skip to main content

GNM FY Behaviour science-2015

Behaviour science-2015

Que 1(a) Define defence mechanism and write its importance. 04 ડિફેન્સ મિકેનિઝમ ની વ્યાખ્યા અપી તેની અગત્યતા લખો

ડિફેન્સ મિકેનિઝમ ને મેન્ટલ મિકેનિઝમ કે ઈગો મિકેનિઝમ પણ કહેવામા આવે છે.

ડિફેન્સ મિકેનિઝમ એ કોઈપણ અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિ હોય કે કોઈપણ વ્યક્તિની સેલ્ફ એસ્ટીમને નુકસાન થાય એવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે વ્યક્તિની એન્ઝાઈટી ઓછી કરવા માટે અથવા સિચ્યુએશન સાથે એડજસ્ટ કરવા માટે આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો વ્યક્તિ ઉપયોગ કરે છે.

આ મિકેનિઝમ એ વ્યક્તિ દ્વારા કોન્સીયસ્લી કે અનકોન્સીયસ્લી યુઝ કરવામા આવતુ હોય છે. તેનો હેતુ પ્રોબ્લેમ વાળી સિચ્યુએશનને પોતાના કોન્સિયસ નેસ લેવલ થી દૂર કરી અને સિચ્યુએશન મા પોતાનુ પ્રોટેક્શન જાળવવાનો છે.

તે વ્યક્તિ માં એન્ઝાઇટી ની સિચ્યુએશન દરમિયાન તેનો ઇગો પ્રોટેક્ટ કરવા માટે અગત્યના છે પરંતુ તેમ કરવાથી વ્યક્તિ ને તે રિયાલિટી થી દૂર લાઇ જાય છે.

વ્યક્તિ ને નવી પરિસ્થિતિ સાથે એકજેસ્ટ થવામા મદદરૂપ થાય છે.

ડિફેન્સ મિકેનિઝમ એ વ્યક્તિ ને નિરાશા સામે રક્ષણ આપે છે તથા તેનામા કોન્ફલીકટ ઘટાડે છે.

તેનાથી વ્યક્તિ નું મેન્ટલ બેલેન્સ જળવાય રહે છે.

દુખ દાયક વિચારો થી પોતાનુ રક્ષણ કરી શકે છે તથા ભયજનક પરિસ્થિતિ સામે એડજેસ્ટ કરી શકે છે.

અનહેલ્ધી ડિફેન્સ મિકેનિઝમ નો વારંવાર ઉપયોગ કરવાથી તેને લાંબા સમયે નુકશાન થય છે અને માનસિક બીમારી પણ આવી શકે છે.

Que 1(b)Enlist classification of mental mechanism. 04 મેન્ટલ મિકેનિઝમ ના ક્લાસીફીકેશન ની યાદી બનાવો

ડિફેન્સ મિકેનિઝમ ના પ્રકારો નીચે મુજબના છે.

1. સાઇકોટિક.

તે ડિફેન્સ મિકેનિઝમ નુ એક સિવીયર પેથોલોજીકલ સ્વરૂપ છે. જેમા કોઈ પણ વ્યક્તિ એ બાહ્ય વાતાવરણ ની કોઈપણ રિયાલિટી  સામે કમ્પ્લીટલી અલગ રીતે વર્તે છે. વ્યકિત કોઈપણ પ્રકારના કોપિંગ મિકેનિઝમનો કે એડજેસ્ટમેન્ટ મિકેનિઝમ નો ઉપયોગ કરતો નથી.

આ ડિફેન્સ મિકેનિઝમ એ માનસિક બીમાર વ્યક્તિઓમા ખાસ કરીને જોવા મળે છે. નાના બાળકોમા આ ડિફેન્સ મિકેનિઝમ એ હેલ્ધી સ્વરૂપે પણ જોવા મળે છે.

ઉ. દા. ડીનાઇલ, ડિસ્ટોર્શન, ડિલ્યુઝનલ પ્રોજેક્શન વગેરે.

2. ઈમેચ્યોર ડિફેન્સ મિકેનિઝમ..

આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ અમુક વખતે એડલ્ટમા અને વધારે એડોલેશન્ટ એજની વ્યક્તિમા જોવા મળે છે. વ્યક્તિ જ્યારે કોઈપણ એન્ઝાઇટી કે સ્ટ્રેસની પરિસ્થિતિમા હોય ત્યારે આ મિકેનિઝમ મુજબ તેમાંથી બહાર નીકળવા માટે વ્યક્તિ એ રિયાલિટી ને એક્સેપ્ટ કરવાના બદલે ન સ્વીકારી શકાય તેવા રસ્તાઓનો ઉપયોગ કરે છે.

જે વ્યક્તિ આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમનો વધારે યુઝ કરતો હોય તે વ્યક્તિ ને સોશિયલી માલ એકજેસ્ટ વ્યક્તિ તરીકે પણ ઓળખી શકાય. આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો લાંબો સમય ઉપયોગ કરવાના લીધે વ્યક્તિમા સિરિયસલી પ્રોબ્લેમ જોવા મળી શકે છે. વ્યક્તિમા તેની કોપીંગ એબિલિટીને લગતા સિરિયસ પ્રોબ્લેમ જોવા મળી શકે છે. આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ ડિપ્રેશન તેમજ પર્સનાલિટી ડિસઓર્ડર વાળા વ્યક્તિઓ દ્વારા કોમનલી યુઝ કરવામા આવે છે.

ઉ. દા. ફેન્ટસી, પ્રોજેક્શન, હાઇપોકોન્ડ્રીયાસિસ, રીગ્રેશન વગેરે.

3. ન્યુરોટિક ડિફેન્સ મિકેનિઝમ.

આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ એડલ્ટ વ્યક્તિઓ દ્વારા યુઝ કરવામા આવે છે. જેમા કોઈપણ પરિસ્થિતિ સાથે કોપ કરવા માટે ટૂંકા ગાળાનો ફાયદો જોવામા આવે છે. પરંતુ આ પ્રકારના મિકેનિઝમ નો યુઝ કરવાથી લાંબા સમય ના નુકસાન તેમજ પ્રોબ્લેમ જોવા મળી શકે છે.

ઉ. દા. ડીસપ્લેસમેન્ટ, ડીસએસોસીયેશન, આયસોલેશન વગેરે..

4. મેચ્યોર ડિફેન્સ મિકેનિઝમ.

