવે છે.
1. અર્બન સોસાઇટી.
2. રૂરલ સોસાઇટી
Q-6 A. States whether following statements are “True or False” 06
નીચેના વાક્યો ખરા છે કે ખોટા’ તે જણાવો.
B. Fill in the Blanks-ખાલી જગ્યાપૂરો 05
C. Match ‘A’ with ‘B’ જોડકાં જોડો. 04
‘A’ ‘B’
1. Mental mechanism મેન્ટલ મિકેનિઝમ 1. Sour graps mechanismસોર ગ્રેપ્સ મિકેનિઝમ
2. Projection પ્રોજેક્શન 2. Transference mechanism ટ્રાન્સફરન્સ મિકેનિઝમ
3.Rationalization રેશનલાઇઝેશન 3. Hero Worshipping હીરો વર્શીપીંગ
4. Identification -– આઇડેન્ટિફિકેશન 4. Going back – ગોઇંગ બેક –
5.Ego defense-ઇગો ડીફેન્સ
જવાબ:-
1 – 5
2 – 2
3 – 1
4 – 3
💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪
નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.
IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407