આ કોઈપણ પ્રકારના મેન્ટલી હેલ્ધી તેમજ ઈમોશનલી હેલ્ધી એડલ્ટ વ્યક્તિ દ્વારા વાપરવામા આવતા ડિફેન્સ મિકેનિઝમ છે. જેને મેચ્યોર મિકેનિઝમ તરીકે પણ ઓળખવામા આવે છે.

આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમનો ડેવલપમેન્ટ થતા ઘણો સમય લાગે છે પરંતુ તેનો ઉપયોગ ફાયદાકારક હોય છે.

ઉ. દા. ઈન્ટ્રોજેકશન, આયડેન્ટીફીકેશન, સપ્રેશન, સબલીમેશન વગેરે..

Que 1(c) Explain in detail on any one of the mental mechanism. 04 મેન્ટલ મિકેનિઝમ પૈકી ના ગમે તે એક વિષે વિગતવાર સમજાવો.

  • રેશનલાઈઝેશન..
  • જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ કાર્ય કરી શકતી નથી એના પરિણામે તે નિષ્ફળ જાય છે ત્યારે તે વ્યક્તિ બહાના આપે છે. આ સમયે વ્યક્તિ ખરુ રિઝન બતાવતી નથી અને તેને બદલે અન્ય લોકો દ્વારા સ્વીકારી શકાય તેવા સ્વરૂપમા તેને રજૂ કરે છે.
  • આમ કરી તે પોતે પોતાની જાતને બચાવવાના પ્રયત્નો કરે છે. સમાજ દ્વારા સ્વીકારવામા ન આવતા અને સમાજ દ્વારા યોગ્ય ન ગણાતા કારણોનો વ્યક્તિ ખુલાસો આપે છે.
  • જેમ કે કોઈ એક વિદ્યાર્થી પરીક્ષામા ફેઇલ જાય તો તેને ત્યાંનુ વાતાવરણ અનુકૂળ અભ્યાસ માટે નથી તેવુ કારણ બતાવે છે.
  • કોઈ એક કંપનીમા કાર્ય કરતો વ્યક્તિ પ્રમોશન નથી મેળવી શકતો તો પોતાના શેઠ કે માલિક દ્વારા પક્ષપાતની નીતિ પોતાના તરફ કરવામા આવે છે તેવુ કારણ બતાવે છે.
  • રેશનલાઈઝેશન ના ઉપયોગ દ્વારા વ્યક્તિ પોતાની નબળાઈઓ ઢાંકે છે અને નિષ્ફળ જવાના કારણોને સ્વીકારી શકાય તેવા સ્વરૂપમા રજૂ કરે છે.

Que 2 Answer for the following:-નીચેનાના જવાબ આપો

(a)Write the steps you will take to manage the aggressive patient. 06 એગ્રેશિવ પેશન્ટ ને મેનેજ કરવા માટે શુ પગલાં લેશો? તે લખો.

જ્યારે કોઈ પણ પેશન્ટ અગ્રેસીવ બિહેવીયર કરતુ હોય ત્યારે નર્સ તરીકે ખૂબ જ સાવચેતી દાખવવી જરૂરી હોય છે.

પેશન્ટ ના બિહેવીયર ને શાંતિ થી સ્વીકારવુ જોઈએ તેને કોઈ પણ પ્રકાર ની સ્ટીમ્યુલેશન આપવી જોઈએ નહીં.

આ વખતે ટીમ એપ્રોચ પણ જરૂરી હોય છે કારણ કે એગ્રેશન માં તેને પોતાને કોઈ પણ ઇજા ન થાય તે બાબત નું પણ ધ્યાન રાખવાનુ હોય છે.

પેશન્ટ સાથે વાતચિત દરમિયાન તેની સામે જ જોવુ જોઈએ તથા કોઈ પણ મૂવમેન્ટ કરવી જોઈએ નહી. તેની સાથે ધીમે અને શાંતિ થી વાત કરવી જોઈએ.

તેના એગ્રેશન અને ફિલિંગ વિષે ડાઇરેક્ટ કવેશન કરવો જોઈએ. તેની ફિલિંગ્સ ને બહાર લાવવા માટે ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવા જોઈએ.

જો પેશન્ટ નુ બિહેવીયર વધારે ડેન્જરિયસ હોય ટો તેને સેફટી પર્પઝ માંટે રીસટ્રેઇન પણ કરવામાં આવે છે.

તેની સાથે ના એસેસમેન્ટ દરમિયાન નર્સિંગ કેર માંટે નો પ્લાન કરવામાં આવે છે. જેમા તેની સેફટી, કમ્ફર્ટ તથા તેના બિહેવીયર મોડીફીકેશન માંટે નો એક્શન પ્લાન બનાવમાં આવે છે.

પેશન્ટ ના યુનિટ માંથી હાર્મફૂલ અને ઇન્જરી કરી શકે ટેવી તમામ આઈટમ્સ ને દૂર કરવી. પેશન્ટ ની સાથે કોઈ પણ એક જ લીડર એ વતચિત કરવી જોઈએ.

Que 2(b) Explain learning by trial and error method with example. 06 લર્નિંગ ની ટ્રાયલ અને એરર મેથડ ઉદાહરણ સાથે સમજાવો.

લર્નિંગ ની આ મેથડ એ અમેરિકાના સાયકોલોજીસ્ટ Edward lee thorndike એ આપેલી છે. તે જણાવે છે કે કોઈપણ વ્યક્તિ કે પ્રાણી એ ટ્રાયલ અને એરર મેથડથી કંઈક શીખે છે. તેના મત મુજબ લર્નિંગ એ ગ્રેજ્યુઅલી શીખી શકાય તેવો પ્રોસેસ છે. કોઈપણ વસ્તુ શીખવા માટે વારંવાર ટ્રાયલ કરવામા આવે તો એરર નુ પ્રમાણ ઘટે છે અને કોઈ પણ વસ્તુ સારી રીતે શીખી શકાય છે.

આથી આ થીયરી સમજવા માટે તેણે એક બિલાડી ઉપર પ્રયોગ કર્યો જેમા એક બિલાડીને એક બોક્સમા બંધ કરી રાખવામા આવે છે અને તેની સામે તે જોઈ શકે તેમ એક બ્રેડ નો ટુકડો મુકવામા આવે છે. બિલાડી જે જગ્યાએ બંધ છે ત્યા ઘડી લોક એન્ડ કી સિસ્ટમ છે. તેમા કોઈ પણ કી ઉપર પ્રેસ કરવામા આવે તો તેના લીધે દરવાજો ખોલી અને ફૂડ સુધી પહોંચી શકાય એમ હોય છે. બિલાડી ઘણી વાર દરેક કી ઉપર પ્રેસ કરી દરવાજો ખોલવા માટેના પ્રયત્નો કરે છે, પરંતુ એરર જોવા મળે છે. બિલાડીના વારંવાર પ્રયત્ન ના લીધે આખરે એક કી ઉપર પ્રેસ કરવાના કારણે દરવાજો ખુલે છે અને બિલાડી તે ફૂડ મેળવી શકે છે.

આ એક્સપેરિમેન્ટ દ્વારા જાણી શકાય છે કે વારંવાર કોઈ પણ વસ્તુની ટ્રાયલ કરવામા આવે તો એરર નુ પ્રમાણ ઘટી અને શૂન્ય થઈ શકે છે. વ્યક્તિમા પણ આ મેથડ દ્વારા કોઈપણ વસ્તુ નવી શીખી શકાય છે. જેમ કે સ્વિમિંગ, સાયકલિંગ વગેરે ..

બાળકોમા ખાસ કરીને આ મેથડ દ્વારા ચાલવુ, બેસવુ, ઊભા રહેવુ, દોડવુ વગેરે એક્ટિવિટી એ વારંવાર પ્રયત્ન કરવાથી જ શીખી શકે છે.
આ મેથડ નો ગેરફાયદો એ છે કે વારંવાર ટ્રાયલ કરવામા સમયનો ઘણો વ્યય થાય છે.

Que .3 Write ANY THREE of the following:-નીચેનામાંથી કીઇપણ ત્રણ વિષે લખો 12

(a)The Abraham Maslow’s theory of motivation. અબ્રાહમ મશ્લો ની મોટિવેશનલ થીયરી લખો.

અબ્રાહમ માસલોએ 1908 થી 1970 ના ગાળા દરમિયાન એક હ્યુમન મોટીવેશનલ થિયરી આપેલી છે જે મુજબ માણસનુ બિહેવિયર ક્રિએટિવ હોય છે. તે સેલ્ફ મોટીવેટ હોય છે. દરેક સજીવ પોતાની બેઝિક નીડ પૂર્ણ કરવા તરફ પ્રેરાય છે.

આ થિયરી મુજબ દરેક નીડને એક ચેન ના સ્વરૂપમા દર્શાવવામા આવી છે.  જેમા સૌથી નીચેના ભાગે સૌથી જરૂરી નીડ દર્શાવવામા આવી છે. નીડનુ એક લેવલ પૂરુ થતા વ્યક્તિ આગળના લેવલ તરફ નીડ પૂરી કરવા તરફ મોટીવેટ થાય છે.

આ હારહારકીના નીચેના ભાગે બાયોલોજીકલ નીડ બતાવવામા આવી છે.  જે નીડ મા હંગર, થ્રસ્ટ, એઇર, સ્લીપ, સેક્સ્યુઅલ ડિઝાયર વગેરે ફૂલફીલ થાય તે પછી વ્યક્તિ તેના નેક્સ્ટ નીડ સેફટી એન્ડ સિક્યુરિટી તરફ મોટીવેટ થાય છે.

જેમ જેમ નીચેના લેવલથી નીડ સંતોષાય જાય છે તેમ તેમ વ્યક્તિ આગળના લેવલ એટલે કે સેલ્ફ એકચ્યુલાઇઝેશન તરફ મુવ થતો જાય છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ આ હારહારકી ના ટોપ પર પહોંચે છે ત્યારે જોવા મળે છે કે તે વ્યક્તિ એ સારી રીતે બાયોલોજીકલ નીડ પૂરી કરી છે, તે સેફ ફિલ કરે છે. લવ અને એટેચમેન્ટની ફિલિંગ પૂરી છે, ત્યારબાદ તે પોતાના હાઈએસ્ટ લેવલની નીડ પૂરી કરવા માટે સેલ્ફ એક્ચ્યુલીાઈઝેશન તરફ જાય છે.

સેલ્ફ એક્ચ્યુલાઇઝ  વ્યક્તિએ પોતાની જાતથી અવેર હોય છે, અને પોતાની જાત ને સ્વીકારે છે. ક્રિએટિવ હોય છે તથા નવા અને તાત્કાલિક આવતા ચેંજને સ્વીકારવા માટે નુ પોઝિટિવ વર્તન ધરાવે છે.

માસ લો દ્વારા 1943 થી 1954 દરમિયાન જ્યારે આ મોડેલ ડેવલપ કરવામા આવ્યું હતુ ત્યારે આ મોડલમા પાચ નીડ નો સમાવેશ કરવામા આવ્યો હતો. પરંતુ 1970 થી 1990 ના સમયગાળા દરમિયાન કોગ્નિટિવ નીડ, એસ્થેટિક નીડ, ટ્રાન્સકોન્ડનસ નીડ નો સમાવેશ કરવામા આવેલ હતો. હાલમા માસલો હારહારકી મોડલ મા આઠ નીડ નો સમાવેશ થયેલો છે. 

કોગ્નિટિવ નીડ..

આ નીડ મુજબ વ્યક્તિએ તેની ઇન્ટેલિજન્સીનુ લેવલ વધારવુ જરૂરી છે. જેથી તે નોલેજેબલ બની શકે આ નીડ મુજબ વ્યક્તિ નવુ શીખે છે, નવુ એક્સપ્લોર કરી શકે છે અને બેટર અન્ડરસ્ટેન્ડિંગ તેની આજુબાજુ એ ડેવલપ કરી શકે છે.

એસ્થેટિક નીડ..

આ નીડ મુજબ વ્યક્તિ વાતાવરણમા સુંદરતાનો અનુભવ કરી શકે છે તથા નેચર મા સારી વસ્તુઓની ફીલિંગ માણી શકે છે.

સેલ્ફ ટ્રાન્સસેન્ડન્સ નીડ..

માસલો હારહારકી મા સૌથી ઉપરના ભાગે આ નીડ નો સમાવેશ કરવામા આવે છે તે સ્પીરીચ્યુઅલ નીડ તરીકે વર્તે છે. જે બીજાઓને પોતાની નીડ ફિલફુલ કરવા માટે કાર્ય કરે છે

Que 3(b) Error in perception. પર્સેપશન માં થતી ભૂલો.

પર્સેપ્સન એટલે કે આપણા સેન્સ ઓર્ગનસ દ્વારા બહાર ના વાતાવરણ ની કોઈ પણ સવેદના ને ગ્રહણ કરી તેનુ યોગ્ય અર્થઘટન કરવુ. આ પ્રોસેસ માં અમુક એરર જોવા મળે છે જે નીચે મુજબ ની છે.

Hallucination –હેલ્યુસીનેશન…

આ એક પ્રકારનો પર્સેપ્શન નો ડિસઓર્ડર છે. જેમા કોઈપણ વ્યક્તિને બાહ્ય વાતાવરણમા કોઈપણ પ્રકારના સ્ટીમ્યુલેશન ન હોવા છતા પણ તેને તેનુ પરસેપ્શન થાય છે. દાખલા તરીકે કોઈ પણ પ્રકારના અવાજ સંભળાતા હોય એને ઓડિટરી હેલ્યુસીનેશન કહેવામા આવે છે. રિયાલિટીમા બાહ્ય વાતાવરણમા કોઈ અવાજ હોતા નથી.

ઇલ્યુઝન..

ઇલ્યુઝન ને રોંગ પર્સેપ્શન તરીકે ઓળખવામા આવે છે.

જેમા વ્યક્તિ બાહ્ય વાતાવરણ મા કોઈ સ્ટીમ્યુલેશન મેળવે છે તેને તેના બદલે તેના જેવુ જ કંઈક બીજુ ઇન્ટરપ્રિટેશન થાય છે. નોર્મલ વ્યક્તિઓ ને પણ ક્યારેક જોવા મળે છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટમા સ્ટીમ્યુલેશન હોય છે પરંતુ વ્યક્તિ તે તેને ખોટી રીતે પર્સીવ કરે છે. દાખલા તરીકે અંધારામા દોરડાને સાપ સમજવો.

Que 3(c) Factors affecting attention. એટેન્શન પર અસર કરતા પરિબળો લખો.

એટેન્શનને અસર કરતા પરિબળો નીચે મુજબના છે.

1. હેલ્થ ફેક્ટર.

કોઈપણ પ્રકારના હેલ્થને લગતા પ્રોબ્લેમ હશે તો વ્યક્તિ તેનુ એટેન્શન પ્રોપર જાળવી શકતો નથી. જેમ કે કોઈપણ વ્યક્તિને જોવામા તકલીફ હોય, કોઈ ફિઝિકલ ઇલનેશ હોય, સાંભળવામા તકલીફ હોય તો આવા હેલ્થ ઇશ્યુના કારણે વ્યક્તિનુ એટેન્શન પ્રોપર હોતુ નથી.

2. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ.

કોઈપણ વસ્તુ પર કે પરિસ્થિતિ પર એટેન્શન યોગ્ય રીતે આપવા માટે સારુ એન્વાયરમેન્ટ હોવુ જરૂરી છે.  એન્વાયરમેન્ટ જેમા કોઈ આજુબાજુના વાતાવરણમા અવાજ હોય, લાઈટ વધારે કે ઓછા પ્રમાણમા આવતી હોય, બહારનુ વાતાવરણ ખૂબ જ ઠંડુ કે ખૂબ જ ગરમ હોય તો વ્યક્તિ સારી રીતે અટેન્શન આપી શકતો નથી.

3. અધર એક્સટર્નલ ફેક્ટર્સ.

એટેન્શન ને અસર કરતા ફેક્ટર મા કોઈપણ સ્ટીમ્યુલાઈનો નેચર એટલે કે તે બીજાની સરખામણીમા કોઈ વધારે અસરકારક સ્ટીમ્યુલેશન ઉત્પન્ન કરતુ હોય તો તે વધારે ધ્યાન આકર્ષે છે. સાઈઝ અને કલર ઓફ ધ સ્ટીમ્યુલેશન એ પણ ખૂબ જ અગત્યનુ એટેન્શન પર અસર કરતુ પરિબળ છે.

કોઈપણ વસ્તુ સ્થિર હોય તેના કરતા હલનચલન કરતી વસ્તુ વધારે જલ્દીથી ધ્યાન આકર્ષે છે.

કોઈપણ સ્ટીમ્યુલાઈ નુ વારંવાર રિપીટેશન થાય તો તેના તરફ ધ્યાન વધારે જલ્દીથી આકર્ષાય છે અને સ્ટીમ્યુલેશન નો ડ્યુરેશન પણ એટેન્શન ને અસર કરતા ખૂબ જ અગત્યનુ ફેકટર છે.

4. ઇન્ટર્નલ ફેક્ટર.

એટેન્શન માટે વ્યક્તિની અંદરના સાયકોલોજીકલ ફેક્ટર્સ એ પણ ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે. જેમા ઇન્ટ્રેસ્ટ, હેબિટ, લાઇક્સ, ડીસલાઇક્સ, પાસ્ટ એક્સપિરિયન્સ, ઈમોશન આ બધા જ ફેક્ટર એ કોઈપણ બાબત પર એટેન્શન જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યના છે. જો આ બધા પોઝિટિવ કાર્ય કરતા હોય તો એટેન્શન લાંબો સમય સુધી જાળવી શકાય છે. પરંતુ જો આ બાબત નેગેટિવલી ઇફેક્ટ કરતી હોય તો એટેન્શન લાંબો સમય સુધી જાળવી શકાતુ નથી.

Que 3(d) Sources of Frustration. હતાશા ના ઉદ્ભવ સ્થાનો લખો.

ફસ્ટ્રેશન ના ઉદ્ભવ ના કારણો નીચે મુજબ ના છે. 

પર્સનલ ઈનએડિકન્સીસ..

વ્યક્તિ પોતે કોઈપણ જરૂરિયાત મેળવવા માટે ગોલ સેટ કરે છે. આ ગોલ જ્યારે પર્સનલ ખામીઓના કારણે પૂરો થતો નથી અથવા પહોંચી વાળાતુ  નથી ત્યારે સહેલાઈથી ફસ્ટ્રેશન ઉદ્ભવે છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ ફિઝિકલી હેન્ડીકેપડ હોય તો ત્યારે આ ખામીના કારણે તે અમુક ડિઝાયરેબલ ગોલ પૂરા કરી શકતા નથી અને તેના કારણે ફર્સ્ટ્રેશન અનુભવાય છે.

2. ઇન્ટર્નલ સોર્સીસ… 

જ્યારે વ્યક્તિ પોતાની આંતરિક ખામીઓ ના કારણે કોઈ ચોક્કસ ગોલ કે કાર્ય પૂરુ કરી શકતા નથી ત્યારે ફર્સ્ટ્રેશન આવે છે. જેમ કે લેક ઓફ કોન્ફિડન્સ,  ફિયર કે એન્ઝાઈટીના લીધે કોઈપણ ગોલ ઍચિવ ન કરી શકાણો હોય તો એના કારણે પણ ફસ્ટ્રેશન ઉદભવે છે.

બોડી નુ ઇન્ટર્નલ મિકેનિઝમ એ ડિઝાયરેબલ ગોલ પૂરો કરવા માટે કેપેબલ ન હોય ત્યારે આ પ્રકારના ફર્સ્ટ્રેશન ઉત્પન્ન થાય છે.

3. એક્સટર્નલ સોર્સ..

એક્સટર્નલ સોર્સીસ એ કોઈપણ કાર્ય પૂરુ કરવા માટે જ્યારે અડચણરૂપ બને ત્યારે વ્યક્તિમા ફર્સ્ટ્રેશનની લાગણી જોવા મળે છે. જેમકે ફિઝિકલ કન્ડિશન,  વરસાદ, ટ્રાફિક, ભૂકંપ, ઘોંઘાટ વગેરે જેવા બાહ્ય પરિબળો એ કોઈપણ કાર્ય પૂરુ કરવામા જ્યારે અડચણરૂપ બને છે ત્યારે ફર્સ્ટ્રેશન આવે છે. આ પરિબળોના લીધે ફર્સ્ટ્રેશન આવવાનુ મુખ્ય કામ મુખ્ય કારણ ટાઈમ મેનેજમેન્ટ એ યોગ્ય સમયમા થઈ શકતો નથી. જેના લીધે ડિઝાયરેબલ  ગોલ પૂરો કરી શકાતો નથી. આ એક્સટર્નલ સોર્સીસ માટે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ખૂબ જ જવાબદાર હોય છે.

4. કોન્ફ્લિકટ ના કારણે પણ ફર્સ્ટ્રેશન આવે છે.

જેમ કે જ્યારે કોઈપણ વ્યક્તિએ કોઈ ગોલ સેટ કરેલો હોય અને તે ગોલ માટે કોઈપણ મોટીવેશન કાર્ય કરતુ હોય છે. આ મોટીવેશનમા જ્યારે કોઈ પણ બીજી મોટીવેશન ભડે છે ત્યારે વ્યક્તિને કોનફ્લીક્ટ સર્જાય છે અને આ કોનફ્લેક્ટ ના કારણે ફર્સ્ટ્રેશન આવે છે.

Que 4 A.Answer the following:- નીચેનાના જવાબ આપો

(a) What is Population explosion? પોપ્યુલેશન એક્ષપ્લોઝન એટલે શું? 02

પોપ્યુલેશન એક્સપ્લોસન એટલે કે વસ્તીમા જોવા મળતો ખૂબ જ ઝડપથી વધારો. જેમા ભારતમા વર્ષ 2000 ની સરખામણી કરવામા આવે તો તેની સરખામણીમા હાલમા ખૂબ જ વસ્તીમા વધારો જોવા મળેલ છે.

ભારત એ વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઝડપથી વિકાસ અને વૃદ્ધિ પામતો દેશ છે અને તે અમુક વર્ષોમા દુનિયાનો સૌથી વર્ષ વધારે વસ્તી ધરાવતો દેશ બની શકે તેમ છે. હાલ મા તે દુનિયાનો સૌથી વધારે વસતિ ધરાવતો દેશ છે. આ વસ્તી વધારાના કારણોમા નીચે મુજબના કારણોનો સમાવેશ થાય છે.

ભારતમા લોકોમા સૌથી ઊંચુ જન્મનુ પ્રમાણ એટલે કે બર્થ રેટ છે. જેના કારણે વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે.
જન્મદર ની સરખામણીમા મૃત્યુ દર ઓછો હોવાના કારણે પણ વસ્તીમા ખૂબ જ ઝડપથી વધારો થાય છે.
ભારતમા ખૂબ જ નાની વયમા ઘણી કોમ્યુનિટીમા લગ્ન કરી દેવામા આવે છે. તેના કારણે પણ બાળકોની સંખ્યા વધારે હોય છે અને વસ્તી વધારો જોવા મળે છે.

બાળ વિવાહ, વિધવા વિવાહ અને ફીમેલ ની લાંબા સમય સુધીની ફર્ટીલીટી ના કારણે વસ્તી વધારો ખૂબ જ ઝડપથી જોવા મળે છે.
ભારતમા લોવર સોસ્યો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિઓનો સમૂહ વધારે છે. તેઓ ફેમિલી પ્લાનિંગની કોઈપણ મેથડ વિશે જાણતા નથી, તેઓમા મનોરંજન સગવડતાઓનો અભાવ જોવાના કારણે આ લોકોમા વસ્તી વધારો એ મહત્વનુ કારણ બની રહે છે.

આ વસ્તી વધારો ના કારણે દેશની ઇકોનોમી પર અને વ્યક્તિની ઇકોનોમી પર ખૂબ જ માઠી અસર પડે છે.
જેમ કે રોજગારી ન મળવી નોકરી ધંધાઓ નો વિકાસ ઓછો થવો, મેડિકલ સારવાર સગવડતા વાળી ન મળવી, ઓવર ક્રાઉડેડ અને ઓવર પોપ્યુલેશન વાળી જગ્યાઓમા રહેવુ, હેલ્થ ઉપર પણ ઘણી નુકસાનકારક અસરોના લીધે જોવા મળે છે. આ તમામ તકલીફો ના કારણે વ્યક્તિ તથા દેશનો ઇકોનોમિકલ બર્ડન વધે છે અને ઇકોનોમી નીચે જાય છે.

Que 4(b) Enlist difference between primary group and secondary group. પ્રાઇમરી અને સેકન્ડરી ગ્રુપ વચ્ચે ના તફાવત ની યાદી બનાવો. 04

( અહી સગવડતા ખાતર તફાવત ની જેમ આપેલ નથી પરંતુ પરીક્ષા મા વિધ્યાર્થી એ આ પ્રશ્ન તફાવત ના સ્વરૂપ મા જ લખવો)

પ્રાઇમરી ગ્રુપ નાની સાઈઝનુ હોય છે જ્યારે સેકન્ડરી ગ્રુપ મોટી સાઇઝનુ હોય છે.
તે નાના એરિયામા વિસ્તરેલુ હોય છે. તે ખૂબ મોટા એરિયામા વિકાસ પામેલુ હોય છે.
તેમની વચ્ચે ક્લોઝ રિલેશનશિપ હોય છે. તેની વચ્ચે દૂરના સંબંધો હોય છે ક્લોઝ રિલેશનશિપ હોતી નથી.

આ ગ્રુપના સભ્યો કાયમી સંકળાયેલા હોય છે. જ્યારે આ ગ્રુપના સભ્યોએ એ અમુક સમય સાથે હોય છે.
આ ગ્રુપના સભ્યો હેતુ પૂરતા જ સંબંધો રાખતા નથી. જ્યારે આ ગ્રુપના સંબંધો હેતુ પૂરતા મર્યાદિત હોય છે.
આ ગ્રુપ એ બ્લડ રિલેશનના વ્યક્તિઓ દ્વારા બનતુ હોય છે. જ્યારે આ ગ્રુપ એ બનવા માટે બ્લડ રિલેશન ની જરૂરિયાત હોતી નથી.

પ્રાઇમરી ગ્રુપ એ માનવ સમાજની રચના થી ચાલતુ આવે છે. જ્યારે સેકન્ડરી ગ્રુપ એ હમણા હમણા થી બનેલુ છે અને હેતુ માટે જ બનેલુ ગ્રુપ હોય છે.
પ્રાઇમરી ગ્રુપ એ યુનિવર્સલ છે. જ્યારે સેકન્ડરી ગ્રુપ એ યુનિવર્સલ ગ્રુપ નથી.
પ્રાઇમરી ગ્રુપના સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ફીલિંગ હોય છે અને તે ઓ વચ્ચે ઇન્ટર્નલ કંટ્રોલ પણ હોય છે જ્યારે સેકન્ડરી ગ્રુપના સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ફીલીગ હોતી નથી અને એક્સટર્નલ કંટ્રોલ ધરાવતુ હોય છે.
પ્રાઈમરી ગ્રુપના સભ્યો એકબીજાથી ખૂબ જ પરિચિત હોય છે દાખલા તરીકે ફેમિલી. સેકન્ડરી ગ્રુપના સભ્યો એકબીજાથી પરિચિત હોતા નથી દાખલા તરીકે ક્લબમા મળતા મેમ્બર્સ.

Que 4(c) List out social problems and explain any one in detail. સામાજિક સમસ્યા ની યાદી બનાવો અને ગમે તે એક વિષે લખો. 06

સોશિયલ પ્રોબ્લેમ્સ એ કોમ્પ્લેક્સ હોય છે અને તે કોઈ પણ એક કારણ ઉપર આધારિત હોતા નથી. સોશિયલ પ્રોબ્લેમ પાછળ ઘણા ફેક્ટર્સ અસર કરતા હોય છે.
સોશિયલ પ્રોબ્લેમ્સ એકબીજા સાથે સંકલિત પણ હોય છે આ સોશિયલ પ્રોબ્લેમ્સ ને દૂર કરવા માટે તેના બેઝિક કારણો સમજી કે દૂર કરવા જરૂરી હોય છે.

સામાજિક સમસ્યાઓ ની યાદી નીચે મુજબ છે.

પોવર્ટી એટલે કે ગરીબી
પ્રોસ્ટિટ્યૂશન

ક્રાઈમ

ડ્રગ એડીક્શન

ડાઉરી સિસ્ટમ એટલે કે દહેજ પ્રથા

આલ્કોહોલિઝમ

ડેલિકવંસી એટલે કે બાળ ગુનેગારી
હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન

ચાઈલ્ડ એબ્યુઝ

પોપ્યુલેશન એક્સપ્લોઝ વગેરે સામાજિક સમસ્યાઓ હાલના સમયમા જોવા મળે છે.

ભારતના બંધારણમા સ્ત્રી અને પુરુષને સમાન ગણવામા આવેલ હોવા છતા પણ સામાજિક દ્રષ્ટિએ હજી પણ સ્ત્રીને પુરુષ જેટલો દરજ્જો આપવામા આવેલ નથી. તેના હક અને અધિકારો તેમને મળવા યોગ્ય પ્રમાણમા મળેલ નથી. 

હાલમા મહિલાઓ સાથે સામાજિક ભેદભાવના લીધે ઘણા ગુનાહ જોવા મળેલ છે. જેમા અગત્યના અપરાધોમા રેપ, દહેજ પ્રથા, કિડનેપિંગ,  પ્રોસ્ટિટ્યુશન આ તમામ બાબતોને લગતા ગુનાહ  ભારતમા મહિલાઓ સામે જોવા મળે છે. આ ઉપરાંત લગ્ન પછી મહિલાઓને અમુક અલગ ધર્મ પાળવાની પણ ફરજિયાત પણે ફોર્સ કરવામા આવે છે.

મહિલાઓ સાથે જો તેના ગર્ભમા સ્ત્રી બાળક હશે તો ગર્ભપાત ફરજિયાત કરાવડાવા માટે પણ દબાણ કરવામા આવે છે.

મહિલાઓને નોકરી કરવા જ તેમની રોજગારીના ક્ષેત્રમા શારીરિક તેમજ માનસિક ત્રાસ તેમજ તેનુ શોષણ એ પણ ખૂબ અગત્ય નો અપરાધ જોવા મળે છે.

હાલના સમાજમા હજી પણ મહિલા તેમજ સ્ત્રીઓ, બાળકોને પૂરતુ શિક્ષણ ન આપવુ તેમ જ તેને ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ, ખોરાક, ન્યુટ્રીશન તેમજ પોતાની હાઇજેનિક નીડ પૂરતી ન મળે તેવા બનાવો પણ સમાજમા જોવા મળે છે.

ઉપરોક્ત તમામ મહિલા સામેના ગુનાહો એ લોવર કાસ્ટ તેમજ લોવર સોસ્યોઇકોનોમિકલ બેક ગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિઓમા વધારે જોવા મળે છે કારણ કે ત્યા પુરુષ પ્રધાન સમાજ વધારે વસે છે અને લીટ્રસી નું ધોરણ ઑછુ જોવા મળે છે. 

હાલના આધુનિક યુગમા મહિલાઓને ઘણા ક્ષેત્રમા ઈમ્પોર્ટન્સ આપવામા આવે છે તેમ જ પુરુષ સમોવડી પણ ગણવામા આવે છે અને તેની કાબિલિયત ના લીધે મહિલાઓ આજે ઘણા ક્ષેત્રોમા સારી પોઝીશન અને પોસ્ટ પર કાર્ય પણ કરે છે.

Que 5(a) Discuss the importance of sociology in nursing. સોસિયોલોજી ના નર્સિંગ માં મહત્વ ની ચર્ચા કરો.   05

સોસાયટી તથા સોસાયટીમા રહેતા લોકોના સાયન્ટિફિક સ્ટડી માટે ખૂબ જ અગત્યની બ્રાન્ચ છે.

નર્સિંગ પ્રોફેશનમા પેશન્ટ, પેશન્ટની સારવાર તથા હોસ્પિટલ અને હેલ્થ કેર ટીમને લગતા ઘણા મુદ્દાઓ માટે સોશિયોલોજીના અભ્યાસનુ મહત્વ ખૂબ જ રહેલુ  છે.

પેશન્ટ ના કલ્ચરને અને તેની સોશિયલ લાઈફને સમજવામા સોશિયોલોજી એ હોસ્પિટલ સ્ટાફને ખૂબ જ મહત્વનુ છે.

સોસાયોલોજીના અભ્યાસ દ્વારા અલગ અલગ લોકોના અલગ અલગ ધર્મો અને તેની કાસ્ટ અને કોમ્યુનિટી વિશે વિવિધતા જાણવા મળે છે.

પેશન્ટની સારવાર દરમિયાન તેને લગતા રીતરિવાજો અમુક માન્યતાઓ વગેરેને સારવાર દરમિયાન ધ્યાનમા રાખી સારવાર પૂરી પાડી શકાય છે.

સોશિયોલોજીના અભ્યાસ દ્વારા વ્યક્તિઓ વચ્ચે કોઑપરેશન તેમજ ટીમની ભાવના જળવાઈ રહે છે. નર્સ તરીકે હોસ્પિટલમા પેશન્ટ સાથે કામ કરતી વખતે સોશિયોલોજીના અભ્યાસ દ્વારા ટીમ સ્પિરિટ અને કોઓપરેશન મેળવી શકાય છે.

સોશિયોલોજીના અભ્યાસ દ્વારા પેશન્ટની ટ્રીટમેન્ટ, તેની રિકવરી તેમજ તેને અપાતી અલગ અલગ પ્રકારની નર્સિંગ કેર મા પણ સોશિયલ રિલેશનશિપ સારી રીતે જાળવી શકાય છે અને દર્દીનો કોન્ફિડન્સ જીતી શકાય છે.

કોમ્યુનિટીમા કામ કરતી વખતે સોશ્યોલોજીના અભ્યાસ દ્વારા કોમ્યુનિટી,  અને ત્યા રહેતા લોકો ના કલ્ચર અને તેના નોલેજ વિશે માહિતી મેળવવાથી તેની સાથે પ્રિવેન્ટીવ સર્વિસીસ મા પણ સોશ્યોલોજીનુ ખૂબ જ મહત્વ રહેલુ છે.

સોશિયોલોજીના અલગ અલગ બ્રાન્ચ ના વિકાસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ,  પબ્લિક હેલ્થ નર્સિંગ જેવા અલગ અલગ નર્સિંગ ના આસ્પેકટ મા પણ સોશ્યોલોજીનુ ખૂબ મહત્વ રહેલુ છે.

સોસીયોલોજી ના અભ્યાસ દ્વારા ટ્રીટમેન્ટ દરમિયાન ઊભા થતા સોશિયલ પ્રોબ્લેમ્સ ને સમજી અને તેનુ સમાધાન કરી શકાય છે જેથી સારી ટ્રીટમેન્ટ દર્દીને આપી શકાય છે.

આમ સોસીયોલોજી ના અભ્યાસ દ્વારા ઉચ્ચ ગુણવત્તા સભર પેશન્ટ કેર આપી શકાય તેમજ પેશન્ટ નુ પાર્ટિસિપેશન પણ યોગ્ય મેળવી શકાય છે.

Que 5(b) Write down basic needs of family. કુટુંબ ની બેઝિક જરૂરીયાતો લખો. 03

કુટુંબ બ્લડ રિલેશનશિપ ધરાવતા વ્યક્તિઓ સાથે રહેવાથી બને છે. કુટુંબમા દરેક વ્યક્તિઓની જરૂરિયાત હોય છે. ફેમિલીમા દરેકની નિડ સંતોષાવી ખૂબ જ જરૂરી હોય છે. કુટુંબની બેઝિક જરૂરિયાતો નીચે મુજબ છે.

કુટુંબની પાયાની જરૂરિયાતોમા રીપ્રોડક્શન એટલે કે પ્રજનન ખૂબ જ જરૂરી હોય છે જે મધર ફાધર દ્વારા પોતાનુ નામ અને કુટુંબનો વારસો આગળ વધારવા માટે પોતા ને ઓલ્ડ એજ મા સપોર્ટ મળી રહે તે માટે રીપ્રોડક્શનના ફંકશન દ્વારા તે બાળકો ઉત્પન્ન કરે છે અને આ નીડ સંતોષાવી ખૂબ જ જરૂરી હોય છે.

કુટુંબમા વ્યક્તિઓની સેકસ્યુઅલ સેટિસફેક્શન માટેની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. સેક્સ્યુઅલ ફંકશન દ્વારા આ ઈચ્છાઓ અને સંતોષાવી પણ ખૂબ જ જરૂરી હોય છે.
ઇકોનોમિકલ નીડ એ પણ કુટુંબની બેઝિક અને પાયાની જરૂરિયાત છે જેમા પહેલાના સમય મા ઘરના પુરુષો એ બહાર કામ કરી અને ઇકોનોમીકલ જરૂરિયાતો પૂરી કરે છે જ્યારે સ્ત્રીઓએ ઘરની અંદર ની વ્યવસ્થા સાચવે છે.

ઈમોશનલ નીડ એ પણ કુટુંબમા રહેતા દરેક વ્યક્તિઓ દ્વારા સંતોશાવી એ ખૂબ જ જરૂરી હોય છે. જેમા સુખ દુઃખ, લવ, અફેક્શન, ફેમિલી મેમ્બર વચ્ચે જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી હોય છે.
આ ઉપરાંત ફિઝિકલ નીડ, ઇન્ટેલેક્યુઅલ નીડ, સ્પીરીચ્યુલ નીડ અને સેફટી એ પણ ખૂબ જ જરૂરી હોય છે.

Que 5(c) Write the functions of family. 04

કુટુંબ ના કર્યો લખો.

  ફેમિલીના મહત્વના કાર્યોને એસેન્સીયલ અને નોન એસેન્સીયલ એમ બે ભાગમા  વિભાજિત કરવામા આવે છે.

એસેન્સીયલ ફંકશન્સ ઓફ ધ ફેમીલી..

       જેમા પુરુષ અને સ્ત્રીના મેરેજ થયા પછી સેક્સ્યુઅલ રિલેશનશિપ અને સેક્સ ડીઝાયર નુ સેટિસફાઇ થવુ  એ મુખ્ય ફંક્શન છે.

       ફેમિલીમા સેક્સ્યુઅલ રિલેશન થી પોતાના બાળકો ઉત્પન્ન કરવા એ કાર્ય છે તથા આ બાળકોનુ ફેમિલી મેમ્બર દ્વારા ઉછેર યોગ્ય રીતે કરવો એ મુખ્ય કાર્ય છે.

     ફેમિલીમા દરેક સભ્યોને પોતાનુ ઘર પૂરુ પાડવુ એ મુખ્ય કાર્ય ફેમિલી મેમ્બરના હેડનુ છે દરેક સભ્યોએ ઘરમા સલામત અને શાંતિથી રહેતા હોય એ ફેમિલી નુ મુખ્ય ફંક્શન છે.

ફેમિલીમા રહેતા દરેક સભ્યો એ પરસ્પર સોશિયલાઈઝેશનની ભાવનાથી રહે, દરેક એકબીજાના મોરલ અને સોશિયલ વેલ્યુને સમજે દરેક વચ્ચે લવ અને અફેકશન યોગ્ય રીતે જળવાઈ રહે એ ફેમિલી નુ એસેન્સીયલ ફંક્શન છે.

નોન એસએનસીયલ ફંકશન ઓફ ધ ફેમિલી..

ફેમિલીમા દરેક વ્યક્તિઓને પોતાનુ સ્ટેટસ અને તેની ફેમિલીમા યોગ્ય પોઝીશન હોવી જરૂરી છે. જેથી તે પોતાની લાઈફ રિસ્પેક્ટ ફૂલી જીવી શકે અને તે સામાજિક ઓળખ માટેનો એક માધ્યમ પણ છે.

ફેમિલી નુ ઇકોનોમિકલ ફંકશન એ ખૂબ જરૂરી છે. જેમા દરેક સભ્યોએ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કરવુ તથા ફેમિલીમા રહેતા દરેક વ્યક્તિઓની જરૂરિયાત પૂરી કરવી એ ખૂબ અગત્યનુ ફંક્શન છે.

ફેમિલી મેમ્બર્સ અને તેના બાળકો માટે એજ્યુકેશનલ ફંકશન એ પણ ખૂબ જ જરૂરી છે. સમાજમા રહેવા, ગ્રો થવા અને કંઈક શીખવા માટે દરેકને એજ્યુકેશન મળવુ એ ખૂબ જ જરૂરી અને કમ્પલસરી છે.

ફેમિલીમા દરેક સભ્યોનુ હેલ્થ અને મેડિકલ સ્ટેટસ જાળવવુ એ પણ ખૂબ અગત્યનુ ફંક્શન છે. જેમા માંદગી ના સમય દરમિયાન ફેમિલી મેમ્બરને સારવાર કરાવડાવી તેમજ તેનુ આરોગ્ય સારુ રહે તે માટે ફેમિલી મેમ્બર નુ આરોગ્ય લક્ષી ફંક્શન ખૂબ જ જરૂરી છે.

ફેમિલીમા રહેતા દરેક સભ્યોની રીક્રીએશનલ નીડ પૂરી થવી જરૂરી છે. જેથી ફેમિલીમા માસ મીડિયા, ટેલિવિઝન કે અન્ય રીક્રિએશનલ ટૂલ નો ઉપયોગ કરી રીક્રિએશનલ એક્ટિવિટી કરવી જરૂરી છે. બાળકોને રીક્રીએશન માટે ટોયઝ તેને ગમતી વસ્તુઓ અને એક્ટિવિટી ફેમિલી મેમ્બર દ્વારા પૂરી થવી જરૂરી છે.

ફેમિલી દ્વારા તેની એક પેઢીમાંથી બીજી પેઢીમા રિલિજિયસ અને કલ્ચરના ટ્રાન્સમિશન થવુ જરૂરી છે. જેમા તે કલ્ચર, રિલિજિયસ અને તમામ સિદ્ધાંતો એક પેઢીમાંથી બીજી પેઢીમા ટ્રાન્સફર કરે છે. 

આ ઉપરાંત દરેક ફેમિલી મેમ્બરને પોતાનુ હેલ્થ અને હાઈજિન જાળવવા માટે સગવડતાઓ પૂરી પાડવી તેમજ તેના સારા અને ન્યુટ્રીટીવ ખોરાક માટેની જરૂરીયાતો પૂરી થવી જરૂરી છે.

Que 6(a) State whether following statement are true or false. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં. તે લખો.

a. High class family does not required health education. ઉચ્ચવર્ગના કુટુંબ ને હેલ્થ એજયુકેશનની જરુર નથી. ❌

b. Sociology is a study of group or society. સોસયોલાજી એ ગૃપ અથવા સમાજનો અભ્યાસ છે. ✅

c. Family is not a fundamental unit of society. ફૅમીલી એ સોસાયટીનું ફન્ડામેન્ટલ યુનીટ નથી. ❌

d. Poluandry means one woman having many husbands. પોલીએન્ડ્રી એટલે એક સ્ત્રીને ઘણા પતિ હોવા. ✅

e. Demography means the study of growth population. ડેમોગ્રાકી એટલે વસ્તી વધારાનો અભ્યાસ, ❌

f. Customs are the rules, which followed by society. રીવાજો એ સમાજ દારા અનુસરવામાં આવતા નિયમો છે.✅

g. I.Q. is an unit of measurment of social adjustment. આઇ.ક્યુ એ સામાજિક અનુકુલન માપવાનું યુનીટ છે. ❌

h. Joint family consist of parent and their children. મા બાપ અને તેમના બાળકો થકી સંયુક્ત કુટુંબ બને છે.❌

Que 6(b) Match the Following જોડક જોડો

1. Learning લર્નીંગ 1..Faise perception ખોટું પરીપ્શન

2. Aggressiveness અગ્રેસીવનેસ 2.Power of retaining and recalling Past experiences
પાવર ઓક રીટર્નીંગ અને રીકોર્લીંગ પાસ્ટ એક્સ્પીરિઅન્સ

3. Memory મેમરી 3.Behaviour modificationબીહેવીયર મોડીકેશન

4. Blocking of goals 4. Painter ચિત્રકાર બ્લોકીંગ ઓફ ગોલ્સ

5. Illusion ઇલ્યુશન 5.Being angry ગુસ્સે થવું

6. Habit હેબીટ 6.Frustration હતાશા

7. Free thinking ફી થીકીંગ 7. Time saving સમય બચાવવો

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM FY BEHAVIOUR PAPER, Uncategorised